મલ્હાર ભાગ ૨ Jayshree Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મલ્હાર ભાગ ૨

*મલ્હાર -૨*
*ભાગ -૨*

સાસરે આવ્યાને પહેલો દિવસ હતો,મલ્હાર દાદીના હાથે કેળવણીને સંસ્કાર પામી હતી.તેની સાલસતા તેના વર્તુણુકને વધું શોભાવી રહ્યા હતા.તેણી પહેલી રાતે અલંકારની બાહોમાં જીવન નૈયાને સોંપી તૃપ્ત હતી.અલંકારને પણ સ્વરૂપવાન ને સાલસ સાથીદાર મળ્યાનો આનંદ હતો.ધંધોને હોસ્પિટલ સંભાળતા અલંકારને પપ્પાએ સવારના પહોરમાં જ એક પરબીડિયું પકડાવી દીધું.નાસ્તાના ટેબલ પર સાસુમાં અંજુબેન અને સસરા ડો.ગીરજાશંકર જોડે મલ્હાર ને અલંકાર પણ બેઠા હતા. અલંકાર તે પરબીડિયું ખોલે તે પહેલાજ પપ્પાએ હુકમ કર્યો કે બન્ને તૈયાર થઈ હોસ્પિટલમાં આવો.અંજુબેને કહ્યું ,”દીકરીનો પહેલો દિવસ છે ઘરમાં ને તમે આજે જ કેમ કામે બોલાવી રહ્યા છો?”
અલંકાર જેનું નામ પપ્પાની આજ્ઞા માની બન્ને તૈયાર થઈ અને પપ્પા સાથે જ હોસ્પિટલ પહોંચ્યા.ત્યાં તેમની કેબીનની બાજુમાં જ મલ્હારની કેબીન તૈયાર કરાય હતીને તેની પર સુંદર અક્ષરોમાં ડો.મલ્હાર (બાળકો ના નિષ્ણાંત )વાંચી મલ્હાર રોમાંચિત થઈ ઉઠી. તે કેબીનમાં પ્રવેશી તો તેના સસરા જેને તેણી પાપા કહીને પગે લાગી ઊઠીને આંખોમાં હર્ષાશ્રું સાથે આભાર માની રહી.તે જ પળે તેણીએ સપથ લીધા કે કોઈ પણ મુશ્કેલીથી નહિ ડરે દરેક બાળકની તે *મા* બનશે ને તેમના રોગની સામે લડશે.અચાનક જ તેની આંખો સામે જુદી જુદી સ્વપ્નમાં જોતી માની આકૃતિ દ્રષ્ટિમાન થઈ ગઈ.એ વગર મા બને અનેકોની *મા*બન્યાનું વાત્સલ્ય અનુભવવા લાગી.
અલંકારે કેબીનમાં જઈ પરબીડિયું ખોલ્યું તો પપ્પાએ બે વિમાન ટિકિટો બન્નેના હનીમૂન માટે મૂકી હતી. બન્નેને બે દિવસ પછી શ્રીનગરની ફ્લાઈટ પકડાવવા બન્ને પતિ પત્ની આવ્યા હતા.અંજુબેને તેને તેમની એક સખીનો નંબર પણ આપ્યો હતો જે શ્રીનગરમાં એક સરસ આશ્રમ ચલાવતી હતી.મળીને આવવાનો આગ્રહ કર્યો હતો.ઓછા બોલી મલ્હારે તે લઈ પ્રશ્ન કર્યા વગર પર્સમાં મૂકી દીધો હતો.તેણી અલંકાર સાથે શ્રીનગરમાં પગ મૂક્યો.વિમાનમાંથી દેખાતી હિમાલયની બર્ફીલી પર્વતમાળાઓની શ્રુંખલા તેને આકર્ષી ગઈ.બન્ને હોટેલ પર પહોંચ્યા તો તેણીએ અલંકાર પાસે એક એ ફોર સાઈઝની ડ્રોઈંગબુક ને થોડા પેન્સિલ ક્રેઓન રંગની માંગણી કરી.અલંકારને તેના આ બચપનાનું આશ્ચર્ય થયું.અલંકારે તે મંગાવી તેને સોંપ્યા.
અલંકારતો તેના આ હુન્નરથી અજાણ જ હતો.
શ્રીનગરના દાલસરોવરમાં નૌકાવિહાર કરતા કરતા તે ખૂબ જ રૌમાંચિત થઈ ઊઠી.ત્યાંથી શીવમંદિર ને શંકરાચાર્યના મંદિરના ૨૫૦ પગથિયા ચઢી તે ઉપરથી જ શ્રીનગરને આંખોથી જ પી રહી જાણે કુદરતને તે નજરોમાં સમાવી સાથે લઈ જવા માંગતી હોય.નીચેથી દેખાતો ગરૂડપક્ષી જેવો આ મઠ ઉપરથી શ્રીનગરના સૌંદર્યને
પ્રગટ કરતો હતો.બીજા દિવસે તેઓએ નક્કી કર્યું કે તેઓ શ્રીનગરના બગીચાઓ જોવા જશેને એક દિવસ દાલસરોવરમાં હાઉસબોટમાં રહીને સૂર્યાસ્ત માણશે.એ રાત્રે તે હોટેલના ટેબલપર બેસી કંઈક કરી રહી હતી ને અલંકાર તેના ધંધાના ફોનકોલ પર બીઝી હતો.કલાક જેવી વાતો કરી અલંકાર કોરીડોરમાંથી રૂમમાં આવ્યો તો મલ્હાર રાહ જોતા જોતા પલંગપરજ બેઠી બેઠી સૂઈ ગઈ હતી.ટેબલલેમ્પના ઝાંખા પ્રકાશમાં અપ્સરાના સૌંદર્ય ને ઝાંખું પાડે તેવી તે દિસતી હતી.તેને જોઈ અલંકાર બોલી ઉઠ્યો,” મલ્હાર,તને ભગવાને સાચેજ ફુરસદમાં ઘડી હશે.મને તારી ઈર્ષા આવે છે.”મલ્હાર મંદમંદ હસી પડી.
બન્ને જણની એ રાત્ર જાણે દેવોને પણ ઈર્ષા આવે એવી સુંદર બની ગઈ.સવારે અલંકારની આંખ ખૂલીતો તેણે જોયું કે મલ્હાર બહાર બાલ્કનીમાં ચા પી રહી હતી.તે ઉઠ્યો ને બાથરૂમ તરફ જવા ગયો તો તેની નજર પેલી ડ્રોઈંગ બુક પર ગઈ,સહજ કુતુહલતાથી તેણે પહેલું પાનું ખોલ્યું તો તેની પર વાંચ્યું To,Sanjana with love,
From: Malhar Di 🌹💖
બીજું પાનું ઉથલાવ્યું તો અલંકારની આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ.આબેહુબ દાલસરોવરની રંગીન કૃતિ.તેને મલ્હારના આ હુન્નરનું આશ્ચર્ય થયું.ક્યારેય તેનો ઉલ્લેખ પણ નહોતો થયો.તે પરવારી બહાર આવ્યો ત્યારે ત્યાંથી ડ્રોઈંગબુક લઈને ઊંચી મુકાય ગઈ હતી.મનમાં થયું તેણીને પૂછું પણ અલંકારને થયું જરૂર એ એની જાતે કહેશે,કંઈકતો કારણ છે જેથીએ આ વાત નથી કરતી.એના મનને જેમ જેમ નજીક જઈશ એમ જ જાણી સકીશ.બન્ને પાછા નીકળી પડ્યા શ્રીનગરની સડકો પર જ્યાં મોગલોએ સુંદર બાગોના નિર્માણ કર્યા છે,ભારત સરકારે કે કાશ્મીર સરકારે જેને જતનથી સાચવ્યા પણ છે.ફરીને પાછા આવ્યા ત્યારે હોટેલના મેનેજરે તેમને એક સરસ ફૂલોનો ગુલદસ્તો આપ્યોને મોકલનાર શ્રીમતી વર્ષાનું કાર્ડ પણ આપ્યું.ત્યારે મલ્હારને યાદ આવ્યું કે તેના મમ્મીએ આ જ નામનું કાર્ડને ફોન નંબર પણ આપ્યો હતો.મલ્હારે અલંકાર પાસે જઈને એ નંબર પર આભારનો ફોન કરાવ્યો ને વર્ષાદેવીનું બીજા દિવસે ચાનું આમંત્રણ પણ સ્વીકાર્યું.
