the language of love books and stories free download online pdf in Gujarati

મંગલસૂત્રની ભાષા

અડધી રાત્રે અચાનક ફોન ની રીંગ વાગી, ત્રણ વાર રીંગ વાગી હશે ને મારી આંખ ઉઘાડી ગઈ ઘડિયાળ માં જોયું તો 2 ને 10 થયેલી , કોઈ દિવસ 11 વાગ્યા પછી કોઈ નો ફોન ન આવે અને આજ અચાનક બે વાગ્યે કોનો ફોન હશે એ વિચારતા વિચારતા ફોન તરફ હાથ લંબાવી ને દૂર થી જ ફોન મા જોવા ની કોશિશ કરી કે અત્યારે કોનો ફોન હશે ?

એટલું વિચારતા વિચારતા મે ફોન હાથ માં લીધો .

" MADHAV "

ફોન માધવ નો હતો. "હજી 9 વાગ્યા ની આજુ બાજુ માં જ અમારે વાત થઈ છે અને એ કાલે નીકળવાના છે તો અત્યારે કેમ ફોન કર્યો હશે ?

અચાનક મને યાદ આવી ગયું કે એક વર્ષ પેલા આજે અમારા લગ્ન થયા હતા. એટલે કદાચ.....

” હેલ્લો ” માધવ એકદમ ગભરાયેલા અવાજ બૉલ્યો.

" હેલ્લો, શું થયું માધવ ?"

" Parth is back."

પછી એ શું બોલ્યા એ મને કઈ સંભળાયું નહી.

"મીરાં !!! હવે કેટલી વાર લાગશે તૈયાર થવા માં તારે ?"

'એ બસ આવી, બે મિનીટ ' હાથ માં બંગડી પેહરી જલ્દી થી દાદર ઉતરી નીચે આવી , પાર્થ દરવાજા પર ફોન મા કંઇક કરતો હતો. નીચે ઉતરતા ની સાથે જ મે પૂછ્યું ...

" પાર્થ , હું કેવી લાગુ છું ?"

"અરે !આ તો એ સાડી છે જે હું ગઈ વખતે કેરેલા થી લાવ્યો હતો , સાચું ને ?"

મે હસી ને હા પડી અને પછી કીધુ " એમ તો કે મને સાડી કેવી લાગે છે ?"

"અરે! સાડી તારા થી શોભે છે, તારા પર બધું જ સારું લાગે .
આજે તો કમાલ લાગે છે , મોનિકા ને કોઈ નહી જોવે બધા તને જ જોશે." આટલું બોલતા બન્ને હસી પડ્યા ને મમ્મી ને કહી અમે બંને મારી એક ફ્રેન્ડ ના લગ્ન મા જવા નીકળી ગયા.

મોનિકા અમારી કોમન ફ્રેન્ડ હતી.

અમે જ્યારે ત્યાં પહોંચ્યા ત્યારે અમારું મિત્ર મંડળ ત્યાં અગાઉ થી જ પોહચી ગયેલું . બધા એક બીજા ને મળ્યા ને અમે બંને મોનિકા ને મળવા ગયા. એ મને જોઈ ને ખુશ-મ્- ખુશ થઈ ગઈ.

"પાર્થ ક્યાં ?" મોનિકા એ તરત જ પૂછ્યું.

"એ બધા ને મળી ને આવે છે , મૌલિક પણ આવ્યો છે તો એની જોડે હશે. તું મને મળ ને અત્યારે " એમ કહેતા મે એને જોર થી હગ કર્યું.

એટલા માં પાર્થ આવ્યો.

એણે પણ અમારા હગ મા ભાગ પડવ્યો .પછી બંને એ એને શુભકામનાઓ પાઠવી, અમે બંને ખુરસી પર બેઠાં. થોડી વાર અમને એકી ટસે જોયા પછી તરત જ મોનિકા બોલી....

"ઓહો!!! મેચિંગ મેચિંગ એમ ને ? MEE ,આ સાડી તો પાર્થ લાવેલો ને તારા માટે ?" મારા ગ્રૂપ માં બધા મને MEE કહેતા.

"હા " પાર્થ એ મારી સામું જોતા હા પડી.

"તમારા લગ્ન મા મને ક્યારે આવવા મળશે એ કયો પેલા ?" જાણે ક્યાર ની એ આજ સવાલ પૂછવા માગતી હોય એમ એને પૂછ્યું.

"આ હા પડે એટલે તરત જ ઘોડે ચડી ને લઇ આવું ." પાર્થ પણ જાણે જવાબ આપવા ની રાહ મા જ હોય એમ તરત બોલ્યો.

મજાક મસ્તી માં બે દિવસ ક્યાં ગયા એ કઈ ખબર ન પડી અને ઘરે પાછા જવાનો સમય થયો. મોનિકા ને વિદાય દઈ ને થોડી વાર બેઠાં પછી અમે પણ નીકળવાનું નક્કી કર્યું અને બધું મિત્ર મંડળ પણ આજે જ નીકળવાનું હતું . અમારું શહેર દૂર થાય. ઘરે પહોંચતા 3 કલાક જેવું થાય. એટલે મેં ને પાર્થ બંને એ નીકળવાનું નક્કી કર્યું. હું અંદર થી સમાન લઇ આવી, પાર્થે કાર ની અંદર બધું ગોઠવી દીધું અને બધા ને મળી ને નીકળી ગયા.

