Kalakaro Ane Kasabio books and stories free download online pdf in Gujarati

કલાકારો અને કસબીઓ ભાગ - 3

પ્રકરણ - 21

"आब-ओ-हवा देश की बहुत साफ़ है
क़ायदा है, क़ानून है, इंसाफ़ है"
.
ત્સેરિંગ ફીન્ટ્સો ડેનઝોન્ગપા ઉર્ફે ડેની ડેન્ઝોપ્પા ~~~~~

ત્સેરિંગની અદમ્ય ઈચ્છા તો મિલિટરીમાં ભરતી થઈ દેશસેવા કરવાની હતી
વિદ્યાર્થીકાળમાં WB સરકાર તરફથી બેસ્ટ NCC કેડેટનો એવોર્ડ પણ મેળવેલો
અને પ્રતિષ્ઠિત Armed Forces Medical College (AFMC)માં પ્રવેશ માટેની પરીક્ષા પણ ઉત્તીર્ણ કરી હતી

પણ એ સમયે જ પુના FTIIમાં પ્રવેશ મળી જતા દેશસેવાના ઉભરા અને મિલિટરીમાં જોડાવાના ઉભરા આપોઆપ શમી ગયા !

FTIIમાં સહાધ્યાયીઓને ત્સેરિંગ ફીન્ટ્સો ડેનઝોન્ગપા નામ બોલવામાં બહુ તકલીફ પડતી હતી
બસ ત્યારે જ સહાધ્યાયી જયા ભાદુરીએ ત્સેરિંગ ફીન્ટ્સો ડેનઝોન્ગપાને "ડેની" જેવું સાદુ અને સરળ નામ આપ્યું

અને એ નામ જ ત્સેરિંગ ફીન્ટ્સો ડેનઝોન્ગપાની આજીવન ઓળખ બની રહ્યું !

૨૫ ફેબ્રુઆરી ૧૯૪૮ના દિવસે ગંગટોક, સિક્કિમમાં બૌદ્ધધર્મી પરિવારમાં જન્મ
સાત ભાઈ અને ચાર બહેનોના "ક્રિકેટ ઈલેવન" જેવા બહોળા પરિવારનો હિસ્સો

શાળાકીય અભ્યાસ નૈનીતાલના બિરલા વિદ્યામંદિરમાં પૂરો કર્યો
જયારે ઉચ્ચ અભ્યાસ St Joseph's College, Darjeeling થી ૧૯૬૪માં પૂરો કર્યો.

ડેની નાનપણથી જ એક સારો ઘોડેસવાર
અને પાછો સારો શિલ્પકાર, લેખક અને ચિત્રકાર

બાબુરામ ઈશારાની ૧૯૭૧ની ફિલ્મ "જરૂરત"થી હિન્દી ફિલ્મજગતમાં પદાર્પણ કર્યું
પણ એ ફિલ્મમાં એના અભિનયની ખાસ નોંધ ના લેવાઈ

વર્ષ ૧૯૭૧ની ગુલઝારની ફિલ્મ "મેરે અપને"માં ડેનીની હાજરીની અને તેના અભિનયની નોંધ લેવાઈ
વર્ષ ૧૯૭૩ની ફિલ્મ "ધૂન્ધ"ના અભિનયથી ડેનીએ અપાર લોકચાહના મેળવી

અને સમય જતા ડેનીએ એક નીવડેલા ખલનાયક તરીકેનું પોતાનું કાયમી સ્થાન પ્રસ્થાપિત કરી દીધું
.
.
ડેનીના લગ્ન સિક્કિમની રાજકુમારી "ગાવા" સાથે થયા છે
આ લગ્નથી ડેનીને એક પુત્ર નામે Rinzing અને એક પુત્રી નામે Pema છે
.
ડેની આમ તો દિલફેંક રહ્યો છે
એક એવો ખલનાયક કે જેને કોઈ અભિનેતા કરતાએ વધુ લફરા હતા

વર્ષ 2014માં "જેકી શ્રોફ"ના દીકરા જય હેમંત શ્રોફ ઉર્ફે ટાયગર શ્રોફની પ્રથમ ફિલ્મ હિરોપંતી આવી ત્યારે એ વાત ઉઘાડેછોગ કહેવાતી કે ટાયગર શ્રોફ બિલકુલ ડેની જેવો લાગે છે
કદાચ જેકી શ્રોફ, જેકી શ્રોફની પત્ની આયેશા શ્રોફ અને ડેનીને બહુ સારી મિત્રતા હતી એ કારણે જ હશે !
.
ડેનીના પ્રેમ પ્રકરણની વાતો કીમ યશપાલ ઉર્ફે કીમ સાથે, કીમી કાટકર સાથે, પ્રીતિ સપ્રુ સાથે અને ખાસ તો પરવીન બાબી સાથે સંકળાયેલું

ડેનીના પરવીન બાબીના સંબંધો પર પડદો પાડવામાં અમિતાભ બચ્ચને અગત્યનો ભાગ ભજવ્યો હતો
કદાચ એમાં અમિતાભનું ખુદનું હિત પણ છુપાયેલું હોય !
.
એક સમયે પરવીન બાબી સાથેના સંબંધોના બ્રેકઅપ પછી ડેનીના સંબંધો કીમ સાથે ખીલ્યા હતા ત્યારે ડેનીના દીવાનખંડમાં અને ડેનીના શયનખંડમાં ડેની અને કીમની હાજરી સમયે પરવીન પણ હાજર રહેતી

પરવીનની અદમ્ય ઈચ્છા ડેનીને વરવાની જ હતી !
.
.
ડેની સાથેના સંબંધોમાં આવેલા પૂર્ણવિરામ બાદ પરવીનના સંબંધો કબીર બેદી, મહેશ ભટ્ટ અને પછી અમિતાભ સાથે વિકસ્યા હતા
.
કદાચ ફિલ્મજગતમાં એવો શિરસ્તો છે કે તમારા જેટલા લફરા વધારે એટલી તમારી આબરૂ વધારે !
.
.
ડેની એક સારો ગાયક પણ છે
હિન્દી ફિલ્મજગતમાં તેની પાસે સંગીતકાર SD બર્મને, RD બર્મને, ઉષા ખન્નાએ અને ભાપ્પી લહેરીએ જ ગીતો ગવડાવ્યા

મેરા નામ આઓ મેરે પાસ આઓ...... ફિલ્મ - યે ગુલીસ્તા હમારા
સુન સુન કસમ સે..... ફિલ્મ - કાલા સોના

એ બે ગીત જે તે સમયે થોડા પ્રસિદ્ધ થયા હતા

ડેનીએ ઘણી નેપાળી ફિલ્મોમાં ગીતો ગાયા છે.
આ સિવાય ડેનીએ નેપાળી ભાષામાં પોતાના ગાયેલા ગીતોના આલ્બમ પ્રસિદ્ધ કર્યા છે.
જેમાંના
"Hiun vanda chiso, Aago vanda taato..." ("Colder than snow, hotter than fire..."), "Naachana hoi maichyan hau nachana", ("Dance o lovely girl"), "Jhimkai deu pareli manma bajchha mitho murali...", ("Please blink your eyes and sweet sound of flute plays in the heart),
"Rato rani phulay jhain sanjhama", "Pani Hai Paryo Jhyaure"
જેવા ગીતો ખુબ જ પ્રસિદ્ધ થયા.

આ સિવાય ડેનીએ અસમીયા અને સિક્કિમીઝ ભાષામાં પણ ગીતો ગાયા
.
ડેનીએ કેટલીક વિદેશી ફિલ્મોમાં પણ કામ કર્યું
જેમાંથી બ્રાડ પીટ સાથે કરેલી ફિલ્મ "Seven years in Tibet" મુખ્ય હતી
.
ડેનીએ ૨૦૦૫ની હોરર ફિલ્મ "ફિર વોહી રાત"નું નિર્દેશન કર્યું
જે ફિલ્મ ભારતીય ફિલ્મજગતની પાંચ શ્રેષ્ઠ હોરર ફિલ્મમાં સ્થાન ધરાવે છે !
.
ડેનીની કારકિર્દીને આજે ૫૦ વર્ષ પુરા થયા
૫૦ વર્ષમાં ડેનીએ +૧૨૫ ફિલ્મોમાં અભિનય કર્યો છે
.
ડેનીની યાદગાર ફિલ્મોમાં ધૂન્ધ, 36 ઘંટે, ફકીરા, ચોર મચાયે શોર, દેવતા, કાલીચરણ, અધિકાર, બેબી, લજ્જા, ચાઇનાગેટ, અબ્દુલ્લા, ખોટે સિક્કે, મિલાપ, મેરે અપને, ખુદા ગવાહ વગેરે વગેરેને ગણાવી શકાય
.
પણ ડેનીની મોટાભાગની ફિલ્મો B Gradeની ફિલ્મો રહી.
.
ડેનીએ લખેલી કથા પરથી નેપાળી ફિલ્મ "સાઈનો" બની હતી
જે ફિલ્મમાં ડેનીએ મુખ્ય અભિનેતા તરીકે અભિનય કર્યો હતો
જે ફિલ્મના નિર્દેશક તરીકે ડેનીનો ભત્રીજો ઊગયેં ચોપાલ હતો
જે ફિલ્મનું એક યુગલ ગીત ડેની અને ઉદિત નારાયણની પત્ની દીપા નારાયણ સાથે ગાયેલું

આ ફિલ્મની કથા પર હિન્દી ફિલ્મ "અજનબી" બની હતી
.
ડેનીની એ ખાસિયત રહી કે માર્ચ થી જૂનના ઉનાળાના મહિનાઓમાં એ ફિલ્મ શૂટિંગ કરવાનું ટાળે છે !
.
.
પાંચ વખત શ્રેષ્ઠ સહાયક અભિનેતા તરીકે ફિલ્મફેર એવોર્ડ માટે નામાંકન
ફિલ્મો - દેવતા, કાનૂન ક્યા કરેગા, અગ્નિપથ, સનમ બેવફા, ખુદા ગવાહ

પાંચ વખત શ્રેષ્ઠ ખલનાયક તરીકે ફિલ્મફેર એવોર્ડ માટે નામાંકન
ફિલ્મો - હમ, ક્રાંતિવીર, વિજયપથ, ઘાતક, બરસાત

અહીં અગત્યની એ વાત નોંધવી રહી કે ડેની ભારતીય હિન્દીફિલ્મના પ્રથમ પાંચ જાણીતા અને માનીતા ખલનાયકોમાં સ્થાન ધરાવે છે એ છતાંયે આજસુધી ડેનીને એકપણ વખત શ્રેષ્ઠ ખલનાયક તરીકેનો ફિલ્મફેર એવોર્ડ મળ્યો નથી !

જયારે ડેનીએ શ્રેષ્ઠ સહાયક અભિનેતા તરીકેનો ફિલ્મફેર એવોર્ડ ફિલ્મ સનમ બેવફા અને ખુદા ગવાહ માટે મેળવ્યો હતો !
.
વર્ષ ૨૦૦૩માં ભારત સરકારે ડેનીને "પદ્મશ્રી"થી નવાજ્યો હતો

ડેનીને જે ફિલ્મથી ઓળખ મળીએ ફિલ્મ "મેરે અપને"નું ડેની પર ફિલ્માવાયેલું ગીત યાદ કરવું રહ્યું
જે ગીત આજેય સચ્ચાઈપૂર્વક હાલની પરિસ્થિતિનો ખ્યાલ આપવા સક્ષમ છે !

हाल-चाल ठीक-ठाक है, सब कुछ ठीक-ठाक है
B.A. kiyaa hai, M.A. किया
लगता है वो भी एँवें किया
काम नहीं है वरना यहाँ
आपकी दुआ से सब ठीक-ठाक है
हाल-चाल ठीक-ठाक है ....

आब-ओ-हवावावावावावा
आब-ओ-हवा देश की बहुत साफ़ है
क़ायदा है, क़ानून है, इंसाफ़ है
अल्लाह मियाँ जाने कोई जिये या मरे
आदमी को ख़ून-वून सब माफ़ है
और क्या कहूँ, छोटी-मोटी चोरी, रिश्वत-खोरी
देती हैं अपना गुज़ारा यहाँ
आपकी दुआ से बाक़ी ठीक-ठाक है

बाज़ारों के भाव, बाज़ारों के भाव?
हाँ, बाज़ारों के भाव मेरे ताऊ से बड़े
मकानों पे पगड़ीवाले ससुर खड़े
बुड्ढी भूख मरती नहीं ज़िन्दा है अभी
कोई इन बुज़ुर्गों से कैसे लड़े?
और क्या कहूँ, रोज़ कोई मीटिंग, रोज़ कोई भाषण
भाषण पे राशन नहीं है यहाँ
आपकी दुआ से बाक़ी ठीक-ठाक है

गोल-मोल रोटी का पहिया चला - 2
पीछे-पीछे चाँदी का रुपैया चला
रोटी को बेचारी को चील ले गयी (ओ तेरी)
चाँदी लेके मुँह काला कौवा चला
और क्या कहूँ, मौत का तमाशा, चला है बेतहाशा,
जीने की फ़ुरसत नहीं है यहाँ
आपकी दुआ से बाक़ी ठीक-ठाक है (very good)
हाल-चाल ठीक-ठाक है ....

