એક અનોખી લવ સ્ટોરી Akshay Dihora દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એક અનોખી લવ સ્ટોરી

(1)

સ્પેન..

દુનિયામાં સૌથી વધારે પર્યટકોને આકર્ષતા દેશોમાનો એક દેશ. યુરોપના કહો કે દુનિયાના સૌથી સુંદર દેશોમાં આવતો દેશ એટલે સ્પેન. સ્પેનનું નામ સાંભળીને લોકોને જિંદગી ના મિલેગી દોબારા મૂવી યાદ આવે અને સાથે વિશ્વની સૌથી મોટી ફૂટબોલ ક્લબ રીયલ મેડ્રીડ અને બાર્સેલોના પણ યાદ આવે. આપણો ભારત જેટલી વિવિધતા ધરાવે છે તેટલી જ વિવિધતા સ્પેન ધરાવે છે, ભારતને ઉત્સવોનો દેશ કહેવામા આવે છે પણ કદાચ બોવ ઓછા લોકોને ખબર હશે કે સ્પેન પણ આપડા ભારતની જેમ જ ઉત્સવ પ્રિય દેશ છે. રમણીય દરિયા કિનારાઓ, દિલને મત્રમુગ્ધ કરી મૂકતા ઉત્સવો, બેમિસાલ સૌદર્ય, ફૂટબોલ ક્રેજી દેશ, આ બધાજ નામ જો કોઈ એક દેશને આપવા હોય તો તે દેશ છે સ્પેન..


મેડ્રિડ, સ્પેન..

સ્પેનનું કેપિટલ સીટી મેડ્રિડ, યુરોપમાં લંડન પછીનું બીજા નંબરનું સૌથી મોટું શહેર.. મેડ્રિડનું નામ સાંભળીને સૌથી પહેલા રીયલ મેડ્રિડનું નામ યાદ આવે.. વિશ્વની સૌથી મોટી ફૂટબોલ ક્લબમાં જેનું નામ કદાચ સૌથી ઉપરના ક્રમોમાં આવતું હોય તો તે છે રીયલ મેડ્રિડ, જે મેડ્રિડ શહેરની ઓળખ છે. સાથે સાથે મેડ્રિડ શહેર તેના આર્કિટેક્ટ માટે પણ વિશ્વભરમાં પ્રખ્યાત છે.

આજે આખું મેડ્રિડ રોશનીથી જળહળી રહ્યું હતું. નાતાલનો સમય હતો વિશ્વભરના પર્યટકો નવા વર્ષને ઉમંગ અને ઉત્સાહ સાથે ઉજવવા માટે સ્પેન આવી રહ્યા હતા અને સાથે સાથે આજની રાતે સ્પેનના સૌથી યુવા બિલિયોનેરનું નામ અનાઉન્સ થવાનું હતું એટલે સ્પેનના ખૂણે ખૂણાથી બિલિયોનર તેમના સંતાનો સાથે આ પાર્ટીમાં સામેલ થવા આવી રહ્યા હતા આજે પૂરા મેડ્રિડમાં જશ્નનો માહોલ હતો આ પાર્ટીને લઈને અને સાથે સાથે નાતાલની રજાઓએ આ પાર્ટીને ઉત્સવ જેવો માહોલ બનાવી દીધો હતો મેડિર્ડમાં જ્યાં જુવો ત્યાં બસ એ જ ચર્ચા ચાલી રહી હતી કે આ એવોર્ડ કોને મળશે અને આગળ જતાં કોણ સ્પેનનું પ્રતિનિધિત્વ વિશ્વમંચ ઉપર કરશે..


સાંજના ૭ વાગ્યા હતા આયોજન સ્થળ ઉપર એક પછી એક મહેમાનો આવી રહ્યા હતા, વિશ્વની સૌથી મોઘીદાટ ગાડીઓ આજે પાર્કિગ સ્થળ ઉપર જોવા મળી રહી હતી અને બેઠવાની જગ્યાઓ ધીમે ધીમે ભરાઈ રહી હતી અને ત્યાજ એક ટેક્સી આવીને ઊભી રહી અને તેમાંથી એક ૨૪ કે ૨૫ વર્ષનો એક છોકરો બહાર આવ્યો, બ્લેક ફ્રેમ વાળા ચશ્મા, ભરાવદાર મૂછો અને સેટ કરાવેલી દાઢી, જોવામાં ૫ ફૂટ ૮ કે ૯ ઇંચની હાઇટ, બ્લેક પેન્ટ, અંદર રેડ શર્ટ અને શર્ટ ઉપર બ્લેક બ્લેઝર, દેખાવમાં કોઈ મોડેલ જેવો લાગતો હતો, બધાની નજર બસ તેની ઉપર હતી અને બધાના મનમાં વિચારો આવી રહ્યા હતા કે જ્યાં બધા લોકો વિશ્વની સૌથી મોઘીદાટ કાર લઈને આવી રહ્યા છે ત્યાં આ છોકરો ટેક્સી કરીને આવ્યો છે, જ્યાં બધા યુવાનો સાથે તેની ફેમિલી છે ત્યારે આ છોકરો એકલો કેમ ? બધાના મનમાં હજારો સવાલો ઉઠી રહ્યા હતા અને આ પાર્ટીને કવર કરવા માટે પૂરા સ્પેનનું મીડિયા ત્યાં હાજર હતું એટલે મીડિયાની વચ્ચે લોકોએ તે યુવાનને રોકવાના અને ટોકવાના વિચાર છોડી દીધા. તે યુવાન પણ અંદર જવા માટેની લાઇનમાં ઊભો રહી ગયો. જ્યારે તેનો વારો આવ્યો ત્યારે ગેટ ઉપર ઉભેલા સિક્યુરીટીના માણસો પણ આ યુવાન સામે જોઈને મનમાં પૂછી રહ્યા હોય કે ભાઈ તું શું આ પાર્ટીમાં આવવાને લાયક છે ખરો અથવા તું ભૂલમાં બીજી પાર્ટીમાંતો નથી આવી ગયો ને ? યુવાને તેનું નામ કીધું અને સિક્યુરીટી વાળાએ મહેમાનોની લીસ્ટમાં તેનું નામ જોયું અને લીસ્ટમાં તે યુવાનનું નામ નીકળતા જ ત્યાં ઉભેલા બધા સિક્યુરીટીની આંખોમાં તે યુવાન પ્રત્યે આદર છલકાઈ રહ્યો હતો અને આ વાત ત્યાં ઉભેલા મીડિયા કર્મચારીઓથી છુપાઈ નહોતી. હજી ૧ મિનિટ પહેલા જેની આંખોમાં તિરસ્કાર દેખાતો હતો તેજ આંખોમાં અત્યારે આદર હતો. યુવાન અંદર જઈને તેની સીટ ઉપર જઈને બેસી ગયો બસ થોડી જ ક્ષણોમાં બધીજ સીટ ભરાઈ ગઈ હતી અને કાર્યક્રમ ચાલુ થઈ ગયો હતો.


બહાર સિક્યુરીટી ગાર્ડ તેમની ફરજ પૂરી કરીને હજી આરામ કરતાં હતા ત્યાજ તેની પાસે મીડિયા કર્મચારીઓ આવી પહોચ્યા અને એક પછી એક ગાર્ડ ઉપર સવાલોનો મારો ચાલુ કરી દીધો, કે પેલી ટેક્સીમાં આવેલો યુવાન કોણ હતો?, શું તમને તે યુવાન વિષે ખબર છે ?, શું તમે તે યુવાનને ઓળખો છો?


ગાર્ડ:- હું તે યુવાનને ઓળખતો નથી પણ તેનું નામ સાંભળ્યુ છે અને તેના કામ વિષે સાંભળ્યુ છે..


(મી.કર્મી (મીડિયા કર્મચારી))


મી. કર્મી:- શું કામ કરે છે તે યુવાન અને શું નામ છે તેમનું ?


ગાર્ડ:- એરિક સિમોન.. અને તે બિઝનેસમેન છે.


મી. કર્મી:- શું બિઝનેસ છે ?


ગાર્ડ:- હોટેલનો..


મીડિયા કર્મચારીઓ બહાર ગાર્ડ પાસે જેટલી જાણકારી મળે તે યુવાન પ્રત્યેની તે મેળવી રહ્યા હતા અને અંદર પાર્ટીમાં એક પછી એક કાર્યક્રમો પૂરા થઈ રહ્યા હતા અને તેની સાથે સાથે ત્યાં હાજર બધાજ લોકોની ઉત્સુકતા વધતી જતી હતી અને આખરે બધાજ કાર્યક્રમો પૂરા થયા અને ૩ લોકો સ્ટેજ ઉપર આવ્યા જેમના નામ હતા ફિલિપ, જોન અને માર્ક


જોન બધા મહેમાનોને સંબોધીને:- હવે સમય આવી ગયો છે સ્પેનના યંગેસ્ટ બિલિયોનેરનું નામ અનાઉન્સ કરવાનો પણ નામ અનાઉન્સ કરતાં પહેલા હું, ફિલિપ અને માર્ક તમારા બધા સાથે થોડી વાતો શેર કરવા માંગીએ છીએ કે અમે આ નામ કેવી રીતે સિલેક્ટ કર્યું છે..


ફિલિપ:- સ્પેનના સારા ભવિષ્ય માટે અને યંગેસ્ટ બિલિયોનેરને ગોતવા માટે અમે આખું સ્પેન ફર્યા છીએ અને દરેક શહેરો, કસ્બાઓમા જઈને ત્યાથી વિગતો મેળવી છે સાથે સાથે જેટલા પણ બિલિયોનેર સ્પેનમાં છે તે દરેકની વિગતો મેળવી છે, તેમની ફેમિલીની વિગત, તેમના બિઝનેસની વિગત તમના સંતાનોનો તેમના બિઝનેસમાં યોગદાન આ બધીજ માહિતી અમે ભેગી કરી છે..


માર્ક:- ખાલી બિઝનેસમેનના સંતાનો જ નહી પણ બીજા જેટલા પણ યુવાનો તેમના પગ ઉપર ઊભા થાયા છે તેમની બધાની વિગતો અમે મેળવી છે. અને આ નામ સિલેક્ટ કર્યું છે. અને તે નામ છે......


જોન, ફિલિપ અને માર્ક ત્રણેય એક સાથે:- એરિક સિમોન..................


એરિક તેની જગ્યા ઉપરથી ઊભા થઈને ચાલીને સ્ટેજ ઉપર જાઈ છે બધાજ લોકો સ્પેનના યંગેસ્ટ બિલિયોનેરને તાળીઓના ગડગડાટ સાથે વધાવે છે..


માર્ક:- એરિક સિમોનની ઉપર હજી ૨૪ વર્ષજ છે અને તે સેલ્ફ મેડ બિલિયોનેર છે.. રસ્તા ઉપર નાનપણ વિતાવ્યા પછી લગભગ આજે તેની સંપતી લગભગ ૫ બિલિયન યુરોની છે (આશરે ૩૮૦૦૦ કરોડ).


ફિલિપ:- અમને ખબર છે કે અહિયાં એરિક કરતા પણ વધારે ધનવાન લોકો અને યુવાનો બેઠા છે પણ અમે એરિકની પસદંગી કરી છે તેનું પણ એક કારણ છે.


જોન:- અને તે કારણ છે એરિકનું જીવન, આટલા પૈસા હોવા છતાં પણ એરિક સાવ સિમ્પલ લાઈફ સ્ટાઈલ જીવે છે અને તેનો સૌથી વધુ સમય લોકોની સેવા કરવામાં જાઈ છે..


માર્ક, ફિલિપ અને જોન એક પછી એક એરિક વિષે બોલી રહ્યા હતા અને લોકો એરિકની લાઇફની સફર સાભળી રહ્યા હતા અને ત્યાં હાજર રહેલા બધાની આંખો ભીની થઈ ગઈ હતી એરિકની લાઈફ અને તેના સંઘર્ષ વિષે સાંભળીને અને છેલ્લે જોન એરિકને માઇક આપીને લોકોને સંબોધવા કહે છે..


એરિક:- નમસ્કાર... આપ સર્વને મારી જર્ની વીષેતો ખબર પડી જ ગઈ છે પણ જે વાત નથી ખબર તે વાત હું કહું છું, મારુ અસલી નામ એરિક સિમોન નથી પણ અયાંશ દિહોરા છે પણ અહિયાં બધા મને એરિક સિમોન તરીકે ઓળખે છે. અને હું એક ગુજરાતી ભારતીય ફેમિલીને બિલોંગ કરું છું, પણ મારો જન્મ ટોરોન્ટો, કેનેડામાં થયો છે પણ હું ૪ વર્ષનો હતો ત્યાથીજ મારા ફેમિલી સાથે સ્પેન આવી ગયો હતો અને આજે મહેનત કરીને આ મુકામ પર પહોચ્યો છું.. અને મારા માતા-પીતા પાસે એક વાત સાંભળી છે કે મહેનતનો કોઈ પર્યાય નથી અને બસ હું આ વિચારને લઈને જ ચાલુ છું અને આગળ પણ ચાલતો રહીશ.. આભાર આપ સર્વનો.......

એરિક સ્ટેજ ઉપરથી ચાલીને બહાર નીકળી જાઈ છે અને ટેક્સીમાં બેસીને રવાના થઈ જાઈ છે અને ત્યાં હાજર સૌ કોઈ બસ એરિકને જતો જોઈ રહે છે અને ત્યાં હાજર મીડિયા કર્મીઓ પણ બસ એરિકની સ્પીચને રેકોર્ડ કરી ન્યૂઝ પેપરના આગળના પેજ ઉપર છાપવા માટેની તૈયારીમાં લાગી જાઈ છે.......


----------------------------------------------------------


અમદાવાદ

અમદાવાદ વિષે તો ક્યાં વાત કરવી જ રહી, ગુજરાતનું આર્થિક પાર્ટનગર ગણો, ભારતની સૌપ્રથમ હેરીટેજ સીટી ગણો, ભારતનું માન્ચેસ્ટર ગણો, કે ગુજરાતનું સૌથી મોટું શહેર ગણો.. આપણું અમદાવાદ ક્યાં કોઈથી પાછળ રહેવાનુ, ૨૪ કલાકમાંથી માંડ ૨ કે ૩ કલાક સૂતું હશે આ શહેર….


અમદાવાદ શહેરની વહેલી સવાર, શિયાળનો સમય હતો અને સવાર સવારમાં ગુલાબી ઠંડી આખા શહેરમાં પ્રસરી ગયેલી હતી એટલે બધા હજી ઘરોમાં પુરાઈની ઘસઘસાટ ઊંઘી રહ્યા હતા અને જે થોડાઘણા લોકો ઘરોની બહાર નીકળી રહ્યા હતા તે બધા ચાલવા માટે અથવા વહેલા કામ પર જવા માટે. શહેરના સેટેલાઈટ વિસ્તારના શિવરંજની વિસ્તારની એક સોસાયટી, સોસાયટીનો ગેટ હજી બંધ હતો અને સોસાયટીના અમુક અમુક ઘરોમાંજ હજી લાઇટો ચાલુ થઈ હતી બાકીના બધા ઘરોમાં હજી બધા સૂઈ રહ્યા હતા. અને જેટલા ઘરોમાં લાઇટ ચાલુ હતી તે ઘરોમાંથી થોડી વાર રહીને છોકરી અને છોકરાઓ બહાર આવી રહ્યા હતા.. અને ધીમે ધીમે બધાજ લોકો કોઈ પણ અવાજ કર્યા વિના સોસાયટીના ગેટ પાસે ભેગા થાઈ છે અને ત્યાજ કોઈ બોલ્યું..


બધા આવી ગયાને કોઈ બાકી નથી રહી જતું ને ?


અરે અયાંશી ક્યાં છે ?


લ્યો બોલો મેઇન હિરોઈન જ રહી ગઈ એમ ને..


જેણે પ્લાન બનાવ્યો તે જ બાકી રહી ગઈ


અરે કોઈ તેને ફોન કરો આપણને બધાને આટલા વેળા જાગવાનુ કહીને તે સૂતીતો નથી રહી ને ?

ટોળામાં ભારે હલચલ મચી ગઈ હતી અને શોર બકોરના ધીમે ધીમે તેમનો અવાજ વધી રહ્યો હતો. અને ત્યાજ દૂરથી આવાજ આવ્યો..


અરે ચૂપ આટલો બધો અવાજના કરો બધા જાગી જશે...


અને બધાએ અવાજ વાળી દિશામાં નજર ફેરવીને જોયું તો અયાંશી ચાલીને આવી રહી હતી.. મરૂન કલરના ફૂલ સ્કર્ટ, તેના ઉપર બ્લેક ટોપ અને ટોપ ઉપર હાથ વડે ભરતકામ કરીને ગુથેલી બંડી,કપાળમાં નાનો ચાંદલો, ચાલીને જાણે રૂપની રાણી આવી રહી હોય એવું લાગી રહ્યું હતું.


અયાંશી:- આટલો બધો આવાજ કેમ કરો છો તમે લોકો ?


શિવાંગી:- તારી રાહ જોતાં હતા એટલે..


અયાંશી:- રાહતો શાંતિથી પણ જોઈ શકાઈ છે ને તેમાં આટલો અવાજ કરવાની શી જરૂર છે..


મોન્ટુ:- ઓહ બને મહારાણીઓ હવે જગડો બંધ કરો અને બહાર નીકળો નહીંતો બધા જાગી જશેને તો આપડો પ્લાન ફેઇલ સમજો..


અયાંશી અને શિવાંગી બંને એક સાથે:- ભલે હો વાયડા, અમને ના શીખવાડ..


મોન્ટુ:- ભલાઈનો તો જમાનો નથી રહ્યો...


અયાંશી:- બસ બસ હવે ચાલ ગેટ ખોલ..


મોન્ટુ ગેટ ખોલે છે અને બધા ધીમે રહીને ગેટની બહાર નીકળે છે...


અને બધા ચાલીને શિવરંજની ચોક પાસે આવે છે અને ત્યાં પેલાથી જ મિનિબસ તેમની રાહ જોઈને ઊભી હોય છે અને બધાજ તેમાં ચડી જાઈ છે અને થોળ પક્ષી અભ્યારણ જોવા નીકળી પડે છે..


૨૧ વર્ષની અયાંશી દવે એંજીનિયરીંગના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતી હતી, સ્વભાવે એકદમ સરળ અને ચંચલ, અને જિદ્દી પણ એટલી જ હતી, માતા પિતાની એકની એક દીકરી એટલે ખૂબ લાડથી ઉછરી હતી, અયાંશીના પિતા નીરજભાઈ ગવર્મેન્ટ કોલેજમાં પ્રોફેસર હતા અને તેમના પત્ની નમ્રતાબેન સરકારી સ્કૂલમાં શિક્ષક હતા, શિક્ષિત પરિવારમાંથી આવતી અયાંશી ભણવામાં પણ ખૂબ આગળ હતી અને ભણવાની સાથે સાથે તેને હરવા અને ફરવાનો ખૂબ શોખ હતો. સમય મળે એટલે તેના ગ્રૂપ સાથે ફરવા માટે નીકળી જતી. અયાંશીની બેસ્ટફ્રેન્ડ શિવાંગી પટેલ, બંને એકજ સોસાયટીમાં રહેતા અને બંનેએ અભ્યાસ પણ એકજ સ્કૂલમાં કર્યો અને ત્યાર પછી બંનેએ એકજ કોલેજમાં એડમિશન પણ લીધું. શિવાંગી પણ દેખાવમાં અયાંશીથી ઓછી ઉતરે એમ નહતી, પણ બનેના સ્વભાવમાં જમીન આસમાનનો ફરક હતો, શિવાંગી ખુબજ શાંત સ્વભાવની અને પ્રેમાળ હતી. પણ શિવાંગી અને અયાંશીના સપનાઓ તેમની પસંદ નાપસંદ બધુ સમાન જ હતું. બંનેની પાછળ પૂરી કોલેજના છોકરાઓ લાગ્યા હતા પણ અયાંશી અને શિવાંગી કોઈને પણ ભાવ આપે તેમાથી નહોતી. બંનેનું બસ એકજ લક્ષ્ય હતું કોલેજમાં આવીને ભણવાનું અને કોલેજ બહાર લાઈફને માણવું, જેટલા સ્થળો જોવાઇ તેટલું ફરવું.. અને મોન્ટુ શિવાંગીનો ભાઈ હતો જે કોલેજના પહેલા વર્ષમાં અભ્યાસ કરતો હતો, તોફાની અને મસ્તીખોર મોન્ટુનું સાચુ નામ કેવિન હતું પણ તેને બધા મોન્ટુ કહીને બોલાવતા અને અયાંશીને કોઇ ભાઈ ના હોવાથી મોન્ટુને જ ભાઈ માનતી હતી અને મોન્ટુ પણ જેટલો શિવાંગીને પ્રેમ કરતો હતો તેટલો જ તે અયાંશીને કરતો હતો. શિવાંગી અને મોન્ટુના ડેડ જયેશભાઈ પ્રાઈવેટ કંપનીમાં મેનેજર હતા અને તેના મોમ જેમિષાબેન સરકારી બેન્કના કર્મચારી હતા.


અયાંશીએ આજે પ્લાન બનાવ્યો હતો સોસાયટીના બધા છોકરા અને છોકરીઓ સાથે મળીને થોળ પક્ષી અભ્યારણ જોવા જવાનો અને આ વાત બધા લોકોએ તેમના ઘરવાળાથી છુપાવી હતી અને બધા કોલેજમાં પ્રોગ્રામના બહાને ફરવા જઇ રહ્યા હતા.


--------------------------------------------

સવારના ૭ વાગતા જ બધા થોળ પહોચી ગયા હતા અને બધાએ પોત પોતાના મોબાઈલ, કેમેરા તૈયાર કરી લીધા હતા, ઠંડીની મોસમ એમાં પણ જંગલ જેવો વિસ્તાર, આજુ બાજુ ગાઢ ધૂમસ પથરાયેલું હતું, કોઈ પણ જાતના માનવસજીત અવાજોથી દૂર સવાર સવારમાં પક્ષીઓનો મધુર કલરવ ગુંજી રહ્યો હતો અને પક્ષીઓના આ મધુર અવાજોથી અત્યારના આ સુંદર વાતાવરમાં એક અનેરી મીઠાસ અનુભવાતી હતી, બાજુના લેકમાં પક્ષીઓ વિહાર કરી રહ્યા હતા, દૂર દૂરથી સૂર્યના કિરણો ધીમે ધીમે પૃથ્વી પર આવીને તેનો ઉજાસ પાથરી રહ્યા હતા.


બધાજ લોકો બસમાથી નીચે ઉતરીને કુદરતના સાનિધ્યમાં આ કુદરતી સૌંદર્યને માણી રહ્યા હતા, કોઈ તેમના ફોટો લઈ રહ્યું હતું, તો કોઈ લેકમાં વિહરતા પક્ષીઓના અને આ બધાથી દૂર અયાંશી બેઠી હતી અને બસ આ બધુ જોઈ રહી હતી, મોન્ટુની નજર અયાંશી ઉપર પડે છે અને મોન્ટુ દોડીને અયાંશી પાસે જાઈ છે..


મોન્ટુ:- ક્યાં ખોવાઈ ગઈ છે?


અયાંશી:- હે.... અરે કઈ નહીં બસ અહિયાં જ છું..


મોન્ટુ:- થોડું સાચું બોલને, કોના વિચારો કરે છે ?


અયાંશી:- અરે કોઈના વિચારો નથી કરતી બાબા...


મોન્ટુ:- અચ્છા બચુ હમસે હોશિયારી..


અયાંશી:- તું જાને અત્યારે અહિયાથી લોહી પીતો..


મોન્ટુ:- ના હું નથી જવાનો, જ્યાં સુધી તું બોલીશ નહી કે તને શું થયું ત્યાં સુધી હું તો જો અહિયા બેઠો, આટલું બોલીને મોન્ટુ અયાંશીની બાજુમાં બેસી જાઈ છે..


અયાંશી:- નાલાયક તું નહીં સુધરે કેમ ?


મોન્ટુ:- હા.. બોલ હવે શું વિચારે છે ક્યારની ?


અયાંશી:- આ બધુ જોઈને હું બસ કુદરતની કારીગરી ઉપર મંત્રમુગ્ધ થઈ ગઈ છું..


મોન્ટુ:- ઓહ મેડમ, આવા ભારે ભારે શબ્દો ના વાપરો, થોડું સમજાઈ એમ બોલોને...


અયાંશી:- નાલાયક, જો સામે લેકમાં વિહરતા પક્ષીઓ, આ સુંદર ધુમ્મસ ભર્યું વાતાવરણ, પક્ષીઓનો કલરવ આવું બધુ આપણને ક્યાં શહેરમાં જોવા મળે છે, ત્યાંતો છે બસ સિમેન્ટના જંગલો જ્યાં બસ એક માણસ બીજા માણસની ઈર્ષા કરવામાથી ઊંચો નથી આવતો અને અહિયાં જો, કેટકેટલી જાતના પક્ષીઓ એક સાથે મળીને લેકમાં વિહાર કરે છે, છે કોઈ ઈર્ષા જેવુ તેમાં?


મોન્ટુ:- તો તું અહિયાં બેઠી શું કામ છે ચાલ ફોટો લઈએ...


અયાંશી:- હા મોન્ટુડા ફોટો લઈશું પણ પેલા હું આ બધુ સૌંદર્ય મારી આંખોમાં કેદ કરી લવ..


મોન્ટુ:- આંખોમાં શુ કામ? આપડી પાસે કેમેરો છે ચાલ હું તારા મસ્ત ફોટો લઇશ એટલે તારી આ મેમોરી બની જસે..


અયાંશી:- મોન્ટુ તમે બધા ત્યાજ પાછળ રહી જાવ છો.. કુદરતના સૌંદર્યને આંખોમાં કેદ કરવાનું હોય નહી કે ફોટોમાં, તમે લોકો ફોટો પાડવામાં કદાચ અત્યારનું આ પ્રાકૃતિક સૌંદર્ય જોવાનું ચૂકી જવાના છો અને મારે તમારા બધા કરતાં અહિયાની યાદોને કેમેરાની જગ્યાએ મારી આંખોમાં સમેટી લેવી છે..


મોન્ટુ:- ફોટોમાં પણ યાદોને સમેટી સકાય છે ને...


અયાંશી:- હા ફોટોમાં યાદોને સમાવી સકાય છે પણ જીવી નથી શકાતી.. મારે અત્યારની આ પળ જીવવી છે માણવી છે અને તેને ફોટો લેવાની ભાગદોડમાં આ પળ હું ગુમાવવા નથી માંગતી..


મોન્ટુ:- સારું માતાજી તમારું જ્ઞાન સાંભળીને હું ધન્ય ધન્ય થઈ ગયો, આર્શિવાદ આપો તમારા આ શિષ્યને


અયાંશી:- તું જાતો અહિયાથી નહિતો મારા હાથનો માર ખાઈશ નાલાયક..


મોન્ટુ ત્યાથી જતો રહે છે અને અયાંશી પાછી કુદરતના સૌદર્યને તેની આંખોમાં સમેટવામાં વ્યસ્ત થઈ જાઈ છે


આખો દિવસ બધા થોળ બર્ડ સેન્ચુરીમાં ફરે છે, પ્રાકૃતિક સૌંદર્યને માણે છે, લેકમાં બોટિંગ કરે છે, ઝાડવાઓ ઉપર આંબલી પીપળી રમે છે, તો કોઈ નાના રોપાઓ પાસે જઈને ફોટાઓ પાડે છે બધા બસ તેની ધૂનમાં આનંદ માણી રહ્યા હતા અને ધીમે ધીમે દિવસ પણ પૂરો થવા જઇ રહ્યો હતો. સાંજના ૫ વાગતા જ અયાંશી બધાને બૂમ પાડીને બસમાં બેસવા માટે નું કહે છે અને બધા જ લોકો ધીમે ધીમે આવીને બસમાં પોતાની સીટ ઉપર બેસી રહ્યા હોય છે અને બધા એકબીજા પાસેથી ફોટો લેવામાં અને આપવામાં વ્યસ્ત થઈ ગયા હોય છે અને અયાંશી બસની પાછળની બારી વાળી સીટ ઉપર બેસીને ઢળતા સૂરજને જોઈ રહી હોય છે અને થોળ બર્ડ સેન્ચુરીની આખા દિવસની યાદો, સૌંદર્ય બધુ યાદ કરી રહી હોય છે..


----------------------


એરિક એટલે કે અયાંશ બધા કરતાં તદ્દન જુદો યુવાન હતો, અબજો રૂપિયાનો માલિક હોવા છતાં પણ ક્યારે પણ પૈસાનો દેખાવ કે મોંઘી લાઈફ સ્ટાઈલથી દૂર રહેતો હતો. અને તેની ઓળખ બધા કરતાં છૂપી હતી, તેને બધા એરિક સિમોન તરીકે ઓળખતા પણ તેના બધા જ ડૉક્યુમેન્ટમાં અયાંશ દિહોરા જ નામ હતું એટલે કોઈ પણ જગ્યાએ જાઈ તેને કોઈ ઓળખી શકતું નહીં અને તે પાર્ટીઓમા કે મીડિયા સામે આવતો જ નહીં એટલે તેની ઓળખ બધાથી છૂપી હતી, તેની ઓફિસમાં કામ કરતાં લોકોને પણ અયાંશ વિષે ખબર નહતી બસ તેને નજદીક થી જાણનારા થોડા ઘણા લોકોને જ અયાંશની સારી જાણકારી હતી, અયાંશ ઓફિસમાં પણ અલગ ચેમ્બરની જગ્યાએ બધા કર્મચારી સાથે જ બેસીને વર્ક કરતો એટ્લે તેની નીચે કામ કરવા વાળા બધા જ કર્મચારી તેને પોતાનો સાથી કર્મચારી માનતા પણ તે લોકોને ક્યાં ખબર હતી કે જેને તે લોકો પોતાનો સાથી કર્મચારી સમજે છે તે વ્યક્તિ અબજો રૂપિયાનો માલિક અને તેમનો બોસ એરિક સિમોન છે. અયાંશ હમેશા તેનું અંગત જીવન સિક્રેટ રાખતો હતો ઓફિસ પછીની તેની દુનિયા સાવ અલગ હતી, તેની સાથે કામ કરવાવાળા લોકોને પણ કોઈ ખબર રહેતી નહી કે અયાંશ ક્યાં હોય છે પણ બધાને અયાંશે કઈ રાખેલું કે તે એરિક સિમોનનો અંગત માણસ છે એરિક સિમોન જ્યાં પણ જાઈ ત્યાં તેને તેની સાથે લઈને જતાં એટલે તો ક્યારેક ૨ મહિના સુધી અયાંશ ઓફિસમાં દેખાઈ નહી તો પણ તેની ફરિયાદ કોઈ કરતું નહીં અને ફરિયાદ કરે તો પણ તે ઓફિસનો બોસ તો ખુદ અયાંશ જ હતો..


અયાંશ માટે લાઇફ જીવવા માટેના ૨ જ કારણ હતા, એક તો દુનિયા ફરવી (અને બીજું કારણ યોગ્ય સમયે કહીશું). અયાંશનું સપનું હતું કે દુનિયાના બધા જ દેશો ફરે અને બસ તે ઓફિસ ટાઈમ પછી નીકળી પડતો તેનું આ સપનું પૂરું કરવા. વીકએન્ડમાં અયાંશ સમાન પેક કરીને નીકળી પડતો કોઈ પણ પ્રકારના પ્લાનિંગ વગર એકલો જ.. જ્યાં તેનું દિલ લઈ જાઈ બસ તે સ્થળ અથવા તે દેશમાં જતો રહે અને આમ પણ સ્પેનનો સીટીઝન હતો એટલે યુરોપના બધા જ દેશોમાં તે પાસપોર્ટ અને વિઝા વગર ફરી શકતો હતો.. એટલે જ્યારે પણ મૂડ હોય એટલે બસ તેની કાર લઈને નીકળી પડતો, ક્યારેક ૧ દિવસમાં પાછો આવે, ક્યારેક ૧ વીકમાં તો ક્યારેક ૧ મહિના સુધીના આવે, ઓફિસમાં બધા લોકોને કઈ રાખેલું કે તે એરિકનો ખાસ માણસ છે એટલે કોઈ ફરિયાદ પણ કરવા ના જતું..


અયાંશને ફરવા સાથે સાથે, એડ્વેંચર કરવાનો પણ ખૂબ શોખ હતો, વિશ્વના એકપણ એડ્વેંચર એવા નહોતા કે જે અયાંશે કર્યા ના હોય, સ્કૂબા ડાઈવિંગ, સ્કાય ડાઈવિંગ, સ્કિ, પેરા ગ્લાઇડિંગ, બંજી જંપીંગ, ટ્રેકિંગ, હાઈકિંગ, હોવર રાફ્ટિંગ, માઉન્ટેઇન ક્લાઇમિંગ જેવા બધા જ એડ્વેંચર તે કરી ચૂક્યો હતો અને સાથે સાથે ૨૪ વર્ષની ઉમરમાં જ ૩૫ જેટલા દેશ ફરી ચૂક્યો હતો.


જ્યારે પણ તેને નજીકથી જાણનારા લોકો પૂછતાં કે તું શું કામ આવી રીતે કરે છે ? ક્યારે પણ કોઈને કહ્યા વગર જતો રહે છે મહિનાઓ સુધી પાછો આવતો નથી ? તને શું મળે છે આમાં ?


અયાંશ ત્યારે જવાબ આપતો કે બસ જીવન એક જ વખત મળે છે અને મારે તેને બધાની જેમ સપનાઓ જોઈ જોઈને પૂરું નથી કરવું, મે જે સપનું જોયું છે બસ તેને મારે જીવવું છે, અને પ્લાનિંગ કરીને તો બધા જ લોકો ચાલે છે પણ પ્લાનિંગ વગર જીવન જીવવાની એક અલગ મજા છે, એક એડ્વેંચર છે, પ્લાનિંગમાં તમને ખબર હોય છે કે આવતી કાલે મારે આ કામ કરવાનું છે અને તે પૂરું પછી મારે બીજું પણ પ્લાનિંગ વગર તમને પણ ખબર નથી હોતી કે કાલે મારે શું કરવાનું છે બસ આ જ સાચી રીત છે જીવન જીવવાની..


અને પછી લોકો પૂછતાં તું જ્યારે પણ ફરવા માટે જાઈ છે ત્યારે કેમ કોઈને કહ્યા વગર જતો રહે છે અને એકલો શું કામ જાઈ છે કોઈને સાથે લઈને કેમ નથી જતો ?


અયાંશ બોલતો કે લાઈફ એક વાર મળી છે તો પછી માણી લેવાની અને એમાં એવું છે ને મને મારી સાથે સમય વિતાવવો પસંદ છે, હું મારો જ બેસ્ટ ફ્રેન્ડ છું અને મને મારે જ કંપની ગમે છે એટલા માટે હું કોઈને સાથે નથી રાખતો. અને હું ફરવા જાવ ત્યારે કોઈ પ્લાનિંગ હોતું નથી કે હું આટલા દિવસમાં પાછો આવીશ તો પછી હું મારા લીધે થઈ ને હું બીજા લોકોનું શેડ્યુલ કેવી રીતે ખરાબ કરું.. અયાંશ સાથે દલીલમાં કોઈ જીતી શકતું નહી એટલે પછી બધા હાર માની લેતા...


----------------------------


૨ મહિના પછી…


અયાંશીના ઘરે એક કુરિયર આવે છે અને અયાંશીના ડેડ નીરજભાઈ કુરિયર લઈને ખોલે છે અને અંદર થી એક કવર નીકળે છે અને તેની સાથે એક લેટર અને આ લેટર વાંચી નીરજભાઈ તે લેટર વાંચીને ઊછળી પડે છે અને જોર જોરથી બૂમો પાડી નમ્રતાબેન અને અયાંશીને બોલાવે છે. નમ્રતાબેન કિચનમાથી ભાગીને બહાર આવે છે જ્યારે અયાંશી તેના રૂમમાંથી બહાર આવે છે..


નમ્રતાબેન:- શું થયું કેમ આટલી બૂમો પાડો છો ?


અયાંશી:- હા ડેડ શું થયું ?


નીરજભાઈ:- અરે તું આ લેટર વાંચ પેલા...


નીરજભાઈ લેટર અયાંશીના હાથમાં આપે છે અને અયાંશી તે લેટર વાચે છે અને તે લેટર વાંચ્યા પછી તે પણ જોર જોરથી ચીલાવવા માંડે છે અને બને બાપ દીકરીને આવી રીતે ખુશીથી બૂમો પાડતા જોઈ નમ્રતાબેનને કઈ સમજાઈ રહ્યું નહોતું..


નમ્રતાબેન:- તમે બાપ દીકરી મને કઈ જણાવશો કે નહીં ? શું થયું છે ? શેનો લેટર આવ્યો છે ?


અયાંશી:- મોમ ૨ મહિના પહેલા મે એક પ્રોજેકટ બનાવેલો સૌર ઉર્જાના ઉપયોગથી ખરાબ પાણીને ફિલ્ટર કરીને ફરીથી શુધ્ધ કરવાનો..


નમ્રતાબેન:- હા તો ?


નીરજભાઈ:- તો અયાંશીનો તે પ્રોજેકટ WHO દ્રારા સિલેક્ટ થયો છે અને અયાંશીને તેનો આ કન્સેપ્ટ વિશ્વ સામે રજૂ કરવાની તક મળી છે.


અયાંશી:- મારે આવતા મહીને ૧ મહિના માટે યુરોપ જવાનું છે ત્યાના જુદા જુદા શહેરોમાં જઈને મારો આ પ્રોજેકટ ત્યા પ્રદશિત કરવાનો છે.

નીરજભાઈ:- આખા વિશ્વમાંથી માત્ર ૩૦ લોકોને સિલેક્ટ કરવામાં આવ્યા છે અને તેમાથી અયાંશી એક છે. અને અયાંશી વિશ્વ કક્ષાએ આપાડા દેશનું પ્રતિનિધિત્વ કરવા જઇ રહી છે...


નમ્રતાબેન:- વાહ બેટા.....


નમ્રતાબેન, અયાંશીને ગળે લગાડે છે અને અયાંશી પણ તેના મોમ ડેડના આર્શિવાદ લઈને ભગવાન પાસે જઈને તેનો આભાર માને છે અને પછી યુરોપ જવા માટેની તૈયારીમાં લાગી જાઈ છે..


-----------------------------------------------------

(2)

૧ મહિના પછી


અયાંશીને યુરોપ જવાનો દિવસ આવી ચૂક્યો હતો તેની ફ્લાઇટની ટીકીટ અને ત્યાં કયા કયા દેશોના શહેરોમાં તેને તેનો પ્રોજેકટ પ્રદર્શીત કરવાનો હતો તેનું શેડ્યુલ આવી ચૂક્યું હતું. અને અયાંશી ખુબજ ઉત્સાહિત હતી કેમ કે તેના ડ્રીમ સ્થળો તે લીસ્ટમાં હતા. સૌથી પહેલા સ્પેન,ત્યાથી ફ્રાંસ, ત્યાથી ઈટાલી, ત્યાથી સ્વિટ્ઝર્લૅન્ડ અને લાસ્ટમાં યુકે હતું.. અને આ આખું લિસ્ટ વાંચીને અયાંશી પાગલ થઈ ગઈ હતી જાણે તેનું સ્વપ્ન સાકાર થવા જઇ રહ્યું હતું, નમ્રતાબેને પણ તેની લાડલીને વિદેશમાં કોઈ તકલીફ ના પડે તે માટે ગરમ કપડાઓ, સુકકો નાસ્તો બધુ જ પેક કરી દીધું હતું અને આ બાજુ નીરજભાઈ તેની રાજકુવરી ને લઈને શોપિંગ કરાવી આવ્યા હતા યુરોપ ખાલી અયાંશી જઇ રહી હતી પણ ઘરનો માહોલ એવો હતો કે આખું ફેમિલી યુરોપ જઇ રહ્યું હતું. સવારથી જ અયાંશીના ઘરે મહેમાનોની લાઇન લાગી હતી બધા અયાંશીને મળવા આવી રહ્યા હતા અને આ જોઈને અયાંશીને પણ ખૂબ નવાઈ લાગી રહી હતી કે આ બધુ શું થઈ રહ્યું છે તેની લાઈફમાં..


અયાંશીની ફ્લાઇટ સાંજના ૮ વાગ્યાની હોય છે એટલે બધા ઘરેથી ૪:૩૦ના જ એરપોર્ટ માટે નીકળી ગયા હતા. અયાંશી, શિવાંગી, મોન્ટુ,નમ્રતાબેન અને નીરજભાઈ બધા જ અયાંશીને મૂકવા માટે એરપોર્ટ આવ્યા હોય છે અને ત્યાં પહોચીને અયાંશી બધાને ગળે મળીને બાય કહી રહી હોય છે.


સૌથી પહેલા અયાંશી નીરજભાઈને પગે લાગે છે અને પછી નીરજભાઈ તેને HUG કરે છે.


નીરજભાઈ:- બેટા ધ્યાન રાખજે તારું અને ત્યાં કઈ પણ પ્રોબ્લેમ આવે એટ્લે સૌથી પહેલા મને ફોન કરજે ઓકે


અયાંશી:- હા ડેડ.. અને ડેડ તમે પણ તમારું ધ્યાન રાખજો, સવારે ટાઈમ પર ઉઠી જજો હું નથી એટલે મોમ ને વધારે હેરાન ના કરતાં, હું પાછી આવું ત્યારે મારે તમારી કોઈ ફરિયાદ સાંભળવી ના પડે બરાબર છે ને.


નીરજભાઈ:- હા મારી માં હા, ખબર નથી પડતી કે હું તારો બાપ છું કે તું મારી માં ?

અને ત્યાં હાજર રહેલા બધા લોકો હસી પડે છે..


અયાંશી પછી નમ્રતાબેનને ગળે મળે છે


અયાંશી:- તું રડે છે કેમ મોમ?


નમ્રતાબેન:- તને પહેલી વાર આટલે દૂર એકલે જતાં જોઈ રહી છું એટલા માટે ચિંતાતો થાઈ ને મારી દીકરીની..


અયાંશી:- મોમ હું ખાલી એક મહીના માટે જ જાવ છું હો..


નમ્રતાબેન:- એક મહિના માટે જાઈ છે એટ્લે જ ને..


અયાંશી:- શું મોમ તમે પણ ખોટી ચિંતા કરો છો..


નમ્રતાબેન:- એક માં છું ને એટ્લે ચિંતાતો થવાની જ ને..


અયાંશી:- હવે રડવાનું બંધ કર નહીતો હું યુરોપ જવાનું માંડી વાળીશ..


નમ્રતાબેન:- અરે ના હું ચૂપ થઈ ગઈ બસ..


અયાંશી:- યે હુઈના બાત... અયાંશી નમ્રતાબેનને ફરી પાછા ગળે લાગાવી લેય છે..


અયાંશી પછી શિવાંગીને HUG કરે છે અને બને આંખો આંખોના ઇશારામાં કઈક વાતો કરે છે અને આ જોઈને મોન્ટુ બોલ્યો


મોન્ટુ:- તમે બનેએ આ શું વાંદરાની જેમ ઇશારાથી વાતો કરવાનું ચાલુ કર્યું છે?


શિવાંગી:- તે તને નઇ સમજાઈ ગધેડા..


મોન્ટુ:- હું ગધેડો તો તું ગધેડાની બહેન ગધેડી લે.. અયાંશી તું બોલ આ શું ઇશારા દ્રારા વાતો ચાલી રહી હતી..


અયાંશી:- એ તારા લેવલ બહારની વાત છે..


મોન્ટુ:-જાવ બન્નેમાથી કોઈ સાથે વાત જ નથી કરવી.. અને મોન્ટુ નારાજ થઈને મો ફુલાવીને થોડો દૂર જઈને બાકડા પર બેસી જાઈ છે અને મોન્ટુને આમ ગુસ્સે થતો જોઈને અયાંશી અને શિવાંગી ફરી પાછા આંખોથી ઇશારામાં વાત કરે છે અને અચાનક બને મોન્ટુની બાજુમાં જઈને બેસી જાઈ છે..


અયાંશી:- અરે મારો ભાઈ કેમ નારાજ થઈ ગયો..


મોન્ટુ:- કિધુને મારે વાત નથી કરવી કોઈ સાથે..


શિવાંગી:- અરે એમ ના ચાલે તું નારાજ થઈશ તો અમે મસ્તી કોની સાથે કરીશું ?


મોન્ટુ:- તમે બને એકબીજા સાથે કરી લેજો ને


અયાંશી:- પણ તને તો ખબરને મારે કે શિવાંગીને મસ્તીમાં અને મસ્તીમાં ઝગડવાનું થઈ જાઈ છે..


મોન્ટુ:- હા કુતરા બિલાડા જેમ લડો છો અને થોડીવાર પછી પાછા અલાદીન અને તેના ચિરાગની જેમ એક પણ થઈ જાવ છો એમાં નવું શું છે ?


શિવાંગી:- પણ મોન્ટુડા અમારી બંનેની લડાઈને પૂરી કરી બંનેને એકબીજા સાથે ફરી બોલવા માટે મનાવવાળો તું હોય છે ને..


મોન્ટુ:- હા. મારા કારણે જ તમારો બંનેનો ઝગડો પૂરો થાઈ છે..


અયાંશી:- તો પછી હવે તું જ અમારી બને સાથે નઇ બોલે અને અમારા બંને વચ્ચે ઝગડો થયો તો સોલ્વ કોણ કરશે?


મોન્ટુ:- હા એ વાત સાચી


અને અયાંશી અને શિવાંગી બને ફરી પાછા ઇશારોમાં વાતો કરી રહ્યા હતા કે મોન્ટુની ગાડી લાઇન પર પાછી આવી રહી છે....


મોન્ટુ:- સારું હું તમને એક શરત ઉપર માફ કરીશ..


શિવાંગી:- હા બોલ કઈ શરત છે ?


મોન્ટુ:- તમારે કહેવું પડશે કે તમે બંનેએ ઇશારોમાં શું વાત કરી હતી ?


અયાંશી:- અરે કઈ નહી છોડ ને તે વાત..


મોન્ટુ:- ના તારે વાત કહેવી જ પડશે બાકી હું પાછો નારાજ થઈ જઈશ..


શિવાંગી:- આ ભૂત નહી માને અયાંશી કહી દે એટ્લે તેનો જીવ શાંત થાઈ.


અયાંશી:- હા...


મોન્ટુ:- બોલ ચાલ..


અયાંશી:- તો વાત એમ હતી કે શિવાંગી કહેતી હતી કે ત્યાં કોઈ સારી છોકરી હોય તો જોજે..


મોન્ટુ:- કેમ ?


અયાંશી:- અરે તારા માટે પાગલ..


મોન્ટુ:- મારા માટે કેમ ?


શિવાંગી:- આ સાવ ડફોળ છે..


મોન્ટુ:- એ વાંદરી તું ચૂપ બેસને.. તું બોલ અયાંશી..


અયાંશી:- કોઈ સારી છોકરી મળે તો તારું તેની સાથે ગોઠવી દેવાઈ ને..


મોન્ટુ:- ઓહહ.. વાહ તમે બંને મારુ કેટલું ધ્યાન રાખો છો...


શિવાંગી:- તારું ધ્યાન કોઈ નથી રાખતું તેમાં અમારો ફાયદો છે એટ્લે, શિવાંગી આ વાક્ય ધીમેથી બોલે છે પણ મોન્ટુ સાંભળી જાઈ છે..


મોન્ટુ:- શું બોલી તું ?


શિવાંગી:- કઈ નહી ?


મોન્ટુ:- ના ના તું બોલ તો શું ફાયદો છે ?


અયાંશી:- એ જ કે તું અહિયાથી જા એટલે અમારી જાણ છૂટે તારાથી.. તારા આ સવાલોથી અમે હેરાન થઈ ગયા છીએ જો કોઈ તને સાચવવાવાળી મળી જાઈ એટલે તું અમને મૂકીને તેની પાછળ પડે, તારા સવાલોના જવાબ પછી અમારે આપવા ન પડેને એટલે.. આટલું બોલીને અયાંશી અને શિવાંગી ત્યાથી ભાગે છે અને મોન્ટુ તેમની પાછળ તેમણે પકડવા માટે અને છોકરાઓની આ ધમાલ મસ્તી જોઈને નીરજભાઈ અને નમ્રતાબેન પણ તેમની હસી રોકી શકતા નથી..


અયાંશી બધાને મળ્યા પછી એરપોર્ટમાં જાઈ છે અને ૮ વાગે તેની ફ્લાઇટ ટેકઓફ કરે છે. અયાંશીની ફ્લાઇટ અમદાવાદ થી દિલ્હી અને દિલ્હીથી સીધી જ મેડ્રિડ જવાની હોય છે.


*************************************************


બારાજસ એડોલ્ફો સુરેઝ એરપોર્ટ, મેડ્રિડ

સવારના ૮ વાગ્યા હતા જાન્યુઆરી મહિનાનું બીજું પખવાડિયું ચાલતું હતું અને આ સમયમાં મેડ્રિડનું ટેમ્પરેચર ૫ ડિગ્રીની અંદર રહેતું હોય છે અને રાત્રીના સમયે તો શૂન્ય કરતાં પણ નીચું જતું રહે છે. જેવું પાઇલોટે બહારનું વેધર રીપોર્ટ કીધો કે બહારનું ટેમ્પરેચર ૧ ડિગ્રી છે ત્યાં જ અયાંશીને ઠંડી ચડવા લાગી હતી. અયાંશી ગરમ કપડાંતો લાવી હતી પણ બધા બેગમાં મૂક્યા હતા સાથે ખાલી અમદાવાદની ઠંડીમાં રક્ષણ આપે તેવું જેકેટ પહેર્યું હતું અને આ જેકેટ મેડ્રિડની ઠંડીમાં અયાંશીને ઠંડીથી બચાવી શકવા સમર્થ નહોતું અને આ વાતનો ખ્યાલ અયાંશીને પણ હતો. ફ્લાઇટ લેન્ડ થાઈ છે. જેવુ અયાંશી ફ્લાઇટની બહાર પગ મૂકે છે ત્યાજ જ તેનું શરીર ઠંડીના લીધે ધ્રૂજવા લાગે છે. માંડ માંડ કરીને અયાંશી એરપોર્ટની અંદર પહોચે છે અને અંદર જઈને સૌથી પહેલા તે કોફીબારમાં જઈને મસ્ત હોટ કોફી ઓર્ડર કરે છે અને ત્યાં બેઠી બેઠી એરપોર્ટની અંદરના દ્રશ્યો જોઈ રહી હતી..


સ્વચ્છ અને સુંદર, એક એક સ્ટોર, વસ્તુઓ, એરપોર્ટનું બાંધકામ બધુ જાણે ખૂબ જીનવટતાથી કર્યું હોય એવું હતું, આખા એરપોર્ટમાં એક પણ જગ્યાએ ગંદકી દેખાઈ રહી નહોતી, બધી જગ્યાએ સ્પેનિશ અને ઇંગ્લિશ બંને ભાષાઓમાં સૂચનાઓ અને માહીતીઓ લખેલી, અને બધા જ લોકો તેમનું કામ કરી રહ્યા હતા, આખું એરપોર્ટ ભરચક હતું છતાં પણ ટાચણી પડી હોય તેનો પણ અવાજ આવે તેટલી શાંતિ હતી. બધા બસ પોતાનું કામ કરવામાં વ્યસ્ત હતા. અયાંશી આ બધુ જોઈ રહી હતી ત્યાજ તેની હોટ કોફી આવી જાઈ છે અને અયાંશી કોફીની પીધા પછી તેના બેગમાંથી જેકેટ કાઢીને પહેરે છે અને ત્યાર પછી એરપોર્ટની બહાર નીકળે છે. અને જેવી એરપોર્ટની બહાર આવે છે ત્યાજ તેના નામનું બોર્ડ લઈને ઉભેલા એક ટેક્સી ડ્રાઈવરને જોવે છે અને તેની પાસે જઈને કહે છે કે અયાંશી તે જ છે. અને તે ડ્રાઈવર સ્માઇલ સાથે અયાંશીનું સ્વાગત કરે છે અને તેનો સામાન લઈને કારની ડીકીમાં મૂકે છે ત્યાં સુધી અયાંશી પણ ગાડીમાં ગોઠવાઈ ગઈ હોય છે અને ત્યારબાદ ડ્રાઈવર અયાંશીને તેની હોટેલ સુધી ડ્રોપ કરી જાઈ છે...


અયાંશી તેના રૂમમાં જઈને ફ્રેશ થાઈ છે. અને થોડીવારમાં તેના માટે ગરમા ગરમ બ્રેકફાસ્ટ આવી ગયું હોય છે, પેનકેક, બ્રાઉન બ્રેડ, સ્ટ્રોબેરી, કેળાં અને કોફી. અયાંશી નાસ્તો કરીને બેડમાં આડી પડે છે. આટલી લાંબી મુસાફરી કરીને આવી હતી એટલે થાક લાગ્યો હતો અને તેમાં પણ જેટલેગ પણ. એટલે બેડમાં પડતાની સાથે જ અયાંશી ને ક્યારે ઊંઘ આવે ગઈ તે ખુદ અયાંશીને પણ ના ખબર રહી..


અયાંશીની આંખ જ્યારે ખુલ્લે છે ત્યારે સાંજના ૪ વાગી ગયા હોય છે અને અયાંશી ફટાફટ ફ્રેશ થઈને તૈયાર થઈને નીકળી પડે છે મેડ્રિડની શેરીઓમાં ફરવા. આમ પણ પ્રોજેકટને તે બધુ ૨ દિવસ પછી ચાલુ થવાનું હતું એટ્લે અયાંશીએ વિચારેલું કે આ ૨ દિવસમાં જેટલું મેડ્રિડ ફરાઈ તેટલું ફરી લઈશું..


અયાંશી હોટેલમાંથી નીચે ઉતરીને ત્યાની આજુ બાજુના સ્થળો જોવાનું જ વિચારે છે એટ્લે તેને ચાલીને જવાનો નિર્ણય કર્યો, અયાંશી ડાર્ક બ્લૂ જીન્સ તેના ઉપર બ્લેક ટોપ અને તેના ઉપર બ્રાઉન જેકેટ પહેર્યું હોય છે.. અને પાછું ગુજરાતીમાં અયાંશી લખેલું એક સોનાનું બ્રેસલેટ તેના હાથોમાં પહેરેલું.. અયાંશી ચાલીને આજુબાજુના સ્થળોને નિહારી રહી હોય છે અને વિચારી રહી હોય છે કે કેટલું સુંદર શહેર છે.. અને ત્યાજ તેની નજર એક ઘરની બહાર લગાવેલા નેમ પ્લેટ ઉપર પડે છે..


નેમ પ્લેટ ઉપર ગુજરાતીમાં લખેલું હોય છે “ જીંદંગી “ અને આ વાંચીને અયાંશીને નવાઈ લાગે છે કે અહિયાં પણ ગુજરાતી લોકો રહે છે, બહારથી દેખાવમાં કોઈ અમીર માણસનું ઘર હોય તેવું લાગતું હતું એટ્લે અયાંશીને લાગ્યું કે અહિયાં પણ આ ગુજરાતીએ આવીને પૈસા કમાઈ લીધા છે..


મોટું ગાર્ડન, ગાર્ડનની બાજુમાં ગેરેજ હતું અને, ૨ માળનું મકાન હતું જોવામાં લાગતું હતું કે ઘરમાં ૧૦ થી ૧૨ રૂમો હશે અને ઘર મેઇન રોડ ઉપર થોડી ઊંચાઈ પર આવેલું હતું, આ બધુ જોયા પછી અયાંશી માંડ ૧૦ ડગલાં આગળ ચાલી હશે ત્યાજ સામે ઢાળ ચડીને એક બાઇક આવતી દેખાઈ અયાંશી જોઈ રહી હતી કે આટલું અવાજ કરે છે તો કઈ બાઇક હશે? અયાંશીએ જોયું તો એક કાળા કલરના રેસિંગ કપડામાં એક યુવાન બેઠેલો હતો અને તેના ગાળામાં એક પેંડલ લટકતું હતું અને અયાંશીનું ધ્યાન તે યુવકના ચહેરા ઉપર પડ્યા પછી તે પેંડલ ઉપર પડી અને તે પેંડલ ગોલ્ડનું બનેલું હતું અને લખ્યું હતું “ અયાંશ “,અયાંશી જોઈ રહી હતી કે તેના હાથમાં જે બ્રેસલેટ છે અસલ તેના જેવુ જ બ્રેસલેટ, સરખો કલર, સરખી જ ડીઝાઇન, બધુજ સરખું હતું. અયાંશી બસ પાછી તે યુવાનને જોવામાં વ્યસ્ત થઈ ગઈ, તે યુવાનને જોઈ રહી હતી અને ત્યાજ યુવાને બસ ૩ થી ૪ સેકન્ડ માટે અયાંશી સામે જોયું અને તેમની આંખો પણ ૧ સેકન્ડ માટે મળી ગઈ. બસ પછી શું અયાંશીનું દિલતો યુવાનને જોઈ જાણે એક મિનિટ માટે બહાર આવીને તે યુવાણ પાસે જતું ના રહ્યું હોય એવું અયાંશીને લાગી રહ્યું હતું. પેલો યુવાણ પણ તેનું બાઇક “જીંદગી”ની બહાર ઊભી રાખે છે અને પછી બાઇક અંદર લેય છે.. અયાંશી દૂર ઊભી ઊભી જોઈ રહી હતી કે આતો તે જ ઘર છે જે હું થોડો સમય પહેલા જોઈ રહી હતી અને વિચારી રહી હતી કે આ કોઈ ગુજરાતીનું ઘર મળ્યું અને આ છોકરો તે ઘરમાં ગયો એટ્લે તે આ ઘરમાં રહેતો હશે. અયાંશી પેલા ઘરની અંદર જતાં યુવાનને જોઈ જ રહી હતી અને વિચારી રહી હતી કે તે યુવાનને જોઈને આજે દિલમાં અને મનમાં કઈક થઈ રહ્યું છે અને આવું તેની સાથે પહેલી વખત થઈ રહ્યું છે કે કોઈ છોકરાને જોઈને તેનું ચેઇન ગાયબ થઈ જા. અને અયાંશી વિચારી રહી હતી કે શું અત્યારે જે અનુભવ થઈ રહ્યો છે તેને જ પહેલી નજરનો પ્રેમ કહેવાતો હશે ?


----------------


અયાંશ આજે સવારથી રેસીંગ કરવા માટે નીકળી ગયો હતો અને સાંજે જ્યારે ઘરે આવી રહ્યો હતો ત્યારે તેને તેના ઘરની બહાર એક છોકરીને જોઈ ડાર્ક બ્લૂ જીન્સ તેના ઉપર બ્લેક ટોપ અને તેના ઉપર બ્રાઉન જેકેટ પહેરેલી તે છોકરી જોતાજ અયાંશનું દિલ જોર જોરમાં ધડકવા લાગ્યું, પહેલા એક પણ છોકરીને જોઈ આવું ફીલ નહોતું થયું જેવું તેને અત્યારે થઈ રહ્યું છે અને અયાંશે જોયું કે તે છોકરીના હાથમાં નામ લખેલું એક બ્રેસલેટ છે અને નામ હોય છે “ અયાંશી “, સેમ ટુ સેમ અયાંશે તેના ગળામાં પહેરેલા પેંડલ જેવુ જ હતું. જાણે કોઈ સ્વપ્ન જોઈ રહ્યો હોય એવું લાગી રહ્યું હતું.. આ બધુ જોઈ રહ્યો હતો ત્યાજ અયાંશની નજર બસ ૧ સેકન્ડ માટે પેલી છોકરીની નજર સાથે મળી જાઈ છે અને બસ અયાંશ ત્યાજ મનોમન વિચાર કરવા લાગ્યો હોય છે કે મે પેલી નજરના પ્રેમ વિષે બહુ સાંભળ્યુ છે તો શું અત્યારે જે મારી સાથે થઈ રહ્યું છે તેને જ પહેલી નજરનો પ્રેમ કહેવાતો હશે ?



અયાંશી પોતાની હોટેલ પાછી આવી ગઈ હતી તેને મેડ્રિડ ખુબજ સુંદર લાગી રહ્યું હતું અને તેમાં પણ પેલા છોકરાને જોયા પછી મેડ્રિડ જાણે તેને પોતાનું લાગી રહ્યું હતું અને તે ડિનર કરતાં કરતાં પણ પેલા છોકરાના વિચારો કરી રહી હતી કેમ જાણે કેમ તેના મગજમાંથી તેના વિચારો જવાનું નામ લઈ રહ્યા નહોતા. અયાંશીને એવું લાગી રહ્યું હતું કે, જાણે તેના વિચારો ઉપર પેલા છોકરાએ કાબૂ કરી લીધો હતો. ડિનર કર્યા પછી અયાંશીને ઊંઘ નહોતી આવતી કેમ કે તેને બપોરના સમયે પૂરતી ઊંઘ લઈ લીધી હતી અને તેમાં પણ પેલા છોકરાના વિચારો હવે અયાંશીને સુવા દેવાના હતા નહી એટલે અયાંશીએ વિચાર્યું કે ચાલને બહાર પાછો રાઉન્ડ મારી આવું કદાચ પેલો છોકરો પાછો જોવા મળી જાઈ એટલે અયાંશી પાછી તૈયાર થઈને બહાર રાઉન્ડ મારવા નીકળી..


આ બાજુ અયાંશની હાલત પણ અયાંશીથી જુદી નહોતી જ્યારથી તેને અયાંશીને જોઈ હતી ત્યાર થી બસ તેનું દિલ તે છોકરીને જોવા માંગી રહ્યું હતું. પણ અયાંશને સમાજ નહોતું આવી રહ્યું કે તે છોકરી રહેતી ક્યાં હતી અને આ એરિયામાં પહેલી વખત જ તેને જોઈ હતી એટલે અયાંશે વિચાર્યું કે કદાચ કોઈ પ્રવાસી હોઇ શકે એટ્લે તેને નહોતું લાગતું કે બીજી વખત તે છોકરી સાથે તેની મુલાકાત થાઈ પણ તેનું દિલ આ વાત સ્વીકારવા તૈયાર નહોતું એટલે અયાંશને થયું કે ચાલને બહાર રાઉન્ડ મારી આવું કદાચ તે છોકરી ફરી પાછી મને મારા ઘરની નજીક જોવા મળી જાઈ. અને આ વખતે અયાંશે કાર અને બાઈકના બદલે ચાલીને જવાનું વિચાર્યું અને અયાંશ તૈયાર થઈને ઘરની બહાર નીકળે છે....


મેડ્રિડમાં રાતના ૧૦ વાગ્યા હોય છે અને રસ્તાઓ ઉપર લોકોની ચહલ પહલ ધીમે ધીમે કરીને વધી રહી હોય છે, યુરોપના દેશોનું આ કલચરજ રહ્યું છે કે માણસ આખો દિવસ કામ કરે અને કામના થાકને ઉતારવા રાત્રે પબ, ક્લબ અને હોટેલમાં જાઈ. શિયાળાની મૌસમ હતી અને રાત બરાબર જામી રહી હતી, ઠંડી પણ તેની પકડ ધીમે ધીમે મજબૂત બનાવી રહી હતી અત્યારે -૨ ડીગ્રી તાપમાન હતું અયાંશીને આટલી ઠંડીની આદત ના હતી એટલે તેને ગરમ જેકેટ, હાથ મોજા, માથા ઉપર ગરમ ટોપી પહેરી હતી અને છતાં પણ જેવી તે હોટેલમાંથી બહાર નીકળી ઠંડીથી તેનું શરીર ધ્રુજી ઊઠયું. અયાંશીને થોડી વારતો લાગ્યું કે પાછી હોટેલમાં જતી રહે પણ આજે આજે તેના દિલ દિમાગ પર કોઈ બીજાનો કાબૂ હતો એટલે તેના દિલે તેને પાછા હોટેલમાં જવા માટેની ના પાડી અને અયાંશી કડકડતી ઠંડીમાં અયાંશના ઘર તરફ ધીમે ધીમે ચાલવા લાગી..


બીજી તરફ અયાંશ પણ પોતાના ઘરની બહાર નીકળ્યો તેને પણ ગરમ જેકેટ, ગરમ ટોપી, ગાળામાં સ્કાફ અને હાથ મોજા પહેર્યા હતા પણ અયાંશતો અહિયાં જ રહેતો હતો એટલે તેને ઠંડીની આદત હતી. અયાંશ પણ સાંજના સમયે પેલી છોકરીને જ્યાં જોઈ હતી તે તરફ ધીમે ધીમે ચાલવા લાગ્યો...


અયાંશી અને અયાંશ બંને પેલી જગ્યા ઉપર આવી ચૂક્યા હતા અને ચાલતા ચાલતા બંનેની નજર એક બીજાને શોધી રહી હતી તે લોકો ચાલીતો ફૂટપાથ ઉપર રહ્યા હતા પણ તેમના દિલ કોને ખબર કોઈના વિચારોની પોટલીઓ ઉપાડીને કોઈ બીજા રસ્તે જઇ રહ્યા હતા... અને ત્યાજ ધીમે ધીમે વરસાદ ચાલુ થયો અને અયાંશી દોડીને બસ સ્ટોપના સ્ટેન્ડ નીચે જઈને ઊભી રહી અને જેવી તે ત્યાં પહોચી ત્યાં જ અયાંશીની આંખો આજે સાંજના સમયે જોયેલી આંખો ઉપર પડે છે અને અયાંશી સરખી રીતે જોવે છે અને પછી જાણે તેની અંદરથી જાણે આવાજ આવી રહ્યો હતો કે તું જેને શોધી રહી હતી તે તારી સામે જ ઊભો છે અયાંશીનું દિલ નાચી રહ્યું હતું પણ તે બહારથી એકદમ નોર્મલ રહેવાનો પ્રયત્ન કરી રહી હતી પણ તેની આંખો ક્યાં તેનું કહ્યું માનવાની હતી થોડી થોડી વારે અયાંશીને પેલા છોકરાની બાજુ જોવાઈ જતું હતું અને તેની આંખોની મુલાકાત વારંવાર પેલા છોકરાની આંખો સાથે થઈ જતી હતી....

બીજી તરફ અયાંશ ઘરની બહાર નીકળ્યો ત્યાં વરસાદ ચાલુ થયો એટ્લે તે બસ સ્ટોપની નીચે જઈને ઊભો રહ્યો અને તે વિચાર કરવા લાગ્યો હતો કે હવે તો વરસાદ પણ ચાલુ થઈ ગયો એટ્લે તે જે છોકરીને શોધવા માટે નીકળ્યો હતો હવે તે મળવાની આશા ધીમે ધીમે કરીને પૂરી થઈ રહી હતી ત્યાજ દૂરથી દોડીને આવતી તે સુંદર છોકરી તેને દેખાની અયાંશને થયું જાણે તે કોઈ સ્વપ્ન જોઈ રહ્યો છે પણ જ્યારે તે છોકરી આવીને ત્યાં ઊભી રહી ત્યારે તે ને ખબર પડી કે આ કોઈ સ્વપ્ન નથી આ હકકીકત છે અને આ હકકીકત તેની સામેજ ઊભી છે… અને અયાંશની આંખો જાણે.... કોઈ છોકરો/છોકરી તેના ક્રશને જોઈને કેમ થોડી થોડી વારે કારણ વગરનું તેની સામું જોયા કરે, તેવી રીતે અયાંશની આંખો અયાંશીની આંખોને થોડી થોડી વારે જોઈ રહી હતી.....


અયાંશી અને અયાંશ બંને આવી રીતે ચોરી ચોરી એકબીજાની આંખોમાં આંખ નાખતા નાખતા એકબીજાની નજીક આવી ગયા બનેને ખબર જ ના રહી.. અને ત્યાજ અચાનક વરસાદનું એક જોરદાર જાપટુ આવીને બંનેને ભીજાવી ગઈ.. (ભગવાન પણ આજે આ બંને પ્રેમીઓને ભેગા કરવામાં મદદના કરતો હોઇ એવું લાગી રહ્યું હતું.... ). સમુદ્રના પેલા છિપલાઓમાંથી મળતા પેલા સફેદ મોતી જેવા આ વરસાદના એ પ્રથમ ટીપાઓ જ્યારે શરીરને પહેલીવાર ટચ કર્યા પછી તે મોતીઓને માણવા પોતાના શરીર ઉપર જે પહેલો ટચ કરે છે બસ આ ટચથી જ અયાંશી અયાંશને અને અયાંશ અયાંશીને લગભગ દિલ આપી બેઠયા હતા....


અયાંશીની આંખો જુવે છે કે, વરસાદના એ ટીપાઓ કે મોતીઓ, જેવા પેલા છોકરાને સ્પર્શે છે ત્યાં જ તે છોકરાના મોઢા ઉપર એક અલગ સ્માઇલ આવે છે તેની આંખોમાં એક અનેરી ચમક અયાંશી જોવે છે અને ત્યાર પાછી તે છોકરાનું પેન્ટના ખીસ્સ્માથી પોતાનો એક હાથ તેની મૂછો ઉપર બેઠેલા મોતીના ટીપાને તેની આગળી ઉપર લઈ તેને હાથના અંગૂઠા ઉપર ઘસીને તે મોતીઓના કણકણને તેની મૂછો ઉપર ફેરવતા ફેરવતા તેની સામે જોઈને ક્યૂટ સ્માઇલ આપી રહ્યો હતો અને તેની સ્માઇલની સાથે તેની સ્માઇલને વધારે ક્યૂટ બનાવનાર ગાળામાં પેલું ” અયાંશ “ લખુલે નેકલેસ.. પેલા છોકરાની સ્માઇલ જોઈને અયાંશીના શરીરમાં એક એવી ઠંડક કહો કે ધુરાજી કહો તે આવી ગઈ. આવી ધુરાજીતો હોટેલની બહાર નીકળતા સમયે પણ નહોતી આવી તેવી હતી. જાણે શરીરનું એક એક અંગ અયાંશીને કહી રહ્યું હોય કે જઈને તેને કહે કે ચાલ મારો હાથ પકડ, મારે મારી આ જિંદગીની સફર તારો હાથ પકડીને કરવી છે...


અયાંશની આંખો હજી ચોરી ચોરી રૂપે તેની બદમાશ હરકતો કર્યે જતી હતી ત્યાજ પેલી છોકરી ઉપર વરસાદના ટીપાઓ આવ્યા અને આ ટીપાઓ પછી તે છોકરીએ તેનો એક હાથ ઉઠાવીને તેના વાળમાં એવી રીતે ફેરવ્યો જાણે કોઈ માતા તેના નવા જન્મેલા બાળકને પહેલીવાર વહાલ કરતી હોઇ. અને ત્યાર જ તેના ચહેરા ઉપર આવી પડેલી એક અણધારી આફત જેવી એક લટને પણ વહાલ કરીને કાનની પાછળ કરે છે અને તેના હાથમાં રહેલું “ અયાંશી “ લખેલું બ્રેસલેટ તેના મખમલ કરતાં પણ કોમલ હાથોની સુંદરતમાં વધારો કરી રહ્યું હતું અને તે છોકરી તેની સામે જોઈને સ્માઇલ આપી રહી હતી અને આ સ્માઇલ અયાંશના દિલમાં પ્રેમનો પીયાનો વગાડી રહી હતી.... અયાંશનું દિલની અંદર ચાલી રહેલા આ કાર્યક્રમમાં જેટલા પણ રક્તકણો ભાગીદાર બન્યા હતા તે બધા જ રક્તકણો અયાંશને કહી રહ્યા હતા કે પૂછ તે ને કે, શું તમે તમારી જિંદગીનો બાકીનો હવે મારી સાથે વિતાવશો ?


બંનેની આંખો એકબીજાની આંખો સાથે જાણે વાર્તાલાપ કરી રહી હોય એવું લાગી રહ્યું હતું અત્યારે બંનેના મન્ન ખુબજ શાંત હતા.


ચાલતા ચાલતા બનેના ચહેરા ઉપર એક આનંદ હતો એવો આનંદ કે,


જાણે શરદ પૂનમની રાતલડી અને એમાં પણ દરિયા કિનારેનું ખેતર.. ચાંદો તેના પૂર્ણરૂપ સાથે સમુદ્રનાએ તોફાની મોજાઓ વચ્ચે કોઈપણ જાતના અવાજ વિના ધીમે ધીમે ઉપર આવી રહ્યો હોઇ.. અને તે રાતલડીમાં જમવામાં ગરમા ગરમ ઊંધિયું હોય અને સાથે બાજરા-ઘઉં બંનેને મિક્સ કરીને બનાવેલી કરકરી ભાખરી.(પૂરી અને રોટલી સાથે ઊંધિયુંતો બધાઇ ખાઈ પણ આની સાથે જે મજા છે તે બીજે ક્યાઇ નહી) અને આનું પહેલું બટકું મોઢામાં મૂકતાં સાથે જે આનંદ આવે, તેવો આનંદ.... પછી જીભને થોડું ખટાશ લગાડવા માટે લીંમ્બુ નાખીને બનાવેલા લીલા ભોલર મરચાંનો સ્વાદથી જે આનંદ ઉમેરાઈ તેવો આનંદ.... જમ્યા પછી તમારી મનગમતી ચોકલેટ (આપડી મનગમતીતો FERRERO ROCHER અને KITKAT છે) ખાવા મળે અને તે ચોકલેટ પણ જો કોઈ એ સ્પેશયલી તમારા માટે જ મોકલાવી હોઇ તો તે ચોકલેટ ખાઈને જે આનંદ મળે તેવો આનંદ, તે ચોકલેટ પછી ઘરે બનાવેલો કેસર દૂધમાં ડ્રાયફૃટ નાખીને બનાવેલો આઇસ્ક્રીમ ખાઇને જે આનંદ મળે તેવો આનંદ........


ખોટાજ બદનામ કરે છે આંખોને પ્રેમ માટે..

બાકી પ્રેમ થાઈ છે તો સ્માઇલની સાથે....


અયાંશી ધીમે રહીને હોટેલમાં આવી ગઈ અને અયાંશે પાછળ વાળીને જોયું અને અયાંશીને હોટેલમાં જતી જોઈ અને પછી તેનો ફોન કરીને ફોન કાઢ્યો અને કોઈને ફોન લગાવીને વાતો કરતો કરતો ઘરે આવી ગયો.. અયાંશી સિધ્ધીજ હોટેલના કાફેમાં ગઈ અને ત્યાં જઈને સ્ટ્રોંગ કોફી ઓર્ડર કરી અને બેઠી બેઠી વિચારો કરવા લાગી કે આ તેની સાથે શું થઈ રહ્યું છે અને વિચાર્યું કે શિવાંગીને ફોન કરીને આ બધી વાત કરે પણ મેડ્રિડમાં રાતના ૧૧ વાગ્યા હતા પણ ભારતમાં રાતના ૩:૩૦.. એટલે અયાંશીએ ફોન કરવાનો વિચાર માંડી વાળ્યો અને ત્યાં તેની કોફી આવી અને કોફી પીધા પછી અયાંશીએ બીલ માંગ્યું ત્યાં જ કેશિયરે કહ્યું કે તમારું બિલ કોઈએ આપી ગયું છે. અને એક લેટર પણ આપીને ગયું હતું કેશિયરે તે લેટર અયાંશીને આપ્યો. અયાંશીએ લેટર કાઢ્યો અને વાંચ્યું તો અંદર લખેલું હતું...


“ For Your SMILE “


અયાંશી વિચારી રહી હતી કે આ તે છોકરોજ તો નથી ને ?


અને આ બાજુ અયાંશ સૂતા સૂતા બસ છેલ્લા ૧ કલાકમાં તેની સાથે જે બન્યું તે વારંવાર યાદ કરીને તે યાદોમાં જઈને તે પળનો આનંદ મારી રહ્યો હતો..............


-------------------------------------------------

(3)

બીજા દિવસની સવારે અયાંશ ઉઠ્યો પણ આજની સવાર રોજની સવાર કરતાં થોડી અલગ હતી. અયાંશ જાગે એટલે તેના મગજમાં ઓફિસ કામના જ વિચારો આવતા હોય છે પણ આજે થોડું અલગ હતું. અયાંશને આજે ખાલી પેલી છોકરીના વિચારો જ આવી રહ્યા હતા, તે છોકરીની ક્યૂટ સ્માઇલ વારંવાર તેની નજર સામે આવીને તેના રોમ રોમને જાણે છોકરી તેની સાથે જ બેઠી છે એવો અહેસાસ કારાવે જતી હતી.. અયાંશનું મન આજે ઓફિસના કામ સિવાય બીજે હતું તેને આજની સવાર જાણે તેના જીવનની અત્યાર સુધીની સૌથી સુંદર સવાર લાગી રહી હતી... અયાંશને આજે ઓફિસે જવા સિવાય પેલી છોકરી જ્યાં હોટેલમાં રોકાઈ છે ત્યાં જઈને તેને પાછું જોવાનું મન થઈ રહ્યું હતું પણ અયાંશનું દિલ તેને આમ કરતાં રોકી રહ્યું હતું અને જાણે તેને કઈ રહ્યું હતું કે ભાઈ આટલો ઉતાવળો ના થઈશ, થોડો સમય રાહ જોઈલે...

અયાંશીની હાલત તો વધારે ખરાબ હતી તે આખી રાત સૂઈ શકી નહોતી તેનું દિલ અને દિમાગ બસ પેલા છોકરાના વિચારો જ કર્યે જતું હતું. અયાંશી ભૂલી ગઈ હતી કે તે સ્પેન શા કારણે આવી છે. અયાંશીએ સવારે સૌથી પહેલો ફોન તેના ઘરે કર્યો. બધા સાથે વાત કરી અને ત્યાર પછી અયાંશીએ શિવાંગીને ફોન કર્યો..

શિવાંગી:- હેલ્લો બેબ કેમ છો ?

અયાંશી:- હું ફાઇન અને તું ?

શિવાંગી:- તારા વગર કેવી રીતે ફાઇન હોવાની

અયાંશી:- હું પણ, તને મીસ કરું છું બેબ..

શિવાંગી:- ઓહ હો.. કોઈ ગમી ગયું કે શું તને ?

અયાંશી:- શું.....,,, શું કીધું તે ?

શિવાંગી:- ચાલ ચાલ નાટક ના કર અને સાચું બોલ કોણ છે તે ?

અયાંશી:- અરે એવું કઈ નથી બેબ....

શિવાંગી:- અચ્છા બચુ.. હમસે હોશિયારી....

અયાંશી:- અરે એવું કઈ નથી મારી માં...

શિવાંગી:- સારું ના કહે મને શું ? હું પણ હવે તને મારી એક પણ વાત કરવાની નથી તું જો…

અયાંશી:- અરે......

શિવાંગી:- અરે બરે કઈ નહી..

અયાંશી:- સારૂ સાંભળ તો... (અયાંશી પછી શિવાંગીને શરૂઆતથી લઈને બધુ જ કહે છે)

શિવાંગી:- બેબ ધ્યાન રાખ જે વિદેશમાં રહેતા છોકરાઓ બોવ સારા હોતા નથી એટલે તારું ધ્યાન રાખજે ખબર છે ને પેલી આપડી કોલેજ વાળી અનીતા અને પેલી રૂતુ બંનેએ વિદેશમાં રહેતા છોકરા સાથે પ્રેમ કરેલો અને બંને છોકરાઓ તેના દિલ સાથે રમત રમીને બીજી છોકરી સાથે મેરેજ કરી લીધા અને છોડી ગયા ૨ જીવતા જીવ મરેલી લાશો...

અયાંશી:- હા બેબ મને ખબર છે... હું મારુ ધ્યાન રાખીશ તું ટેન્શન નઇ લે.. અને સાંભળ આ વાત કોઈને ના કરીશ...

શિવાંગી:- હા બેબ કોઈને નહી કરું…..

અયાંશી:- સારૂ હવે હું ફોન મૂકું છું મારે પ્રોજેકટ સાઇટ ઉપર જવાનું છે, અને કાલ માટે બધી તૈયારી કરવાની છે...

શિવાંગી:- સારૂ બેબ.. બેસ્ટ ઓફ લક...

અયાંશી:- થેન્ક્સ બેબ... બાય....

શિવાંગી:- બાય...

અયાંશી ફોન મૂકે છે અને વિચાર કરવા લાગે છે કે શિવાંગીએ જે વાત કરી તે બરાબર છે. છોકરો ભલે ગુજરાતી ફેમિલીનો હોય પણ રહે છે તો વિદેશમાં જ ને. અને શિવાંગીએ કહ્યું તેમ વિદેશમાં રહેતા છોકરાઓ સારા નથી હોતા. અને બીજી બાજુ તેનું દિલ કઈ રહ્યું હતું કે કોઈ એક બે છોકરાઓના હિસાબે આપડે બધા છોકરાઓને ખરાબ સમજી લેવાની ભૂલ ના કરવી જોઈ શું ખબર કદાચ આ છોકરો પેલા છોકરાઓ કરતાં અલગ હોઇ.. પણ અયાંશીનું મન કહી રહ્યું હતું કે દેખાવમાં આટલો હેન્ડસમ છે, થોડા ઘણા પૈસાવાળો પણ છે. તો તેની પાસે છોકરીઓની કમી ક્યાં હોવાની.. અહિયાં ક્યાં છોકરીઓની કમી છે કે તે મારા જેવી દેશી છોકરી વિષે વિચારે...

અયાંશીના દિલ અને દિમાગ વચ્ચે ભયંકર યુદ્ધ ચાલુ થઈ ગયું હતું. અયાંશીનું દિલ તે છોકરાને એક ચાંસ આપીને તેના વિષે વધુ જાણીને પછી નિર્ણય કરવાનું કહી રહ્યું હતું જ્યારે અયાંશીનું દિમાગ અત્યારથી જ પેલા છોકરાને ભૂલી આગળ વધવા માટે કઈ રહ્યું હતું.

આ બંનેની લડાઈમાં ૮ ક્યારે વાગી ગયા અયાંશીને ખબર પણ જ ના રહી.. અયાંશી જલ્દી જલ્દી તૈયાર થઈ અને નીચે આવી ગઈ જ્યાં પેલાથી જ એક કાર તેની રાહ જોઈ રહી હતી...

અયાંશી કારમાં ગોઠવાઈ અને કાર મેડ્રિડના ખૂબસુરત રસ્તાઓ ઉપર દોડવા લાગી...

અયાંશીની કાર મેડ્રિડના GRAN VIA રસ્તા ઉપરથી પસાર થઈ રહી હતી અને અહીનો નજારો જોઈને અયાંશીને તો જાણે એમ થયું કે હમણાજ કાર રોકીને અહિયાથી બોવ બધી શોપિંગ કરી લવ.. GRAN VIA સ્ટ્રીટ મેડ્રિડની સૌથી ફેમસ સ્ટ્રીટ છે.. ખાણીપીણી, કપડાં, ઘડિયાળો,શુઝથી માંડીને વિશ્વની બધીજ બ્રાન્ડના સ્ટોર આ સ્ટ્રીટમાં આવેલા છે.....

અયાંશી કારમાં બેઠી બેઠી મેડ્રિડની સુંદરતાને માણી રહી હતી.. અને ત્યાજ તેની કાર એક મોટા ગેટ પાસે ઊભી રહી. ત્યાં સિક્યુરીટી ઓફિસરે અયાંશી પાસે તેનું આઈડી માંગ્યું. અયાંશીએ આઈડી બતાવ્યુ અને સિક્યુરીટી ઓફિસરે તે આઈડી જોઈ તે ગેટ ખોલવા કહ્યું.. અને અયાંશીની કાર ધીમે ધીમે અંદર જઇ રહી હતી અને ત્યાજ અયાંશીનું ધ્યાન એક બોર્ડ ઉપર પડ્યું.. ત્યાં મોટા અક્ષરોમાં સ્પેનીશમાં લખેલું હતું PALACIA REAL DE MADRID, અને નીચે ઇંગ્લિશમાં લખેલું હતું ROYAL PALACE OF MADRID.. ROYAL PALACE OF MADRIDની સુંદરતા જોઈને અયાંશી દંગ રહી ગયેલી. યુરોપના સૌથી સારા ROYAL PALACEમાં જેની ગણના થાઈ છે તેવા એક લાખ પાત્રીસ હજાર સ્ક્વેર મિટરમાં ફેલાયેલો આ પેલેસ એક સમયે સ્પેનના રોયલ ફેમિલીનું આવાસ સ્થાન હતું. અને અત્યારે પણ આ પેલેસનો ઉપયોગ ઓફિસિયલ ઇવેંટ્સ તરીકે થાય છે. અયાંશી આ પેલેસની સુંદરતા જોવામાં એટલી ખોવાઈ ગઈ હતી કે તેને ધ્યાન પણ ના રહ્યું કે મોન્ટુના ૨ કોલ આવી ગયા હતા...

અયાંશીએ તરતજ મોન્ટુને કોલ કર્યો………


મોન્ટુ:- ત્યાં જઈને મને ભૂલી ગઈ ને તું ? મોન્ટુએ ગુસ્સા સાથે કહ્યું... અયાંશી સમજી ગઈ કે તેને શિવાંગીને ફોન કર્યો અને મોન્ટુને ફોનના કર્યો એટલે તે ગુસ્સે છે...


અયાંશી:- અરે મારા ભઇલુંને હું થોડી ભૂલી જવાની...


મોન્ટુ:- તો તે શિવુંને કોલ કર્યો પણ મને નહી...


અયાંશી:- અરે ભઇલું તેની સાથે મારે ૫ મીનીટજ વાત કરવાની હોય છે અને તારી સાથે મારે ૧ કલાક જોવે.... હું મારી બધી જ વાત તને કરું છું ને.... શિવુને એટલા માટે ફોન કર્યો હતો કેમ કે મારે તેનું થોડું કોલેજનું કામ હતું,, અને તારી સાથે તો મારે ૧ કલાક થાઈ એટલે હું તને આજે સાંજે ફોન કરવાની હતી...


મોન્ટુનો ગુસ્સો આ વાત સાંભળીને જાણે ગાયબ જ થઈ ગયો..


મોન્ટુ:- સાચ્ચે...


અયાંશી:- હા ભઇલું.. બોલ શું કરે છો ? અયાંશીએ ૨ મિનિટ મોન્ટુને કોલ કરી મૂકી દીધો અને ત્યાં સુધી કાર પેલેસ ગાર્ડનમાં બનાવેલા રસ્તા ઉપર ધીમે ધીમે ચાલીને પેલેસના એટરન્સ ગેટ પાસે આવી ગઈ હતી...


કાર જેવી ઊભી રહી ત્યાં એક ગાર્ડ અયાંશી નો કારના દરવાજો ખોલે છે અને અયાંશીને HOLA (HELLO) કહીને સ્વાગત કરે છે અને પછી MOST WELCOME MAM. અયાંશી કારમાંથી ઉતારીને પેલા ગાર્ડને THANKS કહે છે અને પેલો ગાર્ડ અયાંશીને એક કાર્ડ આપે છે જેમાં આજના કાર્યક્રમની સપૂર્ણ વિગત હતી અને પછી પેલો ગાર્ડ PLEASE COME THIS WAY MAM કહીને અયાંશીને પેલસેના ગેટ સુધી ગાઈડ કરે છે. જેવી અયાંશી જેવી પેલેસના ગેટ પાસે પહોચે છે ત્યાં જ દરવાજે સ્પેનીશ ટ્રેડિશનલ કપડાઓ પહેરીને ઉભેલા ગાર્ડ દરવાજો ખોલે છે અને અયાંશી જેવી પેલેસમાં કદમ મૂકે છે ત્યાજ અંદરનું દ્રશ્ય જોઈને અયાંશીની આંખો પહોળી થઈ જાઈ છે. કોઈ ૭ સ્ટાર હોટેલને પણ પાછી પાડે તેવું દ્રશ્ય હતું... અયાંશી ધીમે ધીમે કરીને પેલો ગાર્ડ જ્યાં જઇ રહ્યો હતો તેની પાછળ પાછળ જાઇ છે પણ તેની આંખો હજી ચારેય બાજુ પેલેસની સુંદરતાને આંખોમાં કેદ કરી લેવા માંગતી હોય તેમ બધુ જોઈ રહી હતી...


અયાંશી એક હોલમાં પહોચે છે ત્યાં એક કાર્યક્રમ રાખેલો હતો. વિશ્વભરમાંથી જે ૩૦ પ્રોજેકટ સિલેક્ટ થયેલા તે બધાજ પ્રોજેકટ બનાવનાર વ્યક્તિઓ ત્યાં હજાર હતા.. અયાંશી ત્યાં જઈને તેના નામ લખેલા સોફા ઉપર જઈને બેસી ગઈ અને ત્યાં જઈને કાર્ડ ખોલીને આજના કાર્યક્ર્મનું શેડ્યુલ જોવા લાગી.....


શેડ્યુલ કઈક એવું હતું કે..


૧૦:૦૦ વાગે વેલકમ સ્પીચ મેડ્રિડના મેયર આપવાના હતા, ૧૦:૩૦એ કોઈ હસ્તી આવવાના હતા અને તેનું INDRODUCTION હતું અને પછી તે હસ્તીની સ્પીચ.. ૧૧:૦૦ વાગતાજ પેલા હસતીના હાથે ૩૦એ પ્રોજેકટ બનાવનારને સન્માન કરવાના હતા અને સાથે સાથે બધાએ તેમાનો ટૂકમાં પરિચય આપવાનો હતો અને ઓછા શબ્દો વાપરીને તેમના પ્રોજેકટ વિષે જાણકારી આપવાની હતી. (આ એક પ્રકારનું ટાસ્ક હતું કે ઓછા શબ્દો વાપરીને લોકોને તમારા પ્રોજેકટ વિષે જાણકારી આપવાની). ૧:૦૦ તો ૨:૦૦ લંચ ટાઈમ. ૨:૦૦ થી સાંજના ૬:૦૦ સુધી તમને તમારા ફાળવેલી જગ્યા ઉપર જઈને તમારા પ્રોજેકટ માટેની તમામ તૈયારીઑ કરી લેવી અને જે જે વસ્તુની જરૂરિયાત હોઇ પ્રોજેકટ બનાવવા માટે તેનું લિસ્ટ પહેલાજ માંગેલું તો તે લિસ્ટ મુજબ બધી વસ્તુઓ ત્યાં આવી ગઈ છે કે નહી તે ચેક કરવાનું હતું. જો લિસ્ટમાં આપેલી કોઈ વસ્તુ આવી ના હોય તો ઇવેન્ટના ઓફિસિયલ્સને જણાવી તે વસ્તુ મંગાવી લેવાનું… પછી ૬ થી ૯ સ્પેનના સાંસ્કૃતિની એક જલક બતાવતા પ્રોગ્રામો હતા.. ૯ પછી ડીનર અને ડિનર લીધા પછી કાર તમને હોટેલ સુધી મૂકવા આવશે...


કાર્ડ વાંચી અયાંશીએ ઘડિયાળમાં જોયું તો ૧૦ વાગવામાં ૫ મિનિટની વાર હતી તેને આજુ બાજુ નજર કરી ત્યાં આખો હૉલ ભરચક હતો, પાછળ મીડિયા કર્મીઓ લાઇન લગાવીને ઉભેલા હતા. આ બધુ જોઈ અયાંશી નોર્મલ થઈ ગઈ એક ઊંડો શ્વાસ લઈને તેના પ્રોજેક્ટને કેવી રીતે શોર્ટમાં લોકોને સમજાવો તે વિચારવા લાગી.....


૧૦ વાગતાજ મેડ્રિડના મેયર સ્ટેજ ઉપર આવ્યા તેમણે પ્રેમથી સ્પેન તરફથી બધાને આવકાર્યા. થોડું ભાષણ આપ્યું. સ્પેન અને ખાસ કરીને મેડ્રિડ વિષે ત્યાં આવેલા બધા જ લોકોને જાણકારી આપી.. અયાંશી આ બધુ ધ્યાનથી સાંભળી રહી હતી....


૧૦:૩૦ થતાં જ એક યુવાન આવીને સ્ટેજ ઉપર ગોઠવાયો.. અયાંશી સમજી ગઇ કે, કોઈ સેલીબ્રીટી આવવાનું હતું એ આજ હશે... પણ અયાંશીને થોડું અજીબ લાગેલું કે આટલો મોટો સેલીબ્રીટી આવ્યો પણ કોઈએ તાળીઓ પાડી સ્વાગત પણ ના કર્યું? પણ પછી અયાંશીને વિચાર આવ્યો કદાચ સ્પેનમાં આપડા દેશ જેવી સીસ્ટમ નહી હોઇ કે કોઈ મોટું માણસ આવે ત્યારે તેને તાળીઓ પાડી સ્વાગત કરવાનું.. એમ કરી અયાંશી ફરી પાછી સ્પીચ સાંભળવા લાગી. હવે મેયરે તેની સ્પીચ પૂરી કરી અને એક છોકરી માઇક ઉપર આવી અને પેલા આવેલા સેલીબ્રિટીની ઓળખાણ આપવા સ્પીચ ચાલુ કરી…

જેમ જેમ પેલી છોકરીની સ્પીચ આગળ વધી રહી હતી તેમ તેમ હોલમાં હાજર બધાજ લોકોની આંખો ભીની થઈ ગઇ હતી અને સ્પીચ પૂરી થઈ ત્યારે હોલમાં હાજર બધા જ વ્યક્તિઓ પોતાના સોફાઓ ઉપરથી ઊભા થઈને પેલા સેલીબ્રિટીને તાળીઓથી વધાવી રહ્યા હતા. તે યુવાન પણ ખુદ ઊભો થઈને તાળીઓ પાડી રહ્યો હતો અને આ જોઈને પણ અયાંશીને નવાઈ લાગી કે કોઈ માણસ પોતાના માટે તાળીઓ કેમ પાડી શકે પણ પછી વિચાર્યું કે આ ભારત નથી સ્પેન છે એટ્લે કદાચ અહિયાં આવું હોઇ શકે...તે યુવાનની સ્ટોરી સાંભળીને અયાંશીના દિલમાં તે માણસ પ્રત્યે આદર આવી ગયો હતો. અયાંશી તે માણસને જોઈ રહી હતી ત્યાજ તે છોકરાએ સ્માઇલ આપી અને આ જોઈ અયાંશીને કાલ રાત્રે બસસ્ટેન્ડ વાળા પેલા છોકરાની યાદ આવી ગઈ, તેની ક્યૂટ સ્માઇલની યાદ આવી ગઈ. કાલ રાતનું દ્રશ્ય અયાંશીની આંખો સામે આવી ગયું હતું અને અયાંશી તે દ્રશ્યને માણવામાં એટલી તલ્લીન થઈ ગઈ હતી કે વાસ્તવમાં શું થઈ રહ્યું છે તે અયાંશીને પણ ખબર ના હતી.. પેલા યુવાને તેની સ્પીચ ચાલુ કરીને પૂરી કરી દીધી પણ તે છોકરાનો એક પણ શબ્દ અયાંશીના કાન સુધી પહોચ્યો ના હતો અને તેનું કારણ હતું ગઈરાત્રીના વિચારો..


અયાંશી હજી વિચારોની દુનિયામાં જ હતી અને ત્યાજ તેનું નામ આવ્યું અને તેનું નામ સાભાળીને તે સ્ટેજ ઉપર ગઈ.. પેલા યુવાન પાસેથી એક મોમેન્ટો અને પ્રમાણપત્ર સ્વીકાર્યું અને અયાંશીએ જતાં જતાં પેલા યુવાન પાસે જઈને THANKS અને YOU ARE MY INSPIRATION આટલું બોલી અને પેલા છોકરો કઈ બોલે તે પહેલા અયાંશી નીચે ઉતરીને તેની જગ્યા ઉપર આવી ગઈ...


આખો દિવસ શેડ્યુલ પ્રમાણે ચાલ્યુ. અયાંશીએ ડિનર કરી લીધું હતું અને તેને ઘડિયાળમાં જોયુંતો રાતના ૯:૩૦ થયા હતા અને બહાર ઠંડી જામી ગઈ હતી.. આખા દિવસની થકાન અયાંશીના મોઢા ઉપર દેખાઈ રહી હતી એટલે અયાંશીએ હોટેલ જઈને આરામ કરવાનું મન બનાવી લીધું હતું.. અયાંશી પેલેસમાથી નીકળીને હોટેલ આવી ગઈ અયાંશીએ વિચાર્યું કે ૧૦:૩૦ આસપાસ તે બહાર રાઉન્ડ મારવા જસે કદાચ પેલો છોકરો જોવા મળી જાઈ તો અને અયાંશી SHOWER લઈને બેડમાં પડી.. કાલ આખી રાત પેલા છોકરાના વિચારોને લીધે ઊંઘ નહોતી આવેલી અને આજે આખો દિવસ બહાર હતી એટ્લે અયાંશી થાકી હતી બેડમાં પડતાં જ તેને ક્યારે ઊંઘ આવી ગઈ તે ખબર જ ના રહી...........

------------------------------------------------------


અયાંશ જેવો ઓફિસ જવા નીકળતો હતો ત્યાજ તેને એક કોલ આવ્યો અને તેને કોલમાં વાત કર્યા પછી ઘરમાં પાછો આવ્યો થોડા કપડાં પેક કર્યા અને ઘરને બરાબર લોક કર્યું અને ઓફિસમાં કોલ કરીને કહી દીધું કે તે જરૂરી કામ માટે ફ્રાંસ જાઈ છે એટ્લે આજના બધાજ પ્રોગ્રામ કેન્સલ કરી દેવા.. અને તે બીજા ૧૦ દિવસ ઓફિસ નથી આવવાનો એટ્લે ત્યાં સુધી બધી જવાબદારી ઓફિસના તેના અંગત માણસોને આપીને તે નીકળી ગયો...

અયાંશ ફ્લાઇટમાં બેઠો બેઠો વિચાર કરી રહ્યો હતો કે તેને આવતા ૧૦ દિવસ જેટલો સમય લાગસે અને ત્યાં સુધીમાં પેલી છોકરી જતી રહેશે તો ? શું હવે તેના નસીબમાં તે છોકરી અહિયાં સુધી જ હતી? આ બધા વિચારોમાં અયાંશ કાલ રાતે બસ સ્ટેન્ડ ઉપર માણેલા તેની જિંદગીના સૌથી સારા ક્ષણોને યાદ કરી રહ્યો હતો અને આ વિચારી તેના ચહેરા ઉપર ગઈરાત વાળી જ સ્માઇલ આવી જતી હતી... જો અયાંશના વિચારોને કવિતા સ્વરૂપે રજૂ કરવામાં આવે તો તે કવિતા કઈક આવી હોય........


પ્રેમ તણાં વીશાળ સાગર છો તમે

પ્હેલા વરસાદ ની મીઠી સૌરભ છો તમે

છબી જેવી રાધા નું સૌમ્ય સ્મીત છો તમે

ઉગતા સુરજ નું અનુપમ સૌન્દર્ય છો તમે

ગુલાબ મહી પંખુડીઓ ની નાજુકતા છો તમે

વેહલી સવાર ના પંખીઓ નું ગુંજન છો તમે

સપ્તસુરો ની સુમધુર સુરાવલી છો તમે

લજામણી ની કોમલ લાજકતા છો તમે

શશી ની શીતળતા ની ઝલક છો તમે

સૂયાસ્ત થતા સાગર કીનારા ની શોભા છો તમે

નીલામ્બરના વીશાળતા નું નજરાણું છો તમે

મેઘ ધનુષી રંગો નું સુગમ પ્રતીક છો તમે

શીતળ મંદ સમીર ની લહેર છો તમે

પૂનમ મહી ચાંદ ની તેજસ્વી પ્રતીભા છો તમે

આભ માં ઉડતા પંખીઓ નું મધુર કલરવ છો તમે

ચાતક મહી વર્ષા ની મીઠી પ્યાસ છો તમે

સદ્ય ખળ-ખળ વેહતી સરીતા છો તમે

પરોઢ ના ખીલતા પુષ્પ ની સુવાસ છો તમે

રાત્રીના ટમ-ટમતા તારા બની ચાંદની છો તમે

રૂપ, સુંદરતા નું અપ્રિતમ લાવણ્ય છો તમે

દિલ માં અવિરત ધક - ધક કરતી ધડકન છો તમે

રોમે-રોમ માં વેહતા રુધિર નો પ્રવાહ છો તમે

સપનાઓ માં વસ્તી સ્વપ્ન પરી છો તમે

શૈશવ તણા મનની રાધીકા છો તમે

પ્રીતની મનોહર છબી છો તમે

કોઈ શાયરની મધુર કડી છો તમે

સદગુણ, સુંદરતા સંસ્કારો નો સુરેખ સંગમ છો તમે

ઈશ્વરનું અપ્રતિમ અલભ્ય દર્શન છો તમે

શૈશવ તણી કલ્પનાની કિવતા છો તમે

ઈશ્વરના ફુરસદની અદ્ધ્વિતીય રચના છો તમે

કામણગારું ૮મુ અચરજ છો તમે...

તમે તમે બસ જ્યા જોવ ત્યાં તમે જ દેખાવ છો.

લાગે આ દિલના માલકણ છો તમે...


--------------------------------

અયાંશી અચાનક જાગી ગઈ અને જાગીને તેને ફોન હાથમાં લઈને તેમાં ટાઈમ જોયો. સવારના ૪:૦૦ વાગ્યાં હતા અને આ જોઈ અયાંશીના દિલે જાણે ધડકવાનું બંધ કરી દીધું હોય તેમ લાગી રહ્યું હતું. રાતે પેલા છોકરાને જોવા જવાનું હતું પણ થાકના લીધે તેણે સુવાઈ ગયેલું. અયાંશીને અત્યારે તેની આ ભૂલ પર ખુબજ પસ્તાવો થઈ રહ્યો હતો કે, તેણે શું કામ ૧ કલાક માટે બેડમાં પાડવાનું વિચાર્યું. બેડમાં પાડવાની જગ્યાએ જો તે બહાર રાઉન્ડ મારવા નીકળી ગઈ હોત તો સારૂ હતું, પણ જે થઈ ગયું તે થઈ ગયુ હવે તે બદલાવાનું તો નથી ને એમ વિચારી અયાંશી પાછી બેડમાં પડી.. અયાંશીની આંખોમાં હવે ઊંઘ નહોતી પણ કોઈને જોઈ ના શકવાની નિરાશા હતી...

અયાંશી આમથી તેમ બેડમાં પડખા ફેરવી રહી હતી પણ હવે તેની આંખો પેલા છોકરાની સ્માઇલ જોવા તરસથી હતી એટ્લે અયાંશીએ વિચાર્યું કે તે અત્યારે જ બહાર જઈને પેલા છોકરાના ઘર પાસે રાઉન્ડ મારે કદાચ પેલો છોકરો જોવા મળી જાઈ. અયાંશી બેડમાંથી ઉઠી અને જલ્દી જલ્દી ચેન્જ કર્યું અને બહાર રાઉન્ડ મારવા નીકળી ગઈ….

બહાર નીકળતા નીકળતા અયાંશીએ ફોનમાં ટાઈમ જોયો તો ૪:૩૦ થયા હતા. જલ્દી જલ્દી તે બહાર નીકળી અને બહાર નું દ્રશ્ય જાણે તેના રોમ રોમમાં એક અનેરી તાજગી ભરી રહ્યું હતું..


એક તરફ ચંદ્ર ધીમે ધીમે ડૂબી રહ્યો હતો અને ચંદ્રનો પ્રકાશ આખા રસ્તાઓ ઉપરથી હળવે હળવે ઓછો થઈ રહ્યો હતો.. ધીમે ધીમે વાતો ઠંડો પવન,ઝાડવાઓ ઉપરથી નીચે પડી રહેલા પાંદડાઓ. પાંદડાઓએ આખા ફૂટપાથને તેની નીચે છુપાવી લીધું હતું એવું લાગી રહ્યું હતું કે ઝાડવાઓ જાણે અયાંશીને કહી રહ્યા હતા કે અયાંશી અત્યારે અમારી ઉપર એક પણ ફૂલ ઊગેલું નથી એટલા માટે તારા સ્વાગત માટે અમે આ પાદડાઓને ફૂટપાથ ઉપર પાથરી રહ્યા છીએ... અયાંશી રસ્તા ઉપર કહો કે પાંદડા ઉપર ધીમે ધીમે ચાલી રહી હતી... સ્ટ્રીટ લાઇટ નીચેથી અયાંશી ચાલીને જતી ત્યારે એવું લાગી રહ્યું હતું કે જાણે લાઇટમેન કોઈ એવોર્ડ શોમાં કોઈ સેલેબ્રીટી ઉપર ફોકસ કરી રહ્યો હોય.

જેમ જેમ પેલા છોકરાનું ઘર નજીક આવી રહ્યું હતું તેમ તેમ અયાંશીના દિલની ધડકણ પણ વધી રહી હતી.... અયાંશીએ પેલા છોકરાના ઘર પાસે આવીને જોયુંતો ઘરની અંદર કોઈ પણ પ્રકારની હલચલ નહોતી બહાર ગેટ ઉપર તાળું લાગેલૂ હતું અને આ જોઈ અયાંશીનું દિલ જાણે તૂટી ગયું અને અયાંશી દુખી ચહેરા સાથે પાછી હોટેલ તરફ ચાલવા લાગી અને તેનું મગજ વિચારી ચડી ગયું હતું કે શું તે છોકરાને મળવાનો મૌકો હવે નહી મળે? શું તે છોકરાનો સાથ જીવનમાં માત્ર ૨ દિવસ સુધી જ હતો....


કેમ લાગે છે કે સફરમાં છું?

હું તો મારા જ ખુદના ઘરમા છું.

પાંદડે પાંદડે ઉદાસી છે,

મારા મનથી હું પાનખરમાં છું.

રાત જેવા તમામ દિવસો છે,

કોણ જાણે હું કયા પ્રહરમાં છું .

મારા હાથે હું તોડી રાજમહેલ,

સાવ ખંડેર જેવા ઘરમાં છું.

ખાર જેવાં બધાં જ પુષ્પો છે,

ભરવસંતે હું પાનખરમાં છું.

એક એવી સફરમાં છું જ્યાં.

માર્ગમાં ના મંજિલ કે ના વિસામો,

કેમ લાગે છે કે સફરમાં છું?


અયાંશી પાછી હોટેલ આવી ગઈ અને બ્રેકફાસ્ટ કરીને ઘરે ફોન કર્યો અને ફોન નમ્રતાબેને ઉપાડયો....

ન્રમતાબેન:- હેલ્લો ગુડ મોર્નિંગ. કેમ છો બેટા ?

અયાંશી:- ગૂડ મોર્નિંગ મોમ, હું એકદમ મજામાં અને તમે ?

નમ્રતાબેન:- હું પણ મજામાં અને શું થયું છે બોલ ?

અયાંશી:- કઈ જ નહી મોમ કેમ ?

નમ્રતાબેન:- બેટા હું તારી માં છું, તારા એક હેલ્લો ઉપરથી મને ખબર પડી જાઈ કે મારી એન્જલનો મૂડ કેવો છે?

અયાંશી:- એવું કઈ જ નથી મોમ, તું ખોટી ચિંતા કરે છે...

નમ્રતાબેન:- શું કરું બેટા, માં છું ચિંતાતો થાઈ જ ને...

અયાંશી:- પણ મોમ મને કઈ નથી થયું....

નમ્રતાબેન:- સારૂ ચાલ, તને કેમ છે? ત્યાં વધારે ઠંડી તો નથી ને ? તૈયાર થઈ ગઈ ? અને પ્રોજેકટની બધી તૈયારી થઈ ગઈ ?

અયાંશી:- અરે મોમ ધીમે ધીમે.. આટલા બધા સવાલો એક સાથે…..

નમ્રતાબેન:- સોરી સોરી.......

અયાંશી:- તારે સોરી કહેવાની જરૂર નથી અને હા, અહિયાં ઠંડી છે પણ તે આપેલા ગરમ જેકેટ અત્યારે કામ લાગે છે, તૈયાર પણ થઈ ગઈ અને પ્રોજેકટની તૈયારી પણ ગઇકાલે જ પૂરી થઈ ગયેલી...

નમ્રતાબેન:- વાહ સારૂ તો તો...

અયાંશી:- મોમ ડેડ ક્યાં છે ?

નમ્રતાબેન:- એ તો કોલેજ ગયા. અને હવે હું પણ સ્કૂલે જવા નિકલું છું...

અયાંશી:- સારૂ તો ડેડને કઈ દેજે કે મે ફોન કરેલો અને તમે બંને ધ્યાન રાખજો તમારું...

નમ્રતાબેન:- હા.... અને તું પણ તારું ધ્યાન રાખજે અને બેસ્ટ ઓફ લક...

અયાંશી:- થેન્ક્સ.. બાય મોમ..

નમ્રતાબેન:- બાય બેટા...

અયાંશી ફોન મૂક્યા પછી વિચારી રહી હોય છે કે હું અહિયાં છું છતાં પણ મારી મોમને કેમ ખબર કે મારુ મૂડ ખરાબ છે.


(બસ કવિતા રૂપે આટલું જ કહીશ કે)


માં બધુ જ જાણે છે


મને મારા કરતાં પણ વધારે ઓળખે છે..

તમે લાખ કોશિશ કરો છુપાવાની પણ,

માં બધુ જ જાણે છે..

મને ગમતું અને ના ગમતું

મારા હસવા પાછળનું કારણ,

મારા મૌન રહેવાનુ પ્રકરણ

માં બધુ જ જાણે છે..

એ રાત સુધી જાગવાનું,

છુપાઈ છુપાઈને રોવાનું,

મારી મસ્તીઓ, મારા તોફાનો,

મારો ગુસ્સો અને મારી ચાલાકીઓ

માં બધુ જ જાણે છે.

મારા સપનાઓમાં મારી સાથે,

મારી માં પણ જીવે છે,

કેમ કે માં જ બધુ જાણે છે..

ભોળી છે, ઓછું ભણેલી છે

પણ મારા જીંદગીની માર્ગદર્શક છે,

સિખવાડે છે મને હાર્યા પછી અને

મુસીબતમાં હસતાં રહેવાનુ

કેમ કે માં બધુ જ જાણે છે.

હું બીમાર હોવ તો પ્રાથના કરે છે,

અને પોતે બીમાર હોય ત્યારે

એક ઉમદા કલાકારની જેમ એક્ટિંગ કરીને

કઈ ના થયું હોય એવું નાટક પણ કરે છે.

દિવસ રાત બસ મારી સફળતા માટે પ્રાથના કરે છે,

બોલ્યા વગર મારા મનની વાત સમજે છે

કેમ કે માં બધુ જ જાણે છે...


અયાંશીને યાદ આવે છે કે કાલે મોન્ટુને ફોન કરવાનો રહી ગયો એટ્લે તે મોન્ટુને ફોન કરે છે..

મોન્ટુ:- આવી ગઈ તને મારી યાદ ? મોન્ટુ ફોન ઉપાડતાજ ગુસ્સામાં અયાંશીને કહે છે

અયાંશી:- અરે ભઈલુ શાંતી...

મોન્ટુ:- શું શાંતી ? કાલે કેટલો વેઇટ કર્યો તને ખબર છે ?

અયાંશી:- સોરી ભઇલું..

મોન્ટુ:- શું સોરી...

અયાંશી:- ભઈલુ કાલે બોવ જ થાકી ગઇ હતી..... (અયાંશી પછી મોન્ટુ સાથે ફોન ઉપર વાત કરવા લાગે છે અને જોત જોતામાં ૬:૧૫ થઈ ગયા હતા,એટલે અયાંશીએ મોન્ટુને બાય કહીને ફોન કાયો અને જલ્દી જલ્દી રેડી થવા જતી રહી)..

૬:૪૫ થયા હતા, આજનો કાર્યક્રમતો ૧૧ વાગે ચાલુ થવાનો હતો પણ અયાંશીએ હોટેલ સ્ટાફને પૂછીને આજુ બાજુ ફરવા લાયક જગ્યાઓ વિષે પૂછ્યું અને તેની પાસે જેટલો પણ સમય અત્યારે હતો તેટલામાં અયાંશી મેડ્રિડને જોવા માંગતી હતી..

અયાંશીએ કેબ બુક કરાવી અને સૌથી પહેલા તે Temple of Debod જોવા માટે નીકળી ગઈ...

અયાંશી ત્યાં પહોચી ત્યાંરે ૭:૧૦ થઈ હતી અને ધીમે ધીમે સુરજ બહાર આવી રહ્યો હતો.. ઇ.સ. પૂર્વે ૨ સદીમાં બંધાયેલું આ મંદિરને સ્થાનિક ભાષામાંThe Templo de Debod કહે છે. ઈજીપ્ત શૈલીમાં બંધાયેલું હોવાથી તેને Ancient Egyptian Temple પણ કહે છે.. આ TEMPLE સંપૂર્ણ પણે ખંડેર બની ગયું હતું પણ ૧૯૬૦ની સાલમાં UNESCO એ ફરી તેનું નિર્માણ કર્યું અને આજે આ જગ્યા મેડ્રિડની સૌથી પસંદીદા જગ્યાઓમાંની એક છે.. અયાંશી જેવી અંદર ગઈ ત્યાજ તેનું મોઢું ખુલૂ રહી ગયું. TEMPLE ની ફરતે તળાવ અને ઊગતા સૂરજના કિરણો જ્યારે પાણી ઉપર પડીને TEMPLE ની દીવાલ સાથે ટકરાઇ રહ્યા હતા અને તેનાથી દીવાલ જાણે સોનાની બનેલી હોય એવું લાગી રહ્યું હતું. અયાંશીએ થોડા ફોટો પાડ્યા મન ભરીને ત્યાની સુંદરતા માણી અને પછી બહાર આવી. અયાંશીએ ઘડિયાળમાં જોયું તો હજી ૮:૧૫ જ થયા હતા. અયાંશી પાસે હજી થોડો સમય હતો એટલે તેને EL Retiro Park જોવા જવાનું વિચાર્યું અને કેબ કરીને અયાંશી ત્યાં તે પાર્ક જોવા માટે પહોચી ગઈ..

૧૭ મી સદીમાં બનેલો આ પાર્ક મેડ્રિડનો સૌથી મોટો પાર્ક હતો, વિશાળ વૃક્ષો, પાણીના ફુવારાઓ, સુંદર ફૂલોના છોડો, લીલીછમ ઘાસ અને કલાત્મક મૂર્તિઓથી બનેલો આ પાર્ક સ્પેનિશ રાજવીઓનું ફરવાનું સ્થળ હતું ૧૯મી સદીથી આ પાર્ક લોકો માટે ખુલ્લો મૂકવામાં આવેલો... અયાંશીએ પાર્કના થોડા ભાગમાં આટા માર્યા અને ઘડિયાળમાં ૯:૩૦ થતાં જ તે પાર્કમાંથી નીકળી ROYAL PALACE જવા માટે નીકળી પડી....

અયાંશી સાંજે ૭ વાગે હોટેલ પહોચી અને તેના ચહેરા ઉપર એક સ્માઇલ હતી તેને બનાવેલો પ્રોજેકટ બધાને પસંદ આવ્યો હતો અને બધાએ તેના ખુબ જ વખાણ પણ કર્યા હતા.. આવીને અયાંશી તરત ફ્રેશ થઈ ગઈ અને રેડી થઈને બહાર રાઉન્ડ મારવા નીકળી ગઈ.. અયાંશી સૌથી પહેલા રાત વાળા પેલા બસ સ્ટોપ પાસે ગઈ જ્યાં તેની નજર પેલા છોકરા સાથે મળી હતી. બસ સ્ટોપ ઉપર જઈને અયાંશી થોડીવાર આંખોને બંધ કરીને બેસે છે અને તે રાત્રીની અનચાહી મુલાકાતને યાદ કરે છે.. અને પછી ઊભી થઈને પેલા છોકરાના ઘર તરફ ચાલતા ચાલતા રાઉન્ડ મારવા જાઈ છે એમ વિચારીને કે, પેલો છોકરો કદાચ આવી ગયો હોઇ અને તેની સાથે ફરી વખત એક અનચાહી મુલાકાત થઈ જાઈ, પણ કુદરતે અયાંશી અને અયાંશને મેળવવા માટે કઈક અલગ પ્લાન વિચાર્યો હોય એવું લાગી રહયું હતું. અયાંશીએ તેના ઘર પાસે જઈને જોયું તો સવારની જેમ હજી પણ ગેટ પાસે તાળું લટકતું હતું. આ જોઈ અયાંશી નિરાશ ચહેરા સાથે ફરી પાછી હોટેલ આવી ગઈ અને બેડમાં પડી પડી વિચારવા લાગી કે કદાચ તે છોકરાને મળવાનું હવે તેના નશીબમાં નહી હોઇ અને આમ વિચાર કરતાં કરતાં તેને ક્યારે ઊંઘ આવી ગઈ તે ખબર જ ના રહી........

અયાંશ ફ્રાંસની રાજધાની અને CITY OF LOVE કે CITY OF FASHION તરીકે પૂરા વિશ્વમાં ફેમસ એવા પેરીસ શહેરમાં હતો. અયાંશ આજના દિવસનું તેનું કામ પતાવીને ઘરે આવીને બેડમાં પડ્યો હતો. આજે પૂરા દિવસ દરમ્યાન કામ કરતાં કરતાં અયાંશને પેલી છોકરીની યાદ આવતી હતી.. તેનું મન આજે કામમાં નહોતું છતાં પણ તેને બધુ કામ પૂરું કર્યું અને ઘરે આવીને બેડમાં પડ્યો..

કુદરત પણ કમાલ કરે છે ને. CITY OF LOVE કહેવાતા આ પેરીસ શહેરમાં લોકો તેના પ્રેમી સાથે આવે છે અને અયાંશ અહિયાં તે છોકરીની પહેલી સ્માઇલ, બસ સ્ટોપની યાદોને જ સાથે લઈને આવી શક્યો છે.. અયાંશ વિચારી રહ્યો હોય છે કે કદાચ મેડ્રિડ પાછા જઈને પણ હવે કશું મળવાનું નથી તે છોકરી ટુરીસ્ટ હતી અને હવે તો મેડ્રિડ છોડીને જતી પણ રહી હોય એટલે તે છોકરીને મળવું હવે અશક્ય છે. અને આ વિચારો કરતો કરતો અયાંશ પણ સૂઈ જાઈ છે..

૨ દિવસ પછી, પેરીસ(ફ્રાંસ)

અયાંશી મેડ્રિડથી પેરીસ આવી ગઈ હોય છે.. હવે ૨ દિવસ પછી પેરીસના વર્લ્ડ ફેમસ એવા એફિલ ટાવર પાસે તેનું પ્રોજેકટનું પ્રદશન હોય છે. ફ્રાંસ સરકારે આ પ્રદર્શન એફિલ ટાવર સામે આવેલા ગાર્ડનમાં ગોઠવ્યૂ હોય છે એટલે એફિલ ટાવર જોવા આવતી પબ્લિક પણ આ પ્રદર્શનને જોઈ શકે..

અયાંશી મેડ્રિડથી મોડી રાત્રે પેરીસ પહોચી હોય છે અને ટ્રેનની મુસાફરીમાં થોડી થાકી પણ હોય છે એટલે હોટેલ પહોચીને ફ્રેશ થઈને સુઇ જાઈ છે. બીજી દિવસે જ્યારે અયાંશીની આંખ ખુલ્લે ત્યારે બીજા દિવસના બપોરના ૧૨:૦૦ વાગ્યા હોય છે એટલે તે સૌથી પહેલા ફોન હાથમાં લઈને તેના મોમ,ડેડ, મોન્ટુ અને શિવાંગીને ગૂડ મોર્નિંગ વિશ કરીને મેસેજ સાથે સાથે તેના થોડા ફોટો મોકલે છે અને ત્યારબાદ અયાંશી ફ્રેશ થવા જતી રહે છે...

અયાંશી બ્લેક ટોપ સાથે વાઇટ સ્કર્ટ, પગમાં બ્લેક હિલ્સ, પર્સ અને આંખો ઉપર બ્લેક ગોગલ્સ પહેરીને હોટેલની બહાર આવે છે. રસ્તા ઉપર જતાં બધા જ યુવાનો, પુરુષો બધાની નજર એકવાર તો અયાંશીને જોઈને થોડીવાર માટે અયાંશી ઉપરથી હટતી ના હતી. જાણે લોકો કોઈ મીણનું પૂતળું જોઈ રહ્યા છે એમ લાગી રહ્યું હતું.. અયાંશી ફોનમાં આજુ બાજુમાં કોઈ સારી વેજ રેસ્ટોરન્ટ છે કે નહી તે જોવા લાગી અને થોડીવારમાં તેને એક સારી વેજ રેસ્ટોરન્ટ મળી ગઈ.. અયાંશીની હોટેલથી માંડ ૬૦૦ મીટરના અંતરે આવેલી હતી એટલે અયાંશીએ ચાલીને જવાનું વિચાર્યું. (આમ પણ તમારે કોઈ પણ શહેરની ખૂબસૂરતી માણવી હોઇ તો જેટલું બને તેટલું ચાલીને શહેરને જોવાનું રાખવું, ત્યાની સંસ્કૃતિનો વારસો તમને સાકડી સાકડી ગલીઓમાં જ જોવા મળશે) અયાંશી તે રેસ્ટોરન્ટ તરફ જઇ રહી હતી ત્યાજ તેની નજર એક ઘરની બહાર લગાવેલા નેમ પ્લેટ ઉપર પડે છે..

નેમ પ્લેટ ઉપર ગુજરાતીમાં લખેલું હતું “ જિંદગી “

અયાંશીએ આવી નેમ પ્લેટ તેને મેડ્રિડના પેલા છોકરાના ઘરની બહાર જોઈ હતી અને અહિયાં પણ એક સરખા અક્ષરો, અક્ષરોનો કલર બધુ એક જ સરખું હતું..

અયાંશી થોડીવાર માટે તે ઘરની સામે ઊભી રહી ગઈ, અયાંશીને લાગી રહ્યું હતું કે તે કોઈ સપનું જોઈ રહી છે પણ પછી તેને ખ્યાલ આવ્યો કે તે કોઈ સપનું નથી પણ હકીકત છે.. અયાંશીએ દરવાજાની તીરાડમાંથી ઘરની અંદર જોવાની ટ્રાય કરી અંદર એક કાર પાર્ક કરેલી દેખાણી અને ઘરના દરવાજો પણ અંદરથી બંધ હોય એવું લાગી રહ્યું હતું એટલે અયાંશીએ વિચાર્યું કે કદાચ આ તે છોકરાનું જ ઘર હોવું જોઈએ અને તે છોકરો નક્કિ આ ઘરની અંદર જ હોવો જોઈએ. પણ પછી બીજો વિચાર આવ્યો કે કદાચ આ તે છોકરાનું ઘર ના હોઇ તો ? અયાંશી ત્યાં ઊભી ઊભી વિચારોએ ખોવાઈ ગઈ હતી અને આ બાજુ અયાંશ પોતાનું લંચ પૂરું કરીને ઓફિસ જવા માટે નીકળી રહ્યો હતો…………

યાંશીનું મન તેને પેલા ઘર સામેથી જવા માટે કહી રહ્યું હતું પણ તેનું દિલ તેને રોકી રહ્યું હતું. અયાંશીને સમજમાં નહોતું આવી રહ્યું કે તે કરે તો કરે શું? દિલનું માને કે દિમાગનું. અયાંશી વિચારોમાં ખોવાયેલી હતી પણ તેની આંખો તો હજી પેલા ઘરના દરવાજાને જોઈ રહી હતી અને અયાંશી મનોમન પ્રાર્થના કરી રહી હતી કે પ્લીઝ ભગવાન આ પેલા છોકરાનું જ ઘર હોઇ...

પેલું કહે છે ને કે દિલથી કરેલી પ્રાર્થના ભગવાન સુધી પહોચે છે. અયાંશીએ દિલથી પ્રાર્થના કરી અને ભગવાને તેની પ્રાર્થના સાંભળી પણ લીધી તરતજ પેલા ઘરનો દરવાજો ધીમે ધીમે ખુલ્લી રહ્યો હતો અને દરવાજાની પાછળ એક બ્લેક કલરની મોંઘીદાટ કાર ઊભેલી દેખાઈ રહી હતી. જેમ જેમ દરવાજો ખુલ્લી રહ્યો હતો તેમ તેમ કારની અંદર કોણ બેઠું છે અયાંશી તે જોઈ રહી હતી. અયાંશીએ જેવુ જોયું કે કારની અંદર રહેલ વ્યક્તિ કોણ છે ત્યારેતો અયાંશી જાણે આસમાનમાં ઊડી રહી હોય એવું લાગી રહ્યું હતું. તેનું દિલ જાણે તેની સાથે વાત કરી રહ્યું હતું કે અયાંશી તું જેને શોધી રહી હતી તે તને મળી ગયો.. તે છોકરાને જોઈને તેના ચહેરા ઉપર એક સ્માઇલ આવી ગઈ હતી. પેલા છોકરાની આંખો સાથે અયાંશીની આંખો મળી અને પછી અયાંશી પણ વિચારી રહી હતી કે ભગવાન પણ આજે મારા ઉપર મહેરબાન છે..

પ્રેમની આ નગરીમાં અયાંશીનું દિલ રસ્તાઓ ઉપર નાચી રહ્યું હતું. ઊંચે આકાશે ઊડી રહ્યું હતું. બિનવારસાદની આ મૌસમમાં અયાંશી પેલા છોકરાની સ્માઇલથી ભીંજાઇ રહી હતી..

The best and most beautiful things in this world cannot be seen or even heard, but must be felt with the heart.

બીજી બાજુ અયાંશ જ્યારે લંચ કરીને ઘરની બહાર નીકળી રહ્યો હતો ત્યારે તેનું મનતો બસ પેલી છોકરીને જોવા તરસી રહ્યું હતું. અયાંશ પેલી છોકરીના વિચારોમાં ડૂબેલો હતો. અયાંશ કારમાં બેસીને ઘરની બહાર નીકળવા માટે ગેટ પાસે કાર ઊભી રાખે છે. ઘરનો દરવાજો ઓટોમેટીક હતો એટલે જેવી અયાંશની કાર ગેટ પાસે પહોચે છે ત્યાજ ઘરનો ગેટ ધીમે ધીમે રહીને ખુલ્લે છે.. અયાંશની નજર ગેટ ખુલ્લી રહ્યો હતો ત્યાં હતી. ધીમે ધીમે રહીને ગેટ ખુલ્લી રહ્યો હતો અને બરાબર ગેટની સામેની બાજુ Black Top, White Skirt, Black Heels, Black Sun glass, અને કાનોમાં લટકતી Earring, અયાંશનું ધ્યાન તે છોકરી ઉપર પડ્યું. ઘરનો ગેટ ધીમે ધીમે ખૂલી રહ્યો હતો પણ અત્યારે અયાંશ માટે તો તેના દિલ અને તેની જીંદગીનો ગેટ ખુલ્લી રહ્યો હોય એવું લાગી રહ્યું હતું.. પેલી છોકરીને જોતાં અયાંશના ચહેરા ઉપર સ્માઇલ આવી ગઈ અને તેની અને પેલી છોકરીની આંખો થોડી વાર માટે એક થઈ ત્યારે અયાંશને એવું લાગી રહ્યું હતું કે આ પળ તેની જિંદગીની સૌથી સુંદર પળ છે. અયાંશને થોડી વાર એમ પણ થયું કે આ પળને બસ અહિયાં જ રોકી દઉં. પણ સમય ક્યાં કોઈના કહેવાથી થંભ્યો છે.

અયાંશી તેની જગ્યા ઉપર એમજ ઊભી હતી અને અયાંશ પણ તેની કાર સાથે તેની જગ્યા ઉપર જ હતો બંને હજી એકબીજાને જોઈ રહ્યા હતા અને બંનેમાથી કોઈને વિશ્વાસ નહોતો આવી રહ્યો કે બંને એકબીજાને પાછા જોઈ રહ્યા છે..

અયાંશના ફોનની રિંગ વાગી એટલે અયાંશની નજર પેલી છોકરી ઉપરથી હટી અને ફોન ઉપાડયો વાત કરી અને પછી પેલી છોકરીને સામે જોઈ સ્માઇલ આપી અને કાર હંકારી ત્યાથી નીકળી ગયો. અયાંશ જતાં જતાં પણ કારના સાઈડ મીરરમાં પેલી છોકરીને જોયા કરતો હતો અને પેલી છોકરીનું ધ્યાન પણ તેની ઉપર જ હોઈ એમ લાગી રહ્યું હતું.

આ બાજુ અયાંશીની આંખો પણ અયાંશની કારને જતાં જોઈ રહી હતી અને કારને આવી રીતે જતી જોતાં અયાંશીનું મન ફરી પાછું વિચારોએ લાગ્યું હતું પણ અયાંશીના ચહેરા ઉપર અત્યારે સ્માઇલ હતી તેનું મન પ્રફુલિત હતું, તેનું દિલ જોર જોરથી ઝૂમી રહ્યું હતું જ્યાં સુધી કાર અયાંશીની નજરોની સામેથી અદ્રશ્ય ના થઈ ત્યાં સુધી અયાંશી તે કારને જતાં જોતી રહી હતી. કારના ગયા પછી અયાંશી ઝડપભેર તેની હોટેલ આવી ગઈ તેની ભૂખ પણ જાણે અત્યારે ગાયબ થઈ ગઈ હતી.


અયાંશીનું દિલ અત્યારે ઝડપથી ધડકી રહ્યું હતું અને પેલા છોકરાને જોયા પછી અયાંશીને ચેન નહોતું આવી રહ્યું એટલે તેને શિવાંગીને કોલ કર્યો...

શિવાંગી:- હેલ્લો બેબ આવી ગઈ મારી યાદ ?

અયાંશી:- તને ભૂલી જ ક્યારે હતી કે તને યાદ કરવી પડે ??

શિવાંગી:- બસ બસ બોવ વાયડી ના થઈશ બધી જ ખબર છે મને..

અયાંશી:- શું ખબર છે હે તને ?

શિવાંગી:- અરે શાંત શાંત.. હું મજાક કરું છું આટલી હાઇપર કેમ થઈ જાઈ છે ?

અયાંશી:- સોરી……

શિવાંગી:- અરે અરે શું થયું બેબ ?

અયાંશી:- કઈ નહી કેમ ?

શિવાંગી:- નૌટંકી બંધ કર અને ચૂપચાપ બોલ શું થયું

અયાંશી પછી બધી જ વાત શિવાંગીને કરે છે અને શિવાંગી એકપણ શબ્દ બોલ્યા વગર પેલા અયાંશીની વાતને શાંતીથી સાંભળે છે...

શિવાંગી:- બેબ મે તને કહ્યું તો હતું કે તું તે છોકરાને ભૂલી જા..

અયાંશી:- બેબ મે ટ્રાય કરી પણ ખબર નહી મારુ દિલ ના પાડે છે...

શિવાંગી:- તારું દિલ તો પાગલ છે. પણ તું પાગલ નથી એટલે મારુ કહ્યું સમજ અને તે છોકરાને ભૂલી જા...

અયાંશી:- પણ....

શિવાંગી:- પણ શું ?

અયાંશી:- કઈ નહી છોડ.....

શિવાંગી:- બોલને બેબ.....

અયાંશી:- ના કઈ નહી..

.

શિવાંગી:- બોવ ભાવ નહી ખાવાનું સમજી.. તારી અંદર જે વિચારો ચાલે છે ને તે બોલવા માંડ...

અયાંશી:- બેબ... સાચું બોલુને તો મારુ દિલ તે છોકરા વિષે વધુ ને વધુ જાણવા માંગે છે. તે કોણ છે ? શું કરે છે ? તેનું નેચર કેવું છે ? તેનું દિલ કેવું છે આ બધીજ વાતો જાણ્યા પછી મારુ દિલ નક્કી કરવાનું કહે છે કે તે છોકરા સાથે આગળ વધવું કે ભૂલી જાવું.. ઘરમાં રહેલા ડુંગળી કે બટેટામાં જો એક કે બે ખરાબ નીકળે તો આપડે ખાલી તે ખરાબ રહેલા ડુંગળી કે બટેટાને જ બહાર ફેકયે છીએને. તેમજ કોઈ ૨, ૪ છોકરાઓ ખરાબ હોવાથી આપડે વિદેશમાં રહેતા બધાજ છોકરાઓ ખરાબ છે તેમ માની બેસવું ના જોઈએ..

અયાંશી બોલ્યે જતી હતી અને શિવાંગી બસ સાંભળ્યા કરતી હતી..

શિવાંગી:- બેબ તારી વાત સાચી છે.... સારું તું પેલા તે છોકરા સાથે મળીને વાત કરવાની ટ્રાય કર...

અયાંશી:- પણ મળવું કઈ રીતે ?

શિવાંગી:- બેબ........ આટલી મોટી થઈ, આટઆટલા છોકરાઓ સાથે સ્કૂલ અને કોલેજમાં વાત કરી જ છે ને?

અયાંશી:- સ્કૂલ અને કોલેજની વાત અલગ છે...

શિવાંગી:- તને એવું લાગે છે કે બધુ અલગ છે. ખાલી તે છોકરો આપડી કોલેજનો છે એમ સમજીને વાત કરવાની ટ્રાય તો કર...

અયાંશી વિચારી રહી હતી કે શિવાંગીને કેવી રીતે સમજાવું કે સ્કૂલ અને કોલેજના છોકરાઓની વાત જુદી છે અને અહિયાં જે છોકરો છે તેની વાત જુદી છે. પેલા છોકરાઓ સાથે ખાલી સ્કૂલ અને કોલેજના કામની વાતો કરવાની હોય એટલે બિંદાસ કરી શકાતી પણ અહિયાં દિલની વાત કરવાની છે.. દિલની વાત કરવા માટે હિમ્મતની સાથે સાથે આત્મવિશ્વાસ જોઈ જે અત્યારે મારામાં ઓછો છે.. અયાંશીને લાગ્યું કે આ બધુ શિવાંગી સમજી નહી શકે એટલે તેને ટૂકમાં વાત પૂરી કરવાનું વિચાર્યું....

અયાંશી:- સારૂ બેબ હું ટ્રાય કરીશ તે છોકરા સાથે વાત કરવાની....

શિવાંગી:- વાહ યે હુઈના બાત.... બોલ તો ક્યારે વાત કરવાની છે ?

અયાંશી:- યોગ્ય સમય આવે ત્યારે...

શિવાંગી:- અને તે યોગ્ય સમય ક્યારે આવશે?

અયાંશી:- એ તો મને પણ નથી ખબર...

શિવાંગી:- બેબ યોગ્ય સમયની રાહ જોઈને બેસી રહેવાનુ ના હોઇ. અત્યારનો જ સમય યોગ્ય છે તેમ સમજીને ચાલવાનું હોઇ...

અયાંશી:- હા સમજી ગઈ હો...

શિવાંગી:- સારૂ તો...

અયાંશી:- ચાલ હવે હું ફોન મૂકું છું.. બાય બેબ...

શિવાંગી:- બાય બેબ..

અયાંશી ફોન મૂકે છે અને પછી થોડીવાર આરામ કરવાનું વિચારીને બેડમાં પડે છે.


અયાંશ આજે જલ્દી જલ્દી કામ પૂરું કરીને ઓફિસથી જલ્દી ઘરે જવા નીકળી જાઈ છે.. ઓફિસમાં અયાંશને નજીકથી જાણનારા લોકોને હમણાંથી અયાંશનું વર્તન થોડું અજીબ લાગી રહ્યું હતું.. પેલા અયાંશ સૌથી પહેલા ઓફિસ આવતો અને સૌથી છેલ્લે ઓફીસમાથી નીકળતો. કામ પૂરૂ થઈ ગયું હોય તો પણ અયાંશ ઓફિસમાં જ રહેતો. પણ જ્યારથી અયાંશ પેરીસ આવ્યો છે ત્યારથી અયાંશના વર્તનમાં ફેરફાર દેખાતો હતો. હવે અયાંશનો ઓફિસ આવવાનો ટાઈમ ફિક્સ હતો પણ તે જલ્દી જલ્દી ઓફિસનું કામ પૂરું કરીને ઘરે જવા નીકળી જતો.. અયાંશની અંગત લાઈફ વિષે કોઈ વધારે જાણતું નહોતું કેમ કે અયાંશે જ બધાને કહીને રાખેલું કે મારી અંગત લાઈફ ઓફિસ લાઇફથી અલગ છે અને મારી અંગત લાઈફમાં ઓફિસના કોઈ પણ કર્મચારીઓ અલાઉડ નથી. એટલે ઓફિસના લોકો પણ અયાંશની અંગત લાઈફ વિષે વધારે જાણતા નહોતા...

અયાંશી સૂઈને જાગે છે ત્યારે સાંજના ૫ વાગી ગયા હોય છે. અયાંશી બેડમાંથી ઊઠીને ફ્રેશ થઈને તૈયાર થઈ જાઈ છે.. અયાંશી લાઇટ ચોકલેટ કલરનો Sleeveless COTTON SKATER Dress સાથે વાઇટ સ્નીકર અને ડ્રેસ ઉપર ડેનિમનું જેકેટ પહેરીને તૈયાર થઈ જાઈ છે અને હજી ૫:૩૦ થયા હોય છે એટલે અયાંશી એફિલ ટાવર જોવા જવાનું વિચારે અને ત્યાર પછી ફરી વખત પેલા છોકરાના ઘર પાસે રાઉન્ડ મારીશ એવું વિચારીને અયાંશી હોટેલની બહાર નીકળે છે...

એફિલ ટાવર.. સેઇન નદીની બાજુમાં આવેલા કામ્પ દ માર્સ ઉપર બનાવેલો લોખંડનો મિનારો જે સિટી ઓફ લવ તરીકે પ્રખ્યાત એવા આ પેરીસ શહેરની શાન ગણવામાં આવે છે..... અયાંશી કેબ બુક કરાવીને એફિલ ટાવરની સામે આવેલા CHAMP DE MARS પહોચે છે ત્યાનો નજારો જોઈને અયાંશી મન ખુબજ ખુશ થઈ જાઈ છે... ઘણા બધા ઝાડવાઓ, પક્ષીઓ, લીલું ઘાસનું મેદાન અને મેદાનની વચ્ચે વચ્ચે ચાલવા માટે બનાવેલા રસ્તાઓ, ફુવારાઓ અને આ બધાની સામે ઉભેલો એફિલ ટાવર.... અયાંશીતો બસ અત્યારની આ સુંદર ક્ષણોને માણી રહી હતી અને પછી થોડા ફોટોસ પણ લીધા એટલે આ ક્ષણો જીવનભર ફોટો રૂપે સાચવી શકે. અયાંશી તે લોનમાં બનાવેલા રસ્તાઓ ઉપર ચાલતી ચાલતી એફિલ ટાવરની નીચે ગઈ ત્યાથી તેને થોડા ફોટોસ લીધા અને મનભરીને એફિલ ટાવરની સુંદરતાને માણી રહી હતી.. જીવનમાં અમુક ક્ષણો એવી હોય છે કે તે ક્ષણોને તમારે તેને જીવી લેવી જોઈએ શું ખબર ફરી પાછી આ ક્ષણો જીવનમાં ક્યારેય ના આવે....

જોતજોતામાં ૨ કલાક ક્યાં જતી રહી અયાંશીને પણ ખબર ના રહી.. અયાંશીએ ઘડિયાળમાં જોયું તો ૮:૩૦ થઈ ગયા હતા.. પુનમ હોવાથી આજે ફૂલમૂન દેખાઈ રહ્યો હતો અને ધીમે ધીમે કરીને ચંદ્ર ઉપર જઇ રહ્યો હતો... અયાંશી ઉતાવળે ચાલીને ગાર્ડનની બહાર નીકળી ત્યાથી અયાંશીએ ડબલ ડેકર બસમાં જવાનું નક્કી કર્યું. બસમાં ચડીને અયાંશી ડેસ્ક ઉપર જતી રહી અને ત્યાં સૌથી આગળની સીટ ઉપર જઈને બેઠી. તેના સિવાય આખા બસની ડેસ્કમાં ખાલી ૨ યા ૩ વૃધ્ધ કપલ બેઠા હતા જોવામાં તે પણ ટુરીસ્ટ લાગતાં હતા. બસ ચાલવા લાગી થોડે દૂર જઈને એક સિગ્નલ પાસે બસ ઊભી રહી અને અયાંશી પેરીસ શહેરની સાંજને જોવા માટે તેની સીટ ઉપરથી ઊભી થઈ ગઈ.........

જેવી અયાંશી ડેસ્ક ઉપર ઊભી થાઈ છે અને આમ તેમ બધુ જોવા લાગે છે ત્યાજ સિગ્નલની સામેની બાજુ ગાડીઓની લાઇન હતી અને ફૂટપાથ ઉપરથી ૨ લોકો મોટો કાચ લઈને નીકળતા હતા અને અયાંશી આ જોઈ રહી હતી અચાનક અયાંશીએ તે કાચમાં જોયું તો તેને ગાડીની અંદર બેઠેલો પેલા છોકરાનું પ્રતિબિંબ દેખાયું તે છોકરાનો ચહેરો પસાર થયો પછી એફિલ ટાવર અને પેલા ચાંદાનું પ્રતિબિંબ તેમાં દેખાયું. કાચમાં આટલું જોયા પછી અયાંશીની નજર પેલા છોકરાની ઉપર પડી અને તેને જોયું તો તે છોકરો પણ તેને જ જોઈ રહ્યો હતો. અને આ જોઈને અયાંશીના ચહેરા ઉપર સ્માઇલ આવી ગઈ. અયાંશી જોઈ રહી હતી કે પેલો છોકરો પણ સ્માઇલ કરી રહ્યો છે………

અયાંશ સાંજે ઘરે આવ્યો અને પછી તરત જ કપડાં બદલીને તૈયાર થઈને પેલી છોકરીને જોવા માટે કાર લઈને નીકળી ગયો. અયાંશે વિચાર્યું કે સવારે તે છોકરી ચાલીને આવી હતી એટલે તેની હોટેલ અહિયાં નજીકમાં હોવી જોઈએ એટલે અયાંશે આજુબાજુ આવેલી બધી હોટેલ પાસે ચક્કર લગાવ્યું પણ તેને પેલી છોકરી જોવા મળી નહી.. આમને આમ ચક્કર લગાવતા લગાવતા અયાંશ થાક્યો હતો અયાંશે ઘડિયાળમાં જોયુ તો સાંજના ૮ વાગી ગયા હતા અને હવે અયાંશે આશા છોડી દીધી પણ તેનું દિલ કહી રહ્યું હતું કે ચાલ હવે આપડે પ્રેમના પ્રતિક એવા એફિલ ટાવર જઈને બેસીએ કદાચ તને તે છોકરી ત્યાં મળી જાઈ... અયાંશે તેના દિલનું કહ્યું કર્યું અને કારને એફિલ ટાવરની દિશામાં વાળી. એફિલ ટાવરથી બસ થોડો જ દૂર હતો ત્યાં એક સિગ્નલ ઉપર તેને ઊભું રહેવું પડ્યું તેની આગળની ગાડી ક્રોસ થઈ ગઈ પણ અયાંશનો વારો આવ્યો ત્યાં સિગ્નલ રેડ થઈ ગયું અને અયાંશને ઊભું રહેવું પડ્યું.....

કારમાં બેઠો બેઠો અયાંશ સામેની બાજુ જોઈ રહ્યો હતો એક ડબલ ડેકર બસ ઊભી હતી અને બરાબર તેની ઉપરની સાઈડથી એફિલ ટાવર દેખાઈ રહ્યો હતો.. ચંદ્ર એફિલ ટાવરની બરાબર બાજુમાં હતો અને આજે પાછું ફૂલમૂન હોવાથી ચાંદો તેની સંપૂર્ણ રોશની પાથરી રહ્યો હતો. અયાંશ આ નજારો જોઈ રહ્યો હતો જ્યાજ તેની નજર તેની સામે ઊભેલી ડબલ ડેકર બસના ઉપરના ડેસ્ક ઉપર પડે છે ત્યાથી અયાંશને એક છોકરી તેની ઊભી થતી દેખાઈ છે અને તે છોકરીનો ચહેરો જોઈને અયાંશના ચહેરા ઉપર પણ રોનક આવી જાઈ છે. તે છોકરીને જોયા પછી અયાંશનો ચહેરો ચાંદાનું તેજ પણ પાછું પડે તેમ ચમકી રહ્યો હતો.. અયાંશનું દિલ જોર જોરથી ધડકવા માંડ્યુ હતું. તે જે છોકરીને ગાંડાની જેમ ગોતી રહ્યો હતો તે છોકરી તેની સામે ઊભેલી બસની ડેસ્ક ઉપર ઊભી હતી.. અયાંશી બસની ડેસ્ક ઉપર હતી તેની બરાબર પાછળ એફિલ ટાવર હતો અને ટાવરની બાજુમાં ચંદ્ર......... આ નજારો જોઈને અયાંશ ભૂલી ગયો હતો કે તે એક ટ્રાફિક સિગ્નલ ઉપર ઊભો છે બસ અત્યારે અયાંશનું સંપૂર્ણ ધ્યાન પેલો નજારો જોવામાં વ્યસ્ત હતું. અયાંશ બેઠો બેઠો જોઈ રહ્યો હતો અને ત્યાજ અચાનક પેલી છોકરીની આંખો અયાંશની આંખો સાથે મળે છે અને બંનેની આંખો એકબીજાની આંખોને જોઈને આશ્ચર્યથી પહોળી થઈ જાઈ છે અને બંનેના ચહેરા ઉપર ફરી પાછી સ્માઇલ આવી જાઈ છે...

થોડીવાર પછી અયાંશીનું સિગ્નલ ખૂલ્યું અને તેની બસ ત્યાથી નીકળવા લાગી અને આ જોઈ અયાંશે પણ વિચાર્યું કે હું આ છોકરીની પાછળ જઈશ અને આજે વાત કરવાની ટ્રાય કરીશ અને આ બાજુ અયાંશી વિચારતી હતી કે અત્યારે જ હું બસ ઊભી રાખીને નીચે ઉતરી જાઉં અને પેલા છોકરા પાસે જઈને વાત કરું.. બસ ૧૦૦ ફિટ ચાલીને સ્ટોપ ઉપર ઊભી રહી અને આ જોઈ અયાંશી બસમાંથી નીચે ઉતરી ગઈ અને અયાંશી પેલા સિગ્નલની દિશામાં ચાલવા લાગી....

થોડીવારમાં અયાંશનું સિગ્નલ પણ ખૂલ્યું અને અયાંશે પણ તેની કાર પેલી બસ જે દિશામાં ગઈ તે દિશામાં વાળી.............

--------------------------------------

(4)

અયાંશી બસમાંથી ઉતરીને પેલા સિગ્નલ તરફ ચાલવા લાગે છે અને મનોમન ભગવાનને પ્રાથના કરવા લાગે છે કે કાશ પેલું સિગ્નલ હજી બંધ હોઇ અને પેલો છોકરો હજી સુધી ત્યાં જ હોઇ પણ કુદરતે અયાંશી માટે કઈક જુદું જ વિચાર્યું હશે, જેવી અયાંશી ચાલીને પેલા સિગ્નલ પાસે પહોચી ત્યાં જ તેને જોયું તો પેલો છોકરો જે સાઈડ હતો તે બાજુનું સિગ્નલ ખુલ્લી ચૂક્યું હતું અને તે છોકરો અને તેની કાર બંને ત્યાં દેખાઈ રહ્યા નહતા અને અયાંશી નિરાશ ચહેરા સાથે પાછી બસ સ્ટેન્ડ તરફ ચાલવા લાગી....

અયાંશ સિગ્નલ ખુલ્લે તેની રાહ જોઈને જ બેઠો હતો અને ભગવાનને મનોમન પ્રાથના કરી રહ્યો હતો કે આજે તેનું મિલન તે છોકરી સાથે થઈ જાઇ. જેવુ સિગ્નલ ખૂલ્યું અયાંશે તેની કાર પેલી બસ જે દિશામાં ગઈ તે દિશામાં દોડાવી. આખા રસ્તા ઉપર અયાંશની નજરતો બસ પેલી બસને જ ગોતી રહી હતી. અયાંશ તે બસને ગોતવા માટે તે દિશામાં ઘણે દૂર સુધી ગયો પણ તે બસ મળી નહી. બસને ગોતીને થાક્યા પછી અયાંશે વિચાર્યું કે કદાચ પેલી છોકરીને મળવાનું આજે નશીબમાં નહી હોઇ. આમ વિચારી અયાંશે તેની કાર તેના ઘર તરફ વાળી....

અયાંશી બસ પકડીને તેની હોટેલ પાછી આવી રહી હતી અત્યારે તેનું મન પેરીસ શહેરની સુંદરતા જોવા કરતાં પેલા છોકરાને જોવાની ઝંખના કરી રહ્યું હતું.. અયાંશી બસમાં એકદમ ચૂપ થઈ ને બેઠી હતી. કાનોમાં ઈયરફોન લાગાવેલા હતા અને તેમાં અરીજીત સિંગનું RAABTAA સોંગ વાગી રહ્યું હતું અને અયાંશી બસની બારીમાંથી બહારની દુનિયા જોઈ રહી હતી. તેની આંખો બસ પેલા છોકરાને શોધી રહી હતી. તેનું મન જાણે અયાંશીને કહી રહ્યું હતું કે આ લાખોની ભીડમાં તારો હાથ પકડીને ચાલવા વાળો માણસ તને મળી ગયો છે.

અયાંશી હોટેલ પહોચી ફ્રેશ થઈને ડીનર તેના રૂમમાં જ ઓર્ડર કરીને મંગાવી લે છે. અયાંશી ડીનર કર્યા પછી વિચારે છે કે પાછી નીચે જઈ અને પેલા છોકરાના ઘર પાસે રાઉન્ડ મારે પણ તેનું મન હવે તેને ના પાડી રહ્યું હતું કે વારંવાર પેલા છોકરાના ઘર પાસે રાઉન્ડ મારવાથી પેલો છોકરો તેના વિષે શું વિચારશે? આવું વિચારીને અયાંશીએ બહાર રાઉન્ડ મારવા જવાનું માંડી વાળ્યુ અને બેડમાં પડી અને બારીની બહાર પેરીસની રાતની સુંદરતા જોઈ રહી હતી... દૂર દેખાતો એફિલ ટાવર અત્યારે કોઇની યાદમાં ધૂંધળો દેખાઇ રહ્યો હતો, એફિલ ટાવરની સુંદતા પણ અત્યારે અયાંશીના મનને પેલા છોકરાના વિચારોમાંથી બહાર નહોતા લાવી શકતા..

અયાંશ પણ ઘરે આવી ગયો હતો અને તેને આજે જાતે ડીનર બનાવ્યું હતું. અયાંશ એકલો હોવાથી તે પોતેજ ઘરનું કામ કરતો. ખાવાનું બનાવવું, ઘરની સાફ સફાઈથી માંડીને બધુ જ કામ અયાંશને જાતે કરવાની ટેવ હતી, અબજો રૂપીયાનો માલીક હોવા છતાં પણ અયાંશને આ બધુ કામ કરવામાં કોઈ શરમ નહોતી આવતી અને તે બધુ જ કામ ખુશી ખુશી કરી લેતો.. અયાંશે આજે સ્પેશિયલ Bruschetta, Cheese Pasta બનાવ્યા હતા અને તેની સાથે રેડ વાઇન.. અયાંશ આ બધુ ડાઈનીંગ ટેબલ ઉપર લઈને બેઠો હતો. આટલી સરસ વાનગીઓ ટેબલ ઉપર પડી હતી પણ અયાંશનું મન તે વાનગીઓને ખાવા કરતાં કોઇની યાદોને સજાવવામાં વ્યસ્ત હતું... અયાંશ ધીમે ધીમે પેલી છોકરીને યાદ કરતાં કરતાં તેનું ડિનર કરી રહ્યો હતો અને ડિનર કર્યા પછી તેને બહાર ચાલવા જવાનું વિચાર્યું અને બધુ સાફ કરીને ચાલવા માટે ઘરની બહાર નીકળી ગયો...

-------------------------

અયાંશી સવારે જાગે છે અને ફોન ચેક કરે છે તો તેના ડેડ નીરજભાઈના ૨ મિસકોલ જોવે છે અને અયાંશી જલ્દી જલ્દી તેના ડેડને કોલ લગાવે છે..

અયાંશી:- ગૂડ મોર્નિંગ ડેડ, સોરી હું સૂતી હતી એટલે તમારો ફોન ક્યારે આવ્યો તે ના ખબર રહી...

નીરજભાઈ:- અરે કઈ વાંધો નહી બેટા, મે તો એમજ કોલ કરેલો તને....

અયાંશી:- સોરી ડેડ...

નીરજભાઈ:- અરે તારે સોરી કહેવાની જરૂર નથી.. હું ભૂલી ગયો હતો કે ફ્રાંસનો સમય અહિયાના સમય કરતાં પાછળ છે. તારી સાથે વાત કરવી હતી એટલે મે તને કોલ કરેલો...

અયાંશી:- કેમ છો ડેડ... અને આઈ મિસ યુ ડેડ...

નીરજભાઈ:- અરે તું રડે છે કેમ ?

અયાંશી:- હું ક્યાં રડું છું ડેડ....

નીરજભાઈ:- બેટા મારા ખોળામાં રમીને મોટી થઈ છે..

અયાંશી:- હમ.. તમારી બોવ યાદ આવે છે...

નીરજભાઈ:- એમાં રડવાનું શું હોઇ ? ચાલ સ્માઇલ આપ. મારી ઢીંગલી આવી રીતે રડે તે હું કેમ જોઈ શકું ? અને તું કેમ છો ?

અયાંશી:- હા ડેડ આપી મે સ્માઇલ.... અને હું એકદમ ફાઇન છું

નીરજભાઈ:-તારા પ્રોજેકટની તૈયારી કેવી ચાલે ? ફ્રાંસ કેવું લાગ્યું ?

અયાંશી:- પ્રોજેકટની તૈયારી સારી છે અને ફ્રાંસતો બોવ જ ફાઇન છે.. અયાંશીને તેના ડેડને કહેવું હતું કે પેલા સ્પેન અને પછી ફ્રાંસમાં તેનું દિલ કોઈ ઉપર આવી ચૂક્યું છે. દિવસ રાત બસ તેની જ યાદો મારા દિલ અને દિમાગ ઉપર હોય છે.. પણ અયાંશી આ બધુ તેના ડેડને કહી ના શકી......

બંને બાપ અને દીકરી વચ્ચે લગભગ ૩૦ મિનિટ સુધી વાતો ચાલુ રહી અને અંતમાં નીરજભાઈની આંખોમાં પણ આંસુ આવી ગયા હતા પણ તેને આ વાતનો ખ્યાલ અયાંશીને ના આવી જાઈ તે ધ્યાન રાખીને વાત કરી અને વાત પૂરી થયા બાદ ભીની આંખે ફોન મૂક્યો...

બધા કહેતા હોય છે કે બાપ કઠણ દિલના હોય છે પણ એક બાપ તેના સંતાનો સામે ક્યારે પણ રડતો નથી, કેમ કે તે બાપે જ તેમના સંતાનોને સિખવ્યું હોઇ છે કે ગમે તેવી મુસીબત આવે તમારે હસીને તેમનો સામનો કરવાનો.

પિતા એટલે....

પોતાના દુખ દર્દ કોઇની સામે કહ્યા વગર બધુ હસતાં મોઢે જીવી જાણનાર એટલે પિતા.

જેને આંગળી પકડીને ચાલતા સિખવ્યું, જેને ખંભે બેસી આખી દુનિયા બતાવી તે એટલે પિતા..

સંતાનોની નાની નાની ખુશીઓ અને સફળતાઓમાં સંતાનો કરતાં પણ વધારે ખુશ થનાર વ્યક્તિ એટલે પિતા.

પોતાના સંતાનો માટે પોતાના સપનાઓને ભૂલી તેમના સંતાનોના સપનાઓને પૂરા કરનાર એટલે પિતા...

સંતાનોની ખુશી માટે પોતાની બધી મૂડી વાપરી જનાર માણસ એટલે પિતા..

સંતાનોની ભૂલોમાં પેલાતો ગુસ્સો કરીને તેમની નારાજગી પણ દર્શાવે પણ થોડા સમયમાં તેની બાજુમાં બેસી પ્રેમથી સમજાવે તે એટલે પિતા..

પોતાના સંતાનો સારા કપડાં પહેરી શકે એટલે પોતાના ફાટેલા પેન્ટને વારંવાર દરજી પાસે સિવડાવીને ચાલાવી લેનાર એટલે પિતા...

તૂટેલા ચંપલોને વારંવાર સરખા કરાવી તેના સંતાનોને બ્રાંડેડ શૂઝ અપાવનાર માણસ એટલે પિતા..

પોતાની અંદર પ્રેમનો એક આંખો સાગર છુપાવીને બેઠેલો માણસ એટલે પિતા..

જો તમે પંતગ છો તો તે પતંગને ઉપર લઈ જતી દોરી એટલે પિતા..

અને એ જ પિતા માટે તેમની દીકરી એટલે..


ઘર આખાની રોનક છે દીકરી,

જીવનમાં ખીલેલ કમળ છે દીકરી.

ક્યારેક તડકા જેમ મઘમઘ સોહાતી.

ક્યારેક શીતળ ચાંદની છે દીકરી.

શિક્ષા, ગુણ સંસ્કાર રોપી દો,

પછી દીકરા સમ સક્ષમ છે દીકરી.

સહારો આપો જો વિશ્વાસનો,

તો પવિત્ર ગંગાજળ છે દીકરી.

પ્રકૃતિના સદ્દગુણ જો સીંચો,

તો પ્રકૃતિ સમ નિશ્ચલ છે દીકરી.

તો કેમ પ્રતિબંધ તેના જન્મવા સામે,

આપણી આવતીકાલ છે દીકરી.......


અયાંશીએ ઘડિયાળમાં જોયુંતો ૮ વાગી ચૂક્યા હતા અને તેને ૧૦ વાગે તેના પ્રોજેકટ માટે એફિલ ટાવર પહોચવાનું હતું એટલે તે જલ્દી જલ્દી તૈયાર થઈને એફિલ ટાવર જવા માટે નીકળી ગઈ......

અયાંશ આજે સવારે જલ્દી ઓફિસ માટે નીકળી ગયો હતો તેનું પ્લાન હતું કે આજે બપોર સુધીમાં બધુ કામ પૂરું કરીને પછી પેલી છોકરીને ગોતવા માટે નીકળવું હતું અને આજે જો તે છોકરી મળે તો તેની સાથે વાત પણ કરવી હતી....

-----------------------------------

બપોરના ૨ વાગ્યા હતા અયાંશીએ તેના પ્રોજેકટનું બધુ જ કામ પતાવી દીધું હતું. અયાંશી થાકી હતી એટલે તે એફિલ ટાવરથી સિદ્ધિજ તેના હોટેલ જતી રહે છે....

બીજી બાજુ અયાંશ ઓફિસથી પેલી છોકરીની શોધમાં નીકળી ચૂક્યો હતો, અને તેના ઘરની આસપાસની હોટેલ બહાર તે ફરી રહ્યો હતો ત્યાજ તેનું ધ્યાન રોડની સામેની સાઈડ જાઈ છે. અને ત્યાનું દ્રશ્ય જોઇને અયાંશના ચહેરા ઉપર સ્માઇલ આવી જાઈ છે. અયાંશે ખાતરી કરવા એકવાર સરખી રીતે જોયું અને ખાતરી કર્યા પછી તેના ચહેરા ઉપરની સ્માઇલ વધારે ખીલી ઉઠી..

અયાંશે જોયું તો રોડની સામેની સાઈડ એક કેબમાંથી એક છોકરી ગ્રીન ટોપ અને સફેદ જીન્સમાં બહાર નીકળી રહી હોય છે અને આ એજ છોકરી હતી જેની તલાશ અયાંશ કરી રહ્યો હતો. તે છોકરી કેબમાંથી ઉતરી સિદ્ધિજ રોડની બાજુમાં રહેલી હોટેલમાં જતી રહે છે અને તે છોકરીને હોટેલમાં જતી જોઈ અયાંશને ખ્યાલ આવી ગયો કે તે છોકરી આ હોટેલમાં રોકાણી છે...

અયાંશનું દિલ આજે અંદરથી નાચી રહ્યું હતું અને એક જ વાત કહી રહ્યું હતું કે આજે ગમેતેમ કરીને તે છોકરી સાથે વાત કરવાની છે.. પણ અયાંશનું મન વિચારોએ લાગ્યું હતું કે વાતતો કરવી છે પણ કરવી કેવી રીતે ?

અયાંશ ત્યાં ઊભો ઊભો વિચારી રહ્યો હતો અને અચાનક તેને કોઈ પ્લાન મગજમાં આવ્યો અને તે રોડક્રોસ કરીને પેલી હોટેલ તરફ ચાલવા લાગ્યો..

અયાંશ હોટેલના રીસેપ્સ્ન ઉપર જઈને ત્યાં બેઠેલી સુંદર યુવતીને પૂછે છે કે, આ હોટેલમાં કોઈ ઇંડિયન ગેસ્ટ છે કે નહી પણ રીસેપ્સ્નીસ અયાંશને કોઈ પણ માહીતી આપવા માટે ના પાડે છે એટલે અયાંશ તે હોટેલના મેનેજરને મળવાનું કહે છે. રીસેપ્સ્નીસ હોટેલના મેનેજર જેકબને ફોન કરીને બોલાવે છે. જેકબ આવે છે અને અયાંશ તેનું વિઝીટીંગ કાર્ડ જેકબને બતાવે છે. જેકબે તે કાર્ડ ઉપર નામ જોયું ERIK SIMON. બસ આ નામ વાંચતાંજ જેકબ અયાંશને SORRY કહ્યું અને અયાંશને માનભેર હોટેલની અંદર તેની ચેમ્બરમાં લઈને ગયો.. રીસેપ્સ્નીસ ઊભી ઊભી આ બધુ જોઈ રહી હતી.

થોડીવારમાં જેકબ રીસેપ્સ્નીસ પાસે આવે છે અને ઇંડિયન ગેસ્ટની લીસ્ટ ચેક કરવા કહે છે ત્યારે પેલી યુવતીએ જેકબને પૂછ્યું કે, કોણ છે આ માણસ ? ત્યારે જેકબે કહ્યું કે તે એરિક સિમોન છે આ હોટેલના માલીક. ત્યારે તે યુવતીની મનમાં એક સવાલ ઊભરી આવ્યો કે જો આ આપડી હોટેલના માલિક છે અને તમે મેનેજર થઈને પણ તેમણે ઓળખી ના શક્યા ? અને જેકબ જાણે તે છોકરીના મનના આ સવાલને જાણે ચૂક્યો હતો એટલે જેકબે પેલી યુવતીને કહ્યું...

જેકબ:- એરિક સિમોન બોવ જ લો પ્રોફાઇલ લાઈફ જીવે છે. એરિક ક્યારે પણ તેમના પૈસાનો ઘમંડ નથી કરતાં અને હમેશા તેનું પર્સનલ જીવન પ્રાઈવેટ રાખે છે. સ્પેનના યગેંસ્ટ બિલિયોનર હોવા છતાં પણ તેનું નામ કોઈ પણ ખરાબ કામો કરવામાં કે ખોટી રીતે તેના નામનો ઉપયોગ કરવામાં નથી આવ્યું. તેની પર્સનલ લાઈફ એટલી પ્રાઈવેટ છે કે તેમાં ઓફિસના કોઈપણ મેમ્બર્સ અલાઉડ નથી. છેલ્લા ૬ વર્ષથી હું આ હોટેલમાં મેનેજર છું, છતાં પણ મે આજે પહેલી વાર તેમણે જોયા છે.. જેકબ બોલી રહ્યો હતો અને પેલી યુવતી સાંભળી રહી હતી. એરિકની વાતો સાભળ્યા પછી તે યુવતીના મનમાં ડર હતો કે કદાચ આજે તેની નૌકરીનો આ છેલ્લો દિવસ છે..

જેકબે હોટેલમાં જેટલા ઇંડિયન ગેસ્ટ હતા તેમનું લિસ્ટ કાઢીને અયાંશને આપ્યું અને અયાંશ તે લિસ્ટમાં રહેલા નામોને એક પછી એક વાંચી રહ્યો હતો અને ત્યાજ ૭ નંબરનું નામ વાંચીને તેનું મન રાજી થઈ ગયું હતું અને તે નામ હતું અયાંશી દવે, અયાંશી નામ વાંચ્યા પછી અયાંશને યાદ આવ્યું કે જ્યારે તે છોકરીને પહેલી વાર મેડ્રિડમાં જોઈ હતી ત્યારે તેના હાથ ઉપર અયાંશી લખેલું બ્રેસલેટ હતુ એટલે અયાંશને ખાતરી થઈ ગઈ કે આ એજ છોકરી છે જેની તલાશમાં તે આ હોટેલમાં આવ્યો છે. અયાંશે તે છોકરીનો રૂમ નંબર જોયો તો ૭માં માળનો રૂમ નંબર ૭ હતો. રૂમ નંબર વાંચ્યા પછી અયાંશે જેકબને કઈક કહ્યું અને જેકબ અયાંશની વાત સાંભળ્યા પછી ચેમ્બરની બહાર નીકળી ગયો… અને આ બાજુ અયાંશ બેઠો બેઠો વિચાર કરી રહ્યો હતો કે નશીબ પણ કેવા છે મારો લક્કી નંબર ૭ છે અને આ છોકરી પણ ૭ નંબરના રૂમમાં છે.

થોડીવાર પછી જેકબ આવે છે અને અયાંશ સામે થમ્સ અપ કરીને ઈશારો કરે છે. અયાંશના ચહેરા ઉપર સ્માઇલ આવી જાઈ છે અને તે ઊભો થઈને ચેમ્બરની બહાર નીકળીને રીસેપ્સ્ન પાસે જાઈ છે. અયાંશ ઉર્ફે એરિકને ડેસ્ક પાસે ઊભો જોઈને રીસેપ્સ્નીસ યુવતીનો ડર વધી જાઈ છે પણ અયાંશ તે યુવતી સાથે હાથ મેળવીને તેની પ્રામાણીકતા માટે બિરદાવે છે અને પછી હોટેલની બહાર નીકળી જાઈ છે..........

-----------------

અયાંશી બેડમાં પડી હોય છે ત્યાજ તેના રૂમની ડોરબેલ વાગે છે અને અયાંશી ઊભી થઈને દરવાજો ખોલે છે અને ત્યાજ અયાંશીને સરપ્રાઇઝ મળે છે. હોટેલનો એક કર્મચારી તેના હાથમાં એક મોટું ગુલાબનું બુકે સાથે એક મોટું ઇટાલિયન ચોકલેટનું બોક્સ લઈને ઊભો હતો અને ગુલાબના બુકેની અંદર એક કાર્ડ પણ હતું. પેલો કર્મચારી અયાંશીને તે બુકે અને ચોકલેટનું બોક્સ આપીને કહે છે કે આ તમારા માટે છે અને બંને અયાંશીના હાથમાં આપીને અયાંશી કઈ પૂછે તે પહેલા ત્યાથી નીકળી જાઈ છે. અયાંશી દરવાજો બંધ કરીને વિચાર કરી રહી હોય છે કે અહિયાં મને બુકે અને ચોકલેટ મોકલવા વાળું કોણ હશે ? તેની મન અત્યારે વિચારોએ લાગેલું હતું અને અયાંશી તે બુકે અને ચોકલેટ બોક્સને ટેબલ ઉપર મૂકીને બુકેમાં રહેલું કાર્ડ હાથમાં લઈને વાંચવા લાગે છે.. કાર્ડની ઉમર મોટા અક્ષરોમાં લખેલું હતું

“ Waking up and seeing your beautiful smile lets me knows that every second Counts “

અને તે કાર્ડની અંદરની તરફ એક આમંત્રણ હતું રાતની એક પાર્ટી માટે નું. કાર્ડની અંદર ખાલી આટલું જ લખેલું હતું કે

“ સાંજે ૮ વાગે તૈયાર થઈને હોટેલના રીસેપ્સ્ન ડેસ્ક ઉપર આવી જશો એટલે ત્યાથી તમને બધુ ગાઈડન્સ મળી જશે બાકી બધુ તમારા માટે સરપ્રાઈઝ છે. આશા રાખું છું કે તમે મારુ આ આમત્રણ સ્વીકારો “

અયાંશી કાર્ડ વાંચીને મનોમન વિચાર કરી રહી હતી કે મને અહિયાં કોઈ ઓળખાતું નથી તો પછી મને સરપ્રાઈઝ આપવા વાળું કોણ હશે. અયાંશીએ કાર્ડ ઉપરની લાઇન ફરી વખત વાંચી તે લાઇન અયાંશીની સ્માઇલ ઉપર હતી એટલે અયાંશીનું દિલ તેને કહી રહ્યું હતું કે કદાચ આ પેલો જ છોકરો હશે બાકી અહિયાં મે કોઈને જોઈને સ્માઇલ નથી કરી..

અયાંશીનું દિલતો રાતના ૮ વાગ્યાની રાહ જોવામાં લાગ્યું હતું પણ તેનું મન હજી વિચારોએ લાગેલું હતું કે કદાચ આ એ છોકરો નહીં હોઇ તો ?

અયાંશી વિચારોમાં ઘેરાયેલી હતી તેનું મન તેને શાંતીથી બેસવા નહોતું દેતું અને તેનું દિલ અત્યારે વધારે સ્પીડમાં ધડકી રહ્યું હતું... લેટર વાંચ્યાને અડધી કલાક થઈ ગઈ હતી છતાં પણ અયાંશીને ચેન પડતું નહોતું અને અત્યારે આ સંજોગોમાં અયાંશીને તેની બેસ્ટ ફ્રેન્ડ શિવાંગીની યાદ આવી એટલે અયાંશી શિવાંગીને ફોન કરે છે....


શિવાંગી ફોન ઉપાડતાની સાથે જ, હેલ્લો બેબ કેમ છો?


અયાંશી:- હું મજામાં છું તું કેમ છો ?


શિવાંગી:- હું પણ, અને આજે અચાનક મારી યાદ આવી ગઈ તને ?


અયાંશી:- કેમ આમ બોલે છે તું ?


શિવાંગી:- તારો ફોન આ સમયે આવ્યો એટલે પૂછું છું…


અયાંશી:- કેમ મારી બેબને હું ગમે ત્યાર ફોન ના કરી શકું ?


શિવાંગી:- કરી જ શકે ને પણ તારો ફોન મોસ્ટલી સવારે આવે છે આજે અત્યારે અચાનક આ ટાઈમ ઉપર ફોન આવ્યો એટલે કઈક લોચો તો છે જ...


અયાંશી:- હા...


શિવાંગી:- તો બોલ શું થયું ?


અયાંશી પછી શિવાંગીને બધી વાત કરે છે કે કેવી રીતે તેના રૂમમાં કોઈએ ગુલાબનું બુકે, ચોકલેટ અને એક INVITATION કાર્ડ મોકલ્યું. અને તે કાર્ડમાં સાંજના ૮ વાગે તૈયાર થઈને નીચે આવવાનું લખેલું છે..


શિવાંગી:- તો તે શું વિચાર્યું છે ?


અયાંશી:- શેના માટે ?


શિવાંગી:- અરે ડફોળ ૮ વાગે નીચે જવાની છે કે નહી ?


અયાંશી:- હું અત્યારે શું કરું તે નહોતું સમજાતું એટલા માટે તો મે તને ફોન કર્યો છે...


શિવાંગી:- હમમમ……


અયાંશી:- હમમમ નઇ હું શું કરું તેનો જવાબ આપ….


શિવાંગી:- હું સાચું કવ તો તું સાંજે ૮ વાગે તૈયાર થઈ ને જા…


અયાંશી ને નવાઈ લાગી રહી હતી કે આજે શિવાંગી તેને સામેથી જવા માટે કહી રહી હતી.. રોજ શિવાંગી તેને ના પાડતી પેલા છોકરાથી દૂર રહેવાનુ અને આજે સામેથી તે કહે છે, અયાંશીનું મન અત્યારે વધારે ગૂંચવાઈ રહ્યું હતું અને આ વાત નો ખ્યાલ તરત શિવાંગીને આવી ગયો..


શિવાંગી:- તું એમજ વિચારે છે ને કે હું અત્યારે તને સામેથી જવા માટે કેમ કહી રહી છું? રોજ તો તને ના પાડતી હોવ છું તો આજે હા કેમ પાડી એમ જ ને ?


અયાંશી:- હા…


શિવાંગી:- તો સાંભળ બેબ... લાઈફમાં અમુક મુમેન્ટ એવી હોઇ છે કે જેને આપડે એન્જોય કરી લેવી જોઈએ અત્યારે તું યુરોપ છે, ત્યાં તને કોઈ ઓળખતું નથી બરાબર


અયાંશી:- હા..


શિવાંગી:- તો તને ત્યાં કોઈએ ગુલાબ અને આ બધુ મોકલ્યું છે એટલે તને કોઈ મળવા માંગે છે.. તું વિચાર કર્યા વગર તૈયાર થઈ જા અને આજની સાંજને મસ્ત એન્જોય કર.. લાઇફની અમુક પળોને માણી લેવાની ટેન્શન મૂકીને જીવી લેવાની.. સમજી બેબ...


અયાંશી:- હા સમજી ગઈ... થેન્ક્સ બેબ


શિવાંગી:- એ દોઢી આ થેન્ક્સને એવું બીજાને કહેવાનું મને નહી. સમજી....


અયાંશી:- હા સમજી ગઈ..


શિવાંગી:- સારું ચાલ હવે તું તારી સાંજને એન્જોય કરજે અને કાલે સવારે મને ફોન કરીને કહેજે કે કોણ હતું જે તને મળવા માટે બોવ બેચેન હતું...


અયાંશી:- સારૂ બાય બેબ....


શિવાંગી:- બાય...


અયાંશી ફોન મૂકે છે અને તેની બેગ ખોલીને સાંજે કયા કપડાં પહેરીને જવું તે નક્કી કરવા લાગે ઘડિયાળમાં જોયું તો ૫:૪૫ થયા હતા.. અયાંશી જલ્દી જલ્દી તૈયાર થવા જતી રહી..


સમય ૭:૫૫


અયાંશી જેવી ચાલીને રીસેપ્સન ડેસ્ક પાસે પહોચી એટલે ત્યાં હજાર રહેલા બધા જ લોકોનું ધ્યાન અયાંશી ઉપર હતું... Black Solid Puff Sleeve Bodice Jacquard Flared Dressમ પગમાં Black Stilettos સેન્ડલ, હાથમાં Black Wallet, ખુલ્લા એકદમ સ્ટ્રેટ કરેલા વાળ, આંખોમાં કરેલી થોડી થોડી BLACK Eyeliner અને મોઢા ઉપર મેકઅપના નામ ઉપર ખાલી RED Lipstick, અયાંશીને જોઈને ત્યાં હાજર અડધા યુવાનોની આંખો બહાર આવી ગઈ હતી અને અડધાના દિલ વધુ ઝડપથી ધડકવા લાગેલા..


બરાબર ૮ વાગતાની સાથે જ એક માણસ અયાંશી પાસે આવે છે.....


પેલો માણસ અયાંશી ને કહે છે:- હેલ્લો મારુ નામ માર્ટીન છે.. અને તમે અયાંશી છો ?


અયાંશી આશ્ચર્ય સાથે ખાલી હા બોલે છે…


માર્ટીન:- હેલ્લો મેમ તમારે મારી સાથે આવવાનું છે કોઈ પણ સવાલ કર્યા વગર..


અયાંશી:- પણ ક્યાં ?


માર્ટીન:- મેમ મે તમને કહ્યું ને કે કોઈ પણ સવાલ કર્યા વગર આવવાનું છે..


અયાંશી થોડો ખચકાટ અનુભવી રહી હતી અને વિચારી રહી હતી કે તે કેવી રીતે આ અજાણ્યા માણસ ઉપર વિશ્વાસ કરે.... અયાંશી વિચારી રહી હતી ત્યાં જ હોટેલના મેનેજર જેકબ તેની પાસે આવે છે...


જેકબ:- હેલ્લો મેમ...


અયાંશી જેકબ સામે જોઈને સ્માઇલ સાથે હેલ્લો કહે છે..


જેકબ:- ડોન્ટ વરી મેમ તમે માર્ટીન સાથે જઇ શકો છો તમને કોઈ પણ પ્રોબ્લેમ નહી આવે..


અયાંશીને કઈ સમાજમાં આવી રહ્યું નહોતું કે તેની સાથે આ શું ચાલી રહ્યું છે. એક માણસ બહાર મને તેની સાથે તેની સાથે લઈ જવા માટે આવે છે અને આ હોટેલના મેનેજર પણ મને તેની સાથે જવા માટે કહે છે... અયાંશીને ત્યાં જ શિવાંગીની વાત યાદ આવે છે કે વધારે ટેન્શન લીધા વગર પળને માણી લેવાની અને આ વાત યાદ કર્યા પછી અયાંશી માર્ટીનની સાથે હોટેલની બહાર નીકળે છે...


હોટેલની બહાર નીકળતા જ એક BLACK COLOR ની BMW 5 SERIES ની કાર ઊભી હોય છે અને માર્ટીન તેનો દરવાજો ખોલીને અયાંશીને અંદર બેસવામાં માટે કહે છે. અયાંશી અંદર બેસતા બેસતા માર્ટીનને થેન્ક્સ કહે છે.. અને માર્ટીન પછી આગળની ડ્રાઈવર સીટ ઉપર આવીને ગાડી ચલાવવા લાગે છે...


અયાંશી રસ્તાઓને જોઈ રહી હતી.. યુરોપના દેશોની નાઈટ લાઈફ વિષે અયાંશીએ બોવ બધી વાર સાંભળ્યુ હતું કે અહિયાં જેમ જેમ રાત પડે તેમ તેમ બધાની લાઈફ ચાલુ થાઈ છે અને અત્યારે અયાંશી બધુ જોઈ રહી હતી.. પેલા પણ રાત્રે પેરીસમાં ફરી હતી પણ ત્યારે તેનું મન પેલા છોકરાના વિચારોમાં હતું એટલે વધારે ધ્યાન નહોતું આપ્યું પણ અત્યારે તેનું મન એકદમ શાંત હતું... અયાંશી જોઈ રહી હતી કે રસ્તાઓ ઉપર ધીમે ધીમે ચહલ પહલ વધી રહી હતી, માર્ટીન જે જે રસ્તાઓ ઉપરથી ગાડી ચલાવી રહ્યો હતો તે બધા જ રસ્તાઓ ઉપર સુંદર લાઇટનીંગ હતું, સુંદર રસ્તાઓ, સુંદર બાંધકામ અને તેનાથી પણ સુંદર અહિયાના માણસો.. અયાંશી આ બધુ જોઈ રહી હતી અને તેનું મણ વધારે અને વધારે રોમાંચીત થઈ રહ્યું હતું....


અયાંશીએ જોયું તો માર્ટીન તેની કારને એફિલ ટાવર તરફ લઈ જઇ રહ્યો હતો.. અયાંશીને પૂછવાનું મન પણ થયું કે એફિલ ટાવર જવાનું છે ? પણ અયાંશીએ વિચાર્યું કે અત્યારે જે થઈ રહ્યું છે તેનો આનંદ માણવો છે કોઈ પણ સવાલ પૂછ્યા વગર અને પાછળની સીટમાં બેઠી બેઠી અયાંશી બધુ જોઈ રહી હતી....


એફિલ ટાવરની બરાબર નીચે માર્ટીન ગાડી ઊભી રાખે છે અને ત્યાજ અયાંશીની સાઇડનો દરવાજો એક માણસ આવીને ખોલે છે અને અયાંશીને વેલકમ કરે છે.. અયાંશી કારમાં ઉતરતા ઉતરતા પેલા અજાણ્યા માણસ સામે જોઈને સ્માઇલ કરે છે અને માર્ટીન પણ બહાર આવીને અયાંશીને કહે છે.


માર્ટીન:- મેમ મારુ કામ તમને અહિયાં સુધી લાવવા માટેનું હતું હવે આગળ તમને ચાર્લી ગાઈડ કરશે.. માર્ટીને પેલા માણસ તરફ ઈશારો કરતાં કહ્યું...


અયાંશીએ એક સ્માઇલ સાથે માર્ટીનને થેન્ક્સ કહ્યું અને માર્ટીન પણ એક સ્માઇલ સાથે.. ENJOY THIS BEAUTIFUL EVENING… આટલું કહીને કારમાં બેસીને નીકળી ગયો.....


ચાર્લી, અયાંશીને ઈશારો કરી તેની પાછળ આવવાનું કહે છે.. અયાંશી ચાર્લીની પાછળ પાછળ ચાલવા લાગે છે.. ચાર્લી એફિલ ટાવરની ઉપર લઈ જતી લિફ્ટ પાસે આવીને ઊભો રહે છે... થોડીવારમાં લિફ્ટ આવે છે. લિફ્ટનો દરવાજો ખુલ્લે છે અને અંદર એક બ્લેક શૂટ પહેરીને માણસ ઊભો હોય છે અને ચાર્લી ફ્રેંચ ભાષામાં તેની સાથે કઈક વાત કરે છે અને પછી અયાંશીને અંદર જવા કહે છે. ચાર્લી બહાર જ ઊભો રહે છે અને અયાંશીને જોઈને સ્માઇલ સાથે કહે છે.. ENJOY THIS BEAUTIFUL EVENING MAM… ધીમે ધીમે લિફ્ટનો દરવાજો બંધ થઈ જાઈ છે અને લિફ્ટ ઉપર ચાલવા લાગે છે......


અયાંશીનું મન હવે વધારે વિચલીત થઈ રહ્યું હતું કે, આ બધુ શું ચાલી રહ્યું છે પેલા માર્ટીન પછી ચાર્લી અને હવે આ નવો માણસ.. અયાંશીનું મન વિચારોની હારમાળા રચી રહ્યું હોય છે ત્યાજ લિફ્ટનો દરવાજો ખુલ્લે છે પેલો માણસ અયાંશીને બહાર નીકળવાનું કહે છે અને અયાંશી લિફ્ટની બહાર નીકળે છે...


અયાંશી અત્યારે એફિલ ટાવરની ટોચ ઉપરના OBSERVATION DESK (૨૭૬ મી. ઊંચાઈ) ઉપર ઊભી હતી.. અયાંશીએ આસપાસ નજર દોડાવી ત્યાં તેની આંખોમાંથી આંસુ બહાર આવી ગયા હતા.. એફિલ ટાવરની ટોચ ઉપરથી આંખું પેરીસ શહેર દેખાઈ રહ્યું હતું. રાતના સમયે આખું શહેર લાઈટોમાં ખુબજ સુંદર લાગી રહ્યું હતું.. જ્યાં સુધી નજર પહોચે ત્યાં સુધી પેરીસ શહેર દેખાઈ રહ્યું હતું ઊંચા ઊંચા બિલ્ડીંગો, સુંદર બગીચાઓ, ટમટમાતી લાઇટો આ બધુ જોઈને અયાંશી રડું રડું થઈ રહી હતી, તેને ક્યારે વિચાર્યું પણ ના હતું કે તેને એફિલ ટાવરની ટોચ ઉપરથી પેરીસ શહેરને જોવાનો મૌકો મળશે. અયાંશીએ તરત જ તેનો ફોન કાઢ્યો અને પેરીસ શહેરની આ સુંદરતાને તેની આંખોની સાથે સાથે કેમેરામાં પણ યાદ સ્વરૂપે રાખવા ફોટો લેવા લાગી…

થોડીવાર પછી અયાંશીને ભાન થયું કે અત્યારે તે આ ડેસ્ક ઉપર સાવ એકલી છે બીજું કોઈ અહિયાં દેખાઈ રહ્યું નહોતું અને અયાંશીએ પાછળ ફરીને જોયું તો તે જે લીફ્ટમાં ઉપર આવી હતી તે લિફ્ટ અને તેને ઉપર લાવવા વાળો માણસ બંને ત્યાં નહોતા.. અયાંશીના ચહેરા ઉપરની સ્માઇલ ધીમે ધીમે ઓછી થવા લાગી થોડીવાર પહેલા તેની આંખોમાં જે ચમક હતી તેની જગ્યાએ હવે ધીમે ધીમે ગભરાટ દેખાઈ રહ્યો હતો. અયાંશીએ જોયું તો લિફ્ટ ઉપર આવી રહી હતી અને આ જોઈ અયાંશીને થોડી શાંતી પણ થઈ અને થોડો ડર પણ લાગી રહ્યો હતો કે આ લિફ્ટમાં કોણ આવી રહ્યું હશે.. અયાંશી બસ એકધારી લિફ્ટનો દરવાજો જ્યાં ખૂલવાનો હતો ત્યાં જોઈ રહી હતી..


લિફ્ટ ઉપર આવી ગઈ હતી અને લિફ્ટનો દરવાજો ધીમે ધીમે ખુલ્લી રહ્યો હતો... આ બાજુ અયાંશીના દિલની ધડકન પણ ધીમે ધીમે વધી રહી હતી તેનું મન જાણવા વ્યાકુળ હતું કે લિફ્ટની અંદર કોણ છે ? જેવો લિફ્ટનો દરવાજો થોડો ખૂલ્યો અંદર રહેલા માણસનું મોઢું અયાંશીને દેખાણું અને તે માણસનું મોઢું જોઈને અયાંશીના ચહેરા ઉપરથી ડર ગાયબ થઈને ફરી સ્માઇલ આવી ગઈ હતી... અયાંશીને અત્યારે નાચવાનું મન થઈ રહ્યું હતું અને તેની અંદરથી અવાજ આવી રહ્યો હતો કે હા આ તો પેલો જ છોકરો છે જેને મારે મળવું હતું, જેની સાથે મારે વાતો કરવી હતી, જેની સ્માઇલ જોઇને મારા દીલને આરામ મળે છે.. અયાંશીને લાગ્યું કે અત્યારે તે સ્વપ્ન જોઈ રહી છે પણ તરત જ તેને આ બધુ રીયલમાં થઈ રહ્યું છે તે ખબર પડી ગઈ.. લિફ્ટનો દરવાજો ખુલ્લી ગયો હતો અયાંશી હવે પેલા છોકરાને લિફ્ટની બહાર આવતો જોઈ રહી હતી અને તેની સ્માઇલ વધારે અને વધારે ખીલી રહી હતી..


Light Skin Color T-Shirt, Dark Black Jeans ની ઉપર Dark Maroon Jacket With Black Belt and Black Leather Party Shoes અને Laurent Mon Paris નું પરફ્યુમ અને તેની આંખોમાં ગ્રીન લેન્સ. આ આઉટફિટમાં અયાંશના કસાયેલા શરીર ઉપર એકદમ ફિટ બેસતા હતા. અયાંશને અત્યારે કોઈ ટાઇટલ દેવું હોઇ તો તે ગ્રીક ગોડનું હતું, જેવી લિફ્ટનો દરવાજો ખોલ્યો ત્યાં સામે તેની સ્વપ્ન મોહિનીને જોઈ એટલે અયાંશના ચહેરા ઉપર સ્માઇલ આવી ગઈ હતી, અયાંશ લિફ્ટની બહાર પણ આવી ચૂક્યો હતો અને ધીમે ધીમે ચાલીને અયાંશીની પાસે જઇ રહ્યો હતો.. અયાંશનું દિલ ધીમે ધીમે તેની ધડકવાની ગતી વધારી રહ્યું હતું અને સામે આવા જ હાલ અયાંશીના હતા. જેમ જેમ અયાંશ તેની નજીક આવી રહ્યો હતો તેમ તેના દિલની હાલત પણ અયાંશના દિલની જેમ જ હતી…


અયાંશ બરાબર અયાંશીની સામે આવીને ઊભો રહ્યો બને વચ્ચે અત્યારે માંડ ૨ ફૂટનું અંતર હતું બને જણાની આંખો એકબીજાની આંખો સાથે વાતો કરી રહી હતી, બનેના શ્વાસ એકબીજાના શ્વાસ સાથે મળી રહ્યા હતા. બનેના ચહેરા ઉપરની હસી અત્યારે વધારે ખીલી રહી હતી. અયાંશી અને અયાંશ બને આ પળને જીવવા માટે છેલ્લા કેટલા દિવસોથી એકબીજાની તલાશ કરી રહ્યા હતા અને અંતે એ પળ આવી ગઈ જેની બને રાહ જોઈ રહ્યા હતા.


એ પળ તું ઊભી રહે, મારે તને માણવી છે...

આટ આટલી મહેનત પછી તું આવે છે માટે

એ પળ તું ઊભી રહે મારે તને માણવી છે..

જેમ કૃષ્ણની મોરલી સાંભળીને રાધા માણતી હતી તે પળ

મારે પણ માણવી છે તને એમ જ.

જ્યારે શાંત નદી અને ઘૂઘવતાં દરિયાનું મિલન થાઈ

ત્યારની તે અદભૂત ક્ષણની જેમ મારે માણવી છે તને.

નવા જન્મેલા બાળકનો પહેલો સ્પર્શ તેની માતાને થાઈ

તેમ મારે પણ તારી આ પળને સ્પર્શ કરવી છે માટે

એ પળ તું ઊભી રહે, મારે તને માણવી છે…….


અયાંશી અને અયાંશ બને હજી એમજ ઊભા હતા બનેના વિચારો જાણે સ્થીર થઈ ગયા હતા, જાણે બનેની આંખો અને દિલ એકબીજાના ખબર અંતર પૂછી રહ્યા હોય એવું લાગી રહ્યું હતું અને અંતે અયાંશે ચુપી તોડી...


અયાંશ:- હેલ્લો...


અયાંશી:- હાય..


અયાંશ:- મારુ નામ અયાંશ છે…


અયાંશી:- મારુ નામ અયાંશી...


અયાંશ:- તમે ઇન્ડિયન છો ?


અયાંશી:- હા. અને તમે?


અયાંશ:- હા હું પણ ઇન્ડિયન પણ ફરક એટલો કે હું ઈન્ડિયાની બહાર જન્મ્યો છું છતાં પણ હું મારી જાતને ભારતીય માનું છું..


અયાંશી અને અયાંશ વચ્ચે લગભગ ૨૦ મિનિટ સુધી વાતો ચાલી, બનેએ એક બીજાનો પૂરો પરિચય કેળવી લીધો અને પછી અયાંશી બોલી.. (અયાંશે હજી તેની ઓળખ અયાંશ દિહોરા તરીકે જ આપી હતી અને એમ કહ્યું હતું કે તેને પોતાનો બિઝનેસ છે, પણ એ વાત નહોતી કહી કે તે બિલિયોનર છે.)


અયાંશી:- થેન્ક યુ સો મચ..


અયાંશ:- શેના માટે ?


અયાંશી:- આજની સાંજને મારા જીવનની સૌથી સુંદર સાંજ બનાવવા માટે..


અયાંશ:- થેન્ક્સની જરૂર નથી...


અયાંશી:- તો શેની જરૂર છે..


અયાંશ:- બસ મારી સાથે ડિનર કરવું પડશે..


અયાંશી:- સ્યોર ચાલો ક્યાં લઈ જાવ છો…


અયાંશ ચાલો મારી સાથે..


અયાંશી:- પેલા મારી વાત સાભળો તમારે મને આ તમે તમે કહેવાનું બંધ કરવું પડસે


અયાંશ:- તમારે પણ આઈમીન તારે પણ..


અયાંશી:- સારૂ ચાલ.......


અયાંશી અને અયાંશ બનેના મન અને દિલ એકબીજા સાથે જોડાઈ ગયા હતા. આજે પહેલી વખત વાત કરી હતી છતાં પણ બંનેને એમ લાગી રહ્યું હતું કે તે એકબીજાને વર્ષોથી ઓળખાતા હોઇ..


અયાંશ અને અયાંશી લીફ્ટમાં એફિલ ટાવરના Observation Desk ની નીચેના ડેસ્ક ઉપર આવે છે જ્યાં એક હોટેલ છે LE JULES VERNE. જેવી અયાંશી હોટેલની અંદર પહોચી ત્યાં તેની આંખો પહોળી થઈ ગઈ આખી હોટેલમાં હિન્દી રોમાંટિક સોંગ્સ વાગી રહ્યા હતા અને આખી હોટેલમાં કેંડલ ગોઠવી હતી અને તેના પ્રકાશથી હોટેલની સુંદરતામાં ઔર વધારો થઈ રહ્યો હતો.. અયાંશી જેવી હોટેલમાં એટર થવા ગઈ ત્યાં તેની નજર નીચે ફ્લોર ઉપર પડી. ફ્લોર ઉપર ગુલાબની પાંદડીઓથી ચાલવાનો રસ્તો બનાવ્યો હતો અને તે રસ્તો કોર્નરમાં ગોઠવાયેલા ટેબલ સુધી લઈને જતો હતો. અયાંશી ધીમે ધીમે તે ગુલાબની પાંદડીઓ ઉપર ચાલવા લાગી જેવી તે પેલા ટેબલ પાસે પહોચી તો ત્યાં ટેબલ ઉપર ગુલાબના ફૂલોથી લખેલું હતું “WELCOME AYANSHI“ અયાંશીએ આ બધુ જોયું અને તેની આંખો રડું રડું થઈ ગઈ હતી પણ અયાંશીએ તેના આંસુઓ ઉપર કંટ્રોલ કર્યો અને થોડીવાર માટે રોકી રાખ્યા..


અયાંશી ચેર ઉપર બેઠી અને તેની સામેની બાજુ અયાંશ બેઠો. ટેબલ એવી જગ્યા એ ગોઠવ્યું હતું કે ત્યાથી આંખું પેરિસ દેખાઈ અને બાજુના કાંચમાં તે બંને તેમનું પ્રતિબિંબ પણ જોઈ શકે.. અયાંશી અને અયાંશએ ડિનર કયું થોડી વાતો પણ કરી.. એકબીજાની પસંદ, નાપસંદ બધુ જાણ્યું અને પછી બને એફિલ ટાવરથી નીચે ઉતર્યા. લિફ્ટની બહાર નીકળતા જ સામે સફેદ કલરની એક ૨ સીટ વાળી Bentley Convertible ઊભી હતી..


અયાંશે અયાંશીને તે કારમાં બેસવા જણાવ્યુ અને કારમાં બેસીને અયાંશીએ અયાંશને પૂછ્યું..


અયાંશી:- તું એવો શેનો બિઝનેસ કરે છે કે તારી પાસે આટલા પૈસા છે...


અયાંશ:- અરે કઈ નહી મારે હોટેલ છે..


અયાંશી:- અચ્છા તો એક હોટેલમાં આટલા રૂપિયા મળી રહે ?


અયાંશ હસવા લાગે છે...


અયાંશી:- તું હશે છે કેમ ?


અયાંશ:- તું બોવ સવાલો પૂછે છે હો…


અયાંશી:- તારે જવાબ ના આપવો હોઇ તો કહી નહી…


અયાંશ:- એમ સમજી લે કે હા આટલા રૂપિયા મળે છે...


અયાંશી:- સારૂ...


અયાંશ કારમાં LAAL ISQU ગીત ચાલુ કરે છે અને આ સાંભળી અયાંશીના ચહેરા ઉપર પણ સ્માઇલ આવી જાઈ છે..


અયાંશી:- આ મારુ પણ ફેવરેટ સોંગ્સ છે..


અયાંશ:- મારૂ પણ..


અને બને હસી પડે છે... અયાંશ પછી ડ્રાઈવ કરવા લાગે છે. બંને વાતો બંધ કરીને બસ ગીત સાંભળવામાં વ્યસ્ત થઈ જાઈ છે. LAAL ISQU પછી RAABATA પછી SOCH NA SAKE એક પછી એક સોફ્ટ ગીતો વાગતા રહે છે અને આ બધા ગીતો અયાંશીના ફેવરેટ હતા... ક્યારે અયાંશીની હોટેલ આવી જાઈ છે બનેને ખબર નથી રહેતી...


અયાંશી અયાંશને બાય કહે છે અને ધીમે ધીમે હોટેલની અંદર જવા લાગે છે.. અને અયાંશ પણ તેને જતાં જોઈ રહે છે.. હોટેલના ગેટ પાસે પહોચીને અયાંશીને કઈક યાદ આવે છે એટલે તે પાછી અયાંશ પાસે આવે છે..


અયાંશી:- તારો ફોન નંબર આપીશ...


અયાંશના ચહેરા ઉપર એક સ્માઇલ આવે છે અને પછી બંને જણા એકબીજાના નંબર ex-change કરે છે અને પછી અયાંશી બાય કહીને હોટેલની અંદર જતી રહે છે અને અયાંશ પણ કારને તેના ઘર તરફ વાળે છે..


અયાંશી તેના રૂમ તરફ જતાં જતાં આજની સુંદર સાંજ બદલ ભગવાનનો આભાર માની રહી હતી અને બીજી બાજુ અયાંશ પણ આવું જ કઈક કાર ચાલાવતા ચાલાવતા કરી રહ્યો હતો......................

---------------------------------------------

(5)

અયાંશી બેડમાં પડી હતી અને વિચાર કરી રહી હતી કે અયાંશને મેસેજ કરે કે નહી અને સાથે સાથે આજની સુંદર સાંજને ફરી યાદ કરી કરીને માણી રહી હતી.. ફોનમાં રહેલા તેના અને અયાંશના થોડા સાથે પાડેલા ફોટાઓ જોઈ રહી હતી જે તે બંનેએ એફિલ ટાવર ઉપરની રેસ્ટોરન્ટમાં લીધા હતા. અયાંશી બસ તે ફોટામાં અયાંશના ચહેરા ઉપરની સ્માઇલ જોઈ રહી હતી અને આ સ્માઇલ જોઈ તેના મનને એક અજીબ શાંતી મળી રહી હતી. અયાંશી વિચારી રહી હતી કે તે અયાંશને મેસેજ કરે પણ તેને થોડું અજીબ લાગી રહ્યું હતું કે અયાંશ તેના માટે શું વિચારશે એમ.. લાંબા સમય સુધી વિચાર કર્યા પછી અયાંશીને એક મસ્ત આઇડિયા આવ્યો તેને તેના અને અયાંશના જે ફોટાઓ હતા તે વોટસએપમાં મોકલવાનું વિચાર્યું એટલે અયાંશીએ પોતાનું વોટસએપ ચાલુ કર્યું અને તેમાં સર્ચમાં જઈને અયાંશ ટાઈપ કર્યું અને ત્યાં તેનું એકાઉન્ટ ઓપન કર્યું અને જઈને સૌથી પહેલા તેનું પ્રોફાઇલ ફોટો જોયો અને તે જોતાં જ અયાંશી જાણે પાગલ થઈ ગઈ કોઈ બરફથી છવાયેલા પર્વતની ટોચ ઉપર ઊભો હતો અને તેની પાછળના ભાગમાં બરફથી ઢંકાયેલા ઊંચા ઊંચા પર્વતો દેખાઈ રહ્યા હતા.. અને તેનું સ્ટટેસ હતું


“ No one is you and that is your superpower ”

અયાંશીની આંખોતો બસ અયાંશ અને તેની પાછળનું સુંદર દ્રશ્ય જોવામાં વ્યસ્ત હતી. અયાંશી ભૂલી ગઈ હતી કે તેને અયાંશને મેસેજ કરવાનો છે…

અયાંશ ઘરે આવીને ફ્રેશ થઈને બેડમાં પડ્યો. અયાંશ સવારની ભાગદોડથી થોડો થાક્યો હતો પણ અત્યારે તેની આંખો ઊંઘની જગ્યાએ કોઇની યાદોથી ભરાયેલી હતી. અયાંશને યાદ આવ્યું કે હવે તો તેની પાસે અયાંશીનો નંબર છે તો તેને મેસેજ કરીને પૂછું કે તે શું કરે છે? અયાંશે તેનો ફોન હાથમાં લીધો અને વોટસએપ ખોલ્યું અને અયાંશીનું નામ સર્ચ કરીને તેનું પ્રોફાઇલ ખોલ્યું અને તેમાં તેને અયાંશીનું પ્રોફાઇલ ફોટો જોયો. અયાંશીએ સફેદ, બ્લેક અને રેડ કલરના ચણીયા ચોળી પહેરીને ઊભી હતી.. સાથે ગળામા મોતીની માળા, કપાળમા નાની બિંદી, કાનોમાં મીડીયમ સાઈઝના ઝુમખા...અને નીચે સ્ટેટસ હતું


“ ખૂબી અને ખામી બંને હોય છે લોકોમાં તમે શું શોધ્યું એ મહત્વનું છે ”

અયાંશની આંખો ગુજરાતી પારીધાનમાં ઊભેલી તેની સ્વપ્ન સુંદરીને જોઈને તેના ઉપર જ રોકાઈ ગઈ હતી અને ત્યાથી હટવાનું નામ લઈ રહી નહોતી


અયાંશીની આંખો અયાંશના ફોટાને જોઈ રહી હતી ત્યારે અયાંશની આંખો અયાંશીના ફોટા ઉપર હતી. બંને એકબીજાથી દૂર હતા છતાં પણ અત્યારે બંને એક જ કાર્ય કરી રહ્યા હતા અને તે કાર્ય હતું એકબીજાને પ્રેમભરી આંખોથી જોવાનું.......


તારી સ્માઇલ એટલે ઘૂઘવતો જ્વાળામુખી
અને હું તેમાથી નીકળતો ધુમાડો.....


તારી સ્માઇલ એટલે અફાટ રણમાં ઊગેલું ગુલાબનું ફૂલ
અને હું તે ફૂલ ઉપર ફરતો ભમરો….


તારી સ્માઇલ એટલે એક હસીન સ્વપ્ન
અને હું તે સ્વપ્નને જીવવાની મનોકામના કરનાર...


તારી સ્માઇલ એટલે સમુદ્રથી નદીનું મિલન
અને હું તે બંનેના મિલનથી બનતો પરપોટો..


તારી સ્માઇલ એટલે કૃષ્ણની મોરલી
અને હું તેમાથી નીકળતો મધુર સૂર..

તારી સ્માઇલ જોઈ જ્યા આખી દુનિયા ચાલવા લાગે છે,
અને હું તે સ્માઇલ જોઈને થંભી જનાર વ્યક્તિ...


અયાંશીને ભાન થાઈ છે કે તે છેલ્લી ૧૦ મિનિટથી અયાંશના ફોટાને જોઈ રહી છે. અયાંશને જોવામાં તેને ફોટો સેન્ડ કરી વાત કરવાનું રહી જ ગયું એટલે અયાંશી તરત જ તેના અને અયાંશના ફોટાઓ અયાંશને સેન્ડ કરે છે....


અયાંશતો હજી તેની સ્વપ્ન મોહીનીને જોવામાં વ્યસ્ત હોય છે ત્યાં અચાનક તેને નોટીફીકેશન આવે છે કે અયાંશી એ તેને ફોટો સેન્ડ કર્યા છે એટલે અયાંશ તરતજ બેક જઈને ફોટો ડાઉનલોડ કરીને જોવે છે અને પછી એક સ્માઇલી ઇમોજી સેન્ડ કરે છે... અને આ બાજુ અયાંશી વિચારી રહી હોઇ છે કે બસ ખાલી સ્માઇલી વાળું ઇમોજી ? હવે આ છોકરા સાથે વાત કેવી રીતે શરૂ કરવી ? થોડી વાર વિચાર્યા પછી અયાંશી અયાંશને મેસેજ કરે છે...


અયાંશી:- થેન્ક્સ...


અયાંશ પણ જાણે અયાંશીના મેસેજનો વેઇટ કરીને જ બેઠો હોઇ એમ તરત જ અયાંશીના મેસેજનો જવાબ આપે છે..


અયાંશ:- કેમ ?


અયાંશી:- For Beautiful Evening..


અયાંશ:- No need for thanks…


અયાંશી:- થેન્ક્સ તો કહેવું જ જોઈએ તમને, મારા માટે તમે આટલું બધુ કર્યું તેના માટે..


અયાંશ:- સારૂ વેલકમ...


અયાંશનો વેલકમ નો મેસેજ વાંચીને અયાંશીને મનમાં થોડીવાર તો એવું પણ વિચાર આવ્યો કે મારે આવવું જ છે તારી પાસે બસ તું બોલાવે તેનો વેઇટ કરું છું.. પણ પછી અયાંશીએ પોતાની ભાવનાઓને કાબુમાં રાખી અને આગળ વાત ચાલુ કરી…


અયાંશી:- બોલો તમારુ સ્વપ્ન શું છે ?


અયાંશને થોડી વાર માટે થઈ આવ્યું કે જવાબ માં લખી આપે કે મારુ સ્વપ્નતો તું જ છો, તારી સાથે મારે જીવન પસાર કરવું છે, તારો હાથ પકડીને મારે આ દુનિયાની ભીડભાડની વચ્ચેથી ચાલવું છે પણ પછી તેને પોતાની લાગણીઓ ઉપર અંકુશ રાખ્યો અને જવાબ લખવા માંડ્યો..


અયાંશ:- મારુ સ્વપ્ન આખી દુનિયા ફરવાનું છે, મારે આખી દુનિયા જોવી છે, બધા જ દેશોમાં જઈને ત્યાની સંસ્કૃતી જોવી છે, ત્યાના સ્વાદભર્યા ભોજનો આરોગવા છે, બધા જ એડ્વેંચર કરવા છે, દરિયાની ઊંડાઈએ માછલી બની તરવું છે, ઊંચે આકાશમાં બાજ બની વિહરવું છે, જંગલોમાં જઇ ત્યાની વિવિધતાઓનો પરીચય કરવો છે, ઊંચા પહાડોની ટોચ ઉપર ઊભા રહીને નીચેની તરફ જોઈ મણકાની માફક ગોઠવાયેલી દુનિયા જોવી છે.


અયાંશ:- અને તારું સ્વપ્ન શું છે ?


અયાંશી:- અદભૂત..


અયાંશી:- મને પણ તારી જેમ જ ફરવું છે, તારી જેમ આખી દુનિયાતો નથી જોવી પણ અમુક અમુક મારા ફેવરીટ પ્લેસ છે જે મારે જોવા છે.. મારા મોમ ડેડને હેપ્પી જોવા છે, મારા મિત્રો સાથે મજાક મસ્તી કરીને તેમને હેરાન કરવા છે.


રાતના ૧૧:૩૦ વાગે શરૂ થયેલી આ વાતચીત મોડીરાતના ૨ વાગ્યા સુધી ચાલી.. બંનેમાંથી કોઈને ખબર ના રહી કે સમય ક્યાં જતો રહ્યો.. ૩ કલાકમાં બનેએ એકબીજા વિષે વધારે જાણ્યું, એકબીજાની ફેવરીટ વસ્તુઓથી માંડીને ફ્રી ટાઈમમાં ક્યાં સમય પસાર કરવો બધુ જ એકબીજા વિષે જાણી લીધું હતું......


અયાંશ:- રાતના ૨ વાગ્યા છે તારે સૂવું નથી ?


અયાંશી:- એ જ વિચારું છું કે હવે હું સૂઈ જાવ કાલે મારે પ્રોજેકટનું પ્રેસેંટેશન પણ છે પાછું...


અયાંશ:- સારૂ તો હવે સૂઈ જા કાલે વાત કરીશું


અયાંશી:- સારૂ... ગુડ નાઈટ....


અયાંશ:- ગુડ નાઈટ......


બંને પોત-પોતાના ફોન મૂકીને સૂઈ જાઈ છે..........

------------------------------------------


બીજા દિવસે સવારે અયાંશી જાગે છે અને ફોન ચેક કરે છે તો તેના વોટસએપમાં અયાંશનો મેસેજ પડેલો હોઇ છે...


A tree that wants to touch the sky must extend its roots into the earth.
The more it wants to rise upwards, the more it has to grow downwards.
So to rise in life, we must be down to earth.
Have Wonderful Day ahead, Good Morning and Best of Luck….


અયાંશી સામે Good Morning નો જવાબ આપીને જલ્દી જલ્દી તૈયાર થવા જતી રહે છે અને તૈયાર થઈ ને કેબમાં બેસીને નીકળી જાઈ છે.. કેબમાં બેસીને અયાંશી શિવાંગીને ફોન કરે છે..


શિવાંગી:- હેલ્લો બેબ, હું તારા ફોનનો જ વેઇટ કરતી હતી...


અયાંશી:- કેમ ?


શિવાંગી:- શું કેમ? કાલ રાત વિષે જાણવા માટે.. તું જલ્દી બોલવાનું ચાલુ કર...


અયાંશી:- હા બેબ...


અયાંશી પછી શિવાંગીને કાલ રાતે જે પણ થયુ તે બધું જ શિવાંગીને કહે છે. શિવાંગીને પણ ધીમે ધીમે હવે લાગી રહ્યું હતું કે કદાચ આ છોકરો બીજા બધા છોકરા જેવો નથી. શિવાંગીની અયાંશ વિષેની ધારણાઓ ધીમે ધીમે બદલાવા લાગી હતી.. શિવાંગી ખુશ હતી કેમ કે તેને પહેલી વાર અયાંશીને આટલી ખુશ જોઈ રહી હતી. બંને સહેલીઓ વાતો કરવામાં વ્યસ્ત હતી અને ક્યારે કેબ એફિલ ટાવર આવીને ઊભી રહી તેનો ખ્યાલ અયાંશીને પણ ના રહ્યો..


અયાંશી:- બેબ ચાલ હવે પછી વાત કરું...


શિવાંગી:- સારૂ બેબ ચાલ બાય..


અયાંશી:- બાય...


અયાંશી તેના પ્રોજેક્ટના સ્થળ ઉપર જાઈ છે આખો દિવસ ત્યાં આવતા મુલાકાતીઓને પોતાનો બનાવેલો પ્રોજેકટ સમજાવી રહી હતી, જ્યારે બીજા બધા પ્રતિસ્પધીઓ ત્યાં વેસ્ટ્ન કપડાઓમાં હતા ત્યારે અયાંશી ત્યાં સંપૂર્ણ પણે ભારતીય પરંપરાગત બોવ ડાર્ક પણ નહીં અને બોવ લાઈટ પણ નહીં એવા પીળા કલરની સાડીમાં, સાથે કપાળમાં લાલ બિંદી, હાથોમાં બંગડીઓ, કાનોમાં ઈયરીગ, અને ડોકમાં નાની તુલસીની માળા..

અયાંશી બધાનું સ્વાગત નમસ્તેથી કરતી હતી અને તેના બોલવાના અંદાજમાં ભારતીય સભ્યતા જળકતી હતી અને આ વાત તેને બધાથી અલગ બનાવી રહી હતી.

બપોરનો સમય હતો અયાંશને એફિલ ટાવર પાસે થોડું કામ હતું એટલે તે એફિલ ટાવર જાઈ છે. આજે એફિલ ટાવર પાસે વધારે ભીડ હતી એટલે તેને એફિલ ટાવરથી થોડે દૂર તેની કાર પાર્ક કરી અને ચાલતા જવાનુ વિચાર્યું, અયાંશ કાર પાર્ક કરીને તેના કામના સ્થળે જઇ રહ્યો હતો ત્યાજ તેની નજર દૂરથી અયાંશીને જોઈ જાઈ છે અને તેના પગ તેના કામની જગ્યાએ જવાના રસ્તાના બદલે અયાંશી જ્યાં હતી તે બાજુ તરફ વળવા લાગે છે.. અયાંશ દૂરથી જોઈ રહ્યો હતો અયાંશીને, ભારતીય પોષાકમાં અયાંશીનો ફોટો તેને જોયો હતો પણ અત્યારે અયાંશીને તેની સામેજ સાડીમાં જોઈ રહ્યો હતો અને તેને સાડીમાં જોઈ અયાંશનું મન પણ જાણે તેને કહી રહ્યું હોઇ કે ચાલ અત્યારે આ સુંદરીને તારી બનાવી લે... અયાંશના વિચારો તેના દિલ ઉપર કબ્જો જમાવી રહ્યા હતા પણ અચાનક કોઈ સાથે અયાંશ અથડાયો અને તેને ભાન આવ્યું કે તે શું કરી રહ્યો છે એટલે અયાંશે તેની દિશા બદલી અને અયાંશીને ડિસ્ટર્બ કરવા કરતાં તેનું કામ કરવાનું વિચાર્યું અને ચૂપચાપ અયાંશીની નજર ના પડે એવી રીતે ત્યાથી નીકળી ગયો..

સાંજ પડી ગઈ હતી અને આજનો ફ્રાંસનો કાર્યક્રમ અહિયાજ પૂરો થયો અને અયાંશી થાકેલી તેના હોટેલ તરફ જવા લાગી, અયાંશી રસ્તા ઉપર આવીને કેબની રાહ જોઈ રહી હતી અને વિચારી રહી હતી કે આજે છેલ્લો દિવસ છે ફ્રાંસમાં તો શું અયાંશને મળવું કે નહી ? જો કદાચ આજે નહી મળી શકાય તો પછી તેની મુલાકાત અયાંશ સાથે ક્યારે થશે તે નક્કી નહી. અયાંશી વિચારી રહી હતી ત્યાજ તેની પાસે એક કાર આવીને ઊભી રહી અને અયાંશીએ જોયું તો અંદર અયાંશ હતો. અયાંશીના ચહેરા ઉપર એક સ્માઇલ આવી ગઈ અને તે મનોમન ભગવાનનો આભાર માની રહી હતી અને ત્યાજ અંદરથી અયાંશ બોલ્યો..


અયાંશ:- લિફ્ટ જોઈએ છે ?


અયાંશી કઈ બોલ્યા વગર કારણો દરવાજો ખોલ્યા વગર અંદર બેસી ગઈ...


અયાંશી:- આ તે કઈ પૂછવાની વાત છે...


અયાંશ:- બોલો ક્યાં ડ્રોપ કરું ?


અયાંશી મનોમન બોલી રહી હતી કે મારે તો મારુ આખું જીવન તારી સાથે પસાર કરવું છે તો ડ્રોપ કરવાની વાત જ ક્યાં આવે ? પણ અફસોસ મનમાં બોલાયેલા આ શબ્દો તેના હોઠ સુધી ના આવી શક્યા..


અયાંશ:- અરે શું વિચારે છે ??


અયાંશી:- કઈ નહી બસ બોવ જ ભૂખ લાગી છે..


અયાંશ:- સારૂ ડિનર માટે જઈએ ?


અયાંશીએ ખાલી માથું હલાવીને હા પાડી...


અયાંશે પછી કાર ડ્રાઈવ કરવાની ચાલુ કરી અને અંદર વ્હાલમ આવો ને સોંગ ચાલુ કર્યું અને આ સાંભળીને અયાંશીના મનમાં એક શાંતી છવાઈ ગઈ.. અયાંશી વિચારી રહી હતી કે કાશ સમય અહિયાં જ રોકાઈ જાઈ એટલે હું અયાંશ સાથે વધારે સમય પસાર કરી શકું પણ તેનું ક્યાં ચાલવાનું હતું...


અયાંશી અને અયાંશ બંને ડિનર માટે પહોચ્યા આજે અયાંશીને ગુજરાતી ભોજન કરવું હતું પણ આ વાત તે અયાંશને ના કરી શકી. બને રેસ્ટોરન્ટ પહોચ્યા અને ત્યાં પહોચતાની સાથે જ અયાંશીના ચહેરા ઉપર સ્માઇલ આવી ગઈ કેમ કે અયાંશ તેને ગુજરાતી ડિનર કરવા માટે લાવ્યો હતો. અયાંશ જાણે અયાંશીના મનમાં રહેલી ઈચ્છા જાણી ચૂક્યો હતો. અમદાવાદ છોડ્યા પછી પહેલી વાર અયાંશી ગુજરાતી ભોજનનો સ્વાદ માણી રહી હતી અને અત્યારના આ સ્વાદિસ્ઠ ભોજન માટે મનોમન અયાંશનો આભાર માની રહી હતી..


અયાંશી:- મારૂ હવે પછીનું પ્રોજેકટ માટે નું સ્થળ ઈટાલી છે તો હું હવે ઈટાલી જાવ છું..


અયાંશ:- ઓહ કઈ સીટીમાં ?


અયાંશી:- રોમ...


અયાંશ:- વાહ ખૂબ સરસ


અયાંશી:- ના મને રોમ નથી પસંદ..


અયાંશ:- અરે આટલું સુંદર શહેર છે, રોમ શહેરની વચ્ચે દુનિયાના સૌથી નાના દેશોમાં નો એક એવો વેટીકન સીટી આવેલું છે, પ્રાચીન શહેર છે...


અયાંશી:- હા મને ખબર છે પણ મે તને કાલે રાત્રે જ કહેલું ને કે મારા ફેવરીટ થોડા સ્થળો છે જે મારે જોવા છે..


અયાંશ:- હા...


અયાંશી:- તો તેમાંથી એક છે. ઇટાલીનું અમાલ્ફિ કોસ્ટ


અયાંશ:- મારૂ પણ ફેવરીટ સ્થળ છે એ તો..


અયાંશી:- સાચે ? તુ જઇ આવ્યો છે ત્યાં ?


અયાંશ:- હા બોવબધી વાર....


અયાંશી:- ઓહ..


અયાંશ:- કેમ શું થયું ?


અયાંશી:- કઈ નહી, આ આયોજકોએ રોમની જગ્યાએ અમાલ્ફિ કોસ્ટની પસંદગી કરી હોત તો સારૂ હતું ને..


અયાંશીની વાત સાંભળીને અયાંશ હસવા લાગે છે..


અયાંશી:- હા તું હસી લે...


અયાંશ:- સોરી સોરી...


અયાંશી:- અરે હું મજાક કરું છું સોરી કહેવાની જરૂર નથી...


અને બંને એક સાથે એક મીઠી સ્માઇલની આપ-લે કરે છે.. બંને ડિનર પૂરું કર્યા પછી બહાર નીકળે છે. અયાંશ અયાંશીને તેની હોટેલ ડ્રોપ કરે છે અને જતાં જતાં અયાંશી અયાંશને કહે છે કે કાલે સવારે જો સમય હોઇ તો આપડે કોફી ઉપર મળ્યે અને અયાંશ ખાલી સ્માઇલ સાથે હા પાડીને નીકળી જાઈ છે.

અયાંશ થોડે દૂર કાર ઊભી રાખી એક ફોન કોલ કરે છે અને થોડીવાત ચીત કર્યા પછી સ્માઇલ સાથે ફોન મૂકે છે. અયાંશ મનમાં જ બોલે છે કે અયાંશી તારું અમાલ્ફિ કોસ્ટ જવાનું સ્વપ્ન પૂરું થઈ રહ્યું છે...


અયાંશી અને અયાંશ બંને ખૂબ થાક્યા હતા એટલે આજે બસ ૫ મિનિટ મેસેજમાં વાત કર્યા પછી સુવા જતાં રહે છે..


બીજા દિવસે સવારે અયાંશી જાગે છે અને ફોન ચેક કરે છે અને જોવે છે તો એક મેઈલ આવેલો હોઇ છે ઇવેન્ટના આયોજકોનો એટલે અયાંશી તે મેઈલ ચેક કરે છે. મેઈલમાં લખ્યું હોઇ છે કે, ઈટાલીના રોમ શહેરમાં યોજાનારી ઈવેટનું પ્લેસ કોઈ અંગત કારણોસર બદલવામાં આવ્યું છે અને હવે નવું સ્થળ ઇટાલીનું અમાલ્ફિ કોસ્ટ છે, આજે સવારે ૧૧:૦૦ વાગે કાર તમને હોટેલ પિકઅપ કરવા માટે આવશે. તમારી અમાલ્ફિ કોસ્ટની ફ્લાઇટ ૨ વાગ્યાની છે, ટીકીટ તમને મેઈલમાં મોકલી આપવામાં આવી છે અને આગળના ક્રાયક્રમની જાણ અમાલ્ફિ કોસ્ટ પહોચ્યા પછી કરવામાં આવશે...


અયાંશી મેઈલ વાંચા પછી બેડ ઉપર કુદવા લાગી હતી જાણે ભગવાન હમણાં તેના ઉપર ખુબજ મહેરબાન થઈ ગયો હોય એવું લાગી રહ્યું હતું.. અયાંશીએ વોટ્સએપ ખોલીને આ માહીતી અયાંશને મેસેજ કર્યો..


અયાંશે સ્માઇલ વાળી ઇમોજી સાથે બેસ્ટ ઓફ લક કહ્યું અને તે ૩૦ મિનિટમાં તેને કોફી માટે પિકઅપ કરવા આવે છે તે મેસેજ કરી દીધો...


અયાંશી મેસેજ વાંચીને ઊંછળતી કૂદતી તૈયાર થવા માટે જતી રહી જ્યારે બીજી બાજુ અયાંશ ખુશ હતો કે અયાંશી ખુશ હતી.............

----------------------------------------

બરાબર ૩૦ મિનિટમાં અયાંશ તૈયાર થઈને અયાંશીની હોટેલની નીચે આવીને ઊભો હોઇ છે. અયાંશ અયાંશીને મેસેજ કરીને હોટેલની બહાર આવવાનું કહે છે. અયાંશી બહાર આવે છે અને પછી બંને કોફી પીવા માટે જાઈ છે. અયાંશી આજે બોવ જ ખુશ હતી કેમ કે તેને તેના ફેવરીટ પ્લેસ અમાલ્ફિ કોસ્ટ જવા મળી રહ્યું હતું અને અયાંશ પણ ખુશ હતો કેમ કે તે વિચારી રહ્યો હતો કે અયાંશીને તેના દિલની વાત કહેવા માટે અમાલ્ફિ કોસ્ટથી વધારે સુંદર જગ્યા ના હોઇ શકે.. અયાંશી અને અયાંશ બનેને એકબીજાનો સાથ ગમી રહ્યો હતો.બનેએ કાફેમાં કોફી પીતા પીતા ૧ કલાક જેટલો સમય પસાર કર્યો અને આ સમય બનેને તેની લાઈફના સૌથી યાદગાર પળોમાં સામેલ હતો, બને એકબીજા સાથે એવી રીતે વાતો કરતાં હતા જાણે તે બંને એકબીજાને કેટલાય વર્ષોથી ઓળખતા હતા.. પેલું કહે છે ને..

કોઇની સાથે જો દિલ અને વિચાર મળી જાઈને તો પહેલી મુલાકાતથી જ તેમની સાથે એવો સબંધ થઈ જાઈ છે કે જાણે બંને વર્ષોથી એકબીજાથી પરીચીત હોઇ..

અહિયાં અયાંશી અને અયાંશ બંનેની સાથે એવું જ હતું બંનેના દિલ મળી ગયા હતા અને વિચારતો જ્યારે પહેલીવાર એકબીજાને જોયા ત્યારથી જ બંનેના સરખા હતા (એક બીજાને પોતાના બનાવવાના, એકબીજાને જાણવાના)

અયાંશ પછી અયાંશીને તેની હોટેલ ડ્રોપ કરે છે. અયાંશી કારમાંથી બહાર આવે છે તેની આંખોમાંથી આંસુઓ બહાર આવવા માટે પૂરી તૈયારીમાં હતા પણ અયાંશીએ તેને રોકી રાખ્યા હતા. અયાંશીનું મન જાણે કહી રહ્યું હતું કે અયાંશ સાથે તેના દિલની વાત કરે, અયાંશ સાથે થોડો વધારે સમય પસાર કરે પણ આ પ્રોજેકટના લીધે તેને અયાંશનો સાથ છોડીને જવાનું થઈ રહ્યું હતું. અયાંશી ખાલી હળવી સ્માઇલ સાથે અયાંશની સામે જોયું અને બાય કહીને હોટેલની અંદર જતી રહી, અયાંશીને વાતો કરવી હતી અયાંશ સાથે પણ તેની આંખોના આંસુને હવે વધારે સમય રોકી રાખવા આસાન નહોતા એટલા માટે અયાંશી ખાલી બાય કહીને જતી રહી..
અયાંશ પણ બહાર તેની કાર ચલાવતા ચાલાવતા મોઢા ઉપર હળવી સ્માઇલ સાથે વિચારી રહ્યો હતો કે અયાંશી તારા મનમાં શું ચાલી રહ્યું છે તે હું જાણું છું અને તારે તારા દિલની વાત કહેવા માટે બોવ વધારે રાહ જોવાની જરૂર નથી. બોવ જલ્દી જ હું તને મારા દિલની વાત તને કરવાનો છું અને તું અને હું બોવ જલ્દી જ અમાલ્ફિ કોસ્ટમાં મળવાના છીએ.


અમાલ્ફિ કોસ્ટ, ઈટાલી


સાઉથ ઈટાલીના Campania Region માં Tyrrhenian Sea ના સમુદ્ર કિનારે આવેલું અમાલ્ફિ કોસ્ટ. ૫૦ કિલોમીટરની કોસ્ટલાઇન, આંખોની સામે ભૂરો Tyrrhenian સમુદ્ર, સમુદ્રના કિનારે નાના મોટા પહાડો અને પહાડોની ઉપર બાંધેલા મકાનો, સમુદ્રમાં ફરતા જહાજો, બોટ, અમીરોના ક્રૂઝ, યોટ... UNESCO એ ૧૯૯૭માં જ અમાલ્ફિ કોસ્ટને વર્લ્ડ હેરીટેજ સાઇટ જાહેર કરેલી (હાલમાં રીલીઝ થયેલી વોર મુવીમાં ઇન્ટરવલ પછી વાણી કપૂર અને રિતિક રોશનની કેમેસ્ટ્રી જ્યાં બતાવી છે તે અમાલ્ફિ કોસ્ટ છે અથવા તે જ મુવીનું ઘૂઘરું સોંગ પણ ત્યાજ શુટ થયેલું છે.)


અયાંશીની ફ્લાઇટ Salerno Costa D'Amalfi Airport ઉપર લેન્ડ થાઈ છે અને અયાંશી થોડીવાર રહીને એરપોર્ટની બહાર આવે છે જ્યાં પહેલાથી જ એક ટેક્સી તેનો વેઇટ કરી રહી હોય છે. અયાંશી કારમાં પોતાની બેગ મૂકીને અંદર બેઠે છે અને ટેક્સી ડ્રાઈવર ટેક્સીને અયાંશીને જ્યાં રોકાવાનું હતું તે હોટેલ તરફ લેઇ છે.. અયાંશી કારની અંદર બેઠી બેઠી બહારનું અપ્રતિમ સૌંદર્ય માણી રહી હતી.. કાર પહાડોના વાકા ચૂંકા રસ્તાઓ ઉપરથી પસાર થઈ રહી હતી. અને પહાડોની એક બાજુ દેખાતો સુંદર Tyrrhenian સમુદ્ર અને બીજી બાજુ સુંદર વૃક્ષોની હારમાળા..

અયાંશીતો જાણે આ પ્રાકૃતિક સૌંદર્યને માણવામાં એટલી ખોવાઈ ગઈ હતી કે તેને તેના મોમના કોલ આવતા હતા તેનું પણ ખબર ના રહી. અયાંશીને ૨ દિવસ માટે અમાલ્ફિ કોસ્ટની સૌથી સુંદર હોટેલ Belmond Hotel Caruso માં રહેવાનુ હતું અને પછી બીજી હોટેલમાં ૨ દિવસ શિફ્ટ થવાનું હતું. ઊંચા પહાડની ટોંચ ઉપર સુંદર ઇટાલિયન શૈલીમાં બનેલી આ હોટેલ. હોટેલના રૂમોની બનાવટ એવી રીતે કરવામાં આવી હતી કે ત્યાથી તમે પૂરા અમાલ્ફિ કોસ્ટનો નજારો જોઈ શકો. પહાડની ટોંચ ઉપર બની હોવાથી ત્યાથી આંખુ અમાલ્ફિ કોસ્ટ દેખાઈ.

અયાંશી ટેક્સીમાંથી ઉતરી હોટેલમાં એન્ટર થઈ અને હોટેલના બાંધકામની શૈલી અને ત્યાનું લોકેશન જોઈને અયાંશીની આંખો પહોળી થઈ ગઈ અને અયાંશી આ બધુ જોતાં જોતાં તેના રૂમમાં ગઈ અને જેવી અયાંશીએ તેના રૂમનો દરવાજો ઓપન કર્યો ત્યાં જ તેના માટે સરપ્રાઈઝ હતું. આખા રૂમમાં તેના મનપસંદ ગુલાબના ફૂલો લગાવેલા હતા, અને એક આખું બોક્ષ ભરેલું પડ્યું હતું તેની મનપસંદ ચોકોલેટનું, આખા રૂમમાં સુંદર રોશની કરેલી હતી અને તેના રૂમની બહાર જ સ્વીમીંગપૂલ હતો અને સ્વીમીંગપૂલ આખો ગુલાબથી ભરેલો હતો. સ્વીમીંગપૂલથી નીચે તરફ જોવો એટલે પહાડોની ઢલાન ઉપર બાંધેલા મકાનો અને તેની સામેનો સમુદ્ર દેખાઈ રહ્યો હતો.


અયાંશી એકદમ ખુશ થઈ ગઈ હતી અને તેને તેનું બેગ અને બીજો સામાન વ્યવસ્થિત મૂક્યા પછી ફ્રેશ થઇ અને ત્યારબાદ થોડીવાર બેડમાં આરામ કરવા માટે પડી અને સૂતા સૂતા તેને તેનો ફોન લીધો અને જોયું ત્યાં તેના મોમના ૩ મિસકોલ આવી ગયા હતા.

અયાંશીએ તરત જ તેના મૉમને ફોન કર્યો...

અયાંશી:- હેલ્લો મોમ..

નમ્રતાબેન:- ક્યાં છે તું? ફોન કેમ નહોતી ઉપાડતી ? પહોચી ગઈ રોમ (ઈટાલી) ?

અયાંશી:- મોમ, હું અમાલ્ફિ કોસ્ટ છું.. આયોજકોએ રોમની જગ્યાએ અમાલ્ફિ કોસ્ટ જગ્યા પસંદ કરી છે ઈટાલીમાં અને તેની જાણકારી આજે સવારે જ અમને મેઈલમાં કરવામાં આવી એટલે હું તમને કહેતા ભૂલી ગઈ અને જ્યારે તમારા ફોન આવ્યા હતા ત્યારે હું ટેક્સીમાં હોટેલ આવતી હતી એટલે મને ધ્યાનના રહ્યું, સોરી મોમ

નમ્રતાબેન:- અરે સોરી કહેવાની જરૂર નથી. મે એટલા માટે ફોન કર્યો હતો કે તું પહોચી ગઈ કે નહી અને તું બરાબર તો છે ને એમ..

અયાંશી:- હા મોમ હું બરાબર છું, તમે અને ડેડ કેમ છો ?

નમ્રતાબેન:- અમે બંને પણ બરાબર છીએ, ચાલ હવે હું પછી ફોન કરીશ માર્કેટમાં છું બધો સામાન લેવા આવી છું…

અયાંશી:- સારૂ મોમ, મિસ યુ....

નમ્રતાબેન:- મિસ યુ ટૂ બેટા, ધ્યાન રાખજે તારુ…
અયાંશી:- હા મોમ અને તમે અને ડેડ પણ તમારું ધ્યાન રાખજો... બાય મોમ…

નમ્રતાબેન:- હા.... બાય......

અયાંશીએ ફોન મૂક્યો અને પછી બેડમાં પડ્યા પડ્યા તેનું ફેસબુક ઓપન કર્યું લગભગ છેલ્લા ૧૦ દિવસથી તેને ફેસબુક ઓપન નહોતું કર્યું એટલે ફેસબુકમાં નોટીફીકેશનનો ઢગલો થયો હતો અને સાથે સાથે બોવ બધી ફ્રેન્ડ રીકવેસ્ટ પણ હતી. અયાંશી બધુ ચેક કરી રહી હતી અને ત્યાજ તેની આંખો એક નામ જોવે છે તેની આંગળીઓ ફોનની સ્કીનને સ્ક્રોલ કરી રહી હતી તે અચાનક તે નામ વાંચીને ઊભી રહી ગઈ અને તે નામ બીજું કોઈનું નહી પણ અયાંશનું હતું..

અયાંશીએ તેની રીકવેસ્ટ એક્સેપ્ટ કરી અને પછી અયાંશની પ્રોફાઇલ ચેક કરવા લાગી… જેમ જેમ અયાંશી અયાંશની પ્રોફાઇલ ચેક કરી રહી હતી તેમ તેમ તેની આંખો આશ્ચર્ય સાથે પહોળી થઈ રહી હતી, અયાંશની પ્રોફાઇલમાં તે જોઈ રહી હતી કે અયાંશએ જેમ કીધું હતું કે તેને આંખી દુનિયા ફરવી છે તે અહિયાં લગભગ તે દેખાઈ રહ્યું હતું, જુદા જુદા લગભગ ૪૦ જેટલા દેશોના ફોટાઓ હતા, ફોટાઓ જોતાં એવું લાગી રહ્યું હતું કે તે બધા જ દેશો અયાંશ ફરી ચૂક્યો હતો, એવી એવી જગ્યાઓના ફોટાઓ હતા જેની વિષે અયાંશીએ પહેલા સાંભળ્યુ પણ નહોતું, અયાંશીએ ફોટાઓ પછી અયાંશે મૂકેલા વિડીયો જોવાનું ચાલુ કર્યું તો તેમાં અયાંશના વિડીયો હતા. અયાંશ સ્કૂબા ડાઈવિંગ, સ્કાય ડાઈવિંગ, સ્કી, રાફ્ટિંગ, બંજી જમ્પિંગ, બેસ જમ્પિંગ માઉન્ટેન ક્લાઇમ્બિંગ, હાઈકિંગ, હેંગ ગ્લાઇડિંગ કરતો હોઇ તે બધા જ વિડીયો ત્યાં હતા.

અયાંશીએ અયાંશની પ્રોફાઇલ ચેક કર્યા પછી તેના મનમાં અયાંશની થોડી જલન થવા લાગી હતી કે આખી દુનિયાના યંગસ્ટર જે સ્વપ્ન લઈને ફરતા હોઇ છે કે આખી દુનિયા ફરવી, બધા જ એડ્વેંચર કરવા અને છતાં ૯૯.૯૯ % લોકોનું તે સ્વપ્ન ક્યારે પણ પૂરું નથી થઈ શકતું ત્યારે આ છોકરો તેવી લાઈફ જીવી રહ્યો છે.. અયાંશી લગભગ ૨ કલાક સુધી અયાંશની પ્રોફાઇલ જોઈ રહી હતી, બધા જ ફોટોસ તથા વિડીયો જોયા અને વિચારી રહી હતી કે અયાંશનું જીવન યે જવાની હે દિવાનીના રણબીન કપૂર જેવુ છે.. અયાંશીને તો એમ લાગી રહ્યું હતું કે અયાંશનું જીવન ફિલ્મના પાત્ર જેવુ નહી પણ આખી ફિલ્મ અયાંશ ઉપર બનાવી હોય એવું લાગી રહ્યું હતું..

-------------------------------------

અયાંશ ઓફિસમાં હતો સાંજનો સમય હતો અને તે બધુ કામ પૂરું કર્યા પછી બેઠો હતો અને ત્યાજ તેને નોટિફિકેશન આવી કે અયાંશી દવે એક્સેપ્ટ યોર રીકવેસ્ટ અને આ વાંચી અયાંશે ફોન હાથમાં લીધો અને બેઠો બેઠો અયાંશીની પ્રોફાઇલ ખોલીને ચેક કરવા લાગ્યો. અયાંશ જોઈ રહ્યો હતો કે કુદરતની સુંદર કારીગરીનો એક અદ્ભુત દાખલો તે તેની નજર સામે જોઈ રહ્યો હતો. અયાંશીના ફોટાઓ જોઈ રહ્યો હતો, વેસ્ટર્ન કપડાઓ, ભારતીય પરંપરાગત કપડાઓ, કે ટ્રેડીશનલ ડ્રેશ, બધામાં અયાંશી સુંદર લાગી રહી હતી. અયાંશીને જોવામાં અયાંશ એટલો ખોવાય ગયો હતો કે તેને ખબર પણ ના રહી કે ક્યારે તેનો ઓફિસ સ્ટાફ જતો રહ્યો અને તે છેલ્લો ઓફિસમાં બચ્યો... ઓફિસના પ્યુને આવીને અયાંશને કહ્યું ત્યારે તેને ભાન થયું કે અયાંશીને તે છેલ્લા ૧:૩૦ કલાકથી જોઈ રહ્યો છે...

અયાંશ ઓફિસથી ઘરે આવ્યો અને ફ્રેશ થયો ત્યાર પછી બેગ પેક કરીને એરપોર્ટ માટે નીકળી ગયો... એરપોર્ટ પર પહોચ્યા પછી અયાંશ તેની ફ્લાઇટનો વેઇટ કરતો હતો અને ત્યાં તેને કોઈને ફોન કર્યો અને ફોન મૂક્યો ત્યાં જ તેની ફ્લાઇટનું અનાઉંસમેન્ટ થયું અને અયાંશ હસતાં ચહેરા સાથે ફ્લાઈટ તરફ ચાલવા લાગ્યો અને મનોમન ભગવાન પાસે પ્રાથના કરી રહ્યો હતો કે હું જે પણ કરવા જઇ રહ્યો છું તેમાં તું મને સાથ આપજે. મે પહેલી વાર કોઈને પ્રેમ કર્યો છે આટલા વર્ષો એકલતાના કાઢ્યા છે હવે મને સાથ આપે એવી વ્યક્તિ મને મળી ગઈ છે તો બસ હું જે પણ કરું છું તેમાં તમે મને સાથ આપજો.. અયાંશ ભગવાનને પ્રાથના કરતો કરતો તેની સીટ ઉપર જઈને બેસે છે અને થોડીવારમાં ફ્લાઇટ ટેકઓફ થાઈ છે અને અયાંશ વિન્ડોમાંથી સુંદર એફિલ ટાવર જોઈ રહ્યો હતો અને યાદ કરી રહ્યો હતો તેની અને અયાંશીની તે પહેલી મુલાકાત.....

----------------------

અયાંશી સૂઈ ગઈ હતી અચાનક તેના દરવાજા ઉપર કોઈ દસ્તક દઈ રહ્યું હતું ત્યારે તે જાગી અને દરવાજા પાસે ગઈ અને દરવાજો ખોલ્યોતો સામે એક વ્યક્તિ એક બોક્સ લઈને ઊભો હતો અને તે વ્યક્તિએ તે બોક્સ અયાંશીને આપ્યું અને કહ્યું કે આ ગિફ્ટ છે તમારા માટે, અયાંશી સમજી ગઈ હતી કે આ ગિફ્ટ કોના તરફથી આવી છે કેમ કે પેરિસમાં પણ આવીજ રીતે તેને અયાંશે ગિફ્ટ આપી હતી એટ્લે આ વખતે અયાંશીએ પેલા વ્યક્તિને કોઈ પણ સવાલ કર્યા વગર ગિફ્ટ લઈ લીધી અને થેન્ક્સ કહીને દરવાજો બંધ કર્યો…..

અયાંશી ટેબલ ઉપટ બોક્સ મૂકીને ખોલ્યું તો તેમાં એક કાર્ડ હતું , એક મેપ હતો અને એક બીજા ૩ ગિફ્ટ બોક્સ હતા. અયાંશીએ સૌથી પહેલા કાર્ડ ઓપન કર્યું તેમાં લખેલુ હતું કે અંદરના ૩ ગિફ્ટ બોક્સમાં રહેલા કપડા, હિલ્સ, પર્સ પહેરિને રાતનાં ૯ વાગે મેપમાં આપેલા લોકેશન ઉપર ચાલતા ચાલતા આવવાનું છે. અયાંશીએ તે મેપ હાથમાં લઈને ખોલ્યો તો તેમાં તેની હોટેલથી લઈને અયાંશીને જ્યા જવાનું હતું તે સ્થળનું લોકેશન હતું.. અયાંશીએ ઘડિયાળમા જોયુંતો ૭:૩૦ થયા હતા અને હવે તેની પાસે વધારે સમય નહોતો એટલે અયાંશી જલ્દી જલ્દી તૈયાર થવા લાગી અને તૈયાર થતા થતા વિચારી રહી હતી કે આજે તેના દિલની વાત અયાંશને કરી દેવી છે……..

---------------------------------------------

(6)

રાતના ૯:૨૫

અયાંશી હોટેલની બહાર નીકળી અને મેપમાં જોતા જોતા તે રસ્તા ઉપર ચાલી રહી હતી અને તેની નજર ચારે તરફ ફરી રહી હતી. ચાલતા ચાલતા અયાંશી વિચારો કરી રહી હતી કે શુ સરપ્રાઈઝ રાખ્યું હશે અયાંશે મારા માટે, આ વિચારો કરતા કરતા અયાંશીના ચહેરા ઉપર હળવી સ્માઈલ પણ આવી જતી હતી અને મનમાં ક્યાંક એવો ડર પણ કે અયાંશ ત્યાં નહી હોઇ તો ? પણ અત્યારે અયાંશીએ તેના એ ડરને દિલ અને દિમાગના એક ખૂણામાં મૂકી દીધો હતો અને અત્યારે તો તે આ સુંદર ઝગમગાતા તારલાની રાતને માણવાના મૂડમાં હતી, અયાંશી વિચારી રહિ હતી કે શું ખબર આવી સુંદર રાત ફરી નશીબમાં હોઈ કે નહીં...

અયાંશી થોડું ચાલી હશે ત્યાં તેને જોયું કે આગળ પર્વત ચાલુ થઇ રહ્યો હતો અને અયાંશી તે પર્વત ઊપર બનેલા ઉપરની તરફ લઈ જતા રસ્તા ઉપર ચાલવા લાગી થોડે સુંધી પર્વત ઉપરના રસ્તા ઉપર ચાલ્યા પછી આગળ રસ્તો પૂરો થઈ રહ્યો હતો અને રસ્તાની જગ્યાએ તે પર્વત ઊપર ચડવાની સીડીઓ ચાલુ થતી હતી અને અયાંશીએ ઉપરની તરફ નજર દોડાવતા જોયું તો સીડીનો જ્યા છેડો પૂરો થતો દેખાતો હતો એની બરાબર ઊપર અડધો ચંદ્ર તેની રોશની પાથરી રહ્યો હતો અને ચંદ્રની આ રોશનીમાં તેની હાજરી પુરાવીને રાતની સુંદરતામાં વધારો કરતા તારાઓ, એમાં પણ અયાંશીની નજારો સામેથી એક તૂટતો તારો પસાર થયો.

અયાંશી ઉપરની તરફ જોઈ રહી હતી ત્યાંજ તેને દરિયાનાં ઉછળતા મોજાઓનો અવાજ સંભળાયો અને અયાંશીએ અવાજની દિશામાં જોયુતો પર્વતની બરાબર છેડે અમાલ્ફી કોસ્ટનો દરિયો હતો. દરિયાના મોજાઓ જ્યારે પર્વતની દીવાલ સાથે અથડાઈ રહયાં હતા ત્યારે એક મધુર સંગીત ઉત્પન થઇ રહ્યું હતું જે અયાંશીની કાનોમાં થઈને તેના દિલને ડોલાવી રહ્યું હતું…
અયાંશીની નજર દરિયામાં પડી તેમાં અત્યારે દૂર સમુદ્રની વચ્ચે ઉભેલા અથવા પસાર થઈ રહેલા જહાજો દેખાઈ રહયા હતા અને તે જહાજો ઊપરની ટમટમાટી લાઈટો દેખાઇ રહી હતી અને તે લાઈટોનું પ્રતિબિંબ દરિયાના પાણી ઉપર પડીને એક અવર્ણીય દ્રશ્ય ઊભું કરી રહ્યું હતું અને દરીયા કિનારા ઊપર પડેલા મોંઘાદાટ યોટ, જહાજો અને તેમાં થઇ રહેલી લાઇટો પણ દરિયા કિનારાનું સૌંદર્ય વધારી રહી હતી..

અયાંશીના શરીરનું એક એક અંગ અત્યારનુ આ કુદરતી અને કુત્રિમ સુંદરતા વાળા નજારો જોઈને ઝુમી ઉઠ્યું હતું, અયાંશીનું મન પ્રફુલ્લિત હતું, તેની આંખો આ બધુ કેદ કરી રહી હતી અને તેનુ દિલ બસ ખુશીથી છલકાઈ રહ્યું હતું, ( કુદરતનો ચંદ્ર અને તારા વાળો નજારો જ્યારે કુત્રિમ એટલે જહાજો અને તેની લાઈટનું દરિયા ઉપરનું પ્રતિબિંબ)

અયાંશી વિચારી રહી હતી કે કેટલું સુંદર દ્રશ્ય છે એક બાજુ કુદરતની કમાલ છે તો બીજી બાજુ માનવ ની રચના આ બંનેનો સંગમ કેટલો સુંદર લાગી રહ્યો છે.

અયાંશીએ ધીમે ધીમે સીડી ચડવાનું ચાલુ કર્યું, જેવું તેનો પગ પહેલી સીડી ઉપર મુક્યો ત્યાંજ અયાંશીએ જે સીડી ઉપર પગ મૂક્યો હતો તેની ઉપર-ની ત્રીજી સીડી ઉપર લાઇટ પડી અને અયાંશીએ જોયું તો તે સીડી ઉપર ગુલાબની પાંખડીઓથી લખેલું હતું

Welcome Ayanshi આ જોઇને અયાંશીને થોડી નવાઈની સાથે સાથે ખુશી પણ થઈ રહી હતી, અયાંશીને પહેલીવાર કોઇ આટલું સ્પેશિયલ ફિલ કરાવી રહ્યું હતું..

અયાંશી થોડી સીડીઓ ચડી ત્યાંજ ફરી પાછી તે જે સીડી ઉપર હતી તેના ઉપરની ત્રીજી સીડી ઊપર લાઈટ થઇ અને ત્યાં ગુલાબના ફૂલોની પાદડીઓથી લખેલું હતું This is The Beginning of અયાંશી વિચારમાં પડી ગઈ કે આ શું નવું ચાલુ થઈ રહ્યું છે અને એ જાણવા માટે અયાંશી થોડી સ્પીડમાં સીડીઓ ચડવા લાગી હતી.. થોડી આગળ જતાં ફરી પાછી એક સીડી ઉપર લાઈટ થઈ અને ત્યાં લખેલું હતું Ek Anokhi Story અને આટલું વાંચ્યા પછી અયાંશીને સમજમાં નહોતું આવી રહયું કે આ લખાણ કહેવા શું માંગે છે અને આ વિચારતા વિચારતા અયાંશી બંઘી સીડીઓ ચડીને પર્વતની ઉપર આવી ગઈ હતી…

અયાંશીએ ઉપર પહોચીને જોયું તો તેની સામે થોડે દૂર એક મોટા મહેલ જેવુ એક મકાન દેખાઈ રહ્યું હતું અને તે મકાન સુધી લઈ જતી એક પગદંડી આ પહાડ ઉપર પથરાયેલી હતી અને આ જોઈને અયાંશીને પેલો ગિફ્ટમાં આવેલો મેપ યાદ આવ્યો એટલે તરતજ અયાંશીએ પેલો મેપ કાઢીને જોયું તો તેમાં પણ અયાંશીને જે સ્થળ ઉપર પહોચવાનું હાતુ તે સામે રહેલું મકાન જ હાતુ અને આ જોઈને અયાંશીને થોડી નિરાત થઈ અને એક હાશકારો અનુભવી રહી હતી અને આગળ શું થશે તે જાણવા ઉત્સુક પણ થઈ રહી હતી..

અયાંશીએ જેવુ એક ડગલુ આગળ વધાર્યું ત્યાં જ તેના ઉપર લાઈટ પડી જેવી રીતે પેલા સીડી ઊપર પડી રહી હતી બિલકુલ એવી જ લાઈટ અત્યારે અયાંશી ઉપર પડી રહી હતી. જેમ જેમ અયાંશી ધીમે ધીમે આગળ વધી રહી હતી તેમ લાઈટનું ફોકસ પણ અયાંશી ઉપર જ હતુ.

અયાંશી થોડી આગળ ચાલી ત્યાં બરાબર તેની સામે એક LED સ્ક્રિન આવી અને તેમાં અયાંશી માટે એક સવાલ હતો, તમને સૌથી વધારે શુ ગમે ? નીચે બે વિકલ્પ હતા, સૂર્યોદય કે સૂર્યાસ્ત, અને અયાંશીને જવાબ આપવા બે વિકલ્પમાંથી કોઈ પણ એક વિકલ્પ પસંદ કરી તેના ઊપર ટચ કરવાનું હતું, અયાંશીએ સૂર્યાસ્ત પસંદ કર્યું, જેવો અયાંશીએ જવાબ આપ્યો ત્યાં સ્ક્રિન ઉપર Thank You Ayanshi લખાઈને મેસજ આવ્યો, આ મેસેજ વાંચી અયાંશી સ્માઈલ કરી આગળ ચાલવા લાગી, હજી માંડ ૫ ડગલાં ચાલી હશે ત્યાં ફરી પાછી LED સ્ક્રિન આવી અને તેમાં પણ એક સવાલ હતો કે તમને ક્યાંનો સૂર્યાસ્ત ગમે, નીચે વિકલ્પ હતા, પહાડો ઉપરનો, દરિયા કિનારાનો અથવા આ બન્નેમાથી તમને એકપણ ગમતું ના હોઈ તો ત્રીજા વિકલ્પમાં તમે તમારી પસંદગીનો સૂયાસ્ત જોવાની વિગત નાખી શકો છો, અયાંશીને નવાઈ લાગી અને તેને ખુશી પણ થઈ કેમ કે તેને ઉપરના બન્ને વિકલ્પ કરતા Santorini, Greece અને તાજમહેલ, ભારતના સૂર્યાસ્ત વધારે ગમતા હતા એટલા માટે અયાંશીએ તે ત્રીજા વિકલ્પમાં આ બંને જગ્યાઓ લખીને મોકલી અને જેવો જવાબ આપ્યો એટલે પાછો સ્ક્રિન ઉપર મેસેજ આવ્યો Thank You Ayanshi..

અયાંશી આગળ વધી અને પેલા મકાનના ગેટ પાસે પહોંચી, જેવી અયાંશી પહોંચી ત્યાંજ ઘરનો ગેટ ખુલ્યો એટલે અયાંશી તે ઘરની અંદર ગઈ, અયાંશી જેવી ઘરમાં ગઈ તેવો જ ઘરનો દરવાજો બંધ થઈ ગયો અને દરવાજો બંધ થવાના અવાજથી અયાંશી ડરી ગઈ હતી કેમ કે ઘરમાં તેને કઇ દેખાઈ રહ્યું નહોતું બધી બાજુ અંધારું જ હતું અયાંશીના ચહેરા ઉપરની સ્માઇલ ધીમે ધીમે ગાયબ થઈ રહી હતી અને માથા ઊપર ડરના કારણે પરસેવો વળી રહ્યો હતો……..

૨-૩ મિનિટ પછી તે ઘરમાં મ્યુઝીક વાગવાનું ચાલુ થયું અને સૌથી પહેલુ સોંગ હતું "વહાલમ આવોને" આ ગીત સાંભળ્યા પછી અયાંશીના ચહેરા ઊપર સ્માઈલ પાછી આવી ગઈ હતી અને તેના મનના ખૂણે કઇક ડર છુપાઈને બેઠો હતો ને કે તેને સરપ્રાઈઝ આપવા વાળો અયાંશ નહી હોઈ તો? તે પણ હવે ગાયબ થઈ ગયો અયાંશીને વિશ્વાસ આવી ગયો હતો કે તેને સરપ્રાઈઝ આપવા વાળો અયાંશ જ છે..

અયાંશી ગીતની મજા માણવામાં ખોવાઈ ગઈ હતી અને ધીમે ધીમે તેની આજુબાજુ અજવાળું થઈ રહ્યું હતું અને અયાંશી આ બધું જોઈ રહી હતી અને માત્ર ૧૦ સેકન્ડની અંદર અંધકાર ભર્યો રૂમ ફરી ગયો, અયાંશી અત્યારે કોઇ બંધ રૂમમાં નહિ પણ Greece ના Santorini મા હોઈ એવું લાગી રહ્યું હતુ, અયાંશેં આખા રૂમમા LED સ્ક્રિન સાથે હોલોગ્રામ ટેકનોલોજી લગાવી હતી એટલે અયાંશીને એવો આભાસ કરાવી રહી હતી કે અયાંશી અત્યારે ગ્રીસમાં હોઇ..

અયાંશી એકદમ શોક હતી તેને વિશ્વાસ નહોતો આવી રહ્યો કે તેની સાથે અત્યારે આ શું બની રહ્યું છે તે ખુદ પોતાની જાતને સવાલ કરી રહી હતી કે તે શું અત્યારે સાચે જ Santorini Islands મા છે?
(Santorini Island ગ્રીસની સાથે સાથે યુરોપની ફરવા લાયક સ્થળોમાંથી એક છે, Aegean Seaની વચ્ચે કાળા, સફેદ અને લાલ લાવાના પથ્થરોથી બનેલો આ આઇલેન્ડ આખો જ્વાળામુખીના લાવાથી બનેલો છે, ભૂરા અને સફેદ કલરના હારબંધ મકાનો અને એવી જ તે શહેરની ગલીઓ અને તે દરિયા કિનારાની હોટેલમાં સ્વિમિંગપૂલમાં બેસીને દરિયામાં ડૂબતો સૂરજ જોવા માટે વિશ્વભરમાંથી લોકો અહીંયા આવતા હોઈ છે, (વધારે નથી લખતો Santorini વિષે ) )

અયાંશીએ આજુબાજુ નજર ધુમાવીને જોયુ તો તેને એવુ લાગી રહ્યુ હતું કે તે અત્યારે Santoriniની કોઇ દરિયા કિનારાની હોટેલમાં સ્વિમિંગપૂલમા છે અને ત્યાંથી આ ઢળતા સૂરજને જોઈ રહી છે અને તેમાં પણ બેકગ્રાઉન્ડમા વાગતું ગીત "વહાલમ આવોને" અયાંશીના દિલ અને મનને પ્રફુલ્લિત કરી રહ્યું હતું


હું મને શોધ્યા કરું , પણ હું તને પામ્યા કરું
તું લઇ ને આવે લાગણીનો મેળો રે
સાથ તું લાંબી મજલ નો , સારથી મારી ગઝલનો
તું અધૂરી વાર્તાનો છેડો રે
મીઠડી આ સજા છે , દર્દોની આ મજા છે
તારો એ રાહબર લાગ્યો વહાલો રે
વહાલમ આવો ને , મનગીત ગાઓ ને
માંડી છે પ્રેમની ભવાઈ, ખીલી આ દિલ ની સગાઈ
વ્હાલમ આવો ને


ગીતના એક એક શબ્દો અયાંશ જાણે અયાંશીને કહેવા માંગતો હોઈ એમ અયાંશીને લાગી રહ્યું હતું અને આ બધા શબ્દો અયાંશી ગાવાની સાથે મહેસુસ પણ કરી રહી હતી અને સામે ધીમે ધીમે સુરજ દરિયામાં સમાઈ રહ્યો હતો.

જેવું વહાલમ આવોને ગીત પુરુ થયું ત્યાંજ "લાલ ઇશ્ક" ગીત ચાલુ થયું અને એની સાથે જ Santoriniની જ્ગ્યાએ તાજમહાલ આવી ગયો, ( ભારતની શાન એવા તાજમહાલ વિષે તો ક્યાં કોઈને કહેવાની જરૂર છે અને ખુદ પ્રેમના પ્રતીક સમાં તાજને પણ ક્યાં કોઈની ઓળખાણની જરૂર છે) અયાંશી ખુદને હવે ગ્રીસની જગ્યાએ યમુના નદીના કિનારે ઉભેલી જોઈ રહી હતી અને નદીની સામેની બાજુ તાજમહેલ દેખાઈ રહ્યો હતો અને તાજની બરાબર બાજુમાં સૂરજ ઘીમે ધીમે જાણે અસ્ત થઈ રહ્યો હતો, પક્ષીઓ સાંજના સમયે તેના માળામાં પાછા ફરવા જઇ રહયા હતા અને આ આખું દ્રશ્ય યમુના નદીના પાણી ઉપર પ્રતિબિંબ થઈ રહ્યું હતુ અને પ્રતિબિંબ જોતા એવું લાગી રહ્યું હતું કે સૂર્યોદય થઇ રહ્યો છે પણ હકીકતમાં સૂર્યાસ્ત થઇ રહ્યો હતો.. આ બધું જોઈને અયાંશીની આંખોમાં આંસુ આવી ગયા હતાં આજદિન સુધી તેને આવા દ્રશ્ય વિચાર્યા પણ નહોતા અને અત્યારે ભલે ટેકનોલોજીની મદદથી તે આ દ્રશ્ય માણી રહી હતી અને "લાલ ઇશ્ક" ગીત આ સુંદર સૂર્યાસ્તને સુંદર બનાવી રહ્યું હતુ…

અયાંશીનું દિલ વાત કહી રહ્યું હતું કે

જેમ સૂર્યાસ્ત સમયે સૂર્ય સમાયો દરીયામાં,
તેમ મારે પણ સમાવવું છે તારાં દિલમાં.

જેમ યમુનાના પાણીમાં પડી રહયું છે તાજનું પ્રતિબિંબ,
તેમ મારે પણ તારામાં ભળી બની જાવું છૅ તારું પ્રતિબિંબ.

ગીત પુરા થયા ત્યાં આખા રૂમમાં ફાનસ ચાલુ થયા અને જ્યા જ્યા ફાનસ હતા તેની પાછળ અયાંશીના ફોટાઓ હતા, થોડા ફોટાઓ મેડ્રીડના હતા, થોડાં એફિલ ટાવર ઉપરના અને બીજા થોડા ફોટાઓ ફેસબુકના જે તેને અપલોડ કરેલા હતા, અયાંશી આ બધું જોઈ રહી હતી અને એક પછી એક તેના ફોટાઓ નિહાળીને ખુશ થઇ રહી હતી…

અયાંશીને કોઈના બુટનો અવાજ સંભળાયો, અયાંશીએ અવાજ વાળી દિશામાં જોયુ તો અયાંશ ચાલીને આવતો દેખાયો, Light Black Jeans ની ઉપર White T-shirt અને Light Brown Luxe Jacket Brown અને પગમાં Sleek Boots માં અયાંશ સુંદર લાગી રહ્યો હતો અને આ બાજુ અયાંશી પણ Black Skinnies Jean's ની સાથે Sky-blue top with white lining on it (Think ruffles, cutouts, one-shoulders and exaggerated sleeves) પગમાં Pink Bright Sandal અને Tiger Coloring clutch માં કોઈ વિશ્વ સુંદરીને પણ ટક્કર મારે એવી લાગી રહી હતી..


અયાંશી અને અયાંશ બંને સામસામે આવી ગયા હતા અને બંન્નેને સમજમાં નહોતું આવી રહ્યું કે વાત કેવી રીતે ચાલુ કરવી, અયાંશીને જોયા પછી અયાંશ તેને કરેલું બધુ પ્લાનિંગ ભુલી ગયો હતો અને આ બાજુ અયાંશીની હાલત પણ એવી જ હતી.. અયાંશી પણ બધું ભૂલી ગઈ હતી કે તેને તેના દિલની વાત અયાંશને કહેવાની હતી…. બને ઉભા હતા એકબીજાની આંખોમાં આંખ નાખીને અને સમય એનું કામ કર્યે જતો હતો પસાર થવાનું……

અયાંશના ફોનની રિંગ વાગી ત્યારે બંનેને ખ્યાલ આવ્યો કે બંને ક્યારના એમજ બોલ્યા વગર ઉભા છે. અયાંશે અયાંશીનો હાથ પકડ્યો અને ચાલવા લાગ્યો, અયાંશીને આ વાત ગમી અને એ મનોમન ભગવાનનો આભાર માની રહી હતી, અયાંશી અને અયાંશ કારમાં બેસ્યા અને અયાંશે ધીમે ધીમેં ગાડી ચલાવવાની ચાલુ કરી અને સાથે સાથે અયાંશે પાછી હોલોગ્રામ સિસ્ટમ ચાલુ કરી. અયાંશી અને અયાંશ બને ઘરમાંથી સીધાંજ ઓસ્ટ્રેલિયાના નેશનલ હેરિટેજ એવા ૨૪૩ કિમી. લાંબા Great Ocean Road ઉપર પહોચી ગયા, એકબાજુ ઘૂઘવતો દરિયો અને તેની બાજુમાં પહાડો ઊપર બનાવેલા રસ્તા ઉપર ગાડી ચાલી રહી હતી એવું લાગી રહ્યું હતું. અયાંશી આ પળને માણી રહી હતી અને અયાંશ ધીમે ધીમે ગાડી ચલાવી રહ્યો હતો. જેવી ગાડી ઘરની બહાર નીકળી એટકે હોલોગ્રામ સિસ્ટમ બંધ થઈ ગઇ..

અયાંશી:- થેન્ક્સ

અયાંશ:- શેના માટે ?

અયાંશી:- મને આટલું સ્પેશિયલ ફિલ કરાવવા માટે

અયાંશ:- એ તો હું જીવનભર કરવાનો જ છું (ધીમે રહીને બોલ્યો)

અયાંશી સાંભળી ગઇ હતી છતાં તેને જાણે કશું સાંભળ્યું ના હોઈ એવી રીતે અયાંશને પૂછ્યું

અયાંશી:- શુ કીધુ?

અયાંશ:- અરે કઈ નહી..

અયાંશી:- તું મને કયા લઈ જાઈ છે ?

અયાંશ:- પેરાગલાઇડિંગ કરવા..

અયાંશી:- રાત્રે ?

અયાંશ:- હા કેમ, તને ડર લાગે છે ?

અયાંશી:- ના, પણ મેં કયારેય સાંભળ્યું નથી કે પેરાગલાઇડિંગ રાત્રે થાઇ..

અયાંશ:- હા, પણ અત્યારે મારી સાથે કરવામાં કઈ પ્રોબ્લેમ છે? કે ડર લાગે છે?

અયાંશી:- તું સાથે છે પછી તો આખી દુનિયા સામે હોઇ તો પણ ડરના લાગે, ઘીમે રહીને બોલી આટલું બોલી..

અયાંશ આ વાત સાંભળી ગયો અને મનોમન ખૂશ થઇ ગયો પણ છતાં તેની ખુશી બહાર આવી ના જાઇ એમ તેને અયાંશીને પૂછ્યું..

અયાંશ:- કઈ કીધું તમે?

અયાંશી:- ના…..

અયાંશે ગાડી ઉભી રાખી અને બંને જણા નીચે ઉતાર્યા અને એક ઊંચા ગેરેજ કે ઓફીસ કહો ત્યાં અંદર ગયાં, અયાંશીને બહારથી જોતા ખ્યાલ આવી ગયો હતો કે આ પેરાગલાઇડિંગ વાળની જગ્યા છે. બને થોડી વારમાં પેરાગલાઇડિંગના કપડા પહેરી તૈયાર થઈ ગયા હતા.

૨૦ મીનીટમાં બને પ્લેનમાં હતાં અને પ્લેન જમીનથી લગભગ ૬૦૦૦ ફૂટ ઉપર હતું અને ત્યાંથી બંનેએ જમ્પ મારવાનો હતો, અયાંશીની સાથે એક ટ્રેનર એક્સપર્ટ હતો જે અયાંશી સાથે જમ્પ મારવાનો હતો અને અયાંશ એકલો હતો… ટ્રેનરના કાઉન્ટ પહેલા અયાંશી અને ટ્રેનરે જમ્પ મારી અને પછી અયાંશે મારી…
બને નિચે જઈ રહ્યા હતા અને રાતના સમયે ખાલી લાઈટો દેખાઈ રહી હતી, જમીનથી ૨૦૦૦ ફૂટ ઊપર પહેલા અયાંશીના ટ્રેનરે પેરાશૂટ ખોલ્યો અને અયાંશે હજી પેરાશૂટ ખોલ્યો નહોતો, અયાંશ પહેલા બરાબર અયાંશીની નિચેની સાઈડ એવી રીતે આવ્યો કે એનો પેરાસુટ ખુલે એટલે સૌથી પહેલું ઘ્યાન અયાંશીનું જાઇ.


અયાંશે ૧૮૦૦ ફૂટની ઊંચાઈએ પેરાશૂટ ખોલ્યો અને આ બાજુથી અયાંશીના ટ્રેનરે અયાંશના પેરાશૂટ ઉપર લાઈટ કરી અને જેવી અયાંશના પેરાશૂટ ઉપર લાઇટ પાડી એવું જ અયાંશીએ અયાંશના પેરાશૂટ ઉપર રેડિયમથી લખેલું વાંચ્યું

I LOVE YOU AYANSHI

આટલું વાંચ્યું ત્યાં અયાંશીની આંખોમાં આંસું આવી ગયા હતા અને અયાંશીને હવે સમજાયું કે ટ્રેનરે અયાંશના પેરાશૂટ ઊપર લાઈટ કેમ પાડી..


જમીનથી ૭૦૦ ફૂટ ઉપર હતા ત્યારે અયાંશીના ટ્રેનરે તેને ઉપર આકાશમાં જોવાનું કહ્યુ અને ત્યાં જોયું તો એક ચાર્ટડ પ્લેન જઈ રહ્યું હતું અને તેની પાછળ એક હોલ્ડિંગ બાંધેલું હતું અને તે હોલ્ડિંગમા LED લાઇટમાં લખ્યું હતું

I LOVE YOU AYANSHI

અને પછી અયાંશીના ટ્રેનરે તેને નિચે તરફ જોવા કહ્યું તો ત્યાં કેન્ડલ(મીણબત્તી) થી લખેલુ હતુઁ

WIll YOU BE MY LIFE?

સાથે એક ૧૦ ફૂટનું ટેડીબિયર પડ્યુ હતુ અને જેટલી કેન્ડલ જગાવી હતી તે બધાની બાજુમાં એક એક ચૉકલેટ પડી હતી એ અયાંશીને જમીનથી ૫૦ ફૂટ ઉપર હતી ત્યારે દેખાનું, અયાંશ જમીન ઉપર પહેલો ઉતરી ગયો હતો અને અયાંશી હવે ઊતરી હતી, અયાંશી ઉતરીને દૌડીને સૌથી પહેલા અયાંશને ગળે લાગી અને પછી તેના માથા ઉપર કિસ કરતા બોલી I LOVE YOU 2

અયાંશે પણ અયાંશીના માથા ઉપર કિસ કરી અને ત્યાંજ હવામાં ફટાકડાઓ ફૂટવા લાગ્યા આખુ આકાશ રંગબેરંગી ફટાકડાઓથી ભરાઈ ગયું હતુ અને અયાંશી અને અયાંશ એકબીજાને hug કરીને એ નજારો જોઈ રહ્યા હતાં……….

થોડીવાર પછી અયાંશ બોલ્યો…

અયાંશ:- મારે તને એક વાત કહેવી છે..

અયાંશી:- હા, કહો ને..

અયાંશ:- મારૂ આ દુનિયામાં પોતાનું કહેવાવળું તારા સિવાઇ કોઇ નથી…

અયાંશી:- એવું કેમ બોલે છે, હું અને તારા મોમ-ડેડ પણ છે જ ને…

અયાંશ:- નથી એટલે જ ને..

અયાંશી:- હું કઈ સમજી નહી…

અયાંશ:- હું અનાથ છું, માંરે મોમ-ડેડ નથી………

અયાંશી અવાક બનીને સાંભળી રહી હતી, તેને સમજમાં નહોતું આવી રહ્યું કે તેને ખુશ થવુ જોઈએ કે તેને અયાંશ મળી ગયો કે પછી દુઃખી કે અયાંશ અનાથ છે. અયાંશીની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા હતા, ખુદ અયાંશીને પણ નહોતી ખબર કે આંસુ ખુશીના છે કે દુઃખના…………

---------------------------------------------

(7)

અયાંશીની આંખોના આંસુઓ સુકાવવાનું નામ લઈ રહ્યા નહોતા અને હજી અયાંશી અયાંશને HUG કરી ઊભી હતી જ્યારે અયાંશ વિચારતો હતો કે હવે અયાંશીને શાંત કેવી રીતે કરવી....

અયાંશ:- તું રડે છે કેમ ?

અયાંશી:- તે એમ કહ્યુંને કે તું અનાથ છે એટલા માટે, પણ હવે તું અનાથ નથી સમજ્યો...

અયાંશ:- હા મને ખબર છે, કેમ કે હવે તું મારી સાથે છે એટલે.. પણ આ રડવાનું બંધ ક્યારે થશે?

અયાંશી:-જ્યારે તું મને એક પ્રોમિસ આપીસ ત્યારે.

અયાંશ:- હા બોલ ને...

અયાંશી:- તું આજ પછી એમ ક્યારે પણ નહી બોલે કે તું અનાથ છે, સમજ્યો...

અયાંશ:- અને જો બોલ્યો તો ?

અયાંશી રડતાં રડતાં ગુસ્સો કરીને અયાંશની છાતી ઉપર તેના બને હાથોથી મારવા લાગે છે અને અયાંશે તેના બને હાથ તેના હાથ વડે પકડી લીધા.

અયાંશની આંખો અયાંશીની આંખોને જોઈ રહી હતી જ્યારે અયાંશીની આંખો અયાંશને જોઈ રહી હતી, બંને અત્યારે એકદમ નજીક આવી ગયા હતા, એકમેકના શ્વાસો શ્વાસ બંને મહેસુસ કરી રહ્યા હતા, એકબીજાની ધડકનોને સાંભળી રહ્યા હતા અને એવું લાગી રહ્યું હતું કે અયાંશીની આંખો અયાંશની આંખો સાથે વાતો કરી રહી હતી જ્યારે અયાંશનું દિલ અયાંશીના દિલ સાથે પ્રેમાલાપ કરવામાં મશગુલ હતું, બાજુમાં દરિયા કિનારો હતો ત્યાથી આવાતો ઠંડો પવન બંનેના શરીરને પ્રેમની હુફ આપી રહ્યો હતો જ્યારે દરિયાના મોજાઓ કિનારા સાથે અથડાઈ રહ્યા હતા અને કિનારા અને મોજાઓના મિલનથી એક અદભૂત પ્રેમભર્યું સંગીત ઉત્પન્ન થઈ રહ્યું હતું, દરિયાની રેતી દરિયાના મોજાઓને તેનામાં સમાવી રહી હતી અને આ બાજુ અયાંશી અયાંશમાં અને અયાંશ અયાંશીમાં સમાઈ રહ્યો હતો… ઉપરથી પ્રેમના અવસરમાં તેમનો સાથ આપતા હોઇ એવી રીતે આજે ચંદ્ર પણ તેની સફેદ રોશની આ બંને પ્રેમી યુગલ ઉપર વરસાવી રહ્યો હતો જ્યારે તારાઓ પણ આજે વધારે ટમટમીને તેની હાજરી પણ સિધ્ધ કરી રહ્યા હતા..

અયાંશી અને અયાંશ એકબીજાની આંખોમાં એટલા ખોવાયેલા હતા કે સમય કેમ વહી રહ્યો હતો તે બંનેને ખબર જ ના રહી, અયાંશી જાણે મનોમન અયાંશને પૂછી રહી હોઇ કે તું મને કેમ ચાહે છે? જ્યારે અયાંશ પણ મનોમન જવાબ આપી રહ્યો કે.


હર પલ તમને યાદ કરી
પલ પલ તમારો વિચાર કરી હું ચાહું છું તને.

દિલમાં તડપ ભરી તારો દિદાર કરવાની આશ કરી ચાહું છું તને.
હોઠો પર તમારું નામ ધરી આંખોને વરસતી કરી હું ચાહું છું તને.

ખુદને ગમગીન કરી તમારી યાદોમાં કેદ થઈ હું ચાહું છું તને.
ક્યારેક દુનિયાને ભૂલાવી તો ક્યારેક અસ્તિત્વથી અલગ થઈ હું ચાહું છું તને.

જ્યારે આવે છે તમારી યાદ ત્યારે ફક્ત તમને જોવાની આશ કરી હું ચાહું છું તને.

બસ હવે તો શું કહું તને?
તમારા પ્રેમમાં ગુલાબી સવારની આશા કરી,
આ મન ને દિલની વાત કહેવા ચાહું છું તને.

આ કવિતાનું સર્જન કરી હું ચાહું છું તને.
હર પલ તમને યાદ કરી પલ પલ તમારો વિચાર કરી હું ચાહું છું તને.

જ્યારે અયાંશનું દિલ પણ અયાંશીને પૂછી રહ્યું હોઇ કે હું જ કેમ? અયાંશીનું દિલ પણ જાણે જવાબો આપતું હોઇ કે...


મારા મનગમતા રંગોમાંનો,
એક ખૂબ સુંદર રંગ છે તું.
દિલમાં દોડતી ધડકનોમાંની,
એક ખુશ ધડકન છે તું.
મારી રોજની વાતોનો,
મસ્ત એક વિષય છે તું .
ક્યારેક આવતા ખાલીપાને,
દિલથી ભરનાર છે તું .
સ્વભાવમાં રહેલા તોફાનોનો,
તોફાની ભાગીદાર છે તું
મારામાં રહેલી તાકાતનો,
સંપૂર્ણ સાથીદાર છે તું.
કરેલા મેં સારા એવા કર્મોનો,
નસીબે આપેલો એક ઉત્તમ જવાબ છે તું.
મારા મનગમતા રંગોમાંનો,
એક ખૂબ સુંદર રંગ છે તું.


અયાંશ અને અયાંશી બંનેને ભાન આવ્યું કે બંને છેલ્લી ૩૦ મિનિટથી એમ જ ઊભા છે એટલે બંને નોર્મલ થયા અને પછી અયાંશે અયાંશીનો હાથ પકડયો અને બંને અયાંશની કાર જ્યાં પડી હતી ત્યાં ચાલવા લાગ્યા.

ચાલતા ચાલતા અયાંશીએ વાત ચાલુ કરી..

અયાંશી:- એક વાત પૂછી શકું તને ?

અયાંશ:- હા...

અયાંશી:- તારા મોમ ડેડને શું થયું હતું ? જો તને પ્રોબ્લેમ ના હોઇ તો મને કહી શકે છે...

અયાંશ:- સારૂ તું અત્યારે મારી સાથે ચાલ હું તને બધી જ વાત કરું

અયાંશ અને અયાંશી બંને કારમાં બેસીને ત્યાથી નીકળે છે અને અયાંશ તેને સીધો હોટેલ લઈને આવે છે. બંને હોટેલના ટેરેસ્ટ ઉપર જાઈ છે જ્યાથી રાતની સુંદર રોશનીની ચાદર ઓઢીને સૂતેલું અમાલ્ફિ કોસ્ટ દેખાઈ રહ્યું હતું, આખા ટેરેશ ઉપર સુંદર રોશની કરવામાં આવી હતી અને થોડા થોડા અંતરે ફાનસ પણ મૂકેલા હતા જે ત્યાની સુંદરતામાં વધારો કરી રહ્યા હતા, ટેરેસ્ટની વચ્ચે એક ટેબલ અને બે બીન બેગ મૂકેલા હતા.. અયાંશી આ બધુ જોઈ રહી હતી અને મનોમન ખુશ થઈ રહી હતી પણ તેનું દિલ અયાંશનું ભૂતકાળ જાણવા માટે અધીરું થઈ રહ્યું હતું...

અયાંશ અયાંશીનો હાથ પકડીને ટેરેસ્ટની વચ્ચે આવેલા બીન બેગ પાસે લઈ જાઈ છે અને પછી બને બીન બેગ ઉપર ગોઠવાઈ છે... અયાંશી જોઈ રહી હતી કે અયાંશ થોડો ઉદાસ લાગી રહ્યો હતો એટલે તેને તરત જ અયાંશનો હાથ તેના હાથમાં લઈ લીધો..

અયાંશી:- શું થયું ?

અયાંશ:- કઈ નહી...

અયાંશી:- તો કેમ આટલો ઉદાસ દેખાઇ છે ?

અયાંશ:- વાત ક્યાથી ચાલુ કરું તે નથી સમજમાં આવી રહ્યું...

અયાંશી:- તેમાં આટલી ઉદાસ થવાની જરૂર નથી, તું એક કામ કર પેલાથી વાતની શરૂઆત કર....

અયાંશ એક ઊંડો શ્વાસ લઈને વાત ચાલુ કરે છે...............

------------------------------------------

સુરત (૪૦ વર્ષ પહેલા)

તાપી નદીની દક્ષિણ તટ ઉપર વસેલું શહેર સુરત મુઘલો, અંગ્રેજો અને પોર્ટુગીજોના સમયમાં મહત્વનું બંદર પણ હતું, એવું કહેવાઈ છે કે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ મથુરાથી દ્વારકા જતાં હતા ત્યારે તે સુરત આવેલા, અને આ એજ સુરત છે જ્યાં ભગવાન શ્રી કૃષ્ણએ દાનવીર કર્ણના દેહને તાપીના કિનારે અગ્નિ સંસ્કાર આપેલો, અને પછી વીર ભામાશાએ મહારાણા પ્રતાપને તેની સંપતિ દાન કરી હતી મુઘળો સામે લડવા માટે, એક નહી પણ બે બે દાનવીર જે ધરતી ઉપર આવ્યા હોય અને સાથે જગતનો નાથ ભગવાન શ્રી કૃષ્ણ જે ધરતી ઉપર આવ્યો હોઇ ત્યાની માટી કેટલી પ્રવિત્ર હશે અને એટલા માટે જ આજે વિશ્વનું સૌથી ઝાડપથી વિકાસ પામતું શહેર છે, સુંદર બેનમૂન પહોળા રસ્તાઓ, જ્યાં જુઓ ત્યાં સ્વચ્છતા, જીંદગીને જીવી જાણતી ત્યાની મોજીલી પ્રજા, હીરાઉધોગ અને કાપડ ઉધોગનો સૌથી મોટું ઉત્પાદક, આસમાનને ચૂમતી ઇમારતો અને તેનું આર્કિટેક્ટ, ડુમ્મસનો દરિયો અને આ શહેરની ઓળખ એવા બ્રીજો જેટલું કહો તેટલું ઓછું પડે છે, કદાચ છેલ્લા ૨ દાયકામાં સુરતે અમદાવાદને વિકાસની બાબતમાં પાછું પાડી દીધું છે એવું કહેવું પણ ખોટું નથી.

પણ ૪૦ વર્ષ પહેલા સ્થિતિ જુદી હતી શહેરતો હતું પણ આજ જેટલું વિકસીત નઇ, આજ જેટલી સુખ સુવિધા નહોતી, અને આ સુરત શહેરમાં કાઠિયાવાડના એક નાનકડા એવા ગામમાંથી એક દંપતી આવીને વસેલું અને તેની સાથે તેનો ૧૭ વર્ષનો છોકરો હતો, દંપતીનું નામ માવજીભાઇ અને મજુલાબેન હતું અને તેમના છોકરાનું નામ હતું દેવાંશ, કાઠિયાવાદના એ નાનકડા ગામમાં આનંદથી જીવન પસાર કરી રહેલું દંપતી સુરત આવ્યું કેમ કે તેના છોકરાને આગળ અભ્યાસ કરાવી શકે, છોકરાએ ૧૨ ધોરણ ભાવનગરની દક્ષિણામુર્તિ સ્કૂલમાં પૂરું કર્યું અને સારા માર્ક સાથે પાસ થયો એટલે માવજીભાઇ તેના ફેમિલીને લઈને સુરત આવી ગયા, માવજીભાઈને ગામડે ૨૫ વિધા જેટલી જમીન હતી અને ખેતીવાડી કરીને તેમનું જીવન આરામથી પસાર કરી રહ્યા હતા પણ હવે તે લોકો ગામડાના જીવનને છોડી સુરત આવ્યા હતા, માવજીભાઇના બા અને બાપુજી અવસાન પછી માવજીભાઈએ અને મંજુલાબેને ખેતરની જવાબદારી સંભાળી લીધેલી, જ્યારે મંજુલાબેનના બા-બાપુજીતો મંજુલાબેન નાના હતા ત્યારે અવસાન પામેલા એટ્લે મંજુલાબેન તેના નાની સાથે મોટા થયેલા અને તેના નાનીએ માવજીભાઈ અને મંજુલાબેનના લગ્ન કરાવેલા અને લગ્ન કરાવ્યાના થોડા સમય પછી નાની પણ ભગવાન પાસે જતાં રહેલા એટલે પરિવારના નામ ઉપર આ ત્રણ વ્યક્તિઓ જ હતા અને ગામડેની જમીન ભાગ્યાને ખેતી કરવા આપી આ લોકો સુરત આવેલા, માવજીભાઇ એક કાપડની ફેક્ટરીમાં કામે જોડાયા જ્યારે મંજુલાબેને ઘરની જવાબદારી સંભાળી અને દેવાંશે કોમર્સ કોલેજમા એડમિશન લીધું…

બધાની જીંદગી વ્યવસ્થિત ચાલી રહી હતી માવજીભાઈ પોતાના કામથી ખુશ હતા મંજુલાબેન પણ ઘરની જવાબદારીઓ આ નવા શહેરમાં વ્યવસ્થિત નિભાવી રહી હતી અને દેવાંશ પણ આ નવા શહેરમાં આવીને ખુશ હતો.

દેવાંશે કોલેજ જવાની બધી તૈયારી કરી લીધી હતી. નવા કપડા, નવી કોલેજ બેગ, અને નવા બુટ બધું જ માવજીભાઈ અને દેવાંશ સુરતની બજારમાં જઇ લઈ આવ્યા હતા. બીજા દિવસથી દેવાંશની કોલેજ ચાલુ થવાની હતી એટલા માટે આજે દેવાંશ ખૂબ જ ખુશ દેખાઈ રહ્યો હતો કેમકે તેના ગામમાંથી દેવાંશ પેલો છોકરો હતો કે જે કોલેજમાં ભણવા જઇ રહ્યો હતો…


દેવાંશના કોલેજનો પહેલો દિવસ..

આજે દેવાંશ સવારે વહેલો જાગલો કેમ કે આજે તેના જીવનની નવી શરૂઆત થવાની હતી, સ્કુલ પૂરી કરી દેવાંશ કોલેજમાં આવ્યો હતો અને સાથે સાથે તેના મનમાં આકાર પામી રહેલા કોલેજ વિશેના સપનાઓ, કેમ કે તેને અત્યાર સુધી ફિલ્મોમાં કોલેજ જોઈ હતી અને તે બધું જોઈને જ તેના મનમાં કોલેજ વિષે અલગ સપનાઓ હતા, સ્કૂલની જેમ કોઈ નિયમો નહી, યુનિફોર્મ નહીં અને બધા લેકચર ભરવાના એવું ફરજીયાત નહીં, બસ દેવાંશને વધારે કઈ જોઈતું પણ નહોતું.

દેવાંશ આમતો લાડકોડમાં ઉછેરેલો કેમ કે માવજીભાઈ અને મંજુલાબેનના લગ્નના ૭ વર્ષ પછી દેવાંશનો જન્મ થયેલો એટલે માવજીભાઈએ દેવનો અંશ માનીને આ છોકરાંનું નામ દેવાંશ રાખેલું, નાનપણથી જ માતા પિતાનો ભરપૂર પ્રેમ મળેલો, દેખાવમાં પણ વ્યવસ્થિત અને ભણવામાં પણ હોશિયાર, રજાના દિવસોમાં માવજીભાઈને ખેયરમાં મદદ કરાવે અને રાતે રસોઈ બનાવવામાં મંજુલાબેનને અને તેના મોમ સાથે મદદ કરાવતા કરાવતા દેવાંશ રસોઈ બનાવતા પણ શીખી ગયેલો…

સાઉથ ગુજરાત યુનિવર્સિટી (SGU) અત્યારે VNSGU (વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના નામે ઓળખાઇ છે. ) ના ગેટ પાસે આવીને દેવાંશ ઉભો રહે છે અને ગેટને જોઇને તેને જોયેલા બધા સપનાઓ તેની આંખોની સામેથી પસાર થવા લાગે છે, સપનાઓને આંખોમાં ભરી દેવાંશ ઘીમે ઘીમે ગેટની અંદર એન્ટર થઈને ચાલવા લાગે છે.

દેવાંશ જોઈ રહ્યો હતો કે, યુનિવર્સિટીના ગ્રાઉન્ડમા બધા વિધાથીંઓ પોતાના મીત્રો સાથે ઉભા હોઈ છે અને જે નવા વિઘાર્થી હતાતે બધા એકલા અલગ અલગ જગ્યાએ ઉભા હતા અને દેવાંશ પણ એક સારી જગ્યા ગોતી ઝાડની નીચે ઉભો રહી ગયો અને આજુબાજુ નજર ફેરવીને કોલેજની સુંદરતાને પોતાની આંખોમાં કેદ કરવા લાગ્યો પણ તેની નજર એક જગ્યાએ એક આછો ગુલાબી કલરની સાડી પહેરીને ઉભેલી એક છોકરીને જોઈને ઉભી રહી ગઈ, દેવાંશનું ધ્યાન હવે કોલેજને જોવા કરતા ગુલાબી કલરની સાડી પહેરીને ઉભેલી એ છોકરીને જોવા તરસી રહી હતી, દેવાંશના પગ ધીમે ધીમે પેલી છોકરી જ્યા ઉભી હતી તે તરફ ચાલવા લાગ્યા….

-------------------------------------------

દેવાંશ ધીમે ધીમે પેલી ગુલાબી સાડી વાળી છોકરી તરફ જઇ રહ્યો હતો અને તેના મનમાં હજારો સવાલો ઉત્પન્ન થઈ રહ્યા હતા.. દેવાંશ પેલી છોકરીની નજીક પહોચે છે ત્યાજ કોલેજનો બેલ વાગે છે અને પેલી છોકરી ત્યાથી જતી રહે છે, આ જોઈ દેવાંશનું મન થોડીવાર ઉદાસ થઈ ગયું. દેવાંશનું મન ઉદાસ હતું પણ દિલતો ખુબ જ ખુશ હતું કેમ કે તેના દિલમાં કાયમ રહી શકે તે છોકરીની એન્ટ્રી થઈ ગઈ હતી..


દેવાંશ ક્લાસ રૂમમાં જાઈ છે, જેવો દેવાંશ ક્લાસરૂમની અંદર પ્રવેશ કરે છે ત્યાં જ તેની નજર પેલી છોકરી ઉપર પડે છે અને આ જોઈ દેવાંશનું મન પણ દિલની જેમ ખુશીથી નાચવા લાગે છે. દેવાંશ બરાબર પેલી છોકરીની બાજુની બેન્ચ ઉપર જઈને બેસે છે..


થોડીવારમાં પ્રોફેસર આવે છે, સૌથી પહેલા પ્રોફેસર તેની ઓળખાણ આપે છે અને ત્યારબાદ બધા સ્ટુડન્ટસને એક પછી એક તેની ઓળખાણ આપવાનું કહે છે, એક પછી એક બધા સ્ટુડન્ટસ તેમની ઓળખાણ આપવા લાગે છે અને હવે વારો હતો દેવાંશનો. (દેવાંશે વિચાર્યું કે બધા જ લોકો લગભગ એક જ રીતે તેમની ઓળખાણ આપે છે હું એવું નવું શું કરું કે હું બધાથી અલગ લાગુ અને બાજુમાં બેઠેલી આ સ્વપ્ન સુંદરીનું ધ્યાન મારી ઉપર પડે, દેવાંશ વિચારી રહ્યો હતો એટલામાં તેનો વારો આવી ગયો )

દેવાંશ:- શુભ પ્રભાત સર, અહિયાં રહેલા મારા બધા જ મિત્રોને પણ શુભ પ્રભાત.....


દેવાંશ આટલું બોલ્યો ત્યાં બધાનું ધ્યાન દેવાંશ તરફ ગયું, બધા જ્યાં ઊભા થઈને તેમનું નામ અને કેટલા માર્ક્સ સાથે પાસ થઈને આવ્યા છે તે કહીને બેસી જતાં હતા ત્યાં દેવાંશે તેના બોલવાની શરૂઆત થોડી જુદી રીતે કરી એટલે બધાનું ધ્યાન દેવાંશ તરફ ગયું અને અમુક અમુક લોકો હસી પણ રહ્યા હતા કેમ કે દેવાશે અંગ્રેજીની જગ્યાએ ગુજરાતીમાં બોલ્યો...

દેવાંશ :- સર મારુ નામ દેવાંશ દિહોરા છે, હું કાઠિયાવાડના એક નાનકડા ગામમાંથી સુરત ભણવા અને મારા સપનાઓ પૂરા કરવા આવ્યો છું, ૧૨ ધોરણમાં ૭૮ % સાથે પાસ થયો છું, અહી આવીને જોયું કે બધા અંગ્રેજીમાં તેમની ઓળખાણ આપે છે પણ હું સર એક ગામડાનો છોકરો છું અને મને મારી માટી અને મારી ભાષા ઉપર બોવ જ પ્રેમ છે એટલા માટે મે ગુજરાતીનો ઉપયોગ કર્યો.. કેમ કે મારા પપ્પા કહે છે કે બીજા કરતાં અલગ હોવું ખુબ જ સારી વાત છે.


પ્રોફેસર:- ખુબ જ સરસ દેવાંશ....


દેવાંશ બેઠો હવે વારો હતો ગુલાબી પરીનો અને દેવાંશનું ધ્યાન બસ તે છોકરી તરફ હતું.....તે છોકરીએ તેનું નામ કહ્યું ધારા અને આ નામ સાભળી દેવાંશના દિલમાં તે છોકરી વસી ગઈ હતી,

તેની બોલવાની અદા, જેમ કહ્યા વગર આવી પડતાં તોફાનો જેવી તેના ગાલ ઉપર આવી પડેલી તેના વાળની લટ અને તે લટને પ્રેમથી પાછી તેના કાન પાછળ મૂકવાની રીત, જેમ તોફાન આખાય શહેરો તબાહ અને વેરાન કરી મૂકે છે તેમ આ છોકરીની આ લટ વાળી અદા, સ્માઇલ, બોલવાની અદા આ બધાએ આજે દેવાંશના દિલને વેરાન કરી નાખ્યું હતું..


ધારાએ તેની ઓળખાણ આપ્યા બાદ બેઠી અને તેની નજર દેવાંશ ઉપર પડી અને દેવાંશની નજર પેલાથી ધારા ઉપર જ હતી બંનેની આંખો મળી, ધારાએ દેવાંશ સામે જોતી હતી ત્યારે પેલી નટખટ વાળની લટ વળી પાછી તેના ગાલ ઉપર આવીને બેઠી ગઈ હતી, ધારાએ તે લટને પાછા તેની આંગળીઓ દ્રારા કાન પાછળ મૂકી અને આ કરતાં કરતાં દેવાંશ સામે જોઈને એક સ્માઇલ આપી બસ આ સ્માઇલ જ કાફી હતી દેવાંશ માટે..............


ધીમે ધીમે બંને નજીક આવતા ગયા, પહેલા મિત્રો બન્યા અને આ મિત્રતા ક્યારે પ્રેમમાં પરિવર્તીત થઈ ગઈ બંનેને ખબર ના રહી અને હવે ધારા અને દેવાંશ બંનેને એકબીજા વગર ચાલે એમ નહોતું, અને આ એ જમાનો હતો જ્યારે ફોન, ઇન્સ્ટરનેટ જેવી વસ્તુઓ દૂર દૂર સુધી દેખાતી પણ ના હતી, એમ કહી શકો કે ઇન્ટરનેટ વગરનો પ્રેમ...


અત્યારના સમયમાં આપડી પાસે બધી જ સગવડતા છે, ફોન, વિડીયો કોલ, મેસેજ, ફોટાઓની આપ-લે બધુ જ કરી શકયે છીએ, દૂર હોવા છતાં પણ અત્યારે સાવ નજીક હોય એવું લાગે પણ એ જમાનામાં નજીક હોય એ પણ દૂર લાગતાં એવું હતું કેમ કે, શહેરોનો વિકાસ નહોતો થયો, લોકોની માનસિકતા હજી જૂના જમણા પ્રમાણે હતી, મોબાઈલ ફોન કે ઇન્ટરનેટ જેવી વસ્તુઓ હજી શોધાણી નહોતી, આ એ જમાનો હતો જ્યારે અમિતાબ બચ્ચન ધીમે ધીમે સુપર સ્ટાર તરફ આગળ વધી રહ્યા હતા, આ એ સમયગાળો હતો જ્યારે ભારત ૧ વર્ષની અંદર ત્રણ પ્રધાનમંત્રી જોઈ ચૂક્યું હતું..


દેશના ભાગલા સમયે ધારાનો આખોય પરિવાર સરહદની પેલે પાર રહી ગયો હતો તેના મોમ અને ડેડના હજી મે મહિનામાં લગ્ન થયા હતા અને આઝાદીના સમયે તે લોકો ભારતમાં ફરવા આવેલા અને પછી કાયમ માટે અહિયાં જ રહી ગયા, ધારા અને તેમનું ફેમિલી પહેલા દિલ્લી સ્થાયી થયું અને ધારાના જન્મ પછી તે લોકો વડોદરા આવીને સ્થાયી થઈ ગયા.. ધારાના પપ્પા દિનેશભાઈ એક એંજીનયર હતા અને માતા દયાબેન શિક્ષક તરીકે નોકરી કરતાં હતા...


દેવાંશ અને ધારા ખાલી કોલેજ સમયમાં મળી શકતા કેમ કે ધારા હોસ્ટેલમાં રહેતી હતી અને રજાના દિવસમાં ધારા વડોદરા જતી રહેતી પણ જેટલો સમય બનેને મળતો બને લોકો તેને ખુબજ સારી રીતે પસાર કરતાં, કોઈ પણ સુવિધા વગર પણ એક બીજા ઉપરનો વિશ્વાસ, પ્રેમ બધુ એમજ રહેતું, વેકેશન સમયે ૪૦ થી ૪૫ દિવસ બંને એકબીજાથી દૂર રહેતા છતાં પણ એકબીજાને એટલો જ પ્રેમ કરતાં, પ્રેમ કરતાં સિખવું હોઇ તો આ પેઢી પાસે સિખવા જેવુ છે, અત્યારે ૧ કલાક પણ વાત કર્યા વગર અને ૧ અડઠવાડિયું પણ એકબીજાને જોયા વગર નથી રહી શકતા પ્રેમી યુગલો જ્યારે આ લોકોમાં કેટલી સહનશીલતા હશે...........

કોલેજ પૂરી થઈ એટલે ધારા અને દેવાંશ બંનેએ તેમના ઘરે વાત કરી બંનેના માતા-પિતા માની ગયા અને બંનેનું ૩-૩ નું ફેમિલી હવે ૬ લોકોનું થઈ ગયું હતું, બધા ખુશ હતા, દેવાંશ અને ધારાએ સગાઈ કરી લીધી અને આગળનું સ્ટડી કરવા માટે દેવાંશ કેનેડા જતો રહ્યો અને ધારા બેંગ્લોર જતી રહી..

દેવાંશ ૨ વર્ષમાં એક વાર ભારત આવતો ૨ મહિના માટે પણ, આ ૨ મહિના બંને ફેમિલી માટે કોઈ તહેવાર હોય એવું લાગતું, ધારા પણ આ ૨ મહિના માટે સુરત આવી જતી અને ધારાનું ફેમિલી પણ સુરત સેટ થઈ ગયું હતું એટલે આ ૨ મહિના ૬ એ લોકો ખુબજ સારી રીતે વિતાવતા ધારા અને દેવાંશે નક્કી કરેલું કે જ્યાં સુધી બને લાઈફમાં સેટ નહીં થાઇ ત્યાં સુધી બંને મેરેજ નહીં કરે અને તેમની આ વાતને બંનેના ફેમિલીએ પણ સપોર્ટ કરેલો એટલે બંને કોઈ ટેન્શન વગર તેમની લાઇફના ગોલને પામવામાં વ્યસ્ત થઈ જતાં..


૧૯૮૯ની સાલમાં દેવાંશ અને ધારાના લગ્ન થયા દેવાંશ પણ કેનેડામાં સેટ થઈ ગયો હતો તેને ત્યાં રેસ્ટોરન્ટ ખોલી હતી અને ત્યાં ભારતીય વાનગીઓ પીરસવામાં આવાતી અને બીજા ૪ વર્ષની અંદરતો દેવાંશે કેનેડાના બીજા ૨ શહેરોમાં પણ તેની રેસ્ટોરન્ટ ખોલી નાખી હતી. આ બાજુ ધારા CA બની ગઈ હતી અને કેટકેટલીય જોબ ઓફરો આવતી અને આ બધી જ ઓફસો ધારાએ ઠુકરાવી અને મેરેજ થયાના ૬ મહિના પછી ધારા પણ દેવાંશ સાથે કેનેડા શિફ્ટ થઈ ગઈ.. અહિયાની એક મોટી કંપનમીમાં તેને CAની સારા એવા પગારની નોકરી મળી ગઈ હતી અને નોકરી પછી ધારા દેવાંશને તેના રેસ્ટોરન્ટના કામમાં હેલ્પ પણ કરાવતી હતી.....


૧૯૯૩ની સાલમાં માવજીભાઈ, મંજુલાબેન, દિનેશભાઇ અને દયાબેન ૪ લોકો કેનેડા આવી ગયા કેમ કે હવે તેમનું ૬ લોકોનું ફેમિલી ૭ નું થવા જઇ રહ્યું હતું અને આ ખુશીની પળ બધા લોકો સાથે મળીને એન્જોય કરવા માંગતા હતા....


૯ ઓગસ્ટ ૧૯૯૩


એ દિવસ આવી જ ગયો જ્યારે ૬ લોકોનું ફેમિલી ૭ નું થઈ ગયું, દેવાંશ અને ધારાના ઘરે એક બેબી બોયનો જન્મ થયો અને તેનું નામ રાખ્યું અયાંશ......


અયાંશના આવ્યા પછી જાણે ઘરની રોનક સાવ બદલાઈ ગઈ, ૪ ઘરડા લોકોને વધુ જીવવા માટેનું કારણ મળી ગયું. આખો દિવસ અયાંશ તેના દાદા, દાદી અને નાના નાની સાથે રહેતો અને અયાંશ પણ ખુબ જ લક્કી હતો કે આ ચારેયનો પ્રેમ તેને એક સાથે મળી રહ્યો હતો અને બધાની ખુશીઓ જોઈને દેવાંશ અને ધારા પણ ખુબ જ ખુશ હતા....


ધીમે ધીમે અયાંશ મોટો થઈ રહ્યો હતો તે ૫ વર્ષનો થયો એટ્લે દેવાંશ અને ધારા કેનેડાથી શિફ્ટ થઈને સ્પેન આવી ગયા. કેનેડાની બધીજ રેસ્ટોરન્ટ માવજીભાઇ અને દિનેશભાઇ સંભાળી રહ્યા હતા. દેવાંશે સ્પેનના મેડ્રિડ અને બાર્સેલોના શહેરમાં બે રેસ્ટોરન્ટ ચાલુ કરી હતી. ધારાને અહી પણ CA તરીકે નોકરી મળી ગઈ હતી અને અયાંશે અહી સ્કૂલમાં એડમિશન લઈને ભણવાનું ચાલુ કરી દીધું... દર બે ત્રણ મહિનામાં દેવાંશ પૂરા ફેમિલી સાથે કેનેડા ફેમિલી પાસે જઈ આવતો. બધા પોતાની લાઈફમાં ખુશ હતા. ધીમે ધીમે વર્ષો પસાર થઈ રહ્યા હતા અને દેવાંશનો બિઝનેશ ધીમે ધીમે વધી રહ્યો હતો, સ્પેનમાં ટોટલ ૫ રેસ્ટોરન્ટ ખોલી નાખી હતી અને કેનેડાની જગ્યાએ દેવાંશે તેનો બિઝનેશ યુરોપમાં વધારવાનું નક્કી કર્યું..


૨૦૦૫ની સાલમાં દેવાંશે કેનેડાની ૩ રેસ્ટોરન્ટ વેંચી દીધી અને ફ્રાંસ અને ઈટાલીમાં એક એક રેસ્ટોરન્ટ ખોલી, માવજીભાઈ, મંજુલાબેન, દિનેશભાઇ અને દયાબેન ૪ લોકો કેનેડાથી સ્પેન આવી ગયા હતા, દેવાંશે સ્પેનના કેપિટલ મેડ્રિડમાં એક સુંદર મજાનું મોટું ઘર ખરીધ્યું હતું જ્યાં બધા લોકો ફરી એક સાથે રહી શકે... બધા ફરી એક સાથે હતા, દેવાંશ અને ધારાને તેના માતા-પિતાની હુંફ મળી રહી હતી, અયાંશને માતા-પિતા, દાદા-દાદી અને નાના-નાનીનો પ્રેમ અને પેલા ચારેય વૃધ્ધોને હસવા માટે અને રમવા માટેનું કારણ.. બધા પહેલા કરતાં પણ વધારે ખુશ હતા, નાનું ફેમિલી હતું પણ બધા એકમેકની સાથે ખુશી ખુશી રહેતા હતા, ક્યારેય કોઈ પણ જાતના મતભેદ નહી, માવજીભાઇ અને દિનેશભાઇ સબધીની જગ્યાએ બે સગા ભાઈઓની જેમ રહેતા જ્યારે મંજુલાબેન અને દયાબેન સગી બહેનોની જેમ રહેતા...

કહે છે ને કુદરત જ્યાં વધારે ખુશીઓ આપે છે ત્યાં જલ્દી દુખ પણ એટલું જ આપે છે.

------------------------------------------------------


વર્તમાન સમય....


અયાંશ બોલતો બોલતો ચૂપ થઈ ગયો અને આ જોઈ અયાંશી સમજી ગઈ..


અયાંશી:- શું થયું ?


અયાંશ:- કઈ નહી કેમ ?


અયાંશી:- ચૂપ કેમ થઈ ગયો તો ?


અયાંશ:- અરે કોફી પીવી છે એટલા માટે...


અયાંશી:- ભૂખ લાગી ગઈ ?


અયાંશ:- ના બસ કોફી.. મને આદત છે કોફીની


અયાંશી:- અરે વાહ.. મને પણ..

અયાંશ બે કોફી ઓર્ડર કરે છે, થોડીવાર સુધી બંને વચ્ચે કોઈ વાતચીત નથી થતી, અયાંશી સમજતી હતી કે અત્યાર સુધી અયાંશની લાઇફનો સારો સમય હતો પણ હવે ખરાબ સમય ચાલુ થવાનો છે અને તે કહેવા માટે માણસને થોડી શક્તિની જરૂર પડે એટલા માટે થોડો સમય તેને ચૂપ રહેવા દઈ અને આગળનું કહેવા માટે તૈયાર થવા દવ..


અયાંશીના મનમાં એ વિચાર પણ ચાલતા હતા કે આટલું ખુશીઓથી ભરેલું ઘર અચાનક કેમ સાવ ખાલી થઈ ગયેલું ? એવું તો શું થયું હશે કે અયાંશ સાવ એકલો રહ્યો? અયાંશીના મનમાં હજારો સવાલ ઉદભવી રહ્યા હતા અને અયાંશીના બધા સવાલોના જવાબ અયાંશ તેની વાત કહે પછી જ મળવાના હતા અને અત્યારે ઉતાવળે અયાંશીએ અયાંશને કોઈ પણ સવાલ ના પૂછવાનું નક્કી કર્યું. અયાંશી વિચારી રહી હતી ત્યાં જ વેઇટર કોફી લઈ ને આવ્યો..

કોફીના કપની ઉપર કોટન કેન્ડીથી બનાવેલું એક વાદળું રાખેલું હતું, કોફીના કપમાંથી નીકળતી વરાળ તે કોટન કેન્ડીના વાદળાને અડતી હતી અને તેમાથી કોટન ઓગળીને કોફીના કપમાં પડી રહ્યું હતું, (કોફીમાં સુગર નાખવા માટે ) એવું લાગી રહ્યું હતું જાણે કોફીના કપ ઉપર વરસાદ વર્ષી રહ્યો છે અને આ જોઈને અયાંશી તેનો ફોન કાઢીને તેમાં ફોટો લેવા લાગી અને તેને ફોટો પાડતા જોઈ અયાંશના ચહેરા ઉપર પણ સ્માઇલ આવી ગઈ...


અયાંશના ચહેરા ઉપર સ્માઇલ જોઈને અયાંશીને તેનો મૂડ થોડો હળવો કરવાનું વિચાર્યું... એટ્લે અયાંશીએ અયાંશ સાથે થોડી મસ્તી કરી, થોડા હસી મજાકના સવાલો પૂછ્યા અને અયાંશ પણ અયાંશીને એકદમ ગાંડાની જેમ જવાબો દઈ રહ્યો હતો અને અયાંશના જવાબો સાંભળીને બંને જોર જોરથી હસી રહ્યા હતા...

અયાંશી:- એક સવાલ પૂછું ?


અયાંશ:- હા પૂછ ને..


અયાંશી:- તારા માટે પ્રેમ એટલે શું ??


અયાંશ થોડો સમય ચૂપ રહે છે અને પછી વિચારીને જવાબ આપે છે..


પ્રેમ એટલે,

જેના વાંસળીના સુર સાંભળી આખી દુનિયા ઝુમતી હોઇ અને તે ખુદ રાધાના મોઢે કાન્હા સાંભળી ઝૂલવા લાગે એટલે પ્રેમ..
ટાઈટકની ડૂબતું હોઇ અને તમને તમારા જેક ઉપર વિશ્વાસ હોઈ કે તે મને ડૂબવા નહીં દે એટલે પ્રેમ..
હજારો અવાજોમાં પણ એક અવાજ તમને જો પુરે પૂરો સાંભળીને તમારું તન અને મન રોમાંચિત થઈ જાઈ એટલે પ્રેમ..
હજારો કિલોમીટર દૂર હોવા છતાં પણ જો તમને તેની સાથે વાત કરવા મન હલોળા લેતું હોઇ અને તે તમારા આ મનની વાત દૂર બેઠા બેઠા મહેસુસ કરી ત્યારે જ તમારી સાથે વાત કરે એટલે પ્રેમ.

પતીના જીવન માટે ખુદ યમરાજની સામે થઈને પતીનું જીવન બચાવનાર એટલે પ્રેમ...

કોટન કેન્ડી સાવ ઓગળી ગઈ વાદળનો વરસાદ બનીને બધી જ સુગર કોફીની અંદર મળી ગઈ હતી અયાંશી અને અયાંશ બને ધીમે ધીમે કોફીનો આનંદ માણી રહ્યા હતા. રાત જામી ગઈ હતી, ચાંદો અને તારાને પણ જાણે અયાંશની સ્ટોરી સાભાળવામાં રસ હોઇ તેમ વધારે અને વધારે પ્રકાસ અયાંશી અને અયાંશ ઉપર ફેકી રહ્યા હતા તેના પ્રકાસથી જાણે કહી રહ્યા હતા કે અમે પણ તારી સ્ટોરી સાભાળી રહ્યા છીએ..


અયાંશે કોફી પૂરી કરી અને અયાંશી રેડી થઈ ગઈ હતી આગળની સ્ટોરી સાભાળવા માટે.....


---------------------------------------------

(8)

અયાંશ ૧૫ વર્ષનો થઈ ગયો હતો, ખુબજ લાડકોડમાં તેનો ઉછેર થયો હતો, ઘરના ૬ એ લોકો જાણે અયાંશ માટે જ જીવતા હોઇ એવું લાગી રહ્યું હતું, ઘરમાં બધાનો લાડકો હતો એટલે અયાંશના બધા જ શોખ દેવાંશ અને ધારા મળીને પૂરા કરતાં.


અયાંશ આટલા લાડકોડમાં મોટો થયો હોવા છતાં સમજદાર હતો, સ્કૂલેથી આવ્યા પછી અયાંશ તુરંત તેના પપ્પાને મદદ કરવા માટે રેસ્ટોરન્ટ આવી જતો, અયાંશને લગભગ બધી જ ડીશ બનાવતા આવડી ગયું હતું અને ક્યારેક દેવાંશ બહાર ગયો હોઇ તો અયાંશ રેસ્ટોરન્ટ એકલો ચલાવી લેતો..


અયાંશને સ્કૂલમાં ક્રિષ્મસ વેકેશન પડતું અને આ સમયગાળામાં દેવાંશ જાણી જોઈને અઠવાડિયામાં ૨ દિવસ બહારગામ જવાના બહાને રેસ્ટોરન્ટ ના જતો એટલે રેસ્ટોરન્ટની જવાબદારી અયાંશ ઉપર આવી જતી, અયાંશને પણ રેસ્ટોરન્ટ ચલાવવામાં બોવ જ મજા આવતી, ક્યારેક વધારે ભીડ થઈ ગઈ હોઇ તો અયાંશ ખુદ કિચનમાં જઈને ઓર્ડર બનાવવા લાગતો, ક્યારેક વેઇટર પણ બની જતો અને ક્યારેક ખુદ ડિશ પણ સાફ કરવા લાગતો. દેવાંશ ભલે રેસ્ટોરન્ટમાં હાજર ના રહેતો પણ તેને અયાંશના આખા દિવસ દરમિયાન કરેલા કામોની રીપોર્ટ મળતી રહેતી અને અયાંશના કામોની યાદી જોઈને દેવાંશને ખુબ ખુશી થતી.


ધારા ક્યારેક દેવાંશને ટોકતી કે આપડે એક જ છોકરો છે અને તમે તેને આવી રીતે રેસ્ટોરન્ટના કામમાં લગાવી દીધો, હજી બોવ જ નાનો છે, તેને તેની લાઈફ એન્જોય કરવા દેવી જોઈએ, અને દેવાંશ પણ જવાબમાં કહેતો કે અયાંશ હવે મોટો થતો જાઈ છે, તેને એન્જોય કરવો જોઈએ લાઈફમાં એ વાત પાકકી પણ તેને એ પણ ખબર હોવી જોઈએ કે આ બધો ધંધો કેવી રીતે ચાલે છે.. જેટલી જલ્દી તે લાઈફમાં પ્રેકટીકલ થઈ જશે તેટલી જલ્દી જ તે લાઈફને ખુબજ સીરીયસ લેવા લાગશે અને લાઇફનો કોઈ ગોલ ફિક્સ કરી લેશે..


દેવાંશની વાત ધીમે ધીમે સાચી થવા લાગી હતી, અયાંશ બીજા બધા બાળકો કરતાં અલગ હતો, સવારે સ્કૂલે જવાનું, ત્યાથી આવીને લંચ કરી સ્કૂલનું હોમવર્ક કરવાનું અને સાંજ પડે એટલે તેના પપ્પાની રેસ્ટોરન્ટએ જવાનું અને ત્યાં હેલ્પ કરવાની, દેવાંશ હમેશા અયાંશને એક વાત કહેતો કે, માં-બાપના પૈસા ઉપર જલ્સા કરવા કરતાં જાતે કમાયેલા પૈસા ઉપર જીવવું જોઈએ અને અયાંશે આ વાતને સીરીયસ લઈ લીધી હતી.


જાન્યુઆરી ૨૦૦૮


ડેડ મારે તમારી સાથે એક વાત કરવી છે... અયાંશે દેવાંશ પાસે આવીને કહ્યું


દેવાંશ:- આ બેટા બોલ ને…


અયાંશ:- ડેડ આપડા રેસ્ટોરન્ટમાં કામ કરતાં લોકોનો કેટલો પગાર છે..


દેવાંશ:- બધાના અલગ અલગ પગાર છે, શેફનો અલગ, કારીગરોનો અલગ, સાફ સફાઈવાળાનો અલગ, કેમ ?


અયાંશ:- સૌથી ઓછો પગાર કોનો છે ?


દેવાંશ:- કેમ? તારે શું કામ છે બેટા બોલ ને...


અયાંશ:- ડેડ પેલા તમે કહો ને...


દેવાંશ:- સૌથી ઓછો તો સાફ સફાઈવાળા નો છે..


અયાંશ:- ત્યાં કામ કરતાં બધા લોકોને પગાર આપો છો તમે ?


દેવાંશ:- હા બેટા ત્યાં કામ કરતાં બધા લોકોને પગાર આપું છું..


અયાંશ:- તમને પણ પગાર રૂપે પ્રોફિટ મળતો હશે ને ?


દેવાંશ:- હા બેટા મળે છે, પણ આજે આવું કેમ પૂછે છે ?


અયાંશ:- ડેડ છેલ્લા ૨ વર્ષથી હું કામ કરું છું તો મારો પગાર કેટલો હશે ?


દેવાંશ:- હસી રહ્યો હતો, તારે પગારની શું જરૂર છે, આખી રેસ્ટોરન્ટ જ તારી છે...


અયાંશ:- ડેડ એ રેસ્ટોરન્ટ તમારી છે, તમે ઊભી કરી છે, હજી હું ત્યાં એક નોકરી કરતો છોકરો છું..


દેવાંશ:- આ શું બોલી રહ્યો છે ?


અયાંશ:- ડેડ તમે જ શિખવાડેલું કે, બધી જ બાબત કમાવવી પડે, જે પછી નામ હોઇ, ઇજ્જત હોઇ, ખાવાનું હોઈ કે તમારી આ રેસ્ટોરન્ટ..


દેવાંશ:- તું કહેવા શું માંગે છે ?


અયાંશ:- ડેડ હજી હું તમારા રેસ્ટોરન્ટને લાયક નથી થયો..


દેવાંશ:- હમ્મ


અયાંશ:- ડેડ કહોને મારી સેલેરી કેટલી થઈ ૨ વર્ષની..


દેવાંશ ઊભો થયો કબાટમાંથી એક બુક કાઢી, તે બુકમાં દેવાંશ અયાંશ વિષે બધુ જ લખી રહ્યો હતો, જ્યારથી અયાંશ રેસ્ટોરન્ટ આવવાનું ચાલુ કર્યું તે પહેલા દિવસે અયાંશે શું શું કામ કર્યું ત્યાંથી લઈને આજ દિવસ સુધી અયાંશે રેસ્ટોરન્ટ કેટલી કલાક રહ્યો, કેટલૂ કામ કર્યું તે બધી જ વિગતો તેમાં લખેલી હતી, તેમાં દેવાંશે ટોટલ આજદિન સુધીની અયાંશની કેટલી સેલેરી થઈ છે તે બધુ જ લખેલું હતું, આખી બૂક તેને અયાંશને બતાવી, બુક જોઈ અયાંશને ખુબ જ શોક લાગી રહ્યો હતો, કેમ કે તેને આવું વિચાર્યું પણ ના હતું, પહેલા દિવસથી લઈને આજદિન સુધીનો બધો જ હિસાબ દેવાંશ પાસે હતો અને તેમાં જોઈને દેવાંશે અયાંશને તેની સેલેરીનો આકડો કહ્યો..


અયાંશ:- ડેડ શું તેમાથી મને થોડા પૈસા મળશે ?


દેવાંશ:- થોડા શું કામ ? બધા તારા જ છે, તારી મહેનતની કમાણી છે, પણ હું પૂછી શકું આટલા બધા પૈસા તારે શું કરવા છે ?


અયાંશ:- ડેડ મારુ એક સપનું છે..

દેવાંશ:- શું છે ?


અયાંશ:- મારે આખી દુનિયા જોવી છે. મારે ફરવું છે…


દેવાંશ:- ઓકે, શું પ્લાન છે તારો મને સમજાવ..


અયાંશ પછી દેવાંશને તેનો પ્લાન કહે છે કે આ નવેમ્બર મહિનામાં તેને ફરવા જવું છે, તે પણ એકલા, કોઈની સાથે નહી, તેને દુનિયા જોવી છે તેની આંખોથી


દેવાંશ પણ રાજી થઈ ગયો અને કહ્યું કે નવેમ્બર મહીનામાં તું જઇ શકે છે પણ ધો. ૧૦ સારા માર્ક્સ સાથે પાસ કરે તો જ અને અયાંશ માની પણ ગયો..


ધીમે ધીમે સમય પસાર થઈ રહ્યો હતો, અયાંશની એક્ઝામ આવી રહી હતી અને અયાંશ ખુબ જ મહેનત કરી રહ્યો હતો અને જેવા રીઝલ્ટ આવ્યા અયાંશ હતાશ થઈ ગયો તેનું રીઝલ્ટ ૪૮ % હતું, અયાંશે ખુદને તેના રૂમમાં બધ કરી દીધો. દેવાંશ અને ધારા બંને અયાંશ પાસે જાઈ છે.


દેવાંશ:- લે તારી સેલેરી, અયાંશની બાજુમાં બેઠીને દેવાંશ બોલે છે..


અયાંશ રડતાં ચહેરા સામે દેવાંશની સામે જોવે છે, તેની આંખોના આંસુ જાણે કઈ રહ્યા હોઈ કે તે હારી ગયો છે...


ધારા:- બેટા તું રડે છે કેમ ?


અયાંશ હજી કઈ બોલતો નથી બસ રડવાનું ચાલુ રાખે છે અને અયાંશને રડતો જોઇને ધારાની આંખોમાં પણ આંસુ આવી ગયા. ધારાએ અયાંશને HUG કર્યું અને ચૂપ થવા સમજાવ્યો પણ અયાંશની આંખોતો જાણે આજે આંસુ રૂપી અનરાધાર વરસાદ વરસાવી રહી હતી…


ધારા:- અયાંશબેટા રડવાનું બધ કર...


દેવાંશ:- ઓછા માર્ક્સ આવ્યા એટ્લે તું રડે છે ?


અયાંશ ખાલી માથું હલાવીને હા પાડે છે પણ આંસુઓનો વરસાદ હજી થમ્યો નહોતો..


દેવાંશ:- બેટા ઓછા માર્ક જ આવ્યા છે ખાલી એમાં આટલું નિરાશ થવાની જરૂર નથી.


અયાંશ:- પણ ડેડ મે ખૂબ જ મહેનત કરી હતી..


ધારા:- મહેનત કરવાથી સફળ થવાતું હોઈ તો તારા ડેડના રેસ્ટોરન્ટમાં કામ કરતા લોકો તારા ડેડ કરતાં વધારે સફળ હોવા જોઈએ ને


અયાંશ:- હમ્મ..


દેવાંશ:- મહેનત કરવાનું આપાડા હાથમાં છે, પણ તેનું રિઝલ્ટતો ઉપરવાળાના હાથમાં છે..


ધારા:- અયાંશ તારે આવી રીતે રોવાની જરૂર નથી, સફળતા કઈ પહેલા પ્રયાસમાં નથી મળતી, તું ફેઇલ પણ નથી થયો ને, પાસ થયો છે, સારા જીવન જીવવા માટે સ્ટડી જરૂરી છે પણ જીવનમાં સફળ થવા માટે મહેનત અને જીંદગીનું ભણતર જરૂરી છે, ચોપડાનું ભવિષ્ય તમને ખાલી educate કરે છે જ્યારે જિંદગીનું ભણતર તમને જીવતા શીખવાડે છે..


દેવાંશ:- ઓછા માર્ક આવ્યા એમાં નિરાશ થવાની જરૂર નથી, તારે ભવિષ્યમાં ખુબ જ આગળ વધવાનું છે. આગળ વધવા માટે ખાલી એકલું ચોપડાનું ભણતર નહી કામ આવે સાથે સાથે જીવનનું ભણતર પણ કામ આવશે, તું મને એક વાત કહે..


અયાંશ:- હા પૂછો ડેડ. અયાંશની આંખોના આંસુઓનો ધોધમાર વરસાદ ધીમે ધીમે બંધ થઈ રહ્યો હતો..


દેવાંશ:- તારી સ્કૂલમાં એવા કેટલા છોકરા છે જે પૈસા કમાઈ છે ?


અયાંશ:- એવું તો કોઈ નથી..


ધારા:- જેમ તે અત્યારથી એક સપનું જોયું છે કે તારે આખી દુનિયા ફરવી છે તેમ તારી સ્કૂલમાં એવા કેટલા છોકરા છે જેને અત્યારથી તારી જેમ એક સપનું જોઈ લીધું છે?


અયાંશ:- કોઈ નથી..


દેવાંશ:- તો બેટા તારે નિરાશ થવાની જરૂર નથી ચોપડાના ભણતરમાં ભલે તું ઘણા કરતાં પાછળ છે પણ જીવન અને જિંદગીના ભણતરમાં તું અત્યારે સૌથી આગળ છે..


અયાંશની આંખોમાં હવે સૂકી થઈ ગઈ હતી અને તેના ચહેરા ઉપર હવે નિરાશાની જગ્યાએ નવી આશા દેખાઈ રહી હતી અને આ જોઈને ધારા બોલી..


ધારા:- આ તારી છેલ્લા ૨ વર્ષની સેલેરી છે (દેવાંશ અને ધારા અયાંશને તેને કમાયેલી છેલ્લા ૨ વર્ષની સેલેરી આપે છે )


દેવાંશ:- અને હા તારે પ્લાનમાં થોડો ચેન્જ કરવો પડસે, નવેમ્બરની જગ્યાએ ડીસેમ્બરમાં તું ફરવા જઈશ તો ચાલશે ?


અયાંશ:- હા…


ધારા:- કેમ કે, હું તારા ડેડ, દાદા-દાદી અને નાના-નાની, ઈન્ડિયા જવાના છીએ નવેમ્બરમાં..


અયાંશ:- કેમ ?


દેવાંશ:- તારા દાદા અને નાનાની ઈચ્છા છે કે તે લોકોને હરિદ્વારના દર્શન કરવા છે એટલા માટે


અયાંશ:- તો હું પણ આવું ?


દેવાંશ:- ના બેટા તારે અહિયાં રહીને ૧ મહિનો રેસ્ટોરન્ટ ચલાવવાની છે અને અમે પાછા આવી જઈએ ત્યાર પછી તારે વેકેશન કરવા જવાનું..


અયાંશ:- ઠીક છે ડેડ..


ધારા અને દેવાંશ બંને અયાંશને HUG આપે છે...


----------------------------------------


૮ નવેમ્બર ૨૦૦૮, સ્થળ:- હરિદ્વાર


ઉતરાખંડની રાજધાની દહેરાદૂનથી લગભગ ૫૦ કિમીના અંતરે આવેલું હરિદ્રાર ...


સમુન્દ્ર મંથનના સમયે જ્યારે તેમાથી અમૃત નિકળ્યું હતું અને તે અમૃત લઈને ધન્વંતરી જઇ રહ્યા હતા ત્યારે તેમાંથી થોડાક અમૃતના ટીપાઓ ધરતી ઉપર પડયા અને એ ધરતી પાવાન થઈ ગઈ અને આજે તે હરિદ્રારથી ઓળખાઈ છે, ગંગાનદી પહાડો ઉપરથી સપાટ જમીન ઉપર હરિદ્રારથી જ પ્રવેશે છે એટલે હરિદ્રારને ગંગાદ્રાર પણ કહે છે, દર ૧૨ વર્ષે ભરાતો કુંભનો મેળો અને હિન્દુઓ માટેનું પ્રવિત્ર સ્થળ..


ધારા, દેવાંશ, માવજીભાઇ, દિનેશભાઇ, મંજુલાબેન અને દયાબેન ૬ લોકો હરિદ્રાર પહોચે છે, નવેમ્બર મહિનાનું બીજું અઠવાડિયું ચાલી રહ્યું હતું, શિમલા અને મનાલીની સાથે સાથે પૂરા કાશ્મીરમાં પહેલી બરફ વર્ષા થઈ ગઈ હતી એટલે હરિદ્રારમાં પણ ધીમે ધીમે ઠંડીનું પ્રમાણ વધી રહ્યું હતું, આજુબાજુ પહાડો અને પહાડોની ગોદમાં સમાયેલું હરિના દ્રાર જવા માટેનું સ્થળ એટલે હરિદ્રાર, ખળખળ વહેતી માં ગંગા અને આજુબાજુ પર્વતોના શિખરો ઉપર બિરાજતા દેવો અને માંતાજીઓના મંદિરો, હરકી પૌડીની ગંગાની આરતી હોય કે ત્યાના બજારની ખરીદી, હરિદ્રાર વિષે જેટલું લખું તેટલું ઓછું છે. (મારા માટે મારા ફેવરીટ સ્થળોમાંનું એક )


સવારે ડુંગરોએ જાણે ઝાકળની રજાઈ ઓઢી હોય એવું લાગી રહ્યું હતું, ૭ ડીગ્રી તાપમાન હતું, છેલ્લા ૧૦ દિવસથી બધા હરિદ્રારમાં હતા, અહિયાં બધાનું મન લાગી ગયું હતું કોઈને હરિદ્વાર છોડીને જવાનું મન નહોતું થઈ રહ્યું પણ બધા મજબૂર હતા, આજનો છેલ્લો દિવસ હોઇ છે હરિદ્વારમાં એટલે દેવાંશ બધાને સવારે વહેલા ગંગામાંની આરતી કરવા લઈ જાઈ છે ત્યાર બાદ હોટેલ આવી નાસ્તો કરીને દેવાંશ બધાને લઈને આજુ બાજુના સ્થળોએ ફરવા જવાનો હતો, મનસાદેવી મંદિર. ચંડીદેવી મંદિર, ભારતમાતા મંદિર, દક્ષેશવર મંદિર અને રાજાજી નેશનલ પાર્ક આ બધુ ફરીને આવ્યા ત્યા જ દિવસ પૂરો થયો.. બીજા દિવસે સવારે લોકો ઋષિકેશ જવા નીકળ્યા અને ત્યાં ૨ દિવસ રોકાયા અને ત્યારબાદ ૨૨ નવેમ્બરના રોજ દિલ્લીથી મુંબઈ આવી ગયા...


---------------------------------------


મુંબઈ, ભારત


મુંબઈ વિષે શું કહું ? દેશની આર્થીક રાજધાની કહો, સપનાનું શહેર કહો, બૉલીવુડનું શહેર કહો કે પછી ક્યારેક ઊભું ના રહેતું શહેર કહો નામ બસ એક જ મુંબઈ.;


રોજના હજારો લોકો આ શહેરમાં પોતાના સપના લઈને આવે છે તેમાથી કોઈના પૂરા થાઈ છે અને કોઈના નહી પણ જે પણ મૂંબઈમાં એકવાર આવીને રહેવાનુ ચાલુ કરે છે તે પછી ક્યારેય મુંબઈને છોડી શકતું નથી આ જ તો આ શહેરની ખુબી છે, બહારથી આવતા લોકોને કેવી રીતે મુંબઈયા કરી મૂકવા તે આ શહેરની હવામાં છે..


ઢળતી સાંજનો સમય હોઇ મરીન ડ્રાઈવ ઉપર તમે તમારું ચલાવી રહ્યા હોવ એક બાજુ અરબ સાગરની મીઠી અને ઠંડી હવાઓ તમારા શરીરને નવી તાજગી આપી રહી હોય અને દરિયામાં દૂર એક સુરજ આથમી રહ્યો હોઇ છે અને મુંબઈમાં નાઈટ લાઈફનો ચાંદો ઉપર ઊગી રહ્યો હોઇ છે.. મુંબઈના લોકો માટે તે આથમતો સુરજ એટલે તેમની જિંદગી જીવવાનું કારણ, આખા દિવસ કામ કરીને થાકેલા લોકો ઓફિસ પછી તેમની જિંદગીને માણવા બહાર નીકળે છે અને આખી રાત જલ્સા કરે છે એટ્લે જ કહે છે ને કે મુંબઈ ક્યારેય સૂતું નથી.......


મરીન ડ્રાઈવ, જુહુનો દરિયા કિનારો, ગેટવે ઓફ ઈન્ડિયા અને તેની સામે ભારતની શાન એવી હોટેલ તાજ. ૪૫ મિનીટ બોટમાં બેસીને દરિયાની વચ્ચે આવેલી એલિફન્ટાની ગુફાઓ કે ઓટના સમયે હાજી અલી દરગાહ, જેટલું કહો એટલું ઓછું છે..

૨૬ નવેમ્બર ૨૦૦૮


દેવાંશ બધાને લઈને હોટેલ તાજમાં ડિનર માટે જાઈ છે, આજે તે લોકોનો ઈંડિયામાં છેલ્લો દિવસ હતો ૨૭ નવેમ્બરની ફ્લાઇટ હતી મેડ્રિડ માટેની એટલા માટે ઈંડિયામાં તે લોકોની આ છેલ્લી સાંજને વધુ સુંદર બનાવવા દેવાંશ બધાને લઈને હોટેલ તાજમાં જાઈ છે, અંદર બંધુ ફૂલ હતું એટલા માટે બધા વેટીંગ રૂમમાં બેઠા હતા. દેવાંશ ફોનમાં અયાંશ સાથે વાત કરી રહ્યો હતો અને તેને જાણવી રહ્યો હતો કે તે લોકો કાલે પાછા ફરવાના છે અને સાથે એ પણ જણાવી રહ્યો હતો કે તે લોકો અત્યારે ઇન્ડિયાની ફેમસ તાજ હોટેલમાં ડિનર કરવા આવ્યા છે. બંને બાપ-દીકરા વચ્ચે ફોન પૂરો થયો અને દેવાંશે ધારાનો હાથ તેના હાથમાં લઈ લીધો, માવજીભાઇ અને દિનેશભાઇ મસ્તી કરી રહ્યા હોઇ છે જ્યારે મંજુલાબેન અને દયાબેન વાતોએ લાગ્યા હોઇ છે. દેવાંશ આજુબાજુ નજર કરે છે બધા જ ખુબ જ ખુશ લાગી રહ્યા હતા આજુ બાજુ બેઠેલા લોકો પણ ખુશ દેખાઈ રહ્યા હતા દેવાંશ બસ મનમાં પ્રાથના કરી રહ્યો હતો કે ભગવાન તેના ફેમિટીને હમેશા આવી રીતે જ ખુશ રાખે.......


દેવાંશની પ્રાથના જાણે ભગવાન પાસે પહોચી જ ના હોઈ એમ લાગી રહ્યું હતું, અચાનક એક ગોળી ચાલવાનો અવાજ આવ્યો અને તેના બાજુમાં બેઠેલી ધારાનું માથુ દેવાંશના ખોળામાં પડયુ અને થોડી વારમાં તેના માથા ઉપરથી લોહી નીકળવા લાગ્યું ધારાએ દેવાંશનો હાથ પકડયો હતો તે એમજ રહી ગયો ત્યાં હજાર રહેલા કોઈને ખબર નહોતી કે આ શું થઈ ગયું અને બધા બીજું કઈ વિચારે તે પહેલા ગોળીઓ ફૂટવા લાગી બધા આમતેમ ભાગવા લાગ્યા દેવાંશ હજી ત્યાં જ બેઠો હતો, ધારાને જોઈ રહ્યો હતો તેના ચહેરા ઉપરની હસી હજી એમજ હતી એમ લાગી રહ્યું હતું કે હમણાં ધારા ઊભી થઈ ને દેવાંશને HUG કરશે. દિનેશભાઇએ દેવાંશને ખેચીને ભાગવા લાગ્યા પણ દેવાંશનું ધ્યાન હજી ધારાના ચહેરા ઉપરથી હટી રહ્યું નહોતું, દેવાંશને કઈ સમજાઈ રહ્યું નહોતું કે આ શું ચાલી રહ્યું છે અરે દેવાંશને શું ત્યાં હાજર કોઈને ખબર નહોતી પડી રહી કે આ શું ચાલી રહ્યું છે, ગોળીઓ ફૂટી રહી હતી, માણસો ભાગી રહ્યા હતા, કેટલાય જમીન ઉપર લોહી લુહાણ થઈને પડ્યા હતા, દિનેશભાઇ દેવાંશને ખેચીને લઈ જઇ રહ્યા હતા જ્યારે માવજીભાઇ દયાબેન અને મંજુલાબેનને એક ટેબલ પાછળ લઈને છુપાઈ ગયા પણ તે છુપાવવા ગયા ત્યાં સુધીમાં બંધુકથી ગોળીઓ ચલાવી રહેલા એ વ્યક્તિઓમાંથી એક આ લોકોને છુપાતા જોઈ ગયો અને એક ગ્રેનેડ કાઢીને ફેકયો ગ્રેનેડ ફૂટતાની સાથે જ માવજીભાઇ દયાબેન અને મંજુલાબેનની સાથે ત્યાં છુપાયેલા ૨ લોકોના મૃત્યુ થઈ ગયા......


દેવાંશ અને દિનેશભાઈએ દૂરથી આ દ્રશ્ય જોયું અને દેવાંશ તેનો હાથ છોડાવી તેના માતા-પીતા અને તેની પત્ની પાસે જવા માંગતો હતો પણ દિનેશભાઇ તેને ખેચીને લઈ જઇ રહ્યા હતા, એક દીવાલની પાછળ આવીને દેવાંશ અને દિનેશભાઇ છુપાઈ ગયા..

દેવાંશે દીવાલની પાછળથી જોયું તો 3 લોકોના હાથમાં બંધુકો હતી અને તે બેફામ રીતે ગોળીઓ ચલાવી રહ્યા હતા દેવાંશને સમજાઈ ગયું કે આતંકવાદીઓએ હોટેલ ઉપર હુમલો કર્યો છે એટલા માટે હવે અહિયાથી જેટલા લોકોને બચાવી શકાઈ એટલા લોકોને બચાવવામાં મદદ કરવી પડસે, દેવાંશ અને દિનેશભાઇ બંને જણા બધાને બચાવવામાં લાગી ગયા, બધાને ચુપકે ચુપકે તે જગ્યાથી દૂર ખસેડી રહ્યા હતા અને બીજા ગેટ પાસેથી બહાર કાઢી રહ્યા હતા. દેવાંશે તેના પોકેટમાં હાથ નાખ્યો પણ તેનો ફોન તેના પોકેટમાં નહોતો, એવું લાગતું હતું કે જાણે તે પેલા સોફા ઉપર જ રહી ગયો જ્યાં બધા બેઠા હતા..


દેવાંશ અને દિનેશભાઇએ લગ્ભગ ૩૦ જેટલા લોકોનો જીવ બચાવ્યો અને તે લોકો પણ બહાર નીકળી રહ્યા હતા ત્યાં તે ને એક દંપતી મળ્યું જે હોટેલની અંદર જવા માંગી રહ્યું હતું દેવાશે તેમણે રોક્યા...


દેવાંશ:- તમે અંદર શું કામ જાવ છો ?


પુરુષ:- સર મારી દીકરી અંદર ફસાઈ ગઈ છે..


દેવાંશ:- અંદર ગોળીઓ ફૂટી રહી છે તમે અંદર જશો તો મારી જશો..


મહિલા રડતાં રડતાં અમારે એક જ દીકરી છે અને તેને લીધા વગર અમે અહિયાથી નહીં જઈએ ભલે અમારે મારી જવું પડે..


દેવાંશને સમજમાં નહોતું આવી રહ્યું કે અત્યારે શું કરવું ત્યાંજ દિનેશભાઇ બોલ્યા


દિનેશભાઇ:- એક કામ કરો હું અંદર જઈને તમારી દીકરીને ગોતું છું તમે લોકો અહિયાથી બહાર નીકળી જાવ…


પુરુષ:- નહી સર હું જ અંદર જઈશ...


દિનેશભાઇ:- મે મારી જિંદગી જીવી લીધી છે. અંદર જઈને મને કઈ થઈ ગયું તો મને અફસોસ નહી રહે પણ તમારા બધાની જિંદગી હજી બાકી છે એટલા માટે તમે લોકો નહી હું તમારી છોકરીને લઈને બહાર આવીશ..


દેવાંશ હજી વિચારોમાં ખોવાયેલો હતો અને આ બાજુ દિનેશભાઇએ પેલી છોકરીનો ફોટો જોઈ લીધો અને તે છોકરીએ અત્યારે કયા કપડાં પહેર્યા તે પૂછી લીધું...


દિનેશભાઇ અંદર જઇ રહ્યા હતા ત્યાં દેવાંશે રોક્યા


દેવાંશ:- પપ્પા હું પણ અંદર આવું છું


દિનેશભાઇ:- ના બેટા…


દેવાંશ:- પપ્પા પ્લીઝ...


દિનેશભાઇ દેવાંશની આંખોના આંસુ જોઈને તેને રોકી ના શક્યા અને પેલૂ દંપતી પોલીસ પ્રોટેક્ષણની પેલે પાર જઈને ભગવાન પાસે પ્રાથના કરી રહ્યું હતું...


આ બાજુ અંદર દિનેશભાઇ અને દેવાંશ પેલી છોકરીને ગોતી રહ્યા હોઇ છે અને સાથે સાથે જેટલા લોકો ઘાયલ છે તે લોકોને મદદ કરીને એક સુરક્ષિત જગ્યાએ મોકલી રહ્યા હતા, બંદુકોનો અવાજ શાંત થઈ ગયો હતો એવું લાગી રહ્યું હતું કે આંતકવાદીઓ ત્યાથી જતાં રહ્યા હતા.. એટલામાં એક ટેબલની પાછળ પેલી છોકરી દેખાઈ, દિનેશભાઇ તે છોકરી પાસે ગયા અને તેના માથા ઉપર હાથ મૂક્યો એટલે પેલી છોકરીએ ચીસ પાડી, દિનેશભાઇએ તે છોકરીને કહ્યું કે તે તેને બચાવવા આવ્યા છે, ત્યારબાદ તેના ચહેરા ઉપરથી ભય ગાયબ થયો પણ, તેની આંખો રડી રડીને થાકી હતી, આજુ બાજુ મરેલા લોકોની લાશો, લોહી આ બધુ જોયા પછી તે છોકરી સાવ સુન્ન થઈ ગઈ હતી..

દિનેશભાઇ તે છોકરીને તેડીને ભાગી રહ્યા હતા અને દેવાશ થોડે દૂર બીજા લોકોની મદદ કરી રહ્યો હતો અને ત્યાજ ગોળીઓનો અવાજ આવ્યો દેવાંશને સંભળાયો અને દેવાંશે જોયું કે દિનેશભાઇ જમીન ઉપર ફસકી પડ્યા છે અને પેલી છોકરી ડરી ગઈ છે એટલે દેવાંશ સમજી ગયો કે આતંકવાદી નજીકમાં છે અને તેને દિનેશભાઇ ઉપર ગોળી ચલાવી છે, દિનેશભાઇ પેલી છોકરીને કવર કરીને ઊભા હતા જેથી તે છોકરીને ગોળી ના વાગે અને ચહેરા ઉપર સ્માઇલ રાખ્યું જેથી તે છોકરી ડરે નહી...


દેવાંશ ભાગીને ગયો દિનેશભાઈને હટાવી પેલી છોકરીને લીધી, જેવી પેલી છોકરીને લીધી દિનેશભાઇ ત્યાં જમીન ઉપર પડી ગયા અને મૃત્યુ પામ્યા..


દેવાંશે પેલી છોકરીને તેડી અને શરીરની જેટલી તાકાત બચી હતી તે બધી ભેગી કરી દરવાજા તરફ દોડવા લાગ્યો પાછળથી ગોળીઓના અવાજ આવ્યા પણ દેવાંશે તેની ફરવા કર્યા વિના બસ દોડવાનું ચાલુ જ રાખ્યું પેલા દરવાજાની બહાર નીકળ્યો અને ત્યારબાદ પોલીસ પ્રોટેક્ષન પાસે પહોચી ગયો અને ત્યાં જઈને છોકરીને તેના માતા-પીતાને આપી, જેવી તે છોકરી તેના માતા-પીતાના હાથમાં આપી દેવાંશ જમીન ઉપર પડી ગયો તેને પાછળની સાઈફ દુખાવો થવા લાગ્યો હાથ લગાવીને જોયું તો લોહી નીકળી રહ્યું હતું, દેવાંશ જ્યારે ભાગી રહ્યો હતો છોકરીને લઈ ત્યારે આતંકવાદીઓની બંધુકની ગોળી દેવાંશની પીઠમાં ઘૂસી ગઈ હતી, ધીમે ધીમે દેવાંષ્ણે શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી પેલું દંપતી પોલીસની મદદથી દેવાંશને હોસ્પિટલ લઈને જઈ રહ્યું હતું..


દેવાંશે પેલા પુરુષ પાસે એક પેન અને કાગળ માંગ્યો અને તેમાં કઈ ક લખ્યું અને આ કાગળ દેવાંશ પેલા પુરુષના હાથામાં આપ્યો અને દેવાંશ કઈ બોલવા ગયો પણ તેના ગાળામાંથી અવાજ નીકળે તે પહેલા દેવાંશ પણ મૃત્યુ પામ્યો..



મેડ્રિડ, સ્પેન (૨૬ નવેમ્બર ૨૦૦૮)


આ બાજુ અયાંશ રેસ્ટોરન્ટમાં હતો અને બેઠો બેઠો તે રેસ્ટોરન્ટના બધા ટી.વી.માં ચેનલ સેટ કરી રહ્યો હતો ત્યાં જ ન્યુઝ ચેનલ ઉપર ઈંડિયામાં આતંકવાદી હુમલો થયો એવા NEWS વાંચ્યા એટલે અયાંશે બીજી ન્યૂઝ ચેનલો ફેરવીને જોયું તો એમાં આવતું હતું કે મૂંબઈમાં અલગ અલગ જગ્યાએ આતંકવાદીઑએ હુમલા કર્યા અને તે બધા સ્થળોના નામ આવતા હતા અને તેમાં એક નામ હતું તાજ હોટેલનું..


અયાંશનું દિલ જાણે ધબકાવનું બંધ થઈ ગયું હોઇ એવું લાગી રહ્યું હતું, અયાંશે ફોન કાઢયો અને તેના ડેડને ફોન લગાવ્યો રિંગ વાગી પણ ફોન ના ઉપડયો, અયાંશે ધીરે ધીરે બધાને એક પછી એક ફોન કર્યા પણ કોઈએ ફોન ઉપાડયા નહી એટલે અયાંશનું ટેન્શન વધી ગયું...........


અયાંશને ક્યાં ખબર હતી કે તે જે લોકોને ફોન કરી રહ્યો છે તે લોકો આ દુનિયા છોડીને જતાં રહ્યા છે.......



આજનો દિવસ

અયાંશીએ અયાંશનો હાથ તેના હાથમાં લીધો અને અયાંશને થોડું પાણી આપ્યું પીવા માટે..


અયાંશીએ જોયુંતો અયાંશની આંખોમાં આંસુ હતા. અયાંશીએ તેના હાથોથી તે આંસુ લૂછયા અને અયાંશને કહ્યું..


અયાંશી:- ચાલ હવે રૂમમાં જઈએ..


અયાંશ ખાલી અયાંશીનો હાથ પકડીને ચાલવા લાગે છે બંને એકદમ ચૂપ હતા, અયાંશ તેના ભૂતકાળમાં ખોવાયેલો હતો જ્યારે અયાંશીની પણ અયાંશની કન્ડિશન સમજીને અત્યારે ચૂપ હતી..


અયાંશી આજે રાત્રે અયાંશની પાસે જ રહેવા માંગતી હતી એટલા માટે તે અયાંશની સાથે તેના રૂમમાં રોકાઈ, અયાંશને બેડમાં સુવડાવ્યો અને તે સોફા ઉપર જઈને બેઠી, અયાંશની વાતો સાંભળ્યા પછી તે પણ ખુબ જ દુખી હતી તેની આંખોમાં પણ આંસુઑ હતા..


અયાંશી આંખો બંધ કરીને સોફા ઉપર બેઠી હતી તેને ક્યારે ઊંઘ આવી ગઈ ખબર જ ના રહી..........


---------------------------------------------

(9)

અયાંશી અચાનક જાગી ગઈ અને તેને ઘડિયાળમાં જોયુંતો સવારના ૭:૦૦ વાગ્યા હતા..


અયાંશી સોફા ઉપરથી ઊભી થઈને જોવે છે તો અયાંશ હજી સૂતો હોઇ છે, અયાંશી અયાંશને સુવામાં કોઈ ડિસ્ટર્બ ના થાઈ એવી રીતે ધીમે રહીને બાલ્કનીમાં જાઈ છે..


સવારનો સમય હતો આખુય અમાલ્ફિ કોસ્ટ ધીમે ધીમે ઉઠી રહ્યું હતું, પક્ષીઓ કલરવ કરી રહ્યા હતા, રસ્તાઓ ઉપર ધીમે ધીમે ચહલ પહલ વધી રહી હતી, કોઈ હોટેલના સ્વીમીંગપુલમાં આનંદ માણી રહ્યા હતા, કોઈ કોઈ મોર્નિંગવોક ઉપર નીકળ્યા હતા, દૂર દરિયામાં જહાજો પસાર થઈ રહ્યા હતા અને દરિયા કિનારેથી નાના જહાજો, બોટ અને હોડીઓ ધીમે ધીમે સમુદ્રમાં જઇ રહી હતી.. અયાંશી આ બધુ જોઈ રહી હતી અને તે અયાંશના વિચારોમાં ખોવાયેલી હતી, ધીમે ધીમે સુરજ ધરતીના ખોળામાંથી બહાર આવી રહ્યો હતો અને તેનું પ્રતિબિંબ દરિયાના પાણીમાં પડી રહ્યું હતું અને તે પ્રતિબિંબથી આખોય દરિયો જાણે સોનાનો હોઇ એવું લાગી રહ્યું હતુ.


અયાંશી બધુ જોઈ રહી હતી ત્યાજ પાછળથી અયાંશ આવ્યો અને તેને પાછળથી HUG કર્યું, અયાંશી એકદમ ચોકી ઉઠી...


અયાંશી:- જાગી ગયા ?


અયાંશ:- નાના હજી સૂતો જ છું...


અયાંશી:- ઓહ તો જાવ સૂઈ જાવ...


અયાંશ:- ના હવે ઊંઘ નહી આવે.. તું ક્યારે જાગી ?


અયાંશી:- બસ ૫ મિનિટ પહેલા જ.. મારે તમને એક વાત કહેવી છે,


અયાંશ:- હા બોલ...


અયાંશી:- તમારા નાના અને પપ્પાએ મૂંબઈની તાજ હોટેલમાં આતંકવાદીઓથી જે છોકરીને બચાવી હતી તે હું જ છું...


અયાંશ:- શું ?


અયાંશી:- હા.. કાલે રાતે જ મારે આ વાત કહેવી હતી પણ કાલે તમે વધારે ઉદાસ હતા એટલા માટે કાલે રાત્રે મે તમને આ વાત ના કહી.. સોરી


અયાંશ:- સોરી કેમ ?


અયાંશી:- મારા લીધે તમે અનાથ થઈ ગયા.. મારા લીધે તમે તમારા પપ્પા અને નાનાને ગુમાવ્યા.. (અયાંશી આટલું બોલતાની સાથે રડવા લાગી )

અયાંશ:- અરે ચૂપ થઈ જા... આમાં તારી ભૂલ નથી કે તારો વાંક નથી.. જે થયું તે ઉપરવાળાએ કર્યું છે...


અયાંશી:- હું આટલા વર્ષોથી તે રાતને ભૂલી શકી નથી, હજી મને તમારા નાના અને તમારા પપ્પાનો એ ચહેરો યાદ છે.. બંને લોહીલુહાણ હતા છતાં પણ બંનેના ચહેરા ઉપર ડરની જગ્યાએ સ્માઇલ હતી..


અયાંશ:- હા મને ખબર છે..


અયાંશી:- હા મારો હજી એક સવાલ છે, હું પૂછી શકું ?


અયાંશ:- હા..


અયાંશી:- ૨૬/૧૧ ના સમયે તમે મેડ્રિડમાં હતા પણ તમે જે રીતે વાત કરી હરિદ્રારની તથા મુંબઈમાં જે પણ થયું, તમને આટલૂ વિસ્તાર પૂર્વક કેવી રીતે ખબર ?

અયાંશના ચહેરા ઉપર એક હળવી સ્માઇલ આવે છે અને તે બોલવાનું ચાલુ કરે છે...


૨૭ નવેમ્બર ૨૦૦૮, મેડ્રિડ


અયાંશ બોવજ ટેન્શનમા ફરી રહ્યો હતો જ્યારથી તેને મૂંબઈમાં થયેલા આતંકવાદી હુમલા વિષે સાંભળ્યુ ત્યારથી તેનું મન ખુબજ વ્યાકુળ બન્યું હતું, અયાંશ તેના મોમ ડેડ, નાના નાની, દાદા દાદી બધાને એક પછી એક ફોન કરી રહ્યો હતો પણ કોઈ જવાબ નહોતું આપી રહ્યું, પેલા બધાના ફોનમાં રિંગ જઇ રહી હતી પછી ધીમે ધીમે કરીને બધાને ફોન લાગતાં બંધ થઈ ગયા અને આ બાજુ અયાંશની ચિંતા ધીમે ધીમે વધી રહી હતી, છેલ્લા ૧૮ કલાકથી અયાંશ તેના મોમ ડેડને સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો પણ કોઈનો સંપર્ક થઈ રહ્યો નહોતો...


અયાંશની ધીરજ હવે ખૂટી રહી હતી તેને કઈ સમજાઈ રહ્યું નહોતું કે શું કરવું ત્યાં જ તેને મેડ્રિડમાં રહેલી ઇંડિયન એમ્બેસીની યાદ આવી એટલે અયાંશ જલ્દીથી ઇંડિયન એમ્બેસી પહોચી ગયો ત્યાં જઈને અયાંશે બધી વાત કરી અને એમ્બેસીમાં કામ કરતાં લોકોએ પણ અયાંશને સપોર્ટ આપ્યો તેને થોડો સમય રાહ જોવાનું કહ્યું અને તે લોકો તેના કામમાં લાગી ગયા લગભગ ૧ કલાક જેટલો સમય થયો હશે ત્યાં એમ્બેસીનો એક માણસ આવ્યો અને અયાંશને ત્યાના એમ્બેસેડર પાસે લઈને ગયો..

અયાંશ જેવો એમ્બેસેડરના ચેમ્બરની બહાર પહોચે છે ત્યાં તેની નજર નેમ પ્લેટ ઉપર પડે છે અને નેમ પ્લેટ ઉપર લખેલું હોઇ છે, રાજન વર્મા, એમ્બેસેડર, મેડ્રિડ. અયાંશ નામ વાંચીને ચેમ્બરમાં પ્રવેશે છે..


વર્મા અયાંશને હાથનો ઈશારો કરી બેસવા માટે જણાવે છે, અયાંશ વર્મા સરની સામે પડેલી ખુરશી ઉપર બેઠે છે, રાજન વર્માની આંખોમાં નિરાશા દેખાઈ રહી હતી, અયાંશ ભલે ૧૫ વર્ષનો હતો પણ તે બીજા બધા બાળકો કરતાં અલગ હતો, અયાંશને સામેવાળાનો ચહેરો વાંચતાં આવડતું હતું, અયાંશે જોયું તો રાજન વર્માના ચહેરા ઉપર ઉદાસી હતી અને આંખોમાં નિરાશા.


અયાંશ:- સર, મારા ફેમિલી વિષે કઈ ન્યૂઝ મળ્યા..?


વર્મા:- અયાંશ........


અયાંશ:- હા સર..


વર્મા:- બેટા તારે INDIA જવું પડસે..


અયાંશ:- કેમ ?


રાજન વર્મા વિચારી રહ્યા હતા કે આટલા નાના છોકરાને હું કેવી રીતે કહું કે તારું ફેમિલી આતંકવાદી હુમલામાં માર્યું ગયું છે, થોડીવાર વિચાર કર્યા બાદ વર્માએ એકવાર ઊંડો શ્વાસ લીધો અને પછી અયાંશની સામે જોયા વગર બોલ્યા, બેટા તારું ફેમિલી હવે આ દુનિયામાં નથી રહ્યું..


અયાંશને પોતાના કાનો ઉપર વિશ્વાસ નહોતો આવી રહ્યો તેને એવું લાગી રહ્યું હતું કે જાણે તે કોઈ દુખદ સપનું જોઈ રહ્યો છે..


રાજન વર્મા આટલૂ બોલીને થોડીવાર રહીને અયાંશની સામે જોવે છે, અયાંશ હજી સુધી એમજ બેઠો હોઇ છે, તેના ચહેરા ઉપર કોઈ પણ પ્રકારના હાવભાવ નહોતા અને આ જોઈને રાજન વર્માને અયાંશની ચિંતા થઈ..


વર્મા:- બેટા...


અયાંશ ધીમે રહીને રાજન વર્મા તરફ જોવે છે...


વર્મા:- તું ઓકે તો છે ને ?


અયાંશ:- સર સાચે મારુ ફેમિલી.......


રાજન વર્મા ખાલી તેનું માથું હલાવીને હા કહે છે...


અયાંશની આંખોમાથી આંસુઑ વહેલા લાગે છે, તેને વિશ્વાસ નથી થઈ રહ્યો કે તેની સાથે અચાનક આ શું થઈ ગયું ? એક ખુશખુશાલ પરિવાર અચાનક સાવ વેરાણ થઈ ગયો.


રાજન વર્મા અયાંશની પાસે આવીને તેને HUG કરે છે અને તેને શાંત કરે છે અને પછી અયાંશની મુંબઈ જવાની વ્યવસ્થા કરી આપે છે..

૨૮ નવેમ્બર, ૨૦૦૮, સમય:- સાંજના ૪:૦૦


અયાંશ મેડ્રિડથી મુંબઈ જઇ રહેલી ફ્લાઇટમાં બેઠો હતો, વિન્ડો સીટ ઉપર અયાંશ બેઠો હતો અને બહાર જોઈ રહ્યો હતો તેની આંખો રડી રડીને સૂજી ગઈ હતી પણ હવે તેને નક્કી કરી લીધું હતું કે તે હવે વધારે રડશે નહી કેમ કે તેને તેના નાના અને દાદાએ શિખવાડેલું કે ગમે તેવી ખરાબ પરિસ્થિતી આવે આંખોમાં આંસુ નહી લાવવાના કેમ કે આંસુઓથી ભરેલી આંખો આગળનો રસ્તો જોઈ શકતી નથી..


અયાંશ ફ્લાઇટમાં બેઠો બેઠો અત્યારે તેને જે પણ સમય તેના ફેમિલી સાથે વિતાવ્યો હતો તે બધો એક પછી એક વિચાર કરી રહ્યો હતો, દાદા-દાદી સાથેની સુંદર સાંજની મસ્તીનો સમય, નાના-નાની સાથે જમીને વાર્તા સાંભળવાનો સમય કે વહેલી સવારે મોમ-ડેડનો પ્રેમ... આ બધુ અયાંશ વિચાર કરી રહ્યો હતો અને સાથે સાથે તેના ફેમિલીના બધા જ સભ્યોએ તેને જે સંસ્કાર આપ્યા હતા અને મુશ્કેલ સમયમાં લડવા માટે જે પણ વાતો કહી હતી તે બધી જ યાદોને યાદ કરી રહ્યો હતો કેમ કે અયાંશને ખબર હતી આ બધી શિખામણોની તેને હવે જરૂર પાડવાની છે...


મુંબઈ,


અયાંશ ૧૨:૩૦ કલાકની મુસાફરી કરીને મુંબઈ પહોચે છે, મુંબઈના એરપોર્ટમાં બધી ફોરમાલીટી પૂરી કર્યા પછી અયાંશ બહાર આવે છે, એરપોરની બહાર જ એક માણસ અયાંશના નામની નેમ પ્લેટ લઈને રાહ જોઈને ઊભો હતો, અયાંશ તેની પાસે જાઈ છે અને પછી બંને કારમાં બેસીને નીકળે છે... રાજન વર્માએ અયાંશ માટે બધી વ્યવસ્થા કરી આપી હતી, પેલો વ્યક્તિ અયાંશને સીધો જ હોસ્પિટલ લઈ ને જાઈ છે..

અયાંશ હોસ્પિટલ પહોચે છે અને પછી મૂડદા ઘરમાં જાઈ છે અને ત્યાં જઈને તેના મોમ ડેડ, નાના નાની અને દાદા દાદીની બોડીને જુવે છે, તેની આંખોમાથી આંસુ જાણે આંખોના પાપણોની પાળ તોડીને બહાર આવવા મહેનત કરી રહ્યા હતા પણ અયાંશ તેની આંખોની પાપણોને જવાબદારી અને ફેમિલીએ આપેલી શિખામણ અને સંસ્કાર નામની સીમેન્ટથી મજબૂર કરી રોકી રહ્યો હતો..


અયાંશ બધી વિધિ પૂરી કરે છે અને પછી ૬ એ લોકોના અંતિમ સંસ્કાર કરે છે, અયાંશે વિચાર્યું પણ ના હતું કે તેની આટલી સારી જિંદગીમાં આવો દિવસ પણ આવશે જ્યારે તેને એક સાથે ૬ લોકોને અંતિમ સંસ્કાર આપવા પડશે.. અયાંશે બધાના અસ્તિઓ લીધા અને પછી હરિદ્વાર જઇને તેમણે ગંગામાં પધરાવી પણ દીધા..


અયાંશે રાજન વર્માને ફોન કરીને તેમનો આભાર માન્યો કેમ કે અયાંશ જ્યારે મેડ્રિડથી નીકળ્યો ત્યારથી લઈને બધી વ્યવસ્થા રાજન વર્માએ અયાંશ માટે કરી આપી હતી, પણ અયાંશને કઈ ક કહેવું હતું રાજન વર્માને..


અયાંશ:- સર મારી એક છેલ્લી ઈચ્છા છે મેડ્રિડ આવતા પહેલા..


વર્મા:- પહેલા તું મને આ સર કહેવાનું બંધ કર અને અંકલ કહે..

અયાંશ:- હા સારૂ અંકલ.


વર્મા:- હા બસ એમ, હવે બોલ શું ઈચ્છા છે ?


અયાંશને સમજમાં નહોતું આવી રહ્યું કે કેવી રીતે વાત કરવી, અયાંશે ગભરાતા ગભરાતા વાત ચાલુ કરી..


અયાંશ:- અંકલ મારે તાજ હોટેલના કેમેરાની ફૂટેજ જોવી છે, મારે મારા ફેમિલીનો હસતો ચહેરો છેલ્લી વાર જોવો છે...


વર્મા:- થોડો સમય આપ હું કોશિશ કરું છું...


અયાંશ:- સારૂ અંકલ,

અયાંશ ફોન મૂકે છે અને વળી પાછો વિચારોમાં ખોવાઈ જાઈ છે, હજી અયાંશને એમજ લાગી રહ્યું હતું કે તેનું ફેમિલી તેની આજુ બાજુ જ છે, અયાંશ મહેસુસ કરી શકતો હતો બધાને તેની આજુબાજુ.


અયાંશ વિચારી રહ્યો હતો કે હવે આગળ શું કરવાનું ? અત્યાર સુધી તો માંગ્યા વગર બધુ જ મળી જતું હતું પણ હવે શું ?, સવારે પ્રેમ કરવા કોઈ સાથે નહી હોઈ. સાંજે મસ્તી કરવા માટે કોઈ નહી હોઈ અને જમીને રોજ નવી નવી વાર્તાઓ કહેવા માટે પણ કોઈ નહી હોઈ.


અયાંશની સાથે જે પણ થયું તેમાં અયાંશ ભગવાનને દોષ આપવાની જગ્યાએ ભગવાન પાસે પ્રાથના કરી રહ્યો હતો કે તેના ફેમિલીના ૬ એ લોકોની આત્માંને શાંતી આપજે અને મને હવે સંઘર્ષ કરવા માટે શક્તિ આપજે.. અયાંશની જગ્યાએ બીજું કોઈ હોત તો તેને અત્યાર સુધી કેટલીય વાર ભગવાનને દોષ આપ્યો હોત પણ અયાંશના સંસકાર અલગ હતા. ભારતની બહાર જન્મ અને ઉછેર્યો હોવા છતાં પણ ભારતીય સંસ્કૃતિમાં મોટો થયો હતો.. અયાંશ પ્રાથના પૂરી કરીને બેઠો હતો ત્યાજ રાજન વર્માનો ફોન આવ્યો...


વર્મા:- અયાંશ મારી વાત થઈ છે, હમણાં હોટેલનો એક માણસ આવસે એટ્લે તારે તેમની સાથે જવાનું છે.. પણ હા આ તારી છેલ્લી વિશ હતી એટ્લે પૂરી કરી બાકી આવી રીતે કોઈ પણ વ્યક્તિને CCTV કેમેરા જોવાની પરમીશન નથી..


અયાંશ:- thanks કહે છે.. અયાંશે રોકીને રાખેલા આંસુ અંતે વહેવા લાગ્યા..


થોડીવારમાં એક માણસ અયાંશને લેવા માટે આવે છે અને અયાંશ તેની સાથે જાઈ છે, તે માણસ અયાંશને તાજ હોટેલ લઈને જાઈ છે. અયાંશ જોવે છે તો તાજ હોટેલ આખી બરબાદ થઈ ગઈ હતી, હજી સુધી પોલીસનો પહેરો હતો, હોટેલ અત્યારે બંધ કરી દેવાઈ હતી, હોટેલની અંદર પોલીસ પ્રૂફ મેળવી રહી હતી, બીજા બધા લોકો સાફાઈનું કામ કરી રહ્યા હતા. અયાંશ આ બધુ જોઈ રહ્યો હતો. પેલો માણસ અયાંશને CCTVના સ્ટોરેજ રૂમમાં લઈને જાઈ છે અને પછી રૂમમાં હાજર રહેલા લોકો અયાંશને ૨૬/૧૧ નું રેકોર્ડિંગ બતાવે છે..


અયાંશ રેકોર્ડિંગમાં તેનું ફેમિલી સોફા ઉપર બેઠું હતું તે જોવે છે બધા ખુશ લાગી રહ્યા હતા અને અચાનક ગોળીનો અવાજ આવે છે અને અયાંશના મોમનું માથું દેવાંશના ખોળામાં પડે છે અને આ જોઈ અયાંશ પણ જોરથી ચીસ પાડે છે મોમ......... ત્યાં હજાર બધા જ લોકો અયાંશની ભાવના સમાજતા હતા એટ્લે કોઈએ અયાંશને કઈ કહ્યું નહી, અયાંશ આગળ જોવાનું ચાલુ રાખે છે તેના મોમ પછી, તેના નાની, દાદી અને દાદાની મોત અને પછી તેના ડેડ અને નાના બહાર નીકળે છે અને પેલા છોકરીના માતા પિતાને મળે છે તે બધુ જ અયાંશ જુવે છે, કેમેરા વિડીયોની સાથે સાથે ઓડિયો પણ રેકોર્ડ કરી શકે એવા હતા એટલે અયાંશને ખબર કે તેના નાના અને પેલા છોકરીના મોમ-ડેડ સાથે શું વાત થઈ.. અંતમાં તેના ડેડ પેલી છોકરીને બહાર લઈને ભાગતા દેખાઈ છે અને બહારના કેમેરાનું રેકોર્ડિંગ જોતાં તેના ડેડ પેલી છોકરીને જેવી તેના માતા-પીતાને આપી ને જમીન ઉપર ફસડાઈ પડે છે, આ સીન જોઈને અયાંશ રડી પડે છે અને રડતાં રડતાં હોટેલથી નીકળી જાઈ છે............

-----------------------------------


અયાંશી જોરથી અયાંશને HUG કરે છે..


અયાંશી:- આ બધુ મારા લીધે થયું ને ?


અયાંશ:- અરે તારા લીધે નહી, તું કેમ આમ બોલે છે ?


અયાંશી:- જે સાચું છે એ હું જ હું બોલું છું, ના તારા નાના અને ડેડ મને બચાવવા આવતા અને ના તે બંને માર્યા જતાં..


અયાંશ:- ચૂપ થઈ જા...


અયાંશી:- હમ્મ..


અયાંશ:- અરે તારી ભૂલ નથી, જે પણ કર્યું તે મારા નસીબમાં હશે એટલા માટે.. મારા ડેડ અને નાનાએ તને બચાવી ના હોત તો અત્યારે આપડે મળ્યા ના હોત, ભગવાન પણ અજીબ સંયોગ રચે છે જિંદગીમાં આટલી બધી છોકરીઑ છે દુનિયામાં પણ મને પ્રેમ એ જ છોકરી સાથે થયો જેને મારા ડેડ અને નાનાએ બચાવી હતી...


અયાંશી:- હા મને પણ પ્રેમ એ છોકરા સાથે જ થયો કે જેના ડેડ અને નાનાએ મને બચાવી હતી...


બંને જણા હસી પડે છે.. અને બંને એકબીજાને HUG આપે છે......


અયાંશ અને અયાંશી બંને ઘણો સમય એમજ બાલ્કનીમાં HUG કરીને ઊભા રહ્યા, બંને ચૂપ હતા એમજ HUG કરીને ઊભા હતા પણ બંનેના દિલ વાર્તાલાપ કરી રહ્યા હતા..


બંને અંદર જાઈ છે તૈયાર થાઈ છે, તેમના જીવનનો નવો અધ્યાય શરૂ થયો હોઈ છે અને બંને આ અધ્યાયની શરૂઆત એકદમ ખાસ રીતે કરવા માંગતા હતા એટ્લે બંને તૈયાર થઈને અમાલ્ફિ કોસ્ટમાં ફરવા નીકળ્યા હતા, બંને એકદમ ખુશ દેખાતા હતા, આજનો સુરજ બંનેની લાઈફમાં એક અલગ તાજગી લઈને ઊગ્યો હતો બંનેના દિલ ખુશ હતા, આખોમાં સૂકુન હતું અને ચહેરા ઉપર હસી.........

અયાંશી અને અયાંશ આખો દિવસ સાથે પસાર કરે છે બંને એકબીજા સાથે બોવ જ ખુશ લાગી રહ્યા હતા, દરિયા કિનારે બંને ભીની રેતીમાં ચાલે છે, દરિયાના મોજાઓ જાણે બંનેના પગને સ્પર્શીને તેના સબંધમાં લાગણીઓ અને પ્રેમની ભીનાશ ઉમેરી રહ્યા હતા બનેના હાથ એકબીજાના હાથ પકડીને ચાલી રહ્યા હતા, બંનેએ સાથે લંચ અને ડિનર કર્યું, બંને અમાલ્ફિ કોસ્ટના દરિયા કિનારાની સાથે, હિલ્સ અને ત્યાની ગલીઓમાં ફર્યા અને આવી રીતે તેમનો દિવસ પસાર થઈ ગયો...


અમાલ્ફિ કોસ્ટમાં અયાંશીએ તેનો પ્રોજેકટ બધાને બતાવ્યો અને મેડ્રિડ અને પેરિસની જેમ અહીના લોકોને પણ અયાંશીનો પ્રોજેકટ ગમ્યો હતો અને હવે સમય હતો પ્રોજેકટના છેલ્લા સ્થળ એવા સ્વિટ્ઝર્લૅન્ડના Zermatt શહેરમાં જવાનું હતું, Zermatt શહેરમાં ૨ દિવસનો રેસ્ટ હતો અને ત્યારબાદ ત્યાથી અયાંશીને સ્વિટ્ઝર્લૅન્ડના પાર્ટનગર શહેર બર્નમાં જવાનું હતું જ્યાં તેને તેનો પ્રોજેકટ લોકો ને બતાવવાનો હતો..


અયાંશીએ બધો સમાન પેક કરી લીધો હતો અને તેને જોયું તો અયાંશ હજી સૂતો હતો, અયાંશના ચહેરા ઉપર અયાંશી સ્માઇલ અને સૂકૂન જોઈ શકતી હતી, તેની લાઈફમાં જે કઈ પણ થયું હતું તે થયા પછી માણસો તૂટી અથવા ભાંગી પડે છે જ્યારે આ છોકરાના ચહેરા ઉપર એક ગજબની શક્તિ દેખાતી હતી, મોઢા ઉપર હમેશા સ્માઇલ હોઇ અને અત્યારે સૂતો હતો છતાં પણ તેના ચહેરા ઉપર સ્માઇલ હતી અને અયાંશી બસ અયાંશની તે સ્માઇલને જોઈ રહી હતી, અયાંશી ધીમે રહીને અયાંશની બાજુમાં બેઠી અને તેના માથા ઉપર હળવી કિસ આપી...


અયાંશ અચાનક જાગી ગયો અને તેને જોયું તો અયાંશી તેની બાજુમાં બેઠી છે અને તેના માથા ઉપર કિસ પણ અયાંશીએ આપી..


અયાંશ:- આ શું કરે છે તું ? આંખો ચોળતા ચોળતા અયાંશ બોલ્યો..


અયાંશી:- કઈ નહી, અયાંશી શરમાતા શરમાતા બોલી


અયાંશ:- પેકિંગ થઈ ગયું ?


અયાંશી:- થોડું થઈ ગયું થોડું બાકી..


અયાંશ:- સોરી મારે વધારે સુવાઈ રહ્યું


અયાંશી:- એમાં સોરી કહેવાની કોઈ જરૂર નથી.. હવે ઊભો થા અને જલ્દીથી તૈયાર થઈ જા..


અયાંશ:- હા હું આવ્યો.


અયાંશી:- હા તું નાહીને આવે ત્યાં સુધી હું ચા અને નાસ્તો મંગાવી રાખું છું પછી બને સાથે મળીને બ્રેકફાસ્ટ કરીએ..


અયાંશ:- સારૂ..


અયાંશ બાથરૂમમાં જાઈ છે નાહવા માટે અને અયાંશી બહારના રૂમમાં જઈને તે બંને માટે ચા અને નાસ્તો ઓર્ડર કરે છે.. થોડીવારમાં ચા અને નાસ્તો આવી જાઈ છે અને અયાંશ પણ તૈયાર થઈને આવી જાઈ છે.


અયાંશી અને અયાંશ બંને નાસ્તો કરવા બેસે છે. અયાંશી સ્વિટ્ઝર્લૅન્ડના Zermatt જવાની હતી જ્યારે અયાંશને થોડું કામ હોવાથી તે મેડ્રિડ પાછો જઇ રહ્યો હતો. બંને નાસ્તો કરે છે અને નાસ્તો કરતાં કરતાં બંને કઈ બોલી નથી રહ્યા બંને ચૂપચાપ નાસ્તો કરી રહ્યા હતા, બંનેને વધારે સમય સાથે પસાર કરવો હતો પણ બંને મજબૂર હતા.


નાસ્તો કર્યા પછી બંને પોતાનો સામાન પેક કરવા લાગે છે અને સામાન પેક કરતાં કરતાં અયાંશ અયાંશીને પાછળથી કમરથી પકડે છે, અયાંશી સામાન પેક કરી રહી હતી અને અચાનક તેના કમર ઉપર અયાંશનો હાથ અડતાની સાથે જ અયાંશી પાછળ ફરીને અયાંશને HUG કરી રડવા લાગી.... અયાંશી પણ પ્રેમથી તેના માથા ઉપર હાથ ફેરવતો રહ્યો..


અયાંશ:- રડી લીધું તે ?


અયાંશી:- હા..


અયાંશ:- મારો શર્ટ ભીનો કર્યો..


અયાંશી ગુસ્સે થઈને અયાંશની છાતી ઉપર મારવા લાગે છે અને મારતા મારતા બોલે છે.. તને શર્ટની પડી છે અહિયાં મારા દિલની હાલતનું શું ?


અયાંશ અયાંશીના બંને હાથ તેના હાથમાં પકડીને તેને રોકે છે અને પછી તેની આંખોમાં જોઈને બોલે છે, મજાક કરતો હતો બેટા...


અયાંશી તેનો હાથ છોડાવાની કોશિશ કરી રહી હતી પણ અયાંશ ક્યાં અયાંશીનો હાથ આટલો જલ્દી મૂકે તેમ હતો, અયાંશે અયાંશીનો હાથ જોરથી ખેચીને અયાંશીને તેની એકદમ નજીક લાવી દીધી, અયાંશીનો શ્વાશ અયાંશના ગળા સાથે અથડાઇ રહ્યો હતો અને બંને એકબીજાની આંખોમાં જોઈ રહ્યા હતા.. અયાંશે હળવે રહીને અયાંશીના માથા ઉપર KISS કરી અને પછી અયાંશીનો હાથ છોડી દીધો. અયાંશ વળી પાછો તેની પેકિંગ કરવા લાગ્યો પણ અયાંશી હજી એમજ ઊભી હતી છેલ્લી એક મિનિટમાં જે કઈ પણ બન્યું તેને મહેસુસ કરીને ખુશ થઈ રહી હતી..


અયાંશે જોયું કે અયાંશી હજી એમજ ઊભી છે એટ્લે તે બોલ્યો..

અયાંશ:- શું થયું ?


અયાંશી:- કઈ નહી કેમ ?


અયાંશ:- તો ઊભી છે શું કામ ? પેકિંગ કરવા લાગ. હમણાં તારી ફ્લાઇટ છે ખબર છે ને..


અયાંશી:- હા.. આટલું બોલીને પેકિંગ કરવા લાગી, સપનોની દુનિયામાથી બહાર આવી ગઈ હતી..


બંને જણા એરપોર્ટ માટે નીકળે છે. અયાંશની ફ્લાઇટ પહેલા હોઈ છે અને અયાંશની ફ્લાઇટના ૧ કલાક પછી અયાંશીની ફ્લાઇટ હોઈ છે. બંને એરપોર્ટમાં બેઠા હોઈ છે એકમેકનો હાથ પકડીને અને ત્યાજ અયાંશના ફ્લાઇટનું અનાઉન્સમેન્ટ થાઈ છે.. અયાંશ અયાંશીની સામે જોવે છે અયાંશીની આંખોમાં આંસુઑ હોઈ છે..

અયાંશ:- કેમ રડે છે ?


અયાંશી:- કઈ નહી બસ એમ જ..


અયાંશ:- ચાલ ચૂપ થઈ જા ૪ દિવસની જ તો વાત છે ત્યાર પછી આપડે વળી પાછા મેડ્રિડમાં મળવાના જ છીએ ને..


અયાંશી:- હમ્મ..


અયાંશ:- બેટા પ્લીઝ ચૂપ થઈ જા...


અયાંશી:- સારૂ.. આટલું બોલી અયાંશી અયાંશને HUG આપે છે.. I LOVE YOU..


અયાંશ:- I LOVE YOU TOO.... અને ધ્યાન રાખજે તારું ઓકે, ત્યાં પહોચીને મને મેસેજ કરજે..


અયાંશી:- ઓકે..


અયાંશ પછી ત્યાથી નીકળે છે અને થોડીવારમાં તેનું પ્લેન એરપોટ ઉપરના રન વે ઉપર પુરપાટ ઝડપે દોડીને વાદળોમાં અદ્રશ્ય થઈ જાઈ છે..


આ બાજુ અયાંશી થોડી ઉદાસ લાગી રહી હતી એટ્લે તેને શિવાંગીને ફોન કર્યો પણ શિવાંગીએ ફોનના ઉપાડયો એટલે અયાંશીએ મોન્ટુને ફોન કર્યો..


મોન્ટુ:- તને આવી ગઈ મારી યાદ ? મોન્ટુ ફોન ઉપાડતાંની સાથે જ અયાંશી ઉપર ગુસ્સો કરતાં બોલ્યો..


અયાંશી સમજી ગઈ કે છેલ્લા ૧ અઠવાડીયાથી મોન્ટુ સાથે વાત નથી કરી એટલે તે ગુસ્સે છે અને જો હવે મોન્ટુને શિવાંગીનું કઈ પણ પૂછીશ એટલે તે વધારે ગુસ્સે થશે કે ખાલી શિવાંગીનું જાણાવા માટે જ ફોન કર્યો છે એમ એટલે મોન્ટુને અલગ રીતે શાંત કરવો પડશે..


અયાંશી:- ભાઈ ને કોઈ ભૂલે ખરું ?


મોન્ટુ:- તો છેલ્લા ૮ દિવસથી કેમ કોઈ ફોન નહી ?


અયાંશી:- તું પણ કરી શકતો હતો ને ફોન તો ?


મોન્ટુ:- એ ચિબાવલી તું અત્યારે યુરોપમાં છે ઈન્ડિયામાં નહી.... તને ફોન કરવાનો ચાર્જ કેટલો લાગે ખબર છે તને ?


અયાંશી:- બેન માટે આટલું પણ ના કરી શકે હે ?


મોન્ટુ ફસાઈ ગયો હતો. અયાંશીને શું જવાબ દેવો તે મોન્ટુને સમાજમાં નહોતું આવી રહ્યું.


અયાંશી:- બોલ બોલ.. ચાલ ફોનના કરી શકે નોર્મલ ત્યાં ચાર્જ લાગે પણ વોટસએપમાં તો ફ્રી થાઈ ને ત્યાં તો કરી શકતો હતો ને?


મોન્ટુ:- હા...


અયાંશી:- કેમ ખાલી હા ? બોલતી કેમ બંધ થઈ ગઈ તારી ? તારે સામેથી પણ તારી દીદીને યાદ કરવી જોઈએ કે નઇ ? મારે જ તને ફોન કરવાનો ?


મોન્ટુ:- સોરી...

અયાંશી:- સોરીથી કામ નહી ચાલે..


મોન્ટુ:- તો..


અયાંશી:- હું ઈન્ડિયા આવું ત્યારે પનિશમેંટ મળશે..


મોન્ટુ:- સારૂ..


અયાંશી પછી થોડી વાર મોન્ટુ સાથે વાત કરે છે અને જેવુ અયાંશીને લાગ્યું કે હવે મોન્ટુ કંટ્રોલમાં છે તેવું તેને પૂછ્યું..


અયાંશી:- મોન્ટુ શિવાંગી ક્યાં છે ? તેને પણ મને આટલા દિવસમાં ફોન નથી કર્યો તેનો પણ હમણાં વારો પાડવાનો છે.. છે ક્યાં તે ?


મોન્ટુ:- તે સૂતી છે..


અયાંશી:- અત્યારમાં ? ત્યા લગભગ બપોરના ૪ વાગ્યા હશેને..


મોન્ટુ:- હા.. હમણાં કોલેજથી આવી અને સુવા ગઈ.


અયાંશી:- શિવાંગીને કે મને ફોન કરે..


મોન્ટુ:- હા..


અયાંશી:- અને સાંભળ..


મોન્ટુ:- હા ?


અયાંશી:- શિવાંગીને કહેતો નહી કે હું ગુસ્સે છું, નહી તો તે બચી જસે..


મોન્ટુ:- હા હું નહી જ કવ પણ તું તેના પર વધારે ગુસ્સો કરીશ ઓકે ?


અયાંશી:- હા ઓકે..


અયાંશી ફોન મૂકે છે અને શિવાંગીના કોલની રાહ જુવે છે.. ૫ મિનિટમાં જ શિવાંગીનો વોટસએપ પર ફોન આવે છે..


શિવાંગી:- હેય, કેમ છો ? શું કરો છો ? કેવી રહી તારી ડેટ ? હું ૨ દિવસથી તારો વેઇટ કરું છું...


અયાંશી:- શાંત શાંત બેબ.. તારા બધા સવાલના જવાબ તને આપું છું..


અયાંશી પછી શિવાંગીને પહેલાથી લઈને છેલ્લે સુધી જે પણ બન્યું તે બધુ જ કહે છે..


શિવાંગી:- વાહ.. બેબ હું બોવ જ ખુશ છું તારા માટે.. એવું લાગે છે જાણે ભગવાને જ તમને બંનેને ફરીથી માળાવ્યા હોઈ. બાકી આટલી મોટી દુનિયા છે તને એ જ છોકરા સાથે પ્રેમ થયો જેના ડેડ અને નાના એ તારો જીવ બચાવ્યો હતો..


અયાંશી:- હા. ભગવાને આપણી કિસ્મતમાં શું લખ્યું હોઈ તે ક્યાં આપણને ખબર હોઈ છે.


શિવાંગી:- હા તે વાત પણ સાચી કીધી તે અને સાંભળ તે અંકલ અને આંટીને અયાંશ વાળી વાત કરી ?


અયાંશી:- ના..


શિવાંગી:- કેમ ?


અયાંશી:- હું ઈન્ડિયા આવું ત્યારે કઇશ.. અને સાભાળ આ વાત તું હજી બીજા કોઈ સાથે ના કરતી હવે હું જાવ છું મારી ફ્લાઇટનો સમય થઈ ગયો છે...


શિવાંગી:- સારૂ, ધ્યાન રાખ જે તારું...


અયાંશી:- હા બેબ, તું પણ ધ્યાન રાખ જે તારૂ.. બાય..


અયાંશી ફોન કટ કરે છે, ત્યારબાદ અયાંશી જાઈ છે ફ્લાઇટમાં, તેની સીટ વિન્ડો પાસેની હોઈ છે એટલે તે ત્યાં બેસીને વિન્ડોની બહાર જોઈ રહી હોઈ છે અને છેલ્લા ૨ દિવસ જે તેને અયાંશ સાથે વિતાવ્યા હતા તેની મીઠી યાદોની પોટલી ખોલીને તે યાદોને જીવવા લાગે છે..


પ્લેન ધીમે ધીમે રન વે ઉપરથી આકાશ તરફ ઉડવા માટે તેની ગતી વધારે છે તેમ તેમ અયાંશીની આંખોમાં આંસુ આવવા લાગે છે, અયાંશીને આ શહેરે તેનો જીવન સાથી આપ્યો હતો, આ શહેરમાં તેને કોઈ પોતાનું કહી શકાય એવું વ્યક્તિ મળ્યું હતું, પ્લેન આકાશમાં હતું અને અયાંશી વિન્ડોમાંથી અમાલ્ફિ કોસ્ટની સુંદરતાને તેની આંખોમાં સમાવી રહી હતી, ધીરે ધીરે કરીને પ્લેન વાદળોની ઉપર આવી ગયું અને બારીમાંથી દેખાઈ રહેલું શહેર હવે વાદળોની નીચે અદ્રશ્ય થઈ ગયું..


અયાંશી હવે આંખો બંધ કરીને બેસી ગઈ હતી તેની અને અયાંશની યાદો સાથે..


કોણ કહી શકે કે અમારા જીવનમા, અમને કોઇ પણ અછત હતી,

સરોવર હતા, મૃગજળ હતા, ને વાદળી હતી, પણ એક તરસ હતી.


એક કિનારે તું હતી અને બીજા કિનારે હું ને વચ્ચે ધસમસતી નદી હતી.

તારે તરવી હતી અને મારે પણ તરવી હતી પણ સાથે તરવા એક ઇશારાની કમી હતી.


સાગર શાંત હતો અને મારી કસ્તી પણ કિનારાથી બહુ દૂર ન હતી,

સામે જ તુ પણ હતી અને આ દરિયાના ભમળોની કેવી ભુલભૂલામણી હતી.


તારે જવું ના હતુ અને હું તને રોકીશ તેવી છુપી એક આશા પણ હતી,

પાડવો હતો મારે પણ સાદ પણ ત્યારે જ કદાચ શબ્દોની અજબ હડતાલ હતી.


તુ પાસ ના હતી પણ આસપાસ હતી અને યાદોની વણજાર પણ હતી.

જાણે કાચથી મઢેલા મારા ખાલી ઘરમા ખાલી તારી એક તસવીર હતી.


હારવાથી મને વાંધો નહોતો કેમ કે જીતવાની મને આદત પણ ના હતી,

વસંતને મારે જીતવી ના હતી અને પાનખરને ના જવાની જીદ હતી.


તારા ગયા પછી જીવનમાં મારી પાસે બે જ તો મારી સારી દોસ્ત હતી,

એક તારી યાદ હતી અને બીજી આ હવા જે રોજ તારો અણસાર લાવતી હતી.

---------------------------------------------

(10)

Zermatt, સ્વિટ્ઝર્લૅન્ડ


સ્વિટ્ઝર્લૅન્ડના દક્ષિણ ભાગમાં આવેલું સુંદર ટાઉન Zermatt. ૧૨ માસ બરફથી સપૂર્ણ પણે ઢંકાયેલું રહે છે, ચારે તરફ બર્ફીલા પહાડો અને તેની વચ્ચે વસેલું આ સુંદર ટાઉન, વિશ્વભરમાથી લોકો અહિયાં સ્કી કરવા માટે આવતા હોઇ છે અને સ્વિટ્ઝર્લૅન્ડની સરકારે પણ Zermatt માં વિદેશી પર્યટકોને આકર્ષવા સ્કી રીસોર્ટ બનાવ્યું છે..


સમુદ્રતટથી લગભગ ૧૬૦૦ મીટર ઊંચાઈ પર સ્થીત આ ટાઉન સ્વિટ્ઝર્લૅન્ડ અને ઈટાલીના બોર્ડરથી એકદમ નજીક છે એટલે ત્યાં સ્વિટ્ઝર્લૅન્ડ અને ઈટાલી બંને દેશોનું મિક્ષ કલ્ચર જોવા મળે છે.


અયાંશી Zermatt પહોચી ગઈ હતી અને હજી બપોરના ૩ વાગ્યા હતા, અયાંશી હોટેલમાં આવી અને તેનો સામાન મૂક્યો, માર્ચ મહિનાનું ત્રીજું અઠવાડિયું ચાલી રહ્યું હતું આ સમય દરમિયાન ઈન્ડિયામાં ઠંડીએ વિદાઇ લઈ લીધી હોઇ છે જ્યારે Zermatt માં અત્યારે પણ તાપમાન ૨ ડિગ્રી હતું બપોરનો સમય હોવા છતાં અયાંશી ઠંડીથી ધ્રુજી રહી હતી..


અયાંશીએ જલ્દી તેની બેગ ખોલી અને ગરમ જેકેટ, હાથ મોઝા અને ગરમ ટોપી પહેરી લીધી અને ગાળામાં સ્કાફ લગાવી લીધો, આટલું કર્યા પછી પણ અયાંશીને થોડી ઘણી ઠંડી લાગી રહી હતી તેનું કારણ હતું આજ પહેલા તે આટલી ઠંડીમાં ક્યારેય નહોતી રહી. અયાંશીએ વિચાર્યું કે ટાઉનતો સુંદર લાગી રહ્યું છે એક રાઉન્ડ મારી આવે તો બહાર જઇ ને?


અયાંશી રૂમ લોક કરીને બહાર નીકળી, અયાંશીએ જોયુંતો ચારેય તરફ ઊંચા ઊંચા પહાડો હતા અને સપૂર્ણ પણે બરફથી ઠંકાયેલા, અયાંશી વિચારી રહી કે હું જ્યારે અહી આવી ત્યારે મે આવું બધુ કેમ ના જોયું પણ પછી તેને ખયાલ આવ્યો કે તે જ્યારે આવી રહી હતી ત્યારે તેને ખુબ જ ઠંડી લાગી રહી હતી એટ્લે તેનું ધ્યાન આસપાસની જગ્યાઓને નિહાળવાની જગ્યાએ ઠંડીથી બચવામાં લાગેલૂ હતું..

અયાંશીની આંખો આજુબાજુના બર્ફીલા પહાડોની અપ્રતિમ સૌંદર્ય જોવામાં મશગુલ થઈ ગઈ હતી ત્યાં અયાંશીનું ધ્યાન તેની હોટેલની બરાબર સામે આવેલા એક ઊંચા પર્વત ઉપર પડી અને અયાંશીએ ત્યાં જોયું તો પર્વત ઉપર કેબલ કાર જઈ રહી હતી અને અયાંશી આ જોઇને રોમાંચિત થઈ ઉઠી અને અયાંશીએ સૌથી પહેલા ત્યાં જવાનું વિચાર્યું અને ટેક્સી કરીને ઉપડી ગઈ..


Zermatt ટાઉનની આજુબાજુ સ્થળોમાં Matterhorn Glacier Paradise, યુરોપનું સૌથી ઊંચું કેબલ કાર સ્ટેશન છે (૩૯૦૦ મીટરની હાઇટ ઉપર) અને સપૂર્ણપણે બરફથી છવાયેલૂ રહે છે, વર્ષના ૩૬૫ દિવસ બર્ફથી ઢંકાયેલો રહેતો આ વિસ્તારમાં ૩૬૫ દિવસ પ્રવાસીઓ સ્કી કરી શકે છે અને આ જગ્યા એડ્વેંચર કરતાં લોકો માટે સ્વર્ગ સમાન છે, માઉંટેનિંગ, સ્કી, કેબલ કારમાં ૩૯૦૦ મીટર ઉપર બેસીને જવું અને આ પ્લેસ યુરોપનું સ્વર્ગ ગણાય છે ખાસ કરીને સ્કીના શોખીનો માટે...


અયાંશી કેબલ સ્ટેન્ડના સ્ટેશન પાસે પહોચી અને અયાંશીએ ટીકીટ લીધી જેની કિમત ૩ SWISS FRANC (૨૨૦ ભારતીય રૂપિયા) હતી. અયાંશે અયાંશીને એરપોર્ટ ઉપર જ કહ્યું હતું કે સ્વિત્ઝર્લેંડના એરપોર્ટ ઉપર જ કરંસી એક્સચેંજ કરાવી લેજે અને અયાંશીએ એરપોર્ટ ઉપર જ કરંસી એક્સચેન્જ કરાવી લીધેલી..


અયાંશી ધીમે રહીને કારમાં બેઠી અને કાર ધીમે ધીમે કેબલ ઉપર દોડવા લાગી અયાંશીનું ધ્યાન આજુ બાજુની સુંદરતા જોવામાં વ્યસ્ત હતું, તેની બરાબર સામે ઊંચો પર્વત હતો અને તેની પાછળ હતો સૂર્ય, સૂર્યના કિરણો અત્યારે તે બર્ફીલા પર્વત ઉપર પડી રહ્યા હતા અને તે પર્વત અત્યારે સૂર્યના કિરણોથી ચમકી રહ્યો હતો, નીચે થોડા થોડા વૃક્ષોની હારમાળાઓ હતી પણ જેમ જેમ કેબલ કાર ઉપર ચડી રહી હતી તેમ તેમ વૃક્ષો ઓછા થઈ રહ્યા હતા.. પાછળ રહેલું ZERMATT શહેર હવે ધીમે ધીમે નાનું થઈ રહ્યું હતું..


કેબલ કાર હવે ધીમે ધીમે વાદળો વચ્ચેથી પસાર થઈ રહી હતી અને અયાંશીને એવું લાગી રહ્યું હતું કે તે જાણે આસમાનમાં ઊડી રહી છે, આજુબાજુથી વાદળો પસાર થઈ રહ્યા હતા અને કેબલ કાર તે બધા વાદળોને ચીરીને ઉપરની તરફ જઇ રહી હતી હવે અયાંશીને તેની આજુબાજુ અને નીચેની તરફ ખાલી વાદળો જ દેખાઈ રહ્યા હતા, અયાંશીએ આંખો બંધ કરી અને તે જ્યારે નાની હતી ત્યારે આકાશમાં ઉડતા પક્ષીઓને જોતી ત્યારે તેને પણ ઊડવાનું મન થઈ આવતું પણ ત્યારે તેને ક્યાં ખબર હતી કે ભવિષ્યમાં તે આવી રીતે વાદળોની વચ્ચે ઊડી શકશે...


