એક યાદગાર મ્યુઝિક કન્સર્ટ - 1 શ્રેયસ ભગદે દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 117

    ભાગવત રહસ્ય-૧૧૭   જગતમાં શિવજી જેવો કોઈ ઉદાર થયો નથી. અને થવ...

  • શ્રાપિત પ્રેમ - 18

    વિભા એ એક બાળકને જન્મ આપ્યો છે અને તેનો જન્મ ઓપરેશનથી થયો છે...

  • ખજાનો - 84

    જોનીની હિંમત અને બહાદુરીની દાદ આપતા સૌ કોઈ તેને થંબ બતાવી વે...

  • લવ યુ યાર - ભાગ 69

    સાંવરીએ મનોમન નક્કી કરી લીધું કે, હું મારા મીતને એકલો નહીં પ...

  • નિતુ - પ્રકરણ 51

    નિતુ : ૫૧ (ધ ગેમ ઇજ ઓન) નિતુ અને કરુણા બીજા દિવસથી જાણે કશું...

શ્રેણી
શેયર કરો

એક યાદગાર મ્યુઝિક કન્સર્ટ - 1

એ રાત્રે મારી પાસે બે જ ઓપ્શન હતાં... કાં'તો મારુ મ્યુઝિક છોડવું અથવા મારે ઘર છોડવું... અને મેં ઘર છોડવાનો નિર્ણય કર્યો...

કારણકે જો હું ઘરમાં રહું તો પછી મારુ મ્યુઝિક એની જાતે આ ઘરમાં જગ્યા શોધી લે... એ મારથી વિખુટુ પડીને જીવી જ ન શકે.

*

"મહેફિલ"... આ પાસ ઘરમાં કોણ લાવ્યું....?? અને કોને પૂછીને લાવ્યું? પપ્પાનાં દરેક પ્રશ્નમાં ગુસ્સો છલકાતો હતો.

હું લાવ્યો પપ્પા... આજે રાત્રે "મ્યુઝિક નાઈટ" છે. એક એક્સ્ટ્રા પાસ છે. ઈફ સમબડી વોન્ટ ટુ જોઈન મી...

ભાઈ હું આવું....??

ચાલને... આમ પણ મારુ તો નક્કી છે જવાનું તુ આવીશ તો કમ્પની રહેશે....

પપ્પા ફરી તાડુક્યા... રિમી... અંદર જા કામ કર.... કોઈને ક્યાંય નથી જવાનું અને હજી તારી મમ્મી કેમ નથી આવી..?.

*

સવારે જયારે હું ઉઠ્યો ત્યારે રૂમમાં કીબોર્ડ પડ્યું હતું... ઉપર સ્ટીકરમાં "યોર બર્થડે ગીફ્ટ" લખ્યું હતું.

ત્રણ કલાક સુધી કીબોર્ડની અલગ અલગ કી પર હાથ ફેરવીને જાત જાતની ધૂન વગાડી હતી.. સંગીતનો શોખ ઉભરાતો ગયો અને કીબોર્ડ ધીમે-ધીમે એની અંદરથી સંગીત રેલાવતું રહ્યું... આ શોખ ખબર નહિ ક્યારે "સૂફી સંગીત" તરફ ફંટાયો.

અબીદા પરવીન, નુસરત ફતેહઅલી ખાન, રાહત ફતેહઅલી ખાન, કૈલાશ ખેર, લાલન ફકીર, એ.આર.રહેમાન, અને આવાં કેટલાંય નામ યાદીમાં જોડાતા ગયા... રુમીનું મારી આસપાસ એક અલગ અસ્તિત્વ રચવા લાગ્યું... પછી ખુશરોહ, ખ્વાજા ગુલામ ફકીર અને કેટલાંય નામો જોડાતા ગયા.

બે વર્ષ અને જિંદગી "સૂફી સંગીત" બનીને સુરની જેમ વહેવા લાગી... તબલા, હાર્મોનિયમ, અને બીજા ઇન્સ્ટ્રુમેન્ટ્સ ખૂટતા લાગ્યા... અને જીવનમાં લાગવા માંડ્યું કે હવે તો કરિયર એટલે સૂફી સંગીત જ...

મમ્મીની ગિફ્ટના કારણે જ મારો શોખ આગળ વધ્યો... સંગીતમાં મારી દુનિયા શોધવા લાગ્યો... પણ દરેક વખતે આપણને ગમતું પરિવારના દરેક સદસ્યને ગમવા જ માંડે એવું જરૂરી નથી હોતું... હું "સા.રે.ગ.મ.પ.."માં અટવાતો હતો પણ પપ્પા... આની બહાર કશુંક શોધતા હતાં. જેની મને ખબર જ નહતી. મારા મ્યૂઝિકનું વોલ્યૂમ એટલું વધારે હતું કે આસપાસના અવાજો સાંભળતા નહિ.

*

દસમું પત્યું.. પછી એન્જીન્યરીંગ કરવાનો કોઈ ઈરાદો નહતો... પણ પપ્પાની જીદ સામે કંઈ ન ચાલ્યુંને.. સાયન્સ લીધું.. ત્યારે લાગ્યું કે મ્યુઝિક કરિયર તરીકે લઇ જ નહિ શકાય... અને બારમા માં જોઈતા ટકા ન આવ્યા એટલે ધીમી ખટપટો શરૂ થઈ. મને એન્જિનિયરિંગ કરતા મ્યુઝિક પ્રાયોરિટી લાગતું... કેમકે હું એને છૂટું પાડીને જીવન કલ્પી નહતો શકતો. એણે સીધો મારા આત્મા સાથે સંપર્ક કર્યો હતો.

*

રજાઓ ચાલતી હતી... હું ઘરે હતો.. શહેરમાં મ્યુઝિક કન્સર્ટ હતો.. નાનપણથી બચાવેલ પૈસામાંથી પાસ લાવ્યો.. પાસ છુપાવવાનું ભૂલી ગયો અને પપ્પાએ આખું ઘર માથે લીધું..

"મહેફિલ"... આ પાસ ઘરમાં કોણ લાવ્યું....?? અને કોને પૂછીને લાવ્યું? પપ્પાનાં દરેક પ્રશ્નમાં ગુસ્સો છલકાતો હતો.

હું લાવ્યો પપ્પા... આજે રાત્રે "મ્યુઝિક નાઈટ" છે. એક એક્સ્ટ્રા પાસ છે. ઈફ સમબડી વોન્ટ ટુ જોઈન મી...

ભાઈ હું આવું....??

ચાલને... આમ પણ મારુ તો નક્કી છે જવાનું તુ આવીશ તો કમ્પની રહેશે....

પપ્પા ફરી તાડુક્યા... રિમી... અંદર જા કામ કર.... કોઈને ક્યાંય નથી જવાનું અને હજી તારી મમ્મી કેમ નથી આવી..?. મમ્મી નોકરી પરથી હજી નહતી આવી.. નક્કી હતું કે કેટલીય બોલચાલ થશે અને અંતે હું જઈશ.. પણ એ પહેલાં ઘણું નાટક જોવાનું હતું.

હવે મમ્મી, પપ્પા અને હું હોલમાં ગોઠવાયા હતાં...

એ પાસ લાવ્યો છે... એ તો બગડ્યો છે હવે રિમી જીદ કરે છે કે એને સાથે જવું છે...

"એમાં વાંધો શું છે...?" મમ્મીએ સવાલ કર્યો.. બધાં જતા હોય છે... એ બેય જશે તો કંઈ નહિ બગડે.

"વાંધો..??" બધાં જાય પછી પાછા કામે વળગે છે તમારો આ કુંવર રાગડા તાણવા બેસી જાય છે આવી ને..

મને લાગી આવ્યું એટલે મેં સીધું જ કહ્યું.. "રાગડા તમારા માટે હશે... મારા માટે એ પ્રાર્થના છે..."

"પ્રાર્થના...?" પ્રાર્થના તો એ કે’વાય જેમાં ભક્તિ હોય તારા ગીત તો જો... નકરા ઉર્દુ શબ્દો આવે છે...

એને "કવાલી" કહેવાય...!

એ ગાવા માટે અલગ ધર્મ ના લોકો હોય આપણે ના ગઈ શકીયે...

મારાથી આડું જોઈને બોલાઈ ગયું.. "સિક મેન્ટાલીટી...!"

શું...? શું...? બબડ્યો... ખબર છે અંગ્રેજી આવડે છે... થોડીવાર ચુપી પછી મમ્મી એ શરૂઆત કરી..

તમે જવા દો ને.. એ પણ પાછો આવીને એના પાટે ચડી જશે.

મારી ગાડી એ પાટે નહિ ચડે એવું કોણ સમજાવે... પણ હાલ પૂરતો નિકાલ થઈ ગયો હતો અને હું મહેફિલમાં પહોંચી ગયો હતો...

આંખમાં મોટા સપના હતાં… એક દિવસ આ સ્ટેજ પર હું હોઈશ... પણ ખબર નહતી કે ત્યાં સુધી પહોંચવા માટે હજી કેટકેટલું જોવું પડશે.

*

કોલેજમાં બે વર્ષ પુરા થઈ ગયા હતાં.. રાત્રે હું મ્યુઝિક ક્લાસમાં જતો.. આ બાબતે ઘરમાં બધાં અજાણ હતાં... સુર, તાલ, લય, અંતરો, છન્દ, બધું બરાબર ગોઠવાઈ રહ્યું હતું ત્યારે જિંદગીમાં બીજું કેટલુંય વિખાય રહ્યું હતું.

(ક્રમશઃ)

- શ્રેયસ ભગદે