Paai - 1 books and stories free download online pdf in Gujarati

પાઈ ભાગ-1

BCA ની પરીક્ષા પત્યા પછી એક સોફ્ટવેર કંપની માં નોકરી લાગ્યો . પંદર હજાર પગાર. ભાડા નું ઘર એટલે ઘર પણ ચલાવવાનું અને પોતાનો ખર્ચો પણ નીકાળવાંનો, નાની ઉમર માં જ ઘણી બધી જવાબદારીઓ આવી ગઈ હતી, તેથી કમાવા સિવાય વધારે ક્યાંય મગજ ચાલતું ન હતું. રોજ સવારે ટિફિન નું ડબલું બેગ માં ભરી ને એક્ટિવ લઇ ને નીકળવાનું અને સાંજે ૬ વાગે છૂટવાનું. ત્યાંથી બીજી જગ્યા એ ૭ થી ૧૦ વાગ્યા સુધી ઓવર ટાઈમ કરવા માટે જવાનું. કેમ કે વાપરવાનો ખરચો તો કાઢવાનો ને. આવી રીતે જિંદગી ની સાયકલ ચાલી રહી હતી.
એક દિવસ ઓફીસ માં ચર્ચા ચાલી રહી હતી કે એક નવી ડેવલોપર આવાની છે. પણ મેં કઈ વધારે ધ્યાન ના આપ્યું. કેમ કે ઘણા લોકો આવતા હોય અને ઘણા લોકો જતા હોય. આ બધું ધ્યાન રાખીશું તો કમાઈશું ક્યારે ? આવા તો આપણા વિચાર કેમ કે જવાબદારી હતી ને માથે. પણ મને ક્યાં ખબર હતી મારી સાથે તકદીર શું ખેલ રમાવાની છે? રોજ ના ટાઈમ ટેબલ મુજબ તે દિવસે પણ સવારે ૮ વાગે ઘરે થી ટિફિન બેગ માં ભરી ને એક્ટિવ લઇ ને નીક્ળ્યો ૯ વાગે ઓફિસ પહોંચ્યો. રોજ ની જેમ કોમ્પ્યુટર પર બેઠો અને કામ ચાલુ કર્યું.
લગભગ કામ નો એક કલાક વીત્યો હતો અને અચાનક કોઈ અલગ જ અવાજ કાન માં પડ્યો. તમને તો ખબર જ છે કે આવું કઈ થાય તો નજર તો સીધી ત્યાં જ જાય. આમ મારી પણ નજર સીધી ત્યાં જ ગઈ. બોસ કેબીન ની બાજુ માં દેખાયું જાણે વન ની વનરાઇ લહેરાતી હોય તેવા વાળ સાથે એક નાજુક-નમણી છોકરી અને કોયલ જેવો તેનો અવાજ. પણ નશીબ એટલા ફૂટેલાં કે ચહેરો જોવા ન મળ્યો, કેમ કે ઊંધું ફરી ને ઉભી હતી . અને હું ઉભો થઇ ને એ બાજુ પહોંચું ત્યાં સુધી તો એ ઓફિસ ની બહાર નીકળી ગઈ. વળી પાછો આવી ને કામ કરવા બેસી ગયો. સાંજ પડી અને એ રોજના કામ ૭ વાગે ઓવર ટાઈમ કરવાનો અને ૧૦ વાગે ઘરે.
બીજો દિવસ ઉગ્યો અને આ દિવસ એ મારી જીંદગી નો એક નવો વળાંક હતો. રોજ ની જેમ સવારે ઓફિસ જવા નીકળ્યો, પણ થોડું મોડું થઇ ગયું હતું. એટલે રોજ કરતા આજે એક્ટિવ ની સ્પીડ થોડી વધારે હતી. ચાર રસ્તા પર એક રીક્ષા વાળો આડો ઉતર્યો અને એક્ટિવ સીધી રીક્ષા ના પાછળ ના ટાયર સાથે અથડાઈ. જાણે " પડતા માથે પાટુ". સદનશીબે મને તો કઈ થયું નઈ પણ એક્ટિવા માં ૧૩૦૦ રૂપિયા નો ખર્ચો આવ્યો, કેમ કે સ્ટિયરિંગ રોડ વળી ગયો હતો. એક્ટિવા રીપેર માં મૂકી ને હું રીક્ષા માં ઓફિસ પહોંચ્યો.