કાર મા બેસતા ની સાથે જ એને રેડિયો સારું કર્યો. એણે રેડિયો સાંભળવા નું ખૂબ ગમે . શહેર થી થોડા દૂર નીકળી ગયા, હું બારી ની બહાર જોઈ ને બેઠી હતી , કઈ બોલી નહિ એટલે એણે આશ્ચર્ય થયું કે કાયમ બક - બક કરતી હું કેમ આજે આટલી શાંત ?

" ચક્કી ! કેમ તું આટલી બધી શાંત છે ? જ્યાર થી તું મોનિકા ને મળી ત્યાર ની થોડી શાંત પડી ગઈ હોય એવું લાગે છે, શું થયું છે તને ?" એ મને પ્રેમ થી ચકલી કેહતો.

"મને લાગે છે કે હવે આપડે ઘરે વાત કરી દેવી જોઈએ કે
We are in love with eachother and we want to get married, મને બહું ડર લાગે છે હું કોઈ બીજાની થવા નથી માગતી."

"હું તો તને કેટલા દિવસ થી કહું છું કે તું હા પાડે એટલે ભગાડી ને લઇ જાવ. બોલ આવીશ?" પાર્થ મસ્તી ના મૂડ મા બોલ્યો.

"હું મસ્તી નથી કરતી પાર્થ , I am serious " આટલું બોલી ને હું પાછી બારી બહાર ડૂબતા સૂરજ ને જોઈ રહી .

"ચિંતા ન કર બધું થઈ જશે , કાલે સાંજે પપ્પા અને મમ્મી આવશે તારા ઘરે વાત કરવા બસ !" મારો એક હાથ એને એના હાથ માં લઇ ને બોલ્યો.

હું કઈ બોલી નહિ પણ મને મનોમન હાશકારો થયો અને પાર્થ એ સમજી ગયો એટલે એણે મને પછી બોલાવી નહી અને મારામાં જ ખોવાયેલી રેહવાં દીધી અને મને ગમતા કલાસિકલ ગીત ધીમા ધીમા ગાડી મા સારું કર્યા.

" મીરાં , ઓ મીરાં ."

અચાનક મને પાર્થ નો અવાજ સંભળાયો ને હું જાગી ગઈ. ગાડી મારા ઘર ના ગેટ પાસે ઊભી હતી. અને એ મારી સામે જોઈ ને બેઠા હતા. મે મારી આંખ ચોળી ને ફ્રેશ થવાની કોશિશ કરતા કાર નો દરવાજો ખોલતા મે પાર્થ ને કહ્યું... " I am sorry parth, મને કઈ ખબર જ ન પડી ક્યારે સૂઈ ગઈ."

8 વાગવા માં 15 મિનીટ બાકી હતી. પાર્થ મને દરવાજા સુધી મુકવા આવ્યો . પપ્પા એ કીધુ કે રોકાઈ જા પણ એને કાલે આવનું જ છે ને એમ કઈ ને નીકળી ગયો. ઘર માં જતા જ જાણે મને એવું લાગ્યું કે કઈક બદલાયેલું છે પણ શું એ ખબર ન પડી. મમ્મી અને પપ્પા પણ કઈક વધારે ખુશ હતા. એટલે મારાથી પૂછ્યા વગર ન રેહવાયું. પણ જ્યાં હું પૂછવા ગઈ ત્યાં જ ઘર ના લેન- લાઈન ની ઘંટડી રણકી.

" હેલ્લો "

" હું છું પાર્થ, તારો ફોન તું કાર મા જ ભૂલી ગઈ છે એટલે કઈ ચિંતા ન કરતી હમણાં ડિનર કરી ને આપી જાવ છું " ફોન પાર્થ નો હતો.

" ઓકે , પણ તું કઈ તકલીફ ન લેતો હું આપડા ડ્રાઇવર ભગવાન દાદા ને હમણાં મોકલું છું "

" ના ના હું આવું છું ને પણ, ના ન કહીશ પ્લીઝ."
એના અવાજ મા કઈક એવું હતું કે હું ના ન પાડી શકી ને બાય કહી ને ફોન મૂક્યો.

પછી મમ્મી ને પૂછ્યું ,
"મમ્મી, શું વાત છે ? આજ કઈ ખાસ છે . તમે અને પપ્પા બન્ને આટલા બધા ખુશ છે ને ."

"વાત જ કઈક ખુશી ની છે બેટા. " પપ્પા એ કઈક ઈશારો કર્યો પણ એ જોવે એ પેલા મમ્મી બોલી ગઈ.

" શું ? બોલ બોલ મમ્મી."

"કઈ નહી બેટા તારી મમ્મી એમ જ કે છે, એવું કશું નથી . તું થકી ગઈ હશો ને ટ્રાવેલિંગ થી તારા રૂમ માં ફ્રેશ થઈ ને આવ, ડિનર તૈયાર છે." પપ્પા એ વાત વળવા નો પ્રયત્ન કરતા કહ્યું.

