( પહેલી વાર લખવા જઈ રહી છું આ લવ સ્ટોરી સાચી હકીકત છે જે મારી ફેન્ડ સાથે બનેલી છે તેની મંજૂરીથી આપની સમક્ષ રજૂ કરી રહુ છું આશા છે કે તમને ગમશે. લખવામાં કોઈ ભૂલચૂક આવે તો મને જણાવશો. મારાથી શક્ય બને એટલી સારી રીતે લખવાની કોશિશ કરીશ.)
♡♥♡♥♡♥♡♥♡♥♡♥♡♥♡♥♡♥♡♥♡♥♡♥♡♥♡♥♡♥
શાળાનું વેકેશન પતી ગયું હતું. વેકેશન પછીનો આજે શાળાનો પહેલો દિવસ છે માટે પરી આજે 5 વાગ્યે ઉઠી જાય છે. પરીને આજે શાળામા 6 વાગે જ પહોંચી જવુ હતું. આમ તો શાળાનો સમય સવારે 7 થી બપોરે 12 વાગ્યાનો છે.
પરી પાંચમા ધોરણમાં પ્રવેશવાની છે. પણ આજે આટલા દિવસ પછી પોતાની બે બેસ્ટ ફ્રેન્ડ ઈશા અને તેજલને મળવાની છે એના માટે જ પરી શાળામાં જલ્દી જવા નીકળે છે.
પરી શાળામાં પહોંચી જાય છે. સૌથી પહેલાં તે ઈશા અને તેજલને મળવા માટે આમતેમ શોધે છે પણ ઈશા કે તેજલ બે માંથી હજી કોઈ આવ્યું નથી માટે તે રાહ જોવે છે.
ક્લાસમા તે એકલી જ બેઠી છે છોકરીઓ મા તેના સિવાય કોઈ આવી નથી. 2-3 છોકરાઓ હોય છે તેઓ બહાર મેદાનમાં જતા રહે છે.
હવે ધીમે ધીમે આખો ક્લાસ ભરાઈ જાય છે. કેટલાક નવા સ્ટુડન્ટ પણ આવ્યા હોય છે. ઈશા અને તેજલ આવી જાય છે. તે બંને પરીને ગલે લાગી જાય છે.

પરી: અરે યાર તમે બંનેને આટલી વાર કેમ લાગી....? હુ કયારની રાહ જોવ છું.
તેજલ: ઈ.... તો અમે
ત્યાં કાજલ આવી જાય છે જે ચોથા ધોરણમાં ક્લાસની મોનિટર હોય છે.
કાજલ:(ઈશા સામે જોઈને) શુ પરિ તુ પણ આજે તો પહેલી વાર આટલી જલ્દી સ્કૂલ આવી છે બાકી આ બેન તો આખી પ્રાથના પતી જાય ત્યારે જ દશૅન આપે.
આ સાંભળતા પરી અને તેજલ હસવા લાગે છે.
ઈશા: બસ તમે લોકો મારી મજાક ના ઉડાવો. અમે સ્કૂલ પાસેના મંદિરમાં ગયા હતા.
આટલી વાત થાય છે ત્યા પ્રાથના માટે બેલ પડી જાય છે અને બધા પોત પોતાની જગ્યા પર બેસી જાય છે. પ્રાથના પુરી થયા બાદ અજયસર ક્લાસમા પ્રવેશે છે
અને નવા આવેલા સ્ટુડન્ટને સ્કૂલના નિયમો વગેરે સમજાવે છે. તેમાનો એક હતો ધ્રુવ. ખુબ મસ્તીખોર એમાય છોકરીઓ જોડે મસ્તી કરવામાં તો એનો પેલો નમ્બર, ભણવામાં મીડીયમ પણ અંગ્રેજીમાં તો એને કોઈના પુગી શકે એમાય ડાન્સ કરવાની કળા તો જાણે જન્મથી તેના આખા શરીરમાં કુટી કુટીને ભરી હોય દેખાવમાં પણ એટલો જ હેન્ડસમ છે.
હવે બધી ચર્ચા પૂરી થઈ જાય છે પછી ક્લાસમા મોનિટરની ચુટણી કરવામાં આવે છે.
મોનિટરની ચૂટણી થાય..............
હવે આગળ
જેને મોનિટર બનવાની ઈચ્છા હતી તેમને પોતાના નામ લખાવ્યા.
પરિ સ્વભાવે ખૂબ શાન્ત ઓછુ બોલવાની ટેવ તેને કોઈ જોડે જગડો કે માથાકૂટ કરવી જરાય ગમતું નહી. જેવુ એનુ નામ એવી જ પરી જેવી દેખાવડી હતી. તેને ફેશન કરવી ગમતી નહી પણ સાદગીમા તે બધાંને આકૅષક લાગતી.
પરી અને તેજલને આ ચૂંટણીમાં કોઈ રસ નથી તે બંન્ને ચાલુ ક્લાસમાં છુપાઈને નાસ્તો કરે છે અને વાતો કરે છે.
તેજલ: કાલે સસુરાલ સિમરકામા સિમર માખી બનીને ઊડતી
હતી જોયેલું અને આજે મહાએપિસોડ આવાનો છે.
પરી: તુ હજી સિરિયલમાં જ અટકેલી છે આના કરતા
ડિસ્કવરી જોતી હોય તો...
તેજલ: રાણીને બેઠા બેઠા આ જ કરવાનુ હોય ડિસ્કવરી તે
વળી કોન જોવે?
પરી: કોણ રાણી?
તેજલ: હુ બીજી કોણ આમા પૂછવાનું શું હોય આખા ક્લાસ
ને ખબર છે.
પરી: (હસતા હસતા) તમે અને રાણી મોઢું જોયુ છે પેલા
રાણી નહિ પણ ધોળી ધાણી જેવી લાગે છે.
તેજલ: એકટ્યુઝમી શું કીધું તે...
ત્યા રિસેસનો બેલ પડી જાય છે પરી,તેજલ અને ઈશા પોતાની આદત પ્રમાણે દુકાનમાંથી કુરકુરિયુંના પડિકા લઈને મેદાનમાં આવી વાતોના ગપાટ્ટા મારે છે.
♡♥♡♥♡♥♡♥♡♥♡♥♡♥♡♥♡♥♡♥♡♥♡♥♡♥♡♥♡♥
તમારા પ્રતિભાવ જરૂરથી જણાવશો હજી શરૂઆત છે આગળથી સ્ટોરી ખૂબ રસપ્રદ બનતી જશ.