ડેની એક વેલ ડ્રેસ્ડ ખલનાયક !
ડેની એક સામાન્ય લાગતો અસામાન્ય ખલનાયક !
ડેની બેબી ફેસ ખતરનાક ખલનાયક !
~~~~~~~~~~~~~~~~~~~~~
પ્રકરણ - ૨૨

"તુમ જો મીલ ગયે હો તો એ લગતા હૈ કે જહાં મીલ ગયા"

નવીન નિશ્ચલ ~~~
.
આ જણ નસીબવાળો તો ખરો જ ને જુઓને આ બે તારીખો જ એની સાબિતી આપવા પૂરતી છે
જન્મ "૧૮ માર્ચ" ૧૯૪૬
દેહાવસાન "૧૯ માર્ચ" ૨૦૧૧

લાહોરમાં જન્મ અને મૂળ પંજાબી અને પંજાબીઓનો હિન્દી ફિલ્મઉદ્યોગમાં પહેલેથી દબદબો
તો આ બેંગલોર મિલેટ્રી કોલેજમાં ભણેલો અને FTII નો પ્રથમ ગોલ્ડ મેડાલીસ્ટ શા માટે બાકી રહી જાય !

૧૯૭૦માં મોહન સેહગલની ફિલ્મ "સાવન ભાદો"થી મોકો મળ્યો
હીરો અને હીરોઈન બંનેની પ્રથમ ફિલ્મ
હીરો નવીન નિશ્ચલ અને હીરોઈન એ જમાનામાં ભદ્દી લાગતી રેખા
સોનિક ઓમીનું સંગીત અને તેના "કાનમેં ઝુમકા ..." , "સુન સુન ઓ ગુલાબી કલી...." એ બંને ગીત ખુબ પ્રચલિત થયા હતા

ફિલ્મ ચાલી.....ગઈ અને ફિલ્મના હીરો અને હીરોઈન પણ દોડવા લાગ્યા
.
પાનકોર નાકાથી રીગલ ટોકીઝ જવાના રસ્તે ફોરેન પોસ્ટઓફિસને અડીને "જનતા બેલ્ટ હાઉસ" ......વર્ષોથી એ નાનકડી દુકાન પર દુકાન જેવડા જ રાજકપૂર, દિલીપકુમાર અને દેવાનંદના ફોટા લાગેલા એ રાતોરાત ઉતરી ગયા અને આ નવા હીરો નવીન નિશ્ચલની ફિલ્મ "નાદાન"ના ચિત્રોવાળા નવા ફોટા લાગ્યા

આ પણ એક ઉપલબ્ધી તો ગણાય જ ને !
.
૪૦ વર્ષની સુદીર્ઘ કારકિર્દીમાં +૧૧૦ હિન્દી ફિલ્મો અને ૧ પંજાબી ફિલ્મ, ૫ હિન્દી ટીવી સિરિયલો જેમાં દેખ ભાઈ દેખ, દાલ મે કાલા અને રિશ્તે નાતે જેવી સીરીયલોનો સમાવેશ થાય છે
.
નવીનની માતા કમલેશ નિશ્ચલ
માતા કમલેશ, એકસમયના લ્યાયલપુર રાજ્યના રાજાની પૌત્રી અને અલ્વર, રાજસ્થાનના એક્સમયના વડાપ્રધાનની દીકરી
જેમણે ઑસ્ટ્રેલિયાથી "બાળ માનસશાસ્ત્ર"નો અભ્યાસ કર્યો
વિશ્વ વિખ્યાત બાળ માનસશાસ્ત્રી
અને એક જાણીતા સમાજસેવિકા

જેઓ ૧૯૭૦ના દાયકામાં "Indian Social Institute (Lodhi Estate)"ના નિર્દેશક રહ્યા
જેઓ ૧૯૭૦-૮૦ના દાયકામાં "Gujarat Research સોસાયટી"ના નિર્દેશક રહયા
જેઓએ ભારતના સૌથી મોટા NGO , "ªHelp Care Society"ની સ્થાપના કરી
જેઓ Eve's વિકલ્ય અને Sun મેગેજીનમાં અભ્યાસ લેખો લખતા
જેઓએ UNESCO માટે ઘણા સંશોધનાત્મક નિબંધો અને અભ્યાસલેખો લખ્યા
તેઓ જે તે સમયના મહિલા વડાપ્રધાન ઈન્દિરા ગાંધીના મિત્ર અને સલાહકાર રહયા
.
નવીન નિશ્ચલ આમ તો દિલફેંક હીરો
ચેતન આનંદ, દેવાનંદ, વિજય આનંદની ભાણી અને શેખર કપૂરની બહેન નીલુ કપૂર સાથે પહેલા લગ્ન કરેલા
નવીન નિશ્ચલની સહ કલાકાર અને સેક્સબૉમ્બ એવી પદ્મિની કપિલા; સોહન કપિલા નામના ૧૯૫૦ - ૬૦ દાયકા બે ચાર ગણીગાંઠી ફિલ્મોમાં અને બે ચાર C Grade ની ફિલ્મોમાં અભિનય આપનાર અભિનેતાની દીકરી, સાથેના તેના સંબંધોની જાણ નવીનની પત્ની નીલુ કપૂરને થઈ જતા નીલુ કપૂરે નવીન નિશ્ચલ સાથે છેડા છુટ્ટા કરી દીધા
.
પદ્મિની કપિલા અને નવીનના સંબંધોમાં ઓટ આવી એટલે પદ્મિની કપિલા, ફિલ્મ નિર્માતા અને નિર્દેશક પ્રકાશ મહેરાને વળગી હતી
પ્રકાશ મહેરા પાસે દાળ ના ગળતા સલમાનના પપ્પા સલીમ ખાન સાથે નજરોના પેચ લગાવ્યા પણ અફસોસ .....ત્યાં તો સમય પારખી હળી ગયેલી હેલન દેખાઈ
આખરે પદ્મિની કપિલાએ સિંગાપોરના કોઈક વ્યવસાયી સાથે લગ્ન કર્યા
.
અરે આપણે કથા તો નવીન નિશ્ચલની કરીયે છીએ પદ્મિનીની નહિ

નવીન આમ તો દિલફેંક ઈશ્કી હીરો એટલે બહુ નાની ઉંમરથી જ "તું નહિ ઔર સહી ઔર નહિ ઔર સહી" એ નિયમ આત્મસાત કરેલો
.
નવીન ભાઈએ દિલ્હીમાં રહેતી "પીમ્મા" નામની કાયદેસરના છૂટાછેડા મેળવેલી બે છોકરાની માતાને પ્રેમ કરેલો
પણ એ સંબંધ બહુ લાંબા ના ચાલ્યા
.
કારણ કે ત્યારે દ્રઢ નિશ્ચયી નવીનની નજરે નવી "ગીતાંજલિ" આવી ચઢી
ગીંતાજલિ પણ છૂટાછેડાવાળી અને આપણા આ નવીનભાઈ પણ....
.
પણ નવી પત્નીના અસહ્ય ત્રાસથી કંટાળીને નવીને મુંબઈ છોડીને પૂનામાં રહેવાનું શરુ કર્યું
અને ૨૪ એપ્રિલ ૨૦૦૬ના રોજ નવીનની નિઃસંતાન પત્ની ગીતાંજલીએ મુંબઈના રહેઠાણમાં પંખા પર લટકીને આત્મહત્યા કરી
એની ચિઠ્ઠીના આધારે પોલીસે નવીન અને તેના ફિલ્મ નિર્માતા એવા નાના ભાઈ પ્રવીણની ધરપકડ કરી

જો કે આધારો અને પુરાવાઓના અભાવે કોર્ટમાં નવીન અને પ્રવીણ છૂટી ગયા !
.
નવીનનું કાયમી સંબંધો તો "રીતા ભાદુરી" સાથે જ રહયા
પણ "રીતા ભાદુરી" આજીવન "કુંવારીકા" જ રહી !
.
નીલુ કપૂર સાથેના લગ્નથી નવીનને બે સંતાન - દીકરી નતાશા અને દીકરી નોમિતા
.
પોતાના દેશ વિદેશ ફરવાના શોખના કારણે નતાશા કોલેજ કર્યા બાદ હોંગકોંગ રહેવા જતી રહી અને ત્યાં એરહોસ્ટેસની તાલીમ મેળવી પછી તે "Cathay Pacific"માં એરહોસ્ટેસ બની

દેશ વિદેશ ફરવા સાથે તેનો "મેકઅપ" કરવાનો શોખ જાગ્યો અને તેણે ત્રણ વર્ષ સુધી મેકઅપ કરવાની સઘન તાલીમ મેળવી અને ભારતમાં પાછી ફરી અને ભારતીય ફિલ્મોમાં મેકઅપ આર્ટિસ્ટ બની ગઈ

નતાશા, ૨૦૦૮ની ફિલ્મ "સ્લમ ડોગ મિલિયોનિયર"ની "મેકઅપ આર્ટિસ્ટ"
જે અત્યારે મુંબઈ અને લંડનમાં "Fat Mu" નામની મેકઅપ કંપની ચલાવે છે
.
નોમિતા મોરિસન, ગ્રાફિક ડિઝાઈનર અને ફાઈન આર્ટ આર્ટિસ્ટ છે
૧૯૯૧-૯૨માં મામા શેખરકપુરે નોમિતાને અભિનેત્રી તરીકે ફિલ્મોમાં લાવવા માટે બોબી દેઓલ સાથે ફિલ્મ બનાવવાનો પ્રસ્તાવ બોબી દેઓલને આપ્યો હતો પણ ધર્મેન્દ્રએ એ પ્રસ્તાવ ઠુકરાવ્યો હતો.
બોબી દેઓલ ફિલ્મમાં નોમિતા સાથે જોડી બનાવે એ ધર્મેન્દ્રને કોઈ કાળે મંજુર ના હતું
.
સ્કોટ મોરિસન સાથે લગ્ન કર્યા બાદ નોમિતા અમેરિકામાં સ્થાયી થઈ છે
.
નવીનનો ભાઈ કપિલ નિશ્ચલ એક રાજકારણી

સામાજિક કામો કરવા બદલ જેને "Rajiv Gandhi Excellence Award" અપાયેલો
સરકારમાં અને સરકારી સંસ્થાઓમાં નીચે જણાવેલી જગ્યાઓ જેણે શોભાવેલી અથવા આજેય શોભાવે છે

૧. Member of the consultative committee of the Food Corporation of India for
the state of NCT of Delhi
૨. Member, Industrial Tripartite Committee on Plantation Industry, Ministry of Labour & Employment, Govt. Of India
૩. Member NYK, Ministry of Youth Affairs and Sports, Govt of India
૪. Member, TAC, Ministry of IT and communication
૫. Special Invitee, SC/ST Commission Secretary Legal cell, Delhi Pradesh BHARTIYA JANTA PARTY
૬. Vice Chairman Labour Front, Delhi Pradesh BHARTIYA JANTA PARTY
૭. Member Rajbhasha, Department - Ministry of Home Affair Govt of India
૮. Chief Legal Advisor, Maharashtra BHARTIYA JANTA PARTY KISAN MORCHA
.
નવીનનો ભાઈ પ્રવીણ ફિલ્મ નિર્માણ અને ફિલ્મ નિર્દેશન સાથે જોડાયેલો છે
પોતાના ભાઈ પ્રવીણના સહયોગે પોતાની નવી સ્થાપેલી ફિલ્મ નિર્માણ કંપની "નવીન ફિલ્મ્સ"ના નેજા તળે ફિલ્મ "જાન સે પ્યારા" નામની ફિલ્મનું નિર્માણ શરુ કર્યું
જેમાં રેખા, રીનારોય અને અમજદખાન હતા
લગભગ અડધી ફિલ્મના નિર્માણ પછી અજ્ઞાત કારણે એ ફિલ્મ ડબ્બાબંધ થઈ ગઈ
.
નવીન નિશ્ચલ, એક અસફળ સફળ અભિનેતા !
.
.
તેને ફિલ્મક્ષેત્રે ઝાઝી સફળતા ના મેળવી શકનાર રાજકપુરના મોટા દીકરા રણધીરકપુર સાથે ખુબ જ સારા સંબંધો અને ઘનિષ્ટ મિત્રતા
૧૯ માર્ચ ૨૦૧૧ના દિવસે એ બંને મુંબઈથી રણધીરકપુરની કારમાં પુના જવા નીકળ્યા અને હજુ તો સાયન પહોંચ્યા અને નવીન નિશ્ચલને હાર્ટ એટેક આવ્યો અને નજીકની હોસ્પિટલમાં પહોંચતા પહેલા જ નવીન નિશ્ચલનું અવસાન થયું

નવીન નિશ્ચલની સફળ ફિલ્મોમાં સાવન ભાદો ઉપરાંત નાદાન, હસ્તે જખમ, હિન્દુસ્તાન કી કસમ, બુઢ્ઢા મીલ ગયા , પરવાના, ધૂંધ, વિક્ટોરિયા નંબર ૨૦૩, ધર્મા, હોટલ, એક સે બઢકર એક, ગંગા તેરા પાની અમ્રિત વગેરે વગેરે ગણાવી શકાય
.
નવીન નિશ્ચલની ફિલ્મોના જ ગીતો માણીયે
.
ફિલ્મ - બુઢ્ઢા મીલ ગયા
~ રાત કલી એક ખ્વાબમેં આઈ
~ આયો કહાં સે ઘનશ્યામ
~ ભલી ભલીસી એક સુરત ભલા સ એક નામ
~ ના લાગે મોરા જીયા

ફિલ્મ - હસ્તે જખ્મ
~ તુમ જો મિલ ગયે હો તો એ લગતા હૈ
~ આજ સોચા તો આંસુ ભર આયે
~ બેતાબ દિલકી તમન્ના યહી હૈ

ફિલ્મ - સાવન ભાદો
~ કાનમેં ઝુમકા ચાલમેં ઠુમકા કમર પે ચોટી લટકે
~ સુન સુન ઓ ગુલાબી કલી…..

ફિલ્મ - પરવાના
~ જિસ દિન સે મૈને ટુંકો દેખા હૈ
~ સિમટી સી શરમાઈ સી કિસ દુનિયા સે તુમ આઈ હો

ફિલ્મ - ધૂંધ
~ સંસાર કી હર શય કા ઇતના હી ફસાના હૈ
~ ઉલઝન સુલજે ના રસ્તા સૂઝે ના

ફિલ્મ - વિકટોરિયા નંબર 203
~ દેખા મૈને દેખા
~ તું ના મિલી તો હમ જોગી બન જાયેંગે
~ થોડા સા ઠહેરો
~ દો બેચારે બીના સહારે

ફિલ્મ - નાદાન
~ એ બાદલ ઝૂમ કે ચલ
જમીં કો ચૂમ કે ચલ
~ જીવનભર ઢૂંઢા જિસકો વો પ્યાર મિલા પર નહિ મિલા

ફિલ્મ - ગંગા તેરા પાની અમ્રિત
~ ગંગા તેરા પાની અમૃત ઝર ઝર બહેતા જાયે

ફિલ્મ - હોટલ
~ પ્યાર કરતે હૈ હમ તુમ્હે ઇતના …….
~ દેખો પ્યારમેં ઐસા નહિ કરતે …….
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
પ્રકરણ - ૨૩

"તુમ બીન જાઉં કહાં ....."

નાસિર હુસેન ~~~
.
"મારી જિંદગીમાં નાસિર હુસેન સિવાય કોઈ પુરુષે પ્રવેશ કર્યો નથી
તેનું લગ્નજીવન બરબાદ ના થાય એ માટે મેં તેની સાથે લગ્ન કર્યા નથી અને ક્યારેય લગ્ન કરવાની જીદ કરી નથી"

આ શબ્દો ગુજરાતી કપોળ પિતા અને મુસ્લિમ માતાની સંતાન એવી આશા પારેખના છે

જો કે આશા પારેખની આ નિખાલસ કબૂલાત સમયે નાસિર હુસેન અને અને નાસિર હુસેનના પત્ની તો જન્નતનશીન થઈ ગયા હતા
.
૧૯૫૫માં નાસિર હુસેને ફિલ્મ "મુનીમજી"ની પટકથા લખી હતી અને એ ફિલ્મમાં માર્ગારેટ લેવિસ સહાયક નૃત્યનિર્દેશિકા હતી
એ બંનેય વચ્ચે પ્રેમના તાંતણા બંધાયા અને બંનેયને લગન કરવાની લાગેલી લગનમાંને લગનમાં લગન પણ કરી નાખ્યા
લગન કર્યા અભિનેતા અને મિત્ર શમ્મીકપુરના ઘરમાં
લગ્ન પછી માર્ગારેટ લેવિસ મટીને આયેશા ખાન બનીને રહી
.
આશા પારેખ અને નાસિર હુસેનના છાનગપતિયાની આયેશાને જાણ હતી
પણ આયેશાએ આશા સાથે સારા સંબંધ કેળવ્યા હતા
આયેશા અને આશા પ્રસંગોપાત એકબીજાને ભેટ આપતા
વર્ષ ૨૦૦૨માં નાસિર હુસેનનું અવસાન થયું

૨૦૦૧માં આયેશાના અવસાન પર્યંત આ લગ્ન ટકી રહયા
આયેશાના અવસાન પછી અકારણ કે સકારણ આશા પારેખે નાસિર હુસેનને મળવાનું ટાળ્યું
.
નાસિર હુસેન ને એક પુત્ર, નામે મન્સુર ખાન
વ્યવસાયે ફિલ્મ નિર્માતા અને ફિલ્મ નિર્દેશક
આમ તો એ IITના સ્નાતક પણ પિતાના કહેવાથી પિતાના વ્યવસાયમાં જોતરાયેલા

પોતાના પિતાની કથા અને પટકથા પર એમણે પોતાના કાકાના દીકરા આમીરખાન અભિનીત બે સફળતમ ફિલ્મો પોતાના નિર્માણ અને નિર્દેશન હેઠળ બનાવેલી - કયામત સે કયામત તક અને જો જીતા વોહી સિકંદર

અચાનક જ તેમને ફિલ્મો અને ફિલ્મજગત પર વૈરાગ જાગ્યો અને ફિલ્મોને અલવિદા કહી તામિલનાડુના કૂનૂર નામના ગામમાં ૭ એકર જમીન પર પોતાના વસાવેલા દુધાળા ઢોરના દૂધમાંથી બનાવેલા (લોકલ) બ્રાન્ડેડ ચીઝ વેચવાનો વ્યવસાય કરે છે
.
નાસિર હુસેનની દીકરી નુઝહત ખાન વ્યવસાયે કોસ્ચ્યુમ ડિઝાઈનર અને અભિનેત્રી.
ફિલ્મ લગાન, વન્સ અપોન એ ટાઈમ ઈન ઇન્ડિયા, રાખ અને જોશ તેના નામે નોંધાયેલ છે.

નુઝહતે બે વખત લગ્ન કર્યા

પ્રથમ લગ્ન અજિત પાલ સાથે કર્યા હતા
જે લગ્નથી એક દીકરો
જેને તમે અને હું ઈમરાનખાન તરીકે ઓળખીયે છીએ
૧૯૮૪માં નુઝહતે અજિત પાલથી છૂટાછેડા લઈ લીધા

૧૯૮૯માં નુઝહતે કાશ્મીરી પંડિત એવા અભિનેતા રાઝ ઝુત્સી સાથે લગ્ન કર્યા
આ સંબંધે ઈમરાનખાન રાઝ ઝુત્સીનો સાવકો પુત્ર થયો

૨૦૦૫માં નુઝહતે રાઝ ઝુત્સીથી છૂટાછેડા લઈ લીધા
.
આશા પારેખ આમ તો નાસિર હુસેનની ખુબ જ માનીતી અભિનેત્રી

બાળકલાકાર તરીકે કામ કરતી આશા પારેખ જયારે વયસ્ક બની ત્યારે ૧૯૫૯ની પોતાની ફિલ્મ "દિલ દેકે દેખો"માં "હિરોઈન" બનાવી

બસ ત્યારથી જ કરોળિયો જાળા ગૂંથતો ગયો અને બંને પ્રેમી પંખીડા એ જાળામાં લપેટાતા ગયા

"દિલ દેકે દેખો" પછી નાસિર હુસેનની સાત ફિલ્મોમાં મુખ્ય અભિનેત્રી આશા જ રહી
જેમાંથી છ ફિલ્મો સફળ રહી

જબ પ્યાર કિસીસે હોતા હૈ - ૧૯૬૧
ફિર વોહી દિલ લાયા હું - ૧૯૬૩
તીસરી મંઝિલ - ૧૯૬૬
બહારો કે સપને - ૧૯૬૭
પ્યાર કા મૌસમ - ૧૯૬૯
કારવાં - ૧૯૭૧

જયારે મંઝિલ મંઝિલ - ૧૯૮૪ તદ્દન ફ્લોપ રહી
.
ફિલ્મો બનતી ગઈ, ફિલ્મો સફળ થતી ગઈ
અને પ્રેમરંગ વધુને વધુ ઘાટો અને ગાઢો બનતો જ ગયો
.
.
અહીં એક આડવાત નોંધવી રહી
એ જમાનામાં અભિનેત્રી આશા પારેખ, વહીદા અને રાખી અમદાવાદની બદોપોળમાં આવેલી દયારામ પ્રિન્ટની સુતરાઉ સાડીના ચાહકો હતા
ત્યારે બદો પોળની સામે આવેલા શારદા વિદ્યાલયમાં ભણતા એ લોકોને જોયેલા
પણ ત્યારે અભિનેત્રી એટલે શું એવી કોઈ ગતાગમ નહોતી !
.
.
નાસિર હુસેનનો જન્મ ૧૬ નવેમ્બર ૧૯૨૬ના દિવસે ભોપાલમાં થયો હતો
પિતા જાફર હુસેન ખાન ઈતિહાસના શિક્ષક હતા અને માતા આમના ગૃહિણી
પાંચ ભાઈઓમાં નાસિરનો ચોથો નંબર
પિતા રૂઢિચુસ્ત એટલે નાટક ચેટક અને ફિલ્મોથી દૂર

પિતાની હાજરીમાં ધરબી રાખેલો નાસિરનો શોખ પિતાના અવસાન પછી ખીલી ઉઠ્યો
નાસિરે લખનૌ જઈને BA કર્યું
સાથે સાથે ટૂંકી વાર્તાઓ અને નાટકો લખવાના શરુ કર્યા
અને ક્યારેક નાટકોમાં ભાગ લેવાનો શરુ કર્યો
ઉર્દુ મેગેઝીન "આજકાલ"ની ટૂંકી વાર્તાની સ્પર્ધા માટે મોકલાવેલ ટૂંકી વાર્તાને પ્રથમ પારિતોષિક મળ્યું

પાછળથી જે કથા પર નાસીરે ૧૯૮૭માં રાજેશ ખન્ના અને આશા પારેખ સાથે ફિલ્મ "બહારો કે સપને" બનાવી
.
મુંબઈ આવ્યા બાદ "ફિલ્મીસ્તાન સ્ટુડિયો"ના માલીક અને ફિલ્મ નિર્માતા એવા શશધર મુખર્જી સાથે મુલાકાત કરી અને કથા લખવાની પોતાની આવડતથી તેમને અવગત કરાવ્યા
શશધર મુખરજીએ નાસિર હુસેનને પોતાની ફિલ્મોમાં કથા લખવા "ફિલ્મીસ્તાન સ્ટુડિયો"ના કાયમી સભ્ય બનાવ્યા
આ સાથ લગભગ એકાદ દાયકાનો રહ્યો

જે દરમ્યાન નાસિર હુસેને "ફિલ્મીસ્તાન સ્ટુડિયો" માટે ફિલ્મ ચાંદની રાત (૧૯૪૯), શબનમ (૧૯૪૯), સબિસ્તાન (૧૯૫૧), શર્ત (૧૯૫૪), અનારકલી (૧૯૫૩), મુનીમજી (૧૯૫૫), પેયીંન્ગ ગેસ્ટ (૧૯૫૭) , તુમસા નહિ દેખા (૧૯૫૭) , દિલ દેકે દેખો (૧૯૫૯)ની પટકથા લખી

આમાંની મોટાભાગની ફિલ્મો બોક્સઓફિસ પર સફળ રહી

૧૯૫૭ની ફિલ્મ "તુમસા નહિ દેખા" ફિલ્મનું નિર્દેશન કરવા "શશધર મુખર્જી"એ નાસીરને કહ્યું
સુંદરગીતોથી સજેલી એ ફિલ્મ બોક્સઓફિસ પર ખુબ જ સફળ રહી
અને એ ફિલ્મથી "શમ્મીકપૂર"ને સુપરસ્ટાર તરીકેની નવી ઓળખ પ્રાપ્ત થઈ
.
ફિલ્મ દિલ દે કે દેખો "ફિલ્મીસ્તાન સ્ટુડિયો" સાથેની નાસિરની છેલ્લી ફિલ્મ બની રહી
"દિલ દે કે દેખો", આશા પારેખની પ્રથમ ફિલ્મ
"દિલ દે કે દેખો", સંગીત નિર્દેશિકા ઉષા ખન્નાની પ્રથમ ફિલ્મ

ઉષા ખન્નાને આ ફિલ્મ OP નૈયરની ભલામણથી મળી હતી
આ ફિલ્મનું સંગીત તૈયાર કરવામાં OP કેમ્પના સાજીંદાઓ જ હતા
એટલે શરૂઆતમાં ફિલ્મી રસીયાઓને આ ફિલ્મના ગીતો OP એ જ બનાવ્યા હોય તેવી ભ્રાંતિ થઈ હતી !
.
ફિલ્મની કથા અને નિર્દેશન પર પોતાની હથોટી સાબિત થઈ એટલે હવે નાસિર હુસેને પોતે ફિલ્મ નિર્માણ કરવાનું શરુ કર્યું

૧૯૬૧ની "જબ પ્યાર કિસીસે હોતા હૈ" નાસિર હુસેનના નિર્માણ અને પોતાના નિર્માણ હેઠળ નિર્દેશનની પ્રથમ ફિલ્મ
.
આશા પારેખ સાથે ભાગીદારીમાં "Movie Gems " નામની ફિલ્મ વિતરણની એક કંપની બનાવી જે કંપનીએ કુલ ૨૧ ફિલ્મોનું વિતરણ કર્યું
.
૧૯૭૩ની ફિલ્મ યાદોં કી બારાત એ આશા પારેખ સિવાયની અન્ય અભિનેત્રી સાથેની નાસિરની પ્રથમ ફિલ્મ
૧૯૭૭ની ફિલ્મ "હમ કિસીસે કમ નહિ" બાદ "Movie Gem " હેઠળ ફિલ્મો વિતરિત અને પ્રદર્શિત કરવાનું આશા પારેખે બંધ કર્યું
.
અને ત્યારબાદ નાસિર હુસેનની પડતીના દિવસો શરુ થયા
૧૯૮૧ની જમાને કો દિખાના હૈ - સુપર ફ્લોપ, મંઝિલ મંઝિલ (૧૯૮૪) - સુપર ફ્લોપ, જબરદસ્ત (૧૯૮૫) - સુપર ફ્લોપ રહી

કોઈપણ વેપારધંધામાં કોઈ એક મેગ્નેટ જેવી વ્યક્તિ હોય છે એ વ્યક્તિની હાજરી માત્રથી જે તે વેપારધંધો સોળે કળાએ ખીલે છે
અને જેવી એ વ્યક્તિ જે તે વેપારધંધામાંથી અલગ કે અળગી થાય છે બસ ત્યારે જ એ વેપારધંધાની પનોતી બેસી જાય છે !
.
જબરદસ્તની જબરદસ્ત નિષ્ફળતા પછી નાસિર હુસેને પોતાની ફિલ્મોના નિર્દેશનનો ભાર પોતાના દીકરા મન્સુરને સોંપ્યો
.
૧૯૮૮ની કયામત સે કયામત તક અને ૧૯૯૨ની જો જીત વોહી સિકંદર ખુબ જ સફળ ફિલ્મો ગણાઈ
.
૧૯૯૫ની ફિલ્મ "અકેલે હમ અકેલે તુમ"ની કથા લખી તે ફિલ્મના નિર્માણ બાદ ફિલ્મક્ષેત્રથી નાસિર હુસેને નિવૃત્તિ લીધી
.
૧૯ માર્ચ ૨૦૦૧ના દિવસે હૃદયરોગના હુમલાના કારણે એક સફળ ફિલ્મ કથા અને પટકથા લેખક, ફિલ્મ નિર્દેશક અને ફિલ્મ નિર્માતાનું મુંબઈમાં અવસાન થયું
.
નિર્દેશક તરીકે નાસીર હુસેનની સફળ ફિલ્મોમાં તુમસા નહિ દેખા, દિલ દેકે દેખો, જબ પ્યાર કિસીસે હોતા હૈ, ફિર વોહી દિલ લાયા હું, બહારો કે સપને, પ્યારા કા મૌસમ, કારવાં, યાદો કી બારાત, હમ કિસીસે કમ નહિને ગણાવી શકાય
.
નિર્માતા તરીકે નાસિર હુસેનની સફળ ફિલ્મોમાં જબ પ્યાર કિસીસે હોતા હૈ, ફિર વોહી દિલ લાયા હું, બહારો કે સપને, પ્યાર કા મૌસમ, કારવાં, યાદો કી બારાત , હમ કિસીસે કમ નહિ, તીસરી મંઝિલ, જો જીતા વોહી સિકંદર, કયામત સે કયામત તકને ગણાવી શકાય
.
કથા અને પટકથા લેખક તરીકે નાસિર હુસેનની સફળ ફિલ્મોમાં અનારકલી, મુનીમજી, પેયીંન્ગ ગેસ્ટ વગેરે ગણાવી શકાય.
.
નાસીર હુસેનની ફિલ્મોની એ ખાસિયત રહી કે એમની ફિલ્મોના ગીત અને સંગીત ઊંચા દરજ્જાના રહેતા

અને એ કારણે એમની ફિલ્મોના ગીતો દર્શકોને કંઠસ્થ અને હૃદયસ્થ થઈ જતા

જેના કારણે તેમની ફિલ્મોને આપોઆપ પ્રસિદ્ધિ મળતી એટલે જ તેમની મોટાભાગની ફિલ્મો બોક્સઓફિસ પર સફળ રહેતી
.
ઉપર વર્ણવેલી તમામેતમામ સુપરહિટ ફિલ્મોના ગીતો એ ફિલ્મોની સફળતાના સાક્ષી છે

એ તમામ ફિલ્મોના ગીતો આજે યાદ કરીને સાંભળવા રહયા

~ ના યે ચાંદ હોગા ના તારે રહેંગે - શર્ત
~ દેખો વો ચાંદ છુપકર કરતા હૈ ક્યા ઈશારે - શર્ત
~ યે જિંદગી ઉસી કી હૈ - અનારકલી
~ મહોબ્બત ઐસી ધડકન હૈ જો સમજાયી નહિ જાતી - અનારકલી
~ દુઆ કર ગમે દિલ ખુદા સે દુઆ કર - અનારકલી
~ જાગ દર્દે ઇશ્ક જાગ - અનારકલી
~ આ જા અબ તો આજા - અનારકલી
~ જિંદગી પ્યાર કી દો ચાર ઘડી હોતી હૈ - અનારકલી
~ જીવન કે સફર મેં રાહી - મુનીમજી
~ શિવજી બીહાને ચલે - મુનીમજી
~ સજન બિન નીંદ ના આવે - મુનીમજી
~ માના જનાબને પુકારા નહિ - પેયીંન્ગ ગેસ્ટ
~ ઓ નિગાહે મસતાના દેખ સમા હૈ સુહાના - પેયીંન્ગ ગેસ્ટ
~ છોડ દો આંચલ જમાના ક્યા કહેગા - પેયીંન્ગ ગેસ્ટ
~ ચાંદ ફિર નિકલા મગર તુમ ના આયે - પેયીંન્ગ ગેસ્ટ
~ સર પર ટોપી લાલ હાથમેં રેશમ કા રૂમાલ - તુમસા નહિ દેખા
~ યું તો હમને લાખ હસીં દેખે હૈ તુમસા નહિ દેખા - તુમસા નહિ દેખા
~ દેખો કસમ સે દેખો કસમ સે કહેતે હૈ તુસે હાં - તુમસા નહિ દેખા
~ આયે હૈ દૂર સે મીલને હુજુર સે - તુમસા નહિ દેખા
~ જવાનીયા યે મસ્ત મસ્ત બીન પીયે - તુમસા નહિ દેખા
~ છુપનેવાલે સામને આ - તુમસા નહિ દેખા
~ દિલ લેનેવાલોં દિલ દેના શીખોજી - દિલ દે કે દેખો
~ મેઘા રે બોલે ઘનન ઘનન - દિલ દે કે દેખો
~ બડે હૈ દિલ કે કાલે - દિલ દે કે દેખો
~ યાર ચુલબુલા હૈ - દિલ દે કે દેખો
~ જીયા હો જીયા હો કુછ બોલ દો - જબ પ્યાર કિસી સે હોતા હૈ
~ તેરી ઝુલ્ફો સે જુદાઈ તો નહિ માંગી થી - જબ પ્યાર કિસી સે હોતા હૈ
~ સૌ સાલ પહેલે મુઝે તુમસે પ્યાર થા - જબ પ્યાર કિસી સે હોતા હૈ
~ હમદમ મેરે માન ભી જાઓ - ફિર વોહી દિલ લાયા હું
~ લાખો હૈ નિગાહ મેં જિંદગી કી રાહ મેં - ફિર વોહી દિલ લાયા હું
~ બંદાપરવર થામ લો જીગર - ફિર વોહી દિલ લાયા હું
~ ક્યા જાનુ સજન હોતી હૈ ક્યા ગમ કી શામ - બહારો કે સપને
~ ચુનરી સંભાલ ગોરી - બહારો કે સપને
~ આજા પિયા તો હે પ્યાર દું - બહારો કે સપને
~ તુમ બીન જાઉં કહાં - પ્યાર કા મૌસમ
~ ની સુલતાના રે પ્યાર કા મૌસમ આયા - પ્યાર કા મૌસમ
~ ના જા... ઓ મેરે હમદમ - પ્યાર કા મૌસમ
~ પીયા તૂ અબ તો આજા - કારવાં
~ ચઢતી જવાની તેરી ચાલ મસ્તાની - કારવાં
~ અબ જો મીલે હૈ તો બાહોં કો બાહો મેં રહેને દે સાજના - કારવાં
~ દિલબર દિલ સે પ્યારે - કારવાં
~ દૈયાં યે મૈં કહાં આ ફંસી - કારવાં
~ કિતના પ્યારા વાદા હૈ ઈન મતવાલી આંખો કા - કારવાં
~ ઓ મેરે સોના રે સોના રે સોના રે - તીસરી મંઝિલ
~ તુમને મુઝે દેખા - તીસરી મંઝિલ
~ ઓ હસીના ઝુલ્ફોવાલી જાણે જહાં - તીસરી મંઝિલ
~ દીવાના મુઝસા નહિ ઇસ અંબર કે નીચે - તીસરી મંઝિલ
~ આજા આજા મૈં હું પ્યાર તેરા - તીસરી મંઝિલ
~ ચુરા લીયા હૈ તુમને જો દિલકો - યાદો કી બારાત
~ યાદો કી બારાત નીકલી હૈ આજ દિલ કે દ્વારે - યાદો કી બારાત
~ લેકર હમ દીવાના દિલ - યાદો કી બારાત
~ ઓ મેરી સોની મેરી તમન્ના - યાદો કી બારાત
~ ચાંદ મેરા દિલ ચાંદની હો તુમ - હમ કિસીસે કમ નહિ
~ ક્યા હુઆ તેરા વાદા - હમ કિસીસે કમ નહિ
~ યે લડકા હૈયે અલ્લાહ કૈસા હૈ દીવાના - હમ કિસીસે કમ નહિ
~ હૈ અગર દુશમન દુશમન જમાના ગમ નહીં ગમ નહીં - હમ કિસીસે કમ નહિ
~ પહેલા નશા પહેલા ખુમાર - જો જીતા વોહી સિકંદર
~ પાપા કહેતે હૈ બડા નામ કરેગા - કયામત સે કયામત તક - જો જીતા વોહી સિકંદર
~ અય મેરે હમસફર એક જરા ઇંતઝાર - જો જીતા વોહી સિકંદર
~ અકેલે હૈ તો ક્યા ગમ હૈ - જો જીતા વોહી સિકંદર
~ ગઝબ કા હૈ દિન સોચો જરા - જો જીતા વોહી સિકંદર
~~~~~~~~~~~~~~
પ્રકરણ - ૨૪

"હમ હૈ ઈસ પલ યહાં જાને હો કલ કહાં, હમ મીલે ના મીલે હમ રહે ના રહે"
.
સુભાષ ઘાઈ ~~~

સુભાષ ઘાઈ, નિષ્ફળ અભિનેતા
સુભાષ ઘાઈ, પટકથા લેખક
સુભાષ ઘાઈ, સફળ ફિલ્મ નિર્માતા
સુભાષ ઘાઈ, સફળ ફિલ્મ નિર્દેશક
સુભાષ ઘાઈ, Great Showman !
.
સુભાષ ઘાઈ જન્મે પંજાબી
પણ જન્મ, RSS નું મુખ્યાલય છે એ શહેર, નાગપુરમાં ૨૪ જાન્યુઆરી ૧૯૪૫ના દિવસે થયો હતો
શાળાકીય શિક્ષણ દિલ્હીમાં
કોલેજ કરી હરિયાણા રોહતકથી

પણ જીવ ફિલ્મલાઈનમાં જોડાવાનો એટલે ૧૯૭૦માં પૂનામાં ફિલ્મ્સ એન્ડ ટેલિવિઝન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયામાં તાલીમ લીધી
અને એ વર્ષે નાયકની ભૂમિકામાં ફિલ્મ "ઉમંગ" કરી

ફિલ્મ તો લગભગ કોઈએ જોઈ નહિ હોય પણ કદાચ એના ગીતો ક્યારેક સાંભળ્યા હોય એવું યાદ આવે -

"હમ લોગ હૈ ઐસે દીવાને દુનિયા કો ઝુકાકર માનેંગે ....."
"સચ્ચા પ્યાર તો ઝુક નહિ સકતા દિલ કી ઉમંગ એ કહેતી હૈ ...."
"બાબુલ કૌન ઘડી યે આયી કાલથી મૈં તેરી લાડલી બેટી હો ગઈ આજ પરાઈ......"
.
આ પહેલા ૧૯૬૭ની મૂળ કોંકણી ફિલ્મ "નીર્મોન"ની રીમેક એવી હિન્દી ફિલ્મ "તકદીર"માં (કિશોર તરીકે) તથા ૧૯૬૯માં ફિલ્મ આરાધનામાં અભિનય કર્યો હતો (સૂરજના મિત્ર તરીકે)
.
પૂનામાં રહેતા એક મુસ્લિમ કન્યા સાથે પ્રેમ થઈ ગયો અને તેને લગ્નગાંઠે બાંધી એને "રેહાના"માંથી "મુકતા" બનાવી
.
એવું લાગે છે કે સુભાષ ઘાઈ જ્યોતિષનો જાણકાર હશે !

સિંહરાશિના પુરુષો કરતા સિંહરાશિની સ્ત્રીઓ વધુ પાવરફુલ હોય છે .....
એ વાત ધ્યાને રાખી એણે રેહાનાનું નામ મુકતા રાખ્યું હશે !
...અને એ જ નામ પોતાની ફિલ્મ બનાવનારી કંપનીનું રાખ્યું
...મુકતા આર્ટસ
અને પરિણામ આપણી નજર સામે છે
.
બીજી વાત ફિલ્મ પરદેશમાં નવી લાવેલા એ હિરોઈનનું સાચું નામ રીતુ ચૌધરી હતું પણ પોતે તેનું નામકરણ મહિમા ચૌધરી કર્યું ....