હું જ્યારે ફ્રેશ થઈ ને પાછી આવી ત્યારે મમ્મી પપ્પા કઈક વાત કરતા હતા.

"શું ખુશ - બુશ કરી છો હે ! મને કયો તો." મારા થી ન રેહવાયુ.

"બેટા , તું પેલા નિલેશ કાકા ને ઓળખે છો ? એમના મોટા ભાઈ હરિકૃષ્ણ ભાઈ મુંબઈ રહે છે , બહું મોટો બિઝનેસ છે એમનો મુંબઈ મા , એમના દીકરા માધવે હમણાં જ M.B.A. પૂરું કર્યું. હમણાં બે દિવસ થી એ એમના ભાઈ ને ત્યાં આવ્યા છે ."

" હા , ઓળખું છું . એ માધવ તો કેટલો શાંત અને શરમાળ છોકરો હતો એ વખતે. મધાવ અને પાર્થ તો સર મિત્રો પણ છે. છોકરો સારો હતો." મે જૂની યાદો તાજી કરતા કહ્યું.

પણ મને એ ક્યાં ખબર હતી કે એ ત્રણ શબ્દ ના વખાણ મને આટલા મોંઘા પડશે.

"હજુ પણ સારો જ છે બેટા" પપ્પા એ તરત જ કહ્યું.

"હરિકૃષ્ણ ભાઈ ના પત્ની કવિતાબેન નો ફોન હતો , એ તને કાલે બપોરે 11 વાગે જોવા આવવાના છે."

હું બસ ચક્કર ખાઈ ને પાડવા ની જ હતી પણ મહા મેહનાતે હું મારી જાત ને સંભાળતા બોલી, " મમ્મી, પપ્પા, મારે તમને કઈક કહેવું છે ઘણા સમય થી કેહવુ કેહવુ થાય છે પણ બોલતા જીભ નથી ઉપડતી." આટલું બોલતા તો જાણે મારું ગળું ભરાઈ ગ્યું.

મમ્મી પપ્પા એકી ટસે મારી સામું જોઈ ને બેઠા હતા. જાણે એમની આખો મા એટલી આતુરતા હતી કે ને જો હું 5 મિનીટ કઈ ન બોલી હોય તો એમને કઈ નું કઈ થઇ જાત. પણ ફરી સ્વસ્થ થતાં મે કહ્યું.

" મમ્મી હું અને પાર્થ એક બીજા ના પ્રેમ મા છીએ અને લગ્ન કરવાની ઈચ્છા છે, એ એના મમ્મી પપ્પા ને આજ વાત કરવાનો છે અને કાલે તમારી જોડે વાત કરવા આવશે, પણ જો તમારી મંજૂરી અને ઈચ્છા ન હોય તો હું એને અત્યારે જ ફોન કરીને કહું કે આપણે લગ્ન નહિ કરી શકીએ "

આટલું બોલતા તો મારી જીભ મા લોચા વળવા લાગ્યા અને શ્વાસ લેવામાં થોડી તકલીફ પડતી હોય એવું મને લાગ્યું.

" અરે બેટા, અમે તારા માવતર છીએ. તારી ખુશી મા જ અમારી ખુશી છે દીકરા. અમારા જીવન ની જે કઈ મૂડી અને કમાણી છે એ તું જ તો છે. હું હમણાં જ હરિકૃષ્ણ ભાઈને ફોન કરી ને ના કહી દવ છું બેટા તું ચિંતા ન કર અને પાર્થ ભલે કાલે આવે અમારી હા જ છે " પપ્પાના આટલા શબ્દો સાંભળતાં તો જાણે દુનિયા જ મળી ગઈ. હું ખુશ થઈ ને મમ્મી પપ્પા ને ગળે લાગી.

બધા એ સાથે ડિનર કરી ને થોડી વાર બેઠા વાતો કરી.

"સૂઈ નથી જવું બેટા ?"

"હા પપ્પા બસ પાર્થ આવે એટલે ફોન લઇ ને પછી સૂઈ જાવ. પણ તમારે સૂવું હોય તો સૂઈ જાવ. આમ પણ કાલે ઘણું કામ છે." હું દરવાજા સામે જોતા બોલી.

મમ્મી પપ્પા ગયા એટલે હું ટીવી સારું કરી ને બેઠી. રીમોટ લઇ ને ચેનલ બદલ્યા કરી ત્યાં મારો ફેવરિટ શો જોઈ ગઈ. Tom and Jerry.

Tom and Jerry, જો વધારે પડતી ખુશ હોય અથવા તો વધારે પડતી દુઃખી હોય ત્યારે જ જોવું. કેમ કે આ શો મારા માટે નોર્મલ ન હતો.

હજું તો 10 મિનીટ મે ટીવી જોઈ હશે ત્યાં ડોરબેલ વાગી.

નક્કી પાર્થ હશે. એવું વિચારતા વિચારતા દરવાજો ખોલવા ગઈ.

" શું જરૂર હતી અત્યારે ધક્કો ખાવાની ? કાલે આપ્યો હોત તો પણ ચાલે ને, આમ પણ તું ઊંઘણસિહ મારી સાથે ક્યાં વાત કરે છો. " પ્રેમ ને છુપાવવી કોશિશ કરતા ગુસ્સા ના રૂઆબ મા કહ્યું.

