milan - 2 books and stories free download online pdf in Gujarati

મિલન - 2

મલયને આખો દિવસ વીણાને બસ જોયા જ કરવાનું મન થતું. મલયે તેના આ વિશે તેના મિત્ર જતીન ને કહ્યુ.

હવે આગળ......

જતીન : "તમે જે વ્યક્તિ સાથે સંપર્ક કરવા માંગો છો મલય કુમાર એ વ્યક્તિ અન્ય કોઈ કોલ પર વ્યસ્ત છે."

મલયઃ ''કંઈક સમજાય એમ તો બોલ."

જતીન : '' ભાઈ તું જેને ચાહે છે ને એ કોઈક બીજા ને ચાહે છે."

મલય ને આ સાંભળીને થોડું દુ:ખ થયું.

મલય : "ભાઈ કોને લવ કરે છે એ ?"

જતીન : "આપણી બાજુના કલાસમા છે એ."
જ્યાર થી મલયે જતીનની વાત સાંભળી ત્યારથી મલય ને ક્યાંય ચેન નતું પડતું.

કેવુ લાગે પહેલી જ લવ સ્ટોરી Fail થઈ જાય જો કે હજુ શરૂ જ ન થઈ હોય.

વીણાને ક્લાસમાં બધા ખૂબ ચીડવતા. વીણા શરમાઇ ને smile આપતી. મલય એ આ નોટીસ કર્યું. મલયને પણ વીણા સાથે વાતો કરવાનું મન થતું. મલય પણ વીણાને ચીડવવા લાગ્યો. મલય ખાલી વીણાની smile જોઈને ખુશ થઈ જતો.

One sided love એવો જ હોય છે. દિલ ને ખબર છે કે એના તરફ થી પ્રેમ નહી મળે પણ દિલ છે ને સાહેબ એ ક્યાં વિચાર જ કરે છે સીધા નિર્ણય જ લે છે. ખબર છે એ નથી મળવાની છતા તેના જ સપના જુએ છે.

हर अरसा ज्रिक्र तेरा छेडे .........
हर लम्हा दिल छल्नी कर जाए ......
सजदे मे मानता नही पर ......
जिद आज हे खुदा मिल जाए .....

સ્કૂલ ની સાથે સાથે મલય ક્લાસીસ પણ જતો. મલયના નસીબ ને કે વીણા પણ ત્યાંજ જતી. હજુ મલયનો વીણા પ્રત્યે નો પ્રેમ ઓછો થયો નહતો.

આ જમાનો compitition નો છે ને સાહેબ. ગમે તે ફિલ્ડ હોય compitition તો હોય જ.અને એ compitition માં એક વ્યક્તિ તો આપણી વાટ લગાવવા તૈયાર જ બેઠો હોય. મલય પણ આવી જ એક compitition નો એક હિસ્સો હતો. આમ તો મલય હંમેશા પ્રથમ જ આવતો.

મલય ના ક્લાસમાં સાહિલ કરીને એક છોકરો હતો. આમ દેખાવે ખૂબ શાંત પણ અંદર થી કેટલો હરામી હતો એ મલયને પછી ખબર પડી. મલય 10 માં ધોરણ માં પાછળ રહી જાય તેની full planing કરી હતી. આમ પણ એ સાહેબ ની ખૂબ નજીક હતો એટલે સાહેબ તેની બધી વાત માનતા.

એક દિવસ ક્લાસમાં........

Sir : "મલય કોણ છે અને મયુર કોણ છે?"
આમ તો સાહેબ મલયને અને મયુર ને ઓળખતા જ હતા. પણ મલયને પણ આશ્વર્ય થયું.

મલય અને મયુર બંને પાક્કા મિત્રો હતા બંને હંમેશા સાથે જ હોય.

Sir : "મલય અને મયુર ઊભા થાય "

બંને જણ ઉભા થયા.
Sir : "તો તમે બંને પરીક્ષા માં ચોરી કરો છો બંને અડધુ અડધુ વાંચીને આવો છો અને એકબીજામાંથી લખો છો "

મલયને તો થોડી વાર આશ્રર્ય થયું.

મલય : " નહી સાહેબ અમે અમારી જાતે જ મહેનત કરીને લખીએ છીએ."

પણ સાહેબ બે માંથી એકનું પણ ન માન્યા.

Sir : "કાલેથી તમે B બેચમાં બેસજો.

સાલું આપણે આટલી મહેનત કરીએ ને કોઈક આપણી પર આમ આરોપ નાખે એટલે ગુસ્સો તો આવે જ.

મલય એ ગુસ્સા માં ઓકે સર બેસી જઈશુ એમ કહ્યુ એટલે સર ને પણ ગુસ્સો આવ્યો તેમણે બંનેને C બેચમાં બેસાડ્યા.

A બેચ એટલે બધા હોશિયાર B માં બધા મીડીયમ અને C માં ઠોઠ.

મલય ને આ વાત નું બવ ખોટું લાગેલું.તેને વારંવાર સાહેબ તેને ખીજાયા તેના જ વિચાર આવતા. તેનું વાચવામાં મન જ ન હતું લાગતું.

10 માં ધોરણ નું પરિણામ આવ્યું. A1 ગ્રેડનો વિદ્યાર્થી મલય ને માત્ર 87 ટકા આવ્યા.

મલયે આગળ સાયન્સ લીધું અને ગુરુકુળ માં એડમીશન લીધું. મલય હજુ પણ વીણાને ભૂલી નહતો શક્યો. દિલના કોઈક ખૂણે હજુ પણ તેનું નામ છપાયેલું હતું.

એક વાર મલયને કોઈ કામથી સ્ટેશનરી એ જવાનું થયું. મલય સ્ટેશનરી એ પહોંચ્યો ત્યાં તેણે જોયું તો તે થોડી વાર થંભી જ ગયો.....

એવું તે શું જોયું હશે મલયે ......

જોઈએ આવતા પાર્ટ માં.......

બીજા રસપ્રદ વિકલ્પો