Featured Books
શ્રેણી
શેયર કરો

વિદેશમાં મળેલું દેશી દિલ - સંપૂર્ણ

(1)


ભાવનગર જિલ્લા ના ઘોઘા તાલુકાનું નાનકડું ગામ કરેડા


ગામના સરપંચ ભગવાનભાઇ દિહોરા જેવું તેમનું નામ તેવો જ તેમનો સ્વભાવ, પ્રેમાળ વ્યક્તિત્વ, હંમેશા હસતા જ રહે અને તેમની સાથે કામ કરવા વાળા ને પણ ગમ્મત કરાવે.


તેમની પાસે ગામના કે ગામની બહારના કોઈપણ માણસ તેની મુશ્કેલી લઇ ને જાય એટલે ભગવાનભાઈ તુરંત જ તેનો નિકાલ કરી આપતા.


ભગવાનભાઈએ ખાલી ૭ ધોરણ સુધી નો જ અભ્યાસ કરેલો છતાં પણ તેમની કોઠા સુઝથી ગમે તેવી મુશ્કેલીમાં પણ તે રસ્તો કાઢી આપતા. વળી પાછા છેલ્લા ૨૦ વર્ષોથી ગામના સરપંચ પણ હતા અને તેમના દાદા પરદાદાઓ મોટા જમીનદાર હતા એટલે ૩૦૦ વિઘાની જમીન માં જ ખેતી કરીને તેમનું જીવન વિતાવતા.


તેમના ધર્મ પત્ની ભાવનાબેન પણ તેમના પતિ ની જેમ ખૂબ જ સરળ અને સારા સ્વભાવના. ભાવનાબેન ની રસોઈ ના વખાણ તો ગામ આખું કરતુ અને જમવાના ટાઈમ પર ભગવાનભાઈ ના ઘરે જે પણ જાય તે જમ્યા વગર પાછો ના જય શકે. ખેતર નું કોઈ પણ કામ હોઈ બને સાથે મળી ને જ કરે. જરૂર હોઈ તો જ મજૂરોની મદદ લેતા, ભગવાનભાઈ એ ૨૦૦ વિધા જેટલામાં બધા ફળના વૃક્ષો અને રોપા વાવેલા. કેરી, મોસંબી, સીતાફળ, ચીકુ, દાડમ, નાળિયેરી, કેળા, પપૈયા, તરબૂચ, જમરૂખ, બોર આ બધાજ ફળો ભગવાનભાઈ તેનાજ ખેતરમાં ઉગાવતાં અને બધાનું ધ્યાન જાતેજ રાખતા. ૫૦ વીઘામાં બાજરી, ઘઉં, કપાસ, મગફળી કે પછી બીજા રોકડીયા પાક લેતા. અને બાકીના ૫૦ વીઘામાં તેમને ગુલાબ ઉગાવેલા હતા અને તે ગુજરાત બહાર મોકલતા.


આ જોઈ ગામના લોકો કોઈ કોઈ વાર ભગવાનભાઇ ને પૂછતાં પણ આટલો પૈસો હોવા છતાં પણ તમે કેમ મજૂરો પાસે કામ નહિ કરાવતા તમે જાતે જ કેમ કરો છો ?


ત્યારે ભગવાનભાઇ તેમને સમજાવતા કે, આ ખેતર માં હું મારા બાપા સાથે મળીને કામ કરતા ત્યારે આમાંથી મોટા ભાગના વૃક્ષો વાવેલા છે. વૃક્ષોની માવજત પેલા મારા બાપાએ કરી હવે હું કરું છું. વૃક્ષોને પણ પ્રેમની જરૂર હોઈ છે તેમનામાં પણ જીવ હોઈ છે અને આ બધા જ વૃક્ષો મને ખુબ જ વહાલા છે. તે આપણને આખું વર્ષ ફળો આપે છે તો આપણે પણ તેમનો સાથ આપવો જોઈએ તેમની માવજત કરવી જોઈએ અને લાગણીથી ઉછેરવા જોઈએ.


ભગવાનભાઇ ની આ લાગણીને કારણે જ આજદિન સુધી તેમને ખેતરમાં ક્યારે પણ ખોટ ખાધી જ નથી અને આટલા વર્ષો માં એક પણ વૃક્ષ સુકાયું નથી એ પુરા ગામને ખબર હતી.


આ બંને નો દીકરો પ્રીયાંસ દેખાવમાં એકદમ નોર્મલ છોકરા જેવો જ પણ ખેતરમાં કામ કરી કરી ને શરીર એક દમ કસાયેલું બની ગયેલું અને આજે જ તેનું ધો. ૧૨ નું રિજલ્ટ આવવાનું હતું. આમતો પ્રિયાંશ ભણવામાં બોવજ તેજસ્વી હતો ૧૧ અને ૧૨ કોમર્સમાં કોઈ પણ કલાસીસમાં ગયા વિના જ તે અત્યાર સુધી ની બધી જ પરીક્ષા માં સ્કૂલ માં પહેલા નંબરે આવતો હતો તેને પણ આશા હતી કે તે આ વખતે પણ સ્કૂલ માં પહેલા નંબરે આવશે "પણ તમે જે વિચારો છો તે કદી બનતું નથી" તેવું જ પ્રીયાંસ સાથે થયું કોમ્યુટરમાં રિજલ્ટ જોતા જ તે પાગલ થઇ ને ઝૂમવા લાગ્યો જોર જોરથી બૂમો પાડવા લાગ્યો અને તેનું કારણ હતું કે તે માત્ર સ્કૂલમાજ નહિ પણ આખા ભાવનગર જીલ્લામાં પ્રથમ નંબરે પાસ થયો હતો.


ભગવાનભાઈ અને ભાવનાબેનના આશીર્વાદ લેતા લેતા પ્રિયાંશે આ વાત કરી આ સાંભળતા જ તેનો ખુશ ખુશ થઇ ગયા કેમ કે, ભગવાનભાઈ ના કુટુંબની ૭ પેઢી માં કોઈનો ધો. ૧૨ માં નંબર નહોતો આવ્યો નંબર તો છોડો કોઈ ધો. ૧૨ સુધી ભણ્યું ના હતું. અને ભગવાનભાઈ એ ગામમાં બધા ને કેવડાવી દીધું કે આજે રાત નું જમવાનું બધા ને મારે ત્યાં છે. અને ભગવાનભાઈ, ભાવનાબેન અને પ્રિયાંશ તરતજ તેમના ઇષ્ટદેવ હનુમાનજીના દર્શન કરવા ગયા ત્યાંથી તેમના કુળદેવી માતા ખોડલમાં અને ચામુંડામાંતા ના દર્શન કરી ઘરે આવી ને સાંજની જમવાની તૈયારી માં બધાજ લાગી ગયા.


પ્રિયાંશનું સપનું હતું કે તે ને અમેરિકા જઈને ત્યાંની યુનિવર્સિટીમાંથી કોમ્યુટર સાયન્સ વિષયમાં અભ્યાસ કરવો હતો.

તેનું કારણ હતું કે તેનો જ સ્કૂલનો સિનિયર કરણ દેશમુખ અત્યારે કોલંબિયા યુનિવર્સિટી, ન્યુયોર્કમાં કોમ્યુટર સાયન્સ નો અભ્યાસ કરી રહ્યો હતો.

તે જયારે પણ પ્રિયાંશ ને કોલ કરતો ત્યારે તે ત્યાંનું જીવન, લાઈફ સ્ટાઇલ, કોલોજોનું વાતાવર બધું જ કહેતો અને આ જોઈ ને પ્રિયાંશ ને પણ ત્યાં જવાનું નક્કી કરેલું.

અને આજે રાતે બધા જ ગામ લોકો નું જમવાનું પૂરું થાય પછી તેને બા-બાપુજી સાથે વાત કરવાનું નક્કી કરેલું...


------------------------------------------------------------------------------------------------------------


બીજી તરફ પ્રિયાંશ જેટલું જ ખુશ કોઈ બીજું હતું.


પ્રિયાંશી તારું રિજલ્ટ આવી ગયું હશે બેટા ચેક કર.


મેહુલભાઈ એ ટી.વી. જોતા જોતા જ હોલમાં થી અવાજ કર્યો.


મેહુલભાઈ શુકલા ભાવનગર જિલ્લાના પ્રખ્યાત ઉધોગપતિમાંથી એક તેમનું નામ ખુબજ મોટું ગણાતું.


તેમના ધર્મપત્ની માયાબહેન એક કાર્ડીઓલોજી ડોક્ટર હતા.


બને પતિ પત્ની ને ૨ દીકરીઓ જ હતી પણ બને ને દીકરા જેમ જ ઉછેરતા બધી જ છૂટછાંટ તેમની દીકરીઓ ને આપી હતી પણ બસ તે બને પતિ-પત્ની તેમની છોકરિઑ ને એક વાત કહેતા કે છોકારોને મિત્ર બનાવો પણ પ્રેમ માં પડતા નહિ, તમને આપેલી આઝાદી નો ક્યારેપણ ખરાબ રીતે ઉપયોગ કરતા નહિ. આ બને ની મોટી દીકરી એટલે પ્રિયાંશી જે ધો. ૧૨ કોમર્સમાં અભ્યાસ કરતી હતી અને નાની દીકરી દેવાંશી ધો. ૯ માં અભ્યાસ કરતી હતી.


પપ્પાની વાત સાંભળી પ્રિયાંશીએ લેપટોપ ચાલુ કર્યું ત્યાં સુધી માં માયાબહેન, દેવાંશી અને મેહુલભાઈ પણ પ્રિયાંશીની બાજુમાં આવીને ગોઠવાઈ ગયા અને બધાજ રિઝલ્ટ ખુલે તેની રાહ જોતા રહ્યા.


રિઝલ્ટ ખુલવાની સાથે જ ચારે જણા એક સાથે નાચી ઉઠ્યા કેમ કે પ્રિયાંશીનો ભાવનગર જિલ્લા માં બીજો નંબર આવ્યો હતો અને ચારે લોકો બોવ જ ખુશ હતા તરત જ મેહુલભાઈ તેમની કાર લઇ નીકળી ગયા અને કેહતા ગયા સાંજે મૂવી જોવા જઈશું અને ડિનર કરવા તો બધાજ ૪:૦૦ વાગે તૈયાર રહેજો.

આ બાજુ માયાબહેન તો તેમના ઓફિસ વાળા અને ફેમિલીવાળા ને કોલ કરી ને આ ખુશ ખબર કહેવા માંડ્યા.


પ્રિયાંશી પણ તેમના સ્કૂલ ફ્રેંડ્સ ને કોલ કરી ને રિઝલ્ટ પૂછવા લાગી અને દેવાંશી ધો. ૧૦ ના કલાસસીસ માટે જતી રહી.


પ્રિયાંશીને કોઈ પણ જોવે એટલે બસ તેને પ્રેમ કરવા લાગે એવી એ છોકરી.


ચહેરા ઉપર હંમેશા સ્માઈલ જ હોય. બહુજ ઓછા પ્રમાણમાં મેકપનો ઉપયોગ કરી ને તેના ફેસને એકદમ ફ્રેશ કરી નાખે. નાકમાં નાની એવી રિંગ પેરે, કપાળ માં નાની એવી બિંદી, કાનમાં મીડીયમ સાઈઝની એયરીંગ અને વાળ મોટા ભાગે ખુલ્લા અને સ્ટ્રેઇટ જ રાખે સાથે સાથે તેની બ્રાઉન કલરની આંખમાં જોતા જ કોઈને પણ તેમાં કૂદી ને અંદર ફરતા ફરતા ખોવાઈ જવાનું મન થઇ જાય. આજના મોડર્ન જમાનાની સાથે રીતિ રિવાજ અને સંસ્કારો નું પરફેક્ટ મેચ, આજની કોઈપણ હોલીવુડ કે બૉલીવુડ ની હિરોઈન કરતા પણ ૧૦ સ્ટેપ્સ સુંદરતામાં આગળ. ખુદ સ્વર્ગના રાજા ઇન્દ્ર તેને જોવે તો તે અપ્સરાને ભૂલીને પ્રિયાંશી ના પ્રેમ માં પડી જાય એવું તેનું રૂપ.


પ્રિયાંશીએ તેનું એક બકેટ લિસ્ટ બનાવી રાખેલું અને તે તેના બેડરૂમ ની વોલ પર હતું. પ્રિયાંશીના જેટલા પણ સપના હતા તેણે એ લિસ્ટ માં લખી ને વોલ પર ચીપકાવેલું, પ્રિયાંશી બેડરૂમ માં ગઈ અને તે બકેટ લિસ્ટ ના પહેલા ખાન માં ટિક માર્ક કર્યું.


તે સપનું હતું ધો. ૧૨માં સારા માર્ક્સ સાથે રેન્ક લાવવો.


પછીનું સપનું હતું અમેરિકા આગળના અભ્યાસ માટે જવું.


અને આ માટે તેણે તેના પેરેન્ટ્સ સાથે રાતે મૂવી અને ડિનર પછી વાત કરવાનું વિચાર્યું.


-------------------------------------------------------------------------------------------------------

(2)

પ્રિયાંશ અને તેના બા-બાપુજી અને આખુ ગામ આજે બધા જ બોવ જ ખુશ છે. ભગવાનભાઇએ સાંજ માટે ખાસ તેનાજ ખેતરની ઓર્ગનિક કેસર કેરી લાવીને તેનો રસ બનાવે છે. આ બાજુ ભાવનાબેન પણ જુદી જુદી વાનગીઓ બનાવવામાં વ્યસ્ત હોઈ છે. અને ગામમાં લોકો ને જાણ થતા જ ગામના ઘણા બધા સ્ત્રી અને પુરુષો કહ્યા વગર જ ભગવાનભાઇ અને ભાવનાબેન ની મદદ કરવા માટે આવી જાય છે.


(અને આજ તો છે ગામડાની ખાસિયત એક બિજા પ્રત્યે નો લગાવ અને પ્રેમ, એક પણ શબ્દ બોલ્યા વિનાજ આ લોકો એક બિજાના મનની અને દિલની વાત જાણી જાય છે અને એકમેકની હુંફ બનીને રહે છે. ગામમા કોઇના પણ ઘરે સારા કે ખરાબ દિવસો હોઇ ત્યારે આખુ ગામ તેમની સાથે હોઇ છે. ત્યાં સબંધોનુ મહત્વ છે પૈસા નું નહિ.અને બિજી બાજુ બધાજ શહેરોમા લોકો પૈસાને મહત્વ આપતા જાય છે અને સંબધોને ભુલતા જાય છે.)


સાંજના ૭ વાગવાની સાથે જ લોકો પોત પોતાના ફેમીલી લઇને ભગવાનભાઇના ઘર તરફ આવવા લાગે છે. અને આ બાજુ ભગવાનભાઇ, ભાવનાબેન અને પ્રિયાંશ અને બિજા ગામના લોકોએ પેલાથી જ જમવાની બધીજ તૈયારી કરી લિધી હોય છે.


લોકો જેમ જેમ આવે છે તેમ સૌપ્રથમ પહેલા પ્રિયાંશને અભિનંદન અને આગળ ના ભવિષ્ય માટે સુભેચ્છા આપે છે અને ત્યારબાદ ભગવાનભાઇ અને ભાવનાબેનને પણ અભિનંદન આપે છે.


જમવામાં કાઠીયાવાડી વાનગીઓ બનાવવામાં આવી હોય છે. કેરીનો રસ, બટેટાનિ સુકી ભાજી, પુરી, આખા રિંગણાનુ શાક, ભરેલો ભિંડો, આખી ડુંગળી તથા ઢોકળીનુ શાક સાથે બાજરીના ગરમા ગરમ રોટલા જેની ઉપર ઘી ચારે તરફ ફેલાયેલુ, સાથે દેશી ગોળ અને માખણ, દુધ, છાશ, સંભારામા ભરેલા મરચા અને ભરેલા ટમેટા.


આખુ ગામ ૮ વાગ્યા સુધીમા ભગવાનભાઇના ઘરે ભેગુ થઇ ગયુ હોઇ છે. અને જમવાની શરુઆત કરતા પહેલા આખુ ગામ ભગવાનને પ્રાર્થના કરે છે. પેલા પુરુષો અને બાળકો જમવા બેસે છે. અને મહીલા મંડળ ત્યા સુધીમા ભજન અને કિર્તન ચાલુ કરે છે. પુરુષો જમી રહ્યા પછી મહીલા મંડળ જમવા બેસે છે. અને બધાજ પુરુષો ખેતરમા તાપણું કરીને બિડીઓ જગાવીને અલક-મલકની વાતોએ વળગે છે.


૧૦ વાગ્યા સુધીમા બધાએ જમી લિધુ હોય છે અને બધુ કામ પુરુ કરી બધા પોતપોતાના ઘર તરફ જવા લાગે છે. અને પછી ઘરમાં ભગવાનભાઇ, ભાવનાબેન અને પ્રિયાંશ ત્રણજ હોય છે. પતિ-પત્ની બને ખુશ દેખાતા હતા એટલે જ પ્રિયાંશે વિચારર્યુ કે આ જ સમય છે બા-બાપુજીને પોતાના સપના વિશે જણાવવાનો અને તે વાત ચાલુ કરે છે.


બા-બાપુજી મારે તમને એક વાત કહેવી છે. જો તમારી આજ્ઞા હોઇ તો કરી શકુ ?


ભગવાનભાઇ: અમારી સાથે વાત કરવા માટે તારે પુછવાની જરૂર ક્યાર્થી પડવા લાગી?


પ્રિયાંશ: બાપુજી વાતજ એવી છે કે તમારિ સંમતિની જરૂર છે.


ભગવાનભાઇ અને ભાવનાબેન બને એકબીજાની સામે જોઇ ને વિચારવા લાગ્યા કે એવી કઇ વાત છે. જેને લઇ ને પ્રિયાંશ આટલો વ્યાકુળ દેખાય છે.


ભાવનાબેન: બટા તારે જે કહેવુ હોઇ તે બોલને એમા આટલુ શુ વિચારે છો?


પ્રિયાંશ: બા-બાપુજી તમે મારા પેલા દોસ્તાર પેલા પડવા ગામમા રહેતા કરણને ઓળખતા જ હશો ને.


ભગવાનભાઇ:- હા પેલા રમેશભાઇ નો દિકરોને જે ગયા વરહે જ વિદેશમા ગયો છે ભણવા માટે.


પ્રિયાંશ: હા બાપુજી ઇ જ..


ભગવાનભાઇ:- હા તો બોલ ઇ નુ સુ..


ભગવાનભાઇ:- બાપુજી મારે પણ તેની જેમ આગળનુ ભણવા માટે બહાર જાવુ છે.


ભાવનાબેન:- ક્યા ગયોસે ઇ ભણવામાટે?


પ્રિયાંશ:- અમેરીકા..


ભાવનાબેન:- તો તારે ત્યા પરદેશમા જાવુ છે ભણવામાટે???


પ્રિયાંશ:- હા...


ભાવનાબેન રડવા જેવા થઇ ગયા અને બુમ પાડીને બોલ્યા કે તારે નથી જાવાનુ પરદેશ અહિયા જ રહીને જે કરવુ હોઇ ઇ કર, ભાવનગર જાવુ તો જા ભણવા પણ પરદેશ તો હુ નઇ જ જવા દવ.


પ્રિયાંશ:- પણ બા મારે જાવુ છે. ત્યા જાઇને મારે કોમ્યુટર વિષયમાં આગળ ભણવુ સે અને મોટો માણહ થઇ ને તમારુ અને બાપુજીનુ નામ મોટુ કરવુ છે.


ભાવનાબેન:- ઇ હુ કઇ ના જાણુ તારે નથી જવાનુ આઇ જ રઇ ને જે કરવુ હોઇ એ કર..


ભાવનાબેન રડતા રડતા ત્યાથી જતા રહે છે. પ્રિયાંશ પણ રડતો રડતો તેના રૂમમા જતો રહ્યો અને રૂમનુ બારણુ બંધ કરી દિધુ.


મા-બેટા વચ્ચે જે પણ થઇ રહ્યુ હતુ તે ભગવાનભાઇ બસ ચુપચાપ સાંભળ્યે જતા હતા.


-----------------------------------------------------------------------------


પ્રિયાંશી, દેવાંશી અને માયાબેન તૈયાર થઇને મેહુલભાઇની રાહ જોઇ રહ્યા હતા.


માયાબહેને પેલીથી જ મુવિની ટીકિટ બુક કરી રાખી હતી.


૩:૩૦ થતાજ મેહુલભાઇ ઘરે આવી ગયા હતા. અને જલ્દી જલ્દી તૈયાર થઇને ચારેય જણા મુવિ માટે હિમાલયા મોલ તરફ નિકળી ગયા.


૭ વાગે મુવિ પુરી થઇ અને મેહુલભાઇ એ માયબેન ને પુછ્યુ, ૭ વાગ્યા છે તો ડીનર કરવા માટે ક્યા જઇશુ ?


માયબેન:- જ્યા પણ છોકરીઓની ઇચ્છા હોય ત્યા જઇએ.


મેહુલભાઇ પ્રિયાંશી અને દેવાંશી ને પુછ્યુ..


પ્રિયાંશી અને દેવાંશી બન્ને એક સાથે બોલી. ડેડી આજે સાઉથ ઇન્ડિયન ખાવાની ઇચ્છા છે. તો સંકલ્પ હોટેલ જઇએ

મેહુલભાઇ બોલ્યા ઓકે ત્યા જઇશુ તે પેલા આપણે થોડી શોપીંગ કરી લઇએ અને ચારેય લોકો વાઘાવાડી પરના બ્લુ બુઢ્ઢાના શોરૂમ પર પહોચી ગયા.


ત્યાથી પ્રિયાંશી એ ૩ જીન્સ, ૨ ટોપ, ૨ ટી-શર્ટ અને ૩ શર્ટ લિધા જ્યારે દેવાંશીએ પણ ૨ જીંસ અને ટોપ અને ૨ શર્ટ લિધા. મેહુલભાઇએ પણ તેમના માટે ૨ શર્ટ અને ૧ જીંસ લિધુ અને માયબેને ૨ ટી-શર્ટ લીધા. શોરૂપ પરથી નિકળ્યા ત્યાજ ૮:૩૦ થઇ ગયા હતા અને બધાને ભુખ પણ લાગી હતી, બધાજ ત્યાથી સંકલ્પ હોટેલ ગયા.


વીઇટરે તેમને ૪ લોકોના ટેબલ તરફ બેસવા કહ્યુ. પ્રિયાંશીએ માટે ચિઝ સ્પ્રિંગ ઢોસા, દેવાંશી માટે પનીર ઢોસા, માયાબેને કિરાઇ ઉપમા અને મેહુલભાઇએ ઇડલી અને મેંદુવડા ને બધા માટે ફ્રેશ જ્યુશનો ઓર્ડર આપ્યો. અને છેલ્લે બધામાટે ચોકો બ્રાઉની મંગાવી. જમી લીધા પછી. મેહુલભાઇ બિલ પે કરી રહ્યા હતા અને બીજા લોકો કાર પાસે મેહુલભાઇની રાહ જોતા હતા


માયાબેને જોયુ કે પ્રિયાંશી થોડી ચિંતીત લાગતી હતી પણ મેહુલભાઇની હાજરીમા તે પ્રિયાંશીને કઇ પુછી ન શક્યા. અને અત્યારે મેહુલભાઇ તેમની આજુબાજુ ન હતા તેથી તેણે પ્રિયાંશીને પુછ્યુ.

"બેટા કઇ તકલીફ છે?"


પ્રિયાંશી પણ મમ્મી તરફથી આ સમયે પુછાયેલા સવાલ માટે તૈયાર ન હતી.


તેણે ડરતા ડરતા જવાબ આપ્યો. કઇ નહી મમ્મી બસ આગળ શુ કરવુ તે જ વિચાર આવીને થોડી ચિંતા થાય છે.


માયાબેન:- શુ કરવુ શુ? USA જઇને કોમ્યુટર સાઇન્સનો અભ્યાસ અને આ માટે તારા ડેડ તને પર્મિશન આપશે કે નહી તે જ વિચરે છે ને?


પ્રિયાંશી આ વાત સાંભળીને એક દમ શોક થઇ ગઇ હતી કે તે જે મનમાં વિચારી રહી હતી તે તેના મોમ ને કેમ ખબર પડી


પ્રિયાંશી ડરતા અવાજે ખાલી “હા” એટલુ જ બોલી.


હવે મેહુલભાઇ પણ આવી ગયા હતા એટલે માયબેને કિધુ કે ઘરે જઇને વાત કર્યે.


પ્રિયાંશી ઘર સુધી પહોચવાના સમય સુધી વિચારમગ્ન હતી અને થોડે ડરેલી પણ હતી કે મમ્મીને આ વાત કેવી રીતે ખબર અને હવે ઘરે જઇને તે જ્યારે ડેડ સાથે વાત કરશે ત્યારે શુ થશે.


ઘરે પહોચીને જ બધા મુખ્ય હોલમાં બેઠા અને મેહુલભાઇએ વાત ચાલુ કરી.


મેહુલભાઇ:- પ્રિયાંશી હવે આગળનુ તે શુ વિચાર્યુ છે. કઇ વિચાર્યુ હોય તો અમને પણ જણાવ.


પ્રિયાંશી મેહુલભાઇના ઓચિંતા પુછાયેલા સવાલથી ગભારાઇ ગઇ હતી અને વિચારી રહી હતી. આજે મારી સાથે આ થઇ શુ રહ્યુ છે. પેલા મમ્મી અને હવે ડેડ. પ્રિયાંશીને વિચારતી જોઇને મેહુલભાઇએ પાછુ પુછ્યુ.


મેહુલભાઇ:- પ્રિયાંશી શુ થયુ બેટા? મે તને કઈક પુછયુ છે.


પ્રિયાંશી:- કઇ નહિ ડેડ બસ હુ તો એમજ વિચારતી હતી.


મેહુલભાઇ:- તો બોલ આગળ હવે શુ કરવાનુ વિચાર્યુ છે?


પ્રિયાંશી:- ડરતા ડરતા. કઇ નહી ડેડ.


મેહુલભાઇ:- તો મે અને તારા મમ્મીએ તારા ભવિષ્ય માટે કઇ ક વિચાર્યુ છે. કે તુ કઇ કોલેજમા જઇશ અને શુ અભ્યાસ કરિશ તે માટે અમે એક કોલેજ સિલેક્ટ કરી છે. તને જો ઠીક લાગે તો જ આપણે તે કોલેજમાં તારા માટે અપ્લાઇ કરીશુ.


પ્રિયાંશી પાછી વિચારોમા ખોવાઇ ગઇ અને વિચારવા લાગી કે શુ કરે છે તુ? તારા મોમ અને ડેડ સામેથી જ તારા ભવિષ્ય માટે તને પુછે છે તો તે લોકો ને કઇ દેને તારા સપના વિષે..


મેહુલભાઇ:- પ્રિયાંશી….. શુ થયુ? કઇ પ્રોબ્લેમ છે?


પ્રિયાંશી:- ના ડેડ..


મેહુલભાઇ:- તો આ લે કોલેજનુ બ્રોસર અને જોઇલે પેપર ઉપર તારી ભવિષ્યની કોલેજને.


પ્રિયાંશી:- ધ્રુજતા હાથે મોમ-ડેડ લાવેલા એ કોલેજોનુ બ્રોસર લે છે.


લિસ્ટમાં જોતા જ તેની આંખમાંથી આસુઓની ધાર વહેવા લાગે છે. અને તે ઉભિ થઇને સિધ્ધિ જ મેહુલભાઇ ને HUG કરી લે છે.


મેહુલભાઇ:- શુ થયુ મારા દિકાને?

પ્રિયાંશી:- રડતા રડતા મેહુલભાઈની સામે જોવે છે અને પાછી HUG કરીને રડવા લાગે છે. મેહુલભાઇ પણ થોડીવાર પ્રિયાંશીને રડવા દે છે.


થોડીવાર પછી પ્રિયાંશી સ્વ્સ્થ થઇ ને મોમ અને ડેડ ને પુછે છે કે તમને કેવી રીતે ખબર કે મારે આજ કોલેજમાજ સ્ટડી કરવા જવુ છે અને મારે કોમ્યુટર ફિલ્ડમાંજ આગળ વધવુ છે.?


મેહુલભાઇ:- પ્રેમથી પ્રિયાંશીના માથા પર હાથા ફેરવતા બોલે છે કે, પોતાની દિકરીને શુ જોઇએ છે તે અમારા કર્તા વધારે કોને ખબર હોવાની.


પ્રિયાંશી ઉભી થઇને માયબેન અને દેવાંશીને HUG આપે છે. અને સુભરાત્રિ કહીને મંદિરમાં જઇને સૌપ્રથમ ભગવાનનો આભાર માને છે. અને સુવા માટે તેના બેડરૂમમાં જાય છે.

--------------------------------------------------------------------------------------------

(3)

બાએ વિદેશ જવા માટે ના પાડી હતી અને આ વાતને લઇને પ્રિયાંશ ખુબ જ દુખી હતો.


ભગવાનભાઇ વાડીમા રાત્રે પાણી વાળતા વાળતા વિચારતા હતા કે પ્રિયાંશ ને અમેરિકા મોકલવો કે નહી અને જો મોકલવો હોઇ તો પ્રિયાંશની બા ને કેવી રિતે સમજાવવા..


સવારના ૫ વાગ્યા હોઇ છે ભાવનાબેન તેમના નિત્ય ક્રમ મુજબ જાગીને રૂમની બહાર આવે છે અને જોવે છે કે ભગવાનભાઇ બહાર બેઠા બેઠા વિચારમા ખોવાયેલા હતા અને આ જોઇ ભાવનાબેન પણ ભગવાનભાઇની બાજુમા જઇ ને બેસી જાઇ છે અને પુછે છે.


ભાવનાબેન:- શુ થયુ તમને? શેના વિચારો કરો છો આટલા વહેલા?


ભગવાનભાઇ વિચારોમાંથી બહાર આવીને ભાવનાબેન ને જોવે છે.


ભગવાનભાઇ:- તુ કેમ જાગી ગઇ અને અહિયા મારી બાજુમા આવીને ક્યારે બેસી ગઇ?


ભાવનાબેન:- શુ થયુ છે તમને? તબિયત ઠીક છે ને તમારી?


ભગવાનભાઇ:- હા... કેમ?


ભાવનાબેન:- સવારના ૫ વાગ્યા છે. મારો જાગવાનો ટાઇમ થઇ ગયો છે. પણ તમે બોલો શુ વિચારો કરો છો સવાર સવારમાં?


ભગવાનભાઇ:- બસ પ્રિયાંશ વિશે વિચારુ છુ..


ભાવનાબેન:- જો તમને પણ કઇ દવ છુ કે ઇ ને વિદેશમા ભણવા માટે મોકલવાનો નથી. તમારે ભણાવો હોઇ તો ભાવનગર મોકલો બાકી વિદેશમાં તો નઇ જ..


ભગવાનભાઇ:- ઉંડો નિશાસો નાખે છે અને પાછા વિચારોમાં ખોવાઇ જાય છે.


ભાવનાબેન:- લે શુ થયુ પાછુ તમને ક્યા તમે ખોવાઇ ગયા?


ભગવાનભાઇ:- હુ કવ છુ ઇ સાંભળ પેલા..


ભાવનાબેન:- હા... બોલો..


ભગવાનભાઇ:- પ્રિયાંશ આપણો એકનો એક જ દિકરો છે બરાબરને..


ભાવનાબેન:- હા..


ભગવાનભાઇ:- આપણા પાસે તેને આજ સુધી કઇ પણ નથી માંગ્યુ. બીજાના છોકરાની જેમ ક્યારે પણ ભાવનગર જઇ ને પિક્ચર જોવુ કે બહાર ફરવા જવુ એવુ કશુ જ નથી કરતો. ઇ ને મોંઘા મોંઘા કપડા કે બુટ એવુ કશુ જ ગમતુ નથી બરાબર..


ભાવનાબેન:- હા....


ભગવાનભાઇ:- આટલા વર્ષમાં ક્યારે પણ નિશાળેથી કોઇ ફરિયાદ પણ નથી આવી. ભણવાનુ પુરુ થાય એટલે ખેતરમાં આવીને બધુ જ કામ કરે રાત્રે પાણી પણ વાળે છે અને માલ વેચવા પણ ભાવનગર માર્કેટમાં જાઇ છે. આપડે તેને આજ દિન સુધી એક પણ કામ શિખવાડ્વુ પડ્યુ નથી તેણે જાતે જ બધુ શિખ્યુ છે.


ભાવનાબેન: હા એકદમ સાચી વાત..


ભગવાનભાઇ:- આપણને આવો સંસ્કારિ છોકરો મળ્યો તો ભગવાનનો આભાર માનવો જોઇને....


ભાવનાબેન:- પણ તમે કહેવા શુ માંગો છો..


(બને પતિ-પત્નિ પ્રિયાંશની વાતો કરતા હોઇ છે અને સવારના ૭ વાગી જાય છે. ત્યાજ ન્યુઝ પેપર વાળો આવીને ન્યુઝ પેપર ભગવાનભાઇને આપે છે અને બન્નેની સામે મુસ્કુરાતો મુસ્કુરાતો ત્યાથી જાય છે.)


ભગવાનભાઇ:- પેપર ખોલીને જોવે છે અને ખુશીના રડવા લાગે છે. અને ભાવનાબેનને પેપર આપતા બોલે છે, લે આપણા દિકરાનો ફોટો જો પેપરના પેલા પાને આવ્યો છે.


ભાવનાબેન:- જોવા દો તો મને…


ભાવનાબેન ભગવાનભાઇના હાથમાંથી પેપર લઇને જોવે છે અને તેની આંખમાંથી પણ આસુ બહાર આવી જાય છે.