" લે આખો દિવસ સાથે જ તો હોય છો. અને આમ પણ આ ઉમર કરિયર બનાવવાની છે. રાત્રે વાત કરીશું તો દિવસે ઊંઘ આવશે અને ઊંઘ આવશે તો કામ મા ધ્યાન નઈ આપી શકું અને જો ધ્યાન નઈ આપી શકું તો નોકરી નહિ મળે અને જો નોકરી નહિ મળે તો..."

" બસ બસ, શ્વાસ લઈ લે હવે. એક જ શ્વાસ મા કેટલું બોલવું છે તારે ? કઈ કહ્યું નથી કે તરત જ ભાષણ શરૂ." એને શ્વાસ લેવડાવવા માટે એની વાત વચ્ચે થી જ કાપી નાખી કેમ કે એના શ્વાસ મા મારો શ્વાસ હતો.

" ચાલ ચાલે એ બધું છોડ હવે, મને ભૂખ લાગી છે. છેલ્લી વાર પ્રેમ થી ખવડાવી દેને." એને મારી સામે એવી રીતે જોયું જાણે એ મને કઈ ઈશારો કર્યો હતો પણ હું કઈ સમજી નઈ એટલે રસોડા માં જઈ ને એની માટે કઈક શોધવા લાગી.

"બોલ મેગી છે, ખાઈશ ? ગરમા ગરમ, મસાલેદાર, ટેસ્ટી."
રસોડા માંથી હું મેગી ના પેકેટ નો દુપ્પટો કરી ને આવી.

" આજ તું કઈ પણ બનાવ હું ખાઈ લઈશ."

એ ઉદાસ હોય એવું લાગ્યું પણ મને એમ કે થકી ગયો છે. એટલે મેં કઈ પૂછ્યું નહી અને રસોડા માં જઈ ને મેગી બનવા લાગી.

પાર્થ ને વેજિટેબલ વગર ની મેગી ભાવે એટલે બનાવતા વાર ન લાગી. 5 મિનીટ માં બનાવી ને આવી.

એ મને કઈ બરાબર હોય એમ ન લાગ્યું.

" ટણા , पेश है आपकी एक प्रेमिका दूसरी प्रेमिका साथ। "

હું પાર્થ ના જીવન માં આવી એ પેહલા એનું લફરું મેગી સાથે હતું. એને મળી એ પેહલા હું મેગી ક્યારેય ખાતી નહિ. પછી એની ચોઇસ મને ગમી એટલે એ દિવસ થી અમારા બેવ ની કોમન પ્રેમિકા એટલે અમારી પ્યારી મેગી.

એ ખુશ થઈ ગયો. અને એને ખુશ જોઈ ને હું ખુશ થઈ ગઈ.

બંને મેગી ખાઈ ને ઉભા થયા. અને એ નીકળતો હતો એટલે હું એને મુકવા દરવાજા સુધી ગઈ.

"પાર્થ તું મારો ફોન આપવા આવ્યો હતો ને ?"

" લે, ફોન તો સાવ ભૂલી જ ગયો." એના માથા પણ ટપાલી મારતા એ બોલ્યો.

"કઈ વાંધો નહિ, કાલે લેતો આવજે."મે બહુ પ્રેમ થી એને પાસે ખેંચતા કહ્યું.

"આ આપણે કઈ છેલ્લી વાર નથી મળતા પાર્થ ." એને એટલું જોર થી હગ કર્યું કે મને તો એમ થઈ ગ્યું કે આ મને છોડી ને જાય છે કે શું એટલે મારાથી બોલાઈ ગયું.

એ ગાડી સુધી પહોંચ્યો ત્યાં સુધી વળી વળી ને મારી સામે જોતો જતો અને મને કઈ કેહવા માગતો હોય એવું મને લાગ્યું.

" હેલ્લો મીરાં, તને કઈ સંભળાય છે ?"

માધવ નો અવાજ સાંભળી ને હું વર્તમાન મા આવી ગઈ.

"હા... હા... હું... હું... સાંભળું છું." ઊંઘ નો તો કઈ આત્તો પત્તો પણ ન રહ્યો. વાતાવરણ એટલું શાંત હતું કે હું મારા દિલ ના વધતા ધબકાર સાંભળી શકતી હતી.

" પાર્થ પાછો આવે છે. તું તારી ફેસબૂક ચેક કર એને તને ટેગ કરી ને એક પોસ્ટ મૂકી હમણાં જ."

આગળ મે એનું કઈ પણ સાંભળ્યું નહી અને ફોન મૂકી ને મે ફેસબૂક ખોલ્યું અને સાચે જ એને મને ટેગ કરી ને પોસ્ટ મુકેલી અને નીચે લખેલું કે " I am back with new life. "

પાર્થ ને જોઈ ને મારી આખો ફાટી ગઇ. 4 વર્ષ પછી એણે જોઈ રહી છું. એવો ને એવો જ લાગે છે. પણ આજે એ મારા પ્રેમી કે કોઈ ના દીકરા તરીકે નહિ પણ એક IAS તરીકે એનું ઇન્ટરવ્યુ આપી રહ્યો હતો.

