( પ્રિય વાંચક મિત્રો, ખૂબ ખૂબ ધન્યવાદ અને આભાર, માતૃભારતી ટીમનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ.... ભાગ-1 માં આપણે -અહિંસા- નો પરિચય મેળવ્યો, હવે આપણે સત્ય ને જાણીશું, પીંછાણીશું,ઓળખીશું.)
અમૃતવાણી- ભાગ- 2 ( સત્ય...)
સત્ય.... સત્ય....અને સત્ય.....
સત્ય મેવ જયતે......................સત્યનો જ વિજય થાય છે. અસત્યનો કદાપિ નહીં..............
પ્રસ્તાવના :-
આજના આ યુગમાં સત્ય ની વાત કરવી એ કપરું કામ છે. અને આવું કપરું કામ હું કરવા જઈ રહી છું. તે મારા માટે આનંદની વાત છે. આજે એવો સમય છે, માણસ પોતાના નજીવા સ્વાર્થ માટે પણ જૂઠું બોલતા અચકાતો નથી. ઘણાં લોકોને તો વાત-વાતમાં જાણે કે જૂઠું બોલવાની આદત પડી ગઈ હોય તેમ લાગે છે. પણ તેમાં કોઈનો દોષ પણ નથી, કારણકે આ કલિયુગ છે, તેથીતેનો પ્રભાવ તો લોક- માનસ પર રહેવાનો.કલિયુગનાં પ્રભાવને કારણે તો રાજા પરિક્ષિતે ઋષિનાં ગળામાં મરેલો સાપ પહેરાવી અવિચારી ક્રુત્ય કર્યું હતું. પરિણામે શૌનકઋષિનાં આશ્રમમાંથી રાજા પરિક્ષિતને શાપ મળ્યો હતો કે આજથી સાતમાં દિવસે રાજા પરિક્ષિત નું મ્રુત્યું થશે. આ કથા મહાભારતમાં આવે છે. પરંતુ આપણો વિષય આ કથા નથી તેથી હું મૂળ વાત પર આવું છું. આજે મારે વાત કરવી છે. સત્યની, માત્ર સત્યની જ. આગળનાં પ્રકરણમાં આપણે અહિંસાને વિશે જાણ્યું. આજે અહીં સત્ય વિશે જાણીશું. કારણકે સત્ય બહુ પ્રભાવશાળી હથિયાર છે.તેથી આ સ્ટોરીમાં હું સત્યની વિગતે વાત કરીશ.
સત્યનોઅર્થ :- સત્યનો શબ્દિક અર્થ થાય છે. સાચું, વાસ્તવિક, ખરું, ખરાપણું, તથ્ય, હકીકત. સત્ય વિશેષણ છે. સત્ય પરથી પ્રયોજી શકાય તેવા શબ્દો- તેના અર્થ સાથે આ પ્રમાણે છે.સત્કર્મ= સારું કર્મ, સત્યપ્રેમી= સત્યને પ્રેમ કરનાર, સત્યનું આચરણ કરનાર.સત્યનારાયણ= વિષ્ણુંનું એક નામ,સત્યનિષ્ઠ= સત્યનેવળગી રહેનાર, ગાંધીજી, યુધિષ્ઠિર વગેરે, સત્યનિષ્ઠા=જેની સત્યમાં નિષ્ઠા છે તે, સત્યમાં શ્રધ્ધા,વિશ્વાસ, ભક્તિ વગેરે, સત્યપરાયણ=સત્યને વળગીરહેનાર,સત્પૂત= સત્યથી પવિત્રથયેલું, સત્યની દ્રષ્ટીએ બરાબર ચકાસેલું, સત્યપ્રતિજ્ઞ=સત્યપ્રતિજ્ઞાવાળું,સત્યવચન= બોલ્યું પાળનાર,સત્યપ્રિય=જેને સત્યપ્રિય છે તે,સત્યભામા= સત્રાજિતની પુત્રી, શ્રી ક્રુષ્ણની પટરાણી,સત્યભાષિતા=સત્યબોલનારી,સત્યવક્તા=સત્યબોલનાર, દા.ત. સુભાષચંદ્ર બોઝ,સત્યમૂલક= સત્યમાં જેનું મૂળ છે તે.સતયુગ= ચારયુગો:- સતયુગ,ત્રેતાયુગ,દ્વાપરયુગ,અને કલિયુગ. સતયુગમાં બધું જ સત્ય પર આધારિત હતું, જૂઠ કોને કહેવાય તે જ કોઈને ખબર ન હતી,સત્યવાદી= હંમેશા સત્ય બોલનાર, દા.ત. હરિશ્ચંદ્ર, સત્યાગ્રહ= દરેક પરિસ્થિતિમાં સત્યનો જ આગ્રહ રાખવો અને અન્યાયનો પ્રતિકાર સત્યનાં માર્ગે કરવો, સત્યાચરણ= સત્યનું આચરણ કરવાવાળો, સત્યાર્થપ્રકાશ= સ્વામી દયાનંદસરસ્વતીનો આર્યસમાજનો મૂળગ્રંથ, સત્યાર્થી= સત્યનો અર્થી, સત્યની ચાહનાવાળો...
