Featured Books
શ્રેણી
શેયર કરો

પડદા પાછળના કલાકાર અજિત ડોવાલ: એક ઝલક

પડદા પાછળના 'કલાકાર'
અજિત ડોવાલ: એક ઝલક
જૂઠું બોલે છે, સ્વાંગ રચે છે,કાવાદાવા કરે છે , ષડયંત્રો ઘડે છે છતાં પણ સન્માનીય છે -કોણ ? બાળકોના ઉખાણાં જેવા આ તમામ પ્રશ્નોનો એક જ જવાબ છે -જાસૂસો.કોઈ પણ યુદ્ધ એ મેદાનથી મેજ સુધીની યાત્રા છે. સંઘર્ષની શરૂઆત મેદાન પર થાય છે તો અંત મંત્રણાના મેજ પર.
યુદ્ધ દરમ્યાંન માનવીય દ્રષ્ટિકોણનો સદંતર અભાવ હિરોશિમા અને નાગાસાકીનું સર્જન ( હકીકતમાં તો વિસર્જન ) કરે છે. માત્ર શાંતિ અને ભાઈચારાના દીવાસ્વપ્નો ભારત પર ચીનનું આક્રમણ નોતરી લાવે છે .રાષ્ટ્રની સુરક્ષા માટે માનવતા કરતા સતર્કતા વધુ જરૂરી છે. માનકવતા અને સતર્કતાનો જયારે સમન્વય થાય ત્યારે અજિત ડોવાલ જેવા બાહોશ અધિકારી પ્રાપ્ત થાય.
અમલદારશાહીનો વણલખ્યો નિયમ છે કે એક સરકારના પ્રિય ઓફિસર બીજી સરકાર આવે ત્યારે અપ્રિય થઇ જાય. અજિત ડોવાલ એમાં અપવાદરૂપ છે.
ઇન્ટેલિજન્સ ઓફિસર તરીકે દિલ્હીમાં તેમની નિમણુંક થયા બાદ પડકારજનક પરિસ્થિતિનો સામનો કરવાનો મોકો મિઝોરમમાં મળ્યો. ૭૦ના દાયકામાં મિઝોરમની પ્રજાએ લાલ ડેન્ગાના નેતૃત્વમાં અલગ દેશની માંગણી કરી હતી. સુરક્ષાની રીતે હંમેશા પડકારજનક રહેલા એ વિસ્તારમાં હિંસા એની પરાકાષ્ટાએ હતી. આ દરમ્યાન કે પંચપેક્ષન નામના આઈ પી એસ ઓફિસરની હત્યા થઇ ગઈ. -પરિસ્થિતિની સમીક્ષા કરવા તથા હવાલો સંભાળવા માટે દિલ્હીથી અધિકારીઓ અહીં આવવા માટે ગલ્લા તલ્લાં કરવા મંડ્યા. અજિત ડોવેલે સામેથી આ પડકાર સ્વીકાર્યો અને મિઝોરમ પહોંચ્યા, મુત્સદ્દીગીરી વાપરી અને લાલ ડેન્ગાના જમણા હાથ જેવા સાત કમાન્ડો માંથી છને ભારત સરકારની તરફેણમાં કર્યા. ( આ વાત લાલ ડેન્ગાએ જાહેરમાં સ્વીકારી છે) અંતે લાલડેન્ગાએ સરકાર સાથે સમાધાન કરવું પડ્યું.

પ્રત્યેક જાસૂસ અંદરથી એક કલાકાર હોય છે. લશ્કરમાં ભરતી થયા બાદ દરેક સૈનિકે પોતાની લાગણીઓને કેટલેક અંશે વિસર્જિત કરી દેવી પડતી હોય છે જયારે જાસૂસે પોતાની અંદરના કલાકારને જીવતો રાખવો પડતો હોય છે.લશ્કરી કવાયત એ તખ્તા પર ભજવાતું એક નાટક છે જેની સ્ક્રિપ્ટ સરકાર લખે છે અને સંવાદ લશ્કરના અધિકારીઓ. સૈનિકે અભિનય કરવાનો છે -બીજા સાથે સમન્વય સાધીને . જયારે જાસૂસનું કાર્ય એકપાત્રીય અભિનય જેવું છે.
અમૃતસરના સુવર્ણ મંદિરમાં અડિંગો જમાવીને બેઠેલા ખાલિસ્તાનવાદીઓ અંગે રજેરજની માહિતી મેળવવા એક રિક્ષાવાળાનો રોલ ભજવ્યો હતો. પોતાને આઈ એસ આઈના એજન્ટ તરીકે ઓળખાવી આતંકવાદીઓનો સંપર્ક કર્યો!! તદુપરાંત, પાકિસ્તાનમાં સાત વર્ષ એક મુસ્લિમ તરીકે રહી પ્રત્યેક ક્ષણ જોખમોનો સામનો કર્યો. આઈ એસ આઈ એસના ઉગ્રવાદીઓએ બંદી બનાવેલી કેરાલાની નર્સોની ટુકડીને ઇરાકથી સહી સલામત સ્વદેશ પરત લાવ્યા. ૧૯૯૯ના અંતમાં અપહત થયેલા ભારતના વિમાન પ્રવાસીઓને કંધહારથી ભારત પરત લાવવામાં તેમનો સિંહ ફાળો રહ્યો.
મોદી સરકાર દ્વારા, કાશ્મિરમાંથી ૩૭૦મી કલામની નાબુદી બાદ, કાશ્મીરનો લગભગ સંપૂર્ણ હવાલો લગભગ ડોભાલે જ સંભાળ્યો.શ્રીનગરની ગલીઓમાં નિશસ્ત્ર ફરીને, લોકોની સાથે રહીને, ત્યાંની લારીઓ પર ચ્હા પીને કે ત્યાંના સ્ટોલમાં લોકોની વચ્ચે ભોજન લઈને કાશ્મીરમાં 'સબ સલામત' હોવાનો સંકેત આપ્યો.
આ એજ વ્યક્તિ છે કે જેના નામમાત્રથી પાકિસ્તાન ફફડે છે.એ ખુલ્લે આમ પાકિસ્તાનને કહી શકે છે કે " જો બીજી વખત 'મુંબઈ 'નું સર્જન થયું તો બલુચિસ્તાનના વિસર્જન માટે તૈયાર રહેજો. " પાકિસ્તાન માટે આટલા શબ્દો પદાર્થપાઠ લેવા પૂરતા
છે જો એ સમજે તો.
કદાચ આજ રહસ્ય છે કે જેને લીધે આપણી માતૃભૂમિ સામે આંખ ઉઠાવવાની હિંમત કરનારને હવે જડબાતોડ જવાબ આપવાની શરૂઆત થઇ ગઈ છે.એક સમયના ભારત વિરોધી
અમેરિકાએ ભારત સાથે હાથ
મિલાવ્યો છે અને ચાઈનાએ
પણ ચેતી જવું પડ્યું છે. સર્જીકલ સ્ટ્રાઇક
કે બાલાકોટ પરનો હુમલો તો
એક ઝલક છે પિક્ચર અભી
બાકી હૈ મેરે દોસ્ત!!!!
























l