મને ઊંઘ નહોતી આવતી, હું જૂઠું બોલ્યો. આગલી અડધી રાતનો ઉજાગરો હતો, છતાં મને ઊંઘ નહોતી આવતી. હું મનમાં ને મનમાં હરખાઈ રહ્યો હતો. હરખમાં ને હરખમાં તેની સાથે થયેલી ચેટિંગ મેં ત્રણ-ચાર વાર વાંચી નાખી. પાગલોની જેમ તેનું DP જોયા કરતો હતો. તેની આંખને જોઈને મને લાગી રહ્યું હતું, જાણે તે મને કશુંક કહેવા માંગતી હોય! મને સમજાતું નહોતું કે મારી સાથે આ શું થઈ રહ્યું છે. આ ફીલિંગ મારા માટે સાવ નવી હતી. આટલો બેચેન હું અગાઉ ક્યારેય નથી થયો. ખબર નહિ કેમ પણ મને આ બેચેની પણ ગમતી હતી. મનમાં ને મનમાં હું પ્રતીકનો આભાર માની રહ્યો હતો, નિયતીને મેસેજ મોકલવા બદલ અને સવાર પડવાની રાહ જોઈ રહ્યો હતો. ક્યારે સવાર પડે અને ક્યારે હું નિયતીને ગુડ મોર્નિંગ વિશ કરું. હરખપદુડો થઈને તેના માટે મેં સવારે 7વાગ્યાનો એલાર્મ પણ સેટ કરી દીધો.
એલાર્મ રણકી રહ્યો હતો. આંખો ચોળતાં ચોળતાં એક હાથે મેં એલાર્મ બંધ કરવા ફોન હાથમાં લીધો. ઘડિયારમાં 7 ઉપર 5 મિનિટ થઈ હતી. મેં તે જ ક્ષણે નિયતીને ગુડ મોર્નિંગ વિશ કરવા માટે મેસેજ કર્યો. સામાન્ય રીતે સવારના પહોરમાં આટલું વહેલું જાગવાની ટેવ નહોતી. એટલે નિયતીના રીપ્લાયની રાહ જોતા-જોતા ફરી પાછી આંખ ક્યારે લાગી ગઈ કઈ ખબર જ ના રહી. અચાનક બારીમાંથી સૂર્યપ્રકાશ માથા પર આવતા મારી આંખ ઊઘડી. મેં ફોન ચેક કર્યો નિયતીનો હજી રીપ્લાય નહોતો આવ્યો. ઘડિયાળમાં જોયું તો ઓલરેડી દસ વાગી ગયા હતા. હું ફટાફટ પથારીમાંથી ઉભો થઈને વ્યવસ્થિત તૈયાર થઈને કોલેજ જવા નીકળ્યો.
જનરલી એન્જિનિયરિંગના લાસ્ટ યરમાં કોલેજ ઓછું જવાનું હોય. આખા વર્ષ દરમિયાન મારે સૌથી અગત્યનો પ્રોજેક્ટ અને એ સિવાય એક સબ્જેક્ટ જ ભણવાનો હતો. તેથી કોલેજ લગભગ દરરોજ લંચ ટાઈમે પુરી થઈ જતી અને આજે પણ એવું જ થયું. હું, પ્રતીક અને બીજા બે-ત્રણ ભાઈબંધો અમે લંચ માટે કેન્ટીનમાં ગયા. કોલેજની કેન્ટીનમાં ઓર્ડર કરીને પેમેન્ટ પેલા આપવું પડે. એ બધું પતાવીને અમે ટેબલ પર ગોઠવાયા. મેં નિયતીનો રીપ્લાય આવ્યો છે કે નહીં એ ચેક કરવા માટે ખિસ્સામાંથી ફોન કાઢ્યો. એક વાગીને પંદર મિનિટે તેનો રીપ્લાય આવ્યો હતો "ગુડ મોર્નિંગ" મેં મેસેજ સીન કરીને મેસેજ કર્યો " તો તારું મોર્નિંગ બપોરે એક વાગ્યે થાય છે એમને " પ્રતીક મારી બાજુમાં જ બેઠો હતો. તેની તિરછી નજર મારા ફોન તરફ જ હતી. મારા ખભા પર તેનો ખભો અથડાવીને જાણે મને ટોન્ટ મારી રહ્યો હોય, તે રીતે તેને મને કહ્યું
"કેમ ભાઈ, કાલે મને મેસેજ કરવાની ના પાડતો હતો ને..."
