ભોળપણ Chandani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ભોળપણ

શું ભોળપણ ખાલી બાળકમાં જ હોય છે? કે પછી ગાંડા માણસની નાદનીમાં જ હોય છે? અરે! એ દરેક વ્યક્તિ નાદાન અને ગાંડી જ થઈને જેને ખબર હોય કે આગળ ખાડો છે તો પણ એમાં પડવા જાય. બાળપણમાં જ ભોળું હોય વ્યક્તિ એવું મને આજનાં બાળકો ને જોતાં થોડું અસ્વિકૃત લાગે.

આજકાલ બાળકો ભોળા કરતાં અડવિત્રા વધારે હોય છે. ભોળપણ તો એ દરેક વ્યક્તિમાં છે જે આગળ જતાં માઠું થશે એ જાણતાં પણ એજ રસ્તે આગળ વધે. એક વ્યક્તિને પરિવાર માટે ખૂબ પ્રેમ. સામે પરિવારનાં એક પણ સદસ્ય એને ના પ્રેમથી બોલાવે કે ના માન આપે. પણ એ તો બસ મારે મારી ફરજ બજાવવાની. બધાનું લાલનપાલન કરવાનું, તકેદારી રાખવી, ઈચ્છાઓ અને મોજશોખ પૂરા કરવા આ બધી નાની મોટી ફરજો એ વ્યક્તિ નિખાલસ ભાવથી બજાવે. એને મન એનો પરિવાર જ સર્વસ્વ. પરિણામે છેલ્લાં સમયે ભગવાને એને ખૂબ જ સુંદર મૌત આપ્યું. અરે વીત્યાં વિના મૌત મળે એ ક્યાં વૈકુંઠ થી ઓછું છે. અને એ ભોળાં વ્યક્તિઓના કેસમાં થાય જ સાહેબ.

અવે આપણાં મહાદેવની જ વાત કરું. કેટલોય લાલચી કપટી અને પાપી માણસ પણ માત્ર સાચા હૃદયથી એમને પોકારે એટલે આપણાં મહાદેવ બધું વિસરીને એની મનોકામના પૂરી કરવા હાજર. પછી એ બલી હોય કે રાવણ. એમને મન સૌ સમાન. એ ક્યાં બેઠાં બેઠાં ગણે જ છે કે આ વ્યક્તિએ મને આટલા બિલ્વ પત્ર અર્પણ કર્યા તો એને સોનાનો મહેલ અને આ વ્યક્તિએ બે ચાર ઓછાં કર્યા તો એને ઝૂંપડી. અરે, આપણે ખોબો માંગવા હાથ ધરીએ અને ભલે ને પછી સુખમાં વિસરી માત્ર સંકટમાં એમને યાદ કરીએ પણ મહાદેવ તો આપણાં ભોળાનાથ છે. એ આપણને સાગર આપવા બેઠાં છે. બસ તમે ભોળાં ભાવે એમની શરણમાં જાવ એટલે ભોળાનાથ તમારાં.

ભોળપણનું કંઇક આવું જ હોય. કોઈ એકદમ ન્યોચ્છાવર થઈ જાય બધું ભાન ભૂલી જાય. બસ યાદ હોય તો માત્ર એટલું જ કે ભલે મને સામે કંઈ ન મળે પણ મારે દિલ ખોલીને મારું કામ કરવું જ છે.

અમુક વ્યક્તિ ભોળપણમાં કેટલું બધું બોલી જાય અને પછી એને પસ્તાવો થાય કે આ મારાથી ખોટું થઈ ગયું. ત્યારે અમુક વ્યક્તિ એટલી ભોળી હોય કે એ જ્યાં એના બોલવાની જરૂર હોય ત્યાં પણ મૌન રહે એ વિચારીને કે ક્યાંક સંબંધ પર પ્રશ્ન ઊભો ન થાય કે સંબંધ ખોરવાઈ ન જાય. ડગલે અને પગલે અમૂક વ્યક્તિ હળધૂત થતી હોય તો પણ ફરી એ ત્યાં જાય કારણકે પ્રેમનો સંબંધ એને મજબૂર કરે એમ કરવા. પણ આ પણ ભોળપણ જ છે.

સૂઝ દરેક વ્યક્તિમાં હોય છે કે ક્યારે કોણ કટાક્ષમાં બોલે છે, કોણ સારી રીતે બોલે છે. છતાં પણ જો વ્યક્તિ સમ્માન નું ન વિચારી સંબંધ પર ભાર મૂકે એટલે એ મૂર્ખ, બુદ્ધિ વગરનો નહીં પરંતુ ભોળો હોય છે.

ભોળપણ ક્યારેક એવું ખોટું પગલું ભરાઈ દે છે કે અકલ્પિત પરિસ્થિતિ સર્જાય છે અને એનાં પરિણામ માઠાં હોય છે. ભોળા વ્યક્તિને પણ ક્યારેક લાગે કે શું કામ મને ભગવાને ચબરાક ચતુર અને ચાલક ના બનાવી? શા માટે આમ રોજબરોજ કોઈ આવતાં જતાં મને સંભળાવી જાય, મારી મશ્કરી ઉડાવી જાય? પણ એનું ભોળપણ એને પાછું ત્યાં જ લઈ આવે છે. હશે, ભલે, જવાદે. મેં કોઈનું ખોટું નથી કર્યું ને? બસ. ભગવાન ખરાબ કરવા વાળને જોઈ લેશે. મારે કોઈની સાથે ખરાબ વર્તન નથી કરવું. અને આજ એનું ભોળપણ.