સત્યનો ઉદ્ભવ:-સત્યનો અને સત્ય શબ્દનો ઉદ્ભવ વેદોમાંથી થયો છે.તેનું પ્રમાણ આ પ્રમાણે છે. ।।“ઋતં ચ સત્યં ચાભીધ્ધાત` તપસોડ્ધ્યજાત`”।।.( ઋગ્વેદ-10/190/1) અર્થાત પ્રજ્વલિત તપથી સત્ય અને યજ્ઞ ઉત્પન્ન થયું.તેનાથી રાત તથા દિવસ ઉત્પન્ન થયા.પછી જલપૂર્ણ સાગરની ઉત્પત્તિ થઈ.આનાથી સૂર્ય- ચંદ્રની ઉત્પત્તિ થઈ.ત્યારબાદ દ્યુલોક,પ્રુથ્વીલોક અને અંતરિક્ષની ઉત્પત્તિ થઈ.અહીં સત્યના સમાનાર્થી શબ્દતરીકે “ઋત” શબ્દ વપરાયેલ છે. વેદમાં ઋત નો અર્થ થાય છે, સત્ય. સ્રુષ્ટિનું મૂળભૂત તત્વ સત્ય છે, તે ઉપરોક્ત મંત્રમાં દર્શવાયું છે.સત્યમાંથી જ સઘળું ઉત્પન્ન થયું છે. તે જ સત્ય આજે હવે માનવીનાં જીવનમાંથી ભૂસાતું જાય છે. ખેદની વાત છે કે આજે માણસ સત્ય તરફથી અસત્ય તરફ જઈ રહ્યો છે.
સત્યની વ્યાખ્યા:- 1.વેદાનુસાર સત્યની વ્યાખ્યા આ પ્રમાણે છે. ઋગ્વેદમાં “ઋત” ની ખૂબજ મનોરમ કલ્પના છે. “ઋત” નો અર્થ થાય છે સત્ય. સત્ય એટલે અવિનાશી સત્તા. આ જગતમાં “ઋત” નાં કારણે જ સ્રુષ્ટિની ઉત્પત્તિ થઈ છે. સ્રુષ્ટિનાં આદિમાં સર્વ પ્રથમ”ઋત” ઉત્પન્ન થયું. (ઋગ્વેદ-3/55/5).
વિશ્વમાં સુવ્યવસ્થા,પ્રતિષ્ઠા,નિયમન્નું કારણભૂત તત્ત્વ ઋત યાને સત્ય જ છે.આ ઋત ની સત્તાને કારણે જ વિષમતાનાં સ્થાન પર સમતાનું, અશાંતિની જગ્યાએ શાંતિનું સામ્રાજ્ય વિરાજમાન છે.દેવતાગણ પણ આ ઋતનાં સ્વરૂપ પ્રમાણે ઉત્પન્ન થયેલાં છે. આ સુવ્યવસ્થાનું કારણ “ઋત” છે. “ઋત” અર્થાત સત્યભૂત બ્રહ્મ. (ઋગ્વેદ-9/108/8) સૂર્ય “ઋત” નો વિસ્તાર કરે છે. નદીઓ “ઋત” ને જ વહન કરે છે. (ઋગ્વેદ-1/105/15) બધા જ દેવતાઓની અંદર બધા કાર્યો માટે આ “ઋત” કારણ્ભૂત સતા જ પ્રવિષ્ટ છે.
2. ઉપનિષદ પ્રમાણે સત્ય:-
“સત્યમેવ જયતિ નાંન્રુતમં, સત્યેન પંથા વિતતો દેવયાન: । યેનાક્રમંત્યઋષયો હ્યાપ્તકામા:યત્ર તત્સત્યસ્ય પરમં નિધાનમ ।। અર્થાત સત્ય દ્વારા જ વિજય પ્રાપ્ત થાય છે. મિથ્યા આડંબરથી નહીં.સત્યથી દેવયાન માર્ગનો વિસ્તાર થાય છે. જેનાં દ્વારા આપ્તકર્મ ઋષિ લોગ આ પદને પ્રાપ્ત કરે છે. જ્યાં તે સત્યનો પરમ નિધાનમ એટલે કે સત્યનો ભંડાર વિદ્યમાન છે. ( મુંડકોપનિષદ- ખંડ-1, મંત્ર-6 ) આપણો મુદ્રાલેખ “ સત્યમેવ જયતે “ છે. તે આમાંથી લેવામાં આવ્યો છે. તે ઉપરાંત સમ્રાટ અશોકે તેનાં શિલાલેખમાં પણ આ લખાવ્યું છે.
