લાગણી નો છેડો - 2 kakdiya vaishu દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

લાગણી નો છેડો - 2


એક બીજા થી દુર રહી ને આઠ વર્ષ થઈ જાય છે. ચાર થી પાંચ વર્ષ સુધી તો અનિતા ઘર ની બહાર જ નો નીકળી કારણ કે ઘર ની બહાર નીકળે તો બધાં તેની સામે એવી રીતે જોય જાણે કોઇક નું ખૂન કરી નાંખ્યું હોય.
પાંચ છ વર્ષ પછી ધીરે ધીરે અનિતા તેનાં ઘરે થી બહાર નીકળવા લાગી હતી. કોઈ તહેવાર આવે તો એક બીજા નાં ઘરે જાવું, એક બીજા ને મળવું. કોઈ લગ્ન પ્રસંગ હોય તો તેમનાં ઘરે જવું. અને આવી રીતે અનિતા અને આરવિ એક બીજા ની સામે આવી જતાં. અનિતા આરવિ ને બોલાવવા ની કોશિશ કરતી પણ આરવિ અનિતા સામે જોતી પણ નહીં. આરવિ ને પણ હજી તે જ વાત નો ગુસ્સો હતો અનિતા ઉપર કે આરવિ એ અનિતા માટે બધું જ હતું, બધી જ વાત કરતી, બધાં સાથે ઝગડો કરતી ખાલી અનિતા માટે થઈ ને એ આં બધું કરતી.

પણ નસીબ માં જે લખ્યું હોય તે જ થાય તેમાં કોઈ નું નો ચાલે. અનિતા ને આરવિ નાં ભાઇઓ એક બીજા સાથે બોલતાં અને એક બીજા સાથે કામ પર પણ જતાં. તેમાં એક દિવસ અચાનક જ દુઃખદ સમાચાર આવે બપોર નાં એક વાગ્યો હોય છે ને ઉનાળા નો તડકો ખૂબ જ હોય. આરવિ ને આરવિ નાં બહેન ને માતા હજી જમીને ને ઉભા જ થઈ રહયાં છે ત્યાં ફોન ની રિંગ વાગે છે.

આરવિ ફોન હાથ માં લઈ જોય છે તો તેનાં જ ભાઈ નો ફોન આવ્યો હોય છે. ફોન રિસીવ કરી પૂછે બોલ ને ભાઈ શું કામ છે. ભાઈ કાઈ બોલી નથી શક્તો બસ એટલું કહે કે હું હોસ્પિટલ જવ છું ઘરે કહી દે છે. આટલી વાત પર થી આરવિ ખૂબ ચિંતા કરવા લાગી શું થયું હસે?? ભાઈ કેમ હોસ્પિટલ ગ્યો હસે??? ઘરે પણ બધાં ચિંતા માં મુકાઈ જાય છે બધાં એક જ વિચાર કરે હોસ્પિટલ શું કામ ગ્યો હસે ભાઈ બીજુ કાઈ કેમ કીધું નહીં. બધાં બીજો ફોન કયારે આવે તેની વાટ જોય ને બેઠા હોય છે. ત્રીસ મિનીટ પછી ફોન આવે અને તે ફોન આરવિ ની બહેન નો હોય છે. બહેન રડતા રડતા ધ્રુજતા અવાજે બોલે છે કે આરવિ ભાવેશ હવે આપણી આં દુનિયા માં આપણી વચ્ચે નથી રહયો. 😭😭😭
ભાવેશ અનિતા નો નાનો ભાઈ હોય છે. તે આરવિ નાં ભાઈ સાથે કામ પર ગ્યો હોય છે ત્યાં તેની સાથે અચાનક દુર્ઘટના બને અને તેને હોસ્પિટલ લઈ જાય ત્યાં રસ્તા માં જ ભાવેશે છેલ્લા શ્વાસ છોડી દીધા હોય છે. ભાવેશ ને આરવિ ને એક બીજા સાથે સારુ બનતું. ભાવેશ પોતાની બહેન ની જેમ જ આરવિ ને પણ રાખતો હતો. પણ આરવિ ને અનિતા એક બીજા નાં ઘરે જતાં નહોતા અટલે ભાવેશ નવરો હોય ત્યારે તે આરવિ પાસે બેઠવાં આવતો. તે નોકરી ગોતતો હતો એટલે તે ન્યૂઝ પેપર વાંચવા આરવિ નાં ઘરે આવતો હતો.