અયાંશીએ આંખો ખોલી Matterhorn Glacier ધીમે ધીમે નજીક આવી રહ્યો હતો અને તેની ઉપરનો નજારો ધીમે ધીમે અયાંશી જોઈ શકતી હતી. કેટલાય લોકો સ્કી કરી રહ્યા હતા, તો કેટલાક લોકો બરફથી રમી રહ્યા હતા તો કેટલાક લોકો ફોટાઓ પાડતા હતા, અયાંશી બેઠા બેઠા આ બધુ જોઈ રહી હતી અને તેની કેબલ કાર હવે પ્લેટફોર્મ ઉપર આવી ચૂકી હતી ત્યાં રહેલા એક વ્યક્તિએ એક સ્માઇલ સાથે અયાંશીને કહ્યું Wel Come AT Matterhorn Glacier Mam. અને અયાંશીએ પણ સ્માઇલ સાથે THANKS કહ્યું..


અયાંશી કેબલ કારના સ્ટેશનની બહાર નીકળે છે અને જ્યાં બધા પ્રવાસીઑ આનંદ માની રહ્યા હતા ત્યાં ચાલીને જાઈ છે, પણ અયાંશીને બરફ ઉપર ચાલવામાં તકલીફ પડી રહી હતી.. અચાનક અયાંશીનો પગ લપસ્યો અને તે પડવાની જ હતી ત્યાં પાછળથી કોઈ આવ્યું અને તેને નીચે પડતાં બચાવી..


અયાંશીએ પાછળ ફરીને જોયું તો લગભગ ૨૦ વર્ષની છોકરી ઊભી હતી, દેખાવમાં ઇંડિયન જેવી લાગતી હતી. પેલી છોકરી અયાંશીને પકડીને ત્યાં આવેલી હોટેલમાં લઈ ગઈ અને ત્યાં જઈને અયાંશીને સોફા ઉપર બેસાડી અયાંશીએ પેલી છોકરીને મદદ કરવા બદલ THANKS કહ્યું..


પેલી છોકરી:- ઇંડિયન ?


અયાંશી:- હા..


પેલી છોકરી:- M also indian and my Name is Priyanshi


અયાંશી:- Ayanshi..


પ્રિયાંશી:- I’M From Gujarat and You?


અયાંશી:- હું પણ, હું અમદાવાદથી અને તમે ?


પ્રિયાંશી:- ઓહ.. હું ભાવનગરથી


અયાંશી:- ગુડ. એકલા આવ્યા છો ફરવા માટે ?


પ્રિયાંશી:- ના હું મારા હસબન્ડ સાથે આવી છું.. અને તમે ?


અયાંશી:- હું એકલી આવી છું..


પ્રિયાંશી:- એકલા ?


અયાંશી:- એમાં એવું છે ને મારે ૨ દિવસ પછી BANFF જવાનું છે પ્રોજેકટ માટે પણ મને અહિયાં ૨ દિવસનો બ્રેક મળ્યો છે..


પ્રિયાંશી:- ઓહ..


અયાંશી:- તમે લોકો અહિયાં ફરવા માટે જ આવ્યા છો ?


પ્રિયાંશી:- હા, મારા હસબન્ડ MLA છે ભાવનગરમાં એન્ડ તેને બોવ ઓછો સમય મળે છે વર્કમાંથી એટ્લે વર્ષમાં અમે બંને એકવાર તો ફરવા નીકળી જ જઈએ


અયાંશી:- ઓહ.. કેટલા વર્ષ થયા છે તમારા મેરેજને ?


પ્રિયાંશી:- ૩ વર્ષ


અયાંશી:- ઓહ.. તમને ખરાબના લાગે તો હું તમારી ઉમર પૂછી શકું ?


પ્રિયાંશી હસતાં હસતાં કહે છે.. ૨૭ વર્ષ..


અયાંશી:- OMG, પણ તમેતો હજી ૨૦ વર્ષના લાગો છો..


પ્રિયાંશી પાછી હસવા લાગે છે.. ત્યાં પાછળથી પ્રિયાંશ આવીને પ્રિયાંશીના ખભા ઉપર હાથ મૂકે છે..


પ્રિયાંશી:- અયાંશી આ મારા હસબન્ડ છે પ્રિયાંશ..


અયાંશી અચાનક નામ સાભાળીને ખોવાઈ ગઈ, અમારા બંનેનું નામ અયાંશ ને અયાંશી અને આ લોકોના નામ પણ અમારા બંનેની જેમ સરખા પ્રિયાંશ અને પ્રિયાંશી...


પ્રિયાંશી:- શું થયું અયાંશી ?


અયાંશી:- કઈ નહીં.... અને પછી અયાંશી પ્રિયાંશ સામે જોઈને પ્રિયાંશને HI કહે છે


પ્રિયાંશ પણ તેને HI કહે છે.


પ્રિયાંશી પછી પ્રિયાંશને કહે છે કે તે અને અયાંશી અહિયાં કેવી રીતે મળ્યા...


પ્રિયાંશ:- તમે એકલા આવ્યા છો અહિયાં ?


અયાંશી:- હા..


પ્રિયાંશ:- જો તમને વાંધો ના હોઇ તો તમે અમારી સાથે ફરી શકો છો..


અયાંશી વિચારી રહી હતી કે આ કપલનો સ્વભાવતો સારો લાગી રહ્યો છે તો આ લોકો સાથે જાવ કે નહી ?

અયાંશી વિચારી રહી હતી ત્યાં જ પ્રિયાંશી બોલી..


પ્રિયાંશી:- તું અમારી સાથે રઈશ તો અમારે આમારા ફોટો લેવા માટે વારંવાર કોઈની હેલ્પ નહી લેવી પડે અને અમે તારા પણ ફોતો પાડી આપીશું એટ્લે તારે પણ કોઈની હેલ્પ નહી લેવી પડે, બંનેના કામ થઈ જસે...


પ્રિયાંશી આટલું બોલી ત્યાં જ પ્રિયાંશ અયાંશી હસવા લાગ્યા અને સાથે સાથે પ્રિયાંશી પણ હસવા લાગી..


પ્રિયાંશી તેની સાથે બરફ ઉપર ચાલી શકાઈ તેવા શૂઝની એક જોડી લઈને આવી હતી અને પ્રિયાંશીએ તે શૂઝ અયાંશીને આપ્યા જેથી કરીને તે બરફ ઉપર ચાલી શકે, અયાંશીએ શૂઝ પહેર્યા અને પછી ત્રણેય લોકો હોટેલની બહાર નીકળ્યા..


સાંજના ૫ વાગી ચૂક્યા હતા અને સુરજ ધીમે ધીમે હવે પહાડો પાછળ છુપાઈ રહ્યો હતો અને તેના કિરણો ધીમે ધીમે કરીને પર્વતો ઉપરથી સમેટાઇ રહ્યા હતા જ્યારે બેજી બાજુ ચંદ્ર ધીમે ધીમે ઉપર આવી રહ્યો હતો અને તેની ચાંદની ધીમે ધીમે સૂર્યના કિરણોની જગ્યા લઈ રહ્યા હતા...


ત્રણેય બહાર આવે છે અને ત્યાં આવીલા સ્કી રીસોર્ટમાં જાઈ છે અને ત્યા ટ્રેનર પાસે થોડીવાર સ્કી કેવી રીતે કરવું તે શીખે છે.. ત્યારબાદ ત્રણેય બહાર આવે છે અને રીસોર્ટથી ૬૦૦ મીટર ઊંચાઈ પર ટ્રેકીંગ કરીને પહોચે છે. ત્યાં જઈને ત્યાનો નજારો જોઈને ત્રણેયની આંખો પહોળી થઈ જાઈ છે...

અત્યારે ત્રણેય Matterhorn Glacier ની ચોટી ઉપર હતા. આજુબાજુ જ્યાં સુધી નજર જાઈ ત્યાં સુધી એકલા બરફના પહાડો જ હતા, નીચેની સાઈડ રીસોર્ટ દેખાઈ રહ્યું હતું, મોજ મસ્તી કરતાં પર્યટકો દેખાઈ રહ્યા હતા, કેબલ કાર સ્ટેશન ઉપર લાઇટો ચાલુ થઈ ગઈ હતી, ચંદ્ર ધીમે ધીમે પહાડોની ચાદર છોડીને આકાશમાં આવી રહ્યો હતો અને ચંદ્રને આવકારવા અબજો તારલાઓ આકાશમાં ટમટમી રહ્યા હતા.. ધીમે ધીમે વાદળો તેની આસપાસથી પસાર થઈ રહ્યા હતા, ઠંડી ઠંડી હવા વાઇ રહી હતી, પ્રિયાંશ અને પ્રિયાંશી એક બીજાનો હાથ પકડીને આ નજારો માણી રહ્યા હતા જ્યારે અયાંશી તેની સાથે અયાંશને મહેસુસ કરીને આ નજારો માણી રહી હતી...


સાંજના ૭:૦૦ વાગી ચૂક્યા હતા, ચારે તરફ અંધારૂ ફરી વળ્યું હતું, પ્રવાસીઓ બધા કેબલ કાર સ્ટેશન પાસે લાઇન લગાવીને નીચે જવા માટે ઊભા હતા, થોડાક લોકો હજી પ્રિયાંશ, અયાંશી અને પ્રિયાંશીની સાથે તે પર્વતની ટોચ ઉપર ઊભા હતા


ત્રણેય જણા કહો કે ચારેય અત્યારે આકાશને જોઈ રહ્યા હતા ત્યાજ અચાનક એક લીલી લાઇટ આકાશમાં થઈ, એવું લાગ્યું કે જાણે કોઈએ આ અદ્ભુત રાત્રીનો ફોટો લીધો હોઈ.. ૩૦ સેકન્ડની અંદર ફરીવાર પેલો લીલો પ્રકાશ આખાય આકાશમાં ફેલાનો અને આ સમયે લગભગ ૨ મીનીટ સુધી તે પ્રકાશ આકાશમાં રહ્યો.. કાળું આકાશ જાણે અત્યારે લીલું થઈ ગયું હતું..


પ્રિયાંશ બોલ્યો નોર્થન લાઇટ...


અયાંશીને અચાનક યાદ આવ્યું કે હા તેને આવા ફોટો અયાંશના ફેસબુક એકાઉન્ટમાં જોયા છે જ્યાં તે નોર્થન લાઇટ નીચે ઊભો છે અને પાછળનું આકાશ આખુય ગ્રીન કલરનું હતું.. હવે અયાંશીને સમજાયું કે અયાંશે તે ફોટો એડિટ નહોતો કર્યો પણ તે રીયલમાં કુદરતની કારીગરી હતી..


અયાંશીએ ફોન કાઢ્યો અને તેનો એક નોર્થન લાઇટ સાથેનો સેલ્ફિ લીધો.. ત્યાજ પ્રિયાંશ બોલ્યો..


પ્રિયાંશ:- અરે એમાં ફોટો શું કામ પાડે છે, હું કેમેરામાં તારો ફોટો પાડી લવ, આમાં વધારે સારો આવશે..

અયાંશીએ અલગ અલગ પોસ આપીને ફોટો પડાવ્યા અને તેની સાથે હવે પ્રિયાંશી પણ જોડાઈ ગઈ હતી પ્રિયાંશ બંનેના ફોટાઓ લેવા લાગ્યો હતો અને પછી અયાંશીએ કેમેરો હાથમાં લીધો અને પ્રિયાંશ અને પ્રિયાંશીના થોડા ફોટાઓ લીધા.. થોડીવારમાં લીલી લાઇટ ગાયબ થઈ ગઈ ને પાછું આખુય આકાશ કળા રંગથી છવાઈ ગયું..


ધીમે ધીમે ઠંડીની તીવ્રતા વધતી જતી હતી એટ્લે ત્રણેય લોકો Matterhorn Glacier ઉપરથી નીચે આવી જાઈ છે. સદભાગ્યે અયાંશી પણ એ જ હોટેલમાં રોકાણી હોઈ છે જ્યાં પ્રિયાંશ અને પ્રિયાંશી રોકાયા હતા..


ત્રણેય જણા હોટેલ પહોચે છે સાથે ડિનર કરે છે અને પછી રેસ્ટ કરવા માટે તેમના રૂમમાં જતાં રહે છે.

અયાંશી અને પ્રિયાંશીએ એકબીજાના નંબર એક્સ્ચેંજ કરી લીધા હતા ને બીજા દિવસે પણ સાથે ફરવાનું પ્લાનિંગ કર્યું હતું..


અયાંશી ફ્રેશ થઈને બેડમાં પડે છે અને તેનો ફોન હાથમાં લઈને વોટસએપ ઓપન કરે છે ને જોવે છે તો પ્રિયાંશીએ નોર્થન લાઇટ સાથેના અયાંશીના બધા જ ફોટોસ મોકલી લીધા હતા, અયાંશી તે બધા ફોટોને એક પછી એક જોવા લાગી ને તે બધા જ ફોટોને તેને અયાંશને મોકલી આપ્યા, ત્યારબાદ ફોટોમાથી ૩ સારા ફોટોસને વોટસએપના સ્ટેટસમાં મૂક્યા જેમાથી બે ફોટોમાં તે એકલી હતી અને એક ફોટોમાં તે પ્રિયાંશી સાથે હતી.. ફોટોસ અપલોડ કરીને અયાંશીએ જોયું કે અયાંશે હજી તેના મેસેજ નથી જોયા એટ્લે તેને વિચાર્યું કે તે કઈક કામમાં હશે, મારા મેસેજ જોશે એટ્લે તરત જ મેસેજ કરશે..


અયાંશીએ થોડીવાર માટે આંખો બંધ કરી અને તે ક્યારે સૂઈ ગઈ તેને જ ખબર ના રહી................


---------------------------------------------

સવાર ના ૬:૦૦ વાગ્યા હતા અને તાપમાન માઇનસ -૬ ડિગ્રી આસપાસ હતું, ટાઉન ના રસ્તાઓ એકદમ ખાલી હતા બસ થોડી થોડી ચહલ પહલ હતી,


અયાંશી જાગી અને તેણે સૌથી પહેલાં તેનો ફોન હાથમાં લીધો ને જોવા લાગી કે અયાંશે તેના ફોટા જોયા છે કે નહી ને અયાંશનો કોઈ મૅસેજ આવ્યો છે કે નહી, અયાંશીએ જેવુ વોટ્સએપ ચાલુ કર્યું ત્યાં અયાંશના મેસેજના ઢગલા થઈ ગયા, અયાંશીએ જોયું તો લગભગ ૭૦ જેટલા મૅસેજ અયાંશના હતા, અયાંશી એક પછી એક મૅસેજ વાંચવા લાગી..


જેમ જેમ અયાંશી મૅસેજ વાંચી રહી હતી તેમ તેમ તેના ચહેરા ઉપર સ્માઇલ આવી રહી હતી...


આમ તો મારી જિંદગી બહુ મજાની છે,

એમા બીજું શુ જોઈયે?

બસ પ્રેમ ના અઢી અક્ષર પુરા કરવા

એક “તુ” જોઇયે.

કાશ તું પૂછે કે શું જોઈએ તારે...

હું પકડું તારો હાથ ,

અને કહું જન્મો જનમ

બસ તારા હાથમાં મારો હાથ...


અયાંશીએ બધા મૅસેજ વાંચ્યા અને તેની આંખોમાં આંસુઓ આવી ગયા હતા. અયાંશીને એવું લાગી રહ્યું હતું કે આજે તેની દુનિયા પૂરી થઈ ગઈ છે, તેણે જેવા પ્રકાર નો જીવનસાથી જોઈતો હતો અયાંશ તેના કરતાં પણ વધારે સારો છે, અયાંશી આ મૅસેજ વાંચતાં વાંચતાં અયાંશને મીસ કરી રહી હતી તેણે અયાંશને જોવો હતો, તેણે દોડીને HUG કરવું હતું અને કલાકો સુધી બસ તેના ખોળામાં માથું રાખીને સૂઈ રહેવું હતું...


અયાંશી કેટલો ટાઈમ બસ આમ વિચારોમાં જ ખોવાઈ ને બેઠી રહી હતી, તેની આંખો પણ અયાંશને જોવા તડપી રહી હતી અને રડી રહી હતી, ત્યાં જ અયાંશીના દરવાજા ઉપર કોઈએ દસ્તક દીધી અને અયાંશી હોશ માં આવી આંખોમાંથી આંસું લૂછયા અને ઊભી થઈને દરવાજો ખોલ્યો અને સામે પ્રિયાંશી હતી..


અયાંશી:- ગુડ મોર્નિંગ દીદી..


પ્રિયાંશી:- ગુડ મોર્નિંગ અયાંશી, હું તને જગાડવા જ આવી હતી પણ તું તો જાગેલી જ છે..


અયાંશી:- હા દીદી હું બસ થોડીવાર પહેલાં જ જાગી...


પ્રિયાંશીએ અયાંશીની આંખોમાં જોયું અને પ્રિયાંશીને ખબર પડી ગઈ કે અયાંશી થોડી વાર પહેલાં રડી હતી..


પ્રિયાંશી:- એક વાત પૂછું અયાંશી?


અયાંશી:- હા દીદી પૂછો..


પ્રિયાંશી:- હું આવી તે પહેલા તું રડી રહી હતી ?


અયાંશી:- ના દીદી કેમ ?


પ્રિયાંશી:- અચ્છા જી, (પ્રિયાંશીએ અયાંશીનો ગાલ ખેચતા પ્રેમથી કહ્યું ) હું પણ આ સમયમાંથી પસાર થઈ છું હો, મીસ કરે છે ને તેણે ?


અયાંશી:- હા... દીદી તમારા લવ મૅરેજ છે ?


પ્રિયાંશી:- હા... અને તું કોઈ ને પ્રેમ કરે છે બરાબર ને..


અયાંશી:- હા દીદી.... અયાંશી શરમાતા શરમાતા બોલી....


પ્રિયાંશી:- અરે જોતો કેવી શરમાઈ છે છોકરી.. તેનું નામ શું છે એ તો મને જણાવ...


અયાંશી :- અયાંશ..


પ્રિયાંશી:- અરે વાહ અયાંશ અને અયાંશી...


અયાંશી:- હા દીદી તમારી જેમ પ્રિયાંશ અને પ્રિયાંશી...


પ્રિયાંશી:- તને જો પ્રૉબ્લેમ ના હોઇ તો તું મને તારી સ્ટોરી કઈશ ?

અયાંશી:- અત્યારે ?


પ્રિયાંશી:- ના હું અને પ્રિયાંશ બંને સાથે હોઈએ ત્યારે,, પછી હું તને અમારી પ્રેમ કહાની કઈશ...


અયાંશી:- વાહ... સરસ ઓફર છે… સ્ટોરી ના બદલામાં સ્ટોરી....


બંને એક સાથે હસી પડે છે.....


પ્રિયાંશી:- સારૂ ચાલ તૈયાર થઈ જા.. આપણે બહાર જવાનું છે..


અયાંશી:- હા દીદી બસ થોડીવારમાં તૈયાર થઈને તમને કોલ કરીશ..


પ્રિયાંશી:- ઓકે.. હું પણ તૈયાર થઈ જાવ ત્યાં સુધી માં.. ચાલ બાય...

અયાંશી:- બાય દીદી.. પ્રિયાંશી જાઈ છે અને તેના ગયા પછી અયાંશી દરવાજો બંધ કરે છે. અને ફોન હાથમાં લઈને અયાંશને મૅસેજ કરે છે..


અયાંશી:- ગુડ મોર્નિંગ માય લવ..... એક સવાલ છે કે તમારા માટે પ્રેમ એટલે શું ? આટલો મૅસેજ કર્યા પછી અયાંશી તૈયાર થવા માટે જતી રહે છે..


અયાંશી તૈયાર થઈને બહાર આવે છે.. અયાંશીએ નેવી બ્લ્યુ જીન્સ સાથે વાઇટ ટૅન્ક ટી-શર્ટ તેના ઉપર લાઇટ બ્રાઉન WOOLEN COAT અને નીચે લાઇટ બ્રાઉન COGNAC BOOT પહેર્યા હતા.. અયાંશીએ તૈયાર થઈને તેનો ફોન હાથમાં લીધો અને જોયું તો અયાંશના ત્રણ મેસેજ હતા.. એટલે તરત જ તેણે મૅસેજ જોયા


અયાંશ:-


પ્રેમ,

એક-બીજાની આંખોમાં આંખો પુરાવી

ઝીંદગી વિતાવી દેવાનું નામ નથી..

પ્રેમ,

ઝીંદગીભર સાથે રહી

એક જ દિશા માં જોતા રહેવાનું નામ છે..

પ્રેમ એટલે......

કોઈ ની પાંપણ ની સરહદ તોડી...

છુપાતા પગલે આંખોનાં શહેર માં પ્રવેશી

હ્રદય નામની રાજધાની માં કબજો કરવો.!!

તારા હોવું ની સ્થિતિમાંથી.

"તારા માં હોવું" ની અવસ્થા જન્મે..

બસ એ જ પ્રેમ..!


અયાંશી એ અયાંશને ઇમોજી સેન્ડ કરીને મેસેજનો જવાબ આપ્યો..


------------------------------------------------------------------


અયાંશ આખા દિવસ નો થાકેલો ઘરે આવે છે, આજે તેનું મન કઈ પણ લાગતું નહોતું તે બસ અયાંશીને જ મીસ કરી રહ્યો હતો તેણે અયાંશીને છોડી ને આવવાનું મન જ નહોતું, પણ કામના લીધે તેને પાછું મેડ્રિડ આવવું પડ્યું અને આજે આખા દિવસ દરમિયાન તેનું ધ્યાન કામની જગ્યાએ અયાંશી સાથે અત્યાર સુધી વિતાવેલા તેના જીવનના સૌથી સુંદર પળો ને યાદ કરવામાં જ ગયો હતો..

અયાંશ ઘરે આવીને ફ્રેશ થઈને બેડ માં પડે છે અને ફોન ચેક કરે છે અને જોવે છે કે અયાંશીએ તેને ફોટો સેન્ડ કર્યા છે એટલે અયાંશ તે બધા જ ફોટો ડાઉનલોડ કરે છે ત્યાર બાદ બધા ફોટો જોવે છે...


એક પછી એક ફોટો જોયા પછી અયાંશ મનોમન ભગવાન ને અને તેના મોમ-ડેડને અયાંશીને તેના જીવન માં મોકલવા બદલ થેન્કસ કહી રહ્યો હતો.. અયાંશે ત્યાર બાદ થોડા મૅસેજ ટાઈપ કર્યા અને અયાંશીને મૅસેજ કર્યા...


અયાંશે ત્યાર બાદ અયાંશીના વોસ્ટએપનું સ્ટેટસ જોયા જેમાં એક ફોટો માં તેની સાથે એક છોકરી હતી એટલે અયાંશને થયું કે કદાચ કોઈ ટૂરિસ્ટ હોઇ શકે જે અયાંશીને ત્યાં મળ્યું હોઇ કેમ કે તે છોકરી પણ ઇંડિયન લાગતી હતી અને સ્ટેટસ જોયા પછી અયાંશ ફોન સાઇડ માં મૂકીને આંખો બંધ કરીને અયાંશીના વિચારોમાં ખોવાઈ ગયો...


અચાનક ફોન માં મૅસેજ આવ્યાની નોટિફિકેશન આવી અયાંશ વિચારોની દુનિયામાથી બહાર આવ્યો અને ફોન હાથમાં લીધો અને જોયું તો અયાંશીનો જ મૅસેજ હતો અને મેસેજ જોતાં જોતાં સમય જોયોતો સવાર ના ૬:૪૦ થયા હતા અને ત્યારે અયાંશને ખબર પડી કે તે વિચાર કરતો કરતો જ સૂઈ ગયેલો...


અયાંશે અયાંશીનો આવેલો મેસેજ વાંચ્યો " ગુડ મોર્નિંગ માય લવ..... એક સવાલ છે કે તમારા માટે પ્રેમ એટલે શું ?" અયાંશ મૅસેજ વાંચ્યા પછી થોડો સમય વિચારે છે અને પછી અયાંશીને મૅસેજ સેન્ડ કરે છે અને પછી અયાંશી રીપ્લાય આપે તેનો વેઇટ કરવા લાગે છે


અને લગભગ ૩૦ મિનિટ પછી અયાંશીનો વિડીયો કોલ આવે છે.........

અયાંશી અને અયાંશ થોડો સમય બસ એકબીજાને જોયા કરે છે કઈ પણ બોલ્યા વગર.. એમ કહી શકાઈ કે


લાગણી સમજવા

શબ્દો

ની ક્યાં જરૂર છે.

વાંચતા આવડે તો

આંખ

પણ કાફી છે..


થોડીવાર પછી બંને ની આંખોમાંથી એકી સાથે આંસુ સરી પડયા બંને એક-બીજાને ખુબ જ મીસ કરી રહ્યા હતા..


અયાંશી:- કેમ છો તમે ?


અયાંશ:- તારા વગર કેમ હોવા નો હું ?


અયાંશી:- SAME TOO YOU


અયાંશી પછી અયાંશને કાલે તેણે શું શું કર્યું ? કેવી રીતે તેની મુલાકાત પ્રિયાંશ અને પ્રિયાંશી સાથે થઈ તે બધી વાત કરી અને આજે પણ અયાંશી તે બંને સાથે ફરવા જવાની છે એ પણ કહ્યું અને આ બાજુ અયાંશના મગજમાં કઈક ચાલી રહ્યું હતું અને મનોમન તે ખુશ થઈ રહ્યો હતો. આ બાજુ અયાંશી ઠંડીથી બચવા માટે વિન્ટર ક્રીમ લગાવી રહી હતી અને અયાંશ આ જોઈને બોલ્યો..


અયાંશ:-


આ શિયાળાની ઠંડી માં તુ

જે winter cream લગાવે છે ને.

તો ​એવું લાગે છે.

​જાણે ચાંદે પોતાની

Brightness વધારી દીધી હોય​...


અયાંશી:- બસ બસ પણ..

અયાંશ:- કેમ બસ ?


અયાંશી:- સવાર સવારમાં બીયર પીધી છે કે રાતની પીધેલી હજી ઉતરી નથી ? એટલે આવું બોલો છો..


અયાંશ:- તારા પ્રેમનો નશો જ એટલો છે કે મારી ડ્રિંક કરવાની કોઈ જરૂર નથી પડતી...


અયાંશી:- બસ બસ.... બંને એક સાથે હસી પડે છે.... અને ત્યાં અચાનક અયાંશ બોલ્યો


અયાંશ:- અયાંશી મારે થોડું કામ છે આપડે સાંજે મળીએ તો,.


અયાંશી:- હજી સવારના ૭:૦૦ પણ નથી વાગ્યા અત્યારમાં શું કામ છે તમારે ?


અયાંશ:- સાંજે વાત કરી એ ત્યારે કઇશ...


અયાંશી:- ઓકે.. બાય.... અયાંશી થોડા ગુસ્સા સાથે ફોન મૂકે છે..


આ બાજુ અયાંશને પણ ખબર પડી ગઈ હતી કે અયાંશી અત્યારે તેનાથી ગુસ્સે છે પણ અયાંશને વિશ્વાસ હતો કે તે ને જે અયાંશી માટે સરપ્રાઈઝ પ્લાન કર્યો છે તે જોઈને અયાંશીનો ગુસ્સો ગાયબ થઈ જશે. અયાંશ પછી બેડમાથી ઊભો થઈને તૈયાર થવા જતો રહે છે અને આ બાજુ અયાંશી પણ થોડા ગુસ્સામાં હોઇ છે ને તે વિચારે છે કે આજે સાંજે અયાંશ સાથે વાત જ નહી કરું...


અયાંશી આમ વિચારી રહી હતી ત્યાં તેનો ફોન વાગે છે અને જોવે છે કે પ્રિયાંશીનો ફોન આવી રહ્યો હતો


અયાંશી:- હા દીદી


પ્રિયાંશી:- તૈયાર થઈ ગઈ ?

અયાંશી:- હા દીદી... અને તમે ?


પ્રિયાંશી:- અમે બંને પણ.. ચાલ તો નીચે આવી જા અમે તારો વેઇટ કરીએ છીએ બ્રેક-ફાસ્ટ માટે..


અયાંશી:- હા દીદી.. ફોન મૂકે છે અને પછી અયાંશી તેના રૂમ ને લોક કરીને નીચે જાઈ છે..

અયાંશી જેવી નીચે આવી પ્રિયાંશ અને પ્રિયાંશી બંને તેને જોઈ રહ્યા... અયાંશી આજે બોવ જ સુંદર લાગી રહી હતી અને આ જોઈ પ્રિયાંશી બોલી


પ્રિયાંશી:- કોઈ મળવા આવવાનું છે કે શું ?


અયાંશી:- ના રે...


પ્રિયાંશી:- ઓકે એક વાત કવ અયાંશી... આજે તું બોવ જ સુંદર લાગી રહી છે..

અયાંશી:- હા.. થેન્ક્સ દીદી.. અને તમે બંને પણ ખુબ જ સુંદર લાગી રહ્યા છો. બસ ભગવાન પાસે એ જ પ્રાર્થના છે કે તમારી જોડી હમેશાં આવી જ સુંદર રીતે બની રહે..


પ્રિયાંશી:- ઓહહ.. થેન્કસ અયાંશી.. પ્રિયાંશ તમે એક કવિતા તો સંભળાવો


અયાંશી:- કવિતા ????


પ્રિયાંશી:- હા અયાંશી પ્રિયાંશની કવિતા ખુબ જ સુંદર હોઇ છે હું એમ કહું તો ખોટું નથી કે મને પ્રિયાંશ સાથે પ્રેમ થયો તે પહેલાં તેની કવિતા ઓ સાથે પ્રેમ થઈ ગયો હતો..


અયાંશી:- અરે વાહ.. પ્રિયાંશભાઈ મને પણ સંભળાવોને એક કવિતા..


પ્રિયાંશ થોડો સમય વિચાર કર્યા બાદ...


પ્રિયાંશ:-


તમારા ઉપર કવિતા લખુ

એવા મારી પાસે શબ્દો નથી,

તમારું ચિત્ર દોરી શકુ

એવા મારી પાસે રંગ નથી,

કુદરતને કહ્યુ ફરી બનાવ

આવી સુંદરતા,

કુદરતે કહ્યુ મજબુર છુ

આવા સુંદર બીજા અંગ નથી.


પ્રિયાંશી અને અયાંશી બંને એક સાથે વાહ બોલી ઊઠે છે..


અયાંશી:- વાહ પ્રિયાંશભાઈ તમે તો ખરેખર ખૂબ જ સુંદર કવિતા ઓ બોલો છો,,,


પ્રિયાંશ:- થેન્કસ..


અને પછી ત્રણેય બ્રેક-ફાસ્ટ કરે છે અને ત્યાર બાદ ત્રણેય નીકળી પડે છે.... Unterrothorn તરફ...

Unterrothorn


Unterrothorn એ Pennine Alpsનો એક ભાગ છે.. દરિયાઇ સપાટીથી લગભગ ૩૧૦૦ મીટર ઊંચાઈ પર આવેલી આ જગ્યા જ્યાં જવા માટે કેબલ કારનો ઉપયોગ કરવો પડે છે અને આ જગ્યા ઉનાળાના સમયે સ્વર્ગ સમાન છે કેમ કે પર્વતો ઉપર નો બરફ ઉનાળામાં ઓગળે છે અને પછી ત્યાં ખૂબ સુરત કૂલો ઊગી નીકળે છે અને પર્વતોમાંથી ઓગળતા બરફનું પાણી નીચે ની તરફ જાઈ છે જ્યાં ખુબ જ મોટું સરોવર આવેલું છે, પણ શિયાળાના સમયે સરોવર અને આજુબાજુ નો બધો જ ભાગ બરફથી ઢંકાઈ જાઈ છે એટલે આ સમય દરમિયાન આ જગ્યા ની મુલાકાતે પ્રવાસી ખુબ જ ઓછા આવે છે પણ ઉનાળામાં આ પૂરી જગ્યા પ્રવાસીઓથી ભરાઈ જાઈ છે

અયાંશી, પ્રિયાંશ અને પ્રિયાંશી સૌથી પહેલા નીચે રહેલા સરોવરને જોવા માટે જાઈ છે અત્યારે શિયાળનો સમય હતો એટ્લે આખુય સરોવર જામી ગયેલું હતું થોડા પ્રવાસીઓ હતા જે આ સરોવરના જામી ગયેલા પડ ઉપર દોડી રહ્યા હતા તો કોઈ સરોવરના ફિસલન જેવા બરફના પડ ઉપર લપસી રહ્યા હતા..


અયાંશી અને પ્રિયાંશી પણ દોડીને સરોવરના પડ ઉપર જતાં રહ્યા અને સરોવરનું પડ એટલું ફિસલન વાળું હતું કે તેના ઉપર બેલેન્સ રાખવું ખુબજ મુસકેલ હતું એટલે અયાંશી ને પ્રિયાંશીએ એકબીજાનો હાથ પકડી લીધો જેથી એકબીજાને સપોર્ટ કરી શકે


પ્રિયાંશ બહાર ઊભો ઊભો આ બંનેના ફોટો પાડી રહ્યા હતો.. થોડીવાર પછી અયાંશી બહાર આવી અને પ્રિયાંશ અંદર ગયો પછી અયાંશીએ પ્રિયાંશ અને પ્રિયાંશીના ફોટાઓ પાડ્યા


ત્યાથી ત્રણેય કેબલ કારમાં બેસીને Unterrothornની ટોંચ ઉપર ગયા અને ત્યાથી એક અદ્ભુત નજારો દેખાઈ રહ્યો હતો.. ટોંચ ઉપરથી આખુય સરોવર દેખાઈ રહ્યું હતું અને સરોવરના સામેના ભાગમાં બે મોટા મોટા બરફથી ઢંકાયેલા પહાડો હતા..


૨ કલાક જેટલો સમય ટોંચ ઉપર પસાર કર્યા પછી ત્રણેય નીચે ઉતાર્યા.. બપોરના ૧:૩૦ વાગ્યો હતો અને હવે આ લોકો જઈ રહ્યા હતા Pollux Mountain

Pollux Mountain


Pollux Mountain એ Pennine Alps ના બે પર્વતો છે, Pollux Mountain એ Valais, Switzerland અને the Aosta Valley, Italy આ બંને દેશોની બોર્ડર ઉપર આવેલો છે. આ બંને પર્વતોને Zermatt ટાઉનમાંથી જોવો તો બંને એક સરખા જ લાગે છે એટ્લે જ તેમને ત્યાના સ્થાનિકો "Zwillinge" કહે છે.. ૪૦૦૦ મીટરની હાઈએસ્ટ ઊંચાઈ સાથે આ Mountain પૂરે પૂરો બરફથી ઢંકાયેલો રહે છે.. જ્યાં નજર કરો ત્યાં બસ બરફનું સામ્રાજ્ય જોવા મળે છે અને સ્કી રસિકો માટે ૪૦૦૦ મીટર ઉપરથી સ્કી કરીને નીચે ઊતરવું એટલે તેમને જાણે સ્વર્ગનો અહેસાસ કરાવી જાઈ છે


અયાંશી, પ્રિયાંશ અને પ્રિયાંશી ત્રણેય ૪૫ મિનિટના સફર પછી ત્યાં પહોચે છે અને પછી ત્યાં બરફથી રમે છે થોડી સ્કી કરવાની ટ્રાય પણ કરે છે પણ પહેલા આ ત્રણમાથી કોઈએ સ્કી કરી ના હોવાથી વારંવાર સ્કી કરતાં કરતાં બરફ ઉપર લપસીને પડી જાઈ છે..


લગભગ ૪ કલાક સુધી ત્યાં આ લોકો ફરે છે, આજુ બાજુના નાના નાના Mountain ઉપર જઈને ત્યાં ફોટાઓ પાડે છે અને એકબીજાની મસ્તી મઝાક કરે છે..

પ્રિયાંશી અને પ્રિયાંશને અયાંશી સાથે ખુબ જ મજા આવી રહી હતી.. આ લોકોને મળ્યાના ૨૪ કલાક પણ નહોતા થયા છતાં એવું લાગી રહ્યું હતું કે ત્રણેય એકબીજાને વર્ષોથી ઓળખતા હતા...


સાંજના ૫:૩૦ થયા હતા. સુરજ Pollux Mountainની સામેની સાઈડ આઠમી રહ્યો હતો અને તેના કિરણોનો કલર કેસરી થઈ ગયો હતો અને બીજી તરફ Pollux Mountainની ટોંચ ઉપર અડધો ચંદ્ર ઊગી નીકળ્યો હતો…


Pollux Mountainના અડધા ભાગમાં સૂર્યના કિરણોનું રાજ હતું જ્યારે બાકીના ભાગમાં ધીમે ધીમે ચંદ્રની રોશની કબ્જો કરી રહી હતી.. બરફ ઉપર સૂર્યના કેસરી કિરણો પડી રહ્યા હતા ત્યારે આખોય પર્વત જાણે સોનાનો લાગી રહ્યો હતો અને જ્યાં ચંદ્રની રોશની પડી રહી હતી તે ભાગ સફેદ સોનાની જેમ ચમકી રહ્યો હતો...

પ્રિયાંશને કોઈનો કોલ આવે છે એટલે પ્રિયાંશ થોડો દૂર જાઈ છે વાત કરવા માટે...


પ્રિયાંશ:- હા અયાંશ...


અયાંશ:- હું અહિયાં પહોચી ગયો છું..


પ્રિયાંશ:- ગુડ... તો કેટલી વારમાં તું આવે છે ?


અયાંશ:- બસ ૧૦ મિનિટમાં ઉપરથી નીચે તરફ આવું છું


પ્રિયાંશ:- ઓકે તો અહિયાં બધુ તે સેટ કરી રાખ્યું છે ?


અયાંશ:- હા.... બસ હમણાં સ્કી રીસોર્ટવાળા એનાઉન્સમેંટ કરશે..


પ્રિયાંશ:- ઓકે. અને પેલી કવિતા યાદ કરી લીધી ને ?


અયાંશ:- હા.. થેન્ક્સ તમારો પ્રિયાંશભાઈ..


પ્રિયાંશ:- થેન્ક્સની જરૂર નથી અયાંશ...


અયાંશ:- ઓકે ભાઇ તમારો આ અહેસાન રહ્યો મારા ઉપર, જે હું જીવનમાં ક્યારે પણ નહી ભૂલું..


પ્રિયાંશ:- બસ બસ હવે જલ્દી આવી જા અને અયાંશીને સરપ્રાઈઝ આપ..


અયાંશી:- હા...


પ્રિયાંશ ફોન મૂકે છે અને પ્રિયાંશી ને અયાંશી જ્યાં બેઠા હતા ત્યાં પાછો આવે છે.. પ્રિયાંશ ઇશારામાં પ્રિયાંશી સાથે વાતો કરતો હોય છે ત્યાજ અયાંશી જોઈ જાઈ છે..


અયાંશી:- શું ઈશારોમાં વાતો ચાલી રહી છે ?


પ્રિયાંશી:- કઈ નહી..

એટલામાં એનાઉન્સમેંટ થાઈ છે કે Pollux ની ટોંચ ઉપરથી એક વ્યક્તિ સ્કી કરીને નીચે આવી રહ્યો છે... અને તેનું લાઈવ ટેલિકાસ્ટ LED સ્ક્રીન માં દેખાડી રહ્યા છીએ..

પ્રિયાંશએ પ્રિયાંશીનો અને પ્રિયાંશીએ અયાંશીનો હાથ પકડયો અને એ ત્રણેય સ્કીનની સામે ગોઠવાઈ ગયા....


થોડી જ ક્ષણોમાં પેલા વ્યક્તિએ સ્કી ચાલુ કરી દીધું અને સડસડાટ નીચે ઉતારવા લાગ્યો.. કેમેરો પણ તે વ્યક્તિનું સાવ નજીકથી રેકોર્ડિંગ કરી રહ્યો હતો..... પેલા વ્યક્તિએ આખો ચહેરો કવર કરી રાખ્યો હતો ખાલી શ્વાસ લેવા માટે નાકનો ભાગ અને નીચે મોઢાનો ભાગ જ ખુલ્લો હતો...


સ્કી કરતાં કરતાં પેલા વ્યક્તિએ કેમેરા સામે જોઈ સ્માઇલ કરી........


LED સ્ક્રીન ઉપર સ્માઇલ જોઈને અયાંશીનું હ્રદય જાણે એક ધબકારો જાણે ચૂકી ગયું હોય એવું લાગ્યું.. અયાંશીને જાણે એવું લાગ્યું કે તેને LED સ્ક્રીનમાં અયાંશની સ્માઇલ જોઈ છે.. અયાંશીને એવું લાગ્યું કે સ્કી કરતો પેલો માણસ તેનો અયાંશ જ છે.. પણ અયાંશીએ તેના મનને પાછું વાળી લીધું કે અયાંશ અત્યારે સ્પેનમાં છે તો અહિયાં કેવી રીતે હોઇ શકે... થોડીવાર પછી અયાંશી અયાંશના વિચાર માં ખોવાઇ ગઈ..


પેલો સ્કી કરતો વ્યક્તિ હવે સાવ નીચે આવી ગયો હતો ને તે અયાંશી જ્યાં ઊભી હતી તેની બરાબર સામેથી પસાર થવાનો હતો,,, પેલા વ્યક્તિએ અયાંશીની પાસે પહોચે તે પહેલા તેનું મોઢું એક હાથથી ઢાંકી દીધું અને આંખો ઉપર સ્કી વખતે પહેરવાના ચશ્મા હતા તે કાઢી નાખ્યા...


જેવો પેલો વ્યક્તિ અયાંશીની સામેથી પસાર થયો એટલે અયાંશીની અને પેલા વ્યક્તિની આંખો મળી… અયાંશીનું દિલ જાણે તેને કહી રહ્યું હતું કે આ આંખોતો અયાંશની છે.. એ વ્યક્તિ અયાંશ જ હોવો જોઈએ પણ તેનું મન આ વાત માનવા તૈયાર નહોતું કે અયાંશ અત્યારે ત્યાં હોઇ...


બધા લોકોએ તાળીઓ સાથે પેલા સ્કી કરનાર વ્યક્તિને વધાવ્યો અને ત્યારબાદ પોતાની જગ્યા તરફ જઈ રહ્યા હતા...


અયાંશીના ચહેરા ઉપરની સ્માઇલ અત્યારે ગાયબ થઈ ગઈ હતી.. તે અયાંશને મીસ કરી રહી હતી, અત્યારે અયાંશીને પસ્તાવો થઈ રહ્યો હતો કે તેને અયાંશ ઉપર સવારે ગુસ્સો કર્યો.. અયાંશી નીચું મોઢું કરીને તેની બેસવાની જગ્યા તરફ જઈ રહી હતી ત્યાં જ તેને પ્રિયાંશીએ રોકી અને સુરજ જે તરફ આથમી રહ્યો હતો તે તરફ જોવા કહ્યું...


અયાંશીની આંખો તે તરફ જોઈ રહી હતી.. સ્નો બાઈકનો અવાજ આવી રહ્યો હતો અને તે અવાજ ધીમે ધીમે નજીક આવી રહ્યો હોય એવું લાગી રહ્યું હતું.. એવું લાગી રહ્યું હતું સ્નો બાઇક લઈને કોઈ ઢળાન તરફથી ઉપર આપી રહ્યું છે...


પાછળ સુરજ બસ ધરતીને અડવાણી તૈયારીમાં હતો અને આ બાજુ ગાડીનો અવાજ વધારે નજીક આવી રહ્યો હતો. જેવો સુરજ ધરતીને ચુમ્યો તેવો જ ઢળાન તરફથી ઉપર આવતો એક ચહેરો દેખાયો.. અયાંશીની આંખોતો જાણે આ ચહેરો જોવા માટે જ તરસી રહી હોઇ એવું લાગી રહ્યું હતું…


અયાંશ સ્નો બાઈક ઉપર હતો. ઢળાન ઉપર ચડીને તેને બાઇક ઊભી રાખી દીધી અયાંશીની આંખો અત્યારે એક સાથે બે અદ્ભુત નજારાઓ જોઈ રહી હતી એક હતો સુરજ જે બરફ આચ્છાદિત ધરતીને ચૂમીને તેમાં સમાઈ રહ્યો હતો અને તેની આજુબાજુની બધી જગ્યા જાણે લાલ, સફેદ, કેસરી, લીલા કલરની LED લાઇટમાં જગમગ થઈ રહી હતી... બરાબર આ અદ્ભુત નજારાની બાજુમાં અયાંશનો ચહેરો. થોડીવાર પહેલા ઉદાસ થઈ ગયેલી અયાંશી અત્યારે વિશ્વની ખુશનશીબ વ્યક્તિ હતી..

આ બાજુ અયાંશ ઢળાન ઉપરથી ઉપર આવ્યો અને ત્યાં ઊભો હતો અને બરાબર તેની સામે અયાંશી ઊભી હતી...


આજે ચંદ્ર અડધો જ ઊગ્યો હતો અને અયાંશ જ્યાં ઊભો હતો ત્યાથી તેને એવો નજારો દેખાઈ રહ્યો હતો કે અડધા ચંદ્રની ખાલી જગ્યામાં અયાંશીનો ચહેરો હતો અને અયાંશીનો ચહેરો ત્યાં ગોઠવાઈને એડધા ચંદ્રને પૂર્ણ બનાવી રહ્યા હતા.. અયાંશે આવો નજારો તેના ફોનમાં ક્લિક કર્યો અને પછી ધીમે ધીમે ચાલીને અયાંશી પાસે ગયો અને અયાંશીના હાથમાં તેને પોતાનો ફોન મૂક્યો.. ને તેને અયાંશી ને ચંદ્રનો પાડેલો ફોટો દેખાડ્યો...


અયાંશી હજી એકદમ સ્તબ્ધ થઈ ને ઊભી હતી તેને એવું લાગી રહ્યું હતું કે તે કોઈ સપનું જોઈ રહી છે... અયાંશએ અયાંશીનો હાથ તેના હાથમાં લીધો અને પછી અયાંશ અયાંશીની આંખોમાં જોઈ બોલ્યો..


અયાંશ:-


તુ મને ગમી ગઈ

રસ્તામા મુલાકાત થયી.

પછી આંખોથી વાત થઈ.

લાગ્યુ જાણે જીવન ભરની સંગાથ થઈ.

ને તુ મને ગમી ગઈ.


શું હતો તારી આંખોનો જાદુ.

કે આ દિલમાં તુ ઘર કરી ગઈ.

ન રહ્યો હોશ, ન રહ્યો ચેન.

ને તુ મને ગમી ગઈ.


મનમાં હતી તને મળવાની આતુરતા.

જાણે પાનખરને વસંતની વાટ.

પૂછ્યું મે મળવાનું તને તો,

તું હસી ને વાત ટાળી ગઈ.

ને તુ મને ગમી ગઈ.


કોયલ જેવો મીઠો ટહુકો તારો.

મારા નામનો સાદ તારો.

શુ મીઠો અવાજ તારો,

તુ મને બેહોશ કરી ગઈ.

ને તુ મને ગમી ગઈ.


તને મળવુ જરુરી છે.

હૃદયમાં પ્રેમનું આખું ઝરણું છે.

તને મળીદીલમાં ઈચ્છાનાં વમળ ઉઠે

અને આ દિલ બોલી ઉઠે

પહેલી નજરમાં જ તુ મને ગમી ગઈ.


અયાંશી એ અયાંશને HUG કર્યું અને તેની આંખોમાંથી પ્રેમના મોતી વહેવા લાગ્યા હતા...


આ બંનેને જોઈ પ્રિયાંશ અને પ્રિયાંશી પણ ખુશ હતા…

---------------------------------------------

(11)

અયાંશી હજી પણ અયાંશને HUG કરીને જ ઊભી હતી. અયાંશીને તો હજી બધુ સપના જેવુ જ લાગતું હતું તેની આંખોમાં આંસુ હતા પણ અત્યારે આ આંસુ ખુશીના હતા.. અયાંશી બોવ જ ખુશ હતી અને તેને અયાંશની ઓળખાણ પ્રિયાંશ અને પ્રિયાંશી સાથે કરાવી…

અયાંશી:- એક વાત પૂછું

અયાંશ:- હા...


અયાંશી:- તને કેવી રીતે ખબર પડી કે હું અહિયાં છું ?

અયાંશ પ્રિયાંશ સામે જોઈને હસવા લાગ્યો... અને સામે પ્રિયાંશ અને પ્રિયાંશી પણ હસવા લાગ્યા

અયાંશી બધાને હસતાં જોઈને સમજી ગઈ કે અયાંશ પ્રિયાંશભાઈ અને દીદીને ઓળખે છે.

અયાંશી:- અયાંશ તમે બધા એક બીજાને ઓળખો છો?

પ્રિયાંશી:- હા...

અયાંશીને જાણે એકદમ શોક લાગ્યો... કેવી રીતે ?


અયાંશ:- કાલે તે મને જ્યારે ફોટો સેન્ડ કર્યા હતા તો તેમાં પ્રિયાંશીદીદી તારી સાથે ફોટોમાં હતા ત્યારે મને એમ થયું કે કોઈ ટુરીષ્ટ તને મળી ગયું હશે એટલે મે તને એ વાત ના પૂછી, પણ આજે સવારે જ્યારે આપડે વાત કરી ત્યારે તે મને કીધું કે કાલે તને કેવી રીતે એક ગુજરાતી કપલ મળી ગયું યાદ છે..

અયાંશી:- હા..

અયાંશ:- તે ફોન મૂક્યો ત્યાર પછી મે તું જે હોટેલમાં રોકાઈ હતી ત્યાં ફોન કર્યો, ત્યાંથી મે પ્રિયાંશભાઈ અને પ્રિયાંશીદીદીની ડીટેલ લીધી, ડીટેલમાં મને પ્રિયાંશભાઈનો ફોન નંબર મળ્યો અને પછી મે તેમને ફોન કર્યો.

પ્રિયાંશ:- અયાંશનો ફોન આવ્યો, તેને મને તમારા બંનેની બધી જ વાત કરી, કે તે તને પ્રેમ કરે છે તને સરપ્રાઈઝ આપવા માંગે છે, પેલા તો મને એમ લાગ્યું કે કોઈ તને હેરાન કરવા માંગે છે એટલે મે ના પાડી દીધી..

અયાંશી:- પછી શું થયું ?

અયાંશ:- પછી મે પ્રિયાંશભાઈને આપણે બંનેએ સાથે પડાવેલા ઈટાલી અને ફ્રાંસ વાળા ફોટો મોકલ્યા. તે મોકલ્યા પછી પ્રિયાંશભાઈને મારા ઉપર વિશ્વાસ આવ્યો..

અયાંશી:- પછી તમે પ્લાનિંગ કર્યું એમ ને ?

પ્રિયાંશી:- હા પછી અમે લોકોએ પ્લાનિંગ કર્યું.. તને કેવું લાગ્યું સરપ્રાઈઝ ?

અયાંશી:- બોલવા માટે શબ્દો નથી..


બધા એક સાથે હસી પડે છે, પછી બધા સાથે ડિનર કરે છે ને ત્યારબાદ હોટેલ જવા રવાના થઈ જાઈ છે.. બીજા દિવસે અયાંશીને BERN માટે નિકલવાનું હતું જ્યાં તેનું છેલ્લું પ્રેશન્ટેશન હતું. અયાંશ પણ અયાંશીને સાથે જવાનો હતો.

ચારેય જણા હોટેલ પહોચે છે અને તેમના રૂમ તરફ જતાં જતાં વાતો કરી રહ્યા હતા..

અયાંશી:- દીદી તમારો હવે શું પ્લાન છે ? અયાંશી પ્રિયાંશીને પૂછે છે ?

પ્રિયાંશી:- બસ હવે છેલ્લા ૪ દિવસ છે અને તે અમારે સ્વીટ્ઝરલેન્ડમાં જ વિતાવવા છે, પણ હવે આગળ ક્યાં જઈશું તે નક્કી નથી.

અયાંશી:- તો તમે બંને પણ અમારી સાથે BERN આવો ને, ત્યાં મારુ પ્રેશન્ટેશન છે અને મારી પાસે પણ છેલ્લા ૪ દિવસ જ છે પછી મારે પણ ઈન્ડિયા આવવાનું જ છે, તો આપણે સાથે જ નીકળીશું, અને આ ૪ દિવસ દરમિયાન આપણને એકબીજાની કંપની પણ મળી રહેશે, શું કહેવું છે તમારું પ્રિયાંશભાઈ..


પ્રિયાંશ:- વિચાર તો સારો છે..

અયાંશ:- તો પછી કાલે સવારે તૈયાર રહેજો આપણે સાથે જ નિકળીશું...

પ્રિયાંશ:- સારૂ ત્યારે...

અયાંશી એકદમ ખુશ થઈ ગઈ અને સાથે સાથે પ્રિયાંશી પણ ખુશ થઈ જાઈ છે..

બીજા દિવસે સવારે બધા BERN જવા માટેની ફ્લાઇટમાં હોઇ છે..

BERN


AARE નદીના કિનારા ઉપર વસેલું શહેર BERN,Switzerland નું કેપિટલ છે, લગભગ ૧૨ મી સદીની આજુબાજુ નિર્માણ પામેલું આ શહેર અત્યારે Switzerland નું વસ્તીની દ્રષ્ટીએ પાંચમુ સૌથી મોટું શહેર છે,

UNESCO એ ૧૯૮૩ માં જ આ શહેરને વલ્ડ હેરીટેજ સાઇટનો દરજો આપી દીધો હતો, આ શહેરમાં સૌથી વધારે જર્મન ભાષા બોલાઈ છે, અને એવું કહેવાઈ છે કે BERN વિશ્વના સૌથી જૂના ફુવારાઓના લીધે પણ ફેમસ છે, શહેરમાં મોટા ભાગના ફુવારાઓનું બાંધકામ લગભગ ૧૬ મી સદીમાં થયેલું છે...

અયાંશી, અયાંશ, પ્રિયાંશ, પ્રિયાંશી બધા જ લોકો BERN પહોચી ગયા હતા. અને BERN પહોચ્યા ત્યાં લાગભાગ સાંજ થઈ ગઈ હતી અને બીજા દિવસે જ અયાંશીને તેનું પ્રેશન્ટેશન આપવાનું હતું એટલે એરપોર્ટથી અયાંશી અને અયાંશ સીધા જ તે પ્લેસની મુલાકાતે ગયા જ્યાં અયાંશીને પ્રેશન્ટેશન આપવાનું હતું અને પ્રિયાંશ અને પ્રિયાંશી બંને હોટેલ ગયા...

લગભગ ૧ કલાક રહીને અયાંશી અને અયાંશ પણ પ્લેસની મુલાકાત લઈને હોટેલ આવી ગયા હતા હવે ચારેય લોકોએ એવું વિચાર્યું હતું કે આજે રેસ્ટ કરીએ અને કાલે અયાંશીના પ્રેશન્ટેશન ને ત્યારબાદની પ્રાઈઝ સેરેમની પછી સાંજે બધા ફરવા નીકળશે..

બીજા દિવસે સવારે..


અયાંશી થોડી વહેલા જાગી ગઈ હતી અને તેને જોયું તો અયાંશ હજી સૂતો હતો એટલે અયાંશી અયાંશની ઊંઘ ખરાબ ના થઈ એ રીતે ધીરે રહીને તૈયાર થવા માટે જતી રહી......

થોડી વાર થઈ ત્યાં જ અયાંશ જાગ્યો અને તેને જોયું તો અયાંશી આજુ બાજુ નહોતી દેખાઈ રહી, તેને બેડમાંથી ઊઠીને અયાંશીને શોધવાનું ચાલુ કર્યું ત્યાં જ અયાંશનું ધ્યાન અયાંશીની બેગ ઉપર ગઈ, બેગ ખુલ્લી હતી ને તે જોઈને અયાંશ સમજી ગયો કે અયાંશી તૈયાર થવા ગઈ છે એટલે તે ટેન્શન વગર પાછો બેડમાં જઈને સૂઈ ગયો..

થોડીવાર થઈ ત્યાં જ બાથરૂમના દરવાજા ખુલવાનો અવાજ આવ્યો, અયાંશ બેડમાં બેઠો થઈ ગયો અને તેની નજર બાથરૂમના દરવાજા તરફ હતી, અયાંશી ધીમે રહીને બહાર આવી, તેનો એક હાથ તેના ભીના વાળમાં હતો, અયાંશી તેના હાથથી તેના વાળને સરખા કરી રહી હતી, તેના વાળની ભીની થઈ ગયેલી થોડી લટો અયાંશીના ગાલને સ્પર્શ કરી રહી હતી, અત્યારે અયાંશીએ RED WINE કલરની SILK ની એંબ્રોડરી વાળી સાડી પહેરી હતી, સાથે તે જ કલરનું ROUND NECK વાળું HALF SLEEVE નું BLOUSE પહેર્યું હતું, અયાંશને તો એવું લાગી રહ્યું હતું કે જાણે સામે વર્ષો જૂની કોઈ વાઇનની બોટલ છે, અયાંશીને આવી રીતે જોઈને અયાંશને આજે પ્રેમનો અને સાથે સાથે અયાંશીનો નશો ચડી રહ્યો હતો..

અયાંશીનું ધ્યાન અયાંશ ઉપર પડ્યું ણે અયાંશી બોલી...

અયાંશી:- શું જોવો છો આવી રીતે હે ?

અયાંશ:- કઈ નહીં બસ જોવ છું તને...

અયાંશી:- કેમ મને કઈ પહેલી વાર જોઈ રહ્યા છો ?

અયાંશ:- તને જ્યારે પણ જોવ છું ને ત્યારે હું પાછો તારા પ્રેમમાં પડી જાવ છું.. એવું લાગે જાણે આ પહેલી નજરનો પ્રેમ છે જે મને તારી સાથે હરરોજ થાઈ છે...

અયાંશી:- ઓહ એવું... અયાંશી ચાલીને અયાંશની એકદમ નજીક જાઈ છે..

અયાંશીને નજીક આવતી જોઈને અયાંશના શ્વાસ અને દિલની ધડકનોની ગતી ધીમે ધીમે વધવા લાગે છે..

અયાંશી અયાંશની નજીક આવીને તેના માથા ઉપર એક કિસ આપે છે...

અયાંશને તો જાણે એવું લાગી રહ્યું હતું કે તે અત્યારે સાતમા આસમાન ઉપર છે.. અને અત્યારે કોઈ અયાંશને પ્રેમની વ્યાખ્યા પૂછે તો અયાંશ બસ એટલું જ કહે કે.....

પ્રેમ શું છે....??

અડ્યા વગર પણ સ્પર્શનો અનુભવ,

શબ્દ વગર પણ વર્ણન સમજાઈ,

આપમેળે થતી એકમેકની લાગણી,

એકબીજાને મળવા માટેનો ઇન્તજાર,

હોવ તમે મધદરિયે ને ત્યાં પણ પ્યાસ લાગે,

પાનખરની રૂતમાં પણ વસંતની યાદ..

બસ આજ તો છે પ્રેમ

અયાંશી જોઈ રહી હતી કે અયાંશના ચહેરા ઉપર સ્માઇલ છે અને તે વિચારોમાં ખોવાયેલો છે..

અયાંશી:- હવે બેડમાંથી નીચે ઉતર અને તૈયાર થવા માટે જાવ. નહી તો લેટ થઈ જસે..

અયાંશ તેની વિચારોની દુનિયામાંથી બહાર આવ્યો અને તૈયાર થવા માટે જતો રહ્યો, અયાંશ બાથરૂમમાં ગયો અને આ બાજુ અયાંશી તેના ભીના વાળને સુકવવામાં લાગી ગઈ..

થોડી વાર થઈ ત્યાં અયાંશીને યાદ આવ્યું કે તે જઈને પ્રિયાંશભાઈ અને દીદી ને યાદ કરાવી આવે કે તે લોકોને બ્રેકફાસ્ટ સાથે કરવાનો છે એટલે અયાંશી, અયાંશને કહીને પ્રિયાંશી અને પ્રિયાંશના રૂમ તરફ ગઈ..

અયાંશ બાથરૂમમાંથી બહાર આવ્યો તેને વિચાર્યું કે તે પણ અયાંશીએ જે કલરની સાડી પહેરી છે તે જ કલરનો TUXEDO SUIT પહેરશે..

અયાંશી પાછી આવી અને રૂમનો દરવાજો ખોલ્યો તો સામે જ અયાંશ WINE કલરના TROUSER ઉપર LIGHT PINK કલરનો શર્ટ પહેર્યો હતો.. શર્ટની ઉપર WINE કલરનું JACKET પહેર્યું હતું અને તે કાંચમાં જોઈને BOW સેટ કરી રહ્યો હતો. BOW નો કલર પણ WINE જ હતો.. અયાંશી બસ દરવાજા પાસે જ ઊભી રહી ગઈ અને અયાંશે કાચમાંથી આ જોયું..

અયાંશ:- અંદર આવી જા તારી પણ રૂમ છે આ.. અયાંશ હસીને બોલ્યો..

અયાંશી શરમાઈને અંદર આવી.. સીધી જ અયાંશની પાસે જઈને ઊભી રહી ગઈ. આ જોઈ અયાંશ બોલ્યો..

અયાંશ:- શું થયું ?

અયાંશી:- કઈ જ નહી કેમ ?

અયાંશ:- તો સીધી અહિયાં આવીને કેમ ઊભી રહી ગઈ ? પાછી માથા ઉપર કિસ દેવાનો ઇરાદો છે ?

અયાંશી:- ના.. લાવ હું તમારી BOW બાંધી આપું...

અયાંશ:- પણ એ તો બંધાઈ ગઈ છે..

અયાંશી ને સમાજમાં નહોતું આવી રહ્યું કે શું બોલવું અને ત્યાજ અયાંશે તેને HUG આપ્યું અને અયાંશીના માથા ઉપર કિસ આપી. પછી બંનેએ કાચની સામે કપલ ફોટો પાડ્યા...

અયાંશનો ફોન વાગ્યો, અયાંશે જોયુંતો પ્રિયાંશનો ફોન હતો એટલે ઉપાડયો..

અયાંશ:- હા પ્રિયાંશભાઈ..

પ્રિયાંશ:- અમે બંને તમારી રાહ જોઈએ છીએ..

અયાંશ:- હા બસ ૫ મિનિટમાં જ આવ્યા...

અયાંશીએ અયાંશને WINE કલરનું BLAZER પહેરાવ્યું અને બંને રૂમ લોક કરીને નીકળ્યા...

પ્રિયાંશી પણ આજે PINK કલરની સાડી પહેરી હતી જેની ડીઝાઈન (scalloped edges design decked with resham and cord embroidery in floral themes enriched by sequins & stone embellishments all over. Comes along with a pearl and stone embellished pink color satin blouse with fringes details on sleeves.) આવી હતી જ્યારે પ્રિયાંશ પણ LIGHT PINK TUXEDO માં હતો

ચારેય લોકોએ એકબીજાની તારીફ કરી અને પછી ચારેય અયાંશીના પ્રેશન્ટેશનના પ્લેસ પર ગયા..

Rosengarten

BERN શહેરની સૌથી શાંત અને સૌથી ખૂબ સુરત જગ્યાઑ માંની એક જગ્યા એટલે કે THE ROSE GARDEN PARK (ROSENGARTEN)… BERN શહેરની બાજુમાંજ પહાડોની ઉપર નદીના કિનારે બનેલું આ સુંદર ગાર્ડનનું બાંધકામ લગભગ ૧૭ મી સદીમાં થયેલૂ પણ પબ્લિક માટે ૧૯૧૩ માં ખુલ્લુ મૂકવામાં આવેલું, લગભગ ૨૦૦ ગુલાબોની જાત અને બીજા લગભગ ૨૦૦ જાતના ફૂલોનું બનેલું આ ગાર્ડનમાં જ્યારે તમે બેઠા હોવ ત્યારે અહિયાના ગુલાબો અને ફૂલોની મહેક તમારા મનને એકદમ પ્રફુલિત કરી મૂકે, અને આ ગાર્ડન હિલ ઉપર બનાવેલું હોવાથી ત્યાથી આખાય BERN શહેર તમે નિહાળી શકો છો અને એમાં પણ રાતના સમયે નદીના કિનારે બેસીને હિલ ઉપરથી બેઠા બેઠા BERN શહેરનો નજારો જોવો તો જાણે એવું લાગે કે તમે પૃથ્વી છોડીને અવકાશમાં પહોચી ગયા છો. રાત્રીના સમયે શહેરની લાઇટો અને ઉપરથી નદીનું ખળ ખળ વહેલું પાણી તમને એવો અહેસાસ કરાવે કે જાણે તમે કોઈ બીજી જ દુનિયામાં પહોચી ગયા છો..

અયાંશીને આજે અહિયાં પ્રેશન્ટેશન આપવાનું હતું અને ચારેય લોકો ટેક્સી કરીને અહી પહોચી ગયા હતા... ગાર્ડનની સુંદરતા અને ત્યાથી BERN શહેરનો નજારો જોઈને ચારેય એકદમ ખુશ થઈ ગયા હતા. અયાંશીનું પ્રેશન્ટેશન શરૂ થઈ ગયું હતું તે લોકોને તેના પ્રોજેક્ટ્સ વિષે સમજાવી રહી હતી જ્યારે અયાંશ, પ્રિયાંશ અને પ્રિયાંશી ગાર્ડનમાં ફરી રહ્યા હતા, ફોટાઓ પડાવી રહ્યા હતા....

લગભગ ૩ કલાક પછી અયાંશીનું પ્રેશન્ટેશન પૂરું થયું અને અયાંશીને હવે BERN THEATER માં જવાનું હતું જ્યાં પ્રાઇઝ સેરેમની હતી.. તો ચારેય લોકો ત્યાં જવા માટે નીકળી ગયા પણ અયાંશી છેલ્લા ત્રણ કલાકથી સતત લોકોને સમજાવી રહી હતી એટ્લે તે થોડી થાકી પણ હતી અને તેને ભૂખ પણ લાગી હતી એટલા માટે ચારે લંચ કરવા માટે એક રેસ્ટોરન્ટમાં જતાં હતા ત્યાં જ અયાંશ બોલ્યો..

અયાંશ:- અહિયાનું સ્ટ્રીટ ફૂડ બોવ જ ફેમસ છે તો તે ટ્રાય કરીએ તો ?

પ્રિયાંશી:- વાહ ચાલો તો સ્ટ્રીટ ફૂડ જ.

અયાંશ બધાને સ્ટ્રીટ ફૂડ ખાવા માટે લઈ જાઈ છે..

સૌથી પહેલા Tartiflette ડિશ ટેસ્ટ કરે છે (Tartiflette is an amalgamation of sliced potatoes. Reblocohon cheese, caramelised onions and nutty cream. ) ની બને છે

ત્યારબાદ Raclette (his is a unique local dish made from local Raclette cheese, grilled slowly over fire. The cheese melts in layers and is served over potatoes, vegetables , accompanied by pickles and onions. )

ત્યારબાદ Fondue (This is a pot of melted cheese, wine and garlic, served on open flame and people dip their bread pieces with long forks and eat it.)

આટલું ખાધા પછી પ્રિયાંશી અને અયાંશી બંને એક સાથે બોલી... કે હવે પેટ ફૂલ અને આ સાંભળીને અયાંશ અને પ્રિયાંશ બંને હસી પડ્યા..

અયાંશ:- જમવાનું પૂરું ત્યારે જ ગણાય જ્યારે તેનો અંત કોઈ સ્વીટ ખાઈને કરો...

પ્રિયાંશ:- સાચી વાત..

અયાંશ:- તો ચાલો સ્વીટ ખાવા

પ્રિયાંશ, પ્રિયાંશી અને અયાંશી ત્રણેય એક સાથે ચાલો સ્વીટ ઉપર આક્રમણ..

ચારેય હવે સ્વીટ Nusstorte (Nusstorte is a nut tart, comprising of short crust pastry, caramelised sugar, cream and chopped walnuts) ખાઈ છે..

ચારેયને સ્ટ્રીટ ફૂડ ખાઈને ખુબ જ મજા આવી ગઈ હતી અને હવે ચારેય BERN THEATER જાઈ છે...

BERN THEATER

ચારેય જ્યાં સુધી Theater પહોચે છે ત્યાં સુધીમાં સેરેમની ચાલુ થઈ ગઈ હતી એટલે ચૂપચાપ ચારેય પાછળની સીટ ઉપર જઈને બેસી જાઈ છે.. અને સ્ટેજ તરફ જોવા લાગે છે જ્યાં એન્કર આવીને તેની સ્પીચ આપી રહી હતી અને બધા લોકો ધીરજ પૂર્વક સાંભળી રહ્યા હતા અને સાથે સાથે આ ચાર પણ..

એન્કરના ગયા પછી એક માણસ સ્ટેજ ઉપર આવે છે અને આ માણસને જોઈને અયાંશી તેને ઓળખી જાઈ છે.. આ એજ માણસ હતો જેને ઓપનિંગ સેરેમનીમાં પણ સ્પીચ આપી હતી અને કોઈ મોટો માણસ હતો

પેલા માણસે બોલવાનું ચાલુ કર્યું:- કે અહિયાં વિશ્વના જેટલા દેશોમાંથી સ્પર્ધકો આવ્યા હતા તે બધાનું અહિયાં સ્વાગત છે.. હું તમારા લોકોને વધારે સમય નહી લવ. બસ એટલું જ કહીશ કે આ આખી ઈવેન્ટ અમારી કંપનીએ એરેંજ અને સ્પોંસર કરેલી છે અને ઓપનીંગમાં પણ હું જ સ્ટેજ ઉપર હતો અને અત્યારે પણ હું જ સ્ટેજ ઉપર છું એટલે તમે લોકો મને એરીક સમજો છો પણ હું એરીક નથી, મારૂ નામ ફિલિપ છે અને હું એરિક માટે છેલ્લા ૩ વર્ષથી કામ કરું છું, તમે બધા લોકોએ એરિક વિષે બોવ બધુ સાંભળ્યુ છે કે કેવી રીતે એક ખાલી ૨૫ વર્ષનો છોકરો સ્પેનનો બીલીઓનેર બન્યો, પણ તમારામાંથી બોવ ઓછા લોકોએ તેમણે જોયા છે. પણ આજે એક ખુશીની વાત એ છે કે એરિક આપના વચ્ચે જ છે અહિયાં જ તો આપણે તેને સ્ટેજ ઉપર બોલાવીને તેની પાસે જ તેની સ્ટોરી સાંભળીએ..

ફિલિપ આટલું બોલ્યો ત્યાજ આખાય THEATER માં ગણગણાટ ચાલુ થઈ ગયો, લોકો એરિકને જોવા માંગતા હતા, તેની લાઈફની જર્ની સાંભળવા માંગતા હતા પણ એરીક છે ક્યાં તે કોઈને ખબર નહોતી

અયાંશી, પ્રિયાંશ, પ્રિયાંશી બધાએ એક બીજાની સામે જોઈ રહ્યા હતા, તે લોકો પણ સ્પેનના યંગેસ્ટ બીલીઓનેર ને સાંભળવા માંગતા હતા તેની સ્ટોરી જાણવા માંગતા હતા અને ત્યાં જ અચાનક અયાંશ બેઠો હતો તેના ઉપર જ ફોકર કરતી લાઇટ થઈ અને સ્ટેજ ઉપરથી ફિલિપ બોલ્યો..

ફિલિપ:- લાસ્ટ લાઇનમાં જ્યાં ફોકસ લાઇટ થઈ રહી છે તે છે એરીક સિમોન, યંગેસ્ટ બીલીઓનેર ઓફ સ્પેન.. સર પ્લીસ સ્ટેજ ઉપર આવો…

અયાંશ નીચે જોઈને સ્ટેજ તરફ ચાલવા લાગ્યો અને આ તરફ અયાંશી, પ્રિયાંશ અને પ્રિયાંશી એકદમ શોકમાં હતા કે આ અયાંશ દિહોરા છે કે એરિક સિમોન ??? સૌથી વધારે સવાલો અયાંશીના મનમાં ઉઠી રહ્યા હતા અને તે બસ અયાંશને સ્ટેજ તરફ જતો જોઈ રહી હતી.. અયાંશીના સવાલોના જવાબ ખાલી અયાંશ જ આપી શકે તેમ હતો.........

---------------------------------------------

(12)

અયાંશ સ્ટેજ ઉપર પહોચ્યો ફિલિપની પાસે જઈને તેની સાથે હાથ મિલાવ્યા અને બોલ્યો..

અયાંશ:- તમને કેવી રીતે ખબર કે હું અહિયાં છું ?

ફિલિપ:- સર તમે અંદર આવ્યા ત્યારે મે તમને જોઈ લીધા હતા...

અયાંશ:- ઓકે, અને ફિલિપ મને સર નહી કહો ખાલી મારા નામ સાથે બોલાવો તો મને વધારે સારૂ લાગશે, અને આ ઇવેંટ આપણે સ્પોન્સર કરી છે ?

ફિલિપ:- હા એરિક, તમે જે ડોનેશન કરો છો તેમાથી જ આ ઇવેંટ થઈ છે..

અયાંશ:- ઓકે.. અયાંશે ફિલિપ પાસેથી માઇક હાથમાં લીધું..

ફિલિપ:- એરિક સોરી... મને ખબર છે કે તમને પબ્લિસીટી નથી ગમતી પણ અહિયાં આજે પ્રાઇઝ સેરેમની છે, જેમાં ખાલી ૩ જ વિનર છે બાકીના યુવાનો નિરાશ ના થઈ જાઈ એટલા માટે મે તમારું નામ લીધું.. તે લોકો તમારી સ્ટોરી ને તમારી લાઇફની સફર વિષે સાંભળશે એટલે તે લોકો નિરાશ થવાની જગ્યાએ નવી ઉર્જા સાથે કામે લાગશે એટલા માટે એરિક, સોરી...

અયાંશ:- અરે સોરી કેવાની જરૂર નથી તમારે. હું સમજી ગયો હતો તમે નામ એનાઉન્સ કર્યું ત્યાં જ...

ફિલિપ:- ઓકે હવે હું સ્ટેજ પાછળ જાવ છું તમે હવે બધા લોકોને સંભાળો..

અયાંશ સ્ટેજની બરાબર વચ્ચે આવીને ઊભો રહી જાઈ છે, અને આખા થિએટરમાં નજર ફેરવે છે તો આખાય થિએટરમાં એક પણ સીટ ખાલી દેખાઈ રહી નહોતી, થિએટર ફૂલ હતું અને અયાંશ બોલવાનું ચાલુ કરે તે પહેલા તેને તેની નજર અયાંશી તરફ ફેરવી..... અયાંશીની નજર તેને જ જોઈ રહી હતી અને તેની આંખોમા હજારો સવાલો હતા જે અયાંશ સ્ટેજ ઉપરથી જ વાંચી શકતો હતો.....

ધ્યાન'થી જોઈએ તો આંખોથી સાંભળી શકાય છે...

અને

ધ્યાનથી વાંચીએ તો આંખો પણ વાંચી શકાય છે...

અયાંશે બોલવાનું ચાલુ કર્યું............

અયાંશ:- સૌથી પહેલા અહિયાં આવેલા તમામ લોકોનું હું સ્વાગત કરું છું અને સ્પેશ્યલી આભાર વિશ્વના દેશોમાંથી આવેલા યુવાનો નો... તમારો આભાર કે તમે લોકો યુરોપમાં આવીને તમારા વિચારો દુનિયા સમક્ષ રજૂ કર્યા જેનાથી લોકો પર્યાવરણ અંગે જાગૃત થાઈ અને આ સુંદર પૃથ્વીને ગ્લોબલ વોર્મિગથી બચાવવામાં તેમનું યોગદાન આપી શકે...

ફિલિપે જેમ મારા વિષે કીધું કે હું સ્પેનનો યંગેસ્ટ બિલિયોનેર છું... વાત સાચી છે હજી થોડા મહિનાઓ પહેલા જ મને સ્પેનના યંગેસ્ટ સેલ્ફ મેડ બિલિયોનેરનો એવોર્ડ મળ્યો અને આ વાત સાંભળીને આખાય થિએટરમાંથી અયાંશ માટે તાળીઓનો વરસાદ થયો....

અયાંશ:- થેન્ક્સ તમારો બધાનો પણ અહિયાં હાજર યુવાનોને હું મારી સ્ટોરી કહેવા માંગુ છું.. અહિયાં કોઈ ત્રણ લોકો જ વિજેતા બનવાના છે પણ મારી નજરમાં તમે બધા જ વિજેતા છો કેમ કે આખાય વિશ્વમાંથી તમે ૩૦ જ લોકો સિલેક્ટ થયા હતા..... તો ત્યાં જ તમારી જીત થઈ ગઈ હતી, છતા પણ તમારે નિરાશ થવાની જરૂર નથી...........

અયાંશે પહેલા બધાને તે અને તેનું ફેમિલી કેવી રીતે કેનાડાથી સ્પેન આવ્યા અને કેવી રીતે તેના ડેડે સ્પેન, ઈટાલી અને ફ્રાંસમાં રેસ્ટોરન્ટસ ચાલુ કરી તે વાત કરી. ત્યારબાદ............

અયાંશ:- મારી ઉપર અત્યારે ૨૫ વર્ષ છે પણ હું જ્યારે ૧૫ વર્ષનો હતો ત્યારે ભારતમાં થયેલા ૨૬/૧૧ ના હુમલામાં મે મારા પરિવારને ખોઈ દીધો હતો.. અચાનક અમારું હસતો ખેલતો પરિવાર નાશ પામ્યો હતો.. અમારા ૭ લોકોના ફેમિલીમાંથી ખાલી હું એક જ જીવિત રહી ગયો હતો અને એ પણ એટલા માટે કે હું મારા ફેમિલી સાથી ઈન્ડિયા વેકેશન માટે નહોતો ગયો. તમે લોકો વિચારસો કે આ કેવા પેરેંટ્સ હતા કે જે તેના છોકરાને મૂક્યા વગર વેકેશન કરવા જતાં રહ્યા

અયાંશની આ વાત સાંભળીને ઓડિયન્સમાં થોડો ખળભળાટ થવા લાગે છે..

અયાંશ:- હું જ્યારે ૧૩ વર્ષનો હતો ને ત્યારથી જ હું મારા ડેડની રેસ્ટોરન્ટમાં તેમની હેલ્પ કરવા માટે જતો અને ક્યારેક ડેડ ફ્રાંસ કે પછી ઈટાલી ગયા હોય ત્યારે હું જ સ્પેનમાં આવેલું અમારૂ રેસ્ટો.. ચલાવતો.... જ્યારે હું નાનો હતો ત્યારથી જ મારુ એક સપનું હતું કે હું દુનિયામાં કઈ કરું કે ના કરું પણ મારે આખીય દુનિયા ને જોવી છે, બધા દેશો ફરવું છે, ઊંચે આકાશમાં વિહરવું છે, પવનની જેમ વાવું છે, નદીની જેમ ખળખળ વહેવું છે બસ મારે એક જગ્યાએ ઊભું નથી રહેવું.. ચાલ્યા જ કરવું છે,

અને જ્યારે મારૂ ફેમિલી ઈન્ડિયા વેકેશન માટે જઇ રહ્યા હતા ત્યારે હું સ્પેનમાં રહીને અમારું રેસ્ટો... સંભાળવાનો હતો અને ડીસેમ્બરના ક્રિસમસ વેકેશનમાં હું એકલો ફરવા નીકળી જવાનો હતો.. આ ડીલ મારી અને મારા ડેડ વચ્ચે થઈ હતી.. મે ૨ વર્ષ દરમિયાન રેસ્ટો...માં કામ કર્યું હતું તેની સેલેરી રૂપે મને મારા ડેડે પૈસા આપ્યા હતા ને તે પૈસાથી જ હું વેકેશનમાં જવાનો હતો.. ડેડને એ લોકો ઈન્ડિયા જતાં રહ્યા....

તે લોકો સ્પેન ત્રણ દિવસમાં જ આવી જવાના હતા અને હું પણ ખુશ હતો કે ઈન્ડિયાથી મારા માટે સ્વીટ, ગિફ્ટ્સ આવસે પણ એ ૨૬/૧૧ અને ૨૭/૧૧ ના દિવસો મારા જીવનમાં જાણે કોઈ ભૂકંપ કહો કે સુનામી કહો એ લઈને આવ્યાહતા.... મૂંબઈમાં આતંકવાદી હુમલા થયા આ ન્યૂઝ મે ટીવી પર જોયા અને હું ટેન્શનમાં આવી ગયો હતો કેમ કે મારુ ફેમિલી ત્યારે મુંબઈમાં જ હતુ...

ઘરના દરેક સભ્યોને હું ફોન ટ્રાય કરી રહ્યો હતો પણ કોઈનો ફોન લાગી રહ્યો નહોતો લગભગ ૨૭ નવેમ્બરની સાંજે મને જ્યારે સમાચાર મળ્યા કે તમારા માતા પિતા, દાદા દાદી અને નાના નાની હવે આ દુનિયામાં નથી રહ્યા ત્યારે જાણે હું સાવ ભાંગી પડ્યો.. મને એવું લાગી રહ્યું હતું કે જાણે મારા શરીરમાંથી આત્મા જ નીકળી ગઈ છે..

મારી પાસે ડેડે આપેલા મારા હાજર હતા તે બધાની આંખોમાં આંસુ હતા..... અયાંશ પાણી પીધા પછી ફ્રેશ થઈ ગયો અને વળી પાછો બોલવાનું ચાલુ કર્યું..

સ્પેન આવ્યો અને હું પછી ઘરની બહાર નીકળ્યો જ નહોતો.. મે મારી જાતને ઘરમાં બંધ કરીને રાખી દીધી હતી અને આ સમય દરમિયાન મે અમારા બિઝનેસમાં ધ્યાન પણ ના આપ્યું અને ફ્રાંસ અને ઈટાલીની રેસ્ટોરન્ટ ઉપર ત્યાં કામ કરતાં લોકોએ તેના ધોકાથી તેના નામ ઉપર કરાવી લીધી હતી.... હું ડીપ્રેશનમાં જતો રહ્યો હતો અને ૧૫ વર્ષની ઉમરમાં જ મે ડ્રીંક અને વેકેશનના પૈસા હતા તે પૈસાથી હું ઈન્ડિયા ગયો. ત્યાં જઈને મુંબઈ પોલીસની મદદથી મે તાજમાં થયેલા એ હુમલાનું રેકોર્ડિંગ જોયું ( અયાંશે બધાને કહ્યું કે કેવી રીતે આતંકવાદીઓએ તેના ફેમિલીની સાથે સાથે બીજા નિર્દોષોને માર્યા…….. ) ત્યારબાદ મારા ફેમિલીની બોડીને અગ્નિ સંસ્કાર આપ્યા અને ભારતીય રીતી રીવાજો પ્રમાણે મારા ફેમિલીના અસ્થિઓને મે ગંગાને અર્પણ કર્યા અને હું સ્પેન આવી ગયો, હું સ્પેન પાછા ફરતી સમયે વિચારી રહ્યો હતો કે જે પૈસા મારા વેકેશન માટે હતા તેનાથી હું મારા પરિવારના અસ્થિઓને ગંગામાં અર્પણ કરીને આવ્યો છું, કિસ્મત પણ કેવા ખેલ ખેલે છે એક પળમાં હસતો ખેલતો પરીવાર મને એકલો મૂકીને ચાલ્યો ગયો

અયાંશ થોડીવાર માટે ચૂપ થયો.... ફિલિપ સ્ટેજ ઉપર આવીને અયાંશને પાણી આપી ગયો અયાંશે પાણી પીધું.. તેની આંખોમાં આંસુ હતા અને સાથે સાથે આખાય થિએટરમાં જેટલા લોકો હતા તેમની આંખોમાં આંસુ હતા... અયાંશે પાછું બોલવાનું ચાલુ કર્યું

સ્પેન આવીને હું ઘરમાં જ પુરાઈ રહ્યો આખો દિવસ હું રડતો રહેતો અને બધાની યાદને ભૂલાવવા મે ડ્રિંક ચાલુ કર્યું અને તે પણ માત્ર ૧૫ વર્ષની ઉમરમાં... ડ્રિંકની સાથે સાથે મને ડ્રગ્સની આદત પણ પડી ગઈ હતી.. આખો દિવસ હું ડ્રગ્સ અને ડ્રિંક કરીને ઘરમાં પુરાય રહેલતો બહાર નીકળતો તો પણ ડ્રગ્સ અને ડ્રિંક અને ખાવાનું લેવા માટે... આ ખરાબ આદતમાં મે મારા મારા માતા પિતા, દાદા દાદી અને નાના નાનીના બેન્કમાં જેટલા પૈસા હતા તે બધા જ વાપરી નાખ્યા હતા... હું મે મારા હસતાં ખેલતા પરિવાર સાથે વિતાવેલો સમય યાદ કર્યા કરતો... ધીમે ધીમે એકાઉન્ટમાં રહેલા પૈસા ખાલી થઈ ગયા હતા

ફ્રાંસ અને ઈટાલીમાં રહેલી હોટેલ પણ નશાની હાલતમાં ત્યાં કામ કરતાં લોકો મારી પાસે સિગ્નેચર કરાવીને છીનવી ગયા હતા... મારી પાસે હવે ખાલી અમારું ઘર હતું જ્યાં અમે રહેતા હતા અને સ્પેનની રેસ્ટો... બાકી હતી.. રેસ્ટોરન્ટ પણ સાવ બંધ થવાની આર પર હતી કેમ કે, ત્યાં કામ કરતાં લોકોના પગાર હું આપી શકતો નહોતો એટલે એક પછી એક કારીગરો હોટેલ છોડીને જઇ રહ્યા હતા...

હું સાવ એકદમ હારી ગયો હતો અને નિરાશ થઈને ઘરની વિન્ડો પાસે બેઠો હતો અને વિન્ડોની બહાર જોઈ રહ્યો હતો, વિચારી રહ્યો હતો કે આગળ લાઈફમાં હવે હું શું કરીશ? ત્યાંજ મારી નજર રસ્તા ઉપર જઇ રહેલા એક વ્યક્તિ ઉપર પડી, તેના ખંભા ઉપર બેગ હતું, હાથમાં કેમેરો હતો, આજુબાજુના ફોટાઓ પાડી રહ્યો હતો અને રસ્તે ચાલતા લોકો સાથે વાતો કરી રહ્યો હતો જોવામાં કોઈ ટુરીસ્ટ લાગતો હતો અને તેને જોઈને મને મારા ભુલાઈ ગયેલા સપનું યાદ આવ્યું... યાદ આવ્યું કે મારે પણ આ માણસની જેમ દુનિયા ફરવાની છે, બધા દેશોની સંસ્કૃતિને જાણવાની છે, ઊંચે આકાશમાં વિહરવાનુ છે, પવનની જેમ વહેતા રહેવાનુ છે, નદીની જેમ ખળખળ કરતાં માર્ગમાં આવતા પહાડો જેવી અડચણોને કોતરીને આગળ વધવાનું છે.. મારે એક જગ્યાએ ઊભું નથી રહેવાનું બસ ચાલ્યા જ કરવાનું છે,

આ વિચારની સાથે મને મારા ડેડે આપેલા સંસ્કાર યાદ આવ્યા, માં નો પ્રેમ યાદ આવ્યો અને યાદ આવ્યા નાના નાની અને દાદા દાદીનું હેત.... બસ પછી મે મારી જાતને એટલું જ કીધું કે

I TEACH MY SELF NOT TO GIVE UP

NEVER TOO FEEL LONELY

I CAME ALONE IN THIS WORLD

NOBODY CAN WITH ME

BUT I CAN TELL MY SELF

WHO SAID THIS LIFE WAS EASY

IT IS ALWAYS CHALLENGING

BUT NEVER GIVE UP

NEVER BE AFRAID

JUST FIGHT FOR YOUR DREAM

JUST FIGHT TILL YOUR LAST BREAT

BECAUSE

EVERY CHAMPION IS ONCE A CONTAINDER

WHO REFUSE TO GIVE UP…

અયાંશ વળી પાછો બોલતા બોલતા ઊભો રહ્યો પાણીની બોટલમાંથી એક ઘૂટ પાણી પીધું અને થિએટરમાં નજર ફેરવી તો બધાના ચહેરા ઉપર આગળની સ્ટોરી સાંભળવાની બેબસી દેખાઈ રહી હતી બધા હવે વધારે આતુર હતા.. અયાંશે એક નજર અયાંશી તરફ પણ કરી અને અયાંશી પણ આતુર હતી કેમ કે હવે પછીની સ્ટોરી અયાંશીને પણ ખબર ના હતી... અયાંશે બોલવાનું ચાલુ કર્યું....

અયાંશ:- બીજા દિવસે સવારે હું જાગીને પેરેન્ટ્સના ફોટો અને ભગવાનના ફોટોના આર્શિર્વાદ લઈને રેસ્ટો... ગયો પણ ત્યાં હજી કોઈ કર્મચારી આવ્યા નહોતા કેમ કે હું વહેલો આવ્યો હતો... રેસ્ટોરન્ટ ખૂલવાના સમયે ખાલી ૨ કર્મચારી આવ્યા મે તે લોકોને પૂછ્યું કે બાકી બધા ક્યાં છે તો તે લોકો એ જણાવ્યુ કે બાકી બધા છોડીને જતાં રહ્યા અને હવે અમે લોકો પણ તૈયારીમાં જ હતા છોડીને જવાની કેમ કે રેસ્ટો.. માં બધો જ સામાન ખાલી થઈ ચૂક્યો છે, જે લોકો પાસેથી ગ્રોસરી લેતા હતા ત્યાં પણ છેલ્લા ૬ મહિનાનું બિલ બાકી છે અને તે લોકોએ પણ હવે વધારે ગ્રોસરી આપવાની ના પાડી દીધી અને આ છેલ્લા ૬ મહિનામાં જે પણ આવાક હતી તે બધી જ જે જે કર્મચારીઑ હતા તે લોકોએ અંદરો અંદરો વહેચી લીધી અને કામ છોડીને જતાં રહ્યા....

મે વિચાર્યું નહોતું કે રેસ્ટોરન્ટમાં મારો પહેલો દિવસ આવી રીતે જસે. મે કઈ પણ કરીને તે બંને કર્મચારીને મારી સાથે કામ કરવા મનાવી લીધા.. રેસ્ટોરન્ટ તો અમે ૩ લોકો સાંભળી શકીએ તેમ નહોતા છતાં અમે લોકો વધારે મહેનત કરીશું એવું વિચારીને આ રેસ્ટોરન્ટ ચલાવવાનું નક્કી કર્યું પણ હવે મેઇન સવાલ હતો કે રેસ્ટોરન્ટ ચલાવવા માટે જે સામાન જોઈએ તેની વ્યવસ્થા કરવાની હતી

ત્યારે મારી ઉમર લગભગ ૧૫.૫ વર્ષની હતી ત્યારે મને મારી જાત ઉપર વધારે ગુસ્સો આવ્યો કે મે બધા જ પૈસા ખરાબ રીતે વાપરી નાખ્યા હવે મે એવું વિચાર્યું કે હું ઘર વહેંચી અને તેમાથી મને જે પૈસા મળશે તેમાંથી હું રેસ્ટોરન્ટ ચલાવીશ.. મને ખબર હતી કે એ ઘરમાં મારી યાદો છે મારા માતા પિતા, દાદા દાદી અને નાના નાની સાથેની. એ ઘરને વહેચી દઇશ તો હું એ લોકોનો પ્રેમ પણ ખોઈ દઇશ.. દિલ મને ઘર વહેચવા માટે ના કહી રહ્યું હતું પણ મારૂ મન મક્કમ હતું... મે તે ઘર વહેંચ્યું.......

તે ઘર વહેંચીને જે આવક થઈ તેમાંથી મે ગ્રોસરી વાળાનું બિલ ચૂકવ્યું, ૨ મહિના ચાલી શકે તેટલી ગ્રોસરી રેસ્ટોરાંસ્ટમાં સ્ટોર કરાવી દિધી, થોડા નવા માણસો રાખ્યા અને મે ત્યારે આખીય રેસ્ટોરન્ટને નવો લુક આપવાનું વિચારી રહ્યો હતો ત્યારે મારી સાથે કામ કરી રહેલા બંને કર્મચારી મને ખોટા રૂપિયા બગાડવા માટે ના પાડી રહ્યા હતા પણ મારૂ દિલ અને મન એમની વાત માની રહ્યા નહોતા

પહેલી વાર એવું બન્યું હતું કે મારા દિલની અવાજ અને મનની અવાજ બંને સરખી હતી એટલે મે એ લોકોની વાતને સાંભળ્યા વિના જ રેસ્ટોરન્ટને નવો લૂક આપવાનો વિચાર કરી લીધો... મારે બધા કરતાં અલગ કરવું હતું કેમ કે રેસ્ટોરન્ટ તો હજારોની સંખ્યામાં હતા પણ હું એ વિચારી રહ્યો હતો કે હું એવું તો શું અલગ કરું કે લોકો અહિયાં આકર્ષાય અને ત્યાં જ મારા મનમાં વિચાર આવ્યો અને મે થીમ ચેન્જ કરાવી....

આખીય રેસ્ટોરાંસ્ટને સૌથી પહેલાતો મે ૭ ડીપાર્ટમેંટમાં વહેંચી દીધા અને એ ૭ ડીપાર્ટમેંટના નામ મે વિશ્વના ૭ ખંડોના નામ એશિયા, આફ્રિકા, ઑસ્ટ્રેલિયા, યુરોપ, એન્ટાર્કટિકા, નોર્થ અમેરિકા અને સાઉથ અમેરિકા રાખ્યા.... ૭ ડીપાર્ટમેંટમાં જે તે ખંડની સાસ્કૃતિ મુજબ થીમ તૈયાર કરાવી, જેવી કે એશિયા ખંડના ડીપારમેંટમાં એશિયાની સાંકૃતિક થીમ, યુરોપના ડીપાર્ટમેંટમાં યુરોપની થીમ. તેવી રીતે ૭ ડીપાર્ટમેંટ તૈયાર કર્યા..

બધા ડીપાર્ટમેંટની અંદરની એક સાઈડની દીવાળ ઉપર તે ખંડનો નક્શો, જેમાં કેટલા દેશો આવેલા તે અને જેટલા પણ દેશો હતા તે બધા જ દેશોના સાસ્કૃતિનો પરીચય આપતી બૂક પણ મે રખાવી... સાથે સાથે જે જે ખંડમાં જેટલી ભાષાઓ હતી તે બધી જ ભાષાઓમાં બીજી દીવાલ પર “ YOU ARE A GOOD FRIEND AND WE WELCOME YOU ” ત્રીજા સાઈડની દીવાલ પર તે ખંડની વિશેષતાઓ, ફરવા લાયક સ્થળો, ફેમસ ચીજ વસ્તુઓ એ બધુ પીકચરાઈઝ કરાવ્યુ... અને એક બાજુની દીવાલ પર મોટી સ્ક્રીન લગાવી હતી...

સાથે સાથે મે એ પણ ધ્યાન રાખ્યું કે જે તે ખંડનું વાસ્તવિક તાપમાન ત્યાં જળવાઈ રહે... મને હોલોગ્રામ સીસ્ટમ બોવ જ ગમતી એટ્લે મે ત્યારે તેનો ઉપયોગ મારા રેસ્ટોરન્ટમાં કરેલો.. જો કોઈ ગ્રાહક યુરોપ વાળા રૂમમાં બેઠો હોઇ અને તે દિવસે યુરોપના લંડન શહેરમાં વરસાદ પડી રહ્યો હોઈ તો અંદર એવો આભાસ હોલોગ્રામ સીસ્ટમથી ઊભો કર્યો હતો કે તે ગ્રાહકને એવું ફીલ થાઈ કે તે અત્યારે લંડનમાં છે જ્યાં વરસાદ પડી રહ્યો છે અને સ્ક્રીન ઉપર પણ યુરોપના લંડન શહેરમાં પડી રહેલો વરસાદ દેખાઈ રહ્યો હોઈ અને બેકગ્રાઉંડમાં કરથી તે વરસાદનો અવાજ પણ સંભળાઈ રહ્યો હોઈ, જો કોઈ એન્ટાર્કટિકા ખંડમાં બેસે તો ત્યાં તેમણે એવો આભાસ કરાવ્યો કે ત્યાં બરફ વર્ષા થઈ રહી છે.. રૂમનું વાતાવરન પણ એ જ રીતે સેટ કરેલું કે ત્યાં ઠંડી લાગે અને તમને એવું જ ફીલ થાઈ કે તમે સ્પેનના મેડ્રિડ શહેરની કોઈ રેસ્ટોરન્ટની જગ્યાએ એન્ટાર્કટિકામાં બેઠા હોવ અને સ્ક્રીનમાં એન્ટાર્કટિકામાં બરફવર્ષા થઈ રહી હોઇ તે દેખાઇ રહ્યું હોઈ અને બેકગ્રાઉંડમાં બર્ફીલા પવનનો અવાજ આવી રહ્યો હોઈ...

સાથે સાથે દર ૩૦ મિનિટ દરમ્યાન સ્કીન ઉપર પીકચર ફરે અને સાથે સાથે અંદરનું તાપમાન પણ ફરે...જેમ કે એશિયા ખંડના રૂમમાં અત્યારે જાપાનના ટોકિયો શહેરની ઠંડી રાતનો આભાસ ચાલી રહ્યો હતો તો ૩૦ મિનિટ પછી ભારતના કેરાલા રાજ્યનું મૂનૂર હિલસ્ટેશનો સૂર્યોદયનું આભાસ આવી જાઈ.... બધા જ રૂમમાં જે તે ખંડના શહેરો મુજબ ચેન્જ થતું રહેતું…..

આ થઈ થીમની વાત હવે ફૂડ પણ જે તે ખંડનું ફેમસ ફૂડ તે રૂમમાં પીરસવામાં આવતું...

આ રેસ્ટોરન્ટની પાછળ મે બધી જ રકમ વાપરી નાખી હતી. મારી પાસે હવે એક પૈસા પણ વધ્યા નહોતા બસ હવે એ જ આશા હતી કે રેસ્ટોરન્ટ ચાલી જાઈ....

પહેલા ૧ વીક દરમિયાન લોકોનો રીસ્પોન્સના મળ્યો.. હું નિરાશ થવા લાગ્યો હતો કેમ કે મારી પાસે રહેવા માટે ઘર નહોતું.. હું અહી આ રેસ્ટોરન્ટમાં જ હવે રહેતો હતો અને ઉપરથી આટલો બધો ખર્ચો મે નવી થીમ ઉપર કરી નાખ્યો હતો... આશા તો હતી કે આ રીસ્ક સફળ થસે પણ ક્યાક ડર પણ હતો કે જો ફેઇલ થયું તો ??? તો શું થસે ??????

પણ કહે છે ને ઉપર વાળો તમારી પરીક્ષા વધારે સમય નથી લઈ સકતો.. ધીમે ધીમે રેસ્ટોરન્ટને રીસ્પોન્સ મળવા લાગ્યો.. આખાય મેડ્રિડમાં વાત ફેલાઈ ગઈ હતી કે એક રેસ્ટોરાંસ્ટ છે જ્યાં તમે અહિયાં બેઠા બેઠા સાતેય ખંડોના WEATHER, CULTURE, FOOD નો સ્વાદ માણી શકો છો.. ટુરીસ્ટ લોકોની ભીડ થવા લાગી અને થયું એવું કે ૧ મહિના પછી આખાય સ્પેનમાં વાત ફેલાઈ ગઈ હતી લોકો બીજા શહેરોમાંથી અમારી રેસ્ટોરન્ટની મુલાકાતે આવવા લાગ્યા...

૧ વર્ષ પછી મે સ્પેનના જ બાર્સેલોનામાં બીજી આ જ થીમની રેસ્ટોરન્ટ ચાલુ કરી અને ધીમે ધીમે આ સિલસિલો આગળ વધતો ગયો... હું જ્યારે ૧૯ વર્ષનો થયો ત્યારે મે મારા જન્મદિવસે મે જ... મને એક સરપ્રાઈઝ આપી અને તે હતી મારૂ ઘર પાછું ખરીધ્યું.... એ જ ઘર જ્યાં મારી યાદો હતી મારા ફેમિલી સાથેની અને હજી પણ હું ત્યાં જ રવ છું... આજે વિશ્વમાં આ થીમની મારી પાસે ટોટલ ૫૧ રેસ્ટોરન્ટ છે અને સાથે સાથે હોટેલની ચેઇન છે જેમાં યુરોપના ૯ દેશોમાં કુલ ૨૭ હોટેલ છે.. આ મારી ૧૦ વર્ષની સફર છે.. સાથે સાથે શરૂઆતના દિવસોમાં મે ખાવાનું પણ બનાવ્યું છે રેસ્ટોરન્ટમાં, ટેબલ સાફ પણ કર્યા છે અને રૂમ ક્લીન પણ કર્યા છે... અને રોજના ૧૮ કલાક કામ કર્યું છે.. સફળતા એમજ નથી મળતી તેની પાછળ તમારે ઘણું ગુમાવવું પડે છે... તે સંઘર્ષ દરમિયાન તમારે તમારા મોજ શોખને ભૂલવા પડે છે, મોજ મસ્તીઓથી દૂર રહેવું પડે છે... બસ તમારું એક જ ધ્યેય હોવું જોઈએ કે મારે મારા સપનાઓ પૂરા કરવા છે અને તે હું કરીને જ રહીશ.... મે આ સંઘર્ષ દરમિયાન એક જ ધ્યેય ફિક્સ રાખ્યું હતું કે હું ૨૦ વર્ષનો થાવ તે પહેલા મારે એટલું કેપેબલ તો થઈ જ જવું છે કે હું યુરોપ ફરી શકું.... એ પણ કોઈ પણ જાતની પૈસાની કરકસર કર્યા વગર.... મે મારુ દુનિયા જોવાનું સપનું ૨૦ વર્ષે ચાલુ કર્યું અને છેલ્લા ૫ વર્ષ દરમિયાન હું ૩૭ દેશ ફરી ચૂક્યો છું અને હજી આ આંકડો આ વર્ષના અંત સુધીમાં વધી જશે અને હું લાસ્ટમાં આટલું જ કહીશ કે


If you chase anything in life chase the things that get you excited about living. Chase the things that give you hope, happiness and a glimpse of a better life. Chase the things that make you want to be a better person. Chase the things that inspire you to think, create and live joyfully. Chase the things that reinforce in your soul that you can make a difference. Chase the things that make you want to transform your heart from selfish to selfless. When you chase that kind of storm you are chasing rainbows.”

Thank You….

અયાંશ થેંક્યું કહે છે ત્યાં જ ફિલિપ સ્ટેજ ઉપર આવી જાઈ છે અને માઇક તેના હાથમાં લઈને બોલે છે...

ફિલિપ:- હું એરિક વિષે એક વાત કહેવા માંગુ છું..

હું જો એરિકને સર કહીને ભૂલમાં પણ બોલાવું ને તો તે મને તરત કહેશે કે સર નહી પણ મને મારા નામથી જ બોલાવો.. મારે હજી તેમની સાથે કામ કર્યાના ૩ જ વર્ષ થયા છે તો પણ મે એરિકને ક્યારેક કોઈ પણ કર્મચારી સાથે મોટા અવાજે વાતો કરતાં નથી જોયા... અને એરિક તેનાથી નાના કે મોટા કે નવા કે જૂના કોઈ પણ કર્મચારી હોઈ બધાને એક સમાન જ માન આપે છે... હમેશા બધાને આદર આપે છે... તેને લાઈમ લાઇટમાં રહેવું પસંદ નથી એટલા માટે મોટા ભાગના લોકોએ આજે પહેલી વાર એરિકને જોયા છે. એરિકને મીડિયામાં રહેવાનુ કે ન્યૂઝમાં આવવાનું પણ પસંદ નથી..

એરિક તેની ઇન્કમના ૭૦ % દાનમાં આપે છે જેમાં સૌથી વધારે દાન અનાથાલયો અને વુધાશ્ર્મોમાં જાઈ છે અને બીજા દાનથી આપની દુનિયાને પ્રદૂષણ મુક્ત અભિયાનો અંગે લોકોની જાગૃતતા ફેલાવવા વિવિધ કાર્યક્રમો અને ઇવેંટમાં થાઈ છે જેમ કે આ ઇવેંટ…

ફિલિપે બોલવાનું પૂરું કર્યું અને એ સાથે જ આખ્યુય સ્ટેડિયમ તાળીઓથી ગુંજી ઉઠ્યું બધા લોકો તેની જગ્યા ઉપરથી ઊભા થઈને એરિક માટે તાળીઓનો ગડગડાટ કરી રહ્યા હતા...

અયાંશે પણ બે હાથ જોડીને બધાનું અભિવાદન જીલ્યું...

અયાંશે ફિલિપ પાસે આવીને કાનમાં કઈ ક કહ્યું અને એ સાંભળીને ફિલિપના ચહેરા ઉપર સ્માઇલ આવી ગઈ..

ફિલિપ:- એરિકે હમણાં એક બોવ જ સારો સુજાવ આપ્યો છે કે આ ઇવેંટમાં કોઈ એક વિનર નહી પણ ૩૦ લોકો વિનર છે તો ૩૦ લોકોને ૫૦૦૦ યુરોનો ચેક અને સર્ટિફિકેટ આપવામાં આવસે.......

અને આ વાત સાંભળીને ત્યાં હાજર રહેલા બધા લોકોએ પાછો તાલીઓનો વરસાદ કર્યો......

ફિલિપ:- હુ એક પછી એક નામ બોલતો જઈશ તે સ્ટેજ ઉપર સર્ટિફિકેટ લેવા માટે આવસે અને તેમનો ચેક તેમણે ૨૪ કલાક સુધીમાં પહોચાડી દેવામાં આવસે...

ફિલિપે નામ બોલવાની શરૂઆત કરી અને સૌથી પહેલું જ નામ હતું અયાંશી નું.... આ નામ જેવુ ફિલિપ બોલ્યો અયાંશની નજર સીધી જ અયાંશી જ્યાં બેઠી હતી ત્યાં ગઈ અયાંશે જોયું કે અયાંશીની આંખોમાં થોડી નમી હતી ચહેરા ઉપર હસી હતી.. અયાંશને ખબર પડી ગઈ હતી કે અયાંશી થોડીવાર પહેલા રડી હતી

અયાંશીનું નામ એનાઉન્સ થયું ત્યાં જ અયાંશી તેની જગ્યા ઉપરથી ઊભી અને સ્ટેજ તરફ ચાલવા લાગી થોડીવાર પહેલા તેના મનમાં હજારો સવાલો ઉઠી રહ્યા હતા પણ અયાંશની સફર સાંભળ્યા પછી અયાંશીને તેના બધા સવાલોના જવાબ મળી ગયા હતા...

અયાંશી થોડી દુખી પણ થઈ હતી કે અયાંશને આટલું વેઠવું પડ્યું... જો મારા ડેડ અયાંશના ડેડ અને નાનાને ના મળ્યા હોત તો આજે કદાચ તેના ડેડ અને તેના નાના તેની સાથે હોત.. પણ કુદરત સામે બધા લાચાર જ હોઈ છે પણ અત્યારે અયાંશી ખુશ હતી.. અયાંશે તેની લાઈફમાં આવેલી બધી મુસીબતોનો સામનો કર્યો અને હવે ખૂબ સારૂ જીવન જીવી રહ્યો છે ને લોકોને મદદ પણ કરી રહ્યો છે...

અયાંશી આ બધુ વિચારતી વિચારતી સ્ટેજ ઉપર ચડી જ્યાં તેને અયાંશના હાથો થી સર્ટિફિકેટ મળવાનું હતું.... અયાંશે સર્ટિફિકેટ અયાંશીના હાથમાં આપતા આપતા તેની આંખોમાં જોયું.. અને અયાંશીની આંખોએ અયાંશની આંખોમાં જોયું બંનેએ એ ૧૦ સેકન્ડ દરમિયાન જાણે શુય વાર્તાલાય કરી લીધો હતો કે બંનેના મનન અત્યારે પ્રસન્ન હતા....

અયાંશી સર્ટિફિકેટ લઈને સ્ટેજની નીચે ઉતારી રહી હતી જ્યારે અયાંશ બીજા લોકોને સર્ટીકિટેટ આપવામાં વ્યસ્ત થઈ ગયો હતો...

હજી અયાંશીને થોડા સવાલો હતા જે તેને અયાંશને પૂછવાના હતા પણ તે સવાલો તેને આજે રાત્રે અયાંશને પૂછવાનું વિચાર્યું.............

આખી ઇવેન્ટ પૂરી થયા બાદ ત્યાં હાજર રહેલા બધા જ લોકોને અયાંશ મળે છે. અયાંશ બધા સાથે થોડી વાતો કરે છે, ત્યાં હાજર રહેલા લોકો અયાંશને કોઈ ને કોઈ પ્રશ્ન પૂછી રહ્યા હતા અને અયાંશ બધાને શાંતીથી જવાબ આપી રહ્યો હતો..

બધુ પૂરું થયા પછી અયાંશ બહાર નીકળે ત્યાં સુધીમાં જ સાંજના ૫ વાગી ચૂક્યા હતા, અયાંશ બહાર નીકળીને અયાંશી પાસે આવે છે અને તેની સામે સ્માઇલ કરે છે સાથે સાથે અયાંશીની બાજુમાં પ્રિયાંશ અને પ્રિયાંશી પણ ઊભા હોઇ છે અયાંશ તેમણે પણ સ્માઇલ આપે છે.

અયાંશ પછી પ્રિયાંશની સામે જોઈને બોલે છે...

અયાંશ:- પ્રિયાંશભાઈ તમારા માટે એક સરપ્રાઈઝ છે મારા તરફથી....

પ્રિયાંશ:- સરપ્રાઈઝ ?

અયાંશ:- હા...

પ્રિયાંશ:- પણ કઈ વાત માટે સરપ્રાઈઝ..

અયાંશ:- તમે મને હેલ્પ કરી હતી ને તમે બંને અમારી બંનેની વાત માનીને અમારી સાથે આવ્યા. આપણને મળ્યા ને હજી ૨ જ દિવસ થયા છે છતાં આ ૨ દિવસમાં જ તમારી સાથે રહી ને મને એવું ફીલ થાઈ છે કે મને એક મોટાભાઇ અને દીદી મળી ગયા છે..

પ્રિયાંશ:- મોટા ભાઈ પણ કહે છે અને ભાઈને સરપ્રાઈઝ પણ આપે છે આ તે કેવું ?

અયાંશ:- એ મારે કઈ નથી સાંભળવું આજે તમે અને પ્રિયાંશી દીદી બને તૈયાર થઈ જજો.. બરાબર ૭ વાગ્યે એક ગાડી હોટેલની બહાર તમારી રાહ જોઈને ઊભી હશે...

પ્રિયાંશ:- પણ છે શું ?

અયાંશ:- એ તમને ત્યારે જ ખબર પડી જશે... ચાલો હવે હોટેલ જઈને તૈયાર થઈ જઈએ અમારે બંનેને પણ આજે રાત્રે બહાર જવાનું છે... અયાંશ અયાંશી સામે જોઈને બોલે છે..

અયાંશી આ સાંભળીને થોડી ખુશ થઈ જાઈ છે અને અયાંશ સામે એક હળવી સ્માઇલ આપે છે. સામે અયાંશ પણ અયાંશીને એક હળવી સ્માઇલ આપે છે અને ચારેય હોટેલ જવા નીકળી જાઈ છે...

બરાબર ૭ વાગ્યે પ્રિયાંશ અને પ્રિયાંશી તેના હોટેલ રૂમમાંથી બહાર આવે છે.પ્રિયાંશી એ BLACK કલરનું Cross Wrap Front Grid Top & Pants જેમાં WHITE કલરનો થોડો થોડો SHADE આપેલો હતો અને તેની ઉપર White કલરનું Hooded Coat Short Parka Long Camouflage Jacket પહેર્યું હતું જ્યારે પ્રિયાંશે Black જીંસ તેના ઉપર Silver કલરનું ટી-શર્ટ, ગાળામાં સિલ્વર કલરનું લોંગ મફલર અને લાઇટ ક્રીમ કલરનો Wool Overcoat પહેર્યો હતો..

બંને હાથોમાં હાથ નાખીને હોટેલની બહાર આવે છે જ્યાં પહેલેથી જ એક બ્લેક કલરની ૨ સીટર AUDI R8 કાર પડી હતી.. કારની ઉપર તે બંનેનું નામ લખેલું બોર્ડ પડ્યું હતું અને બોર્ડની સાથે જ કારની ચાવી હતી અને સાથે એક લેટર હતો..

પ્રિયાંશે કારની ચાવી અને તે લેટર હાથમાં લીધો અને ખોલીને વાંચવા લાગ્યો...

હેલ્લો પ્રિયાંશભાઈ અને પ્રિયાંશીદીદી..

આ મારી તરફથી તમને એક નાની એવી ભેટ છે. તમે બંને ખાસ કરીને યુરોપ ફરવા માટે આવ્યા છો અને યુરોપમાં સૌથી વધારે ફેમસ જગ્યા આલપ્સની પર્વતમાળા છે.. તો આજે એક રાત્રી તમે એ આલપ્સ પર્વતમાળાની ગોદમાં વિતાવો એવી મારી ઈચ્છા છે.. આ કારની અંદર જ તમારું લોકેશન સેટ કરી દીધું છે એટલે તમે બસ કારમાં રહેલા GPS દ્રારા ત્યાં સુધી પહોચી જશો. આશા કરું છું કે આજની સુંદર રાતને તમે તમારા જીવનમાં હમેશા યાદ રાખશો...

લી..

અયાંશ...

પત્ર વાંચીને પ્રિયાંશી અને પ્રિયાંશ બંને ખુશ થઈ ગયા. બંનેને તેની શિકાગોની યાદો તાજી થઈ ગઈ જ્યાં પ્રિયાંશે પ્રિયાંશીને પ્રપોસ કર્યું હતુ.. બંને કારમાં બેસ્યા અને કાર ચાલુ કરી અને તેની સાથે જ પ્રિયાંશે કારની અંદર સેટ કરેલા GPS માં જોયું તો તેમનું ડેસ્ટીનેશન ૫૦ કી.મી દૂર હતું...

પ્રિયાંશે કાર ડ્રાઈવ કરવાની ચાલુ કરી અને થોડી જ ક્ષણોમાં તેમની કાર શહેરની ભીડભાડને છોડીને શહેરની બહાર નીકળી ગઈ હતી... બ્લેક કલરની R8 BERN ના રસ્તાઓ ઉપર પાણીની જેમ ચાલી રહી હતી અને હવે ધીમે ધીમે ગાડી પર્વતીય વિસ્તારમાં પ્રવેશ કરી રહી હતી... રસ્તાની બંને બાજુ હવે વૃક્ષોની હારમાળાઓ ચાલુ થઈ ગઈ હતી અને જેમ જેમ ગાડી આગળ વધી રહી હતી તેમ તેમ રસ્તાઑ ઉપરની અવર જવર ઓછી થઈ ગઈ હતી...

પ્રિયાંશીએ ગાડીમાં સોંગ વગાડવાના ચાલુ કર્યા એ પણ એકદમ રોમાંટીક અને સોફ્ટ સોંગ ચાલુ કર્યા જેને અત્યારનો માહોલ એકદમ સુંદર બનાવી દીધો હતો... પ્રિયાંશને પણ ડ્રાઇવિંગ કરવાની મજા આવી રહી હતી, તેના માટે તો આ પળ કોઈ સપનાથી ઓછી નહોતી.. કેમ કે વિશ્વની સૌથી સારી ગાડીઑમાંની એક ગાડી અત્યારે તે ચલાવી રહ્યો હતો, બાજુમાં તેની ધર્મપત્ની, તેનો પ્રેમ કહો કે તેની પૂરી જિંદગી કહો તે બેઠી હતી (પ્રિયાંશી), રસ્તાની બંને બાજુ બરફની સફેદ ચાદર ઓઢીને સૂતેલા પહાડો અને તેમાં ઊગી ઉઠેલા વૃક્ષો... અત્યારે સામે કાળા કલરનો રસ્તો હતો જેના ઉપર અત્યારે બરફની ચારદ હતી બસ કોઈ કોઈ જગ્યાએથી રસ્તો તેના મૂળ કાળા રંગમાં દેખાઇ રહ્યો હતો બાકીતો સપૂર્ણ પણે સફેદ કલર.. કારમાં અત્યારે “ દિલ ચાહતા હે “ સોંગ વાગી રહ્યું હતું

૧ કલાક જેટલો સમય થઈ ગયો હતો અને હવે તેમનું ડેસ્ટીનેશન બસ ૪ કી.મી જ દૂર હતું. પણ હવે મેપ એવું દેખાડી રહ્યો હતો કે ગાડીને તેમણે હાઇવે ઉપરથી ઉતારી એક નાની સડક ઉપર લેવાની છે. પ્રિયાંશે ગાડી તે નાની સડક ઉપર ઉતારી.. પ્રિયાંશ હવે ગાડીને ધીમે ધીમે ચલાવી રહ્યો હતો અને રસ્તો પણ હવે ઊંચાઈ તરફ લઈ જઇ રહ્યો હતો.. થોડીવારમાં જ બંને મેપમાં બતાવેલા સ્થળ ઉપર પહોચી ગયા અને બંને કારની બહાર આવ્યા....

પ્રિયાંશી અને પ્રિયાંશ બંને કારની નીચે ઉતાર્યા તેવું જ તેમનું ધ્યાન સામે રહેલા એક બોર્ડ ઉપર પડ્યું જ્યાં તેમનું નામ લખેલું હતું અને નામની નીચે જમણી તરફનો એરો દોરેલો હતો જે તેમણે બતાવતો હતો કે તેમને જમણી તરફ જવાનું છે. પ્રિયાંશી ને પ્રિયાંશ બંને એક બીજાનો હાથ પકડીને ચાલવા લાગ્યા...

થોડા આગળ ચાલ્યા જ્યાં જ તેમણે લાઇટ દેખાઈ બંને ત્યાં પહોચ્યા અને જોયું તો એક બેડ હતો, બેડની આગળ એક સોફો ગોઠવેલો હતો, સોફાની આગળ એક ટેબલ પડ્યું હતું જેના ઉપર એક રેડ વાઇનની બોટલ અને બે ખાલી ગ્લાસ પડેલા હતા..

એક માણસ ત્યાં ઊભો હતો.. જેવા પ્રિયાંશી અને પ્રિયાંશ તેની પાસે પહોચ્યા એટ્લે પેલા માણસે તેમનું સ્વાગત કર્યું અને પ્રિયાંશી અને પ્રિયાંશને કહ્યું કે તે લોકો અત્યારે સ્વીસ આપલ્સ પર્વતમાલાની ગોદમાં છે. આ તેમનો હોટેલ રૂમ છે અને તે તેનો વેઇટર છે.. અને તેનું નામ વિલ છે..

વિલ:- સર તમારું ડિનર લઈને હું ૧ કલાકમાં આવું છું

પ્રિયાંશ:- પણ અમે તો કોઈ ડિનર માટેનો ઓર્ડર આપ્યો જ નથી..

વિલ હસીને બોલ્યો:- સર તમારું ડિનર મેનૂ પેલાથી જ ફિક્સ છે તમે બંને એન્જોય કરો હું ૧ કલાક રહીને આવું છું.. આટલું બોલીને વિલ ત્યાથી નીકળી જાઈ છે...

પ્રિયાંશ અને પ્રિયાંશી બંને ત્યાં રાખેલા સોફા ઉપર બેઠે છે અને ત્યાના નજારાનો આનંદ લેઇ છે..

સ્વીસ આલપ્સમાં એ સુંદર રાત હતી, પ્રિયાંશ અને પ્રિયાંશી બંને એક એવી હોટેલમાં હતા, જેની છત દિલાવની નહિ પણ પેલાં જંગલોમાં રાત્રીના સમયે પેલા ટીમ ટીમાતા પેલા આર્ગીયાઓ જેવા ટિમ ટીમ કરતા લાખો તરલાઓની હતી....

જેમાં સામેની બાજુ માનવસર્જીત ટી.વી નહોતું ચાલી રહ્યું પણ ભગવાને સર્જેલ લાઈવ ટી.વી હતું... કે જેમાં સામેની બાજુ ખુલ્લુ આકાશ હતું બરાબર તેની મધ્યમાં સંપૂર્ણ ચંદ્ર ખીલેલો હતો... હિલ સ્ટેશ ઉપર હોવાથી ચંદ્ર એટલો નજીક લાગતો હતો કે જાણે હમણાં જ તમે તમારા હાથ લંબાવીને તેને ગળે વળગાવી લો..... તારલાઓ જાણે આજે પૂર્ણ ચંદ્ર સાથે તેની સેલ્ફી લેવા પડાપડી કરી રહયાં હતા ને સેલ્ફી લેતા સમયે ફોનમાં થતી ફ્લેસની ટીમ ટીમ કરતી લાઈટ જેમ ટીમ ટીમાઈને તેની હાજરી આ આકાશમાં પૂરી રહયાં હતા.... બરાબર ચંદ્રની નીચેની બાજુ સુંદર મજાનું સરોવર હતું. ચંદ્ર અને તારલાઓનું પ્રતિબિંબ સરોવરમાં પડી રહ્યું હતું અને તે પ્રતિબિંબને જોઈને એવું લાગી રહ્યું હતું કે તમે એક સાથે બે ચંદ્ર જોઈ રહ્યા છો. એક ઉપર આભમાં અને બીજો નીચે સરોવરમાં..

સરોવરની બન્ને બાજુ બર્ફાછાદિત પહાડો હતા.. જેમાં ચંદ્રની સફેદ રોશની પડીને બર્ફને વાદળોમાં ફેરવી નાખતો હોઈ એવું લાગી રહ્યું હતુ.. આ બરફના પહાડો આ હોટેલને જાણે આકાશમાં ઊડતી હોઈ એવું કરી દીધું હતું.. એ બરફના પહાડોમાં અમુક અમુક જાગ્યાએ ઉંચ્ચે ઉંચ્ચે ઉગેલા વૃક્ષો દેખાઇ રહ્યા હતા.... તે વૃક્ષોની વચ્ચેથી એક હરણનું ફેમિલિ જઇ રહ્યું હતું.. જેમાં નર અને માદા હરણ બંનેની વચ્ચે તેમનું બચ્ચું ચાલી રહ્યું હતું.. બરફ ઉપર ચાલતા ચાલતા હરણનું ફેમિલી તેના પગલાંની છાપ પાછળ છોડીને જઈ રહ્યું હતુઁ...

પ્રિયાંશ અને પ્રિયાંશી જ્યાં બેઠા હતા બરાબર તેની બાજુમાંથી જ એક ધોધ પડી રહ્યો હતો આ ધોધ જ જાણે આ સરોવરને તેના પ્રેમ રૂપી પાણીથી ભરી રહ્યો હતો..

અહિયાં સાંભળવા માટે કુત્રિમ સંગીત હતું જે બાજુમાં પડી રહેલા ધોધમાંથી ઉત્પન્ન થઈ રહ્યું હતું. આ સંગીત પ્રિયાંશી અને પ્રિયાંશના કાનોને તૃપ્ત કરી રહ્યું હતું.. સાથે સાથે ધોધમાંથી ઊડતી ઠંડી પાણીની વાછટો કે જાકળ કહો તે પ્રિયાંશી અને પ્રિયાંશના શરીર ઉપર ઉડીને સરોવર પ્રત્યેના તેના પ્રેમનો અહેસાસ કરાવતા હતા....

જ્યા કુદરતી રીતે મંદ મંદ ઠંડા પવનનું એ.સી. હતું જે એકદમ શુદ્ધ હતું.. પ્રિયાંશી અને પ્રિયાંશ બંને એકમેકના ખંભા ઉપર માથું ઠાળીને એકમેકના હાથોમાં હાથ પરોવીને બેઠા હતા બરાબર સોફાની સામે રાખેલા ટેબલ ઉપર બંનેના રેડ વાઇનથી ભરેલા ગ્લાસ હતા.

એવું લાગી રહ્યું હતું કે પ્રિયાંશ અને પ્રિયાંશી અહિયાંના રાજા અને રાણી છે અને બંને તેના સીહાસન ઉપર બેઠેલા છે... આવા રાજ્યનો નજારો જોવા માટે તો ખુદ ઇન્દ્રને પણ સ્વર્ગણી મનોકામના છોડીને અહિયાં નીચે આવવું જ પડે.

પ્રિયાંશને અચાનક કઈ ક યાદ આવ્યું હોઇ તેમ તેને અચાનક પ્રિયાંશીના ખંભા ઉપરથી માથું લઈ લીધું.. પ્રિયાંશી પણ ચૌકી ઉઠી કે અચાનક પ્રિયાંશને શું થઈ ગયું છે...

પ્રિયાંશી:- શું થયું ?

પ્રિયાંશે પ્રિયાંશના બંને હાથ તેના હાથમાં લીધા અને તેની આંખોમાં જોઈને બોલવા લાગ્યો

તારી સાથે નજર થી નજર મળતા મારી આંખો જુકી જાય છે

તારા દિલની સાથે મારુ દિલ મળતા બંનેના દિલ એક થઇ જાય છે

તારી સાથે વાતો કરવામાં સમય પસાર થઇ જાય છે

તારા ચહેરાની સ્માઇલ જોઈ ને જીંદગી બદલાઈ જાય છે

તારી સાથે હોવ ત્યારે જાણે આજુ બાજુ નું બધું ભુલી જવાય છે

તને મળ્યા પછી મારી મંઝીલને પણ રસ્તાઓ મળવા લાગ્યા છે

તું સાથે હોઇ તે દરેક પળને રોકવાનું મન થઇ જાય છે

અને એ પળમાં આ આખીય જીંદગી વિતાવવાનું મન થાય છે

તારા આવ્યા પછી આ દિલમાં એક અનેરો આનંદ થયો છે

જાણે મારી જિંદગીની તસ્વીર જ બદલાઈ ગઈ છે

હવે તો મને મારી કવિતાઑ સાથે રોજ પ્રેમ થાય છે

કેમ કે મારી એક એક કવિતાના શબ્દોમાં બસ મને તુ જ દેખાય છે

પ્રિયાંશી બસ પ્રિયાંશને જોઈ રહી હતી બંને એમજ બેઠા રહ્યા એકમેકમાં ખોવાઈને....

૧ કલાક પછી વિલ આવ્યો અને તેને પ્રિયાંશનું નામ લઈને તે બંનેની સામેના ટેબલ ઉપર ડીનર મૂક્યું અને ૨ પાણીની બોટલો મૂકી અને પ્રિયાંશને એક વોકી-ટૉકી આપી અને કહ્યું કે કોઈ પણ કામ હોય આ વોકી-ટૉકી ઉપર જણાવી દેવું એટલે તે તુરત ત્યાં હાજર થઈ જશે.. આટલું કહીને વિલ ત્યાથી જતો રહ્યો..

પ્રિયાંશી અને પ્રિયાંશને ભૂખ પણ લાગી હતી એટલે તેને જોયું કે ડિનરમાં શું છે..

બે ડિશ હતી અને તે બંનેની ઉપર તે ડિશના નામ આપેલા હતા બંને ત્યાંની ફેમસ ડીશ હતી

1) Rosti ( It is basically thinly grated potatoes, pan-fried until golden and served with a variety of toppings or gravy.)

2) The Swiss Pastas (Borrowing flavors from both Swiss and Italian kitchens and some different cheeses)

ડિશની સાથે ૨ નાની નાની બોટલો પણ હતી અને તેના ઉપર નામ લખેલું હતું

Kirsch

(kirsch means cherry… Kirsch can also refer to a fruit brandy made from cherries that are fermented whole (with the pits inside). kirsch is not sweet, in fact the cherry pits give it a slightly bitter almond taste.)

બંને ડિનર કર્યું અને થોડીવાર સુધી ત્યાં સોફા ઉપર બેઠા અને ત્યાર પછી બંને કુદરતના ખોળા નીચે બેડમાં સુવા માટે જતાં રહ્યા

અયાંશી અને અયાંશ બંને પણ તૈયાર થઈને BERN શહેરથી ૩૦ કી.મી. દૂર આવેલા THUN ટાઉન જઇ રહ્યા હતા.. અયાંશીએ ડાર્ક બ્રાઉન કલરની Leggings પહેરી હતી તેના ઉપર લાઇટ Cream કલરનું ટી-શર્ટ અને તેના ઉપર Rust Red Trench Coat અને પગમાં સફેદ કલરના સ્નીકર્સ પહેર્યા હતા જ્યારે અયાંશે White Denim Jeans તેના ઉપર Dark Blue Turtleneck ટી-શર્ટ અને તેના ઉપર Maroon કલરનું Wool Blazer હતું જેમાં Green અને Black કલરના ટપકાઓ હતા... અયાંશી અને અયાંશ બંનેએ ગાળામાં સ્કાફ લગાવેલા હતા અને હાથોમાં મોજા...

THUN

Aare નદી જે સરોવરમાં થઈને પસાર થાઈ છે તે સરોવર એટલે THUN અને બરાબર આ સરોવરને અડીને આવેલું ટાઉન THUN. સરોવરની સામેના છેડે બર્ફાછાદિત પહાડોની હારમાળા જ્યારે એક છેડે વસેલું સુંદર ટાઉન THUN.. અને બરાબર THUN શહેરની વચ્ચે થઈને પસાર થઈ રહેલી Aare નદી જે સહેલાણીઓની આંખોને એક અદ્ભુત તૃપ્તી આપે.. પહેલા THUN એક કિલ્લો હતો અને આજે પણ જુંનો કિલ્લો ત્યાં આવેલો છે. સરોવરના કિનારે ચાલવા માટે બનાવેલ સુંદર પગડદી જ્યાં તમે ચાલતા ચાલતા શાંત સરોવરની ખામોસી સમજી શકો...

નાનું અને સૌથી સુંદર ટાઉનમાનું આ એક ટાઉન છે, થોડી ઊંચી ઇમારતો અને તેનાથી ઊંચા એવા ત્યાના ચર્ચ અને બસ થોડા મકાનો, વધારે વસ્તી ગીચતા નહી, જ્યાં તમે કુદરતને માણી શકો,

અયાંશી અને અયાંશ બંને THUN આવી પહોચે છે.. બંને હાથ માં હાથ નાખીને સરોવરના કિનારે ચાલી રહ્યા હતા ત્યાં જ અયાંશ અયાંશીનો હાથ પકડીને એક Floating Boat ઉપર લઈને જાઈ છે Boat ધીમે ધીમે THUN સરોવરમાં ચાલવા લાગે છે અને બારાબર સરોવરની વચ્ચે જઈને ઊભી રહી જાઈ છે.. BOAT ઉપર અયાંશી અને અયાંશ સિવાય બીજા ૩ લોકો હતા એક બોટ ચલાવવા વાળો અને બીજા બે અન્ય લોકો..

અયાંશ, અયાંશીનો હાથ પકડીને બોટના સૌથી આગળના ભાગમાં આવીને ઊભા હતા જ્યાથી એક બાજુ નજર કરો તો સુંદર માજાનું ટાઉન દેખાતું હતું, રાત્રીના સમયે બિલ્ડીંગો અને ઘરોમાં થઈ રહેલી લાઇટો સરોવરમાં પડી રહી હતી અને એ જોઈને એવું લાગી રહ્યું હતું કે જાણે આજે પાણીને કોઈએ રંગોથી રંગી દીધું છે.. જ્યારે બીજી બાજુ નજર કરોતો બરફના પહાડો હતા અને ચાંદાની રોશનીમાં એ બરફ ચમકીને તે પહાડોની સુંદરતાને વધારી રહ્યા હતા... એક તરફ સરોવરમાંથી નીકળતી AARE નદી અને તે નદીમાં જઈ રહેલા પાણીનો પ્રવાહ જ્યારે ટાઉનના કિનારે બનાવેલી બિલ્ડીંગો સાથે અથડાઇ રહ્યો હતો ત્યારે એક કર્ણપ્રિય સંગીત ઉત્પન્ન થઈ રહ્યું હતું અને તે સંગીત અત્યારે Boat ઉપર પણ સંભળાઈ રહ્યું હતું...

અયાંશી જ્યારે આ સુંદર નજારો તેની આંખોમાં કેદ કરવામાં વ્યસ્ત હતી ત્યારે અયાંશે બોટમાં રહેલા પેલા બે માણસોને ઈશારો કરીને કઈક કહ્યું.. થોડી જ વારમાં બોટની બરાબર વચ્ચે એક ટેબલ ગોઠવાઈ જાઈ છે, ટેબલની આજુબાજુ બે બેસવા માટેના ટૂલ્સ પણ ગોઠવાઈ જાઈ છે. આખી બોટ ઉપરની લાઇટો બંધ થઈ જાઈ છે અને આખીય બોટ ઉપર ફાનસ (લાલ ટેન) ચાલુ થાઈ છે. ટેબલ ઉપર પેલા બે વ્યક્તિઓ મીણબતીઑ ગોઠવે છે અને પછી અયાંશને ઈશારો કરીને બધુ તૈયાર છે એમ કહે છે..

અયાંશ અયાંશીનો હાથ પકડીને બોટની વચ્ચે લઈને આવે છે, અયાંશી બોટની વચ્ચેનું દ્રશ્ય જોઈને જાણે પાગલ થઈ જાઈ છે ખાલી ૧૦ મિનિટ પહેલા જ અહિયાં કઈ નહોતું અને અત્યારે આખીય Boat ની હાલત ફરી ગઈ હતી.. અયાંશે અયાંશીને ટેબલની બાજુમાં રહેલા એક ટૂલ્સ ઉપર બેસાડી અને બીજા ટૂલ્સ ઉપર તે બેઠો.. અયાંશે હાથો વડે ઈશારો કરીને પેલા બે માણસને ફરી કઈ ક કહ્યું... અયાંશી તો બસ અયાંશને જોઈ રહી હતી, તેના મનમાં રહેલા પ્રશ્નોના જવાબ તેને ધીમે ધીમે મળી રહ્યા હતા એ પણ અયાંશને પૂછ્યા વગર જ...

પેલા ૨ માણસ અયાંશી અને અયાંશ માટે ડિનર લઈને આવે છે.

1) Rosti ( It is basically thinly grated potatoes, pan-fried until golden and served with a variety of toppings or gravy.)

2) The Swiss Pastas (Borrowing flavors from both Swiss and Italian kitchens and some different cheeses)

૩) Kirsch (kirsch means cherry… Kirsch can also refer to a fruit brandy made from cherries that are fermented whole (with the pits inside). kirsch is not sweet, in fact the cherry pits give it a slightly bitter almond taste.)

અયાંશી અને અયાંશ ડિનર કરી રહ્યા હતા ત્યાં જ અચાનક અયાંશીનું ધ્યાન ટાઉન તરફ ગયું અયાંશીએ જોયુ તો આકાશમાં ફટાકડાઓ ફૂટી રહ્યા હતા અને ફટાકડાઓ ફૂટયા પછી તેના ધુમાડાથી એક દિલ બન્યું અને દિલની અંદર લખાનું I LOVE YOU AYANSHI… અયાંશીએ આ વાંચ્યું અને તેનું ધ્યાન અયાંશ ઉપર પડ્યું,… અયાંશ ચૂપચાપ તેનું ડિનર કરી રહ્યો હતો...

અયાંશી ઊભી થઈને અયાંશને HUG કરી લેઇ છે અને તેની આંખો ભરાઈ આવે છે, અયાંશીને તેના બધા સવાલોના જવાબ મળી ગયા હતા.. અયાંશીના મનમાં હવે એક પણ સવાલ નહોતો.. બંને એકબીજાને HUG કરીને ક્યાં સુધી ઊભા રહ્યા પછી બંનેએ RED WINEનો ગ્લાસ હાથમાં લીધો અને BOAT ની આગળના ભાગમાં બેઠા બેઠા વાતો કરવા લાગ્યા..

બંને વાતો કરતાં કરતાં ક્યારે સૂઈ ગયા ખબર જ ના રહી,…………..

---------------------------------------

(13)

અયાંશી અને અયાંશ બંને સવારે પાછા BERN આવી પહોચે અને હોટેલ પહોચીને જુવે છે તો હજી સુધી પ્રિયાંશ અને પ્રિયાંશી આવ્યા નહોતા એટલે અયાંશે તેમણે ફોન કર્યો

અયાંશ:- હેલ્લો પ્રિયાંશભાઈ..

પણ સામે પ્રિયાંશની જગ્યાએ પ્રિયાંશી ફોન ઉપાડે છે. ને અયાંશ સાથે વાત કરે છે..

પ્રિયાંશી:- પ્રિયાંશ ગાડી ડ્રાઈવ કરે છે અયાંશ.. તારે તેનું કઈ કામ હોઇ તો હું પ્રિયાંશને કવ કે ગાડી થોડીવાર માટે સાઈડમાં રાખે..

અયાંશ:- ના ના દીદી... બસ મે એ જ પૂછવા ફોન કર્યો હતો કે તમે લોકો ક્યારે હોટેલ પાછા આવો છો....

પ્રિયાંશી:- બસ ૨૦ મિનિટ જેવુ થશે અયાંશ..

અયાંશ:- સારૂ તમે આવો પછી બધા સાથે બ્રેકફાસ્ટ કરીશું.. હું અને અયાંશી તમારા બંનેની રાહ જોઈએ છીએ...

પ્રિયાંશી:- ઓકે અયાંશ...

અયાંશ ફોન મૂકે છે અને અયાંશીને આ વાત જણાવે છે કે પ્રિયાંશભાઈને તે લોકો ૨૦ મિનિટમાં આવી જશે.. બંને પોતપોતાનો સમાન પેક કરવામાં વ્યસ્ત હતા અને ૨૦ મિનિટમાં પ્રિયાંશને તે આવી ગયા..

બધાએ સાથે મળીને બ્રેકફાસ્ટ કર્યું અને ફરવા માટે નીકળી ગયા... બે દિવસમાં ચારેયે આખુય BERN શહેર ફરી લીધું હતું,

OLD CITY

GURT

Cathedral at Munsterplatz / St. Vincent (Munster Kirche)

Clock Tower - ZytgloENgge

Aare River

Bernisches Historisches Museum - Einstein Museum

Zentrum Paul Klee (Paul Klee Center)

Federal Building (Bundeshaus)

Barenpark

Bundesplatz

Tierpark Dählhölzli

Matte

Freibad Marzili

Museum of Fine Arts (Kunstmuseum)

Prison Tower (Kafigturm)

Central Railroad Station

આ બધુય ફરી લીધું હતું. અને હવે ચારેયને Switzerland છોડવાનો સમય આવી ગયો હતો.. અયાંશી, પ્રિયાંશ, પ્રિયાંશી આ ત્રણેયને BERN થી આબુધાબી અને આબુધાબીથી અમદાવાદની ફ્લાઇટ હતી જ્યારે અયાંશને BERN થી સીધી મેડ્રિડની ફ્લાઇટ હતી..

અયાંશી અને અયાંશ બંને તેના હોટેલ રૂમમાં હતા, પોતપોતાનો સામાન પેક કરી રહ્યા હતા.. આખાય ઓરડામાં એક સન્નાટો છવાયેલો હતો.. બંને પોતપોતાની બેગમાં પોતાનો સામાન ગોઠવી રહ્યા હતા બંનેની આંખોમાં આંસુ હતા, બંનેના દિલની ધડકન ઝડપથી ધડકી રહી હતી, બંને બસ એ જ વિચાર કરી રહ્યા હતા કે હવે પછી ક્યારે મળી શકાશે, બસ હવે ફોન એક જ સહારો છે..

અયાંશી અને અયાંશે સામાન પેક કરી લીધો હતો, બંને આજે એકબીજાથી આંખો મેળવી શકતા ન હતા, અયાંશી અને અયાંશ પોતાના આંસુ છુપાવી રહ્યા હતા.. બંને રૂમની બહાર આવે છે, જ્યાં પ્રિયાંશ અને પ્રિયાંશી બંને તેમની રાહ જોઈને જ ઊભા હતા.. અયાંશી અને અયાંશને જોઈને પ્રિયાંશ અને પ્રિયાંશી સમજી જાઈ છે કે બંને આજે દુખી છે, એ બંને પણ અયાંશી અને અયાંશ સામે કઈ બોલ્યા નઇ

ચારેય કારમાં એરપોર્ટ ઉપર જાઈ છે.. આબુધાબી અને મેડ્રિડ બંને ફ્લાઇટ વચ્ચે ખાલી ૧૦ જ મિનિટનો ફરક હતો પેલા મેડ્રિડ વાળી ફ્લાઇટ ઉપડવાની હતી ત્યારબાદ આબુધાબી વાળી

BERN AIRPORT

BERN નું એરપોર્ટ એવી જગ્યા ઉપર બનાવવામાં આવેલું છે જ્યાં એરપોર્ટની ત્રણેય તરફ ઊંચા ઊંચા પહાડો આવેલા છે, જ્યારે તમારૂ પ્લેન લેન્ડ થતું હોયને ત્યારે દૂર થી જોતાં એવું જ લાગે જાણે તમારા પ્લેનને આ પહાડોએ તેમના હાથ ફેલાવીને તેમની અંદર સમાવી લીધૂ હોય અને જ્યારે ટેક ઓફ થતું હોય ત્યારે એવું લાગે જાણે પ્લેન આ પહાડોને ચીરીને નીકળી રહ્યું છે..

ત્રણેય તરફના પહાડો શિયાળાના સમયે સંપૂર્ણપણે બરફથી ઢંકાયેલા રહે છે અને અત્યારે પણ આખાય પહાડો બરફથી ઢંકાયેલા હતા.. એવું લાગી રહ્યું હતું જાણે પ્લેન તમને ધરતીની જગ્યાએ આકાશમાંથી ટેક ઓફ અને લેન્ડ થઈ રહ્યું હોઇ.

ચારેય ચેક ઇન કરીને એરપોર્ટની અંદર પહોચે છે.. અયાંશી અયાંશની સામે જોવે છે અને જોવે છે કે અયાંશની આંખોમાં આંસુ છે. અયાંશી સીધી જ અયાંશની સામે જઈને ઊભી રહે છે અને અયાંશને તેના બંને હાથોથી પકડે છે.

અયાંશ અચાનકથી આવી રીતે થયેલા બનાવથી હોશમાં આવે છે અને સામે જુવે છે તો અયાંશી હોઇ છે એટલે અયાંશના મનને શાંતી મળે છે.. અયાંશી અયાંશની આંખોમાં જુવે છે... અયાંશ પણ અયાંશીની આંખોમાં જુવે છે.. અયાંશીની આંખોમાં કેટલાય સવાલો હતા જે અયાંશની આંખોએ વાંચી લીધા હતા..

અયાંશ:- તારા મનમાં શું ચાલી રહ્યું છે ? અયાંશ તેની આંખોના આંસુ સાફ કરતાં કરતાં બોલી..

અયાંશી:- કઈ જ નહી... કેમ ?

અયાંશ:- હું તારી આંખો વાંચી શકું છું.. તારા મનમાં કેટલાય સવાલો છે…

અયાંશી:- તને ખબર જ છે કે મારા મનમાં શું સવાલો છે તો પછી તું જ જવાબ આપી દે..

અયાંશ થોડીવાર ચૂપ રહી અને અયાંશીની આંખોમાં જોતો રહ્યો... એવું લાગી રહ્યું હતું જાણે અયાંશ અયાંશીની આંખોને વાંચી રહયો હતો એક ઊંડો શ્વાસ લઈને અયાંશ બોલ્યો..

તે પૂછ્યું જિંદગી એટલે શું?

મેં કહ્યું ફક્ત તું ને તું.

તે પૂછ્યું જીવન એટલે શું?

મેં કહ્યું તું જીવે છે ને હું માણું છુ

તે પૂછ્યું પ્રેમ એટલે શું?

મેં કહ્યું તું કરે છે ને હું ચાહું છું.

તે પૂછ્યું લાગણી એટલે શું?

મેં કહ્યું તું અનુભવે ને હું મહેસુસ કરું.

તે પૂછ્યું વરસાદ એટલે શું?

મેં કહ્યું તું પલળે છે ને હું ભીંજાઉ છું.

તે પૂછ્યું દોસ્તી એટલે શું?

મેં કહ્યું તુ બાંધે છે ને હું નીભાવું છુ.

તે પૂછ્યું સંબંધ એટલે શું?

મેં કહ્યું તું બંધાય છે ને હું આઝાદ છુ

તે પૂછ્યું ઝાકળ એટલે શું?

મેં કહ્યું જાણે તું અને હું.


અયાંશી આટલું સાંભળીને જ અયાંશને HUG કરી લે છે.. અયાંશને HUG કર્યા પછી અયાંશી જોરથી રડવા લાગે છે સામે અયાંશની આંખોમાં પણ આંસુ હોઇ છે.. પ્રિયાંશી અને પ્રિયાંશ બંને અયાંશી અને અયાંશને રડવા દેઇ છે..

પ્રિયાંશ અને પ્રિયાંશીને ખબર હતી કે પ્રેમ કરતી વ્યક્તિથી દૂર જવું કેટલું દુખ ભર્યું હોઇ છે.. મહિનાઑ સુધી તમે એક-બીજાને જોઈ ના શકો, બસ ખાલી ફોનમાં જ વાતો કરવાની, વિડીયોકોલ કરીને જ એકબીજાને જોવાના અને એવું મહેસુસ કરવાનું કે જાણે સામે વાળું વ્યક્તિ દૂર બીજા દેશમાં નહી પણ બસ આપડી સામે જ છે....

ખરેખર LONG DISTANCE RELATION માં જે લોકો હોય છે તે લોકોનો પ્રેમ ખરેખર અદભૂત હોઇ છે.. વર્ષો સુધી તમે ખાલી એકબીજાને પ્રેમની હુંફ દૂરથી જ આપી શકો છો, એકમેકના HUG ને ખાલી મહેસુસ કરી શકો છો, દિવસમાં એક વખત વાત કરવા માટે પણ તડપવું પડતું હોય છે કેમ કે બંને દેશો વચ્ચે TIME DIFFERENCE હોઇ છે.. તમારે ત્યાં સાંજ હોઇ તો તમારા પાર્ટનર જે દેશમાં હોય ત્યાં હજી સવાર પડી હોય કે પછી હજી બપોર જ થઈ હોય કે પછી અડધી રાત થઈ ગઈ હોય

એકમેક માટે વ્યસ્ત સમયમાં ટાઈમ કાઢીને બસ ૫ મિનિટ વિડીયોકોલ કરીને જ્યારે એકમેકને જોવે અને તે જોઈને પણ તેના ચહેરા ઉપર આખા દિવસનો થાક દૂર થઈ જાઈ... આખા દિવસ કામમાં હોવ છતાં પણ તમે એ સમયની રાહ જોઈને બેઠા હોવ જ્યારે તમે બંને એકબીજા સાથે કોલમાં વાત કરવાના હોવ.. જે નજીક રહેતા હોઇ એ લોકોનો પ્રેમ પણ પ્રેમ જ હોઇ છે પણ જે લોકો દૂર દૂર દેશમાં રહેતા હોવા છતાં પણ એકમેકને સાચુ HUG કરવા તરસતા હોઇ તે લોકોના પ્રેમ વિષે જેટલું લખાઈ એટલું ઓછું છે....

અયાંશ અને અયાંશી થોડીવાર પછી સ્વસ્થ થઈ જાઈ છે.. બંનેના ફ્લાઇટનું એનાઉન્સમેંટ ન થાઈ ત્યાં સુધી બંને એક બેન્ચ ઉપર એકબીજાના ખંભા ઉપર માથું ઢાળીને બેસે છે.

અયાંશી:- તું ઈન્ડિયા ક્યારે આવીશ ?

અયાંશ:- તું કહે તો તારી સાથે જ આવું ?

અયાંશી:- મજાક નહી અત્યારે...

અયાંશ:- હું મજાક નથી કરતો

અયાંશી અયાંશની સામે ગુસ્સાથી જુવે છે..

અયાંશ:- સોરી બાબા, હું જલ્દી આવવાની કોશિશ કરીશ..

અયાંશી:- જલ્દી એટ્લે કેટલું જલ્દી ?

અયાંશ:- આવતા વર્ષે કદાચ...

અયાંશી:- આવતા વર્ષે શું કામ ? ૫ વર્ષ પછી જ આવજે ને.. અયાંશી ગુસ્સામાં બોલે છે..

અયાંશ:- અરે પણ ગુસ્સે કેમ ?

અયાંશી:- તો શું કરું બોલ ?

અયાંશ:- મારી વાત તો સાંભળ પેલા..

અયાંશી:- શું છે બોલ..

અયાંશ:- હવે તને ખબર જ છે કે હું રીઅલમાં કોણ છું, મારો બીઝનેશ કેટલા દેશોમાં વિસ્તરેલો છે બરાબર...

અયાંશી:- હા તો???

અયાંશ:- તો તું જ્યારથી મેડ્રિડ આવી છે ત્યારથી મે કામ ઉપર સાવ ઓછું ધ્યાન આપ્યું છે. ઘણાબધા પેન્ડિંગ કામો થઈ ગયા છે.. મારે પેલા મેડ્રિડ જઈને પેન્ડિંગ કામો ફિનિશ કરવાના છે ત્યારબાદ મે મારી લાઈફમાં અમુક ગોલ સેટ કરેલા છે તે પૂરા કરવાના છે આ વર્ષના અંત સુધીમાં.. અમુક મોમ-ડેડના સપનાઓ છે જે મારે પૂરા કરવાના છે આ વર્ષના અંતમાં..

અયાંશી:- મોમ-ડેડના સપનાઓ ?

અયાંશ:- હા... એ વાત હું તને યોગ્ય સમય આવશે ત્યાંરે કઇશ..

અયાંશી:- ઓકે..

અયાંશ:- તો આ બધુ પૂરું કરવામાં મારે લગભગ ૬ થી ૮ મહિનાનો સમય લાગશે..

અયાંશી:- હે ? અયાંશની વાત સાંભળીને અયાંશીની આંખોમાં ઝળઝળીયા આવી ગયા હતા

અયાંશ:- હા... તો આ બધુ કામ પૂરું કર્યા પછી હું ઈન્ડિયા આવીશ...

અયાંશીએ અયાંશને HUG કર્યું અને HUG કરતાં કરતાં રડવા લાગી અને રડતાં રડતાં બોલી કે.... તું થોડો જલ્દી ઈન્ડિયા નહી આવી શકે ?

અયાંશ:- મારે તને કોઈ ખોટા વાદા અને વાયદા નથી કરવા કે હું વેલો આવીશ એમ.. મને ખોટું બોલતા નથી આવડતું અને જે વાત હતી તે તને સાવ સાચે સાચું કહી દીધું...

અયાંશી:- હમ્મ

અયાંશ:- તું રડવાનું બંધ કર.. તને જ્યારે પણ મારી સાથે વાત કરવાનું મન થઈ ત્યારે તું મને ફોન કરજે બસ.. ગમે ત્યારે તને એવું લાગે કે તારે મારી સાથે વાત કરવી છે એટલે મને કોલ કરી દેવાનો,,

અયાંશી:- હા એ તો હું કરીશ જ...

અયાંશી અને અયાંશ બંને વાતો કરી રહ્યા હતા ત્યાં જ બંનેની ફ્લાઇટનું બોર્ડિંગ એનાઉન્સ થયું...

અયાંશી અને અયાંશ તેની જગ્યાએથી ઊભા થયા અને પ્રિયાંશ અને પ્રિયાંશીની પાસે ગયા...

પ્રિયાંશ અને પ્રિયાંશી બંને થોડે દૂર જઈને બેઠા હતા કેમ કે તે બંનેને ખબર હતી કે અયાંશી અને અયાંશના મનમાં હજારો વાતો અને વિચારો ચાલી રહ્યા હતા.. અને તે બંનેને થોડો સમય એકલામાં સમય આપવાની જરૂર હતી એટલા માટે તે પ્રિયાંશને તે દૂર જઈ ને બેઠા હતા..

અયાંશ પ્રિયાંશની પાસે જઈને તેને HUG કરે છે

અયાંશ:- ભાઈ તમારો ખૂબ ખૂબ આભાર

પ્રિયાંશ:- કેમ?

અયાંશ:- તમે અમારા માટે આટલું કર્યું તેના માટે થઈ ને...

પ્રિયાંશ:- તો તો મારે પણ તને થેન્ક્સ કહેવું જોઈએ..

અયાંશ:- મને થેન્ક્સ કેમ ?

પ્રિયાંશ:- કુદરતના સાનિધ્યમાં અમને એક રાત્રીના રોકાણ માટેની ગિફ્ટ માટે..

અયાંશ:- અરે તેના માટે કઈ થેન્ક્સ ના હોઇ.. એ તો એક નાનાભાઈ નું મોટાભાઇ પ્રત્યે નો પ્રેમ હતો..

પ્રિયાંશ:- અચ્છા તો તારે પણ થેન્ક્સ નહી કહેવાનું કેમ કે મે જે પણ કર્યું તે એક મોટાભાઇનો નાનાભાઈ પ્રત્યેની ફરજ હતી...

અને બંને હસી પડે છે.. અયાંશ ને પ્રિયાંશ બંનેની આંખોમાં આંસુ હતા બને વળી પાછા એકબીજાને HUG કરે છે..

અયાંશ પછી પ્રિયાંશીને HUG કરીને તેને પણ થેન્ક્સ કહે છે.. અને લાસ્ટમાં અયાંશ અયાંશીને HUG કરે છે...

પછી ચારેય એકમેકને ભેટી પડે છે.. ચારેયની આંખોમાં આંસુ હતા.. અલગ પડતી વેળાનું દુખ હતું. આટલો સમય જે સાથે વિતાવ્યો તે યાદો હતી.. ચારેય જ્યારે HUG કરીને ઊભા હતા ત્યાં પ્રિયાંશ એક લાઇન બોલ્યો...

મિત્રતા બે હૃદયને જોડતું એવું મેઘધનુષ છે

જે આ સાત રંગોની પરસ્પર વહેંચણી કરે છે:

ચારેય અલગ પડ્યા અયાંશને બોર્ડિંગ માટે જમણી સાઈડ જવાનું હતું જ્યારે અયાંશી, પ્રિયાંશી અને પ્રિયાંશને બોર્ડિંગ માટે ડાબી સાઈડ જવાનું હતું... અયાંશી અને અયાંશ જતાં જતાં પણ વારંવાર પાછું વળીને એકબીજાને છેલ્લી વાર જોઈ રહ્યા હતા.. બંનેને ખબર હતી કે આ છેલ્લી વખત એકમેકને સામે જોઈ રહ્યા છીએ.. હવે પછી સામે કેટલા મહિના પછી જોવા મળે તેની કઈ ખબર નથી....

અયાંશ તેનું બોર્ડિંગ પૂરું કરીને તેની AIR EUROPA ની ફ્લાઇટમાં બેસે છે જ્યારે અયાંશી, પ્રિયાંશ અને પ્રિયાંશી બોર્ડિંગ પૂરું કરી તેની ETIHAD ની ફ્લાઇટમાં બેસે છે.. અયાંશી અને અયાંશ બંને તેની ફ્લાઇટની વિન્ડો સીટ ઉપર બેઠા હતા અને બંને તેની વિન્ડોમાંથી એકબીજાની ફલાઈટને જોઈ શકતા હતા...

થોડી જ વારમાં અયાંશની ફ્લાઇટ રન-વે ઉપર હતી અને અયાંશ રન-વે ઉપરથી બસ અયાંશીની ફલાઈટને જોઈ રહ્યો હતો એ આશાએ કે અયાંશી પણ તેને જોઈ રહી હશે.. થોડી જ વારમાં અયાંશની ફ્લાઇટ પહાડો ચીરીને આકાશમાં હતી અને અયાંશે છેલ્લી વાર રન-વે ઉપર નજર કરીને જોયું કે અયાંશીની ફ્લાઇટ પણ રન-વે ઉપર આવી ગઈ હતી અયાંશે છેલ્લીવાર ફ્લાઇટમાંથી અયાંશીની ફલાઈટને જોઈને હાથ હલાવીને આવજો કહ્યું અને બસ પછી રન-વે દેખાતો બંધ થયો અને તેની જગ્યાએ વાદળો ચાલુ થઈ ગયા...

આ બાજુ અયાંશીની ફ્લાઇટ રન-વે ઉપર ભાગવા માટે તૈયાર હતી પણ અયાંશીનું ધ્યાન ઊંચે આકાશમાં જઈ રહેલી અયાંશની ફ્લાઇટ ઉપર જ હતું.. અયાંશની ફ્લાઇટ વાદળોમાં અદ્રશ્ય થવાની જ હતી ત્યાં અયાંશીએ હાથ હલાવીને અયાંશની ફલાઈટને આવજો કહ્યું અને પછી અયાંશની ફ્લાઇટ વાદળોમાં ગાયબ થઈ ગઈ..... થોડી જ વારમાં અયાંશીની ફ્લાઇટ પણ વાદળોને ચીરીને આગળ વધી રહી હતી પણ અયાંશીને હવે વિન્ડોની બહાર જોવામાં કોઈ રસ નહોતો.. તે વિન્ડો બંધ કરીને આંખો બંધ કરીને બેસી ગઈ............

---------------------

(14)

સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ, અમદાવાદ

અયાંશીની ફ્લાઇટનું લેંડિંગ અમદાવાદ ઉપર થવાનું જ હતું.. અયાંશી અબુધાબીથી ફ્લાઇટમાં બેસી ત્યારથી જ બસ અયાંશના ખયાળોમાં ખોવાયેલી હતી.. પણ અચાનક ફ્લાઇટમાં એનાઉન્સમેંટ થયું કે અમદાવાદ એરપોર્ટ ઉપર ફ્લાઇટ થોડી જ ક્ષણોમાં લેન્ડ થવાની છે.... અયાંશીનું મન જાણે બધા વિચારોને સાઇડમાં મૂકીને બસ તેના અમદાવાદ શહેરને જોવા અધિરી થઈ ગઈ હતી... તેના ચહેરા ઉપર એક સ્માઇલ આવી ગઈ હતી.. અયાંશીએ તરત જ તેની વિન્ડો ખોલી નાખી અને આકાશમાંથી અમદાવાદ શહેરને જોવા લાગી...

અયાંશી જોઈ રહી હતી કે આકાશમાંથી અમદાવાદ કેટલું સુંદર લાગી રહ્યું છે, ઊંચી ઊંચી ઇમારતો અને તેમાં પણ અત્યારે એક બાજુ સુરજ ઢળી રહ્યો હતો.. એક બાજુ લાલ કલરનો સુરજ ઊંચે આકાશથી દેખાઈ રહ્યો હતો તો બરાબર તેની નીચે જ અમદાવાદ, જે શહેર ગુજરાતનું હ્રદય છે, આ એ જ શહેર છે જ્યાના માણસો જિંદગીને ગમે તેટલા વ્યસ્ત સમયમાં પણ જીવી જાણે છે.... આ એજ શહેર છે જ્યાં વિંકએબ્ડમાં તો જાણે એવું લાગે કે આખુય અમદાવાદ જાણે ઘરોની બહાર નીકળીને રસ્તાઓ ઉપર આવી ગયું હોઇ... આ એજ શહેર છે જ્યાં યુવા વર્ગ દિવસે ફરવા કરતાં રાત્રે ફરવાનું વધારે પસંદ કરે છે (નાઈટ આઉટ).. આ એજ શહેર છે જ્યાં રાતના ૨ વાગે પણ તમે એસ.જી. હાઇવે ઉપર તમારી ગાડી લઈને નીકળોતો તમને ટ્રાફિક જોવા મળે.. આ એજ શહેર છે જ્યાં રાત્રીના ૩ વાગે પણ તમને હજારોની સંખ્યામાં લોકો ઇંસ્કોન પાસે કર્ણાવતી ક્લબની સામેની સાઈડ નાસ્તો કરતાં જોવા મળશે..

અયાંશી જોઈ રહી હતી કે તેનું અમદાવાદ આજે તેને વધારે સુંદર લાગી રહ્યું હતું... કેમ કે આજ પેલા તેને ક્યારે પણ અમદાવાદને ઢળતી સંધ્યાના સમયે આકાશેથી નહોતું જોયું...

અયાંશી જોઈ રહી હતી કે રેલના પાટા ઉપર દૂરથી એક ડીઝલ એન્જિન વાળી ટ્રેન આવી રહી હતી.. પાટાની બંને બાજુ નાની મોટી બિલ્ડીંગો હતી. એવું લાગી રહ્યું હતું જાણે ટ્રેન કોઈ ઊંચા બિલ્ડીંગની વચ્ચેથી રસ્તો બનાવીને નીકળી રહી હોઇ... ટ્રેનની બરાબર ઉપર જ લાલ કલરનો થઈ ગયેલો સુરજ હતો.. અચાનક ટ્રેનના ડીઝલ એન્જીને વિસલ વગાડી અને ધુમાડાના ગોટા કાઢ્યા... ઉપરથી જોતાં એવું લાગી રહ્યું હતું કે તે ટ્રેનના ધુમાડાના ગોટા લાલ કલરના સૂરજમાં ભળીને તેને કાળા કલરમાં રંગી રહ્યા હતા.. કેમ કે સુરજ જેમ જેમ નીચે જઇ રહ્યો હતો તેમ તેમ તેનો નીચેનો ભાગ લાલમાંથી હવે કાળો થઈ રહ્યો હતો.. અને આ રેલના ધુમાડાઓ એવું જ પ્રતીત કરાવી રહ્યા હતા કે સૂરજનો કાળો કલર જાણે તેના ધુમાડાના કારણે થઈ રહ્યો છે... અયાંશી ઉપરથી આ દ્રશ્ય જોઈને એકદમ પાગલ થઈ ગઈ હતી... કેમ કે તેને આટલું સુંદર દ્રશ્ય પેલા ક્યારેય જોયું ન હતું..

અયાંશીની ફ્લાઇટ લેન્ડ થઈ ગઈ. લેન્ડ થયા પછી લગભગ અડધા કલાક પછી અયાંશી, પ્રિયાંશ અને પ્રિયાંશી ત્રણેય બહાર આવ્યા... પ્રિયાંશ ને પ્રિયાંશીને લેવા માટે રિચા અને મયંક આવેલા હતા જ્યારે અયાંશીને લેવા તેના ડેડ નીરજભાઈ, તેના મોમ નમ્રતાબેન અને અયાંશીની બેસ્ટફ્રેન્ડ શિવાંગી આવેલા હતા..

અયાંશી તેના મોમ-ડેડ સાથે પ્રિયાંશ અને પ્રિયાંશીની ઓળખાણ કરાવે છે અને તે લોકો કેવી રીતે Stitzerland માં મળ્યા તે બધુ જ કહે છે... પ્રિયાંશ અને પ્રિયાંશી પણ સૌથી પહેલા અયાંશીના માતા પિતાને પગે લાગીને તેમના આર્શિવાદ લેઇ છે.. આ જોઈને નિરજભાઈ અને નમ્રતાબેનને સારૂ લાગે છે..

નિરજભાઈ:- બોવ જ ગમ્યું મને કે તમારા માતા-પિતાએ તમને ખુબ જ સારા સંસ્કાર આપ્યા છે...

પ્રિયાંશ:- થેન્ક્સ અંકલ...

નિરજભાઈ:- બેટા તમે શું કરો છો ? નિરજભાઈ પ્રિયાંશના ખાંભા ઉપર હાથ મૂકીને કહે છે..

પ્રિયાંશ:- અંકલ હું ભાવનગરના એક નાનકડા ગામથી આવું છું અને અત્યારે હું ધારાસભ્ય છું..

નીરજભાઈ આ વાત સાંભળીને એક દમ શોક થઈ જાઈ છે...

નિરજભાઈ:- શું નામ છે આપનું ?

પ્રિયાંશ:- પ્રિયાંશ દિહોરા.... અંકલ હું તમારા કરતાં નાનો છું મને માન આપીને ના બોલાવો..

નિરજભાઈ:- માન તો આપવું જ પડે ને.. અને પ્રિયાંશ દિહોરા... ભાવનગર ગ્રામ્ય વિસ્તારના ધારાસભ્ય.. હજી ગયા વર્ષની ચુટણીમાં જ ચુટાયેલ અને ગુજરાત ઇતિહાસના સૌથી નાની ઉમરના ધારાસભ્ય બરાબર...

પ્રિયાંશ:- હા અંકલ...

નીરજભાઈ:- નામ બહુ સાંભળ્યુ હતું કે, એક એવા ધારાસભ્ય આ રાજ્યને મળ્યા છે જે ખાલી લોકો માટે સેવા કરે છે.. અને આજે તમને જોઈ પણ લીધા,..

નિરજભાઈ અને પ્રિયાંશ બંને વાર્તાલાપ કરવામાં વ્યસ્ત હતા જ્યારે મયંક, રિચા અને પ્રિયાંશી તેમનો સામાન કારમાં ગોઠવી રહ્યા હતા.. આ બાજુ અયાંશી, શિવાંગી અને નમ્રતાબેન પણ અયાંશીનો સામાન તેમની કારમાં ગોઠવી રહ્યા હતા..

પ્રિયાંશ નિરજભાઈ અને તેમના ફેમિલીની ઓળખાણ રિચા અને મયંક સાથે કરાવે છે...

અયાંશી:- દીદી તમે લોકો ચાલોને મારા ઘરે...

પ્રિયાંશી:- અયાંશી.. આ અમારે મયંકભાઈ USA રહે છે તેમની ૨ દિવસ પછીની ફ્લાઇટ છે USAની, તો અમે ચારેય લોકો આ ૨ દિવસ સાથે રહેવાના છીએ.. પણ હા હવે ગમે ત્યારે અમદાવાદ આવવાનું થસે ત્યારે પાકકું અમે લોકો તારા ઘરે આવીશું..

અયાંશી:- ઓકે દીદી...

અયાંશી પ્રિયાંશીને HUG કરે છે ત્યારબાદ અયાંશી પ્રિયાંશને પણ HUG કરે છે અને કહે છે કે.. થેન્ક્સ ભાઈ... પ્રિયાંશ પણ અયાંશીના માથા ઉપર હળવેથી હાથ ફેરવી ને કહે છે કે થેન્ક્સની જરૂર નથી..

પછી બધા પોતપોતાની ગાડીઓમાં ગોઠવાઈ છે અને બંને ગાડીઓ પોતપોતાના રસ્તે આગળ વધે છે...

અયાંશીએ સૌથી પહેલા તેના ડેડને નહેરુનગર લઈને જાઈ છે.. ત્યાં સૌથી પહેલા ગીતા સમોસાં ની દુકાન ઉપર... નિરજભાઈ અને નમ્રતાબેન બને કારમાં જ બેસી રહ્યા હતા કેમ કે તે બંનેને સમોસાં નહોતા ખાવા.. અયાંશી અને શિવાંગી બંને કારમાંથી નીચે ઉતરીને સમોસાં ખાવા માટે જાઈ છે.. ગરમા ગરમ સમોસાં અને રગડો...

શિવાંગી:- આટલી શું ભૂખ લાગી હતી કે ગાડી અહિયાં ઊભી રખાવી ?

અયાંશી:- બેબ તું નહી સમજે... ત્યાં હું આવું બધુ સ્પાઈસી અને ચટપટું ખાવા માટે તરસી ગઈ હતી.. અને આજે રાત્રે તું તારા ઘરે ડિનરની ના પાડજે..

શિવાંગી:- કેમ વળી ?

અયાંશી:- આજે બહાર ખાવા જવું છે.. .

શિવાંગી:- આટલી બધી શું ઉતાવળ છે તને? હજી અમદાવાદમાં પગ મૂક્યો છે... થોડો સમય આરામ કરી લે.. કાલે જઈશું આપણે..

અયાંશી:- ના બેબ ના... કાલે નહી આજે જ...

શિવાંગી:- પણ અંકલ આંટી તને બહાર નીકળવા દેશે આજે ? તને એમજ કહેશે કે આજે આરામ કરી લે..

અયાંશી:- તને ખબર તો છે કે મોમ-ડેડને કેમ મનાવવા તે મને બોવ જ સારી રીતે આવડે છે..

શિવાંગી:- હા એ વાત તો છે કે તને અંકલ અને આંટીને મનાવતા બોવ જ સારી રીતે આવડે છે..

બંને એકબીજાને હાઇ-૫ આપી હસવા લાગે છે

સમોસાં ખાઈને ચારેય ઘરે જાઈ છે.. શિવાંગી અયાંશીનો બધો સમાન તેના રૂમમાં મૂકવામાં હેલ્પ કરે છે..

શિવાંગી:- સારૂ ૮ વાગ્યા છે.. ક્યારે જવું છે બહાર ?

અયાંશી:- ૯ વાગે જઈએ..

શિવાંગી:- સારૂ હું ઘરે જાવ તો...

અયાંશી:- ઓકે.. પણ સાંભળ મોન્ટુને સાથે ના લેતી..

શિવાંગી:- કેમ?

અયાંશી:- મારે તને એક ઇમ્પોટંટ વાત કરવી છે, જો મોન્ટુ સાથે આવશે તો એ વાત આપણે નહી કરી શકીએ..

શિવાંગી:- સારૂ બાબા નહી લવ..

શિવાંગી તેના ઘરે જાઈ છે.. અને અયાંશી તેનો ફોન હાથમાં લે છે અને જલ્દી જલ્દી નેટ ઓન કરે છે... જેવુ નેટ ઓન કરે છે ત્યાં જ અયાંશના મેસેજીસ આવેલા હતા વોસ્ટએપમાં..

અયાંશી મેસેજ રીડ કરવા લાગે છે...

અયાંશ:- અયાંશી હું મેડ્રિડ પહોચી ગયો છું.. આ મેસેજની નીચે અયાંશે તેની સેલ્ફિ પણ ક્લિક કરીને મોકલી હતી..

નીચે બીજો મેસેજ હતો.. અયાંશી હું તને બોવ જ મિસ કરું છું..

તું ઘરે પહોચે એટલે મને એક મેસેજ કરજે કે તું ઈન્ડિયા પહોચી ગઈ છે..

હું હવે ઓફિસ જાવ છું ફ્રેશ થઈ ને બાય..

આઈ મિસ યૂ લવ...

લવ યૂ...

હું ફ્રી થઈ ને તને મેસેજ કરીશ ઓકે...

અયાંશી તરત જ મેસેજ ટાઈપ કરવા લાગે છે...

અયાંશી:- હેય લવ.. હું પણ ઈન્ડિયા પહોચી ગઈ છું, ઇન્ફેકટ હું તો ઘરે પહોચી ગઈ છું... આઈ લવ યૂ ટૂ.. અયાંશી પણ તેની એક સેલ્ફિ ક્લિક કરીને અયાંશને મોકલે છે.. મેસેજ મોકલીને અયાંશી ફ્રેશ થવા માટે જતી રહે છે...

ફ્રેશ થઈને અયાંશી બહાર આવે છે... અત્યારે તે બ્લેક કલરનું સ્કર્ટ પહેરે છે ઘૂટન સુધીનુ, તેના નીચે બ્લેક કલરની લેગિંગ્સ પહેરે છે અને ઉપર રેડ કલરનું સ્લીવલેસ ટોપ પહેરે છે.. લોંગ શૂઝ અને ખુલ્લા વાળ રાખીને અયાંશી તેના બેડરૂમમાંથી નીચે આવે છે....

નમ્રતાબેન:- એ છોકરી આટલી તૈયાર થઈ ને તું ક્યાં ચાલી ?

અયાંશી:- મોમ અમદાવાદની હવા માણવા જાવ છું..

નમ્રતાબેન:- હજી હમણાં તો યુરોપથી ઈન્ડિયા આવી છે.. આજે આરામ કરી લે ને..

અયાંશી:- મોમ ફ્લાઇટમાં સૂતા સૂતા જ આવી છું...

નમ્રતાબેન નિરજભાઈની સામે જોઈને કહે છે કે.. આ તમારી લાડકીને સમજાવો કઈક..

નિરજભાઈ ટીવી જોતાં હતા અને તેને અયાંશીને ઈશારો કરી બહાર જતાં રહેવા કહ્યું પણ અયાંશીએ નિરજભાઈ પાસે ઈશારો કરી તેના કારની ચાવી માંગી… નિરાજભાઇએ પણ નમ્રતાબેનને ખબર ના પડે તેવી રીતે અયાંશીને કારની ચાવી આપી.. કારની ચાવી મળતાની સાથે જ અયાંશી હળવે હળવે અવાજ કર્યા વગર ઘરની બહાર નીકળી જાઈ છે અને આ બાજુ નમ્રતાબેનનું બોલવાનું ચાલુ જ હોઇ છે... નિરજભાઈ પણ ચૂપચાપ ટી.વી જોવા લાગે છે...

કારનો અવાજ આવતા નમ્રતાબેન બહાર નીકળીને જુવે છે તો અયાંશી કાર લઈને જઇ રહી હોઇ છે.. અયાંશીને જતાં જોઈ નમ્રતાબેન ગુસ્સા સાથે અંદર આવી ને નિરજભાઈ ઉપર ગુસ્સો કરે છે..

નમ્રતાબેન:- તમને કઈ ખબર પડે છે કે નહી ? આ છોકરી હજી ૩ કલાક પહેલા જ ઈન્ડિયા આવી છે...

નિરજભાઈ:- તો શું ?

નમ્રતાબેન:- તો તેને આજે આરામ કરવા દેવાની જગ્યાએ તમે તે ને બહાર જવા કેમ દીધી ?

નિરજભાઈ:- તું પેલા તારો ગુસ્સો શાંત કર.. અયાંશી હવે નાની નથી રહી.. તેને શું કરવું અને શું ના કરવું તેની ખબર હવે પડે છે.. અને ૧ મહિનો કોઈ માણસ જ્યારે વિદેશમાં રહીને આવે ને ત્યારે તે માણસ આ દેશની હવાને મિસ કરતો હોય. એમાં પણ અમદાવાદની હવા,, એકવાર અહિયાં જે માણસ રહી ને બીજા મોટા શહેર કે બીજા દેશમાં જાઈને તો પણ તેને અમદાવાદ જેવી રહેવાની મજા ના આવે,,

અહિયાની હવામાં જ કઈ ક એવું છે ને કે તમે અહિયાના હોવ કે ના હોવ પણ અમદાવાદ તમને પોતાનું કરી ને જ છોડે છે. એટલે ચિંતા ના કર અયાંશીની.. બહાર એક રાઉન્ડ મારવા જવા દે તેને સારૂ લાગશે...

નમ્રતાબેન:- તમે બંને બાપ અને દીકરી સરખા છો.. આવી ઈમોશનલ વાતો કરીને મને સમજાવી લો છો...

આ વાત સાંભળીને નિરજભાઈ હસવા લાગે છે..

નમ્રતાબેન:- હવે હસવાનું બંધ કરો અને ચાલો જમવા... અયાંશી તો હવે બહાર ગઈ છે એટલે મને નથી લાગતું કે તે હવે ઘરે જમે.. એટલે રહિયા હવે આપણે બંને જ …

નિરજભાઈ ટી.વી બંધ કરી હાથ મોહ ધોઈને જમવા માટે બેસી જાઈ છે........

-----------------------------

અયાંશી અને શિવાંગી બંને કારમાં હતા.. અયાંશીએ કારને સોસાયટીની બહાર કાઢી અને શિવરજની બ્રિજની નીચેથી લઈને ઇસ્કોન તરફ વાળી.. અયાંશી ગાડી સાવ ધીમે ચલાવી રહી હતી અને આ જોઈ શિવાંગી બોલી..

શિવાંગી:- ઓહ મેડમ… શું થયું ? કેમ ગાડી આજે આટલી ધીમે ચલાવે છે ?

અયાંશી:- અરે યાર આ બધુ જોવા દે મને.. એવું લાગે છે જાણે હું વર્ષો પછી અમદાવાદ આવી હોવ.. તને ખબર છે હું અમદાવાદને બોવ જ મીસ કરતી હતી.. અહિયાનું ટ્રાફિક, અહિયાની મસ્તીઓ, અહિયાંનું સ્ટ્રીટ ફૂડ...

શિવાંગી:- બસ બસ હવે મને ખબર છે.. ક્યાં જઈશું બોલ ?

અયાંશી:- નિરમા ?

શિવાંગી:- પેલા રોડ સાઈડ ઢાબે? લસણીયા બટેટાનું શાક અને પરોઠા ખાવા ?

અયાંશી:- હા...

શિવાંગી:- મારા દિલની વાત તે કહી દીધી બેબ... કેટલા સમયથી ત્યાં આપડે જમવા નથી ગયા.. ચાલ હવે આમ ધીમે ધીમે ગાડી ના ચલાવ થોડીક સ્પીડમાં ચલાવ..

અયાંશી:- હા બેબ...

અયાંશી કારને થોડી સ્પીડમાં ચલાવવાનું ચાલુ કરે છે.. આ બાજુ શિવાંગી કારની અંદર ગીતો વગાડવાના ચાલુ કરે છે... અયાંશી અને શિવાંગી બંને જોર જોરથી ગીતો ગાય છે.. બંને આજે પાગલ થઈ ગઈ હોઇ એવું લાગી રહ્યું હતું..

ગાડી ધીમે ધીમે.. જોધપૂર ક્રોસ રોડથી આગળ નીકળે છે ત્યારબાદ સ્ટાર બજાર, ત્યારબાદ ISRO ના ઢાળ ઉપર થઈને આગળ ઇસ્કોન તરફ આગલ વધતી જાઈ છે.. ઇસ્કોન બ્રિજની નીચેથી અયાંશી કારણે એસ.જી, હાઇવે ઉપર લેઇ છે...

એસ.જી ઉપર આવતાની સાથે જ અયાંશીને જાણે એવું લાગી રહ્યું હતું કે તે અત્યારે અમદાવાદમાં નહી પણ કોઈ યુરોપના દેશમાં છે.. અમુક જગ્યાએ ૬ લાઇનનો હાઇવે તો અમુક અમુક જગ્યાએ ૮ લાઇનનો હાઇવે.. હાઇવેની બંને બાજુ સુંદર સુંદર હોટેલ, મોલ, ક્લ્બો અને ઊંચા ઊંચા રેસીડન્ટ બિલ્ડીંગો.. એમાં પણ પકવાન ચાર રસ્તા પાર કરો એટલે થલતેજ અંડરગ્રાઉંડ બાયપાસ... એવું લાગે જાણે તમે ભૂગર્ભમાં જઇ રહ્યા છો અને દુનિયા તમારી ઉપરથી પસાર થઈ રહી છે.. આખાય એસ.જી. હાઇવે ઉપરની સ્ટ્રીટ લાઇટો આ હાઇવેની સુંદરતામાં વધારો કરી રહી હતી..

અયાંશી લગભગ ૨ મહિના પછી રાત્રીના સમયે એસ.જી, હાઇવે ઉપર નીકળી હતી એટલે તેને તો અત્યારનો આ સુંદર નજારો જોઈને ખુબ જ આનંદ આવી રહ્યો હતો...

અયાંશી કારને નિરમા યુનિવર્સીટી તરફ લે છે.. નિરમા યુનિવર્સીટીની ૪૦૦ થી ૫૦૦ મીટર પહેલા એક રોડ સાઈડ કાઠિયાવાડી ઢાબો આવેલો છે.. જ્યાં અયાંશી અને શિવાંગી બંને સ્પેશ્યલ લસણીયા બટેટાની સબ્જી અને પરોઠા ખાવા માટે મહિનામાં ૧ વાર તો જતાં જ.. કેમ કે આ ઢાબા જેવી લસણીયા બટેટાની સબ્જી તમે આખું અમદાવાદ ફરી વળશોને તો પણ તમને નહી મળે

આજે પણ અયાંશી અને શિવાંગી અહી આવ્યા હતા.. તે બંનેને જોઈને ઢાબાના માલિક તરત જ ઊભા થયા અને અયાંશી અને શિવાંગીને બેસવાની વ્યવસ્થા કરી દીધી.. અયાંશી અને શિવાંગી તેમના રેગ્યુલર ગ્રાહક હતા એટલે ઢાબાના માલિક બંનેને ઓળખાતા હતા...

ઢાબાના માલિક (કાકા) બંનેને પૂછી રહ્યા હતા કે કેમ આ વખતે બોવ વધારે સમય પછી આવ્યા અને અયાંશી તેમણે બધુ કહી રહી હતી કે તે યુરોપ ગઈ હતી અને તે બધુ... અયાંશી, શિવાંગી અને પેલા કાકા ત્રણેય વાતો કરી રહ્યા હતા એટલામાં જ તેમની સામે લસણીયા બટેટાની સબ્જી અને ગરમા ગરમા તવા પરાઠા આવી ગયા. શાક અને પરાઠા જોઈ અયાંશી અને શિવાંગીની આંખો પહોળી થઈ ગઈ હતી. શાકની સુગંધથી બંનેનું નાક પ્રભાવિત થઈ ગયું હતું અને મોઢામાં પાણી આવી ગયું હતું.

અયાંશી અને શિવાંગી બંને શાક અને પરોઠા ઉપર તૂટી પડ્યા.. આજે પહેલી વાર એવું બન્યું હતું કે બે છોકરીઑ ચૂપચાપ બેસીને ખાવાનું ખાઈ રહી હતી.. બંનેએ જમ્યા પછી બિલ ચૂકવ્યું અને પછી ગાડીમાં બેસીને વળી પાછા ઇસ્કોન તરફ નીકળી ગયા..

શિવાંગી:- તારે કઈ ક વાત કહેવાની હતી ને..

અયાંશી:- હા,...

અયાંશીએ અયાંશને મળી તે શરૂઆતથી લઈને ગઈ કાલે જ્યારે છૂટા પડ્યા ત્યાં સુધીની બધી જ વાત શિવાંગીને કહી... શિવાંગી પણ અયાંશી માટે ખુશ હતી અને શિવાંગીએ અયાંશીને પ્રોમિસ પણ આપ્યું કે હવે તે પણ અયાંશી અને અયાંશની મદદ કરશે....

બંને બહાર ફરીને ઘરે આવી ગયા હતા.. અયાંશી ફ્રેશ થઈને તેના બેડમાં પડી અને ફોન ચેક કર્યો તો અયાંશનો એક મેસેજ હતો..

અયાંશ:- બેબ મારે આજે થોડું લેટ થશે કામ પૂરું કરવામાં તું મારી રાહ ના જોતી.. રેસ્ટ કરજે આપડે કાલે વાત કરીશું... લવ યુ. ટેક કેર..

અયાંશીએ પણ અયાંશને મેસ્જ કર્યો :-

બેબ તમારું ધ્યાન રાખજો.. ટાઈમ પર ઘરે જતાં રહેજો, ડિનર પણ ટાઈમ પર કરજો. ઓકે લવ યુ બાય...

આટલું કહીને અયાંશીએ તેનું નેટ ઓફ કર્યું અને ફોન સાઇડમાં મૂકીને સૂઈ ગઈ...........

અયાંશી સવારે જાગી અને સૌથી પહેલા તેને તેનો ફોન હાથમાં લીધો.... અયાંશીએ નેટ ઓન કર્યું..... નેટ ઓન કરતાંની સાથે જ વોટ્સએપમાં અયાંશના મેસેજ આવેલા જુવે છે...


અયાંશીએ તરત જ વોટ્સએપ ઓપન કરે છે અને જુવે છે તો અયાંશના મેસેજ લગભગ સવારના ૪:૩૦ વાગે આવેલા હતા.. ઇન્ડિયાના ૪:૩૦ વાગ્યા હોઈ ત્યારે સ્પેનમાં મધ્યરાત્રીના ૧૨:૦૦ વાગ્યા હોઇ..

અયાંશ:- હું ઘરે આવી ચૂક્યો છું... મે ડિનર કરી લીધું છે. એક વાત કવ અયાંશી

હું તને બોવ જ મિસ કરું છું યાર.. ચાલ હવે કાલે વાત કરીશું.. ગૂડ નાઈટ…. લવ યુ...

અયાંશીએ પણ રીપ્લાય આપ્યો..

અયાંશી:- મીસ યૂ ટૂ... લવ યુ.. અને ગૂડ મોર્નિંગ.....

અયાંશીએ આટલું લખીને મેસેજ સેન્ડ કર્યો અને ટાઈમ જોયો તો સવારના ૧૦:૦૦ વાગી ચૂક્યા હતા... અયાંશી બેડમાંથી ઊભી થઈને તૈયાર થવા માટે જતી રહી. બ્લેક જીન્સ, ઉપર પીળા કલરનું બેટગર્લનું ટીશર્ટ અને તેની ઉપર એક બ્લેક કલરનું નોર્મલ જેકેટ પહેર્યું હતું.. તેની સાથે સફેદ કલરના સ્નીકર્સ પહેર્યા હતા... ખુલ્લા વાળ રાખેલા હતા, એક હાથમાં બ્લેક ઘડિયાળ અને બીજા હાથમાં બ્લેક કલરનું જ એક ચિનમઇ માટીની બનેલી બેંગન્સ કહો કે કડલું કહો તે પહેર્યું હતું

અયાંશી તૈયાર થઈને નીચે આવી અને જોયું તો તેના ડેડ અને મોમ બંને જોબ ઉપર જવા માટે નીકળી ગયા હતા.. અયાંશીને ભૂખ પણ લાગી હતી એટલે તેને શિવાંગીને ફોન કર્યો..

અયાંશી:- હેલ્લો શું કરે છો બેબ ?

શિવાંગી:- બસ જાગી છું..

અયાંશી:- તો ચાલ જલ્દી તૈયાર થઈ જા..

શિવાંગી:- કેમ ક્યાં જવું છે ?

અયાંશી:- અરે ભૂખ લાગી છે તો બહાર નાસ્તો કરવા જવું છે..

શિવાંગી:- કેમ આંટીએ તારા માટે આજે નાસ્તો નથી બનાવ્યો...

અયાંશી:- એ વાયડી.... તું તૈયાર થઈ ને જલ્દી બહાર આવ.. સવાર સવારમાં પેલા CID વાળા એસી.પી. પ્રધ્યુંમનની જેમ સવાલો ઉપર સવાલો ના પૂછ...

શિવાંગી:- હા સારૂ. બસ અડધા કલાકમાં..

અયાંશી:- ઓકે.. મારા ઘરે આવતી રેજે.

શિવાંગી:- હા...

અયાંશી એ ફોન મૂક્યો... ફોન મૂક્યા પછી અયાંશીએ વોટ્સએપ ખોલીને જોયું કે અયાંશે મેસેજ જોયા છે કે નહી ? પણ અયાંશે હજી મેસેજ જોયા ન હતા.. અયાંશી અયાંશને ખૂબ જ મીસ કરી રહી હતી એટલે તેને સીધો જ અયાંશને વોટ્સએપ ઉપર વિડીયો કોલ કર્યો.. ફોનની રીંગ વાગી રહી હતી ને અયાંશી બસ મનમાં બોલી રહી હતી કે અયાંશ ફોન ઉપાડ. મારે વાત કરવી છે....... અને અયાંશે અયાંશીના મનની વાત સાંભળી લીધી... અયાંશે ફોન ઉપાડયો

અયાંશ:- હેલ્લો.. આંખો ચોળતા ચોળતા અયાંશ બોલ્યો... અયાંશ હજી બેડમાં જ હતો ત્યાં હજી સવારના ૫:૪૦ થયા હતા..

અયાંશી:- હેય,… અયાંશને બેડમાં સૂતા જોઈને અયાંશી બોલી

અયાંશી:- સોરી બેબ...

અયાંશ:- કેમ ?

અયાંશી:- સવાર સવારમાં તારી ઊંઘ બગાડવા માટે... પણ શું કરું હું તને બોવ જ મિસ કરી રહી હતી,…

અયાંશ:- અરે સોરી ના કહે.. હું પણ તને બોવ જ મિસ કરું છું..

અયાંશી:- આઈ લવ યુ...

અયાંશ:- આઈ લવ યુ ટૂ... અને હા તું બોવ જ સુંદર લાગી રહી છે અયાંશી..

અયાંશી:- તને તો હું સુંદર જ લાગવાનીને.

અયાંશ:- તું કહેવા શું માંગે છે ?

અયાંશી:- એ જ કે હું તો તારી છું ને...

અયાંશ:- હા તું મારી જ છે..

અયાંશી:- તો પોતાની વસ્તુ બધાને સુંદર જ લાગે હો..

અયાંશ:- એ બસ હો.. તું સાચે સુંદર લાગે છે એટ્લે મે કહ્યું.. બાકી મને કઈ શોખ નથી થતો.. HUH…..

અયાંશે થોડા ગુસ્સા સાથે કહ્યું..

અયાંશી:- અરે હા. ગુસ્સો નહી કરવાનો ને જાન...

અયાંશ:- huh…

અયાંશી:- બસ પણ.... ચાલ હું તને એક કિસ આપું છું તારા માથા ઉપર.... અયાંશી પછી અયાંશને ફોનમાંથી કિસ આપે છે..

અયાંશ:- થેન્ક્સ... ગુસ્સો બધો ઉતરી ગયો મારો,,

અયાંશી આ સાંભળીને હસવા લાગે છે અને બોલે છે:- મને ખબર હોઇ ને કે મારા હસબન્ડનો ગુસ્સો કેમ ઉતારવો.. અયાંશી આટલું બોલ્યા પછી અયાંશને આંખ મારે છે..

અયાંશ:- ઓહ એવું...

અયાંશી:- હા..

અયાંશ:- હા વાળી.. પેલા તું બોલ... શું કરે છે ? અને ક્યાં જાઈ છે આટલી તૈયાર થઈ ને ?

અયાંશી:- હું બસ શિવાંગીની રાહ જોવ છું... અમે બંને બહાર રખડવા જઈએ છીએ..

અયાંશ:- અરે વાહ....

અયાંશી:- બહાર ફરતા ફરતા સ્પેશ્યલ અહિયાંનું સ્ટ્રીટ ફૂડ ખાવાનું છે.. મે બોવ જ મિસ કર્યું છે..

અયાંશ:- સારૂ ખાલી લે જે. પણ ધ્યાન રાખ જે તારૂ..

અયાંશી:- હા હું રાખીશ જ. ને તારે પણ તારું ખાસ ધ્યાન રાખવાનું છે......

અયાંશ:- કેમ ખાસ ધ્યાન એટલે..

અયાંશી :- હું અહિયાં બીમાર પડીને તો મારુ ધ્યાન રાખવા વાળા બોવ બધા લોકો અહિયાં છે.. પણ

જો તું બીમાર પડ્યો તો તારું ધ્યાન રાખવા ત્યાં કોઈ નથી.. એટલા માટે તને હું કવ છું..

અયાંશ:- હા સારૂ...

અયાંશ જુવે છે કે અયાંશીની આંખોમાં આંસુ આવી ગયા હતા...

અયાંશ:- શું થયું? કેમ રડે છે ?

અયાંશી:- કઈ નહી થયું જાન..

અયાંશ:- તો તારી આંખોમાં આંસુ કેમ આવી ગયા ?

અયાંશી:- બસ હું તને મીસ કરું છું.. તું અત્યારે મારી સાથે આવી શકતો હોત તો કેવું સારૂ હતું.

અયાંશ:- હું તારી સાથે જ છું...

અયાંશી:- કેવી રીતે?

અયાંશ:- હું તારા અહેસાસમાં છું, હું તારા શ્વાસમાં છું… હું તારી આંખોમાં છું, તારા દિલની ધડકન બનીને તારા દિલમાં સમાયેલો છું... એવું મહેસુસ નહી કર કે તું અને હું બંને દૂર છીએ, પણ એવું મહેસુસ કર કે હું ત્યાં જ છું... તારી સાથે જ.. તારી આસપાસની હવાઑમાં...

અયાંશી આટલું સાંભળીને તેના ફોનનો વિડીયો બંધ કરી દે છે..

અયાંશ:- શું થયું કેમ વિડીયો બંધ કરી દીધો ?

અયાંશી તરફથી કોઈ જવાબ આવતો નથી...

અયાંશની વાતો સાંભળીને અયાંશીને બોવ જ રડવું આવી રહ્યું હતું પણ તે અયાંશની સામે રડી શકે તેમ ના હતી.. કેમ કે અયાંશીને ખબર હતી કે અયાંશ તેને રડતી જોઈને વધારે કમજોર થઈ જશે.. એટ્લે અયાંશીએ વિડીયો બંધ કરી દીધો હતો.. અને રડવા લાગી હતી...

અયાંશ:- અયાંશી તને કવ છું... સંભળાઈ છે કે નહી ? વિડીયો કેમ બંધ કર્યો ? શું થયું બોલ ને ? ઓય.......... અયાંશી......... તને કવ છું....... સાંભળને

અયાંશી:- હા જાન હું અહિયાં જ છું...

અયાંશ:- તો વિડીયો કેમ ઓફ કર્યો હતો...

અયાંશી:- અરે કોઈ આવ્યું હતું એટલે...

અયાંશ:- કોણ ?

અયાંશી:- બાજુ વાળા આંટી...

અયાંશ:- સાચું બાજુ વાળા આંટી જ આવ્યા હતા કે પછી હું જે હમણાં બોલ્યો તે સાંભળીને રડવું આવતું હતું હે ?

અયાંશી:- તને ખબર જ છે તો શું કામ મને પૂછે છે ?

અયાંશ:- તું રડવાનું બંધ કર... ચૂપ થઈ જા પેલા અને વિડીયો ચાલુ કર..

અયાંશી તેનું મોઢું સાફ કરે છે અને વિડીયો ચાલુ કરે છે..

અયાંશી:- હા બોલ હવે...

અયાંશ:- ચાલ હવે તને STRONG HUG આપ્યું... અને તારા માથા ઉપર KISS… મહેસુસ કર

અયાંશી:- થેન્ક્સ.. આની ખાસ જરૂર હતી અત્યારે ....

અયાંશ:- મને ખબર હોઇ જ ને કે મારી વાઈફને ક્યારે શું જોવે તે.... અને આટલું બોલી અયાંશ અયાંશી સામે આંખ મારે છે..

અયાંશી:- અચ્છા જી.... મારી લાઇન મારા ઉપર જ એમ ને...

અયાંશ:- હા... તને ખબર ને હું કોઈ નું ઉધાર બાકી નથી રાખતો..

અયાંશી:- હા ખબર છે મને હો... HUH…..

અને પછી બંને હસી પડે છે......................

અયાંશી હસી રહી હતી ત્યાં જ પાછળથી શિવાંગી આવી... શિવાંગીએ આજે બ્લેક કરલનું ટીશર્ટ- તેના નીચે સ્કાય બ્લૂ જીન્સ અને ટીશર્ટની ઉપર કમર સુધી રહે તેવું સ્કાય બ્લૂ કલરનું જીન્સનું જેકેટ પહેર્યું હતું., આની સાથે પગમાં સફેદ કલરના સ્પોટ શૂઝ પહેર્યા હતા, ખુલ્લા વાળ રાખેલા હતા.. એક હાથમાં ઘડિયાળ અને એક હાથ સાવ ખાલી...કોઈ પણ છોકરાને ઘાયલ કરી નાખતી નસીલી આંખો... શિવાનીના હોઠો ઉપરનું સ્માઇલ જોઈને કોઈ પણનું દિલ તેના ઉપર આવી જાઈ….

