Adno manas books and stories free download online pdf in Gujarati

અદનો માણસ

" દીકરા , હજી કંઇક લેવાનું બાકી રહી ગયું હોય તો મને કહેજે ,
રાજકોટ પણ એક વાર જઈ આવશું "

અમદાવાદ થી બહાર નીકળીને સોલા પહોંચ્યા ત્યાં સુધીમાંતો સાંજ પડી ગઈ . સૂર્યનારાયણ પોતાના બધા આવરણો સંકેલીને અંધારાને ઉમળકા થી આમંત્રણ આપી રહ્યા હતા .

દયાશંકર ભાઈ આમતો મૂળ માણાવદર ના પણ ભાવનગરની બેંક માં વર્ષો થી નોકરી કરે . ધીમે ધીમે બઢતી પામીને manager સુધીની પોસ્ટ માં પહોચી ગયેલા .

હવેતો નિવૃત્તિ આડે થોડાક જ વરહ બાકી રહેલા . પોતાની એકનીએક લાડકી ભક્તિ ના થોડાક જ દિવસોમાં લગ્ન લેવાના હતા . અમદાવાદથી ઘરેણાં અને બીજો ઘણો બધો પરણેતર નો સામાન ની ખરીદીમાં સાંજ પડી ગયેલી .

તહેવાર નજીક હોવાથી ખાલી રસ્તાઓમાં વેગનઆર પૂરપાટ ઝડપે દોડતી હતી . અંદર બેઠા બન્ને મુસાફીર હજુ શું લેવાનું બાકી રહ્યું છે એની ચર્ચાઓ થતી હતી .

અચાનક ગાડી ધીમી પડી ને ઝટકો મારીને ઊભી રહી ગઈ . અતુલભાઈ એ બારણું ખોલ્યું અને આગળનું બોનેટ ઉઘાડ્યું . કેટલીયે વાર બધા વાયરોની સલી કર્યા બાદ લાગ્યું કે આ ડખો હવે સોલ્વ ખુદથી થશે નહી . કોઈ mechanic ને જ બોલાવવો પડશે .

અહીંથી નજીક માં નજીક નું ગામ પણ ૧૦ km થી ઓછા અંતરે આવેલું નહોતું . બાવળા તો વટી ગયા હતા અને જલદી પહોંચવા માટે ધંધુકા ને બદલે ધોલેરા વાલો શોર્ટકટ લીધો હતો .આ રસ્તો ધીમે ધીમે સાવ અંધારપટ માં ફેરવાઈ જવાનો હતો .

વીસેક લાખ જેટલો પરણેતર નો સામાન અને દીકરી સિવાય કોઈ બીજું સાથે હતું નહી . સાવ નિસહાય પરિસ્થિતી માં કોઈ મદદ કરવા માટે આવે અને લૂંટી જાય એવું પણ થઇ શકે તેમ હતું . ભાલ માં નજીકમાં કોઈ ખેતરો પણ નોતાં .
ઘણી વાર હાથ ઊંચા કર્યા પણ કોઈ વાહન ચાલક ઊભો રહેતો નોતો અને બીજી બાજુ રસ્તો સાવ અંધારપટ માં ગરક થઇ ગયો હતો .

છેલ્લે એક આઇસર વાળો ઊભો રહ્યો અને એમાંથી એક મૂછોવાલો વિકરાળ લાગતો પડછાયો નીચે ઉતર્યો . હત્તોકટ્ટો અને મજબૂત બાંધાનો લાગતો હતો પણ અહી તો અતુલ ભાઈને પરસેવો છૂટવા લાગ્યો .

નજીક આવ્યા પછી જોયું તો આ ચહેરો તો અજાણ્યો નોતો . ભાવનગર ની બાજુના જ ગામ ભંડારિયા નો રઘો રબારી હતો .