ઓફિસ પહોચતા જ મેં એક સુંદર દ્રશ્ય જોયું. મારા થી બીજા નંબર ના કોમ્પ્યુટર પર પેલી છોકરી બેઠેલી હતી. જોવા માં થોડા ઊંચા સ્ટેટસ ની લાગતી હતી અને હાઈ-ફાઈ લગતી હતી, એટલે જોવા સિવાય વધારે કઈ વિચાર્યું નઈ. અને હું મારા કામ માં લાગી ગયો. પણ વારં વાર નજર તો ત્યાંજ જતી હતી. જયારે કોઈ ગમવા લાગે ત્યારે આખી દુનિયા રંગીન લાગવા લાગે. જીવન ની બધી તકલીફ ભુલાઈ જાય . અને ચારે બાજુ જાણે એ જ અને એ જ દેખાય. અત્યારે આ મારો એક તરફી પ્રેમ હતો. ઓફીસ માં અમારા બે ગ્રૂપ હતા. અને નશીબ પણ કેટલા સારા કે એ અમારા ગ્રુપ માં હતી. બપોરે લંચ ટાઈમ માં બધા સાથે જમવા બેસતા, એટલે આ જ ટાઈમ ની રાહ જોતો હતો. કે ક્યારે આ ટાઈમ થાય, અને તેના બારા માં વધારે કંઈક જાણવા મળે. આવા સમયે તો એક એક સેકંડ કલાકો સમાન લાગે. બઉજ અકળાયા પછી અંતે તે સમય આવ્યો. બપોર ના એક વાગે લંચ ટાઈમ થયો બધા સાથે જમવા માટે બેઠા.. તેને નજીક થી જોઈ ને એવું લાગ્યું કે....
જોવાનું હજુય ઘણું બાકી છે જીવન માં.
સમુદ્ર ના શીતળ ઓટ સમી આ આંખો માં જોઈ ને
લહેરાવવાનું ઘણું બાકી છે જીવન માં.
શિયાળાની ઠંડી માં ખીલેલા ગુલાબ ની પાંદડીઓ સમા,
આ હોઠ ના મીઠા મધુર આ હાસ્ય માં,
માલકાવાનું ઘણું બાકી છે જીવન માં.
સોળે કળા એ ખીલેલા મોર ના પીંછા સમાન,
આ વાળ માં લહેરાવાનું ઘણું બાકી છે જીવન માં.
શરદ પૂનમ ના ચમકતા આ ચંદ્ર સમા આ ચહેરા ને,
વારં-વાર જોઈ રહેતા લાગે છે,
હજુય ઘણું જોવાનું બાકી છે આ ચહેરા માં...
આ મેં મારા શબ્દો માં તેનું વર્ણન કર્યું. અને એનું નામ પણ જાણવા મળ્યું "શિક્ષા".અને એવું પણ જાણવા મળ્યું કે તે અહીંયા પોતાની બહેન ના ત્યાં રહે છે. અને તેને કોમ્પ્યુટર એન્જિનિયરિંગ નો અભ્યાસ કરેલ છે. આજે આટલું જાણી ને ખુબજ મજા આવી ગઈ. અમારી ટીમ માં હું કામ બાબતે સિનિયર હતો, તેથી બોસે જવાબદારી મને આપેલી. ટીમ ના માણસો ને કઈ પણ તકલીફ હોય તો તે મારો સંપર્ક કરતા.
આવી રીતે બે-ત્રણ દિવસ વીત્યા. ચોથા દિવસે એક કંપની માં પ્રોબલેમ સોલ્વ કરવા જવાનું થયું. બોસે અમને ચાર જણ ને કહ્યું. જેમાં શિક્ષા પણ હતી, જેથી તેની ટ્રેનીંગ પણ થઇ જાય.અમે બે છોકરા અને બે છોકરી. એ બંને શિક્ષા ની એક્ટિવા માં અને અમે મારી એક્ટિવ માં. મારી એક્ટિવા આગળ હતી તેથી હું સાઈડ કાચ માં થી તેને જોતો હતો. કદાચ તેને આ વાત ની ખબર પડી ગઈ હતી. તેથી, જો હું ડાબી બાજુ ના કાચ માંથી જોઉં તો તે પોતાનું એક્ટિવા જમણી બાજુ માં ચલાવે, અને હું જમણી બાજુ ના કાચ માંથી જોઉં તો તે પોતાનું એક્ટિવા ડાબી બાજુ રાખી ને ચલાવે, પછી મેં પણ જોવા નું બંધ કરી ને થોડી સ્પીડ માં એક્ટિવા ચલાવી. અમે જે કંપની માં જવાનું હતું ત્યાં પહોંચી ગયા. બધી જગ્યા એ મેં સારી ઇમેજ બનાવી હોવા થી જ્યાં પણ જતા ત્યાં થી સારું માન- સન્માન મળતું હતું, એવું અહિયાં પણ મળ્યું, આ જોઈ ને તેના મગજ માં મારી એક સારી છબી પડી હોય એવું લાગ્યું. બધું કામ પતાવી ને પાછા ઓફિસ આવ્યા. અને સાંજે આપણા રોજ ના ટાઈમ ટેબલ મુજબ ૭ થી ૧૦ નો ઓવરટાઈમ.
