પાઈ ભાગ - 2 Raj Panchal દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

  • ખજાનો - 76

    બધા એક સાથે જ બોલી ઉઠ્યા. દરેકના ચહેરા પર ગજબ નો આનંદ જોઈ, ડ...

શ્રેણી
શેયર કરો

પાઈ ભાગ - 2

હવે અમે વાતો કરતા થઇ ગયા હતા. પછી રોજે રાતે સાડા આઠ વાગે એટલે વાતો ચાલુ થાય છેક રાતે ૩, ૪ વાગ્યા સુધી. નવરાત્રી નો ટાઈમ હતો એટલે વાંધો નતો આવતો, હવે જાણે આદત પડી ગઈ હતી એની. જેમ "ચા" ના બંધાણી ને ટાઈમ થાય એટલે "ચા" જોઈએ, એમ જ રાતે સાડા આઠ વાગે એટલે તેનો મેસેજ આવવો જોઈએ. ચાર દિવસ પછી બન્યું એવું કે રાતે સાડા આઠ થયા પણ તેનો મેસેજ ના આવ્યો, ૧૨ વાગ્યા સુધી રાહ જોઈ તો પણ ના આવ્યો પછી મેં સામે મેસેજ કર્યો " ગુડ નાઈટ" તો એક જ વાર રાઈટ નું નિશાન આવ્યું, કેમ કે તેનું ઇન્ટરનેટ બંધ હતું, મને એવું કે કદાચ ગરબા રમવા ગઈ હશે. આવી ને હમણાં વોટ્સએપ ચાલુ કરશે એટલે મેસેજ કરશે, આવી રાહ જોવામાં હું આખી રાત સુધી જાગતો રહ્યો. બીજા દિવસે રવિવાર હતો, મને એવું કે હમણા ૮ વાગે ઉઠશે , પણ ૧૧ વાગ્યા તો પણ ના આવ્યો. પછી છેવટે હું બપોરે થોડું જમીને સુઈ ગયો. મગજ માં થોડો ગુસ્સો તો આવ્યો તો પણ પછી એવો વિચાર આવ્યો કે હું આ રીતે કોઈ ની ઉપર હક ના કરી શકું. સાંજે ૫ વાગે ઉઠી ને તરત મોબાઇલ હાથ માં લીધો નેટ ચાલુ કરતા જ બે મેસેજ આવ્યા, જોયું તો તેના જ હતા. લખેલું હતું " સોરી" કાલે ગરબા રમવા ગયા હતા તો વાત ના થઇ શકી, મેં જોઈ ને કોઈ જ જવાબ આપ્યા વગર વોટ્સએપ બંધ કરી ને ફોન મૂકી દીધો. રાત ના સાડા આઠ થયા અને એનો મેસેજ આવ્યો, પણ મેં કોઈ જ જવાબ ના આપ્યો. તેને લાગ્યું તો ખરી કે મને કઈક ખોટું લાગ્યું છે. ૯ વાગે તેનો કોલ આવ્યો મેં ઘર ની બાજુ ના મોટા મેદાન મા જઈ ને ઉપાડ્યો, તેને કહ્યું કઈ વાત નું ખોટું લાગ્યું. મેં પણ બધું કહ્યું. તેને વળતો જવાબ આપ્યો કે તને મારા માટે આટલી બધી લાગણી બંધાઈ ગઈ છે.હું આ સાંભળી ને થોડીક ક્ષણો માટે ચુ રહ્યો, અને મેં તેને એ જ ત્રણ કિંંમતી શબ્દો કહી દીધા. તે સાંભળી ને થોડીવાર ચુપ રહી અને છેવટે તેને મારુ પ્રપોઝલ સ્વીકારી લીધું. આ દિવસે પહેલી વાર દિલ ના ધબકારા લીમીટ ઓળંગી ને ધબકતા હતા. એ દિવસે પહેલી વાર ફોન પર વાત ચાલી અને ચાલતી જ રહી. થોડીવાર પછી એવું લાગ્યું જાણે અજવાળું થઇ રહ્યું હોય અને મેં ઘડિયાળ માં જોયું તો ખબર પડી કે સવાર ના સાડા પાંચ વાગ્યા હતા. જયારે પ્રેમ થાય ને ત્યારે ના ભૂખ લાગે, ના તરસ લાગે, ના ઊંઘ આવે, ના થાક લાગે. મને પણ આવું જ થયું. પછી ફોને કાપી ને હું ઘરે આવ્યો અને સુઈ ગયો. આટલા-આટલા ઉજાગરા હોવા છતાં રોજે સવારે હું બધા થી પહેલા ઓફિસ પહોંચતો. આ "પાવર" હોય પ્રેમ નો.

આખી નવરાત્રી આવું ચાલતું રહ્યું ને સમય વીતતો રહ્યો. મેં તેને જાણી. એ એટલી મેચ્યોર હતી કે ના પૂછો વાત, દરેક વસ્તુ ને ખુબજ સારી રીતે સમજતી, ક્યારેય એની કોઈ કમ્પ્લેન નહી કે કોઈ ડિમાન્ડ નહી. બસ તેને એક વાત ની તકલીફ હતી કે તેનો ફોને આવે એટલે ઉપાડવાનો જ. ભલે ગમે તે કામ માં હોય કે ગમેતે પરિસ્થિતિ માં હોય. એકવાર ફૉન ઉપાડી ને જવાબ આપી દેવાનો તો એને કઈ જ વાંધો નઈ, પણ જો ફોન ના ઉપાડ્યો તો તેના મગજ નો પારો ૧૦૦ C થઇ જતો. અને એને ઠંડુ કરતા બે દિવસ થતા. પછી દિવાળી આવી તે દિવાળી કરવા પોતાના વતન ગઈ મમ્મી-પપ્પા પાસે, ત્યારે એવું લાગવા લાગ્યું જાણે એ સાત સમુંદર પાર જતી રહી હોય, અને આખું શહેર જાણે સૂનું થઇ ગયું હોય. ભલે અમે સાથે નતા રહેતા પણ શહેર થી દુર જાય તો ગમતું જ નહિ. શિક્ષા ના પપ્પા મીઠાઈ ના મોટા વેપારી હતા.તો એ દિવાળી વેકેશન પતાવી ને આવી ત્યારે બધા પ્રકાર ની મીઠાઈ લઇ ને આવી. જે આખી ઓફીસ માં બધા ને આપી. ફરી પછી મુલાકાતો ચાલુ, એટલા માં મારો જન્મ દિવસ આવ્યો. એ દિવસે સાંજે અમે માળવાનો પ્લાન બનાવ્યો. ઓફીસ થી નીકળી ને સીધા નક્કી કરેલી જગ્યા એ અલગ અલગ રસ્તા થી પહોંચ્યા. કેમ કે અમારી વાત ની ઓફીસ માં કોઈ ને ખબર ના હતી. શિક્ષા નુ મન પસંદ જમવાનું સાઉથ ઇન્ડિયન હતું એટલે અમે સાઉથ ઇન્ડિયન રેસ્ટોરન્ટ માં ગયા. ત્યાં તે પોતાની સાથે કેક લઇ ને આવી હતી. અને તેના પર લખેલું હતું “ My Sunshine “.જીંદગી માં પહેલીવાર આવા સમય નો અનુભવ થયો અને એવું લાગ્યું દુનિયા ની બધી જ ખુશીઓ મળી ગઈ. કેક કાપી ને અમે સાથે જમ્યા. આજે તેના માં નવી જ વસ્તુ જોવા મળી. તેણે મને રેસ્ટોરન્ટ નું બીલ ના આપવા દીધું. મારી ખુબ જ જીદ છતાં પણ. આ એક નવો જ અનુભવ. જમીને અમે ત્યાંથી નીકળ્યા અને વિચાર્યું કે એક જ એક્ટિવા પર નાની ડ્રાઈવ કરીએ . હવે તેણે એમા પણ જીદ કરી કે એક્ટિવા મારુ જ લઈશું. નમાવું તો આપડે જ પડે હંમેશા. પછી મેં કહ્યું સારું. અમે તેની એક્ટિવા લઇ ને ડ્રાઈવ પર નીકળ્યા. ડ્રાઈવ કરતા-કરતા બધી વાતો કરી. એક મોટો રાઉન્ડ મારી ને ફરી પાછા ત્યાં આવ્યા જ્યાં મેં એક્ટિવા પાર્ક કર્યું હતું. રાત ના ૧૧ વાગી ગયા હતા તેથી ઘરે જવાનો ટાઈમ થઇ ગયો હતો. પછી અમે ત્યાંથી છુટા પડ્યા. છુટા પડ્યા પછી પણ ફોન ઉપર વાત તો ચાલુ જ.

આવી રીતે એકદમ સુંદર દિવસો પસાર થઇ રહ્યા હતા. તેનું ઘર મારા ઘર થી ૧૮ કિમી દુર હતુ. હું રોજે ઓફીસ થી આવી ને જમી ને તેને મળવા જવા લાગ્યો. તેના ઘર ની બાજુ માં એક સરકારી બગીચો હતો, તેમાં જઈ ને રોજે બેસતા, થોડું ચાલતા અને મસ્તી પણ કરતા. અમને બંને ને એટલી આદત પડી ગઈ હતી કે અમે એક દિવસ એવો ના જવા દેતાં જેમાં અમે મળ્યાં ના હોય. આવી રીતે દિવસો અને મહિનાઓ વિતી રહ્યા હતા.

તમને ખબર હશે કે દરેક ના જીવન માં દસકો આવે દસ વર્ષ નો. મને પણ લાગ્યું કે આ મારો દશકો ચાલુ થઇ ગયો છે. પણ એવું ક્યાં ખબર હતી કે આ દસકો ખાલી દસ જ મહિના નો છે. એક વાર તેને એક છોકરો જોવા માટે આવ્યો. તે છોકરો સારું ભણેલો , સારી નોકરી, પચાસ હજાર પગાર, છોકરા ના પપ્પા સરકારી ઓફિસર, એટલે બધી રીતે સારા સેટલ હતા. પણ આ વાત શિક્ષા એ મને ના જણાવી. તેને મારી ખબર હતી કે હું આ વાત પણ સહન નહી કરી શકું. આ વાત ને બે-ત્રણ દિવસ વીતી ગયા અને તેણે મને એ વાત જણાવી, જાણી ને તો જાણે દિલ માં ભૂકંપ આવી ગયો. પણ મેં હસતાં મોઢે કહ્યું કે સારું હોય તો કરી લેવાય. કેમ કે બધી જગ્યા એ બધું મળતું નથી , મારી આટલી વાત થી તે સમજી ગઈ હતી કે મને ખોટું લાગ્યું છે. તેથી તેને આ વાત ને મજાક માં લઇ ને ફેરવી દીધી, અને કહ્યું અત્યારે કોઈ જ ઈચ્છા નથી લગ્ન કરવા ની, હજુ થોડું આઝાદ જીવન જીવી લઈએ. તે મને ઘણી વાર કહેતી કે મારે એક વેલ સેટ સારી જિંદગી જીવવી છે, અને આખી દુનિયા ફરવી છે. હું આ સાંભળી ને મનો મન વિચારતો કે તેની વાત પણ સાચી છે દરેક માણસ આઝાદ છે અને દરેક ના પોતાના સપના હોય જે એને પુરા કરવા જોઈએ. જયારે મારે તો દર મહિને આવક અને જાવક નું જ વિચારવાનું, એટલે મારી પાસે આ બધું શક્ય ન હતું. હવે તકલીફો ના છાંટા ચાલુ. જયારે છોકરી ની લગ્ન ની ઉમર થાય ત્યારે ઘર તરફ થી દબાણ વધવા લાગે, અને ઘણા બધા જોવા માટે પણ આવવા લાગે. આવું જ કંઈક શિક્ષા સાથે પણ થવા લાગ્યું. હવે હું પણ એવી મુસીબત માં ફસાયો હતો કે શું કરવું અને શું કહેવું એ ખબર જ ના પડે. હું તેને એવું પણ ના કહી શકું કે તું બીજા ની સાથે લગ્ન ના કર અને હું એવું પણ ના કહી શકું કે તું મારી સાથે લગ્ન કર. કેમ કે હું કોઈ જ રીતે સેટલ ના હતો, ઘર ની જવાબદારી હોવાથી ઘર છોડી શકાય તેવું હતું નહિ. હવે ધીમે ધીમે જીંદગી ના બધા રંગ ઉડવા લાગ્યા હતા. જાણે હું તેના થી દુર ભાગતો હોઉં તેવું મને લાગવા લાગ્યું. તેને મળવાનુ પણ ઓછું કરી દીધું,ફોન પર વાત કરવાનું પણ ઓછું કરી દીધું. આવુ બધુ થવા લાગ્યું. તેને મેં એકવાર સામે થી કહ્યું કે ચાલ આપણે લગ્ન કરી લઈએ, પણ તેને આ વાત પર વધારે ધ્યાન ના આપ્યું. પછી એકવાર સામે થી તેને મારી જન્મ કુંડળી ની ડિટેલ્સ માન્ગી પછી કહ્યું કે આપડા ખાલી આઠ જ ગુણ મળે છે, કુંડળી સરખી રીતે મળતી નથી.

આ દિવસ થી એવું લાગ્યું જાણે જીંદગી માં ધીમે-ધીમે બધું લૂંટાઈ રહ્યું હોય. ધીમે-ધીમે શિક્ષા નું વર્તન મારા તરફ બદલાવા લાગ્યું. જે વ્યક્તિ મને ફોન કર્યા સિવાય એક દિવસ પણ રહી શકતી ન હતી. તે હવે બે-ત્રણ દિવસ માં એક વાર ફોન કરવા લાગી. વોટ્સએપ માં પણ મેસેજ ના જવાબ ત્રણ-ચાર કલાક પછી આવવા લાગ્યા, અને ઘણી વાર મેસેજ નો જવાબ એક દિવસ પછી આવતો. એક દિવસ બન્યું એવું કે તેનો એક અઠવાડિયું કોઈ મેસેજ કે ફોન ના આવ્યો અને કરેલા ફોન અને મેસેજ નો પણ કોઈ જવાબ ના આપ્યો. ઘણી જ રાહ જોયા બાદ નવ માં દિવસે મેં ફરી ફોન કર્યો અને આ વખતે તેને ઉપાડ્યો અને કહ્યું મારા કાકા ને હોસ્પિટલ માં દાખલ કરેલ છે, એટલે હમણાં હું મારા વતન આવેલી છું. એટલે હમણાં વાત નહી થાય. આટલું કહી ને ફોન કાપી નાખ્યો.

હું પણ જવાબદારી ના બોજ થી દટાયેલો આખો દિવસ કામ માં, પણ મન તો ક્યાંય લાગતું જ ન હતું. ખાલી જવા ખાતર નોકરી જતો. ના ભૂખ લાગે કે ના તરસ લાગે, કોઈ આપણી સાથે વાત કરે તો પણ ના ગમે. આવી રીતે બીજા પણ દસ દિવસ વીતી ગયા. પછી એકવાર રવિવાર ના દિવસે બપોરે તેનો ફોન આવ્યો તેણે મને એક ખુશ ખબર સંભાળાવી કે " મારી સગાઇ થઇ ગઈ".બસ ખાલી આટલું જ સંભળાયું અને તરત મગજ બંધ અને આંખો ની સામે અંધારું છવાઈ ગયું. થોડીવાર માટે મને એ ભાન જ ના રહ્યું કે હું ક્યાં છું. મેં તેને એવું કહ્યું કે હું થોડી વાર માં તને ફોન કરું અને ફોન કાપી ને હું બાજુ ના બાંકડા પર બેસી ગયો. ના રડી શકાય, ના હસી શકાય, ના તો કઈ બોલી શકાય. સાલું આજે સમજાયું કે જતકદીર આવા પણ ખેલ રમે છે આપણી સાથે.

मेरे दिल को अब किसी से गिला नहीं,
मन से जिसे चाहा वो मुझे मिला नहीं,
बदनसीबी कहु या वक़्त की बेवफ़ाई,
अँधेरे में एक दीपक मिला पर वो जला नही .

બે દિવસ મેં તેને ફોન ના કર્યો અને હું ઓફીસ જવા માટે નીકળતો પણ જતો નહી, એ જ કેફે મા જઈ ને બેસતો જ્યાં અમે જતા. બીજા દિવસે રાત્રે ખબર મળી કે શિક્ષા એ નોકરી છોડી દીધી છે.

મેં એક કહેવત સાંભળી છે કે " સમય ની માર નો કોઈ અવાજ નથી હોતો". આજે એ અનુભવી પણ લીધું . ત્રીજા દિવસે હું ઓફીસ ગયો કેમ કે તેને નોકરી છોડી દીધી હતી. હવે તેનું નામ સંભળાવાની પણ મારા માં હિમ્મત રહી ન હતી, તેને જોવા ની તો દુર ની વાત છે. એ દિવસે સાંજે સાડા છ વાગે તેનો ફોન આવ્યો, પણ મેં ઉપાડ્યો નહિ કેમ કે હવે સહન કરવાની ક્ષમતા પૂરી થઇ ગઈ હતી. પછી તેનો વોટ્સએપ માં મેસેજ આવ્યો, મેં તેને કહ્યું હું ફોન પર વાત નહી કરી શકું મેસેજ માં જે કહેવું હોય તે કહી શકે છે. તેણે કહ્યું કે આપણે સારા મિત્ર બની ને વાતો તો કરી શકીએ ને, મેં કહ્યું હા સારું. પછી બે-ત્રણ દિવસ વોટ્સએપ માં થોડી વાત થઇ.

દોષ કોને આપવો એ જ સમજાતું નથી સમય ને આપવો કે નસીબ ને આપાવ્યો કે પછી શિક્ષા ને આપવો ? પણ મેં બધો દોષ મારી જાત ને જ આપ્યો. અને બધા ને નિર્દોષ જાહેર કર્યા. એક અઠવાડિયા પછી મેં તેને ફોન કર્યો એને ઉપાડ્યો નહિ,બીજા દિવસે કર્યો ત્યારે પણ ના ઉપાડ્યો, પછી મેં વોટ્સએપ માં મેસેજ કર્યો શું થયું? કેમ છે? ત્યારે તેણે જણાવ્યું કે હું કોઈ છોકરા સાથે વાત કરું તે વૈભવ ને પસંદ નથી. વૈભવ એ જ જેની સાથે તેની સગાઇ થઇ હતી. મેં પણ કહ્યું સારું, Best Of Luck તમારા આવનાર ભવિષ્ય માટે. તે દિવસ થી લઇ ને આજ નો દિવસ ના કોઈ ફોન કે ના કોઈ મેસેજ, અને તેને નંબર પણ બદલી નાખ્યો. મારા આંશુ આંખો માંજ સુકાઈ ગયા. અને બધી જવાબદારીઓ સાથે આજે પણ આ જીવન ચાલી રહ્યું છે. હજુ પણ ઘણી વાર એ જૂની જગ્યાઓ પર જઈ ને બેસું છું જૂની યાદો ની સાથે થોડા ગપ્પા મારુ છુ.

આજે પણ તેના માટે એટલી જ Respect છે જેટલી પેલા હતી.
કોઈ ના જવા થી જિંદગી ખતમ તો નથી થઈ જતી પણ અધુરી જરૂર થઇ જાય છે.


|| સમાપ્ત ||