અધુરી પ્રેમ કહાની .... - 1 Bhagvati Jumani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અધુરી પ્રેમ કહાની .... - 1

મિત્રો પ્રેમ એ લાગણી છે. કે જીવન માં પ્રેમ જો થઈ જાય તો એકજ ક્ષણ, માં થઈ જાય છે, અને ના થાય તો વષૉ પણ વિતી જાય છે. પણ દરેક પ્રેમ માં એવું નથી હોતું કે,, પુરો જ થાય ..પરતું પ્રેમ ન મળ્યા પછી પણ તેનું જ થઈ ને રેહવું એ પણ ખુબ જ મુશ્કેલ છે. તો આજે હું એવીજ એક પ્રેમ ની વાત તમારી સમક્ષ મુકીશ..........

આ વાત છે કાશ્મીરમાં રહેતા મોહિત અને મોહિની ની .. મોહિત એક સારા ઘરનો છોકરો છે. તેના પિ -તા ને કાપડની મિલ છે અને મોહિત તેમનો એક નો એક છોક -રો હતો. તેથી તેના માતા-પિતાએ તેને ખુબ જ પ્રેમથી અને વહાલથી ઉછેર કયૉ છે. તેથી મોહિત એ બિન્દાસ, અને પોતા -ના જીવનને મસ્તીથીજ જીવન જીવતો હોય છે. આ હતી વાત મોહિત ની.

હવે આપણે મોહિની ની વાત કરીએ.... મોહિની જેવું તેનું નામ તેવું જ એનું રુપ, તેનુ નામ જ મન મોહિની એટલે કે એટલો જ સુંદર એનો સ્વભાવ પણ એવો જ કે દરેકના મનને મોહિલે.મોહિની ના પિતા એ બેન્કમાં કામ કરતા હતા.

મોહિત એ કાશ્મીરની જ શાળામાં ભણવા જતો હતો. તે 10માં ધોરણ સુધી ભણ્યો હતો અને 11માં પણ તે ત્યાજ ભણવાનો હતો.મોહિની પણ તે જ સ્કુલમાં ભણતી હતી. પ -ણ કદી તેમની મૂલાકાત થઇ ન હતી. મોહિની તો ખાસ કોઈ જોડે વાત જ નતી કરતી. એટલે તે મોહિત ને ક્યાથી આેળખે. આમ ને આમ સમય પસાર થતો ગયો અને મોહિની અને મો -હિત નુ 10મા નું પરિણામ આવ્યું અને ,,બન્ને સારા ગુણ થી પાસ થઈ ગયા.

મોહિની ના પપ્પા એ મોહિની ને કહ્યું હતૂં કે જો તેને સારુ પરિણામ આવશે તો તે ને નવો મોબાઈલ લઇ આપ -શે તો પરિણામ આવ્યા પછી મોહિનીને તેના પપ્પાએ નવો મો -બાઈલ લઇ આપ્યો.તેથી મોહિની તો હવે ખુબ જ ખુશ હતી. અને એટલા માં મોહિનીના મિત્ર નો ફોન આવ્યો,,,, અને તેને તેનો ફોન લઇને તેના ઘરે આવવાનું કહ્યું. મોહિની પણ ગઈ, તો તેને મોહિની ને ફેસબુક માં નવું એકાઉટ બનાવી આપ્યું અ -ને સમજાવ્યૂં કે તારા મિત્રો હોય એને જ તું એડ કરજે અને ત્યાર પછી મોહિની પોતાના ઘરે આવી.

મોહિની ઘરે આવ્યા પછી જમી. અત્યારે તો વેકેશન હતું. તો મોહિની પોતાના રૂમમાં ગઈ અને મોબાઈલ વાપરવા લાગી અને એટલામાં તેને મોહિત ની friend request આ -વી તો મોહિની તો જોઈ ને સુઈ ગઈ પણ તેને જોયું કે મોહિત તેની મિત્ર ના એકાઉન્ટ માં પણ બતાવે છે .તો બીજા દિવસ સ્કુલ માં જઈને મોહિની એ તેની મિત્ર ને પૂછ્યું કે તું મોહિતને આેળખે છે તો તેની મિત્ર એ તો કીધું હા તે સારો છોકરો છે અને તને પણ મિત્ર બનાવવા માગતો હશે એટલે તને રીકવેસ્ટ મોકલી હશે તું એડ કરી દેજે, અને પછી મોહિની તો ઘરે આવે છે જમીને સુઈ જાય છે.. અને સાંજે પણ કામ કરે છે એટલે મોહિતની આવેલી રીકવેસ્ટ હજુ તેને સ્વીકારી ન હતી પછી તે રાત્રે જમી ને રૂમમાં જાય છે. ત્યારે તે જુવે છે ,,અને તેને યાદ આવે છે અને તે વિચારે છે કે હું રીકવેસ્ટ સ્વીકાર કરુ કે ના પણ મોહિની પછી રીકવેસ્ટ સ્વીકાર કરી લે છે.

અને થોડીવાર પછી મોહિત મેસેજ કરે છે.....

હાય........

પણ મોહિની વિચારે છે પેલા તો પછી તે પણ કહે છે હાય એમ..

અને મોહિત કહે છે કે કેમ છો....

મોહિની કહે છે બસ મજામાં અને આમ 10 મિનીટ જેવી વાત થાય છે .મોહિની બાય કહે છે. તો મોહિત પણ બા -ય અને શુભ રાત્રી કહે છે અને સુઈ જાય છે.મોહિની પણ સુ -ઈ જાય છે.

બીજા દિવસ સવારે..મોહિની જાગી એવો જ મોબાઈલ જોવે છે ..અને ત્યાજ મોહિત નો મેસેજ હોય છે કે good morning.. અને મોહિની પણ કહે છે કે good morning બસ આટલું કહે છે બસ પછી આખો દિવસ કોઈ મેસેજ કે વાત નથી કરતા.

અને મોહિત તેના મિત્ર નો જન્મદિવસ હોય છે એટલે આખો દિવસ એ માજ જતો રહે છે.અને રાત્રે આવે છે અને મોહિનીને કરે છે કે ,,

હાય,શું કરે છે ? જમી લીધું ? મોહિત ખુલ્લા મનનો અને મોજીલો માણસ હતો તેથી તે કહી પણ વિચાર તો નહી અને ગમે ત્યારે મોહિની ને મેસેજ કરતો હતો.

મોહિની એ પણ જવાબ આપ્યો કે હું બેસી છું અને હા જમી લીધું તું જમ્યો,

તો મોહીતએ કીધું ના આજ તો મિત્ર નો જન્મદિવસ હતો તો બાર જ નાસ્તો પાણી કરીને હમણાજ આવ્યો અને એમ કરી ને તે વાતો કરવા બેસી જાય છે .મોહિની જોડે. અને તેમને 30 મિનીટ જેવી વાત થાય છે અને બંન્ને સુઇ જાય છે...

તો મિત્રો શું મોહિની અને મોહિત ની મિત્રતા હજું ગાઢ બનશે કે પછી આમ ને આમ જ ચાલ્યા કરશે એ આપણે આગળ ના ભાગ માં જોશું ..

ક્રમશ.........

આભાર.... 🙏