એક અઠવાડિયું વીતી ગયું હતું, અને અમે ઓફીસ માં હવે થોડી વાતચીત કરવા લાગ્યા હતા. અને તે વોટ્સએપ ગ્રુપ માં એડ થઇ તેથી તેનો નંબર પણ મળી ગયો હતો. પણ એનો કોઈ મતલબ ન હતો કેમ કે હજુ એટલા ઓળખતા નતા થયા કે વોટ્સએપ કે કોલ ઉપર વાત કરીએ. ખાલી લંચ ટાઈમ માં થોડી હસી મજાક થતી. એક દિવસ સમય અને સંજોગ બન્યો અને અમારે એક કંપની માં કમ્પલેન સોલ્વ કરવા જવાનું થયું. એ એની એક્ટિવા પર અને હું મારી, આમ અમે જવા માટે નીકળ્યા. આજે કંઈક વાત કરવાનો મોકો હતો. અમે કંપની માં પહોચ્યા. કામ પૂરું કરતા ૨ વાગી ગયા,ટિફિન ઓફિસે હતું તો અમે રસ્તા માં નાસ્તો કરવાનું નક્કી કર્યું, ત્યાં થી નીકળી અમે એક કૅફે માં નાસ્તો કરવા માટે ગયા. મેં એક વેજીટેબલ સેંડવિચ મંગાવી અને તેને કોફી મંગાવી. હવે વાત શું કરવી ? તે એક મોટો પ્રશ્ન, કેમ કે ક્યારેય એવો અનુભવ હતો નહી. મેં ધીમે થી દેશ ના અર્થતંત્ર અને રાજનીતિ ની વાત ચાલુ કરી. બસ, પછી તો એને પણ રાજકારણ અને અર્થતંત્ર ની ઘણી બધી વાતો કરી. મને ખબર પડી કે પાર્ટી ને રાજકારણ માં ઘણો રસ છે, અને મોદીજી ની ફેન છે પછી તો જાણે " વાંદરા ને નિસરણી મળી" એ રીતે મને પણ વાત કરવાનો વિષય મળી ગયો. પછી અમે પાછા ઓફિસ આવ્યા. સાંજે ૬ વાગે ફરી આપડો ઓવર ટાઈમ ચાલુ, પણ આજે એવું લાગી રહ્યું હતું જાણે જીંદગી નો ખુબજ રંગીન દિવસ હતો.
જો તમને અનુભવ હોય તો ખબર હશે કે જયારે કોઈ ગમવા લાગે ત્યારે આખી દુનિયા ગમવા લાગે, બધું જ ભુલાઈ જાય. હાલતા-ચાલતા,ઉઠતા-બેસતા,સુતા-જાગતા. અને જો રવિવાર ની રજા હોય તો આખી રજા સોમવાર ની રાહ જોવા માં નીકળી જાય. આવી જ રીતે દિવસો પસાર થતા હતા. રોજે થોડી થોડી વાતો થતી. નવરાત્રી નો આગળ નો દિવસ હતો, મેં જો તમને અનુભવ હોય તો ખબર હશે કે જયારે કોઈ ગમવા લાગે ત્યારે આખી દુનિયા ગમવા લાગે, બધું જ ભુલાઈ જાય. હાલતા-ચાલતા,ઉઠતા-બેસતા,સુતા-જાગતા. અને જો રવિવાર ની રાજા હોય તો આખી રાજા સોમવાર ની રાહ જોવા માં નીકળી જાય. આવીજ રીતે દિવસો પસાર થતા હતા. રોજે થોડી થોડી વાતો થતી. નવરાત્રી નો આગળ નો દિવસ હતો, મેં વોટ્સએપ માં મોદીજી નુ મોટિવેશન વાકય નુ સ્ટેટસ મુક્યું . નવરાત્રી હોવાથી ઓવર ટાઈમ માં જવાનુ બંધ હતું એટલે ૭ વાગે ઘરે આવી જતો. ઘણીવાર જે સપનેય ખ્યાલ ના હોય એવું બને. અને આવું જ બન્યું, રાતના સાડા આઠ વાગે સ્ટેટ્સ નો રિપલાય આવ્યો "Nice". ફોન હાથ માં જ હતો એટલે તરત જોયું થોડી વાર તો વિશ્વાસ જ ના થયો. પછી મેં પણ સામે જવાબ આપ્યો "Thanks". અને અંદર Typing દેખાયું અને તેનો જવાબ આવ્યો Welcome, અને પછી તો વાતો ચાલુ થઇ છેક રાતે ૨ વાગ્યા સુધી.

બીજા રસપ્રદ વિકલ્પો