કલાકારો અને કસબીઓ ભાગ - ૬ દીપક ભટ્ટ દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કલાકારો અને કસબીઓ ભાગ - ૬

પ્રકરણ - ૭૧

"तुम मुझे भूल भी जाओ तो ये हक़ है तुमको
मेरी बात और है मैंने तो मुहब्बत की है"
.
સુધા મલ્હોત્રા ~~~

ફિલ્મજગતમાં અકાળે વિલાઈને ભુલાઈ ગયેલો એક મધુર અવાજ

સુધા મલ્હોત્રાનો જન્મ ૩૦ નવેમ્બર ૧૯૩૬ના દિવસે દિલ્હીમાં થયો
સુધાનું બાળપણ અને યુવાવસ્થા લાહોર, ભોપાલ અને ફિરોઝપુરમાં વીત્યા

માત્ર પાંચ વર્ષની ઉંમરથી જ સુધા મલ્હોત્રાએ રેડિયો પર ગાવાની શરૂઆત કરી હતી
સુધા મલ્હોત્રાએ સંગીત વિષય સાથે આગ્રા યુનિવર્સીટીથી સનદ મેળવી હતી

સંગીતકાર ગુલામ હૈદરે "રેડ ક્રોસ સોસાયટી"ના એક કાર્યક્રમમાં બાળ સુધાને ગીત ગાતા સાંભળીને પોતાના સંગીતમાં પ્રથમ ફિલ્મી ગીત ગવડાવ્યું

સુધા મલ્હોત્રાએ ગાયકીની તાલીમ ઉસ્તાદ અબ્દુલ રહેમાન ખાન અને પંડિત લક્ષ્મણ પ્રસાદ જયપુરવાલે પાસે મેળવી

પોતાની ૧૦ વર્ષની કારકિર્દીમાં માત્ર 264 ગીતો જ ગાયા
જેમના મોટાભાગના ગીતો સાહિરના લખેલા હતા પણ એકેએક ગીત લાજવાબ - ગાયકીથી અને પ્રેમપ્રકરણના કારણે શબ્દોથી પણ સજાવેલા....

સુધાની ૧૪ વર્ષની ઉંમરે જ સુધાને ગાયિકા તરીકે ફિલ્મજગતમાં લાવનાર સંગીતકાર, ગુલામ હૈદર,ને "સુધા મલ્હોત્રા"માં "લતા"નો વિકલ્પ દેખાતો હતો
સુધાએ દિલીપકુમાર અભિનીત ફિલ્મ આરઝૂ માટે ૧૯૫૦માં સૌ પ્રથમ વખત ગીત ગાયું

૧૯૫૯માં સાહિરે ફિલ્મ "ભાઈ બહેન"નું ગીત ગાવા માટે સુધાનો સંપર્ક કર્યો

એ ગીતના શબ્દો હતા " મેરે નદીમ મેરે હમસફર ......." અને એ સાથે જ સુધા અને સાહિરની પ્રેમકહાનીની શરૂઆત થઈ ગઈ

સુધા ૨૩ની અને સાહિર ૩૮ના

પ્રેમના જુએ નાતજાત અને પ્રેમના જુએ ઉંમર
એ નિયમની રૂએ એ પાંગરેલો પ્રેમ વિસ્તરતો જ રહ્યો

ગાયીકા સુધા મલ્હોત્રા, અમૃતા પ્રીતમ સિવાયનું બીજુ એક પાત્ર જે સાહિરના ગળાડૂબ પ્રેમમાં અને સાહિર પર ઓળઘોળ..
વાત છે ૧૯૬૦ની જયારે અમૃતા સાથેના સાહિરના સંબંધો પર પૂર્ણવિરામ મુકાઈ ગયેલું

૧૯૩૬માં જન્મેલી સુધા હજુ એની 20s માં હતી ત્યારે સાહિર એના અવાજ અને એના રૂપથી અંજાઈ ગયેલા
સાહિર પોતે લખેલા ગીતો સુધાના મુખે જ ગવાય એવો આગ્રહ જે તે ફિલ્મોના નિર્માતા, નિર્દેશકો અને સંગીતકારો પાસે રાખતા

રોજ સવારે, કદાચ એ કોકિલકંઠીનો અવાજ સાંભળવા, સાહિર સુધા મલ્હોત્રાના ઘેર અચૂક ફોન કરતા

સુધા મલ્હોત્રાના કાકા ઘણી વખત સુધા સાથે મઝાક કરતા કે
"સુધા, તેરે મોર્નીગ એલાર્મ કા ફોન હૈ !"

કદાચ સાહિર શબ્દોમાં જેવી હિમ્મત અને હોંશિયારી બતાવી શક્યા એવી હિમ્મત અને હોંશિયારી પોતાની વાસ્તવિક જિંદગીમાં ના બતાવી શક્યા
એ બંનેય સમયે ગળાડૂબ પ્રેમમાં હોવા છતાંયે બેમાંથી એકપણ સ્ત્રીને પોતાની બનાવી ના શક્યા !

અફસોસ !

એકબીજાના શરીરને ઓળખતા, એકબીજાના શ્વાસના લયને માપનાર, એકબીજાના દિલની ધડકનોના રીધમને પરખનારા પણ ૧૯૬૩માં સાહિરે સુધા મલ્હોત્રા સાથેના પ્રેમસંબંધ પર પૂર્ણવિરામ મુકતા ફિલ્મ ગુમરાહના ગીત દ્વારા પોતાના નિષ્ફળ પ્રેમ માટે લખેલું

"ચલો એક બાર ફિરસે અજનબી બન જાયે હમદોનો........ ન મૈં તુમસે કોઈ ઉમ્મદ રખ્ખુ દિલનવાઝી ના તુમ મેરી તરફ દેખો ગલત અંદાઝ નજારો સે "

વર્ષો પહેલા તો હું પણ એ ગીતો એમ જ સંભળાતો અને મને એ ગીતો એમ જ ગમતા
પણ સમજણ વધતા જ્યારથી સુધાના સાહિર સાથેના પ્રેમપ્રકરણની વાતો ધ્યાને આવી અને એ પ્રેમ પ્રકરણને ધ્યાને રાખી એ ગીતોનો સંદર્ભ સમજાયો બસ ત્યારથી એ મધુર ગીતોના શબ્દો દિલમાં ઘર કરી ગયા
.
૧૯૫૧માં સુધાએ મન્નાડે અને પારુલ ઘોષ સાથે ફિલ્મ આંદોલન માટે "વંદે માતરમ" ગાયું

સુધા મલ્હોત્રાએ ૧૯૬૩માં ગિરધર મોટવાણી સાથે લગ્ન કર્યા અને લગ્ન બાદ તેણે ફિલ્મોમાં ગીતો ગાવાના બંધ કર્યા હોવાનું કહેવાય છે

પણ સુધા મલ્હોત્રાના ખુદના કહેવા પ્રમાણે, સાહિર સાથેના તેના સંબંધોની વિગતો અને કથા સીને મેગેઝીન "બ્લિટઝ"માં છપાયા પછી ૧૯૫૯માં ફિલ્મ "દીદી"માં ગીતો ગાયા પછી ફિલ્મોમાં ગાવાનું બંધ કરી દીધું હતું

૧૯૫૯ પછી પ્રદર્શિત થયેલી જે ફિલ્મોમાં સુધા મલ્હોત્રાના ગાયેલા ગીતો હતા એ ગીતો ૧૯૫૯ સુધીમાં રેકોર્ડ કરાયેલા હતા

ફિલ્મ "ઉડનખટોલા" માટે નૌશાદે મોટાભાગના ગીતો સુધા મલ્હોત્રાના અવાજમાં રેકોર્ડ કર્યા હતા
પણ ફિલ્મ જયારે પ્રદર્શિત થઈ ત્યારે ફિલ્મ ઉડનખટોલામાં સુધા મલ્હોત્રાનું એકપણ ગીત નહોતું !

૧૯૬૦નું ફિલ્મ બાબરનું સાહિરનું લખેલું અને સુધાએ ગાયેલું ગીત યાદ કરો કે જેમાં કહેવાયું હતું કે

"સલામે હસરત કબુલ કર લો ...મેરી મહોબ્બત કબુલ કર લો ..."

૧૯૬૦માં "કભી કભી" શીર્ષક હેઠળ સાહિરે લખેલી ગઝલો, એસ ડી બર્મનના સંગીતમાં ચેતન આનંદની ફિલ્મ માટે સુધા પાસે ગવડાવવાની હતી

પણ એ ગઝલો યશ ચોપરાની ફિલ્મ કભી કભીમાં ઉપયોગમાં લેવાઈ

કહેવાય છે કે ફિલ્મ કભી કભી એ સુધા અને સાહિરના એ પાંગરીને અવિકસિત રહેલા, એક શાયર અને એક ગાયકના બાળમરણ પામેલા, પ્રેમની કહાની હતી !

બસ આમને આમ વાત આગળ વધતી જ રહી
કદાચ સુધા અને સાહિર બંનેય એકબીજાની જરૂરીયાત બની ગયા હશેને કદાચ એકબીજાની જરૂરિયાત સમજી પણ ગયા હશે !

૧૯૬૩માં સુધાએ "Chicago Radio Mike Company "ના માલિક ગિરિધર મોટવાણી સાથે લગ્ન કરી લીધા અને લગ્ન બાદ ફિલ્મોમાં ગીતો ગાવાનું સદંતર બંધ કર્યું.

પણ ૧૯૮૨ની રાજકપૂરની ફિલ્મ "પ્રેમરોગ"માં લક્ષ્મીકાંત પ્યારેલાલ માટે અનવર સાથે ગાયેલું યુગલગીત એકમાત્ર અપવાદ છે
જે કદાચ સાહિરના "ચલો એકબાર ફિરસે"નો જવાબ હતો

ये प्यार था या कुछ और था
न तुझे पता न मुझे पता
ये प्यार था
ये प्यार था या कुछ और था
न तुझे पता न मुझे पता
ये निगाहों का ही क़ुसूर था
न तेरी ख़ता न मेरी ख़ता
ये प्यार था या कुछ और था
ये प्यार था

૨૦૧૩માં ફિલ્મજગતમાં સુધા મલ્હોત્રાના પ્રદાનને ધ્યાને લઈ ભારત સરકારે સુધા મલ્હોત્રાને "પદ્મશ્રી"ના નાગરિક સન્માનથી નવાજી હતી

ચાલો પહેલા સાહિરે સુધા માટે લખેલા અને સુધા દ્વારા કે અન્ય ગાયકો કે ગાયિકાઓએ ગાયેલા ગીતોની ઝલક મેળવીયે

ફિલ્મ - દીદી

તમને જાણીને ચોક્કસ નવાઈ લાગશે કે આ ફિલ્મમાં સંગીતકાર એન દત્તા હતા પણ આ ગીતનું સંગીત ખુદ સુધા મલ્હોત્રાએ તૈયાર કરેલુ

૧.
तुम मुझे भूल भी जाओ तो ये हक़ है तुमको
मेरी बात और है मैंने तो मुहब्बत की है

मेरे दिल की मेरे जज़बात की कीमत क्या है
उलझे-उलझे से ख्यालात की कीमत क्या है
मैंने क्यूं प्यार किया तुमने न क्यूं प्यार किया
इन परेशान सवालात कि कीमत क्या है
तुम जो ये भी न बताओ तो ये हक़ है तुमको
मेरी बात और है मैंने तो मुहब्बत की है
तुम मुझे भूल भी जाओ तो ये हक़ है तुमको

ज़िन्दगी सिर्फ़ मुहब्बत नहीं कुछ और भी है
ज़ुल्फ़-ओ-रुख़सार की जन्नत नहीं कुछ और भी है
भूख और प्यास की मारी हुई इस दुनिया में
इश्क़ ही एक हक़ीकत नहीं कुछ और भी है
तुम अगर आँख चुराओ तो ये हक़ है तुमको
मैंने तुमसे ही नहीं सबसे मुहब्बत की है
तुम अगर आँख चुराओ तो ये हक़ है तुमको

तुमको दुनिया के ग़म-ओ-दर्द से फ़ुरसत ना सही
सबसे उलफ़त सही मुझसे ही मुहब्बत ना सही
मैं तुम्हारी हूँ यही मेरे लिये क्या कम है
तुम मेरे होके रहो ये मेरी क़िस्मत ना सही
और भी दिल को जलाओ ये हक़ है तुमको
मेरी बात और है मैंने तो मुहब्बत की है
तुम मुझे भूल भी जाओ तो ये हक़ है तुमको

ફિલ્મ - ગુમરાહ

आप आये तो ख़याल-ए-दिल-ए-नाशाद आया
कितने भूले हुए ज़ख्मों का पता याद आया
आप आये ...

""आप के लब पे कभी अपना भी नाम आया था
शोख नज़रों से मुहब्बत का सलाम आया था
उम्र भर साथ निभाने का पयाम आया था
आपको देख के वो अहद-ए-वफ़ा याद आया
कितने भूले हुए ज़ख्मों का पता याद आया
आप आये ...""

रूह में जल उठे बुझती हुई यादो.म के दिये
कैसे दीवाने थे हम आपको पाने के लिये
यूँ तो कुछ कम नहीं जो आपने अहसान किये
पर जो माँगे न पाया वो सिला याद आया
कितने भूले हुए ज़ख्मों का पता याद आया
आप आये ...

""आज वो बात नहीं फिर भी कोई बात तो है
मेरे हिस्से में ये हल्की सी मुलाक़ात तो है
ग़ैर का हो के भी ये हुस्न मेरे साथ तो है
हाय किस वक़्त मुझे कब का गिला याद आया
कितने भूले हुए ज़ख्मों का पता याद आया
आप आये .....

ફિલ્મ - ગુમરાહ

चलो इक बार फिर से, अजनबी बन जाएं हम दोनो
चलो इक बार फिर से ...

न मैं तुमसे कोई उम्मीद रखूँ दिलनवाज़ी की
न तुम मेरी तरफ़ देखो गलत अंदाज़ नज़रों से
न मेरे दिल की धड़कन लड़खड़ाये मेरी बातों से
न ज़ाहिर हो तुम्हारी कश्म-कश का राज़ नज़रों से
चलो इक बार फिर से ...

तुम्हें भी कोई उलझन रोकती है पेशकदमी से
मुझे भी लोग कहते हैं कि ये जलवे पराए हैं
मेरे हमराह भी रुसवाइयां हैं मेरे माझी की - २
तुम्हारे साथ भी गुज़री हुई रातों के साये हैं
चलो इक बार फिर से ...

तार्रुफ़ रोग हो जाये तो उसको भूलना बेहतर
ताल्लुक बोझ बन जाये तो उसको तोड़ना अच्छा
वो अफ़साना जिसे अंजाम तक लाना ना हो मुमकिन - २
उसे एक खूबसूरत मोड़ देकर छोड़ना अच्छा
चलो इक बार फिर से ...

ફિલ્મ - ગર્લ ફ્રેન્ડ

कश्ती का खामोश सफ़र है, शाम भी है तनहाई भी
दूर किनारे पर बजती है लहरों की शहनाई भी
आज मुझे कुछ कहना है, आज मुझे कुछ कहना है
लेकिन ये शर्मीली निगाहें मुझको इजाज़त दें तो कहूँ
ये मेरी बेताब उमंगें थोड़ी फ़ुर्सत दें तो कहूँ

जो कुछ तुमको कहना है, वो मेरे ही दिल की बात न हो
जो मेरे ख़्वाबों की मंज़िल उस मंज़िल की बात न हो
कहते हुए डर सा लगता है, कहकर बात न खो बैठूँ
ये जो ज़रा सा साथ मिला है, ये भी साथ न खो बैठूँ

कबसे तुम्हारे रस्ते पे मैं, फूल बिछाये बैठी हूँ
कह भी चुको जो कहना है मैं आस लगाये बैठी हूँ
दिल ने दिल की बात समझ ली, अब मुँह से क्या कहना है
आज नहीं तो कल कह लेंगे, अब तो साथ ही रहना है

कह भी चुको, कह भी चुको जो कहना है

छोड़ो अब क्या कहना है

ફિલ્મ - કભી કભી

कभी कभी मेरे दिल में, ख़याल आता है
के जैसे तुझको बनाया गया है मेरे लिये
तू अबसे पहले सितारों में बस रही थी कहीं
तुझे ज़मीं पे बुलाया गया है मेरे लिये
कभी कभी मेरे दिल में, ख़याल आता है

कभी कभी मेरे दिल में, ख़याल आता है
के ये बदन ये निगाहें मेरी अमानत हैं
ये गेसुओं की घनी छाँव हैं मेरी ख़ातिर
ये होंठ और ये बाहें मेरी अमानत हैं
कभी कभी मेरे दिल में, ख़याल आता है

कभी कभी मेरे दिल में, ख़याल आता है
के जैसे तू मुझे चाहेगी उम्र भर यूँही
उठेगी मेरी तरफ़ प्यार की नज़र यूँही
मैं जानता हूँ के तू ग़ैर है मगर यूँही
कभी कभी मेरे दिल में, ख़याल आता है

कभी कभी मेरे दिल में, ख़याल आता है
के जैसे बजती हैं शहनाइयां सी राहों में
सुहाग रात है घूँघट उठा रहा हूँ मैं (२)
सिमट रही है तू शरमा के मेरी बाहों में
कभी कभी मेरे दिल में, ख़याल आता है.

ફિલ્મ - કભી કભી

मैं पल दो पल का शायर हूँ
पल दो पल मेरी कहानी है
पल दो पल मेरी हस्ती है
पल दो पल मेरी जवानी है
मैं पल दो पल का शायर हूँ ...

ફિલ્મ - કભી કભી

मैं हर इक पल का शायर हूँ
हर इक पल मेरी कहानी है
हर इक पल मेरी हस्ती है
हर इक पल मेरी जवानी है
मैं हर इक पल का शायर हूँ

અને હવે જોઈએ સુધા મલ્હોત્રાએ ગાયેલા અન્ય ગીતોની એક ઝલક

ફિલ્મ - કાલા બાઝાર.

न मैं धन चाहूँ, न रतन चाहूँ
तेरे चरणों की धूल मिल जाये
तो मैं तर जाऊँ, हाँ मैं तर जाऊँ
हे राम तर जाऊँ...

ફિલ્મ - કૈસે કહું

मनमोहन मन में हो तुम्हीं
मोरे अंग अंग तुम्हीं समाये
जानो य जानो न हो तुमही

ફિલ્મ - બરસાત કી રાત

ना तो कारवाँ की तलाश है, ना तो हमसफ़र की तलाश है
मेरे शौक़-ए-खाना खराब को, तेरी रहगुज़र की तलाश है

मेरे नामुराद जुनून का है इलाज कोई तो मौत है
जो दवा के नाम पे ज़हर दे उसी चारागर की तलाश है

ફિલ્મ - ધૂલ કા ફૂલ

कासे कहूँ मन की बात
हाँ कासे कहूँ मन की बात
बैरी बलमवा दुखिया कर गये सुख को ले गये साथ
कासे कहूँ मन की बात
हाँ कासे कहूँ मन की बात

ફિલ્મ - નરશી ભગત

दरशन दो घनश्याम नाथ मोरी, अँखियाँ प्यासी रे
मन मंदिर की ज्योति जगादो, घट घट बासी रे

मंदिर मंदिर मूरत तेरी
फिर भी ना दीखे सूरत तेरी
युग बीते ना आई मिलन की
पूरणमासी रे ...
~~~~~~~~~~~~~~~~~
પ્રકરણ - ૭૨

"કસમેં વાદે પ્યાર વફા સબ બાતેં હૈ બાતોં કે ક્યા"
.
ઈન્દીવર ~~~

શુદ્ધ અને અર્થસભર કવિતા આપનાર કવિવરની કવિતાઓ કે જે કવિતાઓ ફિલ્મોની કથાઓ સાથે તો વણાઈ ગઈ પણ એમની એકએક કવિતાઓ સાથેસાથે આપણા જીવનનો હિસ્સો પણ બની રહી

જાણે એ બધી કવિતાઓ તમારા માટે જ રચાઈ છે

અને એ કવિતાઓ મને અને તમને કંઠસ્થ અને હૃદયસ્થ થઈ ગઈ

૧. બડે અરમાનો સે રખ્ખા હૈ બલમ તેરી કસમ - મલ્હાર
૨. દેખો પ્યારમેં ઐસા નહિ કરતે - હોટલ
૩. ધીરે ધીરે સુબહ હુઈ જાગ ઉઠી જિંદગી - હૈસિયત
૪. દિલ ઐસા કીસીને મેરા તોડા - અમાનુષ
૫. દુશ્મન ના કરે દોસ્તને વો કામ કિયા હૈ - આખિર કયું ?
૬. દિલ કો દેખો ચહેરા ના દેખો - સચ્ચાજૂઠા
૭. એક તુ ના મિલા સારી દુનિયા મિલે ભી તો ક્યા - હિમાલય કી ગોદ મેં
૮. એક તુ જો મિલા સારી દુનિયા મિલી - હિમાલય કી ગોદ મેં
૯. ગમ કી દવા તો પ્યાર હૈ ગમ કી શરાબ નહિ - અમાનુષ
૧૦. હમ છોડ ચલે હૈ મહેફિલ કો - જી ચાહતા હૈ
૧૧. હમ થે જીનકે સહારે વો હુએ ના હમારે - સફર
૧૨. હમને અપના સબ કુછ ખોયા પ્યાર તેરા પાને કો - સરસ્વતીચંદ્ર
૧૩. છોડ દે સારી દુનિયા કિસી કે લિયે - સરસ્વતીચંદ્ર
૧૪. ફૂલ તુમ્હે ભેજા હૈ ખત મેં - સરસ્વતીચંદ્ર
૧૫. ચંદન સા બદન ચંચલ ચિંતવન - સરસ્વતીચંદ્ર
૧૬. હમને તુઝકો પ્યાર કિયા હૈ જીતના - દુલ્હાદુલ્હન
૧૭. હે રે કનૈયા કિસકો કહેગા તુ મૈયા - છોટીબહુ
૧૮. હોટોં સે છુ લો તુમ - પ્રેમગીત
૧૯. હમ તુમ્હે ચાહતે હૈ ઐસે - કુરબાની
૨૦. જબ કોઈ બાત બિગડ જાયે - ઝૂર્મ
૨૧. તુ મિલે દિલ ખીલે ઔર જીને કો ક્યા ચાહિયે - ક્રિમિનલ
૨૨. જિંદગી કા સફર હૈ યે કૈસા સફર - સફર
૨૩. જીને કે બહાને લાખો હૈ - ખૂન ભરી માંગ
૨૪. જિસ દિલમેં બસા થા પ્યાર તેરા - સહેલી
૨૫. જિસ પથ પે ચલા ઉસ પથ પે મુજે - યાદગાર
૨૬. જીવન સે ભરી તેરી આંખે - સફર
૨૭. જો તુમકો હો પસંદ વોહી બાત કરેંગે - સફર
૨૮. તુજ સંગ પ્રીત લાગે સજના - કામચોર
૨૯. તુમસે બઢકર દુનિયામેં - કામચોર
૩૦. કસમેં વાદે પ્યાર વફા સબ - ઉપકાર
૩૧. પ્યાર કરતે હૈ હમ - હોટલ
૩૨. કોઈ જબ તુમ્હારા હૃદય તોડ દે - પૂરબ ઔર પશ્ચિમ
૩૩. સબ કે રહેતે લગતા હૈ જૈસે કોઈ નહિ હૈ મેરા - સમઝોતા
૩૪. સમજોતા ગમોંસે કરલો - સમઝોતા
૩૫. કયા ખુબ લગતી હો બડી સુંદર દિખતી હો - ધર્માત્મા
૩૫. ઓહ રે તાલ મિલે નદી કે જલ મેં - અનોખી રાત
૩૬. ના પૂછો કોઈ હમે ઝહર કયું પી લિયા - અમાનુષ
૩૭. નદીયાં ચલે ચલે રે ધારા - સફર
૩૮. પાસ બૈઠો તબિયત બહલ જાયેગી - પુનર્મિલન
૩૯. પ્યાર માંગા હૈ તુમ્હી સે ના ઇન્કાર કરો - કોલેજ ગર્લ
૪૦. રૂપ તેરા ઐસા દર્પનમેં ના સમયે - એક બાર મુશ્કરા દો
૪૧. સવેરે કા સુરજ તુમ્હારે લિયે હૈ - એક બાર મુશ્કરા દો
૪૨. કિતને અટલ થે તેરે ઇરાદે - એક બાર મુશ્કરા દો
૪૩. સજી નહિ બારાત તો ક્યા - બિન ફેરે હમ તેરે
૪૪. યે બંધન તો પ્યાર કા બંધન હૈ - કરણ અર્જુન
૪૫. તેરા સાથ હૈ ઈતના પ્યારા - જાંબાઝ
૪૬. તેરે હોટોં કે દો ફૂલ પ્યારે પ્યારે - પારસ
૪૭. તુ ઇસ તરાહ સે મેરે જીન્દગીમેં શામિલ હૈ - આપ તો ઐસે ના થે
૪૮. તુમ મિલે પ્યાર સે મુજે જીના ગંવારા હુઆ - અપરાધ
૪૯. યુંહીં તુમ મુઝસે બાત કરતી હો - સચ્ચાજુઠા
૫૦. તારા તૂટે દુનિયા દેખે દેખા ના કીસીને દિલ તૂટ ગયા - મલ્હાર
૫૧. રોશન તુમ્હી સે દુનિયા રોનક તુમ્હી જહાં કી - પારસમણી
.
કવિવરનું મોટાભાગનું કામ સંગીતકાર કલ્યાણજી આણંદજી, રાજેશ રોશન, ભપ્પી લાહિરી સાથે રહ્યું

કેટલાક નમૂનાઓને સંગીતકાર કલ્યાણજી આણંદજી અને ભપ્પી લાહિરીના ગીતોનો છોછ એટલે એ ખાસ પ્રજાતિને આ અર્થસભર ગીતો પસંદ ના જ પડે એ સ્વાભાવિક જ છે !
.
૧૯૪૯ની ગાયક મુકેશની પોતાની ફિલ્મ "મલ્હાર" એ ઈન્દીવરની આધિકારિક સૌ પ્રથમ ફિલ્મ

૧૯૪૦ના દાયકાના મધ્યભાગમાં તેમણે કેટલીક ફિલ્મોના ગીતો લખ્યા હતા પણ એ બધા ગીતો કવિ ઈન્દીવરના બદલે "ભૂતિયા" નામે નોંધાયા !
.
મધ્યપ્રદેશના ઝાંસીમાં શ્યામલાલ બાબુરાય તરીકે પહેલી જાન્યુઆરી ૧૯૨૪ના દિવસે જન્મ
(કોઈક જગ્યાએ તેમની જન્મતારીખ ૧૫ ઓગસ્ટ ૧૯૨૪ પણ નોંધાયેલી છે)

યુવાનીમાં ભારતના સ્વતંત્રતા સંગ્રામનો હિસ્સો રહયા અને જેલવાસ પણ ભોગવ્યો
જેલવાસ દરમ્યાન સમયનો સદુપયોગ કરીને ઈન્દીવરે ફ્રેન્ચ, પર્સીયન, અંગ્રેજી અને ઉર્દુ ભાષાઓ ના માત્ર શીખી લીધી પણ એ ભાષાઓ પર પ્રભુત્વ પણ મેળવ્યું
.
આમ તો ૧૯૪૬ની ફિલ્મ "Double Face" ઈન્દીવરની પ્રથમ ફિલ્મ હતી પણ એ ફિલ્મોના ગીતોની અને એ ફિલ્મના ગીતોની કોઈ નોંધ જ ના લેવાઈ !

પણ ફિલ્મ "Double Face" પહેલા ફિલ્મ "જસ્ટિસ ચૌધરી" પ્રદર્શિત થઈ એટલે "જસ્ટિસ ચૌધરી"ને ઈન્દીવરની પ્રથમ ફિલ્મ ગણી શકાય

ઈન્દીવરે "જસ્ટિસ ચૌધરી" નામની બીજી ફિલ્મ ૧૯૮૩માં પણ કરી

૧૯૪૬ની ફિલ્મ "જસ્ટિસ ચૌધરી"ના ગીતોની ક્રેડિટ દીનાનાથ મધોકને આપવામાં આવી હતી !
.
મુકેશની ફિલ્મ મલ્હારના ગીતો સાંભળ્યા અને પ્રસિદ્ધ થયા પછી ઈન્દીવરને એક ગીતકાર તરીકે સ્વીકારાયા
ત્યાં સુધી તો શ્રોતાઓ ઈન્દીવરને દેશભક્તિના ગીતોના ગીતકાર જ સમજતા

સંગીતકાર કલ્યાણજી આણંદજી સાથેના વ્યવસાયિક સંબંધો ખુબ જ રંગ લાવ્યા અને આ જોડીએ ફિલ્મોમાં કાવ્યાત્મક ગીતોની હારમાળા સર્જી

જે ગીતો ફિલ્મ દર્શકોને કંઠસ્થ થવા સાથે હૃદયસ્થ બની ગયા
૧૯૬૦માં બનેલી આ જોડીએ છેક ૧૯૯૭ સુધી ખુબ જ સુંદર ગીતો આપ્યા.

ઈન્દીવરે સંગીતકાર રોશન સાથે પણ ચિરસ્મરણીય ગીતો આપ્યા

૧૯૯૦ના દાયકામાં ઈન્દીવરે સંગીતકાર રાજેશ રોશન, ભાપ્પી લાહિરી, વિજુ શાહ, આદેશ શ્રીવાસ્તવ, આનંદ રાજ આનંદ અને જતીન લલિત જેવા નવી પેઢીના સંગીતકારો સાથે કામ કર્યું

ગીતકાર ઈન્દીવરને એ વસવસો રહ્યો કે પોતાના સમયના સુપ્રસિદ્ધ સંગીતકાર સચિનદેવ બર્મન સાથે કામ કરવાનો તેમને મોકો ક્યારેય ના મળ્યો !

સંગીતકાર નૌશાદ માટે BR ચોપરાની, ડબ્બાબંધ ફિલ્મ, ચાણક્ય ઔર ચંદ્રગુપ્ત માટે ગીતો લખ્યા હતા અને રેકોર્ડ પણ કર્યા હતા પણ એ ફિલ્મના ગીતો ક્યારેય રિલીઝ ના થયા !

એ ફિલ્મના ગીતકાર મૂળ તો સાહિર હતા પણ ચાણક્ય અને ચંદ્રગુપ્તની હિન્દૂ પરંપરાઓની બારીકીઓ પોતાને ખબર ના હોવાથી સાહિરે જે તે ફિલ્મના ગીતો ઈન્દીવર પાસે લખાવવાનો આગ્રહ સંગીતકાર નૌશાદને કર્યો હતો !

સંગીતકાર લક્ષ્મીકાંત પ્યારેલાલ સાથે તેઓની સૌપ્રથમ ફિલ્મ પારસમણીમાં મોકો મળ્યો
ગીત હતું "રોશન તુમ્હી સે દુનિયા રોનક તુમ્હી જહાં કી ..."
.
"દુલ્હન ચલી......." અને "હૈ પ્રીત જહાં કી રીત સદા ...."એ બંને કાવ્યો ઈન્દીવરે વર્ષો પહેલા લખ્યા હતા

જે તે ગીતોમાં જરૂરી ફેરફારો સાથે +૨૦ વર્ષો પછી એ બંનેય કાવ્યોને મનોજકુમારની ફિલ્મ "પૂરબ ઔર પશ્ચિમ"માં સમાવવામાં આવ્યા

ફિલ્મ "સફર"ના ટાઈટલ ગીતમાં જિંદગીની ફિલસુફી થોડાક શબ્દોમાં વણી લેવા માટે ૪-૫ મહિનાઓનો સમય લીધો હતો
ઈન્દીવરની માન્યતા હતી કે ગીતનો સંદેશ સરળ ભાષામાં હોવા ઉપરાંત એ સંદેશ જે તે શ્રોતાને સીધી અસર કરે તેવો હોવો જોઈએ

જિંદગીની ફિલસુફી વર્ણવવા માટે જોડકણા કામ ના આવે !

હિન્દી ફિલ્મજગતમાં જે તે સમયે કેટલાક વિરોધી ગીતકારો દ્વારા ગીતકાર ઈન્દીવર માટે એવી વાતો ફેલાવાઈ હતી કે અર્થવગરનો શબ્દ "ક્યા" ઈન્દીવરનો માનીતો શબ્દ છે અને ગમે તે રીતે એ શબ્દને પોતાના ગીતોમાં પરાણે પરાણે જગ્યા આપે જ છે

પણ હકીકતે એ શબ્દ સાથે લખેલા તેમના ગીતો ના માત્ર લોકભોગ્ય જ રહયા પણ ખુબ જ પ્રચલિત રહયા
ઉદાહરણ તરીકે
૧. ક્યા ખુબ લગતી હો બડી સુંદર દિખતી હો ....
૨. કસમેં વાદે પ્યાર વફા સબ બાતેં હૈ બાતોં કે ક્યા ....
૩. એક તુ ના મિલા સારી દુનિયા મિલે ભી તો ક્યા હૈ ....

ક્યારેક ઈન્દીવરે કહ્યું હતું કે ફિલ્મજગતમાં તેમના માનીતા સંગીકારો કલ્યાણજી આણંદજી , રાજેશ રોશન અને ભાપ્પી લહેરી રહયા છે

કવિ કાલિદાસ તેમના પ્રેરણાસ્તોત્ર રહયા
.
કવિ ઈન્દીવરને આજેય "બુન્દેલખંડની શાન" માનવામાં આવે છે
.
તેઓના પાંચ ગીતો ફિલ્મફેર એવોર્ડ માટે શ્રેષ્ઠ ગીત તરીકે નામાંકન મેળવવામાં સફળ રહયા
પણ એક જ વખત એમનું ગીત શ્રેષ્ઠ ગીત તરીકેનો ફિલ્મફેર એવોર્ડ મેળવવામાં સફળ રહ્યું
૧૯૬૬ - એક તું ના મિલા - હિમાલય કી ગોદમેં
૧૯૭૪ - સમજૌતા ગમો સે કરલો - સમજૌતા
૧૯૭૫ - બહેનાને ભાઈ કી કલાઈ સે પ્યાર બાંધા હૈ - રેશમ કી ડોરી
૧૯૭૬ - દિલ ઐસા કીસીને મેરા તોડા - અમાનુષ (ગીત શ્રેષ્ઠ ગીત તરીકેનો ફિલ્મફેર એવોર્ડ મેળવવામાં સફળ રહ્યું )
૧૯૮૫ - પ્યાર કા તૌહફા તેરા - તૌહફા

ઈન્દીવરે નાઝીયા હસન અને જોહેબ હસનના આલ્બમ માટે પણ ગીતો લખ્યા
જેમાં "આપ જૈસા કોઈ મેરી જીન્દગીમેં આયે ..." અને "બૂમ બૂમ..." જેવા ગીતો મુખ્ય હતા

૨૭ ફેબ્રુઆરી ૧૯૯૭ના દિવસે, ૭૩ વર્ષની ઉંમરે, કવિવરે મુંબઈમાં અંતિમ શ્વાસ લીધા

મહાન ક્રાંતિવીર અને અર્થસભર ગીતોના જનક ઈન્દીવરને તેમની પુણ્યતિથિએ શ્રદ્ધાંજલિ
~~~~~~~~~~~~~
પ્રકરણ - ૭૩

"ક્યા જાનુ સજન હોતી હૈ ક્યા ગમ કી શામ....."
.
આશા પારેખ ઉર્ફે જ્યુબિલી ગર્લ ઉર્ફે ટોમ બોય ~~~

કપોળ વણિક પિતા બચુભાઈ પારેખ અને ખોજા મુસ્લિમ માતા સલમા પારેખ ઉર્ફે સુધા પારેખનું એકમાત્ર સંતાન
૨ ઓક્ટોબર ૧૯૪૨ના દિવસે મહુવા, ભાવનગરમાં જન્મ

આજીવન લગ્ન કર્યા નથી પણ પોતાની "દિલ દેકે દેખો", "તીસરી મંઝિલ" અને "કારવાં" જેવી સાત સફળ ફિલ્મોના નિર્માતા નાસીરહુસેન સાથે સુંવાળા સંબંધ હોવાનું પોતાની આત્મકથામાં સ્વીકારેલું

સાંભળેલી વાત પ્રમાણે
જુહી ચાવલા અને મુમતાઝના સાસરીના શહેર એવા પોરબંદરમાં આશા પારેખના વિવાહ થયેલા પણ કોઈક કારણસર એ સંબંધ લાંબો ટક્યો નહોતો
અને લગ્ન ના થયા .....

પોતાની માતાના અવસાન બાદ તેમની યાદમાં મુંબઈમાં "આશા પારેખ" હોસ્પિટલ બનાવેલી
આ હોસ્પિટલ ચલાવવા આર્થિક અડચણો ઉભી થતા પોતાનો મસમોટો બંગલો વેચીને નાના ફ્લેટમાં રહેવાનું શરુ કર્યું તેમ છતાં ૨૦૦૭માં એ હોસ્પિટલનું કામકાજ બંધ કરવું પડ્યું

હોસ્પિટલ ૨૦૦૯માં ફરી શરુ કરાઈ પણ આર્થિક સંકડામણના કારણે "૩૦ સપ્ટેમ્બર ૨૦૧૭"ના દિવસે આ હોસ્પિટલ કાયમ માટે બંધ કરવાનો નિર્ણય લેવાયો છે.

બીજી ઓક્ટોબર ૧૯૪૨ના દિવસે મુંબઈમાં જન્મ
બાળપણમાં ભણતર શરુ કરતા પહેલા માતાએ "બંસીલાલ ભારતી" પાસે નૃત્યની તાલીમ અપાવી હતી.

૧૯૫૨માં બાળકલાકાર તરીકે અશોકકુમાર અભિનીત ફિલ્મ "આસમાન"માં "બેબી આશાપારેખ"ના નામે અભિનય કરેલો.
અન્ય સાત - આઠ ફિલ્મોમાં બાળકલાકાર તરીકે કામ કર્યા બાદ વર્ષ ૧૯૫૯ ફિલ્મ "દિલ દેકે દેખો"માં મુખ્ય નાયિકા તરીકે અભિનય કર્યો.

૧૯૫૯માં વિજય ભટ્ટે , આશા પારેખને ફિલ્મ ગુંજ ઉઠી શહેનાઇ માટે એમ કહી નકારી હતી કે આશા પારેખ "સ્ટાર મટીરીયલ" નથી !
આ બનાવના માત્ર આઠ જ દિવસ બાદ નાસિર હુસેને તેને પોતાની ફિલ્મ "દિલ દેકે દેખો"માં મુખ્ય અભિનેત્રી તરીકે સાઈન કરેલી

એ પછીનો ઈતિહાસ આપણી સામે છે

મુખ્ય અભિનેત્રી તરીકે કામ મળતું બંધ થયા પછી ભાભી કે માતા તરીકેના ફિલ્મી અભિનય કરવામાં જરાયે ખચકાટ અનુભવ્યો નહિ

આમતો એની છાપ ગ્લેમર ગર્લ, ડાન્સિંગ સ્ટાર અને ટોમબોયની પણ ફિલ્મ "દો બદન", "ચિરાગ", "કટી પતંગ", "મૈં તુલસી તેરે આંગન કી" જેવી ફિલ્મોમાં ગંભીરપણે ગંભીર અભિનય પણ કરેલા

૧૯૫૨ થી ૧૯૯૯ સુધીની પોતાની દીર્ઘ કારકિર્દીમાં લગભગ ૮૦ હિન્દી ફિલ્મોમાં કામ કર્યું

સફળતમ ગુજરાતી ફિલ્મ "અખંડ સૌભાગ્યવતી" સાથે ત્રણ ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું

એક પંજાબી ફિલ્મ ધર્મેન્દ્ર સાથે કરી
અને એક કન્નડ ફિલ્મ પણ કરી

"આકૃતિ" નામની પોતાની નિર્માણ સંસ્થા શરુ કરી અને નાના પડદા માટે "પલાશ કે ફૂલ", "બાજે પાયલ" અને "કોરા કાગઝ" જેવી TV ધારાવાહિકો સાથે "દાલ મેં કાલા" જેવી હાસ્ય ધારાવાહિકનું નિર્માણ કર્યું

હાલમાં પોતાની ડાન્સ એકેડમી સાંભળે છે

૧૯૯૪ થી ૨૦૦૦ સુધી સીને આર્ટિસ્ટ એસોશિએશનનું પ્રમુખપદ સંભાળ્યું
એકમાત્ર ફિલ્મફેર એવોર્ડ ૧૯૭૧માં ફિલ્મ "કટી પતંગ" માટે મેળવ્યો

૧૯૯૨માં ભારત સરકારે પદ્મશ્રીનું સન્માન આપ્યું

આજેય પોતાની હમઉમ્ર અને હમદર્દ એવી વહીદા રહેમાન, હેલન, વૈજયંતી માલા સાથે પ્રસંગોપાત જોવા મળે છે

સાયરાબાનુની માફક આશા પારેખને પણ પોતાની ફિલ્મોના યાદગાર ગીતોનો વારસો સાંપડ્યો છે

ચાલો એક નજર આખોયે દિવસ મમળાવવા જેવા કેટલાક ગીતોની રસલ્હાણ લઈએ

૧. ફિલ્મ - આન મિલો સજના
- તેરે કારન તેરે કારન .......
- કોઈ નઝરાના લેકર આયા મૈં દીવાના તેરે લિયે
- અચ્છા તો હમ ચલતે હૈ

૨. ફિલ્મ - આયે દિન બહાર કે
- સુનો સજના પપીહે ને .....
- મેરે દુશ્મન તુ મેરી દોસતી કો તરસે
- ખત લિખ દે સાંવરિયા કે નામ બાબુ

૩. ફિલ્મ - આયા સાવન ઝૂમ કે
- ઓ માંઝી ચલ ....
- યે શમા તો જલી
- બદરા છાયે..... આયા સાવન ઝૂમ કે

૪. ફિલ્મ - ઘૂંઘટ
- લાગે ના મોરા જીયા
- મોરી છમ છમ બાજે પાયલિયા

૫. ફિલ્મ - ઘરાના
- જબ સે તુમ્હે દેખા હૈ આંખો મૈં તુમ્હી તુમ હો

૬. ભરોસા
- વો દિલ કહા સે લાઉ તેરી યાદ જો ભૂલા દે
- ઇસ ભરી દુનિયા મે કોઈ ભી હમારા ના હુઆ

૭. ફિલ્મ - બિન બાદલ બરસાત
- જિંદગી કીતની ખુબસુરત હૈ
- ઈક બાર જરા તુમ કહે દો મુઝે શરમા કે તુમ દીવાના

૮. ફિલ્મ - બહારો કે સપને
- ક્યા જાનુ સજન હોતી હૈ ક્યા ગમ કી શામ
- આજા પિયા તોહે પ્યાર દુ
- ચુનરી સંભાલ ગોરી .