3. આ ઉપરાંત સત્યની ઉપાસના કરવાથી જ્યોતિર્મય બ્રહ્મ ને પ્રાપ્ત કરી શકાય છે. તે આ મંત્ર દ્વારા જાણવા મળે છે. “સત્યેન લભ્ય તપસા”... ( મુંડ્કોપનિષદ-ખંડ- 1-5-) અર્થાત આ આત્મા ને સદા, સર્વદા, સત્ય,તપ, સમ્યક જ્ઞાન,અને બ્રહ્મચર્ય દ્વારા પ્રાપ્ત કરી શકાયછે. યોગી જન તેને જોઈ શકે છે.તે જ્યોતિર્મય શુભ આત્મા શરીર ની અંદર રહે છે.
4. સત્યમ પરમમ તપ: । ( મહાભારત )
5. અહિંસા, સત્ય, અક્રોધ, ત્યાગ, શાંતિ જેવા 26 ગુણો દૈવી સમ્પતિને વરેલા મનુષ્યમાં જોવા મળે છે. તેમ ભગવાન શ્રી ક્રુષ્ણ એ કહ્યું છે.( ભગવદ્ગીતા- અધ્યાય-16/1)
6. ગાંધીજીનાં 11 મહાવ્રતો : - જેમાં પહેલું છે, સત્ય,અહિંસા, અપરિગ્રહ, ચોરિ ન કરવી, બ્રહ્મચર્ય, જાત-મહેનત, અસ્પ્રુશ્ય્તા, અભય, સ્વદેશી, સ્વાદ ન કરવો, સર્વ ધર્મ સમભાવ. ગાંધીજીએ ભારત દેશને સત્ય અને અહિંસાના શસ્ત્રો વડે જ આઝાદી અપાવી. તેઓ કાયમ સત્ય અને અહિંસા નાં પૂજારીરહ્યાં..તેઓ કહેતા કે સત્ય ને માટે બધું જ છોડી શકાય,પરંતું કશા ને માટે સત્ય ને છોડી ન શકાય. તેઓ પોતના અસીલ ને પણ કહેતા કે તમારો કેસ જીતવા માટે હું ખોટા પૂરાવાઓ રજૂ કરીશ તેવી અપેક્ષા મારી પાસે ન રાખશો. આમ સત્ય એક મહાન અને શક્તિશાળી શસ્ત્ર છે. જેનાથી અન્યાય સામે લડી શકાય અને જીત મેળવી શકાય તે ગાંધીજી એ આપણને શીખવ્યું....
7. ।। અસતો મા સદ ગમય, તમસો મા જ્યોતિર્ગમય, મ્રુત્યોમાડ્મ્રુતમ્ગમય ।। ( બ્રુહદારણ્યક ઉપનિષદ ) અર્થાત ઉપનિષદનાં ઋષિ પ્રાર્થનાં કરતાં કહે છે કે હે ઈશ્વર! પરબ્રહ્મ ! મને અસત્ય તરફ થી સત્ય તરફ લઈ જા,અંધકાર તરફથી પ્રકાશ તરફ દોરી જા, અને મહા મ્રુત્યુમાંથી અમ્રુત તરફ લઈ જા. ઉપરોક્ત બધાંજ મંત્રોમાં સત્યનો મહિમાં વર્ણવાયો છે... ................
મારી કવિતામાં..... સત્ય એટલે.........
સત્ય ધરતી , સત્ય ગગન ,
સત્ય ચમન , સત્ય વચન ,
સત્ય સૂરજ , સત્ય ચંદા ,
સત્ય દિવસ , સત્ય રાત ,
સત્ય ની એક જ ઓળખ ,
-ગીતા- નહીં બીજી ભાત ,
સત્ય શરદ , સત્ય શિશિર ,
સત્ય વસંત , સત્ય પાનખર ,
સત્ય યુવા , સત્ય અમર ,
નહીં બાલ , જરા મરણ ,
સત્ય પવન , સત્ય વર્ષા ,
સત્ય ગાથા ગાએ પ્રક્રુત્તિ ,
સત્ય બિના ન સંસ્ક્રુત્તિ .
સત્યમ.........શિવમ........સુંદરમ.............
( રચના અને લેખિકા --- ડો. દમયંતી ભટ્ટ----Copyright reserved only Dr.Bhatt damyanti & Matrubharti.com )