ત્રીજા દિવસની સુંદર સવારે બન્ને જણાં વર્ષાદેવીના ઘર તરફ જવા નીકળ્યા,હોટેલના મેનેજરે તેમના હાથમાં એક સરસ પાર્સલ આપ્યું ને કહ્યું તમે જેમને મળવા જાઓ છો તે અહીંના પર્તિષ્ઠિત મહિલા છે.અમારૂ સદ્ ભાગ્યને કે તમે તેમના મહેમાન છો ને અમારે ત્યાં ઉતર્યા છો.અમારા વતી તેમને જરૂર આ પહોંચાડશો.મલ્હાર હવે આ મહિલાને મળવા ઉત્સુક થઈ રહી.તેઓ પહોંચ્યા તો એક નાનું સુંદર બેઠા આકારનું સફેદરંગથી જેની દિવાલો ચમકી રહી હતી એવું સુંદર શાંત વાતાવરણથી ભરપુર ઘર ને આજુબાજુ સુંદર ગુલાબીરંગના ગુલાબની વાડીને પાછળના બાજુ સુંદર નાનું ઝરણું ને આંગણામાં સફેદ સસલાઓની દોડાદોડી .આ જોઈ મલ્હાર ની આંખોમાં આનંદાશ્ચર્ય છલકાઈ રહી .બારણામાં બેલ નહિ કડું હતું,ધીરે રહી કડું ખખડાવતા દરવાજો ખુલ્યોને સામે શ્રીનગરના બરફજેવી શ્વેતસાડી પહેરેલી સુંદર અપ્સરા જેવી એક આધેડ ઉમ્મરની સ્ત્રી ઉભી હતી,ઓહ..!મલ્હાર એને જોઈ બોલી ઉઠી *મા*.

મા* મનમાં ને મનમાં રહી ગયો ચિત્કાર,ફક્ત *મા* શબ્દ ને *મા*ની છબી ઘૂમવા લાગી.અલપઝલપ જોયેલી એ પિતાના આલબમની છબી કેટલી આબેહૂબ જ સામે ઉભી છે.તેણે વાત બદલી “માએ,આપેલા કાર્ડમાંથી નંબર કાઢી મારે તમને ફોન કરી દેવો જોયતો હતો.ક્ષમા માંગીએ છીએ અમે બન્ને.” તેણી આટલું બોલી પગે લાગવા નમી.વર્ષાદેવીએ તેના બાહુને બે હાથે પકડી ઉભી કરી.ગળે લગાડી સુખી રહોના આશીર્વાદ આપ્યા.તે સ્પર્શની મૃદુતા મલ્હારને શાતા અર્પી ગઈ.શું હતું એ સ્પર્શમાં..? વાત્સલ્ય કે માની મીઠી લાગણીઓ..!
અલંકારે જોયું કે મલ્હાર થોડી ક્ષણો વિચલિત થઈ પણ બાજી સુધારી લીધી.ડાઈનીંગ ટેબલ પાસે લઈ જઈ બન્નેની ઉત્સુકતાનો અંત લાવતા બોલ્યા,”અલંકારબેટા તું ખૂબજ નાનો હતો ત્યારે મે મુંબઈ છોડી દીધું હતું.હું ને તારી માતા અમે બન્ને મુંબઈમાં નાની ચોલમાં મોટા થયા હતા.બાળપણ સાથે વિતાવ્યું હતું.યુવાની પણ સાથે જ
કોલેજ જતા અને એક દિવસ મારા પિતાજીનો ધંધો ખૂબ જ વિકસ્યોને અમે ચોલમાંથી સારા વિસ્તાર એટલે કે
વિલેપારલે માં રહેવા ચાલ્યા ગયા.મારૂ બધુજ બદલાયું પણ સખી અંજુ ન બદલાય.હર હંમેશ અમે બન્ને રજામાં મળતા જ.તારી મમ્મીના લગ્ન લેવાયાને તે સાતસમંદર પાર ચાલી ગઈ.બસ પછી પત્ર વ્યવહાર અમારો સાથી,
તે જમાનામાં ફોનકોલની વ્યવસ્થા નહીંવંત હતી.તેથી પત્ર વ્યવહારની આપલે ચાલી..ને ધીરે ધીરે તે પણ ન બરાબર થઈ.વર્ષો પહેલા તારા માતા પિતા અહીંજ શ્રીનગરમાં જ મને મળી ગયા.કમાલ છે તારી મમ્મી મને ક્ષણવારમાં ઓળખી ગઈ.તારા જન્મ પછી તેઓ મુંબઈમાં જ આવી ગયા હતા.ત્યારે હું પણ ગૃહિણી બની ગઈ હતી.સંજોગો વર્ષાત મારા પતિ મને મૂકીને જલ્દી ચાલ્યા ગયા ને હું અહીં એક કામ માટે આવી હતી ,અહીંનું સૌદર્ય મારા મનને સ્પર્શીગયું અને હું શ્રીનગરવાસી બની ગઈ.”