૯.ફિલ્મ - છાયા
- ઇતના ના મુઝસે તુ પ્યાર બઢા

૧૦. ફિલ્મ - ચિરાગ
- તેરી આંખો કે સીવા દુનિયા મેં રખ્ખા ક્યાં હૈ
- ચરાગ દિલ કા જલાઓ બહોત અંધેરા હૈ

૧૧. ફિલ્મ - સાજન
- રેશમ કી ડોરી
- સાજન સાજન પુકારુ ગલીયો મેં

૧૨. ફિલ્મ - પગલાં કહી કા
- તુમ મુઝે યુ ભૂલા ના પાઓગે

૧૩. ફિલ્મ - પ્યાર કા મૌસમ
- તુમ બિન જાઉં કહા

૧૪. ફિલ્મ - દો બદન
- લો આ ગઈ ઉનકી યાદ
- નસીબ મેં જિસ કે જો લિખા થા
- ભરી દુનિયા મેં આખિર દિલ કો
- રહા ગરદીશો મેં હરદમ

૧૫, ફિલ્મ - જિદ્દી
- રાત કા સમા ઝૂમે ચંદ્રમા

૧૬. ફિલ્મ - શિકાર
- પરદેમેં રહેને દો પરદા ના ઉઠાઓ

૧૭. ફિલ્મ - લવ ઈન ટોકિયો
- કોઈ મતવાલા આયા મેરે દ્વારે
- આજા રે આ જરા આ
- સાયોનારા સાયોનારા

૧૮. ફિલ્મ - કન્યાદાન
- મેરી જિંદગી મેં આતે તો કુછ ઔર બાત હોતી
- લિખે જો ખત તુઝે

૧૯. ફિલ્મ - મહલ
- આંખો આંખો મેં હમતુમ હો ગયે દીવાને

૨૦. ફિલ્મ - કટી પતંગ
- યે શામ મસ્તાની
- જિસ ગલી મેં તેરા ઘર ના હો બાલામાં
- ના કોઈ ઉમંગ હૈ
- પ્યાર દીવાના હોતા હૈ

૨૧. જબ પ્યાર કિસીસે હોતા હૈ
- સૌ સાલ પહેલે મુઝે તુમસે પ્યાર થા આજ ભી હૈ ઔર કલ ભી રહેગા
- તેરી ઝુલ્ફો સે જુદાઈ તો નહિ માંગી થી
- જીયા ઓ જીયા ઓ જીયા કુછ બોલ દો
~~~~~~~~~~~~~
પ્રકરણ - ૭૪
. 
"अफ़साना लिख रही हूँ दिल-ए-बेक़रार का
आँखोँ में रंग भर के तेरे इंतज़ार का"
.
ઉમાદેવી ઉર્ફે ટુનટુન ~~~

એ દિવસે સંગીતકાર નૌશાદ પણ અવઢવમાં હતા , એક +૨૦ની "પાતળી છોકરી" એમના ઘરમાં આવીને ત્રાગુ કરી બેઠી હતી કે મારી પાસે તમારી કોઈ ફિલ્મનું ગીત ગવડાવો નહીં તો હું દરિયામાં પડીને આત્મહત્યા કરી લઈશ.
.
નૌશાદે એ છોકરીને સુર અને સંગીતની જાણકારી આપવા જણાવ્યું, ત્યારે જવાબ મળ્યો હું સરસરીતે ગાઈ શકું છું
બાકી મને સુર અને સંગીતનું કોઈ જ જ્ઞાન નથી !

આ નિખાલસ કબૂલાતથી નૌશાદ ખુશ થયા અને એ છોકરીને કે ગીત ગાવા કહ્યું અને નૌશાદને અને હિન્દીફિલ્મ જગતને એક નવો અવાજ મળ્યો.

નામ હતુ "ઉમાદેવી"

ઉત્તરપ્રદેશના મથુરા નજીકના કોઈક ગામમાં ૧૮ જુલાઈ ૧૯૨૩ના દિવસે જન્મ
બાળપણમાં જ માતાપિતાની છત્રછાયા ગુમાવી દીધેલી એટલે નિરાધાર ઉમાદેવી પોતાના કાકાની સાથે રહેતી
બાળપણથી જ રેડિયો પર આવતા ગીતો સાંભળવાનો શોખ અને ગીતો યાદ રાખી ગાવાનો શોખ

પોતાની ૮ વર્ષની ઉંમરથી જ પોતાના ગામમાં અને આજુબાજુના ગામોમાં રામલીલા સમયે કે અન્ય ઉત્સવો સમયે હાજર મેદની સામે ગાવાની શરૂઆત કરેલી

મનમાં એક ઈચ્છા હતી કે મારા ગીતો રેડિયો પર મારા નામ સાથે સાંભળવા !

દિલ્હીમાં રહેતી પોતાની એક સહેલીને પોતાના શોખ અને ઈચ્છા વિષે જણાવેલું અને એ સહેલીએ મુંબઈ ફિલ્મજગતમાં કોઈક ઓળખીતાને ઉદ્દેશીને ઉમાદેવીને ભલામણની એક ચિઠ્ઠી આપેલી
જે ચિઠ્ઠી લઈને ૧૯૪૬માં ઉમાદેવી પોતાના કાકાનું ઘર છોડીને કહ્યા વગર મુંબઈ જતી રહી હતી

મુંબઈમાં ઉમાદેવીની સૌથી પ્રથમ મિત્રતા ગોવિંદાના પિતા અભિનેતા અરુણ આહુજા અને ગોવિંદાની માતા ગાયિકા નિર્મલાદેવી સાથે થઈ
તેઓએ ઉમાદેવીની ભલામણ એ સમયના ઘણા સંગીતકારોને કરી
જેમાંના એક હતા "અલ્લારખા"
અલ્લારખાએ પોતાની ફિલ્મ "Wamaq Azro" માટે ઉમાદેવી પાસે ગીત ગવડાવ્યું
એ ગીત હતુ "હાય દો દિલ મિલતે મિલતે રહે ગયે....."

એ ગીત માટે ઉમાદેવીને એ જમાનામાં ૨૦૦ રૂપિયા મહેનતાણું મળેલું

હજુ ઉમાદેવીને સંતોષ ના હતો
એની ઈચ્છા તો નૌશાદ જેવા ધુરંધર સંગીતકાર સાથે કામ કરવાની જ હતી અને ઉપર જણાવ્યું એ પ્રમાણે ઉમાદેવીએ નૌશાદના ઘર પર રીતસર ત્રાગુ કર્યું

નૌશાદે, એ આર કારદાર પ્રોડક્શન હાઉસમાં કામ કરવા માટે ઉમાદેવી સાથે કોન્ટ્રાકટ કરાવ્યો અને એ કોન્ટ્રાક્ટ પેટે રૂ.૫૦૦ એડવાન્સ આપ્યા
સાથે એ આર કારદારને ભલામણ કરીને ફિલ્મ સાથે સંકળાયેલા અન્ય સહાયકોની રહેવાની વ્યવસ્થા જ્યાં હતી ત્યાં ઉમાદેવીને રહેવાની વ્યવસ્થા કરાવી આપી

નૌશાદે ૧૯૪૭માં ફિલ્મ "દર્દ" માટે ઉમાદેવી પાસે "અફસાના લિખ રહી હું દિલે બેકરાર કા......" ગવડાવ્યું અને એ ગીતને અદભુત સફળતા મળી
બસ ત્યારે જ નૌશાદે પોતાની આવનારી દરેક ફિલ્મમાં બે ગીતો ઉમાદેવી પાસે ગવડાવવાનું નક્કી કર્યું.
.
વિચાર તો કરો ઉમાદેવીએ ગાયેલું એ ગીત, એ જમાનાની નીવડેલ ગાયીકા કમ અભિનેત્રી સુરૈયા પર ફિલ્માવવામાં આવ્યું હતું !

જમાનો બદલાયો
લતા અને આશા નામની નવી ગાયીકાઓએ હિન્દી ફિલ્મજગતમાં પગરણ માંડ્યા

જમાનાની સાથે રહેવા માટે નૌશાદે ઉમાદેવીને ગીત ગાવાનું છોડીને ફિલ્મોમાં અભિનય કરવાની સલાહ આપી અને એ બાબતમાં પોતે ઉમાદેવીને પૂરતી મદદ કરવા પણ વચન આપ્યું

ઉમાદેવીએ પોતાને દિલીપકુમાર સાથે જ ફિલ્મ કરવી છે એમ જીદ પકડી
નૌશાદે ૧૯૫૦ની ફિલ્મ બાબુલમાં ઉમાદેવી માટે એક ખાસ કોમેડીયનના પાત્રનો અભિનય કરવા કથામાં ફેરફાર કરાવ્યો

એ ફિલ્મમાં દિલીપકુમારે ઉમાદેવીનું ટુનટુન નામકરણ કર્યું
અને ટુનટુન બનેલી ઉમાદેવીની ગાડી એક હાસ્ય કલાકાર તરીકે દોડવા લાગી

ગાયીકા ઉમાદેવીની કારકિર્દી ખુબ જ ટૂંકી રહી પણ હાસ્યકલાકાર ટુનટુનની કારકિર્દી ખુબ જ લાંબી અને સફળ રહી

ટુનટુને ૧૯૫૦ થી ૧૯૯૦ સુધીની પોતાની કારકિર્દીમાં લગભગ ૨૦૦ ફિલ્મોમાં કામ કર્યું

ગુરુદત્તની મોટાભાગની ફિલ્મોમાં ટુનટુનની હાજરી રહેતી

ટુનટુને કોઈ હાસ્ય કલાકાર સાથે ક્યારેય જોડી બનાવવાનો પ્રયત્ન કર્યો ન હતો
તેણીએ ભગવાન દાદા, આગા, સુંદર, જ્હોની વોકર, ધુમાલ, મુકરી અને કેસ્ટો મુખરજી સાથે કામ કર્યું

૧૯૯૦ની ફિલ્મ "કસમ ધંધે કી" એ ટુનટુનની છેલ્લી ફિલ્મ હતી

૧૯૪૭માં ઉમાદેવીએ "અખ્તર અબ્બાસ કાઝી" સાથે લગ્ન કર્યા હતા

આ લગ્નથી ઉમાદેવીને ચાર સંતાન - બે દીકરા અને બે દીકરી
ઉમાદેવીની દીકરી પૂનમ ખત્રીએ ૧૯૬૭ની ફિલ્મ "તકદીર"માં અભિનય કરેલો

ખાવાની શોખીન ટુનટુન ફિલ્મના સેટ પર બે મોટા ડબ્બા લઈને આવતી જેમાં એક ડબ્બામાં મીઠાઈઓ રહેતી
જયારે ફિલ્મની અભિનેત્રીઓ પોતાનું શરીર સાચવવા "ડાયેટિંગ"ની વાતો કરતી ત્યારે ટુનટુન કહેતી કે "મારેય મારુ શરીર સાચવવું તો પડે જ ને !"

ટુનટુન, એક એવું પાત્ર કે ફિલ્મોમાં જેની Entry માત્રથી સિનેમા હોલમાં બેઠેલો દર્શક ખુશ થઈ જતો

મનોરમા કે પ્રીતિ ગાંગુલી ક્યારેય ટુનટુનની ઊંચાઈ સુધી પહોચી ના શક્યા

ફિલ્મજગતને ટુનટુન જેવા હાસ્ય કલાકારથી અવગત કરાવવા માટે સંગીતકાર નૌશાદનો આભાર માનવો રહ્યો

અદભુત અને આશ્ચર્યજનક વાત તો કહેવાય જ ને કે એક સરળ ગાયિકા સફળ હાસ્ય કલાકાર બની ગઈ
દર્શકોના મનમાં એ પોતાના ચિરસ્મરણીય અભિનયના કારણે એક સફળ હાસ્ય કલાકારરૂપે આજેય જીવંત છે
અને ગીત - સંગીતના રસીયા શ્રોતાઓના મનમાં એ પોતાના ગણતરીના પણ કંઠસ્થ અને હૃદયસ્થ થયેલા ગીતોના કારણે આજેય જીવંત છે

૨૪ નવેમ્બર ૨૦૦૩ના દિવસે મુંબઈમાં ટુનટુનનું અવસાન થયું

જેની હાસ્યસભર મસ્તીએ ક્યારેક આપણા દુઃખમાં રાહત આપી છે એવી ટુનટુનના ગાયેલા યાદગાર ગીતોને વાગોળીયે

ફિલ્મ - દર્દ

૧. अफ़साना लिख रही हूँ (२) दिल-ए-बेक़रार का
आँखोँ में रंग भर के तेरे इंतज़ार का
अफ़साना लिख रही हूँ

जब तू नहीं तो कुछ भी नहीं है बहार में
नहीं है बहार में
जी चाहता है मूँह भी
जी चाहता है मूँह भी न देखूँ बहार का
आँखोँ में रन्ग भर के तेरे इंतज़ार का
अफ़साना लिख रही हूँ

हासिल हैं यूँ तो मुझको ज़माने की दौलतें
ज़माने की दौलतें
लेकिन नसीब लाई
लेकिन नसीब लाई हूँ इक सोग़वार का
आँखोँ में रन्ग भर के तेरे इंतज़ार का
अफ़साना लिख रही हूँ

आजा कि अब तो आँख में आँसू भी आ गये
आँसू भी आ गये
साग़र छलक उठा
साग़र छलक उठा मेरे सब्र-ओ-क़रार का
आँखोँ में रन्ग भर के तेरे इंतज़ार का
अफ़साना लिख रही हूँ

ફિલ્મ - અનોખી અદા

૧. (दिल को लगाके हमने, कुछ भी ना पाया
चैन गवाया)-२

ग़म का फ़साना क्या सुनायें,
कह ना पायें
हाँ हाँ
ग़म का... पायें

ये भी ना सोचा हाय भूल के-२
जिस बेवफ़ा को अपना बनाया, है वो पराया
दिल को लगाके ... गवाया

आँखों से दिल खाये धोखे चुप रोके-२
ओ दुनिया बसी ना हाय प्यार की-२
कैसे बिताये, रोग लगाया, जी को जलाया
दिल को... गवाया

दे के सहारा मुझको झूटा, तुमने लूटा-२
भूली कहानी है छेड़ दी-२
तेराअ फ़साना याद ना आया, हँसके रुलाया
दिल को ... गवाया

ફિલ્મ - દિલ્લગી

૧. ( मेरी प्यारी पतंग
चली बादल के संग ) -२
ज़रा धीरे-धीरे हो ज़रा हौले-हौले
दे ढील दे ढील ओ री सखी
हाय वो काटा वो काटा वो काटा
देखो जी देखो जी
मेरी प्यारी पतंग
चली बादल के संग
~~~~~~~~~~~~~~~~~~~
પ્રકરણ - ૭૫

"હરિ ઓમ હરિ......"
.
ઉષા ઐયર ઉર્ફે ઉષા ઉથ્થુપ ઉર્ફે દીદી ઉર્ફે ઉષા વિદ્યનાથ સોમેશ્વર સામી ઐયર ~~~

ઉષા, એક નખશીખ ભારતીય સન્નારી
ઉષા, એક Pop સિંગર
ઉષા, એક Jaaz સિંગર
ઉષા, એક ગાયિકા
ઉષા, એક Stage Show Performer

જેવી દેહ્યષ્ટિ એવો જ ભારે ભરખમ અવાજ
બાળપણમાં તો શાળાના સંગીત શિક્ષકે ઉષાને સંગીતના ક્લાસની બહાર કાઢી મૂકી હતી
કારણ આપ્યું હતું કે "આ અવાજ ગાયિકીને લાયક નથી !"

7 નવેમ્બર 1947ના દિવસે ચેન્નાઈમાં તમિલ બ્રાહ્મણ કુટુંબમાં જન્મ

પિતા વૈદ્યનાથ સોમેશ્વર સામી ઐયર
જેઓ એક જમાનામાં સમસ્ત મુંબઈ શહેરના પોલીસ કમિશ્નર
પોતાના સહીત ચાર બહેનો અને બે ભાઈઓનો બહોળો પરિવાર
એ બહોળા કુટુંબમાં ઉષાનો નંબર પાંચમો

ઉષાને 15 ભારતીય ભાષા અને 6 વિદેશી ભાષા આવડે છે

સંગીતની કોઈપણ તાલીમ લીધા વગર 1970 થી પોતાની ગાયક તરીકેની કારકિર્દીની શરૂઆત કરી

ઉષા સહીત ચારેય બહેનો; ઉમા પોચા, માયા સામી અને ઈન્દિરા શ્રીનિવાસ, નાઈટ કલબની ગાયિકાઓ
અવારનવાર મુંબઈ, દિલ્હી,કલકત્તા અને મદ્રાસમાં નાઈટક્લબમાં ગાવા જાય

સામાન્યરીતે એવી લોકધારણા કે નાઈટકલબમાં ગાતી યુવતીઓ આછા અને ઓછા કે ટૂંકા કપડા પહેરીને પોતાના અર્ધઉઘાડા શરીરની નુમાઇશ જ કરતા કરતા ઉત્તેજક ગીતો જ ગાય !

એ ધારણાને તમિલ બ્રાહ્મણ ઉષા ઐયરે તદ્દન ખોટી સાબિત કરી
કાંજીવરમની સાડી અને લાંબી બાંયવાળા બ્લાઉઝ સાથે જ ઉષા ઐયરે / ઉષા ઉથ્થુપે પોતાના દરેક જાહેર કાર્યક્રમો કર્યા

ઉષાના આગમન પહેલા નાઈટકલબમાં માત્ર પુરુષોની હાજરી રહેતી અને ઘરની સ્ત્રીઓ અને પરિવારના અન્ય સભ્યો નાઈટકલબમાં આવવાનું ટાળતા
પરંતુ ઉષાની હાજરીથી નાઈટકલબના એ કાર્યક્રમો પરિવારના કાર્યક્રમો બની રહયા

૧૯૭૦ના દસકાની શરૂઆતે શશિકપૂરે અને નવકેતન ફિલ્મ્સના યુનિટે ઉષા ઉથ્થુપને નાઈટકલબમાં ગાતા સાંભળી
અને પોતાની આવનારી ફિલ્મો માટે ગીત ગાવા ઉષાને ઈજન આપ્યુ
૧૯૭૦ની ઈસ્માઇલ મરચન્ટની ફિલ્મ "Bombay Talkies " માટે શંકર જયકિશન માટે ગીતો ગાયા
"Good times and bad Times ...."
"Hari Om Tatsat ..."
આ ફિલ્મ બાદ શંકર જયકિશને ઉષાના અવાજનો ઉપયોગ ફરી ક્યારેય ના કર્યો
કદાચ લતા અને આશાના રાજકારણનો ડર હશે !

૧૯૭૦ની ઈસ્માઇલ મરચન્ટની ફિલ્મ "Bombay Talkies" અંગ્રેજી ભાષામાં હોવાથી તેના ગીતો Class માટેના ગીતો હતા એટલે એટલા મશહૂર ના થયા

અને ઉષાની ઉષા પણ ક્ષિતિજે આવીને અટકી રહી !

જયારે ૧૯૭૧ની નવકેતનની ફિલ્મ "હરે રામ હરે કૃષ્ણ" હિન્દી ફિલ્મ Mass માટેની ફિલ્મ હતી

અને ભારતીય ચલચિત્ર જગતને એક અદભુત અવાજની માલીક એવી ઉષા ઉથ્થુપની ઓળખ મળી

ફિલ્મ "હરે રામ હરે કૃષ્ણ"નું ગીત "દમ મારો દમ ..." પણ નક્કી થયા પ્રમાણે ઉષાએ જ ગાવાનું હતું
પણ હિન્દી ફિલ્મજગતમાં એકાધિકાર ધરાવતી બહેનોમાંથી એકે આ ગીત ઉષા પાસેથી પડાવી લીધું

હિન્દી ફિલ્મજગતમાં પા પા પગલી કરી ડગ માંડતી ઉષા ઉથ્થુપને ત્યારે ક્યાં ખબર હતી કે આ બંને બહેનોએ પોતાની સગ્ગી બહેન એવી ઉષા મંગેશકરની અને મીના મંગેશકરની કારકિર્દી પણ રોળી નાંખી છે !

કલકત્તાની કલબ "Trincas"માં જ ઉષાની મુલાકાત પોતાના ભાવિ પતિ "Jani Chako Uthup" સાથે થઈ અને ઉષા ઐયરમાંથી ઉષા ઉથ્થુપ બની ગઈ

પતિ "Jani Chako Uthup" સિરિયન ક્રિસ્ટીઅન હોવા છતાંયે ઉષાએ પોતાની હિન્દૂ ઓળખ જાળવી રાખી

એ જ કાંજીવરમની સાડીઓ, એ જ લાંબી બાયના બ્લાઉઝ અને એ જ લગભગ ૧" X ૧"ના પરિઘ ધરાવતા અવનવા ચાંદલા

કદાચ પોતાના કદ પ્રમાણે મળેલા મોટા કપાળને ઢાંકવા માટે ઉષા ૧" X ૧"ના પરિઘ ધરાવતા અવનવા ચાંદલા કરતી હશે !

ફેશનની દુનિયામાં ઉષાને કાંજીવરમની સાડીઓ અને મોટામસ ચાંદલાની Trend Setter ગણી શકાય

ઉષાને બે સંતાન - એક દીકરી નામે અંજલિ કુરિયન અને એક દીકરો નામે સન્ની ઉથ્થુપ

દીકરી અંજલિ કેરાલામાં રહે છે અને પોતે એક સારી ગાયિકા અને પ્રખ્યાત RJ છે.
દીકરી અંજલિની દીકરી, આયેશા, પણ એક સારી ગાયિકા છે

વર્ષ ૨૦૧૩થી ઉષાની 3G એકસાથે સ્ટેજ પ્રોગ્રામ કરે છે
જેમાં ઉષા, ઉષાની દીકરી અંજલિ કુરિયન અને અંજલિની દીકરી આયેશા એકસાથે ગીતો ગાય છે

ઉષાએ હિન્દી સહીત કન્નડ, મલયાલી, તમિલ અને અંગ્રેજી ભાષામાં +૩૦૦ ગીતો ગાયા છે
હિન્દીફિલ્મના ઉષાના મોટાભાગના ગીતો RD બર્મન અને ભાપ્પી લહેરી સાથે રહયા

ઉષાનું સૌપ્રથમ આલ્બમ "લુઈસ બેન્ક" સાથે હતું
જેમાં તેને રૂ. ૩૫૦૦ મહેનતાણા તરીકે મળ્યા હતા

પોતાની ૭૩ વર્ષની ઉંમરે આજેય વિશ્વભરમાં પોતાના Stage Show કરે છે.

૧૯૯૦ના દાયકામાં દક્ષિણ આફ્રિકાના એક Stage Showમાં ચાલુ કાર્યક્રમે કોઈક એકતરફી પ્રેમીએ સ્ટેજ પર તેના પર અશ્લીલ હરકતો સાથે હુમલો કરેલો જેમાં તેમની પાંસળીઓએ તૂટી ગયેલી

"ઓછુ પણ ઉત્તમ કામ અને મોટુ નામ"

૨૦૧૦ ભારત સરકારે ઉષાને "પદ્મશ્રી એવોર્ડ" આપ્યો

ઉષાને વર્ષ ૨૦૧૧માં ફિલ્મ 7 ખૂન માફના ગીત "Darling ..." માટે શ્રેષ્ઠ ગાયિકાનો એકમાત્ર ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો
આ સિવાય વર્ષ ૧૯૭૮માં ફિલ્મ શાલિમારના ગીત : One Two Cha Cha Cha ...." માટે, વર્ષ ૧૯૮૦ની ફિલ્મ પ્યારા દુશ્મનના ગીત "હરિ ૐ હરિ ..." માટે અને વર્ષ ૧૯૮૧ની ફિલ્મ અરમાનના ગીત "રંભા હો ..." માટે ફિલ્મફેરમાં શ્રેષ્ઠ ગાયિકા તરીકે નામાંકન મેળવેલું

ઉષાએ 7 ખૂન માફ અને Rock on 2 જેવી હિન્દી ફિલ્મો સહીત દસ જેટલી મલયાલી, કન્નડ, તમિલ અને અંગ્રેજી ફિલ્મોમાં નાનોમોટો અભિનય પણ કર્યો

ભરાવદાર ચહેરા પર શોભે તેવો ભરાવદાર ચાંદલો અને હંમેશા ભારતીય પોશાક એ ઉષાની આગવી ઓળખ

રફી, લતા, મુકેશ, આશા, મન્નાડે વગેરે વગેરે ને સૌ જાણે અને એમની વાતો કે એમના ગીતો પણ સૌ માણે

ચાલો ઉષા ઐયર ઉર્ફે ઉષા ઉથ્થુપના થોડાક ગીતો યાદ કરીયે

Film – Hare Rama Hare Krishna
क्या ... खुशी क्या ग़म, जब तक है दम में दम
अरे ओ ... कश पे कश लगाते जाओ
हे ... गलियों में झूमो, सड़कों पे घूमो
दुनिया की खूब करो सैर

हरे रामा हरे कृष्ना हरे कृष्ना हरे रामा

आ आ ... दीवाने हम, जब तक है दम में दम
अरे ओ ... कश पे कश लगाते जाओ
गोरे हों या काले, अपने हैं सारे
दुनिया में कोई नहीं गैर

हरे रामा हरे कृष्ना हरे कृष्ना हरे रामा

Film – Armaan

રંભા હો હો હો હો
મૈં નાચુ તુમ નાચો
જીતની તુમ પ્યાર સે જી લોગે જિંદગી……

Film – Pyara Dushman
હરિ ઓમ હરિ......

Film – Shalimaar
one twoच च च
let's doच च च
we and youच च च
दू रू
च च च
एक दो च च च
ऐसे
बहुत अच्छा
एक दो च च च
दू रू

Film – Disco Dancer
કોઈ યહાં આ હા નાચે નાચે .....

Film – Shaan
દોસતો સે પ્યાર કિયા દુશમનો સે બદલા લિયા

Film – Dushman Devta
ઉરી બાબા ઉરી બાબા ઉરી બાબા

Film – 7 Khoon Maaf
આંખો સે આંખે ચાર કરલે…
~~~~~~~~~~~~
પ્રકરણ - ૭૬

"લારા લપ્પા લારા લપ્પા લાઈ રખદા.."
.
એરીક રોબર્ટસ, હિંદી ફિલ્મના મ્યુઝીક ડાયરેકટર ~~~

અરે તમેય નથી ઓળખતા આ એરીક રોબર્ટસને ?

૧૯૫૦ના દાયકાનો એ સંગીતકાર જેનું એક ગીત આજેય એટલું પ્રખ્યાત અને જીવંત છે કે એ ગીત સાંભળતા જ જે તે શ્રોતાના સંગીતના તાલે થીરકવા લાગે છે.
.
બસ એ એક જ ગીત એની પહેચાન બની ગયું અને આજેય એરીક રોબર્ટસ, સંગીતકાર વિનોદના નામે જીવંત છે

"લારા લપ્પા લારા લપ્પા લાઈ રખદા..."

ફિલ્મ - એક થી લડકી ગાયક કલાકારો - લતા, રફી અને જી એમ દુર્રાની ગીતકાર - અઝીઝ કાશ્મીરીની બેજોડ રચના

ફિલ્મ ઈંડસ્ટ્રીમાં બેજોડ કામગીરી કરવા છતાંયે અંધકારની ગર્તામાં ખોવાઈ ગયા તેમાંનો આ એક સંગીતકાર વિનોદ
.
જે સંગીતકારોના કૌશલની કદર ના થઈ એમાં અનુ મલીકના પિતા સરદાર મલીક (સારંગા તેરી યાદ મેં), હંસરાજ બહેલ (જિંદગી ભર ગમ જુદાઈ ક મુઝે તડ્પયેગા હર નયા મૌસમ પૂરાની યાદ લેકર આયેગા, મહોબ્બત જીંદા રહેતી હૈ મહોબ્બત મર નહિ સકતી), હુસ્નલાલ ભગતરામ (એક દિલ કે ટૂકડે હજાર હુએ કોઈ યહાં ગીરા કોઈ વહાં ગીરા, જરા તુમને દેખા તો પ્યાર હો ગયા, વો આયે બહારે લાયે બજી શહેનાઈ )
.
મૂળ લાહોરનું હિંદુ કુટુંબ જેણે પાછળથી ઈસાઈ ધર્મ અપનાવ્યો
બાળપણમાં હિંદુલગ્નોમાં બેંડવાજાવાળા વગાડાતા ગીતો સાંભળવાનો અને ગાવાનો શોખીન જીવ ક્યારેક ક્યારેક ગુરુદ્વારાના શબદકિર્તનમાં પણ ભાગ લે
.
પાછળથી લાહોરમાં પંડિત અમરનાથનો ચેલા બનીને સંગીતની તાલીમ લીધી

હાલત તો જુઓ
જે તે સમયે પ્રવર્તતી પરિસ્થિતિને અનુરૂપ હિન્દૂ નામ વિનોદ રાખીને મૂળ હિન્દૂ પણ પાછળથી ઈસાઈધર્મ અંગીકાર કરનાર એરિકને બોલીવુડમાં સંગીત આપવાનો વારો આવ્યો

બે દિકરીઓ વીરા મિસ્ત્રી અને વીણા સોલોમન
.
વિનોદે ૬ પંજાબી અને ૩૦ હિન્દી ફિલ્મો સહીત કુલ ૩૬ ફિલ્મોમાં સંગીત આપ્યું
.
૧૯૫૯ની ૨૫ ડિસેમ્બરે ગરીબીમાં પ્રાણ ત્યજી દીધા ૨૮ મે ૧૯૨૨માં જન્મેલ હોનહાર સંગીતકાર અકાળે માત્ર ૩૭ વર્ષે ફાની દુનિયા છોડી ગયો
.
ગાયક દલેર મહેંદી લારા લપ્પાગીતનો એવો તે ચાહક છે કે આજેય પોતાના સ્ટેજ પ્રોગ્રામમાં પોતાના ગીતો વચ્ચે એ ગીતને વાણી લે છે અને એ ગીતને દરેક પ્રોગ્રામમાં એ જરૂર ગાય છે
~~~~~~~~~~~~~
પ્રકરણ - ૭૭

"યે આજકાલ કે લડકે લિખતે ના પઢતે હૈ....
......કબૂતર કબૂતર"
.
ઉષા મંગેશકર ~~~
.
૨૭ જાન્યુઆરી ૧૯૩૫ના દિવસે ભોપાલ ,મધ્યપ્રદેશમાં જન્મ. ચાર બહેનોમાં સૌથી નાનીબહેન . પિતા પંડિત દીનાનાથ મંગેશકર એટલે સંગીત વારસામાં જ મળેલું.
.
લતા, આશા, મીના અને સૌથી નાની આ ઉષા.
હા હૃદયનાથ એનાથી નાનો
એ છ વર્ષની હતી ત્યારે એના પિતા અવસાન પામેલા
એટલે નાનપણથી જ ફિલ્મોમાં નાના મોટા કામ કરવાનો મહાવરો
કામની શોધમાં પરિવાર મધ્યપ્રદેશથી પુના થઇ મુંબઈમાં સ્થાયી થયો

પોતાની ૧૮ વર્ષની ઉંમરે ગાવાની શરૂઆત કરી
૧૯૭૫ની ફિલ્મ "જય સંતોષી માં"થી સફળતા અને નામ મળ્યું પણ ત્યારે બહુ મોડુ થઈ ગયું તુ.
૧૯૫૩માં પાર્શ્વગાયનની શરૂઆત કરી આધિકારિકરીતે ૨૦૦૮ સુધી ફિલ્મોમાં ગીતો ગાયા
.
હરીફો અને દુશ્મનો દૂર તો લેવા જવાના નહોતા એટલે ઘરનો ઉંમરો વળોટીને બહાર જવાના પ્રસંગો બહુ ઓછા સાંપડ્યા !
.
નસીબ સારા કે ગુજરાતી ફિલ્મોના સર્જકો તારણહાર બન્યા અન્યથા કારકિર્દી પર બહુ વહેલું પૂર્ણવિરામ આવી ગયું હોત !

હિન્દી ઉપરાંત માતૃભાષા મરાઠી, પોતાની માતાની માતૃભાષા ગુજરાતી, ભોજપુરી, બંગાળી , અસમિયા અને નેપાળી ભાષામાં નસીબ સાથે ગળુ અજમાવ્યું
.
૧૯૭૫ (જય સંતોષી માં) , ૧૯૭૭ (ઇન્કાર) અને ૧૯૮૦ (ઈકરાર) ફિલ્મોના ગીતો માટે શ્રેષ્ઠગાયિકાનું ફિલ્મફેર નોમિનેશન,
પણ આજીવન એવોર્ડથી વંચિત
.
ચાલો ઉષા મંગેશકરે ગાયેલા જાણીતા પણ અજાણ્યા ગીતોને યાદ કરી લઈએ
.
ફિલ્મ - શિકારી

तुमको पिया दिल दिया कितने नाज़ से
नैना लड़ गए भोले-भाले कैसे दगाबाज़ से हो
तुमको पिया दिल दिया ...

ફિલ્મ - મધર ઇન્ડિયા

दुनिया में हम आये हैं तो जीना ही पड़ेगा
जीवन है अगर ज़हर तो पीना ही पड़ेगा
दुनिया ...

ફિલ્મ - જય સંતોષી માં

૧.
मैं तो आरती उतारूँ रे सन्तोषी माता की - २
जय जय सन्तोषी माता जय जय माँ - २

૨.
करती हूँ तुम्हारा व्रत मैं, स्वीकार करो माँ
मँझधार में मैं अटकी, बेड़ापार करो माँ
बेड़ापार करो माँ
हे माँ सन्तोषी - २

૩.
મદદ કરો સંતોષી માતા

ફિલ્મ - તરાના

सुल्ताना सुल्ताना मेरा नाम है सुल्ताना
मेरे हुस्न का हर अंदाज़ मस्ताना
मैं परियों की रानी
- कुकू
मेरी चढ़ती जवानी
- कुकू
जो भी देखे हो जाये दीवाना
- सुल्ताना
सुल्ताना सुल्ताना ...

ફિલ્મ - ખટ્ટા મીઠા

खट्टा-मीठा -४
ये जीना है अंगूर का दाना
कुछ कच्चा है कुछ पक्का है
अरे जितना खाया मीठा था
जो हाथ ना आया खट्टा है
ये जीना है ...

ફિલ્મ - જીને કી રાહ

चंदा को ढूँढने सभी तारे निकल पड़े -२
गलियों में वो नसीब के मारे निकल पड़े
चंदा को ...

ફિલ્મ - ચિત્રલેખા

काहे तरसाए जियरा
यौवन ऋतु सजन जाके ना आए
काहे जियरा तरसाए
काहे तरसाए ...

ફિલ્મ - તકદીર

जब जब बहार आई
और ફૂल मुस्कुराये
(मुझे तुम याद आये) -२
जब जब भी चाँद निकला
और तारे जगमगाये
(मुझे तुम याद आये) -२

ફિલ્મ - ઇન્કાર

મૂંગડા મૂંગડા મૈ ગુડ કી ડલી..

ફિલ્મ - આઝાદ

अपलम चपलम
चप लायी रे दुनिया को छोड़
तेरी गली आयी रे आयी रे आयी रे
अपलम चपलम ...

ફિલ્મ - જુલી

साँचा नाम तेरा
तू श्याम मेरा, साँचा नाम तेरा, तू श्याम मेरा
सगरा जगत है झूठा साथी
टूटे दीपक बुझ जाये बाती

ફિલ્મ - ખુબસુરત

સારે નિયમ તોડ દો, નિયમ પે ચલના છોડ દો

ફિલ્મ - નસીબ

૧.
પકડો પકડો પકડો અરે ઝકડો ઝકડો ઝકડો

૨.
રંગ જમાતે જાયેંગે ચક્કર ચલતે જાયેંગે

ફિલ્મ - દિલ્લગી

યે આજકાલ કે લડકે લિખતે ના પઢતે હૈ....
......કબૂતર કબૂતર
~~~~~~~~~~~~~~~~
પ્રકરણ - ૭૮

"तेरा काम है जलना परवाने, चाहे शमा जले या ना जले
शमा जले या ना जले "
.
એસ મોહિન્દર ~~~
.
આમ તો નામ હતું મોહિન્દર સિંહ સરન પણ ફિલ્મો માટે નામ સ્વીકાર્યું એસ.મોહિન્દર
૮ સપ્ટેમ્બર ૧૯૨૫ના દિવસે, એ સમયે ભારતના ભાગ એવા પંજાબમાં જન્મ

પિતા, સુજાન સીંગ બક્ષી, પોલીસખાતામાં ASI એટલે દરેક વખતે પિતાની બદલી થતા નવા ગામની હવા અને નવી ઘંટીનો લોટ

બાળપણથી જ વાંસળી વગાડવાનો અને ગીતો ગાવાનો શોખ
લાહોર રેડિયો સ્ટેશન પર ગાવાની શરૂઆત કરી

૧૯૪૦માં અમૃતસરની ખાલસા હાઈસ્કૂલમાં શાળાકીય અભ્યાસ માટે પ્રવેશ મેળવ્યો
૧૯૪૭ના ભાગલા પછી એમનો પૂરો પરિવાર ભારતના પંજાબમાં આવી ગયો

શાસ્ત્રીય સંગીતના વધુ તાલીમ અર્થે શાસ્ત્રીય સંગીતના "કાશી" ઉર્ફે બનારસમાં સ્થાયી થયા
લક્ષ્મણ દાસ અને બડે ગુલામઅલી ખાન એમના ગુરુ
.
૧૯૪૮માં "ફિલ્મીસ્તાન સ્ટુડિયો" સાથે જોડાવા મુંબઈ જઈને રહ્યા
૧૯૪૮માં સૌ પ્રથમ ફિલ્મ "સેહરા" કરી
૧૯૪૮ થી ૧૯૮૧ સુધીમાં લગભગ ૩૦ ફિલ્મોમાં સંગીત આપ્યું જેમાં એક પંજાબી ફિલ્મ સામેલ છે
.
ફિલ્મ 'શીરીં ફરહાદ"નું લતા મંગેશકરે ગાયેલુ ગીત, "ગુજરા હુઆ જમાના આતા નહિ દુબારા ...." , રેડિયો સિલોન, ઓલ ઈન્ડિયા રેડીઓ અને રેડિયો પાપીસ્તાન પર એટલી બધી વખત વાગી ને એવું તો પ્રખ્યાત થઈ ગયું કે એ ગીત "ઉપ મહાદ્વીપ"નું ગીત ગણાયું
.
ફિલ્મ "નાનક નામ જહાજ" માટે નેશનલ ફિલ્મ એવોર્ડ મેળવ્યો
.
આજે ૯૨ વર્ષની ઉંમરે દાદા USA માં અડીખમ બેઠા છે
.
એમની ફિલ્મોના મને ગમતા ગીતો માણીયે, કદાચ તમનેય ગમી જાય
.
ફિલ્મ - શીરીં ફરહાદ
૧.
गुज़रा हुआ ज़माना, आता नहीं दुबारा
हाफ़िज़ खुदा तुम्हारा
.
खुशियाँ थीं चार पल की आँसू हैं उम्र भर के
तन्हाइयों में अक़्सर रोएंगे याद कर के
दो वक़्त जो कि हमने इक साथ है गुज़ारा
हाफ़िज़ ...
.
मेरी क़सम है मुझको तुम बेवफ़ा न कहना
मजबूर थी मुहब्बत सब कुछ पड़ा है सहना
तूफ़ाँ है ज़िन्दगी का अब आखिरी सहारा
हाफ़िज़ ...
.
मेरे लिये सहर भी आई है रात बन कर
निकला मेरा जनाज़ा मेरी बरात बन कर
अच्छा हुआ जो तुमने देखा न ये नज़ारा
हाफ़िज़ ...
.
૨.
हज़ारों रंग बदलेगा ज़माना
न बदलेगा मुहब्बत का फ़साना
हज़ारों ...
.
पिघल जाते हैं पत्थर मोम हो कर
लिपट जाते हैं कतरे से समन्दर
मुहब्बत जब छेड़ती है तराना
हज़ारों ...
.
मुहब्बत मौत से भी क्या मरेगी
ज़माने से मुहब्बत क्या डरेगी
कि इसकी ठोकरों में है ज़माना
हज़ारों ...

ફિલ્મ - પાપી
.
तेरा काम है जलना परवाने, चाहे शमा जले या ना जले
शमा जले या ना जले
तू पंख जलाले दीवाने, चाहे शमा जले या ना जले
शमा जले या ना जले
.
ये दर्द मोहब्बत का सह जा, तू आग के दरिया में बहजा
कहती जो दुनिया कहने दे, तू जलते जलते ये कहजा
यूं जल मरते हैं दीवाने, चाहे शमा जले या ना जले
शमा जले या ना जले
.
तेरा प्यार नहीं है हरजाई, तू सौदाई है सौदाई
मरने मैं है शान मोहब्बत की, जीने में है तेरी रुसवाई,
मरते नहीं जल कर परवाने, चाहे शमा जले या ना जले
शमा जले या ना जले
.
तेरा काम है जलना परवाने, चाहे शमा जले या ना जले
शमा जले या ना जले - २
.
ફિલ્મ - જય ભવાની
.
शमा से कोई कह दे कि तेरे रहते-रहते अँधेरा हो रहा
कि तुम हो वहाँ तो मिलने को यहाँ पतंगा रो रहा
सितारो उनसे कहना नज़ारों उनसे कहना सज़ा हो रही
कि तुम हो वहाँ तो मिलने को यहाँ शमा रो रही
सितारो उनसे कहना ...
.
तड़पता प्यार कि हो दीदार मगर दीवार हमें रोके
शमा ऐसे जले जैसे पतंगे से ( जुदा हो के ) -२
दुहाई देते-देते जुदाई सहते-सहते अन्धेरा हो रहा
कि तुम हो वहाँ ...
.
बँधी ज़ंजीर मगर बेपीर तेरी तस्वीर नहीं जाती
सितम की बात सहें हम घात मिलन की रात ( नहीं आती ) -२
कि आहें भरते-भरते तड़प के मरते-मरते अँधेरा हो रहा
कि तुम हो वहाँ ...
~~~~~~~~~~~~
પ્રકરણ - ૭૯

"ઝૂમતી ચલી હવા યાદ આ ગયા કોઈ"
.
એસ એન ત્રિપાઠી ઉર્ફે શ્રી નાથ ત્રિપાઠી ~~~~~
.
બનારસના પંડિત
૧૪ માર્ચ ૧૯૧૩ના દિવસે જન્મ

ફિલ્મજગતમાં કિશોરકુમારના જનમ પહેલા જન્મેલી એક બહુમુખી પ્રતિભા કે જે ફિલ્મ સાથે સંકળાયેલી ઘણીબધી કળાઓના જ્ઞાતા હતા અને ફિલ્મને લગતી ઘણીબધી કળાઓ પર તેમને મહારત મેળવેલી

અભિનેતા, સંગીતકાર, ગાયક, ફિલ્મ કથા લેખક, ફિલ્મ પટકથા લેખક, ફિલ્મ સંવાદ લેખક, ફિલ્મ નિર્માતા, ફિલ્મ નિર્દેશક અને આટઆટલી કલાના જાણકાર હોવા છતાંયે એમની સૌથી મોટી ઓળખ ફિલ્મજગતના નિરાભિમાની એવા એક સીધાસાદા વ્યક્તિ હતા આપણા આ બનારસી બાબુ !

પણ આજેય તેઓની ઓળખ એક સંગીતકારથી વિશેષ કંઈ જ નથી
કદાચ ઘણા મિત્રો તો એ નામે કોઈ મહાન સંગીતકાર થઈ ગયા એ વાતથી પણ વાકેફ નહિ હોય !
.
૧૯૩૦ના દાયકામાં તેઓએ ફિલ્મજગતમાં એક વાયોલિનવાદક તરીકે પદાર્પણ કર્યું અને સાથે સાથે ગાયક પણ બન્યા

એ સમયની પ્રથમ મહિલા સંગીતકાર "સરસ્વતી દેવી"ના સહાયક સંગીતકાર બની રહયા

૧૯૪૧ની ફિલ્મ "ચંદન" તેઓની સ્વતંત્ર સંગીતકાર તરીકેની પ્રથમ ફિલ્મ

સંગીતકાર ચિત્રગુપ્તે, SN ત્રિપાઠીના સહાયક સંગીત નિર્દેશક તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી

ચિત્રગુપ્ત અને SN દાદાએ સાથે મળીને ફિલ્મ "અલી બાબા ૪૦ ચોર"નું સંગીત તૈયાર કરેલું

જે ફિલ્મમાં રફી અને લતાએ ગાયેલુ "એય સબા ઉનસે કહ જરા ......" એ સમયે ખુબ જ પ્રચલિત થયેલું

મનમોહન દેસાઈની સૌ પ્રથમ ફિલ્મ જનમ જનમ કે ફેરે (૧૯૫૭)માટે સન દાદાએ સંગીત આપેલું
એ ફિલ્મના ગીતો લખ્યા હતા દાદા ભરત વ્યાસે

ત્યારબાદ SN દાદા અને ભરત દાદાની જોડીએ લગભગ ૧૨ ફિલ્મો સાથે કરી.
એ ફિલ્મનું સદાબહાર ગીત "જરા સામને તો આઓ છલીયે........" આજેય એટલું જ પ્રચલિત ગીત છે

SN દાદાએ બેમીસાલ એવી ફિલ્મ "રાની રૂપમતી"(૧૯૫૯)ની ના માત્ર કથા લખી પણ એ ફિલ્મનું નિર્દેશન પણ પોતે જ કર્યું

અને એ ફિલ્મના અવિસ્મરણીય ગીતો પણ દાદાએ બનાવ્યા.

"આ લૌટ કે આજા મેરે મીત..." (મુકેશ અને લતા બંને વર્ઝન)
"બાત ચલત નઈ ચુનરી રંગ ડારી..."
.
વર્ષ ૧૯૬૦ની ફિલ્મ "લાલ કિલ્લા"ની છેલ્લા મોગલસમ્રાટ "બહાદુરશાહ ઝફર" દ્વારા લખાયેલ બે ગઝલો દાદાએ નામ માત્રના સંગીત દ્વારા મહંમદ રફીના કંઠે ગવડાવી જે બંનેય ગઝલો આજેય હિન્દી ફિલ્મ જગતના ગીતોમાં અવ્વલ સ્થાને છે

૧. "ના કિસીકી આંખ કા નૂર હું......."
૨. "લગતા નહિ હૈ દિલ મેરા ઉજલે દયાર મેં ...."

આજસુધી એમ જ કહેવાયું છે અને આપણે જે જાણીયે છીએ તે કે "ના કિસીકી આંખ કા નૂર હું......." એ ગઝલ છેલ્લા મોગલસમ્રાટ "બહાદુરશાહ ઝફર"ની કલમે અવતરી છે

પણ થોડા વર્ષો પહેલા એક વિવાદ ચલાવાયો હતો કે આ ગઝલ "બહાદુરશાહ ઝફરે" નહિ પણ "મુઝતર ખરીદાબાદી"ની રચના છે

"મુઝતર ખરીદાબાદી" એટલે ગીતકાર અને ઉર્દુ શાયર "જાં નિસાર અખ્તર"ના પિતાજી, "જાવેદ અખ્તર"ના દાદા

૧૯૬૨માં આવી "સંગીત સમ્રાટ તાનસેન" , "આ લૌટ કે આજા મેરે મીત ........" તો યાદ જ હશે ને ?!
એ ફિલ્મના બીજા અઘરા ગીતોને આપણે બાજુ પર રાખીયે.

શ્રી નાથ ત્રિપાઠી દાદાના દાદા "ગણેશ દત્ત ત્રિપાઠી" કાશીમાં સંસ્કૃત વિદ્યાપીઠમાં આચાર્ય હતા અને SN દાદાના પિતાજી "નારાયણ દત્ત ઠાકુર" કાશીમાં સરકારી શાળાના આચાર્ય હતા
દાદાએ એ જમાનામાં BSc સુધીનો અભ્યાસ કરેલો
દાદાએ "સંગીત પ્રવીણ", "પ્રયાગ સંગીત સમિતિ"થી પસાર કરેલ અને "સંગીત વિશારદ", "મોરિસ સંગીત કોલેજ"થી થયેલા
.
૧૯૪૮ની ફિલ્મ "રામ ભક્ત હનુમાન"માં દાદાએ હનુમાનનું પાત્ર ભજવેલું

SN દાદાએ ફિલ્મ ઉત્તરા અભિમન્યુ, રતન મંજરી, જનમ જનમ કે ફેરે, પક્ષીરાજ, રાની રૂપમતી, લાલકિલ્લા, સંગીત સમ્રાટ તાનસેન જેવી ફિલ્મો માટે સુંદર ગીતો સંગીતે મઢીને બનાવ્યા

દાદાએ રામ હનુમાન યુદ્ધ, કવિ કાલિદાસ, પક્ષીરાજ, રાની રૂપમતી, પિયા મિલન કી આસ, સંગીત સમ્રાટ તાનસેન, શિવ પાર્વતી, દેવ કન્યા, મહારાજા વિક્રમ, કુંવારી વગેરે વગેરે ફિલ્મોનું નિર્દેશન પણ કર્યું

પૌરાણિક અને ધાર્મિક ફિલ્મોમાં દેવ તરીકેના તેમના અભિનયની આજેય સરાહના થાય છે. મોટાભાગની ફિલ્મોમાં તેમનો હનુમાન તરીકેનો અભિનય ખુબ વખણાયો હતો

હિન્દી ફિલ્મો સાથે તેમને ભોજપુરી ફિલ્મોમાં ગીતો લખ્યા, ભોજપુરી ફિલ્મોમાં અભિનય કર્યો, ભોજપુરી ફિલ્મોનું નિર્દેશન કર્યું અને ભોજપુરી ફિલ્મોમાંસંગીત પણ આપ્યું

પોતાની +૫૦ વર્ષની સુદીર્ઘ ફિલ્મી કારકિર્દીમાં SN દાદાએ
૧૦૦ ફિલ્મોમાં સંગીત આપ્યું
૫૫ ફિલ્મોમાં અભિનય કર્યો
૧૮ ફિલ્મોનું નિર્દેશન કર્યું
૩ ફિલ્મોમાં સહાયક નિર્દેશક રહયા
૨ ફિલ્મોની કથા અને પટકથા લખી
૨ ફિલ્મમાં સ્પેશિયલ ઇફેક્ટ માટે સહાયક રહયા

આવી બહુમુખી પ્રતિભા એ ૨૮ માર્ચ ૧૯૮૮ના દિવસે મુંબઈમાં અંતિમશ્વાસ લીધા.
.
રાની રૂપમતી, સંગીત સમ્રાટ તાનસેન, કવિ કાલિદાસ અને નાગા ચંપા જેવી ફિલ્મો તેમનું નિર્દેશન હતું
.
રાની રૂપમતી, લાલ કિલ્લા, સંગીત સમ્રાટ તાનસેન, જનમ જનમ કે ફેરે, મહાસતી અનસૂયા, પીયા મિલન કી આસ વગેરે ફિલ્મોના પ્રચલિત ગીતો આજેય લોકજીભે જીવંત છે

ચાલો આ બહુમુખી પ્રતિભાના ગીતોની ઝલક મેળવીયે

ફિલ્મ - લાલ કિલ્લા
~ ના કિસીકી આંખ કા નૂર હું
~ લગતા નહિ હૈ દિલ મેરા ઉજડે દયાર મેં

ફિલ્મ - રાણી રૂપમતી
~ આ લૌટ કે આજા મેરે મીત
~ બાટ ચલત નઈ ચુનરી રંગ ડારી

ફિલ્મ - જનમ જનમ કે ફેરે
~ જરા સામને તો આઓ છલીયે
~ તન કે તમ્બૂરેમેં દો સાંસો કે તાર બોલે
~ જનમ જનમ કે ફેરે

ફિલ્મ - ચંદ્રમુખી
~ નૈન કા ચૈન ચુરાકર લે ગઈ કર ગઈ નીંદ હરામ

ફિલ્મ - સંગીત સમ્રાટ તાનસેન
~ ઝૂમતી ચલી હવા યાદ આ ગયા કોઈ
~ સપ્ત સુરન તીન ગ્રામ

ફિલ્મ - જય ચિત્તોડ
~ ઓ પવન વેગ સે ઉડનેવાલે ઘોડે

ફિલ્મ - હાતિમતાઇ
~ પરવરદિગારે આલમ તેરા હી હૈ સહારા
~ ઝૂમતી હૈ નજર ઝૂમતા હૈ પ્યાર

ફિલ્મ - વીર દુર્ગાદાસ
~ થાને કાજરીયો બનાલ્યુ મ્હારે નૈના મેં રમાલ્યુ

ફિલ્મ - નાદીરશાહ
~ મહમ્મદશાહ રંગીલે

ફિલ્મ - કવિ કાલિદાસ
~ શામ ભઈ ઘનશ્યામના આયે
~ ઉન પર કૌન કરે જી વિશ્વાસ
~~~~~~~~~~~~~~~~~~
પ્રકરણ - ૮૦

"તૂ રાત ખડીથી છત પે ની મૈં સમજા કે ચાંદ નિકલા"
.
ઉષા તીમોથી ~~~

એક એવી ગાયીકા કે જેનો અવાજ કોઈ ઓળખી ના શક્યું !
કોઈકે એને આશા સમજી લીધી તો કોઈકે લતા કે કોઈકે સુમન

પોતાની કારકિર્દી દરમ્યાન ક્યારેય એ ગાયિકા પોતાની ઓળખ મેળવી જ ના શકી !

આ રહયા એ ગાયીકાએ ગાયેલા જાણીતા ગીતો
કદાચ ગીત સંગીતના રસીયાઓ પણ એ અવાજ ઓળખવામાં થાપ ખાઈ ગયા

૧. તૂ રાત ખડીથી છત પે ની મૈં સમજા કે ચાંદ નિકલા - હિમાલય કી ગોદમેં
૨. જબ જબ બહાર આઈ ઔર ફૂલ મુશ્કરાએ મુજે તુમ યાદ આયે - તકદીર
૩. પપ્પા જલ્દી આ જાના - તકદીર
૪. ઢોલ બજા ઢોલ ઢોલ જાનીયા જિંદગી કે સાજ પર નાચો સભી ઝુમકર બન જાયે પ્યાર કી કહાનિયા - વિશ્વાસ
૫. ગોરી હટા દે ઘૂંઘટ દિખા દે મુખડા ચાંદ સે ભી ઉજલા - ફરેબ
૬. અરે રફ્તા રફ્તા દેખો આંખ મેરી લડી હૈ - કહાની કિસ્મત કી
૭. મેરી બાતોં સે તુમ બોર હો ગઈ હો તો હમ બાત નહિ કરેગા - અનોખા

નાગપુર સ્થિત ક્રિશ્ચિયન પરિવારમાં જન્મ
અગીયાર ભાઈ બહેનોમાં ઉષા સૌથી નાની
ઉષાના પિતા એ સમયે CBIમાં ઓફિસર હતા
ઉષાના પિતાને પણ ૧૨ ભાઈબહેનો હતા !
ઉષાના પિતા ગીત સંગીતના શોખીન હતા
અને પોતે સારા ગાયક હતા

ઉષાનો સૌથી મોટો ભાઈ મધુસુદન તીમોથી સંગીતનો શોખીન હતો
અને અવારનવાર પોતાના ઘરમાં એ સંગીતની મહેફિલ ગોઠવતો
જે મહેફિલમાં ઉષાના પિતા, ઉષાનો ભાઈ મધુસુદન ગીતો ગાતા
અને એ મહેફિલમાં નાનકડી ઉષા પણ ગીતો ગાતી

મધુસુદન તીમોથી પોતે એક સારો વાયોલિન વાદક હતો
અને અવારનવાર AIR નાગપુર પર તેના કાર્યક્રમો રજૂ થતા

સમય રહેતા મધુસુદન અને તેના પિતા નાગપુર સહીત અન્ય શહેરોમાં મ્યુઝિકલ નાઈટના કાર્યક્રમ યોજવા લાગ્યા
જેમાં "કલ્યાણજી આણંદજી નાઈટ" મુખ્ય રહેતી
જે મ્યુઝિકલ નાઈટમાં મહમ્મદ રફી, મુકેશ, કિશોરકુમાર , મન્ના ડે, હેમંતકુમાર જેવા ગાયકો રહેતા અને મહિલા ગાયકોમાં કેટલીક વખત સ્થાનિક ગાયિકાઓની જરૂર રહેતી
આવા એક કાર્યક્રમમાં ૮ વર્ષની ઉષાએ કલ્યાણજી આણંદજી નાઈટમાં "રસિક બલમા ....."ગીત ગાઈને પ્રેક્ષકોના મન મોહી લીધા હતા
ત્યારબાદ ઉષા તીમોથી "કલ્યાણજી આણંદજી નાઈટ"નો હિસ્સો બની ગઈ હતી

૧૯૬૫ની ફિલ્મ "હિમાલય કી ગોદમેં"ના ગીત "તુ રાત ખડીથી છત પે ની મૈં સમજા કે ચાંદ નિકલા..."થી ફિલ્મોમાં પાર્શ્વગાયનનો મોકો મળ્યો
ફિલ્મ "હિમાલય કી ગોદમેં" તથા ફિલ્મ "જબ જબ ફૂલ ખીલે"માં આમ તો સંગીતકાર કલ્યાણજી આણંદજી પણ મોટાભાગે એ બેલડી પોતાની મ્યુઝિકલ નાઈટમાં વ્યસ્ત રહેતી હોવાથી ફિલ્મ સંગીતમાં ધ્યાન આપતી નહિ
એ સમયે તેમના સહાયક સંગીતકારો હતા "લક્ષ્મીકાંત પ્યારેલાલ" અને આ બંનેય ફિલ્મના તમામ ગીતો "લક્ષ્મીકાંત પ્યારેલાલે" જ તૈયાર કર્યા હતા

LPએ પોતાના સંગીતવાળી ફિલ્મ "તકદીર" અને ફિલ્મ "પરિવાર"માં ઉષા તીમોથીને તક આપી

પણ ઉષાએ પોતાની કારકિર્દીના મોટાભાગના હિન્દી ગીતો, લગભગ ૧૦૦, કલ્યાણજી આણંદજી સાથે જ ગાયા

ઉષાએ હિન્દી, મલયાલી, મરાઠી , ભોજપુરી અને પંજાબી ભાષામાં ૫૦૦૦ જેટલા ગીતો ગાયા

આમ તો ઉષા તીમોથી એટલે ઓછા ખર્ચે મળતી આશા ભોંસલેની બરાબરીની ગાયીકા !

ઉષા તીમોથીએ "મધુ ચાંદેકર" સાથે લગ્ન કર્યા હતા.
મધુ ચાંદેકર મહારાષ્ટ્ર સરકારના સેલ્સટેક્સ ડિપાર્ટમેન્ટમાં ડેપ્યુટી કમિશ્નર હતા

આમ તો ઉષા તીમોથીએ ૧૯૬૨ની ફિલ્મ "દુર્ગા પૂજા"માં સંસ્કૃતમાં શ્લોક ગાયા હતા
પણ એની નોંધ ક્યાંય લેવાઈ નહિ

રાજકોટમાં એક સાક્ષાત્કારમાં ઉષાએ મને જણાવ્યું હતું કે
"એ જમાનામાં આજના જેવી રેકોર્ડિંગ ફેસિલિટી નહોતી એટલે એ સમયે ગાયક કલાકારોને ગીત ગાતા ભૂલ કરવી પોસાતી નહિ. તેથી ગાયક કલાકારો ગીતના રેકોર્ડિંગ પહેલા ખુબ રિહરસલ કરતા.જેથી ઓછામાં ઓછા ટેકમાં ગીત રેકોર્ડ થઈ જાય. "


મહમ્મદ રફી અને મુકેશના આગ્રહે ઉષાની કારકિર્દી બનાવવા ઉષાને તેનો ભાઈ મધુસુદન મુંબઈ લઇ આવ્યો હતો
મુંબઈમાં તેઓને માટે રહેવાની વ્યવસ્થા ના હતી
પણ ઉષાનો ભાઈ મધુસુદન રેલવેમાં નોકરી કરતો હતો
તેણે રેલવે ઓથોરિટી પાસે મુંબઈમાં રહેવા માટે ક્વાર્ટરની વ્યવસ્થા આપવાની માંગણી કરી હતી
અને જે માંગણી સ્વીકારાઈ હતી
મુંબઈમાં એ રેલવે ક્વાર્ટરમાં રહેતા ઉષાએ પંડિત લક્ષ્મણપ્રસાદ પાસે ગાયનની સઘન તાલીમ લીધી હતી

બાળપણથી જ સ્ટેજ શો કરવા માંડેલી ઉષાએ ક્યારેય માધ્યમિક શિક્ષણ લીધું જ નહોતું
તેના પરિવારજનોએ ઉષાને યોગ્ય શિક્ષણ મળી રહે તેવી અન્ય વ્યવસ્થા પોતાના ઘરમાં જ ઉભી કરી આપી હતી

હાલમાં ઉષા મુંબઈમાં પોતાના દીકરા અભિજીત સાથે રહે છે
ઉષાની દીકરી અમિતાએ કસ્તુરી, કુસુમ, કયુંકી સાસ ભી કભી બહુ થી જેવી TV સિરિયલોમાં કામ કર્યું
રિતેશ તિવારી સાથેના પોતાના લગ્ન બાદ અમિતા કેલિફોર્નિયા , USAમાં રહે છે

ઉષા તીમોથી એક અજાણ ગાયીકા !
~~~~~~~~~~~~~
પ્રકરણ - ૮૧

"तेरा हिज्र मेरा नसीब है
तेरा ग़म ही मेरी हयात है
मुझे तेरी दूरी का ग़म हो क्यों
तू कहीं भी हो मेरे साथ है"
.
કબ્બન મિર્ઝા ~~~

કલા અને કલાકારને દેખાવ અને રૂપ ક્યારેય નડતુ જ નથી
કબ્બન મિર્ઝા એનો જીવંત પૂરાવો રહ્યા

એ જમાનામાં વિવિધભારતી પર રાત્રે ૧૦:૦૦ વાગે ફિલ્મી ગીતો પર આધારિત કાર્યક્રમ "છાયાગીત" અનોખી રીતે રજુ થતો
અને તેના પ્રસ્તુત કર્તા હતા "કબ્બન મિર્ઝા"

રાત્રે ૧૦ વાગે પ્રસારિત થતા છાયાગીતના અસંખ્ય ચાહકો હતા
જે રાત્રીના ૧૦ વાગવાની રાહ જોઈને બેસતા
એક નોખી અને અનોખી રજૂઆત અને એકએક ચઢીયાતા ગીતો

વાહ શું મસ્ત કાર્યક્રમ હતો એ !

આ ઉપરાંત કબ્બન મિર્ઝા "સંગીત સરિતા" કાર્યક્રમની રજુઆત કરતા

૧૯૮૩ની કમલ અમરોહીની ફિલ્મ "રઝિયા સુલ્તાન"ના પાત્ર યાકુબને અનુકૂળ એવો તદ્દન નવો અવાજ કમલ અમરોહી અને સંગીતકાર ખૈયામની જોઈતો હતો

એ માટે તેઓએ લગભગ ૫૦ જેટલા કલાકારોના અવાજોને પરખ્યા પણ કોઈ અવાજ એ બન્નેયની પરખમાં ઉત્તીર્ણ ના થયો

ત્યારે જ એ બંનેને કબ્બન મિર્ઝાની યાદ આવી અને કબ્બન મિર્ઝાના અવાજને પારખીને કબ્બન મિર્ઝા પાસે ફિલ્મના બે ગીતો ગવડાવ્યા.

ખુબ જ ઓછા જાણીતા એ બંનેય ગીતો સંગીતરસિયાઓના પ્રથમ પસંદગીના ગીતો છે.

આશ્ચર્ય જ કહેવાય કે ત્યારબાદ કોઈપણ સંગીતકારે કબ્બન મિર્ઝા પાસે ક્યારેય ગીતના ગવડાવ્યા.

ફિલ્મ "શિબા"નું ટાઈટલ ગીત કબ્બન મિર્ઝાએ ગાયું છે પણ એમનું નામ ત્યાં ગાયબ છે

કબ્બન મિર્ઝાનો જન્મ વર્ષ ૧૯૩૭ થયો

ગળાના કેન્સરના કારણે તેમનું મૃત્યુ થયું

તેમના મૃત્યુની તિથિ કે તારીખની ભાળ મળી નથી

એક જમાનામાં કબ્બન મિર્ઝા મહોર્રમ સમયે પોતાના બુલંદ અવાજમાં ગાતા

તેમના પાંચ સંતાન હતા

તેમનો સૌથી મોટો પુત્ર મોહમ્મદ ઈમ્તિયાઝ પિતાની જેમ "એશિયા રેડીઓ"માં એનાઉન્સર હતો

કબ્બન મિર્ઝાએ ગાયેલા પેલા બે ગીતોને યાદ કરી લઈએ
મને ખાતરી છે કે આજે આ બંનેય ગીતો તમે તમારા સંગીતના ખજાનામાંથી શોધીને જરૂર સાંભળશો જ

ફિલ્મ - રઝિયા સુલ્તાન

૧.
तेरा हिज्र मेरा नसीब है
तेरा ग़म ही मेरी हयात है
मुझे तेरी दूरी का ग़म हो क्यों
तू कहीं भी हो मेरे साथ है

मेरे वास्ते तेरे नाम पर
कोई हर्फ़ आए नहीं नहीं
मुझे ख़ौफ़ दुनिया नहीं
मगर मेरे रू-ब-रू तेरी ज़ात है

तेरा वस्ल ऐ मेरी दिलरुबा
नहीं मेरी किस्मत तो क्या हुआ
मेरी महजूबी यही कम है क्या
तेरी हसरतों का तो साथ है

तेरा इश्क़ मुझ पे है महर्बां
मेरे दिल को हासिल है दो जहाँ
मेरी जान-ए-जां इसी बात पर
मेरी जान जाए तो बात है

૨.
आई ज़ंजीर की झनकार ख़ुदा ख़ैर करे
दिल हुआ किसका ग़िरफ़्तार ख़ुदा ख़ैर करे

जाने यह कौन मेरी रूह को छूकर ग़ुज़रा
एक क़यामत हुई बेदार ख़ुदा ख़ैर करे

लम्हा मेरी आँखों में खींचा जाती है
एक चमकती हुई तल्वार ख़ुदा ख़ैर करे

ख़ून दिल का न छलक जाए कहीं आँखों से
हो न जाए कहीं इज़हार ख़ुदा न करे
~~~~~~~~~~~~~
પ્રકરણ - ૮૨

"અય ઝમાને તું કરલે સિતમ પે સિતમ ,જીનકો મીલના હૈ વો મિલ કે રહેંગે"
.
કંચન ~~~

નવી પેઢીના ગીત-સંગીત રસીયાઓ માટે આ નામ સાવ નવું જ હશે
અને જૂની પેઢીના ગીત-સંગીત રસીયાઓમાંથી ઘણાબધાને આ નામ કદાચ યાદ પણ નહિ હોય

એક જ સંગીતકારની ગાયીકા
એક જ કુટુંબની ગાયીકા
એક જ સંગીતકારે પરાણે સ્વીકારેલી ગાયીકા

કંચન દિનકરરાવનો જન્મ ૧૬ માર્ચ ૧૯૫૦ના દિવસે મુંબઈમાં થયેલો

આમ તો કંચને ૭૦ના દાયકામાં કલ્યાણજી આણંદજીના ભાઈ બાબલા સાથે "બાબલા & પાર્ટી"માં ગાવાની શરૂઆત કરી હતી

બાબલા શાહ પોતે ૮ વર્ષની ઉંમરથી ડ્રમ વગાડતો
બાબલા શાહ એક સારો ડ્રમર , મ્યુઝિક એરેન્જર, મ્યુઝિક ડાયરેક્ટર પણ ખરો

વર્ષ ૧૯૬૨માં બાબલાએ પોતાની "બાબલા & પાર્ટી" (ક્યારેક એ બાબલા ઓરક્રેસ્ટા તરીકે પણ ઓળખાતી)

કંચનના પતિ બાબલા ઉર્ફે લક્ષ્મીચંદ શાહનો જન્મ ૧૯૪૨માં મુંબઈમાં થયો હતો

બાબલા અને કંચને સાથે મળીને દુનિયાભરમાં +૧૦૦૦ સ્ટેજ પ્રોગ્રામ કર્યા

૧૯૭૦ના દાયકાની શરૂઆતે ગુજરાતના ગરબા અને દાંડિયારાસને "ડિસ્કો દાંડિયા"ના નામે એક નવા રૂપમાં દુનિયાભરમાં રજુ કર્યા

૧૯૮૦ના દાયકાની શરૂઆતે "પૉપ મ્યુઝિક"ના રંગે રંગાયા અને "પૉપ આલ્બમ" રજુ કર્યા

ચટની મ્યુઝિક, ભોજપુરી મ્યુઝિક અને ડિસ્કો દાંડિયાના પ્રણેતા એવા આ દંપત્તિએ ૪૦ વર્ષ સુધી સાથે કામ કર્યું.

દરમ્યાન એ બંનેએ US , UK , કેનેડા, નેધરલેન્ડ, મોરેશિયસ, SA , ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ સહીત ગુયાના , જમૈકા, ત્રિનિદાદ, ટોબેગો જેવા કેરેબિયન દેશોમાં પોતાના સ્ટેજ પ્રોગ્રામ કરતા રહયા
સ્ટેજ પ્રોગ્રામનો આ વારસો બાબલાને પોતાના બે મોટાભાઈ કલ્યાણજી આણંદજી પાસેથી મળ્યો હતો

બાબલાએ પોતાના બંનેય ભાઈઓની ઉપરવટ જઈ ફરજીયાતપણે પોતાના સ્ટેજ પ્રોગ્રામોની સહગાયિકા કંચન પાસે ગીતો ગવડાવવાનો આગ્રહ રાખ્યો
અને પોતાના ત્રાગામાં એ સફળ રહ્યો

૧૯૭૫ની ફિલ્મ "રફફુચક્કર"થી કંચન હિન્દી ફિલ્મજગતની ગાયિકા બની ગઈ

બાબલા સાથેના જુના સુંવાળા સંબંધે એ બાબલાના ઘર સુધી પહોંચી અને કલ્યાણજી આણંદજીની અનિચ્છાએ પણ બાબલાની ઘરવાળી બની ગઈ

કંચનના કારણે કલ્યાણજી અને આણંદજીના સંબંધો પોતાના નાના ભાઈ લક્ષ્મીચંદ ઉર્ફે બાબલા સાથે બગડી ગયા

૨૬ જુલાઈ ૨૦૦૪ના દિવસે કેન્સરના કારણે કંચનનું મૃત્યુ થયુ ત્યાં સુધી, લગભગ ૩૬ વર્ષ સુધી, બાબલા અને કંચન જોડાયેલા રહયા

બાબલા અને કંચને હિન્દી ઉપરાંત અન્ય ભાષાઓમાં પણ પોતાના વિડીયો આલ્બમ બનાવ્યા

કંચનના બે સંતાન
દીકરી નિશા શાહ - જે નાનપણથી જ પોતાની માતાની સાથે સ્ટેજ પ્રોગ્રામમાં સાથે રહેતી
દીકરો વૈભવ શાહ, જે પોતાની ૩ વર્ષની ઉંમરથી જ સારાસરીતે ડ્રમ વગાડે છે અને હાલમાં સંગીતના ટેલેન્ટ હન્ટના પ્રોગ્રામમાં પોતાના બેન્ડ સાથે Live સંગીત આપે છે
વળી પોતાના સ્ટેજ પ્રોગ્રામ પણ કરે છે

કંચનના ગાયેલા કેટલાક યાદગાર ગીતોની ઝલક મેળવી લઈએ

ફિલ્મ - રફ્ફુચક્કર

૧.
તુમકો મેરે દિલને પુકારા હૈ બડે નાઝ સે

૨.
અય ઝમાને તું કરલે સિતમ પે સિતમ, જીનકો મીલના હૈ વો મિલ કે રહેંગે

૩.
ભજન બીના ચૈન ના આવે રામ

ફિલ્મ - ધર્માત્મા

૧.
क्या खूब लगती हो बड़ी सुंदर दिखती हो
फिर से कहो कहते रहो अच्छा लगता है
जीवन का हर सपना अब सच्चा लगता है
क्या खूब लगती हो ...

૨.
तुमने किसी से कभी प्यार किया है
बोलो ना
तुमने किसी से कभी प्यार किया है
प्यार भरा दिल किसी को दिया है

ફિલ્મ - કાલીચરણ

એક બટા દો ....દો બટે ચાર છોટી છોટી બાતો મેં બટ ગયા સંસાર

ફિલ્મ - કુરબાની

૧.
हम तुम्हें चाहते हैं ऐसे -२
मरने वाला कोई
मरने वाला कोई ज़िंदगी चाहता हो जैसे
हम तुम्हें चाहते हैं ऐसे

૨.
लैला मैं लैला, ऐसी हूँ लैला
हर कोई चाहे मुझसे मिलना अकेला) - २
जिसको भी देखूँ दुनिया भुला दूँ
मजनू बना दूँ ऐसी मैं लैला

ફિલ્મ - પાપ ઔર પુણ્ય

तेरे-मेरे प्यार की बँध गई जब ये डोर मचा दूँगा शोर
ज़माना चाहे जो कहे सो कहे
धीरे-धीरे बोल पिया है ये आपस की बात मिला तेरा साथ
ज़माना कहीं ये सहे ना सहे

ફિલ્મ - વિધાતા

સાત સહેલીયા ખડી ખડી ફરિયાદ સુનાયે ઘડી ઘડી
~~~~~~~~~~~~~~
પ્રકરણ - ૮૩

"હમ ભી ખો ગયે હૈ દિલ ભી ખો ગયા હૈ , કહેતે હૈ પ્યાર જિસકો શાયદ વો હો ગયા હૈ
.
કમલ બારોટ ~
.
કમલ બારોટ એક ભુલાઈ ગયેલી ગાયિકા

કમલ બારોટ કે જેણે મોટાભાગે યુગલગીતો જ ગાયા
મુખ્યત્વે તેના સહગાયક કલાકારો રહયા - લતા, આશા અને મુકેશ

એક સારો અવાજ હોવા છતાંયે સહાયક ગાયિકા જ બની શકી !

૧૮ નવેમ્બર ૧૯૩૮ના દિવસે જન્મ
અને પોતાની ૧૯ વર્ષની ઉંમરે ૧૯૫૭માં ફિલ્મ શારદામાં સંગીતકાર સી રામચંદ્રે સૌપ્રથમ વખત ગાવાનો મોકો આપ્યો - "ભગવાન જરા ધીરે બોલ ...."

૧૯૬૭ની ફિલ્મ નસીહત પછી બધાયે સંગીતકાર કમલ બારોટ નામની ગાયિકાને અને સહગાયિકાને ભૂલી જ ગયા !

ત્યારબાદ ૧૯૭૨ સુધી ક્યારેક કોઈ ભક્તિ ગીતમાં જ કે સમૂહગીતમાં કમલ બારોટને સ્થાન મળ્યું !
.
કમલ બારોટનો ભાઈ ચંદ્ર બારોટ એટલે ફિલ્મ ડૉનનો નિર્દેશક
(સહાયક નિર્દેશક - યાદગાર, શોર, પૂરબ ઔર પશ્ચિમ, રોટી કપડા ઔર મકાન)

કમલ બારોટની બહેન નુતિ બારોટ એ ફિલ્મ ડૉનની સહાયક નિર્દેશિકા

કમલ બારોટનો ભાઈ રમેશ બારોટ અને પ્રતાપ બારોટ એ ફિલ્મ નિર્માતાઓ

કમલ બારોટના ભાઈ પ્રતાપ બારોટ સાથે અભિનેત્રી અને મશહૂર કથ્થક નૃત્યાંગના સીતારાદેવીએ લગ્ન કર્યા હતા
સીતારાદેવીના આ ત્રીજા લગ્ન હતા

ધનતેરશના દિવસે જન્મેલી ધનલક્ષ્મીદેવી ઉર્ફે સીતારાદેવીના પ્રથમ લગ્ન નાઝીર એહમદખાન સાથે થયા હતા
તેઓ બંનેની ઉંમરમાં ૧૬ વર્ષનો તફાવત હતો
એહમદખાનની પ્રથમ પત્નીનું નામ સિકંદર બેગમ હતું
અને તે પણ સિતારાના લગ્ન બાદ પણ એહમદ અને સિતારાની સાથે જ રહેતી હતી
આ લગ્ન લાંબો સમય ટક્યા ના હતા

નિઃસંતાન સીતારાદેવીના બીજા લગ્ન K આસિફ સાથે થયા હતા
કે આસિફ એટલે સીતારાદેવીના પ્રથમ પતિનો કાકાનો દીકરો અને પ્રથમ પતિની પહેલી પત્ની સિકંદર બેગમનો સગો ભાઈ !
કે આસિફની પ્રથમ પત્ની અખ્તર આસિફ એટલે દિલીપકુમારની સગ્ગી બહેન !

સીતારાદેવીનો આ લગ્નસંબંધ પણ લાંબો ટક્યો નહિ

અને નિઃસંતાન સીતારાદેવીએ કમલ બારોટના ભાઈ અને ફિલ્મ નિર્માતા પ્રતાપ બારોટ સાથે ત્રીજા લગ્ન કર્યા
આ લગ્નથી બે સંતાન, પુત્ર - રણજિત બારોટ અને પુત્રી - જયંતિ માલા
જયંતિ માલા કથ્થક નૃત્યાંગના છે

રણજિત બારોટ એટલે ફિલ્મ સંગીત નિર્દેશક, સંગીત કમ્પોઝર, ગાયક

કમલ બારોટની એક બહેન સુધા બારોટ લંડનમાં સ્થાયી થયેલી છે
સુધા અને જયા ભાદુરી બચ્ચન વચ્ચે ખુબ જ સારી મિત્રતા છે
.
જન્મે ગુજરાતી
પણ ભાગ્યે જ કોઈ ગુજરાતી ગીત ગાયું હશે !
ભાગ્યે જ કોઈ ગુજરાતીને કમલ બારોટ અને તેના પરિવારજનો ગુજરાતી હોવાની જાણ હશે !

કમલ બારોટે પોતાની કારકિર્દીમાં ૧૧૭ ફિલ્મોમાં ૧૪૦ ગીતો જ ગાયા

જેમાંના જે તે સમયે પ્રચલિત થયેલા ગણતરીના ગીતો અહીં આપ્યા છે
તમેય સાંભળ્યા જ હશે
પણ કમલ બારોટના અવાજને અને ગાયિકા કમલ બારોટને ઓળખી નહિ શક્યા હો !

તમને આ ગીતોમાં કોઈ અજાણ્યો અવાજ જણાયો હતો ?
બસ એ અવાજ કમલ બારોટનો હતો !