હું તેને વચ્ચેથી અટકાવીને
"એવું કંઈ નથી. એ'તો કાલે એનો જ મેસેજ આવ્યો હતો, ખાલી ઓળખાણ નીકળી બસ" મેં પ્રતીકને જૂઠું કહ્યું.
"ઓહો! મતલબ પાર્ટી ઇન્ટરેસ્ટડ છે"
"શું કઈ પણ બકે છે, કોઈ છોકરી સામેથી મેસેજ કરે એનો મતલબ જરાય એવો ના હોય કે તે ઇન્ટરેસ્ટડ છે"
અમારી વચ્ચે આ બાબતે બહેસ થઈ રહી હતી, એટલામાં લંચ આવ્યો. લંચ કરતી વખતે પ્રતિકે નિયતિ વાળી વાત બધા ભાઈબંધોને કરી. તે બધા એકસાથે મને ચીડવી રહ્યા હતા. હું આંખ આડા કાન કરીને નિરાંતે લંચ કરી રહ્યો હતો. લંચ પતાવીને તરત રૂમે જવા નીકળ્યો. રૂમે પહોંચીને અડધો-એક કલાક ફોન મચેડ્યો, એટલામાં નિયતીનો મેસેજ આવ્યો.
"ના, મારા ફોનની સવાર બપોરે એક વાગ્યે થાય"
"તો તારી સવાર ક્યારે થાય ?" મેં પૂછ્યું
"સવારે છ વાગ્યે"
"બાપ રે, આટલી વહેલી!!!"
"હા, સવાર આઠ વાગ્યાની કોલેજ હોય અને ઘરેથી લગભગ પંદર કિમી દૂર એટલે કલાક તો પહોંચવામાં જ નીકળી જાય અને એક કલાક તૈયાર થવાની ગણી લે'તો છ વાગ્યે તો ઉઠવું જ પડે"
"આળસ ના થાય તને"
"શરૂઆતમાં થતી પણ હવે ગમે છે. આંખો ચોળતાં ચોળતાં આકાશ તરફ નજર નાખતા જ અંધકારમય ધાબળો સકેલીને સૂર્યના એ પ્રકાશ ફેલાવતા કિરણો નિહાળવાની મજા આવે છે. ખુશનુમા વાતાવરણમાં ઠંડા-ઠંડા પવનનો ચામડીને સ્પર્શ થતા જ ઊંઘ તો જાણે ગાયબ જ થઈ જાય અને પંખીઓનો મીઠો કલબલાટ માઈન્ડ ફ્રેશ કરી નાખે"
"ઓહો! તો તો મારે પણ અનુભવ કરવો પડશે ક્યારેક"
"તું કેટલા વાગ્યે ઉઠે રોજ"
"મારે વલ્લભ વિદ્યાનગરમાં થોડોક મોડો સૂરજ ઊગે. અગિયાર વાગ્યાની કોલેજ હોય એટલે લગભગ સવા દસ વાગ્યે"
"તો પછી નહાવાનો પ્રોગ્રામ તો રવિવારનો જ કે પછી?"
"અડધી કલાકમાં ફ્રેશ થઈને નહાવાનું અને તૈયાર થવાનું બધું આવી ગયું. અમારે શુ છે તમારા લોકોની જેમ કલાકો ના જોય તૈયાર થવામાં"
"બધી શોખની વાત છે બકા"
"શોખ તો અમારા પણ ઊંચા જ છે, એટલે જ જરૂરિયાતથી વધારે સમય બગાડવો પોસાય જ નહીં"
"તો એન્જિનિયરીંગ કેમ કર્યું? આવ્યો મોટો સમય બચાવવા વાળો"
"હા, હવે તું પણ મજાક ઉડાવી લે એન્જિનિયરની, બાય ધ વે...તમારી નર્સની લાઈફ પણ કેટલી કોમ્પ્લિકેટેડ હોય"
"કઈ રીતે...સમજાવીશ મને?"
"જરૂર...એક નર્સને મોટા ભાગના કિસ્સામાં ડોકટર ઉપર જ ક્રશ હોય, એટલે ડોકટર સાથે મેરેજ કરીને આખી જિંદગી પોતાના જ હસબન્ડની સિસ્ટર બનીને વિતાવવાની"
"ઓ મિસ્ટર...એવું કોને કીધું બધી નર્સ ડોકટર સાથે જ મેરેજ કરે, એ બધું ખાલી જોક્સમાં અને મૂવીમાં જ સારું લાગે"
"btw, મેરેજના પ્રસ્પેકટિવથી વિચારીએ તો એન્જિનિયર્સને કોઈ નહિ પહોંચે. દિલના બહુ સારા હોય એન્જીનિયર્સ અને મલ્ટી-ટેલેન્ટેડ પણ"
"તું ફ્લર્ટ કરે છે"
"નાના આ'તો એમ જ મફતમાં જ્ઞાન બાટું છું"
(અમારી વચ્ચે ગપ્પાબાજી સાંજના સાત વાગ્યા સુધી ચાલતી રહી)
નિયતીએ કહ્યું
"ચાલ હવે બહુ ગપ્પા માર્યા, મારે હજી રસોઈની તૈયારી પણ કરવાની છે"
"ઓહો, મતલબ ડેઇલી તું જ રસોઈ બનાવતી હશે ને?"