જે ફિલ્મની સફળતાની વાત આપણે સૌ જાણીયે છીએ
.
વળી મીનાક્ષી શેષાદ્રી (હીરો), મનીષા કોઈરાલા(સોદાગર) અને માધુરી દીક્ષિત(ખલનાયક)એ પણ સુભાષ ઘાઈને અકલ્પનિય સફળતા અપાવી
.
એક વિશ્વાસે કે એક અંધવિશ્વાસે, પોતાની ફિલ્મને સફળ બનાવવા ફિલ્મમાં કોઈક દ્રશ્યમાં પોતે આવવાની એક પ્રણાલી જાળવી રાખી છે
.
.
૧૯૭૬માં પોતાના નિર્દેશનવાળી ફિલ્મ કાલીચરણ પ્રદર્શિત થઈ
પહેલી જ ફિલ્મ અકલ્પનિય સફળતાને વરી

૧૯૭૮માં પોતાના નિર્દેશનવાળી ફિલ્મ વિશ્વનાથ પ્રદર્શિત થઈ અને ગાડી ચલ પડી

૧૯૭૯માં પોતાના નિર્દેશનવાળી ફિલ્મ ગૌતમ ગોવિંદાનું ગીત "એક ઋત આયે એક ઋત જાયે મૌસમ બદલે ના બદલે નસીબ........" ચિત્રહારમાં જોયા પછી રાજકપૂર જેવા ધુરંધર નિર્દેશકે ફોન કરી જે તે ગીતના અને ફિલ્માંકનના વખાણ કરી સુભાષ ઘાઈને વ્યક્તિગતરીતે શુભેચ્છાઓ પાઠવી હતી !

૧૯૮૦માં આવેલી ફિલ્મ કર્ઝમાં સૌ પ્રથમ ડીસ્કોગીત લાવવાનું શ્રેય સુભાષ ઘાઈ અને લક્ષ્મીકાંત પ્યારેલાલને જાય છે ........
આજેય એ ગીત એટલું જ પ્રચલિત છે .....

"ઓમ શાંતિ ઓમ , ઓમ શાંતિ ઓમ....મેરી ઉમર કે નૌજવાનો ....."
.
વર્ષ ૧૯૬૫માં "ફિલ્મફેર" દ્વારા "એક્ટિંગ ટેલેન્ટ કોન્ટેસ્ટ" યોજાઈ હતી
જેમાં હજારો તરવરીયા નૌજવાનોમાંથી "રાજેશ ખન્ના", "ધીરજ કુમાર" અને "સુભાષ ઘાઈ" અનુક્રમે પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન પર વિજેતા રહ્યા હતા

ઉમંગ, શેરની, ભારત કે શહિદ અને ગુમરાહ (સુભાષ ઘાઈ, રીના રોય, ડેની અભિનીત ફિલ્મ ગુમરાહના ચિત્રીકરણની શરૂઆત ૧૯૭૨માં થઈ હતી ત્યારે એ ફિલ્મનું નામ "અંધી જવાની" હતું જે ફિલ્મ છેક ૧૯૭૬માં પ્રદર્શિત થઈ) ફિલ્મો મુખ્ય અભિનેતા તરીકે સુભાષ ઘાઈએ કરી

અને ત્યાં સુધીની સફરમાં ટેલેન્ટ કોન્ટેસ્ટમાં ત્રીજા સ્થાનના વિજેતાને એટલી સમજણ આવી ગઈ કે "અભિનયમાં આપણો ગજ નહિ જ વાગે !"

એટલે ફિલ્મ નિર્દેશનમાં અને ફિલ્મોની પટકથા લખવા પર હાથ અજમાવ્યો

૧૯૭૩માં ફિલ્મોની કથા અને પટકથા લખવાની શરૂઆત કરી
જે કથાઓ અને પટકથાઓ પ્રકાશ મેહરા, દુલાલ ગુહા અને બી ભલ્લા જેવા ફિલ્મ નિર્માતાઓને વેચી

૧૯૭૫માં પોતે લખેલી કથા અને પટકથાવાળી ફિલ્મ કાલીચરણ પોતાના નિર્દેશન હેઠળ બનાવી
શત્રુઘ્ન સિંહા અને રીના રોય અભિનીત ફિલ્મ કાલીચરણ પોતાના સમયની બ્લોકબસ્ટર ફિલ્મ ગણાઈ

ફિલ્મ કાલીચરણની અકલ્પનિય સફળતા બાદ વિશ્વનાથ (૧૯૭૬), ગૌતમ ગોવિંદા (૧૯૭૭) અને ક્રોધી (૧૯૭૯) ફિલ્મોનું નિર્દેશન કર્યું

અફસોસ વિશ્વનાથ સહિતની આ તમામ ફિલ્મોને કાલીચરણ જેવી સફળતા ના મળી

અને આ નિષ્ફળતા પછી સુભાષ ઘાઈએ "મુકતા આર્ટસ"ના નેજા હેઠળ ફિલ્મોનું નિર્માણ કરવા વિચાર્યું

૧૯૮૦માં સુભાષ ઘાઈએ સ્વનિર્મિત ફિલ્મ "કર્ઝ" બનાવી
જે ફિલ્મને બોક્સઓફિસ પર અકલ્પનિય સફળતા પ્રાપ્ત થઈ
પછી ૧૯૮૨માં વિધાતા (દિલીપકુમાર, શમ્મીકપૂર, સંજય દત્ત), ૧૯૮૩માં હીરો (જેકી શ્રોફની અને મીનાક્ષી શેષાદ્રીની પ્રથમ ફિલ્મ),
૧૯૮૫માં મેરી જંગ, ૧૯૮૬માં કર્મા, ૧૯૮૯માં રામ લખન, ૧૯૯૧માં સૌદાગર, ૧૯૯૩માં ખલનાયક, ૧૯૯૭માં પરદેશ, ૧૯૯૯માં તાલ, ૨૦૦૧માં યાદેં, ૨૦૦૪માં ક્રિષ્ણા, ૨૦૦૭માં બ્લેક એન્ડ વ્હાઇટ, ૨૦૦૮માં યુવરાજ આમ બોક્સઓફિસ પર સફળ ફિલ્મોની હારમાળા લગાવી દીધી

આ સિવાય સુભાષ ઘાઈએ ઐતરાઝ, ૩૬ ચાઈના ટાઉન, અપના સપના મની મની, જોગર્સ પાર્ક અને ઈકબાલ જેવી ફિલ્મો પણ બનાવી

ઉપરાંત સુભાષ ઘાઈએ "નૌકા ડૂબી" (બંગાળી ફિલ્મ), 'Sanai Chaughade' અને 'Samhita' (મરાઠી ફિલ્મો) અને "ડબલ ડી ટ્રબલ" (પંજાબી ફિલ્મ) જેવી પ્રાદેશિક ભાષાની ફિલ્મો પર પણ હાથ અજમાવ્યો

ફિલ્મ પરદેશ અને ફિલ્મ તાલને વિદેશોમાં પ્રદર્શિત કરી હતી અને આ બંને ફિલ્મો અઠવાડિયાઓ સુધી US Box Officeના ચાર્ટ પર પ્રથમ ૨૦ ફિલ્મોની યાદીમાં રહી હતી

ફિલ્મ નિર્માતા તરીકે પોતાની ફિલ્મ "તાલ" માટે સૌ પ્રથમ વખત બેન્કમાંથી લોન મેળવી હતી અને ફિલ્મી ઈતિહાસમાં ફિલ્મો માટે બેન્ક લોન મેળવનાર પ્રથમ નિર્માતા બન્યા હતા
આજ રીતે ફિલ્મ "તાલ" માટે સૌ પ્રથમ વખત ફિલ્મો માટે "વીમો" મેળવી ઈતિહાસ રચ્યો

વર્ષ ૨૦૦૦માં "મુકતા આર્ટસ લિમિટેડ" નામની કંપની સ્થાપીને "કોર્પોરેટ હાઉસ" દ્વારા ફિલ્મ નિર્માણનો નવો ચીલો ચાતર્યો હતો

મુકતા આર્ટસ લિમિટેડ ફિલ્મનિર્માણને લગતા તથા મલ્ટી મીડિયાને લગતા અસંખ્ય પાસાઓ સંબંધી શિક્ષણ અને જ્ઞાન આપતી સંસ્થા છે

માધુરી દીક્ષિત, મનીષા કોઈરાલા, જેકી શ્રોફ, મહિમા ચૌધરી વગેરેને ફિલ્મજગતમાં લાવવાનો શ્રેય સુભાષ ઘાઈને ફાળે જાય છે

સુભાષ ઘાઈને અભિનેતા અમિતાભ બચ્ચનને પોતાની કોઈપણ ફિલ્મમાં નિર્દેશિત ના કર્યાનો વસવસો આજેય છે
એકસમયે સુભાષ ઘાઈએ અમિતાભ બચ્ચન સાથે ફિલ્મ "દેવા" શરુ કરી હતી પણ એ ફિલ્મ આગળ ના વધી શકી
ફિલ્મ "દેવા"માં સુભાષ ઘાઈએ નક્કી કરેલો અમિતાભનો ગેટઅપ મુકુંદ આનંદની ફિલ્મ "ખુદા ગવાહ"માં સ્વીકારાયો હતો

વર્ષ ૨૦૦૧માં સુભાષ ઘાઈએ ભારતમાં પ્રથમ 'Whistling Woods International (WWI)' નામની ઈન્ટરનેશનલ ફિલ્મ સ્કૂલની મુંબઈમાં સ્થાપના કરી
જે સંસ્થા ૨૦૦૬થી કાર્યરત છે
આ સંસ્થામાં ૪૦૦ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે
'Whistling Woods International (WWI)'ની આજે ફિલ્મ અને ફિલ્મનિર્માણ સંબંધી જ્ઞાન આપતી વિશ્વની પ્રથમ દસ સંસ્થાઓમાં સ્થાન ધરાવે છે
'Whistling Woods International (WWI)'ની પ્રેસિડેન્ટ સુભાષ ઘાઈની દીકરી "મેઘના ઘાઈ પુરી" (ફરી એક સિંહ રાશિની મહિલા !) છે
'Whistling Woods International (WWI)'ની સફળતાથી પ્રેરાઈને UK અને દક્ષિણ આફ્રિકાએ સુભાષ ઘાઈને પોતાને ત્યાં 'Whistling Woods International (WWI)' જેવી ફિલ્મી શિક્ષણસંસ્થા સ્થાપવા આમંત્રણ આપ્યું હતું

સુભાષ ઘાઈ CIIની એન્ટરટેનમેન્ટ કમિટીનું ચેરમેન પદ શોભાવ્યું છે
સુભાષ ઘાઈ FICCIના, Nascomના Tie Globalના સભ્યપદે પણ રહ્યા છે
સુભાષ ઘાઈ ૩ વર્ષ સુધી "Emmy Awards"ના જુરી તરીકે પણ રહ્યા છે
.
"જય હો" ગીત મૂલતઃ ૨૦૦૮ની ફિલ્મ "યુવરાજ" માટે બનાવાયું હતું
પણ ફિલ્મના એડિટિંગ વખતે સુભાષ ઘાઈને ફિલ્મના પાત્રને અનુરૂપ એ ગીત ના લાગતા એ ગીતને ફિલ્મમાંથી બાકાત કરાયું
અને સુભાષ ઘાઈની પરમિશન સાથે સંગીતકાર "એ આર રહેમાને" એ ગીતને સ્લમડોગ મિલિયોનેરમાં સમાવ્યું
આ બાબતનો ઉલ્લેખ Oscar Award જીત્યા બાદ એક સમાચાર ચેનલને આપેલા સાક્ષાત્કારમાં ખુદ એ આર રહેમાને કર્યો હતો
.
૧૯૯૧માં હોલિવૂડની અભિનેત્રી સામંથા ફોક્સની ભારતની મુલાકાત સમયે પોતાની ફિલ્મની કથા સંભળાવીને સામંથાની સાથે હિન્દી અને અંગ્રેજી એ બંનેય ભાષાઓમાં ફિલ્મ બનાવવાની યોજના ઘડી હતી

સામંથાને ફિલ્મનો વિષય ગમી ગયો હતો

પણ એ ફિલ્મ ક્યારેય ના બની !
.
કહે છે ફિલ્મ પરદેશ માટે ઓછામાં ઓછી ૩૦૦૦ યુવતીઓના સ્ક્રીન ટેસ્ટ લીધા પછી અભિનેત્રી તરીકે "રીતુ ચૌધરી ઉર્ફે મહિમા ચૌધરી"ની પસંદગી થઈ હતી !
.
ટાઈમ્સ ઓફ ઈન્ડિયામાં પ્રસિદ્ધ થયેલા એક રિપોર્ટ પ્રમાણે ફિલ્મ "ખલનાયક"ના નિર્માણ સમયે કુંવારી અભિનેત્રી "માધુરી દીક્ષિત" સાથે કરેલા કરારમાં "નો પ્રેગનન્સી" ક્લોઝ સાથેના કરારમાં સહી સિક્કા કરાવ્યા હતા !
દિલચસ્પ વાત એ હતી કે એ સમય દરમ્યાન ફિલ્મના અભિનેતા સંજય દત્ત અને અભિનેત્રી માધુરી દીક્ષિત બંનેય એકબીજાના ગળાડૂબ પ્રેમમાં હોવાની વાતો જાહેરમાં ચર્ચાતી હતી

ફિલ્મ ખલનાયકના ગીત "ચોલી કે પીછે ક્યા હૈ ...." પર પ્રતિબંધ મુકવા અલગ અલગ ૪૨ રાજકીય પક્ષોએ ફરિયાદ નોંધાવી હતી પણ સુભાષ ઘાઈ એ બધી ફરિયાદોમાંથી પાર ઉતર્યા હતા
.
ફિલ્મ "પૈગામ" પછી પ્રથમ વખત અભિનેતા દિલીપકુમારને અને અભિનેતા રાજકુમારને એકસાથે એક જ ફિલ્મમાં સાથે લાવવાનું શ્રેય સુભાષ ઘાઈને જાય છે
કહે છે કે એ બંનેય અભિનેતાઓ વચ્ચે બોલવાના પણ સંબંધ ના હતા છતાંયે એ બંનેય અભિનેતાઓને ફિલ્મ "સૌદાગર"માં એકસાથે કામ કરવા મનાવી લીધા
ફિલ્મના સેટ પર એ બંનેય અભિનેતાઓએ સંવાદ સિવાય એકબીજા સાથે ફિલ્મના શૂટિંગ દરમ્યાન ક્યારેય વાત કરી ના હતી !
.
ફિલ્મ સૌદાગર એ અભિનેતા વિવેક મુશરાનની અને અભિનેત્રી મનીષા કોઈરાલાની પ્રથમ ફિલ્મ હતી
એ બંનેય નવોદિત કલાકારોએ પણ પોતાના અભિનય દ્વારા દર્શકોના દિલ જીતી લીધા હતા
.
ફિલ્મમાં વિવેક મુશરાનના કિરદારનું નામ વાસુ હતું
ફિલ્મના આ પાત્ર માટે સુભાષ ઘાઈની પહેલી પસંદગી આમિર ખાન હતો
પણ આમિર ખાનને વાસુનો રોલ ખુબ જ નાનો અને બિન મહત્વનો લાગ્યો
આથી આમિર ખાને એ ફિલ્મ સ્વીકારી ના હતી
.
ફિલ્મ સૌદાગર માટે અભિનેતા ચંદ્રચુડસિંહે પણ ઓડિશન આપ્યું હતું
જેને સુભાષ ઘાઈએ નકારી કાઢ્યો હતો
.
સુભાષ ઘાઈએ ફિલ્મના આ પાત્ર માટે સલમાનખાન પર પસંદગી ઉતારી હતી
પણ સકારણ કે અકારણ એ શક્ય બન્યું ના હતું
.
વાસુના પાત્ર માટે સુભાષ ઘાઈએ બોબી દેઓલને ફિલ્મોમાં પ્રથમ લોન્ચ કરવાની તૈયારી બતાવીને બોબી દેઓલ પર પસંદગી ઉતારી હતી
પણ ધર્મેન્દ્રએ એ ઓફર એમ કહીને નકારી હતી કે બોબી દેઓલને તેઓ પોતાની હોમ પ્રોડક્શનની ફિલ્મમાં જ લોન્ચ કરશે
.
વાસુના કિરદાર માટે જ્હોનીવોકરના દીકરા નાસિર ખાને પણ ઓડિશન આપ્યું હતું
પણ એને સુભાષ ઘાઈએ નકારી કાઢ્યો હતો
.
ફિલ્મમાં મનીષા કોઈરાલાના રોલ માટે દિવ્ય ભારતી અને પૂજા ભટ્ટ સહીત અનુ કુટૂર, મનુ ગાર્ગી, મોના આંબેગાંવકર સહિતની અભિનેત્રીઓએ ઓડિશન આપ્યું હતું
.
આમ તો "અનોખા અંદાઝ" એ મનીષા કોઈરાલાની પ્રથમ ફિલ્મ હતી
પણ કોઈક કારણોસર એ ફિલ્મ છેક ૧૯૯૫માં પ્રદર્શિત થઈ જયારે સૌદાગર વર્ષ ૧૯૯૧માં પ્રદર્શિત થઈ એટલે એ ફિલ્મ મનીષાની પ્રથમ ફિલ્મ ગણાઈ !
.
ફિલ્મ સૌદાગરના પ્રીમિયર સમયે મનીષા કોઈરાલાને ફિલ્મના નિર્માતા અને નિર્દેશક સાથે કોઈક કારણે બોલાચાલી થઈ હતી
અને મનીષા અને તેની માતા ફિલ્મનો પ્રીમિયર શો શરુ થતા પહેલા સિનેમાહોલ છોડીને જતા રહ્યા હતા
.
સૌદાગર એ એક માત્ર ફિલ્મ હતી કે જે ફિલ્મ માટે સુભાષ ઘાઈને શ્રેષ્ઠ નિર્દેશન માટે ૧૯૯૨નો ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો !

સુભાષ ઘાઈએ પોતાના પિતાની કંપની "નીલમ ડેન્ટલ ગૂડ્સ"થી એક સેલ્સમેન તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી !
.
સુભાષ ઘાઈની ૧૮ કરોડ રૂપિયાની LIC પોલિસી છે !
ત્યારબાદ ભરત શાહની ૧૫ કરોડની અને ગોવિંદાની ૧૦ કરોડની LIC પોલિસીઓ નોંધાઈ છે
.
અભિનેત્રી સારિકા અને અભિનેત્રી રીના રોયની બહેન બરખા રોય સાથે મીઠા સંબંધો રહ્યા

આજથી એકાદ બે વર્ષ પહેલા શરુ થયેલા MeToo અભિયાનમાં સુભાષ ઘાઈનું નામ પણ બહાર આવ્યું હતું