શિવાંગી અયાંશીને આમ હસતાં જુવે છે... અયાંશીના હાથમાં ફોન હતો અને તે ફોન સામે જોઈને હસતી હતી આ જોઈને શિવાંગી સમજી ગઈ કે અયાંશી અત્યારે અયાંશ સાથે વાત કરે છે....

શિવાંગીએ વિચાર્યું કે હું બાહાર જ બેસું હીચકા ઉપર થોડીવાર માટે.. અયાંશીને અત્યારે ડીસ્ટર્બ નથી કરવી.. આમ વિચારી શિવાંગી અયાંશીના ઘરની બહાર નીકળી રહી હતી ત્યાં જ અયાંશીનું ધ્યાન ગયું...

અયાંશી:- અરે શિવાંગી ક્યાં જાઈ છે ? અયાંશી શિવાંગીને જોઈને બોલે છે... અને આટલું કીધા પછી અયાંશી અયાંશને કહે છે કે.. અયાંશ એક મિનિટ વેઇટ કરો હો..

અયાંશ:- હા.. (અયાંશ ફોનમાં જવાબ આપે છે )

શિવાંગી:- અરે કઈ નહી... બહાર હીચકા ઉપર બેસવા માટે...

અયાંશી:- કેમ ?

શિવાંગી:- અરે તું અયાંશ સાથે વાત કરી રહી હતી તો મે એમ વિચાર્યું કે તને ડિસ્ટર્બ નથી કરવી.. તું વાત કરી લે ત્યાં સુધી હું બહાર હીચકે બેસું એમ.....

અયાંશી:- અરે હીચકે બેસવાની જરૂર નથી.. અહી બાજુમાં આવી ને જ બેસ.. હું અયાંશ સાથે તારી ઓળખાણ કરાવું...

શિવાંગી:- અરે ના... પછી ક્યારેક... અત્યારે તમે બંને વાતો કરી લ્યો...

અયાંશી:- અરે આવ ને અહી બાજુમાં.. અયાંશી શિવાંગીનો હાથ પકડીને તેને તેની બાજુમાં બેસાડે છે....

અયાંશી અયાંશ અને શિવાંગીની ઓળખાણ કરાવે છે.. અયાંશી અયાંશી અને શિવાંગી ત્રણેય થોડી વાતો કરે છે... પછી અયાંશ કહે છે...

અયાંશ:- સારૂ ચાલ હવે મારા ઉઠવાનો સમય થઈ ગયો.... જોગિંગ માટે જવું છે..

અયાંશી:-સારૂ..

અયાંશ:- ધ્યાન રાખજો તમે બંને તમારું.... ચાલો બાય..

અયાંશી અને શિવાંગી બને અયાંશને બાય કહે છે... અયાંશ પછી ફોન કૂટ કરે છે અને તરત જ અયાંશીને એક મેસેજ કરે છે...

અયાંશ:- લવ યુ બેબ... ધ્યાન રાખ જે... હું તારી સાથે જ છું... અને હવે અપસેટ ના થતી બરાબર.... મીસ યુ... લવ યુ....... બાય...

અયાંશી પણ જાણે અયાંશના મેસેજની રાહ જોઈને જ બેઠી હતી... અયાંશીને ખબર હતી કે શિવાંગી બાજુમાં હતી એટ્લે અયાંશે લવ યુ ના કીધું એટ્લે તે મેસેજ કરીને કહેશે જ...

અયાંશી:- લવ યુ ટૂ બેબ.. ધ્યાન રાખ જે તારું પણ.. અને ટાઈમ પર જમી લે જે..... બાય....

મેસેજ કર્યા પછી અયાંશી તેનું નેટ બંધ કરી દે છે અને પછી અયાંશી અને શિવાંગી નીકળી પડે છે અમદાવાદ ફરવા માટે...

સૌથી પહેલા અયાંશી અને શિવાંગી સી.જી. રોડ ઉપર જાઈ છે ત્યાના ફેમસ છોલે કુલચે ખાવા માટે..

ગરમા ગરમા છોલે. તેની સાથે ગરમા ગરમ કુલચા..... સાથે ડુંગળી અને ટામેટાંનો સલાડ જેની ઉપર થોડું લીંબુ, મીઠું અને ધારાજીરુંનો તડકો... સાથે ગ્રેવી વાળા મરચાં.. જેનો સ્વાદ તીખો નહીં પણ એકદમ ખાઠો મીઠો જે તમારી જીભને એક અલગ જ ટેસ્ટ આપે.. સાથે મસાલા વાળી છાસ........

અયાંશી અને શિવાંગીએ છોલે કુલચા ખાધા પછી તે બંને લો-ગાર્ડન જાઈ છે..

લો ગાર્ડન આવો એટલે એવું જ લાગે જાણે તમે કોઈ કોલેજના કેમ્પસમાં આવી ગયા છો.. કેમ કે એક તો ત્યાં આવેલી GLS યુનિવર્સીટી.. સાથે સાથે આખાય અમદાવાદમાં ફેમસ એવું લો ગાર્ડનનો બગીચો.. સવારના ૭ વાગ્યાથી લઈને અડધી રાત સુધી ચાલતી ખાણી પીણીની બજાર... અને સાથે સાથે ગુજરાતી ટ્રેડીશનલ ડ્રેસની હાટડીઓ.... ત્યાં લટાર મારવા નીકળોને તો તમે ત્યાથી એમજ પાછા ના નીકળી શકો. યા તો તમે ત્યાં કઈ ક નાસ્તો કરો યા તો પછી કઈ ક ખરીદી... લો ગાર્ડનથી ખાલી હાથે પાછું જવું અશક્ય છે...

આખો દિવસ યુવનોની ચહલ પહલથી ભર્યો રહેતો આ એરિયો... જ્યાં હજારો નહી પણ લાખોની સાંખ્યામાં બે દિલો એક થયા... જ્યાં થોડા દિલ તૂટ્યા. અને તૂટ્યા પછી પાછા પણ જોડાયા.. હજારો લડાઇઓ થઈ. થોડી દિલો વચ્ચેની તો થોડી આંખો વચ્ચેની... ઉપર કહ્યું એમ કે લો ગાર્ડન તમને ખાલી હાથે પાછા ના મોકલે... યા તમારું દિલ કોઈ સાથે મળી જાઈ યા પછી તમને પ્રેમમાં નિષ્ફળ ગયા પછી જીવન જીવવાનું શીખવા મળે. આ જ તો ખાસીયત છે અહી ની...

અયાંશી અને શિવાંગી લો ગાર્ડન આવે છે અને અહી આવી અહિયાંનું ફેમસ ગુજરાતી સ્ટાઈલ વાળું બર્ગર ખાઈ છે.. (જેમાં બર્ગરની બ્રેડ ઉપર.. ચટણી લગાવે, તેના ઉપર કોબીજનો સલાડ પાથરે, તેના ઉપર ગરમા ગરમ ટીક્કી, ટીક્કી ઉપર ચિઝની સ્લાઇડ... ચીઝની ઉપર ટામેટાંની સ્લાઇટ, તેના ઉપર ડુંગળીની સ્લાઇટ, તેના ઉપર કાકડીની સ્લાઇડ, તેના ઉપર બીટની સ્લાઇડ અને તેના ઉપર પાછી ચીઝની ચાઈડ, ચીઝ ઉપર કેપ્સીકમ મરચાંની એક સ્લાઇડ.. પછી તમારા ફ્લેવરની ચટ્ટણી).. આ ખાઈ લીધા પછી અયાંશી અને શિવાંગી લો ગાર્ડન વાળા નેશનલ હેન્ડલૂમમાં ખરીદી કરવા જાઈ છે... જ્યાથી અયાંશી અને શિવાંગી બંને પોતાના માટે પગમાં પેરવાની મોજડીઑ લેઇ છે..

હેન્ડલૂમણી બહાર નીકળી અયાંશી અને શિવાગી બંને ફૂટપાથ ઉપર ભરાયેલી ચણીયા ચોળીની બજારમાં લટાર મારવા નીકળી જાઈ છે... અમુક દુકાનોમાં જઈને ચોળી પણ જુવે છે ને ભાવ પણ પૂછે છે પણ ભાવ સાંભળ્યા પછી ભાવતાલ પણ કરે છે (ગુજરાતી છોકરીઓ અને સ્ત્રીઓ જો ભાવતાલ કરતાં ના દેખાઈ તો નવાઈ લાગે ) અને ભાવતાલ કરાવ્યા પછી જાણે ચોળીનો ભાવ વધારે હોઈ એમ વિચારી ત્યાથી આગળ ચાલવા લાગે છે..

બપોરના ૨:૦૦ વાગી ચૂક્યા હતા... શિવાંગી અને અયાંશી બંનેને ભૂખ પણ પાછી લાગી હતી એટલે વળી પાછી બંને ખાવધારી સ્ટ્રીટમાં આવ્યા અને ત્યાં સૌથી પહેલા અમુલની સેન્ડવિચ ખાધી જે સૌથી ફેમસ છે.. એ ખાધા પછી બંનેને હજી ભૂખ લાગી હતી એટલે બંનેએ માલવના ઢોસા ખાધા.. બંને જે પણ વસ્તુ લેતા હતા તે એક એક જ લેતા હતા ને એકબીજા સાથે શેર કરતા... આનું કારણ એ હતું કે લો-ગાર્ડનમાં ખાવા માટે વેરાયટી બોવ જ વધારે હતી એટલે તે લોકો વધારે આઈટમ ખાઈ શકે એ માટે એક એક વસ્તુ જ લેતા....

ઢોસા ખાધા પછી બંને લો-ગાર્ડનની અંદર બેસવા માટે ગયા... આખુય ગાર્ડનમાં મોટાભાગે પ્રેમી યુગલો જ બેઠેલા હતા... એકમેકમાં ખોવાઈને... જાણે આજુબાજુની દુનિયાથી અજાણ એવી રીતે.. કોઈ હાથોમાં હાથ રાખી બેઠું હતું, તો કોઈ એકમેકના ખંભા ઉપર માથું રાખી, કોઈ એકના ખોળામાં માથું રાખી લીલા ઘાસમાં સૂતા હતા તો કોઈ આંખોમાં આંખો પરોવી વાતોમાં વ્યસ્ત હતા...

અયાંશી અને શિવાગી એક બાકડા ઉપર બેઠા બેઠા આ બધુ જોઈ રહ્યા હતા. શિવાંગી બોલી...

શિવાંગી:- અયાંશી એક વાત કવ..

અયાંશી:- હા બેબ બોલ ને...

શિવાંગી:- અયાંશ ખુબ જ હેન્ડસમ છે હો...

અયાંશી:- હા મને ખબર છે...

શિવાંગી:- કાશ તારી જગ્યાએ હું હોત તો એમ...

અયાંશી:- શું બોલી વાયડી ? તું હોત તો શું હે ?

શિવાંગી:- તો અયાંશ મારો....

શિવાંગી આગળ બોલે તે પહેલા અયાંશી તેને મસ્તીમાં મારવા લાગી.. તેના વાળ પકડી ખેચવા લાગી...

શિવાંગી:- બેબ હું મસ્તી કરું છું..

અયાંશી:- હા બેબ ખબર છે મને.....

શિવાંગી:- પણ સાચું કવ.. તારા માટે એકદમ પરફેક્ટ છે... દેખાવમાં જેટલો હેન્ડસમ છે ને તેનું દિલ તેના કરતાં પણ વધારે સારૂ છે... હું તારા માટે બોવ જ ખુશ છું બેબ...

અયાંશી:- થેન્ક્સ બેબ... તારા માટે પણ આપણે એવો જ છોકરો ગોતીશું...

શિવાંગી અને અયાંશી બંને એક સાથે હસી પડે છે.... બંને થોડીવાર ત્યાં બેસે છે અને ૪:૦૦ વાગતાની સાથે જ ગાર્ડનની બહાર આવે છે અને વળી પાછા ખાવા માટે જાઈ છે...

અયાંશી અને શિવાંગી હવે ગરમા ગરમા લાઈવ ઢોકળા ખાવા માટે જાઈ છે.... ઢોકળા ખાધા પછી બંને જસ્સુબેનના ફેમસ પિઝા ખાવા જાઈ છે.. ત્યાં જઈને બંને Margrita pizza ને Garlic Bread ખાઈ છે...હવે અયાંશી અને શિવાંગી બંનેનું પેટ એકદમ ભરાઈ ગયું હતું એટલે બંનેએ લાસ્ટમાં શંકરનો આઇસ્ક્રીમ ખાવાનો વિચાર્યું.. કેમ કે આટલું બધુ જમ્યા પછી છેલ્લે મીઠું ખાવા તો જોવે જ.. બંને શંકર આઇસ્ક્રીમની દુકાન ઉપર જાઈ છે અને આઇસ્ક્રીમ ખાઈ છે.. આઇસ્ક્રીમ ખાધા પછી બંને તેની ઘડિયાળમાં જુવે તો સાંજના ૫ વાગી ચૂક્યા હતા.. એટલે બંને ઘર તરફ નીકળ્યા...

શિવાંગી:- બેબ આજે રાત્રે માણેક ચોક જઈએ તો ?

અયાંશી:- બેબ મારા દિલની વાત કહી દીધી તે...

શિવાંગી:- હા... કેમ કે અત્યારે આટલું ખાધું છે કે ડિનરના સમયે ઘરે કઈ ખાઈ નથી શકવાના અને અડધી રાત્રે ભૂખ લાગશે...

અયાંશી:- સાચી વાત...

શિવાંગી:- પણ હા આજે મોન્ટુ આવશે સાથે..

અયાંશી:- હા મને ખબર જ છે કે આજે તે ઘરે નહી જ બેસે.. મને હજી મળ્યો નથી જેવો મળશેને એટલે મારી લંકા લગાવવાનો છે..

શિવાંગી:- કેમ ?

અયાંશી:- છેલ્લા ૨ અઠવાડીયાથી વાત નથી કરી તેની સાથે,, કાલે તમે લોકો તેને એરપોર્ટ લઈને આવ્યા નહી, રાતે પછી આપડે બને તેને મૂક્યા વગર જતાં રહેલા અને આજે પણ તેના વગર જલ્સા કર્યા એટલે..

શિવાંગી:- હા એ તો છે જ.. કોલેજેથી પાછો આવી ગયો હશે... ઘરે પહોચતાની સાથે જ તારી લંકા લાગવાની છે

અયાંશી:- તું ડરાવ માં...

શિવાંગી:- હું તો જે છે તે સાચું કવ છું.......

અયાંશી:- બોવ સારૂ વાયડી.....

શિવાંગી હસી પડે છે.. અને શિવાંગીને હસતાં જોઈ ગાડી ચલાવતા ચલાવતા અયાંશી પણ હસવા લાગે છે..

અમદાવાદના ટ્રાફિક વચ્ચેથી બંને ધીમે ધીમે ઘર તરફ જઇ રહ્યા હતા.........................

અયાંશી અને શિવાંગી બંને ઘરે પહોચે છે... અયાંશીનું ઘર પહેલા આવે અને શિવાંગીનું ઘર અયાંશીના ઘરથી ૨ ઘર મૂકીને આવે.. અયાંશી તેની એકટીવા મૂકીને ઘરની અંદર જાઈ છે... અયાંશી જેવી ઘરની અંદર પહોચે છે તો તેની નજર સામેના સોફા ઉપર પડે છે જ્યાં મોન્ટુ બેઠો હતો.

અયાંશીને ખબર હતી કે હમણાં જ મોન્ટુ તેના ઉપર ગુસ્સે થવાનો છે એટલે તે મોન્ટુના ગુસ્સાનો સામનો કરવા પૂરી તૈયાર થઈ ગઈ.. અયાંશીએ મોન્ટુની સામે નજર કરી… મોન્ટુના ચહેરા ઉપર એકલો ગુસ્સો જ દેખાઈ રહ્યો હતો.. મોન્ટુ કઈ બોલવાનું ચાલુ કરે તે પહેલા જ અયાંશીએ બોલવાનું ચાલુ કર્યું...

અયાંશી:- અરે ભાઈ તું અહિયાં ? સારૂ તું અહી જ મને મળવા આવી ગયો.. હું તારા ઘરે જ આવવાની હતી તને મળવા માટે..

મોન્ટુ કઈ પણ પ્રકારના રીએકશન આપ્યા વગર અયાંશીને સાંભળી રહ્યો હતો..

અયાંશી:- તું મારાથી નારાજ છે ? કાલે મને લેવા માટે પણ એરપોર્ટ ના આવ્યો, એરપોર્ટતો દૂર તું મને રાત્રે ઘરે મળવા પણ ના આવ્યો... તને તો તારી અયાંશીદીદી ની યાદ નથી આવતી પણ હું થોડી કઈ તારા જેવી છું મને તો મારા ભાઈની યાદ આવે ને...

અયાંશી બોલતા બોલતા જોઈ રહી હતી કે મોન્ટુના ચહેરા ઉપરનો ગુસ્સો ધીમે ધીમે ગાયબ થઈ રહ્યો છે.. આ જોઈ અયાંશીએ બોલવાનું ચાલુ જ રાખ્યું...

અયાંશી:- હશે હવે ભાઈને બેનની યાદ કેમની આવવાની કોઈ મળી ગયું હશે એટલે....

મોન્ટુ:- એ દીદી કોઈ નથી મળ્યું મને...

અયાંશી:- તો મને લેવા માટે કેમ ના આવ્યો ? અને ઘરે મળવા કેમ ના આવ્યો ?

મોન્ટુ:- દીદી હું કાલે સાંજે ક્રિકેટ રમતો હતો એટલે અને પછી રાતે મારે કોલેજનું હોમવર્ક બાકી હતું તો એ પૂરું કરતો હતો..

અયાંશી:- હા બસ એ જ કરો તમે... ક્રિકેટ જ રમો જાવ...... દીદી તો તેની જાતે જ ઘરે આવી જશે કેમ ?

મોન્ટુ:- સોરી ને દીદી...

અયાંશી:- શું શોરી હે ? તને ખબર મે તને કેટલો યાદ કર્યો... તે મને એક પણ વાર ફોન નથી કર્યા..

મોન્ટુ:- સોરી પણ...

અયાંશી:- તારા સોરીનું હું શું કરું બોલ ?

મોન્ટુ:- તો આની મને કોઈ સજા આપો...

અયાંશી:- હા એ તો હું તને આપવાની જ છું.... તારી સજા એ છે કે આજે રાત્રે તારે માણેક ચોક આવવાનું છે મારી સાથે અને ત્યાં મને નાસ્તો કરાવવાનો...

મોન્ટુ:- હા દીદી પાકકું બસ...

અયાંશી:- આપડી સાથે શીવાંગી પણ આવશે..

મોન્ટુ:- એ દીદી હું ખાલી તને જ નાસ્તો કરાવીશ એ વાંદરીને નહી.. પેલા જ કહી દવ છું...

અયાંશી:- કેમ એને નહી ? એ તો તારી સગી બહેન છે

મોન્ટુ:- ભલે હોઇ.. નાસ્તો તને જ કરાવીશ.. એ વાંદરીને નાસ્તો કરવો હોઇ તો તેના પૈસાનો કરે હું મારા પૈસાનો નહી કરાવું..

મોન્ટુ ગુસ્સા સાથે કહે છે..

અયાંશી:- લાગે હમણાં હું ગઈ પછી બંને વચ્ચે બોવ વધારે જગડા થયા છે એમ ને...

મોન્ટુ:- એ તારે જે સમજ્વું હોઇ એ સમજ.. પણ હું નાસ્તો તેને નહી જ કરાવું સમજી તું..

અયાંશી:- સારૂ બાબા....

મોન્ટુ:- ચાલ હું ઘરે જાવ છું રાતે મને ફોન કર જ્યારે જવું હોય ત્યારે..

અયાંશી:- ઓકે ભઈલુ.. બાય ....

મોન્ટુ અયાંશીના ઘરેથી જતો રહે છે... અયાંશી મોન્ટુને જતાં જોઈ હાશકારો અનુભવે છે અને મનોમન વાતો કરવા લાગે છે..

અયાંશી આજે તો તું બચી ગઈ નહી તો મોન્ટુના ગુસ્સાનો શિકાર આજે બની જ જાત.. પણ શાબાશ આજે ફરી વાર તે બીજી વાતો કરીને મોન્ટુ ગુસ્સે થાઈ તે પહેલા જ તેને શાંત કરી દીધો.. તારા ઉપર મને ગર્વ છે અયાંશી..... અયાંશી ખુદ સાથે વાતો કરતાં કરતાં તેના રૂમમાં જાઈ છે...

અયાંશી તેની રૂમમાં આવીને તેની બેગ ખોલે છે.. બધો સામાન વ્યવસ્થિત ગોઠવે છે.. નીરજભાઈ ઘરે આવીને ફ્રેશ થઈને ટી.વી, માં સમાચાર જોઈ રહ્યા હતા... નમ્રતાબેન બહાર હીચકે બેસીને તેના પિયરમાં ફોન કરીને વાતો કરી રહ્યા હતા અને અયાંશી બધો સામાન બેગમાંથી કાઢી ને ગોઠવી રહી હતી...

અયાંશી તેના મોમ ડેડ માટે ગિફ્ટ લાવી હતી, સાથે શિવાંગી અને મોન્ટુ માટે પણ ગિફ્ટ લાવી હતી.. પણ ગિફ્ટ્સ આપવાનું તે ભૂલી ગઈ તો તેને વિચાર્યું કે આ બધો સામાન ગોઠવ્યા પછી બધાને તેમની ગિફ્ટ્સ આપસે...

અયાંશીએ બધો સમાન વ્યવસ્થીત ગોઠવી દીધો.. બધાની ગિફ્ટ્સ અલગ મૂકી કાઢીને, ચોકલેટ લાવી હતી ત્યાથી એ પણ અયાંશીએ કાઢી બહાર...

અયાંશીએ બધુ કામ પૂરું કર્યું અને પેલી ચોકોલેટ ને ગિફ્ટ લઈને નીચે ઉતરી અને સોફા ઉપર તેના ડેડની બાજુમાં જઈને બેસી...

અયાંશી તેના ડેડ માટે પેરીશથી પરફ્યુમ લાવી હતી તો તેને પરફ્યુમ નીરજભાઈને આપ્યું.. પછી તેના મોમ નમ્રતાબેન માટે ઓરીજનલ લેધર નું પર્સ લાવી હતી (પેરિસનું લેધર આખાય દુનિયામાં ફેમસ છે એમાં પણ જો તમે SAN LORENZO MARKET, FLORENCE માથી ખરીદી કરી હોઇ તો બેસ્ટ)

અયાંશી પછી બેસીને ટી.વી. જુવે છે તેના ડેડ સાથે અને ફોનમાં મેસેજીસ ચાલુ હોઇ છે બધા દોસ્તો સાથે.

અયાંશી આખાય દિવસ દરમ્યાન અયાંશના મેસેજ આવ્યા કે નહી તે ચેક કરતી રહેતી હતી...

૧૧ વાગ્યા હતા રાતના અયાંશીએ પેલા શિવાંગીને ફોન કર્યો અને ત્યારબાદ મોન્ટુને બંનેને તેના ઘરની બહાર આવવા કહ્યું

ત્રણેય લોકો અમદાવાદના ફેમસ એવા માણેક ચોક જાઈ છે…

માણેક ચોક.. દિવસે જો તમે અહિયાં ગયા હોવ તો તમને એક પણ ખાણી-પીણીની દુકાનો કે રેકડીઑ જોવા ના મળે. દિવસ દરમ્યાન ખાલી સોનાની ખરીદી કરવા માટે જ લોકો માણેક ચોક જાઈ. પણ જેમ જેમ દિવસ ઢળતો જાઈ તેમ માણેક ચોકમાં સોનાની ખરીદી કરવા આવતા લોકોની ચહલ પહલ ઓછી થવા લાગે અને ધીમે ધીમે ખાણી-પીણીની બજારો ખુલવા લાગે.. રાતના ૯ વાગ્યા પછી તમે માણેક ચોક ગયા હોવ તો તમે કહી જ ના શકો કે અહિયાં દિવસ દરમ્યાન સોનીની દુકાનો ધમધમતી હશે…

જેમ જેમ રાત જામતી જાઈ તેમ તેમ માણેક ચોકમાં ભીડ પણ વધતી જાઈ.. આખાય અમદાવાદના લોકો રાતે પેટપૂજા કરવા માટે સ્પેશ્યલ માણેક ચોક આવતા હોય છે... અહી તમને ચાઇનીઝ, પંજાબી, સાઉથ ઇંડિયન, સ્ટ્રીટ ફૂડથી લઈને અનેક વાનગીઓ એક જ જગ્યા ઉપર મળી રહે છે...

અયાંશી, શિવાંગી અને મોન્ટુ ત્રણેય માણેક ચોક પહોચ્યા તો લગભગ ૧૧:3૦ થયા હતા રાતના ત્રણેયને અલગ અલગ આઈટમ ખાવી હતી.. શિવાંગીને પાઈનેપલ વાળી ચીઝ સેન્ડવિચ ખાવી હતી તો અયાંશીને પાવભાજી ખાવી હતી અને સાથે તવા પુલાવ પણ ખાવો હતો મોન્ટુને તવા પુલાવ અને ગોટાળા ઢોસો ખાવો હતો.. ત્રણેય આ વસ્તુઓનો ઓર્ડર આપીને એક ટેબલ ઉપર ગોઠવાઈ ગયા..

ત્રણેયે ઓર્ડર કરેલી વસ્તુઓ આવી ગઈ એટલે અયાંશીએ તેનો ફોન કાઢીને અયાંશને આપી શકે તે માટે ફોટાઓ લીધા. સાથે સાથે તેની, શિવાની અને મોન્ટુ ત્રણેયની થોડી સેલ્ફિઑ લીધી અને પછી ત્રણેયે તૂટી પડ્યા...

તવા પુલાવ:- એક મોટા તવા ઉપર પહેલા માખણ (બટર) નાખે અને તેમાં ઘણી ટાઈપના લીલા શાકભાજી જેવા કે (લીલા વટાણા, કોબીજ, ફુલાવર, બટેટા, ડુંગની, ટામેટાં) ને તે બટરમાં નાખીને બરાબર ગરમ કરે અને થોડું કૃશ પણ કરે ને ત્યારબાદ તેમાં ભાત નાખે, ભાત નાખ્યા પછી ભાત ભાતના મસાલાઓ નાખે અને આ બધાને તવા ઉપર બરાબર ગરમ કરે અને એક ડિશમાં પરોશે.. ડીશમાં પરોસ્યા બાદ પુલાવ ઉપર એક મોટો માખણનો ટુકડો નાખે જેનો સ્વાદ તમારી જીભને સ્પર્શી જાઈ..

ગોટાળા ઢોસા .. બટર, ચીઝ, પાલાક, સેઝવાન સોસ અને થોડા મારી મસાલા નાખીને ઢોસાનું પડ તૈયાર થાઈ અને આ પડ સાથે ખાવા માટે તમને અલગ ડિશમાં ભાજી, સાંભાર, નારીયલની ચટ્ટની અને મીઠું દહી... માણેક ચોક જાવ અને તમે જો આ ઢોસો ખાઈને ના આવ્યા હોવ તો તમારો માણેક ચોક જવાનો કોઈ અર્થ જ નથી...

પાવભાજી:- બટર વાળી અને સાથે પાઉંના નાના નાના ટુકડાઓ કરીને પાવભાજીના લોઢી (તવા) ઉપર બટર નાખી તેમાં મારીએ મસાલા ઉમેરી આ પાવના નાના ટુકડાઓ તેમાં ઉમેરીને બરાબર ગરમ કરવાના અને થોડા ગરમ થઈ જાઈ બાદ તેમાં ભાજી નાખવાની અને ભાજી અને પાવને બરાબર મિક્સ કરી લેવાના એટ્લે થઈ જાઈ મસાલા પાવ.. ડીશમાં કાઢીને તેની ઉમર થોડુ લીંબુ નાખી અને એક બટરનો ટુકડો ઉમેરી બરાબર મિક્સ કરી લેવાનું અને પછી ભાજી અને આ મસાલા પાવની જયાફત ડુંગળી અને ટામેટાંના સલાડ સાથે ઊડવાની..

પાઈનેપલ ચીઝ સેન્ડવિચ:- બ્રેડના એક લેયરમાં માખણ અને જામ લગાવી તેમની વચ્ચે પાઈનેપલના ટુકડાઓ મૂકી અને બ્રેડ બીજા લેયરમાં ચીઝ નાખી પછી તેને નાના નાના ટુકડાઓમાં કટ કરી તેની ઉપર બટર લગાવીને પીરસવામાં આવે છે..

આટલું ખાધા પછી પણ મોન્ટુને થોડી ભૂખ લાગેલી હતી એટ્લે તેને અયાંશીને પૂછ્યું...

મોન્ટુ:- દીદી મને હજી પણ ભૂખ લાગેલી છે...

અયાંશી:- આટલું ખાધા પછી પણ ?

મોન્ટુ:- દીદી મારૂ શરીર જુવો... આના પ્રમાણેતો મારે ખાવા જોઈએને.. મોન્ટુ તેના શરીર ઉપર ઈશારો કરતાં બોલ્યો..

આ જોઈ અયાંશી હસી પડી.. બોવ સારૂ શું ખાવું છે હવે તારે ?

મોન્ટુ:- સેન્ડવિચ જ...

અયાંશી:- કઈ ?

મોન્ટુ:- ચોકલેટ પાઈનેપલ સેન્ડવિચ..

અયાંશી:- સારૂ હું પણ થોડી ટેસ્ટ કરીશ..

મોન્ટુ:- સેન્ડવિચ લેવા જાઈ છે અને થોડીવાર પછી આવે છે..

ચોકલેટ પાઈનેપલ સેન્ડવિચ:- આ સેન્ડવિચ પણ પાઈનેપલ સેન્ડવિચની જેમ બે લેયરની હોય છે. જેમાં એક લેયરમાં પાઈનેપલ જામ અને પાઈનેપલના ટુકડાઓ, તેની ઉપર ચિઝની ભરમાર તો બીજા લેયરમાં ચોકલેટ જામ અને તેના ઉપર આઇસ્ક્રીમ, આઇસ્ક્રીમ ઉપર ચોકો બાઇટના નાના ટુકડાઓ.. આ બંને લેયરને નાના નાના ટુકડામાં કાપીને તેના ઉપર બટર લગાવી અને વળી પાછા ચીઝ નાખી અને તેની ઉપર ચોકો બાઇટના ટુકડાઓ....

અયાંશી, મોન્ટુ અને શિવાંગી ત્રણેય માણેક ચોકથી નીકળે છે.. ઘરે આવે છે તો રાતના ૧ વાગ્યો હતો...

અયાંશી તેના બેડ ઉપર જઈને ચેક કરે છે કે અયાંશનો મેસેજ આવ્યો છે કે નહી ? પણ અયાંશ હજી ઓનલાઈન નહોતો. એટલે અયાંશીએ અયાંશને આજે માણેક ચોકમાં પાડેલા ફોટાઓ સેન્ડ કર્યા અને પછી સોંગ સાંભળવા લાગી..

લગભગ અડધા કલાક પછી અયાંશનો મેસેજ આવ્યો.. અયાંશનો મેસેજ જોઈ અયાંશીએ સોંગ બંધ કર્યા અને વોટ્સએપ ચાલુ કર્યું અને અયાંશનો મેસેજ જોયો..

અયાંશ:- વાહ..... શું વાત છે બેબ.. yummy

અયાંશી:- ગમ્યું તને ?

અયાંશ:- હા.. મને તો ખાવાનું પણ ગમ્યું અને તું પણ ગમી...

અયાંશી:- હા હા.... બોલ શું કરે છો ? ક્યાં છો ? ઘરે આવ્યો કે હજી ઓફિસ ?

અયાંશ:- અરે શાંત શાંત.... એક સાથે આટલા બધા સવાલ નહી પૂછ.. થોડો શ્વાસ લઈ લે સાથે..

અયાંશી:- બોવ સારૂ HUH..

અયાંશ:- બસ પણ હવે મોઢું નઇ બગાડ.. હા હું ઘરે આવી ગયો, અત્યારે ફ્રેશ થઈને સોફા ઉપર બેઠો છું..

અયાંશી:- તે ડિનર કર્યું ?

અયાંશ:- હા કર્યું....

બંને લગભગ અડધા કલાક સુધી વાતો કરી અને પછી અયાંશી સુવા જતી રહી..

---------------------------------

અયાંશી કોલેજના છેલ્લા વર્ષમાં હતી અને એમાં પણ એંજિનયરીંગ.. અયાંશીને મિડ ટર્મની પરીક્ષાઓ આવતી હતી.. કોલેજના એસાઈમેંટ સબમિટ કરવાના હતા, વાઈવા માટે તૈયારી કરવાની હતી.. અયાંશી ધીમે ધીમે આ બધામાં લાગી ગઈ.

બીજી બાજુ અયાંશ પણ તેની લાઈફમાં વ્યસ્ત થઈ ગયો હતો.. બંને હવે માંડ દિવસ દરમ્યાન અડધો કલાક વાત કરી શકતા હતા અને એ પણ રાતે જ...

આખા દિવસ બંને એક-બીજાને ખુબ જ મિસ કરતાં, ક્યારેક એક બીજાની યાદમાં રડી પણ લેતા.. બંને મજબૂર હતા કે એકબીજાને રૂબરૂ મળી નહોતા શકતા... ખાલી વિડીયો કોલમાં જોઈને એકબીજાને મહેસુસ કરી શકતા હતા.....

ઘણી વખત એવું થતું કે અયાંશીએ અયાંશને GOOD MORNING નો મેસેજ સવારે કર્યો હોઈ તો તેનો જવાબ અયાંશ રાત્રે આપતો અને ક્યારેક એવું પણ થતું કે અયાંશી સાથે વાત કરવા અયાંશ વહેલો ઓફિસેથી આવ્યો હોઈ તો અયાંશી વ્યસ્ત રહેતી...

ઘણી વખત એવું થતું કે અયાંશી રાતે અયાંશના ફોન અને મેસેજનો વેઇટ કરી રહી હોઈ અને વેઇટ કરતાં કરતાં સુવાઈ પણ ગયું હોઈ અને બીજે દિવસે સાવરે જાગીને અયાંશી જુવે તો ફોનમાં અયાંશના મેસેજ અને ફોન આવેલા પડ્યા હોઈ... ક્યારેક એવું પણ થતું કે અયાંશે એવું કીધું હોઈ કે આજે રાત્રે વહેલા વાત કરીસું અને અયાંશી પણ તેનું કામ વહેલું પૂરું કરીને અયાંશ સાથે વાત કરવા ફ્રી થઈ ગઈ હોઈ પણ અયાંશ બોવ લેટ ફોન કરતો...

બંને એક-બીજાને સમજતા હતા. એક પણ જાતના લડાઈ જગડા વગર તેમનું આ પ્રેમથી ભરેલું રીલેશન ચાલી રહ્યું હતું... બંને સમજતા કે એક તો આખો દિવસ આટલું કામ કરવાનું અને માંડ રાતે અડધો કલાક મળે વાત કરવા માટે એમાં પણ એક-બીજા સાથે ઝગડવાનું....... અને ઝગડાના લીધે એક-બીજાને દુખી કરવાના તેના કરતાં બંને જેટલો સમય એક-બીજા સાથે વાત કરતાં હોઈએ ત્યારે બસ આપડી જ વાતો કરવાની...

લોંગ ડિસ્ટન્સમાં એક-બીજા સાથે વાતો કરવાનું મહત્વ કરતાં એક-બીજાને સમજવાનું મહત્વ વધારે છે...

એક-બીજાને વધારે સમય આપી લડાઈ જગડા કરવા કરતાં જેટલો પણ સમય આપી શકો તેટલો આપી તે સમને એકમેકના પ્રેમથી ભરી દીવાનો હોઈ...

જો લોંગ ડિસ્ટન્સમાં તમે વધારે અપેક્ષાઑ રાખો તો તે રીલેશન ક્યારે પણ સફળ નથી થતું એટલા માટે લોંગ ડિસ્ટન્સ વાળો પ્રેમ હમેશા કોઈ પણ જાતની અપેક્ષાઑ વગરનો જ હોવો જોઈએ...

---------------------------------------

(15)

ડીસેમ્બર મહિનાનું પહેલું અઠવાડિયું હતું અયાંશીએ તેની ડીગ્રી મેળવી લીધી હતી અને અત્યારે અયાંશી એક આઈ.ટી. કંપનીમાં ડીઝાઇનર તરીકે ટ્રેનીંગ લઈ રહી હતી જ્યારે અયાંશ અત્યારે NORWAY ગયો હતો તેના કામથી...

NORWAY:-

NORTHWEASTERN યુરોપમાં આવેલો એક નાનકડો એવો દેશ જે તેની ખૂબસૂરતી માટે વિશ્વપ્રસિદ્ધ છે.. લગભગ ૫૫ લાખની વસ્તી ધરાવતો આ દેશ જેની બોર્ડર ફિનલેંડ અને સ્વીડન બસ આ બે દેશ સાથે જ જોડાયેલી છે... આટલી ઓછી વસ્તી હોવા છતાં પણ નોર્વે યુરોપનો બીજા નંબરનો સૌથી ધનવાન દેશ છે.. સાથે સાથે અહિયાં યુરોપનું સૌથી ઓછું ક્રાઇમ રેટનો રેસિયો છે, અહિયાના કાનૂન આખાય દુનિયામાં સૌથી વધારે સરળ છે....

વર્ષના ૮ મહિના લગભગ બરફની ચાદર ઓઢીને સૂઈ રહેલો આ દેશ... જ્યાં વર્ષના મે મહિનાથી જુલાઇ મહિનાના લગભગ ૭૬ દિવસ સુધી સુરજ અસ્ત થતો જ નથી અને આનું કારણ એ છે કે નોર્વે પૃથ્વીના ઉત્તર ગોળાધમાં આવેલો દેશ છે. અને આ ગોળાધ વર્ષના ૬ મહિના સુરજ તરફ જુકેલો રહેવાથી નૉર્વેમાં ૭૬ દિવસ સુધી અંધારું થતું નથી..

એક એવો દેશ જ્યાનું જીવન વિશ્વના બધા દેશો કરતાં ઉત્તમ છે.. જ્યાના લોકો વિશ્વના કોઈ પણ દેશ કરતાં વધારે પુસ્તકો વાંચે છે. અગર તમે નોર્વેમાં કોઈ સારી બૂક લખી હોય તો ત્યાંની સરકાર જ તમારા બૂકની ૧૦૦૦ કોપી લઈ લે છે અને તે કોફીને ત્યાની લાઈબ્રેરીઓમા મુકાવે છે..

નોર્વેના લોકો નોર્વે ને NORDWAY કહે છે જેનો મતલબ થાઈ છે ઉત્તર તરફનો રસ્તો... નોર્વેની દરિયા કિનારાની રેખા એટલી લાંબી છે કે તમે દુનિયા નું ચક્કર ૧.૫ વાર લગાવી શકો તેનું કારણ એ છે કે લગભગ ૫૦૦૦૦ કરતાં પણ વધારે નાના-મોટા દ્વીપ નોર્વેની આસપાર આવેલા છે...

અયાંશ નોર્વેના TROMSO શહેરમાં હતો..

TROMSO, NORWAY


NORTHEN નોર્વેના TROMSOY દ્વિપ ઉપર આવેલું શહેર TROMSO એક વિશ્વ પ્રસિદ્ધ પર્યટન સ્થળ છે... TROMSO એક એવું સ્થળ છે જ્યાં જવાની મનોકામના લગભગ બધા એડ્વેંચર્સની હોઇ છે... તેનું કારણ છે NORTHERN LIGHT......... TROMSOY દ્વિપ નોર્વે TROMSOYSUND ટર્નલ અને SANDNESSUND BRIDGE થી નોર્વેના બીજા ભાગ સાથે જોડાયેલો છે.. ..

Northen Region નું નોર્વેનું સૌથી મોટું શહેર જેની વસ્તી અંદાજીત ૭૫,૦૦૦ ની છે (ગુજરાતમાં કેટલાય તાલુકાની વસ્તી આ શહેર કરતાં વધારે છે). TROMSOને ત્રણ બાજુથી NORWAYEN SEA ની ખાડીથી ઘેરાયેલો છે અને બાકી રહેલા એક ભાગ.. ઊંચા ઊંચા બરફના પહાડોથી ઢંકાયેલો છે..

અયાંશ અત્યારે કાર લઈને SANDNESSUND BRIDGE ઉપરથી શહેરમાં પ્રવેશી રહ્યો હતો અને તેની નજર સામે દેખાઈ રહેલા નજારાને જોઈને પહોળી થઈ રહી હતી... SANDNESSUND BRIDGE ઉપર અયાંશ પહોચ્યોને ત્યાં જ ધીમે ધીમે બર્ફ વર્ષા થવા લાગી હતી.. એવું લાગી રહ્યું હતું જાણે TROMSO શહેર અયાંશનું સ્વાગત કરી રહ્યું હતું...

અયાંશે બ્રીજ ઉપર સાઇડમાં કાર ઊભી રાખી અને નીચે ઉતર્યો અને જોયું તો સામે ઊંચા ઊંચા પહાડો હતા, સંપૂર્ણ બરફથી ઢંકાયેલા, ઉપર ખુલ્લુ આસમાન દેખાઈ રહ્યું હતું જેમાં તારલાઓ ટમ-ટમી રહ્યા હતા... પહાડની ગોદમાં વસેલું સુંદર મજાનું TROMSO શહેર.. આખાય શહેરની લાઇટો અત્યારે ચાલુ હતી.. અમુક અમુક મોટી મોટી ઇમારતો છોડીને બાકી બધા જ મકાનો એક સરખા દેખાઈ રહ્યા હતા.. એવું લાગી રહ્યું હતું આ મકાનો અસલ નહી પણ કોઈએ રુબિક ક્યુબનો ઉપયોગ કરીને ના બનાવ્યા હોઇ.. મોટા ભાગના મકાનો એક સરખા દેખાઈ રહ્યા હતા, થોડીઘણી ચહલ-પહલ સાથેના સ્વચ્છ રસ્તાઓ.. બધા જ ઘરની બહાર એક સુંદર મજાની ફાનસ જેવી લાઇટ જગી રહી હતી.. અને આસમાનમાંથી બરફની વર્ષા થઈ રહી હતી..

દૂરથી આ જોતાં અયાંશને એવું લાગી રહ્યું હતું કે તે જાણે કોઈ વિશ્વ પ્રસિધ્ધ ચિત્રકારે દોરેલું ચિત્ર જોઈ રહ્યો છે.. એવું લાગી રહ્યું હતું જાણે ભગવાન નામના ચિત્રકારે સુદરતાના બધા જ રંગો વડે આ શહેરને રંગી દીધું છે..... અયાંશે તેનો કેમેરો કાઢ્યો અને ફોટાઓ પાડ્યા અને પછી કારમાં બેસીને શહેરમાં ગયો..

અયાંશે ડિનર પૂરું કર્યું અને ઘડિયાળમાં જોયુંતો રાતના ૮ વાગ્યા હતા.... છેલ્લા ૨ દિવસથી તેને અયાંશી સાથે ફોનમાં વાત નહોતી કરી એટ્લે અયાંશે વિચાર્યું કે અયાંશી સાથે વાત કરી લે... અયાંશને NORTHERN LIGHT જોવા પણ જવું હતું એટલા માટે તેને જલ્દી જલ્દી અયાંશી સાથે વાત કરી લેવાનું વિચાર્યું..

અયાંશે અયાંશીને ફોન લગાડ્યો..

અયાંશી:- ઓહ તને હું યાદ છું એમ ને ? અયાંશી આજે પહેલી વાર બોવ જ ગુસ્સામાં હતી.

અયાંશ:- અરે કેમ આવું બોલે છે ?

અયાંશી:- તો શું કરું ? ૨ દિવસથી હું જ્યારે પણ ફોન કરું તો તું ફોન કાપીને એક જ કરે કે હું વ્યસ્ત છું પછી વાત કરું... તને શું ૨ દિવસમાં એક મિનિટ પણ મારી સાથે વાત કરવાની ના મળી ?

અયાંશ:- અરે પણ મારી વાત તો સાંભળ..

અયાંશી:- મારે તારી એક પણ વાત નથી સાંભળવી.. અયાંશી ખુબ જ ગુસ્સામાં હતી અને તે અયાંશ ઉપર બધો જ ગુસ્સો ઉતારી રહી હતી સામે અયાંશ પણ અયાંશીને સમજાવવા પ્રયત્ન કરી રહ્યો હતો પણ જાણે આજે અયાંશી માનવાના મૂડમાં નહોતી...

અયાંશ:- હું સ્પેનમાં નથી.. હું એક ઈમરજન્સી કામથી........

અયાંશ આગળ કઈ બોલે તે પહેલા જ અયાંશીએ તેની વાત કાપી નાખી અને તે બોલવા લાગી..

અયાંશી:- તું જ્યાં પણ હોય ત્યાં.. તને ખબર નથી પડતી કે કોઈ તારી રાહ જુવે છે ? તને સમજ નથી પડતી ? મે કેટલા મેસેજ કર્યા અને ફોન કર્યા પણ તું ફોન કાપી નાખતો મેસેજમાં પણ એ જ કહેતો કે પછી કરું પછી કરું...

અયાંશ:- હું એ જ તો કેવા માંગુ છું કે હું વ્યસ્ત હતો..

અયાંશી:- જો અયાંશ હું અત્યારે તારા ઉપર વધારે જ ગુસ્સે છું.. તું કઈ પણ બોલીશને હું તારા ઉપર વધારે અને વધારે જ ગુસ્સો કરીશ.... તો એક કામ કરીએ આપડે કાલ સવારે વાત કરીશું.. અત્યારે હું સૂઈ જાવ છું.. બાય...

અયાંશને પણ અયાંશીની વાત બરાબર લાગી..

અયાંશ:- સારૂ કાલ સવારે શાંતીથી વાત કરીશું...

અયાંશ આટલું બોલ્યો પછી તરત જ અયાંશીએ ફોન કાપી નાખ્યો.. આજે ના આઈ લવ યુ કીધું, ના ટેક કેર, ના મિસ યુ... આ ઉપરથી અયાંશને ખબર પડી ગઈ હતી કે અયાંશી આજે ખુબ જ ગુસ્સામાં છે.... અયાંશે વિચારી લીધું હતું કે કાલ સવારે તેને કેવી રીતે મનાવવી........

અયાંશ તેની હોટેલમાંથી બહાર નીકળે છે.. કાર લઈને એક લોકલ શોપ ઉપર જાઈ છે જ્યાથી અયાંશ થોડી વસ્તુઓની ખરીદી કરે છે.. બધી વસ્તુઓ લઈને અયાંશ નીકળી જાઈ છે NORTHERN LIGHT જોવા માટે તેની કાર લઈને...

અયાંશ શહેરથી દૂર જતો રહે છે.. અયાંશ પહેલા પણ અહી આવી ચૂક્યો હતો એટલે અયાંશને અહીના રસ્તાઓને બરાબર જાણતો હતો. સાથે સાથે અયાંશ એ પણ જાણતો હતો કે કઈ જગ્યાએથી સૌથી સારી NORTHERN LIGHT જોવા મળશે તે ખબર હતી..

અહિયાં અત્યારનું તાપમાન -૮ ડીગ્રી બતાવતા હતા આટલી ઠંડીમાં અયાંશ તેની કાર લઈને આગળ વધી રહ્યો હતો... બરફવર્ષા પણ અત્યારે બંધ થઈ ગઈ હતી એટલે અયાંશના મનને થોડી શાંતી મળી હતી,…

અયાંશે એક ઊંચા પહાડની નીચે કાર ઊભી રાખી... લગભગ ૧૫૦૦ ફૂટ ઊંચી આ પહાડી હતી અને એમાં પણ બરફથી ઢંકાયેલી... નોર્મલી અયાંશ આટલું ચડાણ લગભગ ૨૦ મિનિટમાં ચડી જતો પણ બરફના લીધે અયાંશને આજે વધારે સમય લાગવાનો હતો...

અયાંશ કારમાંથી બહાર આવ્યો.... તેને કારની ડીકી ખોલી ને હમણાં શહેરમાંથી જે વસ્તુ ખરીદી કરી હતી તે ખોલી.. તેમાંથી અયાંશે બરફમાં ચલાવાના બુટ કાઢીને પહેર્યા, હાથ મોઝા, બરફના ચશ્મા. એક લાકડી જેવુ સાધન અને બરફની બે હથોડી કાઢી અને તેને કમરમાં લગાવી દીધી.. અયાંશે અત્યારે સંપૂર્ણ તૈયાર થઈ ગયો હતો તે પહાડ ચડવા માટે... અયાંશે જે થોડો સમાન વધ્યો હતો તે બધો જ તેના ખંભા ઉપર લટકાવ્યો... અયાંશે કારને બરાબર લોક કરી અને કારની ચાવી તેના પોકેટમાં નાખી ને ચાલવા લાગ્યો....

લગભગ ૩૫ મિનિટ પછી અયાંશ તે પહાડીની ઉપર હતો... પહાડની ઉપર એક સમતલ મેદાન હતું.. અયાંશ ધીમે ધીમે રહીને ચાલવા લાગ્યો અને થોડે આગાળ જતાં જ બરફથી જામી ગયેલું એક સરોવર હતું.. સરોવર સપૂર્ણ પણે થીજી નહોતું ગયું ક્યાક ક્યાક હજી પણ પાણી દેખાઈ રહ્યું હતું. અયાંશે સરોવરના કિનારે તેના ખંભા ઉપર લગાવેલો સામાન નીચે મૂક્યો..

અયાંશે સામાન મૂકીને પહેલા આજુબાજુની જગ્યાનું નિરીક્ષન કર્યું અને ચેક કર્યું કે કોઈ ખતરા જેવુ તો કઈ છે નહી ને ત્યાં.. બધુ ચેક કર્યા પછી અયાંશને એકદમ શાંતી થઈ.... અયાંશે તેનો સામાન ખોલ્યો જેમાં એક ટેન્ટ હતો... અયાંશે ટેન્ટ લગાવ્યો... ટેન્ટની બહારની બાજુ બરફની પરત ખોદી જ્યાં સુધી તે ને જમીન ના દેખાઈ.. લગભગ ૪ ફૂટ સુધીની ગોળાઈમાંથી અયાંશે બધો બરફ હટાવી દીધો અને બેગમાંથી લાકડાઓ કાઢ્યા.. લાકડાઓને BORNFIRE કરવા માટે વ્યવસ્થિત રીતે ગોઠવ્યા.. અયાંશે ત્યારબાદ ૩ બીયરના કેન બહાર કાઢીને મૂકી તેની સાથે ડ્રાયફ્રૂટ અને ચિપ્સ પણ લાવ્યો હતો તે પણ બહાર કાઢીને મૂક્યા..

અયાંશે ટેન્ટ એવી જગ્યાએ લગાવ્યો હતો જ્યાં ટેન્ટની પાછળની બાજુ એક મોટો પત્થર હતો જે બર્ફીલી હવાઓથી ટેન્ટનું રક્ષણ કરી રહ્યો હતો... અયાંશ અત્યારે ટેન્ટના દરવાજા પાસે જ બેઠો હતો. અયાંશની ડાબી બાજુ BORNFIRE હતું... તેમાંથી નીકળતી ગરમી અયાંશને થોડી ગરમાહટ આપી રહી હતી. અયાંશની જમણી બાજુ તેની સામે ચિપ્સ અને ડ્રાયફ્રૂટ પડ્યા હતા.. અયાંશના હાથમાં બીયરનું કેન હતું..

અયાંશ બીયરનો ઘૂટ ભરતા ભરતા સામે જોઈ રહ્યો હતો... સામે થીજી ગયેલું તળાવ હતું જેમાં થોડા થોડા અંતરે બરફ જામી ગયેલો દેખાઈ રહ્યો હતો... આસમાનમાં કરોડો આગીયાઓ ટમટમી રહ્યા હતા (તારલાઓ). દૂર દૂર ઊંચા ઊંચા બરફથી ઢંકાયેલા પહાડો દેખાઈ રહ્યા હતા.. બાજુમાં રહેલું તાપણું અયાંશના બહારના શરીરને ગરમ કરી રહ્યું હતું અને બીયર અયાંશને અંદરથી ગરમ કરી રહ્યું હતું....

અયાંશનું ધ્યાન બસ આકાશ તરફ જ હતું અચાનક તે કોઈ સપનું જોઈ રહ્યો હોય એવુ લાગી રહ્યું હતું કેમ કે કાળા કલરનું આકાશ જાણે અત્યારે આખુય લીલા અને લાલ રંગમાં રંગાઈ ગયું.. અયાંશનું દિલ જાણે એક ધબકાઓ ચૂકી ગયું,, તેના હાથમાં રહેલી ચિપ્સ નીચે પડી ગઈ, તેનું મોઢું ખુલ્લુને ખુલ્લુ જ રહી ગયું અને તેના બીજા હાથમાં રહેલા બીયરના કેનને અયાંશ જોરથી પકડી રાખ્યું હતું... અયાંશને સમાજમાં નહોતું આવી રહ્યું કે થોડી ક્ષણો પેલા તેની આંખો સામે જે થયું તે સાચું હતું.... એવું લાગ્યું જાણે આકાશે બસ થોડી સેકંડો માટે કાળા કલરને અલવિદા કહીને લીલો અને લાલ રંગ ધારણ કરી લીધો હોઇ....

અયાંશનું તન અને મન બંને હવે પ્રસન્ન થઈ ચૂક્યું હતું અયાંશે તેના કેમેરામાં થોડા પ્રયત્ન કર્યા NORTHERN LIGHT ના ફોટો લેવાના અને અયાંશને સફળતા પણ મળી...

બસ હવે તો થોડી થોડી ક્ષણોમાં આકાશ આજે કલર બદલી રહ્યો હતો.. ક્યારેક કાળો તો ક્યારેક લીલો તો ક્યારેક લાલ તો ક્યારેક પીળો... અયાંશને એવું જ લાગી રહ્યું હતું જાણે કુદરત આજે ખરેખર કોઈ ખૂબસૂરત પેઇન્ટિંગ બનાવવાના મૂડમાં છે.. આ બધા રંગો જે આકાશમાં થઈ રહ્યા છે તે બધા રંગોની છાટની કરીને જાણે ભગવાન કયો કલર સૌથી સારો લાગશે તેની ચકાસણી કરી રહ્યા હોય એવું લાગતું હતું

અયાંશે તેના ફોનના કેમેરાથી તેની થોડીક સેલ્ફિઑ NORTHERN LIGHT સાથે લીધી અને પછી તેને પોતાનો કેમેરો કાઢીને. કેમેરામાં ટાઈમર ગોઠવીને તેને અલગ અલગ પોસ આપીને ફોટાઓ પાડવાની ટ્રાય કરી કે કદાચ NORTHERN LIGHT પણ આવી જાઈ...

અયાંશે આજે આખી રાત બસ આ NORTHERN LIGHT જોવામાં જ કાઢી અને બેઠા બેઠા તેને ફોન હાથમાં લઈને સમય ચેક કર્યો તો સવારના ૪ વાગ્યા હતા... અયાંશે જોયું કે તેના ફોનમાં બેટરી હવે ૧૦ % બાકી છે એટલે અયાંશે તેનો ફોન ફ્લાઇટ મોડ ઉપર મૂકી દીધો...

અયાંશ તેની જગ્યાએ ઉપરથી ઉઠ્યો અને ટેન્ટને પેક કર્યો સૌથી પહેલા.. ત્યારબાદ BORNFIRE નો કચરો, બીયરના કેનનો કચરો એક બેગમાં નાખ્યો સાથે સાથે ત્યાં આજુ બાજુ બીજો જે પણ કચરો હતો તે બધો ઉઠાવીને અયાંશે કચરાની બેગમાં નાખ્યો અને આ બધો સામાન પીઠ ઉપર નાખી અયાંશ નીચે ઉતારવા લાગ્યો...

૧૫ મિનિટમાં અયાંશ નીચે આવી ગયો હતો. પીઠ ઉપરનો બધો જ સામાન અયાંશે ગાડીની ડીકીમાં ગોઠવ્યો અને તે કારની અંદર બેસીને વિચારવા લાગ્યો કે હવે ક્યાં જઈશું ? અચાનક તેને કઈક યાદ આવ્યૂ અને તેના ચહેરા ઉપર સ્માઇલ આવી ગાઈને તેને શહેર તરફ વાળી… ગાડીમાં મસ્ત સોંગ્સ વાગી રહ્યા હતા અયાંશ ખુશ જણાઈ રહ્યો હતો કેમ કે આજે તેને કુદરતની કારીગરીનો ઉત્તમ નમૂનો જોયો હતો.. અયાંશે જોયું હતું કે કુદરતે આ દુનિયાને કેટલી વૈવિધ્યથી ભરેલી છે..

લગભગ ૨૫ મિનિટમાં અયાંશની ગાડી શહેરની અંદર પ્રવેશી ચૂકી હતી... અયાંશે તેની કારને Fjellheisen Cable Car સ્ટેશનના ગેટની સામે પાર્ક કરી અને ટિકિટ લઈને અયાંશ અંદર જતો રહ્યો..

Fjellheisen Cable Car એ Storsteinen પર્વતની ઉપર જવા માટેનો માર્ગ છે અત્યારે અયાંશ પણ આ પર્વત ઉપર જઇ રહ્યો હતો....

તમારે TROMSO શહેરની ખરી સુંદરતા જોવી હોઈ તો બસ તમારે Storsteinen પર્વતની મુલાકાત લેવી જ પડે.. Storsteinen (૪૨૦ મીટર ઊંચાઈ અંદાજીત) પર્વત એ TROMSO શહેરને બરાબર અડીને આવેલો પર્વત છે.. અયાંશ Storsteinen ની ઉપર પહોચે છે ત્યાં જ પાછી બરફવર્ષા ચાલુ થઈ જાઈ છે..

અયાંશ ઉપર પહોચીને જુવે છે તો હજી થોડું અંધારું હતું.. સુરજને નીકળવાને હજી વાર હતી એટલે અયાંશ તેનું બેગ ખોલે છે જેમાં રહેલું એક બીયરનું કેન કાઢીને પીવા લાગે છે... અયાંશ બીયરના ઘૂટ ભરતા ભરતા નીચેની તરફ જોઈ રહ્યો હતો... બરાબર સામેની તરફ દરિયો (ખાડી) દેખાઈ રહ્યો હતો.. આ દ્વીપને જોડતા બંને રસ્તાઓ ટર્નલ અને બ્રિજ બંને ઉપર અત્યારે વાહનોની ચહલ પહલ સાવ ઓછી હતી... દરિયા અને આ પહાડ બંનેની વચ્ચે વસેલું આ સુંદર શહેર હજી ઊંઘની ચાદરમાં સમેટાયેલું હતું. શહેરમાં ખાલી સ્ટ્રીટ લાઇટો અને ઘરની બહાર રાખેલી પેલી ફાનસ જેવી લાઇટો જ ચાલુ હતી અને તે લાઇટો પણ શહેરની સુદરતા વધારી રહ્યા હતા...

આગળની રાત્રે શહેરમાં થયેલી બરફ વર્ષાના લીધે બધા જ ઘરોની છત ઉપર બરફ જામેલો પડ્યો હતો.. રસ્તાઓમાં પણ ક્યાક ક્યાક બરફના નાના થર જામી ગયેલા હતા... અયાંશ આ બધુ ઉપરથી જોઈ રહ્યો હતો.

થોડી વાર પછી દૂરથી દરિયામાંથી એક આછી લાલાશ કલરની લાઇટ દેખાણી.. ધીમે ધીમે તે લાઇટ વધારે પ્રકાશીત થઈ રહી હતી અને જેમ જેમ તેનું તેજ વધી રહ્યું હતું તેમ તેમ તેનો કલર પણ હવે લાલમાંથી પીળાશ ઉપર થઈ રહ્યો હતો... ધીમે ધીમે રહીને દરિયાના ખોળામાંથી સુરજ બહાર નીકળી રહ્યો હતો અને તેના કિરણો અત્યારે દરિયાના પાણીમાં ઉપર પડીને જાણે દરિયાને પીળા રંગમાં રંગવાની કોશિશ કરી રહ્યા હોઈ એવું લાગી રહ્યું હતું.... દૂર દૂર બ્રિજની સામેની બાજુ રહેલા પર્વતો પણ અત્યારે અયાંશને દેખાઈ રહ્યા હતા. અયાંશ જોઈ રહ્યો હતો કે સૂરજની રોશની આવતાની સાથે જ સામેના છેડે રહેલા પર્વતોની પાછળ પણ આકાશનો કલર કેસરીયો થઈ ગયો હતો....

સુરજના કિરણો ધીમે ધીમે શહેર ઉપર પડ્યા... શહેરના ઘરોની છત ઉપર જામેલા બરફના થર ઉપર એ કિરણો પડતાં જ જાણે ઘરની છત પણ સફેદ કલરની જગ્યાએ પીળા રંગમાં રંગાઈ ગઈ હોઈ એવું લાગી રહ્યું હતું.. એ પીળો રંગ ઉપરથી જોતાં એવું અહેસાસ કરાવતો હતો કે જાણે જમીનમાં સોનાની ખેતી થઈ હોઈ અને સોનું પાકીને જમીનની બહાર આવી ગયું હોઈ.

સુરજની રોશની આખાય દ્વીપને જાણે તેના પીળા રંગમાં રંગવા લાગી હોઈ એવું લાગી રહ્યું હતું. જાણે સુરજ ચાંદાને કહી રહ્યો હતો કે હવે મારો સમય આવ્યો છે તારી આ સફેદ રોશની હટાવીને હું આખીય દુનિયાને મારી પીળા કલરની રોશની ફેરવું છું...

અયાંશે આ આખુય દ્રશ્ય તેની આંખોમાં કેદ કર્યું અને સાથે સાથે તેના કેમેરામાં પણ... અયાંશના ચહેરા ઉપર સ્માઇલ હતી અને તેનું શરીર દુખી રહ્યું હતું પણ તેનું મન અત્યારે પ્રસન્ન હતું........

-----------------------------------------

અયાંશી સવારે જાગી અને ઘડિયાળમાં જોયું તો લગભગ ૧૧ વાગ્યા હતા.. આજે શનિવાર હતો એટલે અયાંશીને ઓફિસે રજા હતી એટલે આજે અયાંશી લેટ જાગી હતી.. જાગીને અયાંશીએ સૌથી પહેલા તેનો ફોન લીધો અને જોયું કે અયાંશનો કોઈ મેસેજ કે કોલ આવ્યો છે ?

અયાંશીને અત્યારે ખૂબ જ ખરાબ લાગી રહ્યું હતું કે તેણે અયાંશ ઉપર ગુસ્સો કર્યો.... અયાંશીએ જોયું કે હજી સુધી અયાંશના કોઈ મેસેજ અને કોલ નથી આવ્યા એટલે તેને એક મેસેજ અયાંશને કર્યો..

અયાંશી:- બેબ કાલ રાત માટે સોરી, મારે છેલ્લા ૨ દિવસથી તારી સાથે વાત કરવી હતી પણ તું તારા કામમાં બીઝી હતો.. મારે એ વાત સમજવી જોઈતી હતી કે તું કામમાં વ્યસ્ત છે એટલે તું મારી સાથે વાત નહોતો કરી શકતો.. પણ હું સમજવાની જગ્યાએ તારા ઉપર ગુસ્સે થઈ ગઈ.. સોરી બેબ.. રાતે જે પણ થયું તેના માટે મને માફ કરી દે જે.. સોરી.... લવ યુ બેબ...

અયાંશી આટલો મેસેજ કરીને ફ્રેશ થવા માટે જતી રહે છે... ફ્રેશ થઈને આવીને જુવે છે તો હજી અયાંશનો કોઈ મેસેજ નહોતો આવેલો.. અયાંશી અયાંશને વોટ્સએપમાં કોલ કરે છે પણ અયાંશનો ફોન લાગતો નથી.. અયાંશી પછી અયાંશના નંબર ઉપર ફોન કરે છે તો તેનો નંબર પણ બંધ આવી રહ્યો હતો... અયાંશીના મનમાં કેટલાય વિચારો ફરી રહ્યા હતા... કેમ કે આજ પહેલા અયાંશનો ફોન ક્યારે પણ બંધ નથી આવ્યો. આજે પહેલી વાર એવું થઈ રહ્યું હતું કે અયાંશનો ફોન બંધ આવી રહ્યો હતો..

અયાંશીને ટેન્શન થઈ રહ્યું હતું પણ તેને તેના મનને સમજાવ્યું કે આજે વિકએન્ડ છે કદાચ અયાંશ હજી સૂતો હોઈ તો.. અયાંશનું મન અત્યારે તો માની ગયું પણ હજી મનમાં ક્યાક તો થોડો ડર હતો જ કે અયાંશ ઠીક તો હશે ને ?

બપોરના ૩ વાગ્યા હતા અયાંશી ઉપર શિવાંગીનો ફોન આવ્યો...

શિવાંગી:- હેલ્લો બેબ ચાલ શોપિંગ માટે નથી જવું ?

અયાંશી:- ના....

શિવાંગી અયાંશીના અવાજમાં કઈક ગડબડ લાગતાં તરત બોલી

શિવાંગી:- બધુ બરાબર તો છે ને ? શોપિંગ માટે તું ના પાડે છે ? તે ખુદ જ આ પ્લાન બનાવ્યો હતો ખબર છે ને...

અયાંશી:- હા બેબ બધુ બરાબર છે.. બસ આ ઓફિસનું કામ કરું છું થોડું બાકી છે તો.... નેક્સ્ટ વીકમાં જઇ આવશુ આપણે બંને...

શિવાંગી:- સારૂ તું કામ કર... બાય

અયાંશી ફોન મૂકે છે.. શિવાંગી સાથે ખોટું બોલીને અયાંશીને ખુબજ ખરાબ લાગી રહ્યું હતું પણ અત્યારે તેની પાસે બીજો કોઈ ઓપસન નહોતો...

રાતના ૧૧ વાગ્યા હતા... અયાંશી અયાંશને હજી પણ ફોન ઉપર ફોન કરી રહી હતી પણ અયાંશનો ફોન હજી પણ બંધ જ બતાવતા હતા... અયાંશીની આંખો આજે આંસુ રોકવાનું નામ લઈ રહી નહોતી..

અયાંશીને અત્યારે બોવ જ ગુસ્સો આવી રહ્યો હતો અને તે ગુસ્સો તેને ખુદ ઉપર જ આવી રહ્યો હતો.. તે મનોમન તેની સાથે વાત કરી રહી હતી કે. કાલ રાતે શું જરૂર હતી અયાંશ ઉપર ગુસ્સો કરવાની, તને ભાન જ નથી પડતી આટલી મોટી થઈ તો પણ......

અયાંશી બસ ભગવાન પાસે એક જ પ્રાથના કરી રહી હતી કે અયાંશ સાથે બસ એક વાર વાત થઈ જાઈ..... પણ આજે ભગવાન પણ અયાંશીની વાત સાંભળી નહોતા રહ્યા.....

જેમ જેમ રાત વિતતી જતી હતી તેમ તેમ અયાંશીની આંખોમાંથી આંસુની ધાર વધારે નીકળી રહી હતી.. અયાંશી વધારે ને વધારે ભગવાન પાસે પ્રાથના કરી રહી હતી....

અયાંશી રાતે રડતાં રડતાં ક્યારે સૂઈ ગયેલી તે તેને ખુદને પણ ખબર ના રહી... સવારે અચાનક જાગી અને ફોનમાં જોયું તો સવારના ૮:૧૫ થયા હતા તેને જલ્દી ફોન હાથમાં લીધો અને જોવા લાગી કે અયાંશના કોઈ મેસેજ કે ફોન આવેલા છે ?


અયાંશીએ ફોનમાં જોયું તો હજી સુધી અયાંશના કોઈ મેસેજ કે કોલ આવેલા ન હતા એટલે અયાંશીએ અયાંશને ફોન કરવાની કોશિશ કરી પણ ગઇકાલની જેમ આજે પણ અયાંશનો ફોન બંધ આવતો હતો.....


અયાંશીને સમજમાં નહોતું આવી રહ્યું કે હવે તે શું કરશે ? તેને જલ્દી શિવાંગીને ફોન લગાવ્યો...

અયાંશી:- હેલ્લો ક્યાં છે તું ?


શિવાંગી હજી ભર ઊંઘમાં હોઈ છે પણ અયાંશીના રડવાનો અવાજ સાંભળીને તે સીધી બેઠી થઈ જાઈ છે..


શિવાંગી:- શું થયું તને ? કેમ રડે છે તું ?


અયાંશી:- તું ક્યાં છે ?


શિવાંગી:- હું ઘરે જ છું... સૂતી હતી તારો ફોન આવ્યો એટલે જાગી... પણ તને શું થયું ? કેમ રડે છે...


અયાંશી:- તું કઈ પણ સવાલ કર્યા વગર જલ્દી મારા ઘરે આવ..


શિવાંગી:- પણ શું થયું છે કઈશ મને ?


અયાંશી:- બેબ જલ્દી અહિયાં આવ અત્યારે કોઈ સવાલ ના પૂછીશ...


અયાંશી બોલતા બોલતા વધારે રડી રહી હતી એટલે શિવાંગીને ટેન્શન થઈ રહ્યું હતું


શિવાંગી:- હા હું આવું છું બેબ..


અયાંશી:- સાંભળ નીચે મોમ-ડેડને ના કહેતી કે હું રડું છું પ્લીસ..


શિવાંગી:- હા....


અયાંશી ફોન મૂકે છે અને વળી પાછો અયાંશને ફોન ટ્રાય કરે છે... પણ બસ એક જ જવાબ મળે છે કે આપે જે નંબર ને ડાઈલ કર્યો છે તે હમણાં સ્વીચ ઓફ છે...

થોડીવાર રહીને શિવાંગી આવે છે તેને જોઈને અયાંશી સીધી જ શિવાંગીને HUG કરી લે છે ને hug કરતાં કરતાં રડવા લાગે છે... શિવાંગી પણ થોડીવાર અયાંશીને રડવા દેઇ છે અને પછી પૂછે છે...

શિવાંગી:- શું થયું બેબ ?


અયાંશી:- અયાંશ..


શિવાંગી:- શું અયાંશ? કઈ થયું છે તમારા વચ્ચે ? બંને જગડ્યા છો ?


અયાંશી:- ના... અયાંશી રડતાં રડતાં ખાલી માથું હલાવે છે


શિવાંગી:- તો પછી થયું છે શું ?


અયાંશી શિવાંગીને બધી જ વાત કરે છે. અયાંશીની વાત સાંભળીને શિવાંગીને પણ અયાંશની ચિંતા થવા લાગે છે કેમ કે કદાચ અંદરથી અયાંશ તેને પણ ગમતો હતો.. પણ આ વાત તેને ક્યારે પણ કોઈને ખબર ના પડે એમ પોતાની અંદર દબાવીને રાખી હતી..


શિવાંગી અયાંશીને શાંત કરાવવા માટે પ્રયત્ન કરી રહી હતી પણ અયાંશી ચૂપ થવાનું નામ નહોતી લઈ રહી... શિવાંગી પણ રડવું આવી રહ્યું હતું પણ જો તે પણ રડવા લાગશે તો અયાંશીને કોણ સાચવશે..

શિવાંગી:- બેબ ચૂપ થઈ જા... અયાંશ કઈક કામમાં વ્યસ્ત થઈ ગયો હશે એટલે..


અયાંશી:- તે ગમે તેવો કામમાં વ્યસ્ત હોઇ તેનો ફોન ક્યારે પણ બંધ ના આવે બેબ.. મને ચિંતા થાઈ છે કે અયાંશને કઈ...


શિવાંગી:- ચૂપ... આવું ના વિચાર...


અયાંશી:- શું કરું હું કઈ સમજમા નથી આવી રહ્યું....


શિવાંગી:- પહેલા તું આ રડવાનું બંધ કર.. આમ રડતા રહેવાથી કઈ થશે નહી..


અયાંશી:- તો શું કરું પણ ?


શિવાંગી:- તેના કોઈ ફ્રેન્ડનો નંબર હોઇ તો તેને ફોન કરીને પૂછ કે અયાંશ ક્યાં છે..


અયાંશી:- હું તેના કોઈ ફ્રેન્ડ ને નથી ઓળખતી.


શિવાંગી:- અરે યાર તો કોઈ એવા માણસને ઓળખે છે જે અયાંશની સાથે કામ કરતો હોય અથવા અયાંશને ઓળખતો હોઇ.


અયાંશી થોડીવાર વિચારે છે અને ત્યાં જ તેને એક નામ યાદ આવે છે ફિલિપ


અયાંશી:- હા એક માણસને હું ઓળખું છું જેને અમારી ઈવેન્ટ કરાવી હતી ફિલિપ જે અયાંશને ઓળખે છે..

શિવાંગી:- તો રાહ શેની જુવે છે ? ફોન લગાવ ફિલિપ ને...


અયાંશી:- પણ તેનો નંબર મારી પાસે નથી...


શિવાંગી:- તેને તારી ઈવેન્ટ કરાવી હતી બરાબર તો તને આવેલા મેઈલમાં જો કદાચ તેમાં ફિલિપનો નંબર હોઇ અથવા તને જે તે શહેરોમાં તમારે કયા દિવશે શું કરવાનું છે તે બધી વિગતો એક પેપરમાં લખીને તમને આપતા જે તે મને બતાવેલા યાદ છે...


અયાંશી:- હા..


શિવાંગી:- તેમાં જો કદાચ તેમાં હોઇ શકે ફિલિપનો નંબર...


અયાંશી:- વાહ બેબ આઇડિયા મસ્ત આપ્યો છે...


અયાંશીએ તેના કબાટમાંથી એક બેગ કાઢીને તે બેગ શિવાંગીને આપી અને કહ્યું..


અયાંશી:- આ બેગમાં બધા જ કાગળો છે તું આમાં ચેક કર હું મેઈલ ચેક કરું છું..


શિવાંગી:- ઓકે...

શિવાંગી અને અયાંશી બંને પોતપોતાના કામમાં લાગી જાઈ છે... શિવાંગી એક પછી એક કાગળોને બરાબર રીતે વાંચી રહી હતી... આટલું ધ્યાનથી તો શિવાંગીએ ભણવાની બૂકો પણ ક્યારેય વાંચી નહોતી.. જ્યારે બીજી બાજુ અયાંશી તેના બધા જ મેઈલ ચેક કરી રહી હતી. તેની આંખો મોબાઈલ ફોનની સ્કીન ઉપર ફરી રહી હતી ને સાથે સાથે આંગળીઓ પણ...

લગભગ ૧૫ મિનિટ સુધી બંને ફિલિપનો નંબર શોધવામાં વ્યસ્ત હતા અને ત્યાંજ અયાંશીની આંખો જે મોબાઈલ ફોનના સ્ક્રીન ઉપર ફરી રહી હતી તે મોટી થઈ.. તેની આંગળીઓ ફોનની સ્ક્રીન ઉપર થંભી ગઈ જાણે કોઈએ તેને સ્ટેર્ચ્યુ ના કીધું હોઈ...

અયાંશીએ શિવાનીને કીધું


અયાંશી- બેબ મળી ગયો નંબર..


શિવાંગી:- વાહ તો જલ્દી લગાવ ફોન....


અયાંશી:- હા..

અયાંશી ફિલિપને ફોન લગાવે છે.. ફોન લાગે પણ છે રીંગો વાગી રહી હતી અને અહિયાં અયાંશીના દિલની ધડકનો વધારે ઝડપમાં ધડકી રહી હતી... સામે છેડેથી ફોન ઉપડયો..


અયાંશી:- હેલ્લો ફિલિપ ?


ફિલિપ:- હા તમે કોણ ?


અયાંશી:- હું અયાંશી બોલું છું ૮ મહિના પહેલા યુરોપમાં જે પ્રદશન થયા હતા બધા પ્રોજેક્ટ્સના તેમાં એક હું પણ હતી..


ફિલિપ:- અયાંશી, ઈન્ડિયાથી રાઇટ...


અયાંશી:- હા... સોરી તમને આટલી સવારે ફોન કરવા બદલ પણ તમારી એક હેલ્પ જોઈએ છે..


ફિલિપ:- હા બોલો ને..


અયાંશી:- છેલ્લા ૨૪ કલાકથી અયાંશનો ફોન બંધ આવે છે.. સોરી એરિક સિમોનનો.. તમને ખબર છે તે ક્યાં છે તે ?


ફિલિપ:- અયાંશ જ બરાબર છે મેમ... અને રહી અયાંશ સરની વાત.. તો તેનું ક્યારે પણ કોઈ ફિક્સ પ્લાન ના હોઈ.. પણ કઈ થયું છે ?


અયાંશી:- ના બસ તેમનો ફોન નહોતો લાગતો એટલે મને ચિંતા થતી હતી તેમની...


અયાંશી રડવા લાગે છે..


ફિલિપ:- મેમ તમે રડવાનું બંધ કરો પહેલા.. અને મને ખબર છે કે તમે અને અયાંશસર બંને એકબીજાને પ્રેમ કરો છો.. તો મારાથી છુપાવવાની જરૂર નથી..


અયાંશી:- તમને કેવી રીતે ખબર..


ફિલિપ:- પ્રાઇઝ સેરેમનીના સમયે અયાંશસર તમારી સાથે જ આવેલા. અને તે સેરેમની પૂરી થયા બાદ તમારી સાથે જ હતા.. બીજી વાત સરનો ફોન છેલ્લા ૨૪ કલાકથી નથી લાગ્યો એ વાત મને કહેવા માટે તમે મને આટલી સવારે ફોન કર્યો.. મેમ ખબર તો પડી જ જાઈ ને..


અયાંશી:- ઓકે... તો તમે મારી હેલ્પ કઈ કરી શકો આમાં ?


ફિલિપ:- મેમ એક વાત કહી શકું તમને ?


અયાંશી:- હા...


ફિલિપ:- અયાંશસરનું ક્યારે પણ ફિક્સ નથી હોતું.. તે તેના દિલની વાત સાંભળવા વાળા વ્યક્તિ છે.. તેને જો મન થયું હોઈ તો તે અડધી રાત્રે પણ તેનો બધો સામાન પેક કરીને દુનિયા ફરવા નીકળી પડે.. કોઈ ને પણ જાણ કર્યા વગર જ... અને પછી પાછા ક્યારે ફરે તેનો કોઈ ફિક્સ સમય નથી હોતો...

ઘણી વાર સર એક અઠવાડીયામાં પણ પાછા આવી જાઈ ક્યારેક ૧૫ દિવસ, ક્યારેક ૧ મહિનો તો ક્યારેક ૨ થી ૩ મહિના પણ થાઈ જાઈ... અને આ દરમ્યાન ઘણી વાર સરનો ફોન નથી લાગતો... તો તમે ચિંતા ના કરો સર જલ્દી જ તમને ફોન કરશે.. અને મને કઈ સરના સમાચાર મળશે તો હું તમને ફોન કરીને જાણ કરી દઇશ.


અયાંશી:- થેન્ક્સ ફિલિપ..


ફિલિપ:- વેલકમ મેમ...

ફિલિપ ફોન મૂકે છે. અયાંશીનું મન આ વાત માનવા તૈયાર ના હતું કે અયાંશ તેને કહ્યા વગર બહાર ફરવા જતો રહ્યો છે તેનું મન કઈ રહ્યું હતું કે અયાંશ સાથે કઈ ક ખરાબ થયું છે.. પણ અયાંશએ અત્યારે ખરાબ વિચારોને બાજુ ઉપર રાખી ખાલી સારા વિચારો જ તેના મનમાં આવે તે જોયું....

અયાંશીએ એક અઠવાડીયા સુધી અયાંશના ફોનની રાહ જોઈ... ગમે ત્યારે તેના ફોનમાં કોઈ પણના મેસેજની નોટીફીકેશન આવતી તો અયાંશીને એવું જ થતું કે કદાચ અયાંશનો મેસેજ આવ્યો હોઈ.. અયાંશીને કોઈનો પણ ફોન આવતો હોઈ તો અયાંશીને એવું જ થતું કે જાણે અયાંશનો ફોન આવ્યો છે...

અયાંશી ઓફિસમાં પણ કામમાં ધ્યાન આપી શકતી ના હતી, બસ આખો દિવસ અયાંશના વિચારોમાં જ ખોવાયેલી રહેતી.. કોઈ પણ કામ ઓફિસમાંથી કરવા માટે આપ્યું હોઈ તો તે કામ કરતાં કરતાં અયાંશી બસ અયાંશના વિચારોમાં જ ખોવાઈ જતી અને ટાઈમ ઉપર કામ પૂરું પણ ના કરી શકતી..

અયાંશીમાં આવેલો અચાનક આ બદલાવ અયાંશીમાં બધાએ જોયો... પહેલાતો અયાંશીને જે કામ આપો તે અયાંશીને આપેલા સમયની પહેલા જ પૂરું કરીને આપી દેતી.. પણ છેલ્લા અઠવાડિયામાં આ બધુ બદલાઈ ગયું હતું... ઘરે પણ અયાંશીની હાલત આવી જ હતી.. રોજ ઓફિસેથી આવ્યા પછી તેના મોમ-ડેડ સાથે બેસીને વાતો કરતી. ત્રણેય મળીને એકબીજા સાથે મસ્તીઓ કરતાં પણ છેલ્લા અઠવાડીયામાં અયાંશી ઓફિસથી આવીને સીધી જ તેના રૂમમાં જતી રહેતી.. જ્યારે તેને ડિનર કરવા માટે નમ્રતાબેન બોલાવે તો ચૂપ-ચાપ ડિનર કરીને તેના રૂમમાં જતી રહેતી.

અયાંશીને તેના મોમ-ડેડ બનેએ પૂછ્યું કે શું થયું છે તને કેમ હમણાં ચૂપ ચૂપ ફરે છે ? કઈ થયું તો નથી ને ? આના જવાબમાં અયાંશી માત્ર આટલું કહેતી કે હમણાં ઓફિસમાં વધારે કામ હોઈ છે એટલે સાવ થાકી જવાઈ છે.... તેના મોમ-ડેડ પણ વધારે સવાલ પછી ના પૂછતાં...

આટલા દિવસોમાં અયાંશી જાણે જીવવાનું ભૂલી ગઈ હતી... અરે કોઈ પણ માણસ હોઈ જો તમે તેની અંદરથી તેનો શ્વાસ જ છીનવી લો તો તે માણસ મરી જ જવાનો ને.. અયાંશીનું પણ અત્યારે કઈ ક એવું જ હતું.. અયાંશી જે ને સૌથી વધારે પ્રેમ કરતી હતી તે વ્યક્તિ છેલ્લા એક અઠવાડીયાથી ગાયબ હતી... અયાંશીના શ્વાસ કોઈએ છીનવી લીધા હતા અને બસ હવે તે વેંટીલેટરના સહારે જીવી રહી હોઈ એવું લાગતું હતું..

એક અઠવાડીયા પછી અયાંશીએ ફિલિપને ફોન લગાવ્યો...


અયાંશી:- હેલ્લો ફિલિપ..


ફિલિપ:- હેલ્લો મેમ..


અયાંશી:- અયાંશના કોઈ સમાચાર ?


ફિલિપ:- ના મેમ... હજી સુધી તો નહી...


અયાંશી:- ઓકે.. ફિલિપ મારૂ એક કામ કરીશ ?


ફિલિપ:- હા મેમ બોલોને...


અયાંશી:- તમારી જેટલી પણ હોટેલ્સ અને રેસ્ટોરન્ટ છે દુનિયામાં ત્યાં બધે ફોન કરીને પૂછી શકીશ કે અયાંશ ત્યાં આવેલો ? પ્લીસ મારા માટે આટલું કરીશ ?


ફિલિપ:- ઓકે મેમ હું તમને સાંજે ફોન કરીશ...


અયાંશી:- ઓકે...


અયાંશી ફોન મૂકે છે અને ચૂપચાપ જઈને તેના બેડમાં આડી પડે છે અને રડતી હોઈ છે ત્યાં જ પાછળથી નમ્રતાબેન આવીને ઊભા હોઈ છે તે અયાંશીને રડતાં જુવે છે અને ચૂપચાપ નીચે જઈને નીરજભાઈને બોલાવીને લાવે છે.. નમ્રતાબેન અને નીરજભાઈ બંને ચૂપચાપ ઊભા ઊભા અયાંશીને રડતાં જુવે છે અને પછી અયાંશીની બાજુમાં નીરજભાઈ બેઠે છે.. નીરજભાઈ તેનો હાથ અયાંશીના માથામાં હાથ ફેરવે છે.

અયાંશી જુવે છે તો તેના મોમ ડેડ બંને ત્યાં ઊભા હતા...

અયાંશી:- અરે મોમ ડેડ તમે અહિયાં ?

નીરજભાઈ:- શું થયું છે બેટા કેમ રડે છે ? કઈ પ્રોબ્લેમ થયો છે ?

અયાંશી:- ના...

નમ્રતાબેન:- તો રડે છે કેમ ?

નીરજભાઈ:- બેટા જે વાત હોઈ તે અમને કહે.... પ્લીસ અમારાથી કોઈ પણ વાત ના છુપાવ...

અયાંશીને પણ એ જ વાત બરાબર લાગે છે કે ક્યાં સુધી આ વાત તે તેના મોમ-ડેડથી છુપાવશે.. ક્યારેક ને ક્યારેક તો આ વાત તેને પોતાના મોમ-ડેડ સાથે કરવી જ પડશે ને... અયાંશી વિચારે છે કે આ જ સારો સમય છે મોમ-ડેડને અયાંશની વાત કરવાનો...

અયાંશીએ પછી તેના મોમ-ડેડને બધી જ વાત કરી કે કેવી રીતે તેને સૌથી પહેલા અયાંશને જોયો. કેવી રીતે તેની બીજી મુલાકાત પેરીસના રસ્તાઓ ઉપર થઈ. કેવી રીતે અયાંશ સાથે તેની પહેલી મુલાકાત એફિલ ટાવર ઉપર થઈ.... ત્યાંથી લઈને અયાંશે તેને કેવી રીતે પ્રપોસ કર્યું.... અયાંશ શું કરે છે એ બધી જ વાત અયાંશીએ તેના મોમ-ડેડને કરી,…

આટલું બોલ્યા પછી અયાંશીએ તેના મોમ-ડેડની સામે જોયું તો બંનેની આંખોમાં ઘણા સવાલો હતા. અયાંશીને ખબર હતી કે હમણાં જો તેને અયાંશ કોનો છોકરો છે તે ના કીધું ને તો તેના મોમ-ડેડ તેને હજારો સવાલો કરશે.. .

અયાંશી:- ડેડ તમને ખબર છે ને કે ૨૬/૧૧ ના હુમલામાં હું કેવી રીતે બચી હતી ?

નીરજભાઈ:- હા બેટા.. બે ભલા માણસે તેના જીવ ગુમાવીને તને બચાવી હતી..


અયાંશી:- તમને ખબર છે કે અયાંશ કોણ છે ?


નીરજભાઈ:- ના..


અયાંશી:- મને તે અટેકના સમયે તાજ હોટેલની બહાર બચાવીને લાવીને તમારા હાથમાં મૂકી હતીને જે વ્યક્તિએ.. અયાંશ તે જ વ્યક્તિનો છોકરો છે...

આટલું સાંભળીને નીરજભાઈ અને નમ્રતાબેન બંને રડવા લાગે છે.......

અયાંશી:- ડેડ તે લોકો એ મને તો બચાવી લીધી પણ....

નીરજભાઈ:- પણ અયાંશને અહી એકલો છોડીને જતાં રહ્યા.... નીરજભાઈ આટલું બોલતાની સાથે જોર જોરથી રડવા લાગે છે...

નીરજભાઈ:- મને હજી પણ તે દિવસ યાદ છે જ્યારે તે દિવસ જ્યારે તે વ્યક્તિએ તને બહાર લાવીને મારા હાથમાં મૂકી હતી સહી સલામત અને તને બચાવવા માટે પોતાની જાન ગુમાવી હતી...

અયાંશી:- હા ડેડ...

નીરજભાઈ:- કુદરત પણ કેવા અજીબ સંયોગ રચે છે.. તે ખરેખર એક સાચા છોકરા સાથે પ્રેમ કર્યો છે.. મને ગર્વ છે તારા ઉપર બેટા.. એ માણસને હું થેન્ક્સ પણ નહોતો કઈ શક્યો તને બચવાવા માટે તેનો અફસોસ મને હતો પણ હવે તેના છોકરાને જ તું પ્રેમ કરે છે તો તેની સાથે તારા મેરેજ કરાવીને એ અહેસાનનું બસ ખાલી ૧૦% તો હું પાછું કરી શકીશ... પણ તું રડે છે કેમ ? તમારા વચ્ચે કઈ જગડો થયો છે ? નીરજભાઈ તેના આંખો લૂછતા લૂછતા બોલે છે.


અયાંશી:- ના ડેડ.. અયાંશી પછી બધી વાત તેના મોમ-ડેડને કરે છે કે છેલ્લા એક અઠવાડીયાથી અયાંશનો ફોન બંધ આવે છે...

નમ્રતાબેન:- ઓહ તો આટલા માટે તારૂ મૂડ ખરાબ હતું બાકી ઓફિસના કામનું ખાલી બહાનું હતું એમ ને..

અયાંશી:- હા મોમ..

નમ્રતાબેન:- તું ટેન્શન નઇ લે અયાંશ કઈ ક ફરવા ગયો હશે.. તે જ કીધું ને તેને ફરવા નો શોખ છે.. આવી જશે.. ચાળ હવે નીચે તારા ડેડ તારા માટે જલેબી અને ગાઠિયા લઈને આવ્યા છે..

અયાંશી:- હા મોમ આવું...

નીરજભાઈ:- બેટા ટેન્શન ના લે.. ઉપરવાળો બધુ સારૂ કરી દેશે.. બાકી તને એ જ છોકરા સાથે કેમ મળાવે બોલ ?

અયાંશી:- હા ડેડ..

નીરજભાઈ:- ચાલ હવે આંસુ સાફ કર અને નીચે આવ…

અયાંશી બાથરૂમમાં જઈને મોઢું ધોવે છે.. અને પછી નીચે ચા અને નાસ્તો કરવા માટે જાઈ છે..

---------------------------------------

(16)

અયાંશી તેના રૂમમાં બેડ ઉપર પડી પડી ફિલિપના ફોનનો વેઇટ કરતી હતી.. અયાંશીએ ઘડિયાળમાં જોયુંતો રાત્રીના ૧૧ વાગ્યા હતા... તેનું મન બસ ભગવાન પાસે એક જ પ્રાથના કરી રહ્યું હતું કે બસ તેને અયાંશના કોઈ સમાચાર મળી જાઈ.... અયાંશી પ્રાથના કરી રહી હતી ત્યાંજ તનો ફોન વાગ્યો, અયાંશીએ ફોન હાથમાં લઈને જોયુંતો તે ફોન ફિલિપનો હતો.... ફિલિપ કદાચ અયાંશના કોઈ સમાચાર આપે એ આશા સાથે અયાંશીએ જલ્દી જલ્દી ફોન ઉપાડયો..

અયાંશી:- હેલ્લો..

ફિલિપ:- હેલ્લો મેમ..

અયાંશી:- અયાંશના કોઈ સમાચાર મળ્યા ?

ફિલિપ:- મેમ મે અમારી બધી જ હોટેલ્સ અને રેસ્ટોરન્ટ્સમાં પૂછી ને જોયું કે અયાંશસર છેલ્લા એક અઠવાડીયા દરમિયાન ત્યાં આવ્યા હતા કે નહી ? પણ બધી જગ્યાએથી એક જ સમાચાર મળ્યા કે સર છેલ્લા એક મહિનાથી અહિયાં નથી આવ્યા..

આ વાત સાંભળીને અયાંશીની આંખોમાંથી આંસુઑની ધાર વહેવા લાગી હતી. તેની છેલ્લી ઉમિદ હતી ફિલિપનો ફોન પણ ત્યાથી પણ તેને કોઈ સારા સમાચાર ના મળ્યા

ફિલિપ:- સોરી મેમ... બધા લોકોએ એમજ કહ્યું કે સર આવી રીતે પહેલીવાર ગાયબ નથી થયા. તે દર વર્ષે આવી જ રીતે વેકેશન ઉપર જતાં રહે છે...

અયાંશી:- પણ ફિલિપ તેનો ફોન બંધ આવે છે...

ફિલિપ:- મને ખબર છે મેમ કે સરનો ફોન બંધ આવે છે... પણ આવું પહેલા ઘણી વખત થયું છે જ્યારે સરનો ફોન ૧૫ દિવસ કે ૧ મહિના સુધી બંધ આવ્યો હોઇ

આ વાત સાંભળીને અયાંશીને થોડી રાહત તો મળી રહી હતી કે, અયાંશ પહેલા પણ આવું કર્યું છે....

અયાંશી:- ઓકે.... થેન્ક્સ ફિલિપ.

ફિલિપ:- વેલકમ મેમ...

અયાંશી:- અને જો કોઈ પણ સમાચાર મળે અયાંશના તો પ્લીસ મને સૌથી પહેલા ઇન્ફોર્મ કરજે..

ફિલિપ:- હા મેમ..

અયાંશી ફોન મૂકે છે અને પછી અયાંશના વિચારો કરવા લાગે છે... બંનેએ સાથે વિતાવેલા પળોને યાદ કરવા લાગે છે.. યાદ કરતાં કરતાં અયાંશીની આંખોમાં આંસુ આવી ગયા હોય છે… અયાંશી વિચારો કરતાં કરતાં ક્યારે સપનાની દુનિયામાં (ઊંઘી જાઈ) જતી રહે તે તેને પણ નથી ખબર રહેતી..

----------------------------------

અયાંશને ગાયબ થયાને આજે મહિનો થઈ ગયો હોય છે.. આ મહિના દરમિયાન અયાંશી સાવ તૂટી ગઈ હતી... નમ્રતાબેન, નીરજભાઈ, મોન્ટુ, શિવાંગી અને ફિલિપ બધાએ અયાંશીને ખુશ રાખવા ટ્રાય કરી, મોન્ટુ અને શિવાંગી રોજ અયાંશીને બહાર ફરવા માટે લઈ જતાંતો નમ્રતાબેન અયાંશી માટે રોજ તેની મનપસંદ વાનગીઑ બનાવીને જમાડતા... નીરજભાઈ અયાંશી માટે રોજ તેનો ફેવરીટ આઇસ્કિમ લઈને આવતા.. જ્યારે ફિલિપ દૂર હોવા છતાં પણ અયાંશીને એવું પ્રોત્સાહન આપતો કે અયાંશસર જલ્દી આવી જશે.. પહેલા પણ અયાંશસર આવી રીતે જતાં રહેતા એટલે ટેન્શન લેવાની જરૂર નથી...

આ એક મહિના દરમિયાન રડી રડીને અયાંશીની આંખોની ફરતે કાળા ડાઘ પડી આવી ગયા હતા.. હમેશા ખીલેલા ફૂલ જેવો અયાંશીનો ચહેરો છેલ્લા મહિનાથી મુરજાયેલા ફૂલ જેવો થઈ ગયો હતો.. અયાંશીનું વજન પણ લગભગ ૩ કિલો જેટલું ઘટી ગયું હતું...

નીરજભાઈ અને નમ્રતાબેને અયાંશીની જોબ પણ હમણાં બંધ કરાવી દીધી હતી... શિવાંગી પણ ઓફિસથી આવીને અયાંશીની પાસે જ રહેતી જ્યાંરે મોન્ટુ તેનું ક્રિકેટ મૂકીને આખો દિવસ ઘરની આસપાસ જ રહેતો...

અયાંશી આખો દિવસ તેના રૂમમાં જ બંધ રહેતી અને અયાંશને યાદ કર્યા કરતી.. રોજ એક વાર તે ફિલિપને ફોન કરીને અયાંશ વિષે પૂછતી પણ ફિલિપનો રોજ એક જ જવાબ હતો કે સર આવી જશે..

અયાંશીએ હવે નક્કી કરી લીધું હતું કે તે હવે મેડ્રિડ જશે અયાંશને શોધવા માટે… અહિયાં રહીને રડ્યા રહેવા કરતાં એ જ સારૂ રહેશે કે તે જ મેડ્રિડ જાઈ... પણ મેડ્રિડ જવા માટે વિઝાની જરૂર પડે.. અને જો ટૂરીસ્ટ વિઝા ઉપર અયાંશી મેડ્રિડ જાઈ તો તેને બસ થોડા દિવસના જ વિઝા મળે તો તે વિચારી રહી હતી કે એવું તો શું કરવું કે તેને મેડ્રિડમાં રહેવા માટે વધારે સમય મળે..

અયાંશીને આ સમયે બસ એક જ માણસની યાદ આવી.. એ માણસ હતો ફિલિપ.. અયાંશીને ખબર હતી કે ફિલિપ જ એક એવો વ્યક્તિ છે જે તેની અત્યારે મદદ કરી શકે છે ને જેના ઉપર વિશ્વાસ કરી શકાઈ છે. એટલે અયાંશીએ ફિલિપને ફોન લગાવ્યો...

અયાંશી:- હેલ્લો...

ફિલિપ:- હેલ્લો મેમ....

અયાંશી:- મારે તારી એક હેલ્પ જોઈએ છે..

ફિલિપ:- હા બોલોને મેમ..

