પ્રિયતમા Hetal Savaliya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રિયતમા

શીતલ ઘર નું કામ પરવારી નવરી થઈ ને ફોન હાથ માં લઇ ને મેસેજ લખે છે અને લખતા ત્યાં જ અટકી જાય છે અને બધું પાછું ભૂસી નાખે અને તેના કામમાં પાછી લાગી જાય છે. શીતળ અને અજય ના લગ્ન ના છ વર્ષ થઈ ગયા હતા.તેમને સંતાન મા એક પુત્ર અને પુત્રી પણ હતા બંને એક બીજા ને પ્રેમ પણ કરતા હતા.અજય દેખાવ પણ સારું અને સંસ્કારી છોકરો હતો.તે શીતલ ની બધી ઈચ્છા પુરી કરતો.તેને હંમેશા ખુશ રાખતો.અને શીતલ પણ ખુબ સંસ્કારી હતી.ઘર ના દરેક વ્યક્તિ નો તે ધ્યાન રાખતી.બધા ને માન સન્માન આપતી.અજયનું પણ એટલું જ ધ્યાન રાખતી.આ બધા વચ્ચે તે આજે પણ કોઈ ને યાદ કરતી હતી તે હતો સૌમ્ય. આમ તો તે અને સૌમ્ય બંને સ્કુલ મા સાથે હતા.ત્યારે તેવો કઈ ખાસ મિત્ર ના હતા બંને સામેસામી જ બેન્ચ પર બેચતા. સ્કુલ પુરી થઈ બંન્ને કોલેજ મા સાથે થઈ ગયા. બંને ના ગ્રુપ વચ્ચે ક્યારેક ક્યારેક થોડા મીઠા ઝઘડા થતા.બંને એક જ બસ મા કોલેજ જતા. એકબીજા ને જોતા પણ ત્યારે ખબર નહોતી કે આ પ્રેમ છે. થોડા મિત્રો બન્યા.હજી તો તેમની મિત્રતા થઈ ત્યાં જ તેમની કોલેજ નું ભણતર પૂરું થયું અને બંને ફરી અલગ થયા. હવે સૌમ્ય નોકરી કરવા લાગ્યો અને શીતલ ઘરકામ શીખવા લાગે.બંનેનું વાત કરવા નું પણ બંધ થઈ ગયું. એક દિવસ અચાનક શીતલના ફેચબુક પર સૌમ્ય નો મેસેજ આવ્યું. અને ફરી પાછી મિત્રતા થઈ હવે તો એટલે નજીક આવી ગયા હતા કે બંને એકબીજા ના મેસેજ ની રાહ જોતા હોય.સૌમ્ય હંમેશા શીતલ ને પ્રિય આત્મા કઈ ને બોલાવતો.બંને ઝઘતા, એકબીજા ને માનવતા, સૌમ્ય શીતલ માટે જાતે શાયરીઓ પણ લખતો.સૌમ્ય શીતળ ને પ્રેમ કરતો. પણ ક્યારેય કેહવાની હિંમત ના કરી,એ ડરતો હતો કે હું વાત કરીશ તો તે ગુસ્સે થઈ વાત કરવાનું બંધ કરી દેશે.એક દિવસ સૌમ્યના મિત્રએ શીતળ ને વાત કરી દીધી કે સૌમ્ય તને પ્રેમ કરે છે.શીતળ આ વાત ની લઈ ને ખુબ જ ગુસ્સે થઈ. પણ તે આ મિત્ર ને ખોવા નોહતી માંગતી. એ પણ જાણતી હતી હું પણ તેને પ્રેમ કરું છે.પણ તેને એ વાત ક્યારેય સૌમ્ય ને બતાવી ના હતી. બંને વાતો મેસેજથી થતી હતી.બંને પાસે એકબીજા ફોન નંબર પણ હતા પણ ક્યારેય વાત ના કરી અને તેવો એ પછી ક્યારેય મળ્યા પણ ના હતા.હજી બંને વચ્ચે વાતો ચાલુ જ હતી. સૌમ્ય તેને પૂછતો કે તું મારી સાથે લગ્ન કરીશ? શીતળ મજાક મજાક તેને ના પાડતી. મન માં તે પણ તેને સાથે લગ્ન કરવા માગતી હતી. તેને કેહવા પણ માંગતી હતી કે હું તને પ્રેમ કરું છું પણ યોગ્ય સમય ને રાહ જોતી હતી.એક દિવસ શીતળનો ફોન તેના પપ્પા ના હાથ માં આવી ગયો. શીતળ ને ખબર પડી ગઈ પપ્પા બધું જાણી ગયા હસે કેમ કે સૌમ્ય તેને પ્રિય આત્મા, ડાર્લીગ કહીને મેસેજ કરતો. પણ પપ્પા એ સમયે માત્ર એમ જ કહયું હતું મને કોઈ વાંધો નથી તું તેને સાથે વાત કરે.પણ મારે ક્યારેય સમાજ સામે નીચે જોઈ ને ના ચાલવું પડે તેવુ કોઈ પગલું ના ભરતી,બેટા. બસ,એટલા શબ્દો થી શીતળ બધું સમજી ગઈ. એ પછી શીતળ તેની સાથે વાત કરવાનું થોડું ઓછું કરી નાખ્યું.તેને સૌમ્ય ને ક્યારેય ના કીધું કે તે પણ પ્રેમ કરે છે.તે જાણતી હતી કે જો તેના પપ્પા તેને સાથે લગ્ન કરવાની ના પાડશે તો સૌમ્ય દુઃખી થશે એટલે તેને નક્કી કર્યું કે આ વાત ક્યારેય સૌમ્ય ને ના કરવી.સૌમ્ય હંમેશા તેને પૂછતો રહયું તેને જવાબ ની રાહ જોતો રહયો. પણ શીતળ દરવખત ની જેમ તે ના જ પાડતી રહી. શીતલ ના પપ્પા એ શીતલ માટે છોકરા જોવાનું ચાલુ કરી દીધું. શીતલે તેના પપ્પા ને એક પણ વાર સૌમ્ય વિશે વાત ના કરી. પાંચ-છ છોકરા જોયા પછી શીતલે અજય હા પાડી દીધી. સૌમ્યને પણ અજય વિશે જણાવી દીધું. સૌમ્ય પણ સમજદાર છોકરો હતો તેને શીતલને એક પણ સવાલ ના કર્યું. હવે, બંન્ને વચ્ચે વાતો થતી પણ ખુબ ઓછી. છ મહિના પછી શીતલ ના લગ્ન પણ થઇ ગયા. હવે શીતલ પણ તેના જીવન માં ખુશ હતી.સૌમ્ય સાથે હવે ક્યારેક જ વાત થતી. હવે સૌમ્યએ પણ લગ્ન કરી લીધા હતા. બંન્ને પોતપોતાની જીવન માં ખૂશ હતા.હવે બંને વચ્ચે એકબીજા ના બર્થડે કે પછી કોઈ ખાસ દિવસ હોય તો જ મેસેજ થતા. શીતલ હંમેશા તેની સાથે વાત કરવા માંગતી, ફોન હાથ પણ લેતી. પછી પાછો રાખી દેતી.તે વિચારતી કે હવે એ પણ તેની જીંદગી માં બધું ભૂલી આગળ વધી ગયો છે અને હું પણ તો પછી જુની યાદો તાજી કરી બંને ના જીવન માં બીજા પ્રશ્નો ઊભા થશે એના કરતાં તેને યાદ જ રેહવા દેવી સારી.પણ તેને એ વાત નું દુઃખ હતું કે તેને ક્યારેય સૌમ્ય ને બતાવ્યું પણ નહી તે તેને પ્રેમ કરે છે અને એ વાત ની ખુશી પણ હતી.
અને આ બધું જ યાદ કરી છેલ્લે એટલું જ બોલતી કે તારી પ્રિય આત્મા હજી પણ તને યાદ કરે છે.
અા હતી સૌમ્ય ની પ્રિયતમા

4/7/20