એને જોઈ ને પાછી હું ભૂતકાળ મા સરી પડી.

" મીરાં, ઉઠ બેટા," રાત્રે મોડે થી સૂતી હતી એટલે મારાથી સવારે જગાયું નહી. મમ્મી મને ઉઠાડવા આવી.

જાગી ને જોયું તો મમ્મી નું રડમસ મો હતું. ઘર માં પણ એકદમ શાંતિ, દરરોજ ઘર માં સવારે જાગી એ ત્યારે પ્રભાતિયા અને ભજન ચાલુ હોય. એના બદલે આટલી બધી શાંતિ.

"મમ્મી શું થયું છે ?" મારા થી પૂછ્યા વગર ન રેહવયુ.

"તું બ્રશ કરી ને જલ્દી નીચે આવ. બધા તારી રાહ જોવે છે."
આટલું બોલતા તો એની આંખ ભરાઈ આવી અને એ રૂમ ની બહાર નીકળી ગઈ.

હું બ્રશ કરી ને જલ્દી થી નીચે ગઈ અને જોવું છું તો પાર્થ ના મમ્મી પપ્પા આવેલા.

મારા મન મા કેટ-કેટલા પ્રશ્નો ઉછાળવા લાગ્યા. પણ એ બહાર આવે એ પેલા તો પાર્થ ના મમ્મી મારી પાસે આવી ને મને બાથ ભરી ને જોર જોર થી રડવા લાગ્યા.

" બેટા, કાલે રાત્રે એ મોડે થી આવ્યો એને અમને કઈક કેહવુ હશે પણ એ કઈ બોલે એ પેલા જ અમે એને ખીજવા લાગ્યા. અને કઈ બોલવા જ ન દીધો. એ અત્યારે કઈ કામ નથી કરતો અને દોસ્તારો સાથે રખડ્યા કરે છે એટલે અમને એમ કે કઈક ડર ડારો બતાવી એ તો એ સમજી જશે. પણ અમને ખબર ન હતી કે આનું પરિણામ આવડું મોટું આવશે."

મને સમજવામાં બહુ તકલીફ પડતી હતી કે આ શું વાત કરવા માંગે છે. હું કઈ પૂછું એ પેહલા એમણે શ્વાસ લઈ ને ફરી વાર વાત શરૂ કરી.

" જ્યારે અમે લોકો સવારે ઉઠ્યા ત્યારે હું એને કોફી આપવા ગઈ તો એ રૂમ માં ન હતો. મે બાથરૂમ મા અને બાકી બધે જોયું પણ એ ક્યાંય ન હતો મને સ્ટડી ટેબલ પણ એક કાગળ નો ફટફટવાનો અવાજ આવતો એટલે હું એ બાજુ ગઈ અને હાથ માં કાગળ લઇ ને વાચવા લાગી."

ફરી વાત શ્વાસ લઈ બધા સામે જોઈ ને વાત શરૂ કરી.

"એમાં લખ્યું હતું કે એ ઘર છોડી ને જાય છે અને હવે એને કોઈ સાથે કઈ જ સંબંધ નથી. એને કોઈ યાદ પણ ન કરે અને તારા વિશે પણ લખ્યું હતું કે એ તને પ્રેમ કરે છે અને આજે એ અમને લઇ ને અહી જોવા આવનો હતો. પણ દીકરી અમે આવું ન્હોતું ધર્યું. અમે બધે પૂછાવી જોયું પણ એનો ક્યાંય અત્તો પત્તો નથી મળતો."

એ પછી એના મમ્મી ઘણું બોલ્યા પણ મને કઈ જ સંભળાયું નહિ. હું ચૂપ ચાપ મારા રૂમ માં ગઈ અને દરવાજો બંધ કરી ને બારી પાસે બેસી ગઈ. ખબર નહિ કેમ પણ મારી આંખ માંથી એક પણ આંસુ ન નીકળ્યું અને હું ક્યારે સૂઈ ગઇ એની મને કઈ જ ખબર ન પડી.

જ્યારે જાગી ત્યારે હોસ્પિટલ મા હતી બાજુ મમ્મી અને પપ્પા પણ બેઠા હતા.

" મમ્મી, હું કેમ અહીંયા છું ? મને શું થયું છે ?"

" બેટા તું ત્રણ દિવસ થી બેભાન છો અને ડોક્ટર નું કેહવુ છે કે જો હજી બે દિવસ વધારે બેભાન રહી હોત તો કોમાં માં જવાના ચાંસિસ હતા પણ ભાગવાનો ખૂબ ખૂબ આભાર."
મારી મમ્મી એ પપ્પા સામે જોઈ ને બે હાથ જોડતા ભગવાન નો ઉપકાર માન્યો.

એ વાત ને આજ 3 વર્ષ થઈ ગયા પણ હજી પાર્થ નો કોઈ અત્તોપત્તો નથી. મમ્મી પપ્પા પણ હવે લગ્ન કરવા ફોર્સ કરે છે પણ મારા દિલોદિમાગ માંથી પાર્થ નીકળે એમ છે જ નહિ.