~ હસતા હુઆ નુરાની ચહેરા - પારસમણિ
~ ધડકા તો હોગા દિલ જરૂર કિયા તો હોગા તુમને પ્યાર - CID 909
~ દાદી અમ્મા દાદી અમ્મા મન જાઓ - ઘરાના
~ ગરજત બરસત સાવન આયો રે - બરસાત કી રાત
~ જબ સે હમ તુમ બહારોંમેં - મૈં શાદી કરને ચલા
~ ઇતની જલ્દી ક્યા હૈ ગોરી સાજન કે ઘર જાને કી - સતી સાવિત્રી
~ હમ ભી ખો ગયે હૈ દિલ ભી ખો ગયા હૈ , કહેતે હૈ પ્યાર જિસકો શાયદ વો હો ગયા હૈ - મેડમ ઝોરો
~ અકેલી મોહે છોડ ના જાના ઓ મેરા દિલ તોડ ના જાના - મદારી
~ મુર્ગેને જૂઠ બોલા મુર્ગે કી ચૂં ચૂં હો ગઈ - મુનીમજી
~ ના સુન સુન સુન બુરા ના દેખ દેખ દેખ બુરા ના બોલ બોલ બોલ બુરા
ના સુન બુરા દેખ બુરા બોલ બુરા - પ્રિયા
~ આમદન્ની અઠ્ઠન્ની ખર્ચા રૂપૈયા ભૈયા ના પૂછો ના પૂછો હાલ નતીજા ઠન ઠન ગોપાલ - તીન બહુરાનીયા
~~~~~~~~~~~~~~~~~~
પ્રકરણ - ૮૪

"जाएं तो जाएं कहाँ
समझेगा, कौन यहाँ, दर्द भरे दिल की ज़ुबाँ"
.
કલ્પનાકાર્તિક ઉર્ફે મોના સિંઘા (પેલી મોના સિંઘ નહિ) ઉર્ફે કલ્પનાઆનંદ ઉર્ફે મોનાઆનંદ ~~~

અખંડભારતના લાહોરમાં ૧૯ સપ્ટેમ્બર ૧૯૩૧ના દિવસે ઈસાઈ પરિવારમાં જન્મ

કલ્પનાકાર્તિક "કમ્પલસરી રિટાયરમેન્ટ સ્કીમ" (CRS ) હેઠળ અનિચ્છાએ અને પરાણે ફિલ્મ અભિનેત્રી તરીકે રિટાયર્ડ થયેલી એકમાત્ર ભારતીય અભિનેત્રી

લોકલાજે "નવકેતન"ની કેટલીક ફિલ્મોમાં તેનું નામ સહનિર્માત્રી તરીકે રખાયું અને ફિલ્મના "ટાઈટાલીયા"માં લખાયું
.
કલ્પનાકાર્તિક સંબંધે પોતાની જેઠાણી ઉમાઆનંદની માસી હતી
અને દેવઆનંદ સાથે લગ્ન બાદ ઉમાઆનંદની દેરાણી !
.
પાંચ ભાઈઓ અને બે બહેનોના પરિવારમાં કલ્પનાકાર્તિક સૌથી નાની હતી
પિતા ગુરુદાસપુર, પંજાબના તહેસીલદાર

સિમલાની "St. Bede's College"માં અભ્યાસ દરમ્યાન યોજાયેલી સિમલા શહેરની "બ્યુટી કોન્ટેસ્ટ"માં કલ્પના કાર્તિક પ્રથમ આવેલી એ કાર્યક્રમમાં ચેતનઆનંદ પણ હાજર હતા

ચેતનઆનંદે એ સમયે જ કલ્પનાકાર્તિકને પોતાની ફિલ્મમાં મુખ્ય અભિનેત્રી તરીકે અભિનય કરવાનો કલ્પનાકાર્તિકને પ્રસ્તાવ મુક્યો

જે કલ્પનાકાર્તિકે પોતાના અભ્યાસના ભોગે સહર્ષ સ્વીકાર્યો અને નવકેતન ફિલ્મ્સની ૧૯૫૧ની ફિલ્મ "બાઝી" કલ્પનાકાર્તિકની પ્રથમ ફિલ્મ બની રહી

"ધરમ દેવદત્ત" ઉર્ફે "દેવઆનંદ", એક સમયનો દિલફેંક યુવાન એ કલ્પનાકાર્તિકનો પતિ
.
પહેલા વાત તો સુરૈયાની કરવી પડશે
સુરૈયા જમાલ શેખ, સ્વતંત્ર ભારતદેશની પ્રથમ ગાયીકા કમ અભિનેત્રી

૧૯૪૮ની ફિલ્મ "વિદ્યા", અભિનેતા દેવઆનંદ અને અભિનેત્રી સુરૈયાની જોડીની પ્રથમ ફિલ્મ
નદીમાં ફિલ્માવાતા ફિલ્મના ગીતના શુટિંગ દરમ્યાન દેવઆનંદ અને સુરૈયાની બોટ નદીના વહેણમાં ઉંધી વળી ગઈ

અને ફિલ્મી દ્રશ્યો વાસ્તવમાં સર્જાયા
અભિનેત્રી પાણીમાં તરવાનું જાણે નહિ અને અભિનેતા તરવામાં અને તારવામાં માહેર !

પાણીમાં ડૂબતી અભિનેત્રી સુરૈયાનો જીવ બચાવ્યો
અને બંને વચ્ચે પ્રેમ પાંગર્યો !

સાથે સાથે એ બંનેયને અભિનયવાળી પ્રથમ ફિલ્મ "વિદ્યા" બોક્સઓફિસ પર સફળ રહી
પછી તો જોઈએ જ શું ?

એ જોડીને બીજી ત્રણ ફિલ્મો માટે કરારબદ્ધ કરાયા અને પેલો પાંગરેલો પ્રેમ લગનની લગન સુધી પહોંચ્યો !
.
પણ સુરૈયાની દાદી સુરૈયાની દરેક ફિલ્મોના શૂટિંગ વખતે જે તે સેટ પર સુરૈયાની સાથે હાજર જ રહેતી
.
ફિલ્મના શૂટિંગના દ્રશ્યો સિવાય એ બંનેય એકબીજાને મળી શકતા નહોતા
અને એ બંનેએ પત્રોના આદાનપ્રદાનથી પોતાના પ્રેમની હોડીને હલેસા મારવા શરુ કર્યા
એ બંનેયને પ્રેમપત્રોના આદાનપ્રદાનમાં ગુરુદત્ત, દુર્ગા ખોટે અને કામિની કૌશલ જેવા મિત્રો મદદગાર બન્યા.
.
ના માત્ર સુરૈયા અને દેવાનંદ પણ એ બંનેયને મિત્રો પણ એ બંનેયને લગ્નબંધને બંધાયેલા જોવા માટે અતિ ઉત્સુક હતા.
.
એ સમયે એ બંનેયને અભિનયવાળી ફિલ્મ "જીત"નું શૂટિંગ ચાલતુ તુ.
અને ફિલ્મમાં એ બંનેયને લગ્નવિધિનું એક દ્રશ્ય ફિલ્માવવાનું હતું
ફિલ્મના નિર્માતા - નિર્દેશક અને ફિલ્મના અન્ય સહકલાકારોની હાજરીમાં જ ફિલ્મના જે તે દ્રશ્યને ફિલ્માવાતા સમયે જ એ બંનેયને ખરેખર લગ્ન કરી નાખવાનો ત્રાગડો રચાયો.
.
પણ આ બાબતની જાણ કોઈક ફોટોગ્રાફરે ખાનગીમાં સુરૈયાની દાદીને કરી દીધી
જે ફોટોગ્રાફર પોતે સુરૈયાના એકતરફી પ્રેમમાં ગૂમ હતો તેણે બળતરામાં ........
અને...........
ફિલ્મના રીલના અને રિયલ એમ બંનેય લગ્નો અટકી ગયા

અને સદાબહાર દેવ કુંવારા રહી ગયા !
.
હવે ?
.
નવી ઘોડી નવો દાવ !
.
અને ત્યાં સુધીમાં તો મોટાભાઈ "ચેતનઆનંદે" "દેવ"ના જીવનમાં ફરી ચેતન ભરી દે તેવી તદ્દન નવી અભિનેત્રીની ખોજ "સિમલા"માં પુરી કરી હતી

એ અભિનેત્રીનું જન્મનું નામ હતુ "મોના સિંઘા" .... જન્મે ઈસાઈ ....પણ "નવકેતન ફિલ્મ્સ"ના ભાગીદાર અને ફિલ્મ નિર્માતા અને ફિલ્મ નિર્દેશક એવા "ચેતનઆનંદે" એનું ફિલ્મનું નામ રાખ્યું "કલ્પનાકાર્તિક"

મોના આનંદ ઉર્ફે કલ્પના કાર્તિકની પ્રથમ ફિલ્મ હતી ૧૯૫૧ની ફિલ્મ "બાઝી"
જેના નિર્દેશક હતા ગુરુદત્ત
નવકેતન ફિલ્મ્સના નેજા હેઠળ બનેલી એ ફિલ્મના નિર્માતા અને અભિનેતા હતા એ જ "દેવ"
.
ફિલ્મ બાઝીની સફળતા પછી વર્ષ ૧૯૫૨માં એ જ અભિનેતા અભિનેત્રીની જોડી સાથે ૧૯૫૨માં બની ફિલ્મ આંધીયા અને ૧૯૫૩માં બની ફિલ્મ હમસફર

ફિલ્મ આંધીયા અને ફિલ્મ હમસફરના સંગીતકાર હતા જે તે સમયના શાસ્ત્રીય સંગીતના ખાં "અલી અકબર ખાન".
"અલી અકબર ખાન" એટલે સંગીતકાર "જયદેવ"ના ગુરુ

ત્યારે જ તો "હમદોનો" ફિલ્મમાં સંગીતકાર "જયદેવ"ને સ્થાન મળેલું

આ ફિલ્મનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક અલી અકબર ખાને, પંડિત રવિશંકર અને પન્નાલાલ ઘોષે સાથે મળીને તૈયાર કરેલું
.
નવકેતનની ફિલ્મ "હમસફર"ના નિર્માતા હતા MN WATAL અને ફિલ્મના ભૂતિયા નિર્દેશક હતા A N Banerjee કે જે નવકેતનમાં ફોટોગ્રાફર હતા કે જેમણે નિર્દેશિત કરેલી આ પહેલી અને છેલ્લી ફિલ્મ હતી
.
આપણે તો વાત કરીયે છીએ કલ્પના કાર્તિકની ...

૧૯૫૪ની ફિલ્મ "ટેક્ષી ડ્રાઈવર" સુધીમાં કલ્પના અને "દેવ"નો પ્રેમ ખુબ જ આગળ વધી ગયો હતો
સુરૈયા જેવો ઘાટ ફરી ના થાય અને ફસાવેલી માછલી છટકીને ક્યાંક બીજે જતી ના રહે એટલે
ફિલ્મ ટેક્ષી ડ્રાઈવરના સેટ પર જ એક રાત્રે કલ્પના અને "દેવે" ખાનગીમાં લગ્ન કરી લીધા

કલ્પનાના માતાપિતા સહીત પરિવારને ૧૨ - ૧૫ દિવસે આ લગ્નની જાણ થઈ અને ખુદ દેવના પરિવારને પણ આ લગ્નની જાણ ૫ - ૭ દિવસ પછી થઈ
.
લગ્ન પછી કલ્પનાએ હાઉસ નંબર 44 અને નૌ દો ગ્યારાહ ફિલ્મો કરી ત્યારબાદ અભિનયને "કમ્પલસરી રિટાયરમેન્ટ સ્કીમ" (CRS ) હેઠળ અનિચ્છાએ અને પરાણે તિલાંજલિ આપી દીધી
.
નવકેતનની ફિલ્મો, તેરે ઘર કે સામને, જવેલ થીફ, પ્રેમ પૂજારી,શરીફ બદમાશ , હીરા પન્ના અને જાનેમનમાં સહનિર્માત્રી તરીકે કલ્પનાકાર્તિક ઉર્ફે મોનાઆનંદનું નામ હતું
.
કલ્પના કાર્તિકને દેવ આનંદ સાથેના લગ્નથી બે બાળકો - દીકરો સુનિલઆનંદ અને દીકરી દેવીનાઆનંદ.
.
લગ્ન પછી "કલ્પનાકાર્તિક" ગુમનામીમાં જતી રહી જયારે મોટાભાગે "દેવ" પોતાની નવી ફિલ્મમાં તદ્દન નવી અભિનેત્રીને પ્રદર્શિત કરવા લાગ્યા અને સાથે એમની સાથે લાગણી અને પ્રેમનો વરસાદ તો .....

ગુરુદત્ત અને દેવની "કોમન" મિત્ર વહીદા તો ખરી જ પણ સુરૈયા, ઝીનત, ટીના મુનીમ , ઝાહીદા, ઝાહીરા અને બીજી એકાદ ફિલ્મમાં આવીને ખોવાઈ ગયેલી ઘણી બધી......
જે યાદી નીચે પ્રમાણે છે

૧. પોતાના ઈતિહાસ શીખવતા શિક્ષકની દીકરી
૨. ઝેક ઈન્ટરપ્રિટરની પત્ની
૩. કેમ્બ્રિઝ યુનિ.માં રુમની સફાઈ કરતી આઈરીશ વિદ્યાર્થીની
૪. માર્લોન બ્રાન્ડોની સહાયક
૫. એર ઈન્ડીઆની પરિચારિકા

આ તો જાહેર થયેલા પાત્રો છે બીજા ખાનગી તો એ પોતે જ જાણે !
.
દેવાનંદની જાણી અજાણી ખાસ વાતો

૧.
પોતાની વધતી ઉંમરે પોતાના ગળા પરના ચાસ છુપાવવા માટે એ પોતાના શર્ટનું પ્રથમ બટન હંમેશા બંધ રાખતો
૨.
પોતાની પત્નીને લગ્ન પછી ક્યારેય જાહેર કાર્યક્રમોમાં હાજર ના રહેવા દીધી
આજે ૮૯ વર્ષની ઉંમરેય કલ્પના કાર્તિક કોઈપણ જાહેર કાર્યક્રમમાં દેખાતી નથી
૩.
પોતાના અંતિમસંસ્કાર વિદેશમાં કરવાનો આદેશ પોતાના કુટુંબીઓને કર્યો હતો
૪.
પોતાના અંતિમસંસ્કારમાં પોતાના જ વ્યવસાય સાથે સંકળાયેલા કોઈપણ વ્યક્તિને હાજર ના રહેવા દેવાનો આદેશ પોતાના મૃત્યુ પહેલા આપ્યો
.
કલ્પના કાર્તિકની ફિલ્મોના ગીતો યાદ કરીયે

ફિલ્મ - House No. 44

૧.
चुप है धरती, चुप हैं चाँद सितारे
मेरे दिल की धड़कन तुझको पुकारे

૨.
फैली हुईं हैं सपनों की बाहें
आजा चल दें कहीं दूर
वहीं मेरी मन्ज़िल वहीं तेरी राहें
आजा चल दें कहीं दूर

૩.
तेरी दुनिया में जीने से तो बेहतर है कि मर जाएं
वोही आँसू, वोही आहें, वोही ग़म हैं जिधर जाएं
तेरी दुनिया में जीने से तो बेहतर है की मर जाएं

ફિલ્મ - બાઝી

૧.
आज की रात पिया
आज की रात पिया दिल न तोड़ो
मन कि बात पिय मान लो
आज कि रात पिया

૨.
तदबीर से बिगड़ी हुई तक़दीर बना ले, तक़दीर बना ले
अपने पे भरोसा है तो ये दांव लगा ले,
लगा ले दांव लगा ले - २

ફિલ્મ - નૌ દો ગ્યારહ

૧.
आँखों में क्या जी
रुपहला बादल
बादल में क्या जी
किसी का आँचल
आँचल में क्या जी
अजब सी हलचल

૨.
हम हैं राही प्यार के, हमसे कुछ न बोलिये - ३
जो भी प्यार से मिला, हम उसी के हो लिये - २
हम उसी के हो लिये
जो भी प्यार से मिला, हम उसी के हो लिये

૩.
ओ आजा पंछी अकेला है
ओ सो जा निन्दिया की बेला है ) - २
ओ आजा पंछी अकेला है

ફિલ્મ - ટેક્ષી ડ્રાઈવર

૧.
दिल जले तो जले, ग़म पले तो पले
किसी की न सुन गाये जा

૨.
जाएं तो जाएं कहाँ - २
समझेगा, कौन यहाँ, दर्द भरे दिल की ज़ुबाँ
जाएं तो जाएं कहाँ ...
~~~~~~~~~~~~~
પ્રકરણ - ૮૫

"दुश्मन न करे दोस्त ने वो काम किया है
उम्र भर का ग़म हमें ईनाम दिया है
.
સ્મિતા પાટીલ ~~~

આમ તો મારાથી બરાબર ૧૨ દિવસ મોટી એટલે કે એનો જન્મ ૧૭ ઓક્ટોબર ૧૯૫૫ના દિવસે

જન્મસ્થળ પૂના, મહારાષ્ટ્ર

પિતા શિવાજીરાવ ગિરધર પાટીલ મૂળ કણબી પટેલ પણ રાજકારણી અને માતા વિદ્યાતાઈ પાટીલ એક સમાજસેવિકા

વધારાની કોઈપણ ટીકાટિપ્પણી વગર ~~~
“Apart from acting, Smita Patil was an active feminist and a member of the Women's Centre in Mumbai. She was deeply committed to the advancement of women's issues, and gave her endorsement to films which sought to explore the role of women in traditional Indian society, their sexuality, and the changes facing the middle-class woman in an urban milieu. “

જાહેરમાં નારી સન્માનની કે નારી શક્તિને ફિલ્મોમાં ઉજાગર કરવાના અભિનય કરી વાહવાહી મેળવનારી આ અભિનેત્રીઓએ અન્ય નારીના ઘર ભંગાવી પોતાનું ઘર વસાવ્યું છે જે એક હકિકત છે

૧. શબાના આઝમી
૨. સ્મીતા પાટીલ
૩. હેમામાલિની
૪. શ્રી દેવી

હાથીના દાંત બહાર રહે રહે પીળા તો પડે જ છે !

હશે એ એમની વ્યક્તિગત જિંદગીનો એક ભાગ છે .....

૧૯૭૦ના દાયકામાં "Four Squares Cigarette Enviroment"ના મોડલ ડો.સુનિલ ભુતાની સાથે લગ્નગ્રંથીએ જોડાવાની તૈયારીમાં હતી

૧૯૮૦ના દાયકામાં સ્મિતા ફિલ્મ નિર્માતા "જ્હોની બક્ષી"ના પ્રેમમાં હતી

ક્યારેક એનું નામ વિનોદ ખન્ના સાથેય જોડાયેલું

આ સેલિબ્રિટીઓનું તો એવું જ
"કોઈક બે - ત્રણ કરે અને કોઈક એકનેય તરછોડી દે"

આજે આ વાત કરવાનું કારણ પેલી સમાચારવાચક સૌને ગમતી "શામળી" સ્મિતા પાટીલનો જન્મદિવસ છે

સ્મિતાનો ફિલ્મોમાં ઉદ્દય પણ લોકોને ઈર્ષા જગાડે એવો

એ શામળીના અભિવ્યક્તિ સભર આંખો અને તેનો ચીત્તાકર્ષક અને ભાવવાહી ચહેરો જ એના અભિનયને જીવંત બનાવવા પૂરતા હતા. ત્યારે જ તો પોતાના જમાનાની સૌથી શ્રેષ્ઠ અભિનેત્રી ગણાતી , તેની સૌથી નજીકની હરીફ શબાના આઝમીને પણ એને ઈર્ષાખોર બનાવી દીધેલી !

૧૧ વર્ષની ટૂંકી કારકિર્દીમાં ૭૫ ફિલ્મો આપી અને દરેક ફિલ્મમાં પાત્રની જીવંતતાએ એની ફિલ્મોને સફળ બનાવી અને સાથેસાથે એને પોતાને પણ સફળતાના શિખરે પહોંચાડી દીધી

"ઓફબીટ ફિલ્મો" સાથેસાથે "કોમર્શિયલ ફિલ્મો"માં પણ એનો દબદબો રહ્યો
૧૯૭૫ની ફિલ્મ "ચરણદાસ ચોર" એની પ્રથમ ફિલ્મ

એની સફળતમ અને યાદગાર ફિલ્મોમાં ભવની ભવાઈ, નિશાંત, ભૂમિકા, આક્રોશ, અર્થ, ગમન, બાઝાર, મંડી, અર્ધસત્ય, ગુલામી, આખિર કયું, અમ્રિત, મિર્ચમસાલા, નમકહલાલ વગેરે વગેરેને ગણાવી શકાય

કોઈક કાચી ક્ષણે એણે પોતાના માતાપિતાની ઈચ્છાને અવગણીને "રાજ બબ્બર" જેવા બીજ્વરને પસંદ કરી લગ્ન કર્યા.
તેના દીકરા પ્રતીક બબ્બરનાં જન્મના ૧૫ દિવસ બાદ ૧૩ ડિસેમ્બર ૧૯૮૬ના દિવસે એણે છેલ્લા શ્વાસ લીધા

નગુણા રાજ બબ્બરે પોતાની પ્રથમ પત્ની નાદીર બબ્બર સાથે ફરી સંસાર માંડયો અને સ્મિતા પાટિલના દીકરાને સદાયે અવગણ્યો. પ્રતીક બબ્બરને એના મોસાળમાં એના નાના - નાની એ ઉછેર્યો.

નાદીરા બબ્બરનું ઘર ભંગાવીને રાજ બબ્બર સાથે લગ્ન કરવાનું સ્મિતાને બહુ મોંઘુ પડ્યું
અગણિત નારી સંસ્થાઓએ તેના આ કૃત્ય માટે તેના પર માછલાં ધોયા

સ્મિતાની બહેન માન્યાએ સ્મિતાના અવસાન બાદ એ કબૂલાત આપી કે નાદીરાનું ઘર ભંગાવીને રાજબબ્બર સાથે લગ્ન કરવાની ભૂલ એને સમજાઈ હતી અને ખાનગીમાં મારી સાથે આ બાબત દુઃખ વ્યક્ત કર્યું હતું.

૧૯૭૭ની ફિલ્મ ભુમિકાના અભિનય માટે સ્મિતા પાટીલને શ્રેષ્ઠ અભિનેત્રીનો રાષ્ટ્રીય પુરષ્કાર મળેલો
એ સમયે એ પુરષ્કાર મેળવનાર તે સૌથી યુવા અભિનેત્રી હતી

સ્મિતા પાટીલે હિન્દી ફિલ્મો ઉપરાંત મરાઠી, ગુજરાતી ( ભવ ની ભવાઈ ), પંજાબી, બંગાળી, તેલુગુ, કન્નડ અને મલયાલી ફિલ્મો કરી.
તેની મોટાભાગની ફિલ્મો આર્ટ ફિલ્મો અથવા ઓફબીટ ફિલ્મો રહી
સાથેસાથે સ્મિતાએ સફળ કોમર્શિયલ ફિલ્મો પણ આપી હતી - અમિતાભ સાથેની નમકહલાલ અને શક્તિ , રાજેશ ખન્ના સાથે આખિર કયું અને અમ્રિત

૧૯૭૭ની ફિલ્મ ભૂમિકા અને ૧૯૮૧ની ફિલ્મ ચક્ર માટે શ્રેષ્ઠ અભનીનેત્રીનો રાષ્ટ્રીય ફિલ્મ પુરષ્કાર મેળવ્યો
૧૯૮૨માં ફિલ્મ "ચક્ર"ના અભિનય માટે ફિલ્મફેર એવોર્ડ મેળવ્યો
ફિલ્મ ભૂમિકા, બાઝાર અને આજ કી આવાઝના અભિનય માટે શ્રેષ્ઠ અભિનેત્રીની શ્રેણીમાં ફિલ્મફેર પુરષ્કાર માટે નામાંકન મેળવ્યું
ફિલ્મ અર્થ અને ફિલ્મ મંડીના અભિનય માટે શ્રેષ્ઠ સહાયક અભિનેત્રીની શ્રેણીમાં ફિલ્મફેર પુરષ્કાર માટે નામાંકન મેળવ્યું

૧૯૮૫માં ભારત સરકાર તરફથી "પદ્મશ્રી"નો પુરષ્કાર મેળવ્યો.

સ્મિતા પાટીલની ફિલ્મોના કેટલાક ગીતોની ઝલક માણી લઈએ

1.
दुश्मन न करे दोस्त ने वो काम किया है -२
उम्र भर का ग़म हमें ईनाम दिया है
दुश्मन न करे दोस्त ने वो काम किया है
उम्र भर का ग़म हमें ईनाम दिया है

2.
आज रपट जायें तो हमें ना उठइयो
आज फिसल जायें तो हमें ना उठइयो
हमें जो उठइयो तो
हमें जो उठइयो तो ख़ुद भी रपट जइयो
हाँ ख़ुद भी फिसल जइयो
आज रपट
आहा आज रपट जायें तो हमें ना उठइयो

3.
आप की याद आती रही रात भर
चश्म-ए-नम मुस्कुराती रही रात भर
आप की याद आती रही ...

4.
और नहीं कुछ तुमसे कहना
जीवन साथी जीवन साथी जीवन साथी साथ में रहना
और नहीं कुछ ...

5.
हम ने सनम को ख़त लिखा, ख़त में लिखा
ऐ दिल्रुबा, दिल की गली शहर-ए-वफ़ा
हम ने सनम को ...

6.
करोगे याद तो, हर बात याद आयेगी - २
गुज़रते वक़्त की, हर मौज ठहर जायेगी - २
करोगे याद तो ...

7.
दिखाई दिए यूँ कि बेखुद किया -२
हमें आप से भी जुदा कर चले
दिखाई दिए यूँ

8.
फिर छिड़ी रात, बात फूलों की
रात है या बारात फूलों की
~~~~~~~~~~~~~~~~~
પ્રકરણ - ૮૬

"હર કિસીકો નહિ મિલતા યહ પ્યાર જિંદગી મેં"
.
અનિલ કપૂર ~~~~~
સદા યુવાન .... સદા તરવરીયો.... સદા ઉત્સાહી ….. સદા હસમુખો અભિનેતા
બિન વિવાદાસ્પદ, વ્યક્તિત્વ
.
પિતા સુરિન્દર કપૂર, પૃથ્વીરાજ કપૂરના કાકાના દીકરા
તેઓ પેશાવરમાં રહેતા પણ ૧૯૪૭ના ભાગલા બાદ તેઓ પોતાના પરિવાર સાથે મુંબઈ આવ્યા
એ સમયે પૃથ્વીરાજ કપૂરે સુન્દર કપૂરના પરિવારને પોતાના મોટર ગેરેજમાં રહેવાની વ્યવસ્થા કરાવી આપેલી
થોડો સમય એ ગેરેજમાં રહયા પછી સુરિન્દર કપૂરનો પરિવાર તિલકનગરની ચાલીમાં રહેવા ગયો હતો
.
એ ચાલીમાં જ ૨૪ ડિસેમ્બર ૧૯૫૬ના દિવસે અનિલકપુરનો જન્મ થયો
.
પેશાવરથી આવ્યા બાદ સુરિન્દર કપૂર પાસે આવકનું કોઈ સાધન પણ ના હતુ એ વાતને ધ્યાને રાખી પૃથ્વીરાજકપુરે સુરિન્દર કપૂરને શમ્મીકપુરના સેક્રેટરી બનાવેલા

સમયની જરૂરિયાતને સમજીને ૧૯૫૦માં પિતા સુરિન્દર કપૂરે અભિનેત્રી ગીતાબાલીના સેક્રેટરી તથા શમ્મીકપુરના સેક્રેટરી તરીકેની એમ બેવડી જવાબદારી સ્વીકારી

૧૯૭૨ની ફિલ્મ "શહેઝાદ"થી પિતા સુરિન્દર કપૂરે ફિલ્મ નિર્માણ શરુ કર્યું તે છેક ૨૦૧૦ની ફિલ્મ "મિલેંગે મિલેંગે" સુધી કાયમ રહ્યું
પોતાના પિતાની મોટાભાગની ફિલ્મોમાં અનિલની હાજરી હતી - હમ પાંચ, વો સાત દિન, લોફર, જુદાઈ, હમારા દિલ આપકે પાસ હૈ, પુકાર, નો એન્ટ્રી.
.
અનિલ કપૂરે ૧૯૭૧માં ૧૨ વર્ષની ઉંમરે ફિલ્મ "તું પાયલ મૈં ગીત"માં શશીકપૂરના બાળપણનો અભિનય કરેલો,જે ફિલ્મ ક્યારેય પ્રદર્શિત જ ના થઈ
.
આમ તો ૧૯૭૯ની ફિલ્મ "હમારે તુમ્હારે" તેની પ્રથમ ફિલ્મ ગણી શકાય જેમાં તેણે નાનો રોલ ભજવેલો
૧૯૮૩ની ફિલ્મ "વો સાત દિન" અભિનેતા તરીકેની પ્રથમ હિન્દી ફિલ્મ
જે ફિલ્મના નિર્માતા પિતા સુરિન્દર કપૂર અને ભાઈ બોની કપૂર હતા
જોકે એ પહેલા તેણે ૧૯૮૦માં તેણે તેલુગુ - વંશ વૃક્ષમ અને ૧૯૮૩માં કન્નડ - પલ્લવી અનુ પલ્લવી કરેલી
પણ ૧૯૮૪ની ફિલ્મ "મશાલ"થી એને નામના મળી
.
૧૯૯૭માં તેણે મલયાલી ફિલ્મ ચંદ્રલેખા કરેલી
૨૦૦૮માં તેણે બ્રિટિશ ફિલ્મ "સ્લમ ડોગ મિલિયોનેર" કરી. જે ફિલ્મને ઘણાબધા આંતરરાષ્ટ્રીય એવોર્ડ્સ મળેલા
૨૦૧૧માં "મિશન ઇમ્પોસિબલ" અને "ઘોસ્ટ પ્રોટોકોલ" નામની હોલીવુડની બે ફિલ્મોમાં અભિનય કર્યો
૨૦૧૦માં અમેરિકન TV Serial - ૨૪માં કામ કર્યું
.
૧૯૮૬ની કોમેડી ફિલ્મ "ચમેલી કી શાદી"નું ટાઈટલ ગીત ગાયું
જોકે એ પહેલા ભપ્પી લાહિરીના આલ્બમ "વેલકમ"માં સલામ આગા સાથે ગીતો ગાયા હતા
.
૧૯૮૭ની ફિલ્મ "મિસ્ટર ઈન્ડિયા"નો રોલ પહેલા અમિતાભ બચ્ચનને ઓફર થયેલો પણ કોઈક કારણસર અમિતાભે ના પડતા એ રોલ અનિલના ફાળે આવ્યો, એ પછી એ ફિલ્મની સફળતાનો ઈતિહાસ તો તમે જાણો જ છો
એ પ્રમાણે ફિલ્મ ચાંદનીનો રીશીકપૂરનો રોલ અનિલના ફાળે આવેલો પણ અનિલે તે રોલ નાકારેલો, એ પછી એ ફિલ્મની સફળતાનો ઈતિહાસ તમારી સામે છે.
.
અનિલ માટે ફિલ્મ "મેરી જંગ" ખુબ જ અગત્યની ફિલ્મ રહી
ફિલ્મની સફળતાએ અનિલને નામ, કામ અને દામ અપાવ્યા
.
બોની કપૂર મોટોભાઈ, પછી બહેન રીના કપૂર, પછી અનિલ અને સૌથી નાનો સંજય કપૂર
ફિલ્મી રસીયાઓને બોની અને સંજયની પણ ઓળખ ખરી ?

બહેન રીના અને તેનો પરિવાર પણ હિન્દી ફિલ્મો સાથે સંકળાયેલો
બહેન રીના, ફિલ્મોની કોસ્ચ્યુમ ડિઝાઈનર છે
બહેન રીનાના લગ્ન સંદીપ મારવાહ સાથે થયેલા જે નોઈડામાં વિશાળ જગ્યામાં પોતાનો ફિલ્મ સ્ટુડિયો ધરાવે છે
સંદીપ મારવાહ FTII જેવા "Asian Academy Of Film & Television "ના માલીક પણ છે
.
અનિલ કપૂરે, સુનિતા ભાંભાણી નામની સિંધી યુવતી સાથે લગ્ન કર્યા છે
પત્ની સુનીતા ફિલ્મોની કોસ્ચ્યુમ ડિઝાઈનર, ડ્રેસ ડિઝાઈનર, જવેલરી ડિઝાઈનર અને "હેલ્થ ક્લબ"ની માલીક છે, જેની મુંબઈમાં જ ઘણી શાખાઓ છે
.
સુનિતા ભાંભાણી એટલે ૧૯૬૯ની Miss India કવિતા ભાંભાણીની સગ્ગી બહેન

સુનિતાના પિતા એ જમાનામાં SBI માં ખુબ જ મોટી પોસ્ટ પર હતા
અનિલ અને સુનિતા વચ્ચે ૧૯૮૦માં ટેલિફોન દ્વારા પ્રેમ પાંગરેલો
૧૦ - ૧૫ વખત ફોન પર વાત કર્યા બાદ તેઓ બંનેય એકબીજાને રૂબરૂ મળેલા
આ પ્રેમને પાંગરવામાં અનિલ કપૂરના ખાસ મિત્ર "ગુલશન ગ્રોવર"નો મોટો ફાળો રહેલો

૧૯૮૦ થી ૧૯૮૪ સુધી સુનીતા અનિલ કપૂરને અઢળક ભેટ આપતી રહી અરે અનિલ કપૂરની ખિસ્સા ખર્ચી પણ એ ભોગવતી રહી જેમાં અનિલ કપૂરના બસ ભાડાના કે ટેક્સી ભાડાના ખર્ચાનો પણ સમાવેશ થતો હતો !

૧૯૮૦થી ૧૯૮૪ સુધીમાં સુનિતા સાથેના લગ્નની તારીખો બે વખત નક્કી થયેલી પણ અવઢવમાં રહેલા અનિલે બંનેય વખત એ લગ્ન એક અથવા બીજા કારણે, કદાચ પોતાને મળતી સફળતાના કારણે, મુલતવી રખાવેલા
આખરે મે ૧૯૮૪માં એ બંનેના લગ્ન થયા
.
લગ્નજીવનથી ત્રણ સંતાનો - સોનમ, રિયા અને હર્ષવર્ધન.
.
અભિનેત્રીને સોનમને તો તમે જાણો જ છો
બીજી દીકરી રિયા ફિલ્મ નિર્માત્રી ૨૦૧૦ની ફિલ્મ “આયેશા”નું નિર્માણ તેણે કરેલું
૨૦૧૪માં ઋષિદાની ફિલ્મ "ખુબસુરત"નું એ જ નામથી એણે પુનઃનિર્માણ કરેલું..
"વીરે ડી વેડિંગ" ફિલ્મનું નિર્માણ પણ એનું જ

સૌથી નાનો દીકરો હર્ષવર્ધન પણ ફિલ્મ અભિનેતા છે
૨૦૧૬માં આવેલી ફિલ્મ Mirziya તેની સૌ પ્રથમ ફિલ્મ
જો કે એ પહેલા આવેલી ફલમાં "બોમ્બે વેલ્વેટ" માં તે સહાયક નિર્દેશક રહેલો
.
દીકરી સોનમના ફિલ્મપ્રવેશ બાદ પોતાની દીકરી સાથે કરેલી શરત મુજબ અનિલે સિગારેટ પીવાનું બંધ કર્યું છે
.
આમ તો કાયમ માટે પોતાની મૂછોથી ઓળખાતા આ જણે ફિલ્મના પાત્રને અનુરૂપ થઈ ફિલ્મ લમ્હે, જૂઠ બોલે કૌવા કાટે અને સલામે ઇશ્કમાં મૂછો વગરના ચહેરા સાથે કામ કર્યું
.
શત્રુઘ્નના "ખામોશ"ની માફક અનિલની "જક્કાસ" એ પંચલાઈન ગણી શકાય
આજેય ક્યારેક એ "લખન" નામેય ઓળખાય છે
.
અનિલ કપૂરના માધુરી દીક્ષિત, કિમિ કાટકર અને શિલ્પા શિરોડકર સાથેના પ્રેમસંબંધોની ચર્ચા ફિલ્મજગતના છુપા ખૂણાઓમાં ક્યારેક ચર્ચાતી રહી
જે સંબંધો ને અનિલ કપૂરે ક્યારેક કોઈક ઈન્ટરવ્યૂમાં રદિયો આપ્યો હતો
જો કે એ ચર્ચાના કારણે એમના લગ્નજીવનમાં ક્યારેય કોઈ તકલીફ ઉભી ના થઈ
.
આજે એ વાત કોઈ માની પણ ના શકે કે આજનો આ સફળતાં હીરો એક જમાનામાં FTII ની લેખિત પરીક્ષામાં બે ત્રણ વખત નાપાસ થયેલો !
.
અનિલે +૧૨૦ ફિલ્મો કરી.
અનિલની જાણીતી અને સફળ ફિલ્મોમાં શક્તિ, મશાલ, મેરી જંગ, તેઝાબ, પરીંદા, જાંબાઝ , કર્મા, રામ લખન, મિસ્ટર ઈન્ડિયા , પરીંદા, લમ્હે, બેટા, ઈશ્વર, ૧૯૪૨- લવ સ્ટોરી, પુકાર, નાયક , નો એન્ટ્રી, વેલકમ, રેસ, તાલ, ઈશ્વર વગેરે વગેરે ગણાવી શકાય

અનિલની ફિલ્મોના ગીતોની ઝલક

- આગે સુખ તો પીછે દુઃખ હૈ - ઈશ્વર
- કૌશલ્યા મૈં તેરી તું મેરા રામ - ઈશ્વર
- જિંદગી હર કદમ એક નયી જંગ હૈ - મેરી જંગ
- સો ગયા યે જહાં સો ગયા આસમાન - તેઝાબ
- કહે દો કે તુમ હો મેરી વરના જીના નહિ મુઝે હૈ મરના - તેઝાબ
- તેરા સાથ હૈ ઇતના પ્યારા - જાંબાઝ
- જબ જબ તેરી સુરત દેખું પ્યાર સા દિલ મેરા જાગે - જાંબાઝ
- હર કિસીકો નહિ મિલતા યહ પ્યાર જિંદગી મેં - જાંબાઝ
- દિલ દિયા હૈ જાન ભી દેંગે એ વતન તેરે લિયે - કર્મા
- મેરા કર્મા તું મેરા ધર્મા તું - કર્મા
- જિંદગી કી યહી રીત હૈ હાર કે બાદ હી જીત હૈ - Mr India
- કાટે નહિ કટતે હૈ દિન યે રાત - Mr India
- હવા હવાઈ - Mr India
- માય નેમ ઇઝ લખન - રામ લખન
- તુમસે મિલકે ઐસા લગા તુમસે મિલકે - પરીંદા
- ચમકતે ચાંદ કો તૂટા હુઆ તારા બના ડાલા - આવારાગી
- બાલી ઉમરને મેરા હાલ વો કિયા - આવારગી
- સપના મેરા સચ હો ગયા - લમ્હે
- મોરની બાગામાં બોલે આધી રાતમાં - લમ્હે
- પ્યાર હુઆ ચુપકે સે યે ક્યા હુઆ ચુપકે સે - 1942 A Love Story
- રીમ ઝીમ રીમ ઝીમ રૂમ ઝૂમ રૂમ ઝૂમ - 1942 A Love Story
- એક લડકી કો દેખા તો ઐસા લાગે - 1942 A Love Story
- કુછ ના કહો કુછ ભી ના કહો - 1942 A Love સ્ટોરી
- ઇશ્ક બીના ક્યા મરના યારા ઇશ્ક બીના ક્યા જીના - તાલ
- દિલ યે બૈચેન વે રસ્તે પે નૈન વે - તાલ
- કહી આગ લાગે લગ જાવે - તાલ
- કરીયે ના હા કરીયે ના કોઈ વાદા કિસીસે કરીયે ના - તાલ
- રમતા જોગી - તાલ
- તારે હૈ બારાતી ચાંદની હૈ યે બારાત - વિરાસત
- પાયલિયા છુનમુન છુનમુન - વિરાસત
- ઢોલ બજને લગા ગાંવ સજને લગા - વિરાસત
- ચલો ચલે મીતવા - નાયક
~~~~~~~~~~~~~~~
પ્રકરણ - ૮૭

"ગમ કી અંધેરી રાત મેં દિલકોના બેકરાર કર સુબહ જરૂર આયેગી સુબહ કા ઇંતઝાર કર "
.
.
૧.
पास बैठो तबीयत बहल जायेगी
मौत भी आ गई हो तो टल जायेगी ( પુનર્મિલન )
૨.
ग़म की अंधेरी रात में
दिल को ना बेक़रार कर
सुबह ज़रूर आयेगी
सुबह का इन्तज़ार कर
ग़म की अंधेरी रात में ( સુશીલા )
( મારુ પ્રથમ પસંદગીનું ગીત)
૩.
बेमुरव्वत बेवफ़ा बेगाना-ए-दिल आप हैं -२
आप माने या न माने मेरे क़ातिल आप हैं
बेमुरव्वत बेवफ़ा ( સુશીલા )
૪.
मैं तो आरती उतारूँ रे सन्तोषी माता की - २
जय जय सन्तोषी माता जय जय माँ - २ ( જય સંતોષી માં )
૫.
करती हूँ तुम्हारा व्रत मैं, स्वीकार करो माँ
मँझधार में मैं अटकी, बेड़ापार करो माँ
बेड़ापार करो माँ
हे माँ सन्तोषी - २ ( જય સંતોષી માં )
૬.
शाम रंगीन हुई है तेरे आँचल की तरह
सुर्मई रंग सजा है तेरे काजल की तरह
पास हो तुम मेरे दिल के मेरे आँचल की तरह
मेरी आँखों में बसे हो मेरे काजल की तरह ( કાનૂન ઔર મુઝરિમ )
૭.
તુમ અગર આ સકો તો આ જાઓ
ફિર ના કહેના હમને બુલાયા નહિ ( એક સાલ પહેલે )
૮.
अब से पहले तो ये दिल की हालत न थी
आज क्या हो गया, आज क्या हो गया
ज़िंदगी दूसरों की अमानत न थी
आज क्या हो गया, आज क्या हो गया ( નવાબ સાહેબ )
૯.
હમમેં હૈ ક્યા કે હમે કોઈ હસીના ચાહે ( નવાબ સાહેબ )
૧૦.
હમમેં હૈ ક્યા કે હમે કોઈ હસીના ચાહે ( નવાબ સાહબ )

૧૧.
પૂનમ કી પ્યારી પ્યારી રાત મેરી સાજન સે હૈ મુલાકાત
આજ તું મત જાના માટે જાના ( રક્ષાબંધન)

૧૨.
પૂનમની પ્યારી પ્યારી રાત મારી સાજનથી છે મુલાકાત
આજ તું ના જાતી ના જાતી ( રક્ષાબંધન )
.
ગીત સંગીતના શોખીન તરીકે આ ગીતો તો તમને યાદ જ હશે
પણ એના સંગીતકાર વિષે કદાચ જાણકારી ના પણ હોય

૧૯૭૫માં પ્રદર્શિત થયેલી ફિલ્મ "જય સંતોષી માં" સાથે એ વર્ષે જ ફિલ્મ "શોલે" અને ફિલ્મ "દીવાર"પણ પ્રદર્શિત થયેલી
પણ સરખામણીમાં ઓછા બજેટવાળી ધાર્મિકફિલ્મ "જય સંતોષી માં" ફિલ્મના સંગીતકારના કૌશલ પર જબરજસ્ત સફળતાને વરી હતી
ઉષા મંગેશકર અને મહેન્દ્રકપુરના ગાયેલા ગીતોએ જે તે સમયે ધૂમ મચાવી હતી

અમદાવાદના સાબરમતીના કમલ થિયેટરમાં લોકો આજુબાજુના ગામોમાંથી ટ્રકોમાં બેસીને આવતા મેં નજરે જોયા હતા
કદાચ કમલ થિયેટરમાં ૨૫ અઠવાડિયા ચાલીને રજત જયંતિ ઉજવનાર આ એકમાત્ર ફિલ્મ હતી
.
પચીસમા અઠવાડિયે છેલ્લા દિવસે છેલ્લા શોમાં આ ફિલ્મ મેં મારા મિત્રો સાથે માણી હતી
.
એક અખબારી અહેવાલ પ્રમાણે આ ફિલ્મની સફળતાએ ફિલ્મના નિર્માતાને રોકડા ૧૦ કરોડ કમાવી આપ્યા હતા !