અયાંશી:- મારે મેડ્રિડ આવવું છે અયાંશને શોધવા માટે.. પણ જો હું ટૂરીસ્ત વિઝા ઉપર આવીશ તો મને બહુ જ ઓછા દિવસો મળશે.. શું તું એવું કઈ કરી શકે છે કે મને વધારે સમય મેડ્રિડમાં રહેવા મળે ?

ફિલિપ:- મેમ અમે લોકો અહિયાં સરને શોધી લઈશું.. તમારે અહિયાં આવવાની જરૂર નથી..

અયાંશી:- ફિલિપ મે તને પૂછવા ફોન નથી કર્યો કે હું ત્યાં આવું કે નહી ? મે તને કહેવા ફોન કર્યો છે કે હું મેડ્રિડ આવું છું તારી પાસે કોઈ એવો પ્લાન હોય તો જે મને મેડ્રિડમાં રહેવામાં હેલ્પ થઈ શકે તો બોલ...

ફિલિપે થોડો સમય વિચાર કર્યો અને બોલ્યો.. મેમ એક કામ થઈ શકે તમને અહિયાંની કોઈ કંપની જોબ ઓફર કરે અને તેનો લેટર તમને મોકલે તો તમારું કામ થઈ શકે છે..

અયાંશી:- હમમમ.. ઓકે તો અયાંશીની કંપની એટલે કે તમારી કંપનીમાં કોઈ એવી પોસ્ટ ખાલી હોય તો કહો..

ફિલિપ:- અમારે તો રેસ્ટોરન્ટ અને હોટેલનો બિઝનેશ છે એમાં તો કોઈ જગ્યા ના હોઇ પણ હા અયાંશસર ના પર્શનલ આસીસ્ટંટની જોબ મળી શકે છે.. પણ..

અયાંશી:- પણ શું ફિલિપ ?

ફિલિપ:- આ જગ્યા અયાંશસરે ક્યારે ભરાવી જ નથી.. ઘણા લોકોએ પૂછ્યું પણ હતું કે સર તમે એક પી.એ. (પર્શનલ આસીસ્ટંટ) કેમ નથી રાખી લેતા તો અયાંશસરે એવો જવાબ આપેલો કે તેની જરૂર જ નથી મારે..

અયાંશી:- ઓકે... તું અત્યારે મને તેની પી.એ.ની જોબનો ઓફર લેટર મોકલી શકીશ ?

ફિલિપ:- મેમ એ મારા હાથમાં નથી.. હું અયાંશસરના ચેરીટી ડીપાર્ટમેંન્ટમાં કામ કરૂ છું... જ્યારે આ બધા વર્કની જવાબદારી સર જ સાંભળે છે..

અયાંશી:- અરે અયાંશ આવી રીતે જ્યારે ટ્રીપ ઉપર હોય ત્યારે ?

ફિલિપ:- ત્યારે સરના મેનેજર છે એક ક્રિસટીન તે સંભાળે છે

અયાંશી:- તો તું મારી તેમની સાથે વાત કરાવીશ ?

ફિલિપ:- ઓકે મેમ બસ અડધી કલાકમાં ફોન કરૂ...

અયાંશી ફોન મૂક્યા પછી વિચારી રહી હોય છે કે કદાચ આ નિર્ણયથી તેના મોમ-ડેડ ના માને પણ તેને અયાંશને શોધવા માટે આ કરવાનું જ હતું.. અયાંશી મનોમન પ્રાથના કરી રહી હતી કે ક્રિસટીન તેની વાત માની જાઈ અને તેને અયાંશના પી.એ. ની જગ્યા ઓફર કરે..

અડધી કલાક પછી અયાંશીનો ફોન વાગે છે અને અયાંશી જુવે છે તો ફિલિપનો ફોન હતો... ફિલિપ અયાંશીની વાત ક્રિસટીન સાથે કરાવે છે..

અયાંશી ક્રિસટીનને બધી જ વાત કરે છે. અયાંશીની વાત સાંભળીને ક્રિસટીનને અયાંશી ઉપર વિશ્વાસ આવી જાઈ છે અને તે અયાંશીને જોબનો ઓફર લેટર મોકલવા માટે રાજી થઈ જાઈ છે...

અયાંશી આ વાત તેના મોમ-ડેડને કરે છે. શરૂઆતમાં તેના મોમ ડેડ થોડા ગભરાઈ ગયા હતા આ વાત સાંભળીને કે અયાંશી મેડ્રિડ જઈ રહી છે... પણ અયાંશીએ તેમને મનાવ્યા.. સમજાવ્યા કે આજે નહી તો કાલે તેને અયાંશ સાથે મેડ્રિડ સેટ થવાનું જ છે મેરેજ કર્યા પછી તો અત્યારે કેમ નહી ? અને અત્યારે અયાંશને શોધવા માટે તે મેડ્રિડ જઈ રહી છે જેવો અયાંશ મળી જશે એટલે તે પાછી અમદાવાદ આવી જશે..

અયાંશીએ પ્રેમથી સમજાવ્યા એટલે નમ્રતાબેન અને નીરજભાઈ અયાંશીને મેડ્રિડ જવા દેવા માટે રાજી થયા... અયાંશીને જોબનો લેટર પણ આવી ગયો હતો, વિઝાની પ્રોસેસ પણ પૂરી થઈ ગઈ હતી અને વિઝા પણ મળી ગયા હતા..

અયાંશીને સાંજની ફ્લાઇટ હતી મેડ્રિડ માટેની એટલે તે તેનો બધો સામાન બેગમાં પેક કરી રહી હતી અને ત્યાજ શિવાંગી આવે છે… શિવાંગી જુવે છે કે અયાંશી રડી રહી હતી

શિવાંગી:- બેબ બધુ પેકિંગ થઈ ગયું ?

અયાંશી:- હા બસ થવા જ આવ્યું છે થોડું જ બાકી છે.. અયાંશીએ તેની આંખોના આંસુ લૂછતાં લૂછતા કહ્યું..

શિવાંગી:- બેબ પ્લીઝ રડવાનું બંધ કર... અને મેડ્રિડ જઈને તારૂ ધ્યાન રાખ જે.. અયાંશને શોધવાના ચક્કરમાં તું પણ બીમાર ના પડતી..

અયાંશી:- હા બેબ..

શિવાંગી:- તારા ફેસ ઉપર આ ઉદાસી સારી નથી લાગતી.. તું સ્માઇલ સાથે મેડ્રિડ જા અને અયાંશને શોધીને પાછી આવજે...

અયાંશી સ્માઇલ સાથે શિવાંગીને HUG કરે છે...

અયાંશી:- થેન્ક્સ બેબ....

શિવાંગી પણ અયાંશીની મદદ કરવા લાગે છે તેનો સામાન પેક કરાવવામાં.. શિવાંગીના મનમાં એક વાત ચાલી રહી હતી કે અયાંશીને કહી દેવું જોઈએ કે તે પણ અયાંશને લાઈક કરે છે અને અત્યારે જેતલ્લી અયાંશી દુખી છે તેટલી જ તે પણ દુખી થઈ રહી છે.. પણ શિવાંગીનું મન તેને આમ કરતાં રોકે છે.. શિવાંગીને ખબર જ છે કે જ્યાં સુધી અયાંશી છે ત્યાં સુધી તેને અયાંશ નથી મળવાનો.. અને અયાંશી તેની બેસ્ટ ફ્રેન્ડ છે એટલે બેસ્ટ ફ્રેન્ડને દુખ પણ ના આપી શકાઈ…. શિવાંગીના મનમાં હજારો સવાલો ચાલી રહ્યા હતા પણ તેને આ વાત અયાંશીને ના કરવાનું જ વિચાર્યું....

અયાંશીને એરપોર્ટ ઉપર મૂકવા માટે નીરજભાઈ અને મોન્ટુ આવેલા હતા, નમ્રતાબેન ઘરે રહ્યા હતા કેમ કે તેના પિયરેથી તેના કાકા અને કાકી આવ્યા હતા જ્યારે શિવાંગી આજે અયાંશીને મૂકવા માટે નહોતી આવી કેમ કે તે અયાંશીને જતાં જોઈ શકે તેમ ના હતી એટલે.

અયાંશી એરપોર્ટની અંદર જતાં પહેલા નીરજભાઈને પગે લાગે છે ને ત્યાર પછી HUG કરે છે...

નીરજભાઈ:- ધ્યાન રાખ જે તારૂ.... મને ખબર છે કે તું અયાંશને શોધી જ લઇશ... અયાંશીના માથા ઉપર વહાલથી હાથ ફેરવતા ફેરવતા નીરજભાઈ બોલે છે..

અયાંશી:- હા ડેડ અને તમે પણ તમારૂ અને મોમનું ધ્યાન રાખ જો..

પછી અયાંશી મોન્ટુને HUG કરે છે..

અયાંશી:- તું અને શિવાંગી બંને ઝગડા નહી હવે... જો અમે બંને ઝગડિયા તો આવું થયું એટલે તને સમજાવું છું કે બંને શાંતીથી રહેજો.. શિવાંગી કઈ મારી વાત નહી સમજે એટલે હું તને કવ છું કેમ કે તું સમજદાર છે..

મોન્ટુ:- હા દીદી... હું નહી ઝગડું હવે શિવાંગી સાથે...

અયાંશી:- ગૂડ...

અયાંશી પછી એરપોર્ટની અંદર જતી રહે છે.. ફ્લાઇટનું એનાઉન્સમેંટ થાઈ છે અયાંશી ચેકઇન કરીને ફ્લાઇટમાં તેની સીટ ઉપર બેસી જાઈ છે થોડી જ ક્ષણોમાં અયાંશી અમદાવાદના આસમાનમાં હોઇ છે........

મેડ્રિડ, સ્પેન

અયાંશીની ફ્લાઇટ મેડ્રિડના એરપોર્ટ ઉપર લેન્ડ થઈ ગઈ હતી, અયાંશી તેનો સમાન લઈને એરપોર્ટની બહાર આવે છે જ્યાં ફિલિપ તેની રાહ જોઈને ઊભો હતો...

અયાંશી ફિલિપને જોઈને તેની પાસે જાઈ છે અને તેને HUG આપી થેન્ક્સ કહે છે તેને લેવા આવવા માટે.. અયાંશી અને ફિલિપ બંને હોટેલમાં જાઈ છે જ્યાં અયાંશીના રહેવાની વ્યવસ્થા કરી હતી ક્રિસટીને...

ફિલિપ:- મેમ તમે રેસ્ટ કરી લો હવે...

અયાંશી:- ફિલિપ મને અયાંશી જ કહે.. મેમ કહેવાની જરૂર નથી..

ફિલિપ:- ઓકે... અયાંશી તમે રેસ્ટ કરી લ્યો હવે.. રેસ્ટ કરી લ્યો ત્યારે મને ફોન કરી દેજો હું આવી જઈશ તમને લેવા માટે અને પછી આપણે જઈશું અયાંશસરને શોધવા માટે..

અયાંશી:- ઓકે...

અયાંશી કારમાંથી તેની બેગ લઈને હોટેલમાં તેના રૂમમાં જાઈ છે.. સૌથી પહેલા તે ફ્રેશ થાઈ છે અને થોડીવાર આરામ કરવાનું વિચારે છે ને બેડમાં પડે છે...

અયાંશી બેડમાં પડી પડી વિચારી રહી હોઇ છે કે અયાંશને શોધવાની શરૂઆત ક્યાથી કરવી. અયાંશના મનમાં સૌથી પહેલો વિચાર પોલીસની હેલ્પ લેવાનો આવે છે પણ એ વિચાર માંડી વાળે છે કેમ કે અયાંશને ગાયબ થયાના લગભગ ૫૦ દિવસ થવા આવ્યા હતા અને તે લોકોએ અત્યાર સુધી અયાંશના ગાયબ થવાની ફરિયાદ નોંધાવી નહોતી એટલે.

અયાંશીને બીજો વિચાર આવે છે તેના ફોનને ટ્રેસ કરવાનો... આ વિચાર આવતા જ અયાંશી સીધો ફિલિપને ફોન કરે છે.. ફોન કરીને કહે છે કે તે તૈયાર થઈ ગઈ છે એટલે હોટેલના ગેટ પાસે ૫ મિનિટમાં મળ્યે..

ફોન મૂક્યા પછી અયાંશી તેનો રૂમ લોક કરે છે... જલ્દી જલ્દી નીચે આવે છે અને ગેટ પાસે ફિલિપની રાહ જુવે છે... ૫ મિનિટમાં ફિલિપ કાર લઈને આવે છે અને અયાંશી તેમાં બેસી જાઈ છે.. ફિલિપ કારને ડ્રાઈવ કરવાનું ચાલુ કરે છે..

અયાંશી:- મને એક આઇડિયા આવ્યો છે..

ફિલિપ:- બોલો..

અયાંશી:- અયાંશનો ફોન ટ્રેસ કરીએ તો ?

ફિલિપ:- અયાંશી આ આઇડિયા અમને પહેલા જ આવ્યો હતો પણ અયાંશસરના ફોનને ટ્રેસ નથી કરી શકતા..

અયાંશી:- કેમ ?

ફિલિપ:- અયાંશસર દર અઠવાડિયે તેનો ફોન બદલી નાખે છે.. એટલે ફોનને IMEI નંબર ઉપરથી ટ્રેસ કરવો અશક્ય છે.. સર ફોન ક્યાંથી લે છે તે કઈ ખબર નથી હોતી.. અને તે ફોનની અંદર જે સીમ રહેલું છે તે પ્રાઈવેટ નંબર વાળું સીમ છે..

અયાંશી:- એટલે...

ફિલિપ:- તમને જે અયાંશસરે નંબર આપેલો છે તે નંબર તેમનો છે જ નહી.. અયાંશસરે તેની સેફટી માટે એક સીસ્ટમ તૈયાર કરી છે... જેમાં તેનો સાચો નંબર ક્યારે પણ કોઈ સુધી પહોચી નથી શકતો..

અયાંશી:- પણ હું અયાંશને ફોન કરૂ ત્યારે મારો ફોન તો લાગે છે. જો નંબર સાચો ના હોઇ તો ફોન જ કેવી રીતે લાગે.

ફિલિપ:- હું એ જ કવ છું કે સરે એવી સીસ્ટમ બનાવી છે કે જેમાં તમારા નંબરની સામે અયાંશસરે તમને જે નંબર આપ્યો છે તે નાખેલો છે. એટલે તમે જ્યારે તેમણે ફોન કરો સરે આપેલા નંબરમાં તો તે નંબર સીધો જ તમારો ફોન અયાંશસરના ઓરીજનલ નંબર સાથે જોડી દે છે.

અયાંશી:- મને કઈ પણ સમજમાં નથી આવી રહ્યું કે તું શું બોલે છે...

ફિલિપ:- સિમ્પલ ભાષામાં કવ ને તો અયાંશસરે તમને તેનો સાચો નંબર નથી આપ્યો.. તમને જે નંબર આપ્યો છે તે અયાંશસરે તેની સીસ્ટમમાં જનરેટ કરીને તમને આપ્યો છે... તમને જે નંબર આપ્યો છે તે નંબર સીધો જ તેના ઓરીજનલ નંબર સાથે જોડાયેલો છે... એમ સમજો કે તમે અયાંશસરને ઈન્ડિયાથી કોઈ પાર્સલ મોકલાવો છો બરાબર પણ એ પાર્સલ તમે કુરિયરના માધ્યમથી મોકલાવો છો તમે દેવા નથી આવતા ને... એવી જ રીતે તમને આપેલો નંબર એ ખાલી માધ્યમ છે તમારા નંબરને તેના ઓરિજનલ નંબર વચ્ચે જોડવાનું..

અયાંશી:- ઓહ... અયાંશી વિચારી રહી હતી કે એકદમ નોર્મલ દેખાતો આ છોકરો કેટકેટલાય રાજ છુપાવીને બેઠો છે..

ફિલિપ:- તમને જે નંબર આપેલો તે અલગ છે, અમને આપેલો તે નંબર અલગ છે.. સર ખાલી એક જ ફોન વાપરે છે તેની તો તમને પણ ખબર છે..

અયાંશી:- હા... અયાંશીને પણ ખબર હતી કે અયાંશ ખાલી એક જ ફોન વાપરે છે...

ફિલિપ:- હા તો સરે બધા માટે અલગ અલગ નંબર જનરેટ કર્યા છે.. અને આ બધા જ નંબરો અયાંશસરના મેઇન નંબર સાથે જોડાયેલા છે.... તમારી પાસે જે નંબર છે તમે તેને ટ્રેસ કરવાની ટ્રાય કરશોને તો તેનું લોકેશન તમે જ્યાં હશોને તે જ બતાવશે.. એટલે કે તે નંબરનું લોકેશન અને તમારું લોકેશન બંને એક જ સરખું... એ નંબરની છેલ્લા બધા જ લોકેશન જોશો એટલે તમે જે પણ જગ્યાએ ગયા હશો તે બધા જ લોકેશન દેખાશે.. એટલે એ નંબરમાં આપડું લોકેશન દેખાઈ છે સરનું નહી.

અયાંશી પાગલ થઈ રહી હતી.. તે ખુદ આઈ.ટી. એંજીનયર હતી પણ તેનું મગજ પણ આટલું નહોતું ચાલતું જેટલું અયાંશનું ચાલી રહ્યું હતું... તેને આવું પહેલીવાર સાંભળ્યુ હતું અને આવું પહેલી વાર જોઈ રહી હતી..

અયાંશી:- તો હવે ? હવે કેવી રીતે શોધીશું અયાંશને...

ફિલિપ:- અયાંશસરને શોધવા અશક્ય જેવુ છે.. જે માણસ તેના ફોનના નંબરને આટલો સિકયુર રાખી શકતો હોઇ તો તે તેની જાતને કેટલી સિકયુર રાખી શકે તમે જ વિચારો… અહિયાંની પોલીસ પણ હજી સુધી તેને શોધી નથી શકી..

અયાંશી:- શું પોલીસ ?

ફિલિપ:- હા..

અયાંશી:- પોલીસમાં કમપ્લેંઇન કરી છે ?

ફિલિપ:- હા અયાંશી.. સરને ગાયબ થયાના ૪ દિવસમાં કરી દીધી હતી... કેમ કે પહેલી વાર એવું બન્યું હતું કે સરનો ફોન ૪ દિવસ સુધી કોઈના ઉપર ના આવ્યો હોઈ... આના પહેલા એવું ક્યારે પણ નહોતું બન્યું કે સરે ૪ દિવસ સુધી કંપની કોઈપણ કર્મચારીનો સંપર્ક ના કર્યો હોઈ. એટલે અમે ફરિયાદ કરી જ દીધી હતી

અયાંશી:- તો તમે મને કહી રહ્યા હતા ને કે અયાંશનો ફોન પેલા પણ ૧ મહિના માટે બંધ આવેલો

ફિલિપ:- એ એટલા માટે કે તમે વધારે ટેન્શનમાં ના રહો... તમે વિચારો સ્પેનની પોલીસ ૪૫ દિવસથી એ માણસને શોધી રહી છે પણ એ માણસ હજી સુધી તેમની નજરમાં નથી આવ્યો...

અયાંશી:- હમમ.. અયાંશી વિચારતી હતી કે તેને અયાંશને પૂરે પૂરો ઓળખી લીધો છે પણ ફિલિપની વાતો સાંભળ્યા પછી એવું લાગી રહ્યું હતું કે તે હજી અયાંશને સંપૂર્ણ પણે ઓળખી જ નથી શકી.. તેને અભિમાન હતું એ વાતનું કે તે કોઈ પણ માણસને બોવ જલ્દી જ ઓળખી જાઈ છે પણ આજે લાઈફમાં પહેલીવાર તેનું અભિમાન તૂટી ગયું હતું...

ફિલિપે ગાડીને એરપોર્ટની બહાર લાવીને ઊભી રાખી..

ફિલિપ:- અયાંશી.. એક પાર્સલ છે જે ઈટાલી મોકલવાનું છે તો હું મારો એક ફ્રેન્ડ છે તેને આપીને આવું છું ૫ મિનિટમાં..

અયાંશી:- ઓકે...

અયાંશી કારની બહાર આવીને ઊભી રહી ને એરપોર્ટની બહારનો નજારો જોઈ રહી હતી.. એમ્બ્યુલન્સ પડી હતી.. ઘણા લોકો એરપોર્ટની બહાર આવી રહ્યા હતા. બહાર આવતા લોકોના ચહેરા ઉપર સ્માઇલ જોઈ રહી હતી.. એવું લાગી રહ્યું હતું કે જાણે એમાથી કેટલાય લોકો તેના ફેમિલીને વર્ષો બાદ મળી રહ્યા હતા તો બીજી બાજુ ઘણા લોકો અંદર પણ જઈ રહ્યા હતા જેમાના ઘણા લોકોના ચહેરા ઉદાસ હતા કેમ કે તે અહી કઈક છોડીને જઈ રહ્યા હતા તો થોડાકના ચહેરા ઉપર સ્માઇલ હતું અંદર જતાં જતાં જાણે તે લોકો અહિયાંથી નવી ઉર્જા લઈને જઈ રહ્યા હતા.. પોતાનું શહેર અને દેશ છોડવાથી ઘણા લોકોની આંખોમાં આંસુ હતા તો પોતાના શહેર ને દેશમાં પાછા ફરવા બદલ ઘણા લોકોની આંખોમાં ખુશી હતી... અયાંશી બસ ત્યાં ઊભા ઊભા બધાની આંખો જોઈ રહી હતી...

અયાંશી લોકોની આંખો જોવામાં વ્યસ્ત હતી ત્યાં જ તેની નજર એક આખોને જોઈને પહોળી થાઈ છે.. અયાંશીનું હ્રદય જાણે ધડકાવાનું ભૂલી જાઈ છે. તેનું મન તેને કહેવા લાગે છે કે તેને જે આંખોને હમણાં જોઈ છે તે આંખો સાથે જાણે તેને જન્મો જનમની પ્રીત છે.. અયાંશીએ બરાબર જોયું તો વ્હીલચેર ઉપર એક માણસ એરપોર્ટના ગેટથી બહાર આવી રહ્યો હતો.. તેના આખા શરીર ઉપર પાટાઓ લગાવેલા હતા.. ખાલી તેની આંખો જ ખુલ્લી હતી.. બાકીનું આંખું શરીર પાટાથી કવર હતું.. એવું લાગી રહ્યું હતું કે જાણે એ માણસના આખાય શરીર ઉપર વાગેલું છે અને તે ખુબ જ ખરાબ રીતે ઘાયલ થયેલો છે..

અયાંશી ભાગીને એમ્બ્યુલન્સ પાસે ગઈ અને ડોક્ટરને પૂછ્યું કે આ માણસ કોણ છે અને શું થયું છે ?

ડોક્ટરે અયાંશીને જવાબ આપ્યો કે આ માણસ એરીક સિમોન છે... આટલું કહીને ડોક્ટર એમ્બ્યુલન્સમાં બેસીને દરવાજો બંધ કર્યો ને એમ્યુલન્સ ત્યાથી નીકળી ગઈ

આ બાજુ અયાંશીએ એરીક સિમોન નામ સાભાળતા જ જાણે તેના પગ નીચેથી જમીન ખસી ગઈ, તેને એવું લાગી રહ્યું હતું કે તે ખુબ જ ખરાબ સપનું જોઈ રહી છે... અયાંશી બેહોશ થઈને પડી રહી હતી અને પાછળથી આવીને ફિલિપે તેને પકડી હતી.. ફિલિપને જોઈને અયાંશી કઈક બોલવાની કોશીશ કરી રહી હતી પણ અત્યારે તે એટલી ડરી ગઈ હતી કે તેની આંખો ગભરાઈને ધીમે ધીમે બંધ થવા લાગી હતી.. અયાંશીને બસ ફિલિપ પકડીને બેસાડી રહ્યો હતો સરખી રીતે એ દેખાઈ રહ્યું હતું ને પછી તેની આંખો બંધ થઈ ગઈ..................

---------------------------------------

(17)

અયાંશી લગભગ ૧ કલાક પછી ભાનમાં આવી અને તેને આંખો ખોલીને જોયું તો તે અત્યારે કોઈ હોસ્પિટલના રૂમમાં હતી... તેને ઊભા થવાની કોશિશ કરી રહી હતી તો ત્યાં હજાર રહેલી નર્સએ અયાંશીને બેડમાં સૂઈ રહેવા માટે કીધું....

અયાંશી નર્સની વાત માની પાછી બેડમાં સૂઈ ગઈ અને નર્સને પૂછ્યું

અયાંશી :- મને અહિયાં કોણ લઈને આવ્યું છે ?

નર્સ:- એક માણસ તમને લઈને અહિયાં આવ્યો છે અને તે અહી બહાર જ બેઠા છે.

અયાંશી:- શું તમે તેમણે અંદર બોલાવી આપશો..

નર્સ:- હા...

નર્સ બહાર બેઠેલા માણસને અંદર મોકલે છે અયાંશી જુવે છે તો તે માણસ ફિલિપ જ હોઇ છે.. ફિલિપને જોઈને અયાંશીને રાહત થાઈ છે..

ફિલિપ:- શું થઈ ગયું હતું ? અચાનક બેહોશ કેમ થઈ ગયા હતા ?

અયાંશી:- મે અયાંશને જોયો

ફિલિપ:- ક્યાં ? ક્યારે ?

અયાંશી:- તું જ્યારે પાર્સલ દેવા માટે અંદર ગયો.......... અયાંશીએ જે પણ એરપોર્ટ ઉપર બન્યું તે બધુ જ ફિલિપને કહ્યું... આ સાંભળીને ફિલિપ પણ એકદમ શોક થઈ ગયો હતો..

અયાંશી:- તું એક કામ કરી શકે ?

ફિલિપ:- હા બોલો..

અયાંશી:- તે એમ્બ્યુલન્સ અયાંશને ક્યાં લઈને ગઈ છે તેની તપાસ કરીશ..

ફિલિપ:- હા.. બસ ૧૦ જ મિનિટ..

અયાંશી:- ઓકે..

ફિલિપ ૧૦ મિનિટની અંદર આવે છે અને અયાંશીને કહે છે..

ફિલિપ:- મને ખબર પડી ગઈ છે કે અયાંશસરને કઈ હોસ્પિટલમાં લઈને ગયા છે..

અયાંશી:- તો ચાલ રાહ શેની જુવે છે ?

ફિલિપ:- પણ તમને આરામની જરૂર છે…

અયાંશી:- ફિલિપ તું તો મને સમજ... મારે અયાંશને જોવો છે યાર.. પ્લીઝ

ફિલિપ:- સારૂ...

ફિલિપ અને અયાંશી પછી હોસ્પિટલમાં બધી ડીસ્ચાર્જ થવા માટેની ફોર્માલિટી પૂરી કરીને ત્યાથી નીકળે છે... ફિલિપ અને અયાંશી કારમાં હોઇ છે અને ફિલિપ કારણે અયાંશને જ્યાં લઈ ગયા હોઇ છે તે હોસ્પિટલ તરફ લે છે..

બંને હોસ્પિટલ પહોચીને અયાંશને શોધવા લાગે છે... રીસેપ્શન પર પૂછ્યું તો ત્યાં રહેલી રીસેપ્સનીસે કહ્યું કે એરિક સિમોનને ઓપરેશન થિએટરમાં લઈને ગયા છે..

અયાંશી અને ફિલિપ બંનેના ચહેરા ઉપર ટેન્શન જોઈ શકાતું હતું.. બંનેને અયાંશની ચિંતા થઈ રહી હતી બંને ભાગીને ઓપરેશન થિએટરની બહાર જઈને ઊભા રહે છે... બંને ત્યાં બહાર રાખેલા સોફા ઉપર બેઠા હોઇ છે અને ડોક્ટર ઓપરેશન પૂરું કરીને બહાર આવે તેની રાહ જોઈ રહ્યા હોય છે..

લગભગ ૩ કલાક પછી ડોક્ટર બહાર આવે છે.. ડોક્ટરને જોઈને અયાંશી અને ફિલિપ બંને તેની પાસે જઈને અયાંશ વિષે પૂછે છે... ડોક્ટર અયાંશી અને ફિલિપને ઈશારો કરી તેમની પાછળ આવાવા કહે છે.. અયાંશી અને ફિલિપ બંને ડોક્ટરની પાછળ પાછળ જાઈ છે અને ડોકટર તે બંનેને તેની ઓફિસમાં લઈને આવે છે..

ડોક્ટર:- હેલ્લો મારુ નામ નિક છે.. તમે બંને એરિકના દોસ્ત છો ?

ફિલિપ:- સર આ એરિકના ગર્લફ્રેન્ડ છે... અયાંશી તરફ ઈશારો કરતાં ફિલિપ બોલે છે અને હું તેમની ઓફિસમાં કામ કરું છું..

નિક:- ઓકે.

અયાંશી:- ડોક્ટર. તમે કઈ શકસો કે એરિકને શું થયું છે ?

નિકે અયાંશના બધા જ રીપોર્ટ ટેબલ ઉપર મૂક્યા અને એક પછી એક રીપોર્ટ લઈને બતાવવા લાગ્યો..

નિક:- છેલ્લા ૪૫ દિવસમાં એરિકના શરીર ઉપર થયેલું આ ૮ મુ મોટું ઓપરેશન છે. તેના બંને હાથ અને બંને પગમાં લોખંડના રોડ નાખ્યા છે... આજે તેના પીઠના મણકાનું ઓપરેશન હતું.. હજી આવા બીજા ૩ ઓપરેશન કરવાના છે...

અયાંશી આ સાંભળીને રડવા લાગે છે.....

નિક:- એરિક લગભગ ૭૦ ફૂટ ઉપરથી નીચે પડ્યા હતા... એ તો સારૂ થયું કે નીચે ઝાડવાઑ હોવાથી તેનો જીવ ના ગયો પણ તેનું આખું શરીર ભાગી ગયું છે... જેમ તમને કીધું તેમ તેના બંને હાથ પગ, પીઠની કરોડ રજ્જુ તેમજ તેની પાસળીઓમાં પણ વાગેલું છે. એરિકનો આખો ચહેરો વાગ્યાના નિશાનોથી ભરાઈ ગયો છે.. આખા ચહેરા ઉપર ટાંકા લીધેલાના નિશાન, વાગેલાના નિશાન પડી ગયા છે.. આવી જ હાલત તેના પીઠના ભાગની થઈ છે...

આખું શરીર જાણે ટુકટાડોમાં વહેંચાઈ ગયું હોય એવું લાગી રહ્યું હતું..

અયાંશી:- ડોક્ટર, એરિક કેવી રીતે પડ્યા ?

નિક:- જે માણસ એરિકને હોસ્પિટલ લઈને આવેલો TROMSO, નૉર્વેમાં... તેને જણાવ્યુ હતું કે STORSTEINEN પર્વત ઉપરથી કેબલ કાર દ્રારા નીચે આવી રહ્યા હતા તો કેબલ કારમાંથી નીચે પડ્યા...

એરિકનો ઈલાજ અત્યાર સુધી TROMSO શહેરમાં જ ચાલુ હતો અને અમને લોકોને પણ નહોતી ખબર કે આ માણસ એરિક સિમોન છે.. અમને તો એમજ હતું કે જે માણસ એરિકને લઈને આવ્યા છે તેમના કોઈ રીલેટીવ્સ હશે.. કેમ કે તે માણસ આખો દિવસ હોસ્પિટલમાં જ રહેતો એટલે..

પણ...

અયાંશી:- પણ શું ?

નિક:- ૪ દિવસ પહેલા જ જ્યારે એરિક હોશમાં આવ્યા ત્યારે....

અયાંશી:- ૪ દિવસ પહેલા જ એટલે? અયાંશીએ નિકની વાત વચ્ચેથી અટકાવતાં પૂછ્યું..

નિક:- હા તે જ્યારથી એડમિત હતા ત્યારથી કોમાંમાં હતા બસ ૪ દિવસ પહેલા જ તે હોશમાં આવ્યા.. ત્યારે તેને તેનું સાચું નામ જણાવ્યુ.. તેમણે વધારે સારવાર માટે પછી આજે મેડ્રિડ લઈને આવ્યા..

આ બધુ સાંભળીને અયાંશીને તેના આંસુ ઉપર કાબૂ ના રહ્યો. અયાંશી રડી રહી ફિલિપ અને નિક બંને અયાંશીને સમજાવી રહ્યા હતા...

નિક:- હજી એક વાત..

અયાંશી:- હા બોલો... અયાંશી તેના આંસુ લૂછતા લૂછતા બોલી

નિક:- એરિકના માથાના ભાગમાં પણ ખુબજ વાગેલું છે અને તેના લીધે તેના મગજના થોડાક સેલ ખરાબ થયા છે... એટલે કદાચ એવું પણ બની શકે છે કે અયાંશ છેલ્લા ૧ મહિનાથી લઈને ૨ વર્ષ સુધીનું બધુ જ ભૂલી પણ ગયો હોઇ ?

અયાંશી અને ફિલિપ બંને એક સાથે :- શું ?

નિક:- હા.. આ દરમ્યાન એરિકે શું કર્યું ? કોને મળ્યો થી લઈને કઈ પણ યાદ નહી હોઈ.. હવે એરિક કેટલું ભૂલ્યા છે કે નહી તે બસ ભગવાનને જ ખબર... તમે લોકો ભગવાનને પ્રાથના કરો કે એરિક કશું ના ભૂલ્યા હોઈ.....

અયાંશી:- શું અમે એરિકને મળી શકીશું ?

નિક:- હા... હોશમાં આવશે ત્યારે જરૂર મળી શકશો.

અયાંશી:- થેન્ક્સ....

અયાંશી અને ફિલિપ બંને નિકની ઓફિસમાંથી બહાર આવે છે... વળી પાછા બંને ઓપરેશન થિએટરની બહાર જઈને બેસી જાઈ છે.. અયાંશી અને ફિલિપ બંને ચૂપ હોય છે બંનેને અયાંશનું ટેન્શન હોય છે...

અયાંશી અને ફિલિપ બંને તેમના વિચારોમાં ખોવાયેલા હોય છે... બંને પોતપોતાના ભગવાન પાસે અયાંશને સારા થવાની દુઆ માંગી રહ્યા હતા... બંને રાત્રે ત્યાં સોફા ઉપર જ સૂઈ ગયેલા....

સવારે નિક બંનેને જગાડે છે અને કહે છે કે એરિક હોશમાં આવી ગયા છે તમારે મળવું હોઇ તો મળી શકો છો...

આ સાભાળી અયાંશી અને ફિલિપ તરત ઊભા થઈ જાઈ છે.. બંનેના ચહેરા ઉપર એક સ્માઇલ આવી જાઈ છે... અયાંશીની આંખોતો જાણે વર્ષોથી તરસી રહી હતી અયાંશને જોવા માટે.. અયાંશી ભાગીને અંદર જાઈ છે તેની પાછળ પાછળ ફિલિપ પણ જાઈ છે...

અંદર જતાંની સાથે જ અયાંશીના ચહેરા ઉપરની ખુશી જાણે ગાયબ થઈ જાઈ છે.. તેની આંખોમાં પ્રેમની જગ્યાએ ડર દેખાઈ રહ્યો હતો... ૨ મહિના પહેલા અયાંશનો ચહેરો કોઈ રાજકુમાર જેવો લાગતો હતો અને અયાંશી અત્યારે તેની સામે જે અયાંશનો ચહેરો જોઈ રહી હતી તે કોઈ ખરાબ સપના કરતાં પણ વધારે ભયાનક હતો..

અયાંશના આખાય ચહેરા ઉપર ભયાનક નિશાનો હતા..બંને ગાલ ઉપર ટાંકા લીધેલાના નિશાન. કપાળ ઉપર હજી પણ એક ઘાવ દેખાઈ રહ્યો હતો... જમણી આંખની નીચે એક મોટો લીટો પડેલો હતો જો.. જો એ લીટો ખાલી ૨ થી ૩ સે.મી. વધારે લાંબો હોત તો અયાંશની એક આંખ રહી ના હોત.. બંને હાથ અને પગ ઉપર ઓપરેશન કર્યાના નિશાનો હતા...

અયાંશીની પાછળ પાછળ આવેલા ફિલિપ પણ અયાંશનું આ રૂપ જોઈને ડરી ગયો... અયાંશનું ધ્યાન ફિલિપ ઉપર પડ્યું....

અયાંશ:- હેલ્લો ફિલિપ..

ફિલિપ:- હેલ્લો સર...

અયાંશે અયાંશીની જગ્યાએ ફિલિપને હેલ્લો કહ્યું આ વાત અયાંશી અને ફિલિપ બંન્નેને નવાઈ લાગી રહી હતી..

અયાંશ:- ફિલિપ આ છોકરી કોણ છે ?

અયાંશના મોઢેથી આ લાઇન સાંભળતા જ જાણે અયાંશીને તેનો આત્મા તેનું શરીર છોડીને જતો રહ્યો હોય એવી લાગી રહ્યું હતુ... અયાંશીને એવો અહેસાસ થતો હતો કે જાણે તેનું શરીર તો છે પણ તેના દિલે ધડકાવાનું બંધ કરી દીધું છે... અયાંશીએ સપનામાં પણ નહોતું વિચાર્યું એ બધુ જ અહિયાં થઈ રહ્યું હતું....

અયાંશના મોઢે આ વાત પણ સાંભળીને ફિલિપ પણ વિચારવા લાગ્યો હતો.. તેને સમજાઈ રહ્યું હતું કે ગઈ કાલે જે ડોક્ટરે વાત કરી તે વાત સાચી સાબીત થઈ રહી હતી… સર તેમના ભૂતકાળ વિષે ભૂલી ગયા હતા... ફિલિપને એ વાત નહોતી સમજાઈ રહી કે સર છેલ્લા કેટલા સમયનું ભૂલ્યા છે... ફિલિપ આ વિચાર કરી રહ્યો હતો ત્યાં જ અયાંશ પાછો બોલ્યો...

અયાંશ:- ફિલિપ...

અયાંશનો અવાજ સાંભળીને ફિલિપ વિચારોમાંથી બહાર આવ્યો...

ફિલિપ:- હા સર...

અયાંશ:- મે તને કઈ ક પૂછ્યું ? આ છોકરી કોણ છે ?

ફિલિપ:- સર તમારી પી.એ છે.

અયાંશ:- પણ મે તો કોઈને પી.એ બનાવી જ નથી...

આનો જવાબ હવે ફિલિપ પાસે પણ નહોતો..... અયાંશી તો હજી એક ઊંડા શોકમાં જ હતી... બંનેમાંથી કોઈ પાસે જવાબ ના હતો.... અયાંશ વધારે કઈ પૂછે તે પહેલા જ ડોક્ટર અંદર આવે છે.... નિક અંદર આવીને અયાંશી અને ફિલિપને બહાર જવાનું કહે છે... બંને બહાર જઇ રહ્યા હતા ત્યાં જ અયાંશ બોલ્યો..

અયાંશ:- ફિલિપ સાંભળ..

ફિલિપ:- હા સર...

અયાંશ:- હું પેલા ફંક્શનમાં ગયો હતો ને. સ્પેનના યંગેસ્ટ બિલિઓનેર વાળા...

ફિલિપ:- હા સર ગયા હતા...

અયાંશ:- ફિલિપ મને પણ ખબર છે હું ગયો હતો.. હું એમ કવ છું કે મને તે ફંક્શનના બીજા દિવસના બધા જ ન્યૂઝ પેપર જોઈએ છે... ખબર નહી કેમ એ રાત પછીનું મને કઈ યાદ કેમ નથી આવતું..

ફિલિપ:- ઓકે સર....

ફિલિપ આટલું બોલીને બહાર નીકળતો હોઈ છે અને તેની પાછળ અયાંશી પણ બહાર નીકળતી હોઈ છે.. અયાંશી પાછળ વાળીને બસ અયાંશની સામે જ જોઈ રહી હોઈ છે... ઓપરેશન થીએટરનો દરવાજો ધીમે ધીમે બંધ થઈ રહ્યો હતો અને અયાંશીની આંખો તો બસ અયાંશને જ જોઈ રહી હતી..

બહાર આવતાની સાથે જ અયાંશી ફ્લોર ઉપર ફસડાઈ પડે છે.... રડવા લાગે છે જાણે એક જ પળમાં તેની જીંદગી જાણે અસ્ત વ્યસ્ત થઈ ગઈ હતી.. ફિલિપ પણ તેની બાજુમાં બેસીને તેને સમજાવાનો પ્રયત્ન કરે છે પણ અયાંશીને અત્યારે કોઈ વાત સમજમાં નહોતી આવી રહી...

નિક બહાર આવ્યો અને તેને અયાંશી અને ફિલિપને તેની ઓફિસમાં બોલાવ્યા...

નિક:- સારૂ થયું તમે બંને આજે અહી આવ્યા...

અયાંશી:- કેમ... અયાંશી આંસુઓથી ભીની આંખો સાથે જ નિકને સવાલ પૂછે છે..

નિક:- એરિક જ્યારથી હોશમાં આવ્યા છે ત્યારથી એક શબ્દ પણ બોલ્યા નહોતા.. એટલે અમને લોકોને ડર લાગી રહ્યો હતો કે એરિકનો અવાજતો નથી જતો રહ્યો.. પણ આજે એ બોલ્યા એટલે એટલી ખબર તો પડી કે એરિકનો અવાજ સહી સલામત છે..

ફિલિપ:- પણ ડોક્ટર.. સરની હાલત જોતાં તો એવું લાગે છે તે બોવ જ ખરાબ રીતે ઘાયલ થયા છે..

નિક:- હા.. જ્યારે તેને હોસ્પિટલમાં લાવ્યા ત્યારે અમને એમજ થયેલું આ માણસ બસ થોડી જ ક્ષણોનો મહેમાન છે. કેમ કે આટલી બધી ઇજાઓ થઈ હોવા છતાં પણ કોઈ માણસ જીવતો રહી શક્યો છે તે મે મારી લાઈફના ૨૩ વર્ષમાં પહેલીવાર જોયું છે..

નિક:- એવું લાગી રહ્યું હતું કે એ માણસ મોતની સામે લડી રહ્યો હતો જીવવા માટે.... છેલ્લા ૪ દિવસથી એ માણસ હોશમાં આવ્યો છે પણ મે એ માણસના મોઢામાંથી એક વાર પણ નથી સાંભળ્યુ કે મને દુખાવો થાઈ છે.... કેમ કે અત્યારે તેની કન્ડિશન છે તેમાં તમારા શરીર ઉપર એક સાથે ૧૦ ગોળીઓ વાગી હોઈને એટલો દુખાવો થાઈ... પણ તો પણ મે એરિકના મોઢે નથી સાંભળ્યુ કે મને દુખાવો થાઈ છે...

એરિકના જગ્યા ઉપર બીજો કોઈ દર્દી હોતને તો આટલો દુખાવો સહન પણ ના કરી શક્યો હોત.. અમે એરિકને પેઇન કીલરની દવાઓ આપીએ તો પણ એ અમને ના પાડે કે પેઇન કીલર ના આપતા.... અમે પૂછીએ કે કેમ ના આપીએ ? આ દવાથી તમારો દુખાવો ઓછો થઈ જશે ત્યારે તે કહેતા કે ડોક્ટર હું દુખાવો સહન કરી લઇશ બસ મને આ દવાના આપો.... દુખાવો ગમે તેટલો થસે હું સહન કરી લઇશ બસ મારા આ શરીરને દવાઓની ટેવ નથી પાડવી.. જે દવાઓ જરૂરી છે તે આપો પણ ઊંઘ લાવવા માટેની. પેઇન કીલરની એ બધી દવાઓ મને ના આપો એ જ સારૂ..

નિક:- મે મારી લાઈફમાં આટલો બહાદૂર માણસ પહેલીવાર જોયો છે.... અને હવે તમને પણ ખબર પડી ગઈ હશે કે એરિક તેની લાઈફનો થોડો હિસ્સો ભૂલી ગયા છે..

ફિલિપ:- સર એ જ હિસ્સો ભૂલ્યા છે જે તેના જીવનનો સૌથી સારો ભાગ હતો...

ફિલિપ અયાંશી સામે જોઈને બોલે છે...

નિક:- એરિક કહેતા હતા તે ફંક્શન ક્યારે હતુ?

ફિલિપ:- લાસ્ટ નહી અને તેની પહેલાની ક્રિષ્મસમાં...

નિક:- ઓહ એટલે એરિક તેના જીવનના લગભગ ૧૪ મહિના ભૂલી ગયા છે..

અયાંશી:- ડોક્ટર એરિકને એ દિવસો પાછા યાદ આવશે ?

નિક:- કદાચ આવી પણ શકે અને કદાચ ના પણ આવી શકે…

અયાંશી નિકની વાત સાંભળીને એકદમ રડમસ થઈ ગઈ હતી તેને બસ તેના આંસુને કાબુમાં રાખ્યા હતા...

અયાંશી:- કોઈ રસ્તો છે એરિકને એ બધી યાદો પાછી યાદ કરાવવાનો ?

નિક:- જો એરિકને એ બધી જ યાદોમાંથી એવી અમુક ખાસ યાદોને યાદ અપાવશો તો કદાચ આવી પણ શકે... આ કરવામાં સૌથી મોટું રિસ્ક એ છે કે જો તેના મગજના સેલ ઉપર વધારે ભાર આવશે તો એરિક તેની યાદશક્તિ કાયમ માટે ખોઈ બેસસે...

અયાંશી અને ફિલિપ બંને સાંભળી રહ્યા હતા..

નિક:- એરિકને સંપૂર્ણ સારો થતાં હજી કદાચ ૮ થી ૧૦ મહિના જેટલો સમય લાગશે.... હું ગેરેંટી પણ નથી આપી શકતો કે એરિક પહેલાની જેમ ચાલી શકશે કે દોડી શકશે અથવા તેના બંને હાથો વડે કામ પણ કરી શકસે... બસ તમે બધા પ્રાથના કરો કે એરિક સંપૂર્ણ સારો થઈ જાઈ અને તે જેટલું પણ ભૂલ્યો છે તે બધુ જ યાદ આવી જાઈ...

અયાંશી અને ફિલિપ નિકની ઓફિસમાંથી બહાર જઇ રહ્યા હતા ત્યાં જ નિક બોલ્યા..

નિક:- અને હા સાંભળો બંને...

અયાંશી:- હા ડોક્ટર..

નિક:- જ્યાં સુધી એરિક સંપૂર્ણ સારા ના થઈ જાઈ ત્યાં સુધી તેને યાદ કરાવવાની ટ્રાય કરવી નહી, હમણાં એમજ રાખવું કે બધુ નોર્મલ છે આપણે એરિકને ધીમે ધીમે બધુ જાણ કરીશું સમજ્યા...

અયાંશી અને ફિલિપ બંને એક સાથે :- હા ડોક્ટર...

અયાંશી બહાર આવીને સૌથી પહેલા તેના ડેડને ફોન કરીને બધી વાત કરે છે... તેના ડેડ પણ અયાંશીની વાત સાંભળીને ડરી જાઈ છે તેને અત્યારે અયાંશની જગ્યાએ અયાંશીની ચિંતા થવા લાગે છે..

નીરજભાઈ:- બેટા હું આવું ત્યાં ?

અયાંશી:- ના ડેડ...

નીરજભાઈ:- પણ અત્યારે તારે મારી જરૂર છે, તું ટેન્શન ના લેતી બધુ બરાબર થઈ જશે..

અયાંશી:- ના ડેડ હું બરાબર જ છું.. બસ હવે અયાંશ જલ્દી સારો થઈ જવો જોઈએ. ડેડ અયાંશને કઈ પણ યાદ ના આવે તો પણ ચાલશે પણ બસ તે પહેલા જેવો એકદમ મસ્ત થઈ જવો જોઈએ…

નીરજભાઈ:- એવું કેમ બોલે છે ? અયાંશને બધુ યાદ આવી જશે....

અયાંશી:- હા ડેડ.. પણ ના યાદ આવ્યું તો પણ મને ચાલશે... હું તેની યાદોના સહારે જીવી લઇશ... પણ બસ અયાંશ સારો થવો જોઈએ...

નીરજભાઈ અને અયાંશી વાતો કરી રહ્યા હતા જ્યારે બીજી બાજુ ફિલિપ અયાંશે માંગેલા ન્યૂઝ પેપર ભેગા કરવામાં લાગ્યો હતો..

ધીમે ધીમે દિવસો વહી રહ્યા હતા... અયાંશના શરીર ઉપર એક પછી એક ઓપરેશન થઈ રહ્યા હતા.. અયાંશી જ્યારે પણ અયાંશને મળવા માટે પહોચતી ત્યારે અયાંશ એવી રીતે જ વર્તન કરતો કે જાણે તેને કોઈ પરવાહ જ નથી કે અયાંશી તેની આજુબાજુ છે..

આ જોઈને અયાંશીને ઘણી વખત બોવ જ ગુસ્સો આવતો અને વળી ક્યારેક અયાંશ ઉપર બોવ બધો પ્રેમ પણ... પ્રેમ એટલા માટે કે અયાંશનું ધ્યાન બીજા છોકરાની જેમ જલ્દી કોઈ છોકરી ઉપર આવી જાઈ એમ નહોતું...

અયાંશી રોજ રાત્રે હોટેલના તેના રૂમના બેડમાં પડી પડી તેના અને અયાંશના ફોટાઓ જોતી અને એ બધી જ યાદોને યાદ કરતી...

કોણ કહી શકે છે કે, મારા જીવનમા મારે કોઇ પણ કમી (અછત) હતી,

સરોવર હતા, મૃગજળ હતા, ને એક વાદળી હતી, પણ એક તરસ હતી જે અધૂરી રહી.

એક કિનારે તું હતી અને બીજા કિનારે હું અને આપણી વચ્ચે એક ધસમસતી નદી હતી.

તારે તરવી હતી અને મારે પણ તરવી હતી, બસ સાથે તરવા એક ઇશારાની કમી હતી.

સાગર શાંત હતો અને મારી કસ્તી પણ કિનારાથી બહુ દૂર ન હતી,

તું પણ કિનારા પાસે જ હતી બસ આ દરિયાના ભમળોની કેવી ભુલભૂલામણી હતી.

તારે જવું ના હતુ અને હું તને રોકીશ તેવી તને એક છુપી આશા તને પણ હતી,

પાડવો હતો મારે પણ સાદ બસ ત્યારે જ કદાચ શબ્દોની અજબની હડતાલ હતી.

તુ પાસ ન હતી, પણ આસપાસ હતી, તારી યાદોની વણજાર પણ હતી.

જાણે કાચથી મઢેલા મારા ખાલી ઘરમાં માત્ર તારી એક તસવીર હતી.

હારવાથી મને વાંધો નહોતો કેમ કે જીતવાની મને આદત પણ ન હતી,

વસંતને મારે જીતવી નહોતી અને પાનખરને ન જવાની જીદ હતી.

તારા ગયા પછી જીવનમાં મારી પાસે બે જ તો મારી સારી દોસ્ત હતી,

એક તારી યાદ હતી અને બીજી આ હવા જે રોજ તારો અણસાર લાવતી હતી.

---------------------------------------

(18)

જેમ જેમ દિવસો પસાર થઈ રહ્યા હતા તેમ તેમ અયાંશ ઉપર વધારે ઓપરેશન થઈ રહ્યા હતા, અયાંશી આ બધુ જોઈ શકતી નહોતી, અયાંશ ભલે પેઇન કીલર લેવાની ના પાડતો હોઇ એમ કહીને કે તે સહન કરી લેશે બધુ પેઇન પણ અયાંશી જોઈ શકતી હતી અયાંશની હાલત. તેની આંખોમાં પેઇન જોવા મળતું હતું, તેનો ચહેરો સાવ ખરાબ થઈ ગયો હતો,

લગભગ ૯ મહિના જેટલો સમય થઈ ગયો હતો અયાંશના શરીર ઉપર ૧૪ જેટલા ઓપરેશન થયા હતા. એમ કહી શકો કે અયાંશના આખાય શરીરના બધા જ ભાગોને ફરીવાર લગાવવામાં આવ્યા હતા... અયાંશ જેટલો પણ ટાઈમ હોસ્પિટલમાં હતો તેટલો ટાઈમ અયાંશી અને ફિલિપ બંને તેની સાથે જ રહેતા.. અયાંશી અને અયાંશ હવે થોડા સારા દોસ્ત બની ચૂક્યા હતા...

અયાંશના ચહેરા ઉપર પ્લાસ્ટીક સર્જરી કરીને તેનો ચહેરો વળી પાછો પહેલા જેવો કરી નાખ્યો હતો.. અયાંશે ઘરે જવાને બદલે હોસ્પિટલમાં જ રહેવાનુ નક્કી કર્યું.. અયાંશ ઘરે એકલો રહેતો એટ્લે ત્યાં તેનું ધ્યાન રાખી શકે એવું કોઈ નહોતું..

અયાંશ એક રાતે વિચારતો હતો સૂતા સૂતા... કે જ્યારે તે હોશમાં આવ્યો ત્યારે તેને એટલું પેઇન થતું હતું જાણે તેના આખાય શરીર ઉપર એક સાથે ગરમ તેલ રેડવામાં આવ્યું હોય.. અયાંશ તેના બંને હાથ અને પગને હલાવી પણ નહોતો શકતો, હાથ અને પગતો છોડો અયાંશનું ગળાથી નીચેનો ભાગ સાવ હલતો જ ન હતો... અયાંશના નાકમાં શ્વાસ લેવા માટે નળીઓ નાખેલી હતી, મોઢામાંથી નળીઓ નાખેલી હતી, તેના બંને હાથમાં કેટલીય સોઇ લગાવેલી હતી, બોટલો ચડી રહી હતી...

અયાંશને એવું લાગી રહ્યું હતું કે તે જાણે નર્કમાં આવી ગયો છે.... ખાલી આસપાસ શું થઈ રહ્યું હતું તે જોઈ શકતો હતો, હોશમાં આવ્યો અને તેને મેડ્રિડ શિફ્ટ કરવાના સમયે મોઢાની નળીઓ કાઢી નાખેલી એટલે અયાંશ બોલી શકતો...

જેમ જેમ અયાંશના શરીર ઉપર બધા ઓપરેશન થતાં ગયા તેમ તેમ તેનું બોડી ધીમે ધીમે રીકવર થવા લાગ્યું, પણ પેઇન ખૂબ જ થતું, ક્યારેક તો અયાંશને એવું થતું કે જોર જોરથી બૂમો પાડી રડવા લાગે કેમ કે જ્યાં ઓપરેશન કર્યું હોઇ ત્યાં દુખાવો થઈ રહ્યો હોઇ.. અયાંશને ઘણીવાર મન થતું કે આના કરતાં મરી જવું સારૂ પણ પછી તેને તેનું સપનું યાદ આવતું દુનિયા ફરવાનું અને આ યાદ આવવાની સાથે જ તેનામાં એક નવો જોશ ઉમેરાતો..

૯ મહિના થઈ ગયા હતા અયાંશનું શરીર એકદમ સુકાઈ ગયું હતું, તેના શરીરમાં થોડી પણ શક્તિ બચી નહોતી કેમ કે આ ૯ મહીના દરમ્યાન અયાંશ બેડ ઉપરથી ઊભો થયો જ ના હતો... ૯ મહિના પછી ટ્રેનરની મદદથી અયાંશને બેડ ઉપરથી પહેલીવાર નીચે ઉતાર્યો.. પહેલીવાર જ્યારે અયાંશે જમીન ઉપર પગ મૂક્યા ત્યારે તેને એટલો દુખાવો થયો કે તે વળી પાછો બેડ ઉપર પડ્યો.. અયાંશ બેડ ઉપર બેસી પણ નહોતો શકતો.....

લગભગ બીજા ૬ મહિનાની મહેનત પછી અયાંશ એકદમ ઓકે થઈ ગયો હતો... અયાંશને હોસ્પિટલથી રજા આપવામાં આવી અને જ્યારે તે ઘરે ગયો તો અયાંશનું આખું ઘર રોશનીથી જગમગી રહ્યું હતું.. ઘરના દરવાજાથી લઈને ઘરના મેઇન ગેટ સુધી લાલ કાર્પેટ પાથરેલી હતી...

અયાંશને લેવા માટે ફિલિપ ગયેલો હતો, ફિલિપે અયાંશને મેઇન ગેટ પાસે ઉતાર્યો, અયાંશ રેડ કાર્પેટ ઉપર ચાલીને અંદર ગયો.. જેવો ઘરનો દરવાજો ખોલ્યોતો બરાબર તેની સામે અયાંશી ઊભી હતી તેના હાથમાં પૂજાની થાળી લઈને... અયાંશીએ સફેદ કલરની નેટ વાળી સાડી પહેરી હતી જેમાં સાડીની બંને બાજુની બોર્ડરનો કલર લાલ હતો. બ્લેક કલરનું સ્લીવલેસ બ્લાઉસ પહેર્યું હતું, અયાંશીએ તેના વાળને મસ્તરીતે ખુલ્લા રાખેલા, કપાળમાં નાની એવો એક કાળા કલરનો ચાંદલો કરેલો હતો, જે અયાંશીની સુંદરતા વધારી રહ્યો હતો.. અયાંશીએ બંને હાથોમાં બેંગન્સ પહેરી હતી, નાકમાં નાની એવી નોસ રિંગ, કાનમાં ઝૂમખા પહેર્યા હતા...

અયાંશતો અયાંશીને જોઈને જાણે સ્તબ્ધ થઈ ગયો.. અયાંશ રોજ અયાંશીને જોતો પણ આજે જે અયાંશીને જોઈ રહ્યો હતો તે કઈક અલગ જ હતી, અયાંશીએ અયાંશને આવેલો જોઈ તેની આરતી ઉતરવાનું ચાલુ કર્યું.... અયાંશીની આંખો અને અયાંશની આંખો બંને એક થઈ.. અયાંશીની આંખો અયાંશની આંખો વાંચી રહી હતી... અયાંશી જોઈ રહી હતી કે અયાંશની આંખોમાં એ જ ચમક છે જે તેની અને અયાંશની પહેલી મુલાકાત સમયે જોઈ હતી..

અયાંશીએ આરતી ઉતારી અયાંશને ઘરમાં પ્રવેશ કરવા જણાવ્યુ... અયાંશ સીધો જ તેના બેડરૂમમાં જતો રહ્યો.. અયાંશે બેડરૂમમાં જઈને જોયું તો આખોય બેડરૂમ અત્યારે સુંદર રીતે સજાવેલો હતો.. અયાંશને સમજી ગયો કે આ બધુ જ અયાંશીએ કરેલું છે... અયાંશે બહાર જઈને ખાલી અયાંશીને થેન્ક્સ કહ્યું અને વળી પાછો તેના બેડરૂમમાં આવી ચેન્જ કરીને બેડમાં પડ્યો..

ફિલિપ અયાંશ સાથે જ રહેવાનો હતો જ્યારે અયાંશી તેની હોટેલ પાછી જતી રહી.. અયાંશી હોટેલ જઈને તેના બેડમાં પડે છે અને સૂતા સૂતા તેનેએક વિચાર આવે છે..... આ બાજુ અયાંશ પણ તેના બેડમાં પડ્યો પડ્યો બસ અયાંશીના જ વિચાર કરી રહ્યો હતો.. અયાંશના મગજમાં અને દિલમાં બસ અત્યારે બસ અયાંશી નામની ફિલ્મ ચાલી રહી હતી.....

અયાંશ ઓફિસ જોઈન કરી લે છે અને અયાંશી પણ હવે આખોય દિવસ તેની સાથે રહેવા લાગી હતી... અયાંશને ધીમે ધીમે અયાંશી ગમવા લાગી હતી અને આ વાત અયાંશી બરાબર જાણતી હતી.. અયાંશી અને ફિલિપે બંનેએ મળીને એક મસ્ત પ્લાન બનાવ્યો હતો જેનો અમલ હવે તે બંને મળીને કરવા જઇ રહ્યા હતા...

અયાંશને અચાનક એક ફોન આવ્યો તો તેને પેરિસ જવાનું થયું અયાંશે તેની સાથે અયાંશીને પણ આવવાનું કહ્યું... બંને પેરિસ જાઈ છે ત્યાં બધુ કામ પૂરું કર્યા પછી અયાંશી અને અયાંશ એમજ બેઠા હતા ત્યાં અયાંશી બોલી.;.

અયાંશી:- અયાંશ એક વાત કહી શકું...

અયાંશ:- હા બોલ ને..

અયાંશી:- આજે રાત્રે બંને ફ્રી જ છીએ તો ડિનર માટે જઈએ તો..

અયાંશ જાણે મનમાં કહી રહ્યો હોઇ કે શું વાત કહી છે, મારે પણ તને ડિનર માટે લઈ જવી હતી પણ હું પૂછી શકતો નહોતો..

અયાંશ:- હા જરૂર.. પણ ક્યાં જઈશું ?

અયાંશી:- એ હું તને લઈ જઈશ અને હું એક ગિફ્ટ મોકલીશ એ જ કપડાં તારે પહેરવાના છે ઓકે..

અયાંશ:- ઓકે.. મનોમન ખુશ થતાં અયાંશ બોલે છે..

અયાંશી અને અયાંશ પોતપોતાના હોટેલના રૂમમાં જાઈ છે... અયાંશી ફિલિપને ફોન કરીને રાતનો પૂરો પ્લાન સમજાવે છે.. ને પછી અયાંશી બસ રાત પાડવાની રાહ જુવા લાગે છે...

અયાંશીએ અયાંશને એક પાર્સલ મોકલ્યું હતું જે જોઈને અયાંશ એકદમ રાજી થઈ ગયો.. તે બરાબર ૮ વાગે તૈયાર થઈ ગયો.. અયાંશીએ અયાંશને એક મેસેજ મોકલ્યો કે તેને થોડું કામ છે તો તે ડાયરેક્ટ ડિનર માટે મળશે.. બહાર એક કાર ઊભી છે જે તમને ડિનર પ્લેસ સુધી લઈ જશે...

અયાંશ બહાર ગયો ત્યાં એક કાર ઊભી હતી અયાંશ તેમાં બેઠો અને કાર સીધી જ એફિલ ટાવર પાસે આવીને ઊભી રહી.. અયાંશ નીચે ઉતર્યો અને ત્યાં જ મેસેજ આવ્યો અયાંશીનો કે તે તેનો વેઇટ OBSERVATION DESK (૨૭૬ મી. ઊંચાઈ) ઉપર કરે છે તો સીધા ઉપર જ આવી જાવ.

અયાંશ લિફ્ટમાં બેસીને ઉપર જાઈ છે, જેવો લિફ્ટનું બારણું ખુલ્લે છે તો તેની સામે Black Solid Puff Sleeve Bodice Jacquard Flared Dressમ પગમાં Black Stilettos સેન્ડલ, હાથમાં Black Wallet, ખુલ્લા એકદમ સ્ટ્રેટ કરેલા વાળ, આંખોમાં કરેલી થોડી થોડી BLACK Eyeliner અને મોઢા ઉપર મેકઅપના નામ ઉપર ખાલી RED Lipstickમાં અયાંશી ઊભી હતી..

અયાંશે પણ અત્યારે Light Skin Color T-Shirt, Dark Black Jeans ની ઉપર Dark Maroon Jacket With Black Belt and Black Leather Party Shoes અને Laurent Mon Paris નું પરફ્યુમ અને તેની આંખોમાં ગ્રીન લેન્સ પહેર્યા હતા..... આ બધુ જોતાં અયાંશને કઈક યાદ આવવા લાગ્યું....

અયાંશને એવું લાગી રહ્યું હતું કે આ બધુ જ તેને પહેલા કર્યું છે, તેની નજર સામે એ બધુ આવી રહ્યું હતું.. અયાંશ તેનું માથું પકડીને બેસી ગયો અને આ જોઈ અયાંશી ડરી ગઈ.... તે પણ અયાંશની બાજુમાં તેનો હાથ પકડીને પૂછવા લાગી..

અયાંશી:- શું થયું અયાંશ?

અયાંશ કઈ બોલી રહ્યો નહોતો..

અયાંશી:- શું થયું બોલ ને... અયાંશીની આંખોમાંથી આંસુ નીકળી રહ્યા હતા....

૧ મિનિટ પછી અયાંશ સ્વસ્થ થઈ ગયો.... અને તેને અયાંશીની સામે જોયું તો તે રડી રહી હતી..

અયાંશ:- અરે રડે છે કેમ ? મને કઈ નથી થયું... મને એવું લાગતું હતું આ બધુ મારી લાઈફમાં પહેલા પણ થઈ ચૂક્યું છે.. ખબર નહી કેમ પણ આ બધી જ ક્ષણો મારા જીવનમાં પહેલા બની ચૂકી છે એવું મને લાગતું હતું.

અયાંશને આ બધુ બોલતા સાંભળી અયાંશી મનોમન ખુશ થઈ રહી હતી, અયાંશીનો પ્લાન ધીમે ધીમે સફળ થઈ રહ્યો હતો... અયાંશને થોડું થોડું યાદ આવી રહ્યું હતું...

અયાંશીનો પ્લાન એ હતો કે અયાંશને એ બધી જ જગ્યાએ લઈને જવો જ્યાં તે અને અયાંશ ગયા હતા, એ બધી જ જગ્યાઑએ જઈને અયાંશને તે યાદોને તાજી કરાવવાનો જે તેને અને અયાંશે એક સાથે જીવી હતી.. આજે પહેલું સ્થળ હતું અને તેમાં અયાંશીની જીત થઈ હતી.. જીત ભલે નાની હતી પણ અયાંશીને આગળ વધવા માટે પૂરતી હતી... અયાંશીના પ્લાનનું આગળનું સ્થળ હતું અમાલ્ફિ કોસ્ટ....

અયાંશી અને અયાંશ બંને અમાલ્ફિ કોસ્ટમાં હતા.. અયાંશીએ અયાંશને તૈયાર રહેવા કહ્યું હતું.. બરાબર રાતના ૯:૩૦ એ અયાંશી અને અયાંશ બંને હોટેલની બહાર નીકળ્યા અને અયાંશી અયાંશને ચાલતા ચાલતા લઈને જાઈ છે.

બંને થોડું આગળ ચાલ્યા ત્યાં પર્વત આવી ગયો.. બંને પર્વત ઉપર ચડવા લાગ્યા (બંને થોડું ચાલ્યા હશે ત્યાં બંનેએ જોયું કે આગળ પર્વત ચાલુ થઇ રહ્યો હતો અને અયાંશી અને અયાંશ તે પર્વત ઊપર બનેલા ઉપરની તરફ લઈ જતા રસ્તા ઉપર ચાલવા લાગ્યા થોડે સુંધી પર્વત ઉપરના રસ્તા ઉપર ચાલ્યા પછી આગળ રસ્તો પૂરો થઈ રહ્યો હતો અને રસ્તાની જગ્યાએ તે પર્વત ઊપર ચડવાની સીડીઓ ચાલુ થતી હતી અને અયાંશી અને અયાંશ બંનેએ ઉપરની તરફ નજર દોડાવતા જોયું તો સીડીનો જ્યા છેડો પૂરો થતો દેખાતો હતો એની બરાબર ઊપર અડધો ચંદ્ર તેની રોશની પાથરી રહ્યો હતો અને ચંદ્રની આ રોશનીમાં તેની હાજરી પુરાવીને રાતની સુંદરતામાં વધારો કરતા તારાઓ,

બંને ઉપર તરફ જોઈ રહી હતી ત્યાંજ બંનેને દરિયાનાં ઉછળતા મોજાઓનો અવાજ સંભળાયો અને અયાંશેએ અવાજની દિશામાં જોયુતો પર્વતની બરાબર છેડે અમાલ્ફી કોસ્ટનો દરિયો હતો. દરિયાના મોજાઓ જ્યારે પર્વતની દીવાલ સાથે અથડાઈ રહયાં હતા ત્યારે એક મધુર સંગીત ઉત્પન થઇ રહ્યું હતું જે અયાંશની કાનોમાં થઈને તેના દિલને ડોલાવી રહ્યું હતું…

અયાંશની નજર દરિયામાં પડી તેમાં અત્યારે દૂર સમુદ્રની વચ્ચે ઉભેલા અથવા પસાર થઈ રહેલા જહાજો દેખાઈ રહયા હતા અને તે જહાજો ઊપરની ટમટમાટી લાઈટો દેખાઇ રહી હતી અને તે લાઈટોનું પ્રતિબિંબ દરિયાના પાણી ઉપર પડીને એક અવર્ણીય દ્રશ્ય ઊભું કરી રહ્યું હતું અને દરીયા કિનારા ઊપર પડેલા મોંઘાદાટ યોટ, જહાજો અને તેમાં થઇ રહેલી લાઇટો પણ દરિયા કિનારાનું સૌંદર્ય વધારી રહી હતી..

આ બધી જ ક્ષણો અયાંશીએ પહેલા પણ માણી ચૂકી હતી અત્યારે પાછી આ બધી જ ક્ષણોને તે અયાંશ સાથે જીવી રહી હતી...

અયાંશી અને અયાંશે ધીમે ધીમે સીડી ચડવાનું ચાલુ કર્યું, જેવો અયાંશે તેનો પહેલો પગ પહેલી સીડી ઉપર મુક્યો ત્યાંજ તે સીડી ઉપર લાઇટ થઈ અને એક બીજી લાઇટ જે સીડી ઉપર પગ મૂક્યો હતો તેની ઉપર-ની ત્રીજી સીડી ઉપર થઈ તે ત્રીજી સીડી ઉપર ગુલાબની પાંખડીઓથી લખેલું હતું Welcome Ayansh… આ જોઇને અયાંશને વળી પાછું કઈક યાદ આવવા લાગ્યું....

અયાંશને તેનું માથું ભારે ભારે લાગી રહ્યું હતું તેને અયાંશીનો હાથ પકડી લીધો અને અયાંશીને કહ્યું..

અયાંશ:- અયાંશી મને એવું કેમ લાગે છે કે આ બધુ જ મે પહેલા કોઈના માટે કર્યું છે..

અયાંશી પાસે અયાંશના સવાલનો કોઈ જવાબ નહોતો...

અયાંશ:- બોલ ને અયાંશી

અયાંશી:- કદાચ એવું જ સમજ કે તને જે દેખાઈ રહ્યું છે તે બધુ જ સાચું છે..

અયાંશ:- એટલે આ બધુ મે પહેલા કોઈના માટે કર્યું છે ?

અયાંશી:- હા...

અયાંશીના મોઢે હા સાંભળીને અયાંશ વિચારવા લાગ્યો..

અયાંશી:- તું બોવ વિચારીશ નહી તને બધુ યાદ આવી જશે,,,, તું ચાલ મારી સાથે અયાંશી પછી અયાંશને લઈ જાઈ છે હાથ પકડીને..

અયાંશી અયાંશને એ બધુ જ કરાવે છે, ઉપર જઈને ગ્રીસના સેંટોરીનીનો આભાસથી માંડીને સ્કાઈ ડાઈવિંગ પણ રાત્રે કરાવે છે... સ્કાય ડ્રાઇવિંગ કરતી વખતે અયાંશને બધુ જ યાદ આવી જાઈ છે કે કેવી રીતે તેને અયાંશીને પ્રપોસ કરી હતી.. આગળ શું થયેલું પણ આ વાત અયાંશ અયાંશીને કરતો નથી.... અયાંશ બસ એવું જ રાખે છે કે તેને હજી સુધી બધુ યાદ નથી આવ્યું.

અયાંશ એ જોવા માંગતો હતો કે અયાંશી હવે આગળ શું કરશે ?

અમાલ્ફિ કોસ્ટ પછી આગળનું અને છેલ્લું સ્થળ હતું BERN શહેરનો...

અયાંશી અને અયાંશ બંને BERN શહેરથી થોડે દૂર આવેલા THUN આવી પહોચે છે..

અયાંશીએ વિચારીને રાખેલું કે આ છેલ્લું સ્ટોપ જ છે જો અયાંશને આજે પ્રપોસ તો કરવો જ છે.. ભલે તેને કઈ યાદ ના આવે ભૂતકાળનું પણ મને ખબર છે કે અયાંશ મને પાછો પ્રેમ કરવા લાગ્યો છે, તેને ભલે ભૂતકાળનું કઈ પણ યાદ નથી પણ અયાંશ વળી પાછો મારા પ્રેમમાં પડ્યો છે એટ્લે આજે તો તેને પ્રપોસ કરવો જ છે..

અયાંશ અને અયાંશી બંને Floating Boat ઉપર હતા Boat ધીમે ધીમે THUN સરોવરમાં ચાલવા લાગે છે અને બારાબર સરોવરની વચ્ચે જઈને ઊભી રહી જાઈ છે.. BOAT ઉપર અયાંશી અને અયાંશ સિવાય બીજા ૩ લોકો હતા એક બોટ ચલાવવા વાળો અને બીજા બે અન્ય લોકો..

અયાંશી, અયાંશનો હાથ પકડીને બોટના સૌથી આગળના ભાગમાં આવીને ઊભા હતા જ્યાથી એક બાજુ નજર કરો તો સુંદર માજાનું ટાઉન દેખાતું હતું, રાત્રીના સમયે બિલ્ડીંગો અને ઘરોમાં થઈ રહેલી લાઇટો સરોવરમાં પડી રહી હતી અને એ જોઈને એવું લાગી રહ્યું હતું કે જાણે આજે પાણીને કોઈએ રંગોથી રંગી દીધું છે.. જ્યારે બીજી બાજુ નજર કરોતો બરફના પહાડો હતા અને ચાંદાની રોશનીમાં એ બરફ ચમકીને તે પહાડોની સુંદરતાને વધારી રહ્યા હતા... એક તરફ સરોવરમાંથી નીકળતી AARE નદી અને તે નદીમાં જઈ રહેલા પાણીનો પ્રવાહ જ્યારે ટાઉનના કિનારે બનાવેલી બિલ્ડીંગો સાથે અથડાઇ રહ્યો હતો ત્યારે એક કર્ણપ્રિય સંગીત ઉત્પન્ન થઈ રહ્યું હતું અને તે સંગીત અત્યારે Boat ઉપર પણ સંભળાઈ રહ્યું હતું...

અયાંશને ખબર હતી કે આગળ શું થવાનું છે છતાં પણ તે ચૂપચાપ બધુ જોતો રહ્યો.. અયાંશને ખબર હતી કે હમણાં અયાંશી ઈશારો કરીને પેલા માણસોને કહેશે એટલે પેલા માણસો થોડી જ વારમાં બોટની બારોબાર વચ્ચે એક ટેબલ ગોઠવી દેશે, ટેબલની આજુબાજુ બે બેસવા માટેના ટૂલ્સ પણ ગોઠવાઈ જશે. આખી બોટ ઉપરની લાઇટો બંધ થઈ જશે અને આખીય બોટ ઉપર ફાનસ (લાલ ટેન) ચાલુ થઈ જશે. ટેબલ ઉપર પેલા બે વ્યક્તિઓ મીણબતીઑ ગોઠવશે અને પછી તે બંને ઈશારો કરી અયાંશીને કહેશે કે બધુ તૈયાર છે..

અયાંશે જેમ વિચાર્યું હતું બરાબર તેમ જ થયું....

અયાંશી અયાંશનો હાથ પકડીને તેને બોટની વચ્ચે લઈને આવે છે, અયાંશ બોટની વચ્ચેનું દ્રશ્ય જોઈને જાણે પાગલ થઈ રહ્યો હોય એવું નાટક કરે છે. બંને હવે ડિનર લેવા માટે ટેબલ ઉપર બેસે છે

પેલા ૨ માણસ અયાંશી અને અયાંશ માટે ડિનર લઈને આવે છે.

1) Rosti ( It is basically thinly grated potatoes, pan-fried until golden and served with a variety of toppings or gravy.)

2) The Swiss Pastas (Borrowing flavors from both Swiss and Italian kitchens and some different cheeses)

૩) Kirsch (kirsch means cherry… Kirsch can also refer to a fruit brandy made from cherries that are fermented whole (with the pits inside). kirsch is not sweet, in fact the cherry pits give it a slightly bitter almond taste.)

અયાંશી અને અયાંશ ડિનર કરી રહ્યા હતા ત્યાં જ અચાનક અયાંશનું ધ્યાન ટાઉન તરફ ગયું અયાંશે જોયુ તો આકાશમાં એક સાથે હજારો સફેદ અને લાલ કલરના ફુગ્ગાઑ નીચેથી ઉડીને આકાશ તરફ ઊડી રહ્યા હતા… એ બધા જ ફુગ્ગાઓ રાત્રીના આકાશમાં દેખાઈ એટલા માટે નીચેથી મોટી મોટી લાઈટો એ ફુગ્ગા ઉપર થઈ રહી હતી...

અયાંશ માટે આ નવું હતું... ફુગ્ગાઓએ ઉપર આવીને પુનમમાં એ ચાંદને આખોય ઢાંકી દીધો હતો.... અચાનક એક સાથે જેટલા પણ લાલ કલરના ફુગ્ગાઓ હતા તે બધા જ ફુગ્ગાઓ એકી સાથે ફૂટી ગયા અને જે સફેદ ફુગ્ગો હતા તે જ વધ્યા હતા...

બચેલા સફેદ ફુગ્ગાઓ એવી રીતે લાઇનબંધ રીતે ગોઠવાયેલા હતા.. એ સફેદ ફુગ્ગાઓથી આકાશમાં લખેલું હતું I LOVE YOU AYANSH… LOVE ના O ની જગ્યાએ ચાંદો આવી ગયો હતો... ચાંદો O ની જગ્યાને પૂરી રહ્યો હતો .. બરાબર આની બાજુમાં સફેદ અને લાલ ફુગ્ગાઑથી અયાંશનો ફોટો બનેલો હતો આકાશમાં...

અયાંશ અત્યારે એકદમ શોકમાં હતો.. તેને વિચાર્યું નહોતું કે અયાંશી તેને આવી રી પ્રપોસ કરશે... અયાંશ તેની જગ્યાએથી ઊભો થયો અને સીધો જ અયાંશીને જઈને ભેટી પડ્યો અને કીધું કે તેને બધુ જ યાદ આવી ગયું છે.. I LOVE YOU TOO AYANSHI….

અયાંશની વાત સાંભળીને અયાંશી રડવા લાગી... ભગવાનનો મનોમન આભાર માણવા લાગી... બંનેએ એ સુંદર રાત્રી તે બોટમાં પસાર કરી અને પછી બંને ત્યાથી મેડ્રિડ ગયા..

બીજા દિવસે સવારે સૌથી પહેલા અયાંશીએ આ વાત તેના ડેડને કરી અને પછી આ વાત શિવાંગીને કરી... અયાંશીની વાત સાંભળીને અયાંશીની સોસાયટીમાં પણ તહેવાર જેવો માહોલ હતો...

મેડ્રિડ જઈને અયાંશીએ ફિલિપનો આભાર માન્યો તેની હેલ્પ કરવા માટે અને પછી બંને અમદાવાદ આવવા માટે નીકળી ગયા....

અયાંશી અને અયાંશ બંને અમદાવાદમાં હતા અયાંશીના ઘરે... અયાંશીના મોમ-ડેડ અયાંશી અને અયાંશનું સ્વાગત પૂરા ધૂમધામ સાથે કર્યું અયાંશને પહેલીવાર મહેસુસ થઈ રહ્યું હતું કે ફેમિલી કોને કહેવાય...


ફેમિલી એટલે..

જ્યાં એકની ખુશીમાં બધાની ખુશી હોઈ..

જ્યાં દુખ કોઈ એક ઉપર આવે પણ તેનો સામનો બધા મળી ને કરે..

જ્યાં નિસ્વાર્થ ભર્યા પ્રેમની આપ-લે થતી હોઈ...

જ્યાં રજા દરમ્યાન તહેવાર જેવો માહોલ હોઈ..

જ્યા સફળતા કોઈ એકને મળે પણ સફળ આખો પરિવાર થયો ગણાય...

જ્યાં નિષ્ફળ વ્યક્તિને પણ પ્રેમ મળે...


અયાંશના ડેડે સૌથી પહેલા અયાંશને એક ચિટ્ઠી આપી અને કહ્યું

નીરજભાઈ:- આ ચિઠ્ઠી મને તારા ડેડે આપેલી છે જ્યારે તે તેના જીવનની અંતીમ શ્વાસ લઈ રહ્યા હતા...

અયાંશ:- તમે આ ચિઠ્ઠી હજી સુધી સાચવીને રાખી છે ?

નીરજભાઈ:- હા.. એમની અમાનત હતી.. મને હમેશા એમ થતું કે હું આ ચિઠ્ઠીનું શું કરીશ ? પણ હવે તને આપું છું બેટા...

અયાંશે ચિઠ્ઠી ખોલીને જોયુંતો તેમાં એક સ્પેનની બેન્કનો એકાઉન્ટ નંબર અને પાસવર્ડ હતા.. અયાંશે તરત જ તેનું લેપટોપ ખોલીને ચેક કર્યું કે તે એકાઉન્ટમાં શું છે...

અયાંશે જેવુ તે એકાઉન્ટ ઓપન કર્યું ત્યાં તેની આંખો પહોળી થઈ ગઈ.. તેના ડેડ દેવાંશનું બેન્ક એકાઉન્ટ હતું જેમાં ૨૦૦૮ના સમયે ૫ મિલિયન યુરો સેવ કરીને રાખેલા (અંદાજીત ૪૦ કરોડ ) પણ આજે તે રકમ વધીને અત્યારે બેન્કનું વ્યાજ અને અમુક બીજી પ્રકારની સેવાઓ એડ થઈને અંદાજીત ૧૨.૫ મિલિયન થઈ ગઈ હતી (અંદાજીત ૧૦૦ કરોડ ) થઈ ગઈ હતી..

અયાંશે આ બધા જ પૈસા સૌ પ્રથમ નીરજભાઈને આપવાનું વિચાર્યું..

અયાંશ:- આ બધા પૈસા તમારા છે...

નીરજભાઈ:- આ બધા પૈસા મારા કેવી રીતે થયા ?

અયાંશ:- ડેડે આ ચિઠ્ઠી તમને આપી હતી એટલા માટે.

નીરજભાઇ:- ના બેટા આ પૈસા મારા નથી... હું ના લઈ શકું આ તારા ડેડના પૈસા છે જેમાં તારા ડેડના ગયા પછી એમાં તારો હક્ક લાગે..

અયાંશ થોડું વિચાર કર્યા પછી....

અયાંશ:- સારૂ તો હું આ બધા જ પૈસાથી અનાથ આશ્રમ ખોલવા માંગુ છું, જ્યાં અનાથ છોકરાઓ આવીને રહી શકે, આ બધા જ પૈસાઓ તેમના ભણતર, જમવા તેમના શોખ પૂરા કરવામાં કામે લાગશે... આપણે તે અનાથ બાળકોને તેના માતા-પિતા જેટલો જ પ્રેમ આપીશું,.. તેમના સપનાઓ પૂરા કરવામાં તેમનો સાથ આપીશું...

અયાંશની વાત સાંભળીને ત્યાં હાજર નમ્રતાબેન, અયાંશી, નીરજભાઈ, મોન્ટુ અને શિવાંગી બધાની આંખોમાં પાણી આવી જાઈ છે...

અયાંશી અને અયાંશ બંનેના મેરેજ થઈ જાઈ છે... બંનેએ સાદાઈથી ભારતીય પરંપરા મુજબ ઘરના સભ્યોની હાજરીમાં મેરેજ કર્યા.. અયાંશએ મેરેજની જાણ પ્રિયાંશને કરી હતી પણ પ્રિયાંશ ત્યારે બહારગામ હતો એટલે આવી શકે તેમ નહોતો.. પણ અયાંશે કહેલું કે તે જલ્દી જ ભાવનગર આવશે તેમણે મળવા...

મેરેજના ૪ દિવસ રહીને બંને ભાવનગર જાઈ છે...

ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના કરેડા ગામમાં..... અયાંશી અને અયાંશ જ્યારે ગામમાં પ્રવેશે છે ત્યારે તે બંનેને એવું લાગી રહ્યું હતું કે આ ગામડું તો કોઈ પણ મોટા શહેરને ટક્કર મારે એવું છે… બંને ગામડાની સુંદરતા માણતા માણતા પ્રિયાંશના ઘરે આવી પહોચે છે...

જેવા ઘરની બહારના મોટા દરવાજામાંથી અંદર પ્રવેશે છે તો ત્યાં પ્રિયાંશ ઘોડાને નવડાવી રહ્યો હતો..

પ્રિયાંશ જુવે છે કે અયાંશ અને અયાંશી આવ્યા છે એટલે બધા કામ મૂકી ને હાથ ધોઈને સામે જાઈ છે આટલી વારમાં અંદરથી પ્રિયાંશી પણ આવે છે....

ચારેય વર્ષો બાદ મળી રહ્યા હતા એટલે ખૂબ સારી વાતો કરે છે... પ્રિયાંશ અને પ્રિયાંશી તેમની લવ સ્ટોરી અયાંશ અને અયાંશીને કહે છે.. જેમનું ટાઇટલ પ્રિયાંશી અને પ્રિયાંશે રાખેલું હતું “ વિદેશમાં મળેલું દેશી દિલ “ અયાંશી અને અયાંશને સ્ટોરી પ્રમાણે ટાઇટલ પણ બરાબર લાગ્યું...

ત્યારબાદ અયાંશી અને અયાંશ તેમની સ્ટોરી પ્રિયાંશી અને પ્રિયાંશેને કહે છે. અને પછી અયાંશ તેમની સ્ટોરીનું ટાઇટલ પણ કહે છે જે હતું “ એક અનોખી લવ સ્ટોરી “ આ સાંભળીને પ્રિયાંશી બોલી..

પ્રિયાંશી:- ટાઇટલ કેમ આવું ?

પ્રિયાંશીની વાત સાંભળી પ્રિયાંશ તરત બોલ્યો..

પ્રિયાંશ:- તે આખાય દુનિયામાં જેટલી પણ લવ સ્ટોરી જોઈ તેમાં પ્રેમનો ઇઝહાર (પ્રપોસ) કોઈ એક જ કરે... છોકરો અથવા છોકરી પણ આ લોકોની સ્ટોરીમાં પહેલા પ્રપોસ અયાંશે કર્યું જ્યારે અયાંશ બધુ ભૂલી ગયો હતો ત્યારે અયાંશને પાછો પ્રેમ થયો અને એ પણ એ જ છોકરી સાથે જે પહેલાથી જ તેની હતી...

જ્યારે આ સ્ટોરીમાં પ્રેમનો ઈઝહાર બીજી વાર થયો અને બીજી વાર પ્રપોસ અયાંશીએ કર્યું એટલે બે વખત પ્રેમ થયો અને બે વખત પ્રપોસ તો થઇને બધા કરતાં અલગ તેના નામની જેમ “ એક અનોખી લવ સ્ટોરી “

અયાંશી:- બરાબર પ્રિયાંશભાઈ...

અયાંશ:- તમે ખરેખર બોવ જ ચતુર માણસ છો પ્રિયાંશભાઈ.. અને એટલા માટે જ મારે તમારી એક હેલ્પ જોઈએ છે..

પ્રિયાંશ:- હા બોલને અયાંશ..

અયાંશ પછી તેના અનાથ આશ્રમનો પ્લાન પ્રિયાંશને કહે છે. કેવી રીતે તેના ડેડના એકાઉન્ટમાંથી પૈસા મળ્યા અને તેનું આ સપનું છે અને એ બધુ જ....

અયાંશ:- પ્રિયાંશભાઈ.... તમારે આ આખીય જવાબદારી સંભાળવાની છે.. અહિયાં હું બીજા કોઈને ઓળખતો નથી પણ તમારે એ જવાબદારી સંભાળવાની છે... જેટલા પણ છોકરાઓ રહે તેમના સપનાઓ આપણે પૂરા કરવાના છે બસ... તો હવે જગ્યા પણ તમારે પસંદ કરવાની છે આશ્રમની અને બધુ બનાવવાનું પણ તમારે છે.. બધા

પ્રિયાંશ:- જગ્યા ગોતવાની જરૂર નથી. જગ્યા હું આપીશ.. મારો નાનો ભાઈ જો આટલું મોટું સાહસ કરતો હોઈ તો હું પણ થોડી હેલ્પ કરીશ... આ ગામમાં જ આપદે વિશ્વનું સૌથી સારૂ અનાથ આશ્રમ ખોલીશુ... જગ્યા હું આપીશ...

અયાંશ:- ઓકે તે જગ્યાના પૈસા જેટલા થાઈ એટલા લઈ લે જો...

પ્રિયાંશી:- અરે અયાંશભાઈ તમે અમને પારકા સમજો છો... સારૂ કામ કરવાના પૈસા ના લેવાના હોઈ...

પ્રિયાંશ:- બરાબર વાત કરી... જમીન પણ હું આપીશ અને એ છોકરાઓને ખાવા માટેનું ધાન્ય પણ હું જ આપીશ... સાથે સાથે ગામડામાં રાખીને એ છોકરાઓને ખેતી વાડીથી લઈને બધુ જ કામ સિખવાડીશ..

પ્રિયાંશની વાત સાંભળીને અયાંશી અને અયાંશ ખુશ થઈ જાઈ છે.. બંને પ્રિયાંશ અને પ્રિયાંશી સાથે વધારે ૨ દિવસ રહે છે અને ગામડાનું ટેન્શન વગરનું જીવન માણે છે.

૨ દિવસ પછી બંને અમદાવાદ પાછા આવી જાઈ છે જ્યાં બંને વધારે એક અઠવાડિયું રોકાઈ છે અને પછી બંને મેડ્રિડ, સ્પેન આવી જાઈ છે...

બંને જ્યારે ઘરે પહોચ્યા ત્યારે રાત થઈ ગઈ હતી બંને થાક્યા હાતા એટલે જલ્દી જ બેડરૂમમાં જઈને એકબીજાને પ્રેમથી HUG કરીને સૂઈ ગયા.

સવારે અયાંશીની આંખો ખોલી.....

અયાંશીએ જોયુંતો તે અત્યારે બેડરૂમમાં નહોતી.. પણ દરિયાની વચ્ચેના કોઈક રીસોર્ટમાં હતી... બરાબર તેના બેડરૂમની સામે લીલો સમુદ્ર દેખાઈ રહ્યો હતો… ઉપર જોયું તો લાકડા અને વાસની બનેલી છત દેખાઈ રહી હતી... દરિયાના મોજાઓ ઘરને અથડાઇ રહ્યા હતા તેનું સંગીત સંભળાઈ રહ્યું હતું. અયાંશી સમજી ગઈ કે અયાંશે હોલોગ્રામ સીસ્ટમ ફીટ કરી છે અને એવો આભાસ રચ્યો છે કે તે બંને મેડ્રિડની જગ્યાએ માલદિવ્સના દરિયાની વચ્ચે આવેલા રીસોર્ટમાં છે...

અયાંશી આ બધુ જોઈ રહી હતી અને બેડ ઉપરથી નીચે જમીન ઉપર પગ મૂક્યો. જેવો જમીન ઉપર પગ મૂક્યો ત્યાં જ તેના પગ નીચે લાઇટ થઈ અને બીજે લાઇટ તેનાથી ત્રણ સ્ટેપ આગળ થઈ જ્યાં ગુલાબના ફૂલોની પાદડીઓથી લખેલું હતું This is The END of અયાંશી વિચારમાં પડી ગઈ કે આ શું નવું ચાલુ થઈ રહ્યું છે અને એ જાણવા માટે અયાંશી થોડી સ્પીડમાં ચાલી.. થોડી આગળ જતાં ફરી પાછી એક તેના પગ નીચે લાઇટ થઈ અને બીજી લાઇટ ત્રણ સ્ટેપ આગળ થઈ જ્યાં લખેલું હતું Ek Anokhi Story અને આટલું વાંચ્યા પછી અયાંશીને યાદ આવ્યું કે જ્યારે અમાલ્ફિ કોસ્ટમાં તે અયાંશને મળવા જઇ રહી હતી ત્યારે સીડી ઉપર “ THIS IS THE BIGGINING OF THE EK ANOKHI LOVE STORY “ લખેલું હતું અને અત્યારે END

અયાંશી દોડીને બેડમાં ગઈ અને અયાંશને HUG કરી લીધું.. અયાંશ પણ સૂતો સૂતો અયાંશીને જોઈ રહ્યો હતો. એટ્લે તેને પણ અયાંશીને HUG કર્યું.. અયાંશીએ પછી અયાંશના માથા ઉપર કિસ્સ આપી અને બેડમાંથી ઉતારી ફ્રેશ થવા માટે જતી રહી આ બાજુ અયાંશ પાછો બેડમાં પડ્યો..

અયાંશનો ફોન વાગ્યો અને તેને જોયું તો ફિલિપનો ફોન હતો..

અયાંશ:- હા ફિલિપ...

ફિલિપ:- સર મારે તમને એક વાત કહેવી છે..

અયાંશ:- હા બોલ ને...

ફિલિપ:- અયાંશી તો તમારે આસપાસ નથી ને ?

અયાંશ:- ના ના બોલ..

ફિલિપ:- સર તમને મારવાની કોશિશ થઈ હતી..

અયાંશ:- મતલબ...

ફિલિપ:- નૉર્વેમાં જે તમારી સાથે એકસીડંટ થયોને.. એટલે તમે જે કેબલ કારમાંથી પડ્યા તે એક એક્સીડંટ નહોતું પણ મર્ડર પ્લાન હતું...

અયાંશ:- હા મને ખબર છે ફિલિપ... મારી બાજુમાં જે માણસ બેઠો હતો તેને જ મને ધક્કો મારેલો...

ફિલિપ:- સર તમને મારવાની કોશિશ કોને કરી હતી એનું નામ ખબર પડી ગઈ છે મને...

અયાંશ:- મને ખબર જ છે કે એ માણસ કોણ છે.. એ માણસ બીજું કોઈ નહી પણ નીરજભાઈ છે.. અયાંશીના ડેડ...

ફિલિપ:- સર તમને ખબર છે... ફિલિપ એકદમ સ્તબ્ધ હતો...

અયાંશ:- હા.. મને ખબર છે... પણ આ વાત બીજા કોઈને ના કરતો ખાસ કરીને અયાંશીને...

ફિલિપ:- પણ સર....હજી તે તમારા ઊપર હુમલો કરશે તો?

અયાંશ:- ના હવે હું તેની દિકરીનો પતિ છું, કોઈ પણ બાપ તેની દીકરીને વિધવા ના જોઈ શકે, તો હવે એ હુમલો નહિ કરે તું ચિંતા ના કર... અને પહેલા હૂમલો એટલા માટે કર્યો હશે કેમ કે તેને એમ હશે કે હું તેના દિકરીની જિંદગી ખરાબ કરી રહ્યો છું,

હું નથી ઈચ્છતો કે એક છોકરી તેના ડેડથી દૂર થાઈ.. મને ખબર છે કે જ્યારે પોતાના લોકો સાથે નથી હોતા ત્યારે શું હાલત થાઈ તે.. તું પણ એ વાત ભૂલી જા જેમ હું ભૂલી ગયો છું..

ફિલિપ:- હા સર..

અયાંશ ફોન મૂકે છે..

અયાંશી અંદરથી બોલે છે..

અયાંશી:- અયાંશ અહીવા આવો આ મારૂ TOP વાળમાં ભરાઈ ગયું છે હેલ્પ...

અયાંશ:- આવ્યો.....

અયાંશ ઊભો થઈને બાથરૂમ પાસે જાઈ છે.. અયાંશી અયાંશને સીધો જ અંદર ખેચી લે છે.......


વસંતના ગીતને જરૂર બેશક પ્રેમ કરજો,

પણ પાનખરના આંસુને પણ યાદ કરજો.

યુવાનીનો ઉમંગ અને ઉત્સાહ સર-આંખો પર

પરંતુ જર્જરિત ઘડપણનો પણ દરકાર કરજો.

આંખમાં ભલેને જોયા હજારો સપનાઓ,

પરંતુ પાંપણના આંસુને પણ પ્રેમ કરજો.

સૂરજના પહેલા કિરણને નકારવાની વાત જ નથી,

પરંતુ સંધ્યાના કિરણોને પણ દિલાસો દેજો.

વહેતી નદીના નીર ખુબ જ પાવન હોઇ છે,

પરંતુ કિનારાની એ રેતનું પણ ઋણ યાદ કરજો.


(ઘણા લોકોના મનમાં સવાલો હશે નીરજભાઈ કેમ આવુ કર્યું ?
હું એટલુ જ કઈશ કે તે સવાલનો જવાબ તમારે જાતે શોધવાનો છે..

એટલું જ કહીશ કે નીરજભાઈને બોવ પહેલાથી ખબર પડી ગઈ હતી તેની છોકરીના રિલેશન વિષે, એક બાપ ગમે તે કરી શકે છે, આપણા ચાલવાના તરીકા ઉપરથી એ કહી શકે છે કે આપણાં મનમાં શુ ચાલી રહ્યું છે...

અને નીરજભાઈએ એ કામ બીજા પાસે કરાવેલું કેમ કે તેને એમ લાગતું કે અયાંશ તેની દિકરીને દુઃખી કરે છે, એક બાપ તેની લક્ષ્મીજીને દુઃખી કેમ જોઈ શકે, જ્યારથી નીરજભાઈને અયાંશીના અફેરની ખબર પડી ત્યારથી જ તેને અયાંશ ને શોધી લીધો હતો..

કદાચ દુનિયાની કોઈ ટેકનોલોજી અયાંશને ના શોધી શકે પણ એક પિતા કઈ પણ કરી શકે છે તેના સંતાનો માટે....)

*******સમાપ્ત*******


તમને આ સ્ટોરી કેવી લાગી તે મને મેસેજ અથવા કમેંટ કરીને જણાવજો.. ફરી મળીશું એક નવી સ્ટોરી સાથે ત્યાં સુધી ઘરે રહો અને મસ્ત રહો

આભાર તમારો.

અક્ષય દિહોરા....