મેઘના અને મુશ્કાન બે દીકરીઓ
મેઘનાને દત્તક લીધી છે
.
રાજકપૂર પછીની પેઢીના આ ગ્રેટ શોમેનની ફિલ્મોના ગીતો પર એક નજર કરીયે
~ સચ્ચા પ્યાર તો ઝુક નહિ સકતા દિલ કી ઉમંગ એ કહેતી હૈ - ઉમંગ
~ હમ લોગ હૈ ઐસે દીવાને દુનિયા કો ઝુકાકર માનેંગે - ઉમંગ
~ યે પલ ચંચળ ખો ના દેના કહી ઓ દીવાને - કાલીચરણ
~ એક બટા દો, દો બટે ચાર - કાલીચરણ
~ જા રે જા ઓ હરજાઈ દેખી તેરી દિલદારી - કાલીચરણ
~ દર્દે દિલ દર્દે જીગર દિલમેં જગાયા આપને - કર્ઝ
~ ઓમ શાંતિ ઓમ - કર્ઝ
~ એક હસીના થી એક દીવાના થા - કર્ઝ
~ હાથોં કી ચન્દ લકીરોં કા - વિધાતા
~ સાત સહેલીયા ખડી ખડી ફરિયાદ સુનાયે ઘડી ઘડી - વિધાતા
~ ઉડી બાબા ઉડી બાબા ઉડી બાબા - વિધાતા
~ જિંદગી હર કદમ એક નઈ જંગ હૈ - મેરી જંગ
~ તૂ મેરા જાનુ હૈ તૂ મેરા દિલબર હૈ - હીરો
~ ચાર દીનો કા પ્યાર ઓ રબ્બા બડી લંબી જુદાઈ - હીરો
~ પ્યાર કરનેવાલે કભી ડરતે નહિ - હીરો
~ નિંદીયા સે જાગી બહાર ઐસા મૌસમ દેખા પહેલી બાર - હીરો
~ નાયક નહિ ખલનાયક હૈ તૂ - ખલનાયક
~ ચોલી કે પીછે ક્યા હૈ - ખલનાયક
~ દેર સે આના જલ્દી જાના એ સાહિબ યે ઠીક નહિ - ખલનાયક
~ તેરા નામ લીયા તુઝે યાદ કીયા - રામ લખન
~ એ જી ઓ જી લો જી સુનોજી - રામ લખન
~ ઓ રામજી બડા દુઃખ દીન્હા - રામ લખન
~ મેરે દો અનમોલ રતન - રામ લખન
~ સૌદાગર સૌદાગર દિલ લે લે દિલ દેકર - સૌદાગર
~ ઈમલી કા બુટા બૈરી કા બૈર - સૌદાગર
~ ILU ILU ક્યા હૈ યે ILU ILU ક્યા હૈ - સૌદાગર
~ ઈશ્ક બીના ક્યા મરના યારો ઈશ્ક બીના ક્યા જીના યારો - તાલ
~ કહી આગ લાગે લગ જાવે - તાલ
~ દિલ યે બૈચેન વે - તાલ
~ કરીયે ના હા કરીયે ના કોઈ વાદા - તાલ
~ તાલ સે તાલ મીલા - તાલ
~ યે દુનિયા એક દુલ્હન દુલ્હન યે માથે કી બિંદિયા - પરદેશ
~ દો દિલ મિલ રહે હૈ મગર ચુપકે ચુપકે - પરદેશ
~ કિસી રોજ તુમસે મુલાકાત હોગી - પરદેશ
~ I Love My India - પરદેશ
~ તૂ હી તો મેરી દોસ્ત હૈ - યુવરાજ
~ હમ હૈ ઈસ પલ યહાં જાને હો કલ કહાં, હમ મીલે ના મીલે હમ રહે ના રહે - ક્રિશ્ના
~~~~~~~~~~~~~~~~~~~
પ્રકરણ - ૨૫

"તુમ્હી મેરે મંદિર તુમ્હી મેરી પૂજા તુમ્હી દેવતા હો..."

નૂતન ~~~

હિન્દીફિલ્મ જગતની એક સન્નારી, એક જાજરમાન વ્યક્તિત્વ, એક ઉદાહરણરૂપ જીવન, એક દંતકથા

૫૪ વર્ષના આયુષ્યના ૪૦ વર્ષ ફિલ્મોને સમર્પિત
લગભગ ૭૦ ફિલ્મોમાં અભિનયના ઓજસ પાથર્યા અને મોટાભાગની ફિલ્મોમાં દમદાર અને જીવંત અભિનય
એ અભિનય જોતા સામાન્ય ઘરની મહિલાઓ પણ પોતાના જીવનપ્રસંગોને સાંકળી એ અદાકારામાં પોતાની જાતનું પ્રતિબિંબ નીરખતી !

જો કે આજેય કેટલાયના મગજમાં ઘૂસેલો "મધુબાલા" નામનો વાયરસ હજુયે જીવંત છે અને ગમે ત્યારે સળવળે છે !

ગળથુથીમાં જ ફિલ્મી વાતાવરણ અને વરદાન મળેલું. માતા શોભના સમર્થ ફિલ્મી અદાકારા, એ જમાનામાં નિર્માતા અને નિર્દેશક અને ૧૯૫૨ના વર્ષની "મિસ ઈન્ડિયા"

પિતા કુમારસેન સમર્થ ફિલ્મ નિર્દેશક
એવા ઘરમાં જન્મેલી નૂતન અભિનય માટે આપોઆપ સમર્થ જ હોય ને !

શોભના સમર્થનું એ સમર્થ સંતાન કે જેના અભિનયના અસંખ્ય ચાહકો હતા અને આજેય છે
માતા પોતેય એ જમાનાની અદાકારા કદાચ એટલે જ ચાર ભાઈ બહેનોમાં સૌથી મોટી નૂતને માતાનો વ્યવસાય પસંદ કર્યો હશે !

નૂતન નાની હતી ત્યારે જ પિતા કુમારસેન સમર્થ અને માતા શોભાના સમર્થના લગ્નસંબંધનો અંત આવી ગયેલો

ચાર ભાઈ બહેનોમાં નૂતન સૌથી મોટી જયારે તનુજા સૌથી નાની

પોતાની ૧૩ વર્ષની ઉંમરથી જ પોતાના કુટુંબના ભરણપોષણ માટે નૂતન અર્થોપાર્જનમાં જોતરાયેલી
એ ઉંમરથી નૂતને ફિલ્મોમાં કામ કરવાનું સ્વીકારેલું
બાળ કલાકાર તરીકે નૂતનની પ્રથમ ફિલ્મ હતી K આસિફની "હમારી બેટી"

હવે એ વાત પણ કોણ માને કે શોભના સમર્થ પોતે પણ એક નિર્દેશીકા પણ હતા અને એની જ ફિલ્મ હમારી બેટી ફિલ્મમાં માત્ર ૧૩ વર્ષની ઉંમરે નૂતને પણ અભિનયના ઓજસ પાથરવા શરુ કર્યા
અને પછી એ સીલસીલો જીવનપર્યંત ચાલુ રહ્યો

૧૯૫૨માં Miss મસૂરી બન્યા પછી વિશ્વસુંદરી બનવાના પોતાના અભરખા પુરા કરવા માટે નૂતન સ્વિટ્ઝર્લેન્ડ રહેવા જતી રહી હતી
પણ ....
ત્યાં કદાચ ગજ નહિ વાગ્યો હોય એટલે "લીલા તોરણે" ભારત પરત આવી
અને હિન્દી ફિલ્મજગતને અપનાવી લીધું
.
.
લગભગ ૪૦ વર્ષ સુધી સતત અભિનય અને માત્ર અભિનય જ નહિ અન્ય અભિનેત્રીથી આગવો અને ઉડીને આંખે વળગે તેવો અભિનય.
ત્યારે જ તો ૬ - ૬ જેટલા ફિલ્મફેર એવોર્ડ મળ્યા હશે ને !
.
સીમા (૧૯૫૫), સુજાતા (૧૯૫૯), બંદિની (૧૯૬૩), મિલન (૧૯૬૭) અને મૈં તુલસી તેરે આંગન કી (૧૯૭૮) માટે શ્રેષ્ઠ અભિનયના એવોર્ડ અને ૧૯૮૫માં ફિલ્મ મેરી જંગ ફિલ્મમાં બેસ્ટ સપોર્ટીંગ એકટરનો એવોર્ડ મળેલો.
.
આ સિવાય ફિલ્મ છલીયા (૧૯૬૦) અને સૌદાગર (૧૯૭૩) માટે બેસ્ટ એકટરના રોલ માટે ફિલ્મફેર એવોર્ડમાં નોમીનેશન તથા સૌદાગર, અનુરાગ અને મૈં તુલસી તેરે આંગન કી માટે સપોરટીંગ રોલ માટે નોમીનેશન નોંધપાત્ર બાબત ગણાય.
.
ક્યારેક પોતાના પર ફિલ્માવેલા ગીતો માટે કંઠ પણ આપેલો જેમાં ફિલ્મ છબીલીનું ગીત "એય મેરે હમસફર તુ રોક અપની નજર ...." એક યાદગાર ગીત ગણી શકાય
.
પાંચ ભાઈ બહેનોમાં સૌથી મોટી પોતે. બીજી બહેન તનુજા - અલ્લડ, ઊછાંછળી અને તીસમારખાં અને બધી વાતે પુરી
બીજી બહેનો ચતુરા અને રેશ્મા, જે ફિલ્મોમાં ક્યારેય ના આવી
ભાઈ જયદીપ જાહેરાતની ફિલ્મોનો પ્રોડ્યૂસર
.
ફિલ્મોમાં આ કુળના મુળીયા બહુ ઊંડા
.
માતાપિતા - શોભના સમર્થ, કુમારસેન સમર્થ, દીકરો - મોહનિશ બહેલ જે અભિનયક્ષેત્રે તદ્દન નિષ્ફળ રહેલો, બહેન - તનુજા , બનેવી શોમુ મુખરજી, ભાણી કાજોલ, ભાણેજ જમાઈ અજય દેવગન,
અભિનેત્રી નલિન જયવંત સંબંધે શોભના સમર્થની માસીયાઈ બહેન
.
ભારતીય હવાઈદળના અધિકારી રજનીશ બહેલ સાથે વર્ષ ૧૯૫૯માં લગ્ન
.
રજનીશ બહેલ જેવા આર્મીમેન સાથે લગ્ન અને મોહનીશ બહેલ એકમાત્ર સંતાન.
મોહનીશ બહેલની ફિલ્મી કારકીર્દી માટે નૂતન આજીવન ચિંતીત રહી પણ એના મરણોપરાંત જ મોહનીશ બહેલ ફિલ્મમાં કાઠુ કાઢી શક્યો

કેટલાક ખાનગી અહેવાલોમાં એ વાત સામે આવી હતી કે પોતાના લગ્નજીવનમાં નૂતન અત્યંત દુઃખી હતી
.
.
આમ તો સ્વભાવે એ શાંત અને સૌમ્ય ...

પણ કહેવાય છે કે ફિલ્મ દેવીના શુટિંગ સમયે હરીભાઈ ઝરીવાલા ઉર્ફે આપણા ગુજરાતી સંજીવકુમારે કોઈક અજુગતી માંગણી કરીને છેડતી કરેલી ત્યારે નૂતને પોતાના જમણા હાથથી હરિભાઈના ડાબા ગાલે તુરતાતુરત ઈનામ આપેલું જે હરિભાઈના ગાલે એમના જીવનપર્યંત જીવંત રહેલું !
.
.
નૂતનના જીવનની આ બે કરુણાંતિકાઓની જાણ આજેય ઘણા લોકોને નહિ હોય
.
૧. નૂતને પોતાની કમાણીની મિલકતને ગેરકાયદે પડાવી લેવા માટે પોતાની માતા પર કોર્ટ કેસ કર્યો હતો

નૂતનને જયારે ખબર પડી કે તેની કમાણીના નાણાંનો તેની માતા શોભાના સમર્થ દુરુપયોગ કરે છે ત્યારે નૂતને પોતાની માતા પર પોલીસકેસ કર્યો હતો

નૂતનનો દાવો હતો કે સંયુક્તરીતે તેની માતાના નામે ચાલતા શોભના પિક્ચર્સમાં નૂતનની પોતાની કમાણીના જ પૈસા રોકાયેલા છે
ઘરના અન્ય કોઈપણ સભ્ય દ્વારા એ સંસ્થામાં કોઈ રોકાણ કરાયું નથી
જયારે એ મિલકત પર તનુજાના કહેવાથી શોભના સમર્થે નૂતનની સહીની બનાવટ કરીને ગેરકાયદે કબ્જો જમાવી દીધો હતો

આખરે આ મિલ્કતનો હક અને કબજો પાછો મેળવવા નૂતને ૧૯૬૪માં પોતાની માતા પર કેસ કર્યો હતો

આ કોર્ટ કેસમાં આખરી ચુકાદો નૂતનની તરફેણમાં આવ્યો હતો

દરમ્યાન નૂતનની નાની બહેન તનુજા પોતાની માતાની સાથે રહી હતી

અને તે દિવસથી નૂતને તેની માતા સાથેના અને પોતાની નાની બહેન તનુજા સાથેના તમામ સંબંધો કાપી નાખ્યા હતા
.
.
૨. નૂતનના પતિ રજનીશ બહેલનું ખૂન થયું હોવાનું કહેવાય છે

વર્ષ ૨૦૦૪માં રજનીશ બહેલના એપાર્ટમેન્ટમાં અચાનક આગ લાગી અને તે દરમ્યાન રજનીશ બહેલનું અવસાન થયું

પોસ્ટમોર્ટમમાં જાહેર કરાયેલી વિગતમાં જણાવ્યા પ્રમાણે રજનીશ બહેલનું મૃત્યુ ગૂંગળામણના કારણે નહિ પણ વીજળીનો શોટ / શોક લાગવાથી થયેલું

રજનીશ બહેલના શરીર પર વીજળીના તાર વીંટળાયેલા મળ્યા હતા !

જેનાથી એ શંકા બળવત્તર બની કે કોઈકે રજનીશના શરીરે જીવતા વીજળીના તાર વીંટાળી તેની હત્યા કરી હોય
અને અથવા રજનીશે પોતે આત્મહત્યા કરી હોય !

જોકે આ દુઃખદ ઘટના પર ઊંડાણપૂર્વક ક્યારેય તપાસ ના થઇ અને એ પ્રકરણ એમ જ ધરબાઈ ગયું.

મોટા માણસોની મોટી વાતો !

.
કાજોલની માં અને અજય દેવગનની સાસુ ,તનુજા એની નાની બહેન જે ફિલ્મઈંડસ્ટ્રીના સર્વગુણસંપન્ન વ્યક્તિત્વ અને નૂતન એટલે એનાથી તદ્દન વિરોધાભાસી જીવ જે સાહજીક અભિનયને વરેલો.
પોતાને મળેલ કોઈપણ પાત્રને ફિલ્મોમાં ખૂબ જ સરળતાથી નિભાવેલ કદાચ આવી કુદરતી બક્ષીશ અન્ય કોઈ અભિનેત્રીમાં જોવા મળી નથી
.
સાધના અને સ્મીતા પાટીલ જેવી અભિનેત્રીઓએ જાહેરમાં એ વાત કબુલી હતી કે અભિનય માટે નૂતન અમારો આદર્શ છે.

૨૦૧૧માં રેડીફમેઈલ.કોમ દ્વારા કરાયેલા એક સર્વેમાં હિંદીફિલ્મજગતની અત્યાર સુધીની સૌથી શ્રેષ્ઠ અભિનેત્રીનું બિરુદ અપાયેલુ. વળી ૨૦૧૩માં ફોર્બ્સ ઈંડિયા દ્વારા કરાયેલા અન્ય એક સર્વેમાં હિંદીફિલ્મ ઉધ્યોગના સૌથી શ્રેષ્ઠ ૨૫ અભિનયમાં ફિલ્મ બંદિનીનો નૂતનના અભિનયને સ્થાન મળ્યું હતું....

૪ જુન ૧૯૩૬ના રોજ જન્મેલ આ મહાન અભિનેત્રીએ ૨૧ ફેબ્રુઆરી ૧૯૯૧ના દિવસે અંતિમશ્વાસ લીધા

૧૯૭૪માં ભારત સરકાર તરફથી જે તે ક્ષેત્રમાં અદ્વિતીય સેવાઓ આપવા બદલ સર્વોચ્ચ સન્માન પદ્મશ્રી અપાયું
.
અભિનયની જીવંતતા તો એવી જ કે માત્ર ફિલ્મોના નામ યાદ કરતા જ જે તે પાત્રો આપણી સામે આવી જ જાય
.
પેઈંગ ગેસ્ટ, દિલ્હી કા ઠગ, અનાડી, કનૈયા, છલીયા, સૂરત ઔર સીરત, દિલ હી તો હૈ, તેરે ઘર કે સામને,, સીમા, બંદિની, સુજાતા, મિલન, ખાનદાન, મૈં તુલસી તેરે આંગન કી, છલિયા, અનાડી, સોદાગર, યાદગાર, સરસ્વતીચંદ્ર, દિલ ને ફિર યાદ કિયા, કર્મા, મેરી જંગ .........

સુપ્રસિદ્ધ ફિલ્મો અને લોકપ્રિય ગીતોના કારણે મારી ગીતોની પસંદગી પણ ખુબ અઘરી બની રહેશે ..... પણ પ્રયત્ન કરીશ કે તમને ગમતા ગીતો શક્યતઃ સામેલ થાય

~ જલતે હૈ જીસકે લીયે તેરી આંખો કે દીયે - સુજાતા
~ કાલી ઘટા છાયે મોરા જીયા તરસાયે - સુજાતા
~ સુન મેરે બંધુ રે - સુજાતા
~ કહાં જા રહા હૈ તું એય જાનેવાલે - સીમા
~ સુનો છોટીસી ગુડિયા કી લંબી કહાની - સીમા
~ તૂ પ્યાર કા સાગર હૈ - સીમા
~ માના જનાબને પુકારા નહિ - પેયીંન્ગ ગેસ્ટ
~ ચાંદ ફિર નિકલા મગર તુમ ના આયે - પેયીંન્ગ ગેસ્ટ
~ છોડ દો આંચલ જમાના ક્યા કહેગા - પેયીંન્ગ ગેસ્ટ
~ ઓ નિગાહે મસતાના - પેયીંન્ગ ગેસ્ટ
~ એક હસીં શામ કો દિલ મેરા કહો ગયા - દુલ્હન એક રાત કી
~ મૈને રંગ લી આજ ચુનરીયા સજાના તોરે રંગ મેં - દુલ્હન એક રાત કી
~ તુમ્હી મેરે મંદિર તુમ્હી મેરી પૂજા - ખાનદાન
~ નીલ ગગન પર ઉડતે બાદલ આ આ આ - ખાનદાન
~ કલ ચમન થા આજ એક સહેરા હુઆ દેખતે હી દેખતે યે ક્યા હુઆ - ખાનદાન
~ બડી દેર ભયી નંદલાલા તેરી રાહ તકે બ્રીજબાલા - ખાનદાન
~ પ્યાર પર બસ તો નહિ હૈ મેરા લેકીન ફિર ભી - સોને કી ચીડિયા
~ રાત ભર કા મહેમાં અંધેરા - સોને કી ચીડિયા
~ તૂ કહાં યે બતા ઈસ નશીલી રાત મેં - તેરે ઘર કે સામને
~ દિલ કા ભંવર કરે પુકાર - તેરે ઘર કે સામને
~ યે તન્હાઈ હાયે હાયે જાને ફિર આયે ના આયે - તેરે ઘર કે સામને
~ તેરે ઘર કે સામને દુનિયા બસાઉંગા - તેરે ઘર કે સામને
~ હમતુમ યુગ યુગ સે યે ગીત મિલન કે - મિલન
~ રામ કરે ઐસા હો જાયે - મિલન
~ મુબારક હો સબકો સમા યે સુહાના - મિલન
~ સાવન કા મહિના - મિલન
~ આજ દિલ પે કોઈ જોર ચલતા નહિ મુશ્કરાને લગ઼ે થે મગર રો પડે - મિલન
~ તોહે સાંવરિયા નાહી ખબરીયા - મિલન
~ મન કી બીન મતવારી બાજે - શબાબ
~ ચંદન કે પલના રેશમ કી ડોરી - શબાબ
~ મહેલોમેં રહેનેવાલે હમેં તેરે દર સે ક્યા - શબાબ
~ યહી અરમાન લેકર આજ અપને દર સે હમ નિકલે - શબાબ
~ આયે ના બાલમ - શબાબ
~ ઓ જાનેવાલે હો સકે તો લૌટ કે આના - બંદિની
~ જોગી જબસે તૂ આયા મેરે દ્વારે - બંદિની
~ ઓ રે માંજી મેરે સાજન હૈ ઉસપાર - બંદિની
~ મત રો માતા લાલ તેરે બહુતેરે - બંદિની
~ મોરા ગોરા અંગ લઈ લે - બંદિની (ફિલજગતમાં ગુલઝારનું પ્રથમ ગીત)
~ જીસ પથ પે ચલા ઉસ પથ પે મુજે - યાદગાર
~ આતે હૈ ચલે જાતે હૈ - યાદગાર
~ એકતારા બોલે ક્યા કહે વો તુમસે - યાદગાર
~ તુને હાયે મેરે ઝખ્મ એ જીગર કો છુ લીયા - નગીના
~ આસમાં વાલે તેરી દુનિયા સે જી ગભરા ગયા - લૈલા મજનુ
~ ચલ દીયા કારવાં - લૈલા મજનુ
~ ભૂલે સે મહોબ્બત કે બૈઠા - દિલ હી તો હૈ
~ લાગા ચુનરીમેં દાગ છુપાઉં કૈસે - દિલ હી તો હૈ
~ તુમ અગર મુજકો ના ચાહો તો કોઈ બાત નહીં - દિલ હી તો હૈ
~ દિલ જો ભી કહેગા માનેંગે દુનિયા મેં હમારા દિલ હી તો હૈ - દિલ હી તો હૈ
~ સવેરે વાલી ગાડી સે ચલે જાયેંગે - લાટ સાબ
~ જાને મેરા દિલ કિસે ઢૂંઢ રહા હૈ - લાટ સાબ
~ તેરા મેરા સાથ રહે - સોદાગર
~ સજના હૈ મુજે સજના કે લીયે - સોદાગર
~ તેરી રાહોં મેં ખડે હૈ દિલ થામ કે - છલિયા
~ મેરે તૂટે હુએ દિલ સે કોઈ તો આજ યે પૂછે - છલિયા
~ ડમ ડમ ડીગા ડીગા મૌસમ ભીગા ભીગા - છલિયા
~ છલિયા મેરા નામ - છલિયા
~ ફૂલ તુમ્હે ભેજા હૈ ખત મેં - સરસ્વતીચંદ્ર
~ ચંદન સા બદન ચંચલ ચિતવન - સરસ્વતીચંદ્ર
~ છોડ દે સારી દુનિયા કિસી કે લીયે - સરસ્વતીચંદ્ર
~ હમને અપના સબકુછ ખોયા પ્યાર તેરા પાને કો - સરસ્વતીચંદ્ર
~ મૈં તો ભૂલ ચલી બાબુલ કા દેશ પીયા કા ઘર પ્યારા લગે - સરસ્વતીચંદ્ર
~ હમ તો મહોબ્બત કરેગા - દિલ્લી કા ઠગ
~ યે રાતે યે મૌસમ નદી કા કિનારા યે ચંચલ હવા - દિલ્લી કા ઠગ
~ દીલ ને ફિર યાદ કિયા - દિલ ને ફિર યાદ કિયા
~ યે દિલ હૈ મહોબ્બત કા પ્યાસા - દિલ ને ફિર યાદ કિયા
~ કલીયો ને ઘૂંઘટ ખોલે - દિલ ને ફિર યાદ કિયા
~ આજા રે પ્યાર પુકારે - દિલ ને ફિર યાદ કિયા
~ મુજે તુમસે કુછ ભી ના ચાહિયે - કનૈયા
~ યાદ આયી આધી રાત કો - કનૈયા
~ રુક જા ઓ જાનેવાલી રુક જા - કનૈયા
~ કિસી કી મુશ્કરાહટોં પે હો નિસાર - અનાડી
~ સબ કુછ શીખા હમને - અનાડી
~ વો ચાંદ ખીલા વો તારે હસે - અનાડી
~ તેરા જાના દિલ કે અરમાનો કા - અનાડી
~ દિલ કી નજર સે - અનાડી
~ બન કે પંછી ગયે પ્યાર કા તરાના - અનાડી
~ મૈં તુલસી તેરે આંગન કી - મૈં તુલસી તેરે આંગન કી
~ એય મેરે હમસફર તૂ રોક અપની નજર – છબીલી
~~~~~~~~~~~~~~~~
પ્રકરણ - ૨૬

"તેરી ઝીલ સી ગહેરી આંખો મેં કુછ દેખા હમને ક્યા દેખા"
.
પરવીન બાબી ઉર્ફે પરવીન વલી મોહમ્મદ ખાન બાબી ~~~

પરવીન બાબી; એક મોહક પણ ઉદ્ધત, ઉંછાછળુ અને શંકાસ્પદ વ્યક્તિત્વ

૪ એપ્રિલ ૧૯૪૯ના દિવસે જૂનાગઢમાં જન્મ

પિતા જૂનાગઢ રાજ્યના એડમિનિસ્ટ્રેટર એટલે નાનપણથી જાહોજલાલી અને લાડમાં ઉછેર. અમદાવાદની માઉન્ટ કાર્મેલ સ્કૂલ અને સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં શિક્ષણ
કોલેજમાં સાથે મલ્લિકા સારાભાઈ પણ ..........
અને બંનેયને કોલેજ ગ્રાઉન્ડ પર ટેનિસ રમવાનો શોખ .....
શહેરમાં બંનેયને ટેનિસ રમવાની ખાસ ચર્ચાઓ ચાલે અને મારીયા શારાપોવા અને સ્ટેફી ગ્રાફની મેચ જેવી જ એ બન્નેયની મેચ જોવા રસીયા 'કમ' આશિકોની ભીડ જામે......

અભ્યાસ પૂરો કર્યા પછી રખડપટ્ટીના આનંદ અન્વયે એ સમયની રૂપાલી ટોકીઝની બાજુમાં આવેલી હોટલ બાંકુરામાં બેસી ધુમ્રપાન અને ....
એક પૈસાદાર મજનુ સાથે એ એક જ ટેબલ પર વિતાવાતી રોમાન્સની એ પળો.....
જોકે એ ઈસાઈ યુવાને માત્ર ગળપણનો સ્વાદ જ માણ્યો
ઘરના ખર્ચે ઉતારેલો ગોળનો કટ્ટો એના હાથમાં તો ના જ આવ્યો

એ સમયે પરવીન અમદાવાદના કોઈ સિદ્ધાર્થ ભટ્ટાચાર્ય સાથે પણ સંકળાયેલી હોવાની વાતો પણ ચર્ચાતી હતી

૧૯૭૨માં મોડેલિંગ શરુ કર્યું
૧૯૭૩માં ફિલ્મ નિર્માતા અને નિર્દેશક BR ઈશારાએ પોતાની ફિલ્મ ચેતનાની સિક્વલ બનાવવાના વિચાર સાથે અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાંથી નવી અભિનેત્રી પરવીન બાબીને શોધી કાઢી
અને પરવીન હિન્દી ફિલ્મજગતમાં પ્રવેશી

ફિલ્મ હતી "ચરિત્ર" અને ફિલ્મનો હીરો હતો "સલીમ દુરાની" એ સમયનો જાણીતો અને લોકોનો માનીતો ગુજરાતી ક્રિકેટર

ફિલ્મ તો પીટાવાની જ હતી પણ પરવીન કી ગાડી ચલ પડી.........

૧૯૭૪માં રવીના ટંડનના પિતાજી રવિ ટંડનની ફિલ્મ "મજબુર"માં "અમિતાભ"ની હિરોઈન તરીકે તક આપી

પછી તો પરવીન એ જમાનાની સેક્સ સિમ્બોલ ગણાતી ઝીનત અમાનની હરીફ બની ગઈ

પછી તો એ "હીરા"ને પારખનાર અને પાસા પાડી ચમકાવનાર એક એકથી ચઢિયાતા ઝવેરીઓની ફિલ્મજગતમાં ક્યાં ખોટ હતી?!

અને પરવીનને ઝવેરીઓ પણ કેવા ઊંચા દરજ્જાના મળ્યા......
ડેની ડેન્ઝોપ્પા, કબીર બેદી, મહેશ ભટ્ટ, વિનોદખન્ના તો ક્યારેક અમિતાભ કે અન્યના નામો જોડાયા એ તો લટકામાં
પછી તો પુરુષો પરવીનની આદત બની ગયા ..... મળતા ગયા ને બદલાતા ગયા....!!!

આ બધા નામો સાથે લગ્ન નામના સામાજિક બંધનના જોડાણ રહિત પરવીન આજીવન કુંવારી જ રહી !!

મહેશ ભટ્ટ અને કબીર બેદી નામના નારીપૂજક અને "અઠંગ કલાકારો"એ એને UG કૃષ્ણમૂર્તિ અને આચાર્ય રજનીશ સહીત અન્ય રવાડે ચઢાવી દીધી
ત્યારે એવું મનાતું કે પરવીને હિન્દૂ ધર્મ અંગીકાર કર્યો છે !
.
આ તો જાહેરજીવનમાં તમે જેને ઓળખો છો એ નામો જ થયા
એ સિવાય ૧૯૮૩માં UG કૃષ્ણમૂર્તિ નામના ગુરુના આશ્રમમાં તેની મુલાકાત દુબઈના ખુબ જ ધનવાન વેપારી અબ્દુલ એલ્લા સાથે થઈ હતી
અને તેઓ બંનેય એકબીજાના ગળાડૂબ પ્રેમમાં હતા
અબ્દુલ એલ્લા પાછો ફિરોઝખાનનો અને તેના ભાઈ સંજયખાનનો ખાસ મિત્ર હતો
પરવીન સાથેના સંબંધે અબ્દુલ એલ્લા વારંવાર મુંબઈની મુલાકાતે આવતો રહ્યો

એ સમય દરમ્યાન જ પરવીનના સંબંધો ગાઈ ડેવિસ નામના એક જોકી સાથે પણ રહયા

અને એ સમય દરમ્યાન જ પરવીન ભારતમાંથી ગાયબ થઈ ગઈ હતી
કોઈનેય પરવીન ક્યાં છે અથવા શું કરે છે એ બાબતની કોઈ ખબર ના હતી

બસ ત્યારે જ એવી વાતો વહેતી થઈ હતી કે અંડરવર્લ્ડ સાથેના સંબંધે તેનું અપહરણ કરાયું છે

પોતાની ફિલ્મો અધૂરી મૂકીને ૩૦ જુલાઈ ૧૯૮૩ના દિવસે એ ફિલ્મજગત અને ભારત છોડી અમેરિકા જતી રહી
અમેરિકાના જ્હોન એફ કેનેડી એરપોર્ટ પરના અધિકારીઓ સાથે ઉદ્ધત અને બેહૂદા વર્તનના કારણે તેની ધરપકડ કરાઈ અને તેને અન્ય ૩૦ પાગલ કેદીઓ સાથે આ પાગલને પાગલ તરીકે જ રાખવામાં આવી

પણ ૧૯૮૯માં એ મુંબઈમાં પરત આવી

૧૯૯૧માં એણે ઇન્ટિરિયર ડેકોરેટર તરીકે કામ શરુ કર્યું ......

૨૦૦૨માં સંજય દત્તનો કેસ જે કોર્ટમાં ચાલતો હતો તે કોર્ટમાં એફિડેવિટ કરી જણાવ્યું કે તેની પાસે સંજય દત્ત વિરુદ્ધ ઢગલાબંધ પુરાવાઓ છે
જ્યારે કોર્ટે પુરાવાઓ માગ્યા ત્યારે તે કોઈપણ જાતના પુરાવાઓ આપી ના શકી
જો કે એ પરવીન બાબી હતી એટલે કોર્ટે તેના વિરુદ્ધ કોર્ટને ખોટી માહિતી આપવા માટે કે કોર્ટનો "કિંમતી સમય" બરબાદ કરવા કાયદેસરના કોઈ પગલાં લીધા ના હતા
આશ્ચર્યજનક વાત તો કહેવાય જ બાકી એની જગ્યાએ બીજો કોઈ હોત તો ?!!?

ત્યારબાદ તેણીએ અમિતાભ બચ્ચન, બિલ ક્લિન્ટન, અલ ગોર, પ્રિન્સ ચાર્લ્સ, ભાજપ સરકાર, યુ એસ સરકાર, બ્રિટિશ સરકાર, ફ્રેન્ચ સરકાર, CBI, CIA, KGB, MOSAD વગેરે સામે કાવતરુ ઘડી અને તેણીને જાનથી મારી નાંખવાનો આરોપ મૂકી પોલીસ કેસ કર્યો હતો. જે કેસ પોલીસે જ તેણીને પાગલ સમજી હાથ ઉપર લીધો ના હતો

ફરી એના પર કોઈ કાયદેસરની કાર્યવાહી ના થઈ
કારણ કે એ પરવીન હતી !
પરવીનની જગ્યાએ બીજો કોઈ હોત તો ?!

૧૯૭૬માં TIME મેગેઝીનના કવર પર સ્થાન મેળવ્યું
આ સન્માન મેળવનાર પરવીન સૌ પ્રથમ ભારતીય અભિનેત્રી હતી

પરવીને અમિતાભ સાથે ૮ ફિલ્મો કરી
જેમાંથી દીવાર, નમક હલાલ, અમર અકબર એન્થોની અને કાલા પથ્થર સુપરહિટ રહી

૧૯૭૬ થી ૧૯૮૦ના ગાળામાં અભિનેત્રીઓની કમાણીમાં પરવીન બીજા નંબરના સ્થાને રહી
જયારે ૧૯૮૧ થી ૧૯૮૩ના ગાળામાં અભિનેત્રીઓની કમાણીમાં પરવીન ત્રીજા નંબરના સ્થાને રહી

૧૯૮૪માં પરવીને પોતાની આત્મકથા લખી હતી
અને પોતાની આત્મકથાની હસ્તલિખિત પ્રત પુસ્તક સ્વરૂપે છાપવાના ઈરાદે જે તે સમયના પોતાના ગુરુ UG કૃષ્ણમૂર્તિને આપી હતી
પણ પરવીનની એ આત્મકથા ક્યારેય પ્રકાશિત થઈ નહિ !

આ સિવાય કબીર બેદીની પત્ની પ્રોતિમા બેદીએ પણ પરવીન બાબીની આત્મકથા લખી હતી
પણ ૧૮ ઓગસ્ટ ૧૯૯૮ના દિવસે બરફના તોફાનમાં સપડાઈને અદ્રશ્ય થઈ જવાના કારણે પ્રોતિમાએ લખેલી પરવીનની એ આત્મકથા પણ ક્યારેય પ્રકાશિત ના થઈ !

અભિનેત્રી બિંદિયા ગોસ્વામીની બહેન પર્લ ગોસ્વામી અને પરવીન બંનેય સાથે ભણતા હતા
અને તેઓ બંને વચ્ચે સંબંધો સારા હતા
આ સંબંધે પરવીન બાબી પોતાની સહેલી પર્લની નાની બહેન બિંદિયા ગોસ્વામીને પોતાની નાની બહેન માનતી હતી

૧૯૮૦માં ફિલ્મ શાનમાં પરવીન અને બિંદિયા બંનેય અભિનેત્રીઓ સાથે કામ કરતી હતી
એ સમયે "જીતે હૈ શાન સે મરતે હૈ શાન સે..." ગીતના ચિત્રીકરણ માટે સેટ લગભગ ત્રણ મહિનાથી તૈયાર હતો પણ કોઈ કારણે પરવીન ફિલ્મના સેટ પર આવતી ના હતી

તપાસ કરાવતા પોતાને કમળો થયો હોવાનું બહાનું બતાવ્યું હતું
બિંદિયાના કહેવા પ્રમાણે જયારે પરવીન સેટ પર હાજર થઈ અને ગીતનું ચિત્રીકરણ કરાયું ત્યારે પરવીન સંપૂર્ણ સ્વસ્થ લાગતી હતી
તેને કમળો થયાના કે અન્ય કોઈ બિમારીના લક્ષણ દેખાતા નહોતા
બિંદિયા ગોસ્વામીના કહેવા પ્રમાણે એ સમયથી જ પરવીન પાગલાવસ્થામાં જીવતી હતી
.
મહેશ ભટ્ટ નિર્મિત અને નિર્દેશિત વર્ષ ૧૯૮૨માં પ્રદર્શિત થયેલી ફિલ્મ "અર્થ" અને વર્ષ ૨૦૦૬માં પ્રદર્શિત થયેલી ફિલ્મ "વો લમ્હે" એ બંનેય ફિલ્મો મહેશ ભટ્ટના અને પરવીનના સંબંધો પર આધારિત હોવાનું કહેવાય છે

રવિવાર, ૨૨ જાન્યુઆરી ૨૦૦૫ના દિવસે પરવીનના પાડોશીઓએ એ વાતની નોંધ લીધી કે છેલ્લા ત્રણ દિવસથી પરવીનના દરવાજે છાપા અને દૂધ એમના એમ પડયા છે
અને ઘરમાંથી કંઈક બદબૂ આવી રહી છે

પરવીનના પાડોશીઓએ પોલીસને બોલાવી
પોલીસે આવીને ડુપ્લીકેટ ચાવીઓથી દરવાજો ખોલતા પરવીનની લાશ મળી હતી

પોલીસના રિપોર્ટના આધારે પરવીનનું મૃત્યુ બે દિવસ પહેલા એટલે કે ૨૦ જાન્યુઆરી ૨૦૦૫ના દિવસે થયું હોવાનું અનુમાન કર્યું

ઘરનો દરવાજો અંદરથી બંધ હોવાથી પોલીસે પરવીનના મૃત્યુને કોઈ ખૂન કેસ નહિ પણ સામાન્ય મૃત્યુ ગણાવ્યું હતું

પરવીનને ઘણા લાંબા સમયથી ખુબ જ ઊંચો ડાયાબિટીસ રહેતો હતો
મૃત્યુ સમયે તેના એક પગમાં ગેન્ગરિન પણ જોવા મળ્યું હતું

આ સિવાય પરવીનને સમય સમય પર પાગલપનની અસર થઈ જતી

જિંદગીના પાછળના દિવસોમાં પરવીને ઈસાઈધર્મ અંગીકાર કર્યો હતો
પરંતુ ૨૦ જાન્યુઆરી ૨૦૦૫ના દિવસે તેના સંબંધીઓના આગ્રહના કારણે ઈસ્લામધર્મની વિધિ પ્રમાણે પરવીનના અંતિમસંસ્કાર કરાયા
.
પરવીનના મૃત્યુ બાદ તેનું વસિયતનામું હાથ લાગ્યું હતું
જે વસિયત અનુસાર તેની જૂનાગઢની અને મુંબઈની તમામ મિલ્કતોમાંથી ૭૦% હિસ્સો બાબી વંશના ગરીબો માટે, ૧૦% ગરીબ ક્રિશ્ચિયન બાળકો માટે અને બાકીનો ૨૦% હિસ્સો પરવીનના મામા મુરાદખાનને ફાળવવાનું કહેવાયું હતું

આ વસિયતનામું નકલી છે એવા આક્ષેપ સાથે પરવીનના મામાએ કોર્ટ કેસ કર્યો હતો
પણ કોર્ટમાં એ બાબત સાબિત ના થઈ શકી કે પરવીનનું વસિયતનામું નકલી છે
આખરે જે તે વસિયતનામા પ્રમાણે પરવીનની મિલકતોની વહેંચણી કરાઈ
.
.
પરવીનની ફિલ્મોના લોકપ્રિય ગીતો પર નજર કરીયે
.
~ હમકો કો ગયા હૈ પ્યાર ક્યા કરે બોલો સોચિયે બોલો તો મર જાયે - અમર અકબર એન્થોની
~ અનહોની કો હોની કર દે હોની કો અનહોની - અમર અકબર એન્થોની
~ બાંહોમેં તેરી મસ્તી કે ઘેરે - કાલા પથ્થર
~ ધૂમ મચે ધૂમ આજ કી રૈના - કાલા પથ્થર
~ તુમ સાથ હો જબ અપને દુનિયા કો દિખા દેંગે - કાલીયા
~ જબ સે તુમકો દેખા દેખા હી કરતે હૈ - કાલીયા
~ પ્યાર કરનેવાલે પ્યાર કરતે હૈ શાન સે - શાન
~ યમ્મા યમ્મા યે ખુબસુરત શમા - શાન
~ જીધર દેખું તેરી તસ્વીર નજર આતી હૈ - મહાન
~ પ્યાર મેં દિલ પે માર દે ગોલી - મહાન
~ યે દિન તો આતા હૈ એક દિન જવાની મેં - મહાન
~ રાત બાકી બાત બાકી હોના હૈ જો હો જાને દો - નમક હલાલ
~ અઠરા બરસ કી તું હોને કો આયી - સુહાગ
~ મૈં તો બેઘર હું અપને ઘર લે ચલો - સુહાગ
~ તેરી રબને બના દી જોડી - સુહાગ
~ રૂઠે રબ કો મનાના આસાન હૈ રૂઠે યાર કો મનાના મુશ્કિલ હૈ - મજબૂર
~ આદમી જો કહેતા હૈ આદમી જો સુનતા હૈ - મજબૂર
~ દેખા ફૂલો કો કાંટો પે સોતે હુએ - મજબૂર
~ નહીં મેં નહિ દેખ સકતા તુજે રોતે હુએ - મજબૂર
~ મચ ગયા શોર સારી નગરી રે - ખુદ્દાર
~ લિખનેવાલે ને લિખ ડાલે - અર્પણ
~ મહોબ્બત અબ તિજારત બન ગઈ હૈ - અર્પણ
~ પરદેશ જાકે પરદેશીયા ભૂલ ના જાના - અર્પણ
~ કોઈ આયા આને ભી દો - કાલા સોના
~ તેરી ઝીલ સી ગહેરી આંખોમેં કુછ દેખા હમને ક્યા દેખા - ધુએં કી લકીર
~~~~~~~~~~~~~~~~~
પ્રકરણ - ૨૭

"आज सोचा तो आँसू भर आए
मुद्दतें हो गईं मुस्कुराए"
.
પ્રિયા રાજવંશ ઉર્ફે વીરા ઉર્ફે વીરા સુન્દરસિંઘ ~~~
.
"એ ફિલ્મોમાં હતી ત્યાં સુધી એ કોઈકની "પ્રિયા" હતી, એનું એક નાનકડુ 'રાજ' હતું પણ "વંશ" ત્યારે ના હતો કે પછીયે ના પાંગર્યો"

"અને એ મૃત્યુ પામી ત્યારેય એકસાથે ઘણાબધા "રાઝ" ધરબાઈ ગયા !"
.
અગાધ પ્રેમના કારણે માત્ર ચેતન આનંદે પોતાની ફિલ્મોની નાયિકા બનાવીને અને એને પોતાની પાસે રાખી
કદાચ દેખાવ અને અભિનયક્ષમતાના અભાવે અન્ય નિર્માતા નિર્દેશકોએ એની સદંતર અવગણના જ કરી
.
૧૯૩૭માં સિમલામાં સ્થાયી થયેલા શીખ પરિવારમાં જન્મેલી પ્રિયાનું મૂળ નામ તો વીરા સુન્દરસિંઘ.
એના બે ભાઈઓ - કમલજીત અને પદમજીત
પિતા સિમલાના ચીફ ફોરેસ્ટ ઓફિસર હતા
સિમલાના ઓકલેન્ડ હાઉસમાં શિક્ષણ લીધું પછી સેન્ટ બેડે'સ કોલેજથી ઇન્ટરમિડિયેટ કર્યું
પોતાના શોખના કારણે સિમલાના ગેઈટી થિયેટર સાથે જોડાઈ અને ઘણા નાટકોમાં કામ કર્યું
.
એના પિતા UNના કોઈક એસાઇન્મેન્ટ સાથે લંડનમાં હતા ત્યારે પ્રિયા લંડનમાં RADA, રોયલ એકેડેમી ઓફ ડ્રામેટિક આર્ટ સાથે જોડાયેલી
.
લંડનના એના કોઈક ચાહકે એના ફોટા ચેતન આનંદ સુધી પહોંચડયા અને છૂટાછેડા લીધેલા ચેતનના દિલમાં આનંદ વ્યાપી ગયો
આ વાત હતી ૧૯૬૨ની ત્યારે ભારત અને ચીનના યુદ્ધનો ચિતાર આપતી ફિલ્મ બનાવવાનો ચેતન આનંદનો વિચાર
વીરાને તેડાવી મંગાવી અને હકીકતે સૌથી પહેલી યુદ્ધ પરની ફિલ્મ બની તે હકીકત

વીરાનું નામકરણ "પ્રિયા રાજવંશ" કરાયું

અને અને અને અગત્યની વાત નવા નામકરણમાં RAJVANSH ના છેડે આવતા H સાથે પણ ચેતનભાઈને પ્રેમ થઇ ગયો અને પોતાની દરેક ફિલ્મનું નામ H અક્ષરથી ચાલુ થાય એ ધ્યાન રાખી પ્રિયા તરફ અકલ્પનિય પ્રેમ દર્શાવ્યો
હકીકત, હીરરાંઝા, હસ્તે ઝખ્મ, હિન્દુસ્તાન કી કસમ.....
.
જડવત બનીને પ્રિયાને પોતાની પ્રિયા બનાવવામાં જ આનંદ પામનાર ચેતન આનંદની ઓળખાણ મેળવવી તો રહી જ

ચેતન આનંદ ; ફિલ્મ નિર્માતા, ફિલ્મ નિર્દેશક, અભિનેતા, કથા લેખક અને પટકથા લેખક
.
કેમ્બ્રિઝમાં અભ્યાસ કરવાના કારણે BBCમાં થોડો સમય કામ કરવાનો મોકો મળ્યો
થોડો સમય દૂન સ્કૂલમાં કામ કર્યું.... જ્યાં ઈતીહાસ, અંગ્રેજી અને ટેનિસ શીખવવાનો મોકો મળ્યો
ક્યારેક ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના સભ્ય રહ્યા
ભારત દેશની આઝાદીની લડાઈમાં સક્રિયરીતે ભાગ લીધો હતો
ICS - Londonની પ્રવેશ પરીક્ષામાં નાકામયાબ રહ્યા

ફિલ્મજગતને ચેતન આનંદ થકી વિજય આનંદ, દેવ આનંદ, વિશાલ આનંદ, કેતન આનંદ, સુનિલ આનંદ મળ્યા
અને ચેતન આનંદે ઉમા આનંદ, કલ્પના કાર્તિક, શેખરકપૂર, સુચિત્રા કૃષ્ણમૂર્તિ, પ્રિયા રાજવંશ વગેરે વગેરે લટકામાં આપ્યા
.
જો કે એ સમયે બળકટ અભિનય અભાવે અભિનય કરવાનો બહુ મોકો ના મળ્યો
ફિલ્મ હમસફર,અર્પણ, અંજલિ, કાલા બાઝાર, કિનારે કિનારે, અમન, કાંચ ઔર હીરા, હિન્દુસ્તાન કી કસમ જેવી ફિલ્મોમાં નાનકડા રોલ કર્યા
૧૯૬૦માં પોતાની જ ફિલ્મ કાલા બઝારમાં "એડવોકેટ દેસાઈ" તરીકેનો તેમનો અભિનય તમને યાદ જ હશે ?!
.
ફિલ્મી કારકિર્દીની શરૂઆતે ચેતન આનંદે પત્રકાર, ઉદઘોષિકા, સંકલનકાર (સંગીત નાટક, મેગેઝીન)અને અભિનેત્રી એવી બહુમુખી પ્રતિભા ઉમા કોહલી (આનંદ) સાથે ૧૯૪૩માં લગ્ન કર્યા
.
ઉમા આનંદના બાળવાર્તાઓના ઘણાબધા પુસ્તકોને "National Book Trust of India " દ્વારા અન્ય ભારતીય ભાષાઓમાં પ્રસિદ્ધ કરાયા છે
ઉમા આનંદના છેલા પુસ્તક "Chetan Anand: The Poetics of Film and it portrayed the life in theatre and cinema in Mumbai, India in early 40s and 50s."ના સહલેખક તરીકે તેમનો દીકરો "કેતન આનંદ" પણ હતો
.
પ્રતિભાનો ગજગ્રાહ અને પ્રતિભા હનનનો ટકરાવ બંનેના લગ્નબંધનાના છેડા છુટા કરાવીને જ રહ્યો
સંતાનો વિવેક આનંદ અને કેતન આનંદ પિતા ચેતન આનંદની જિંદગીનો હિસ્સો બની રહયા
.
કલ્પના કાર્તિક, દેવ આનંદની પત્ની ઉમા આનંદના માતૃપક્ષે સગપણમાં થાય અને સાસરીપક્ષે પાછી દેરાણી થાય
.
કદાચ એ છેડા છુટ્ટા થવામાં મુખ્ય કારણ નવી સાંપડેલી પ્રિયા એવી પ્રિયાનો પ્રેમ પણ હોય !

ચેતન આનંદ એટલે પ્રિયાનો તો પ્રથમ અને આખરી પુરુષ !
.
RK નારાયણની કથા પર બનેલી નવકેતનની ફિલ્મ "ગાઈડ" હિન્દી અને અંગ્રેજીમાં એકસાથે બનવાની તૈયારીઓ થઈ રહી હતી.
મોટાભાઈ ચેતનની જીદ હતી કે ફિલ્મમાં અભિનેત્રી "પ્રિયા રાજવંશ" હશે અને દેવાનંદની પસંદ "વહીદા" હતી.
ચેતન આનંદનું કહેવું હતુ કે વહીદા કરતા પ્રિયા અંગ્રેજી સારું બોલી શકે છે એટલે ફિલ્મમાં અભિનેત્રી એ જ હશે
ત્યારે દેવાનંદ અને મોટાભાઈ ચેતન આનંદ વચ્ચે થયેલી દલીલોમાં છેલ્લે દેવાનંદે મોટાભાઈને કહી દીધું કે "રોઝી" તો વહીદા જ હશે તમારે આ પ્રોજેક્ટ અને નવકેતન છોડવાની છૂટ છે !

અને આ પ્રિયાના પ્રેમે બે ભાઈઓને ભીડવી દીધા !
.
વહીદા રહેમાને પોતાની ૧૯૬૪ની ફિલ્મ શગુનના અભિનેતા કંવલજીત ઉર્ફે "શશી રેખી" સાથે ૧૯૭૪માં લગ્ન કરેલા
વહિદાના દબાણના કારણે કંવલજીતે વહીદા સાથે લગ્ન કરવા ઈસ્લામધર્મ અંગીકાર કરેલો
ત્યારબાદ વર્ષો પછી ફરી પાછો હિન્દૂધર્મ અંગીકાર કરેલો

આ કંવલજીત એટલે પ્રિયા રાજવંશનો મોટો ભાઈ !
.
૧૯૯૭માં ચેતન આનંદના અવસાન બાદ એની પડતી અને યાતનાઓ શરુ થઈ.
અધિકાર વગર ચેતન આનંદની સંપત્તિ પર ના માત્ર અધિકાર પણ એકાધિકાર ભોગવતી પ્રિયાનું ૨૭ માર્ચ ૨૦૦૦ના દિવસે ખૂન થયું
ખૂનના આરોપસર ચેતન આનંદના બે દીકરાઓ સહીત ચાર જણ ઝડપાયા જેમને ૨૦૦૨ આજીવન કેદ ફટકારાઈ.
.
પ્રિયા કે જે અચેતન થઈ ત્યાં સુધી આનંદથી વંચિત રહી !
.
પ્રિયા રાજવંશ / ચેતન આનંદની ફિલ્મોમાં મદનમોહનનું સંગીત હોવાના કારણે મને એ તમામે તમામ ફિલ્મોના ગીતો ખુબ ગમે છે.
.
ચાલો એ અવિસ્મરણીય ગીતોને મમળાવી લઈએ

ફિલ્મ - હકીકત
.
૧.
मैं ये सोचकर उसके दर से उठा था
के वो रोक लेगी मना लेगी मुझको
.
हवाओं में लहराता आता था दामन
के दामन पकड़कर बिठा लेगी मुझको
.
कदम ऐसे अंदाज़ से उठ रहे थे
के आवाज़ देकर बुला लेगी मुझको
.
मगर उसने रोका
न उसने मनाया
न दामन ही पकड़ा
न मुझको बिठाया
न आवाज़ ही दी
न वापस बुलाया
.
मैं आहिस्ता आहिस्ता बढ़ता ही आया
यहाँ तक के उससे जुदा हो गया मैं ...

૨.
ज़रा सी आहट होती है तो दिल सोचता है
कहीं ये वो तो नहीं, कहीं ये वो तो नहीं
ज़रा सी आहट होती है ...

૩.
होके मजबूर मुझे उसने भुलाया होगा
ज़हर चुपके से दवा जानके खाया होगा
होके मजबूर...

૪.
કર ચલે હમ ફિદા જાનો તન સાથીયો

ફિલ્મ - હીર રાંઝા

૧.
दो दिल टूटे दो दिल हारे
दुनियाँ वालों सदके तुम्हारे

૨.
मेरी दुनिया में तुम आयीं क्या क्या अपने साथ लिये
तन की चाँदी मन का सोना सपनों वाली रात लिये

૩.
ये दुनिया ये महफ़िल
मेरे काम की नहीं - (२)

ફિલ્મ - હિન્દુસ્તાન કી કસમ

૧.
है तेरे साथ मेरी वफ़ा मैं नहीं तो क्या
ज़िंदा रहेगा प्यार मेरा, मैं नहीं तो क्या
है तेरे साथ मेरी वफ़ा ...

૨.
हर तरफ़ अब यही अफ़साने हैं
हम तेरी आँखों के दीवानें हैं
हर तरफ़...

ફિલ્મ - હસ્તે ઝખ્મ

૧.
आज सोचा तो आँसू भर आए
मुद्दतें हो गईं मुस्कुराए

૨.
बेताब दिल की तमन्ना यही है
तुम्हें चाहेंगे तुम्हें पूजेंगे
तुम्हें अपना ख़ुदा बनाएँगे, बेताब ...

૩.
तुम जो मिल गए हो तो ये लगता है के जहाँ मिल गया
एक भूले हुए राही को कारवाँ मिल गया

ફિલ્મ - કુદરત

૧.
हमें तुम से प्यार कितना, यह हम नहीं जानते
मगर जी नहीं सकते तुम्हारे बिना
हमें तुम से प्यार कितना ...

૨.
તુને ઓ રંગીલે કૈસા જાદુ કિયા
~~~~~~~~~~~~~~~~
પ્રકરણ - ૨૮

"જાને કહાં દેખા હૈ કહાં દેખા હૈ તુમ્હે
જાગી જાગી અંખિયો કે સપનોમેં..."
.
પદ્મા ખન્ના ~~~

૧૦ માર્ચ ૧૯૪૯ ના દિવસે વારાણસીમાં જન્મ

૭ વર્ષની ઉંમરે વારાણસીમાં "કિશન મહારાજ" પાસે કથ્થક શીખવાનું શરુ કર્યું
કથ્થકની એડવાન્સ તાલીમ "ગોપીકૃષ્ણ" પાસેથી મેળવી
પદ્મિની અને વૈજયંતી જેવી નીવડેલી નૃત્યાંગના અને અભિનેત્રીઓની સંદર્ભો અને સંપર્કોના સહારે પદ્મા ખન્નાનો હિન્દી ફિલ્મજગતમાં પ્રવેશ થયો

૧૯૬૧માં પોતાની ૧૨વર્ષની ઉંમરે ભોજપુરી ફિલ્મ "ભૈયા"માં બાળકલાકાર તરીકે કામ કર્યું
૧૯૬૬ની હિન્દી ફિલ્મ "બીવી ઔર મકાન"થી હિન્દી ફિલ્મજગતમાં પ્રવેશ કર્યો
૧૯૭૩માં ફિલ્મ "રેશ્મા ઔર શેરા" કરી
૧૯૭૭માં ગુજરાતી ફિલ્મ ઘેર ઘેર માટીના ચૂલા કરી
૧૯૭૮માં તેલુગુ ફિલ્મ "રાજપુત્ર રહસ્યમ" કરી
૧૯૭૮માં જ પંજાબી ફિલ્મ "જીંદરી યાર દી" કરી
૧૯૮૩માં મરાઠી ફિલ્મ "દેવતા" કરી

૧૯૭૦ની ફિલ્મ "જ્હોની મેરા નામ"ના કેબરે સોંગથી ફિલ્મજગતને પોતાની નૃત્યાંગના તરીકેની નવી અને પાકી ઓળખ આપી
આમ તો નૃત્યાંગના હેલનનો મધ્યાહ્ન એ પદ્મા ખન્નાનો ઉદયકાળ બન્યો
આ ગીતથી પદ્મા ખન્ના બૉલીવુડ ફિલ્મની સૌપ્રથમ "સ્ટ્રીપટીઝ ડાન્સર" બની !

એ ગીતને મળેલી અપાર સફળતા બાદ પદ્મા ખન્નાની ગાડી દોડવા લાગી

૧૯૮૭ની ધાર્મિક સિરિયલ રામાયણમાં તેણે "કૈકયી"ના પાત્રને નાના પરદે જીવંતતા બક્ષી
અને દર્શકોની ભરપેટ ગાળો પણ ખાધી
.
૧૯૯૦થી પોતાના પતિ સાથે ન્યુઝર્સી ,US માં કાયમી વસવાટ કરવાનું સ્વીકાર્યું અને ત્યાં પોતાના પતિ સાથે "Indianica " નામે ડાન્સ એકેડેમી શરુ કરી.
.
૨૦૦૪માં ભોજપુરી ફિલ્મ "નાહિર હુટલ જાયા"નું નિર્દેશન કર્યું
.
૨૦૦૮માં ન્યુયોર્કમાં અન્ય ૬૪ કલાકારો અને નૃત્યકારો સાથે સંગીતમય રામાયણ ભજવી જેનું "નૃત્ય નિર્દેશન" તેનું પોતાનું જ હતું
.
૨૦૦૬ની સિરિયલ પહેચાનમાં પણ કામ કર્યું હતું
.
કમાલ અમરોહીની પાકીઝા બહુ લાંબો સમય "ડબ્બાબંધ" રહી
ક્યારેક મીનાકુમારી અને કમાલ અમરોહીના વણસતા સંબંધોને કારણે
તો ક્યારેક બીમાર રહેતી મીનાકુમારીના સ્વાસ્થ્યના કારણે
બસ ત્યારે પાકીઝા ફિલ્મના ગીતોના ચિત્રીકરણ અને અગત્યના દ્રશ્યોના ચિત્રીકરણ માટે મીનાકુમારીના "બોડી ડબલ" તરીકે "પદ્મા ખન્ના"ની સેવાઓ લેવાઈ હતી

ક્યારેક પાકીઝા ફિલ્મના ગીત "ચલો દિલદાર ચલો...."અને "આજ હમ અપની દુઆઓંકા અસર દેખેંગે ......" ધ્યાનથી જોશો તો મીનાકુમારીની જગ્યાએ પદ્મા ખન્ના જરૂર નજર આવશે !

કેટલાક લોકોની માન્યતા છે કે પાકીઝા ફિલ્મમાં મીનાકુમારીના "બોડી ડબલ"માં "બિંદુ"ની સેવાઓ લેવાઈ હોવાની છે જે માન્યતા સાચી નથી
.
વર્ષ ૧૯૭૩ની અમિતાભ અને નૂતન અભિનીત ફિલ્મ "સોદાગર" તો તમને યાદ જ હશે ?

એ ફિલ્મનું આ સદાબહાર ગીત "સજના હૈ મુઝે સજના કે લિયે ........" પદ્મા ખન્ના પર ફિલ્માવાયેલું

પણ ફિલ્મ "જ્હોની મેરા નામ"ના કેબરે ડાન્સ અને કેબરે ગીત "હુસ્ન કે લાખો રંગ ... કૌન સા રંગ દેખોગે ..." ગીતની છાપ આજીવન લાગી ગઈ અને એના જેવા જ ડાન્સ ગીતો મળ્યા અને ખલનાયિકાના પાત્રોનો અભિનય કાયમ માટે નસીબમાં લખાઈ ગયો
.
વર્ષ ૧૯૭૩ની અમિતાભ અને નૂતન અભિનીત ફિલ્મ "સોદાગર"માં જગદીશ એલ સીદાના મુખ્ય સહાયક નિર્દેશક હતા
બસ ત્યારથી જ એ બંનેય વચ્ચે આંખમીચોલીનો વ્યવહાર
પણ મેળ પડતા પડતા છેક ૧૯૮૬ આવી ગઈ
.
૧૯૮૬માં પદ્મા ખન્નાએ ફિલ્મ નિર્દેશક જગદીશ એલ સીદાના લગ્ન કર્યા
જગદીશ સીદાના પદ્મા ખન્ના અભિનીત ફિલ્મ રેશ્મા ઔર શેરાના સહાયક નિર્દેશક હતા
જગદીશ સીદાનાએ ફિલ્મ પાંચવી મંઝિલ, એક બાર ચલે આઓ, બેપનાહ, શેરદિલ, દિલ ભી ખાલી જેબ ભી ખાલી જેવી C ગ્રેડની ફિલ્મોનું નિર્દેશન કર્યું
જગદીશ સીદાનાએ શેરદિલ જેવી C ગ્રેડ ફિલ્મનું નિર્માણ પણ કર્યું
.
દીકરી નેહા સીદાના નૃત્યાંગના અને "નૃત્યનિર્દેશિકા" છે (જગદીશ સીદાનાની પ્રથમ પત્નીની દીકરી)
દીકરો અક્ષર સીદાના અભિનેતા અને સ્ટેજ પરફોર્મર છે

..
લગ્ન પછી પદ્મા ખન્નાએ ફિલ્મોમાં અભિનય કરવો બંધ કર્યો અને પોતાના પરિવાર સાથે USમાં સ્થાયી થઈ
.
૧૯૬૧માં કરેલી ભોજપુરી ફિલ્મ પછી પદ્માને લાગ્યું કે અભિનય કરવો ખુબ અઘરો છે અને પદ્માએ પોતાનો અધૂરો અભ્યાસ પૂરો કરવાનો નિર્ણય કર્યો હતો
પણ ...
નસીબ ફરી ફિલ્મોમાં ખેંચી લાવ્યું !