"હા, મોસ્ટલી તો હું જ બનાવું સિવાય ક્યારેક એક્ષામ કે કંઈક હોય, તો મમ્મી બનાવે"
"આજે શુ પ્રોગ્રામ છે?"
"નક્કી નથી, મમ્મી સાથે ડિસાઈડ કરીને બનાવશું કંઈક"
"મારે તો કેટલો સમય થઈ ગયો ઘરનું ખાવાનું મળીયે!!!"
"ફિર આઈયે કભી હમારે યહાં"
"ક્યુ નહિ...ઇન્તજાર રહેગા આપ કે નિયોતે કા"
"પહેલે બનને તો દીજીયે ખાના..."
"ઑ.કે. ધેન બાય,... ટેક કેર..."
"Bye"
ઇવનિંગમાં મારુ એક રૂટિન હતું. જનરલી હું રૂટિન બનાવતો, પણ તેનો અમલ ના કરી શકતો. પણ કોલેજના ચાર વર્ષ દરમિયાન આ એક રૂટીન ફોલો કરવાની આદત બની ગઈ હતી. એ છે મારા રૂમ પાર્ટનર વેદાંગ સાથે ઇવનિંગ વોક પર જવું. શાસ્ત્રીમેદાનમાં અમે દોઢેક કલાક વોકિંગ કરતા. ચાલવાની નોર્મલ સ્પીડ કરતા થોડીક વધારે સ્પીડમાં, સાથે મારા મનમાં વિચારોનું વાવાઝોડું પણ ચાલતું હોય છે. દિવસ દરમિયાન આ દોઢ કલાક મારા માટે સૌથી અગત્યની હોય છે. કારણ કે આ સમય દરમિયાન હું મારી જાત સાથે મળવાનો પ્રયત્ન કરતો હોઉં છું.
આજે હું વિચારતો હતો, કે "હું કેટલી ઝડપથી કોઈ પણ છોકરીના પ્રેમમાં પડી જાવ છું. પ્રાથમિક સ્કૂલ દરમિયાન હું એક છોકરીના પ્રેમમાં હતો. એ બિચારીને તો ખબર પણ નહીં હોય, એ પહેલાં મારે સ્કૂલ છોડીને શહેરમાં અભ્યાસ કરવા જવું પડ્યું. 11-12thમાં તેને મારી સ્કૂલમાં એડમિશન લીધું અને મારા મનમાં આશાનું કિરણ બંધાયું. ફાઇનલ એક્ષામ પુરી કરી ત્યારે છે કે મેં તેને પ્રપોઝ કર્યું. પરંતુ બદનસીબ કે અમને અલગ અલગ કોલેજમાં એડમિશન મળ્યું અને લોન્ગ ડિસ્ટન્સ રિલેશનશિપ લાબું ના ટકી શક્યું. કોલેજ દરમિયાન પણ હું બે-ત્રણ રિલેશનશિપમાં રહ્યો છું. ઈનફેક્ટ હમણાં છ મહિના પહેલા જ મારું બ્રેકઅપ થયું છે. ભલે હું ઝડપથી કોઈ છોકરીના પ્રેમમાં પડી જતો હોઉં, પણ જે-તે સમયે હું એક જ છોકરીને સ્ટોક કરું છું, તેને જ ડેટ કરું છું. અન્ય છોકરીઓ પર વધારે ધ્યાન નથી આપતો. એટલે આમ જોવા જઈએ તો હું ONE WOMEN MEN ની વ્યાખ્યામાં મહદઅંશે ફિટ બેસું છું.
હવે મારે જરૂર છે True Love ની. DDLJ મુવી અને અરિજિત સિંગના ગીતોમાં હોય, એવો TrueLove. શું નિયતીના રૂપમાં મારી આ True Love ની શોધ પુરી ના થઇ શકે??? એવું હું વિચારી રહ્યો હતો.
(ક્રમશ..)