" બેટા, માધવ હજી પણ કુંવારો છે અને સારો છોકરો છે એના જોવો બીજો નહિ મળે બેટા, એ તને પ્રેમ પણ કરે છે.
પાર્થ જો પાછો આવવાનો હોત તો ક્યારનોય આવી ગયો હોત પણ એને કોઈ ની નથી પડી ના તો એના મમ્મી પપ્પા ની કે ના તો તારી, તો તું શા માટે એના માટે તારી જિંદગી બગડે છે, તારી સામે હજી આખી જિંદગી પડી છે અને હા માધવ પણ તારી હા માટે જ કુંવારો છે બાકી એને પણ માંગા કઈ ઓછા નથી આવતા."મમ્મી મને સમજાવતી હતી ત્યાં પપ્પા આવી ગયા.

અત્યાર સુધી જ્યારે પણ મમ્મી સમજાવતી ત્યારે પપ્પા મમ્મી ને ટોકતા કે એને એની રીતે નિર્ણય લેવા દે. પણ આજ પપ્પા એ પણ મમ્મી ની હા મા હા મેળવી.

" હવે તારી મમ્મી સાચું કે છે બેટા, અમારી માથે તું કઈ બોજ નથી પણ તારા ભવિષ્ય ની એમને ચિંતા છે. તું હજી તારે જોઈએ એટલો સમય લઇ મને કહેજે. જો માધવ નહિ ગમે તો આપણે બીજા છોકરાઓ જોશું." આટલું કહી ને પપ્પા અને મમ્મી રૂમ ની બહાર ગયા.

" મમ્મી, હું માધવ સાથે લગ્ન કરવા તૈયાર છું. પણ મારે એક વાર માધવ ને મળવું છે." સવારે ડાઇનિંગ ટેબલ પર મે મમ્મી અને પપ્પા ને આખી રાત ના વિચાર વિમર્શ પર થી કઈ દીધું.

" ચોક્કસ બેટા હું હમણાં જ કવિતાબેન ને ફોન કરી ને કહું છું કે માધવ ને મોકલે." મમ્મી ને મે આ ત્રણ વર્ષ મા આટલી ખુશ ક્યારેય નોહતી જોય.

હું અને માધવ બંને રામાનુજ ગાર્ડન મા ગયા. થોડી વાર કોઈ કઈ જ બોલ્યું નહિ. પછી એણે શરૂઆત કરી.

" Thank you Meera."

" માધવ હું તને કોઈ રોંગ સાઇડ આપવા નથી માગતી પણ એક વાત તને ક્લિયર કરી દવ કે હું લગ્ન માત્ર મમ્મી પપ્પા ની ખુશી માટે કરું છું. જે દિવસે પાર્થ ગ્યો એ દિવસે એ મારું અસ્તિત્વ પણ લઇ ગયો છે. મને નથી ખબર કે એ જીવે છે કે મુત્યુ પામ્યો છે પણ મારા શ્વાસ પર હજી એનો જ હક છે. પાર્થ ને હું ક્યારેય ભૂલી નહિ શકું. એ મારા જીવન નું સત્ય છે."

એ શાંતિ થી મને સાંભળતો હતો. મે વાત આગળ વધારી.

" તને તારો નિર્ણય લેવાનો પૂરેપૂરો હક છે જો તને આ વાત મંજૂર ન હોય તો તું લગ્ન માટે ના પણ પાડી શકે છે. તને કોઈ પ્રકાર નો ફોર્સ નથી. તારી પાસે પણ તારું ભવિષ્ય હાથ પહોળા કરી ને ઉભુ છે. હું એક પત્ની તરીકે તને ક્યારેય એ પ્રેમ નહિ આપી શકું જે એક પત્ની ને આપવો જોઈએ."

આટલું બોલતાં મારી આંખો ભરાઈ આવી. હું આગળ કઈ બોલી શકી નહિ. થોડીવાર પછી મૌન તોડતા માધવે ફરી વાત ને વેગ આપ્યો.

" તું હજુ સુધી મને સમજી નથી મીરાં. તને એવું લાગે છે કે આ ત્રણ વર્ષ મા મારા માટે કોઈ સંબંધ ની વાત આવી જ નહિ હોય. ઘણી બધી પણ મારે ક્યાંય બાંધવું જ ન હતું. કેમ કે હું તારા થી જાણે અજાણે બંધાયેલો છું. તને ખુશ અને પેલા જેવી હસ્તી રમતી જોવા માટે હું મુંબઈ મારા કામ માટે પણ નથી ગયો. મારા ઘર ના પણ મને લગ્ન માટે ફોર્સ કરે છે પણ હું તૈયાર નથી. તું ચિંતા ન કર મીરાં, તને પ્રેમ કરવા માટે મારે તારી જરૂર નથી. અને હા પ્રેમ અને શરીર ને કોઈ જ સંબંધ નથી. જો કદાચ આપણા લગ્ન થાય અને તું સવારે મારી સામે હસતી હોય અને સાંજે પાછો આવું ત્યારે પ્રેમ થી ચા બનાવી ને આપ એનાથી વધારે મારે કઈ જ નથી. આખરે તારે પણ તારી જિંદગી છે."

એ ઊંડો શ્વાસ લઈ ને બોલ્યો.

" હું લગ્ન માટે તૈયાર છું બસ તારી હા ની રાહ જોવાય છે."