અને પદ્મા ખન્નાએ અલગ અલગ ભાષાઓમાં મળીને લગભગ ૩૦૦ ફિલ્મોમાં અભિનય કર્યો !
સોદાગર, જ્હોની મેરા નામ, જોશીલા, લોફર, આજ કી તાઝા ખબર, સીમા, રામપુર કા લક્ષ્મણ, હીરરાંઝા, હેરાફેરી વગેરે વગેરેને પદ્મા ખન્નાના અભિનયવાળી મુખ્ય ફિલ્મો ગણાવી શકાય
.
પદ્મા ખન્નાની ફિલ્મોના ગીતોની એક ઝલક મેળવી લઈએ

ફિલ્મ - સૌદાગર (૧૯૭૩)

~ સજના હૈ મુઝે સજના કે લિયે
~ હર હસીં ચીજ કા મૈં તલબગાર હું
~ તેરા મેરા સાથ રહે
~ દૂર હૈ કિનારા ગહેરી નદી કી ધારા

ફિલ્મ - જ્હોની મેરા નામ
~ હુસ્ન કે લાખો રંગ કૌન સા રંગ દે...ખોગે

ફિલ્મ - બીવી ઔર મકાન
~ જાને કહાં દેખા હૈ કહાં દેખા હૈ તુમ્હે
~~~~~~~~~~~
પ્રકરણ - ૨૯

"લારા લપ્પા લારા લપ્પા લાઈ રખદા.."
.
એરીક રોબર્ટસ, હિંદી ફિલ્મના મ્યુઝીક ડાયરેકટર ~~~

અરે તમેય નથી ઓળખતા આ એરીક રોબર્ટસને ?

૧૯૫૦ના દાયકાનો એ સંગીતકાર જેનું એક ગીત આજેય એટલું પ્રખ્યાત અને જીવંત છે કે એ ગીત સાંભળતા જ જે તે શ્રોતાના સંગીતના તાલે થીરકવા લાગે છે.
.
બસ એ એક જ ગીત એની પહેચાન બની ગયું અને આજેય એરીક રોબર્ટસ, સંગીતકાર વિનોદના નામે જીવંત છે

"લારા લપ્પા લારા લપ્પા લાઈ રખદા..."

ફિલ્મ - એક થી લડકી ગાયક કલાકારો - લતા, રફી અને જી એમ દુર્રાની ગીતકાર - અઝીઝ કાશ્મીરીની બેજોડ રચના

ફિલ્મ ઈંડસ્ટ્રીમાં બેજોડ કામગીરી કરવા છતાંયે અંધકારની ગર્તામાં ખોવાઈ ગયા તેમાંનો આ એક સંગીતકાર વિનોદ
.
જે સંગીતકારોના કૌશલની કદર ના થઈ એમાં અનુ મલીકના પિતા સરદાર મલીક (સારંગા તેરી યાદ મેં), હંસરાજ બહેલ (જિંદગી ભર ગમ જુદાઈ કા મુઝે તડ્પયેગા હર નયા મૌસમ પૂરાની યાદ લેકર આયેગા, મહોબ્બત જીંદા રહેતી હૈ મહોબ્બત મર નહિ સકતી), હુસ્નલાલ ભગતરામ (એક દિલ કે ટૂકડે હજાર હુએ કોઈ યહાં ગીરા કોઈ વહાં ગીરા, જરા તુમને દેખા તો પ્યાર હો ગયા, વો આયે બહારે લાયે બજી શહેનાઈ)
.
મૂળ લાહોરનું હિંદુ કુટુંબ જેણે પાછળથી ઈસાઈ ધર્મ અપનાવ્યો
બાળપણમાં હિંદુલગ્નોમાં બેંડવાજાવાળા વગાડાતા ગીતો સાંભળવાનો અને ગાવાનો શોખીન જીવ ક્યારેક ક્યારેક ગુરુદ્વારાના શબદકિર્તનમાં પણ ભાગ લે
.
પાછળથી લાહોરમાં પંડિત અમરનાથનો ચેલા બનીને સંગીતની તાલીમ લીધી

હાલત તો જુઓ
જે તે સમયે પ્રવર્તતી પરિસ્થિતિને અનુરૂપ હિન્દૂ નામ વિનોદ રાખીને મૂળ હિન્દૂ પણ પાછળથી ઈસાઈધર્મ અંગીકાર કરનાર એરિકને બોલીવુડમાં સંગીત આપવાનો વારો આવ્યો

બે દિકરીઓ વીરા મિસ્ત્રી અને વીણા સોલોમન
.
વિનોદે ૬ પંજાબી અને ૩૦ હિન્દી ફિલ્મો સહીત કુલ ૩૬ ફિલ્મોમાં સંગીત આપ્યું
.
૧૯૫૯ની ૨૫ ડિસેમ્બરે ગરીબીમાં પ્રાણ ત્યજી દીધા ૨૮ મે ૧૯૨૨માં જન્મેલ હોનહાર સંગીતકાર અકાળે માત્ર ૩૭ વર્ષે ફાની દુનિયા છોડી ગયો
.
ગાયક દલેર મહેંદી લારા લપ્પાગીતનો એવો તે ચાહક છે કે આજેય પોતાના સ્ટેજ પ્રોગ્રામમાં પોતાના ગીતો વચ્ચે એ ગીતને વાણી લે છે અને એ ગીતને દરેક પ્રોગ્રામમાં એ જરૂર ગાય છે
~~~~~~~~~~~~~
પ્રકરણ - ૩૦

"યે આજકાલ કે લડકે લિખતે ના પઢતે હૈ....
......કબૂતર કબૂતર"
.
ઉષા મંગેશકર ~~~
.
૨૭ જાન્યુઆરી ૧૯૩૫ના દિવસે ભોપાલ ,મધ્યપ્રદેશમાં જન્મ. ચાર બહેનોમાં સૌથી નાનીબહેન . પિતા પંડિત દીનાનાથ મંગેશકર એટલે સંગીત વારસામાં જ મળેલું.
.
લતા, આશા, મીના અને સૌથી નાની આ ઉષા.
હા હૃદયનાથ એનાથી નાનો
એ છ વર્ષની હતી ત્યારે એના પિતા અવસાન પામેલા
એટલે નાનપણથી જ ફિલ્મોમાં નાના મોટા કામ કરવાનો મહાવરો
કામની શોધમાં પરિવાર મધ્યપ્રદેશથી પુના થઇ મુંબઈમાં સ્થાયી થયો

પોતાની ૧૮ વર્ષની ઉંમરે ગાવાની શરૂઆત કરી
૧૯૭૫ની ફિલ્મ "જય સંતોષી માં"થી સફળતા અને નામ મળ્યું પણ ત્યારે બહુ મોડુ થઈ ગયું તુ.
૧૯૫૩માં પાર્શ્વગાયનની શરૂઆત કરી આધિકારિકરીતે ૨૦૦૮ સુધી ફિલ્મોમાં ગીતો ગાયા
.
હરીફો અને દુશ્મનો દૂર તો લેવા જવાના નહોતા એટલે ઘરનો ઉંમરો વળોટીને બહાર જવાના પ્રસંગો બહુ ઓછા સાંપડ્યા !
.
નસીબ સારા કે ગુજરાતી ફિલ્મોના સર્જકો તારણહાર બન્યા અન્યથા કારકિર્દી પર બહુ વહેલું પૂર્ણવિરામ આવી ગયું હોત !

હિન્દી ઉપરાંત માતૃભાષા મરાઠી, પોતાની માતાની માતૃભાષા ગુજરાતી, ભોજપુરી, બંગાળી , અસમિયા અને નેપાળી ભાષામાં નસીબ સાથે ગળુ અજમાવ્યું
.
૧૯૭૫ (જય સંતોષી માં) , ૧૯૭૭ (ઇન્કાર) અને ૧૯૮૦ (ઈકરાર) ફિલ્મોના ગીતો માટે શ્રેષ્ઠગાયિકાનું ફિલ્મફેર નોમિનેશન,
પણ આજીવન એવોર્ડથી વંચિત
.
ચાલો ઉષા મંગેશકરે ગાયેલા જાણીતા પણ અજાણ્યા ગીતોને યાદ કરી લઈએ
.
ફિલ્મ - શિકારી

तुमको पिया दिल दिया कितने नाज़ से
नैना लड़ गए भोले-भाले कैसे दगाबाज़ से हो
तुमको पिया दिल दिया ...

ફિલ્મ - મધર ઇન્ડિયા

दुनिया में हम आये हैं तो जीना ही पड़ेगा
जीवन है अगर ज़हर तो पीना ही पड़ेगा
दुनिया ...

ફિલ્મ - જય સંતોષી માં

૧.
मैं तो आरती उतारूँ रे सन्तोषी माता की - २
जय जय सन्तोषी माता जय जय माँ - २

૨.
करती हूँ तुम्हारा व्रत मैं, स्वीकार करो माँ
मँझधार में मैं अटकी, बेड़ापार करो माँ
बेड़ापार करो माँ
हे माँ सन्तोषी - २

૩.
મદદ કરો સંતોષી માતા

ફિલ્મ - તરાના

सुल्ताना सुल्ताना मेरा नाम है सुल्ताना
मेरे हुस्न का हर अंदाज़ मस्ताना
मैं परियों की रानी
- कुकू
मेरी चढ़ती जवानी
- कुकू
जो भी देखे हो जाये दीवाना
- सुल्ताना
सुल्ताना सुल्ताना ...

ફિલ્મ - ખટ્ટા મીઠા

खट्टा-मीठा -४
ये जीना है अंगूर का दाना
कुछ कच्चा है कुछ पक्का है
अरे जितना खाया मीठा था
जो हाथ ना आया खट्टा है
ये जीना है ...

ફિલ્મ - જીને કી રાહ

चंदा को ढूँढने सभी तारे निकल पड़े -२
गलियों में वो नसीब के मारे निकल पड़े
चंदा को ...

ફિલ્મ - ચિત્રલેખા

काहे तरसाए जियरा
यौवन ऋतु सजन जाके ना आए
काहे जियरा तरसाए
काहे तरसाए ...

ફિલ્મ - તકદીર

जब जब बहार आई
और ફૂल मुस्कुराये
(मुझे तुम याद आये) -२
जब जब भी चाँद निकला
और तारे जगमगाये
(मुझे तुम याद आये) -२

ફિલ્મ - ઇન્કાર

મૂંગડા મૂંગડા મૈ ગુડ કી ડલી..

ફિલ્મ - આઝાદ

अपलम चपलम
चप लायी रे दुनिया को छोड़
तेरी गली आयी रे आयी रे आयी रे
अपलम चपलम ...

ફિલ્મ - જુલી

साँचा नाम तेरा
तू श्याम मेरा, साँचा नाम तेरा, तू श्याम मेरा
सगरा जगत है झूठा साथी
टूटे दीपक बुझ जाये बाती

ફિલ્મ - ખુબસુરત

સારે નિયમ તોડ દો, નિયમ પે ચલના છોડ દો

ફિલ્મ - નસીબ

૧.
પકડો પકડો પકડો અરે ઝકડો ઝકડો ઝકડો

૨.
રંગ જમાતે જાયેંગે ચક્કર ચલતે જાયેંગે

ફિલ્મ - દિલ્લગી

યે આજકાલ કે લડકે લિખતે ના પઢતે હૈ....
......કબૂતર કબૂતર

~~~~~~~~~~~~~~~~~~
પ્રકરણ - ૩૧

"तेरा काम है जलना परवाने, चाहे शमा जले या ना जले
शमा जले या ना जले "
.
એસ મોહિન્દર ~~~
.
આમ તો નામ હતું મોહિન્દર સિંહ સરન પણ ફિલ્મો માટે નામ સ્વીકાર્યું એસ.મોહિન્દર
૮ સપ્ટેમ્બર ૧૯૨૫ના દિવસે, એ સમયે ભારતના ભાગ એવા પંજાબમાં જન્મ

પિતા, સુજાન સીંગ બક્ષી, પોલીસખાતામાં ASI એટલે દરેક વખતે પિતાની બદલી થતા નવા ગામની હવા અને નવી ઘંટીનો લોટ

બાળપણથી જ વાંસળી વગાડવાનો અને ગીતો ગાવાનો શોખ
લાહોર રેડિયો સ્ટેશન પર ગાવાની શરૂઆત કરી

૧૯૪૦માં અમૃતસરની ખાલસા હાઈસ્કૂલમાં શાળાકીય અભ્યાસ માટે પ્રવેશ મેળવ્યો
૧૯૪૭ના ભાગલા પછી એમનો પૂરો પરિવાર ભારતના પંજાબમાં આવી ગયો

શાસ્ત્રીય સંગીતના વધુ તાલીમ અર્થે શાસ્ત્રીય સંગીતના "કાશી" ઉર્ફે બનારસમાં સ્થાયી થયા
લક્ષ્મણ દાસ અને બડે ગુલામઅલી ખાન એમના ગુરુ
.
૧૯૪૮માં "ફિલ્મીસ્તાન સ્ટુડિયો" સાથે જોડાવા મુંબઈ જઈને રહ્યા
૧૯૪૮માં સૌ પ્રથમ ફિલ્મ "સેહરા" કરી
૧૯૪૮ થી ૧૯૮૧ સુધીમાં લગભગ ૩૦ ફિલ્મોમાં સંગીત આપ્યું જેમાં એક પંજાબી ફિલ્મ સામેલ છે
.
ફિલ્મ 'શીરીં ફરહાદ"નું લતા મંગેશકરે ગાયેલુ ગીત, "ગુજરા હુઆ જમાના આતા નહિ દુબારા ...." , રેડિયો સિલોન, ઓલ ઈન્ડિયા રેડીઓ અને રેડિયો પાપીસ્તાન પર એટલી બધી વખત વાગી ને એવું તો પ્રખ્યાત થઈ ગયું કે એ ગીત "ઉપ મહાદ્વીપ"નું ગીત ગણાયું
.
ફિલ્મ "નાનક નામ જહાજ" માટે નેશનલ ફિલ્મ એવોર્ડ મેળવ્યો
.
આજે ૯૨ વર્ષની ઉંમરે દાદા USA માં અડીખમ બેઠા છે
.
એમની ફિલ્મોના મને ગમતા ગીતો માણીયે, કદાચ તમનેય ગમી જાય
.
ફિલ્મ - શીરીં ફરહાદ
૧.
गुज़रा हुआ ज़माना, आता नहीं दुबारा
हाफ़िज़ खुदा तुम्हारा
.
खुशियाँ थीं चार पल की आँसू हैं उम्र भर के
तन्हाइयों में अक़्सर रोएंगे याद कर के
दो वक़्त जो कि हमने इक साथ है गुज़ारा
हाफ़िज़ ...
.
मेरी क़सम है मुझको तुम बेवफ़ा न कहना
मजबूर थी मुहब्बत सब कुछ पड़ा है सहना
तूफ़ाँ है ज़िन्दगी का अब आखिरी सहारा
हाफ़िज़ ...
.
मेरे लिये सहर भी आई है रात बन कर
निकला मेरा जनाज़ा मेरी बरात बन कर
अच्छा हुआ जो तुमने देखा न ये नज़ारा
हाफ़िज़ ...
.
૨.
हज़ारों रंग बदलेगा ज़माना
न बदलेगा मुहब्बत का फ़साना
हज़ारों ...
.
पिघल जाते हैं पत्थर मोम हो कर
लिपट जाते हैं कतरे से समन्दर
मुहब्बत जब छेड़ती है तराना
हज़ारों ...
.
मुहब्बत मौत से भी क्या मरेगी
ज़माने से मुहब्बत क्या डरेगी
कि इसकी ठोकरों में है ज़माना
हज़ारों ...

ફિલ્મ - પાપી
.
तेरा काम है जलना परवाने, चाहे शमा जले या ना जले
शमा जले या ना जले
तू पंख जलाले दीवाने, चाहे शमा जले या ना जले
शमा जले या ना जले
.
ये दर्द मोहब्बत का सह जा, तू आग के दरिया में बहजा
कहती जो दुनिया कहने दे, तू जलते जलते ये कहजा
यूं जल मरते हैं दीवाने, चाहे शमा जले या ना जले
शमा जले या ना जले
.
तेरा प्यार नहीं है हरजाई, तू सौदाई है सौदाई
मरने मैं है शान मोहब्बत की, जीने में है तेरी रुसवाई,
मरते नहीं जल कर परवाने, चाहे शमा जले या ना जले
शमा जले या ना जले
.
तेरा काम है जलना परवाने, चाहे शमा जले या ना जले
शमा जले या ना जले - २
.
ફિલ્મ - જય ભવાની
.
शमा से कोई कह दे कि तेरे रहते-रहते अँधेरा हो रहा
कि तुम हो वहाँ तो मिलने को यहाँ पतंगा रो रहा
सितारो उनसे कहना नज़ारों उनसे कहना सज़ा हो रही
कि तुम हो वहाँ तो मिलने को यहाँ शमा रो रही
सितारो उनसे कहना ...
.
तड़पता प्यार कि हो दीदार मगर दीवार हमें रोके
शमा ऐसे जले जैसे पतंगे से ( जुदा हो के ) -२
दुहाई देते-देते जुदाई सहते-सहते अन्धेरा हो रहा
कि तुम हो वहाँ ...
.
बँधी ज़ंजीर मगर बेपीर तेरी तस्वीर नहीं जाती
सितम की बात सहें हम घात मिलन की रात ( नहीं आती ) -२
कि आहें भरते-भरते तड़प के मरते-मरते अँधेरा हो रहा
कि तुम हो वहाँ ...
~~~~~~~~~~~~~~~~~~ 
પ્રકરણ - ૩૨

"ઝૂમતી ચલી હવા યાદ આ ગયા કોઈ"
.
એસ એન ત્રિપાઠી ઉર્ફે શ્રી નાથ ત્રિપાઠી ~~~~~
.
બનારસના પંડિત
૧૪ માર્ચ ૧૯૧૩ના દિવસે જન્મ

ફિલ્મજગતમાં કિશોરકુમારના જનમ પહેલા જન્મેલી એક બહુમુખી પ્રતિભા કે જે ફિલ્મ સાથે સંકળાયેલી ઘણીબધી કળાઓના જ્ઞાતા હતા અને ફિલ્મને લગતી ઘણીબધી કળાઓ પર તેમને મહારત મેળવેલી

અભિનેતા, સંગીતકાર, ગાયક, ફિલ્મ કથા લેખક, ફિલ્મ પટકથા લેખક, ફિલ્મ સંવાદ લેખક, ફિલ્મ નિર્માતા, ફિલ્મ નિર્દેશક અને આટઆટલી કલાના જાણકાર હોવા છતાંયે એમની સૌથી મોટી ઓળખ ફિલ્મજગતના નિરાભિમાની એવા એક સીધાસાદા વ્યક્તિ હતા આપણા આ બનારસી બાબુ !

પણ આજેય તેઓની ઓળખ એક સંગીતકારથી વિશેષ કંઈ જ નથી
કદાચ ઘણા મિત્રો તો એ નામે કોઈ મહાન સંગીતકાર થઈ ગયા એ વાતથી પણ વાકેફ નહિ હોય !
.
૧૯૩૦ના દાયકામાં તેઓએ ફિલ્મજગતમાં એક વાયોલિનવાદક તરીકે પદાર્પણ કર્યું અને સાથે સાથે ગાયક પણ બન્યા

એ સમયની પ્રથમ મહિલા સંગીતકાર "સરસ્વતી દેવી"ના સહાયક સંગીતકાર બની રહયા

૧૯૪૧ની ફિલ્મ "ચંદન" તેઓની સ્વતંત્ર સંગીતકાર તરીકેની પ્રથમ ફિલ્મ

સંગીતકાર ચિત્રગુપ્તે, SN ત્રિપાઠીના સહાયક સંગીત નિર્દેશક તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી

ચિત્રગુપ્ત અને SN દાદાએ સાથે મળીને ફિલ્મ "અલી બાબા ૪૦ ચોર"નું સંગીત તૈયાર કરેલું

જે ફિલ્મમાં રફી અને લતાએ ગાયેલુ "એય સબા ઉનસે કહ જરા ......" એ સમયે ખુબ જ પ્રચલિત થયેલું

મનમોહન દેસાઈની સૌ પ્રથમ ફિલ્મ જનમ જનમ કે ફેરે (૧૯૫૭)માટે સન દાદાએ સંગીત આપેલું
એ ફિલ્મના ગીતો લખ્યા હતા દાદા ભરત વ્યાસે

ત્યારબાદ SN દાદા અને ભરત દાદાની જોડીએ લગભગ ૧૨ ફિલ્મો સાથે કરી.
એ ફિલ્મનું સદાબહાર ગીત "જરા સામને તો આઓ છલીયે........" આજેય એટલું જ પ્રચલિત ગીત છે

SN દાદાએ બેમીસાલ એવી ફિલ્મ "રાની રૂપમતી"(૧૯૫૯)ની ના માત્ર કથા લખી પણ એ ફિલ્મનું નિર્દેશન પણ પોતે જ કર્યું

અને એ ફિલ્મના અવિસ્મરણીય ગીતો પણ દાદાએ બનાવ્યા.

"આ લૌટ કે આજા મેરે મીત..." (મુકેશ અને લતા બંને વર્ઝન)
"બાત ચલત નઈ ચુનરી રંગ ડારી..."
.
વર્ષ ૧૯૬૦ની ફિલ્મ "લાલ કિલ્લા"ની છેલ્લા મોગલસમ્રાટ "બહાદુરશાહ ઝફર" દ્વારા લખાયેલ બે ગઝલો દાદાએ નામ માત્રના સંગીત દ્વારા મહંમદ રફીના કંઠે ગવડાવી જે બંનેય ગઝલો આજેય હિન્દી ફિલ્મ જગતના ગીતોમાં અવ્વલ સ્થાને છે

૧. "ના કિસીકી આંખ કા નૂર હું......."
૨. "લગતા નહિ હૈ દિલ મેરા ઉજલે દયાર મેં ...."

આજસુધી એમ જ કહેવાયું છે અને આપણે જે જાણીયે છીએ તે કે "ના કિસીકી આંખ કા નૂર હું......." એ ગઝલ છેલ્લા મોગલસમ્રાટ "બહાદુરશાહ ઝફર"ની કલમે અવતરી છે

પણ થોડા વર્ષો પહેલા એક વિવાદ ચલાવાયો હતો કે આ ગઝલ "બહાદુરશાહ ઝફરે" નહિ પણ "મુઝતર ખરીદાબાદી"ની રચના છે

"મુઝતર ખરીદાબાદી" એટલે ગીતકાર અને ઉર્દુ શાયર "જાં નિસાર અખ્તર"ના પિતાજી, "જાવેદ અખ્તર"ના દાદા

૧૯૬૨માં આવી "સંગીત સમ્રાટ તાનસેન" , "આ લૌટ કે આજા મેરે મીત ........" તો યાદ જ હશે ને ?!
એ ફિલ્મના બીજા અઘરા ગીતોને આપણે બાજુ પર રાખીયે.

