બેનામની કલમે - 1 Er.Bhargav Joshi અડિયલ દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

બેનામની કલમે - 1

બેનામની કલમે

💐💐 💐💐 💐💐 💐💐 💐💐 💐💐

પ્રણયની ગાંઠથી બંધાય છે કેટલાય સબંધ,
એ તાંતણે થી ગૂંચવાય છે કેટલાય સબંધ.

💐💐 💐💐 💐💐 💐💐 💐💐 💐💐

ઘાવ મળે તોય ક્યાં સહી શકાય છે,
વેદનાઓ હવે ક્યાં વર્ણવી શકાય છે;

ખુશીઓ ની મોસમ તો ક્યાં સુધીની??
મોત પછી થોડું કઈ જીવી શકાય છે.

💐💐 💐💐 💐💐 💐💐 💐💐 💐💐

લગાવ એ કદર છે કે ગેરહાજરીમાં હાજરી ચાહે છે,
નફરત એ કદર છે કે હાજરીથી અકળાઈ જાણે છે.

💐💐 💐💐 💐💐 💐💐 💐💐 💐💐

ઘટમાં ઘડાય કોઈને તન ને આશ બીજાની,
કેવી સહમી જિંદગી કેટલે જઈ અટકવાની.

💐💐 💐💐 💐💐 💐💐 💐💐 💐💐

ભવનો ભેરુ ભીતર મળે.... વન દીસે વનરાઈ..
આતમ ને જો ઓળખી લ્યો ન દીસે ક્યાંય ખાઈ.

💐💐💐 💐💐 💐💐💐 💐💐 💐💐💐

જો નિભાવી શકે તું આ લાગણીસભર સબંધ ને,
તો "બેનામ" હું ઉમ્રભર તારા દિલ માં રહેવા ચાહું છું.

💐💐 💐💐 💐💐 💐💐 💐💐 💐💐

હજારો ગુના તારા માફ કરી દઉં,
લાવ ઘાવ હોય તો સાફ કરી દઉં.

💐💐 💐💐 💐💐 💐💐 💐💐 💐💐

તારી જ રુસવાઈ છે તો તું ક્યાંક ગુચવાઈ પણ હશે,
તારી આંખોની અસર છે તો તું ક્યાંક લખાઈ પણ હશે,

💐💐 💐💐 💐💐 💐💐 💐💐 💐💐

હું ક્યાં અંગત છું જે કોઈ વેદના ને વીંઝી શકું..
આ તો તમે મળ્યા ને જાણે અમે વૈદ બની ગયા.

💐💐 💐💐 💐💐 💐💐 💐💐 💐💐

સંઘર્ષ છે અહીં ખુદથી,
ને ખુદથી જ યુદ્ધની તૈયારી;

સમયનાં બાણ છોડવા છે,
ને ગાંડીવ હાથમાં લાગે છે ભારી.

💐💐 💐💐 💐💐 💐💐 💐💐 💐💐

આસન નથી એક સ્ત્રીને માનભંગ થઈ ને જીવી લેવું પણ,
અનકહ્યા દર્દો ને જાણવા છતાં એ મૌં સિવી લેવું પણ...

💐💐 💐💐 💐💐 💐💐 💐💐 💐💐

હસતી આંખોમાંથી લાગણીના આંસુઓ છલકાય છે,
"બેનામ" એના પછી જ તો દર્દ એ ગઝલ ને લખાય છે.

💐💐 💐💐 💐💐 💐💐 💐💐 💐💐

નાવનાં સાચા પાઠ તો અમને મજધારે મળ્યા,
બેનામ અજવાળાના વેદ અમને અંધારે મળ્યા..

💐💐 💐💐 💐💐 💐💐 💐💐 💐💐

તમને જોયા પછી ખુદનેય ભૂલી બેસાય છે,
અમને ક્યાં ખબર છે કે દિવસે ચાંદ દેખાય છે..

💐💐 💐💐 💐💐 💐💐 💐💐 💐💐

કંઇ નથી છૂટતું, કોઈથી એ આ જગતમાં,
વ્યથાઓની વાટોને કોઈ અંત નથી હોતો..

💐💐 💐💐 💐💐 💐💐 💐💐 💐💐

આ શબ્દો કેરી કટારી એ અગણિત વાર કર્યા છે,
કેમ કહું કયા અને કેટલા સ્વપ્નોને તાર તાર કર્યા છે.

💐💐 💐💐 💐💐 💐💐 💐💐 💐💐

તુ ક્યારેય પણ ચાહતની સિફત ને સમજી ન શકી,
આંગણે તારે આવ્યો પણ તું ક્યારેય ઓળખી ન શકી.

💐💐 💐💐 💐💐 💐💐 💐💐 💐💐

ચાલ એક પ્રેમ વૃક્ષ વાવું,
હૃદયને ક્યારે એને રોપાવું;

લાગણીનું કેરું ખાતર નાખી,
સ્નેહનું એમાં હું પાણી પાવું.

💐💐 💐💐 💐💐 💐💐 💐💐 💐💐

તને લાગે છે કે હું મોજમાં મદમસ્ત છું,
વિડંબણા છે કે હું દર્દમાં અસ્તવ્યસ્ત છું.

💐💐 💐💐 💐💐 💐💐 💐💐 💐💐

સ્તબ્ધ છું, ખામોશ છું, નિજ સામે જ અશબ્દ છું,
"બેનામ" લાગણીઓથી ઘેરાયો છું માટે નિશબ્દ છું.

💐💐 💐💐 💐💐 💐💐 💐💐 💐💐

હું મારા મનની વેદના વર્ણવું છું,
અને
એ શબ્દો ને દાદ આપે જાય છે.

💐💐 💐💐 💐💐 💐💐 💐💐 💐💐

Thank you 😊
....✍️ Er. Bhargav Joshi "benaam"

💐💐 💐💐 💐💐 💐💐 💐💐 💐💐

મારી શાયરી વાંચી અને તમારો અભિપ્રાય જણાવજો
જેથી હું મારા શબ્દો વડે રચનાને ન્યાય કરી શકું.
આભાર દોસ્તો. 😊😊 👍


[ વધુ આવતા ભાગમાં ]