પણ આરવિ આ સમાચાર સાંભળી ભાંગી પડી હતી સાથે તેનો પરિવાર પણ ભાંગી પડ્યો હતો. આરવિ ફોન મુકી સીધી તેનાં માતા સાથે અનિતા નાં ઘરે જાય છે.આઠ વર્ષ પછી અનિતા અને આરવિ એક બીજા ને મળે છે.મળે છે તો પણ કેવી રીતે. કયારે પણ આવુ વિચાર્યું નહતું કે આવી રીતે મળશે. બનેં ખૂબ રડે છે. બનેં નાં ઘર સુમસામ થઈ જાય છે. આરવિ નાં ભાઈઓ જાણે લાશ બની ને જીવતાં હોય તેવું લાગી રહ્યું હતું કારણ કે ભાવેશ નો જીવ આરવિ નાં ભાઇઓ ની નજર સામે જ ગ્યો હતો. તેમને દુખ હતું કે તેઓ કાઈ કરી નો શક્યાં. આ વાત નું તેમને વધારે દુખ લાગ્યું હતું.

ધીરે ધીરે જેમ જેમ દિવસો પસાર થતાં જાય તેમ તેમ તાજો ઘાવ હતો તેનાં પર રૂઝ આવવા લાગી હતી. બનેં પરિવાર ફરી એક વાર એક બીજા ને સમજી સાથ સહકાર આપવા લાગ્યાં હતાં. આરવિ અને અનિતા ફરી એક વાર પેલાં જેવા જ દોસ્ત બની ગયા હતા. અનિતા નાં પરિવાર નાં ઘણાં લોકો એવાં પણ જે કહેતાં કે ભાવેશ જતો ગ્યો ને આરવિ ને અનિતા ને એક કરતો ગ્યો છે.

થોડા દિવસો પછી અનિતા અને આરવિ બંને અનિતા નાં ઘરે બેઠાં હતાં. બેઠા બેઠા વાત કરતાં કરતાં અનિતા રડવા લાગી ભાવેશ ની યાદ આવી ગઈ હતી. વાત કરતાં કરતાં અનિતા આરવિ બધી વાત કરવા લાગે છેઃ
અનિતા ને એવું હતું કે આરવિ સામે થી પૂછશે કે આઠ વર્ષ પહેલા તે કેમ આવું કર્યું પણ આરવિ આ બધું યાદ કરવા નહોતી માંગતી હતી. એટલે અનિતા સામે થી જ બધું કહી દે છે. આરવિ હું આવું કાંઈ કરવાં નહોતી માંગતી પણ મારા ઘરે જ મને બધાં હેરાન પરેશાન કરતાં હતાં. ઉપર થી હું કોની સાથે વાત કરુ છું, હું ઊભી છું આવું બધું ધ્યાન રાખતાં હતાં. મને આં બધી વસ્તું થી કંટાળો આવી ગયો હતો એટલે હું મરવા માટે જતી હતી પણ કેહવાય ને કે કરે કોઈક ભરે કોઇક .
એટલે હું ઘરે થી નીકળી તો થોડે દુર મને એક છોકરી મળી તેને મને કીધું ચાલ મારી સાથે એટલે હું તેની સાથે જતી રહી હતી. મને ભાન ન્હોતી કે હું શું કરી રહી છું. મને બસ આં બધાં થી દુર જવું હતું. તેની સાથે ગયાં પછી મને ખબર પડી કે તે કોઈ પરણિત પુરુષ સાથે ઘરે થી ભાગી ને આવી છે. એટલે તેની સાથે મારુ નામ પણ બદનામ થયું હતું.

બસ આટલી વાત કરી બંને રડવા લાગે છે. અનિતા સાવ ભોળી છોકરી હોય અને આરવિ લાગણીશીલ વ્યક્તિ એટલે જે અનિતા કહે તે આરવિ માની લે છે. પણ હજી સુધી આરવિ ને ખબર નથી કે કે અનિતા કહે તે સાચું છે કે ખોટુ ??????

બસ તે વાત આરવિ આગળ વધારવા નહોતી માંગતી એટલે બંને ફરી એક સાથે રેહવા લાગ્યાં હતાં.