અધુરો પ્રેમ - ૧ Avadhi Bopaliya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શેયર કરો

અધુરો પ્રેમ - ૧

આજે વેલેન્ટાઇન ડે છે. પ્રેમીઓ નો દિવસ. આખો દિવસ શહર મા ચહલપહલ જોવા મળી. યુવા હૈયા એક બીજા ને મળવા માટે થનગની રહ્યા હતા. સવાર થી જ દરેક વ્યક્તિ પોતાના પ્રિય પાત્ર ને મળવા અને પોતાના પ્રેમ નો એકરાર કરવા અધિરા બની ગયા હતા. દરેક ગાર્ડન, દરેક કેફે મા, દરેક કોલેજ માં યુવાઓ પોતાના પ્રેમ નો એકરાર કરી રહ્યા હતા. ક્યાંક બંધ રૂમમાં એકાંતમાં એકબીજાને સમર્પિત કરી પ્રેમ નો એકરાર થઈ રહ્યો હતો. સાંજ થવા આવી હતી પરંતુ લોકો નો ઉત્સાહ ઓછો થતો નહોતો. દિવસ કરતાં સાંજે ચહલપહલ વધી ગઈ હતી. થિયેટર માં અને હોટેલ્સ માં ભીડ ઉમટી પડી હતી.

આ બધા શોર બકોર વચ્ચે એક ઘર એવું હતું જ્યાં ખુબ શાંતિ હતી. અકળાવનારી શાંતિ. આમ તો ઘરને સુંદર રીતે લાઇટો થી શણગારવામાં આવ્યું હતું, કદાચ કોઈ પ્રસંગ ની તૈયારી કરવા માં આવી હતી. પણ અત્યારે ઘરની શાંતિ ડરાવી રહી હતી. ઘરનાં સભ્યો મુખ્ય હોલમાં બેસી ને ટીવી જોઈ રહ્યા હતા. દરેક ના ચહેરા પર દુઃખ અને આંખ માં આંસુ હતાં. ઘરનાં એક રૂમ માંથી કોઈ છોકરી ના રડવા નો અવાજ આવી રહ્યો હતો. એ હતી તો કોઈ અપ્સરા જેવી સુંદર પણ અત્યારે એનો ચહેરો સાવ નિસ્તેજ લાગી રહ્યો હતો. એક ફોટો ફ્રેમ ને પોતાની છાતી એ લગાવી એ હીબકાં ભરી રહી હતી. એની આંખો પરથી લાગતું હતું કે એ ખુબ રડી છે. રડતા રડતા કયારે ઊંઘ આવી ગઈ એની એને ખબર જ ન પડી અને ઊંઘ માં પોતાના સુંદર ભુતકાળ ના સપના માં ખોવાઈ ગઈ જ્યાં ફક્ત ખુશી હતી.

પાંચ વર્ષ પહેલાં :

મમ્મી કેટલી વાર…?? મારે કોલેજ જવાનું મોડું થાય છે..
એક છોકરી એના ઘર ના ડાઇનિંગ ટેબલ પર બેસીને એના મમ્મી ને નાસ્તા માટે બુમ પાડે છે. બ્લેક જીન્સ અને ગુલાબી ટી-શર્ટ મા એ ખુબ સરસ લાગી રહી છે.

એ હમણાં જ લ‌ઈ ને આવી બેટા.

રસોડા માંથી એક બેન નાસ્તા ની પ્લેટ લ‌ઈ ને આવે છે અને ટેબલ પર મુકે છે. પ્લેટ માં ટમેટા ઉપમા છે. ગરમ ગરમ ઉપમા જોઈ ને છોકરી ના ચહેરા પર ચમક આવી જાય છે.

વાઉ, ઉપમા…!!!

હા, વૃંદા તારા મનપસંદ ટમેટા ઉપમા..

થેન્કયુ મોમ…. યુ આર ધ બેસ્ટ મોમ.

આમ કહી ને વૃંદા એના મમ્મી ને હગ કરી લે છે.

વૃંદા ના મમ્મી : બસ બસ હવે, ફટાફટ નાસ્તો કરી લે નહીંતર કોલેજ મોડી પહોંચીશ.

