પ્રસંગ 31 : હોસ્ટેલ અને કોલેજના તહેવારો
તહેવારોમાં રજા હોવાથી અમે લોકો મોટાભાગના તહેવારો ઘરે જ ઉજવતા હતા પરંતુ મકરસંક્રાંતિનો તહેવાર અમે બધા સાથે રાજકોટમાં જ ઉજવતા હતા. નવરાત્રિના તહેવારોમાં બધા પ્રાર્થના હોલમાં સાથે ઉજવણી કરતા હતા. બધા માતાજીના વંદન, આરતી, દર્શન કરી, ધોળ કીર્તન ગાઇને અને પ્રાર્થના હોલમાં જ ગરબે ઘૂમતા.
કોલેજમાં અમે જુદા જુદા Days ની ઉજવણી કરતા હતા અને એવો પ્રયાસ કરતાં હતા જેથી કોલેજના બધા ક્લાસના વિદ્યાર્થીઓ આ ઉજવણીમાં જોડાય.
પ્રસંગ 32 : હોસ્ટેલ અને કોલેજના ફેરવેલ
આમ તો, અમારી હોસ્ટેલમાં ફેરવેલના પ્રસંગો ઉજવાતા નહોતા કારણ કે મહિનામાં ઘણા લોકો હોસ્ટેલમાં આવતા હતા અને ઘણા લોકો હોસ્ટેલમાંથી બહાર પણ નીકળી જતા હતા. તેથી મારો પણ કોઇ સ્પેશ્યલ પ્રસંગ નથી પરંતુ છેલ્લે અમે બધા સાથે મળીને ચા પાણી પીવા ગયા હતા પછી મેં બધાની વિદાય લીધી હતી અને સાચું કહું તો ફેરવેલ જેવી કોઈ feelings પણ હતી નહીં. એક નવા ભવિષ્યની ખોજમાં નીકળવાનું હતું.
તે સમયે જૂના મિત્રોને વિદાય આપવાનું સરળ હતું પરંતુ આજે જ્યારે એ દિવસોની યાદ આવે છે ત્યારે એમ થાય કે કા...શ... અમે લોકો એક વર્ષથી વધારે સમય સાથે રહી શક્યા હોત તો હોસ્ટેલમાં મિત્રો સાથે રહેવાની મોજ અને વધારે પ્રસંગો માણી શક્યા હોત.
હમણા એક વર્ષ પહેલા અમે બધા જૂનાગઢમાં સાથે મળ્યા હતા ત્યારે ભવનાથ, જુનાગઢ અને સોમનાથ સાથે ગયા હતા અને આનંદ માણ્યો હતો પરંતુ હોસ્ટેલમાં જે આનંદ આવતો તે આનંદ માટે કોઇ શબ્દો નથી પરંતુ 18 વર્ષ બાદ અમે લોકો સાથે મળ્યા અને બે દિવસ સાથે રહ્યા તેનો આનંદ હતો. હવે whatsapp માં ગ્રુપ બનાવી એકબીજાને મળીએ છીએ.
કોલેજનો ફેરવેલ
આમ તો, કોલેજમાં પણ હોસ્ટેલની જેમ જ ફેરવેલની કોઈ પરંપરા નહોતી. વિદાય વખતે અમે બધા લોકો સાથે નાસ્તો કરવા ગયા હતા. નાસ્તો કર્યા બાદ એક પછી એક એમ બધાએ વિદાય લીધી હતી. હોસ્ટેલની જેમ કોલેજનું પણ whatsapp માં ગ્રુપ બનાવી એકબીજાને મળતા રહીએ છીએ.
આજે પણ કોલેજ અને હોસ્ટેલની ખૂબ જ યાદ આવે છે અને જૂની યાદો ફરીથી તાજી થઈ જાય છે.
સમાપ્ત