Hostel Boyz - 17 Kamal Patadiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

  • સોલમેટસ - 3

    આરવ રુશીના હાથમાં અદિતિની ડાયરી જુએ છે અને એને એની અદિતિ સાથ...

શ્રેણી
શેયર કરો

Hostel Boyz - 17

પ્રસંગ 25 : Ring Theory

અમે કોલેજ પ્રશાસનની સામે અવારનવાર વિરોધ નોંધાવતા હોવાથી તેઓ અમારા ક્લાસનું કાઈ નુકસાન ન કરી શકે તે માટે અમારા ક્લાસની અંદર અમે બધાએ એક સિસ્ટમ વિકસિત કરી હતી કે કોલેજ પ્રશાસન તરફથી કોઈ પણ માહિતી કોઈ એક વિદ્યાર્થીને મળે તો તે બીજાને forward કરે, બીજો ત્રીજાને અને ત્રીજો ચોથાને forward કરી દે જેથી દરેક વિદ્યાર્થી પાસે માહિતી પહોચી જાય અને કોઈ એક વિદ્યાર્થી પર બધાને માહિતી forward કરવાનો બોજ આવે નહીં કારણ કે તે સમયે અમારી પાસે મોબાઇલ હતા નહીં, તેથી તાત્કાલિક બધાને માહિતી forward કરવા માટે આ ટેકનીક બહુ જ અસરકારક હતી. આ કોમ્યુનિકેશનની પદ્ધતિને અમે ring theory કહેતા હતા.

અમારા ક્લાસમાં અમે બધાએ એવું વાતાવરણ ઊભું કર્યું હતું કે છોકરાઓ કે છોકરીઓ એકબીજા સાથે હળવાશથી વાત કરી શકતા હતા. આ system થી અમને ઘણો બધો ફાયદો થયો હતો અમે જ્યારે અમારા વતનમાં હોઈએ ત્યારે કોલેજના કોઈપણ ન્યુઝ હોય અમને તરત જ ખબર પડી જતી હતી. જેમકે, નોટબુકની ઝેરોક્ષ કરવાની હોય કે exam ની final date હોય. અમને ઘરબેઠા બધી માહિતી મળી જતી અને અમારે માત્ર બીજા એક friend ને માહિતી જણાવવાની રહેતી. simple અને effective theory હતી.

અમારું કોલેજ શાસન પણ ચકિત થઇ જાતું કે બધા લોકોને એકીસાથે માહિતી કઈ રીતે મળી જાય છે. અમારા ક્લાસનું ગ્રુપ કોલેજના પ્રશાસનથી એક કદમ આગળ ચાલતું હતું અને ગ્રુપમાં પણ એકબીજા પ્રત્યે આદર સન્માનની ભાવના, એકબીજાનું સારું ઇચ્છવાની અને કરવાની ભાવનાથી જ અમારા ગ્રુપનો વિશ્વાસ વધારે મજબૂત બનતો હતો. અમે બધા વિદ્યાર્થીઓ જુદા જુદા બેકગ્રાઉન્ડમાંથી આવતા હોવા છતાં શરૂઆતથી જ અમારું ગ્રુપ એક મજબૂત ચટ્ટાનની જેમ ઉભું હતું.

અમે બધા જેટલી એકબીજાની મજાક મસ્તી કરતા તેટલું જ એકબીજાનું સન્માન પણ જાળવતા એટલે જ અમારા ક્લાસ જેવી unity બીજા કોઈ ક્લાસમાં નહોતી. કોલેજકાળ દરમિયાન અમે જો કાઈ પ્રાપ્ત કર્યું તો તે અમારી unity હતી કારણ કે તેને લીધે અમારા ઘણા problems નું solutions મળી શકયું હતું. Ring theory ને કારણે અમે કોઈ પણ પરિસ્થિતનો સામનો આરામથી કરી શકતા હતા. અમારુ વર્ષ રમત-રમતમાં કઈ રીતે પૂરું થઈ ગયું તે અમને ખબર જ ન પડી.