જોકે આપણે અહીં ફિલ્મની નહિ પણ ફિલ્મને સફળતા અપાવનાર ઓછા જાણીતા સંગીતકારની વાત કરવાની છે
.
સંગીતકાર કે જે પોતાની જિંદગીના ઘણા વર્ષો ગુજરાતના વડોદરામાં રહયા

એ સંગીતકારનું નામ છે "C અર્જુન"
C અર્જુન તરીકેની ઓળખ પણ જન્મનું નામ "અર્જુન પરમાનન્દ ચંદનાની"
.
"C અર્જુન", એક પ્રતિભાવાન પણ અવગણાયેલા સંગીતકાર
.
૧ સપ્ટેમ્બર ૧૯૩૩ના દિવસે પાપીસ્તાનના સિંધ પ્રાંતમાં જન્મ
૧૯૪૭ના ભાગલા સમયે "C અર્જુન"નો પરિવાર વડોદરામાં આવી વસેલો
સંગીતકાર સી અર્જુનના પિતા પોતે એક સારા ગાયક હતા
ગાયન અને વાદન બંનેય વારસામાં મળેલા
.
જે તે સમયના સિંધી સંગીતકાર "બુલો સી રાની"ના સહાયક તરીકે પોતાની કારકિર્દી શરૂઆત કરી હતી
સ્વતંત્ર સંગીતકાર તરીકે ૧૯૬૦ની સિંધી ફિલ્મ "અબાના" એ "C અર્જુન"ની પ્રથમ ફિલ્મ
જ્યારે ૧૯૬૦ની જ ફિલ્મ "રોડ નંબર 303"એ સંગીતકાર "C અર્જુન"ની પ્રથમ હિન્દી ફિલ્મ
.
સંગીતકાર તરીકેની પોતાની કારકિર્દીમાં "C અર્જુને" અસંખ્ય ગૈર ફિલ્મી ગીતો પણ બનાવેલા
.
સુમધુર અને યાદગાર ગીતોના સર્જક હોવા છતાંયે C અર્જુનને નસીબે યારી ના આપી
અને ક્યારેય કોઈ મોટા બેનર હેઠળ કામ કરવાનો મોકો ના મળ્યો
અને B Gradeની કે C Gradeની ફિલ્મોથી જ કામ ચલાવી કારકિર્દી પૂરી કરવી પડી
.
આમ તો ૧૯૬૦માં સ્વતંત્ર સંગીતકાર તરીકે પદાર્પણ કર્યું
કેટલાક સમય પહેલા એક મુદ્દો છેડાયેલો કે ૧૯૫૧ આવેલી ફિલ્મ મલ્હારમાં તેમણે અભિનેત્રી શમ્મી સાથે યાદગાર અભિનય કરેલો
મલ્હાર એટલે મુકેશના ગીત "બડે અરમાનો સે રખા હૈ બલમ ....", "દિલ તુઝે દીયા થા રાખને કો ...." જેવા ગીતોવાળી ફિલ્મ
પણ આખરે દુબઈમાં રહેતા તેમના ભત્રીજાએ એ વાતને રદિયો આપ્યો કે તેમના કાકાએ કોઈ ફિલ્મમાં ક્યારેય અભિનય કર્યો નથી !
.
ફિલ્મ સુશીલાનું રફી અને તલતનું ગયેલું આ ગીત મારુ મનપસંદ ગીત છે , "ગમ કી અંધેરી રાત મેં દિલકો ના બેકરાર કર સુબહ જરૂર આયેગી સુબહ કા ઇંતઝાર કર..."
.
૧૯૬૬ની ફિલ્મ સુશીલા વર્ષો સુધી કોઈક કારણે પ્રદર્શિત થઈ ના હતી છેક ૧૯૭૭માં "સુબહ જરૂર આયેગી"ના નામે પ્રદર્શિત કરાઈ !
.
અહીં સંગીતકાર C અર્જુનના અનુભવના કિસ્સા ટાંકવા રહયા
આ વાતો સંગીતકાર C અર્જુને પોતે અમીન સાયાણીના "સંગીત કે સિતારો કી મહેફિલ" નામના કાર્યક્રમમાં કહી હતી
.
૧. "રોડ નં. 303" એ C અર્જુનની સૌપ્રથમ ફિલ્મ હતી
ફિલ્મ નિર્માતાની પણ એ પ્રથમ ફિલ્મ હતી
ફિલ્મમાં મહેમુદ અને શોભા ખોટે હતા
ડિસ્ટ્રીબ્યુટરના ધ્યાને વાત આવી કે ફિલ્મમાં C અર્જુન નામનો કોઈ તદ્દન નવો જ સંગીતકાર છે
ડિસ્ટ્રીબ્યુટર અડી પડ્યો કે આ નવો સંગીતકાર અને આવા નામવાળો સંગીતકાર તો ના ચાલે
એટલે સંગીતકાર બદલવો રહ્યો
અને કોઈ મોટા નામવાળો સંગીતકાર લેવાનો આગ્રહ રાખ્યો
હાથ આવેલી ફિલ્મ જતી રહેવાની સંભાવના વધી ગઈ
પણ ત્યારે ફિલ્મનો નિર્માતા C અર્જુનની મદદે આવ્યો
નિર્માતાએ ડિસ્ટ્રીબ્યુટરને સમજાવ્યું કે આપણે સંગીતકાર તરીકે સી રામચંદ્રને જ લેવાના હતા પણ એમની પાસે સમય નથી
એટલે એમણે પોતાના નાના ભાઈ C અર્જુનને આ ફિલ્મનું સંગીત આપવા કહ્યું છે
અને આ સી અર્જુનએ સંગીતકારે સી રામચંદ્રના સગ્ગા નાના ભાઈ જ છે !
અને સંગીતકાર C અર્જુનનો એ જૂઠના સહારે હિન્દી ફિલ્મજગતમાં પ્રવેશ થયો
.
"મૈં તો આરતી ઉતારું રે ...."
ગીતના રેકોર્ડિંગ સમયે અમે ગણતરીના ૧૩-૧૪ વાદક કલાકારો જ સ્ટુડિયોમાં હતા જાણે કોઈ અનાથ નિર્માતાનું ગીત રેકોર્ડ થવા જઈ રહ્યું હતું
એટલે એ રેકોર્ડિંગ સમયે કોઈ સગા કે કોઈ વ્હાલા એ રેકોર્ડિંગ જોવા પણ નહોતા આવ્યા

ફિલ્મ "જય સંતોષી માતા"ના ગીતોની EP તૈયાર થઈ ગઈ
પણ એ EPમાંથી એકપણ EP બજારમાં વેચાઈ ના હતી
સંગીતકાર C અર્જુન પોતે નાસીપાસ થઈ ગયેલા
પોતાના ઘર તરફ જવાના રસ્તે બાંદ્રામાં એક રેકોર્ડ વિતરકની દુકાન સંગીતકાર સી અર્જુને જોયેલી
એ દુકાનદારને સી અર્જુન વ્યક્તિગતરીતે ઓળખતા
એને વિનંતી કરી કે "ભાઈ, મારી એક નવી ફિલ્મ આવી છે તમે એની એકાદ રેકર્ડ તો ખરીદીને તમારી દુકાનમાં રાખો !"
પણ પેલા દુકાનદારે એ વાત સદંતર અવગણી અને એ રેકર્ડ ધરાહાર ખરીદી જ નહિ
ફરી વખતની મુલાકાત સમયે જે તે દુકાનદારને કહ્યું કે ભાઈ રેકર્ડ ખરીદવાના પૈસા હું તમને આપું પણ તમે એક રેકર્ડ તો ખરીદો
અંતે દુકાનદારે એક રેકર્ડ ખરીદી પણ મહિનાઓ સુધી એ રેકર્ડનો કોઈ ખરીદાર જ ના મળ્યો !
.
ફિલ્મ પ્રદર્શિત થયાના બે ત્રણ અઠવાડિયા પછી અચાનક જ એ ફિલ્મ ચાલી અને એ ફિલ્મના ગીતો પણ
પછી તો ઈતિહાસ સર્જાઈ ગયો
.
C અર્જુને જણાવ્યું કે એ ફિલ્મનું ગીત સહીત સંગીત તૈયાર કરવાના તેમને કુલ રૂ.૪૦૦૦૦ મળ્યા હતા
અને ફિલ્મના ગીતોની રોયલ્ટી રૂ.૧૨ લાખ જેટલી મળી
પણ અફસોસ એ રોયલ્ટીમાંથી કાણીયો પૈસો પણ સંગીતકાર C અર્જુનના ભાગે નહોતો આવ્યો !

What a Pity !

એ દુકાનદારે ફિલ્મ "જય સંતોષી માં"ની રેકર્ડની કમાણીમાંથી સંગીતકાર C અર્જુનને એ જમાના એક રેફ્રિજરેટર ભેટ આપ્યું હતું !
.
૩.
"મને સાહિર સાહેબનું ગીત 'વો સુબહ કભી તો આયેગી ...' ગમતું પણ એક વાત મનમાં ખટકતી કે 'વો સુબહ કભી તો આયેગી ...' એમ શા માટે
વો સુબહ જરૂર આયેગી શા માટે નહિ ?
આ વાત મેં મારી સુશીલા ફિલ્મના ગીતકાર "જાં નિસ્સાર અખ્તર" સાહેબને કહી
અને બીજે દિવસે મારા હાથમાં એમનું લખેલું "ગમ કી અંધેરી રાત મેં દિલકોના બેકરાર કર સુબહ જરૂર આયેગી સુબહ કા ઇંતઝાર કર " હાજર હતું
જે ગીત જે તે સમયે ખુબ જ પ્રચલિત બન્યું હતું.
ગીતકાર "જાં નિસ્સાર અખ્તર" સંગીતકાર C અર્જુનની મોટાભાગની ફિલ્મોના ગીતોના રચયિતા રહયા
.
ફિલ્મ જય સંતોષી માં અને રક્ષાબંધન ( ગુજરાતી ) કર્યા પછી સિક્કો વાગી ગયો કે સી અર્જુન ધાર્મિક અને ગુજરાતી ફિલ્મો જ કરી શકે છે
એટલે સંગીતકાર C અર્જુન હિન્દીફીલ્મોની મુખ્ય ધારામાંથી બહાર નીકળી ગયા

અચ્યુતમ કેશવમ !
.
.
૩૦ એપ્રિલ ૧૯૯૨ના દિવસે પોતાની ૫૯ વર્ષની ઉંમરે તેઓએ મુંબઈમાં અંતિમશ્વાસ લીધા
~~~~~~~~~~~~~~~
પ્રકરણ - ૮૯

"તુમ્હારા પ્યાર ચાહિયે મુજે જીને કે લીયે ..."
.
અલોકેશ લાહિરી ઉર્ફે ભાપ્પી લાહિરી ~~~
.
હિન્દી ફીલ્મોના ગીત સંગીતના ચાહકો દ્વારા જાણેઅજાણે સદંતર અવગણવામાં આવેલા એક સફળ સંગીતકાર, ગાયકની વાત કરીયે

ગાયક પિતા અપરેશ લાહિરી અને ગાયિકા માતા બંસરી લાહિરીનું એકમાત્ર સંતાન.
જલપાઈગુરી, પશ્ચિમ બંગાળમાં ૨૧ નવેમ્બર ૧૯૫૨ દિવસે જન્મ

મામા કિશોરકુમારનો ભાણેજ
આમ તો કોઈ સગપણ નહોતું પણ બંસરી લાહિરી અને કિશોરકુમાર એકબીજાને ભાઈબહેન માનતા
.
૩ વર્ષની ઉંમરથી ભાપ્પી લાહિરી તબલા વગાડતા શીખી ગયા

ત્યારબાદ બૉન્ગો, ઢોલક, ડ્રમ, પિયાનો, ગિટાર અને સેક્સોફોન વગાડવામાં માસ્ટરી મેળવી લીધી
.
૧૯૭૨માં પોતાની ૨૦ વર્ષની ઉંમરે સૌ પ્રથમ બંગાળી ફિલ્મમાં સ્વતંત્રપણે સંગીત આપ્યું
ફિલ્મ હતી "દાદુ"

૧૯૭૩માં સૌ પ્રથમ હિન્દી ફિલ્મ કરી નામ હતુ "નન્હા શિકારી"
૧૯૭૫ની ફિલ્મ "જખ્મી"માં પોતાના સંગીત સાથે પોતાની ગાયકીનો કસબ પણ અજમાવ્યો
.
ક્યારેક તો વનમેન ઓરક્રેસ્ટ્રા બની ફિલ્મોના ગીતો બનાવ્યા અને બેકગ્રાઉન્ડ સંગીત આપ્યા

કિશોરમામા અને ભાપ્પીની જોડીએ ફિલ્મ નમકહરામ અને ફિલ્મ શરાબીમાં આપેલા ગીતો આજેય સંગીત ચાહકોને હૃદયસ્થ અને કંઠસ્થ છે

૮૦નો દસકો ડિસ્કો મ્યુઝિકનો રહ્યો
ત્યારે ભાપ્પી લાહિરી ત્યારે ભારતીય હિન્દી ફીલ્મોના ડિસ્કો મ્યુઝિકના ટ્રેન્ડસેટર બની રહ્યા
અલીશા ચિનોય, ઉષા ઐયર - ઉષા ઉથ્થુપ, શેરોન પ્રભાકર, પાર્વતી ખાન, બાલી બ્રહ્મભટ્ટ, વિજય બેનેડિક્ટ, નંદુ ભેંડે, રેમો ફર્નાન્ડિઝ, સલમા આગા જેવા પૉપ ગાયકોને હિન્દીફિલ્મમાં પદાર્પણ કરાવ્યું

પોતાના DISCO MUSIC ના શોખથી, ૧૯૯૬માં મુંબઈમાં માઈકલ જેકસનને આમંત્રણ આપી બોલાવ્યો અને જાહેર પ્રોગ્રામ કરાવ્યો

સોનાના દાગીના પહેરવાએ એમની નબળાઈ
આજેય લગભગ ૧.૫ કિલો સોનાના દાગીના સદાયે ચરબીથી બરેલા શરીર પર લદાયેલા જ હોય અને એ સોનાના દાગીના અને પોતાની જાતને સાચવવા પોતાના અંગત ચાર રક્ષકો હંમેશા સાથે હોય છે.

સોનાના દાગીના પહેરવાના શોખની સાથે હંમેશા ટ્રેકસૂટ અને ડાર્ક ગોગલ્સ પહેરવાનો વિચિત્ર શોખ પાળ્યો છે

૨૦૧૪માં BJP ના દબાણ હેઠળ લોકસભાની ચૂંટણીમાં શ્રીરામપુર, બંગાળની સીટ પરથી નિષ્ફળ ઉમેદવારી કરી

બીજી ફેબ્રુઆરી ૨૦૧૪ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા ગણતરીના કલાકોમાં જ સોશિયલ મીડિયા સહીત તમામ મીડિયામાં ભાપ્પી લાહિરીના અવસાનની અફવા વહેતી થઈ હતી

૧૯૮૩ - ૮૫ના ગાળામાં ૧૨ સુપરહિટ સિલ્વર જ્યુબિલી ફિલ્મો આપી એક રેકોર્ડ કાયમ કર્યો
.
બઢતી કા નામ દાઢી, કલાકાર, બૉમ્બ બ્લાસ્ટ, ધરમ કરમ, મૈં હું કાતિલ જાદુગરની, ૐ શાંતિ ૐ, મૈં ઔર મિસિસ ખન્ના ફિલ્મોમાં નાનકડા અભિનય કર્યો
.
૨૦૦૬, ૨૦૦૭માં સારેગામાં લિટલ ચેમ્પ માટે કો જજ બન્યા
.
૨૦૦૮માં કોલકાતા નાઈટ રાઈડર્સના ગીત માટે સંગીત તૈયાર કર્યું
.
ભાપ્પી લાહિરીએ વિજય અમ્રીતરાજની, હોલીવુડની ફિલ્મ, MOANA માં સંગીત આપ્યું છે
અને ક્યારેક તક મળે હોલીવુડની ફિલ્મોમાં બેકગ્રાઉન્ડ મ્યુઝિક આપે છે
.
અમેરિકન ગાયક Truth Hurtsએ ૨૦૦૨માં પ્રસિદ્ધ થયેલા પોતાના ગીત "Addictive"માં ભાપ્પી લાહિરીના ગીત "થોડા રેશમ લગતા હૈ"ના કેટલાક હિસ્સાનો ઉપયોગ કર્યો હતો
જે ગીતના કોપીરાઈટના ભંગ બદલ ગીતના કોપીરાઈટ હોલ્ડર "સારેગામા ઈન્ડિયા લિમિટેડ" દ્વારા $500 millionનો દાવો જે તે ગીત બનાવનારી કંપની "Interscope Records" અને તેની પેરેન્ટ કંપની "Universal Music Group" પર કરાયો હતો
જે કેસના ચુકાદો આપતા LAના ફેડરલ જજે હુકમ કર્યો હતો કે
"ભાપ્પી લાહિરીને આ ગીતમાં યોગ્ય 'ક્રેડિટ' ના અપાય ત્યાં સુધી 'Addictive' ગીતની CDનું વેચાણ રોકવામાં આવે"
.
ભાપ્પી લાહિરીએ +૫૦૦ હિન્દી ફિલ્મોમાં +૪૫૦૦ જેટલા ગીતો માટે સંગીત આપ્યું છે
૧૯૮૯ની બોલીવુડની, વિજય અમૃતરાજ દ્વારા નિર્મિત ફિલ્મ "Eye Witness to Murder"નું "બેકગ્રાઉન્ડ મ્યુઝિક" તૈયાર કર્યું
૧૯૯૭માં "Divine Lovers" નામની ભારતીય અંગ્રેજી ફિલ્મમાં સંગીત આપ્યું

૧૯૮૬માં આલ્બમ "Moving Away" અને ૧૯૯૦માં આલ્બમ "Snake Dance" પ્રસિદ્ધ કર્યો
૧૯૮૨માં બાંગ્લાદેશની ગાયિકા રૂના લૈલા સાથે આલ્બમ "Superuna" બનાવ્યું
જે આલ્બમમાં રૂના લૈલા દ્વારા ગવાયેલ ગીત "દે દે પ્યાર દે પ્યાર દે , દે દે પ્યાર દે "
જે ગીતને ૧૯૮૪ની ફિલ્મ શરાબીમાં સમાવાયું
જે ગીત ફિલ્મ માટે પહેલા આશા ભોંસલે પાસે ગવડાવાયું
અને છેલ્લે એ ગીત કિશોરકુમારે ગાયું

જોવાની ખૂબી એ રહી કે રૂના લૈલાનું ગાયેલું મૂળ ગીત અને આશાએ ગાયેલું બીજુ ગીત જેટલા સફળ અને પ્રસિદ્ધ ના થયા જેટલી સફળતા અને પ્રસિદ્ધિ કિશોરકુમારે ગાયેલા ગીતને મળી !

૧૯૮૬માં અભિનેત્રી પદ્મિની કોલ્હાપુરે સાથે ''Dance Dance Music Lover'' બનાવ્યું
૧૯૮૬માં અભિનેતા અનિલકપૂર અને અભિનેત્રી સલમા આગા સાથે આલ્બમ "Welcom" બનાવ્યું
અને અભિનેત્રી મંદાકિની સાથે આલ્બમ "Dancing City" બનાવ્યું

૧૯૮૭માં પોતાની ૯ વર્ષની દીકરી રીમા લાહિરી પાસે "Little Star" આલ્બમમાં બાળગીતો ગવડાવ્યા

નવેમ્બર ૧૯૯૪માં ભપ્પી લાહિરીએ BL Sound ના નામે મ્યુઝિક કંપની શરુ કરી
અત્યારે એ કંપની "B9 Digital Studio"ના નામે ઓળખાય છે
આ મ્યુઝિક સ્ટુડિયોમાં મીથુન ચક્રવર્તીની ભાગીદારી છે
.
પોતાના દીકરા બપ્પા લાહિરીની હિન્દી ફીલ્મોમાં કારકિર્દી બનાવવા હજુ પ્રયત્નશીલ છે
.
+૫૦૦ હિન્દી ફિલ્મો ઉપરાંત ૨૫ તેલુગુ , ૩ તમિલ અને ૪ કન્નડ અને ૩ બાંગ્લાદેશની ફિલ્મોમાં સંગીત આપ્યું

તમને ભાપ્પી લાહિરીના જેવા ગીતો ગમે છે એવા જ ગીતો મને ગમે છે..... એ ગીતો પર નજર નાખી લઈએ
.
- દિલ મેં હો તુમ આંખો મેં તુમ બોલો તુમ્હે કૈસે ચાહું - સત્યમેવ જયતે
- મંઝિલે અપની જગહ હૈ રાસતે અપની જગહ - શરાબી
- ઈંતેહા હો ગઈ ઈંતઝાર કી - શરાબી
- આઓ તુમ્હે ચાંદ પે લે જાયે - ઝખ્મી
- જલતા હૈ જીયા મેરા ભીગી ભીગી રાતો મેં - ઝખ્મી
- અભી અભી થી દુશમની અભી હૈ દોસતી - ઝખ્મી
- પ્યાર કભી કમ નહિ કરના સનમ કોઈ સિતમ કર લેના - પ્રેમ પ્રતિજ્ઞા
- ચલતે ચલતે મેરે યે ગીત યાદ રખના - ચલતે ચલતે
- જાના કહાં હૈ પ્યાર યહાં હૈ - ચલતે ચલતે
- પ્યાર મેં કભી કભી ઐસા હો જાતા હૈ - ચલતે ચલતે
- તુ પાગલ પ્રેમી આવારા - શોલા ઔર શબનમ
- I am a Disco Dancer - Disco Dancer
- યાદ આ રહા હૈ તેરા પ્યાર - Disco Dancer
- ગોરી હૈ કલાઇયા તુ લાદે મુજે હરી હરી ચુડિયાં - આજ કા અર્જુન
- બમ્બઇ સે આયા મેરા દોસ્ત ... દોસ્ત કો સલામ કરો - આપ કી ખાતીર
- શ્યામ રંગ રંગા રે હર પલ મેરા રે - આપ કી ખાતીર
- ગાઓ મેરે મન ચાહે સુરજ ચમકે રે ચાહે લગા હો ગ્રહણ - આપ કી ખાતીર
- તુ મુજે જાન સે ભી પ્યારા હૈ તેરા બીન સૂના જગ સારા હૈ - વારદાત
- ધીરે ધીરે સુબહ હુઈ જાગ ઉઠી જિંદગી - હૈસિયત
- પ્યાર માંગા હૈ તુમ્હી સે ના ઇન્કાર કરો - કોલેજ ગર્લ
- તુમ્હારા પ્યાર ચાહિયે મુજે જીને કે લીયે - મનોકામના
- સૈયા બીના ઘર સૂના ...સૂના - આંગન કી કલી
- સાંસો સે નહિ કદમો સે નહિ મહોબ્બત સે ચલતી હૈ દુનિયા - મહોબ્બત
- માથે કી બિંદિયા બોલે કહે કો ગોરી તોરે સજના ગયે પરદેશ - લહુ કે દો રંગ
- ઝીદ ના કરો અબ તો રુકો - લહુ કે દો રંગ
- કિસી નજર કો તેરા ઇન્તેઝાર આજ ભી હૈ - ઐતબાર
- દીવાની દીવાના અંજાના અફસાના - તેરી બાહો મેં
- આજ રપટ જાયે તો હમે ના ઉઠઈઓ - નમક હલાલ
- થોડી સી જો પી લી હૈ ચોરી તો નહિ કી હૈ - નમક હલાલ
- પગ ઘૂંઘરું બાંધ મીરા નાચી થી - નમક હલાલ
- રાત બાકી બાત બાકી - નમક હલાલ
- જવાની જાનેમન હસીન દિલરુબા - નમક હલાલ
- યાર બીના ચૈન કહાં રે - સાહિબ
- પ્યાર કા તોહફા તેરા બના હૈ જીવન મેરા - તોહફા
- ગોરી તેરે અંગ અંગ મેં રૂપ રંગ કે - તોહફા
- નૈનો મેં સપના સપનો મેં સજના - હિમ્મતવાલા
- માના હો તુમ બેહદ હસી ઐસે બુરે હમ ભી નહિ - તૂટે ખીલોને
- બમ્બઇ નગરીયા - Taxi No. 9211
~~~~~~~~~~~~~~~~~
પ્રકરણ - ૯૦

"बा-होश--हवास मैं दीवाना ये आज वसीयत करता हूँ
ये दिल ये जाँ मिले तुमको मैं तुमसे मुहब्बत करता हूँ"
.
આનંદબક્ષી ઉર્ફે આનંદ પ્રકાશ ઉર્ફે નંદ ઉર્ફે નંદુ ~~~
.
લોકભોગ્ય શૈલીમાં લોકપ્રિય ગીતોની ભરમાર રજુ કરનાર આનંદબક્ષી ઉર્ફે બક્ષી આનંદ પ્રકાશ વૈદનો જન્મ ૨૧ જુલાઈ ૧૯૩૦ના દિવસે રાવલપિંડીમાં થયો હતો
આનંદબક્ષી, મૂળ કાશ્મીરી બ્રાહ્મણ
મૂળ નામ આનંદ પ્રકાશ વૈદ
"બક્ષી" ઉપનામ
સ્વજનો માટે નામ હતું "નંદ" કે "નંદુ"
.
૧૯૪૭ના ભાગલા સમયે પરિવાર રાવલપિંડીમાં
ઓક્ટોબર ૧૯૪૭માં પરિવાર દિલ્હી આવ્યો
દિલ્હી આવ્યા પછી પૂનામાં સ્થાયી થયો પણ પૂનાથી મેરઠ થઈ આખરે દિલ્હીમાં સ્થાયી થયો
.
વર્ષ ૧૯૪૪થી માત્ર ૧૪ વર્ષની ઉંમરે Royal Indian Navyમાં નોકરી મેળવી
વર્ષ ૧૯૫૬ સુધી ભારતીય નેવી, એરફોર્સ અને લશ્કરમાં અલગ અલગ જગ્યાઓએ અલગ અલગ કામગીરી બજાવી
.
આ નોકરીઓ દરમ્યાન પોતાનો કવિતા લખવાનો કસબ ચાલુ રાખ્યો અને વિકસાવ્યો
.
૧૯૫૬માં મુંબઈમાં હિન્દી ફિલ્મજગતમાં અભિનેતા, ગાયક, ગીતકાર કે સંગીતકાર બનવાના હેતુસર મુંબઈમાં આવી વસ્યા
.
અભિનેતા બનવાના ઈરાદે ફિલ્મજગતમાં સૌપ્રથમ મુલાકાત ભગવાનદાદા સાથે કરી
પણ ભગવાને અને ભગવાન દાદાએ આનંદબક્ષીને ગીતકાર બનાવી દીધા
પ્રથમ ફિલ્મ હતી ભગવાન દાદાની "ભલા આદમી"
"ભલા આદમી"ના ગીતો ના ચાલ્યા પણ ફિલ્મજગતમાં પગરણ માંડયા
.
૧૯૬૫ની ફિલ્મ "જબ જબ ફૂલ ખીલે"ના ગીતોથી નામ અને કામ મળ્યું
ફિલ્મના મૂળ સંગીતકાર "કલ્યાણજી આણંદજી"
પણ કહેવાય છે કે "કલ્યાણજી આણંદજી" પૈસા કમાવાની હોડમાં દેશવિદેશમાં સ્ટેજ શોમાં વ્યસ્ત રહેતા
અને ફિલ્મના સહાયક સંગીત નિર્દેશકો એવા "લક્ષ્મીકાંત પ્યારેલાલ" દ્વારા આ ફિલ્મોના ગીતો તૈયાર કરાયા હતા
એ ગીતો આજેય એટલા જ જાણીતા અને શ્રોતાઓના માનીતા છે
અરે સંગીતરસિયાઓ કંઠસ્થ અને હૃદયસ્થ પણ ખરા !
.
એવી જ બીજી ફિલ્મ "હિમાલય કી ગોદ મેં"
જે ફિલ્મના સંગીતકાર આમ તો કલ્યાણજી આણંદજી પણ ખરા સંગીતકાર લક્ષ્મીકાંત પ્યારેલાલ
અને ગીતકાર તો આનંદબક્ષી જ
એ ફિલ્મના ગીતો પણ એટલા જ સદાબહાર રહયા
.
અને બસ આનંદબક્ષીની ગાડી પાટે ચઢી ગઈ અને દોડવા લાગી
ત્યારબાદ આનંદબક્ષીએ ક્યારેય પાછુવાળીને જોયું જ નહિ
.
૧૯૬૭ની ફિલ્મ "મિલન"માં લક્ષ્મીકાંત પ્યારેલાલ સ્વતંત્ર સંગીતકાર અને આનંદબક્ષી ગીતકાર
એ ફિલ્મના તમામેતમામ ગીતોએ એક નવી ઊંચાઈ સર કરી
સાથેસાથે ફિલ્મના સંગીતકાર અને ગીતકારોએ પણ
.
આનંદબક્ષીએ ૧૯૫૭માં ફિલ્મ "શેરે બગદાદ"થી શરુ કરેલી ગીતલેખનની કારકિર્દી છેક ૧૯૯૨ની ફિલ્મ "Mr. Bond" સુધી અવિરત ચાલી.
આમ તો એમની પ્રથમ ફિલ્મ હતી "ભલા આદમી" પરંતુ કોઈક કારણસર એ ફિલ્મ છેક ૧૯૫૮માં પ્રદર્શિત થઈ.
.
પોતાના ગીતોને લોકભોગ્ય બનાવવા માટે ગીતોમાં શબ્દોને રમાડવાની શરૂઆત આનંદબક્ષીએ કરી હતી "બંદૂક" ને "દંબુક"
એ સિલસિલો ગુલઝારે પણ અનુસર્યો અને ક્યારેક "સવેરા" અને "બસેરા"થી આગળ વધાર્યો.
.
આનંદબક્ષીએ પોતાની સુદીર્ઘ કારકિર્દીમાં જુદાજુદા સંગીતકારો સાથે કુલ ૬૩૮ ફિલ્મો કરી અને +૩૫૦૦ ગીતો લખ્યા.
(હિન્દી અને પંજાબી ફિલ્મો જેમાં પ્રદર્શિત ના થઇ હોય તેવી ફિલ્મોનો પણ સમાવેશ થાય છે)
.
કુલ ૬૩૮માંથી લગભગ અડધી એટલે કે ૩૦૨ ફિલ્મો તો સંગીતકાર LP સાથે જ કરી.
આ એક વિક્રમ છે
.
હિન્દી ફિલ્મજગતમાં આટલી બધી ફિલ્મો ક્યારેય કોઈપણ ગીતકાર અને સંગીતકારોની જોડીએ સાથે રહી બનાવી નથી.
.
જયારે અન્ય જાણીતા સંગીતકારોમાં ૧૦૦ ફિલ્મો RD સાથે, ૩૨ ફિલ્મો KA સાથે, , અનુ મલિક સાથે ૨૬ ફિલ્મો, રાજેશ રોશન સાથે ૧૭ ફિલ્મો , SD સાથે ૧૩ ફિલ્મો કરી. આ સિવાય હિન્દી ફિલ્મજગતના અસંખ્ય નાનામોટા સંગીતકારો સાથે ૧ થી ૮ ફિલ્મો કરી.
.
ક્યારેક એવી વાતો પણ વહેતી થયેલી કે આનંદબક્ષી ભૂતિયા ગીતલેખકો પાસેથી મફતમાં પડાવી લીધેલા ગીતો જે તે ફિલ્મોમાં પોતાના નામે ઠઠાડી દે છે !

પણ જે તે સમયે આનંદ બક્ષીના ગીતોનો સિક્કો ચાલતો એટલે ફિલ્મજગતે આ વાતને સદંતર અવગણી
.
પોતાના ગીત ગાવાના કસબને સૌપ્રથમ વખત ફિલ્મ "મોમ કી ગુડિયા"માં અજમાવ્યો હતો
જેમાં લતા સાથે ગાયેલુ ફિલ્મ "બાગોમેં બહાર આઈ ..." ગીત - સંગીતના જાણકારોના વર્તુળમાં પ્રસિદ્ધ છે
એ ફિલ્મનું બીજુ Solo ગીત "મૈં ઢૂંઢ રહા થા સપનો મેં .." હતું
.
આ સિવાય ફિલ્મ ચરસનું ગીત " દિલ ઇન્સાન કા એક તરાઝુ......"
ફિલ્મ "બાલિકા બધુ"નું ગીત "જગત મુસાફિર ખાના, લાગે હૈ આના જાના "
ફિલ્મ "શોલે"ની કવ્વાલી જેના ગાયકો હતા આનંદબક્ષી, મન્ના ડે, કિશોરકુમાર , અને ભુપિન્દર હતા
" शुरू होता है फिर बातों का मौसम
सुहानी चाँदनी रातों का मौसम
बुझाएँ किस तरह दिल की लगी को
लगाएँ आग हम इस चाँदनी को
कि चाँद सा कोई चहरा न पहलू में हो....."
.
જોકે આ કવ્વાલી પ્રદર્શિત થયેલી ફિલ્મમાં સમાવવામાં આવી નહોતી
.
આનંદબક્ષીના ગીતોને ૪૧ વખત ફિલ્મફેર એવોર્ડમાં શ્રેષ્ઠ ગીત માટે સ્થાન મળ્યું
પણ માત્ર ૪ વખત જ "ફિલ્મફેર એવોર્ડ" પ્રાપ્ત થયો
.
૧૯૭૯માં ફિલ્મ "અપનાપન"ના ગીત "આદમી મુસાફિર હૈ ..." માટે
૧૯૮૨માં ફિલ્મ "એક દુઝે કે લિયે"ના ગીત "તેરે મેરે બીચમેં ..." માટે
૧૯૯૬માં ફિલ્મ "દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે"ના ગીત "તુઝે દેખા તો યારે જાના સનમ..." માટે , અને
૨૦૦૦માં ફિલ્મ "તાલ"ના ગીત "ઈશ્ક બીના ક્યા જીના યારો....." માટે પ્રાપ્ત થયો.

RD અને LPનો યુગ આથમતાની સાથે આનંદબક્ષીનો યુગ પણ આથમવા લાગ્યો

વર્ષ ૧૯૯૨ પછી આનંદ બક્ષીને કામ મળતુ બંધ થઈ ગયું

અવિરત સિગારેટ પીવાની આદતના કારણે ફેફસા અને હૃદય કામ કરતા બંધ થઈ ગયા હોવાના કારણે ૩૦ માર્ચ ૨૦૦૨ના દિવસે મુંબઈમાં અવસાન થયું

આનંદબક્ષીના લખેલા ગીતોમાંથી મારી પસંદગીના અસંખ્ય ગીતો છે પણ હું ઓછા જાણીતા સંગીતકારો સાથે તેમણે બનાવેલા ગીતોનો સમાવેશ કરવા અને જાણીતા સંગીતકારોના "કોર્નર સોંગ્સ"નો સમાવેશ કરવા પ્રયત્ન કરીશ
.
ફિલ્મ - રઝિયા સુલ્તાના , સંગીતકાર - લચ્છીરામ
.
ढलती जाए रात कह ले दिल की बात
शमा-परवाने का न होगा फिर साथ
ढलती जाए रात ...

ફિલ્મ - કાલા સમુન્દર , સંગીતકાર - એન દત્તા
.
मेरी तसवीर लेकर क्या करोगे तुम मेरी तसवीर लेकर
मेरी तसवीर लेकर क्या करोगे तुम मेरी तसवीर लेकर
मेरी तसवीर लेकर, दिल-ए-दिल जेएर लेकर
लुटी जागीर लेकर, जली तक़दीर लेकर
क्या करोगे क्या करोगे तुम मेरी तसवीर लेकर
मेरी तसवीर लेकर क्या करोगे तुम मेरी तसवीर लेकर
.
ફિલ્મ - ફૂલ બને અંગારે , સંગીતકાર - KA
.
चाँद आहें भरेगा
फूल दिल थाम लेंगे
हुस्न की बात चली तो
सब तेरा नाम लेंगे
.
ફિલ્મ - Mr.X ઈન બોમ્બે , સંગીતકાર LP
.
૧.
ख़ूबसूरत हसीना जान-ए-जाँ जान-ए-मन
रंग जिसके लबों का ढूँढता है चमन
तू नही तू नहीं वो हसीं तो सनम कोई और ही है
.
૨.
मेरे महबूब क़यामत होगी
आज रुसवा तेरी गलियों में मुहब्बत होगी

नाम निकलेगा तेरे ही लब से
जान जब इस दिल-ए-नादान से रुखसत होगी
मेरे महबूब ...
.
ફિલ્મ - હિમાલય કી ગોદ મેં , સંગીતકાર KA
.
૧.
ओ तू रात खड़ी थी छत पे नी मैं समझा के चाँद निकला
होय तू रात खड़ी ...
बुरा हो तेरा तुझे देख के कोठे से मेरा पैर फिसला
बुरा हो तेरा ...
.
૨.
कंकरिया मार के जगाया
कल तू मेरे सपने में आया
बालमा तू बड़ा वो है
ज़ालमा तू बड़ा वो है
.
ફિલ્મ - જબ જબ ફૂલ ખીલે
.
૧.
यहाँ मैं अजनबी हूँ -२
मैं जो हूँ बस वही हूँ -२
यहाँ मैं अजनबी हूँ -२
.
૨.
ये समा
समा है ये प्यार का
किसी के इंतज़ार का
दिल ना चुराले कहीं मेरा
मौसम बहार का
ये समा...
.
ફિલ્મ - લુટેરા , સંગીતકાર - LP
.
૧.
किसी को पता न चले बात का
कि है आज वादा मुलाक़ात का ) -२
बुरा हाल है दिल के जज़्बात का
कि है आज वादा ...
.
૨.
सनम राह भूले यहाँ आते-आते -२
भला रह गए वो कहाँ आते-आते
सनम राह भूले ...
.
ફિલ્મ - તીસરા કૌન , સંગીતકાર RD
.
प्यार का फ़साना बना ले दिल दीवाना -२
कुछ तुम कहो कुछ हम कहें -२
प्यार का फ़साना ...