અઠવાડિયા મા જ બધું ગોઠવાઇ ને નક્કી ગયું અને લગ્ન પણ લેવાઈ ગયા.

અમારા બંને વચ્ચે જે કઈ પણ વાત થઈ એ મારા કે એના કોઈના ઘર ના ને કઈ જ ખબર હતી નહિ.એમાં જ એ બધાની ખુશી હતી. લગ્ન મા પાર્થ ના મમ્મી પપ્પા પણ આવેલા એ પણ ખુશ હતા અને અંતર મન થી પાર્થ ને યાદ કરતા હશે.

અમારા લગ્ન જીવન માં કઈ જ કમી હતી નહિ. માધવ ના રૂપ મા મને એક બેસ્ટ ફ્રેન્ડ મળી ગ્યો હતો જે મને સૌથી વધારે સમજતો હતો. ક્યારેય કોઈ વાત ની જબરદસ્તી નથી કરી એને મારી સાથે. મારી ખુશી મા જ એ ખુશ રહે. અને હું પણ એને ખુશ રાખવાની પૂરી કોશિશ કરું.

અમારું જીવન એટલું સુખી હતું કે અમે ક્યારેય એકબીજા સાથે ઝઘડ્યા નથી કે કોઈ જાત નું ખૂટું પણ નહિ. અમારો સંબંધ એક દમ પવિત્ર ગણાય એમનો એક હતો જ્યાં બસ એકબીજાની શુભકામના ઓ જ હતી. એક રૂમ માં હોવા છતાં અને હું એની પત્ની હોવા છતાં એને બેસ્ટ ફ્રેન્ડ તરીકે જ ટ્રીટ કરી છે.

*****

આજ ના દિવસે જ એક વર્ષ પેહલા અમારા લગ્ન થયા હતા. પણ સુખ ને નજર લગતા વાર ન લાગે એવું કોઈ એ સાચું જ કહ્યું છે.

સવાર કેમ પડી એ કઈ ખબર પડી નહિ. માધવ એમની મિટિંગ માટે જાય એટલે હું મારા પપ્પા ને ત્યાં આવી જતી. મમ્મી પપ્પા એમના રૂમ માં સુતા હતા મને એમણે જગાડી ને કહેવા ની હિંમત ન થઈ એટલે જ્યારે જાગશે ત્યારે માધવ આવી ગયા હશે અને માધવ વાત કરશે એટલે મે કઈ કીધુ નહિ.

મારે સવારે ન્યૂઝ પેપર વાચવાની ટેવ એટલે હાથ માં લઇ ને તો બેઠી પણ કઈ સૂઝ્યું નહિ.

સવાર ના સાત ને પંદર મિનિટ થઈ હસે ત્યાં ડોરબેલ વાગી. મારા હદય ના ધબકાર વધી ગયા. દરવાજો ખોલતા પણ મને ડર લાગતો હતો. છતાં પણ જેટલી હિંમત હતી એટલી ભેગી કરી ને દરવાજો ખોલ્યો.

" મીરાં.... કેમ છો તું યાર, after such a long time and long distance too."

જેનો ડર હતો એ જ થયું દરવાજે સાચે જ પાર્થ હતો.પાર્થ દરવાજા મા આવીને મને હગ કરતા જોર થી હસી ને બોલ્યો. પણ એને જોઈ ને હું બિલકુલ ખુશ ન થઈ પણ કેમ ન થઈ એનું કારણ મને પણ ખબર નથી. એ મારી સામે તાકી તાકી ને જોઈ રહ્યો. એટલે મે ખુશ થવાનો ઢોંગ કર્યો.

" મીરાં તું મને જોઈ ને ખુશ નથી લાગતી. શું થયું બરાબર તો છો ને તું ? " એનો અવાજ એકદમ ભારે થઈ ગયો અને ચિંતા મા હોય એમ બોલ્યો.

" ના ના એવું કઈ નથી, આવ આવ બેસ. તું તો મોટો માણસ થઈ ગયો ને હવે. By the way many many congratulations mr. IAS." એનાથી નજર ચૂકવવાના પ્રયત્ન કરતા હું ઘર ની અંદર જતા બોલતી ગઈ.

" ચાલ હવે હું તને લેવા આવ્યો છું. આ 4 વર્ષ તને રાહ જોવડાવ્યા બદલ હું તારો ગુનેગાર છુ પણ તું જો મારી મેહનત રંગ લાવી. હવે આપણાં બેવ ના ભવિષ્ય સિવાય મને કઈ જ દેખાતું નથી." એને મારો હાથ પકડ્યો અને ચાલવા ગયો ત્યાં મે હાથ મૂકવી દીધો.

અચાનક એ મારા માથા પર નું સિંદૂર અને મંગળસૂત્ર જોઈ ગ્યો. જાણે એને શોક આવ્યો હોય એમ એ સોફા પર પડી ગ્યું. હું કાયમ સિંદૂર કે મંગળસૂત્ર નથી પેર'તી પણ આજે મારે કઈ જ બોલવાનું ન હતું બધું આ બંને પાસે બોલાવડાવવાનું હતું એટલે સવારે નાહિ ને તૈયાર થઈ ને નીચે આવી ને બેઠી હતી.

" તારા લગ્ન થઈ ગયા ? કોની સાથે ? તું કેમ માની ગઈ ? તને મારી યાદ ન આવી ? મીરાં....."

પાર્થ કેટકેટલું બોલ્યો પણ હવે બવ મોડું થઈ ગયું હતું. હું મનો મન ભગવાન ને પ્રાથના કરતી કે માધવ જલ્દી ઘરે આવે.

"ચાલ તું મારી સાથે, આપણે દૂર જઈ ને આપણાં સપના ની જિંદગી જીવીશું." પાર્થ મારો હાથ પકડી ને દરવાજા તરફ લઈ ગયો. એટલા માં દરવાજો ખુલ્યો અને માધવ આવ્યો.

" Hii, how are you parth. Ohh congratulations my dear friend."
માધવે દરવાજા મા પગ મૂકતાં ની સાથે જ કહ્યું અને પાર્થે મારી હાથ મૂકી દીધો.

" હું મીરાં ને લેવા આવ્યો છું, તને તો બધી ખબર હતી ને યાર? તો શા માટે તમે બંને એ લગ્ન કર્યા ?" પાર્થ રડવા જેવો થઈ ગયો.

" તું મીરાં ને લેવા આવ્યો હોય તો લઇ જા મારા ભાઈ પણ એક વાર મીરાં ને તો પૂછ કે એને શું કરવું છે. મીરાં જે કઈ પણ નિર્ણય લેશે તે માન્ય થશે." આટલું બોલી ને માધવ અને પાર્થ બંને મારી સામે જોઈ રહ્યા.

મે એક ક્ષણ પણ વિચાર કર્યા વગર માધવ નો હાથ પકડી લીધો અને કઈ જ બોલ્યા વગર એની પાસે બેસી ગઈ.

પાર્થ જાણે ઇન્ડિયા વર્લ્ડ કપ જીત્યું હોય એમ તાળીઓ પાડવા લાગ્યો.

" Congratulation both of you. માધવ તને તારી જીત મુબારક, તું જીતી ગયો દોસ્ત. તું મીરાં ને મારા થી પણ વધારે જાણે છે. તમારા જીવન ની નવી શરૂઆત માટે ખૂબ ખૂબ શુભકામનાઓ." આટલું બોલતા આંખ મા આસુ લઇ ને પાર્થ દરવાજાની બહાર નીકળી ગયો.

પાર્થ તો ગયો પણ આજ એ મારું અસ્તિત્વ અને મારું વજૂદ મને સોપતો ગયો. એના સારા માટે મારા અંતર માંથી આશીર્વાદ નીકળી ગયા. પણ એ જે કઈ બોલ્યો એ મને કઈ સમજાયું નહિ. એટલે મે માધવ ને પૂછ્યું.

" કાલે રાત્રે એને તારા પપ્પા ને ફોન કર્યો હશે એમણે પાર્થ ને બધી વાત કરી હતી. એ ગયો પછી ની તારી હાલત થી લઈ ને આજ સુધી નું બધું જ. એટલે એણે મને ફોન કર્યો. મે પણ પ્રમાણિકતા થી બધું જ સત્ય કહ્યું. આપણાં લગ્ન જીવન વિશે પણ. ત્યારે પાર્થે સામેથી કહ્યું કે...

"મીરાં હવે મારી નથી રહી અને એને ફરિયાદ કરવાનો મારો કોઈ હક નથી કેમ કે જ્યારે એને મારી જરૂર હતી ત્યારે તું ત્યાં હતો. છતાં પણ એના મન માં શું છે એ જાણવા માટે કાલે હું આવીશ અને મારા આવ્યા પાછી તું આવજે આખરે એની ખુશી મા જ તો મારી ખુશી છે." એટલે એ મને અને તને શુભકામના આપી ને ગયો. પણ તારા પર કોઈ દબાવ નથી તું હજી પણ ફ્રી છે કોઈ પણ નિર્ણય લેવા માટે. But I must tell you, I love you from bottom of my heart."

"આપણાં લગ્ન જીવન ને એક વર્ષ પૂરું થયું. લગ્ન જીવન નું પ્રથવ પગથિયું ચઢવામાં મારી મદદ કરવા બદલ તરો ખૂબ ખૂબ આભાર." એને વધારે કઈ જ ન બોલવા દીધું ને હું એને બાથ ભરી ગઈ.

" હનીમૂન માટે ક્યાં જવું છે બોલ ? " મને આલિંગન મા લેતા એ બોલ્યો.

" મારી સાસરી માં." બંને હસી પડ્યા અને નવા દામ્પત્ય જીવનની શરૂઆત માટે ઉત્સાહ ભેર અમે એક બીજા નો હાથ પકડી ને કાર તરફ ગયા.

સીડી પર ઉભેલા મારા મમ્મી પપ્પા અમને જોઈ ને અંતર થી આશીર્વાદ આપતા હોય એમ બે હાથ ઊંચા કરી ને વિદાય આપી...

આખરે મીરાં માધવ ની થઈ ગઈ.

~•~•~•~•~•~•~•~•~

















બીજા રસપ્રદ વિકલ્પો