એક ધ્યાનથી સાંભળતી મલ્હાર એક પણ શબ્દ બોલ્યા વગર એકીટશે વર્ષાદેવીનું સૌદર્ય ને બોલવાની છટા જોતી રહી.અલંકાર સમજી ન શક્યો કે શાંત મલ્હાર અંદરથી કેમ આટલી વિચલિત છે.વર્ષાદેવીએ અચાનક જ મલ્હાર સામે જોયું તો બોલી ઉઠ્યા,”અરે !ક્યારની હુંજ બોલું છું,તમે બન્ને કંઈકતો બોલો.ચાલો ગરમ ચાના કાવા સાથે તમને શું ચાલશે?” તેઓ બધું સુંદર ડીશીસમાં મૂકવા લાગ્યા.અલંકાર ના હા કરી બે ત્રણ બિસ્કૂટ ને ગરમ ટોસ્ટ લઈ લીધા.મલ્હારે કાવામાં દૂધ નાંખ્યું ને ટોસ્ટ લઈ બેઠી.વર્ષાદેવીએ કાવો એકલો જ લીધો.ઔપચારીક વાતો થઈ અને દિવાનખાનામાં લટકતા એક કાશ્મિરી યુવતીના ચિત્રને બતાવતા મલ્હારે પ્રશ્ન કર્યો,”આ ચિત્ર તમે અહીંથી લીધું?” ઉત્તર મળતા મલ્હારની આંખોમાં ચમક આવી ગઈ,”ના એ મારૂ બનાવેલ પેઈન્ટિંગ છે.”અલંકારે કહ્યું,” આન્ટી મલ્હાર પણ સારી ચિત્રકાર છે....” મલ્હાર ચમકી ,”અરે! તમે ક્યા જોયા મારા ચિત્ર??ખોટી વાત છે.” મલ્હારને આમ અચાનક હેબતાઈ ગયેલી જોય અલંકારને પોતાનાથી થયેલી ભૂલનો પસ્તાવો થયો.તરતજ વાત બદલી એણે કહ્યું ,”તેં જે ડ્રોઈંગબુક ને રંગો મંગાવ્યા તે પરથી મેં તો અંદાજ લગાવ્યો..” શરમાઈને મલ્હાર ચુપ થઈ ગઈ.
મલ્હારના સ્પર્શથી અંદરથી વર્ષાદેવીના અંત:કરણમાં પણ હલચલ મચી ગઈ હતી,કેમ આજે હૃદય વિચલિત થયું? કેમ પોતાના પણું જાણે રૂપથી કહી રહ્યું કે તારા લોહી સાથે આ લોહીની સગાઈ કઈ છે?બન્ને જણાને ઘર બતાવી,પોતાના ચિત્રો બતાવી વર્ષાદેવીએ બન્ને ને ફરી મળવાનું વચન આપી સુંદર શ્રીનગરની શોલ ભેટ આપી દરવાજા સુધી વિદાય કરી ઘરમાં આવ્યા અને જાણે હૃદય પર એક ભાર છવાયો હોય એમ આંખ મીંચી સોફા પર છેક અંધારૂ થયું ત્યાં સુધી બેસી રહ્યા.મલ્હાર ધ્યાનથી રસ્તો જોઈ રહી હતી.
મન કહેતું હતું કાલે એકલી આવી મળું કે પછી ઘરે અંજુમમ્મીને મળી ફરી પાછી જોજનો દૂર મળવા આવું.?ચીંચીંમા ને પૂછું કે આલ્બમ શોધીને એ ફોટા સાથે આવી મળું.? મૂંઝારો કોને કહું?સખીની ખોટ સાલી..કેમ મિત્રો ન બનાવી સકી?અચાનક તેનો હાથ અલંકારના હાથ સાથે સ્પર્શ કરી ગયો,જાણે કહેતો હોય કે તારી પાસે જિંદગીની પૂરી સફર પાર કરવા આવો સહૃદયી મિત્ર તો છે.
*(ક્રમશ:)*
*જયશ્રી પટેલ*