વૃંદા ફટાફટ નાસ્તો કરીને નીકળી જાય છે.

વૃંદા પોતાની સ્કૂટી લ‌ઇ‌ ને કોલેજ જાય છે. રસ્તામાં એનુ એક કાર સાથે અકસ્માત થાય છે. કારચાલક થોડા ગુસ્સા માં બડબડ કરતો બહાર નીકળ્યો.

કારચાલક : આ છોકરીઓ ને સ્કૂટી અપાય જ નહીં. ચલાવતા આવડે નહિ અને લ‌ઈ ને નીકળી પડે. ઓ મેડમ ચલાવતા નથી આવડતી તો કોઈ ને સાથે લઇ ને નીકળતા હોય તો.

વૃંદા : ઓ હેલો મિસ્ટર, આવડી મોટી ગાડી લઈને નીકળા છો તો જરા જોઈ ને ચલાવો ને. એક તો તમે ફુલ સ્પીડ માં ચલાવો છો અને પાછા મારો વાંક કાઢો છો.

કારચાલક : હે ભગવાન, આ છોકરીઓ જો પોતાનો વાંક માની જાય તો તો દુનિયા બદલી જાય. હું પણ શું અહીંયા ઉભો રહી ગયો. એક તો આમ પણ લેટ થતુ હતુ.

આટલુ બોલીને કારચાલક એની કાર તરફ જવા લાગે છે. એને જતો જોઈ વૃંદા ઊંચા અવાજ માં બોલે છે.

વૃંદા : હા તો મને પણ કાંઇ તમારી સાથે જીભાજોડી કરવાનો શોખ નથી. મને પણ લેટ થાય છે.

આટલી વાર મા તો પેલો છોકરો કાર લઈને નીકળી જાય છે. વૃંદા પણ કોલેજ તરફ નીકળે છે.

કોલેજ પહોંચી ને વૃંદા એની ફ્રેન્ડ વિશ્વા ને મળે છે. બીજી તરફ પેલો છોકરો પણ એ જ કોલેજ માં એના ફ્રેન્ડ સાથે વાત કરતો હોય છે. બંને એક જ કોલેજમાં અભ્યાસ કરે છે એ વાત થી બંને એકદમ અજાણ છે.

ક્લાસ નો સમય થતા બધા ક્લાસ મા આવે છે. થોડી વારમાં પ્રોફેસર આવે છે અને પોતાનો ઈન્ટ્રો આપે છે પછી એક પછી એક બધા ના નામ પુછે છે. પેલા છોકરા નો અવાજ વૃંદા ઓળખી જાય છે અને અવાજ તરફ જોવે છે તો સાચે કાર વાળો છોકરો જ હોય છે. વૃંદા અત્યારે એને સરખો જોવે છે. બ્લુ ડેનિમ જીન્સ અને વાઇટ શર્ટ માં એ મસ્ત લાગતો હતો. એ પોતાનુ નામ રૂદ્ર કહે છે. થોડી વાર પછી વૃંદા નો વારો આવે છે. રૂદ્ર પણ એને જોઈ ને હેરાન થઈ જાય છે. આમ જ લેક્ચર પુરો થાય છે.

બ્રેક મા વિશ્વા વૃંદા ને એના બિજા જુના ફ્રેડ પાસે લઈ જાય છે.

વિશ્વા : વૃંદા આ છે મારો ફ્રેન્ડ રોહિત. રોહિત આ છે વૃંદા.

બંને એકબીજાને સ્માઇલ આપે છે અને બધા બેસે છે. થોડી વાર પછી રૂદ્ર પણ ત્યાં આવે છે. રોહિત એનો ફ્રેન્ડ છે. વૃંદા અને રૂદ્ર બંને એકબીજાને જોઈ ને હેરાન થઈ જાય છે.


~~~~~~~~ બંને એકબીજા સાથે કેવુ વર્તન કરશે...??? ~~~~~~~~
~~~~~~~~ બંને વચ્ચે મિત્રતા થશે...??? ~~~~~~~~

ક્રમશ: