મન નું આલિંગન gopi patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મન નું આલિંગન

આજના દિવસ ની કઈ જુદીજ અનુભૂતિ હતી ...અજાણ ને અજીબ માણસ સાથે મુલાકાત ..હા મુલાકાત .. ઓફિસ ના કામ નથી થોડું બહાર જવાનું થયું સાંજ નો સમય ૬.૩૪ હુ શહેર ની ખૂબ દૂર જવા નીકળી .. સાદો સિમ્પલ પોશાક ને મારા કામ ના સામન સાથે મારું લેપટૉપ બેગ ને માં ની જીદ થી થોડો નાસ્તો પાણી ની બોટલ ને બધું ગાડી ને આગળ ની સીટ પર રાખું ...એવામાં અવાજ આવ્યો .... ઓ ઝાસી કી રાની ... હોકી ગાડી માં મુક એકલી જાઇ છે કઈ થશે તો હું બચવા નહી આવું ... આ ટની મારા સામે માત્ર મારો લાડકો ને નાનો બદમાશ ભાઈ જ કરીશકે ...આમાં પણ એક "મન નું આલિંગન"દેખાયું ...હુ નીકળી ઘરે થી . સાંજનો સમય હતો એમાય .. મોહબ્બત માં હરેલું મારું વ્યકિતત્વ 😊❤️ અરિજીત ના સંગીત સાથે ગાડી ૬૦./૭૦ માં ચાલતી મન માં અનેક વિચારો હતા બસ થોડા મીઠા અનુભવ ને મીઠા અહેસાસ ને યાદ કરી ને આગળ વધવા લાગી ૮.૧૧. હુ મારા ઓફિસ ના કામ ની જગ્યા પર આવી .. ગાડી પાર્ક કરી લપીબેગ સાથે અંદર પ્રવેશ કર્યો .. અંદર પ્રવેશ તા ની સાથે મીઠી ને નાજુક મુસ્કાન સાથે એક ૧૯ વરસ ના છોકરા એ મીઠા અવાજ થી કહ્યું તમારી જ રાહ હતી ..ચા લેસો કે કોફી મે કીધું .. બસ કઈ નથી જોતું એક મીઠી મુસ્કાન આપી દે ..છોકરો થોડો શરમાયો ને મુસ્કાન સાથે સુ તમે પણ કહી મારું બેગ લઈને મીટીંગ રૂમ માં ગયો ....કામ પતાવી ને ઠીક ૧o.૨૦ કોરિડોર પર આવી ત્યાં બાદ મારા ઓફિસ ના મિત્રો સાથે રાત્રિ નું જમવા નું પતાવી નીકળી એવામાં ત્યાં પેલો મીઠી મુસ્કાન વાળો છોકરો આવ્યો મારા જરૂરી કાગળ આપવા મે આભાર વ્યક્ત કર્યો ..અને ફરી કીધું એકવાર હજી થોડું હસી આપ ..થોડો શરમાયો ત્યારે અને સવાલ કર્યો મને એની મુસ્કાન કેમ ગમી ખાસ કોઈ નજીક ની વાત નોતી બસ મે જવાબ આપતા કીધું તારી મુસ્કાન માં વિનમ્રતા ને નિખાલસતા છે અને હુ એની હિમાયતી છું એટલે અને કીધું આજ દિવસ સુધી કોઈ ને ખ્યાલ આવ્યો આપ ને કેમ ..મે કીધું "બનાવટી કીમતી વસ્તુ ને ચમક માત્ર દેખાઈ છે પણ સાચી ને શુદ્ધ વસ્તુ ને જોઈ ને આંનંદ ને શાંતિ મળે છે " છેલ્લે જતાં ફરી વાર માત્ર મુસ્કાન સાથે મે વિદાય લીધી .. શહેર તરફ આવતાં ખૂબ અંધારું થયું ઘરે થી વારંવાર ફોન આવતા શાંતિ થી જવાબ આપી ને આગળ વધી રેલ્વ નું લાઈન થી ગાડી આગળ કરતા કાચ ના કારણે ગાડી માં પંક્ચર નીચે ઉતરી ફોન ની લાઇટ કરી જોયું તો પરસેવો વળી ગયો સાચું પંકચર સુમ સામ સડક કોઈ પહેલ નહિ એક નાનકડી ચા ની તપરી બસ અમાં પણ બીક લાગે એવો બિહામણો માણસ ગાડી ને થોડી આગળ લીધી ગાડી માંથી સ્પ્રેર વિલ કાઢી ને આગળ લીધું પણ આપડ ને તો સરખું પેચ્યું પકડતા પણ ના આવડે થોડી મહેનત કરી પેલો ચા વાળો સામું જોતો હતો..