ફિલ્મ - આશરા , સંગીતકાર - LP
.
नींद कभी रहती थी आँखों में अब रहते हैं साँवरिया
चैन कभी रहता था इस दिल में अब रहते हैं साँवरिया
.
ફિલ્મ - આયે દિન બહાર કે , સંગીતકાર - LP
.
૧.
मेरे दुश्मन तू मेरी दोस्ती को तरसे
मुझे ग़म देने वाले तू खुशी को तरसे
.
૨.
सुनो सजना पपीहे ने
सुनो सजना पपीहे ने कहा सबसे पुकार के
सम्भल जाओ चमन वालों
सम्भल जाओ चमन वालों के आये दिन बहार के
सुनो सजना -२
.
ફિલ્મ - દેવર, સંગીતકાર - રોશન
.
आया है मुझे फिर याद वो ज़ालिम
गुज़रा ज़माना बचपन का
हाय रे अकेले छोड़ के जाना
और ना आना बचपन का
आया है मुझे फिर याद वो ज़ालिम
.
ફિલ્મ - આમને સામને. સંગીતકાર - KA
.
૧.
कभी रात-दिन हम दूर थे दिन-रात का अब साथ है
वो भी इत्तेफ़ाक़ की बात थी ये भी इत्तेफ़ाक़ की बात है
कभी रात-दिन ...
.
૨.
ओ मेरे बेचैन दिल को चैन तूने दिया
शुक्रिया शुक्रिया ओ शुक्रिया शुक्रिया
ओ तेरा एहसान है जो प्यार तूने किया
शुक्रिया शुक्रिया ...
.
ફીલ - ફર્ઝ્, સંગીતકાર - LP
.
૧.
तुमसे ओ हसीना कभी मोहब्बत न मैने करनी थी
मगर मेरे दिल ने मुझे धोखा दे दिया
.
ફિલ્મ -મિલન , સંગીતકાર - LP
.
૧.
आज दिल पे कोई ज़ोर चलता नहीं
मुस्कुराने लगे थे मगर रो पड़े
रोज़ ही की तरह आज भी दर्द था
हम छुपाने लगे थे मगर रो पड़े
.
૨.
तोहे साँवरिया नाही खबरिया
तुमरे कारन अपने देस में बलम
हम हो गए परदेसी परदेसी हम हो गए परदेसी
.
ફિલ્મ - નાઈટ ઈન લંડન, સંગીતકાર - LP
.
૧.
बा-होश--हवास मैं दीवाना ये आज वसीयत करता हूँ
ये दिल ये जाँ मिले तुमको मैं तुमसे मुहब्बत करता हूँ
.
૨.
नज़र न लग जाए किसी की राहों में
छुपा के रख लूँ आ तुझे निगाहों में
तू खो न जाए
o my love
नज़र न लग जाए ...
.
ફિલ્મ - રાજા ઔર રંક
.
૧.
ओ फिरकी वाली तू कल फिर आना नहीं फिर जाना तू अपनी जुबान से
कि तेरे नैना हैं ज़रा बेईमान से
ओ मतवाली ये दिल क्यों तोड़ा ये तीर काहे छोड़ा नज़र की कमान से
कि मर जाऊँगा मैं बस मुस्कान से
ओ फिरकी वाली ...
.
૨.
तू कितनी अच्छी है तू कितनी भोली है
प्यारी-प्यारी है ओ माँ ओ माँ
ये जो दुनिया है ये बन है काँटों का
तू फुलवारी है ओ माँ ओ माँ
तू कितनी अच्छी ...
.
ફિલ્મ - તકદીર , સંગીતકાર - LP
.
जब जब बहार आई
और फोओल मुस्कुराये
(मुझे तुम याद आये) -२
जब जब भी चाँद निकला
और तारे जगमगाये
(मुझे तुम याद आये) -२
.
ફિલ્મ - અંજાના, સંગીતકાર - LP
.
૧.
के जान चली जाए जिया नहीं जाए
जिया जाए तो फिर जिया नहीं जाए
लये इल्ज़ाम सर पे लिया नहीं जाए
लिया जाए तो फिर जिया नहीं जाए
.
૨.
रिम-झिम के गीत सावन गाए, हाय
भीगी-भीगी रातों में
होंठों पे बात दिलकी आए, हाय
भीगी-भीगी रातों में
.
ફિલ્મ - આયા સાવન ઝૂમ કે , સંગીતકાર - LP
.
ओ मांझी चल -४
तू चले तो छम-छम बाजे मौजों की पायल
ओ मांझी चल, ओ मांझी चल, ओ मांझी चल, ओ ओ मांझी
चल
.
ફિલ્મ - દો રાસ્તે. સંગીતકાર - LP
.
૧.
खिज़ा के फूल पे आती कभी बहार नहीं
मेरे नसीब में ऐ दोस्त, तेरा प्यार नहीं
मेरे नसीब में ऐ दोस्त, तेरा प्यार नहीं ...
.
૨.
ये रेशमी ज़ुल्फ़ें, ये शरबती आँखें
इन्हें देख कर जी रहे हैं सभी - २
ये ...
.
ફિલ્મ - જ્યોતિ, સંગીતકાર - SD
.
सोच के ये गगन झूमे अभी चाँद निकल आएगा
झिलमिल चमकेंगे तारे सोच के ये गगन झूमे
चाँद जब निकल आएगा देखेगा ना कोई गगन को
चाँद को ही देखेंगे सारे चाँद जब निकल आएगा
.
ફિલ્મ - મહેલ, સંગીતકાર - KA
.
૧.
आँखों-आँखों में हम-तुम हो गए दीवाने
बातों-बातों में देखा बन गए अफ़साने
आँखों-आँखों ...
.
૨.
ये दुनिया वाले पूछँगे
मुलाक़ात हुई क्या बात हुई
ये बात किसीसे ना कहना
ये दुनिया वाले पूछँगे
.
ફિલ્મ - જીવન મૃત્યુ , LP
.
झिलमिल सितारों का आँगन होगा
रिमझिम बरसता सावन होगा
ऐसा सुंदर सपना अपना जीवन होगा
.
ફિલ્મ - માય લવ , દાનસીંગ
.
૧.
वो तेरे प्यार का ग़म, एक बहाना था सनम
अपनी क़िस्मत ही कुछ ऐसी थी
के दिल टूट गया
.
૨.
ज़िक्र होता है जब क़यामत का तेरे जलवों की बात होती है
तू जो चाहे तो दिन निकलता है तू जो चाहे तो रात होती है
ज़िक्र होता है जब ...
.
ફિલ્મ - નયા ઝમાના, SD
.
रामा रामा गजब हुई गवा रे -२
हाल हमरा अजब हुई गवा रे
रामा रामा ...
.
ફિલ્મ - જલ બિન મછલી નૃત્ય બિન બિજલી , LP
.
૧.
मन की प्यास मेरे मन से ना निकली -२
ऐसे तड़पूँ के जैसे जल बिन मछली -२
मन की प्यास मेरे मन से ना निकली
ऐसे तड़पूँ के जैसे जल बिन मछली
हो ऐसे तड़पूँ के जैसे जल बिन मछली
.
૨.
तारों में सजके अपने सूरज से
देखो धरती चली मिलने
झनकी पायल मच गई हलचल
अम्बर सारा लगा हिलने
.
૩.
बात है एक बूंद सी दिल के प्याले में
आते-आते होंठों तक तूफ़ान ना बन जाए -३
.
ફિલ્મ - જુલી, RR
.
दिल क्या करे जब किसी से किसी को प्यार हो जाए
जाने कहाँ कब किसी को किसी से प्यार हो जाए
ऊँची-ऊँची दीवारों सी इस दुनिया की रस्में
न कुछ तेरे बस में जुलिए, न कुछ मेरे बस में
.
ફિલ્મ - નસીબ
- જિંદગી ઈમ્તિહાન લેતી હૈ
.
ફિલ્મ - ફૂલ બને અંગારે
- વતન પે જો ફિદા હોગા અમ્ર વો નૌજવાં હોગા

ફિલ્મ - બોબી
- આજ દિલ પે કોઈ જોર ચલતા નહિ મુશ્કુરાને લગે થે મગર રો પડે

ફિલ્મ - નમક હરામ
- મૈં શાયર બદનામ ઓ ઓ મૈં ચલા
- નદીયાં સે દરિયા દરિયા સે સાગર

ફિલ્મ - પ્રેમનગર
- જા મુઝે ના અબ યાદ આ
- યે લાલ રંગ કબ મુઝે છોડ઼ેગા

ફિલ્મ - જીવનમૃત્યુ
- જમાને મેં અજી ઐસે કઈ નાદાન હોતે હૈ
- ઝિલમિલ સિતારો કા આંગન હોગા

ફિલ્મ - મર્યાદા
- ઝુબાં પે દર્દ ભરી દાસતા ચલી આયી

ફિલ્મ - ઉપહાર
- સુની રે નગરીયા સુની રે સજરીયા
- મૈં એક રાજા હું તુ એક રાની હૈ

ફિલ્મ - ઇશ્ક પર જોર નહિ
- યે દિલ દીવાના હૈ દીવાના દિલ હૈ યે
- મહેબૂબ તેરી તસ્વીર કીસ તરાહ મૈં બનાઉં
- તુમ મુઝસે દૂર ચલે જાના ના

ફિલ્મ - પિયા કા ઘર
- યે જીવન હૈ ઇસ જીવન કા

ફિલ્મ - વો દિન યાદ કરો
- યાર જિન્હેં તુમ ભૂલ ગયે હો વો દિન યાદ કરો
- મહોબ્બત કી કહાનિયા સુનાને લાગી હૈ જવાનીયા

ફિલ્મ - બાલિકા બધુ
- બડે અચ્છે લગતે હૈ યે ધરતી યે નદીયાં યે રૈના ઔર તુમ

ફિલ્મ - જુલી
- યે રાતે નયી પુરાની

ફિલ્મ - મસ્તાના
- મન મોર મચાવે શોર શોર શોર

ફિલ્મ - અબ્દુલ્લા
- એય ખુદા હર ફૈસલા તેરા મુઝે મંજુર હૈ

ફિલ્મ - માં ઔર મમતા
- રુત બેકરાર હૈ શામે બહાર હૈ
- અપને નૈનો કો સમજા દે

ફિલ્મ - પરાયા ધન
- તું પ્યાર તું પ્રીત તું ચાંદ તું રાત
- દિલ હાયે મેરા દિલ તેરા દિલ દિલ સે દિલ મિલ ગયા
- આજ ઉનસે પહેલી મુલાકાત હોગી

ફિલ્મ - બનફૂલ
- મૈં જહાં ચલા જાઉં બહાર ચલી આયે

ફિલ્મ - રૂપ તેરા મસ્તાના
- દિલ કી બાતે દિલ હી જાને
- હસીન દિલરુબા કરીબ આ જરા
- આકાશ પે દો તારે સદીયો સે ચમકતે હૈ
- બડે બેવફા હૈ યે હુસ્નવાલે

ફિલ્મ - જીગરી દોસ્ત
- રાત સુહાની જાગ રહી હૈ ધીરે ધીરે ચુપકે ચુપકે ચોરી ચોરી હો

ફિલ્મ - જૈસે કો તૈસા
- અબ કે સાવન મૈં જી ડરે રીમઝીમ તન પે પાની ગીરે

ફિલ્મ - પુષ્પાંજલિ
- શામ ઢલે જમુના કિનારે આજા રાધે આજા તુજે શ્યામ પુકારે
- દુનિયા સે જાનેવાલે જાણે ચલે જાતે હૈ કહાં

ફિલ્મ - યે ગુલિસ્તાં હમારા
- ગોરી ગોરી ગાંવ કી ગોરી રે
- ક્યા યે જિંદગી હૈ કૈસી બેબસી હૈ

ફિલ્મ - દુલ્હન
- આયેગી જરૂર ચિઠ્ઠી મેરે નામ કી

ફિલ્મ - તમન્ના
- તાસ કે બાવન પત્તે પંજે છક્કે સત્તે

ફિલ્મ - બચપન
- આયા રે ખીલૌનેવાલે ખેલ ખીલૌને લે કે આયા રે

ફિલ્મ - સુરજ ઔર ચંદા
- તેરે નામ કા દીવાના તેરે ઘર કો ઢૂંઢતા હૈ

ફિલ્મ - મૈં સુંદર હું
- તુઝે દિલ કી બાત બતા દું
- આજ મૈં જવાન હો ગઈ હું

ફિલ્મ - મેરા ગાંવ મેરા દેશ
- કુછ કહેતા હૈ યે સાવન

ફિલ્મ - સિંદૂર
- બૈઠ મેરે પાસ તુઝે દેખાતા રહું

ફિલ્મ - શરાફત
- શરીફો કા જમાને મેં આજી બસ હાલ વો દેખા કી શરાફત છોડ દી મૈને

ફિલ્મ - ઝીલ કે ઉસ પાર
- ક્યા નઝારે ક્યા સિતારે સબ કો હૈ ઇન્તેઝાર

ફિલ્મ - નયા ઝમાના
- રામા રામા ગઝબ હુઈ ગવા રે
- દુનિયા ઓ દુનિયા તેરા જવાબ નહિ

મોટાભાગના જાણીતા ગીતો તમારા ધ્યાને છે એ અહીં સમાવ્યા નથી….
~~~~~~~~~~~~~~
પ્રકરણ - ૯૧

"એ જિંદગી ગલે લગા લે,
હમને ભી તેરે હર એક ગમ કો ગલે સે લગાયા હૈ,
હૈ ના "
.
સિલ્ક સ્મિતા ~ એક સદમા
.
વિજયાલક્ષ્મી વડાલપટ્ટીના નામે આંધ્રપ્રદેશના ઇલુરુમાં આર્થિકરીતે સાવ પછાત પરિવારમાં બીજી ડિસેમ્બર ૧૯૬૦ના દિવસે જન્મ
.
આપણે સામાન્યરીતે જે વાક્ય વારંવાર બોલીયે છીએ એ વાક્ય સિલ્કી સિલ્કી સ્મિતાની બાબતે સાવ સાચું હતું
માત્ર આંઠ વર્ષની ઉંમરે ચાર ચોપડી ભણેલી સિલ્ક સ્મિતાને તેના પરિવારે ગરીબાઈના કારણે અભ્યાસ કરવાનું છોડાવી દીધો
.
કાચી ઉંમરથી જ આ કાળી પણ કામણગારી અને નખરેબાજ દીકરીને સાચવવાનું એના માતાપિતા માટે આકરું , અકારું અને અસહ્ય થઈ પડેલું
બસ એ કારણે જ એને ખુબ નાની ઉંમરે કોઈક ખાધેપીધે સુખી પણ એનાથી ઘણા મોટા માણસ સાથે વરાવેલી

પોતાના પતિ અને સાસરીયાથી અકારણ કે સકારણ અણમાનીતી બનેલી સિલ્કી સિલ્ક સ્મિતા પોતાનું સાસરું ત્યજીને ચેન્નાઈમાં તેના કોઈક દૂરના સગા એવા માસીને ત્યાં ભાગી આવેલી
.
ભણતરમાં ભમરડો એટલે કરેય શું ?

ક્યાંકથી બ્યુટિશિયનની ટિપ્સ હસ્તગત કરી લીધી અને ફિલ્મી અભિનેત્રીઓના ઓન સેટ મેક અપ કરવા લાગી
એક તો કાળી પછી કામણગારી અને સાથે ભળી સેકસી ઈમેજ
જે સેટ પર આવતા જતા લોકોની પારખુ નજરમાં, બધી જ રીતે, આવી ગઈ અને સામેથી ફિલ્મોમાં નાનામોટા પાત્રોના અભિનય કરવાની ઓફર મળવા લાગી અને ફિલ્મોમાં પદાર્પણ કર્યું
.
અને પછી તો એનો વ્યવસાય ધમધોકાર ચાલવા લાગ્યો !

અને એક દિવસ AVM studio પાસેની ઘંટી પાસે વિનુ ચક્રવર્તી નામના પારખુ ફિલ્મ ડાયરેક્ટરની નજરે એ ચઢી ગઈ

વિનુ ચક્રવર્તી સિલ્કી સિલ્ક સ્મિતાના બધા જ ગુણદોષ ભાપી ગયા અને એ સિલ્ક સ્મિતાને પોતાના ઘરમાં જ ઉચકી લાવ્યા
વિનુ ચક્રવર્તી સિલ્કી સિલ્ક સ્મિતાને રાતદિવસ શૃંગારથી માંડીને તમામેતમામ વિવિધ અભિનયના પાઠો શીખવતા ગયા અને તેમની અબુધ પત્ની પોતાના પતિએ ઘરમાં આણેલ કામણગારી અને સેક્સી ઈમેજ ધરાવતી અબુધ બાળાને ભોળાભાવે અંગ્રેજીનું જ્ઞાન આપતી રહી અને સાથેસાથે તેને નૃત્ય શીખવાની વ્યવસ્થા પણ કરી આપી

અને પછી તો બસ !

તેનો દેખાવ ફિલ્મ અભિનેત્રીને લાયક ના હતો એટલે એને ડાન્સર કે ખલનાયિકા તરીકે ફિલ્મોમાં રજુ કરવામાં આવી

અને માંસલ અને ભરાવદાર અંગોપાંગ ધરાવતી સિલ્ક સ્મિતા "સેક્સ બૉમ્બ" કે "સેક્સ સિમ્બોલ" તરીકે ઓળખાવા લાગી
.
વિનુ ચક્રવર્તીએ ફિલ્મો માટે એનું નામકરણ સિલ્ક સ્મિતા કરેલું
.
સમય જતા સમજદારી વધતા અને આકાશની ઊંચાઈ આંબવાની એની મહેચ્છા વધતા હવે એ પૈસા ભૂખી બની ગઈ
.
કોઈપણ સફળ અભિનેત્રીને પણ શરમાવે એટલી અપાર ફિલ્મો તેને સામેથી મળવા લાગી
.
કેટલાક ફિલ્મજગતના અભ્યાસુઓના મંતવ્ય પ્રમાણે તેના અભિનયવાળી સાઉથની મોટાભાગની ફિલ્મો ના માત્ર ચાલી હતી પણ એ ફિલ્મોએ બોક્સઓફિસ પર અકલ્પનિય અને અઢળક કમાણી પણ કરી હતી !
.
પોતાના કરતૂતોને અને પોતાના વ્યવસાયને ખુબ નજીકથી જાણી ચુકેલી એકલવાયી, માનસિકરીતે હતાશ અને નિરાશ થઈ ગયેલી સિલ્કી સિલ્ક સ્મિતાએ ૨૨ સપ્ટેમ્બર ૧૯૯૬ના દિવસે પોતાના એપાર્ટમેન્ટમાં આત્મહત્યા કરી લીધી
.
ખૂબ જ મહત્વાકાંક્ષા ધરાવતી, શિસ્તપ્રિય, નિયમિત પણ ઉદ્ધત, ઉછાંછળી, સેકસી, કમનસીબ,કામણગારી અભિનેત્રીને કાળ અકાળે ભરખી ગયો
.
૨૩ સપ્ટેમ્બર ૧૯૯૬ના દિવસે એ પોતાના ઘરમાંથી મૃત હાલતમાં મળી
સિલ્ક સ્મિતાનું મૃત્યુ આજસુધી એક રહસ્ય જ છે
.
વિદ્યા બાલન અભિનીત ૨૦૧૧ની "ડર્ટી પિક્ચર" સ્મિતાના જીવનકથન પર આધારિત હતી
૨૦૧૩માં પાપીસ્તાની અભિનેત્રી "વીણા મલિક" અભિનીત કન્નડ ફિલ્મ "ડર્ટી પિક્ચર: સિલ્ક સ્મિથ હોટ" અને "સના ખાન" અભિનીત મલયાલી ફિલ્મ "ક્લાયમેક્સ" પણ સિલ્ક સ્મિતાના જીવન ચરિત્ર પર આધારિત હતી

ફિલ્મજગતને આવા સ્ત્રી પાત્રોની જરૂર હોય છે
અને વખતો વખત આવા સ્ત્રી પાત્રો મળી પણ રહે છે

કદાચ દરેકની "બધી જ જરૂરિયાત" સમજતી સિલ્ક સ્મિતાની જરૂરિયાત કોઈપણ ના સમજી શક્યું !
.
૧૯૭૯માં શરુ થઇ ૧૯૯૬માં અકાળે અવસાન પામેલી એની કારકિર્દીમાં એણે +૪૫૦ જેટલી તેલુગુ, તમિલ, કન્નડ , મલયાલી અને હિન્દી ફિલ્મો કરી

જેમાંની મોટાભાગની ફિલ્મો B Grade અને C Gradeની હતી
અને ઘણી તો એનાથી પણ ઉતરતી કક્ષાની હતી
.
આમ તો ફિલ્મ સદમામાં એના પર ફિલ્માવાયેલું એક જ ગીત છે પણ એ ફિલ્મના સંગીતકાર ઈલિયારાજાના સંગીતે મઢયા તમામ ગીતો મારા પ્રિય છે
.
સદમા આમ તો એના અભિનયવાળી એક હિન્દી ફિલ્મ હતી
પણ વાસ્તવમાં એના જીવનનો અંત એના “ચાહકો” માટે "સદમા" જ બની રહ્યો
.
ઝાકઝમાળવાળા ફિલ્મજગતમાં જવા તત્પર તમામ યુવતીઓએ એ નિર્ણય કરતા પહેલા સિલ્ક સ્મિતાના જીવનને અને "ચરિત્ર"ને એક વખત વાંચવું રહ્યું
.
ઈતિ શ્રી સિલ્કી સિલ્ક સ્મિતાની ખરબચડી જીવનયાત્રા !
~~~~~~~~~~~~~~~
પ્રકરણ ૯૨

"જબ ભી યે દિલ ઉદાસ હોતા હૈ જાને કૌન આસપાસ હોતા હૈ"
.
સિમી ગરેવાલ ~~~

૧૭ ઓક્ટોબર ૧૯૪૭ના રોજ મુખ્તસર પંજાબમાં જન્મ
પિતા જે એસ ગરેવાલ જેઓ લશ્કરમાં બ્રિગેડિયર હતા અને માતાનું નામ દર્શી હતું
સિમીની માતા દર્શી અને યશ ચોપરાની પત્ની પમેલા ચોપરાના પિતા મોહિન્દરસિંઘ સગા ભાઈ બહેન હતા

સિમીનું મૂળ નામ "સિમ્રિતા ગરેવાલ" હતું પણ એ નામ ફિલ્મોમાં બહુ લાબું અને બોલવામાં તકલીફવાળું રહે એટલે તેનું સરળીકરણ કરીને સિમી ગરેવાલ નામ ધારણ કર્યું હતું

સોનુ થવાની ભૂખે, લોખંડના ટુકડા પારસમણીની શોધમાં ફરે છે
પણ માનેલા પારસમણી પણ પથ્થર જ નીકળે છે..... ત્યારે ?!

સંયોગે, સિમી ઘણા (કહેવાતા) પારસમણીના સત્સંગે, સંપર્કે આવી

ત્રણ મહિના માટે પતિ રહેલો રવિ મોહન, એ જમાનામાં કરોડપતિ વેપારી
સિમીનો એ વર્ષો જૂનો બોયફ્રેન્ડ હતો
સિમીના આ લગ્નસંબંધ ત્રણ મહિના સુધી ટક્યા એ પણ બહુ મોટી વાત કહેવાય !

જામનગરના મહારાજા શત્રુશલ્ય સિંહ, લંડનમાં સિમીના પાડોશી હતા અને પોતાની ૧૨ - ૧૩ વર્ષની ઉંમરથી જ સિમીએ એમની સાથે પ્રણયફાગ ખેલવાના શરુ કર્યા હતા

પાપીસ્તાનનો અબજોપતિ વેપારી સલમાન તાસીર , જે સિમીનો બોયફ્રેન્ડ હતો જે ફિલ્મોના કામના બહાને સિમીને મળવા મુંબઈ, દિલ્હી કે દુબઈ અવારનવાર મળવા આવતો કે અવારનવાર બોલાવતો

ક્યારેક કોઈ હોટલની ટેરેસ પરથી એ હોટલના પાર્કિંગમાં પડેલી ગાડીયો પર નજર નાખી સિમીને કહેતો કે તારા ગરીબ ભારતમાં આજેય એમ્બેસડર અને મારુતિ જ છે મારા પાપીસ્તાનમાં અને મારી પાસે ઈમ્પોર્ટેડ ગાડીઓ જ છે. હું ૧૨ - ૧૫ ઈમ્પોર્ટેડ ગાડીઓનો માલિક છું

એ પરણેલો હતો અને પ્રથમ પત્નીથી પાપીસ્તાનમાં એને ત્રણ સંતાન પણ હતા.
એણે ભોગવાય એટલી સિમીને ભોગવી અને પછી એ છૂમંતર થઈ ગયો

મંસૂર અલી ખાન પટૌડી, શર્મિલા સાથેના લગ્ન પહેલા સિમીના પ્રેમમાં ગળાડૂબ
પટૌડીને સિમીની સ્ટાઈલ અને લાઈફસ્ટાઈલ પસંદ આવી ગઈ હતી

તેઓ એકબીજાના એવા તો ગળાડૂબ પ્રેમમાં હતા કે લગ્ન કરવાની તૈયારીમાં જ હતા ને ત્યાં જ ..... બાસુદીમાં શર્મિલા નામની માખી પડી !

પટૌડી સાહેબ એક સુંદર સવારે સિમીના એપાર્ટમેન્ટ પર પહોંચી ગયા
એણે સિમીને જોર કા ઝટકા ધીમેક રહીને આપ્યો કે આજથી તારો અને મારો રસ્તો જુદો ...
.
રાજકપૂર, ફિલ્મજગતની આ મહાન હસ્તી સાથે સંબંધો કેળવીને બહાર આવેલી સ્ત્રીઓ સફેદ રંગની ચાહક બની જતી
એમ આ સ્ટાઈલિશ બહેન પણ એમના ચેમ્બુરના સ્ટુડિયોની ખાસ કુટિરમાં ઘણી વખત.....

ત્યારથી એ સફેદ કપડા પહેરવાના આગ્રહી થઈ ગયેલી અને આજપર્યન્ત એ આદત અને એ સંબંધોનો વારસો સાચવી રાખ્યો છે
આજેય આ સ્ટાઈલિશ બહેન "લેડી ઈન વ્હાઇટ"ના નામે જ ઓળખાય છે

અંગ્રેજી ફિલ્મ "સિદ્ધાર્થ"માં આપેલા અર્ધનગ્ન અભિનય અને એ ફિલ્મના અભિનેતા શશીકપૂર
શશીકપૂર સાથે એ સમયે પાંગરેલા પ્રેમનો ઉલ્લેખ અહીં કરવો રહ્યો કે જેના કારણે જેનિફર કપૂરના લગ્નજીવનમાં નાનકડો ભૂકંપ આવેલો
યોગાનુયોગ તો જુઓ શર્મિલા અને સિમીના બે ચાહકો એક શશીકપૂર અને બીજો પટૌડી !

હવે જે નામ હું આપીશ એ નામ તમે ક્યારેય વિચાર્યું પણ નહિ હોય એવું નામ છે
ફિલ્મજગત સાથે સંકળાયેલા એ સફળતમ નિર્માતા - નિર્દેશકના પત્નીનું બિમારીના કારણે અવસાન થયેલું
અને એ સમયે આ સ્ટાઈલિશ બહેન "લેડી ઈન વ્હાઇટ" પોતાની બહેન સાથે તેના બેસણામાં ગયેલા ...

અને પ્રેમથી એ નિર્માતા - નિર્દેશકને કહ્યું કે, "હું તમારા ઘરમાં રહેવા આવી જાઉં ?"
જમાનાના ખાધેલ આ ગુજરાતી ફિલ્મનિર્માતા અને નિર્દેશકે એ વાત નો ઇન્કાર કર્યો અને એ સંબંધો પર ત્યાં જ પૂર્ણવિરામ મુકાયું
ખુબ જ પૈસાવાળા આ મહાનુભાવ હતા મનમોહન દેસાઈ
જેમના પત્ની જીવનપ્રભાબહેન એપ્રિલ ૧૯૭૯માં ગુજરી ગયા હતા

જો કે ૧૯૯૨માં મનમોહન દેસાઈએ એકલવાયુ જીવન ગુજારતી ફિલ્મ અભિનેત્રી નંદા સાથે સગાઇ કરેલી પણ એ સંબંધ લગ્નમાં પરિણમે એ પહેલા મનમોહન દેસાઈએ પોતાની બાલ્કનીમાંથી પડતુ મૂકીને ૧૯૯૪માં આત્મહત્યા કરી હતી

૧૯૭૨ની ઈંગ્લીશ ફિલ્મ "સિદ્ધાર્થ"માં ફિલ્મના અભિનેતા શશીકપૂર સાથે અર્ધનગ્નાવસ્થાના અને નગ્નાવસ્થાના દ્રશ્યો ફિલ્માયેલા
ભારતમાં આ ફિલ્મની રજૂઆત કરવા પર બંધી ફરમાવાયેલી પરંતુ કેટલાક ખાસ માણસો સમક્ષ એ ફિલ્મ પ્રદર્શિત કરાયેલી જો કે ભારતના સેન્સરબોર્ડે સૂચવેલા "કટ" સાથે ગણ્યાગાંઠ્યા આમંત્રિતોને એ ફિલ્મ બતાવાયેલી

"સંસ્કારી" સિમીનો અસંસ્કારી ટોપલેસ ફોટો છાપી મારવા બદલ સિમીએ કોઈક મેગેઝીન સામે "બદનક્ષીનો દાવો" માંડયો હતો !

સેક્સ સિમ્બોલની છાપ હોવા છતાંયે ફિલ્મજગતમાં પોતાના ચણા નથી ઉપજતા એવી જાણ થતા પોતે અભિનય કરવાના બદલે પ્રોડક્શન, ડાયરેક્શન પર ધ્યાન આપવાનું શરુ કર્યું

આદિત્ય ચોપરાની માસી હોવાના નાતે ૨૦૧૧માં રાની મુખરજી તેના શોમાં આવેલી ત્યારે તેને સતત આદિત્ય ચોપરા સાથેના સંબંધ વિષે પ્રશ્નો સિમીએ પૂછતા રાની ખુબ જ ગુસ્સે થઈ શો છોડીને ચાલી ગયેલી

બ્રિટિશ લહેકાવાળું હિન્દી અને હિન્દી બોલવામાં પડતી મુશ્કેલીના કારણે ફિલ્મો મળતી ના હતી
૧૯૬૨માં સૌ પ્રથમ ઈંગ્લીશ ફિલ્મ "ટારઝન ગોઝ ટૂ ઇન્ડિયા"માં નાનકડો રોલ મળ્યો
ત્યારબાદની ફિલ્મ હતી સન ઓફ ઇન્ડિયા જેમાં પણ નાનકડો રોલ હતો

હીરાને હાથ અડાડીને પારખનાર કે પાસા પાડનાર દેવાનંદની ફિલ્મ "તીન દેવિયા"ને સૌ પ્રથમ ફિલ્મ ગણી શકાય

પણ નામના મળી છેક ૧૯૭૦ની રાજકપૂરની ફિલ્મના પહેરે કપડે અર્ધનગ્ન એવી "મિસ મેરી" નામની શિક્ષિકાના પાણીમાં આપેલા ખુબ પાણીદાર અભિનયથી

ફરી દુકાળના દિવસો આવ્યા
અને છેક ૧૯૮૦ની સુભાષ ઘાઈની ફિલ્મ કર્ઝથી નામના મળી
પણ ત્યારે ફિલ્મો પરથી રાગ ઓછો થઇ ગયો હતો
અને પોતે નિર્માણ અને નિર્દેશન પર નજર દોડાવી સૌ પ્રથમ રાજકપૂર અને રાજીવ ગાંધી પર ડોક્યુમેંટ્રી ફિલ્મો બનાવી

યશ ચોપરાની ફિલ્મ કભી કભીમાં સિમી નીતુસીંઘ ની માતા હતી જયારે પમેલાએ ફિલ્મની કથા લખી અને ફિલ્મના એક ગીતમાં કોરસમાં એક ગીતમાં સિમીએ દેખા દીધી હતી

મિથુન ચક્રવર્તી અને અનુરાધા પટેલને ચમકાવતી ફિલ્મ "રુખસદ"નું નિર્માણ અને નિર્દેશન કર્યું પણ પોતાનું પાણી જાતે માપી લીધુ અને ફિલ્મ નિર્માણ અને નિર્દેશન અભરખા ત્યાં જ ધરબી દીધા

"ફિલ્મ નિર્માણ" અને "TV શો"ના નિર્માણ માટે "Siga Arts International " ના નામે પોતાની પ્રોડક્શન કંપની ઉભી કરી હતી
જેના નેજા હેઠળ "Rendezvous with Simi Garewal" નામનો ટૉક શો સફળતાપૂર્વક ચલાવ્યો

કારકિર્દીની નાનામોટા રોલવાળી કુલ ૩૪ ફિલ્મોમાંથી, અભિનયની નહિ પણ ફિલ્મની દ્રષ્ટિએ, નોંધપાત્ર ફિલ્મોમાં મેરા નામ જોકર, તીન દેવિયા, સાથી, કર્ઝ, દો બુંદ પાની, હાથ કી સફાઈ , ચલતે ચલતે ગણાવી શકાય

સિમીની ઓળખ એનિમલ લવર તરીકે ની છે
જુઓ પાછા તમે ઊંધું જ વિચારવા લાગ્યા

એ તો એક સીધીસાદી અને ખુબ ભોળી પણ પ્રસિદ્ધિભૂખી સંસ્કારી ઘરની છોકરી છે !

સિમીની ફિલ્મના યાદગાર ગીતો પર એક નજર કરી લઈએ

ફિલ્મ - સાથી
- મેરે જીવન સાથી કલીથી મૈં તો પ્યાસી
- મેરા પ્યાર ભી તુ હૈ એ બહાર ભી તુ હૈ
- એ કૌન આયા રોશન હો ગઈ મહેફિલ કિસકે નામ સે

ફિલ્મ - તીન દેવીયાં
- ઐસે તો ના દેખો કે હમકો નશા હો જાયે
- ખ્વાબ હો તુમ યા કોઈ હકીકત કૌન હો તુમ બતલાવો
- અરે યાર મેરી તુમ ભી હો ગજબ
- લિખા હૈ તેરી આંખોમેં કિસકા અફસાના

ફિલ્મ - ચલતે ચલતે
- ચલતે ચલતે મેરે યે ગીત યાદ રખના
- જાના કહાં હૈ પ્યાર યહાં હૈ

ફિલ્મ - હાથ કી સફાઈ
- વાદા કરલે સાજના

ફિલ્મ - સીમા
- જબ ભી યે દિલ ઉદાસ હોતા હૈ જાને કૌન આસપાસ હોતા હૈ
- વક્ત થોડા સા અભી કુછ ઔર ગુજર જાને દે

ફિલ્મ - કર્ઝ
- દર્દે દિલ, દર્દે જીગર દિલમેં બસાયા આપને
- મેરી ઉમર કે નૌજવાનો દિલ ના લગાના ઓ દીવાનો
- એક હસીના થી એક દીવાના થા

ફિલ્મ - મેરા નામ જોકર
- જીના યહાં મરના યહાં
- જાને કહાં ગયે વો દિન
- એ ભાઈ જરા દેખ કે ચલો
- તીતર કે દો આગે તીતર

ફિલ્મ - દો બૂંદ પાની
- પીતલ કી મેરી ગાગરી
- જા...રી પવનીયા પિયા કે દેશ જા

ફિલ્મ - એક રાત
- આજ તુમસે દૂર હોકર ઐસે રોયા મેરા પ્યાર

ફિલ્મ - નમક હરામ
- દીયે જલતે હૈ , ફૂલ ખીલતે હૈ
- મૈં શાયર બદનામ

ફિલ્મ - નાચ ઉઠે સંસાર
- તેરે સંગ જીના તેરે સંગ મરના
- ઓ દિલ જનીયા લાગે ના જીયા તેરે બીના ગલિયોંમેં ચૌબારોમે

ફિલ્મ - અભી તો જીલે
- તુ લાલી હૈ સવેરે વાલી
~~~~~~~~~~~~~~~
પ્રકરણ - ૯૩

"મંઝીલે અપને જગહ હૈ રાસ્તે અપની જગહ"
.
ગોપાલ પાંડે ઉર્ફે અંજાન ~~~~~~

પોતાનુ ઉપનામ "અંજાન" પણ પોતાના ગીતોથી એ "મશહૂર"

વારાણસીના પંડિત
૨૮ ઓક્ટોબર ૧૯૨૯ના દિવસે વારાણસીમાં જન્મ

હિન્દી ફિલ્મોમાં ભોજપુરી છાંટના ઘણા ગીતો આપ્યા
હિન્દી ફિલ્મીગીતોમાં ઉર્દુ શબ્દો વાપરવા એ ફેશન વર્ષોથી ચાલુ થઈ છે
કદાચ મોટાભાગના ગીત લેખકો, કવિઓ અને શાયરો મુસ્લિમ અને ઉર્દૂભાષી હતા અને છે એટલે હશે કે ?!

પણ શુદ્ધ હિન્દીના આગ્રહી એવા અંજાને પોતાના ગીતોમાં ઉર્દુ શબ્દોને ઘુસવા ના દીધા

૧૯૫૩માં પ્રેમનાથ પ્રોડક્શનની ફિલ્મ "પ્રિઝનર ઓફ ગોલકોંડા"થી હિન્દી ફિલ્મજગતમાં પ્રવેશ મેળવ્યો
પણ એ પછી સતત ૧૦ વર્ષ સુધી કોઈપણ ફિલ્મમાં લખેલા ગીત ચાલ્યા કે ના એ ફિલ્મો ચાલી

૧૯૬૩ની ફિલ્મ "ગોદાન"માં સંગીતકાર હતા પંડિત રવિશંકરનું અને એમણે લાલજી પાંડે પાસે ગીતો લખાવવાનો આગ્રહ રાખ્યો
આશ્ચર્ય જ કે એ ફિલ્મ ના ચાલી પણ એ ફિલ્મના ગીતો ચાલ્યા
.
૧. पिपरा के पतवा सरीखा डोले मनवा
कि जियरा मां उठत हिलोर
.
૨. हिया जरत रहत दिन रैन हो रामा
जरत रहत दिन रैन
.
૩. ओ बेदर्दी क्यूँ तड़पाए जियरा मोरा रिझाय के
ओ निरदर्दी मैं पछताई तुझसे नेहा लगय के
ओ मधुबैनी काहे लुभाए मीठी तान सुनाय के
ओ मृगनयनी काहे रिझाए नैनन बान चलाय के
ओ बेदर्दी क्यूँ तड़पाए ...
.
પણ એ સફળતાનો ફાયદો અંજાનને ના મળ્યો
સંઘર્ષમય કારકિર્દી ગબડતી રહી
કારણ કે ગીતકાર અંજાન પાસે ના કોઈ બેનર હતુ કે ના કોઈ સંગીતકાર

બસ ત્યારે જ કલ્યાણજી આણંદજીનો સાથ મળ્યો અને અંજાનની ગાડી દોડવા લાગી
.
અંજાને ; કલ્યાણજી આણંદજી, ઓ પી નૈયર, રાહુલદેવ બર્મન, લક્ષ્મીકાંત પ્યારેલાલ અને પોતાની કારકિર્દીના અંતિમ પડાવે ભપ્પી લાહિરી સાથે કામ કર્યું
.
ખુબ સંઘર્ષમય કારકિર્દી અને ખુબ જ સંઘર્ષમય જિંદગી જીવ્યા પછી અંજાનને સમજાયુ કે હિન્દી ફિલ્મજગતમાં અર્થસભર કવિતાઓને અને લાગણીસભર કવિતાઓને કોઈ સ્થાન નથી

અહીં દર્શકોની નાડ પારખી અને નિર્માતા અને નિર્દેશકની જરૂરિયાત અને માંગણી પ્રમાણે બનાવેલા ગતકડા જ ચાલે છે !
.
અને એ ન્યાયે દર્શકોની નાડ પારખી એ કવિ પણ "પાપી પેટ", "ફિલ્મ નિર્માતા" અને જે તે "સંગીતકારો"ના કારણે કવિતાઓ છોડી ગતકડે ચઢી ગયા
.
ગીતકાર/કવિ અંજાને પોતાની ચાર દાયકાની કારકિર્દીમાં લગભગ ૧૨૦૦ ગીતો લખ્યા

એમનો દીકરો એમનાથી સવાયો સાબિત થયો જેણે +4000 ગીતો લખ્યા અને ગિનિસ વર્લ્ડ રેકોર્ડબુકમાં પોતાનું નામ નોંધાવ્યું.
.
૧૩ સપ્ટેમ્બર ૧૯૯૭ના દિવસે તેમની કવિતાઓ "ગંગા તટ કા બંજારા" નામે પ્રસિદ્ધ કરાઈ
.
તેઓએ ચિત્રગુપ્ત સાથે ઘણી ભોજપુરી ફિલ્મોના ગીતો લખ્યા
.
ગીતકાર અંજાને ૧૯૬૦ના દાયકામાં સંગીકાર શ્યામસાગર સાથે રફી, મન્નાડે અને સુમન પાસે ગવડાવેલા નોન ફિલ્મી ગીતોના આલ્બમ પ્રસિદ્ધ કર્યા.
.
તેઓના લખેલા ફિલ્મ એક રાત, ગોદાન, જાલી નોટ, બહારે ફિર ભી આયેગી , એક રાત , બંધન, ઉમંગ, યાદગાર, કબ ક્યુ ઔર કહાં, કંગન, હંગામા, એક હસીના દો દીવાને, હીરા , જીવન રેખા, હિમાલય સે ઊંચા, અપને રંગ હજાર, દો અંજાને, હેરા ફેરી, શ્યામ તેરે કિતને નામ , પ્રિયતમા, ગંગા કી સૌગંધ, મુકદ્દર કા સિકંદર, વિશ્વનાથ, બદલતે રિશ્તે , યારના , પૂનમ, લાવારિસ, નામક હલાલ, સ્વામી દાદા, શરાબી, ઊંચે લોગ, પીઘલતા આસમાન , ઈમાનદાર, ઘર ઘર કી કહાની, ઈશ્વર, શોલા ઔર શબનમ, અચાનકના ગીતો પ્રચલિત થઈને પ્રસિદ્ધિને વર્યા.
.
ગીતકાર અંજાનની કલમે લખાયેલા ગીતો મમળાવીએ કદાચ તમને પણ એ ગમી જાય !
.
- ના જાને કૈસે પલ મેં બદલ જાતે હૈ એ દુનિયા કે બદલતે રિશ્તે - બદલતે રિશ્તે
- વો વો ના રહે જીનકે લીયે હમ થે બેકરાર - બદલતે રિશ્તે
- ઓ સાથી રે તેરે બીના ભી ક્યા જીના - મુકદ્દર કા સિકંદર
- દિલ તો હૈ દિલ દિલ કા ઐતબાર ક્યા કી જે - મુકદ્દર કા સિકંદર
- પ્યાર જિંદગી હૈ પ્યાર બંદગી હૈ - મુકદ્દર કા સિકંદર
- સલામ એ ઇશ્ક મેરી જાં જરા કુબૂલ કર લો - મુકદ્દર કા સિકંદર
- આપકે હસીન રૂખ પે આજ નયા નૂર હૈ - બહારે ફિર ભી આયેગી
- વો હંસ કે મિલે હમ સે હમ પ્યાર સમજ બૈઠે - બહારે ફિર ભી આયેગી
- બદલ જાયે અગર માલી ચમન હોતા નહિ ખાલી - બહારે ફિર ભી આયેગી
- ઓ બાબુલ પ્યારે - જ્હોની મેરા નામ
- કે પગ ઘૂંઘરું બાંધ મીરા નાચી થી - નમક હલાલ
- આજ રપટ જાયે તો હમે ના ઉઠાઈઓ - નમક હલાલ
- થોડી સી જો પી લી હૈ - નમક હલાલ
- રાત બાકી બાત બાકી - નમક હલાલ
- મંઝીલે અપને જગહ હૈ રાસ્તે અપની જગહ - શરાબી
- ઈંતેહા હો ગઈ ઇંતઝાર કી - શરાબી
- તેરે જૈસા યાર કહાં કહાં ઐસા યારાના - યારાના
- છુકર મેરે મન કો કિયા તુને ક્યા ઈશારા - યારાના
- સારા જમાના હસીનો કે દીવાના - યારાના
- આજ તુમસે દૂર હોકર ઐસે રોયા મેરા પ્યાર - એક રાત
- તુ પાગલ પ્રેમી આવારા - શોલા ઔર શબનમ (૧૯૯૨)
- કબ કે બિછડે હુએ હમ આજ યહાં આ કે મીલે - લાવારિસ
- આપકી ઈનાયતે આપકે કરમ - વંદના
- ઐસા સમા ના હોતા કુછ ભી યહાં ના હોતા - જમીન આસમાન
- જબ જબ તુ મેરે સામને આયે મન કા સંયમ તૂટા જાયે - શ્યામ તેરે કીતને નામ
- પ્યાર કે ધાગે ધાગે ધાગે તોડે નહિ તૂટે - ઘૂંઘરૂ
- દિન બ દિન વો મેરે દિલ સે કયું દૂર દૂર હોને લગે - ત્રિષ્ણા
- યાદ તેરી આયેગી મુઝકો બડા સતાયેગી - એક જાન હૈ હમ
- આતે હૈ ચલે જાતે હૈ - યાદગાર (૧૯૮૪)
- બહારો થામ લો અબ દિલ મેરા મહેબૂબ આતા હૈ - નમસ્તે જી
- પીપરા કે પતવા સરીખે ડોલે મનવા - ગોદાન
- હમસફર મેરે હમસફર પંખ તુમ પરવાજ હમ – પૂર્ણિમા
~~~~~~~~~~~~~~~~~
પ્રકરણ - ૯૪

"ઢલતી જાયે રાત કહે લે દિલ કી બાત ....."
.
લચ્છીરામ ~~~

ढलती जाए रात कह ले दिल की बात
शमा-परवाने का न होगा फिर साथ
ढलती जाए रात ..

બસ આ ગીત એ સંગીતકાર લચ્છીરામની ઓળખ

લચ્છીરામ તમાર, એક ઓછા જાણીતા સંગીતકાર
હિમાચલના સોલાન જિલ્લામાં જન્મ
લચ્છીરામના પિતા કુઠાર રાજ્યના રાજવી રાણા સાહેબ જગજીત ચંદ્રના દરબારી
રાણા સાહેબ સંગીતના શોખીન હતા
તેમણે ૧૦ - ૧૨ના લચ્છીરામના સંગીત પરત્વેના શોખને પારખી લીધો
પોતાના રાજ્યના રાજ્ય સંગીતકાર એવા નૂરખાનના હાથ નીચે લચ્છીરામને સંગીતની સઘન તાલીમ અપાવી
.
લચ્છીરામ, એક અટપટુ નામ
એમ કહેવાય છે કે જ્યારે જે તે ઘરમાં જન્મ્યા પછી બાળકો ખુબ જ નાની વયે અવસાન પામતા હોય ત્યારે પોતાના નવા જન્મેલા બાળકને આવા અટપટા નામ આપવાનો ઉત્તરના રાજ્યોમાં રિવાજ છે

લચ્છીરામે પોતાની ૨૦ વર્ષની ઉંમરે HMV દિલ્હીમાં નોકરી સ્વીકારી
અને HMV માટે ઘણા ગૈરફિલ્મી ગીતો ગાયા

૧૯૪૪માં સુરી પિક્ચર્સના પ્રતિનિધિ તરીકે ગીતકાર અઝીઝ કાશ્મીરી કોઈક નવા સંગીતકારની શોધમાં દિલ્હી આવ્યા હતા
અને ગીતકાર અઝીઝ કાશ્મીરીએ "લચ્છીરામ" નામના હીરાની પરખ મેળવી લીધી
૧૯૪૫ની સુરી પિક્ચર્સની ફિલ્મ "ચંપા" સ્વતંત્ર સંગીતકાર તરીકેની લચ્છીરામની પ્રથમ ફિલ્મ હતી
૧૯૬૪ની "મૈં સુહાગન હું" ફિલ્મ લચ્છીરામની છેલ્લી ફિલ્મ
જે ફિલ્મના બે ગીતો જે તે સમયે ખુબ જ પ્રચલિત થયા હતા
.
"રઝિયા સુલતાન" આ ૧૯૬૧ની ફિલ્મ જેમાં નિરૂપારોય , લીલા મિશ્રા અને આગા હતા

ફિલ્મ - રઝિયા સુલતાન

ढलती जाए रात कह ले दिल की बात
शमा-परवाने का न होगा फिर साथ
ढलती जाए रात ...

मस्त नज़ारे चाँद सितारे रात के मेहमाँ हैं ये सारे
उठ जाएगी शब की महफ़िल नूर-ए-सहर के सुनके नक्कारे
र हो न हो दुबारा मुलाक़ात
ढलती जाए रात ...

नींद के बस में खोई-खोई कुल दुनिया है सोई-सोई
ऐसे में भी जाग रहा है हम-तुम जैसा कोई-कोई
क्या हसीं है तारों की बारात
ढलती जाए रात ...

जो भी निग़ाहें चार है करता उसपे ज़माना वार है करता
हूँ राह-ए-वफ़ा का बन के राही फिर भी तुम्हें दिल प्यार है करता
बैठा ना हो ले के कोई घात
हूँ ढलती जाए रात ...
(સંગીતકાર લચ્છીરામનું આ ગીત સાંભળવા મારી તમને આગ્રહ ભરી વિનંતી)
.
જ્યારે ૧૯૮૩ની ફિલ્મ રઝિયા સુલતાનમાં ધર્મેન્દ્ર અને હેમામાલિની હતા
જે ફિલ્મના બધા જ ગીતો યાદગાર ગીતો હતા
જેમાં સંગીત ખય્યામનું હતું
.
એ ફિલ્મના બીજા ગીતો કદાચ યાદ નહિ હોય પણ આ ગીત તો તમને આજેય યાદ જ હશે

ऐ दिल-ए-नादान, ऐ दिल-ए-नादान,
आरज़ू क्या है, जुस्तजू क्या है ) - २
ऐ दिल-ए-नादान...

हम भटकते हैं, क्यों भटकते हैं, दश्तो-सेहरा में
ऐसा लगता है, मौज प्यासी है, अपने दरिया में
कैसी उलझन है, क्यों ये उलझन है
एक साया सा, रू-बरू क्या है
ऐ दिल-ए-नादान, ऐ दिल-ए-नादान,
आरज़ू क्या है, जुस्तजू क्या है

क्या क़यामत है, क्या मुसीबत है,
कह नहीं सकते, किसका अरमाँ है
ज़िंदगी जैसे, खोयी-खोयी है, हैरां हैरां है
ये ज़मीं चुप है, आसमां चुप है
फिर ये धड़कन सी, चार सू क्या है
ऐ दिल-ए-नादान, ऐ दिल-ए-नादान,

ऐसी राहों में, कितने काँटे हैं,
आरज़ूओं ने, आरज़ूओं ने,
हर किसी दिल को, दर्द बाँटे हैं,
कितने घायल हैं, कितने बिस्मिल हैं,
इस खुदाई में, एक तू क्या है
एक तू क्या है, एक तू क्या है
ऐ दिल-ए-नादान, ऐ दिल-ए-नादान,
.
.
સંગીતકાર લચ્છીરામના જે તે સમયના અન્ય ગીતો
.
ફિલ્મ " મૈં સુહાગન હું "ના
.
૧.
.
सब जवाँ सब हसीं कोई तुमसा नहीं -२
हो गए जिसके हम वो तुम्हीं हो तुम्हीं
सब जवाँ सब हसीं ...

देखा जो तुम्हें महसूस हुआ पहचान है अपनी मुद्दत से
ख़्वाबों में बसी थी जो सूरत मिलती है तुम्हारी मूरत से -२
सब जवाँ सब हसीं ...

रस्ता भी मिले मंज़िल भी मिले जब साथ चले दीवाने दो
या हाथ पकड़ लो बढ़के तुम्हीं या मुझको क़रीब आ जाने दो
ये सितम कब तलक़ तुम कहीं हम कहीं
सब जवाँ सब हसीं ...

कुछ जान के भी धोखा खाया कुछ देखे उनके इशारे भी
लो आस की बदली में चमके उम्मीद के चाँद सितारे भी
हो गई आज पूरी दिल की कमीं
सब जवाँ सब हसीं ...
.
૨.
.
तू शोख़ कली मैं मस्त पवन तू शम्म-ए-वफ़ा मैं परवाना
गुलशन-गुलशन महफ़िल-महफ़िल तेरा मेरा अफ़साना

मेरी पहली प्यास है तू आस है तू विश्वास है तू
जबसे दिल ने धड़कना सीखा तबसे दिल के पास है तू
तन भी तेरा मन भी तेरा ले ले ले ले नज़राना
तू शोख़ कली मैं ...

दिल को दिल पहचान गया प्यार की बातें मान गया
नीची आँखें क्या कहती हैं मैं बिन बोले जान गया
ढलके-ढलके मस्ती ढलके छलके-छलके पैमाना
तू शोख़ कली मैं ...

हरदम आँखें चार करें हरदम सौ इकरार करें
नफ़रत दुनिया से मिट जाए हम तुम ऐसा प्यार करें
( महकें मचलें ) -२ हरदम ज़ुल्फ़ें हरदम लहके दीवाना
तू शोख़ कली मैं ...

हुए तुम मेहरबाँ फिर दिल के तार थर्राए
मेरे रूठे हुए सब गीत सब नग़में पलट आए

૧૯૪૫ થી શરુ કરેલી કારકિર્દી ૧૯૬૪ સુધી ચાલી
જેમાં ૧૯ જેટલી ફિલ્મોમાં સંગીત આપ્યું
સમજોને એક વર્ષની એક ફિલ્મ !

ફિલ્મો હતી ચંપા, બદનામી, કહાં ગયે ?, ખુશનસીબ, શાલીમાર, આરસી, ડાયરેક્ટર, મોહિની, બિરહન, ગુરુ દક્ષિણા, મહારાણી ઝાંસી, અમીર, શહિદે આઝમ ભગતસિંહ, દો શહેઝાદે, ગુરુ ઘંટાલ, હઝાર પરીયા, રઝિયા સુલતાન અને મૈં સુહાગન હું
.
૧૯૬૧ ની રઝિયા સુલતાન અને ૧૯૬૪ની મૈં સુહાગન હું, લચ્છીરામની એ બંનેય ફિલ્મો આથમતી કારકિર્દીની સફળતમ ફિલ્મો
પણ એ ફિલ્મો પછી લચ્છીરામને કોઈ ફિલ્મમાં કામ જ ના મળ્યું !

એટલે જયારે લચ્છીરામની કારકિર્દીનો સૂર્યોદય થયો ત્યારે જ લચ્છીરામની કારકિર્દીનો અંત આવી ગયો

How sad !

સંગીતકાર લચ્છીરામ, દો ફિલ્મ કે બાદશાહ
~~~~~~~~~~~~~
પ્રકરણ - ૯૫

"ફિર આને લગા યાદ વોહી પ્યાર કા આલમ"
.
ઈકબાલ કુરેશી ~~~
.
ઔરંગાબાદ, મહારાષ્ટ્રમાં જન્મ
બાળ કલાકાર તરીકે ઔરંગાબાદ રેડિયો પર ગીતો ગાયા
.
નિઝામના સમયમાં હૈદરાબાદમાં સ્થાયી થયેલા
હૈદરાબાદમાં તેઓએ Fine Art Academy શરુ કરી
ત્યારે જે તે સમયનો અભિનેતા ચંદ્રશેખર અને ગીતકાર અને શાયર મખદૂમ મોહીઉદ્દીન એ બંનેય ઈકબાલ કુરેશીના ખાસ મિત્રો હતા
.
સરકારી ખાતામાં Store Keeperની નોકરી સ્વીકારેલી
સરકારી ખાતામાં નોકરી કરતા મુંબઈ બદલી થઈ
મુંબઈ આવ્યા પછી IPTAના સંપર્કમાં આવ્યા
સંગીત આપવાની શરૂઆત IPTAના નાટકોથી કરી
લેખરાજ ભાકરી નામના ફિલ્મ નિર્માતા IPTAના નાટકોમાં ઈકબાલ કુરેશીના સંગીતથી પ્રભાવિત થઈ ગયા
અને ૧૯૫૮ની પોતાની ફિલ્મ "પંચાયત"માં ઈકબાલ કુરેશીને પોતાનો કસબ બતાવવાની તક આપી
અને ઈકબાલ કુરેશી એક સંગીતકાર બની ગયા

ફિલ્મ પંચાયત એ મનોજકુમારની પણ પહેલી ફિલ્મ !
.
ઓછુ પણ ઉત્તમ કામ

એક નખશીખ સજ્જન
ના કોઈ વ્યવસાયિક રાજકારણ આવડ્યું
ના કોઈની પાસે કામની ભીખ માંગી

એક એવા સજ્જન જે દીનદુઃખી લોકોને શક્ય એટલી સહાય કરતા
એક નેક ઈન્સાન

જો મીલ ગયા ઉસીકો મુકદ્દર સમજ લિયા
એટલે જ ૧૯૫૮ થી ૧૯૮૫ સુધીમાં માત્ર ૨૮ ફિલ્મો કરી અને એક ભોજપુરી ફિલ્મ

મોટેભાગે અજાણ્યા અભિનેતાઓની Low Budget એવી B Gradeની અને C Gradeની ફિલ્મો જ કરી
એ છતાંયે પોતાનાથી શક્ય એટલું શ્રેષ્ઠ સંગીત પીરસ્યું
.
૧૯૬૪ની ફિલ્મ 'ચા ચા ચા'ના ગીતો આજેય એટલા જ પ્રચલિત છે.

સંગીતના ખેરખાં એવા અનિલ વિશ્વાસ, શંકર જયકિશન, નૌશાદ, C રામચંદ્ર, OP નૈયર, SD બર્મન, મદનમોહનના જમાનામાં ૫ - ૧૦ - ૧૫ -૨૦ ફિલ્મોમાં પોતાની જગ્યા બનાવવી એ નાનીસુની વાત તો ના જ કહેવાય ને !
વળી એ ઓછા કામમાં પણ સદાબહાર ૫ - ૧૫ - ૨૫ ગીતો આપવાએ તો સોનામાં સુગંધ સમાન વાત જ ગણાય
ઓછા જાણીતા કે સાવ અજાણ્યા એવા સંગીતકારોનું એકાદ ગીત પણ આપનો દિવસ સુધારવા પૂરતા થઈ પડે છે
સત્સંગનો એક નવો જ પ્રકાર !
.
બેદી, ચંદ્રશેખર, પ્રસન્ના અને વેંકટ જેવા સ્પિન બોલરોના જમાનામાં કંઈ કેટલાયે સ્પિન બોલરોના બાળમરણ થયા બસ એમ જ હિન્દી ફિલ્મજગતમાં કંઈ કેટલાયે સી અર્જુનો, ઈકબાલ કુરેશીઓ, સરદાર મલિકો, લચ્છીરામો, વિનોદોના બાળમરણ થયેલા !
.
મુંબઈની પ્રખ્યાત કાદરી બિલ્ડિંગએ ભારતીય હિન્દી ફિલ્મજગતના, ૬'૪"ધરાવતા, સૌથી ઊંચા સંગીતકાર ઈકબાલ કુરેશીનું રહેઠાણ
.
ચા ચા ચા, યે દિલ કિસકો દુ જેવી ફિલ્મોમાં યાદગાર ગીતો આપવા છતાંયે ઈકબાલ કુરેશીને નવી ફિલ્મો બહુ ઓછી મળી !
કમનસીબી જ ને !

ઈકબાલ કુરેશીએ ના તો ફિલ્મોનું રાજકારણ અપનાવ્યું અને ના તો પોતાને કામ આપવા માટે કોઈનીયે પાસે ભીખ માંગી
એક સ્વમાની સંગીતકાર !

૧૯૯૧ની ફિલ્મ લખપતિ (મારી જેમ તમેય એ ફિલ્મનું નામ નથી સાંભળ્યું ને !) ઈકબાલ કુરેશીની છેલ્લી ફિલ્મ રહી
.
૨૧ માર્ચ ૧૯૯૮ના દિવસે સજ્જન સંગીતકાર ઈકબાલ કુરેશીએ અંતિમશ્વાસ લીધા
.
.
ઈકબાલ કુરેશીના સમયમાં જ એક અન્ય સંગીતકાર ઈકબાલ મોહમ્મદ નામે હતા
જે છોટે ઈકબાલના નામે ઓળખાતા
કારણ કે ઈકબાલ ઊંચાઈમાં ઈકબાલ કુરેશીથી ઘણા નીચા હતા
છોટે ઈકબાલે ૨૧ ફિલ્મોમાં સંગીત આપ્યું

છોટે ઈકબાલના સંગીતવાળી ૧૯૫૬ની ફિલ્મ સીપહસલરનું તલત અને આશા દ્વારા ગવાયેલું ગીત "દિલને છેડા હૈ તરાના જબસે દેખા આપકો" HMVની ક્લાસિકલ સિરીઝમાં સ્થાન પામ્યું છે

આ ઉપરાંત ફિલ્મ સંગીત છોડયા પછી છોટે ઈકબાલે મુકેશના કંઠમાં ઈસ્લામિક ભક્તિગીતો બનાવ્યા અને શૈલેન્દ્રસિંહના કંઠે ગવાયેલ ગઝલો પ્રસિદ્ધ કરી

છોટે ઈકબાલે પણ OPની જેમ લતા મંગેશકર પાસે એકપણ ગીત ગવડાવ્યું નહોતું !
.
આપણને જાણીતા સંગીતકારો એવા શંકર,જયકિશન, સી રામચંદ્ર, OP નૈયરના લગ્ન કે લગ્નેતર સંબંધોની વાતો જાણવાનો વધારે રસ હોય છે પણ સંઘર્ષ કરીને આગળ વધેલા સંગીતકારોના ગીત - સંગીતમાં અને સંઘર્ષકથામાં જરાયે રસ નથી હોતો

કદાચ એ ગમતા ગીતોના ગીતકાર અને સંગીતકાર કોણ છે એ વાતને આપણે તદ્દન અવગણીએ છીએ

લ્યોને આ ઈકબાલ કુરેશીની જ વાત કરીયે
જુઓ આ બધાયે ગીતો મારી માફક તમનેય ગમતા ગીતો છે કે નહિ પણ એ ગીતોના સંગીતકારનું નામ ...... ખબર જ નથી !
.
ફિલ્મ - ચા ચા ચા
~ સુબહ ના આઈ શામ ના આઈ
~ વો હમ ના થે વો તુમ ના થી વો રહગુજર થી પ્યાર કી
~ એક ચમેલી કે માંડવે તલે

ફિલ્મ - યે દિલ કિસકો દુ
~ ફિર આને લગા યાદ વોહી પ્યાર કા આલમ
~
ફિલ્મ - ઉમરકૈદ
~ મુઝે રાત દિન એ ખયાલ હૈ વો નજર સે મુજકો ગીર ના દે

ફિલ્મ - બિંદિયા
~મૈં અપને આપ સે ઘબરા ગયા હું

ફિલ્મ - કવ્વાલી કી રાત
~ હુસ્નવાલે હુસ્ન કા અંજામ દેખ ડૂબતે સૂરજ કો વક્ત એ શામ દેખ
~ જાતે જાતે એક નજર ભર દેખ લો દેખ લો

દાસ્તાને લૈલા મજનુ
~ પુકારતી હૈ મહોબ્બત કરીબ આ જાઓ

ફિલ્મ - બનારસી ઠગ
~ એક બાત પૂછતા હું ગર તુમ બુરા ના માનો
.
ઈકબાલ કુરેશી એક અવગણાયેલો સંગીતકાર
ઈકબાલ કુરેશી એક વિસરાયેલો સંગીતકાર
ઈકબાલ કુરેશી ક્યારેય ના રીસાયેલો સંગીતકાર
~~~~~~~~~~~~~~~
પ્રકરણ - ૯૬

"KN Singh the Gentleman ખલનાયક !"
.
ક્રિશન નિરંજન ઉર્ફે K N સિંઘ ~~~

એક ફિલ્મ ખલનાયક કે ફિલ્મોમાં જેના પ્રવેશમાત્રથી તાળીયો પડતી
અંધારઘેરા સિનેમાગૃહમાં પણ તમે જોઈ શકતા કે એના પ્રવેશ સમયે ફિલ્મ જોઈ રહેલા તમામે તમામ પ્રેક્ષકો પોતાની સીટ પર અડધાપડધા ઉભા થઈ જતા અને જે તે ખુરશીમાં બેસવાની પોતાની Position બદલતા

બહુ ઓછા ખલનાયકોને આવી સિદ્ધિ વરેલી
KN સિંઘ, એમાંના એક ખલનાયક

લાંબો પાતળો ચહેરો
લાબું પાતળુ શરીર
કદાચ વાસ્તવિક જીવનમાં કોઈ સામાન્ય ખડતલ માણસના હાથે પણ માર ખાઈ જાય તેવો શરીરનો બાંધો
પણ ફિલ્મોમાં તો KN ભલભલા નાયકને પોતાના બાવડાના બળે અને પોતાની બુદ્ધિના બળે આરામથી પછાડે !

૧ સપ્ટેમ્બર ૧૯૦૮ના દિવસે દહેરાદૂનમાં જન્મ
પાંચ ભાઈઓ અને એક બહેન
પિતા ચંદીપ્રસાદ સિંઘ ખુબ જ જાણીતા એવા "ક્રિમિનલ લોયર"
પિતા ચંદીપ્રસાદ સિંઘ એક રાજકુમાર હતા પણ વર્ષો પહેલા એક કરાર હેઠળ પોતાની તમામ મિલ્કતો અને મિલ્કતો પરનો હક અંગ્રેજ સરકારને સોંપી દીધા હતા !

KNના પત્ની લીલાવતી ૧૯૯૦માં અવસાન પામ્યા હતા

KN સિંઘે પરવીન પોલ નામની ફિલ્મ અભિનેત્રી અને ફિલ્મ નિર્માત્રી સાથે લગ્ન કર્યા હતા (ફિલ્મ - સાંજ ઔર સવેરા, ગંગા જમુના, જુલ્મ કા બદલા)
પણ પરવીન સાથેના એ લગ્નને જાહેરમાં સ્વીકાર્ય નહિ
KN સિંહ અને પરવીન પોલના આ સંબંધો ૨૫ વર્ષ રહયા

પરવીનના પ્રથમ લગ્નમાં છૂટાછેડા થયા બાદ આ સંબંધ બંધાયો હતો
આ સંબંધે તેઓને એક દીકરો છે
જેનું નામ વિભુ પોલ ઉર્ફે વિભુ સિંઘ છે

૧૯૮૦માં કાર અકસ્માતમાં આનંદ જોશીના પિતાને વિભુ સિંઘે પોતાની કાર નીચે કચડી નાખ્યા હતા
જેમાં આનંદ જોશીનું મૃત્યુ થયું હતું
આ મામલે કોર્ટે વિભુ સિંઘને દોષી ઠરાવીને મૃતકના પરિવારજનોને વળતર આપવા હુકમ કર્યો હતો
૨૦૦૭માં કેસના અને આ ચુકાદાના તમામ કાગળો કોર્ટમાંથી ગૂમ થઈ ગયા છે
(અથવા આ બદમાશે ગૂમ કરાવી દીધા છે )

બનાવના ૪૦ વર્ષ પછી આજેય આ કેસ એમ જ પડેલો છે

૧૯૮૦માં કાર અકસ્માતના કારનામા પછી વિભુ સિંઘ દુબઈ રહેવા ચાલ્યો ગયો હતો
અત્યારે વિભૂષણ સિંઘ પોલ ટોરેન્ટો કેનેડામાં રહે છે
અને ત્યાં તેની ટ્રાન્સપોર્ટ કંપની છે

વિભુ સિંઘ ૧૯૮૬માં ભારતભરમાં બદનામ થયો હતો
૧૯૮૬માં વિભુ સિંઘ "Bombay Fantasy" નામની XXX ફિલ્મમાં હીરો બન્યો હતો
જે ફિલ્મનો નિર્માતા ઝીનત અમાનનો પતિ "મઝહરખાન" હતો અને જે ફિલ્મનો નિર્દેશક "પંકજ ધીર" હતો
મુંબઈની Sun n Sand હોટલમાં આ ફિલ્મનું (વિ)ચિત્રીકરણ કરાયું હતું !

વિભુ સિંઘ "વૈભવ ફિલ્મ્સ એન્ડ ટેલિવિઝન"નો માલિક છે
આ ઉપરાંત તે HEE MUSIC નામની કંપનીમાં ભાગીદાર હતો
જે કંપનીમાં તેના અન્ય ભાગીદારો હતા - સતીષકુમાર ઠક્કર, અનિલ ચોપરા અને અનિલ ભસીન

ઓન્ટારિયો, કેનેડામાં ચાલતી "સુર તાલ" , "Sur Taal Inc "નો તે પ્રેસિડેન્ટ છે
જે કંપનીએ ૨૦૧૩માં "એક રાઝ એક આવાઝ" નામનો ટેલેન્ટ હન્ટ કાર્યક્રમ બનાવ્યો હતો
જેમાં "અનુ મલીક" એક જજ હતો.
.
.
બાળપણથી KNને રમતગમતનો શોખ
જેમાં ભાલાફેંક અને ગોળાફેંક એ બે રમતો મુખ્ય હતી
KN ની અદમ્ય ઈચ્છા લશ્કરમાં જોડાવાની હતી

KNના પિતા KNને પોતાના પગલે એક સારો "ક્રિમિનલ લોયર" બનાવવા ઈચ્છતા હતા

પણ KNને પોતાના પિતા કોર્ટમાં દલીલબાજીથી ગુન્હેગારોને બચાવતા હતા એ રીત પસંદ નહોતી
એટલે એ વ્યવસાય ક્યારેય ના સ્વીકાર્યો

પણ વિધિની વક્રતા તો જુઓ KN પોતે ફિલ્મના પડદા પર એક ગુન્હેગાર અને ગુન્હાખોરી માનસ ધરાવતા ખલનાયક બની રહયા !

૧૯૩૬ના બર્લિન ઓલિમ્પિકમાં ભારત તરફથી ભાલાફેંક અને ગોળાફેંકની રમત માટે KNની અધિકારીકરીતે પસંદગી થઈ હતી

પણ એ પહેલા KNને પોતાની બિમાર બહેનને મળવા માટે કલકત્તા જવાનું થયું
અને એક હોનહાર ખેલાડીના જીવનમાં જબરજસ્ત પલટો આવી ગયો

એ સમયે કલકત્તામાં KNની મુલાકાત પરિવારના મિત્ર એવા પૃથ્વીરાજ કપૂર સાથે થઈ
જેમણે KNની મુલાકાત જે તે સમયના સફળ ફિલ્મ નિર્માતા અને નિર્દેશક એવા દેવકી બોઝ સાથે કરાવી
દેવકી બોઝે ૧૯૩૬માં પોતાની આગામી ફિલ્મ "સુનહરા સંસાર" માટે મુખ્ય અભિનેતા તરીકેના પાત્ર માટે KN સાથે કરાર કર્યા

અને બર્લિન ઓલિમ્પિકમાં જનારો ખેલાડી હિન્દી ફિલ્મોમાં ફિલ્મોમાં હીરો બની ગયો !

૧૯૩૮ની ગોલ્ડન જ્યુબિલી ફિલ્મ "બાગબાન"થી KNને એક સફળ ખલનાયકની ઓળખ મળી અને એ ઓળખ જીવન પર્યન્ત સાથે રહી

પોતાના આગવા અંદાઝમાં બંનેય આંખોની નેણને અવનવીરીતે નચાવવી એ KNની અભિનયની ખાસિયત રહી
એક સૂટેડ બૂટેડ, વેલ મેનર્ડ અને ખંધી ભાષામાં અને પોતાના ખાસ અવાજમાં અને ખાસ અંદાજમાં સંવાદો બોલતો એક ખલનાયક

કદાચ આજસુધી બીજો આવો કોઈ ખલનાયક હિન્દી ફિલ્મજગતને મળ્યો નથી અને કદાચ મળશે પણ નહિ

ત્રીસીના અંતભાગમાં શરુ થયેલો એ રુઆબદાર ખલનાયકનો દબદબો સિત્તેરના દાયકાના મધ્યભાગ સુધી રહ્યો

જીવનના અંતિમ પડાવે ખલનાયકી છોડીને ફિલ્મોમાં ચરિત્ર અભિનેતાના પાત્રો પણ ભજવ્યા

પણ એ જ ખુમારી સાથે જે ખુમારી એક ખલનાયકના પાત્રમાં હતી તે જાળવી રાખી

પરદા પર અને અસલી જિંદગીમાં ચિરૂટને પોતાની બીજી જીવનસંગીની બનાવી રાખી

પોતાના જીવનના અંતિમ વર્ષોમાં પોતાની આંખોની રોશની જતી રહેતા KNને લાચાર જિંદગી જીવવી પડી

KNને પોતાના લગ્નથી કોઈ સંતાન ના હતા.
આથી KNએ પોતાના નાનાભાઈ વિક્રમના દીકરા પુષ્કરને દત્તક લીધો હતો.

એક જમાનામાં KNનો ભાઈ વિક્રમ "ફિલ્મફેર" મેગેઝીનનો સંપાદક રહ્યો

દીકરા પુષ્કરે TV સીરિયલના નિર્માણ અને નિર્દેશન પર હાથ અજમાવ્યો

KNએ ત્રણ પેઢી સુધીના કલાકારો સાથે કામ કર્યું.
૧. પૃથ્વીરાજ કપૂર સાથે ફિલ્મ વિદ્યાપતિમાં ૧૯૩૭માં
૨. રાજ કપૂર સાથે ફિલ્મ આવારામાં ૧૯૫૧માં
૩. રિશી કપૂર સાથે ફિલ્મ રફુચક્કરમાં ૧૯૭૫માં

૧૯૩૬થી શરુ કરેલી પોતાની ફિલ્મી કારકિર્દીમાં +૨૫૦ ફિલ્મોમાં કામ કર્યું

KNની કારકિર્દીની જાણીતી અને સફળ ફિલ્મોમાં બાગબાન, સિકંદર, જ્વાર ભાટા, હુમાયુ, આવારા, જાલ, CID , હાવરાબ્રીજ, ચલતી કા નામ ગાડી, આમ્રપાલી, એન ઈવનિંગ ઈન પેરિસ, મેરે હુજુર, જીગરી દોસ્ત, પગલા કહીં કા, હાથી મેરે સાથી, મેરે જીવન સાથી, દો ચોર, રેશ્મા ઔર શેરા, દોસ્તાના, કાલીયા વગેરે ગણાવી શકાય

પોતાની ૯૨ વર્ષની ઉંમરે ૩૧ ડિસેમ્બર ૨૦૦૦ના દિવસે મુંબઈમાં પોતાના નિવાસસ્થાને અંતિમશ્વાસ લીધા

KN Singh the Gentleman ખલનાયક !
~~~~~~~~~~~~~
પ્રકરણ - ૯૭

"ઈતના સન્નાટા કયું હૈ ભાઈ?"

આ એક સંવાદ સાંભળતા જ આપણા મનમાં શોલે ફિલ્મનું એ કરુણ દ્રશ્ય તાદ્રશ્ય થઈ અને તરવરવા લાગે છે અને સાથેસાથે ફિલ્મમાં એ સંવાદ બોલતા રહીમ ચાચા નજર સામે આવી જાય છે

".... ચલો મેરી નમાજ કા સમય હો ગયા હૈ" પર પૂર્ણ થતું એ દ્રશ્ય આજેય ભૂલી શકાય તેમ નથી

આજે એ દ્રશ્યને જીવંત કરનાર
આજે એ પાત્રને જીવંત કરનાર
આજે એ સંવાદોને જીવંત કરનાર નખશીખ સજ્જન અભિનેતા એવા અવતાર કિશન હંગલની વાત માંડવી છે

અવતાર કિશન હંગલ ઉર્ફે AK હંગલ, એક કાશ્મીરી પંડિત
અવતાર કિશન હંગલ ઉર્ફે AK હંગલ, એક વ્યવસાયી દરજી
અવતાર કિશન હંગલ ઉર્ફે AK હંગલ, એક સ્વાતંત્રતા સેનાની
અવતાર કિશન હંગલ ઉર્ફે AK હંગલ, એક નાટ્યકાર
અવતાર કિશન હંગલ ઉર્ફે AK હંગલ, એક ફિલ્મ અભિનેતા
અવતાર કિશન હંગલ ઉર્ફે AK હંગલ, એક TV અભિનેતા

પોતાની 52 વર્ષની ઉંમરે છેક ૧૯૬૫માં હિન્દી ફિલ્મોમાં કામ કરવાની શરૂઆત કરી
અને +૨૨૫ જેટલી ફિલ્મોમાં ચરિત્ર અભિનેતા તરીકે અભિનય કર્યો

આશ્ચર્યજનક વાત એ રહી કે પોતાના અભિનયવાળી +૨૨૫ ફિલ્મોમાંથી માત્ર ૫૦ જેટલી જ ફિલ્મો AK હંગલે જોઈ હતી !

પોતાના અંતિમશ્વાસ સુધી સંઘર્ષમય જીવન જીવતો રહેલો આ જણ પોતાના અંતિમ દિવસોમાં એવો અને એટલો તો ગરીબ હતો કે તેના પરિવાર પાસે તેનો ઈલાજ કરાવવા માટે પૂરતા પૈસા જ ના હતા
ત્યારે એમના દીકરા વિજયે જાહેરમાં ટહેલ નાખી કે મારા પિતાની બીમારીનો ઈલાજ કરાવવાના પૈસા મારી પાસે નથી

આ દુઃખદ ટહેલનો પ્રતિભાવ આપતા અમિતાભ બચ્ચન અને જયા બચ્ચને રૂ.૨૦ લાખની મદદ કરી હતી

અન્ય મદદ કરનારમાં કરણ જોહર, મિથુન ચકવર્તી, રાજ્યના જે તે સમયના મુખ્યમંત્રી પૃથ્વીરાજ ચૌહાણ, મહારાષ્ટ્ર નવનિર્માણ સેના વગેરે મુખ્ય હતા

દીકરા વિજય હંગલની ઉંમર ત્યારે ૭૫ વર્ષની હતી
એ પોતે હિન્દી ફિલ્મનો કેમેરામેન હતો પણ તેની પાસે જ ઘણા સમયથી કામ ના હતું
પણ પોતાની ગરીબાઈ વાત અને પોતાની મજબુરીની વાત એ પિતા-પુત્રે આ અસહ્ય અને અકથ્ય વાત છેક સુધી છુપાવી રાખી હતી

અને ૨૬ ઓગસ્ટ ૨૦૧૨ના દિવસે પોતાની ૯૮ વર્ષની ઉંમરે AK હંગલે અંતિમશ્વાસ લીધા

જે તે સમયના અખંડભારતના સિયાલકોટમાં તેમના મોસાળમાં ૧ ફેબ્રુઆરી ૧૯૧૪ના રોજ જન્મ
માતાનું નામ રાગીયા હૂંડૂ હતું. AK હંગલની ચાર વર્ષની ઉંમરે એમના માતા રાગીયા હૂંડૂનું અવસાન થયું હતું

AK માતા રાગીયા હૂંડૂ એ સગપણે ભારતના પ્રથમ વડાપ્રધાનના સાળી થાય
રાગીયા હૂંડૂએ કમલા નહેરુની સગ્ગા કાકાની દીકરી હતી

તેમના મામા રામ નારાયણ હૂંડૂ ખાદીધારી ચૂસ્ત રાષ્ટ્રવાદી હતા
તેમના મામા રામ નારાયણ હૂંડૂ નિઃસંતાન હતા
એટલે એમની ઈચ્છા AK હંગલને હંમેશા માટે પોતાની પાસે રાખવાની હતી
પણ......
AK હંગલના માતાના અવસાન બાદ તેમના કૌટુંબિક સંબંધોમાં ઓટ આવવા લાગી

AK હંગલ કાશ્મીરી પંડિત હતા પણ એમના જન્મના +૧૫૦ વર્ષ પહેલા એમના પરદાદા પેશાવરમાં સ્થાયી થયા હતા
AK હંગલના પિતા પંડિત હરિ કિશન હંગલ પેશાવરમાં સરકારી નોકરી કરતા
આમ તો AK હંગલના દાદા પેશાવરમાં Asst. કમિશનર હતા
તેમના અવસાન બાદ AK હંગલના દાદીએ સરકારને અરજી કરીને વિનંતી કરી કે તેમને સરકારી પેંશન નથી જોઈતું પણ તેમના પતિના સ્થાને તેમના દીકરા હરિ કિશનને યોગ્ય સમયે યોગ્ય નોકરી આપવામાં આવે
અને એ અરજી માન્ય રખાઈ અને AK હંગલના પિતા હરિ કિશનને પેશાવરમાં સરકારી નોકરી મળી હતી

સરકારી નોકરીમાંથી પોતાની નિવૃત્તિ બાદ હરિ કિશન હંગલ પોતાના પરિવાર સાથે પેશાવર છોડીને કરાંચીમાં સ્થાયી થયા હતા

AK હંગલના પિતા નાટક અને સંગીતના શોખીન હતા
ક્યારેક AK હંગલને લઈ પેશાવરમાં આવતી પારસી નાટક કંપનીઓના નાટક જોવા લઈ જતા
AK હંગલના માતાના અવસાન બાદ તેમના પિતાએ જે તે નાટકોમાં સ્ત્રીનું પાત્ર ભજવતા પુરુષ કલાકારોને પહેરવા તેમની માતાની તમામ સાડીઓ "મફત"માં આપી દીધી હતી !
બાળ AK હંગલે કોઈક નાટકમાં કલાકારોએ પહેરેલી પોતાની માતાની સાડીઓ ઓળખી કાઢી હતી
અને પોતાના પિતાને સવાલ કર્યો હતો કે "આ તો મારી માતાની સાડીઓ લાગે છે?"
ત્યારે રહસ્યસ્ફોટ થયેલો

જોકે ત્યારથી AK હંગલને નાટકોમાં રસ જાગેલો

મેટ્રિકની પરીક્ષા પસાર કર્યા પછી તેમાં પિતાએ નોકરી માટે પેશાવરના અંગ્રેજ કમિશનરને અરજી આપવા જણાવ્યું
AK હંગલે અરજી લખીને મોકલી આપી
જે અરજી પર કમિશનરે ટીપ્પણી કરી હતી કે "Recommended, if he is as good as his father"
એ ટીપ્પણી જોતા જ આ સ્વમાની અવતારે કોઈ કાળે સરકારી નોકરી ના કરવાનો નિર્ણય કર્યો

હવે નવરાધૂપ આથડવાનું શરુ કર્યું
ત્યારે લંડનથી આવેલા AKના મિત્રના પિતાએ સલાહ આપી કે "અવતાર , તું દરજીકામ કેમ નથી શીખી લેતો. એ સ્વતંત્ર ધંધો છે અને અત્યારે ખુબ જ વિકસતો ધંધો છે."
અને પોતાના પિતાની અનિચ્છાએ એ જમાનામાં રૂ.૫૦૦ ભરીને દિલ્હીમાં દરજીકામ શીખવાના ક્લાસ ભર્યા
જે તાલીમ બે વર્ષની હતી
જે તાલીમ પુરી કર્યા બાદ AK વ્યવસાયી દરજી બની ગયા !

અને ફરી પેશાવર આવી ગયા

AK હંગલના લગ્ન પોતાના પરિવારની પસંદગીની અને આગ્રામાં રહેતી કાશ્મીરી બ્રાહ્મણ યુવતી મનોરમા દાર સાથે થયા હતા

પોતાની ૧૫ વર્ષની ઉંમરે ૧૯૨૯માં AKએ અંગ્રેજ શાસકો વિરુદ્ધના સ્વતંત્રતા સંગ્રામમાં ઝંપલાવ્યું

૧૯૩૬માં પેશાવરના શ્રી સંગીત પ્રિય મંડળ નામના નાટ્યગ્રુપમાં જોડાયા અને ૧૯૪૬ સુધી પેશાવરમાં અને કરાંચીમાં નાટકોમાં ભાગ લેતા રહ્યાં
નાટકોમાં ભાગ લેતા AK નાટ્કગૃપ IPTA સાથે સંકળાયા
જે ગ્રુપમાં બલરાજ સાહની અને કૈફી આઝમી જેવા સામ્યવાદી વિચારશરણી ધરાવતા નાટ્યકારો પહેલેથી જોડાયા હતા

ચૂસ્ત સામ્યવાદી હોવાના નાતે રશિયાની ફૂટબોલ ટીમ તરફ AKને ગજબનો લગાવ હતો
વર્લ્ડકપની એક ફૂટબોલ મેચમાં થયેલી રશિયાની હાર સહન અને થતા ત્રીજા માળની બારીમાંથી કૂદકો મારી દીધો હતો
જેમાં પોતાના હાથપગ તોડી નાખ્યા હતા !

૧૯૪૬માં AK સામ્યવાદી પક્ષના GS તરીકે ચૂંટાયા
સામ્યવાદી વિચારશરણી અને સામ્યવાદી ચળવળોમાં ભાગ લેવાના કારણે પાપીસ્તાનની જેલમાં ૩ વર્ષ માટે જેલવાસ ભોગવવો પડ્યો
કારાવાસ દરમ્યાન AKને મોટાભાગનો સમય કરાચીની જેલમાં અને થોડો સમય સિંધની સેન્ટ્રલ જેલમાં રાખ્યા હતા

સિંધની જેલમાં તેમનો સાથી "ઘની ખાન" હતો
ઘની ખાન એટલે ખાન અબ્દ્દુલ ગફાર ખાનનો દીકરો

૧૯૪૯માં પાપીસ્તાન છોડવાની શરતે AKને જેલમાંથી મુક્તિ અપાઈ
અને AKએ મુંબઈ તરફ પ્રયાણ કર્યું
AKએ પોતાના ખિસ્સામાં રૂ.૨૦ સાથે મુંબઈમાં પગ મુક્યો

નાટકનો જીવ અહીં આવીને નાટકોએ વળગ્યો
પણ એ વ્યવસાયની કમાણી પોતાના જીવનનિર્વાહ માટે પૂરતી નહોતી

કોઈકની સલાહ અને ભલામણે છેક ૧૯૬૫માં ફિલ્મોમાં કામ કરવાનું સ્વીકાર્યું
પ્રથમ ફિલ્મ હતી ૧૯૬૬માં પ્રદર્શિત થયેલી "તીસરી કસમ"

ત્યારબાદ ૨૦૦૮ સુધીમાં +૨૨૫ હિન્દી ફિલ્મોમાં જીવંત અભિનય આપ્યો

જેમની મુખ્ય ફિલ્મો હતી
શોલે, શૌકીન, શરાબી, બાવર્ચી, આંધી, મેરે અપને, શાગિર્દ, ધરતી કહે પુકાર કે, હીરરાંઝા, અનુભવ, અનામિકા, અભિમાન, ગુડ્ડી, નમક હરામ, ગર્મ હવા, જોશીલા , દાગ, દીવાર, કોરા કાગઝ, ચિતચોર, બાલિકાબધૂ, મુક્તિ, દેશ પરદેશ, સ્વર્ગ નરક, સત્યમ શિવમ સુન્દરમ, નૌકરી, ખાનદાન, તપસ્યા, થોડી સી બેવફાઈ, પ્રેમબંધન, બસેરા, કુદરત, અવતાર, મેરી જંગ, એક ચદદર મૈલી સી , લગાન, શરારત વગેરે વગેરેને ગણાવી શકાય

પણ મોટાભાગની ફિલ્મોમાં AK હંગલનો રોલ ગરીબ, મજબૂર, નિસહાય વ્યક્તિનો અને હંમેશા સહાનુભૂતિ ઇચ્છતા પાત્રનો રહ્યો

૧૯૯૭માં TV સિરિયલ Bomaby Blueથી નાના પડદે અભિનયની શરૂઆત કરી.
બૈતાલ પચીસી, Life line (જીવનરેખા). ચંદ્રકાંતા વગેરે વગેરે જેવી સિરિયલો મુખ્ય હતી

૬ ડિસેમ્બર ૧૯૯૨ના દિવસે મુંબઈમાં થયેલા સિરિયલ બૉમ્બ બ્લાસ્ટ પછી , પાપીસ્તાન તરફના AKના લગાવ અને પ્રેમને ધ્યાને રાખીને, શિવસેના સુપ્રીમો બાલ ઠાકરેના ફતવાના ફરમાને AK હંગલને "દેશદ્રોહી" જાહેર કરાયા હતા

અને એ ફરમાને હિન્દી ફિલ્મજગતે અને TV જગતે સતત બે વર્ષ સુધી AK હંગલનો બહિષ્કાર કર્યો હતો
એ સમયે મુંબઈમાં ઠેરઠેર AK હંગલના પૂતળાનું દહન પણ કરાયું હતું

એ બે વર્ષ દરમ્યાન AK હંગલને રોજ રાત્રે એમના ફોન પર જાનથી મારી નાખવાની ધમકીઓ મળતી રહી !

લોકધૃણાનો ભોગ બનેલા અને પૂતળાનું દહન થવાના કારણે કદાચ AK હંગલનું આયુષ્ય ૯૮ વર્ષનું થયું !

પોતાના ખિસ્સામાં રૂ.૨૦ સાથે મુંબઈની ધરતી પર પગ મુકનારો ધન તો ના કમાયો પણ યશ અને કીર્તિ એના નામે જરૂર રહયા !

સલામ કોમરેડ AK હંગલ !

