Sacrifice - 3 books and stories free download online pdf in Gujarati

સમર્પણ - 3

( ગતાંકથી શરુ )
આપણે જોયુ કે જયનાના લગ્ન થઇ ગયા અને હવે તે સાસરે પણ આવી ચુકી હતી. બધા તેને ખુબ પ્રેમ આપતા હતા અને તેનો પતિ પણ તેને ખુબ પ્રેમ કરતો હતો. બીજી બાજુ તેના માતા પિતાના ઘરે તેની કમી વર્તાતી હતી અને ખાસ તો આર્થિક બાબતો ને લીધે. પણ દીપાંશીને તો તેની કમી ખુબ વર્તાતી કેમ કે જયના હંમેશા તેને બધી બાબતમા સાથ આપતી. પણ હવે તે સાવ એકલી પડી ચુકી હતી. જયારે બહુ જયનાની યાદ આવતી ત્યારે તેની સાથે ફોનમા વાત કરી મનને મનાવી લેતી. બીજી બાજુ વિનીતે જયનાને હનીમુન ટીકીટસ આપીને સરપ્રાઈઝ આપ્યુ અને જયના ખુબ ખુશ થઈ ગઈ તેને તે વાતનો ખુબ જ આનંદ હતો કે તેના સાસરે બધા ખુબ સારા હતા. પોતે હવે પોતાની જિંદગી વિનીત સાથે ખુબ સારી રીતે વિતાવી રહી હતી. આમને આમ લગ્નને એક મહિનો વીતી ગયો. ઘણુ બધુ હરીફરી લીધુ, ઘણુ શીખી લીધુ અને પોતે એક સારી પત્ની અને વહુ પણ સાબીત થઈ. જયના તો એટલી ખુશ હતી કે જાણે એક જ મહિનામા તેણે આખી જિંદગી જીવી લીધી હોય.
બીજી બાજુ દીપાંશી પણ ખુબ મહેનત કરીને ભણવા લાગી કેમ કે પોતાની બહેને તેના માટે જે સમર્પણ આપ્યુ છે તેને તે વ્યર્થ નહોતી જવા દેવા માંગતી. અને તે ઘરની સ્થીતીથી પણ સારી રીતે વાકેફ હતી તેથી તેણે કોલેજ પુરી થયા પછી વધેલા સમયમા એક મેડીકલમા જોબ કરવા જતી હતી તેથી ઘરમા કંઈક મદદ કરી શકે.
એક દિવસ અચાનક જયનાના ફોનમા દીપાંશીનો ફોન આવે છે જયના એ કહયુ, દીપાંશી તુ કેમ રડે છે બોલ શુ વાત છે. દીપાંશી એ રડતા રડતા કહયુ દીદી દાદી..... હા દીપાંશી બોલ દાદીને શુ થયુ... જયનાને તો ઉંડો ધ્રાસકો પડી ગયો શુ થયુ હશે દાદીને.....દીદી દાદી મને ડોકટર બનતી જોવા માટે ન રહ્યા. દીપાંશી આ તુ શુ કહે છે... હા દીદી દાદી હવે આપણને છોડી એના ઠાકોરજી પાસે જતા રહ્યા...કદાચ ઠાકોરજી આપણા કરતા એમને વધુ વ્હાલા હશે...આટલુ કહેતા તો બંને ચોધાર આંસુ એ રડી પડી. જયના એ કહયુ હુ અડધી જ કલાકમા પહોચુ છુ ઘરે તુ કોઇને રડવા ન દેતી ને બધાનુ દ્યાન રાખજે. આટલુ કહી જયનાએ ફોન કટ કર્યો અને રડતા રડતા હોલમા ગઈ તેના સાસુ વિણાબહેન પાસે જઈ બધુ જણાવ્યુ... વિણાબહેને ફટાફટ નમિતભાઇને ફોન કર્યો અને સીધા જ વિનીતને લઈને જયનાના પિયર પહોંચવા જણાવ્યુ. પછી ફટાફટ પોતે અને જયના પણ ત્યા જવા નિકળ્યા. અત્યારે જયનાને સંભાળવી તેના માટે ખુબ મુશ્કેલ થઈ રહ્યુ હતુ. રસ્તો પણ જલ્દી કપાતો નહોતો અને મનમાં તો સવાલોની લાઇનો લાગી હતી. તેમ છતા જયનાને આશ્વાસન આપી રહ્યા હતા.
જયના માંડ કરીને ઘરના આંગણ સુધી પહોંચી શકી. અને પહોંચતાની સાથે જ થોડીવાર તો જાણે બેશુદ્ધ થઈ ગઈ. પોતાના બાળપણથી લઇને લગ્ન સુધીની તેની સાથે વિતાવેલ તમામ યાદો આંખ સામે દેખાવા લાગી... એ દાદીમાના શિખવેલા બાળગીતો, વાર્તાઓ બધુ જ. ત્યાજ દીપાંશી આવીને જયનાને ભેટીને રડવા લાગી... અને જયના એ બધી યાદો માંથી બહાર આવી તો જાણે આંખમાંથી દરિયો જ વહી પડયો.. અને પોતે પોતાની જાતને પણ ચુપ નહોતી કરાવી શકતી એટલી હદે તેને દુખ હતુ... તેને આજે પહેલી વાર મૃત્યુ શુ કહેવાય તે સમજાયુ હતુ અને ભગવાને પણ તેને આ સમજાવવા માટે તેના પ્રિય વ્યકિતનો જ સહારો લીધો.
( આગળ વાંચો ભાગ 4 માં )

બીજા રસપ્રદ વિકલ્પો