મૈત્રી - વિરહ વેદના ની - 2 Kaushik Dave દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મૈત્રી - વિરહ વેદના ની - 2

" મૈત્રી " - વિરહ વેદના ની" ( ભાગ-૨). " મૈત્રી ".. (ભાગ-૨) આજે એક મહિનો થયો.. શશાંક હજુ પણ એની ૧૦.૧૦ ની બસ જવા દે છે.. ઓફિસ માં મોડું થાય તો પણ... જાણે એ કોઈ ની રાહ જોતો હોય!!. શશાંક હજુ માનવા તૈયાર નહોતો..કે એ માંજરી આંખો વાળી યુવતી હવે આ દુનિયામાં નથી. આજે શશાંકે ૧૦.૧૦ ની બસ જવા દીધી..બસ સ્ટેન્ડ પર એક બે જણા સિવાય કોઈ દેખાતું નહોતું... પછી ની બસ આવવાની તૈયારી હતી...... એટલામાં એક એક્ટિવા આવી.બસ સ્ટેન્ડ પાસે શશાંક નજીક આવી ને ઉભી રહી.. શશાંકની નજર એ યુવતી તરફ ગઈ.. એણે ગોગલ્સ પહેરેલા હતા... પહેલી વખત જોઈ હતી.... શશાંક વિચારે છે કે આ કોણ છે? મારી પાસે? એટલામાં એ યુવતી બોલી," હાય...... શશાંક.. એક્ટિવા પર બેસી જા.. હું તને લિફ્ટ આપું છું.". શશાંક અજાણી વ્યક્તિ ની લિફ્ટ સ્વિકારતો નહોતો છોને કોઈ લેડિઝ હોય!. શશાંકે ના પાડી.. એ યુવતી બોલી," ઓળખાણ ના પડી ને? ક્યાં થી પડે? આ ગોગલ્સ જે પહેર્યા છે." એમ બોલી ને એ યુવતી એ એના ગોગલ્સ ઉતાર્યા ને શશાંક સામે જોઈ ને બોલી ," બોલ હવે ઓળખે છે?". શશાંકે હવે એ યુવતી ને ધારી ધારીને જોઈ..એની માંજરી આંખો સામે જોયું.. ચોંકી ગયો...અરે આ તો પેલી મૃત્યુ પામેલી એ યુવતી જેવી જ દેખાય છે... ચહેરો પણ મલતો આવે છે..ને આંખો..એકદમ....હા..એકદમ.... એટલામાં એ યુવતી બોલી," ઓળખી ને? તો હવે બેસી જા..મારે તારૂં કામ છે.". શશાંક મંત્રમુગ્ધ થઇ ને એ યુવતી ની એક્ટિવા પર બેસે છે...ગુડ બોય.....એ યુવતી એક્ટિવા ચાલુ કરી ને ધીમે ધીમે જવા દે છે... રસ્તામાં એક નાનો ગાર્ડન આવે છે..એ યુવતી ગાર્ડન પાસે એક્ટિવા ઉભી રાખે છે. ચાલ.. શશાંક મારે તારી સાથે વાત કરવી છે.. અગત્યની છે.." શશાંક એક્ટિવા પર થી ઉતરે છે .. મનમાં વિચારે છે આ કોણ છે? મારૂં શું કામ?... એ યુવતી બોલી..હાય.. શશાંક , મારૂં નામ મૈત્રી... હું આંસુ ની મોટી બહેન...એક કંપની માં જોબ કરું છું.. કદાચ તારા કરતાં હું એકાદ વર્ષ મોટી હોઈશ.". શશાંક બોલે છે," હું તમને તો ઓળખાતો નથી..પણ આ આંસુ કોણ?". ઓહ્. આંસુ....અરે હું તો ભુલી જ ગઈ કે તું આંસુ ને નામ થી તો ઓળખતો નથી.....એજ આંસુ જેના માટે તું તારી ૧૦.૧૦ ની બસ જવા દેતો.. અને ઘુરી ઘુરી ને એને જોતો...એ એક મહિના પહેલા જ મૃત્યુ પામી છે..ને તું હવે એ જાણે છે..મારી સોસાયટી ના અંકલે તને કહ્યું પણ છે..કે કેમ મૃત્યુ પામી." આ સાંભળી ને શશાંક ગમગીન થઈ ગયો..એના આંખમાં ઝળહળીયા આવી ગયા........ મૈત્રી એ એનો હાથ રૂમાલ શશાંક ને આપ્યો.. હવે લુછી નાખ આ આંસુ..આ હાથ રૂમાલ પણ આંસુ નો જ છે.. મને ખબર હતી કે તારી આંખો ભીની થઈ જશે. મારી પાસે તારી વસ્તુઓ છે..જે આંસુ એ તને આપવા માટે એની નોટ બુક માં રાખી હતી...પણ તને આપવાની હિંમત નહોતી..એ પણ તારી જેમ... તને......" પછી મૈત્રી બોલી," લે આંસુ ની નોટબુક માં થી ચાર ચિઠ્ઠી, એણે લખેલી હતી..પણ હિંમત નહોતી...સાથે એક સુકાઇ ગયેલું ગુલાબ નું ફુલ....એ પણ... તને....અહહ્્ રડવાનું નહીં...થાય..થાય... આવું થાય... જ્યારે આપણી કોઈ વ્યક્તિ જાય કે યાદ આવે ત્યારે..". શશાંકે એ ચિઠ્ઠી ઓ અને સુકાઇ ગયેલું ગુલાબ નું ફુલ લીધું.. એણે ચિઠ્ઠીઓ વાંચવા માંડી...એ આંસુ એ એના શશાંક પ્રત્યે ના પ્રેમ વિશે લખ્યું હતું...આ વાંચી ને શશાંક ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો... મૈત્રી બોલી," ના રડ.. શશાંક..આ આંસુ કિંમતી છે.. લુછી નાખ.. નિરાશાવાદીના બન.. તારી તો આખી જીંદગી છે..જો તું ગમગીન રહીશ તો આંસુ ની આત્મા અવગતે જશે!!આપણે ગાર્ડન ની બહાર છીએ.. કોઈ જોશે તો એમ જ લાગશે કે મેં તને ફટકારી દીધો છે.". શશાંકે રૂમાલ થી આંસુ લુછી નાંખ્યા.. બોલ્યો," મૈત્રી, થેંક્યું.". "ઓકે ઓકે..પણ તને ખબર છે આંસુ ને ચક્કર કેમ આવ્યા ને પડી ગઈ.. આંસુ ને મગજ માં બ્રેઈન ટ્યુમર હતું..છેલ્લા ચાર મહિનાથી અમને ખબર હતી.એની દવા ઓ પણ ચાલતી હતી..એને કોઈ ભારે કામ આપતા નહોતા.. આનંદ માં રાખતા....પણ ..પણ.. દરરોજ તો હું જ કપડાં સુકવતી એને કામ કોઈ કરાવે નહીં...પણ એ દિવસે મારે કામ હોવાથી દસ પંદર મિનિટ માટે બહાર ગ ઈ હતી અને આંસુ ને કહેતી ગઈ હતી કે તું કોઈ કામ ના કરતી.. હમણાં આવી ને કપડા સુકવીશ...પણ..એ મારા ગયા પછી કપડાં સુકવવા લાગી ને એ ટ્યુમર ના લીધે ચક્કર આવ્યા ને એ નીચે પટકાઈ ગ ઈ ને અમારી વચ્ચે થી અનંત ની યાત્રા એ જતી રહી...આ માટે હું પોતાને દોષી માનું છું..". આ સાંભળી ને શશાંક બોલ્યો," ના..ના.. મૈત્રી.. આમાં કોઈ નો વાંક નથી..બનવા કાળ બની ગયું.....યાદ તો રહેવાની..જ...". મૈત્રી શાંત થઈ ને બોલી," હાય હું મૈત્રી...મારી ફ્રેન્ડ શીપ કરીશ!! જો હા...તો.. આપણે થોડી વાર ગાર્ડન માં.....અને જો ના..તો.....તો....". આ સાંભળી ને શશાંકે મૈત્રી ના હાથ પકડી લીધા...હા....અને બંને એક બીજા ના હાથ પકડી ને ગાર્ડન માં જવા લાગ્યા.. (ભાગ-૩ માં ક્રમશઃ... મૈત્રી અને શશાંક ના જીવનમાં અચાનક....) @કૌશિક દવે