Featured Books
શ્રેણી
શેયર કરો

સ્કૂલ લાઈફનો પ્રેમ-ભાગ 3



♡♥♡♥♡♥♡♥♡♥♡♥♡♥♡♥♡♥♡♥♡♥♡♥♡♥♡


આજે બુધવાર હતો. દર બુધવારે સ્કૂલમાં યુનિફોર્મ ને બદલે રંગીન કપડાં પહેરીને આવાનો નિયમ હોય છે અને એટલે જ બુધવાર છોકરીઓ ને ખૂબ ગમે છે.

આજે શાળાનો ત્રીજો જ દિવસ હોવાથી બધી છોકરીઓ ખૂબ જ તૈયાર થઈ ને આવે છે.

આજે પરી બ્લેક જિન્સ ઉપર સફેદ રંગનુ ટીસટૅ , વાળમા ઉંચી પોની વાળેલી અને એકદમ સિમ્પલ છતા સુંદર દેખાય રહી હતી એના ગૌરવણૅને સફેદ રંગ સાદગી પૂવૅક નિખારી રહ્યો હતો.

બીજી બાજુ ધ્રુવ પણ આજે બ્લેક પેન્ટ અને સફેદ રંગનો શટૅ પહેરીને આવ્યો હતો. બંને એક બીજાને જોઈને થોડો અચરજ પામ્યા.

અને આ જોઈને તેજલ, ઈશા, કાજલ અને ખુશી ને પરીને ચીડાવીને હેરાન કરવાનો મોકો મળી ગયો હતો.

કાજલ: ઓહો... શું વાત છે કાલે નક્કી કરીને જ આવ્યા હતા કે સેમ સેમ કપડાં પહેરીસુ.

પરી : બસ હવે... આ એમજ અજાણતા થઇ ગયું. અને આખી સ્કુલમાં આજે કેટલાકે બ્લેક, વાઈટ પહેરયુ હશે તો શું બધાને કેવા જઈશ તુ?

તેજલ :
" તેરે દિલસે મેરે દિલકા... રિશ્તા પુરાના હૈ "

બધા હસવા લાગે છે પરી સિવાય.
આજે પહેલો તાસ રૂપલ ટિચરનો હતો એટલે બધા ખુશ હતા કેમ કે રૂપલ ટીચર એકદમ શાંત સ્વભાવ વાળા ગમે એટલી મસ્તી, વાતો કરીલો કોઈ દિવસ મારે નહી , ખિજ્વાય પણ નહીં.

રૂપલ ટીચર બધાને પિન પેજ ફાડીને અગત્યની નોધ લખવાનું કહે છે.

તેજલ : પરી પિન પેજ આપને.

માનસી : મને પણ આપજેને.

પરી : હા મારા પપ્પા ને નોટબુક ની ફેકટરી રયી ને એટલે બધાને દાન કરુ .

આ બાજુ ધ્રુવ નું ધ્યાન પરી ઉપર જ હતું. હવે તો આ રોજનું થઈ ગયું હતું. ધ્રુવ નું ધ્યાન આખો દિવસ સ્કૂલમાં પરી પર જ રહેતું. છુટ્ટી ટાઈમ રોજ ધ્રુવ તેને ચુડેલ ચુડેલ કહીને ચિડાવતો અને આખો ક્લાસ ના બધા સ્ટુડન્ટ ને હવે એવું જ લાગી રહ્યું હતું કે બંને એકબીજાને પ્રેમ કરે છે. આ વાત સાચી જ હતી ધ્રુવ ને પરી હવે ખુબ જ ગમતી હતી પણ તે પરી ને પોતાના પ્રેમ નો ઈકરાર કરી શકતો નહિ. ધ્રુવના બધા ફેન્સ તેને આ વાત કહેવા ખુબ ફોર્સ કરતા પણ તેની કહેવાની હિંમત થતી જ નહીં.

બીજી બાજુ પરી પણ હવે ધ્રુવ ને પસંદ કરવા લાગી હતી પણ ક્લાસમાં બધા તેને વધારે ચીડાવીને હેરાન કરશે અને વધારે કઈ થયું તો બધા સર ટીચર અને ઘરે ખબર પડી જશે તો લોકો શું વિચારશે આમ વિચારી પરી હવે ધ્રુવ થી દૂર દૂર જ રહે છે.

" આજે તો તારા પ્રેમ નો ઈકરાર હુ કરીશ જ આખા ક્લાસ ની વચ્ચે ઘુલા " વિવેક ધ્રુવના કાનમા ધીરે થી કહ્યુ.

" ભણવામા ધ્યાન આપ ને ચાલુ ક્લાસમાં પણ તને લવરીયા વાતો કરવી છે "ધ્રુવ થોડા કડક અવાજ મા કહ્યુ તે પોતાના પ્રેમ નો ખુલાસો કરવા નતો માગતો.

"હા હવે ભાઈ ને ભણવું છે આખો દિવસ એના સામુ ચાલુ ક્લાસમાં જોયા કરે ત્યારે ભણતર નથી બગડતુ "વિવેક હોંશિયારી મારતા કહ્યુ.

"આપડુ ગ્રુપ હમના કોઈ જગ્યા ફરવા નથી ગયું ચાલો કોઈ સારો પ્લેન બનાવીયે મારી બથૅડે નજીક જ છે ત્યારે રાખીએ કુછ તુફાની કરતે હે "ધ્રુવ વાત નો ટોપિક બદલવા માટે કહ્યુ.

" બકા તુફાન આજે રિસેસ મા આવાનુ જ છે જોઈ લેજે ત્યારે "વિવેક હસતા હસતા કહ્યુ.

♡♥♡♥♡♥♡♥♡♥♡♥♡♥♡♥♡♥♡♥♡♥♡♥♡♥♡

મારી સ્ટોરી ના ભાગ 500 શબ્દોનો જ હોય છે અને નેક્સ્ટ પાટૅ અપલોડ કરવામાં વાર લાગી તો આ બે માટે માફી માંગુ છુ હવેથી અઠવાડિક અેક ભાગ હુ જરુર મુકિશ અને હુ પહેલી વાર લખી રહી છુ તમારા મંતવ્યો મને કોમેન્ટ કરી જરુર કહેશો અને મારી ભુલો પણ જણાવશો.