મનમાં તો ખૂબ ડર હતો ..હાથ ની પકડ ઢીલી પડી ગઈ હતી ચહેરા પર પરસેવો .પપ્પા ને ફોન કર્યો એમને આવતા ૧ કલાક થઈ સકે એવું હતું . ડર નું પ્રમાણ વધતું ગયું ને હુ ગાડી ની અંદર બેસી ગય..થોડી વાર જતા ૬ કિન્નરો નું ટોળું આવતું દેખાયું . મન માં કંઈ અલગ વિચારો ચલવા લાગ્યા.. કિન્નરો આવીને ચા ની ટપરી પર બેઠા અને પોતાના માં મશગુલ હતા એવામાં એક ૬૫ વર્ષ ના કિન્નર ની નજર ગાડી પર ગય એ ટગર ટગર જોયા હતાં મને એ એક કલાક ૧ વર્ષ જેવો લાગ્યો. નીજક આવીને કીધું કે સુ થયું" સીતા" આ શબ્દ થી મન નો બધો ડર ક્યાયક ગાયબ જાણે અલગ શક્તિ આવી હોઈ એમ ..વાત ચીત થઈને મને સંત્વના આપતા કીધું કે જ્યાં સુધી આપન પરિવાર થી કોઈ ના આવે ત્યાં સુધી તમારી સાથે ઉભા છીએ તમે ગભરાશો નહી .મારી સાથે વાત ચીત માં દીકરી શબ્દ વધારે આવ્યો ..કિન્નરો સાથે ક્યારેય વાર્તાલાપ નથી થયો પણ આ ૧ કલાક માં એમના હદય ની ખૂબ પ્રેમાળ પંક્તિ ને વાચી શકી અદ્ભુત વ્યકિતત્વ ..બોવ સંઘર્ષ વાળું જીવન. બાળપણ ને જુવાની માં રાખતું પરિવાર ના પ્રેમ વગર નું જીવન ખૂબ નજીક થી જાણું આજે અંદર થી એમના માટે ખૂબ જ ચિંતા થઈ કે સમાજ માં આ લોકો ના વ્યક્તિત્વને પૂરો ન્યાય મળવો જોઈએ એમને ધૂર્ણ કે નિંદા ન થવી જોઈએ .એમના વ્યકિતત્વ માં ખુબજ પ્રેમ ને વ્હાલ જોવા મળ્યો હુ એક સ્રી હોવાથી મારી એક દીકરી જેમ સંભાળ રાખી ..એમના જીવન ને અદભૂત રાજ જાણવા મળ્યા ..મે માત્ર એમને થોડું પ્રેમ થી જવાબ આપ્યો ત્યારે એમને મને મારા પરિવાર થી કોઈ લેવા ના આવે ત્યાં સુધી મારા રક્ષણ ની ખાતરી લીધી એમની આંખો માં મને વ્હાલ ને મમતા દેખાઈ તો સાથે થોડી લાચારી પણ દેખાઈ એ પ્રેમાળ આખો હજી આંખ સામે આવી જાઇ છે આમ ઈશ્વર પણ અલગ મિજાજી છે દરેક માં ભેદ મૂકે છે બસ એટલી તો ખબર પડી કે અર્ધ સ્રી હોવા છતાં એમના માં માતૃત્વની ભાવના પ્રેમ ને વ્હાલ રહેલો હોઈ છે આમ આજે મને અલગ વ્યકિતત્વ ની ઝાંખી થઈ..જાણે લાગુ કે ," મન નું આલિંગન " થયું હોઈ ........અમુક સુખ ના હોઈ તો આપડે ઈશ્વર ને ફરિયાદ કરીએ છીએ પણ આ કિન્નરો ( અર્ધનારીશ્વર ) ને જોતા જ લાગુ કે જીવન ની સાચી કસોટી તો આ લોકો આપે ૬ 🙏Gopi iataliya