અતુલભાઈ ને જૂની વાત યાદ આવી અને ભયનું લખલખું પસાર થઈ ગયું . થોડા દિવસો પહેલાં બનેલો સંવાદ કાનમાં અથડાયો.
" સાબ , આ કાગળિયા તો બરોબર છે તો તમે મારી લોન કેમ આપતાં નથ મને "
કાકલૂદી ના સ્વરમાં રઘલો વિનંતિ કરી રહ્યો હતો .
" જો બકા , એમનેમ તને આપી દઉં તો મારા ઘર માં હું ખાઉં હું ?!! "
દાંતખોતરવા ની સળી થી કાન માં નાખતા બોલ્યા .

" પણ સાબ , હું ગરીબ માણસ છું થોડી દયા રાખીને માબાપ "
એ ગળગળો થઈ ગયેલો .

" સિક્યોરિટી ગાર્ડ , આને કોઈક મારી કેબિનમાં થી બહાર કાઢો .આવને આવા રોજ ભટકાય છે "

પછી તો રોજ રઘૂડા ના આંટાફેરા ચાલુ હતા પણ એકેય કર્મચારી એણે ગણકારતો નહી .
એક ટેબલ થી બીજા ટેબલ માં ધક્કા ખવડાવતા અને ઘણો તિરસ્કાર કરતા .એનો અભણ હોવાનો પૂરતો લાભ ઉપાડીને આખો પૈસાથી વેતરી નાખેલો.
" સાબ શું ડખો થયો છે , મને જોઈ લેવા દયો "
રઘા નો હાકોટો સાંભળીને અતુલભાઈ
વર્તમાન માં પાછા ફર્યા .

અઢી કિલોના એના હાથ સામે અતુલભાઈ ઘડીક પણ બાખડી શકે તેમ નોતાં .
આવા વગડામાં જો એણે લૂંટી લે તો કંઈપણ થઇ શકે તેમ ન હતું.
છતાં મોઢા ઉપર બનાવટી સ્મિત ધારણ કરી બોલ્યાં ,
" કદાચ કાર્બોરેટર માં કચરો ભરાઈ જવાથી ચાલુ નહી થતું હોય પણ અહી રિપેર કરવા કોણ મળે અમને "

રઘલાએ ઘણી મથામણ કરી જોઈ પણ વેગનઆર ચાલું જ નો થઇ . પછી પરસેવે રેબઝેબ થઈ એણે પૂછ્યું ,
" અત્યારે તો રાત પડી ગઈ છે એટલે કોઈ mechanic મળશે નહી પણ કાલે હું આમ સરખી કરીને લેતો આવીશ ,
અત્યારે તમે મારા આઈસર માં બેસી જાઓ "
અતુલભાઈ પાસે હવે તો કોઈ વિકલ્પ વધ્યો નોતો એટલે કચવાતા મને એ અને ભક્તિ ખટારા માં બેસી ગયા .

ભાવનગર પહોંચીને રઘૂડાએ સુરક્ષિત સ્થળે પહોંચાડી દીધા . બન્ને ને સામાન ઉતારવા માં ઘણી મદદ પણ કરી .અતુલભાઈ ગદગદ થઇ ગયા .

રઘલો નિસ્પૃહ ની જેમ મેલા પાઘડીમાં થી ૨૦૦૦ ની નોટ કાઢીને બોલ્યો
" બુન માં લગન માં તો મારાથી નહિ આવી શકાય એટલે અત્યારે આટલા જ છે "
અતુલભાઈ કંઈપણ બોલે એ પેલા કંઈપણ માં બન્યું હોય એમ ખુદની મોજ માં એ હાલતો થઇ ગયો .

અતુલભાઈ ના મનમાં એક જ શબ્દ ગુંજ્યો ,

' અદનો માણસ '

જો તમને આ વાર્તા ગમી હોય તો તમારો કીમતી રિવ્યુ આપવાનું ભૂલતા નહીં .

હા આવી જ મારી નવી વાર્તાઓ તમને સૌથી પેલા મળી જાય એટલે મને ફોલો કરવાનું ચૂકશો નહિ .

જય હિન્દ


" greatest glory not in never falling ,
But rising every time we fall "


Live long
Keep smiling as always




બીજા રસપ્રદ વિકલ્પો