પ્રસંગ 26 : 31st ડિસેમ્બરના દિવસે રંગોલી પાર્કમાં પાર્ટી

અમારુ ગ્રુપ આમ તો, સીધું, સાદું અને સરળ હતું અને ગ્રુપમાં કોઇને ખોટા ખર્ચો ના થાય તેનું ધ્યાન રાખતા હતા સામાન્ય રીતે 31st ડિસેમ્બરના રોજ ઉજવણીનો માહોલ હોય છે. 31st ડિસેમ્બર આવવાની હોવાથી બધા પાર્ટીની ઉજવણીના પ્લાન કરવામાં લાગી ગયા. તે સમયમાં, પશ્ચિમી સંસ્કૃતિના તહેવારો ભારતમાં ઉજવવા માંડ્યા હતા અને યુવાધનને આ ઉત્સવ ઉજવવામાં વધારે ઉમંગ અને ઉત્સાહ હતો અમારા કોલેજ પ્રશાસને પહેલેથી જ આ ઉજવણી રદ કરી હતી પરંતુ અમારા ક્લાસમાં પણ અન્ય લોકોની જેમ થર્ટી ફસ્ટ ઉજવવાનો જોશ અને ઉત્સાહ હતો. તેથી કોલેજ પ્રશાસનના નિયમોનો ઉલ્લંઘન કરવાનું નક્કી હતું. અમારા ક્લાસનો નિયમ હતો કે એક વખત જે નક્કી થઈ જાય તે કરીને જ રહેતા અને તે કરવા માટે અમે જી-જાન લગાડી દેતા. અમારા ક્લાસમાં unity ને લીધે બધા સર્વ સંમતિથી માની પણ લેતા તેમાં વિરોધનું સ્થાન રહેતું નહિ. આમેય, યુવાધન સામે કોઈ નિયમ કેટલી વખત ટકી શકે ??

અમે બધાએ થર્ટી ફસ્ટ hotel રંગોલી પાર્ક, કાલાવડ રોડ પર ઉજવવાનું નક્કી કર્યું. તે સમયે અમારે કોઇ પણ પ્લાન કરતા પહેલાં કોલેજની મંજૂરી લેવી જરૂરી હતી પરંતુ આ વાતની જાણ અમને નહોતી અને ખરેખર તો, અમને એ બાબત જરૂરી પણ ન લાગી. અમે તો અમારી મોજ મસ્તીમાં પિરિયડ બંક કરી અને રંગોલી પાર્કએ ઉજવણી કરવા પહોંચી ગયા. અમોએ ત્યાં એકબીજા સાથે જુદી જુદી રમતોનો ભરપૂર આનંદ માણ્યો. અમે બધાએ મજાક મસ્તી કરીને વાતાવરણને એકદમ હળવુંફૂલ બનાવી દીધુ હતું. વિદ્યાર્થીઓની, વિદ્યાર્થીનીઓની તથા પ્રોફેસરોની મિમિક્રી કરી હતી. રમતો પત્યા પછી અમે બધાએ સાથે રંગોલી પાર્કમાં dinner લીધું હતું અને પછી બધા રાત્રે રેસકોર્સ રિંગરોડ ઉપર love bite કોફી શોપની સામે રેસકોર્સની પાળે બેસીને આવતા જતા લોકોની મિમિક્રી કરીને ટાઈમ પસાર કરતા હતા.

થર્ટી ફર્સ્ટના રાત્રે 12 વાગ્યે અમે એકબીજાને wish કરીને છુટા પડ્યા અને હોસ્ટેલ તરફ રવાના થયા. આ રીતે થર્ટી ફર્સ્ટનો દિવસ અમારા માટે યાદગાર બની ગયો હતો.

ક્રમશ: