કોલેજનો સમય તો હર કોઈને યાદ જ હશે....કઈ રીતે ભૂલી શકાય એવા યાદગાર પલો.... કે કોલજની કેન્ટીન....લેક્ચર....ગાર્ડન....લાઈબ્રેરી....ટીચર્સ....ફ્રેન્સ....તથા કોલેજ ટાઈમમાં બનતા એ અવનવા અજીબ સા કપલ્સ પણ....
આ બધામાં હું તમને વાત કરુ.....એક અજીબ સા કપલની....
રડીયામણું હતું કોલેજનું ગાર્ડન....મસ્ત બની હવા ચાલી રહી હતી....કોલેજના પહેલા બેચના સ્ટુડન્સ કઈ સમઝ ન પડતી હોવાથી ભટક્યા કરતા હતા.... કોઈ કેન્ટીનમાં તો કોઈ ગાર્ડનમાં....કોઈ ક્લાસમાં તો કોઈ લાઈબ્રેરીમાં....
લગભગ દસ દિવસ કોલેજમાં ભટક્યા બાદ સ્મિત ને વિચાર આવ્યો કે..."ચલો આજથી લેક્ચરમાં જઈએ....કઈ ક્લાસ હશે આમાથી..??....વિચાર કરતો સ્મિત નોટીસ બોર્ડ તરફ પગલાં માંડ્યા....
કે અચાનક સ્મિતની નજર નોટીસ બોર્ડ પર કોઈક નંબર શોધવા મથતી એક બટકી સી છોકરી પર પડી...
તે દેખાવે ખુબ જ સુંદર તો હતી....
હાઈટમાં થોડી બટકી સી પણ હતી....
લાગતી ભોલી સી હતી....
પણ ખબર નહી એ કોણ હતી...????
-સ્મિત
કંઈક મુંઝવણ તેને સતાવતી હશે એમ વિચારી સ્મિત તેની પાસે ગયો....સ્મિતે કહ્યું..."મે આઈ હેલ્પ યુ...??"
તે છોકરીએ સ્મિત ને જોઈને સ્માઈલ આપી અને ધીમા અવાજે..."સ્યોર...મને મારો ક્લાસ નંબર મળતો નથી..."
સ્મિતે પણ મોકો ન છોડતા..."હા..હા...રોલ નંબર કહો તમારો...હમણા શોધી આપુ...??
"અમમ.....સીક્ટી ટૂ"....પેલી છોકરી બોલી
થોડીવાર મથ્યા બાદ...."ઓહ....આ રહ્યો....ક્લાસ નંબર ફાઈવમાં છે તમારો લેક્ચર".....સ્મિત એ કહ્યું....
પેલી છોકરી હસી ને..."થેન્ક્યુ..."કહી જવા લાગી....
સ્મિત હવે પોતાનો ક્લાસ નંબર શોધવા લાગ્યો...."ફીફ્ટી સીક્સ...??...ફીફ્ટી સીક્સ....?? .....અરે...આ રહ્યો....ક્લાસ નંબરરરરરર....ફાઈવ....યેએએ...."...તેની ખુશીનો કોઈ ઠેકાણો ન હતો....
સ્મિત ફટાકથી ક્લાસ તરફ જવા લાગ્યો....કે તેણે જોયુ એ છોકરી ત્યા જ ઊભી હતી....તે વિચારમાં પડી ગયો કે "હે...???આ હજી ગય નહી???"
સ્મિતે તેને પુછ્યું..."લેક્ચર નથી જવું...???"
છોકરી હસી પડી..."જાવ જ છું....વેશે...તમારો લેક્ચર કઈ ક્લાસ માં...???"
સ્મિત..."ગેસ વોટ....!!!ક્લાસ નંબરરરરર ફાઈવ..."
છોકરી...."ઓહ વાવ...ચલો..."
સ્મિતે મોકો મળતા જ પુછી લીધુ..."તમારુ નામ..??"
"સ્વેતા..."..પેલી છોકરી....
સ્મિત...."સરસ નામ છે હો..."
સ્વેતા જરા સરમાય ગઈ અને હસી પડી....
સ્મિતે વાતો વાતો માં જ કહી દિધુ કે..."લેક્ચર પતે પછી મળીયે કેન્ટીનમાં....???"
સ્વેતા જરા વિચારમાં પડી ગયી ને કેહવા લાગી કે...."અમમમમ....જોઈશ મારે કામ છે વેસે..."
બેવ વાતો કરતા કરતા ક્લાસમાં પહોચ્યા....
ક્લાસમાં પહોચતા બેવ જન પોત-પોતાના ફ્રેન્સમાં ઘુલી ગયા....પણ બેવ જન એક બીજાને થોડી થોડી વારમાં જોયા કરતા...."જેમકે નજરો નજરો મે પ્યાર....એવુ જ કંઈક...!!!"
લેક્ચર પત્યો કે સ્મિત પેલ્લે જ બાર નીકળી ગયો અને સ્વેતાના આવવાની રાહ જોવા લાગ્યો....
સ્વેતા આવી.....
સ્મિત...."તો....જઈએ કેન્ટીન....????
સ્વેતા...."કામ તો છે...પણ ભૂખ પણ લાગી છે...અમમમમ....ચલો...."
બેવ જન પોતાના ફ્રેન્ડ-ગ્રુપ સાથે કેન્ટીનમા ગયા....
વાતો વાતોમાં સ્મિતને સ્વેતાનો મોબાઈલ નંબર પણ મળી ગયો....
બસ...એ નોટીસ બોર્ડ પાસેની....
પેલ્લી મુલાકાતથી કેન્ટીન સુધી....
ને કેન્ટીનથી ગાર્ડન....
ગાર્ડનથી લેક્ચર.....
સ્મિત અને સ્વેતા અવાર-નવાર મળતા થયા...ક્યાક પ્રેમના અંકુર ભૂટવા લાગ્યા....બેવ વચ્ચેની મિત્રતા હવે ગાઢ થવા લાગી હતી....એક-બીજાને... બાબુ... શોના... જાનુ.... કેહતા થયા....
સાથે-સાથે જગડાઓ પણ વધી ગયા...જોકે સ્વેતા થોડી વધુ ગુસ્સેલ હતી...તે અપશબ્દો પણ બોલી જતી....
આ વાત સ્મિતને જરા પણ ન ગમતી....તેણે સ્વેતાને ધણુ સમજાવ્યુ કે તેવુ ન કરે....
એક દિવસ વાત વધી ગઈ...અને સહન ન થતા સ્મિતએ કંટાળી સંબંધ તોડવાનો નિર્ણય કર્યો...
સ્વેતા આદતથી મજબુર હતી....તેણે ખુબ જ આસુ પાડ્યા ધણી ગીડગીડાઈ...પણ પોતાની એ આદતને તો ન છોડી....
અંતે સ્મિત અને સ્વેતાની લવ સ્ટોરીનો અંત તો આવી ગયો...બેવ જન ખુબ જ દર્દમાં હતા તથા મેન્ટલી ડિસ્ટર્બ થઈ ગયા હતા...
સ્વેતાને તેની મેન્ટલી ડિસ્ટર્બન્સને દુર કરતો તેની જ કોલેજનો ફ્રેન્ડ પાર્થ મળ્યો...પાર્થ સ્વેતાનું ખુબ જ ધ્યાન રાખતો...સ્વેતા અને પાર્થ જાણે એક-બીજા જેવા જ સ્વભાવના હતા....
તથા બીજી તરફ સ્મિતે મેન્ટલી ડિસ્ટર્બન્સને દુર કરવા પોતાના કરીઅર પર ધ્યાન આપવાનો નિર્ણય કર્યો....અને તે આજે એક સારી પોસ્ટ પર જોબ કરે છે....એને હજી પણ ક્યારેક ક્યારેક સ્વેતાની ખુબ જ યાદ તો આવે.....પણ સ્વેતા હવે ખુશ છે એમ વિચારી પોતાના મનને સમજાવી લે છે....
સમાપ્ત:
આભાર....
By jayshree_Satote