The Author Er.Bhargav Joshi અડિયલ અનુસરો Current Read બેનામની કલમે - 1 By Er.Bhargav Joshi અડિયલ ગુજરાતી કવિતાઓ Share Facebook Twitter Whatsapp Featured Books નારદ પુરાણ - ભાગ 48 સનત્કુમારે આગળ કહ્યું, “વિદ્વાન પુરુષે બ્રાહ્મમુહૂર્તમાં ઊઠી... અનોખો પ્રેમ *અનોખો પ્રેમ*પાખીએ રિસ્ટવોચમાં નજર ફેરવી. બપોરના એકને દસ મિન... ફરે તે ફરફરે - 33 સવારના દસવાગે અમે ગાડીમા બેઠા ત્યારે સહુને યાદ કરાવ્યુ...તે... કેટલાક અદ્ભૂત યોગાનુયોગ સંયોગો એ ઘટનાઓની શૃખંલા હોય છે પણ તેને આમ તો એક સાથે કોઇ સંબ... પ્રેમ થાય કે કરાય? ભાગ - 12 ચેતવણીમમ્મી સાંજનાં ટિફિનની તૈયારી કરવામાં લાગી જાય છે. તે ફ... શ્રેણી વાર્તા આધ્યાત્મિક વાર્તાઓ ફિક્શન વાર્તા પ્રેરક કથા ક્લાસિક નવલકથાઓ બાળ વાર્તાઓ હાસ્ય કથાઓ મેગેઝિન કવિતાઓ પ્રવાસ વર્ણન મહિલા વિશેષ નાટક પ્રેમ કથાઓ જાસૂસી વાર્તા સામાજિક વાર્તાઓ સાહસિક વાર્તા માનવ વિજ્ઞાન તત્વજ્ઞાન આરોગ્ય બાયોગ્રાફી રેસીપી પત્ર હૉરર વાર્તાઓ ફિલ્મ સમીક્ષાઓ પૌરાણિક કથાઓ પુસ્તક સમીક્ષાઓ રોમાંચક કાલ્પનિક-વિજ્ઞાન બિઝનેસ રમતગમત પ્રાણીઓ જ્યોતિષશાસ્ત્ર વિજ્ઞાન કંઈપણ ક્રાઇમ વાર્તા નવલકથા Er.Bhargav Joshi અડિયલ દ્વારા ગુજરાતી કવિતાઓ કુલ એપિસોડ્સ : 1 શેયર કરો બેનામની કલમે - 1 (44) 1.2k 5k 1 બેનામની કલમે💐💐 💐💐 💐💐 💐💐 💐💐 💐💐પ્રણયની ગાંઠથી બંધાય છે કેટલાય સબંધ,એ તાંતણે થી ગૂંચવાય છે કેટલાય સબંધ. 💐💐 💐💐 💐💐 💐💐 💐💐 💐💐ઘાવ મળે તોય ક્યાં સહી શકાય છે,વેદનાઓ હવે ક્યાં વર્ણવી શકાય છે;ખુશીઓ ની મોસમ તો ક્યાં સુધીની??મોત પછી થોડું કઈ જીવી શકાય છે.💐💐 💐💐 💐💐 💐💐 💐💐 💐💐લગાવ એ કદર છે કે ગેરહાજરીમાં હાજરી ચાહે છે,નફરત એ કદર છે કે હાજરીથી અકળાઈ જાણે છે.💐💐 💐💐 💐💐 💐💐 💐💐 💐💐ઘટમાં ઘડાય કોઈને તન ને આશ બીજાની,કેવી સહમી જિંદગી કેટલે જઈ અટકવાની.💐💐 💐💐 💐💐 💐💐 💐💐 💐💐ભવનો ભેરુ ભીતર મળે.... વન દીસે વનરાઈ..આતમ ને જો ઓળખી લ્યો ન દીસે ક્યાંય ખાઈ.💐💐💐 💐💐 💐💐💐 💐💐 💐💐💐જો નિભાવી શકે તું આ લાગણીસભર સબંધ ને,તો "બેનામ" હું ઉમ્રભર તારા દિલ માં રહેવા ચાહું છું.💐💐 💐💐 💐💐 💐💐 💐💐 💐💐હજારો ગુના તારા માફ કરી દઉં,લાવ ઘાવ હોય તો સાફ કરી દઉં.💐💐 💐💐 💐💐 💐💐 💐💐 💐💐 તારી જ રુસવાઈ છે તો તું ક્યાંક ગુચવાઈ પણ હશે,તારી આંખોની અસર છે તો તું ક્યાંક લખાઈ પણ હશે,💐💐 💐💐 💐💐 💐💐 💐💐 💐💐હું ક્યાં અંગત છું જે કોઈ વેદના ને વીંઝી શકું..આ તો તમે મળ્યા ને જાણે અમે વૈદ બની ગયા.💐💐 💐💐 💐💐 💐💐 💐💐 💐💐સંઘર્ષ છે અહીં ખુદથી,ને ખુદથી જ યુદ્ધની તૈયારી;સમયનાં બાણ છોડવા છે,ને ગાંડીવ હાથમાં લાગે છે ભારી.💐💐 💐💐 💐💐 💐💐 💐💐 💐💐આસન નથી એક સ્ત્રીને માનભંગ થઈ ને જીવી લેવું પણ,અનકહ્યા દર્દો ને જાણવા છતાં એ મૌં સિવી લેવું પણ...💐💐 💐💐 💐💐 💐💐 💐💐 💐💐હસતી આંખોમાંથી લાગણીના આંસુઓ છલકાય છે,"બેનામ" એના પછી જ તો દર્દ એ ગઝલ ને લખાય છે.💐💐 💐💐 💐💐 💐💐 💐💐 💐💐નાવનાં સાચા પાઠ તો અમને મજધારે મળ્યા,બેનામ અજવાળાના વેદ અમને અંધારે મળ્યા..💐💐 💐💐 💐💐 💐💐 💐💐 💐💐તમને જોયા પછી ખુદનેય ભૂલી બેસાય છે,અમને ક્યાં ખબર છે કે દિવસે ચાંદ દેખાય છે..💐💐 💐💐 💐💐 💐💐 💐💐 💐💐કંઇ નથી છૂટતું, કોઈથી એ આ જગતમાં,વ્યથાઓની વાટોને કોઈ અંત નથી હોતો..💐💐 💐💐 💐💐 💐💐 💐💐 💐💐આ શબ્દો કેરી કટારી એ અગણિત વાર કર્યા છે,કેમ કહું કયા અને કેટલા સ્વપ્નોને તાર તાર કર્યા છે.💐💐 💐💐 💐💐 💐💐 💐💐 💐💐તુ ક્યારેય પણ ચાહતની સિફત ને સમજી ન શકી,આંગણે તારે આવ્યો પણ તું ક્યારેય ઓળખી ન શકી.💐💐 💐💐 💐💐 💐💐 💐💐 💐💐ચાલ એક પ્રેમ વૃક્ષ વાવું,હૃદયને ક્યારે એને રોપાવું;લાગણીનું કેરું ખાતર નાખી,સ્નેહનું એમાં હું પાણી પાવું.💐💐 💐💐 💐💐 💐💐 💐💐 💐💐તને લાગે છે કે હું મોજમાં મદમસ્ત છું,વિડંબણા છે કે હું દર્દમાં અસ્તવ્યસ્ત છું.💐💐 💐💐 💐💐 💐💐 💐💐 💐💐સ્તબ્ધ છું, ખામોશ છું, નિજ સામે જ અશબ્દ છું,"બેનામ" લાગણીઓથી ઘેરાયો છું માટે નિશબ્દ છું.💐💐 💐💐 💐💐 💐💐 💐💐 💐💐હું મારા મનની વેદના વર્ણવું છું,અને એ શબ્દો ને દાદ આપે જાય છે.💐💐 💐💐 💐💐 💐💐 💐💐 💐💐 Thank you 😊 ....✍️ Er. Bhargav Joshi "benaam"💐💐 💐💐 💐💐 💐💐 💐💐 💐💐 મારી શાયરી વાંચી અને તમારો અભિપ્રાય જણાવજોજેથી હું મારા શબ્દો વડે રચનાને ન્યાય કરી શકું.આભાર દોસ્તો. 😊😊 👍 [ વધુ આવતા ભાગમાં ] Download Our App