~~~~~~~~~~~~~~~~~~
પ્રકરણ - ૯૮

ઈફ્તેખાર ઉર્ફે ગુરુ ~~~

૨૨ ફેબ્રુઆરી ૧૯૨૦ના દિવસે અખંડભારતના જલંધરમાં જન્મ

જન્મનું નામ ઈફ્તેખાર અહેમદ શરીફ પણ ઈફ્તેખાર નામની ઓળખ બની રહી

પિતા કાનપુરમાં કોઈક ખાનગી કંપનીમાં ઉચ્ચ હોદ્દા પર હતા
એટલે પરિવાર કાનપુરમાં સ્થાયી થયેલો

પણ ૧૯૪૭માં દેશના ભાગલા સમયે ઈફ્તેખારનો પરિવાર ભારતદેશ છોડીને પાપીસ્તાનમાં સ્થાયી થયેલો
જયારે ઈફ્તેખારે ભારતદેશની વ્હાલો કર્યો હતો અને પોતાની જન્મભૂમિ અને કર્મભૂમિ ત્યજવાની ધરાહાર ના પાડી હતી

ચાર ભાઈઓ અને એક બહેન
ચાર ભાઈઓમાં સૌથી મોટા ઈફ્તેખાર

એક ભાઈ ઈમ્તિયાઝ અહેમદ પાપીસ્તાન TV પર પ્રસિદ્ધ અદાકાર છે
બીજો ભાઈ મુસ્તાક અહેમદ પાપીસ્તાન એરલાઇન્સમાં પાયલોટ છે
ત્રીજો ભાઈ ઈકબાલ અહેમદ USમાં ડોક્ટર છે
જ્યારે બહેન શમીમ જે પાપીસ્તાનમાં રહેતી હતી અને અપરણિત હતી તે જન્નતનશીન થઈ ગઈ છે
.
.
કાનપુરથી મેટ્રિકની પરીક્ષા પસાર કર્યા પછી લખનૌથી Paintingમાં Diploma મેળવ્યો
.
KL સાયગલની ગાયકીથી પ્રેરાઈને ગીતો ગાવાનો શોખ પણ કેળવેલો
.
જે તે જમાનાની મશહૂર અભિનેત્રી વીણાના ભાઈનું નામ પણ શહેઝાદા ઈફ્તેખાર હતું એટલે ક્યારેક એ બંનેની ઓળખમાં એમના નામના ગોટાળા વળતા
.
૧૯૩૭માં "કજજાક કી લડકી" ફિલ્મના મુખ્ય અભિનેતા તરીકે અભિનય કરીને ફિલ્મજગતમાં પદાર્પણ કર્યું
૧૯૩૮માં "ફેશનેબલ વાઈફ" નામની ફિલ્મ કરી

ત્યારબાદ ઈફ્તેખારને કામ મળતું બંધ થઈ ગયું
ત્યારે ઈફ્તેખારને પોતાનો ગાવાનો શોખ યાદ આવી ગયો

એ જમાનામાં HMV સહિતની રેકોર્ડિંગ કંપનીઓ કલકત્તામાં હતી એટલે ઈફ્તેખારે કલકત્તા તરફ પ્રયાણ કર્યું

એ સમયે સંગીતકાર કમલ દાસગુપ્તા HMV માટે કામ કરતા હતા
ઈફ્તેખારે HMVમાં ગાયક તરીકેનું ઓડિશન પાસ કર્યું
ત્યારે HMVએ ઈફ્તેખારના અવાજમાં બે ગીતોનું રેકોર્ડિંગ પણ કર્યું
.
એક આડવાત કમલ દાસગુપ્તા એટલે ૧૯૪૨ની MP પ્રોડક્શનની ફિલ્મ "જવાબ"ના સંગીતકાર કે જેમણે કાનનદેવીના કંઠે ગવાયેલ "તૂફાન મેલ .... યે દુનિયા .... યે દુનિયા ..." "જવાબ" ફિલ્મનું એ ગીત આજેય લાજવાબ ગણાય છે
.
.
પરંતુ ઈફ્તેખારને ના તો ગાયક તરીકે નવા કોન્ટ્રાકટ મળ્યા ના અભિનેતા તરીકે
ઈફ્તેખાર પાછા કાનપુર આવી ગયા
ત્યાં આવીને "સઈદા" નામની એક યુવતી સાથે સગાઈ કરી લીધી

પણ ભાવિના ભેદ કોણ જાણી શક્યું છે ?
સંગીતકાર કમલ દાસગુપ્તા ઈફ્તેખારના વ્યક્તિત્વથી અને બોલવાની છટાથી અંજાઈ ગયા હતા
તેમણે MP પ્રોડક્શનના માલિકોને ઈફ્તેખારને એક અદાકાર તરીકે નોકરી પર રાખવા સમજાવી લીધા
અને MP પ્રોડક્શન તરફથી ટેલિગ્રામ મળતા ઈફ્તેખાર ફરી કલકત્તા આવી ગયા
.
પણ ફરી એ ભાવિના ભેદ વચ્ચે આવ્યા
લાંબા સમય સુધી ઈફ્તેખારને અદાકાર તરીકે ચમકાવતી MP પ્રોડક્શનની કોઈ જ ફિલ્મ ફ્લોર પર જ ના ગઈ !
.
દરમ્યાન કલકત્તામાં રહેતા ઈફ્તેખાર "હેન્નાન જોસેફ" નામની જ્યુઈશ યુવતીના સંપર્કમાં આવ્યા
અને એ બંને વચ્ચે પ્રેમ પાંગર્યો
"હેન્નાન જોસેફ"ના પ્રેમમાં ઈફ્તેખાર કાનપુરની "સઈદા" સાથેની સગાઈ ભૂલી ગયા અને ઈફ્તેખારે "હેન્નાન જોસેફ" સાથે લગ્ન કરી લીધા

લગ્ન પછી "હેન્નાન જોસેફ"નું નામ "રેહાના અહેમદ" રાખવામાં આવ્યું
હેન્નાન જોસેફે, ઈફ્તેખારના સંઘર્ષના દિવસોમાં કલકત્તાના કોઈ ઉદ્યોગપતિ Mr.પાટણવાળાના સેક્રેટરી તરીકે કામ કરી ગુજરાન ચલાવ્યું

રેહાના અહેમદનું અવસાન ૨૭ મે ૨૦૧૩ના દિવસે થયેલું

હેન્નાન જોસેફ સાથેના લગ્નથી ઈફ્તેખારને બે દીકરીઓ - સલમા અને સઈદા
સલમાએ વિપીનચંદ્ર જૈન નામના દહેરાદૂનના એક વહેપારી સાથે લગ્ન કર્યા
વિપીનચંદ્ર જૈન પોતે હિન્દી ફિલ્મમાં હીરો બનવા મુંબઈ આવ્યા હતા ત્યારે સલમા સાથે પ્રેમાંકુર ફૂટ્યા અને સલમા અને વિપીને ૧૯૬૪માં લગ્ન કરી કરી લીધા હતા.
લગ્ન બાદ સલમા અને વિપિન દહેરાદૂનમાં સ્થાયી થયા
૧૯૭૯માં બંનેના જીવનમાં તિરાડ ઉદ્ભવી અને સલમા મુંબઈમાં પાછી ફરી
મુંબઈ આવ્યા પછી સલમાએ ૨૦ વર્ષ સુધી NC સિપ્પીના સેક્રેટરી અને મેનેજર તરીકે કામ કર્યું
સલમાએ બે વખત લગ્ન કર્યા હતા
દેખાવમાં તેમનો દીકરો વિશાલ જૈન કોઈપણ ફિલ્મી અદાકારની બરોબરી કરે તેવો
૧૯૯૨માં વિશાલ જૈનને ફિલ્મમાં અદાકારી કરવા ઘણી ઓફર મળી હતી
પણ એ બધી જ ઓફર વિશાલે સવિનયપણે નકારી કાઢી હતી.
.
નાની દીકરી સઈદાએ પોતાની પસંદગીથી લગ્ન કર્યા હતા
સઈદાના પ્રથમ લગ્ન માત્ર ૧૮ દિવસ જ રહયા. પોતાનો પતિ પુરુષમાં ના હતો એની જાણ થતા જ તુરંત જ છૂટાછેડા લઈ લીધા હતા
બીજા લગ્ન MI શેખ નામના વ્યક્તિ સાથે કર્યા હતા. જે CEAT Tyresમાં મેનેજર હતા
આ લગ્ન ૧૮ વર્ષ રહયા
લગ્ન બાદ ૧૮ વર્ષે કેન્સરની બીમારીના કારણે ૭ ફેબ્રુઆરી ૧૯૯૫ના દિવસે સલમાનું અવસાન થયું
.
.
.
૧૯૪૭માં દેશના ભાગલા સમયે દેશભરમાં ફાટી નીકળેલા કોમી રમખાણો બાદ ઈફ્તેખાર પોતાની પત્ની અને પરિવાર સાથે કલકત્તાથી મુંબઈ આવી વસ્યા
.
કલકત્તામાં રહેતા ૧૯૪૪થી ૧૯૪૭માં ઈફ્તેખારને ફિલ્મ તકરાર, ઘર, રાજલક્ષ્મી, તુમ ઔર મૈં અને ઐસા કયું જેવી ફિલ્મોમાં કામ કરવાનો મોકો મળ્યો
.
કલકત્તામાં અભિનેત્રી કાનન દેવીએ ઈફ્તેખારની મુલાકાત અશોકકુમાર સાથે કરાવી હતી. એ સંપર્કના સહારે મુંબઈ આવીને ઈફ્તેખારે અશોકકુમારનો સંપર્ક સાધ્યો

અશોકકુમારના સંપર્કના સહારે ઈફ્તેખારને "બોમ્બે ટોકીઝ"ની ૧૯૫૦ની ફિલ્મ "મુકદ્દર"માં કામ કરવાનો મોકો મળ્યો
આ મોકાએ ગાઢ સંબંધમાં ફેરવવામાં ઈફ્તેખારનો ચિત્રકામનો કસબ કામ આવી ગયો.
પોતાના ચિત્રકામનો કસબ ઈફ્તેખારે અશોકકુમારને શીખવવાની શરૂઆત કરી
ઉંમરમાં ઈફ્તેખાર નાના હોવા છતાંયે ૧૯૫૦ પછી અશોકકુમાર આજીવન "ગુરુ"ના નામે જ સંબોધન કરતા રહયા
.
" ૧૯૬૪ની ફિલ્મ "દૂર ગગન કી છાંવ મેં"ના ટાઈટલમાં ઈફ્તેખારના જે તે ફિલ્મ માટે બનાવાયેલા ચિત્રો બતાવાયા હતા "

ઈફ્તેખારે પોતાની કારકિર્દીમાં + ૨૫૦ ફિલ્મોમાં કામ કર્યું
જેમાંથી +૩૫ ફિલ્મોમાં પોલીસ ઓફિસર થી માંડીને IG સુધીના પાત્ર ભજવ્યા
ફિલ્મ "શ્રી ૪૨૦"માં પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે સૌપ્રથમ વખત અભિનય કર્યો હતો
પણ ૧૯૬૯ની BR ફિલ્મ્સની ફિલ્મ "ઇત્તેફાકે" ઈફ્તેખારની કારકિર્દીને અદભુત વળાંક આપ્યો

મોટાભાગે પોલીસ ઓફિસર, ડોક્ટર, મિલિટરી ઓફિસર, પોલીસ ઓફિસર તરીકેના પાત્રોમાં ઇફ્તેખારે અભિનય કર્યો

હિન્દી ફિલ્મો ઉપરાંત ઈફ્તેખારે ૧૯૬૭માં અમેરિકન TV સિરિયલ "માયા"ના બે એપિસોડમાં અભિનય કર્યો
.
" પોલીસ ઓફિસરના અભિનયમાં ઈફ્તેખારને એવી તો નામના મળી ગયેલી કે મુંબઈની સડકો પર ફરજપરસ્ત પોલીસ ઓફિસરો ઈફ્તેખારને PI, SP, CP, IG કે DIG સમજી બેસતા અને એ પ્રમાણે ગાડીમાં પસાર થતા ઈફ્તેખારને માન આપતા ! "

ઈફ્તેખારે ૫૦ અને ૬૦ દાયકામાં દેવદાસ, શ્રી ૪૨૦, રાગીની, દિલ્હી કા ઠગ, અબ દિલ્હી દૂર નહિ, છબીલી, કાનૂન, કલ્પના, બેદર્દ ઝમાના ક્યા જાને, બંદિની, રંગોલી, મેરી સૂરત તેરી આંખે, સંગમ, ઇંતકામ, ઇત્તફાક, તીસરી કસમ, તીસરી મંઝિલ જેવી ફિલ્મોમાં કામ કર્યું
.
૭૦ અને ૮૦નો દાયકો ઈફ્તેખારનો ગોલ્ડન પિરિયડ રહ્યો
આ સમયમાં ઈફ્તેખારે શર્મીલી, મહેબૂબ કી મહેંદી, અચાનક, જવાની દીવાની, હરે રામ હરે કૃષ્ણ, ઝંઝીર, મજબૂર, ધર્માત્મા, કભી કભી, શોલે, નૂરી, કાલા પથ્થર, સદમા, રાજપૂત વગેરે વગેરે ફિલ્મોમાં અભિનય કર્યો
.
.
પોતાની દીકરીના અવસાન પછી બરાબર ૨૪ દિવસ પછી પહેલી માર્ચ ૧૯૯૫ના દિવસે ઈફ્તેખારે મુંબઈમાં અંતિમશ્વાસ લીધા.

" સનદ વગરના પોલીસ અધિકારીને સલામ !"
~~~~~~~~~~~~~~
પ્રકરણ - ૯૯

"दिल का सूना साज़ तराना ढूँढेगा"

ગણેશ ~~~

ગણેશ નામનો કોઈ સંગીતકાર હતો એવી મોટાભાગના મિત્રોને કદાચ ખબર નહિ હોય !

આમ તો થોડુ મુશ્કેલ કામ છે પણ તમે જિજ્ઞાસુ હો અને ફિલ્મોના ટાઈટલ ધ્યાનથી જોતા હો તો તમને શશીકાંત - ગોરખ એવા બે નામ સહાયક સંગીતકારમાં આવતા એ યાદ હશે
એ બંનેય આજીવન લક્ષ્મીકાંત - પ્યારેલાલની સંગીત બેલડીના સહાયક સંગીતકારો રહયા

જો એ નામ યાદ હોય તો એમાં શશીકાંત એટલે સંગીતકાર લક્ષ્મીકાન્તનો ભાઈ
અને ગોરખ એટલે કે પ્યારેલાલ શર્માના ભાઈ

પ્યારેલાલને પાંચ ભાઈ - નરેશ શર્મા, મહેશ શર્મા, આનંદ શર્મા, ગણેશ શર્મા અને ગોરખ શર્મા
એ બધા ભાઈઓ પોતાના પિતા રામપ્રસાદ શર્માની જેમ સંગીત સાથે સંકળાયેલા
.
.
પિતા રામપ્રસાદ શર્મા એક જાણીતા ટ્રમ્પેટ પ્લેયર

પંડિત રામપ્રસાદ શર્મા પોતે મ્યુઝિક ડાયરેક્ટર
૧૯૪૭ થી ૧૯૫૦ વચ્ચે તેમણે ચારેક ફિલ્મો આપી હતી પણ કમનસીબે પોતાની કારકિર્દી આગળ ના વધારી શક્યા

રોશન, કલ્યાણજી, ઉત્તમસિંહ અને હૃદયનાથ મંગેશકર વગેરે વગેરે સંગીતકારો પંડિત રામપ્રસાદના શિષ્યો

પંડિત રામપ્રસાદે નૌશાદ, સી રામચંદ્ર અને કે દત્તા જેવા સંગીતકારોના સહાયક સંગીતકાર તરીકે કામ કર્યું
અને ફિલ્મ જગતના મોટાભાગના સંગીતકારો સાથે એમણે કામ કર્યું

સંગીતના એ દાદાઓના દાદાનો દીકરો એટલે ગણેશ

ગણેશ શર્મા પણ આજીવન લક્ષ્મીકાંત પ્યારેલાલના સહાયક રહ્યા પણ જયારે સમય મળ્યો ત્યારે સ્વતંત્રરીતે હિન્દી ફિલ્મોમાં સંગીત આપ્યું
ગણતરીની ફિલ્મોમાં ગણતરીના યાદગાર ગીતો પણ આપ્યા.

ફિલ્મ Mr X ઈન બોમ્બેમાં સંગીતકાર લક્ષ્મીકાંત પ્યારેલાલના મુખ્ય સહાયક રહયા

મોન્ટી શર્મા જે હાલનો જાણીતો સંગીતકાર છે એ આનંદ શર્માનો દીકરો એટલે ગણેશ અને પ્યારેલાલનો ભત્રીજો

ગણેશ શર્માએ સંગીતકાર ગણેશ તરીકે ૧૪ ફિલ્મોમાં સ્વતંત્રપણે સંગીત આપ્યું

ગણેશની ફિલ્મોના ગીતોમાં લક્ષ્મી-પ્યારેની છાંટ દેખાય
એટલે ગીત સંગીતના રસિયા શ્રોતાઓએ સંગીતકાર ગણેશના ગીતોને લક્ષ્મી-પ્યારેના ગીતો સમજી લીધા !

ચાલો સંગીતકાર ગણેશના યાદગાર અને તમનેય ગમે છે એવા ગીતોને યાદ કરી લઈએ

ફિલ્મ - શરારત
.
दिल ने प्यार किया है इक बेवफ़ा से -२
पछता रहे हैं दिल में
दिल हमारा था हमने हारा था तुमपे वारा था
दिल ने प्यार किया ...
.
कल तुमने जो हमसे वादे किए थे
( कहाँ हैं ) -३ वो वादे
कल तुमने जो हमसे खाई थीं कसमें
( कहाँ हैं ) -३ वो कसमें
न इतराइये न मुस्काइये न शरमाइये
दिल हमारा था ...
.
ऐ गुलबदन सबसे मुमताज़ थीं तुम
महल प्यार का इक बनाया था मैने
ये किसकी नज़र से जला आशियाना
बड़े नाज़ से घर सजाया था मैने
लुटी ज़िन्दगी मिटी ज़िन्दगी मिली बेक़सी
दिल हमारा था ...

ફિલ્મ - એક નારી દો રૂપ
.
दिल का सूना साज़ तराना ढूँढेगा -२
तीर-ए-निगाह-ए-नाज़ निशाना ढूँढेगा
मुझको मेरे बाद ज़माना ढूँढेगा
.
दिल का सूना साज़ तराना ढूँढेगा
तीर-ए-निगाह-ए-नाज़ निशाना ढूँढेगा
अरे मुझको मेरे बाद ज़माना ढूँढेगा
दिल का सूना साज़ तराना ढूँढेगा
.
लोग मेरे ख़ाबों को चुराके ढालेंगे अफ़सानों में
मेरे दिल की आग बंटेगी दुनिया के परवानों में
वक़्त मेरे गीतों का ख़ज़ाना ढूँढेगा
.
दिल का सूना साज़ तराना ढूँढेगा
तीर-ए-निगाह-ए-नाज़ निशाना ढूँढेगा
.

आस का सूरज साथ रहेगा जब साँसों की राहों में
ग़म के अंधेरे छट जायेंगे मंज़िल होगी बाँहों में
प्यार धड़कते दिल का ठिकाना ढूँढेगा
.
दिल का सूना साज़ तराना ढूँढेगा
तीर-ए-निगाह-ए-नाज़ निशाना ढूँढेगा
.
ફિલ્મ - ઠાકુર જરનેલસિંઘ

हम तेरे बिना जी न सकेंगे सनम -२
दिल की ये आवाज़ है, दिल की ये आवाज़ है
हम तेरे बिना जी न सकेंगे सनम
.
सारी दुनिया में ...
सारी दुनिया में ऐसा शबाब नहीं है
ये हक़ीक़त है तेरा जवाब नहीं
किसी और में कहाँ ये अदा -२
तेरे जैसा नहीं है कोई दूसरा
हम तेरे बिना जी न सकेंगे सनम -२
.
कोई भी तुझसे बढ़के अज़ीज़ नहीं है
दिल के आगे जहाँ कोई चीज़ नहीं है
तुझे क्या ख़बर तेरे प्यार से
तुझे क्या ख़बर तेरे प्यार से
ज़िंदगी को मिला है बड़ा आसरा
हम तेरे बिन जी न सकेंगे सनम
.
पहले ही दिन से ...
पहले ही द्न से हम दिल में ठान चुके हैं
तेरे बनके तुझे अपना मान चुके हैं
तेरे सामने करें क्या बयाँ -२
उम्र भर साथ रहने का ये फ़ैसला
हम तेरे बिना ले न सकेंगे सनम
.
हम तेरे बिना जी न सकेंगे सनम
दिल की ये आवाज़ है, दिल की ये आवाज़ है
हम तेरे बिना जी न सकेंगे सनम -२
.
ફિલ્મ - અંજામ

અય દિલરુબા કલકી બાત કલકે સાથ ગઈ ……………………..
.
ફિલ્મ - ચાલાક

दिल का नज़राना ले, ओ दिलदार ले
ये सच्चा प्यार है, मेरा प्यार ले
दिल का नज़राना ले ...
.
दिल की निशानी ले, मेरे यार ले
ये सच्चा प्यार है, मेरा प्यार ले
दिल की निशानी ले ...
.
आसमान तो नहीं जो बदल जाऊँगा
प्यार का रंग कच्चा नहीं
मैं ने देखे यहाँ पे हज़ारों सनम
बात का कोई सच्चा नहीं
हाँ, हम तो वो नहीं, कर लो यकीं मेरी वफ़ाओं का
ये सच्चा प्यार है, मेरा प्यार ले
ये सच्चा प्यार है मेरा प्यार ले ...
.
हम गले मिलके आओ ये वादा करें
ज़िंदगी भर न होंगे जुदा
अब तुम्हीं सब कुछ हो हमारे लिये
जान-ओ-दिल से हम तुमपे फ़िदा
ओ सनम, मैं हूँ पवन, तू है चमन मेरी मुहब्बत का
ये सच्चा प्यार है मेरा प्यार ले
ये सच्चा प्यार है मेरा प्यार ले
दिल का नज़राना ले ओ दिलदार ले
दिल की निशानी ले ओ दिलदार ले
ये सच्चा प्यार है मेरा प्यार ले
.
ફિલ્મ - ધમકી

ચાંદ ક્યા હૈ રૂપ કા દર્પન……..
.
ફિલ્મ - શરારત

કલ રાત સપનેમેં આયે થે તુમ મેરે મહેબૂબ ......
~~~~~~~~~~~~~~~~~
પ્રકરણ - ૧૦૦

चाँद को क्या मालूम चाहता है उसे कोई चकोर
.
ગુલશન બાવરા ઉર્ફે ગુલશન કુમાર મેહતા ~~~
.
માત્ર બે સંગીતકારોના ગીતકાર એટલે ગુલશન બાવરા

પોતાની ૪૦ વર્ષની કારકિર્દીમાં લગભગ ૨૫૦ ફિલ્મી ગીતો લખ્યા
જેમાંથી ૧૫૦ RD માટે અને ૭૦ કલ્યાણજી આણંદજી માટે
.
પાપીસ્તાનના લાહોરથી ૩૦ કિલોમીટર દૂર આવેલા શેખુપુરામાં ૧૨ એપ્રિલ ૧૯૩૭ના દિવસે જન્મ

પાપીસ્તાનમાં બાપદાદાનો બિલ્ડીંગ કંસ્ટ્રકશનનો બિઝનેસ

પોતાની ૧૦ વર્ષની ઉંમરે, ૧૯૪૭ના ભાગલા સમયે પાપીસ્તાનમાં ફાટી નીકળેલા તોફાનોમાં પોતાના ઘરના આંગણામાં જ પોતાના પિતા સહીત ઘણા કુટુંબીઓને પોતાની નજર સામે જ રહેંસાતા જોયા

આ વાતને ક્યારેય પોતાના વ્યવસાયમાં ના લાવ્યા અને ક્યારેય પોતાના ગીતોમાં એ વાતનો અછડતો ઉલ્લેખ માત્ર પણ ના કર્યો !

ભાગલા સમયે પોતાની પૈતૃક સંપત્તિ પાપીસ્તાનમાં છોડીને આવેલા ગુલશન બાવરાને જયપુરમાં પોતાની મોટી બહેનના ઘરમાં આશરો મળ્યો
મોટાભાઈને દિલ્હીમાં નોકરી મળતા દિલ્હી રહેવા ગયા
દિલ્હી યુનિ.થી સ્નાતકની પદવી મેળવી

કોલેજકાળમાં કવિતાની સંગત કે કુસંગત વળગી ગઈ
.
૧૯૫૫માં રેલવેમાં ક્લાર્કની નોકરીમાં કોટા સ્ટેશન પર પોસ્ટિંગ મળ્યું પણ કોઈક મોટા માથાના મળતીયાને એ જગ્યા ફાળવી દેવાઈ અને ગુલશન બાવરાને મુંબઈમાં પોસ્ટિંગ મળ્યું

બસ એ ક્ષણે જ ગુલશન બાવરાના જીવનમાં એક નવો ઇતિહાસ લખવાનો શરુ થયો.
.
રેલવેની નોકરી કરતા કરતા કામ મેળવવા માટે સંગીતકાર કલ્યાણજીને મળવાનો મહાવરો પાડી દીધો
અને આખરે સંગીતકાર કલ્યાણજીને મળવાની એ આદત ૧૯૫૯માં રંગ લાવી
૧૯૫૯ની ફિલ્મ "ચંદ્રસેના" માટે સંગીતકાર કલ્યાણજી વીરજી શાહે એક ગીત લખાવ્યું
પણ એ ગીત જરાયે જામ્યું જ નહિ
હવે ?
.
પણ ગુલશન બાવરાની એ આદત હતી કે તેઓ પોતાના ગીતો અગાઉથી લખી રાખતા અને જે તે ફિલ્મોની કથા વાંચ્યા પછી જે તે સિચ્યુએશનને અનુકૂળ ગીત જે તે સંગીતકારને આપતા
સામાન્યરીતે ગીતકારને ફિલ્મની કથા કરતા માત્ર સિચ્યુએશનમાં રસ વધુ હોય
પણ ગુલશન જે બાવરા હતા !
.
વર્ષ ૧૯૫૯ની ફિલ્મ "સટ્ટા બાઝાર"ના ગીતો સંગીતકાર કલ્યાણજી આણંદજીએ ગીતકાર હસરત પાસે અને ગુલશન બાવરા પાસે લખાવ્યા
.
ગુલશન મેહતાના લખેલા ત્રણમાંથી બે ગીતો સુપરહિટ સાબિત થયા
૧. તુમ્હે યાદ હોગા કભી હમ મીલે થે...
૨. ચાંદી કે ચંદ ટુકડો કે લિયે .....
.
ગુલશન મેહતા પોતાના કપડાની પસંદગીમાં "જેઠાલાલ"ના દાદા હતા તેઓ ચિત્રવિચિત્ર રંગ અને ડિઝાઈનવાળા કપડા પહેરીને ફિલ્મના સેટ પર અથવા ગીતના રેકોર્ડિંગ સમયે હાજર રહેતા
ગુલશન મેહતાની આ એકદમ અલગ પ્રકારની ખાસિયત જોઈને એ ફિલ્મના વિતરક શાંતિલાલ પટેલે ગુલશન મેહતાનું નામકરણ ગુલશન બાવરા કરી દીધું
જે આજીવન તેમની એક અલગ ઓળખ બની ગયું
.
જયારે પણ તક મળી ત્યારે ગુલશન બાવરાએ ફિલ્મી ગીતો લખવાની સાથે ફિલ્મોમાં નાનોમોટો અભિનય કરવાની શરૂઆત કરી
.
ગુલશન બાવરાના ધર્મપત્નીનું નામ અંજુ મેહતા / અંજુ બાવરા હતું
.
ગુલશન બાવરા નિઃસંતાન હતા
.
ગુલશન બાવરાએ ફિલ્મ ઉપકારમાં યાદગાર ગીતો આપ્યા જે ગીતો આજેય એટલા જ પ્રચલિત છે અને લોકોને ના માત્ર કંઠસ્થ છે પણ એ બંનેય ગીતો લોકોને હૃદયસ્થ છે.
૧. મેરે દેશ કી ધરતી સોના ઉગલે
૨. હરખુશી હો વહાં તું જહાં ભી રહે
.
અકારણ કે સકારણ સંગીતકાર બેલડી કલ્યાણજી આણંદજીનો સાથ છૂટ્યો પણ RDનો સાથ કાયમ રહ્યો

એક સાથે તેઓ વધુમાં વધુ બે ફિલ્મોના ગીતો લખતા કદાચ એ કારણે તેમણે લખેલા ગીતોની સંખ્યા મર્યાદિત રહી હોય કે પછી પોતાના અગાઉ લખેલા ગીતોમાં ફિલ્મના સંગીતકાર કે ફિલ્મના નિર્માતા - નિર્દેશકના ઈશારે ફેરફાર ના કરવાની તેમની આદત !
.
૭૦ અને ૮૦ના દાયકામાં સાહિર, મજરૂહ, હસરતના જમાનામાં પણ પોતાની એક અલગ ઓળખ ઉભી કરી અને એ ઓળખને જાળવી રાખી
.
ગુલશન બાવરા એક ધૂની અને તરંગી કવિ - ગીતકાર પણ મોટાભાગે પોતાના ગીતોમાં પોતાની એ છાપને છુપાવી રાખી
.
ગુલશન બાવરા એટલે રમૂજવૃત્તિનો બાદશાહ
.
" કવિતાના જન્મદાતા એટલે કે કવિ બનવા માટે પ્રસ્તાવના, પ્રવેશ, પરિચય અને પ્રમાણની ક્યાં જરૂર પડે છે "

કવિતા માટે તો બસ એક કલ્પના, એક ઊર્મિ, એક લાગણી કે એક અનુભૂતિ કાફી છે !
.
આ મસ્ત મૌલા ગીતકારનું ૭ ઓગસ્ટ ૨૦૦૯ના દિવસે મુંબઈમાં દેહાવસાન થયું

તેમની અંતિમ ઈચ્છા પ્રમાણે તેમના પરિવારજનોએ "ચક્ષુદાન" અને તેમના પાર્થિવ શરીરનું JJ Hospitalમાં "દેહદાન" કરવામાં આવ્યું
.
એ મસ્ત મૌલાના મને ગમતા ગીતોની એક ઝલક મેળવી લઈએ
શક્ય છે કે એ ગીતો કદાચ તમારી પસંદગીના પણ હોય !
.
ફિલ્મ - સટ્ટા બાઝાર
.
૧.
तुम्हें याद होगा कभी हम मिले थे ) -२
मुहब्बत की राहों में मिल के चले थे
.
૨.
चाँदी के चंद टुकड़ों के लिए
(ईमान को बेचा जात है) -२

ફિલ્મ - ઉપકાર
.
૧.
मेरे देश की धरती सोना उगले, उगले हीरे मोती
मेरे देश की धरती ...
(આ ગીત માટે ગુલશન બાવરાને શ્રેષ્ઠ ગીતનો વર્ષ ૧૯૬૭નો ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો)
.
૨.
હરખુશી હો વહાં તું જહાં ભી રહે
.
ફિલ્મ - વિશ્વાસ
.
૧.
आपसे हमको बिछड़े हुये -२
एक ज़माना बीत गया
.
૨.
चाँदी की दीवार न तोड़ी, प्यार भरा दिल तोड़ दिया.
.
૩.
ले चल
ले चल मेरे जीवन साथी
ले चल मुझे उस दुनिया में
प्यार ही प्यार है जहां
.
ફિલ્મ - હાથ કી સફાઈ
.
૧.
वादा करे ले साजना
तेरे बिना मैं न रहूँ
मेरे बिना तू न रहे
हो के जुदा ...
.
ફિલ્મ - ખેલ ખેલ મૈં
.
૧.
एक मैं और एक तू
दोनों मिले इस तरह
और जो तन मन में हो रहा है
ये तो होना ही था
.
૨.
हमने तुमको देखा तुमने हमको देखा ऐसे
हम-तुम सनम सातों जनम मिलते रहे हों जैसे
.
૩.
सपना मेरा टूट गया
अरे वो ना रहा कुछ ना रहा
रोती हुईं यादें मिलीं
बस और मुझे कुछ ना मिला
.
૪.
खुल्लम-खुल्ला प्यार करेंगे हम दोनों
इस दुनिया से नहीं डरेंगे हम दोनों
.
ફિલ્મ - રફુચક્કર
.
૧.
તુમકો મેરે દિલને પુકારા હૈ બડે નાઝ સે
.
૨.
એ ઝમાને તું કરલે સિતમ પે સિતમ
.
ફિલ્મ - ઝંઝીર
.
૧.
यारी है ईमान मेरा यार मेरी ज़िंदगी
.
૨.
दीवाने हैं दीवानों को न घर चाहिए ना दर चाहिए
मुहब्बत भरी इक ( नज़र चाहिए ) -२
.
૩.
बना के क्यूँ बिगाड़ा रे बिगाड़ा रे नसीबा
ऊपर वले -२
.
ફિલ્મ - સનમ તેરી કસમ
.
૧.
कितने भी तू कर ले सितम हँस-हँस के सहेंगे हम -२
ये प्यार न होगा कम सनम तेरी क़सम
.
ફિલ્મ - કસમેં વાદે
.
૧.
કસમે વાદે નિભાયેંગે હમ
.
૨.
आती रहेंगी बहारें
जाती रहेंगी बहारें
दिल की नज़र से दुनियाँ को देखो
दुनियाँ सदा ही हसीं है
.
ફિલ્મ - પૂકાર
.
૧.
મૈં તેરે લીયે તું મેરે લીયે હોય સનમ
.
ફિલ્મ - મોર્ડન ગર્લ
.
૧.
ये मौसम रंगीन समा ठहर ज़रा ओ जान-ए-जां
तेरा मेरा मेरा तेरा प्यार है तो फिर कैसा शरमाना
.
ફિલ્મ - સત્તે પે સત્તા (આ ગીતમાં ગુલશન બાવરાનો અવાજ પણ છે)
.
૧.
हमने वो क्या देखा जो कहा दीवाना
हम को नहीं कुछ समझ ज़रा समझाना
प्यार में जब भी आँख कहीं लड़ जाये
तब धड़कन और बेचैनी बढ़ जाये
गिनता है जब कोई रातों को तारे
तब समझो उसे प्यार हो गया - प्यारे

प्यार हमें किस मोड़ पे ले आया
कि दिल करे हाय
- हाय
कोई तो बताये क्या होगा
.
ફિલ્મ - ફાંસી
.
૧.
જબ આતી હોગી યાદ મેરી તેરા દિલ ભી ધડકતા હોગા
.
ફિલ્મ - પરિવાર
.
૧.
हम ने जो देखे सपने, सच गो गए वो अपने
ओ मेरे साजना दिन आ गए हैं प्यार के
.
ફિલ્મ - યે વાદા રહા
.
૧.
तू तू है वोही दिल ने जिसे अपना कहा ...
तू है जहाँ मैं हूँ वहाँ

अब तो जीना तेरे बिन है सज़ा
हो मिल जाएं इस तरह ...
दो लहरें जिस तरह ...
कभी हो ना जुदा
हां ये वादा रहा
.
૨.
इश्क़ मेरा बंदगी है
इश्क़ मेरी ज़िंदगी है
आशिक़ों का अर्श डेरा
आशिक़ों का फ़र्श डेरा
आशिक़ों के सातों जहाँ
.
૩.
जीने को तो जीते हैं सभी
प्यार बिना कैसी ज़िंदगी
.
ફિલ્મ - અગર તુમ ના હોતે
.
૧.
हमें और जीने की चाहत न होती
अगर तुम न होते, अगर तुम न होते
.
ફિલ્મ - અદાલત
.
૧.
તુમસે દૂર રહેકર ... હમને જાના પ્યાર કયા હૈ દિલને માના યાર કયા હૈ
.
ફિલ્મ - લાલ બંગલા
.
૧.
चाँद को क्या मालूम चाहता है उसे कोई चकोर
वो बेचारा दूर से देखे - २
करे न कोई शोर
चाँद को क्या मालूम .
.
૨.
हसीन वादियों
फ़िज़ाओं से कह दो हवाओं से कह दो
मेरा यार मेरा प्यार ले के आया है
हसीन वादियों ...
.
ફિલ્મ - ફર્સ્ટ લવ
.
૧.
मुझे मिल गई है मोहब्बत की मंज़िल
कोई पूछ ले ये मेरे हमसफ़र से ) -२
मुझे मिल गई है
.
ફિલ્મ - રાઝ
.
૧.
दिल सम्भाले सम्भलता नहीं आज तो
पास आने की दे दो इजाज़त हमें
.
ફિલ્મ - ઉમર કૈદ
.
૧.
याद रहेगा प्यार का ये रंगीन ज़माना याद रहेगा
इस दुनिया में छोटी सी अपनी दुनिया बसाना याद रहेगा
हो याद रहेगा प्यार .......

(સંપૂર્ણ)

@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@