શ્રી નાથ ત્રિપાઠી દાદાના દાદા "ગણેશ દત્ત ત્રિપાઠી" કાશીમાં સંસ્કૃત વિદ્યાપીઠમાં આચાર્ય હતા અને SN દાદાના પિતાજી "નારાયણ દત્ત ઠાકુર" કાશીમાં સરકારી શાળાના આચાર્ય હતા
દાદાએ એ જમાનામાં BSc સુધીનો અભ્યાસ કરેલો
દાદાએ "સંગીત પ્રવીણ", "પ્રયાગ સંગીત સમિતિ"થી પસાર કરેલ અને "સંગીત વિશારદ", "મોરિસ સંગીત કોલેજ"થી થયેલા
.
૧૯૪૮ની ફિલ્મ "રામ ભક્ત હનુમાન"માં દાદાએ હનુમાનનું પાત્ર ભજવેલું

SN દાદાએ ફિલ્મ ઉત્તરા અભિમન્યુ, રતન મંજરી, જનમ જનમ કે ફેરે, પક્ષીરાજ, રાની રૂપમતી, લાલકિલ્લા, સંગીત સમ્રાટ તાનસેન જેવી ફિલ્મો માટે સુંદર ગીતો સંગીતે મઢીને બનાવ્યા

દાદાએ રામ હનુમાન યુદ્ધ, કવિ કાલિદાસ, પક્ષીરાજ, રાની રૂપમતી, પિયા મિલન કી આસ, સંગીત સમ્રાટ તાનસેન, શિવ પાર્વતી, દેવ કન્યા, મહારાજા વિક્રમ, કુંવારી વગેરે વગેરે ફિલ્મોનું નિર્દેશન પણ કર્યું

પૌરાણિક અને ધાર્મિક ફિલ્મોમાં દેવ તરીકેના તેમના અભિનયની આજેય સરાહના થાય છે. મોટાભાગની ફિલ્મોમાં તેમનો હનુમાન તરીકેનો અભિનય ખુબ વખણાયો હતો

હિન્દી ફિલ્મો સાથે તેમને ભોજપુરી ફિલ્મોમાં ગીતો લખ્યા, ભોજપુરી ફિલ્મોમાં અભિનય કર્યો, ભોજપુરી ફિલ્મોનું નિર્દેશન કર્યું અને ભોજપુરી ફિલ્મોમાંસંગીત પણ આપ્યું

પોતાની +૫૦ વર્ષની સુદીર્ઘ ફિલ્મી કારકિર્દીમાં SN દાદાએ
૧૦૦ ફિલ્મોમાં સંગીત આપ્યું
૫૫ ફિલ્મોમાં અભિનય કર્યો
૧૮ ફિલ્મોનું નિર્દેશન કર્યું
૩ ફિલ્મોમાં સહાયક નિર્દેશક રહયા
૨ ફિલ્મોની કથા અને પટકથા લખી
૨ ફિલ્મમાં સ્પેશિયલ ઇફેક્ટ માટે સહાયક રહયા

આવી બહુમુખી પ્રતિભા એ ૨૮ માર્ચ ૧૯૮૮ના દિવસે મુંબઈમાં અંતિમશ્વાસ લીધા.
.
રાની રૂપમતી, સંગીત સમ્રાટ તાનસેન, કવિ કાલિદાસ અને નાગા ચંપા જેવી ફિલ્મો તેમનું નિર્દેશન હતું
.
રાની રૂપમતી, લાલ કિલ્લા, સંગીત સમ્રાટ તાનસેન, જનમ જનમ કે ફેરે, મહાસતી અનસૂયા, પીયા મિલન કી આસ વગેરે ફિલ્મોના પ્રચલિત ગીતો આજેય લોકજીભે જીવંત છે

ચાલો આ બહુમુખી પ્રતિભાના ગીતોની ઝલક મેળવીયે

ફિલ્મ - લાલ કિલ્લા
~ ના કિસીકી આંખ કા નૂર હું
~ લગતા નહિ હૈ દિલ મેરા ઉજડે દયાર મેં

ફિલ્મ - રાણી રૂપમતી
~ આ લૌટ કે આજા મેરે મીત
~ બાટ ચલત નઈ ચુનરી રંગ ડારી

ફિલ્મ - જનમ જનમ કે ફેરે
~ જરા સામને તો આઓ છલીયે
~ તન કે તમ્બૂરેમેં દો સાંસો કે તાર બોલે
~ જનમ જનમ કે ફેરે

ફિલ્મ - ચંદ્રમુખી
~ નૈન કા ચૈન ચુરાકર લે ગઈ કર ગઈ નીંદ હરામ

ફિલ્મ - સંગીત સમ્રાટ તાનસેન
~ ઝૂમતી ચલી હવા યાદ આ ગયા કોઈ
~ સપ્ત સુરન તીન ગ્રામ

ફિલ્મ - જય ચિત્તોડ
~ ઓ પવન વેગ સે ઉડનેવાલે ઘોડે

ફિલ્મ - હાતિમતાઇ
~ પરવરદિગારે આલમ તેરા હી હૈ સહારા
~ ઝૂમતી હૈ નજર ઝૂમતા હૈ પ્યાર

ફિલ્મ - વીર દુર્ગાદાસ
~ થાને કાજરીયો બનાલ્યુ મ્હારે નૈના મેં રમાલ્યુ

ફિલ્મ - નાદીરશાહ
~ મહમ્મદશાહ રંગીલે

ફિલ્મ - કવિ કાલિદાસ
~ શામ ભઈ ઘનશ્યામના આયે
~ ઉન પર કૌન કરે જી વિશ્વાસ
~~~~~~~~~~~~~~
પ્રકરણ - ૩૩

"તૂ રાત ખડીથી છત પે ની મૈં સમજા કે ચાંદ નિકલા"
.
ઉષા તીમોથી ~~~

એક એવી ગાયીકા કે જેનો અવાજ કોઈ ઓળખી ના શક્યું !
કોઈકે એને આશા સમજી લીધી તો કોઈકે લતા કે કોઈકે સુમન

પોતાની કારકિર્દી દરમ્યાન ક્યારેય એ ગાયિકા પોતાની ઓળખ મેળવી જ ના શકી !

આ રહયા એ ગાયીકાએ ગાયેલા જાણીતા ગીતો
કદાચ ગીત સંગીતના રસીયાઓ પણ એ અવાજ ઓળખવામાં થાપ ખાઈ ગયા

૧. તૂ રાત ખડીથી છત પે ની મૈં સમજા કે ચાંદ નિકલા - હિમાલય કી ગોદમેં
૨. જબ જબ બહાર આઈ ઔર ફૂલ મુશ્કરાએ મુજે તુમ યાદ આયે - તકદીર
૩. પપ્પા જલ્દી આ જાના - તકદીર
૪. ઢોલ બજા ઢોલ ઢોલ જાનીયા જિંદગી કે સાજ પર નાચો સભી ઝુમકર બન જાયે પ્યાર કી કહાનિયા - વિશ્વાસ
૫. ગોરી હટા દે ઘૂંઘટ દિખા દે મુખડા ચાંદ સે ભી ઉજલા - ફરેબ
૬. અરે રફ્તા રફ્તા દેખો આંખ મેરી લડી હૈ - કહાની કિસ્મત કી
૭. મેરી બાતોં સે તુમ બોર હો ગઈ હો તો હમ બાત નહિ કરેગા - અનોખા

નાગપુર સ્થિત ક્રિશ્ચિયન પરિવારમાં જન્મ
અગીયાર ભાઈ બહેનોમાં ઉષા સૌથી નાની
ઉષાના પિતા એ સમયે CBIમાં ઓફિસર હતા
ઉષાના પિતાને પણ ૧૨ ભાઈબહેનો હતા !
ઉષાના પિતા ગીત સંગીતના શોખીન હતા
અને પોતે સારા ગાયક હતા

ઉષાનો સૌથી મોટો ભાઈ મધુસુદન તીમોથી સંગીતનો શોખીન હતો
અને અવારનવાર પોતાના ઘરમાં એ સંગીતની મહેફિલ ગોઠવતો
જે મહેફિલમાં ઉષાના પિતા, ઉષાનો ભાઈ મધુસુદન ગીતો ગાતા
અને એ મહેફિલમાં નાનકડી ઉષા પણ ગીતો ગાતી

મધુસુદન તીમોથી પોતે એક સારો વાયોલિન વાદક હતો
અને અવારનવાર AIR નાગપુર પર તેના કાર્યક્રમો રજૂ થતા

સમય રહેતા મધુસુદન અને તેના પિતા નાગપુર સહીત અન્ય શહેરોમાં મ્યુઝિકલ નાઈટના કાર્યક્રમ યોજવા લાગ્યા
જેમાં "કલ્યાણજી આણંદજી નાઈટ" મુખ્ય રહેતી
જે મ્યુઝિકલ નાઈટમાં મહમ્મદ રફી, મુકેશ, કિશોરકુમાર , મન્ના ડે, હેમંતકુમાર જેવા ગાયકો રહેતા અને મહિલા ગાયકોમાં કેટલીક વખત સ્થાનિક ગાયિકાઓની જરૂર રહેતી
આવા એક કાર્યક્રમમાં ૮ વર્ષની ઉષાએ કલ્યાણજી આણંદજી નાઈટમાં "રસિક બલમા ....."ગીત ગાઈને પ્રેક્ષકોના મન મોહી લીધા હતા
ત્યારબાદ ઉષા તીમોથી "કલ્યાણજી આણંદજી નાઈટ"નો હિસ્સો બની ગઈ હતી

૧૯૬૫ની ફિલ્મ "હિમાલય કી ગોદમેં"ના ગીત "તુ રાત ખડીથી છત પે ની મૈં સમજા કે ચાંદ નિકલા..."થી ફિલ્મોમાં પાર્શ્વગાયનનો મોકો મળ્યો
ફિલ્મ "હિમાલય કી ગોદમેં" તથા ફિલ્મ "જબ જબ ફૂલ ખીલે"માં આમ તો સંગીતકાર કલ્યાણજી આણંદજી પણ મોટાભાગે એ બેલડી પોતાની મ્યુઝિકલ નાઈટમાં વ્યસ્ત રહેતી હોવાથી ફિલ્મ સંગીતમાં ધ્યાન આપતી નહિ
એ સમયે તેમના સહાયક સંગીતકારો હતા "લક્ષ્મીકાંત પ્યારેલાલ" અને આ બંનેય ફિલ્મના તમામ ગીતો "લક્ષ્મીકાંત પ્યારેલાલે" જ તૈયાર કર્યા હતા

LPએ પોતાના સંગીતવાળી ફિલ્મ "તકદીર" અને ફિલ્મ "પરિવાર"માં ઉષા તીમોથીને તક આપી

પણ ઉષાએ પોતાની કારકિર્દીના મોટાભાગના હિન્દી ગીતો, લગભગ ૧૦૦, કલ્યાણજી આણંદજી સાથે જ ગાયા

ઉષાએ હિન્દી, મલયાલી, મરાઠી , ભોજપુરી અને પંજાબી ભાષામાં ૫૦૦૦ જેટલા ગીતો ગાયા

આમ તો ઉષા તીમોથી એટલે ઓછા ખર્ચે મળતી આશા ભોંસલેની બરાબરીની ગાયીકા !

ઉષા તીમોથીએ "મધુ ચાંદેકર" સાથે લગ્ન કર્યા હતા.
મધુ ચાંદેકર મહારાષ્ટ્ર સરકારના સેલ્સટેક્સ ડિપાર્ટમેન્ટમાં ડેપ્યુટી કમિશ્નર હતા

આમ તો ઉષા તીમોથીએ ૧૯૬૨ની ફિલ્મ "દુર્ગા પૂજા"માં સંસ્કૃતમાં શ્લોક ગાયા હતા
પણ એની નોંધ ક્યાંય લેવાઈ નહિ

રાજકોટમાં એક સાક્ષાત્કારમાં ઉષાએ મને જણાવ્યું હતું કે
"એ જમાનામાં આજના જેવી રેકોર્ડિંગ ફેસિલિટી નહોતી એટલે એ સમયે ગાયક કલાકારોને ગીત ગાતા ભૂલ કરવી પોસાતી નહિ. તેથી ગાયક કલાકારો ગીતના રેકોર્ડિંગ પહેલા ખુબ રિહરસલ કરતા.જેથી ઓછામાં ઓછા ટેકમાં ગીત રેકોર્ડ થઈ જાય. "


મહમ્મદ રફી અને મુકેશના આગ્રહે ઉષાની કારકિર્દી બનાવવા ઉષાને તેનો ભાઈ મધુસુદન મુંબઈ લઇ આવ્યો હતો
મુંબઈમાં તેઓને માટે રહેવાની વ્યવસ્થા ના હતી
પણ ઉષાનો ભાઈ મધુસુદન રેલવેમાં નોકરી કરતો હતો
તેણે રેલવે ઓથોરિટી પાસે મુંબઈમાં રહેવા માટે ક્વાર્ટરની વ્યવસ્થા આપવાની માંગણી કરી હતી
અને જે માંગણી સ્વીકારાઈ હતી
મુંબઈમાં એ રેલવે ક્વાર્ટરમાં રહેતા ઉષાએ પંડિત લક્ષ્મણપ્રસાદ પાસે ગાયનની સઘન તાલીમ લીધી હતી

બાળપણથી જ સ્ટેજ શો કરવા માંડેલી ઉષાએ ક્યારેય માધ્યમિક શિક્ષણ લીધું જ નહોતું
તેના પરિવારજનોએ ઉષાને યોગ્ય શિક્ષણ મળી રહે તેવી અન્ય વ્યવસ્થા પોતાના ઘરમાં જ ઉભી કરી આપી હતી

હાલમાં ઉષા મુંબઈમાં પોતાના દીકરા અભિજીત સાથે રહે છે
ઉષાની દીકરી અમિતાએ કસ્તુરી, કુસુમ, કયુંકી સાસ ભી કભી બહુ થી જેવી TV સિરિયલોમાં કામ કર્યું
રિતેશ તિવારી સાથેના પોતાના લગ્ન બાદ અમિતા કેલિફોર્નિયા , USAમાં રહે છે

ઉષા તીમોથી એક અજાણ ગાયીકા !
~~~~~~~~~~~~~~~~
પ્રકરણ ૩૪  

"तेरा हिज्र मेरा नसीब है
तेरा ग़म ही मेरी हयात है
मुझे तेरी दूरी का ग़म हो क्यों
तू कहीं भी हो मेरे साथ है"
.
કબ્બન મિર્ઝા ~~~

કલા અને કલાકારને દેખાવ અને રૂપ ક્યારેય નડતુ જ નથી
કબ્બન મિર્ઝા એનો જીવંત પૂરાવો રહ્યા

એ જમાનામાં વિવિધભારતી પર રાત્રે ૧૦:૦૦ વાગે ફિલ્મી ગીતો પર આધારિત કાર્યક્રમ "છાયાગીત" અનોખી રીતે રજુ થતો
અને તેના પ્રસ્તુત કર્તા હતા "કબ્બન મિર્ઝા"

રાત્રે ૧૦ વાગે પ્રસારિત થતા છાયાગીતના અસંખ્ય ચાહકો હતા
જે રાત્રીના ૧૦ વાગવાની રાહ જોઈને બેસતા
એક નોખી અને અનોખી રજૂઆત અને એકએક ચઢીયાતા ગીતો

વાહ શું મસ્ત કાર્યક્રમ હતો એ !

આ ઉપરાંત કબ્બન મિર્ઝા "સંગીત સરિતા" કાર્યક્રમની રજુઆત કરતા

૧૯૮૩ની કમલ અમરોહીની ફિલ્મ "રઝિયા સુલ્તાન"ના પાત્ર યાકુબને અનુકૂળ એવો તદ્દન નવો અવાજ કમલ અમરોહી અને સંગીતકાર ખૈયામની જોઈતો હતો

એ માટે તેઓએ લગભગ ૫૦ જેટલા કલાકારોના અવાજોને પરખ્યા પણ કોઈ અવાજ એ બન્નેયની પરખમાં ઉત્તીર્ણ ના થયો

ત્યારે જ એ બંનેને કબ્બન મિર્ઝાની યાદ આવી અને કબ્બન મિર્ઝાના અવાજને પારખીને કબ્બન મિર્ઝા પાસે ફિલ્મના બે ગીતો ગવડાવ્યા.

ખુબ જ ઓછા જાણીતા એ બંનેય ગીતો સંગીતરસિયાઓના પ્રથમ પસંદગીના ગીતો છે.

આશ્ચર્ય જ કહેવાય કે ત્યારબાદ કોઈપણ સંગીતકારે કબ્બન મિર્ઝા પાસે ક્યારેય ગીતના ગવડાવ્યા.

ફિલ્મ "શિબા"નું ટાઈટલ ગીત કબ્બન મિર્ઝાએ ગાયું છે પણ એમનું નામ ત્યાં ગાયબ છે

કબ્બન મિર્ઝાનો જન્મ વર્ષ ૧૯૩૭ થયો

ગળાના કેન્સરના કારણે તેમનું મૃત્યુ થયું

તેમના મૃત્યુની તિથિ કે તારીખની ભાળ મળી નથી

એક જમાનામાં કબ્બન મિર્ઝા મહોર્રમ સમયે પોતાના બુલંદ અવાજમાં ગાતા

તેમના પાંચ સંતાન હતા

તેમનો સૌથી મોટો પુત્ર મોહમ્મદ ઈમ્તિયાઝ પિતાની જેમ "એશિયા રેડીઓ"માં એનાઉન્સર હતો

કબ્બન મિર્ઝાએ ગાયેલા પેલા બે ગીતોને યાદ કરી લઈએ
મને ખાતરી છે કે આજે આ બંનેય ગીતો તમે તમારા સંગીતના ખજાનામાંથી શોધીને જરૂર સાંભળશો જ

ફિલ્મ - રઝિયા સુલ્તાન

૧.
तेरा हिज्र मेरा नसीब है
तेरा ग़म ही मेरी हयात है
मुझे तेरी दूरी का ग़म हो क्यों
तू कहीं भी हो मेरे साथ है

मेरे वास्ते तेरे नाम पर
कोई हर्फ़ आए नहीं नहीं
मुझे ख़ौफ़ दुनिया नहीं
मगर मेरे रू-ब-रू तेरी ज़ात है

तेरा वस्ल ऐ मेरी दिलरुबा
नहीं मेरी किस्मत तो क्या हुआ
मेरी महजूबी यही कम है क्या
तेरी हसरतों का तो साथ है

तेरा इश्क़ मुझ पे है महर्बां
मेरे दिल को हासिल है दो जहाँ
मेरी जान-ए-जां इसी बात पर
मेरी जान जाए तो बात है

૨.
आई ज़ंजीर की झनकार ख़ुदा ख़ैर करे
दिल हुआ किसका ग़िरफ़्तार ख़ुदा ख़ैर करे

जाने यह कौन मेरी रूह को छूकर ग़ुज़रा
एक क़यामत हुई बेदार ख़ुदा ख़ैर करे

लम्हा मेरी आँखों में खींचा जाती है
एक चमकती हुई तल्वार ख़ुदा ख़ैर करे

ख़ून दिल का न छलक जाए कहीं आँखों से
हो न जाए कहीं इज़हार ख़ुदा न करे

~~~~~~~~~~~~~

પ્રકરણ - ૩૫

"અય ઝમાને તું કરલે સિતમ પે સિતમ ,જીનકો મીલના હૈ વો મિલ કે રહેંગે"
.
કંચન ~~~

નવી પેઢીના ગીત-સંગીત રસીયાઓ માટે આ નામ સાવ નવું જ હશે
અને જૂની પેઢીના ગીત-સંગીત રસીયાઓમાંથી ઘણાબધાને આ નામ કદાચ યાદ પણ નહિ હોય

એક જ સંગીતકારની ગાયીકા
એક જ કુટુંબની ગાયીકા
એક જ સંગીતકારે પરાણે સ્વીકારેલી ગાયીકા

કંચન દિનકરરાવનો જન્મ ૧૬ માર્ચ ૧૯૫૦ના દિવસે મુંબઈમાં થયેલો

આમ તો કંચને ૭૦ના દાયકામાં કલ્યાણજી આણંદજીના ભાઈ બાબલા સાથે "બાબલા & પાર્ટી"માં ગાવાની શરૂઆત કરી હતી

બાબલા શાહ પોતે ૮ વર્ષની ઉંમરથી ડ્રમ વગાડતો
બાબલા શાહ એક સારો ડ્રમર , મ્યુઝિક એરેન્જર, મ્યુઝિક ડાયરેક્ટર પણ ખરો

વર્ષ ૧૯૬૨માં બાબલાએ પોતાની "બાબલા & પાર્ટી" (ક્યારેક એ બાબલા ઓરક્રેસ્ટા તરીકે પણ ઓળખાતી)

કંચનના પતિ બાબલા ઉર્ફે લક્ષ્મીચંદ શાહનો જન્મ ૧૯૪૨માં મુંબઈમાં થયો હતો

બાબલા અને કંચને સાથે મળીને દુનિયાભરમાં +૧૦૦૦ સ્ટેજ પ્રોગ્રામ કર્યા

૧૯૭૦ના દાયકાની શરૂઆતે ગુજરાતના ગરબા અને દાંડિયારાસને "ડિસ્કો દાંડિયા"ના નામે એક નવા રૂપમાં દુનિયાભરમાં રજુ કર્યા

૧૯૮૦ના દાયકાની શરૂઆતે "પૉપ મ્યુઝિક"ના રંગે રંગાયા અને "પૉપ આલ્બમ" રજુ કર્યા

ચટની મ્યુઝિક, ભોજપુરી મ્યુઝિક અને ડિસ્કો દાંડિયાના પ્રણેતા એવા આ દંપત્તિએ ૪૦ વર્ષ સુધી સાથે કામ કર્યું.

દરમ્યાન એ બંનેએ US , UK , કેનેડા, નેધરલેન્ડ, મોરેશિયસ, SA , ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ સહીત ગુયાના , જમૈકા, ત્રિનિદાદ, ટોબેગો જેવા કેરેબિયન દેશોમાં પોતાના સ્ટેજ પ્રોગ્રામ કરતા રહયા
સ્ટેજ પ્રોગ્રામનો આ વારસો બાબલાને પોતાના બે મોટાભાઈ કલ્યાણજી આણંદજી પાસેથી મળ્યો હતો

બાબલાએ પોતાના બંનેય ભાઈઓની ઉપરવટ જઈ ફરજીયાતપણે પોતાના સ્ટેજ પ્રોગ્રામોની સહગાયિકા કંચન પાસે ગીતો ગવડાવવાનો આગ્રહ રાખ્યો
અને પોતાના ત્રાગામાં એ સફળ રહ્યો

૧૯૭૫ની ફિલ્મ "રફફુચક્કર"થી કંચન હિન્દી ફિલ્મજગતની ગાયિકા બની ગઈ

બાબલા સાથેના જુના સુંવાળા સંબંધે એ બાબલાના ઘર સુધી પહોંચી અને કલ્યાણજી આણંદજીની અનિચ્છાએ પણ બાબલાની ઘરવાળી બની ગઈ

કંચનના કારણે કલ્યાણજી અને આણંદજીના સંબંધો પોતાના નાના ભાઈ લક્ષ્મીચંદ ઉર્ફે બાબલા સાથે બગડી ગયા

૨૬ જુલાઈ ૨૦૦૪ના દિવસે કેન્સરના કારણે કંચનનું મૃત્યુ થયુ ત્યાં સુધી, લગભગ ૩૬ વર્ષ સુધી, બાબલા અને કંચન જોડાયેલા રહયા

બાબલા અને કંચને હિન્દી ઉપરાંત અન્ય ભાષાઓમાં પણ પોતાના વિડીયો આલ્બમ બનાવ્યા

કંચનના બે સંતાન
દીકરી નિશા શાહ - જે નાનપણથી જ પોતાની માતાની સાથે સ્ટેજ પ્રોગ્રામમાં સાથે રહેતી
દીકરો વૈભવ શાહ, જે પોતાની ૩ વર્ષની ઉંમરથી જ સારાસરીતે ડ્રમ વગાડે છે અને હાલમાં સંગીતના ટેલેન્ટ હન્ટના પ્રોગ્રામમાં પોતાના બેન્ડ સાથે Live સંગીત આપે છે
વળી પોતાના સ્ટેજ પ્રોગ્રામ પણ કરે છે

કંચનના ગાયેલા કેટલાક યાદગાર ગીતોની ઝલક મેળવી લઈએ

ફિલ્મ - રફ્ફુચક્કર

૧.
તુમકો મેરે દિલને પુકારા હૈ બડે નાઝ સે

૨.
અય ઝમાને તું કરલે સિતમ પે સિતમ, જીનકો મીલના હૈ વો મિલ કે રહેંગે

૩.
ભજન બીના ચૈન ના આવે રામ

ફિલ્મ - ધર્માત્મા

૧.
क्या खूब लगती हो बड़ी सुंदर दिखती हो
फिर से कहो कहते रहो अच्छा लगता है
जीवन का हर सपना अब सच्चा लगता है
क्या खूब लगती हो ...

૨.
तुमने किसी से कभी प्यार किया है
बोलो ना
तुमने किसी से कभी प्यार किया है
प्यार भरा दिल किसी को दिया है

ફિલ્મ - કાલીચરણ

એક બટા દો ....દો બટે ચાર છોટી છોટી બાતો મેં બટ ગયા સંસાર

ફિલ્મ - કુરબાની

૧.
हम तुम्हें चाहते हैं ऐसे -२
मरने वाला कोई
मरने वाला कोई ज़िंदगी चाहता हो जैसे
हम तुम्हें चाहते हैं ऐसे

૨.
लैला मैं लैला, ऐसी हूँ लैला
हर कोई चाहे मुझसे मिलना अकेला) - २
जिसको भी देखूँ दुनिया भुला दूँ
मजनू बना दूँ ऐसी मैं लैला

ફિલ્મ - પાપ ઔર પુણ્ય

तेरे-मेरे प्यार की बँध गई जब ये डोर मचा दूँगा शोर
ज़माना चाहे जो कहे सो कहे
धीरे-धीरे बोल पिया है ये आपस की बात मिला तेरा साथ
ज़माना कहीं ये सहे ना सहे

ફિલ્મ - વિધાતા

સાત સહેલીયા ખડી ખડી ફરિયાદ સુનાયે ઘડી ઘડી

~~~~~~~~~~~~~~~~
પ્રકરણ -૩૬

"હમ ભી ખો ગયે હૈ દિલ ભી ખો ગયા હૈ , કહેતે હૈ પ્યાર જિસકો શાયદ વો હો ગયા હૈ
.
કમલ બારોટ ~
.
કમલ બારોટ એક ભુલાઈ ગયેલી ગાયિકા

કમલ બારોટ કે જેણે મોટાભાગે યુગલગીતો જ ગાયા
મુખ્યત્વે તેના સહગાયક કલાકારો રહયા - લતા, આશા અને મુકેશ

એક સારો અવાજ હોવા છતાંયે સહાયક ગાયિકા જ બની શકી !

૧૮ નવેમ્બર ૧૯૩૮ના દિવસે જન્મ
અને પોતાની ૧૯ વર્ષની ઉંમરે ૧૯૫૭માં ફિલ્મ શારદામાં સંગીતકાર સી રામચંદ્રે સૌપ્રથમ વખત ગાવાનો મોકો આપ્યો - "ભગવાન જરા ધીરે બોલ ...."

૧૯૬૭ની ફિલ્મ નસીહત પછી બધાયે સંગીતકાર કમલ બારોટ નામની ગાયિકાને અને સહગાયિકાને ભૂલી જ ગયા !

ત્યારબાદ ૧૯૭૨ સુધી ક્યારેક કોઈ ભક્તિ ગીતમાં જ કે સમૂહગીતમાં કમલ બારોટને સ્થાન મળ્યું !
.
કમલ બારોટનો ભાઈ ચંદ્ર બારોટ એટલે ફિલ્મ ડૉનનો નિર્દેશક
(સહાયક નિર્દેશક - યાદગાર, શોર, પૂરબ ઔર પશ્ચિમ, રોટી કપડા ઔર મકાન)

કમલ બારોટની બહેન નુતિ બારોટ એ ફિલ્મ ડૉનની સહાયક નિર્દેશિકા

કમલ બારોટનો ભાઈ રમેશ બારોટ અને પ્રતાપ બારોટ એ ફિલ્મ નિર્માતાઓ

કમલ બારોટના ભાઈ પ્રતાપ બારોટ સાથે અભિનેત્રી અને મશહૂર કથ્થક નૃત્યાંગના સીતારાદેવીએ લગ્ન કર્યા હતા
સીતારાદેવીના આ ત્રીજા લગ્ન હતા

ધનતેરશના દિવસે જન્મેલી ધનલક્ષ્મીદેવી ઉર્ફે સીતારાદેવીના પ્રથમ લગ્ન નાઝીર એહમદખાન સાથે થયા હતા
તેઓ બંનેની ઉંમરમાં ૧૬ વર્ષનો તફાવત હતો
એહમદખાનની પ્રથમ પત્નીનું નામ સિકંદર બેગમ હતું
અને તે પણ સિતારાના લગ્ન બાદ પણ એહમદ અને સિતારાની સાથે જ રહેતી હતી
આ લગ્ન લાંબો સમય ટક્યા ના હતા

નિઃસંતાન સીતારાદેવીના બીજા લગ્ન K આસિફ સાથે થયા હતા
કે આસિફ એટલે સીતારાદેવીના પ્રથમ પતિનો કાકાનો દીકરો અને પ્રથમ પતિની પહેલી પત્ની સિકંદર બેગમનો સગો ભાઈ !
કે આસિફની પ્રથમ પત્ની અખ્તર આસિફ એટલે દિલીપકુમારની સગ્ગી બહેન !

સીતારાદેવીનો આ લગ્નસંબંધ પણ લાંબો ટક્યો નહિ

અને નિઃસંતાન સીતારાદેવીએ કમલ બારોટના ભાઈ અને ફિલ્મ નિર્માતા પ્રતાપ બારોટ સાથે ત્રીજા લગ્ન કર્યા
આ લગ્નથી બે સંતાન, પુત્ર - રણજિત બારોટ અને પુત્રી - જયંતિ માલા
જયંતિ માલા કથ્થક નૃત્યાંગના છે

રણજિત બારોટ એટલે ફિલ્મ સંગીત નિર્દેશક, સંગીત કમ્પોઝર, ગાયક

કમલ બારોટની એક બહેન સુધા બારોટ લંડનમાં સ્થાયી થયેલી છે
સુધા અને જયા ભાદુરી બચ્ચન વચ્ચે ખુબ જ સારી મિત્રતા છે
.
જન્મે ગુજરાતી
પણ ભાગ્યે જ કોઈ ગુજરાતી ગીત ગાયું હશે !
ભાગ્યે જ કોઈ ગુજરાતીને કમલ બારોટ અને તેના પરિવારજનો ગુજરાતી હોવાની જાણ હશે !

કમલ બારોટે પોતાની કારકિર્દીમાં ૧૧૭ ફિલ્મોમાં ૧૪૦ ગીતો જ ગાયા

જેમાંના જે તે સમયે પ્રચલિત થયેલા ગણતરીના ગીતો અહીં આપ્યા છે
તમેય સાંભળ્યા જ હશે
પણ કમલ બારોટના અવાજને અને ગાયિકા કમલ બારોટને ઓળખી નહિ શક્યા હો !

તમને આ ગીતોમાં કોઈ અજાણ્યો અવાજ જણાયો હતો ?
બસ એ અવાજ કમલ બારોટનો હતો !

~ હસતા હુઆ નુરાની ચહેરા - પારસમણિ
~ ધડકા તો હોગા દિલ જરૂર કિયા તો હોગા તુમને પ્યાર - CID 909
~ દાદી અમ્મા દાદી અમ્મા મન જાઓ - ઘરાના
~ ગરજત બરસત સાવન આયો રે - બરસાત કી રાત
~ જબ સે હમ તુમ બહારોંમેં - મૈં શાદી કરને ચલા
~ ઇતની જલ્દી ક્યા હૈ ગોરી સાજન કે ઘર જાને કી - સતી સાવિત્રી
~ હમ ભી ખો ગયે હૈ દિલ ભી ખો ગયા હૈ , કહેતે હૈ પ્યાર જિસકો શાયદ વો હો ગયા હૈ - મેડમ ઝોરો
~ અકેલી મોહે છોડ ના જાના ઓ મેરા દિલ તોડ ના જાના - મદારી
~ મુર્ગેને જૂઠ બોલા મુર્ગે કી ચૂં ચૂં હો ગઈ - મુનીમજી
~ ના સુન સુન સુન બુરા ના દેખ દેખ દેખ બુરા ના બોલ બોલ બોલ બુરા
ના સુન બુરા દેખ બુરા બોલ બુરા - પ્રિયા
~ આમદન્ની અઠ્ઠન્ની ખર્ચા રૂપૈયા ભૈયા ના પૂછો ના પૂછો હાલ નતીજા ઠન ઠન ગોપાલ - તીન બહુરાનીયા
~~~~~~~~~~~~~~
પ્રકરણ - ૩૭  

"जाएं तो जाएं कहाँ
समझेगा, कौन यहाँ, दर्द भरे दिल की ज़ुबाँ"
.
કલ્પનાકાર્તિક ઉર્ફે મોના સિંઘા (પેલી મોના સિંઘ નહિ) ઉર્ફે કલ્પનાઆનંદ ઉર્ફે મોનાઆનંદ ~~~

અખંડભારતના લાહોરમાં ૧૯ સપ્ટેમ્બર ૧૯૩૧ના દિવસે ઈસાઈ પરિવારમાં જન્મ

કલ્પનાકાર્તિક "કમ્પલસરી રિટાયરમેન્ટ સ્કીમ" (CRS ) હેઠળ અનિચ્છાએ અને પરાણે ફિલ્મ અભિનેત્રી તરીકે રિટાયર્ડ થયેલી એકમાત્ર ભારતીય અભિનેત્રી

લોકલાજે "નવકેતન"ની કેટલીક ફિલ્મોમાં તેનું નામ સહનિર્માત્રી તરીકે રખાયું અને ફિલ્મના "ટાઈટાલીયા"માં લખાયું
.
કલ્પનાકાર્તિક સંબંધે પોતાની જેઠાણી ઉમાઆનંદની માસી હતી
અને દેવઆનંદ સાથે લગ્ન બાદ ઉમાઆનંદની દેરાણી !
.
પાંચ ભાઈઓ અને બે બહેનોના પરિવારમાં કલ્પનાકાર્તિક સૌથી નાની હતી
પિતા ગુરુદાસપુર, પંજાબના તહેસીલદાર

સિમલાની "St. Bede's College"માં અભ્યાસ દરમ્યાન યોજાયેલી સિમલા શહેરની "બ્યુટી કોન્ટેસ્ટ"માં કલ્પના કાર્તિક પ્રથમ આવેલી એ કાર્યક્રમમાં ચેતનઆનંદ પણ હાજર હતા

ચેતનઆનંદે એ સમયે જ કલ્પનાકાર્તિકને પોતાની ફિલ્મમાં મુખ્ય અભિનેત્રી તરીકે અભિનય કરવાનો કલ્પનાકાર્તિકને પ્રસ્તાવ મુક્યો

જે કલ્પનાકાર્તિકે પોતાના અભ્યાસના ભોગે સહર્ષ સ્વીકાર્યો અને નવકેતન ફિલ્મ્સની ૧૯૫૧ની ફિલ્મ "બાઝી" કલ્પનાકાર્તિકની પ્રથમ ફિલ્મ બની રહી

"ધરમ દેવદત્ત" ઉર્ફે "દેવઆનંદ", એક સમયનો દિલફેંક યુવાન એ કલ્પનાકાર્તિકનો પતિ
.
પહેલા વાત તો સુરૈયાની કરવી પડશે
સુરૈયા જમાલ શેખ, સ્વતંત્ર ભારતદેશની પ્રથમ ગાયીકા કમ અભિનેત્રી

૧૯૪૮ની ફિલ્મ "વિદ્યા", અભિનેતા દેવઆનંદ અને અભિનેત્રી સુરૈયાની જોડીની પ્રથમ ફિલ્મ
નદીમાં ફિલ્માવાતા ફિલ્મના ગીતના શુટિંગ દરમ્યાન દેવઆનંદ અને સુરૈયાની બોટ નદીના વહેણમાં ઉંધી વળી ગઈ

અને ફિલ્મી દ્રશ્યો વાસ્તવમાં સર્જાયા
અભિનેત્રી પાણીમાં તરવાનું જાણે નહિ અને અભિનેતા તરવામાં અને તારવામાં માહેર !

પાણીમાં ડૂબતી અભિનેત્રી સુરૈયાનો જીવ બચાવ્યો
અને બંને વચ્ચે પ્રેમ પાંગર્યો !

સાથે સાથે એ બંનેયને અભિનયવાળી પ્રથમ ફિલ્મ "વિદ્યા" બોક્સઓફિસ પર સફળ રહી
પછી તો જોઈએ જ શું ?

એ જોડીને બીજી ત્રણ ફિલ્મો માટે કરારબદ્ધ કરાયા અને પેલો પાંગરેલો પ્રેમ લગનની લગન સુધી પહોંચ્યો !
.
પણ સુરૈયાની દાદી સુરૈયાની દરેક ફિલ્મોના શૂટિંગ વખતે જે તે સેટ પર સુરૈયાની સાથે હાજર જ રહેતી
.
ફિલ્મના શૂટિંગના દ્રશ્યો સિવાય એ બંનેય એકબીજાને મળી શકતા નહોતા
અને એ બંનેએ પત્રોના આદાનપ્રદાનથી પોતાના પ્રેમની હોડીને હલેસા મારવા શરુ કર્યા
એ બંનેયને પ્રેમપત્રોના આદાનપ્રદાનમાં ગુરુદત્ત, દુર્ગા ખોટે અને કામિની કૌશલ જેવા મિત્રો મદદગાર બન્યા.
.
ના માત્ર સુરૈયા અને દેવાનંદ પણ એ બંનેયને મિત્રો પણ એ બંનેયને લગ્નબંધને બંધાયેલા જોવા માટે અતિ ઉત્સુક હતા.
.
એ સમયે એ બંનેયને અભિનયવાળી ફિલ્મ "જીત"નું શૂટિંગ ચાલતુ તુ.
અને ફિલ્મમાં એ બંનેયને લગ્નવિધિનું એક દ્રશ્ય ફિલ્માવવાનું હતું
ફિલ્મના નિર્માતા - નિર્દેશક અને ફિલ્મના અન્ય સહકલાકારોની હાજરીમાં જ ફિલ્મના જે તે દ્રશ્યને ફિલ્માવાતા સમયે જ એ બંનેયને ખરેખર લગ્ન કરી નાખવાનો ત્રાગડો રચાયો.
.
પણ આ બાબતની જાણ કોઈક ફોટોગ્રાફરે ખાનગીમાં સુરૈયાની દાદીને કરી દીધી
જે ફોટોગ્રાફર પોતે સુરૈયાના એકતરફી પ્રેમમાં ગૂમ હતો તેણે બળતરામાં ........
અને...........
ફિલ્મના રીલના અને રિયલ એમ બંનેય લગ્નો અટકી ગયા

અને સદાબહાર દેવ કુંવારા રહી ગયા !
.
હવે ?
.
નવી ઘોડી નવો દાવ !
.
અને ત્યાં સુધીમાં તો મોટાભાઈ "ચેતનઆનંદે" "દેવ"ના જીવનમાં ફરી ચેતન ભરી દે તેવી તદ્દન નવી અભિનેત્રીની ખોજ "સિમલા"માં પુરી કરી હતી

એ અભિનેત્રીનું જન્મનું નામ હતુ "મોના સિંઘા" .... જન્મે ઈસાઈ ....પણ "નવકેતન ફિલ્મ્સ"ના ભાગીદાર અને ફિલ્મ નિર્માતા અને ફિલ્મ નિર્દેશક એવા "ચેતનઆનંદે" એનું ફિલ્મનું નામ રાખ્યું "કલ્પનાકાર્તિક"

મોના આનંદ ઉર્ફે કલ્પના કાર્તિકની પ્રથમ ફિલ્મ હતી ૧૯૫૧ની ફિલ્મ "બાઝી"
જેના નિર્દેશક હતા ગુરુદત્ત
નવકેતન ફિલ્મ્સના નેજા હેઠળ બનેલી એ ફિલ્મના નિર્માતા અને અભિનેતા હતા એ જ "દેવ"
.
ફિલ્મ બાઝીની સફળતા પછી વર્ષ ૧૯૫૨માં એ જ અભિનેતા અભિનેત્રીની જોડી સાથે ૧૯૫૨માં બની ફિલ્મ આંધીયા અને ૧૯૫૩માં બની ફિલ્મ હમસફર

ફિલ્મ આંધીયા અને ફિલ્મ હમસફરના સંગીતકાર હતા જે તે સમયના શાસ્ત્રીય સંગીતના ખાં "અલી અકબર ખાન".
"અલી અકબર ખાન" એટલે સંગીતકાર "જયદેવ"ના ગુરુ

ત્યારે જ તો "હમદોનો" ફિલ્મમાં સંગીતકાર "જયદેવ"ને સ્થાન મળેલું

આ ફિલ્મનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક અલી અકબર ખાને, પંડિત રવિશંકર અને પન્નાલાલ ઘોષે સાથે મળીને તૈયાર કરેલું
.
નવકેતનની ફિલ્મ "હમસફર"ના નિર્માતા હતા MN WATAL અને ફિલ્મના ભૂતિયા નિર્દેશક હતા A N Banerjee કે જે નવકેતનમાં ફોટોગ્રાફર હતા કે જેમણે નિર્દેશિત કરેલી આ પહેલી અને છેલ્લી ફિલ્મ હતી
.
આપણે તો વાત કરીયે છીએ કલ્પના કાર્તિકની ...

૧૯૫૪ની ફિલ્મ "ટેક્ષી ડ્રાઈવર" સુધીમાં કલ્પના અને "દેવ"નો પ્રેમ ખુબ જ આગળ વધી ગયો હતો
સુરૈયા જેવો ઘાટ ફરી ના થાય અને ફસાવેલી માછલી છટકીને ક્યાંક બીજે જતી ના રહે એટલે
ફિલ્મ ટેક્ષી ડ્રાઈવરના સેટ પર જ એક રાત્રે કલ્પના અને "દેવે" ખાનગીમાં લગ્ન કરી લીધા

કલ્પનાના માતાપિતા સહીત પરિવારને ૧૨ - ૧૫ દિવસે આ લગ્નની જાણ થઈ અને ખુદ દેવના પરિવારને પણ આ લગ્નની જાણ ૫ - ૭ દિવસ પછી થઈ
.
લગ્ન પછી કલ્પનાએ હાઉસ નંબર 44 અને નૌ દો ગ્યારાહ ફિલ્મો કરી ત્યારબાદ અભિનયને "કમ્પલસરી રિટાયરમેન્ટ સ્કીમ" (CRS ) હેઠળ અનિચ્છાએ અને પરાણે તિલાંજલિ આપી દીધી
.
નવકેતનની ફિલ્મો, તેરે ઘર કે સામને, જવેલ થીફ, પ્રેમ પૂજારી,શરીફ બદમાશ , હીરા પન્ના અને જાનેમનમાં સહનિર્માત્રી તરીકે કલ્પનાકાર્તિક ઉર્ફે મોનાઆનંદનું નામ હતું
.
કલ્પના કાર્તિકને દેવ આનંદ સાથેના લગ્નથી બે બાળકો - દીકરો સુનિલઆનંદ અને દીકરી દેવીનાઆનંદ.
.
લગ્ન પછી "કલ્પનાકાર્તિક" ગુમનામીમાં જતી રહી જયારે મોટાભાગે "દેવ" પોતાની નવી ફિલ્મમાં તદ્દન નવી અભિનેત્રીને પ્રદર્શિત કરવા લાગ્યા અને સાથે એમની સાથે લાગણી અને પ્રેમનો વરસાદ તો .....

ગુરુદત્ત અને દેવની "કોમન" મિત્ર વહીદા તો ખરી જ પણ સુરૈયા, ઝીનત, ટીના મુનીમ , ઝાહીદા, ઝાહીરા અને બીજી એકાદ ફિલ્મમાં આવીને ખોવાઈ ગયેલી ઘણી બધી......
જે યાદી નીચે પ્રમાણે છે

૧. પોતાના ઈતિહાસ શીખવતા શિક્ષકની દીકરી
૨. ઝેક ઈન્ટરપ્રિટરની પત્ની
૩. કેમ્બ્રિઝ યુનિ.માં રુમની સફાઈ કરતી આઈરીશ વિદ્યાર્થીની
૪. માર્લોન બ્રાન્ડોની સહાયક
૫. એર ઈન્ડીઆની પરિચારિકા

આ તો જાહેર થયેલા પાત્રો છે બીજા ખાનગી તો એ પોતે જ જાણે !
.
દેવાનંદની જાણી અજાણી ખાસ વાતો

૧.
પોતાની વધતી ઉંમરે પોતાના ગળા પરના ચાસ છુપાવવા માટે એ પોતાના શર્ટનું પ્રથમ બટન હંમેશા બંધ રાખતો
૨.
પોતાની પત્નીને લગ્ન પછી ક્યારેય જાહેર કાર્યક્રમોમાં હાજર ના રહેવા દીધી
આજે ૮૯ વર્ષની ઉંમરેય કલ્પના કાર્તિક કોઈપણ જાહેર કાર્યક્રમમાં દેખાતી નથી
૩.
પોતાના અંતિમસંસ્કાર વિદેશમાં કરવાનો આદેશ પોતાના કુટુંબીઓને કર્યો હતો
૪.
પોતાના અંતિમસંસ્કારમાં પોતાના જ વ્યવસાય સાથે સંકળાયેલા કોઈપણ વ્યક્તિને હાજર ના રહેવા દેવાનો આદેશ પોતાના મૃત્યુ પહેલા આપ્યો
.
કલ્પના કાર્તિકની ફિલ્મોના ગીતો યાદ કરીયે

ફિલ્મ - House No. 44

૧.
चुप है धरती, चुप हैं चाँद सितारे
मेरे दिल की धड़कन तुझको पुकारे

૨.
फैली हुईं हैं सपनों की बाहें
आजा चल दें कहीं दूर
वहीं मेरी मन्ज़िल वहीं तेरी राहें
आजा चल दें कहीं दूर

૩.
तेरी दुनिया में जीने से तो बेहतर है कि मर जाएं
वोही आँसू, वोही आहें, वोही ग़म हैं जिधर जाएं
तेरी दुनिया में जीने से तो बेहतर है की मर जाएं

ફિલ્મ - બાઝી

૧.
आज की रात पिया
आज की रात पिया दिल न तोड़ो
मन कि बात पिय मान लो
आज कि रात पिया

૨.
तदबीर से बिगड़ी हुई तक़दीर बना ले, तक़दीर बना ले
अपने पे भरोसा है तो ये दांव लगा ले,
लगा ले दांव लगा ले - २

ફિલ્મ - નૌ દો ગ્યારહ

૧.
आँखों में क्या जी
रुपहला बादल
बादल में क्या जी
किसी का आँचल
आँचल में क्या जी
अजब सी हलचल

૨.
हम हैं राही प्यार के, हमसे कुछ न बोलिये - ३
जो भी प्यार से मिला, हम उसी के हो लिये - २
हम उसी के हो लिये
जो भी प्यार से मिला, हम उसी के हो लिये

૩.
ओ आजा पंछी अकेला है
ओ सो जा निन्दिया की बेला है ) - २
ओ आजा पंछी अकेला है

ફિલ્મ - ટેક્ષી ડ્રાઈવર

૧.
दिल जले तो जले, ग़म पले तो पले
किसी की न सुन गाये जा

૨.
जाएं तो जाएं कहाँ - २
समझेगा, कौन यहाँ, दर्द भरे दिल की ज़ुबाँ
जाएं तो जाएं कहाँ ...

~~~~~~~~~~~~~~~~~~
પ્રકરણ ૩૮
.
"दुश्मन न करे दोस्त ने वो काम किया है
उम्र भर का ग़म हमें ईनाम दिया है
.
સ્મિતા પાટીલ ~~~

આમ તો મારાથી બરાબર ૧૨ દિવસ મોટી એટલે કે એનો જન્મ ૧૭ ઓક્ટોબર ૧૯૫૫ના દિવસે

જન્મસ્થળ પૂના, મહારાષ્ટ્ર

પિતા શિવાજીરાવ ગિરધર પાટીલ મૂળ કણબી પટેલ પણ રાજકારણી અને માતા વિદ્યાતાઈ પાટીલ એક સમાજસેવિકા

વધારાની કોઈપણ ટીકાટિપ્પણી વગર ~~~
“Apart from acting, Smita Patil was an active feminist and a member of the Women's Centre in Mumbai. She was deeply committed to the advancement of women's issues, and gave her endorsement to films which sought to explore the role of women in traditional Indian society, their sexuality, and the changes facing the middle-class woman in an urban milieu. “

જાહેરમાં નારી સન્માનની કે નારી શક્તિને ફિલ્મોમાં ઉજાગર કરવાના અભિનય કરી વાહવાહી મેળવનારી આ અભિનેત્રીઓએ અન્ય નારીના ઘર ભંગાવી પોતાનું ઘર વસાવ્યું છે જે એક હકિકત છે

૧. શબાના આઝમી
૨. સ્મીતા પાટીલ
૩. હેમામાલિની
૪. શ્રી દેવી

હાથીના દાંત બહાર રહે રહે પીળા તો પડે જ છે !

હશે એ એમની વ્યક્તિગત જિંદગીનો એક ભાગ છે .....

૧૯૭૦ના દાયકામાં "Four Squares Cigarette Enviroment"ના મોડલ ડો.સુનિલ ભુતાની સાથે લગ્નગ્રંથીએ જોડાવાની તૈયારીમાં હતી

૧૯૮૦ના દાયકામાં સ્મિતા ફિલ્મ નિર્માતા "જ્હોની બક્ષી"ના પ્રેમમાં હતી

ક્યારેક એનું નામ વિનોદ ખન્ના સાથેય જોડાયેલું

આ સેલિબ્રિટીઓનું તો એવું જ
"કોઈક બે - ત્રણ કરે અને કોઈક એકનેય તરછોડી દે"

આજે આ વાત કરવાનું કારણ પેલી સમાચારવાચક સૌને ગમતી "શામળી" સ્મિતા પાટીલનો જન્મદિવસ છે

સ્મિતાનો ફિલ્મોમાં ઉદ્દય પણ લોકોને ઈર્ષા જગાડે એવો

એ શામળીના અભિવ્યક્તિ સભર આંખો અને તેનો ચીત્તાકર્ષક અને ભાવવાહી ચહેરો જ એના અભિનયને જીવંત બનાવવા પૂરતા હતા. ત્યારે જ તો પોતાના જમાનાની સૌથી શ્રેષ્ઠ અભિનેત્રી ગણાતી , તેની સૌથી નજીકની હરીફ શબાના આઝમીને પણ એને ઈર્ષાખોર બનાવી દીધેલી !

૧૧ વર્ષની ટૂંકી કારકિર્દીમાં ૭૫ ફિલ્મો આપી અને દરેક ફિલ્મમાં પાત્રની જીવંતતાએ એની ફિલ્મોને સફળ બનાવી અને સાથેસાથે એને પોતાને પણ સફળતાના શિખરે પહોંચાડી દીધી

"ઓફબીટ ફિલ્મો" સાથેસાથે "કોમર્શિયલ ફિલ્મો"માં પણ એનો દબદબો રહ્યો
૧૯૭૫ની ફિલ્મ "ચરણદાસ ચોર" એની પ્રથમ ફિલ્મ

એની સફળતમ અને યાદગાર ફિલ્મોમાં ભવની ભવાઈ, નિશાંત, ભૂમિકા, આક્રોશ, અર્થ, ગમન, બાઝાર, મંડી, અર્ધસત્ય, ગુલામી, આખિર કયું, અમ્રિત, મિર્ચમસાલા, નમકહલાલ વગેરે વગેરેને ગણાવી શકાય

કોઈક કાચી ક્ષણે એણે પોતાના માતાપિતાની ઈચ્છાને અવગણીને "રાજ બબ્બર" જેવા બીજ્વરને પસંદ કરી લગ્ન કર્યા.
તેના દીકરા પ્રતીક બબ્બરનાં જન્મના ૧૫ દિવસ બાદ ૧૩ ડિસેમ્બર ૧૯૮૬ના દિવસે એણે છેલ્લા શ્વાસ લીધા

નગુણા રાજ બબ્બરે પોતાની પ્રથમ પત્ની નાદીર બબ્બર સાથે ફરી સંસાર માંડયો અને સ્મિતા પાટિલના દીકરાને સદાયે અવગણ્યો. પ્રતીક બબ્બરને એના મોસાળમાં એના નાના - નાની એ ઉછેર્યો.

નાદીરા બબ્બરનું ઘર ભંગાવીને રાજ બબ્બર સાથે લગ્ન કરવાનું સ્મિતાને બહુ મોંઘુ પડ્યું
અગણિત નારી સંસ્થાઓએ તેના આ કૃત્ય માટે તેના પર માછલાં ધોયા

સ્મિતાની બહેન માન્યાએ સ્મિતાના અવસાન બાદ એ કબૂલાત આપી કે નાદીરાનું ઘર ભંગાવીને રાજબબ્બર સાથે લગ્ન કરવાની ભૂલ એને સમજાઈ હતી અને ખાનગીમાં મારી સાથે આ બાબત દુઃખ વ્યક્ત કર્યું હતું.

૧૯૭૭ની ફિલ્મ ભુમિકાના અભિનય માટે સ્મિતા પાટીલને શ્રેષ્ઠ અભિનેત્રીનો રાષ્ટ્રીય પુરષ્કાર મળેલો
એ સમયે એ પુરષ્કાર મેળવનાર તે સૌથી યુવા અભિનેત્રી હતી

સ્મિતા પાટીલે હિન્દી ફિલ્મો ઉપરાંત મરાઠી, ગુજરાતી ( ભવ ની ભવાઈ ), પંજાબી, બંગાળી, તેલુગુ, કન્નડ અને મલયાલી ફિલ્મો કરી.
તેની મોટાભાગની ફિલ્મો આર્ટ ફિલ્મો અથવા ઓફબીટ ફિલ્મો રહી
સાથેસાથે સ્મિતાએ સફળ કોમર્શિયલ ફિલ્મો પણ આપી હતી - અમિતાભ સાથેની નમકહલાલ અને શક્તિ , રાજેશ ખન્ના સાથે આખિર કયું અને અમ્રિત

૧૯૭૭ની ફિલ્મ ભૂમિકા અને ૧૯૮૧ની ફિલ્મ ચક્ર માટે શ્રેષ્ઠ અભનીનેત્રીનો રાષ્ટ્રીય ફિલ્મ પુરષ્કાર મેળવ્યો
૧૯૮૨માં ફિલ્મ "ચક્ર"ના અભિનય માટે ફિલ્મફેર એવોર્ડ મેળવ્યો
ફિલ્મ ભૂમિકા, બાઝાર અને આજ કી આવાઝના અભિનય માટે શ્રેષ્ઠ અભિનેત્રીની શ્રેણીમાં ફિલ્મફેર પુરષ્કાર માટે નામાંકન મેળવ્યું
ફિલ્મ અર્થ અને ફિલ્મ મંડીના અભિનય માટે શ્રેષ્ઠ સહાયક અભિનેત્રીની શ્રેણીમાં ફિલ્મફેર પુરષ્કાર માટે નામાંકન મેળવ્યું

૧૯૮૫માં ભારત સરકાર તરફથી "પદ્મશ્રી"નો પુરષ્કાર મેળવ્યો.

સ્મિતા પાટીલની ફિલ્મોના કેટલાક ગીતોની ઝલક માણી લઈએ

1.
दुश्मन न करे दोस्त ने वो काम किया है -२
उम्र भर का ग़म हमें ईनाम दिया है
दुश्मन न करे दोस्त ने वो काम किया है
उम्र भर का ग़म हमें ईनाम दिया है

2.
आज रपट जायें तो हमें ना उठइयो
आज फिसल जायें तो हमें ना उठइयो
हमें जो उठइयो तो
हमें जो उठइयो तो ख़ुद भी रपट जइयो
हाँ ख़ुद भी फिसल जइयो
आज रपट
आहा आज रपट जायें तो हमें ना उठइयो

3.
आप की याद आती रही रात भर
चश्म-ए-नम मुस्कुराती रही रात भर
आप की याद आती रही ...

4.
और नहीं कुछ तुमसे कहना
जीवन साथी जीवन साथी जीवन साथी साथ में रहना
और नहीं कुछ ...

5.
हम ने सनम को ख़त लिखा, ख़त में लिखा
ऐ दिल्रुबा, दिल की गली शहर-ए-वफ़ा
हम ने सनम को ...

6.
करोगे याद तो, हर बात याद आयेगी - २
गुज़रते वक़्त की, हर मौज ठहर जायेगी - २
करोगे याद तो ...

7.
दिखाई दिए यूँ कि बेखुद किया -२
हमें आप से भी जुदा कर चले
दिखाई दिए यूँ

8.
फिर छिड़ी रात, बात फूलों की
रात है या बारात फूलों की

(ક્રમશઃ)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED