મિલન - 3 Meet Vaghani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 4

    ભાગવત રહસ્ય-૪   સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે I તાપત્...

  • સચિન તેંડુલકર

    મૂછનો દોરો ફુટ્યો ન હતો ને મૂછે તાવ દેવો પડે એવા સોલીડ સપાટા...

  • જોશ - ભાગ 1

    Kanu Bhagdev ૧ : ભય, ખોફ, ડર... ! રાત્રિના શાંત, સૂમસામ વાતા...

  • રેમ આત્માનો - ભાગ 13

    (આગળ ના ભાગ માં જોયું કે પરેશભાઈ અને પેલા તાંત્રિક ને એનાજ ગ...

  • કવિ કોલક

    ધારાવાહિક - આપણાં મહાનુભાવો ભાગ:- 34 મહાનુભાવ:- કવિ કોલક લેખ...

શ્રેણી
શેયર કરો

મિલન - 3

એક વાર મલયને કોઈ કામથી સ્ટેશનરી એ જવાનું થયું. મલય સ્ટેશનરી એ પહોંચ્યો ત્યાં તેણે જોયું તો તે થોડી વાર થંભી જ ગયો.....

હવે આગળ........

મલયે જોયું તો ત્યાં વીણા ઊભી હતી. મલયને તો વીણા ને જોઈને ખુશી થઈ પણ એ બીજાને ચાહે છે એ વિચારી ને દુ:ખ પણ થયું.

મલય ત્યાં ગયો. મલય કંઈ બોલ્યો નહીં. પણ થોડીવાર પછી......

વીણા : "Hi. મલય How are you?"

મલયને તો સાંભળી ને ખુશી થઈ કે Atleast બોલી તો ખરી.

મલય : "Fine. તું બોલ."

વીણા : "તું ગુરુકુળ માં છે Right?"

મલય (મનમાં) : ઓહ તો મેડમ ધ્યાન રાખતા લાગે છે.

મલય : "હા પણ તને કેમ ખબર"

વીણા : "General Knowledge . "

મલય : "તું શારદા માં છો Right?"

વીણા : "હા પણ તને કેમ ખબર"

મલય (હસતા હસતા) : " general knowledge."

મલય : "બોલ બીજું શું કરે છે કૌશિક."

વીણા : "એનું નામ નઈ લેતો આજ પછી મારી સામે "

મલય : " કેમ બ્રેક અપ થઈ ગયુ?"

વીણા : "મારે તેના વિશે કોઈ વાત નથી કરવી"

મલય : "ઓકે ઓકે મેડમ તો ગુસ્સે થઈ ગયા."
થોડી વાર વાતો કર્યા પછી બંને પોત પોતાના ઘરે જવા રવાના થયા. મલયને તો વીણા ના બ્રેક અપ ની વાત જાણીને ખુશી થઈ.

થોડા સમયમાં મલયની પ્રેક્ટિકલ ની પરીક્ષા આવી ગઈ.ત્યાં મલય નું 5 જણાનું ગ્રુપ બની ગયું. આ ગુપ માં મલયના દસમાં ધોરણની ક્લાસમેટ પણ હતી એટલે જ આ ગુપ બની શક્યું. આમેય તે વીણાની બહેનપણી હોવાથી વીણાનો ફોન નંબર મેળવવામાં મલયને સરળતા રહી.

પરીક્ષા પત્યા પછી મલયે વીણાને મેસેજ કર્યો.

મલય : "Hi વીણા. કેવી ગઈ પરીક્ષા"

વીણાઃ "પરીક્ષા તો સારી ગઈ પણ તને મારો નંબર કોણે આપ્યો."

મલય : " સાચુ કવ?"

વીણા : "હા"

મલય : " રજીસ્ટર માંથી બૂચ માર્યો હતો "

વીણા : " ઓહ કેટલી છોકરી ઓના નંબર લીધા છે."

મલય : " ખાલી તારો નંબર જ લીધો છે."

વીણા "અચ્છા. તારો કેવી ગઈ પરીક્ષા ?"

મલય : " first class"

બસ પછી તો મલય અને વીણાની વાતો ખૂટતી નહી. રોજ જાણીને અને સૂવે ત્યારે ચાલુ થઈ જતા. બંને ક્યારેક મેળ આવે તો મળી પણ લેતા.

આમ ને આમ દિવસો વીતતા ગયા. મલય હવે ડૉક્ટર બની ગયો હતો.એટલે મલયને તેના પ્રેમ વિશે વીણા ને કહેવાનો સાચો સમય લાગ્યો.

પણ એક દિવસ મલયના ફોન માં વીણાનો ફોન આવ્યો.

વીણા : "મલય મારા લગ્ન નક્કી થઈ ગયા છે હવે તું મને ક્યારેય ફોન કરતો નહીં."

મલયના હાથમાંથી તો ફોન પડી ગયો.તેને કાંઈ સમજાતું નહોતું. આ બીજી વાર તેને love story fail થઈ હોય એમ લાગ્યુ. પણ આ વખતે મલયને ખૂબ જ દુ:ખ થયું. મલય તો રોવા જ લાગ્યો. મલય ખૂબ જ રોયો.
તેના મમ્મી એ દરવાજો ખખડાવ્યો.
મલયે મોઢું સાફ કરીને દરવાજો ખોલ્યો.

મલયના મમ્મી: "જલ્દી જલ્દી તૈયાર થઈ જા આપણે બહાર જવાનું છે."

મલય : " પણ ક્યાં જવાનું છે ?"

મલયના મમ્મી:" એ તને ખબર પડી જશે તું તૈયાર તો થા"

મલય તૈયાર થઈને આવ્યો.તેના મમ્મી પપ્પા તેની રાહ જોઇને જ બેઠા હતા.

મલય : "ચાલો હું તૈયાર છું."

મલય તેના મમ્મી પપ્પા સાથે નીકળે છે.
થોડીવાર પછી તેના પપ્પા ગાડી ઉભી રખાવે છે.

મલય : " પણ અહીં તો આપણા કોઈ સગાવહાલા નથી રહેતા. "

મલયના પપ્પા :"રહે છે ખૂબ નજીક ના રહે છે"

મલય તેના પરીવાર સાથે ઘરમાં પ્રવેશે છે. મલય ને તો હજુ અજાણ્યુ જ લાગે છે. તેઓ સોફા પર બેસે છે.

થોડીવાર પછી એક છોકરી પાણી લઈને આવે છે.

મલય તો એ છોકરીને જોઈને ચોંકી જાય છે.

એ છોકરી બીજુ કોઇ નહીં વીણા જ હતી.
મલય ને તો હજુ કાંઈ સમજમાં જ નહોતું આવતું.
થોડી વાર પછી તેના પપ્પા એ કહ્યું : " છોકરી ગમી ને ?"

મલય : "કેમ એમ પૂછો છો તમે?"

મલયના પપ્પા : "તારા માટે સંબંધ જોવા આવ્યા છીએ આપણે. મને લાગે છે ત્યાં સુધી છોકરી પરફેક્ટ છે તારા માટે "

હવે આ ખુશી નું વર્ણન કરવા માટે મારી પાસે શબ્દો નથી.
♥️ HAPPY ENDING ♥️