ભાવનાબેન:- મારો દિકો કેવો સારો લાગે છે નઈ...


ભગાવાનભાઇ:- ઇ તો લાગે જ ને દિકરો કોનો મારો જ ને. એના બાપાની જેમ ઇ ને પણ આજુ બાજુના ગામ વાળા ઓળખશે હવે તો.


ભાવનાબેન:- હા સાચુ કિધુ..


ત્યાજ પ્રિયાંશ જાગીને બહાર આવે છે. તેની આંખો થોડી સુજેલી દેખાય છે. આ જોઇ ને બન્ને પતિ-પત્નિ સમજી જાય છે કે કેમ આંખો સુજેલી છે.


ભાવનાબેન:- બટા આમ આઇ. પેપરમા તારો ફોટો આયો સે લે તુ પણ જો..


પ્રિયાંસ નિરસ થઇ ને પેપર હાથમાં લેય છે અને તેનો ફોટો જોવે છે સાથે સાથે બાકી બિજાના પણ ફોટો અને નામ જોવે છે. પણ તેની નજર એક ફોટા સામે આવીને ઉભી રઇ જાય છે. તે ફોટો એક છોકરીનો હતો.


સફેદ કલરના ટી-શર્ટમાં એકદમ ગુલાબ જેવી લાગતી હતી. નામ વાંચ્યુ “ પ્રિયાંશી શુકલા ” અને તેનો બીજો નંબર આવેલો હતો. પ્રિયાંશ તો જોઇ ને ખોવાઇ જ ગયો કે પેપરમાં આટલી સારી દેખાય છે તો રિયલમાં કેવી દેખાતી હશે ત્યાજ ભાવનાબેન બોલે છે..


ભાવનાબેન:- તમને બન્ને બાપ દિકરાને આજે કઇક થઇ ગયુ લાગે છે. આજે બન્ને સવારના એકલા વિચારોમાં જ ખોવાઇ જાવ છો.


પ્રિયાંશ:- એવુ કઇ નથી બા..... (અને ભગવાનભાઇની સામે જોઇને બોલે છે.) બાપુજી હુ આવુ હમણા ગામમાં જઇ ને..


પ્રિયાંશ દુખી દેખાતો હતો અને ભગવાનભાઇને પણ તેનુ કારણ જાણતા હતા એટલે તે અત્યારે વધારે કઇ બોલ્યા જ નહી.

ભગવાનભાઇ:- હા ભલે સારૂ...


ભાવનાબેન:- પણ અત્યારમા ક્યા જાઇ છે. મને તો કે તો જા....

પણ ત્યા સુધી પ્રિયાંશ દુર નિકળી જાય છે....


ભાવનાબેન:- વિદેશ જવાની લાલચે મારા છોકરાને બદલી નાખ્યો છે. આ બધુ પેલા કરણાના (કરણ દેશમુખ) લીધે થયુ છે.


ભગવાનભાઇ:- ના તેના લીધે નહી, આ બધુ તારા લીધે થયુ છે.


ભાવનાબેન:- લે.. મારા લિધે કેમ?


ભગવાનભાઇ:- આપણા દિકરાના પોતાના પણ સપના છે. જેમ આપણા સપના હતા કે આપણે આપણા દિકરા માટે બધુ જ કરિશુ અને તેને હંમેશા ખુશ રાખીશુ અને આ ખેતરમા આપણે બને સાથે મળીને કામ કરિશુ તેનુ ધ્યાન આપણા દિકરાની જેમ રાખીશુ, આ બધાજ ઝાડને આપણે પ્રેમ આપ્યો છે તે બધા આટલા માટે જ આજદિન સુધી સુકાયા નથી અને એ બધુ આપણે કર્યુ કેમકે તે આપણુ સપનુ હતુ. તને યાદ જ હશે ને કેટ કેટલી માનતા માની હતી પછી પ્રિયાંશ આવેલો અને હવે જ્યારે તેના સપના પુરા કરવાનો અને તેની સાથે ભાઇબંધની જેમ ઉભા રહેવાનો સમય આવ્યો ત્યારે આપણે બને તેના મા-બાપ બની રહ્યા છીએ. આ ઉમરમાં છોકરાના મા-બાપ બનવા કરતા ભાઇબંધ બનીને રહેવુ વધારે સારૂ કેમકે તમે તેને સારી રીતે સમજી શકો. અને તુ આમ કરવાની જગ્યાએ તેની મા બનતી જાય છે. જો આમ કરીશ ને તો તે આપણને નફરત કરવા લાગશે અત્યારે ઇ જેટલુ માન-સન્માન આપણુ કરે છે તેટલુ આગળ જતા નહિ કરે. અને તેનુ સપનુ પુરૂ ના થયુ તેની માટે ઇ તને માફ પણ નહી કરે તો આપણા માટે ઇ જ સારૂ કે આપને પ્રિયાંશના ભાઇબંધ બનીને રહીએ નહી કે મા-બાપ. તેને આપણી પાસે ક્યા બિજુ કઇ માંગ્યુ છે ખાલી તેને વિદેશમાં જઇ ને ભણવુ સે અને મોટો માણહ થાવુ છે. બસ આજ માંગ્યુ છે ને, તો એમા ખોટુ હુ છે?


ભાવનાબેન:- ભણવા માટે વિદેશ જાવુ જ પડે ? ભાવનગરમા કેમ નઇ?


ભગવાનભાઇ:- આપણો દિકરો હોશિયાર છે. આટલા વર્ષોમાં કોઇની મદદ લિધા વગર પેલા નંબરે પાસ થાઇ છે. અને તેને તેના સપના જીવવા છે આટલા વર્ષો તે ખેતર અને ગામમા જ રહ્યો છે. બહાર વિદેશમાં જઇને નવુ નવુ શિખવા મળશે અને આપણા ગામમાંથી તે પહેલો હશે જે વિદેશ ગયો હોઇ. આખા ગામમા અને આજુ બાજુના ગામમા બસ આપણી જ વાતો થાહે કે કરેડા ગામના સરપંચએ તેના છોકરાને વિદેશ ભણવા મોકલ્યો. તુ પણ વિચાર ગામની બાઇઓ સામે તારો કેવો વટ પડસે અને આખી નાતમાં આપણુ સારૂ નામ થઇ જાહે. અને વિદેશમાંથી આવીને તે આપણા ગામને કેટલો આગળ લાવશે વિચારતો કર..

(ભગવાનભાઇ બરાબર રિતે જાણતા હતા કે ભાવનાબેનને કેવી રીતે સમજાવવા)


ભાવનાબેન:- પણ આપડાથી આટલા દુર કેમ?


ભગવાનભાઇ:- આપણાથી ક્યા દુર જાઇ છે, તે આપણી સાથે જ છે ને અને રહેશે. આમ પણ તે ભણીને પાછો ગામ જ આવવાનો છે. કાયમ માટે ત્યાજ થોડો રહેવાનો છે. તુ ઇમ સમજજે કે તારો દિકરો ભાવનગર હોસ્ટેલમાં ભણેસે અને વર્ષમાં એક જ વાર ઘરે આવવા દેઇ છે ત્યાથી..


ભાવનાબેન:- ઇ શુ દર વર્ષે ગામ આવશે?


ભગવાનભાઇ:- હા.. આપણે કહીશુ ને કે જવા તો દઇએ વિદેશમાં પણ તારે દર વર્ષે ઘરે આવવુ પડશે તો જ.


ભાવનાબેન:- તો ઠીક છે પણ પૈસા કેટલા થાસે ત્યા ભણવાના?


ભગવાનભાઇ:- ઇ તો રામ જાણે પણ આપડી પાસે એટલા તો છે જ કે આપડી આવનારી ૫ પેઢી નોકરિયુના કરે ને તો પણ ચાલે એમ છે.


ભાવનાબેન:- તો ઠીક તમને જેમ ગમે એમ કરો પણ વર્ષે મારો દિકરો એક વાર ઘરે આવવો જોઇએ


આટલી વારમાં જ પ્રિયાંશ ગામમાંથી પાછો આવી જાય છે. અને રૂમ તરફ જવા લાગે છે.


ભાવનાબેન અને ભગવાનભાઇ તેને બોલાવીને આ વાત કરે છે. અને પ્રિયાંશ પણ રાજી થઇ ને તેમની શરત માની લેય છે. અને તે અમેરિકાની કોલેજીસ અને ત્યાના કોર્સીસ જોવા લાગે છે. અને એક કોલેજ સિલેક્ટ કરી તેની માટે એપ્લાઇ પણ કરે છે.

-----------------------------------------------------------------------

પ્રિયાંશી આજે બોવ જ ખુશ હતી તેનુ બિજુ સપનું પુરૂ થવા જઇ રહ્યુ હતુ..

પ્રિયાંશી તેના બેડરૂમમા ગઇ અને તે પોતાના વિશ લિસ્ટના બકેટમાં પોતાનુ બિજુ સપનુ પુરૂ થયુ હતુ તો તે ટીક માર્ક કરવા જઇ રહી હતી પણ જ્યારે તેની નજર બકેટ લિસ્ટ પર પડી તો જોયુ કે તેના બીજા સપના પર પેલાથી જ કોઇએ ટીક માર્ક કર્યુ હતુ અને ટેબલ પર એક ચીઠ્ઠી પડી હતી તે ઉઠાવી અને વાંચવા લાગી.


પ્રિયાંશી બેટા તુ અમારા માટે અમારા લક્ષ્મી છો. જ્યારે તુ તારી માતાના પેટમા હતી ત્યારે મારો બિઝ્નેસ સાવ ખરાબ પરિસ્થિમાં હતો આપણા પાસે રેવા માટે ખુદનુ ઘર પણ નઇ હતુ અને તારા મોમ હોસ્પિટલમાં જોબ કરતા બસ તેના ઉપર જ આપણુ આખુ ઘર ચાલતુ પણ તારા જન્મની સાથેજ આપણા જીવનનો નવો અધ્યાય ચાલુ થયો. તારા જન્મના દિવસેજ મને બોવ જ મોટો પ્રોજેક્ટ મળ્યો જેનાથી આપણા બધાનુ જીવન બદલાઇ ગયુ અને તે પછી જ હુ આટલી પ્રગતિ કરી શક્યો. હુ જીવનમાં સંઘર્ષ કરી કરીને ખુબજ કંટાળી ગયો હતો બસ હુ અને તારા મોમ જીવન જીવી રહ્યા હતા. ખરાબ સમયે આપણા કોઇ પણ ફેમીલી કે સગા સબંધી એ આપણી મદદ પણ નહી કરેલી હતી અને આપણા આવા ટાઇમમા તારા દાદીનુ પણ અવસાન થયુ હતુ અને તારા દાદા આ બધુ સહન ના કરિ શક્તા દાદીના ગયા પછીના ૩ મહિનામાં જ તે પણ આપણો સાથ છોડીને જતા રહ્યા હતા આવા સમયે બસ હુ અને તારા મોમ ગમે તેમ કરીને જીવન જીવતા હતા. અમે લોકોએ આત્મહત્યા કરવાના વિચાર પણ કર્યો હતો કેમ કે ઘર ચલાવવુ મુશ્કેલ થઇ ગયુ હતુ. પણ ત્યારે તારા મોમના પેટમા તુ હતી એટલે અમે બસ બાળક માટે જીવતા હતા. અને આવી પરિસ્થિતિમા તારો જન્મ થયો અને બસ આપણુ જીવન જ બદલાઇ ગયુ. તુ અમારી લાઇફમાં આવી પછી અમને પણ જીવન જીવવા માટેની નવી પ્રેરણા મળી અમે બસ તારા બધા જ સપના પુરા કરવા મહેનત કરી રહ્યા હતા. અને આપણી લાઇફમાં પછી દેવાંશી પણ આવી બસ ત્યારબાદ મને અને તારા મોમ ને વધારે મહેનત કરવા માટેની પ્રેરણા મળી અને ત્યાર પછી અમે બન્નેએ પાછળ વળીને જોયુ નથી. અમે બન્ને તમારા બન્ને માટે પેલાજ નક્કિ કરેલુ કે આપણે ભલે ખરાબ પરિસ્થિતિમાં પસાર થયા અને રહ્યા પણ તમરા બન્નેના બધાજ સપના પુરા કરિશુ તેના માટે અમે ગમે તેટલી મહેનત કરવા પણ તૈયાર હતા અને આજે આપણા પાસે બધુ જ છે. અને અમે બન્નેએ જેમ પેલા નક્કિ કરેલુ તેમ જ તમારા બન્નેના બધાજ સપના પુરા કરીશુ અને આ તારૂ એક સપનુ પુરુ કરવામાં અમે બસ નાનકડી ભુમિકા ભજવી છે. હવે આગળ તારે તારી લાઇફના બધાજ નિર્ણાયો તારે જાતે જ કરવાના છે. બસા નિર્ણય લેવામાં ક્યારે પણ ભુલ થઇ જાય તો ડરવાની જરૂર નથી હુ અને તારા મોમ બન્ને હંમેશા તારી સાથે જ છીએ..

તારા ભવિષ્ય અને નવિ લાઇફ માટે અમારા બન્નેના આર્શીવાદ હંમેશા તારી સાથે જ છે. બસા ક્યારે પણ લાઇફમા મુશ્કેલીમા હો તો તારા મોમ અને આ ડેડને યાદ કરી લે જે..


લિ. તારા ડેડ


ડેડનો લેટર વાંચીને પ્રિયાંશી રડવા લાગી હતી અને મનોમન ભગવાનને પ્રાથના કરી અને તેમનો આભાર માન્યો.......


ફ્રેશ થઇ ને તેણે પણ મેહુલભાઇ માટે એક લેટર લખ્યો અને મેહુલભાઇની ઓફિસની ફાઇલમાં સૌથી ઉપર મુક્યો.

સવારે પ્રિયાંશી હજુ ઉંઘમાં હતી ત્યાજ દેવાંશી આવીને તેને ઉઠાડીને HUG કર્યુ. અને કહ્યુ દી તારો ફોટો આવ્યો છે ન્યુઝ પેપરમાં નીચે ચાલ મોમ ડેડ તને બોલાવે છે.


આંખો ચોળતા ચોળતા નિચે ગઇ અને જોયુ તો તેના બધાજ સ્કુલ ફ્રેન્ડ ત્યા હતા અને પ્રિયાંશીને જોઇ બધા જ બુમો પાડવા લાગ્યા અને તે ને અભિનંદન પાઠવવા લાગ્યા. પ્રિયાંશીને તો બધુ સપના જેવુ જ લાગતુ હતુ. બધાને મળીને તે ફ્રેશ થવા ગઇ અને ફ્રેશ થઇને બધા પાર્ટી કરવા બહાર ગાર્ડનમાં ગયા.


મેહુલભાઇનુ ઘર ભાવનગરના સૌથી સારા એરિયા હિલ ડ્રાઇવમાં આવેલુ ઘર ના જ કહેવાઇ મહેલ જ કહેવો સારો. ૪ માળનુ મકાન. ઈટાલીથી મંગાવેલા માર્બલ્સથી બનાવેલુ. ઘરની આગળજ ખુબ મોટો બગીચો. બગીચામા બોવ બધા ફુલો અને નાના વુક્ષો વાવેલા અને આખા બગીચામાં લીલી લોન અને વચ્ચેજ મોટો પાણીનો ફુવારો. રાત્રે લાઇટમા ઘર વિશ્વની કોઇ પણ ૫ સ્ટારા હોટેલને ટક્કર મારે તેવુ લાગે.ઘરની બાજુમાં જ પાર્કીગ એરિયા ત્યા મર્સીડીઝ, રેંજ રોવર, પોર્શ, ફોર્ચ્યુનર જેવી કિમંતી ૮ કાર અને ઘરની પાછળની સાઇડ સ્વીમીંગ પુલ અને બાજુમાં ટેનીસ કોર્ટ, બાસ્કેટ બોલ કોર્ટ, ઘરનાસૌથી ઉપરનો માળ માત્ર મનોરંજન માટે હતો. ત્યા ૩૦ લોકો બેસીને મુવી જોઇ શકે તેવુ થિએટર, જીમ, સ્ક્વોશ હોલ, બોલિગ એરેના, પ્લે સ્ટેશન ગેમિંગ રૂમ જેવિ બધીજ સુવિધા. મહેલના ત્રિજા ફ્લોર પર ગેસ્ટ રૂમ આવેલા, બીજા ફ્લોર પર મેહુલભાઇ, માયાબેન, પ્રિયાંશી, દેવાંશીના બેડરૂમ અને સાથે સાથે ૧૦૦૦૦ બુક્સ સાથેની લાઇબ્રેરી પણ હતી. અને ગ્રાઉંડ ફ્લોર પર બેઠક રૂમ, મીંટીગ રૂમ, કિચન રૂમ, ડાઇનિગ રૂમ અને મોટો હોલ હતો....


પ્રિયાંશી અને તેના ફ્રેન્ડ બધાજ આજે પ્રિયાંશીના ઘરે રહેવાના હતા અને પાર્ટી કરવાના હતા. દેવાંશી પણ તેમની સાથે રહેવાની હતી. મેહુલભાઇ અને માયાબેન પ્રિયાંશીના ફ્રેન્ડને મળીને નિકળી જાય છે.


ઓફિસમાં તેમની ચેમ્બરમાં બેસીને મેહુલભાઇએ તેમની ફાઇલ ખોલી અને અંદરથી એક લેટર નિકળ્યો અને તે વાંચવા લાગ્યા...


ડેડ તમારો ખુબ ખુબ આભાર તમારા લેટર માટે, મે લેટર વાંચ્યો અને મને ખુબજ દુખ થયુ તમારા અને મોમના સંઘર્ષ વિશે જાણીને અને પ્રાઉડ પણ ફિલ થયુ કે તમે આટલી મહેનત કરીને આજે આ સ્થાન પર છો, ડેડ તમારા લેટરે મને ઘણી પ્રેરણા આપી છે અને એક વાત પણ શિખવાડી છે કે જીવનમાં ગમે તેવી પરિસ્થિતી આવે ક્યારે પણ હાર ના માનવી જોઇએ અને હવે હુ પણ એવુ જ કરિશ જીવનમાં ક્યારે પણ ખરાબ પરિસ્થિતીમા હોઇશ ત્યારે બસ તમને અને મોમને યાદ કરીશ એટલે મારામાં હિમ્મત આવી જશે.


ડેડ તમે બોવ જ બિઝી હોવ છો. તમારા બિઝનેસમા અને તેથી તમારા પાસે ફેમીલી માટે ખુબજ ઓછો ટાઇમ હોઇ છે. પણ જ્યારે પણ તમે ફેમીલીનેટાઇમ આપો છો ત્યારે તમે બિઝનેસને સાઇડમાં રાખો છો આ વાત મને બોવ જ ગમે છે. ડેડ જ્યારે હુ નાની હતી ત્યારે તમે મને રોજ HUG કરતા અને ચોક્લેટસ આપતા પણ જેમ જેમ હુ મોટી થવા લાગી તેમ તેમ થોડો ડર લાગવા લાગ્યો તમારો અને તમે બોવ ઓછો સમય ફેમીલી સાથે રહેતા એટલે તમારી સાથે ટાઇમ ઓછો પસાર કરવા મળતો. મને યાદ પણ નહી હતુ મે તમને છેલ્લે ક્યારે HUG કરેલુ અને ગઇ કાલે મે જ્યારે તમને HUG કર્યુ ત્યારે મને ખુબ જ સારૂ ફિલ થયુ કેમ કે આટલા વર્ષો બાદ મે તમને HUG કરેલુ. ડેડ તમે વર્ડના બેસ્ટ ડેડ છો. મને અને દેવાંશીને ક્યારે પણ કોઇ વાત માટે તમે ના નથી કરતા. અમારે કોઇ પણ વસ્તુ જોઇતુ હોય તે તમે લાવી આપતા અને ક્યારેક અમારી ખોટી જીદ સામે તમે અમારા પર ગુસ્સો પણ કરતા ત્યારે તમારા પર બોવજ ગુસ્સો આવતો પણ હવે અમને સમજાઇ છે કે તમે અમારા સારા માટે જ અમારા પર ગુસ્સો કરતા. તમને પણ ખબર છે કે હુ બોવજ ઓછા ફ્રેન્ડ બનાવુ છુ અને જેને પણ ફ્રેન્ડ બનાવુ છુ તેની વિશે ૧૦૦ % જાણ્યા પછી જ તેમને મારા ફ્રેન્ડ બનાવુ છુ. પણ મારા પહેલા ફ્રેન્ડ પણ તમે જ છો, મારા પહેલા બેસ્ટફેન્ડ પણ તમે જ છો અને રહેશો ડેડ તમે મારા હિરો છો અને રહેશો. ડેડ તમે અને મોમે અમને બન્નેને જેટલી આઝાદીઆપી છે તેનો અમે ક્યારે પણ ખરાબ રીતે ઉપયોગ નહી કરીએ અને તમારે યા મોમે દુખી થવુ પડે તેવુ કોઇ કામ અમે કરવાના જ નથી.


આભાર મારુ સપનુ પુરુ કરવા માટે ડેડ.....


“આઇ લવ યુ ડેડ”

લિ. ડેડની પ્રિન્સેસ..

આ વાંચીને મેહુલભાઇની આંખોમાં આંસુ આવી જાય છે. અને પછી પાછો લેટર ઓફિસમા મેહુલભાઇએ અત્યાસ સુધી અચિવ કરેલા શિલ્ડ અને એવોર્ડ્ની સાથે મુકે છે અને ઉપર લખે છે. મારી લાઇફનો મળેલો બેસ્ટ એવોર્ડ................

-------------

પ્રિયાંશને અમેરીકાની યુનિવર્સીટી ઓફ શિકાગો, શિકાગોમાં એડમીશન મળી જાય છે. વિઝા અને એડમીશનની પ્રોસેસ પુરી કરવામાંજ ૩ મહિના જેટલો ટાઇમ નિકળી જાય છે.


રાતનો સમય હોય છે. ભાવનાબેન, ભગવાનભાઇ અને પ્રિયાંશ માટે જમવાનુ બનાવતા હોઇ છે.


ભગવાનભાઇ અને પ્રિયાંશ બન્ને હિચકા પર બેઠા બેઠા વાતો કરતા હોય છે.


ભગવાનભાઇ:- દિકા ટીકીટનુ શુ થયુ?


પ્રિયાંશ:- બાપુજી જમીને ટીકીટ જ બુક કરવાની છે.


ભગવાનભાઇ:- તારી કોલેજ ક્યારે ચાલુ થાય છે.?


પ્રિયાંશ:- ૧૧ ઓક્ટોમ્બરથી..


ભગવાનભાઇ:- સારૂ. તારે ત્યા કેટલા રૂપિયાની જરૂર પડશે?


પ્રિયાંશ:- તે તો ખબર નઇ પણ બાપુજી હુ ત્યા જઇને નોકરી કરવાનો છુ..


આ સાંભળીને ભાવનાબેન રસોડામાંથી બહાર આવે છે.


ભાવનાબેન:- તને ત્યા ભણવા મોકલવી કે નોકરી કરવા. ગામમા લોકોને ખબર પડશે તો બધા આપણી વાતુ કરશે.


પ્રિયાંશ:- બા હુ ત્યા ભણવા માટે જ જાવ છુ પણ સાથે સાથે ત્યા રહેવા, ખાવાનો ખર્ચ કાઢવા માટે તો નોકરી કરવી પડશે ને.


ભાવનાબેન:- તો અમે તને અહિયાથી પૈસા મોકલવાના જ છીએ ને, કેટલા જોશે દર મહિને ?


પ્રિયાંશ:- ૪૦૦૦૦ જેટલા.


ભાવનાબેન:- હે.... આટલા બધા?


પ્રિયાંશ:- હા બા. વિદેશમા ૧ મહિનાનો ખર્ચો આટલોતો થવાનો જ ને.


ભગવાનભાઇ:- સાંભળ આપણો દિકરો ત્યા ભણવા માટે જાઇ છે. અને ત્યા રહીને નોકરી કરે એમા ખોટુ હુ છે. આ બધાના દિકરા દિકરીઓ જે પણ વિદેશ જાય છે તે બધા આવી રીતે જ રહે છે. ત્યા નોકરી કરે અને ભણવાનુ પણ કરે અને ત્યા જઇને નોકરી કરશે તો ઘણુ શિખવા મળશે અને જેટલુ ભણતર જ્ઞાન નથી આપતુ એટલુ એટલુ જ્ઞાન તમને શિખવામાંથી મળે છે. પેલુ કહે છે ને ભણેલુ ભુલાઇ જાઇ પણ શિખેલુ ક્યારેય ના ભુલાઇ. તો ભલેને કરે નોકરી ત્યા..


ભાવનાબેન:- પણ તને ત્યા નોકરી કોણ દેશે?


પ્રિયાંશ:- ઇ તો હુ જાતે જ ગોતી લઇશ..


ભાવનાબેન:- પણ નોકરીના લીધે તારુ ભણવાનુ ના બગડવુ જોઇએ.


પ્રિયાંશ:- હા બા નહી બગડે.


ભગવાનભાઇ:- દિકા તારે ત્યા જે જે વસ્તુની જરૂર પડશે તે કાલે ભાવનગર જઇ ને લઇ આવજે..


પ્રિયાંશ:- હા બાપુજી...


ભગવાનભાઇ:- કેટલા રૂપિયા જોઇશે?


પ્રિયાંશ વિચાર કરવા લાગે છે કે લેપટોપ તો જોઇશેજ થોડા કપડા પણ, ૨ બેગ પણ લેવાની છે અને એક સારો ફોન પણ લેવો છે. જેથી આ ફોન બાપુજીને આપી શકાય જેથી હુ તેમને વિડીયો કોલ કરી ને જોઇ પણ શકુ અને બા-બાપુજી મને જોઇ શકે અને તેમને અમેરીકા પણ બતાવી શકુ પણ આટલા બધા પૈસા બાપુજી પાસે કેવી રીતે માંગુ?


ભગવાનભાઇ સમજી જાય છે કે પ્રિયાંશ ક્યા ખોવાઇ ગયો.


ભગવાનભાઇ:- કાલે મારે પણ થોડુ કામ છે ભાવનગર તો આપણે બન્ને ગાડી લઇને જ જશુ..


પ્રિયાંશ:- જેમ તમે કહો એમ બાપુજી..


ત્યાજ ભાવનાબેન બન્નેને જમવા માટે બોલાવે છે. જમીને ભગવાનભાઇ વાડીએ ચાલ્યા જાય છે, અને પ્રિયાંશ ટીકીટ બુક કરાવી લેય છે.


બીજા દિવસે સવારે બન્ને ભાવનગર જતા હોઇ છે.


ભગવાનભાઇ:- ટીકીટ થઇ ગઇ?


પ્રિયાંશ:- હા બાપુજી..


ભગવાનભાઇ:- ક્યારની કરી?


પ્રિયાંશ:- ૩ તારીખની, અમદાવાદથી.


ભગવાનભાઇ:- સારૂ અને ત્યા રહેવાનો છે ક્યા?


પ્રિયાંશ:- કરણના કોઇ સિનિયર ત્યા રહે છે. તો જ્યા સુધી હોસ્ટેલમા એડમીશન ના મળે ત્યા સુધી તેમની સાથેજ રહીશ.


ભગવાનભાઇ:- સારૂ.


ભગવાનભાઇ પ્રિયાંશને વાઘાવાડી પરના રેમન્ડના શોરૂમ પર લઇ જાય છે. અને ત્યાથી ૪ જોડી કપડાનુ કાપડ અપાવે છે. ત્યારબાદ બન્ને બાપ-દિકરો ભાવનગરમાં ફેમસ એવા ઇડલી-સંભાર ખાવા ઘરશાળા સ્કુલની બાજુમા જાય છે. (બન્ને બાપ-દિકરો જ્યારે પણ ભાવનગર સાથે આવે એટલે તે બન્ને અહિયા આવીને મેદુંવડા ખાઇ જ.) ત્યારબાદ ભગવાનભાઇ હિમાલયા મોલમાં પ્રિયાંશને લઇ જાય છે. ત્યા વેસ્ટસાઇડમાંથી પ્રિયાંશ ૬ શર્ટ, ૪ ટી-શર્ટ, ૬ જીંસ, અને ૨ લેધર જેકેટ લેય છે.


ત્યાથી બન્ને ઇલેક્ટીક્સ વસ્તુઓ તરફ જાય છે. ત્યા ભગવાનભાઇ પ્રિયાંશને એપલનો નવો આઇફોન અપાવે છે. તથા એપલનુ મેકબુક અપાવે છે. ત્યારબાદ શુઝ, ૨ બેગ સામાન મુકવા, કોલેજ બેગ તથા બીજી ગ્રોસરીસની વસ્તુઓ લેય ત્યા સુધીમા સાંજ થઇ જાય છે. બન્નેને ભુખ પણ લાગી હોય છે. તો બન્ને હવે સરદાનગરના પ્રખ્યાત પાઉં-પકોડા ખાય છે અને ગામડે જવા નિકળી પડે છે.


આજે પ્રિયાંશ ખુબજ ખુશ હોઇ છે કેમ કે તેને જે પણ લેવુ હતુ તે બધુ જ ભગાવનભાઇએ અપાવ્યુ હોઇ છે.

૧ ઓક્ટોમ્બરે પ્રિંયાશને ત્યા પુજા રાખી હોય છે. અને બીજા દિવસે બપોરે તે અમદાવાદ જવા માટે નિકળે છે. કેમ કે ૩ તારીખે સવારે ૩ વાગ્યા ની ફ્લાઇટ હોય છે.


-------------------------------------------------------------

પ્રિયાંશીને પણ શિકાગો યુનિવર્સીટીમા એડ્મીશન મળી જાય છે, અને તેને બધીજ તૈયારી કરી લીધી હોય છે. મેહુલભાઇનુ, માયાબેન અને દેવાંશી પણ શિકાગો જવાના હતા પ્રિયાંશીને મુક્વા માટે અને હોલીડે માટે. ૧૧ તારીખથી પ્રિયાંશીની કોલેજ ચાલુ થવાની હતી તો ત્યા જઇને ૫ દિવસ બધા ફરીને પ્રિયાંશીને મુકીને આવી જશે એવુ પ્લાનિંગ થયુ હતુ. પ્રિયાંશીએ શિકાગો જતા પહેલા અમદાવાદ જઇને બોવ બધી શોપિંગ કરી હતી. અને જે બાકી હતુ તે બધુ તે શિકાગોથી લેવાની હતી.


૧ ઓક્ટોમ્બરે આખા ભાવનગરમાં એક જ વાતની ચર્ચા હતી મેહુલભાઇની પાર્ટી વિશે. મેહુલભાઇએ ઇસ્કોન ક્લબ ખાતે આલીશાન પાર્ટીનુ આયોજ્ન કર્યુ હતુ અને બધાજ મોટા મોટા વેપારીઓ તથા ફેમીલી મેમ્બર્સ તથા સગા-સંબધીઓને આવેલા હતા. અને આ પાર્ટી પ્રિયાંશી અમેરીકા જઇ રહી હતી તેના માટે આપવામા આવી હતી. પ્રિયાંશી આજે એક પરી જેવી લાગતી હતી તેણે આજે બ્લેક કલરનો સ્લીવલેસ ડ્રેસ, બ્લેક કોર્ક હાઇ હિલ્સ, બ્લેક અને ગોલ્ડ કલર વાળુ ક્લચ બેગ, બ્લેક નેઇલ પોલીસ, બ્લેક મેટલ લીપસ્ટીક, ગળામા ગોલ્ડનો હાર તેમા બ્લેક કલરના ડાયમંડ, ખુલ્લા વાળ અને સ્માઇલ કરતા ગાલમા પડતુ ડીમ્પલ તેની સુંદરતામાં ચાર ચાંદ લગાડતા હતા..


પ્રિયાંશી તેના ફ્રેન્ડ સાથે પાર્ટીને માણી રહી હતી અને થોડી દુખી પણ હતી કેમ કે તે હવે તેના ફ્રેન્ડસ, ફેમીલી આ બધાને છોડીને નવાજ શહેર, નવાજ દેશ અને નવાજ લોકો વચ્ચે જવાની હતી. બીજા દિવસે બપોરે બધાજ લોકો અમદાવાદ જવા માટે નિકળી જાય છે.

-----------------------------------------------------------------------------

(4)


સરદાર વલ્લભભાઇ ઇન્ટરનેશનલ એરપોર્ટ, અમદાવાદ. રાતના ૧૧ વાગ્યાનો ટાઇમ હતો. પ્રિયાંશ, ભગવાનભાઇ અને ભાવનાબેન એરપોર્ટ પર પહોચ્યા. પ્રિયાંશએ આજે સ્કાય બ્લુ જીંસ, સફેદ ટી-શિર્ટ ઉપર બ્રાઉન લેધર જેકેટ, ટાઇટનની ઘડીયાળ અને બ્લેક નાઇકીના શુઝ પેર્યા હતા. તે ગાડીમાંથી સામાન ઉતારવામાં ભગવાનભાઇની મદદ કરતો હતો ત્યાજ બાજુમા બ્લેક કલરની પોર્સ કાર આવીને ઉભી રહી અને તેમાંથી મેહુલભાઇ, માયાબેન, પ્રિયાંશી અને દેવાંશી નીચે ઉતર્યા. પ્રિયાંશની નજર પ્રિયાંશી ઉપર પડતાજ તે પુતળુ બની ગયો. પ્રિયાંશી બ્લેક જીંસ, બદામી કલરનુ ફુલ સ્લીવ વાળુ ટી-શિર્ટ, લાઇટ બ્રાઉન કલરનુ સ્લીંગ બેગ, બ્લેક ઘડીયાળ, બદામી કલરના લોફર, ગુલાબી લીપસ્ટીક અને ખુલ્લા વાળમા જાણે સ્વર્ગની કોઇ અપ્સરા પૃથ્વી પર ભુલી પડીને આવી ગઇ હોય એવુ લાગતુ હતુ. આ બાજુ પ્રિયાંશ તો પ્રિયાંશીને જોઇને જ ખોવાઇ ગયો હતો અને ભગવાનભાઇએ બે-એ વાર બોલાવવા છતા પણ તેનુ ધ્યાનના રહ્યુ અને એક બેગ પ્રિયાંશના પગ પર પડી અને તેને રાડ પાડી, આ જોઇ પ્રિયાંશી અને દેવાંશી બન્ને હસવા લાગ્યા અને પ્રિયાંશ શરમાઇને બેગ લઇને ત્યાથી ચાલવા લાગ્યો.


પ્રિયાંશ મનમાં વિચારી રહ્યો હતો કે આ છોકરીને પેલા જોઇ છે પણ યાદ નહોતુ આવતુ. વિચારોમાં ખોવાયેલા પ્રિયાંશને જોઇને ભાવનાબેન બોલી ઉઠ્યા


ભાવનાબેન:- ક્યા ખોવાઇ ગયો? શેના વિચારો આવે છે?


પ્રિયાંશ:- તમારી થવાવાળી વઊંના….


ભાવનાબેન:- હે...... શુ બોલ્યો ફરીથી બોલતો...


ભાવનાબેન બુમ પાડીને બોલ્યા ત્યારે પ્રિયાંશને ભાન થયુ કે તે શુ બોલ્યો.


પ્રિયાંશ:- કઇ નહી બા. બસ તમારી અને બાપુજીની યાદ આવશે..


ભાવનાબેન:- જો ત્યા જઇને કોઇ ભુરી હારયે કોઇ ચક્કર ચલાવતો નઇ. મારે એવી કોઇ ભુરી ઘરમાં નથી લાવવાની


પ્રિયાંશ:- બા મને પણ ક્યા ભુરી ગમે છે. (મનેતો બસ આપણી સામે જે ઉભી છે ઇ જ છોકરી ગમે છે. મારુ મનતો તેને જ તમારી વઊં બનાવવોનો છે.)


ભાવનાબેન:- તો ઠીક...


પ્રિયાંશ મનોમન વિચારી રહ્યો હતો કે આ છોકરીને ક્યાંક તો જોઇ છે પણ ક્યા? અને હવે ક્યારેય આ છોકરી જોવા મળશે ક નહી. અને જો જોવા નહી મળે તો? બસા આજ વિચાર કરતા કરતા ભાવનાબેન અને ભગવાનભાઇને પગે લાગીને બાય-બાય કરતો કરતો એરપોર્ટની અંદર જાય છે.

પ્રિયાંશની કતાર એરલાઇન્સની ફ્લાઇટ હતી. એરપોર્ટમાં ચેક ઇન કર્યા પછી બોર્ડીંગ એનાઉન્સમેન્ટ થાય ત્યા સુધી તેને વેઇટીંગ રૂમમાં બેસવાનુ વિચાર્યુ. પ્રિયાંશ ત્યા જઇ ને બેઠો અને સામે નજર કરતા જ તેને તેના સપનાની પરી દેખાઇ.


સામેની બાજુ મેહુલભાઇ અને તેમનુ ફેમિલી બેઠા હતા. પ્રિયાંશી ઇયરફોન લગાવીને ગીતો સાભળી રહી હતી તેના વાળમાંની એક લટ તેના ગાલ પર આવીને તેના ગાલને ચુમી રહી હતી અને પ્રિયાંશી તેની લટ સાથે આગંળીઓ દ્રારા રમી રહી હતી. પ્રિયાંશ બસ બદામી કલરના ટી-શર્ટ અને બ્લેક જીંસમાં બેઠેલી પરીને જ જોઇ રહ્યો હતો. અને આ બાજુ પ્રિયાંશી પણ ગીતો સાંભળતા સાંભળતા પ્રિયાંશને જોઇ રહી હતી અને વિચારી રહી હતી. ક્યારનો આ છોકરો મારી સામે આવી રીતે કેમ જુવે છે. આને ક્યાંક તો જોયો છે પણ ક્યા? પછી તેણે યાદ આવે છે કે આ છોકરાનો ફોટો તેને ન્યુઝ પેપરમાં જોયો છે. ભાવનગર જીલ્લામાં ધો. ૧૨ મા પ્રથમ નંબરે આવેલો મારી બાજુમાંજ ફોટો આવેલો. પણ ફોટામાંતો સાવ કેવો લાગતો હતો અને અહિયા તો સાવ અલગ જ લાગે છે. બોડી કેટલુ ફીટ છે અને તેની આંખોમાં પણ અજીબ ચમક લાગે છે. જે મે બીજા છોકરામાં ક્યારે પણ નથી જોઇ.


દેવાંશી તેના આઇપેડમા મુવિ જોઇ રહી હતી ને માયાબેન અને મેહુલભાઇ વાતો કરી રહ્યા હતા.


૨:૧૫ એ ફ્લાઇટના બોર્ડીંગ માટે એનાઉન્સમેન્ટ થયુ મેહુલભાઇ અને તેમનુ ફેમીલિ ફ્લાઇટ તરફ ચાલવા લાગ્યુ અને આ બાજુ હજી પ્રિયાંશ સપનામાંજ ખોવાયેલો હતો તેને ભાન પણ નહોતુ કે તેની ફ્લાઇટનુ અનાઉન્સમેન્ટ થઇ ગયુ છે.


૨:૪૫ થયા હતા અને પ્રિયાંશ હજી સપનામાં જ હતો ત્યાજ તેના નામનુ અનાઉન્સમેન્ટ થયુ અને તેને ભાન આવ્યુ અને તે ભાગતો ભાગતો તેની ફ્લાઇટમાં ગયો અને વિચારોમા ખોવાયેલો હતો કે હવે પછી ક્યારેય તે છોકરી જોવા મળશે કે નહી? અને જો જોવા ના મળી તો મારો પહેલો પ્રેમ બસ અહીયા અને સાવ આવી રીતે પુરો થઇ જશે. આ વાતથી તે દુખી પણ હતો..


૨:૫૦ એ ફ્લાઇટ પર પહોચ્યો ત્યાજ ફ્લાઇટની એક સુંદર કેબિન ક્રુ ફ્લાઇટના ગેટ પાસે જ ઉભી હતી તેને સ્માઇલ સાથે પ્રિયાંશને વેલકમ કહ્યુ. પ્રિયાંશ એક ફેક સ્માઇલ આપીને ફ્લાઈટની અંદર દાખલા થયો અને પેલી કેબિન ક્રુ એ પ્રિયાંશને તેની સીટ સુધી ગાઈડ કર્યો.


સીટ પર જતા જતા તેની નજર એક સીટ પર સ્થિર થઇ ગઇ અને તે સીટ પર પ્રિયાંશી બેઠી હતી બરાબર તેની પાછળની સીટ પ્રિયાંશની હતી.

પ્રિયાંશ પોતાની સીટ પર બેસીને મનોમન ભગવાનનો આભાર માન્યો અને તેના મનમા બસ ઓમ શાંતિ ઓમ મુવીનો ડાયલોગ યાદ આવી ગયો


अगर किसी चीज़ को दिल से चाहो तो पूरी कायनात उसे तुमसे मिलाने की कोशिश में लग जाती है।


થોડીજ વારમાં ફ્લાઈટ રન વે ઉપર હતી અને પછી ઉચ્ચે આકાશમાં જઇ ને વાદળો સાથે ઉડવા લાગી. અમદાવાદ ધીરે ધીરે વાદળો વચ્ચેથી અદ્રશ્ય થવા લાગ્યુ અને થોડીજ મીનીટોમા ફ્લાઈટ વાદળો કરતા પણ ઉપર ઉડી રહી હતી અને સાથે સાથે પ્રિયાંશનુ દિલ પણ પ્રિયાંશીને જોઇ ને વાદળોની વચ્ચે ખોવાઇ ગયુ હતુ..


૩ કલાક જેટલો સમય પસાર થઇ ગયો હતો અને ત્યાંજ એનાઉન્સમેન્ટ થયુ દુબઇ એરપોર્ટ પર ફ્લાઇટ થોડી જ ક્ષણોમાં લેન્ડ કરવાની હતી. પ્રિયાંશ બારીની બહાર જોઇ રહ્યો હતો ત્યાજ તેની નજર નીચે પથરાયેલા દુબઇ શહેર તરફ પડી. આકાશને ચુમતી ઇમારતો દેખાઇ રહી હતી, એક સુકા વેરાણ રણ પ્રદેશમા પથરાયેલુ દુબઇ શહેર, વિશ્નના ધન કુબેરોનુ પસંદીદા શહેર બની ગયુ હતુ. છેલ્લા ૩ દાયકામાં દુબઇનો વિકાસ અવિશ્વનિય રહ્યો છે. આકાશને ચુમતી ઇમારતો, સ્વચ્છ અને પહોળા રસ્તાઓ, દરિયામાં ઉભુ કરાયેલુ કુત્રિમ શહેર, બાજુમાંજ પથરાયેલુ અફાટ રણનુ સોંદર્ય. આ બધુ આકાશમાંથી જોઇ પ્રિયાંશની આંખો પહોળી થઇ ગઇ હતી. થોડી વાર માટે તે પ્રિયાંશીને પણ ભુલી ગયો હતો અને દુબઇનુ સૌદર્ય જોવામાં ખોવાઇ ગયો હતો. દુબઇ એરપોર્ટ પર ૪ કલાકનુ સ્ટોપ હતુ. તો બધા મુસાફરોએ એરપોર્ટ પર ટહેલવાનુ વિચાર્યુ.


પ્રિયાંશ દુબઇ ઇન્ટરનેશનલ એરપોર્ટને જોઇને એકદમ સ્તબ્ધ થઇ ગયો હતો. દર મિનિટે ફ્લાઇટ લેન્ડ થતી હતી કે પછી ફ્લાઇટ ટેક ઓફ થતી હતી. વર્ષ દરમિયાન ૮ કરોડ પેસેન્જર દુબઇ એરપોર્ટ પરથી આવન-જાવન કરતા હોવા છતા પણ તેની ખુબસુરતી, સિક્યુરીટી, સ્વચ્છતાએ પ્રિયાંશનુ મન મોહી લીધુ હતુ.


પ્રિયાંશીને કોફી પીવી હતી એટલે તે કોફી શોપમાં ગઇ જ્યારે દેવાંશી અને માયાબેન શોપીંગ કરી રહ્યા હતા અને મેહુલભાઇ કોલ પર કોઇ સાથે વાત કરી રહ્યા હતા. પ્રિયાંશ કોફી સોપમાં જઇને કોફી પી રહ્યો હતો પ્રિયાંશીએ તેને જોયો અને વાત કરવા વિચાર્યુ. પ્રિયાંશ કોફિ પીતા પીતા મોબાઇલમાં સોશિયલ સાઇટની અપડેટ ચેક કરી રહ્યો હતો ત્યાજ પાછળથી એક સુદર અવાજ આવ્યો


“ફોટોમાં જેવા દેખાતા હતા તેના કરતા રિયલમા સારા દેખાવ છો.”


પ્રિયાંશે પાછળ વળીને જોયુ તો એકદમ સ્તબ્ધ થઇ ગયો. તે ક્યારનો જે છોકરીને જોઇ રહ્યો હતો જેના વિચારમાં ખોવાયેલો હતો તે જ છોકરી તેની સામે આવીને ઉભી હતી. પ્રિયાંશ હજી કન્ફ્યુઝ હતો કે શુ જવાબ આપવો..


પ્રિયાંશ:- સોરી મને કઇ સમજણ ના પડી.


પ્રિયાંશી:- હાય માય નેમ ઇઝ પ્રિયાંશી..


પ્રિયાંશ:- હેલો. પ્રિયાંશ હીયર..


પ્રિયાંશી:- ફ્લટ કરવાની સારી રીત છે.


પ્રિયાંશ:- મતલબ...


પ્રિયાંશી:- મારૂ નામ સાંભળીને તમે પણ તમારૂ નામ ચેંજ કરીને પ્રિયાંશ કરી નાખ્યુ...


પ્રિયાંશ:- ના....... મારૂ નામ સાચેજ પ્રિયાંશ છે. આ રહ્યો મારો પાસપોટ ચેક કરી લ્યો..


પ્રિયાંશી:- હસી ને... હુ માજાક કરી રહી છુ. મને ખબર છે તમારુ નામ પ્રિયાંશ છે. પ્રિયાંશ દિહોરા રાઇટ..


પ્રિયાંશને હજી કઇ સમજાતુ જ નહોતુ કે આ શુ થઇ રહ્યુ છે મારા સાથે. હુ જે છોકરીને મનોમન પ્રેમ કરવા લાગ્યો છુ, મારો પહેલી નજરનો પ્રેમ છે પણ હુ તેના વિશે કઇ જાણતો નથી અને આ છોકરીને મારા નામની પણ ખબર છે. પ્રિયાંશ વિચારોમાં ખોવાયેલો હતો.


પ્રિયાંશી:- ઓ રેન્કર સ્ટુડન્ટ...... ક્યા ખોવાઇ ગયા.?


પ્રિયાંશ:- હમ... કઇ નહી બસ એ જ વિચારતો હતો કે તમને મારૂ નામ કેવી રીતે ખબર..


પ્રિયાંશી:- હસી પડી.. મને એકનેજ નહી આખા ભાવનગરને તમારૂ નામ ખબર હશે...


પ્રિયાંશ:- કઇ રીતે, હુ કઇ મોટો માણસ નથી કે આખા ભાવનગરને મારૂ નામ ખબર હોય...


પ્રિયાંશી:- મોટા માણસા તો નથી પણ રેન્કર સ્ટુડન્ટતો છો. આખા ભાવનગરમા પ્રથમ નંબર આવેલો અને ન્યુઝ પેપરમાં ફોટો આવેલો તો પછી આખુ ભાવનગર ઓળખેજ ને..


પ્રિયાંશ:- ઓ...... એવુ.... મને નોતી ખબર. પણ તમને મારૂ નામ અને ચેહરો હજી સુધી યાદ છે. ૩ મહિના પહેલાની વાત છે એ તો..


પ્રિયાંશી:- મારા ફોટોની બાજુમાંજ તમારો ફોટો હતો એટલે યાદ છે.


પ્રિયાંશ:- તમારા ફોટાની બાજુમા??


પ્રિયાંશી:- કેટલો એટીટ્યુડ છે જોવો તો. તમારો પ્રથમ નંબર આવેલો સાથે બીજા લોકોના નંબર પણ આવેલા અને તેમના ફોટો પણ આવેલા..


પ્રિયાંશ:- તમારો બીજો નંબર આવેલો?


પ્રિયાશી:- હાસ્તો.....


પ્રિયાંશ:- પ્રિયાંશી શુકલા?


પ્રિયાંશી:- ઓહ...... તમે પણ સ્માટ છો એમને...


પ્રિયાંશ:- હુ કઇ સમજ્યો નહી...


પ્રિયાંશી:- જ્યારે સમજાઇ ત્યારે કે જો


પ્રિયાંશ:- પણ........


પ્રિયાંશી:- ક્યા જાવ છો તમે?


પ્રિયાંશ:- શિકાગો જાવ છુ. આગળના અભ્યાસ માટે.


પ્રિયાંશી:- હુ પણ....


પ્રિયાંશ:- વાહ.......


પ્રિયાંશી:- સારૂ ચાલો તો બાય.....


પ્રિયાંશની ઇચ્છાતો હતી પ્રિયાંશીને રોકવાની તેની સાથે વાત કરવાની અને વધુ તેના વિશે જાણવાની પણ ત્યા સુધીમા પ્રિયાંશી જતી રહી હતી.


પ્રિયાંશ મનોમન વિચારી રહ્યો હતો કે તે સાવ ગાંડો છે. પ્રિયાંશી પણ શિકાગો જ જાય છે તો તેને પુછી લેવાઇ ને કે તેને કઇ કોલેજમાં એડમીશન લીધુ છે. અને પછી વિચારવાનુ છોડી દિધુ અને નક્કિ કરયુ કે ભગવાન સાથે જ છે ને નહીતો આવી પરી જેવી છોકરી જે ને મે ૩ મહિના પહેલા પેપરમાં જોઇ હતી અને પ્રેમ થઇ ગયો હતો તે મને અહિ અજાણ્યા દેશમાં મળી અને મારી સાથે વાત પણ કરી. ભગવાને અહિયા સુધી સાથ આપ્યો છે તો આગળ પણ આપશે જ...


થોડીજ વારમા ફ્લાઈટનુ એનાઉન્સમેન્ટ થયુ પ્રિયાંશ જઇને તેની સીટ પર બેસી ગયો થોડી જ વારમાં મેહુલભાઇનુ ફેમિલી પણ આવીને સીટ પર ગોઠવાયુ. સીટ પર બેસતા બેસતા પ્રિયાંશીએ પ્રિયાંશ તરફ સ્માઇલ કર્યુ અને પ્રિયાંશે પણ સ્માઇલ આપી


ફ્લાઇટ ટેક ઓફ થયુ અને વળી પાછુ વાદળોની વચ્ચે પહોચી ચુક્યુ હતુ. પ્રિયાંશ બારીની બહાર જોતા જોતા જ સપનામાં ખોવાઇ ગયો હતો. પ્રિયાંશી પણ સુઇ ગઇ હતી.

---------------------------------------------------------------------

(5)

અમેરિકાની મધ્યમ પશ્ચિમ મા ઇલિનોસ સ્ટેટમાં આવેલુ શહેર શિકાગો. ૧૮૩૩ માં મિશિગન લેક અને મિસિસિપિ નદીની વચ્ચે સ્થાપવા આવેલુ. શિકાગો અમેરિકાનુ ત્રિજા નંબરનુ સૌથી મોટુ શહેર અને આ એજ શહેર જ્યા આપણા દેશના ગૌરવ એવા સ્વામી વિવેકાનંદજીએ ધર્મસભા સંબોધીને બધાજ લોકોનુ દિલ જીતી લીધુ હતુ.


અમેરીકાની અર્થ વ્યવસ્થાનુ સૌથી મોટુ કેન્દ્ર, અહિયા ખેતી ને લગતા સાધનો થી માંડીને ફાઈટર પ્લેન માટેના સાધનો બને છે. મિશિગન લેકના કિનારા ઉપર વસેલુ આ સુંદર શહેર અને શહેરની વચ્ચેથી પસાર થતી શિકાગો નદી શહેરની સુંદરતામાં વધારો કરે છે. મિશિગન લેકના કિનારે વસેલુ હોવાથી અમેરિકાનુ મહત્વનુ બંદરગાહ પણ છે. વાદળોને તાળી આપી શકે તેટલી ઉચ્ચી ઇમારતો, વચ્ચેથી પસાર થતી શિકાગો નદીની ઉપર બાંધેલા પુલો એક થી બીજા છેડાને જોડે છે. શિકાગો શહેર તેના આર્કિટેક્ચર, બિલ્ડીંગ, સ્વચ્છ અને સુંદર દરિયા કિનારા માટે પણ ખુબજ પ્રખ્યાત છે. રાતના સમયમાં શિકાગો શહેરની સ્કાય લાઇન જોઇને કોઇ પણ માણસ આ શહેરના પ્રેમમાં પડી જાય..


સાંજનો સમય હતો ફ્લાઈત શિકાગોના ઓ'હારે ઈન્ટરનેશનલ એરપોર્ટ ઉપર ઉતરી ચુકી હતી. બધાજ પેસેન્જરો સીટ પરથી ઉઠીને પોતાના બેગ લઇને બહાર નિકળવાની લાઈનમાં ઉભા હતા. અને ફ્લાઈટના ગેટ પર ક્રુ મેમ્બર સ્મિથ સાથે પેસેન્જર્સને બાય કહી રહ્યા હતા. પ્રિયાંશી અને તેનુ ફેમિલી પણ લાઇનમાં હતુ પ્રિયાંશીએ જોયુ તો પ્રિયાંશ હજી સુતો જ હતો. તેને વિચાર્યુ કે કેવો કુંભકરણ જેવો છોકરો છે. આટલો અવાજ થાય છે તો પણ આ છોકરો સુતો છે. તેણે જઇને પ્રિયાંશને જગાડ્યો અને પ્રિયાંશે આંખો ખોલી અને સામેજ પ્રિયાંશી હતી તેણે થયુ કે તે કોઇ સપનુ જોઇ રહ્યો છે અને પાછો સુઇ ગયો. પ્રિયાંશીએ તેના હાથ પર જોરથી ચીટીયો ભર્યો અને પ્રિયાંશ બુમ પાડીને જાગી ગયો.


પ્રિયાંશી:- પાછુ ભાવનગર જતુ રહેવુ છે કે શુ?


પ્રિયાંશ આંખો ચોળતા ચોળતા પ્રિયાંશીને જોઇ રહ્યો હતો અને તેને સમજમાં આવ્યુ કે આ કોઇ સપનુ નથી પ્રિયાંશી સાચે જ તેની સામે ઉભી છે અને તેને જગાડી રહી છે.


પ્રિયાંશી:- ઓ કુંભકરણ તને કવ છુ..


પ્રિયાંશ:- તુ કુંભકરણ.....


પ્રિયાંશી:- હા હુ તો છુ જ પણ તારા જેટલી નહી. આટલો અવાજ થાઇ છે. ફ્લાઇટ લેંન્ડ થઇ ગઇ છે બધા લોકો તેનો સામાન લઇને નિચે ઉતરે છે અને હજી સુધી તુ સુતો છે.


પ્રિયાંશ:- હમમમ...


પ્રિયાંશી:- નીચે ઉતર જલ્દી નહીતો પાછો ભાવનગર પહોચી જઇશ.. ચાલ બાય..... હસતી હસતી તે ત્યાથી જતી રહી..


મેહુલભાઇ આ બધુ જોઇ રહ્યા હતા પણ તેમણે પ્રિયાંશીને કઇ ના કહ્યુ


પ્રિયાંશ ને કહેવુ હતુ ક્યા જાઇ છે. અહિયા જ રોકાઇજાને મારી પાસે. અને હંમેશા મારી સાથે રહે અને મને રોજ સવારે તુ બસ આવી રીતે જ ઉઠાડે અને પ્રિયાંશ તેના હાથને જોઇ રહ્યો હતો જ્યા પ્રિયાંશીએ તેને ચીટીયો ભર્યો હતો અને પ્રિયાંશ પાછો વિચારોમાં ખોવાઇ ગયો હતો...


ફ્લાઈટની એર હોસ્ટેસ આવીને પ્રિયાંશને કહે છે.


એર હોસ્ટેસ:- excuse me sir..

પ્રિયાંશ સપનાની દુનીયામાંથી બહાર આવે છે.


પ્રિયાંશ:- જી


એર હોસ્ટેસ:- sir we landed at Chicago, you did not want to go out of the plane??


પ્રિયાંશ જ્યારે આજુ બાજુ જોવે છે ત્યારે આખી ફ્લાઇટ ખાલી થઇ ગઇ હોય છે તે છેલ્લો જ ફ્લાઈટની અંદર હોય છે.


પ્રિયાંશ સોરી કહીને તેની બેગ લઇની નિચે ઉતરે છે...


ઓક્ટોમ્બર મહીનાનો પહેલો વિક ચાલુ હતો. શિકાગો શહેરનુ તાપમાન ૧૦ ડીગ્રી જેટલુ હતુ શિકાગોમા રહેતા લોકો માટે આ ઠંડી ના કહેવાય પરંતુ મેહુલભાઇના ફેમિલી અને પ્રિયાંશ માટે તો આ ખુબજ ઠંડી હતી, બધા એરપોર્ટની અંદર આવી ગયા હતા અને સામાન લેવા માટે ઉભા હતા. પ્રિયાંશ ત્યા ઉભો ઉભો બસ પ્રિયાંશીને જ જોઇ રહ્યો હતો અને માયબેન આ બધુ જોઇ રહ્યા હતા..


સામાન આવી ગયો હતો મેહુલભાઇ અને માયાબેન સામાન લઇને બહાર નિકળી રહ્યા હતા. અને પ્રિયાંશ પણ બહાર નિકળી રહ્યો હતો..


મેહુલભાઇ અને તેમનુ ફેમિલી મેહુલભાઇના કોલેજ ફ્રેંડને ત્યા રોકાવાના હતા અને તેમના ફેંડ આનંદભાઇ મેહુલભાઇના ફેમિલીને લેવા માટે એરપોર્ટ આવી ચુક્યા હતા. તેણે ગેટની બહાર નિકળતા મેહુલભાઇને જોઇ લિધા અને મેહુલભાઇએ તેમને...


મેહુલભાઇ તરત જ આનંદભાઇ પાસે જઇને HUG કર્યુ અને બન્ને દોસ્તોની આંખોમાં આંસુ પણ હતા.


પ્રિયાંશી અને દેવાસી આનંદભાઇ વિશે જાણતા હતા ફોન પર પણ વાત કર્તા પણ ક્યારેય મળ્યા ન હતા આજે પહેલી વાર મળી રહ્યા હતા.


આનંદભાઇએ પણ બન્ને દિકરીઓ સામે સ્મીત આપ્યુ અને બન્નેને ચોકલેટ આપી આટલી વારમાં માયાબેન પણ બહાર આવી ગયા હતા અને તે પણ આનંદભાઇને જોઇને ખુશ થઇ ગયા હતા..


આનંદભાઇ:- કેમ છો ભાભી....


માયાબેન:- આનંદભાઇ મને તમે બેન જ કહો, ભાભી નહી...


આનંદભાઇ:- અત્યારે ભાભીજ ઘરે જઇને બેન કઇશ..


માયાબેન આનંદભાઇને ભાઇ માનતા હતા. આનંદભાઇને એકપણ બહેન નહોતી અને એટલા માટેજ માયાબેનને બેન માનતા હતા, અને માયાબેન પણ આનંદભાઇને સગા ભાઇ કરતા વિશેષ રાખતા હતા....


આનંદભાઇ ત્રિવેદ્દી શિકાગોના ખુબ મોટા આર્કીટેક્ટ હતા. તેમની ગણના શિકાગો શહેરના બેસ્ટ આર્કીટેક્ટમાં થતી હતી. તેમના ધર્મપત્ની શિવાનીબેન અને માયાબેન એક જ સાથે કોલેજમાં હતા અને બન્ને બેસ્ટ ફેંડ હતા. એમ પણ કહી શકાય કે આનંદભાઇના લગ્ન માયાબેને જ કરાવેલા અને તે બન્નેને એક દિકરો રિહાન પણ તેને બધા રોકી કહીને બોલાવતા...


આનંદભાઇએ અને મેહુલભાઇએ સામાન કારમાં મુક્યો અને બધા કારમા બેસીને આનંદભાઇના ઘર તરફ નિકળી પડ્યા.....

------------------------------------------------

આ બાજુ પ્રિયાંશને લેવા માટે કરણનો ફેંડ આવવાનો હતો..


પ્રિયાંશ એરપોર્ટની બહાર નિકળ્યો ત્યાંજ તેને તેના નામનુ બોર્ડ લઇને ઉભેલા એક છોકરાને જોયો. પ્રિયાંશ તેની પાસે જઇને તેની ઓળખાણ આપી...


પ્રિયાંશ:- હેલ્લો... મારૂ નામ જ પ્રિયાંશ દિહોરા છે. તમને કરણે મોકલ્યા છે ને??


પેલો છોકરો:- હા.... મારૂ નામ મયંક છે. મયંક પટેલ


પ્રિયાંશ:- કેમ છો મયંકભાઇ અને સોરી મારા માટે થઇને તમારે તકલીફ ઉઠવવી પડી..


મયંક:- અરે ભાઇ એમા સોરી શુ કામ.. કરણના ફેંડ તે મારા પણ ફેંડ જ ને... ચાલો ત્યારે આપણે ઘરે જઇએ. તમે પણ થાકી ગયા લાગો છો અને તમારે આરામની જરૂર છે. ઘરે જઇને થોડો આરામ કરી લો કાલે તમને હુ સીટી બતાવીશ...


પ્રિયાંશ:- સારૂ અને થેકયુ..


મયંક: સ્મિત આપીને પ્રિયાંશની મદદ કરે છે સામાન ગોઠવવામાં અને પછી બન્ને કારમાં ગોઠવાઇ ને ઘર તરફ નિકળી પડે છે.....


મયંક પટેલ આમતો સુરતનો પણ તેમનુ મુળ ગામ ભાવનગર જિલ્લાના ગારીયાધાર તાલુકાનુ ગામ સરમડા. પણ વર્ષોથી તેનુ ફેમિલી સુરત સેટ થયુ હતુ..


મયંક પટેલ, ઉમર ૨૫ વર્ષ, ૬ ફુટ ની હાઈટ, ચુસ્ત અને તદુરસ્ત શરીર, ગ્રે શેડ વાળી આંખો, ઉપર લોંગ હેર અને દાઢી, કોઇ પણ છોકરીના સપનાનો રાજકુમાર જ કહી શકો, શિકાગોમાં આર્ક ટેકનોલોજી ગ્રુપ નામની MNC આઇ.ટી. કંપનીમા ટીમ મેનેજર હતો, મહીનાનો ૪૫૦૦૦ ડોલર પગાર, કપંનીની ગાડી અને શિકાગો શહેરના સૌથી પોશ વિસ્તારમા રહેવા માટેનુ મકાન...


કોલેજમાં મયંક કરણનો સિનિયર હતો અને મયંકને પણ જોબ મળ્યાને હજી ૬ મહીના જ થયા હતા. ઘરે આમપણ એકલો રહેતો હતો અને એમા પ્રિયાંશ આવી ગયો હતો એટલે તેને પણ ખુશી હતી કે હવે તે ઘરમા એકલો બોર નહી થાય...


પ્રિયાંશ પણ કારમાં બેસીને પ્રિયાંશીએ જ્યા ચીટીયો ભર્યો હતો તે હાથને જોઇ રહ્યો હતો અને મયંક ગાડી ચલાવે જતો હતો..........

--------------------------

શિકાગો શહેરની ગુલાબી સવાર, રસ્તા પર લોકો વોક કરવા ઘરોની બહાર નિકળી રહ્યા હતા અને ગાડીઓની અવર જવર ધીમે ધીમે ચાલુ થઇ ગઇ હતી, શિકાગો શહેર ઉંધમાંથી ઉઠી રહ્યુ હતુ. આ બાજુ પ્રિયાંશ પણ જાગી ગયો હતો અને ફ્રેશ થઇને તેને જોયુ કે મયંક હજી સુતો છે. એટલે વિચાર્યુ કે આજે તે બન્ને માટે ચા અને નાસ્તો બનાવી નાખે ત્યા સુધીમાં મયંક પણ જાગી જશે. જેવો જ તે રસોડામાં પહોચીને શુ બનાવવુ તે નક્કિ કરતો હતો ત્યાજ પાછળથી અવાજ આવ્યો.


શુ કરી રહ્યા છો તમે?


પ્રિયાંશે પાછળ ફરીને જોયુ તો મયંક કિચનના દરવાજા પાસે ઉભો હતો..


પ્રિયાંશ:- ગુડ મોરનિગ મયંકભાઇ. બસ આપડા બન્ને માટે ચા અને નાસ્તો બનાવવા માટે આવ્યો હતો...


મયંક:- અરે તમારે કશુ જ કરવાનુ નથી. હુ બન્ને માટે બનાવી દઇશ.


પ્રિયાંશ:- મયંકભાઇ હુ તમારાથી નાનો છુ. મને તમે તમે ના કહો બસ તુ જ કહો...


મયંક:- સારૂ. પણ તુ આટલો વહેલો કેમ જાગી ગયો હજી તો ૬ જ વાગ્યા છે.


પ્રિયાંશ:- મયંકભાઇ હુ તો ગામડે રોજ સવારે આટલો જ વહેલો જાગુ છુ.


મયંક:- ઓહ.. ગામડાનુ જીવન શ્રેષ્ટ જીવન છે. હુ પણ મારા ગામને બોવજ મિસ કરૂ છુ.


પ્રિયાંશ:- આજે નાસ્તો હુ બનાવીશ ચા અને થેપલા.. ચાલશે ને તમારે?


મયંક:- ચાલશે નહી દોડશે.


પ્રિયાંશ બન્ને માટે ચા અને નાસ્તો બનાવે છે અને પછી બન્ને વાતો કરતા કરતા નાસ્તો કરે છે.


મયંક:- ચાલ તુ હવે તૈયાર થઇ જા હુ તને સીટી દેખાડવા લઇ જઇશ..


પ્રિયાંશ:- સારૂ મયંકભાઇ..


પ્રિયાંશ રૂમમાં જઇને તૈયાર થવા લાગે છે અને મયંક પણ કિચનમાં સાફ સફાઇ કરીને તૈયાર થવા જાય છે.

------------------------------------------------------------------

આજે પ્રિયાંશી વહેલા જાગી ગઇ હતી અને તે હજી પર્પલ કલરના નાઇટ ગાઉનમાં જ હોય છે અને નીચે ગાર્ડનમાં આવીને વોક કરી રહી હતી. આજે શિકાગોમાં તેનો પહેલો દિવસ છે. પ્રિયાંશી આજે ખુબજ ખુશ હોય છે કેમ કે તેના ફેવરિટ શહેરમાં આજે તેનો પહેલો દિવસ હોય છે. તે ઇયર ફોન પર ગીતો સાંભળતી સાંભળતી વોક કરી રહી હોય છે. તેને ખયાલ પણ નહોતો કે કોઇ તેને જોઇ રહ્યુ હતુ.


રિહાન જાગીને રોજની જેમ જ કોફિનો મગ લઇને બાલ્કનીમા આવીને બેઠો હતો ત્યાજ તેની નજર ગાર્ડનમાં વોક કરી રહેલી પ્રિયાંશી ઉપર પડી અને તેને જોઇને જ રિહાન પણ ખોવાઇ ગયો. અને વિચારવા લાગ્યો મે પહેલા આટલી સુંદર છોકરી મારી લાઇફમાં ક્યારે પણ નથી જોઇ કાલે જ ડેડના ફ્રેંડ ઇન્ડીયાથી આવ્યા છે તો આ ગર્લ તેમની સાથે જ હોવી જોઇએ. અને તે પણ નિચે ગાર્ડનમા ગયો અને પ્રિયાંશી પાસે આવીને બોલ્યો...


Excuse Me.


પ્રિયાંશીએ અવાજ વાળી દિશામાં જોયુ એક છોકરો તેની સામે ઉભો હતો. ૬ ફુટ હાઈટ, સ્લીવલેસ ટી-શર્ટ અને ટ્રેકમાં ઉભો હતો. તેના મસલ્સ જોઇને જ પ્રિયાંશીને ખયાલ આવી ગયો હતો કે આ છોકરો ફિટનેસ ફ્રીક હશે. તેની બ્લેક કલરની આંખોમાં સપના પુરા કરવાની તડપ અને કોન્ફીડન્ટ દેખાતો હતો.. આનંદભાઇનો એકનો એક દિકરો કરોડો રૂપિયાની સંપતીનો માલીક. આવા છોકરા સાથે મેરેંજ કરવા છોકરીઓની લાઇન લાગી હોય.


પ્રિયાંશી:- YES


રિહાન:- Would You Grab my arm?


પ્રિયાંશી:- WHY?


રિહાન:- So I can tell my friends I’ve been touched by an angel..


પ્રિયાંશી આ લાઇન સાંભળીને જ હસવા લાગી..


પ્રિયાંશી:- So Cheesy pickup Line, But nice try.


રિહાન:- Thank You. Rihan. આટલુ કહેતાજ તેને તેની ઓળખ આપી અને હાથ હેંડ શેક માટે લંબાવ્યો..


પ્રિયાંશી:- Priyanshi. તેનુ નામ કહીને પ્રિયાંશીએ હેંડ શેક કર્યુ..


રિહાન:- તમે ગઇકાલે ઇન્ડીંયાથી જે ગેસ્ટ આવ્યા તમે તેમની સાથે છો?


પ્રિયાંશી:- અરે વાહ તમને ગુજરાતી આવડે છે. અને હા અમે જ ઇન્ડીંયાથી આવ્યા છીએ. હુ અને મારૂ ફેમીલી હુ અહિયા આગળનુ સ્ટડી કમ્પલીટ કરવા આવી છુ. અને મારા મોમ-ડેડ અને સીસ્ટર મને અહિ મુકવા માટે આવ્યા છે. અને તમે?


રિહાન:- આ ઘર મારૂ છે. અને હુ આર્કીટેક્ટનુ સ્ટડી કરુ છુ..


પ્રિયાંશી:- ઓહ તો તમે આનંદમામા ના સન છો?


રિહાન:- હા.....


પ્રિયાંશી:- NICE TO MEET YOU, પણ તમે કેમ પેલી ANGEL વાળી લાઇન કિધી ?


રિહાન:- MEE TOO, અને સાચુ રીસન સાંભળવુ છે કે ગમે તે કવ ચાલશે?


પ્રિયાંશી:- અરે સાચુ જ સાંભળવુ છે..


રિહાન:- તો સાંભળો હુ ઉપર બાલ્કનીમાં બેઠો હતો ત્યાથી જ તમને મે જોયા અને વિચારવા લાગ્યો કે આટલી સુંદર છોકરી મારા ગાર્ડનમાં? પછી યાદ આવ્યુ કાલે ડેડનાં ફ્રેંડ ઇન્ડીંયાથી આવવાના હતા તેમની સાથે હોવી જોઇએ. બસા હુ પછી નીચે આવ્યો તમારી સાથે વાત કરવા પણ વાત કેમ ચાલુ કરવી તેમાં કન્ફયુઝન હતુ એટલે પેલી લાઇન કિધી


પ્રિયાંશી જોર જોરથી હસવા લાગે છે.


પ્રિયાંશી:- તમે એમજ આવીને વાત કરી શકતા હતા.


રિહાન:- હમમમ....


પ્રિયાંશી:- તમે કહો છો મારા કરતા સારી છોકરી તમે નથી જોઇ એમ, પણ તમારા અમેરીકામાં તો બધી ગર્લ મારા કરતા વધારે હોટ હોય છે.


રિહાન:- અહિયાની ગર્લ હોટ હોય છે પણ તમારી જેટલી સુંદર નહી. હોટ અને સુંદરમાં સુરજ અને ચંદ્ર જેટલો તફાવત હોય છે. સુરજની સામે તમે થોડીજ વાર જોઇ શકો છો જ્યારે ચંદ્રની સામે જોઇને આખી રાત બેસી રહો તો પણ તમારુ દિલના ભરાય.. બસ આજ તફાવત છે. હોટ અને સુંદર વચ્ચે..


પ્રિયાંશી સ્તબ્ધ હતી. અને વિચારી રહી હતી અહિયા રહીને પણ આટલા સારા વિચારો છે.


પ્રિયાંશી:- સારા વિચારો છે...


રિહાન:- વિચારોનુ શુ છે તે આપણા સંસ્કાર ઉપરથી આવે છે. જેવા સંસ્કાર મળ્યા હોય તેવા વિચારો આવે..


પ્રિયાંશી બસ રિહાનને જોઇ રહી હતી. અને રિહાન બસ બોલ્યે જતો હતો...


પ્રિયાંશી:- આવી સારી સારી વાતો કરીને કેટલી ગર્લફેન્ડ બનાવી છે.?


રિહાન:- એક પણ નહી..


પ્રિયાંશી:- કેમ આ આશિકને કોઇ મળી નહી?


રિહાન:- મળીતો બોવ બધી પણ કોઇ ગમી નહી. અને જે ગમી તે મળી નહી.


પ્રિયાંશી હસવા લાગે છે...


રિહાન:- સારૂ ચાલો તમે તમારૂ વોક ચાલુ રાખો મારે કોલેજ જવાનુ છે સાંજે મળીશુ..


પ્રિયાંશી:- સારૂ.. Have Wonderful Day..


રિહાન:- મારો દિવસતો અત્યારથીજ સારો જાય છે કેમ કે તમારી સાથે મુલાકાત થઇ (આટલુ બોલતા બોલતા પ્રિયાંશી સામે આંખ મારીને રિહાન ત્યાથી નિકળી જાય છે.‌)


પ્રિયાંશી બસ રિહાનને જોઇ રહે છે.

-------------------------------------------------------------------

સવારના ૧૦ વાગ્યા હોય છે. મયંક અને પ્રિયાંશ બન્ને તૈયાર થઇને ઘરની બહાર નિકળે છે અને પ્રિયાંશની નજર રોડની સામેના ઘરના ગેટ તરફ જાય છે. ત્યા પ્રિયાંશી બહાર નિકળતી હોય છે. પ્રિયાંશી પણ પ્રિયાંશને જોવે છે અને રોડ ક્રોસ કરીને પ્રિયાંશ પાસે આવે છે.


પ્રિયાંશી:- તો મારો પિછો કરતા કરતા અહિયા સુધી આવી ગયા એમને?


પ્રિયાંશ:- ના..હુ આ ઘરમાં રહુ છુ. પણ મને એવુ લાગે તમે મારો પિછો કરો છો..


પ્રિયાંશી:- હુ પણ સામેના ઘરમાં રહુ છું....


પ્રિયાંશ અને પ્રિયાંશી બન્ને એક સાથે હસી પડે છે.


પ્રિયાંશ તેની ઓળખાણ મયંક સાથે કરાવે છે. અને પછી તે બન્ને કેવી રીતે એક-બીજાને ઓળખે છે તે કહે છે. અને આ સાંભળીને મયંક પણ હસવા લાગે છે.


પ્રિયાંશી:- તમે બન્ને કઇ બાજુ જઇ રહ્યા છો?


પ્રિયાંશ:- મયંકભાઇ મને સીટી દેખાડવા લઇ જાય છે. અને તમે ક્યા જાવ છો?


પ્રિયાંશી:- હુ તો બસ એમજ બહારા રાઊંડ મારવા નિકળી હતી. તમને જોઇ ગઇ તો આ સાઇડ આવી ગઇ.. ઘરમાં એકલી બોર થાવ છુ. કોઇ ફ્રેંડ તો છે નહી મારૂ અહિયા. મોમ અને ડેડ બન્ને તેમના બેસ્ટ ફ્રેંડ સાથે બિઝી છે. અને મારી નાની સિસ્ટરને બહાર ફરવુ પસંદ નથી અને મને બહાર ફરવુ ગમે છે.


મયંક:- તમે પણ અમારી સાથે ચાલો ને...


પ્રિયાંશી:- પણ મોમ ડેડ ની પરમિશન કેવી રીતે લઉ?


મયંક:- તમે આનંદ અંકલને ત્યાજ રોકાયા છો ને?


પ્રિયાંશી:- હા....


મયંક:- આનંદ અંકલ મને ઓળખે છે. હુ કોલ કરીને કહી દઉ ?


પ્રિયાંશી:- હા પણ કોલ કરતા આપણે અંદર જઇને જ પરમિશન લઇ લયે તો?


મયંક અને પ્રિયાંશ બન્ને એક સાથે બોલે છે:- સારૂ ચાલો... અને પછી બન્ને હસી પડે છે.


મયંક પ્રિયાંશીને કહે છે. તમે ચાલો અમે ૫ મિનિટમાં જ આવ્યા.


પ્રિયાંશી સ્માઇલ કરીને રોડ ક્રોસ કરીને ઘરમાં જાય છે. અને પ્રિયાંશ બસ પ્રિયાંશીને જતી જોઇ રહે છે.


મયંક:- તુ તે ને લવ કરે છે ને?


પ્રિયાંશ:- ના........ એવુ કઇ નથી..


મયંક:- સારૂ મને ના કહે. પણ તારા હાવભાવ કહી આપે છે. કે તુ તે ને લવ કરે છે.


પ્રિયાંશ:- સ્માઇલ આપે છે. અને આંખોના પલકારામા મયંકને જવાબ આપે છે.


મયંક સ્માઇલ સાથે કહે છે. સારી ચોઇસ છે. કોઇ હેલ્પ જોઇએ તો મને કહેજે..


પ્રિયાંશ ખાલી માથુ હલાવીને જવાબ આપે છે. અને બન્ને આનંદભાઇના ઘરમાં જાય છે.


આનંદભાઇ અને મેહુલભાઇ બન્ને ચેસ રમિ રહ્યા હોય છે. અને ત્યાંજ મયંક અને પ્રિયાંશ આવે છે.


મયંક:- કેમ છો આનંદ અંકલ?


આનંદભાઇ:- અરે મયંક તુ? હુ એકદમ મજામાં, આવ બેટા બેસ (કહીને ચેર તરફ બેસવાનું કહે છે.)


આનંદભાઇ મેહુલભાઇની ઓળખાણ મયંક સાથે કરાવે છે અને મયંકની ઓળખાણ મેહુલભાઇ સાથે...


મયંક:- આનંદ અંકલ આ મારો ફ્રેંડ છે. આપણા ભાવનગરનો જ છે.


આનંદભાઇ:- અરે વાહ આપણા ભાવનગરનો વાહ. શુ નામ છે બેટા? અને ભાવનગરમાં ક્યા રહે છે?


પ્રિયાંશ:- પ્રિયાંશ દિહોરા અંકલ અને હુ ભાવનગરના ઘોઘા તાલુકાના કરેડા ગામનો છુ. અહિયા સ્ટડી કરવા માટે આવ્યો છુ..


મેહુલભાઇ ગામનુ નામ સાંભળતા જ ચોકી ઉઠે છે.?


મેહુલભાઇ:- અરે વાહ.. તે ગામના સરપંચ ભગવાનભાઇ તો મારા ખાસ મિત્ર છે. અમે બધીજ વસ્તુ તેમના પાસેથી જ લયે છીએ...(પ્રિયાંશ મનોમન ખુશ થાય છે. કેમકે પ્રિયાંશીના ડેડ તેના બાપુજીને ઓળખતા હતા.)


પ્રિયાંશ:- અંકલ ભગવાનભાઇ મારા બાપુજી છે.


મેહુલભાઇ:- અરે વાહ તુ ભગવાનભાઇ નો દિકરો છે એમને. સોરી હુ તને નથી ઓળખતો કેમકે આપણે ક્યારેય મળ્યા નહોતા. અને તારો જ ફસ્ટ રેંક આવેલોને...


પ્રિયાંશ:- હા....


મેહુલભાઇ:- સોરી બેટા તારી પાર્ટીમાં હુ ના આવી શક્યો કેમકે મારી દિકરીનો પણ સેકંન્ડ રેંક આવેલો અને અમે ફેમિલી સાથે ટાઇમ સ્પેંડ કરવાનુ વિચારેલુ..


પ્રિયાંશ:- કોઇ વાંધો નહી અંકલ.


(આટલી વારમાંજ પ્રિયાંશી આવે છે.)


મેહુલભાઇ:- આ રહી મારી દિકરી. પ્રિયાંશી આ આપણા ભગવાન અંકલ છે ને જે આપણા ઘરે આવે છે બધા ફ્રુટ અને બિજો સામાન લઇને તેમનો દિકરો પ્રિયાંશ..


પ્રિયાંશી:- હુ ઓળખુ છુ પ્રિયાંશ ને..


મેહુલભાઇ:- કઇ રીતે..?


પ્રિયાંશી પછી આખી વાત મેહુલભાઇ અને આનંદભાઇને કહે છે....


મેહુલભાઇ અને આનંદભાઇ બન્ને એક સાથે હસી પડે છે.


આનંદભાઇ:- દુનિયા કેટલી નાની છે નહી?


મેહુલભાઇ:- હા.. અને પ્રિયાંશીને કહે છે. તુ જઇ આવ આ લોકો સાથે અને વેલા ઘરે આવી જજો..


આનંદભાઇ:- મયંકબેટા કોઇ હેલ્પ જોઇએ તો કહેજે અને આજે સાંજે જમવાનુ અહિયા જ છે તમારે બન્ને ને...


મયંક:- જી અંકલ.....


પ્રિયાંશ, પ્રિયાંશી અને મયંક બહાર ગેટ તરફ જાય છે. પ્રિયાંશતો બસ પ્રિયાંશીને જોઇ રહ્યો હોઇ છે. પ્રિયાંશી પણ ખુશ હતી કેમ કે તેને સીટી જોવા મળશે અને તેને નવા ફ્રેંડ પણ મળી ગયા અને મયંક બસ પ્રિયાંશ માટે પ્રાથના કરી રહ્યો હોય છે......

-----------------------------------------

(6)

પ્રિયાંશી આજે બોવ જ ખુશ હતી એક તો આજે તે પહેલી વાર તેના સપનાના શહેરમાં ફરી રહી હતી અને તેની સાથે તેના બે નવાજ બનેંલા ફ્રેન્ડ હતા. મયંકે તેમણે સૌથી પહેલા વર્લ્ડ ફેમસ એવા મિલેનિયમ પાર્ક લઈ ગયો, ત્યાં પહોચીને બધાએ બોવ બધા ફોટોસ લીધા અને ત્યારબાદ વિલ્સ ટાવર જોઈને આવ્યા, ત્યાં સુધીમાં જ ૩ વાગી ચૂક્યા હતા અને ત્રણેયને ભૂખ લાગી હતી. તો બધા લોકો પીઝા ખાવા ડોમીનોઝમાં ગયા અને સાંજ સુધી બહાર ફરીને ઘર તરફ જાય છે.


સાંજના ૭ વાગ્યા હોય છે. રિહાન ઘરે આવી ગયો હોય છે અને તે પ્રિયાંશીને ગોતવા લાગે છે. આજે સાવારે જ્યારથી તેને પ્રિયાંશી સાથે વાત કરી હતી ત્યારથી તેનું મન બીજે કઈ લાગતુ ન હતું. આજે કોલેજમાં પણ રિહાનને સ્ટડીમાં કોઈ રસ ન હતો. તેને બસ ઘરે જઇને પ્રિયાંશી સાથે વાત કરવી હતી એટલે આજે તે જલ્દી ઘરે આવી ગયો હતો કે પ્રિયાંશી સાથે થોડો સમય પસાર કરી શકાય. પણ ઘરે આવ્યો ત્યારે ત્યાં પ્રિયાંશી દેખાતી ન હતી તેને તેના ડેડને પૂછ્યું અને ખબર પડી કે પ્રિયાંશી બહાર ગઇ છે.


8 વાગ્યા હતા પ્રિયાંશી, પ્રિયાંશ અને મયંક ત્રણેય ઘર તરફ જઇ રહ્યા હતા ત્યાજ રસ્તામાં સિગ્નલ પર પ્રિયાંશે એક વૃદ્ધને રોડની બાજુમાં બેસેલા જોયા. જોવામાં ભારતીય જેવા લગતા હતા અને દુખી લાગતાં હતા. પ્રિયાંશ તરતજ કારમાથી નીચે ઉતરીને તેની પાસે જોયું અને વાત કરવા લાગ્યો.


પ્રિયાંશ:- May I help you Sir?


વૃદ્ધ તેની સામે જોઈ રહ્યો અને ગુજરાતીમાં બોલ્યો.. ના બેટા.


પ્રિયાંશ:- ઓહ ગુજરાતી છો કાકા?


વૃદ્ધ:- હા બેટા, તું પણ એમને


પ્રિયાંશ:-હા કાકા, બોલો ચાલો શું તકલીફ છે કેમ અહિયાં બેઠા છો?


વૃદ્ધ:- અરે કઈ નહીં બેટા એમજ


પ્રિયાંશ:- અરે કાકા કહોને હું તમારો જ છોકરો છું બોલો શું થયું,


પ્રિયાંશ આટલૂ બોલ્યો ત્યાજ પેલા વૃદ્ધ રડવા લાગે છે. અને પ્રિયાંશ સમજી જાય છે કાકાને શું પ્રોબ્લેમ હોય છે. પ્રિયાંશ કાકાને ઊભા કરીને કારમાં બેસાડે છે. પ્રિયાંશી અને મયંક આ બધુ જોઈ રહ્યા હોય છે પણ બને માથી કોઈને કઇ સમજાતું નથી. આટલી વારમા પ્રિયાંશ મયંકને કહે છે..


પ્રિયાંશ:- મયંકભાઈ આટલામાં કોઈ સારી હોસ્પિટલ હોય તો લઈ લો આ કાકાને તાવ જેવુ લાગે છે અને થોડા દિવસોના ભૂખ્યા હોય તેવું પણ...


મયંક:- સારૂ...


મયંક કાર ને હોસ્પિટલ તરફ લે છે. હોસ્પિટલ પહોચીને જ પ્રિયાંશ પેલા કાકાને ચેકઅપ માટે લઈ જાય છે. ત્યાં ડો. કહે છે કે તેમણે વિકનેસ આવી ગઈ છે જમ્યા ન હોવાના લીધે રેસ્ટ કરસે અને ટાઈમ પર ખાવાનું લેસે એટલે સારા થઈ જસે... કાકાને પાછા કાર પાસે લઈને આવે છે અને પ્રિયાંશ કાકાને પૂછે છે.


પ્રિયાંશ:- કેટલા ટાઈમથી છોકરો છોડીને જતો રહ્યો છે?


વૃદ્ધ પ્રિયાંશ સામે જોઈ રહે છે અને વિચારે છે કે આને મે કઈ કીધું નથી તો પણ કેવી રીતે ખબર પડી ગઈ.


વૃદ્ધ:- એવું કઈ નથી બેટા હું તો અહિયાં એકલો જ રવ છું.


પ્રિયાંશ:- હા મને ખબર છે તમે એકલા જ રહો છો..


વૃદ્ધ:- તને કેવી રીતે ખબર. આપડે તો હજી આજે જ મળ્યા ને?


પ્રિયાંશ:- કાકા તમારો છોકરો તમને છોડીને જતો રહ્યો છે આટલા માટે તમે દુખી છો બરાબર મે જ્યારે કીધું કે મને બધુ જ કહો હું તમારો છોકરો છું એમ સમજી ને ત્યારે તમે રડવા લાગ્યા ત્યારે મને સમજાઈ ગયું કે તમારે પ્રોબ્લેમ શું છે તે.


વૃદ્ધ:- હમ..


પ્રિયાંશ:- તો કહો ચાલો શું થયું એ..


વૃદ્ધ:- બેટા મારુ નામ કિશોરભાઈ દવે, હું રાજકોટ શહેરનો છું. હું રાજકોટમાં બેન્કમાં મેનેજર હતો મારા છોકરા વિશાલને મે 10 વર્ષ પહેલા અહિયાં ભણવા માટે મોળક્યો હતો. અને બધુ જ બરાબર ચાલતું હતું મારો રિટાયર્ડ થવાનો સમય પણ આવી ગયો હતો વિશાલને અહિયાનું ગ્રીન કાર્ડ પણ મળી ગયું હતું અને હું પણ રિટાયર્ડ થઈ રાજકોટથી અહિયાં આવી જવાનો હતો. વિશાલની લગ્નની ઉમર પણ થઈ ગઈ હતી તેની બા તો તે નાનો હતો ત્યારે જ અમને છોડીને જતી રહી હતી એટલે બધી જવાબદારી મારા પર જ હતી. હું જ વિશાલ ની બા અને બાપ હતો, હું તેના માટે છોકરી શોધતો હતો ત્યાજ મને વિશાલે જણાવ્યુ કે તે એક છોકરીને પ્રેમ કરે છે તે અહિયાજ તેની સાથે જ સ્ટડી કરતી હતી અને અમદાવાદની હતી પણ તે છોકરી અમારાથી નીચેની જ્ઞાતિની હતી અને જો વિશાલના લગ્ન તેની સાથે કરાવું તો આખા ખાનદાન, સમાજમાં હું શું જવાબ આપીશ તો સમાજના ડરના કારણે મે વિશાલના લગ્ન મારાજ બેસ્ટ ફ્રેન્ડની દીકરી સાથે કરાવી દીધા મને એમ કે લગ્ન પછી વિશાલ બધુ ભૂલી જસે અને આગળ વધસે. લગ્નના એક મહિના પછી અમે ત્રણેય લોકો રાજકોટથી અહિયાં આવી ગયા. રાજકોટની મે મારી બધીજ પ્રોપર્ટીસ વેચી દીધી અને અહિયાં એક ઘર લેવા માંટે પૈસા વિશાલને આપી દીધા. અહિયાં આવ્યાના 2 મહિના બધુ બરાબર ચાલ્યું અને પછી બને પતિ-પત્ની વચ્ચે જગડા ચાલુ થઈ ગયા. વિશાલ ક્યારે પણ દારૂને હાથ ના લગાડતો તે હવે રોજ દારૂ પીવા લાગ્યો અને ઘરે આવીને તેની પત્ની સાથે જગડા કરવા લાગ્યો હું રોકવા જાવ તો મારી સાથે પણ જગડા કરવા લાગ્યો પણ 15 દિવસ પેલા તે ઓફિસથી ઘરે આવતો હતો ત્યારે તેને તેનું જીવન રોડ પર આવતા ટ્રકની સામે મૂકી દીધું અને........... અને 2 દિવસ પહેલા વિશાલના પત્નીએ પણ મને ઘરની બહાર કાઢી મૂક્યો અને કહ્યું વિશાલતો નથી હવે તમારું શું કામ છે અહિયાં. બેટા મે મારુ બધુજ વેચી નાખ્યું મારા પાસે કઈ નથી. રાજકોટ જય શકું એટલા પૈસા પણ નથી. 2 દિવસથી આમ જ આટા મારૂ છું. અને ભગવાનને પૂછું છું મારી શું ભૂલ હતી આમાં ? કેમ વિશાલે આમ કર્યું મારા સંસ્કારમાં કમી રહી ગઈ હશે ત્યારે જ આવું કર્યું હશે ને.....


કાકાની વાત સાંભળીને પ્રિયાંશી, પ્રિયાંશ, અને મયંકની આખોમાં પણ આસુ આવી જાય છે


પ્રિયાંશ:- કાકા એક વાત કવ, તમને ખરાબના લાગે તો?


વૃદ્ધ:- હા બેટા...


પ્રિયાંશ:- તમે તમારા છોકરાને અહિયાં ભણવા માટે કેમ મોકળેલો ભારતમાં જ કેમ ના ભણાવ્યો?


વૃદ્ધ:- અહિયાંનું વાતાવરણ, લાઈફ સ્ટાઈલ, અને તેમનું જીવન સારી રીતે પસાર થાય એટલે.


પ્રિયાંશ:- તો કાકા વિશાલ અહિયાં રહ્યો અહિયાની લાઈફ સ્ટાઈલ અપનાવી એમાં તમને કોઈ પ્રોબ્લેમના આવ્યો ?


વૃદ્ધ:- ના બેટા એમાં મને શું પ્રોબ્લેમ હોવાનો. જ્યાં રહેતા હોય ત્યાની અનુરૂપતો રેવું જ પડેને.


પ્રિયાંશ:- તો કાકા મને કહો કે અહિયાં કોઈ માણસ જ્ઞાતિ-જાતિમાં વીશ્વાસ કરે છે?


વૃદ્ધ:- ના...


પ્રિયાંશ:- તો અહિયાં રહીને વિશાલ પણ ના જ કરે. તમે તમારા છોકરાને અહિયાં સારી લાઈફ મળે એટલે મોકલ્યો, અહિયાં રહીને અહિયાની સંસ્કૃતિ અપનાવે તેમ તમે કહો છો જ્યારે એ જ છોકરો તેની લાઈફ માટે છોકરી ગોતી લે છે. અને આ વિષે તમને પણ બધુ જણાવે છે તમારાથી છુપાવતો નથી. જો તેને આવું જ કરવું હોત તો તમને કીધા વગર પણ તે છોકરી સાથે અહિયાં મેરેજ કરી શકતો હતો પણ વિશાલે તમને વાત કરી તમે વિરુદ્ધ હતા એટલે તેને તમારા માટે પેલી છોકરીને છોડી અને તમારી પસંદગીની છોકરી સાથે મેરેજ કર્યા...


કિશોરભાઇ બધુ સાંભળે જતાં હતા.


પ્રિયાંશ:- કાકા તમે એક સાથે 4 જિંદગી બરબાદ કરી, તમારી, વિશાલની, વિશાલની પત્નીની અને વિશાલ જે ને પ્રેમ કરતો હતો તે છોકરીની..


કાકા તમે કેટલું ભણ્યા છો?


કિશોરભાઇ:- મે ડબલ ગ્રેજયુએશન કર્યું છે.


પ્રિયાંશ:- કાકા તમે આટલા ભણ્યા છો તમે પણ આ જ્ઞાતિ-જાતિના ભેદભાવોમાં વિશ્વાસ કરો છો?


જો તમારી જેવા ગ્રેજ્યુએટ લોકો પણ આ જ્ઞાતિ-જાતિ માં માનશે તો આપણો દેશ ક્યારે આગળ આવવાનો? ભગવાને તમને, મને, કે અહિયાંના ભૂરીયાવ બધાને સરખાજ બનાવ્યા છે. આ લોકો આપણાં કરતાં આગળ છે કેમ કે તે લોકો જ્ઞાતિ-જાતિમાં નથી માનતા અને આપના ભારતમાં જ્ઞાતિ-જાતિના નામ પર લડાઈ કરીને, કે કરાવીને આપના દેશને નુકશાન કરે છે. આપના દેશમા છોકરી માને છે કે બધા જ છોકરાઓ સરખા હોય છે ટાઈમ પાસ કરે છે જ્યારે છોકરાઓ સમજતા હોય કે છોકરીઓ તેમનો ઉપયોગ કરે છે પણ હકીકત કઈ ક જુદી જ છે,


જ્યારે છોકરા-છોકરીઓ પ્રેમ કરે છે ત્યારે તેમણે વિશ્વાસ હોય છે કે તે તેમના માતા-પિતાને સમજાવી લેશે પણ જ્યારે પરેન્ટ્સને ખબર પડે કે તેમનો છોકરો/છોકરી બીજી જ્ઞાતિના છોકરા/છોકરી સાથે લગ્ન કરવા માંગે છે ત્યારે તે જ માતા-પિતા તેમના છોકરા/છોકરીના દુશ્મન બની જતાં હોય છે. માતા-પિતાના માટે તેમના સંતાનોની ખુશી જ મહત્વની હોય છે પણ જ્યારે બીજી જ્ઞાતિમાં લગ્નની વાત આવે ત્યારે તેજ માતા-પિતાને તેમના સંતાનોની ખુશી નથી દેખાતી બસ દેખાઈ છે સમાજ.


શું કહેશે સમાજના લોકો? કેવી કેવી વાતો કરશે? અમે બધાને કેટલા જવાબો આપીશું? અને બસ પછી તે લોકો તેમના સંતાનોની ખુશીને સાઈડ માં મૂકી દે છે અને ઉતાવળમાં લગ્ન કરવી નાખે છે. અને માતા-પિતાની ખુશી માટે છોકરા/છોકરીઑ તેમના સપનાઓ ને ભૂલીને એકબીજાને આપેલા પ્રોમિશ તોડીને એકબીજાએ જોયેલા સપનાઓ અને તેને પૂરા કરવા માટેનું પ્લાનિગ આ બધુજ ભૂલીને તેમના માતા-પિતાની ઈચ્છા અનુસાર પાત્ર પસંદગી કરીને લગ્ન કરી લે છે અને પછી આખી જિંદગી ખુશ થવાનું નાટક કર્યા કરે છે.


કાકા સાચું કવ વિશાલે જે કર્યું તે સાચું જ છે, રોજ રોજ આવી રીતે મારવા કરતાં તેને જે કર્યું તે બરાબર જ છે.

પ્રિયાંશ એકી સાથે આટલું બોલી જાય છે અને તેની આંખોમાં આસું આવી જાય છે......


મયંક અને પ્રિયાંશી બસ પ્રિયાંશને જોઈ રહ્યા હોય છે અને તેની આખો મોટી અને મોહ ખુલ્લુ થઈ ગયું હોય છે. મયંક વિચારી રહ્યો હોય છે કે હજી 18 વર્ષ પણ પૂરા નથી કર્યા આ છોકરાએ અને તેના આટલા સારા વિચારો અને પ્રિયાંશી બસ પ્રિયાંશને જોયા કરતી હોય છે જેમ જેમ પ્રિયાંશ બોલતો જતો હતો તેમ તેમ પ્રિયાંશીના દિલમાં પ્રિયાંશ માટે જગ્યા થતી જતી હતી...


કિશોરભાઇ આ સાંભળીને રડવા લાગે છે અને પ્રિયાંશ તેને એક રેસ્ટોરન્ટમાં જમવા લઈ જાય છે. ત્યાં તેની સાથે પ્રિયાંશી, મયંક પણ ડિનર કરે છે..


રેસ્ટોરન્ટમાથી બહાર આવીને કિશોરભાઇને મયંક તેમના ઘરે આવવાનું કહે છે અને ચારેય ઘર તરફ જાય છે.


કારમાં બસ પ્રિયાંશી પ્રિયાંશને જ જોઈ રહી હોય છે અને બસ તેને પ્રિયાંશ ગમવા લાગે છે આવું આજ દિવસા સુધી કોઈ પણ છોકરાને જોઈને તેને ફિલ નહોતું થતું જેવુ તે ફિલ પ્રિયાંશને જોઈને કરી રહી હતી અને ભગવાનનો આભાર પણ માન્યો કે તેની લાઈફ USA આવીને બદલાઈ ગઈ અને તેને પ્રિયાંશ મળ્યો જો તે ઇન્ડીયા રહી હોત તો પ્રિયાંશ તેને ના મળેત. બસ તે વિચારી રહી હતી કે જે તે અનુભવી રહી છે તે ને જ પ્રેમ કહેવાઈ ?


ચારેય લોકો ઘરે પહોચે છે જ્યાં બધા જ લોકો તેમની રાહ જોતાં હોય છે ડીનર કરવા માટે..


પ્રિયાંશી આજે જે પણ થયું હોય તે બધાને કહે છે અને કિશોરભાઈનો પરિચર ઘરના બધાજ સભ્ય સાથે કરાવે છે અને બધાજ પ્રિયાંશના વિચારો અને તેના સંસ્કારની પ્રશંસા કરે છે. બાકી બધા ડિનર કરવા બેસી જાય છે અને પ્રિયાંશી ઉપર જાય છે અને પ્રિયાંશ અને મયંક પણ કિશોરભાઈને લઈને તેમના ઘર તરફ જાય છે.


બાકીના દિવસો પણ આવી રીતે જ પસાર થાય છે. મયંક ઓફિસ જતો રહે છે અને કિશોરભાઇ પણ ખુશ હોય છે તેમણે પ્રિયાંશનો સાથ મળ્યો હોય છે. અને પ્રિયાંશ પણ ખુશ હોય છે કે મયંકભાઈ ઘરે ના હોય ત્યારે તેને એકલું ના લાગે અને કિશોરભાઇ સાથે સમય પસાર થઈ જાય જ્યારે પ્રિયાંશી રોજ કોઈ ને કોઈ બહાનું કરીને પ્રિયાંશને મળવા આવતી અને પછી તે પ્રિયાંશ ને લઈ ને કોઈ મોલમાં શોપિગ માટે જતી.. પ્રિયાંશ પણ ખુશ હતો તેને એક USA આવીને મયંક જેવો ભાઈ મળ્યો હતો, અને પ્રિયાંશી મળી હતી..

------------------------------------------------------------------


૧૧ ઓક્ટોમ્બર


સવારના ૬ વાગ્યા હોય છે. અને પ્રિયાંશ આજે વેલા ઉઠીને તૈયાર થઇ જાય છે અને જલ્દી જલ્દી મયંક, કિશોરભાઇ અને તેના માટે નાસ્તો અને ચા બનાવી નાખે છે. આજે કોલેજ શરૂ થવાની હતી અને પ્રિયાંશ ખુશ હતો. આજથી તેની લાઇફ બદલાઇ રહી હતી. ક્યા ભાવનગર જીલ્લાના નાના એવા ગામડાની શાળામા ભણતો હતો અને આજે વિશ્વના સૌથી શક્તિશાળી દેશની યુનિવર્સીટીમા અભ્યાસ માટે જઇ રહ્યો હતો. ૬:૩૦ થઇ રહ્યા હતા ત્યા મયંકપણ જાગી ગયો હતો આજે તેને ઓફિસમાં ખુબજ જરૂરી મીટીંગ હતી એટલે તેને પણ ઓફિસ જલ્દી જવાનુ હતુ. તો તેને જોયુ તો આજે પ્રિયાંશ ખુબ જ ખુશ લાગી રહ્યો હતો અને મયંક પણ સમજતો હતો કોલેજ પહેલી વાર જવા માટેની ખુશી અને કિશોરભાઇ હજી સુઇ રહ્યા હતા એટલે બન્નેમાંથી કોઇએ તેમને ના જગાડ્યા....


પ્રિયાંશી આજે તૈયાર થઇને ગાર્ડનમાં વોક કરી રહી હતી અને રિહાન રોજની જેમ જ કોફિનો મગ હાથમાં લઇને બાલ્કનીમાં આવીને ઉભો હતો અને હમણાથી ત્યા ઉભા ઉભા પ્રિયાંશીને જોવી તે તેનો નિત્યક્રમ થઇ ગયો હતો. પ્રિયાંશી આજે બ્લેક કલર ફોર્મલ ટ્રાઉસર, બ્લુ કલરના ટી-શર્ટ અને ટી-શર્ટ ઉપર બ્રાઉન લેધર જેકેટ પેર્યુ હતુ, વાળને હેરબેંડ સાથે બાંધ્યા હતા પણ એક લટ તેના ગાલ પર આવીને તેના ગાલને ચુમી રહી હતી અને રિહાનનુ ધ્યાન બસ તે વાળની લટ પર જ હતુ. રિહાનને પ્રિયાંશી સાથે લગાવ થઇ ગયો હતો પણ તે હજી પ્રિયાંશીને ઓળખતો ન હતો તેની સાથે બહુ જ ઓછી વાત થઇ હતી બસ ક્યારેક ક્યારેક બન્ને મળે તો નોર્મલ વાત કરી લેતા હતા પણ વધારે વાત કરવાની હિમ્મંત રિહાનમાં નહોતી...


૭ વાગ્યા હતા. પ્રિયાંશી બહાર આવીને ઉભી હતી તે અને પ્રિયાંશે એક સાથે કોલેજે જવાનુ નક્કિ કરેલુ એટલે તે બહાર આવીને પ્રિયાંશની રાહ જોતી હતી. ત્યાજ સામેના ઘરમાંથી પ્રિયાંશ આવતો દેખાયો સ્કાય બ્લુ કલરનુ ડેનિમ જીંસ, સફેદ શર્ટ અને ઉપર બ્લેક લેધર જેકેટ. દેખાવમા સાવ સામન્ય લાગતો પ્રિયાંશ આજે કોઇ પણ હોલિવુડના હીરોને ટક્કર મારે એવો દેખાતો હતો અને પ્રિયાંશની નજર પણ પ્રિયાંશી ઉપર પડી બન્ને બસ એક-બીજાને જોઇ રહ્યા હતા.


પ્રિયાંશ પ્રિયાંશીની સુંદરતાને તેની આખોમા સમાવી રહ્યો હતો અને તેના ગાલ પર આવી જતી વાળની લટને જોઇને મનોમન બળી રહ્યો હતો અને વિચારી રહ્યો હોત કે કાશ હુ તે વાળની લટ્ટ હોતતો રોજ તારા ગાલને ચુમવાનો મોકો મળેત અને પ્રિયાંશી વિચારી રહી હતી કે જો મારો સપનાનો કોઇ રાજકુમાર હોઇ તો તે બસ સામે ઉભેલા પ્રિયાંશ જેવો જ હોત........


૧૦ મિનિટ સુધી બન્ને એકબીજાને જોઇ રહ્યા હતા. પાછળથી મયંક આવ્યો તેને પ્રિયાંશને બોલાવ્યો પણ પ્રિયાંશનુ ધ્યાન તો બસ પ્રિયાંશી ઉપર અને તેની વાળની લટ્ટમાં હતુ તેને જોયુ કે સામે પ્રિયાંશી ઉભી છે અને તે પણ પ્રિયાંશને જોઇને ખોવાઇ ગઇ છે.


મયંકે તરત જ પ્રિયાંશના કાનમા કિધુ ભાઇ, આખો દિવસ અહિ જ ઉભુ રહેવાનુ છે કે કોલેજ પણ જવાનુ છે?


પ્રિયાંશ તેની વિચારોની દુનિયામાંથી બહાર આવીને મયંકની સામે જોઇને નિચે જોઇ જાય છે અને પ્રિયાંશીને પણ સમજાઇ જાય છે કે તે બન્નેની હરકત મયંકે જોઇ લિધી છે. અને તે રોડ ક્રોસ કરીને સામેની બાજુ જાય છે.


મયંક:- પ્રિયાંશી આજે તુ ખુબ સુંદર લાગી રહી છો...


પ્રિયાંશી:- Thank You.


મયંકની કારમાં બધા ગોઠવાઇ છે પ્રિયાંશ અને પ્રિયાંશી બન્ને મયંકની હાજરીમાં ચુપ હતા બનેને ખબર હતી કે તેમની હરકત મયંકે જોઇ લિધી છે અને બન્ને શરમના લિધે વાત નહોતા કરી શકતા અને મયંક પણ આ વાત જાણતો હતો પણ તેને કઇ બોલવા કરતા ચુપ રેવાનુ જ સારૂ સમજ્યુ અને બન્નેને તેને યુનિવર્સીટી ગેટની બહાર ઉતાર્યા અને મયંક ઓફિસે જવા માટે નિકળી ગયો...


------------------------------------------------


યુનિવર્સીટી ઓફ શિકાગો....


૨૧૦ એકરમાં પથરાયેલુ વિશાળ કેમ્પસ, થોડા થોડા અંતરે આવેલા અલગ અલગ અભ્યાસક્રમોના ડીપાર્ટમેંન્ટ અને બે ડીપાર્ટમેન્ટને જોડતા સ્વચ્છ રસ્તાઓ. બધાજ ડીપાર્ટમેન્ટની બહાર તે ડીપાર્ટમેન્ટનુ નામ લખેલુ અને સામેની સાઇડ વોક્ષોની હારમાળા, વુક્ષોની છાયામાં બેંચો અને બાકડાઓ લગાવેલા જ્યા સ્ટુડન્ટ બેસી શકે, રસ્તામાં થોડા થોડા અંતરે પાણીના ફુવારા, અન્ને રસ્તાની બન્ને બાજુ સુંદર રીતે પથરાયેલા ઘાસના મેદાનો. અને તે મેદાનોમાં પણ વ્યવસ્થિત રીતે અને એક જ સરખુ કપાયેલુ ઘાસ, અને વચ્ચે મહાન-મહાન વ્યક્તિનોના સ્ટેચ્યુ મુકેલા અને નિચે તેની માહિતી. કોફિ કાફે, અલગ અલગ દેશોના ફુડ ઝોન જેથી કોઇ પણ દેશના સ્ટુડન્ટ્ને તેના દેશનો ટેસ્ટ મળી રહે, બધી જ રમતોના સ્પોટ્સ ગ્રાઉન્ડ અને લાઇબ્રેરીની સુવિધા..


યુનિવર્સીટી ઓફ શિકાગોએ વિશ્વના દરેક ફિલ્ડને મહાન વ્યક્તિઓ આપ્યા છે. આ યુનિવર્સીટીમા લગભગ ૩૦૦૦ જેટલો સ્ટાફ છે અને ૨૦૦૦૦ જેટલા સ્ટુડન્ટસ આખા વિશ્વમાંથી ભણવા માટે અહિ આવે છે. આ યુનિવર્સીટીમા દરેક ફિલ્ડ્ના પ્રોફેસર યા HOD નોબેલ પ્રાઇસ વિનર છે. અહિયા ૧૦૦ જેટલા પ્રોફેસરો સ્ટુડટ્સને ભણાવવા માટે આવે છે જેમને નોબેલ પ્રાઇસ મળ્યુ છે આ પરથી જ અહિયાના શિક્ષણનુ લેવલ ખબર પડી જાય છે અને આ વાત પ્રિયાંશી અને પ્રિયાંશ બન્ને જાણતા હતા કેમ કે તેમને હવે વિશ્વના ખુણે ખુણાથી આવેલા સ્ટુડટ્સ સાથે હરીફાઇ કરવાની હતી.


બન્ને ગેટથી અંદર આવીને સામે બોર્ડમાં લગાવેલા મેપમાં કોમ્પ્યુટર ડીપાર્ટમેન્ટ ક્યા આવેલુ તે જોવે છે અને ધીમે ધીમે એ તરફ ચાલવા લાગે છે અને રસ્તામાં ગાર્ડનમાં બેસીને વાતો કરતા, મસ્તી કરતા, સેલ્ફી લેતા, અને બુક્સ વાંચતા વિધાર્થીઓને જોવે છે. બધા ખુબ જ ખુશ લાગી રહ્યા હોય છે અને બધા પોતાની મસ્તીમા હોય છે. તો કોઇ જગ્યાએ પ્રેમી પંખીડાઓ એક-બીજાના હાથોમાં હાથા નાખી ને અથવા એક-બીજાને આલિંગન આપીને બેઠેલા જોવે છે.


પ્રિયાંશીઆ બધુ જોઇને પ્રિયાંશ ને કહે છે.


પ્રિયાંશી:- આપણા દેશની કોઇ યુનિવર્સીટીમાં આ લોકોની જેમ કોઇ પ્રેમી બેઠા હોય તો લોકો વિડીયો ઉતારીને તરત જ નેટ પર મુકી દે છે.


પ્રિયાંશ:- હા, કેમ કે અહિયા કોઇને કોઇની લાઇફ સાથે કોઇને મતલબ જ નથી. અહિયા બસ લોકો પોતાની લાઇફથી મતલબ રાખે છે. બિજા લોકો શુ કરે છે તેનાથી લોકોને કોઇ ફરક પડતો નથી. બધા બસ તેમની લાઇફથી ખુશ છે.


પ્રિયાંશી:- આપણા ઈન્ડીયામાં આવુ ક્યારે થશે?


પ્રિયાંશ:- ક્યારે પણ નહી...


પ્રિયાંશી:- કેમ?


પ્રિયાંશ:- પેલુ કે આપણા દેશના યુવાનો આવી રીતે ક્યારે પણ કોલેજ કેમ્પસમાં બેસે જ નહી. કેમ કે તે લોકોને ડર હોય છે. કોઇ જોઇ જશે તો અને ફેમિલીને ખબર પડી જશે તો?


પ્રિયાંશી:- હા. સાચી વાત..


પ્રિયાંશ:- અને બીજુ આપણા સંસ્કાર આપણને આવુ કરતા રોકે છે. આપણે અહિયા અભ્યાસ કરવા માટે આવતા હોઇએ છીએ. આપણા માટે આ એક મંદિર છે તો મંદિરમાં ક્યારે પણ કોઇ આવુ ના કરી શકે. હા તમે કોઇને પ્રેમ કરો છો તો તમે તેની સાથે હરી ફરી શકો, ટાઇમ વિતાવી શકો પણ જે આ લોકો કરી રહ્યા છે તેવુ તો ના જ કરાઇ તે પણ આવી રીતે બધાની સામે..


પ્રિયાંશી બસ સાંભળી રહી હતી પ્રિયાંશ ને... આટલીવાર માંજ કોમ્પ્યુટર ડીપાર્ટમેન્ટ આવી જાય છે અને ડીપાર્ટમેન્ટની બહાર પ્રિયાંશ અને


પ્રિયાંશીની જેમ નવા સ્ટુડન્ટો ઉભેલા હોય છે. તેમના સિનિયર લોકો તેમનુ વેલકમ કરતા હોય છે. પ્રિયાંશ અને પ્રિયાંશી બોર્ડ પર તેમનુ નામ જોવે છે બન્ને એક જ ક્લાસમાં હોવાથી બન્ને ખુશ થઇ જાય છે. સિનિયરોએ વેલકમ કર્યા પછી બધા તેમના નામ જોઇને ક્લાસમાં જાય છે અને પ્રિયાંશી અને પ્રિયાંશ પણ ક્લાસમાં જઇને એક બેંચીઝ પર બેસે છે. અને ત્યાજ ડીપાર્ટમેન્ટના HOD ડો. સ્મિથ આવીને વેલકમ સ્પીચ આપે છે. અને બધાને બેસ્ટ વિસિઝ આપે છે તેમના કરીયર માટે. પછી બધાએ એક પછી એક ઉભા થઇને તેમનુ INTRODUCTION (નામ, ક્યાથી આવ્યા તે, અહિયા એડ્મીશન લેવાનુ કારણ અને શુ બનવુ છે તે બોલવાનુ હતુ.)


એક પછી એક સ્ટુડટ્સ ઉભા થઇ ને તેમનો INTRODUCTION આપવા લાગે છે. ક્લાસમાં ૪૦ જેટલા વિધાર્થીઓ હતા જેમાંના મોટા ભાગના અમેરીકાની બહારથી આવેલા વિધાથીઓ હતા. આટલામાં પ્રિયાંશનો વારો આવ્યો...


પ્રિયાંશ તેની જગ્યા ઉપરથી ઉભો થયો અને સિધો HOD ઉભા હતા ત્યા જઇને ઉભો રહ્યો આખો ક્લાસ બસ તેને જોઇ રહ્યો હતો ત્યા જઇને તેને ડો. સ્મિથને પગે લાગ્યો અને કિધુ કે અમે ભારતીય આવી રીતે શિક્ષક પાસે અમારા સારા ભવિષ્ય માટે આશિર્વાદ લઇએ છીએ પછી ક્લાસ તરફ ફરીને


પ્રિયાંશ:- નમસ્તે.. (પ્રિયાંશે બન્ને હાથ જોડીને બધા સામે જોઇને બોલ્યો..) અમે ભારતના લોકો કોઇને પણ પહેલી વાર મળ્યે ત્યારે આવી રીતે તેમનુ અભિવાદન કર્યે છીએ...


મારૂ નામ પ્રિયાંશ દિહોરા છે અને હુ ભારતના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના નાના એવા ગામમાથી થી આવ્યો છુ. તમે બધાજ મિત્રો અહિયા સ્ટડી કરીને સારી સારી કંપનીમાં જોબ મેળવીને તમારા ભવિષ્યને સારૂ બનાવવા આવ્યો છો પણ હુ અહિયા આવ્યો કેમ કે મારૂ એક સપનુ છે કે હુ અહિયાથી ભણીને મારા દેશ જાવ અને ત્યાના નાના ગામડાઓમાં જઇને ત્યાના રહેલા બાળકોને કોમ્યુટર વિશે ભણાવી શકુ. આજે ટેકનોલોજી કેટલી આગળ વધી ગઇ છે. દરેક કામ માટે આજે કોમ્યુટરની જરૂર પડે છે અને મારા દેશના ગામડાઓમાં રહેતા લોકો હજી એટલા સક્ષમ નથી કે તે તેમના બાળકોને કોમ્યુટર અપાવી શકે અથવા તો તેના અભ્યાસ માટે મોટા શહેરોમાં મોકલી શકે. અને મારૂ માનવુ એવુ છે, તમારે તમારૂ ભવિષ્ય સારૂ કરવુ હોય તો બધાને સાથે લઇને ચાલો, આથી લોકોને વિકાસ થશે અને તેનાથી દેશનો વિકાસ થશે. દેશનો વિકાસ થશે એટલે તમારી આવનારી પેઢીઓનુ ભવિષ્ય સારૂ થશે. પ્રિયાંશે બન્ને હાથ જોડીને બધાનો આભાર માન્યો.


બધા જ લોકો પોતાની જગ્યા પર ઉભા થઇને તાળીઓ વગાડી રહ્યા હતા અને પ્રિયાંશના વિચારોની પ્રશંશા કરી રહ્યા હતા. (આ એ જ શિકાગો શહેર છે જ્યા વર્ષો પહેલા સ્વામી વિવેકાનંદજીના વિચારો સાંભળીને આખુ વિશ્વ પ્રભાવિત થયુ હતુ અને એ જ શહેરમાં આજે પાછા એક ભારતીય યુવાનના વિચારો સાંભળીને બધા જ લોકો પ્રભાવિત થઇ રહ્યા હતા...)


બધાનુ INTRODUCTION પુરૂ થઇ જાય છે અને કોલેજનો પ્રથમ દિવસ હોવાથી HOD બધાને ઘરે જવા માટે કહે છે... થોડી જ વારમા બધાજ સ્ટુડ્સ પ્રિયાંશની ફરતે આવી ને ગોઠવાઇ જાય છે સૌથી વધારે સંખ્યા તેમાં છોકરીઓની હોય છે અને પ્રિયાંશ પણ બધા સાથે વાતો કરતો હોય છે અને આ જોઇ ને પ્રિયાંશીને નથી ગમતુ. થોડીવાર માંજ પ્રિયાંશ આવે છે અને બન્ને જણા ઘરા તરફ જાય છે.


ઘરે પહોચીને પ્રિયાંશ ખુશ હોય છે કેમ કે આજે પહેલો દિવસ ખુબજ સારો હતો. અને તે બેડમાં પડે છે અને વિચારો કરતા કરતા સુઇ જાય છે. અને આ બાજુ પ્રિયાંશી પણ બેડમાં સુતા સુતા વિચારોમાં ખોવાયેલી હોય છે.

-------------------------------------------

(7)

સાંજ પડવા આવી હતી મયંક થાકીને ઘરે આવ્યો હતો. કિશોરભાઇ ટી.વી. જોઇ રહ્યા હતા.


કિશોરભાઇ:- આવી ગયો બેટા, કેવો રહ્યો દિવસ..


મયંક:- કાકા ખુબ થાકી ગયો છુ, ઓફિસમાં બોવ જ કામ હતુ આજે, તે બધુ છોડો તમે બોલો આજે તમારો દિવસ કેવો રહ્યો અને આજે તો તમે એકલા હતાને ઘરે?


કિશોરભાઇ:- હા... બસ બોર થતો હતો આજે ઘરે..


મયંક:- ક્યા છે આપડો હિરો? આજે તેનો પહેલો દિવસ હતોને કોલેજમાં..


કિશોરભાઇ:- એ અંદર રૂમમાં સુતો છે.


મયંક:- સારૂ ભલે સુવે, હુ ફ્રેશ થઇને આવુ ત્યાર પછી આપડા બધા માટે જમવાનુ બનાવુ..


કિશોરભાઇ:- અરે ના બેટા તુ થાકીને આવ્યો છે તુ આરામ કર હુ આપણા બધા માટે જમવાનુ બનાવીશ....


મયંક:- અરે કાકા તમારે બનાવવાનુ નથી. તમે આરામ કરો બસ જમવાનુ હુ જ બનાવીશ.


બન્ને દલિલ કરી રહ્યા હતા અને આ સાંભળીને જ પ્રિયાંશ બહાર આવે છે..


પ્રિયાંશ:- તમે બન્ને આરામ કરો આજે જમવાનુ હુ બનાવવાનો છુ…


મયંક અને કિશોરભાઇ એક બિજાની સામે જોવે છે. અને બન્ને એક સાથે બોલી પડે છે કે આજે અમારે ઉપવાસ છે.


પ્રિયાંશ:- હમણા તો બન્ને બોલતા હતા કે હુ બનાવીશ, હુ બનાવીશ, ત્યારે ઉપવાસ યાદ ના આવ્યુ અને મે જમવાનુ બનાવવાનુ કિધુ તો ઉપવાસ વાહ......


મયંક:- અરે ભાઇ ખરાબ ના લગાડ અમે બન્ને મજાક કરતા હતા. સારૂ આજે તુ જમવાનુ બનાવ જે...


પ્રિયાંશ:- સારૂ તમે ફ્રેશ થઇને આવો મયંકભાઇ ત્યા હુ બનાવી રાખુ પછી આપડે બધા સાથે જમવા બેસીયે....


પછી પ્રિયાંશ થેપલા અને બટેટાની સુકી ભાજી બનાવે છે. સાથે ઘરે થી લાવેલા કેરીનો મુરબ્બો અને અથાણું ટેબલ પર તૈયાર કરીને રાખે છે અને પછી બધા સાથે જમવા બેસે છે.


કિશોરભાઇ:- પ્રિયાંશ થેપલા બોવ જ મસ્ત બનાવ્યા છે.


મયંક:- હા યાર મારા મોમની યાદ અપાવી દિધી તે તો...


પ્રિયાંશ:- આભાર તમારો..


મયંક:- પ્રિયાંશ આજે તારો પહેલો દિવસ કેવો રહ્યો કોલેજમાં ?


પ્રિયાંશે શરૂથી લઇને બધી જ વાત મયંક અને કિશોરભાઇને કરી અને બન્ને જણાપણ ખુશ હતા.


જમ્યા પછી થોડી વાર બધા સાથે વાતો કર્યા પછી સુવા જતા રહ્યા અને બીજી બાજુ કોઇ બે લોકોના રાતોની નિંદ ગાયબ હતી

--------------------------------------

રિહાન ઘરે આવે છે. રાતના ૧૦ વાગી ગયા હોય છે આજે તેને થોડુ લેટ થઇ ગયુ હતુ.


રિહાન તેના બેડરૂમ તરફ જતો હોય છે ત્યાજ તેની નજર પ્રિયાંશી પર પડે છે. બ્લુ કલરના નાઈટ ડ્રેસ, રબ્બર બેંડ સાથે બાંધેલા વાળ અને પેલી ગાલની ઉપર આવીને નખરા કરતી વાળની લટ, બસ રિહાન આ સપનાની પરીને જોઇને ખુશ થઇ જાય છે પ્રિયાંશી તેના રૂમનો દરવાજો બંધ કરીને બહાર આવી રહી હોય છે. ત્યાજ રિહાન પ્રિયાંશીની બાજુમાં આવીને બોલે છે.


SOMEBODY CALL THE COPS..


પ્રિયાંશી ડરી જાય છે. તેને એમ કે કોઇ ચોર ઘરમાં આવી ગયુ એટલા માટે રિહાન આવુ બોલે છે..


રિહાન પ્રિયાંશીની સામે જોઇને બોલે છે.


SOMEBODY CALL THE COPS, BECAUSE IT’S GOT TO BE ILLEGAL TO LOOK THAT GOOD…


પ્રિયાંશી રિહાન સામે જોઇને બોલે છે. NOT AGAIN. CAN YOU JUST STOP TO USE THIS CHEESY LINES ON ME..


રિહાન:- WHAT CAN I DO? YOU’RE SO BEAUTIFUL THAT YOU MADE ME FORGET MY PICKUP LINE..


પ્રિયાંશી:- HUH. બોલીને ત્યાથી જતી રહે છે. અને જતા જતા પાછળ ફરીને રિહાન સામે એક નાની સ્માઇલ આપે છે.

બસ રિહાન આ સ્માઇલ જોઇને પાગલ થઇ જાય છે. અને તેના બેડરૂમમાં જઇને ડાંસ કરવા લાગે છે.


અને પ્રિયાંશીના વિચારો કરતા કરતા બેડમાં પડે છે. તેને પણ નથી ખબર રહેતી કે તે ક્યારે સુઇ જાય છે.

--------------------------------------------------

પ્રિયાંશી વિચારોમાં ખોવાયેલી હોય છે.


આખી રાત પ્રિયાંશના વિચારો તેને સુવા દેતા નથી હોતા. બસ તેને સવાર પડવાની રાહ હોય છે. અને પ્રિયાંશને મળવાની રાહ હોય છે.


તેના માટે અત્યારે એક એક મીનીટ એક એક કલાક જેટલી લાગતી હતી અને વિચારી રહી હતી કે શુ તે પ્રિયાંશને પ્રેમ કરે છે કે આ ઉમરમાં થતુ એક આકર્ષણ છે. શુ પ્રિયાંશને કોઇ ગર્લફ્રેન્ડ હશે કે કોઇ ગર્લ તેના લાઇફમાં પેલાથી હશે કે શુ?


તે રાજે તેનુ ફેસબુક એકાઉન્ટ ઓપન કરે છે અને સર્ચ કરે છે.


પ્રિયાંશ દિહોરા


ત્યાજ તેના સામે એક પ્રોફાઇલ ખુલ્લે છે.


પ્રોફાઇલ ફોટોમાં પ્રિયાંશ અને મયંક બન્ને એક સાથે મિલેનિયમ પાર્કમાં ઉભા હોય છે. અને પ્રિયાંશીને યાદ આવે છે કે આ ફોટો તેને જ ક્લિક કરેલો હતો અને નિચે લખેલુ હતુ..


“A True Friendship does not require years, only two people are required to be carried very well and share the same tastes and interests and you are already count among my more important friends because without knowing much you did extend your hand of support. I have fun talking to you, living with you because we have found so many things we have in common, Thanks for your friendship #MAYANK”


અને તેના કવર ફોટામાં પ્રિયાંશની સાથે તેના માતા-પિતા...


ત્યા તેની નજર પ્રિયાંશના રિલેશન સ્ટેટસ પર જાઇ છે જ્યા લખેલુ હતુ COMMITTED WITH MY OWN DREAMS અને પ્રિયાંશી થોડી ખુશ પણ થઇ જાય છે.


પ્રિયાંશી કલાકો સુધી બસ પ્રિયાંશના ફેસબુક પ્રોફાઇલ જ જોતી રહી હતી..

---------

બીજા દિવસે સવારે પ્રિયાંશી અને પ્રિયાંશ બંને કોલેજ જવા માટે નીકળે છે. આજથી બંને બસથી કોલેજ જવાનું નક્કી કરે છે. બંને ચાલતા ચાલતા બસ સ્ટેશન તરફ જતાં હોય છે પણ GOOD MORNING સિવાય બંને વચ્ચે કઈ વાતચિત થતી નથી.


બંને ચાલતા ચાલતા જતાં હોય છે ત્યાજ ભૂલથી જ પ્રિયાંશી નો હાથ પ્રિયાંશના હાથ સાથે સ્પર્શ થાય છે અને બંનેના શરીરમાં એક જોરદાર કરંટ પસાર થાય છે અને બસ બને એક બીજાની સામે જોવા લાગે છે. અને જોતાં જોતાં જ બનેની આખો એક થઈ જાય છે અને બને સપનાઓની દુનિયામાં ખોવાઈ જાઈ છે.


પ્રિયાંશીના મનમાં વિચારો ચાલી રહ્યા હોય છે કે કાસ તારો આ સ્પર્શ મને મારી આખી જિંદગી સુધી મળે તો મારા કરતાં ખુશનશીબ આ દુનિયામાં કોઈ નહી હોય


પ્રિયાંશના મનમાં વિચારો ચાલી રહ્યા હતા કે કાશ આવોજ સ્પર્શ મને તારો જીવનના દરેક દિવસ મળે તો મારી જિંદગી કેટલી ખૂબ સુરત થઈ જાય


બને વિચારોમાં ખોવાયેલા હતા ત્યાજ કોઈનો અવાજ આવે છે


આપ દોનોકા યે મિલન ખતમ હુઆ હો તો આગે બઢો ઓર દુસરોકો આગે બઢનેકા મૌકા દો એસે રાસ્તા મત રોકો...


પ્રિયાંશી અને પ્રિયાંશ બને સપનાઓની દુનિયામાથી બહાર આવ્યા અને જોયું તો એક છોકરી ઊભી હતી


૫’૨ ફૂટ જેટલી હાઇટ, કર્લી વાળ, વાળમાં કાળા સાથે બ્રાઉન કલરનું કોમ્બીનેશન, ચાંદ કરતાં પણ વધારે સફેદ સ્કીન, BLACK જીન્સ પર YELLOW કલરનું ઝારાનું ટી-શર્ટ અને નીચે બ્લેક સ્નીકર પહેરેલા, બંને કાનમાં બ્લેક કલરના ઇરિંગ અને નાકમાં રિગ છોકરીની સુંદરતામાં ચાર ચાંદ નહી પરંતુ સોળ ચાંદ ઉમેરતા હતા.


બંને છોકરીની સામે જુવે છે. પ્રિયાંશ પેલી છોકરીને સોરી કહીને ચાલવા લાગે છે. તેની પાછળ પાછળ પ્રિયાંશી પણ ચાલવા લાગે છે.


બને બસ સ્ટેશન પર આવીને બસની રાહ જોવે છે અને બસ આવે છે અને બંને બસમાં ચડે છે. અને જુવે છે કે બસ બે જ સીટ ખાલી હોય છે બને ત્યાં જઈને બેસી જાઈ છે. પ્રિયાંશી બારી પાસે બેસે છે અને તેની બાજુમાં પ્રિયાંશ બેસે છે બને પોતાના મોબાઈલમાં વ્યસ્ત થઈ જાય છે.


પ્રિયાંશ તેનું ફેસબુક ઓપન કરે છે અને જોવે છે કે એક નવી ફેંડ રીકવેસ્ટ આવી હોય છે અને તે ઓપન કરતાં જ નામ આવે છે પ્રિયાંશી શુકલા. આ નામ જોતાં જ પ્રિયાંશના ફેસ પર એક સ્માઇલ આવી જાય છે અને રીકવેસ્ટ એક્સૈપ્ટ કરી લે છે. પ્રિયાંશે રીકવેસ્ટ એક્સૈપ્ટ કરતાજ પ્રિયાંશીના ફોનમાં નોટિફિકેશન આવે છે કે PRIYANSH DIHORA ACCEPT YOUR FRIEND REQUEST બસ આટલું વાંચતાજ પ્રિયાંશીના ફેસ પર પણ સ્માઇલ આવી જાય છે.


થોડી જ વારમાં બને કોલેજ`પહોચે છે અને બને ચાલતા ચાલતા તેના ડીપાર્ટમેન્ટ તરફ જતાં હોય છે ત્યાજ એક જાણીતો અવાજ પાછો આવે છે.


EXCUSE ME.


બંને પાછળ ફરીને જોવે છે તો પેલી સવારવાળી છોકરી જ હોય છે..


પ્રિયાંશી:- YES


પેલી છોકરી:- આજ કોલેજકા મેરા પહેલા દિન હૈ ક્યાં આપ મેરી હેલ્પ કરેંગે. મુજે કમ્યુટર ડીપાર્ટમેન્ટ જાના હૈ.


પ્રિયાંશી:- હમભી વહી જા રહે હૈ ચલો હમારે સાથ...


પેલી છોકરી:- THANKS..


પછી ત્રણેય લોકો ડીપાર્ટમેન્ટ તરફ ચાલવા લાગે છે. પ્રિયાંશે જોયું કે આ નવી છોકરી થોડી ગભરાયેલી લાગે છે તો તેને વાત ચાલૂ કરતાં કહ્યું


પ્રિયાંશ:- HELLO MY NAME IS PRIYANSH. AND SHE IS PRIYANSHI તેને પ્રિયાંશી તરફ ઈશારો કરતાં કહ્યું


પેલી છોકરી:- MY NAME IS SHEETAL AND M FROM VADODARA


પ્રિયાંશ:- અરે વાહ ગુજરાતી છે..


શીતલ એક દમ ચોકી ને, હા. અને તમે લોકો પણ?


પ્રિયાંશી:- હા અમે બને પણ, અમે બને ભાવનગરના છીએ..


પ્રિયાંશ:- ચાલો ત્યારે હવે હિન્દીમાં વાત નહી કરવી પડે.. ખાસ કરીને ગુજરાતી વાળું મિક્સ હિન્દી...


પછી ત્રણેય લોકો એક સાથે હસી પડે છે અને ત્યાં સુધીમાં જ ડીપાર્ટમેન્ટ આવી જાય છે. ત્રણેય ક્લાસમાં જાય છે, શીતલ નો નંબર પણ પ્રિયાંશી અને પ્રિયાંશ સાથે એકજ ક્લાસમાં હતો.


ત્રણેય લોકો ક્લાસ રૂમમાં જાય છે. જતાં જતાં પ્રિયાંશ પ્રિયાંશીને 2 મિનિટ માટે ઊભી રાખે છે અને કહે છે.


આજે તું શીતલ સાથે બેસ તે જરાક ડરેલી લાગે છે. આજે પહેલો દિવસ છે તેનો તું સાથે બેસતો તેને થોડું સારું લાગસે.. પ્રિયાંશી પણ ચૂપ ચાપ પ્રિયાંશની વાત માનીને શીતલની પાસે જઈને બેસી જાય છે અને પ્રિયાંશ તેમની પાછળની બેંચીઝ પર બેસે છે..


આજે ઘણા નવા સ્ટુડન્ટ પણ ક્લાસમાં દેખાઈ રહ્યા હતા. થોડી જ વારમાં પ્રોફેસર આવે છે અને બધાની હાજરી પૂરવા લાગે છે થોડીજ વારમાં ડો. સ્મિથ આવે છે અને પ્રોફેસર સાથે થોડી વાત કરે છે. અને પછી બને ક્લાસરૂમની બહાર જાય છે. અને પ્રોફેસર અને ડો. સ્મિથ એક છોકરીને લઈને આવે છે. સાક્ષાત કોઈ દેવલોકની અપ્સરા મેનકા કે ઉર્વશી જાણે સ્વર્ગમાથી ઉતરીને કોલેજ આવી ગઈ હોય એવું લાગી રહ્યું હતું. ક્લાસના બધા જ લોકોનું ધ્યાન બસ તે છોકરી તરફ હતું. ગોઠણથી થોડું ઊંચે સુધીનું બ્લૂ કલરનું સ્લીવલેસ ફ્રૉક, નીચે બ્લૂ હાઇ હિલ્સ, બ્લૂ મેટલ લીપસ્ટીક અને આંખોમાં બ્લેક આઇલાઇનર, એક હાથમાં બ્લૂક કલરનું બ્રેસલેટ અને એક હાથમાં ઘડિયાળ, તેની ચાલવાની સ્ટાઈલ તો વિશ્વની કોઈ પણ મોડેલને ટક્કર મારે તેવી હતી અને આ રૂપ સૌંદર્ય જોઈને ક્લાસના બધા જ છોકરાઓના મોહ ખુલ્લા થઈ ગયા હતા સીવાય એક.


થોડીજ વારમાં ડો. સ્મિથ પેલી છોકરીને પ્રિયાંશની બાજુમાં બેસવાનું કહે છે અને કહે છે આ ક્લાસમાં પ્રિયાંશ કરતાં સારો સ્ટુડન્ટ કોઈ નથી તો તું ત્યાં જઈને જ તેની સાથે બેસ..


પેલી છોકરી ચાલતી ચાલતી આવે છે અને બધા બસ તે છોકરીને જ જોઈ રહ્યા હોય છે અને તે પ્રિયાંશની બાજુમાં આવીને બેસી જાય છે.

પ્રિયાંશ થોડું UNCOMFORT ફિલ કરવા લાગે છે અને પેલી છોકરી આ સમજી જાઈ છે.


HI MY NAME IS AKSHITA..


પ્રિયાંશ:- HELLO….. PRIYANSH HERE


અક્ષિતા:- I KNOW…


પ્રિયાંશ:- HOW? WE HEAVEN”T MEET YET RIGHT?.


અક્ષિતા:- YES RIGHT


પ્રિયાંશ:- THEN HOW YOU KNOW MY NAME?


અક્ષિતા:- CALM DOWN, I’LL TELL YOU EVERYTHING AFTER THIS LECTURE.


પ્રિયાંશ:- BUT………. OKAY FINE


પ્રિયાંશી આ બધુ સાંભળી રહી હતી અને મનમાં અને મનમાં વિચારી રહી હતી કે કાશ તેને પ્રિયાંશની વાત માનીને શીતલ સાથેના બેસી હોત અને તેની સાથે જ બેસી હોત..


શીતલે આજે સવારે જે રીતે પ્રિયાંશી અને પ્રિયાંશને જોયેલા ફૂટપાથ ઉપર ઉભેલા તેને પણ સમજ પડી ગઈ હતી કે બંને વચે કઈક તો છે જ અને અત્યારે તે બધુ સાંભળીને પ્રિયાંશીને જોઈ રહી હતી અને બરાબર ખબર હતીકે પ્રિયાંશીના માનમાં શું ચાલી રહ્યું હતું.


આ બાજુ આ બંને કરતાં વધારે વિચારોમાં ખોવાયેલો પ્રિયાંશ હતો. તેને સમજાતું નહોતું કે આ છોકરી કોણ છે અને મારુ નામ તેને કેવી રીતે ખબર....


પ્રિયાંશને જાણવું હતું કે અક્ષિતા તેનું નામ કેવી રીતે જાણે છે બસ તેના માટે આ લેકચર અત્યારે બોરિંગ લાગી રહ્યો હતો. ૪૫ મિનિટનો લેકચર અત્યારે પ્રિયાંશને ૪૫ દિવસ જેટલો લાંબો લાગી રહ્યો હતો.


લેકચર પૂરો થતાં જ પ્રિયાંશે અક્ષિતા સામે જોયું અને અક્ષિતા પણ સમજી ગઈ કે પ્રિયાંશને તેનો અધૂરો જવાબ જોવે છે...


અક્ષિતા:- આવી રીતે સામુંના જો લોકો શું સમજશે??


પ્રિયાંશ તો સાવ સુન્ન થઈ ગયો અને વિચારવા લાગ્યો કે આ છોકરીને કેમ ખબર કે હું ગુજરાતી છું? અને બોલ્યો ગુજરાતી આવડે છે.?


અક્ષિતા:- હસીને હા, ગુજરાતી છું તો આવડે જ ને..


પ્રિયાંશ:- તો પેલાજ કેવાઈને આટલું બધુ ENGLISH બોલાવ્યું..


અક્ષિતા હસીને તેના બંને હાથ વડે કાન પકડીને સોરી કહે છે.


પ્રિયાંશ:- તો બોલ હવે તું મને કેવી રીતે ઓળખે છે?


અક્ષિતા:- અરે કાલે જ્યારે તું તારું INTRO આપતો હતો ત્યારે હું બહાર ઊભી હતી અને તે નમસ્તેથી ચાલુ કર્યું અને મારુ ધ્યાન બસ તારા ઉપર પડ્યું અને મે તારું આખું INTRO.. સંભાળ્યું એટલે મને તારું નામ અને તું ગુજરાતી છે તે ખબર પડી..


પ્રિયાંશ:- આટલી વાત હતી તો પેલા કહી દીધું હોત. આખો લેકચર મારો બગડયો.


અક્ષિતાએ પાછા તેના બંને હાથ વડે કાન પકડીને સોરી કીધું.


પ્રિયાંશ:- સારું કઈ નહીં. ગુજરાતમાં ક્યાથી છો?


અક્ષિતા:- અમદાવાદ


પ્રિયાંશ:- હું અને આ મારી ફ્રેન્ડ પ્રિયાંશી અમે બને ભાવનગરના અને આ શીતલ છે વડોદરાથી.


પ્રિયાંશે, પ્રિયાંશી અને શીતલની ઓળખાણ કરાવતા કહ્યું.


શીતલ:- આતો મિનિ ગુજરાત થઈ ગયું નઇ ? ભાવનગર, વડોદરા, અમદાવાદ


પ્રિયાંશ:- અને રાજકોટ અને સુરત વાળા સાથે હું રહું છું.


ચારેય એક સાથે હસે પડે છે..


કોલેજ પૂરી થઈ છે અને પ્રિયાંશી અને પ્રિયાંશ ઘર તરફ જવા નીકળે છે શીતલ પણ તેમની સાથે જોડાઈ છે તે પણ આ બને જ્યાં રહે છે ત્યાં જ રહેતી હોય છે...


કોલેજ ગેટની બહાર નીકળતા જ એક સફેદ કલરની BENTLEY CAR આવીને તે લોકોની સામે ઊભી રે છે


અક્ષિતા વિન્ડો ઓપન કરીને ત્રણેયને અંદર આવી જવા કહે છે..અને કહે છે તે બધાને ઘરે ડ્રોપ કરી જસે


ત્રણેય લોકો હજી એક બીજાની સામે જોતાં હોય છે કે આટલી મોંઘી કાર અક્ષિતા ચલાવે છે..


ત્રણેય અંદર ગોઠવાઈ છે. અક્ષિતા બધાને તેમના ઘરે ડ્રોપ કરીને જાય છે.


થોડી આગળ જઈને તે ગાડી ઊભી રાખે છે અને કોઈને ફોન કરે છે.


અક્ષિતા:- પહેલું સ્ટેપ કામયાબ થયું. પ્રિયાંશ સાથે મારી મુલાકાત થઈ ગઈ.. બસ ધીમે ધીમે આપડો પ્લાન સફળ થઈ જસે.. આટલું બોલીને ફન કટ કરી નાખે છે....,.

-----------------------------------------------------------------------------------

(8)

સાંજનો સમય હોય છે. પ્રિયાંશ જાગીને ફોન ચેક કરે છે. અને જોવે છે કે ફેસબુકમાં કોઇની ફ્રેન્ડ રીકવેસ્ટ આવેલી હતી અને સાથે સાથે એક મેસેજ પણ આવેલો હતો. તેને ફેસબુક ઓપન કરીને જોયું તો અક્ષિતા શર્માની રીકવેસ્ટ હતી.


પ્રિયાંશે તેનું પ્રોફાઇલ ઓપન કર્યુ અને જોવા લાગ્યો.. જોતાં જોતાં તેની નજર એક ફોટો પર સ્થિર થઈ ગઈ અને તે ફોટાને જોવા લાગ્યો અને પછી તેને રીકવેસ્ટ ડિલીટ કરીને મેસેજ પણ જોયા વગર જ ડિલીટ કરી દીધો અને ફોન મૂકીને બાલ્કનીમાં બેઠો હતો અને થોડો ઉદાસ દેખાતો હતો.. ત્યાજ તેના ફોન ની રિંગ વાગી અને નંબર જોઇને ચહેરા પર સ્માઇલ આવી ગઈ કેમ કે ફોન તેના ઘરે થી આવેલો. તરત જ તેને ફોન કટ કરીને સામેથી ફોન કર્યો..


પ્રિયાંશ:- હેલ્લો બાપુજી જય શ્રી કૃષ્ણ...


ભગવાનભાઈ:- જય શ્રી કૃષ્ણ બેટા.. કેમ છે તને?


પ્રિયાંશ:- મને તો બોવ જ સારૂ છે. તમને અને બા ને કેમ છે?


ભગવાનભાઈ:- અમને બનેને પણ સારૂ છે આ તારી બા બસ તને યાદ કર્યા કરે છે. લે વાત કરીલે તેની સાથે પહેલા..


ભગવાનભાઈ ભાવનાબેનને ફોન આપતા કહે છે. રડવાનું બંધ કર પ્રિયાંશને ખબર ના પડાવી જોઈ કે તું રડે છે નહીં તો ઇ ત્યાં દુખી થાહે...


ભાવનાબેન ફોન લઈ ને અવાજ સરખો કરતાં વાત ચાલુ કરે છે. કેમ છે મારા દિકા ને ?


પ્રિયાંશ:- બા મનેતો સારૂ છે. તમને કેમ છે અને ગામમાં બધાને કેમ છે?


ભાવનાબેન:- અમને પણ સારૂ છે બેટા. અને તું શું કરે છો? કેમ ૨ દિવસથી ફોન નથી કરતો? તને કઈ થયું તો નથી કે ત્યાં જઈને અમને ભૂલી ગયો હે? આમ બોલીને ભાવનાબેન રડવા લાગે છે..


પ્રિયાંશ:- અરે બા તમે કેમ રડો છો? મને કઈ નથી થયું અને ૨ દિવસથી આ કોલેજ ચાલુ થઈ એટલે થાકી જતો હતો. અને બા તમને અને બાપુજીને હું કેમ ભૂલી શકુ? તમે મારા માટે મારા ભગવાન છો અને ભગવાનને કોઈ થોડું ભૂલી જતું હશે?


ભાવનાબેન:- તો સારૂ દિકા...અને સંભાળ જમવાનું ટાઈમ પર લે જે અને પૈસા જોવે તો તારા બાપુજીને કહી દેજે અને કોઈ વાતની ચિંતા ના કરતો. અને તારું ધ્યાન રાખજે.


પ્રિયાંશ: હા બા અને તમે પણ તમારું અને બાપુજીનું ધ્યાન રાખજો મારી ચિંતા ના કરતાં અને હવે રડતાં નહીં હોને..


ભાવનાબેન:- હા બેટા. આપુ તારા બાપુજીને...


ભગવાનભાઈ:- કેમ છે તને? કઈ પૈસાની જરૂરતો નથીને તને?


પ્રિયાંશ:- ના બાપુજી...


ભગવાનભાઈ:- બેટા તું રોજ ઘરે એક વાર ફોન કરવાનું રાખ. અમને પણ તારી ચિંતા થતી હોય ને.


પ્રિયાંશ:- હા બાપુજી હવે આવી ભૂલ નઇ થાઈ..


ભગવાનભાઈ:- અરે કેમ આમ બોલે છે? હું તને સમજવું છું કે રોજ જ્યારે પણ ટાઈમ મળે ત્યારે એક વાર ઘરે ફોન કરી લેવો, અને તને હું ગુસ્સે થઈને નથી કેતો પ્રેમથી કવ છું..


પ્રિયાંશ:- હા બાપુજી હવે રોજ ફોન કરીશ.


ભગવાનભાઈ:- બોલ કોલેજ ચાલુ થઈ ગઈ તારી? કેવી લાગી કોલેજ તને? ત્યાંનું વાતાવરણ કેવું છે?


પ્રિયાંશ ભગવાનભાઈને ૨ દિવસમાં કોલેજમાં જે જે થયું તે બધીજ વાત કરે છે. અને આ સાંભળીને ભગવાનભાઈની આંખોમાં આસુ આવી જાય છે..


ભાવનાબેન આ જોઈને બોલે છે. શું થયું તમને ? કેમ આ છોકરાની જેમ રડો છો ?


ભગવાનભાઈ:- અરે ચૂપ બેસને થોડી વાર તું.


પ્રિયાંશ આ વાત સાંભળી જાય છે.


પ્રિયાંશ:- બાપુજી તમે કેમ રડો છો?


ભગવાનભાઈ: અરે દિકા આ તો ખુશીના આસુ છે.


પ્રિયાંશ:- બાપુજી એક વાત પૂછું ?


ભગવાનભાઈ:- હા બોલને બેટા


પ્રિયાંશ:- પેલી પડવા ગામની જમીનનું શું થયું?


ભગવાનભાઈ:- કાઇ જ નહી બેટા મે ના પાડી દીધી કે મારે તે જમીન નથી વેંચવી. કેમ શું થયું ?


પ્રિયાંશ:- અરે ૨ દિવસ પહેલા તે લોકો મળવા આવાના હતાને તો પૂછું છું કે શું થયું એમ.


ભગવાનભાઈ:- સારું. ચાલ તું તારું ધ્યાન રાખજે. અને રોજે ફોન કરતો રે જે. હોને


પ્રિયાંશ:- હા. બાપુજી, જય શ્રી કૃષ્ણ, આવજો


ભગવાનભાઈ:- જય શ્રી કૃષ્ણ બેટા...


ભગવાનભાઈ પછી ભાવનાબેનને બધી વાત જણાવે છે અને ભાવનાબેન પણ ખુશ થઈ જાઈ છે..


પ્રિયાંશ ફોન મૂકે છે અને જોવે છે કે પાછી અક્ષિતા શર્માની રીકવેસ્ટ આવી હતી અને પ્રિયાંશે પાછું પ્રોફાઇલ ચેક કર્યું પણ આ વખતે પેલો ફોટો ગાયબ હતો.


આ બાજુ પ્રિયાંશને ઓનલાઈન જોઈને પ્રિયાંશીએ મેસેજ કર્યો..


પ્રિયાંશી:- HEY


પ્રિયાંશ:- Hey,


પ્રિયાંશી:- શુ કરે છે?


પ્રિયાંશ:- બસ કઈ નહીં બેઠો છું, અને તું?


પ્રિયાંશી:- હું પણ બેઠી (તને કેવી રીતે કવ કે હું તને મિસ કરી રહી છું)


પ્રિયાંશ:- સારૂ ચાલ બાય..


પ્રિયાંશી:- બાય..


પ્રિયાંશી વિચારી રહી હતી કે શું થયું છે પ્રિયાંશને કેમ આવી રીતે બાય બોલીને જતો રહ્યો. કોઈ પ્રોબ્લેમમાં હોય એવું લાગે છે તેને મેસેજ કરીને પૂછું? ના ના કાલે સવારે કોલેજ જઈએ ત્યારે જ પૂછી લઇશ..


આખી રાત પ્રિયાંશને ઊંઘ નથી આવતી બસ તે વિચાર જ કરી રહ્યો હોય છે કે અક્ષિતા કોણ છે અને પેલા માણસ સાથે તેનો ફોટો. તેના ઈરાદા શું છે?


અને આ બાજુ પ્રિયાંશીને ઊંઘ નથી આવતી અને પ્રિયાંશને શું થયું હશે તેના વિચારોમાં ખોવાયેલી હોય છે. પ્રિયાંશી ઊભી થઈને બહાર નીકળે છે અને ગાર્ડનમાં જઈને હીચકા પર બેસી ને પ્રિયાંશના વિચારો કરવા લાગે છે.


રાતના ૧૧ વાગ્યા હોઈ છે અને રિહાન ઘરે આવે છે. રિહાન જોવે છે કે ગાર્ડનમાં હીચકા પર કોઈ બેઠું હોય છે પણ રાત્રિના અંધારમાં દેખાતું નથી તે નજીક જઈને જોવાનો પ્રયત્ન કરે છે અને જેવો નજીક જાય છે ત્યાજ તેના શરીરના બધાજ અંગોમા જોશ આવી જાય છે. હીચકા પર પ્રિયાંશી બેઠેલી હોય છે અને પ્રિયાંશી થોડી થાકેલી અને ગભરાયેલી લાગતી હતી..


રિહાન:- R U ALRIGHT?


પ્રિયાંશી થોડી ગભરાઈ જાઈ છે કે આ સમયે અહિયાં કોણ આવી ગયું તે નજર ઊંચી કરીને જોવે છે તો રિહાન ઊભો હતો.


પ્રિયાંશી:- YES. WHY?


રિહાન: આટલી રાત્રે અહિયાં શું કરે છો?


પ્રિયાંશી:- નીંદર નથી આવતી એટલે અહિયાં આવીને બેઠી છું..


રિહાન: હું બેસી સકું તારી બાજુ માં?


પ્રિયાંશી:- અરે આ તારું જ ઘર છે મને પૂછવાની શી જરૂર છે?


રિહાન:- ગર્લ્સને પૂછીને બેસવું પડે. એમજ બેસી જઈએ તો પાછું જગડવાનું થઈ જાઈ..


પ્રિયાંશી:- જગડો કઈ રીતે?


રિહાન:- અરે ગર્લ્સને કોણ સમજી શક્યૂ છે હજી સુધી, હું તો જરા પણ નહીં પણ આટલું સમજી ગયો છું કે તમે કઈ પણ કરો જ્યારે ગર્લ્સ તમારી સાથે હોય અથવા તમે ગર્લ્સ સાથે તો તમારે તેની પરમિશન લઈ ને જ તેની બાજુમાં બેસવાનું એટલે જગડો ના થાઈ..


પ્રિયાંશી:- જોર થી હસી પડે છે..


રિહાન:- એમાં આટલી હસે છે કેમ તું?


પ્રિયાંશી:- અરે એમજ.. આજે મને થોડું અજીબ લાગ્યું.


રિહાન:- શું?


પ્રિયાંશી:- આજે પહેલી વાર તે મને નોર્મલ રીતે બોલાવી છે કોઈ પણ CHEESY LINE USE કર્યા વગર.


રિહાન:- અરે હા યાર. કેમ તને ના ગમ્યું તો હું બોલું હો?


રિહાન બોલવાની ટ્રાય કરવા જાઈ છે ત્યાજ પ્રિયાંશી રિહાનના મોઢા ઉપર હાથ મૂકીને બોલે છે અરે ના કોઈ જરૂર નથી એવી લાઈનો બોલવાની હો..


રિહાનતો બસ પ્રિયાંશીનો TOUCH થવાથી એકદમ ખુશ થઈ જાઈ છે. તેના દિલના બધા જ તાર એક સાથે વાગવા લાગે છે. એક દમ ઓરકેશ્ટ્રાની જેમ અને તેના દિલની ધડકન એકદમ વધી જાઈ છે. અને રિહાન પ્રિયાંશીની આંખોમાં જોઈને થોડી લાઈનો બોલે છે


આ તારો પહેલો સ્પર્શ લાગે જાણે એક વેરાણ જમીન પર પડેલું વરસાદનું પહેલું ટીપું,

આ તારો પહેલો સ્પર્શ લાગે જાણે તાજા જન્મેલા બાળકને તેની માતાનું પ્રથમ વહાલ,

આ તારો પહેલો સ્પર્શ લાગે જાણે અફાટ દરિયામાં ખોવાઈ ગયેલા જહાજને દૂર થી દેખાતી લાઇટ હાઉસ.

આ તારો પહેલો સ્પર્શ લાગે જાણે દુનિયાની ભીડમાં ખોવાઈ ગયેલા પ્રેમીને તેની પ્રેમીકાને મળવું.

બસ આ આ તારો પહેલો સ્પર્શ જ છે જેને હું ક્યારેય નહીં ભૂલું...


બસ આ વાત સાંભળીને પ્રિયાંશી ત્યાથી ઊભી થઈ ને જતી રહે છે. અને રિહાન હજી બસ ત્યાં જ બેઠો હોય છે...

---------------------------------------------------

અક્ષિતા ફોન ઉપર કોઈ સાથે વાત કરી રહી હતી..


અક્ષિતા:- લાગે છે તેને આપડો ફોટો જોઈ લીધો છે. તેને મારી ફેસબુકમાં રીકવેસ્ટને ડીલીટ કરી નાખી હતી અને મેસેજ પણ જોયો નથી. મારી જ ભૂલ થઈ ગયેલી કે મે તેને મારુ પ્રોફાઇલ જોયા વગર જ રીકવેસ્ટ કરી. સારૂ હું આવતી કાલે કોલેજમાં તેની સાથે વાત કરીશ લઇશ. જો આ પ્લાન સફળ ના થયો તો કોઈ બીજો પ્લાન બનાવવો પડશે. સારું ચાલ બાય..


અક્ષિતા ફોન મૂકીને બાલ્કનીમાં આવીને ઊભી રહે છે અને ત્યાથી શિકાગો સીટીને જોઈ રહી હોય છે.

થોડી વારમાં તેનો ફોન વાગે છે અને તે તૈયાર થઈને નીચે ઉતરે છે ત્યાજ એક સફેદ કલરની Koenigsegg CCXR Trevita TWO SEATER કાર આવે છે અને અક્ષિતા તેમાં બેસી જાય છે અને કાર શિકાગો શહેરના રસ્તા પર દોડવા લાગે છે......

----------------------------------------------------------------

(9)

બીજા દિવસે સવારે પ્રિયાંશી બહાર ઊભી હોય છે અને પ્રિયાંશની રાહ જોઈ રહી હોય છે ત્યાજ અક્ષિતા તેની કાર લઈને આવે છે. અને આ જોઈને પ્રિયાંશીનો મૂડ ખરાબ થઈ જાઈ છે.


અક્ષિતા કાર રોડની સાઈડમાં પાર્ક કરીને પ્રિયાંશી પાસે આવે છે.


અક્ષિતા:- ગુડ મોર્નિંગ..


પ્રિયાંશી:- ગુડ મોર્નિંગ..


અક્ષિતા:- પ્રિયાંશ હજી નથી આવ્યો?


પ્રિયાંશી:- ના, હું પણ તેનો જ વેઇટ કરું છું.


પ્રિયાંશી વિચારી રહી હોય છે કે ગઇકાલે તો સમજાઈ કે અમને લોકોને આ ડ્રોપ કરી ગઈ, પણ આજે અચાનક અહિયાં કેમ ?


તમને બંને ને ગુડ મોર્નિંગ...


અક્ષિતા અને પ્રિયાંશીએ પાછળ વળીને જોયું તો શીતલ આવીને ઊભી હતી.


પ્રિયાંશી:- ગુડ મોર્નિંગ..


પ્રિયાંશ સામેથી આવતો દેખાઈ છે અને તેને જોઈને પ્રિયાંશી એક દમ ખુશ થઈ જાઈ છે અને તેનાથી પણ વધુ ખુશ અક્ષિતા હોય છે. અને શીતલ આ બધુ જોઈ રહી હોય છે..


પ્રિયાંશ સામે જોવે છે તો તેનું મૂડ ખરાબ થઈ જાય છે. તેને એમ થયું કે તે પાછો ઉપર જતો રહે, આજે કોલેજ ના જાય પણ બધાએ તેને જોઈ લીધો હતો એટલે તેના માટે પાછળ ફરવું હવે મુશ્કેલ હતું.


તે રોડ ક્રોસ કરીને સામેની સાઈડ જાઈ છે અને બધા ને એક બનાવટી સ્માઇલ આપીને ગુડ મોર્નિંગ વિશ કરે છે. અને પછી બધા અક્ષિતાની કારમાં બેસીને કોલેજ જવા નીકળી પડે છે.


આખા રસ્તામાં પ્રિયાંશ એક પણ શબ્દ બોલ્યો નહી અને અક્ષિતાને સમજાઈ ગયું હતું કે પ્રિયાંશને ખબર પડી ગઈ છે કે તે કોણ છે. અને બીજી બાજુ પ્રિયાંશી એકદમ ચિંતિત હતી કે પ્રિયાંશ કેમ ગઈકાલનો આટલો બધો દુખી દેખાઈ છે. તેને આજે પૂછવું હતું પણ આ અક્ષિતા આવી ગઈ હતી એટલે તેને અત્યારે પ્રિયાંશને કશું ના પૂછયુ..


કોલેજ આવી ગઇ.. ચારેય ક્લાસ રૂમમાં જાય છે પણ આજે પ્રિયાંશ બધા કરતા અલગ બેસે છે. આજે તેનું ધ્યાન પણ લેકચરમાં નથી હોતું. તે બસ કોઈ વિચારોમાં ખોવાયેલો હતો.


કોલેજ પૂરી થઈ આ સમયમાં પ્રિયાંશે કોઈ સાથે વાત ના કરી આખો દિવસ એમજ રહ્યો. કોલેજમાંથી બહાર આવીને તેને પ્રિયાંશી અને શીતલને સાઇડમાં બોલાવીને કહ્યું કે તેને મયંકની ઓફિસે જવાનું છે એટલે તે સાથે નહીં આવી શકે અને આટલું કહીને ત્યાથી જતો રહે છે. પ્રિયાંશી અને શીતલ ઘરે જાઈ છે અક્ષિતા પણ કોઈ બહાનું બનાવીને પ્રિયાંશની પાછળ પાછળ જાય છે. પણ પ્રિયાંશ આટલો જલદીમાં હતો કે તે ક્યાં ગાયબ થઈ ગયો તે અક્ષિતાને ખબર જ ના રહી. અક્ષિતાએ તરત જ ફોન કાઢીને કોઈને લગાવ્યો.


અક્ષિતા:- હેલ્લો, પ્રિયાંશને આઈ થિંક બધીજ ખબર પડી ગઈ છે. આપણે આપણું કામ કરાવવા માટે કોઈ બીજો પ્લાન બનાવવો પડશે. અને મને ખબર છે કે પ્રિયાંશની કમજોરી કઈ છે બસ આપણે તેની ઉપર જ એટેક કરવાનો છે. સારું હું પ્લાન બનાવીને ફોન કરીશ બાય...

-------------------------------------------------------------------------

રાતના ૯ વાગ્યાં હતા અને પ્રિયાંશ આજે હજી પણ ઘરે નહોતો આવ્યો. કિશોરભાઇ એકદમ ટેન્શનમાં આવી ગયા હતા.. મયંક આવ્યો અને કિશોરભાઈએ બધી જ વાત કરી અને પછી મયંક ભાગતા ભાગતા આનંદભાઈના ઘરે જાઈ છે. અને કિશોરભાઇ ઘરે જ રોકાઈ છે કે પ્રિયાંશ આવે તો મયંકને કહેવા થાઈ..


આનંદભાઈ:- અરે શું થયું મયંક કેમ આમ ભાગતો ભાગતો આવ્યો? બધુ બરાબર તો છે ને?


મયંક:- કાકા પ્રિયાંશી છે ઘરે?


આનંદભાઈ:- હા છે ને, પણ થયું શું એ બોલ ને ?


મયંક:- તમે પ્રિયાંશીને બોલાવો એટલે હું કવ.


આનંદભાઈ પ્રિયાંશીને બોલાવે છે અને પ્રિયાંશી નીચે આવે છે અને આટલી વારમાં શિવાનીબેન પણ ત્યાં આવી જાય છે.


પ્રિયાંશીને જોઈને જ મયંક બોલે છે.


મયંક:- પ્રિયાંશી આજે પ્રિયાંશ કોલેજે આવેલો?


પ્રિયાંશી:- હા આવેલો જ ને, કેમ કઈ થયું છે?


મયંક:- સવારનો કોલેજ જવા નીકળ્યો છે પણ હજી સુધી ઘરે નથી આવ્યો એટલે હું પૂછવા આવ્યો. તેનો ફોન પણ બંધ આવે છે.


પ્રિયાંશી:- કોલેજ પૂરી થઈ પછી તે તમારી પાસે જ તો આવ્યો હતો. કોઈ કામ માટે


મયંક:- શું વાત કરે છે? મને તો મળ્યો જ નથી. આજે તો કોલમાં પણ વાત નથી થઈ અમારી..


પ્રિયાંશીથી બૂમ પડાઈ જાઈ છે અને રડવા જેવી થઈ જાય છે. અને આનંદભાઈ પણ અંદર જઈને કારની ચાવી લઈને બહાર આવે છે અને શિવાનીબેને પ્રિયાંશીને સંભાળી રાખી હતી.


મયંક અને આનંદભાઈ બહાર નીકળતા હતા ત્યાજ પ્રિયાંશીએ કાલે જે વાત થઈ પ્રિયાંશ સાથે અને તે ઉદાસ દેખાતો હતો તે બધી જ વાત બંને ને કરી. અને આ વાત સાંભળીને મયંક, આનંદભાઈ અને શિવાનીબેન ત્રણેય લોકો ગભરાઈ ગયા હતા. અને માનોમન ભગવાનને પ્રાથના કરી રહ્યા હતા કે પ્રિયાંશ જ્યાં પણ હોય તે સુરક્ષિત હોય બસ.. મયંક અને આનંદભાઈ બને પોત પોતાની કાર લઈને પ્રિયાંશને ગોતવા માટે નીકળી જાય છે..


અને આ બાજુ પ્રિયાંશી બસ એકલી રડી રહી હોય છે અને પ્રિયાંશી પોતાની જાત ઉપર જ ગુસ્સે હોય છે અને વિચારી રહી હોય છે કે કાશ તેને કાલે રાત્રે જ પ્રિયાંશને પૂછી લીધું હોત તો સારું હતું અને આજે આટલો ઉદાસ હોવા છતાં પણ મે કેમ તેને જવા માટે હા પાડી મારી જ ભૂલ છે, પ્રિયાંશ આટલો દુખી હતો અને મારે તેને એકલો જવા જ નહોતો દેવાનો...


આટલમાં જ કિશોરભાઇ પ્રિયાંશને લઈને આનંદભાઈના ઘરે આવે છે. પ્રિયાંશને જોઈને પ્રિયાંશી દોડીને તેને HUG કરી લે છે અને તેને મારવા લાગે છે.


પ્રિયાંશને જોઈને શિવાનીબેન આનંદભાઈ અને મયંકને કોલ કરીને ઇન્ફોર્મ કરે છે..


પ્રિયાંશી:- તને ખબર નથી પડતી આટલો મોટો થયો તો બધાને ઇન્ફોર્મ કરીને જવાય અને તું મારી સાથે ખોટું કેમ બોલ્યો કે મયંકભાઈ પાસે જય છે એમ, અમને તો છોડ તે મયંકભાઇને પણ નહોતું કીધું કે તું ક્યાં જાય છે તે. આટલો કેર લેસ કેમ થઈ ગયો છે તું?


પ્રિયાંશ બસ સાંભળ્યા કરે છે…


પ્રિયાંશી:- તને કવ છું, સમજ નથી પડતી કે અહિયાં બધાને તારી ચિંતા થતી હોય, બોલને કેમ ચૂપ છો તું ?


કિશોરભાઇ:- તેને કઈ ના કહે બેટા..


પ્રિયાંશી:- કાકા તમે વચ્ચેના આવો પ્લીઝ...


કિશોરભાઇ:- બેટા પણ.......


પ્રિયાંશી:- ના કાકા, અહિયાં મારો જીવ નીકળી ગયો હતો જ્યારે મને મયંકભાઈએ આવીને કીધું કે પ્રિયાંશ હજી ઘરે નથી પહોચ્યો એમ.


પ્રિયાંશ બસ જોઈ રહ્યો હોય છે કે આ છોકરી તેના પર કેવો હક્ક જતાવી રહી હોય છે. અને પ્રિયાંશને બસ પ્રિયાંશીનું ગુસ્સે થવું અત્યારે ગમી રહ્યું હતું અને તેને પણ ખબર પડી ગઈ હતી કે પ્રિયાંશીના મનમાં પણ તેના માટે કઈ ક છે. આટલો બધો ગુસ્સો તો કોઈ પોતાના ઉપર જ કરે ને.


પ્રિયાંશી:- બોલને તને કવ છું.. કે હવે કોઈ મહારાજ બોલાવીને મુહૂર્ત જોવડાવું હે?


આનંદભાઈ અને મયંક પણ આવી જાઈ છે..


મયંક પહેલા આવીને પ્રિયાંશને HUG કરે છે અને પછી તેના ગાલ પર એક જોરથી લગાવે છે..


પ્રિયાંશને કઈ સમજ નથી પડતી કે મયંકભાઈએ આ શું કર્યું પહેલા HUG અને પછી જાપટ...


મયંક:- તને સમજ નથી પડતી કે અહિયાં તારા લીધે બધા હેરાન થાઈ છે અને તને ખબર નથી પડતી કે જ્યાં જવું હોય ત્યાં કોઈને કહીને જવાનું..


કિશોરભાઇ:- અરે તમારા બધાને હું હાથ જોડું છું પ્લીઝ પ્રિયાંશને કઈ ના કહો પેલા મારી વાત સાંભળીલો પછી તમારે જે કરવું હોય તે કરજો.


પ્રિયાંશ ક્યાં ગયો હતો ખબર છે તમને ?


મયંક, પ્રિયાંશી, આનંદભાઈ અને શિવાનીબેન બધા એક સાથે બોલે છે.. “ક્યાં”


કિશોરભાઇ:- પ્રિયાંશ મારા દીકરાના ઘરે ગયો હતો. મારા દીકરાની વહુને મળવા,,,


મયંક:- પણ કેમ ત્યાં. તું એ છોકરીને મળવા કેમ ગયો? તને ખબર છે ને કે તેણે કિશોરકાકા સાથે શું કર્યું છતાં પણ તું તેને મળવા ગયો કેમ ? અને જાવું જ હતું તો અમને કહીને જવાઈને આવી રીતે કીધા વગર કેમ હે ?


પ્રિયાંશ:- મયંકભાઈ મને ખબર છે તે છોકરી કેવી છે. અને મે તમને કેટલા ફોન કર્યા પણ તમારો ફોન નહોતો લાગતો અને પછી મારો ફોન સ્વીચ ઓફ થઈ ગયો હતો અને મને તમારો ફોન નબર હજી યાદ નહોતો તો કેવી રીતે તમને કોઈ ને ઇન્ફોર્મ કરું..


મયંક:- સારું ચાલ એ વાત માની લઈએ પણ તું ત્યાં કેમ ગયેલો તે બોલ..


કિશોરકાકા:- કેમ કે કાલે મારા દીકરાનો જનમ દિવસ છે. અને પ્રિયાંશ મારા દીકરાની વહુને સમજાવા ગયો હતો કે જે થયું તે ભૂલી જાવ અને આગળ વધો...


મયંક:- તને ખબર તો છે કે તે ખરાબ છોકરી છે તું કેમ ગયો ત્યાં મળવા અને તે નહીં જ માની હોય ને ?


આનંદભાઈ:- શું થયું પછી ?


પ્રિયાંશ:- મયંકભાઈ ખરાબીતો આપણાં બધામાં હશે જ ને, ભૂલ તેમણે કરી છે અને તેમને મે મનાવ્યા પણ છે અને તે માની પણ ગયા છે. કાલે તે કિશોરકાકાની માફી માંગવા અને તેમણે લેવા માટે આવશે.


મયંક:- તે કેવી રીતે માની ગયા?


પ્રિયાંશ:- આપણે બધાને ખરાબ માની બેસીએ છીએ પણ બધા લોકો ખરાબ હોતા નથી. જેમ બધા સારા લોકોમાં થોડી થોડી ખરાબી હોય જ છે તેમ બધા જ ખરાબ લોકોમાં થોડી અચ્છાઈ પણ હોય છે બસ જરૂર છે તો તે અચ્છાઈને બહાર લાવવાની. મે પણ ઇ જ કર્યું તેમનામા રહેલી અચ્છાઈને બહાર લાવી, આપડે બધા તે ગર્લ માટે ખરાબ બોલતા હતા પણ આપડામાથી ક્યારે પણ કોઈએ તેની મનની સ્થિતિ જાણવાની કોશિશ કરી? પેલા આટલી સારી રીતે રહેતી ગર્લ કેમ આટલી ખરાબ થઈ ગઈ? ક્યારે પણ કિશોરકાકાએ જાણવાની ટ્રાય કરી? બસ આપણે બંનેએ તો કિશોરકાકાની વાત ઉપરથી જ તે ગર્લને ખરાબ સમજી લીધી હતી ને?


મયંક:- હા.


પ્રિયાંશ:- મયંકભાઇ કોઈને જાણવું હોયને તો તેને પહેલા સમજતા શીખવું પડે..

સારા માણસોને સમજવા માટે ટાઈમ ઓછો જોઈએ પણ ખરાબ માણસને સમજવા માટે તમારે તેને વધારે ટાઈમ જોઈએ અને તે ખરાબ કેમ બન્યો તે માટે કોઈ કારણ પણ હોય છે. આપણામાં પેલી કહેવત છે ને કે કોઈ શિખીને નથી આવતા બધુ અહિયાં જ શિખવું પડે છે એમ કોઈ પણ બાળક જ્યારે જન્મે ત્યારે તે ખરાબ નથી હોતો બસ હાલત અને સમય તેને ખરાબ બનવા પર મજબૂર કરે છે.

પણ ખરાબ માણસોને પણ એક ચાંસ આપવાથી મહાન માણસ બની શકે છે જેમ કે જો વાલ્યા લુટારાને એક ચાંસ ના મળ્યો હોત તો આજે આપણેને મહાન વાલ્મીકિ ગુરુના મળ્યા હોત ને. એજ રીતે આપને તેને એક ચાંસ આપવો જોઈ...


કિશોરકાકા રડતાં રડતાં પ્રિયાંશ સામે આવીને હાથ જોડે છે..


પ્રિયાંશ:- અરે કાકા તમે હાથ ના જોડો.. તમે મારા પિતા સમાન છો. હું મારા બાપુજીને ક્યારે પણ દુખી નથી જોઈ શકતો તો તમને કેવી રીતે જોઈ શકું હા. મને ખબર છે તમે બહારથી ખુશ હતા પણ તમે અંદરથી તો દુખી જ હતા. બસ મે તમારા છોકરાના બર્થડે માં આ નાની ગિફ્ટ આપવાની ટ્રાય કરી છે.. તમને પસંદ આવી ને ?


કિશોરભાઇ પ્રિયાંશને HUG કરીને રડવા લાગે છે. પ્રિયાંશ પણ તેમણે રડવાજ દેય છે તે જાણે છે કે કિશોરકાકા દિલમાં કેટલું બધુ દુખ છુપાવીને બેઠા હતા.


પ્રિયાંશ:- કાકા તમારે અમને મળવા આવતું રહેવું પડશે હો...


કિશોરભાઇ:- મારા બને દીકરાઓને મળવા હું જરૂરથી આવીશ જ ને.


પછી મયંક કિશોરભાઇ અને પ્રિયાંશ ત્રણેય એક સાથે HUG કરે છે...


પ્રિયાંશ પછી બધાની માફી માંગે છે. અને ખાસ કરીને પ્રિયાંશીની અને બસ માફી માંગીને નીચે જોઈને ત્યાથી ચાલવા લાગે છે. તેની સાથે સાથે મયંક અને કિશોરભાઇ પણ જાય છે..


આનંદભાઈ:- કેટલા સારા સંસ્કાર આપ્યા છે પ્રિયાંશને તેના માતા-પિતાએ.. આ છોકરો આજે એક વસ્તુ શીખવાડી ગયો આપણને..


શિવાનીબેન:- કઈ?


આનંદભાઈ:- કે આપણાં માટે જિવન જીવવા કરતાં બીજા માટે જીવો તો તમારું જીવન તમને વધારે સુંદર લાગે.


શિવાનીબેન:- હા. બીજાની ખુશીઓમાં તે તેની ખુશીઓ શોધે છે. તેની વાઈફ જે પણ બનશે તે ખુશ નશીબ હસે....


પ્રિયાંશી બસ ઘરની બહાર જઈ રહેલા પ્રિયાંશને જોઈ રહી હોય છે અને આ વાતો સાંભળીને ભગવાનને પ્રાથના કરી રહી હોય છે કે તે ખુશ નશીબ બીજું કોઈ નહીં હું જ હોવ...

-------------

આજે વિશાલની વાઇફ કિશોરભાઈને લેવા આવવાની હતી. એટલા માતે આજે બધા વેલા જાગીને તૈયાર થઈ ગયા હતા..


૯ વાગ્યા હતા ડોરબેલ વાગી પ્રિયાંશ સોફા પરથી ઊભો થઈને દરવાજો ઓપન કરવા ગયો. અને દરવાજો ખોલતાની સાથે જ પ્રિયાંશ તો જાણે પૂતળું જ બની ગયો હતો કેમ કે સામે પ્રિયાંશી ઊભી હતી.


પ્રિયાંશીએ આજે સફેદ કલરના લેગિગ્સ પર ઓરેન્જ કલરનું સ્લીવલેસ ટોપ પેરેલું હતું. સાથે એક હાથમાં મેચિંગ બ્રેસલેટ અને એક હાથમાં રોજની જેમજ ઘડિયાળ હતી. ઓપન વાળ અને એક સાઇડની વાળની લટ તેના ગાલ પર, વારંવાર પ્રિયાંશી તે લટને સરખી કરતી હતી. આજે પહેલી વાર પ્રિયાંશીનું ફેસ અલગ લાગી રહ્યું હતું તેનું કારણ હતું તેના કપાળમાં રહેલી નાની એવી બિંદી. આજે પહેલી વાર તેને અમેરિકા આવ્યા પછી કપાળમાં બિંદી લગાવી હતી અને બિંદી તેની સુંદરતામાં વધારો કરી રહી હતી. બસ પ્રિયાંશ તો પ્રિયાંશીનું આવી રીતે આવવું જોઈને ત્યાજ પૂતળું બની ગયો હતો.


આ સમયને હું ન થંભાવી શકું,
તું કહે તો સહેજ લંબાવી શકું.


રોજ તો આવે નહીં એ જાણું છું,
શક્ય છે, ક્યારેક બોલાવી શકું.


એટલો અધિકાર દે, મારા સનમ !
ધારું ત્યારે દ્વાર ખખડાવી શકું.


ઝાંઝવા ક્યાં છું, સરોવર છું હું તો,
કોઈને હું કેમ તરસાવી શકું ?


આટલી છે વાત મારા હાથમાં,
સ્વપ્નમાં તુજને હું શોભાવી શકું.


પ્રિયાંશ આટલું બોલ્યો ત્યાજ તેની આજુ બાજુ મયંક, કિશોરભાઇ પણ આવી ગયા હતા..


મયંક:- ભાઈ આટલી સારી કવિતા.. તું તો કવિ થઈ ગયો હો.


પ્રિયાંશ:- ભાઈ કવિ નથી થયો બસ કોઈને જોઈને એમજ બોલી ગયો. (પ્રિયાંશી સામે જોતાં જોતાં પ્રિયાંશ બોલે છે)


પ્રિયાંશી શરમાઈને નીચે જોઈ જાય છે અને બોલે છે.


પ્રિયાંશી:- અંદર આવવા માટેની પરમીશન છે કે મને અહિયાં જ ઊભી રાખવાની છે તમારે લોકો એ?


મયંક:- અરે સોરી સોરી અંદર આવ.. આ પ્રિયાંશની વાતમાં ભુલાઈ જ ગયું સોરી હો અને તારે પરમીશન ના લેવાની હોય આવી જવાનું હોય તારું જ ઘર છે એમ સમજીને


પ્રિયાંશી:- થેન્ક્સ મયંકભાઈ પણ અમુક લોકોતો દરવાજો ખોલીને ભૂત બનીને રસ્તો રોકીને ઊભા રે છે પછી શું કરવાનું ?( પ્રિયાંશ સામે જોતાં જોતાં બોલે છે)


પ્રિયાંશ નીચું જોઈને તેની રૂમમાં જતો હોય છે..


પ્રિયાંશી:- મયંકભાઇ અમુક લોકો હજી નાના છોકરા જેવુ જ વર્તન કરે છે જોવો ને ખોટું લાગી ગયું તો અંદર ભાગે છે..


પ્રિયાંશ:- એ ચાંપલી કોઈને ખરાબ નથી લાગ્યું હો. હું તારા માટે પાણી લેવા જતો હતો.


પ્રિયાંશી:- જોયું મયંકભાઈ તમે કહો છો કે આ ઘરને મારુ ઘર સમજુ પણ અમુક લોકોને આ વાત નથી ગમી.


મયંક અને કિશોરભાઇ આ બને વચ્ચે થઈ રહેલી મીઠી તકરાર જોઈ રહ્યા હતા અને મજા માણી રહ્યા હતા. પ્રિયાંશી પણ ખુશ હતી કે આજે પ્રિયાંશનો મૂડ સારો છે અને તે પહેલાની જેમ જ નોર્મલ થઈ ગયો હતો.


પ્રિયાંશી તમે બધા જ બેસો હું બધા માટે ચા અને નાસ્તો બનાવીને આવું છું.


મયંક:- પ્રિયાંશ જા તું પ્રિયાંશીની હેલ્પ કર કિચનમાં જઈને..


પ્રિયાંશ મયંકને આંખોના ઈશારાથી જ થેન્ક્સ કહીને પ્રિયાંશી પાછળ પાછળ કિચનમાં જાય છે. કિચનમાં પોચીને જ પ્રિયાંશ તેના બને કાન પકડીને પ્રિયાંશીની સામે ઊભો રહી જાઈ છે


પ્રિયાંશી:- અરે આ શું કરે છે તું ?


પ્રિયાંશ:- કાલે તને બોવ જ હેરાન કરીને કીધા વગર જતો રહેલો અને મારા માટે થઈને ગઈ કાલે તારે રડવું પડેલું. તેના માટે સોરી.. પ્રિયાંશની આંખોમાં આસુ હતા.


પ્રિયાંશી:- અરે પાગલ છે તું? તું આવું ના બોલ પ્લીજ અને કાલની વાતતો હું ભૂલી પણ ગઈ છું. રાત ગઈ વાત ગઈ (પ્રિયાંશીએ પ્રિયાંશ સામે આંખ મારીને કહ્યું)


પ્રિયાંશ પણ હવે થોડો સ્વસ્થ થઈ જાય છે અને પ્રિયાંશીની મદદ કરવા લાગે છે કિચનમાં


પ્રિયાંશ:- એક વાત કવ ?


પ્રિયાંશી:- હા બોલને..


પ્રિયાંશ:- તું આજ પછી ક્યારે પણ રડીશ નહીં..


પ્રિયાંશી:- પણ કેમ ? રડવું એ તો છોકરીઓનો જન્મ સિદ્ધ અધિકાર છે તું ના કેમ પાડે છે


પ્રિયાંશ:- બસ એમજ


પ્રિયાંશી:- અરે બોલને કેમ ના પાડે છે રડવા માટે?


પ્રિયાંશ:- તું રડતી હોય ત્યારે તું ભૂત જેવી લાગે છે એટલે


પ્રિયાંશ આટલું કહીને ત્યાથી ભાગે છે અને પ્રિયાંશી તેની પાછળ પાછળ બંને જણા આખા ઘરમાં આમથી તેમ ભાગા ભાગી કરે છે.


મયંક:- અરે તમે બને ચા બનાવા માટે ગયા છો કે મસ્તી કરવા માટે


પ્રિયાંશી:- મયંકભાઈ આ પ્રિયાંશ ને સમજાવો મારી સાથે વાત ના કરે..


મયંક:- પણ થયું છે શું તે બોલ..


પ્રિયાંશ:- મયંકભાઈ મે તેને એટલું જ કીધું કે તું રડતી નહીં આજ પછી કેમ કે જ્યારે તું રડે છે ત્યારે તું ભૂત જેવી લાગે છે. બોલો આમાં મે શું ખરાબ કીધું ?


મયંક પણ હસવા લાગે છે અને પછી માંડ માંડ કંટ્રોલ કરે છે.


અને આ જોઈને પ્રિયાંશીનું મોઢું ફૂલીને લાલ થઈ જાઈ છે અને તે સોફા પર આવીને બેસી જાય છે..


કંઈક આપીને..

કંઇક ખોવું છે..


મારે તારા હાસ્યમાં..

હળવું રોવું છે..


તને શું ખબર..

કે મારે શું જોવું છે..


તારી ઉંઘતી આંખમાં..

સપનું એક ચોરવું છે.


તું કેમ સમજતી નથી મારી લાગણી,

મારે દરિયો મટીને સરોવર થવું છે.


પ્રિયાંશ આટલું બોલ્યો ત્યાજ પ્રિયાંશી શરમાઈને ત્યાથી ઊભી થઈ કિચનમાં જતી રહી..

મયંક પણ વિચારી રહ્યો હતો કે પ્રિયાંશને આજે શું થઈ ગયું છે..


થોડી વારમાજ ડોરબેલ વાગે છે પ્રિયાંશ ઊભો થઈ ને દરવાજો ઓપન કરે છે અને એક સ્માઇલ સાથે રાધિકાને (વિશાલના પત્ની) વેલકમ કરે છે


રાધિકા અંદર આવીને સૌથી પહેલા કિશોરભાઈના આશીર્વાદ લે છે અને પછી પ્રિયાંશ રાધિકાની ઓળખાણ મયંક સાથે કરાવે છે ત્યાજ પ્રિયાંશી ચા અને નાસ્તો લઈને આવી જાય છે અને તેની સાથે પણ ઓળખાણ કરાવે છે અને પછી બધા બેસીને ચા અને નાસ્તો કરવા લાગે છે..


પ્રિયાંશ:- થેંક્સ દીદી તમે મારી વાત માનીને અહી આવ્યા..


રાધિકા:- થેન્ક્સ તો મારે તને કહેવું જોઈએ, જો તે આવીને મને સમજાવી ના હોતને તો હું ક્યારે પણ સમજી ના શકેત..


રાધિકા કિશોરભાઈની પણ માફી માંગે છે અને અને કહે છે અને વચન આપે છે કે તે હવે કિશોરભાઇની દીકરી કમ દીકરો બનીને રહેશે અને તેની સેવા કરશે..


કિશોરભાઇ પણ રાધિકાને માફ કરી ને જે થઈ ગયું તે ભૂલીને નવી શરૂવાત કરવાનું કહે છે..


પ્રિયાંશ:- કાકા એક વાત કવ તમને ?


કિશોરભાઇ:- હા બોલ ને..


પ્રિયાંશ:- કાકા રાધિકા દીદી હજી બોવ જ યંગ છે. આપડે તેના બીજા મેરેજ કરાવ્યે તો?


કિશોરભાઇ:- હું પણ એ જ વિચારતો હતો..


રાધિકા:- તમે બધા કાન ખોલીને સાંભળીલો હું બીજા મેરેજ નથી કરવાની, વિશાલને મે મારા સાચા દિલ થી પ્રેમ કર્યો છે અને તેની જગ્યા હું બીજા કોઈને નથી આપવાની અને મારે મેરેજ કરવા જ નથી.


પ્રિયાંશ:- સારું તો મારા પાસે વધારે સારો વિચાર છે.


રાધિકા:- કેવો વિચાર?


પ્રિયાંશ:- આજે વિશાલભાઇનો બર્થડે છે તો આજે જ તમે બને કોઈ અનાથાશ્રમમાં જઈને એક બાળકને દત્તક લઈ લો ને, જેનાથી તે બાળકનું ભવિષ્ય પણ સારું થઈ જાય અને તમને બંને ને પણ ઘરમાં કોઈનો સાથ મળી રહે.


રાધિકા અને કિશોરભાઇ એક દમ ખુશ થઈ જાઈ છે અને આ વાત માટે માની પણ જાય છે. પ્રિયાંશના આ વિચારથી મયંક અને પ્રિયાંશી પણ ખુશ હતા અને પ્રિયાંશીના મનમાં પ્રિયાંશ માટેનો પ્રેમ વધારે સ્ટ્રોંગ થઈ રહ્યો હતો.


અને બધા મળીને પ્રિયાંશના આ વિચાર માટે તેને થેન્ક્સ કહે છે અને પછી બધા જ લોકો એક સાથે બહાર જાઈ છે. સૌથી પહેલા લોકો એક અનાથાશ્રમમાં જઈને વાત કરે છે અને પછી બધા ત્યાથી એક ઇંડિયન હોટેલમાં જઈને લંચ કરે છે અને સાથે વિશાલની આત્માને શાંતિ મળે તે માટે પ્રાથના કરીને બધા અલગ પડે છે. પ્રિયાંશી, પ્રિયાંશ અને મયંક ત્રણેય મયંકની કારમાં ઘરે જવા નીકળે છે અને રાધિકા અને કિશોરભાઇ રાધિકાની કારમાં તેમના ઘર તરફ જવા નીકળે છે.. બધાની આંખોમાં આસુ હતા પણ કોઈને ખબર ન હતી કે આ આસુ ખુશીના હતા કે..............

-------------------------------------

(10)

રાત્રે પ્રિયાંશીએ બેડમાં સૂતા સૂતા ફેસબુક ઓપન કર્યું ત્યાં તેને પ્રિયાંશ તરફથી એક સરસ મજાનો મેસેજ આવેલો હતો.


નથી કોઈ બંધન કે સબંધ,તારા અને મારા વચ્ચે

તારો છે રસ્તો અલગ, મારા છે બંધન જુદા

છતા પણ છે કોઈ અતૂટ સંબંધ લાગણીનો.


કદીક વિચારુ છુ, ન વધુ આગળ તારી તરફ,

પણ છે કોઈ ડોર મજબૂત ઘણી, જે ખેંચી જાય છે દૂર મને તારા ભણી.


કહેવુ છે ઘણુ બધુ તને, ડર પણ લાગે છે મને

ન નિભાવી શકુ તો દિલ જો તારુ તૂટશે તો આંસુ મારા પણ વહેશે.


જે દિવસથી નજર સામે આવ્યા છો, તે દિવસથી જ મારા લાગ્યા છો

છતા પણ છો સંબંધોની યાદીથી દૂર જાણે કોઈ સપનુ લાગો છો


વાંચીને પ્રિયાંશી એકદમ ખુશ થઈ ગઈ તે મેસેજ કરે છે.


પ્રિયાંશી:- થેન્ક્સ..


1 મિનિટમાંજ પ્રિયાંશનો મેસેજ આવે છે.


પ્રિયાંશ:- થેન્ક્સ કેમ ચાંપલી?


પ્રિયાંશી:- તું ચાંપલો જા, HUH


પ્રિયાંશ:- મેડમ ગુસ્સે થઈ ગયા...


પ્રિયાંશી:- હા..


પ્રિયાંશ:- સોરી, હવે બોલ થેન્ક્સ કેમ કહ્યું..


પ્રિયાંશી:- હવે નથી કેવું જા ચાંપલા (બનાવટી ગુસ્સો કરતાં કહે છે)


પ્રિયાંશ:- સારૂ તો કઈ વાંધો નહી, બાય


પ્રિયાંશી:- HUH બાય કેમ ?


પ્રિયાંશ:- તું ગુસ્સામાં છે ને એટલે


પ્રિયાંશી:- તો શું મને મનાવિશ નહીં ?


પ્રિયાંશ:- ના મને એવું કોઈ ને મનાવતા નથી આવડતું હો..


પ્રિયાંશી:- HUH સારું જા બાય...


થોડી વાર રહીને પ્રિયાંશ એક મેસેજ કરે છે..


I drove away your smile

I made you sad for a while

I got rid of your happiness

I created an emotional mess

I am sorry for making trouble

Forgive me girl, you are special

I promise to be a good boy

I will fill your life with joy

I am sorry

પ્રિયાંશી:- એ ચાંપલા બસ કર પાગલ હવે રડાવીશ કે શું ?


પ્રિયાંશ:- હા વિચારતો એવો જ હતો હો..


પ્રિયાંશી:- બોવ સારૂ દોઢા..


પ્રિયાંશ:- હા ચાંપલી.. સારું ચાલ બાય સૂઈ જાવ છું કાલે સવારે મળ્યે..


પ્રિયાંશી:- બાય..


--------------------------------------------------------------


બીજા દિવસે સવારે શીતલ અને પ્રિયાંશી, પ્રિયાંશની રાહ જોતાં ઊભા હોય છે અને પ્રિયાંશી શીતલને ગઈ કાલે જે પણ થયું તે બધી જ વાત કરી..


શીતલના દિલમાં પણ પ્રિયાંશ માટે આદર આવી જાય છે..


પ્રિયાંશ આવે છે અને પછી બધા કોલેજ જાઈ છે..


આજે અક્ષિતા કોલેજમાં દેખાઈ નહીં પ્રિયાંશને થયું કે સારું એક દિવસતો શાંતિ.


એક અઠવાડિયુ થવા આવ્યું અક્ષિતા કોલેજ દેખાઈ જ નહીં એટ્લે પ્રિયાંશને ચિંતા થવા લાગી તે બ્રેક ટાઈમમાં ડીનને મળવા ગયો ત્યાથી જાણવા મળ્યું કે અક્ષિતા ભારત પાછી જતી રહી છે તેના અંગત કારણના લીધે પછી પ્રિયાંશને થોડી શાંતિ થઈ. કે તેને હવે અક્ષિતા નામની મગજમારી થી કોઈ પ્રોબ્લેમ નહીં હોય..

------------------------------------------------------------------

ડિસેમ્બર માહિનાનું લાસ્ટ વીક હતું અક્ષિતા ગઈ તેને ૨ મહિના ઉપર થવા આવ્યું હતું.


પ્રિયાંશી, પ્રિયાંશ અને શીતલ ત્રણેયની ફ્રેન્ડશિપ વધારે સ્ટ્રોંગ થઈ ગઈ હતી. ત્રણેય એકબીજાની બધીજ વાતો જાણતા, બોલ્યા વિના શું કેવા માંગે છે તે ઈશારામાં જ સમજી જતાં અને રજાના દિવસોમાં મયંક પણ આ લોકો સાથે જ રહેતો


પ્રિયાંશી, પ્રિયાંશ અને શીતલ ત્રણેય મયંકને તેમનો મોટો ભાઈ જ સમજતા અને મયંક પણ રજાના દિવસોમાં બધાને શિકાગો શહેરની આજુ બાજુના સ્થળોએ ફરવા લઈ જતો. ક્યારેક રાત્રે બધા મુવીઝ કે પછી ડિનર માટે બહાર જતાં. બધા લોકો એકબીજાની કંપનીમાં ખુશ હતા.


બધા લોકોએ NEW YEAR સાથે સેલિબ્રેટ કરવાનું વિચાર્યું પણ કુદરતને મંજૂર નહોતું…


શિકાગોમાં ભયંકર બરફનું તોફાન આવ્યું. તાપમાન -૧૫ ડિગ્રી કરતાં નીચું જતું રહ્યું, કોલેજ, ઓફિસે બધુ જ બંધ કરી દેવાયું હતું, સરકારે લોકોને બહાર ના નીકળવાની સલાહ આપી હતી. ઇન્ટરનેટ પણ ક્યારેક ક્યારેક જ ચાલુ થતું હતું. બધાને ફરજિયાત ઘરમાજ પુરાઈ રહેવું પડતું હતું અને આ વાત આ ચારેય લોકો માટે દુખ ભરી હતી કેમ કે તેમણે કેટલા બધા પ્લાન બનાવી રાખ્યા હતા નવું વર્ષ ઉજવવા માટેના..


પણ રિહાનમાટે તો આ ખૂબ જ સારી વાત હતી. કેમ કે, પ્રિયાંશીની કોલેજ બંધ હતી અને રિહાનની પણ એટલે બંને આખો દિવસ ઘરમાજ રહેવાના હતા. અને રિહાન માટે આ સારો એવો મોકો હતો પ્રિયાંશી સાથે સમય વિતાવવાનો તે પ્રિયાંશીને લાઈક કરતો હતો પણ પ્રિયાંશી સાથે વધારે સમય પસાર કરવા મળતો નહીં પણ કુદરતે તેને આ મોકો પણ આપી દીધો કેમ કે ૧૫ દિવસ માટે બધુ જ બંધ હતું.


પ્રિયાંશી તેના રૂમમાં કઈ ક બુક વાંચી રહી હોય છે ત્યાજ રિહાન આવે છે..


રિહાન:- HEY


પ્રિયાંશી બુક સાઇડમાં મૂકીને OH HELLO


રિહાન:- કઈ બૂક રીડ કરે છે?


પ્રિયાંશી:- Hamlet, William Shakespeare ની


રિહાન:- ઓહ, સોરી..


પ્રિયાંશી:- અરે સોરી કેમ ?


રિહાન:- તને ડીસ્ટર્બ કરવા માટે


પ્રિયાંશી:- અરે ના ના એવું કઈ નથી. બોલો તમે


રિહાન:- કેવી ચાલે છે કોલેજ લાઈફ ?


પ્રિયાંશી:- બસ ચાલ્યા કરે છે. તમે બોલો તમારી કોલેજ લાઈફ નું અને કોઈ મળી કે નહીં ?


રિહાન:- ના.


પ્રિયાંશી:- તમારું ફેસ જોતાં તો એવું લાગે છે કે તમને કોઈ મળી ગયું છે..


રિહાન:- હમમમ


પ્રિયાંશી:- અરે કહોને સાચું..


રિહાન:- હા એક છોકરી ગમે છે પણ હિમ્મત નથી ચાલતી તેને પ્રપોસ કરવાની અને હું એ પણ નથી જાણતો કે તે મને લાઈક કરે છે કે નહીં ?


પ્રિયાંશી:- અરે તમને વળી કઈ છોકરી ના પાડી શકવાની ? આટલા હેન્ડસમ છો, સારા ફેમિલીમાથી છો, નેચર સારો છો, લવીગ અને કેરીગ પણ દેખાવ છો. બિન્દાસ્ત પ્રપોસ કરીદો જઈને, ના નહીં જ પાડે.


રિહાન:- હમમમ


પ્રિયાંશી:- એક વાત કહો છોકરી અહિયાની છે કે ઇંડિયન?


રિહાન:- ઇંડિયન


પ્રિયાંશી:- અંકલ, આંટી તે છોકરીને ઓળખે છે?


રિહાન:- હા બોવજ સારી રીતે ઇનફેક્ટ છોકરીના ફેમિલીને પણ સારી રીતે ઓળખે છે...


પ્રિયાંશી:- તો તો બોવ જ સારું તમે તમારા પરેન્સ્ટને વાત કરો તે છોકરી વિષે.. અને તમારા પરેન્સ્ટને કહો કે તે છોકરીના પેરેન્ટસ સાથે વાત કરે. એટલે તમારો પ્રોબ્લેમ સોલ્વ


રિહાન ખુશ હતો કે પ્રિયાંશીએ તેનામાં આટલી બધી વાતો નોટિસ કરી હતી અને એક સારો આઇડિયા પણ આપ્યો હતો અને પ્રિયાંશીને ક્યાં ખબર જ હતી કે, તે તેના જ પગ ઉપર કૂવાડી મારી રહી છે...


રિહાન:- થેન્ક્સ. હું થોડા દીવસમાંજ વાત કરું છું મોં-ડેડને


પ્રિયાંશી:- ઓલ ધી બેસ્ટ..


રિહાન બાય કહીને જાય છે અને તેના ચહેરા પર એક સ્માઇલ હોય છે અને પ્રિયાંશી પાછી બુક લઈને વાંચવા માટે બેસી જાઈ છે..

-----------------------------------------------------------------

આ બાજુ પ્રિયાંશ પણ વેલેન્ટાઇનના દિવસે પ્રિયાંશીને પ્રપોસ કરવાનું વિચારે છે, અને આ માટે તેને મયંક અને શીતલ બંનેની મદદની જરૂર હોય છે અને તેને આ વાત મયંક અને શીતલને કરી અને બને તૈયાર પણ થઈ ગયા પ્રિયાંશની મદદ કરવા માટે. પ્રિયાંશ ખુશ હતો અને બસ હવે વિચારી રહ્યો હતો કે પ્રિયાંશીને પ્રપોસ કેવી રીતે કરવું.


૧૫ દિવસ સુધી પ્રિયાંશે ખુબજ વિચાર કર્યા પછી ફૂલ પ્લાન બનાવી લીધો હતો પ્રિયાંશીને પ્રપોસ કરવા માટેનો અને તેના માટે થોડા વધારે પૈસાની પણ જરૂર પડવાની હતી એટલે પ્રિયાંશે એક કાફેમાં પાર્ટ ટાઈમ જોબ પણ ચાલુ કરી દીધી હતી. બસ હવે વેઇટ હતો વેલેન્ટાઇન દિવસનો..........

૧૩ ફેબ્રુઆરી

સાંજના સમયે પ્રિયાંશે બધી જ તૈયારી કરી લીધી હોય છે પ્રિયાંશીને પ્રપોસ કરવા માટે ની. પ્રિયાંશીએ મયંક અને શીતલને પણ આખો પ્લાન જણાવી દીધો હતો અને બંને જણા ખુશ પણ હતા કે પ્રિયાંશી અને પ્રિયાંશ એક થવા જઇ રહ્યા છે..


ચારેય લોકોનું વોટસએપ ગ્રૂપ છે તેમાં મયંક મેસેજ કરે છે કે કાલે આપડે બધા જ લોકો અહિયાથી ૧૫૦ કી.મી. દૂર આવેલા રેસીન બીચ જઈશું. બધા આવશોને?


પ્રિયાંશ:- હા હું આવીશ....


શીતલ:- હું પણ..


પ્રિયાંશી:- હું પણ..


મયંક:- તો સારું કાલે મળ્યા સવારે ૧૧ વાગે


-------------------------------------------------------------


૧૪ ફેબ્રુઆરી વેલેન્ટાઇન દિવસ.


૧૦:૩૦ શીતલ ગ્રુપમાં મેસેજ કરે છે કે તેની હાલત ખરાબ હોવાથી તે આવી શકે તેમ નથી..


૧૦:૪૫ મયંક મેસેજ કરે છે કે તેના ઓફિસે કામ આવી ગયું હોવાથી તે નથી આવી શકે તેમ..


હવે પ્રિયાંશી અને પ્રિયાંશ બે જ બચ્યા હતા. પ્રિયાંશીને એક તરફ ખરાબ લાગી રહ્યું હતું કે શીતલની હેલ્થ ખરાબ છે અને મયંકભાઈને ઓફિસે કામ આવી ગયું હતું એટલે બને તે લોકોની સાથે નથી આવી સકે તેમ અને થોડી ખુશ પણ છે કે તે અને પ્રિયાંશ બંને એકલા જ હશે અને આજનો દિવસ શાંતિથી વિતાવી શકશે અને મૌકો મળે તો હું પ્રિયાંશને મારા દિલની વાત પણ કહી દઇશ.. અને તેને અને પ્રિયાંશે સીટીમાં જ ફરવાનો પ્લાન બનાવ્યો હતો.. પ્લાન મુજબ મયંક પ્રિયાંશ માટે તેની કાર મૂકીને ગયો હતો..


૧૧ વાગે પ્રિયાંશનો મેસેજ આવે છે કે તૈયાર થઈ ગયા ?


પ્રિયાંશી:- હા..


પ્રિયાંશ:- તો બહાર આવ વેઇટ કરું છું તારો...


પ્રિયાંશીએ બ્રાઉન કલરનો peplum pencil dress પહેર્યો હતો સાથે હાથમાં બ્રાઉન કલરનું Clutch અને બ્રાઉન હાઇ હિલ્સ. હોઠો પર મેટલ બ્રાઉન કલરની લિપસ્ટિક, અને આંખો પર આઈ લાઇનર સિવાય કોઈ પણ જાતનું ચહેરા ઉપર મેકઅપ નહોતું. અને આ બાજુ પ્રિયાંશે નેવી બ્લૂ જીંસ ઉપર સફેદ ટી-શર્ટ અને તેના ઉપર નેવી બ્લૂ કલરનું કેસ્યુલ બ્લેઝર પહેર્યું હતું..


પ્રિયાંશીને જોઈને પ્રિયાંશની આંખો તેના પર જ સ્થિર થઈ ગઈ અને પ્રિયાંશને જોઈને પ્રિયાંશીની હાલત પણ કઈક એવી જ હતી..


પ્રિયાંશી રોડ ક્રોસ કરીને આવે છે. અને પ્રિયાંશ તેની આંખોમાં જોઈને બોલે છે.


The Moon is the most Divine of all light,

But its start that makes the night so Beautiful.

As for you, you are most divine in My Eyes,

But its start Twinkle in your Eyes Makes you ever so Beautiful.


પ્રિયાંશી શરમાઈને નીચું જોઈ જાય છે અને કહે છે


પ્રિયાંશી:- Thank you & you also looks so Dashing today..


પ્રિયાંશ:- Thank you… ચાંપલી આંખો બંધ કર તારા માટે એક ગિફ્ટ છે..


પ્રિયાંશી:- હા દોઢા..


પ્રિયાંશી આંખો બંધ કરે છે અને પ્રિયાંશ તેના ગાળામાં ડાયમંડનો એક હાર પહેરાવે છે..


પ્રિયાંશી:- આ હું ના લઈ શકું પ્રિયાંશ..


પ્રિયાંશ:- તો ઉતારીને ફેકી દે ડસ્ટબિનમાં


પ્રિયાંશી:- અરે આટલો કોસ્ટલી હાર કેમ ફેકી દવ..


પ્રિયાંશ:- તો ના ફેક એમજ રેવા દે..


પ્રિયાંશી:- બોવ સારું દોઢા..


પ્રિયાંશ:- દોઢા દોઢા જ કહીશ કે મને પણ ગિફ્ટ આપીશ ? લાવી પણ છોકે ભૂલી ગઈ હે?


પ્રિયાંશી:- આંખ બંધ કર.


પ્રિયાંશ આંખો બંધ કરે છે. અને પ્રિયાંશી, પ્રિયાંશના હાથ ઉપર JAEGER-LECOULTRE ની વોચ પહેરાવે છે. પ્રિયાંશની આંખોમાં આસું આવી જાય છે


પ્રિયાંશ:- તને કેમ ખબર કે આ મારી ફેવરિટ બ્રાન્ડ છે અને મારે આ કંપનીની ઘડિયાળ ખરીદવી હતી.


પ્રિયાંશી:- શું કામ કવ...


પ્રિયાંશ:- પણ આ બ્રાંડની વોચની પ્રાઇસ તો બોવ જ હાઇ છે. તે કેવી રીતે?


પ્રિયાંશ આગળ બોલે તે પહેલા જ પ્રિયાંશીએ તેના હોઠ પર આંગળી મૂકીને ચૂપ રહેવા કહ્યું...


પ્રિયાંશી:- અહિયા જ ટાઈમ પૂરો કરવાનો છે કે ?


પ્રિયાંશ:- ના ના..


પ્રિયાંશી:- તો ચાલને...


પ્રિયાંશ:- હા. તે પ્રિયાંશી સાઈડની કારનો દરવાજો ખોલે છે. અને પ્રિયાંશીને અંદર બેસવા કહે છે..


પ્રિયાંશી અંદર બેસીને એકદમ સ્પેશિયલ ફિલ કરી રહી હોય છે જે રીતે પ્રિયાંશ તેની કેર કરી રહ્યો હોય છે...


પ્રિયાંશ પણ કારમાં આવીને બેસે છે. અને પછી પ્રિયાંશ, પ્રિયાંશીને પાછળની સીટ ઉપર જોવાનું કહે છે. ત્યાં એક મોટો ગુલાબનો બુકે અને ચોકોલેટનું બોક્સ પડ્યું હોય છે જે જોઈને પ્રિયાંશી ખૂબ જ ખુશ થઈ જાઈ છે..


પ્રિયાંશી:- દોઢા થેન્ક્સ...


પ્રિયાંશ:- સારું.


પ્રિયાંશ કાર સ્ટાર્ટ કરે છે અને સાથે સાથે તે રોમાંટિક સોગ્સ ચાલુ કરે છે તેને આ સોંગ્સનું કલેક્શન લાસ્ટ એકવીકથી રોજ રાત્રે સાંભળી સાંભળી ભેગું કર્યું હતું. અને બધા જ સોંગ્સ પ્રિયાંશીના ફેવરિટ હતા. અને પ્રિયાંશી ખુશ થઈ જાઈ છે કે અને મનોમન ભગવાનનો આભાર માને છે કે પ્રિયાંશ તેની લાઈફમાં આવ્યો અને વિચારે છે કે આજે સાંજે તેને મારા મનની વાત કહી જ દવ...


પ્રિયાંશ ૧ કલાક જેવુ ડ્રાઈવ કરીને પછી એક મોલ પાસે કાર ઊભી રાખે છે.


બંને મોલની અંદર જાય છે અને પેલા લંચ કરે છે અને 3 વાગ્યાના શો માં મૂવી જોવા જતાં રહે છે. અને બહાર નીકળતા સુધીમાં ૫:૩૦ થઈ ગયા હતા અને પ્રિયાંશ મયંકને મેસેજ કરે છે કે અમે ૪૫ મિનિટમાં ત્યાં પહોચી જઈશું..


પ્રિયાંશ:- તારી આંખો પર પટ્ટી બાંધવી પડશે કેમ કે તારા માટે સરપ્રાઈઝ છે કારમાં બેસતા બેસતા કહે છે.


પ્રિયાંશી:- કેટલા સરપ્રાઇઝ પણ. અને કેવું સરપ્રાઇઝ પણ ?


પ્રિયાંશ:- તે તો ત્યાં પહોચીને જ તને ખબર પડશે..


પ્રિયાંશી ખોટી દલીલ કર્યા વગર માની જાય છે અને પ્રિયાંશ તેના આંખો પર પટ્ટી લગાવી દે છે. અને પાછી ગાડી ચાલુ કરીને તેને નક્કી કરેલા સ્થળ પર લઈ જાય છે..


અડધી કલાક પછી પ્રિયાંશ ગાડી સ્ટોપ કરે છે..


પ્રિયાંશી:- શું થયું પહોચી ગયા?


પ્રિયાંશ:- હા.. વેઇટ હું તને બહાર નીકળવામાં હેલ્પ કરું..


પ્રિયાંશ બહાર નીકળીને પ્રિયાંશીની બહાર નીકળવામાં હેલ્પ કરે છે. અને હાથ પકડીને અને પછી લિફ્ટ દ્રારા તેને એક બિલ્ડીંગના ટેરેસ પર લઈ જાઈ છે અને ત્યાં પહોચીને પ્રિયાંશ, પ્રિયાંશીની આંખો પર બાંધેલી પટ્ટી ખોલે છે અને ત્યાનો નજારો જોતાં જ પ્રિયાંશી એકદમ શોક થઇ જાય છે..


૧૦૦ માળની બિલ્ડીંગના ટેરેસ પર, ૨ લોકો ડિનર કરી શકે તે માટે ટેરેસની વચ્ચે ટેબલ ગોઠવેલું હતું અને આખા ટેરેસ પર ગુલાબ અને ફુગ્ગાઓ વડે ડેકોરેશન કરેલૂ હતું સાથે સાથે પ્રિયાંશીના ફોટો દિલના શેપમાં મૂકેલા હતા. અને ટેરેસની સામેની સાઈડ મિચિંગન લેક હતું બિલ્ડીંગોની લાઇટ લેકમાં પડતી હતી અને તેના રીફલેક્ષનથી લેકની સુંદરતા ખીલી ઉઠી હતી. અને બાકીથી બાજુથી શિકાગો શહેર દેખાતું હતું. આટલી ઊંચાઈએથી પહેલી વાર પ્રિયાંશી શિકાગો શહેર જોઈ રહી હતી. અને અહિયાથી નજારો જોયા પછી તેનું મન રોમાંચિત થઈ ઉઠ્યું હતું.


પ્રિયાંશ તેનો હાથ પકડીને ટેબલ પાસે લઈને આવે છે. ટેબલ પર બેસવા જાઈ છે ત્યાજ લાઇટ ઓફ થઈ જાય છે અને થોડાક લોકો ટેરેસ પર આવીને પ્રિયાંશી અને પ્રિયાંશની ફરતે આવીને ગોઠવાઈ જાઈ છે અને આ જોઈને પ્રિયાંશી ડરી જાઈ છે અને પ્રિયાંશનો હાથ સ્ટ્રોંગથી પકડી લે છે.


થોડીજ વારમાં સોંગ ચાલુ થાઈ છે અને તે બધા જ લોકો ઇન્ડીયન સોંગ્સ પર ડાન્સ કરવા લાગે છે અને પ્રિયાંશ પણ તે લોકો સાથે જોઇન્ટ થઈ જાય છે. બધા જ લોકો પ્રિયાંશી માટે ડાન્સ કરી રહ્યા હોય છે અને પ્રિયાંશીને તો હજુ બધુ સપના જેવુ જ લાગે છે.. ૫ મિનિટ ડાન્સ કર્યા પછી તે બધા લોકો જતાં રહે છે અને બીજા ૪ લોકો આવે છે.


ચારેય લોકોએ LED લાઇટ્સ વાળા ટી-શર્ટ પહેર્યા હોય છે અને ચારેય આવીને પ્રિયાંશીની સામે થોડે દૂર લાઇનમાં ઊભા રહી જાઈ છે અને બધા લોકોના ટી-શર્ટ ઉપર કઈક લખેલું હોય છે અને પ્રિયાંશી તે વાંચે છે.


પહેલાના ટી-શર્ટ ઉપર લખેલું હોય છે “ I “


બીજાના ટી-શર્ટ ઉપર લખેલું હોય છે “ LOVE“


બીજાના ટી-શર્ટ ઉપર લખેલું હોય છે “ YOU “


ત્રીજાના ટી-શર્ટ ઉપર લખેલું હોય છે “ PRIYANSHI “


અને ત્યાં પ્રિયાંશ આવીને તે ચારેય લોકોની આગળ ઊભો રહી જાય છે અને તેના ટી-શર્ટ ઉપર લખેલું હોય છે “ I LOVE YOU PRIYANSHI “


તરતજ લાઇટસ ઓન થાઈ છે અને પ્રિયાંશીની આંખોમાથી આસુંઓની ધાર વહેવા લાગે છે. તે જોવે છે કે પાછળ ઉભેલા ચારેય લોકો. મયંકભાઈ, શીતલ. કિશોરકાકા અને રાધિકાદીદી હોય છે.


તરતજ પ્રિયાંશ તેને આકાશ તરફ જોવાનું કહે છે. પ્રિયાંશી આકાશમાં જોવે છે તો ત્યાં એક પ્લેન ઊડી રહ્યું હોય છે અને તે સ્મોકમાં લખી રહ્યું હોય છે


I LOVE(દિલનો શેપ) U


બસ આ જોતાં જ પ્રિયાંશી રડવા લાગે છે અને તેને વિચાર્યું પણ નહોતું કે કોઈ તેને પ્રપોસ આવી સ્પેશિયલ રીતે કરશે. ત્યાજ પ્રિયાંશ પેલું રેડ રોઝ નું બૂકે લઈને આવે છે અને પ્રિયાંશીને આપે છે. અને તેમાથી એક ગુલાબ ખેચીને બહાર કાઢે છે.


પ્રિયાંશ હવે તેના ગોઠણ પર બેસે છે અને પ્રિયાંશીની આંખોમાં જોઈને પેલું ગુલાબનું ફૂલ આગળ કરે છે અને તે ગુલાબના ફૂલ ઉપર રિંગ હોય છે. અને પ્રિયાંશ કહે છે.


મન મુકી તારા પર વરસવાનું મન થાય..

ભીંજ્વી તને ખુદ ભીંજાવાનુ મન થાય..

હાથમાં રાખી હાથ નજીક બેસવાનું મન થાય..

ને તારા જ સ્પર્શ થકી મહેકવાનું મન થાય..

તારા જ રંગે રંગાવાનું મન થાય..

ને પછી, તારામાં જ ભળી જવાનું મન થાય..

ફક્ત તને એક ને જ પામવાનું મન થાય..

ને માત્ર તારે કારણે જ મને જીવવાનું મન થાય

જો તું સાથ દે જિંદગી ભર તો,

બાકીના સાતે જન્મ તારી સાથે જ માણવાનું મન થાય.


પ્રિયાંશ:- Will You Be my Valentine?


પ્રિયાંશી હજી વિચારી રહી હોય છે કે શું આ સપનું છે?


પ્રિયાંશી:- ચાંપલી જલ્દી બોલ પગ દુખે છે આવી રીતે બેસી ને.


પ્રિયાંશી સહિત બધાજ લોકો હસી પડે છે.. પ્રિયાંશી, પ્રિયાંશને બંને હાથ પકડીને ઊભો કરે છે અને HUG કરે છે ને રડતાં રડતાં જ YES I WILL કહે છે..


અને બધા એક સાથે જ પ્રિયાંશી અને પ્રિયાંશને ભેટી પડે છે અને બધા જ લોકો ખુશ હોય છે. પછી બધા સાથે DINNER કરે છે અને પછી

પ્રિયાંશ મયંકભાઈ સાથે આંખોના ઇશારામાં કઈક વાત કરે છે.


મયંકભાઈ:- પ્રિયાંશ હવે તું પ્રિયાંશીને ઘરે ડ્રોપ કરી આવ..


પ્રિયાંશ:- હા મયંકભાઇ.. પ્રિયાંશ આંખોના ઇશારાથીજ મયંકભાઈને થેન્ક્સ કહે છે અને બંને ત્યાથી નીકળી જાય છે


પ્રિયાંશ અને પ્રિયાંશી મિચિંગન લેકના કિનારે એક બેંચ પર બેસે છે પ્રિયાંશીનું માથું પ્રિયાંશના સોલ્ડર ઉપર હોય છે અને પ્રિયાંશીએ પ્રિયાંશનો હાથ તેના હાથમાં પકડી રાખ્યો હોય છે.


હજી ૧૦ મિનિટજ થઈ હોય છે ત્યાજ એક પ્રિયાંશીના મોબાઇલમાં મેસેજ આવે છે


મેહુલભાઈ:- હેય બેટા તું જ્યાં પણ હોય ત્યાથી જલ્દી ઘરે પહોચી જા. તારી સાથે જરૂરી વાત કરવી છે..


પ્રિયાંશી, પ્રિયાંશને આ મેસેજ વંચાવે છે અને પ્રિયાંશ તેને લઈને ઘર તરફ નીકળી જાય છે..

-------------------------------------

(11)

આનંદભાઈનું ઘર

રાત્રિના ૮ વાગ્યા હતા. મેહુલભાઈ અને તેમનું ફેમિલી ઇન્ડિયાથી શિકાગો આવી ચૂક્યું હતું.


મેહુલભાઈ તેના બિઝનેસના કામ માટે શિકાગો આવવાના હતા અને આ તકનો લાભ લઈને માયાબેન અને દેવાંશી પણ જીદ કરીને સાથે આવ્યા હતા અને મેહુલભાઈ પણ તેમની સાથે વધારે દલીલ કર્યા વગર સાથે લાવવા માટે રાજી થઈ ગયા હતા. તે પણ સમજતા હતા કે બંને માં-દીકરી તેની લાડકી થી ૫ મહિના દૂર રહ્યા છે અને બંને પ્રિયાંશીને મિસ કરી રહ્યા છે એટલે બંનેને સાથે આવવા માટે પરમીશન આપી દીધી.


આનંદભાઈ જાતે જઈને જ મેહુલભાઈના ફેમિલીને એરપોર્ટ પરથી લઈને આવી ગયા હતા બધા લોકો ફ્રેશ થઈને નીચે બેઠા હતા. અને રિહાન આવે છે અને મેહુલભાઈ અને માયાબેન ને પગે લાગે છે અને આનંદભાઈની બાજુમાં આવીને બેસે છે. આનંદભાઈને પણ નવાઈ લાગે છે કે રિહાન આજે આટલો વહેલો ઘરે આવી ગયો?


રિહાન વિચારી રહ્યો હોય છે કે આના કરતાં વધારે સારો મોકો તેને નથી મળવાનો તેનું અને પ્રિયાંશીનું ફેમિલી બને એક સાથે છે..


રિહાન:- ડેડ એક વાત કેવી છે મારે તમને બધાને કરી શકું ?


આનંદભાઈ:- હા બોલને બેટા..


રિહાન:- ડેડ કેવી રીતે કવ નથી સમજાતું. (રિહાન શરમાઈ રહ્યો હોય છે)


આનંદભાઈ:- અરે બોલને બેટા બધા ઘરનાજ લોકો છે ને..


રિહાનને આવી રીતે શરમાતો જોઈને શિવાનીબેન સમજી જાઈ છે કે રિહાનને શું કહેવું છે?


શિવાનીબેન:- કોઈ છોકરી ગમી ગઈ કે શું?


રિહાન એક દમ સ્તબ્ધ બનીને શિવાનીબેન સામું જોઈ રહ્યો હોય છે.


શિવાનીબેન:- આમ સામું શું જોવે છે બોલ ને સાચું.. છોકરી ગમી ગઈ છે ને તને...


રિહાન:- હા.


શિવાનીબેન અને આનંદભાઈ એકદમ ખુશ થઈ જાઈ છે..


આનંદભાઇ:- અરે વાહ બેટા. અને તું આટલું કહેવામા આટલો શરમાતો કેમ હતો.


રિહાન:- ડેડ એમજ..


આનંદભાઈ:- સારું બતાવ તેનું નામ ? કોણ છે ક્યાં રહે છે ? ઇન્ડિયન છે કે અહિયાની ?


રિહાન:- અરે ડેડ બસ બસ આટલા બધા સવાલો એક સાથે. મારા કરતાં વધારે જલ્દી તમારે લાગે છે હે..


બધા એક સાથે હસી પડે છે..


મેહુલભાઈ:- અરે બેટા તારા ડેડ આવા જ છે કોલેજ માં પણ આવો જ હતો અને હજી પણ આવો જ છે..


આનંદભાઈ:- સાચી વાત મેહુલિયા.. તું બોલ રિહાન કે મહારાજ બોલાવીને મૂરત જોવડાવું પડસે મારે તું બોલે તે માટે નું..


રિહાન:- ડેડ તે ઇન્ડિયન છે અને તમે બધા જ તેને સારી રીતે ઓળખો છો.


આનંદભાઈ:- ઓહ.. શું નામ છે તેનું?


રિહાન:- પ્રિ... પ્રિ... પ્રિ.. પ્રિયાંશી


આનંદભાઈ:- હે..........


આનંદભાઈની જેમ બાકી બધાણા મોઢામાંથી પણ આ શબ્દ નીકળી ગયો હતો..


આટલી વારમાંજ પ્રિયાંશી આવતી દેખાઈ અને તેને જોઈને આનંદભાઈએ આ વાત અહિયાજ પૂરી કરવાનું બધાને કહે છે અને કીધું કે ભૂલમાં પણ આ વાત પ્રિયાંશી સામે ના થવી જોઈએ આ વાત આપણે કાલે કરીશું..


------------------------------------------------------------


પ્રિયાંશે પ્રિયાંશીને ઘરે ડ્રોપ કરી અને કાર પાર્ક કરીને તે ઉપર જતો રહે છે અને આ બાજુ પ્રિયાંશી ખુબજ ખુશ હોય છે કે આજે તેની લાઇફનો સૌથી સારો દિવસ હતો. અને થોડી તાલાવેલી પણ હોય છે કે ડેડને શું વાત કરવી હતી


પ્રિયાંશી જેવો ઘરમાં પગ મૂકે છે અને સામે જોવે છે તો તેની સામેજ માયાબેન, મેહુલભાઈ અને દેવાંશી ઊભા હતા તે લોકો ને જોઈ ને પ્રિયાંશી એકદમ ખુશ થઈ જાઈ છે. અને વિચારી રહી હતી કે આજે તેને કેટલા બધા સરપ્રાઈઝ મળ્યા છે. આજનો દિવસ વેલેન્ટાઇન દિવસ નહીં પણ સરપ્રાઈઝ દિવસ હતો તેના માટે. પહેલા પ્રિયાંશ અને અત્યારે મોમ, ડેડ અને દેવાંશી.


પ્રિયાંશી જઈને પેલા મેહુલભાઈને પગે લાગીને HUG કર્યું ત્યાર બાદ માયાબેનને પગે લાગીને HUG કર્યું અને છેલ્લે દેવાંશીને HUG કર્યું


પ્રિયાંશી:- ડેડ તમે લોકો અહી અચાનક ?


મેહુલભાઈ:- કેમ અમારી દીકરીને મળવા ના આવી શકીએ ?


પ્રિયાંશી:- અરે ડેડ એવું નહી પણ હજી ૨ દિવસ પહેલા આપણી વાત થઈ ત્યારે તો તમે કીધું નહીં..


મેહુલભાઈ:- બેટા તને સરપ્રાઈઝ આપવું હતું એટલે ના કીધું. તને ના ગમ્યું અમારું આવી રીતે આવવું?


પ્રિયાંશી:- અરે ડેડ આવું નથી પણ મને હજી એમજ લાગે છે કે આ કોઈ સપનું છે..


માયાબેન પ્રિયાંશીના હાથે ચિટિયો ભરે છે.


પ્રિયાંશી:- આહહ...... મોમ આ શું કર્યું ?


માયાબેન:- જોયું અમે સાચેજ અહિયાં છીએ તું કોઈ સપનું નથી જોઈ રહી..


પ્રિયાંશી માયાબેનને HUG કરી લે છે. અને બધાની આંખોમાં ખુશીના આસું હતા.


પ્રિયાંશીએ આટલા દિવસો પછી તેના મોમ, ડેડ અને દેવાંશીને જોયા હતા એટલે તે થોડી ભાવુક થઈ ગઈ હતી સામેની બાજુ પણ બધા ભાવુક હતા..


પ્રિયાંશી:- ડેડ કોઈ બિઝનેસ ટ્રીપ પર આવ્યા છો ને?


મેહુલભાઈ:- હા બેટા, તને કેવી રીતે ખબર..


પ્રિયાંશી:- મોમ થોડા દિવસ પહેલા કહેતા હતા કે તારા ડેડ આવવાના છે અમેરિકા પણ ક્યારે તે નથી ખબર. પણ તમે આટલા જલ્દી આવશો તે વિચાર નહોતો કર્યો અને સાથે મોમ અને દેવુને પણ લાવશો તે પણ ખબર નહતી..


મેહુલભાઈ:- અરે તને મળવા માટે જ બંનેને સાથે લઈને આવ્યો છું.. બંને તને બોવ જ મિસ કર્યા કરે છે, સારું તું ફ્રેશ થઈ જા પછી વાત કર્યે...


પ્રિયાંશી ફ્રેશ થવા જાઈ છે અને આ બાજુ બધા જ લોકો એક દમ શાંત બેઠા હોય છે કોઈ કઈ બોલી નથી રહ્યુ. પ્રિયાંશી આવે છે બધા લોકો બોવ બધી વાતો કરે છે અને મસ્તી કરે છે જોતજોતામાં રાતના ૧૨ કેમ વાગી ગયા કોઈને ખબર જ ના પડી. બધા એક બીજાને ગૂડ નાઈટ વિશ કરીને સુવા જતાં રહ્યા.


પ્રિયાંશી વોટસેપ ઓપન કરે છે અને પ્રિયાંશનું લાસ્ટ સીન ૧ કલાક પેલાનું હતું અને તે પ્રિયાંશે મોકલેલો મેસેજ વાંચે છે...

તું એટલે મારી આંખોમાં વસેલું એક સુંદર નામ,

તું એટલે પ્રેમનું જીવતું જાગતું પ્રમાણ,

તું એટલે મારા દિલની ધડકન,

તું એટલે તારા ખ્યાલથી મારી સુંદર સવાર,


તું એટલે onlineમાંથી is typing થતું જોઉં અને મન હરખાય,

તું એટલે એક અજાણ્યાને પહેલી મુલાકાતમાં આપેલું સ્મિત,

તું એટલે જીવનનાં સોળમે પાને લખેલું સુરીલું ગીત,

તું એટલે હોશ ઉડાવી મદહોશ કરનાર વ્યક્તિ,


તું એટલે સાંજની એકલતામાં શાયરીના રવાડે ચઢાવી દેનાર વ્યક્તિ,

તું એટલે મારી મૌજનું બસ એક કારણ,

તું એટલે મારા જીવવાનું કારણ,

તું એટલે સમીપે આવે ત્યારે આંખોમાં દફન થવા માંગતું આ દિલ,


તું એટલે મે જોયેલા મારા બધા જ સપનાની ભાગીદાર..

તું એટલે ખેતરમાં લહેરાતો પાક,

તું એટલે વરસાદના આગમનથી કળા કરીને નાચતી ઢેલ (અને હું મોર).

તું એટલે પહેલા વરસાદ પછી આવતી માટીની સુગંધ..

તું એટ્લે ગણિતનો અધરો દાખલો જેટલી વાર ગણું એટલી વાર હું ગૂંચવાવ

તું એટલે મારી આંખોમાં વસેલું એક સુંદર નામ..

તું એટલે ધોમ ધખતા તડકામાં શીતળ છાયો

તું એટલે પલ પલ ખુશ રહેવાનો વાયદો

તું એટલે ફાગણની બપોરે વાતો ઠંડો પવન

“તું” એટલે તારા વગર અધૂરો હું....

તું એટલે બસ તું….

બસ…. તું…. એટલે મારા દિલ પર સામ્રાજ્ય કરનાર વ્યક્તિ….

પ્રિયાંશી:- એક સ્માઇલી વાળું ઇમોજી મોકલે છે..


થોડી જ સેકન્ડમાં પ્રિયાંશ ઓનલાઈન થાઈ છે અને ટાઈપિગ કરવા લાગે છે. ૧ મિનિટ પછી તેનું ટાઈપિંગ બંધ થાય છે અને એક મેસેજ આવે છે.


જિંદગીમાં કઈક ખૂટે છે એવો આભાસ થાય છે,

જરાક વિચાર્યું તો યાદ આવ્યું કે “હું” ની સાથે “તું” ખૂટે છે.

પ્રિયાંશી બસ એક જ મેસેજ કરે છે, THANKS FOR COMING IN MY LIFE

પ્રિયાંશ:- બસ એક સ્માઇલ સાથે કહે છે મિસ યૂ ચાંપલી.

પ્રિયાંશી:- મિસ યુ દોઢા.

બંને થોડી વાર સુધી વાત કરે છે અને પછી સુઇ જાય છે.....

-----------------------------

બીજા દિવસે સવારે પ્રિયાંશી કોલેજ જતી રહી હતી અને રિહાન આજે કોલેજ નહોતો ગયો તેને આનંદભાઈએ ના પાડી હતી આજે કોલેજ જવા માટે અને ઘરે રહેવા માટે જ કહ્યું હતું..


૧૦ વાગ્યા હતા. આનંદભાઈ, શિવાનીબેન, મેહુલભાઈ, માયાબેન અને રિહાન બધા જ હોલમાં ભેગા થયા હતા. હોલમાં નીરવ શાંતિ છવાયેલી હતી. કોઈને સમાજ નહોતી પડતી કે શું બોલવું...


આનંદભાઈ:- રિહાન મને એક વાત કે, તને પ્રિયાંશી ક્યારથી ગમવા લાગી?


રિહાન:- ડેડ જ્યારે તેને પહેલી વાર જોઈ ત્યાર થી જ...


આનંદભાઈ:- પહેલી વાર જોઈ ત્યારથી જ? એવું તો શું જોયું તે પ્રિયાંશીમાં?


રિહાન:-


When I first saw her
She took my breath away.
Her mesmerizing beauty
I couldn't understand.

There she was...
The Girl of my dreams,
A sight I couldn't believe.

She had eyes of a color unknown to me
and hair smoother than silk.
My words couldn't describe
the angel I've just seen.

She had a sexy voice
Hard to resist.
And a pair of lips
you just want to kiss.

She's an angel in disguise
she’s the queen of my heart.
To her I want to pledge
my entire life.

A Girl like her is hard to forget
and that's why I love her.


બધા લોકો એક દમ શોક હતા પણ વધારે શોક આનંદભાઈ અને શિવાનીબેન કેમ કે રિહાનને ક્યારે પણ કોઈ છોકરીની પાછળ આટલો પાગલ બનતા નહોતો જોયો. તેની પાછળ છોકરીઓ ફરતી પણ આજે પહેલી વાર રિહાનની આંખોમાં કોઈ છોકરી માટે પ્રેમ જોઈ રહ્યા હતા..


આનંદભાઈ:- પણ બેટા તારા માટે આપડે બીજી કોઈ છોકરી ગોતી લઈશું


રિહાન:- ડેડ બીજી કોઈ કેમ ? પ્રિયાંશી જ કેમ નહીં ?


આનંદભાઈ જાણતા હતા કે પ્રિયાંશી પ્રિયાંશ ને લાઈક કરે છે. અને આ વાતની જાણ શિવાનીબેનને પણ હતી કેમ કે બંને એ જોયું હતું કે પ્રિયાંશ જ્યારે કીધા વગરનો જતો રહ્યો હતો ત્યારે પ્રિયાંશી કેટલી દુખી દેખાતી હતી અને એટલા માટે જ આનંદભાઈ રિહાનને સમજાવી રહ્યા હતા..


મેહુલભાઈ:- બેટા હું કઈ કહી શકું?


રિહાન:- હા અંકલ..


મેહુલભાઈ:- અમને સારૂ લાગ્યું કે તને અમારી દીકરી ગમે છે. અને તે આ વાત અમને બધાને કહી પણ અમારા માટે પ્રિયાંશીનો વિચાર પણ જાણવો જરૂર્રી છે. કેમ કે અમે તેની મરજી વિરુદ્ધ તેને ખબર વગર તને હા કેવી રીતે કહી શકીએ ? અને તને તો ખબર જ છે ઇન્ડિયન કલ્ચરની કે પરેન્ટ્સ છોકરીને ખબર વગર અથવા તેની ઈચ્છા વિરુદ્ધ તેના મેરેજ ફિક્સ કરી નાખે છે… હજી પ્રિયાંશીની ઉમર બોવ જ નાની છે અને અમે લોકો અત્યારથી તેના ઉપર કોઈ બોજ નથી નાખવા માંગતા. તેના પોતાના પણ સપના છે અને તેને અમારે સંબધોના પિંજરામાં નથી પુરીને રાખવી તેને બસ અમારે ઊંચે આકાશમાં ઉડવા દેવી છે. હું એમ નથી કહેતો કે તું ખરાબ છોકરો છે. પણ પ્રિયાંશીની ઈચ્છા વિરુધ્ધ અમે નથી જવાના..


અહિયાનું કલ્ચર અલગ છે દીકરી કે દીકરામાં કોઈ ફરક નથી સમજાતું પણ ઈન્ડિયામાં આજે પણ છોકરીને એક બોજ કે પારકું ધન ગણવામાં આવે છે. છોકરીઓને એટલી ફ્રીડમ નથી મળતી જેટલી છોકરાઓને મળે છે. છોકરાઓ કઈ પણ કરે તેમનું ફેમિલી સપોર્ટ કરે છે પણ જ્યારે છોકરીની વાત આવે ત્યારે મર્યાદા, સમાજ શું બોલસે એવું કહીને તેના સપનાઓને મારી નાખવામાં આવે છે. તો અમારે એવું કઈ નથી કરવું કે અમારી દીકરીના સપનાઓને અમે મારી નાખીએ..


રિહાન:- હમમમ..


આનંદભાઇ:- રિહાન તે છોકરી અહિયાં તેના સપનાઓ પૂરા કરવા આવી છે અને આપડે તેના ઉપર સબંધોનો બોજ નાખીને તેનું ફ્યુચર ખરાબ ના કરી શકીએ


મેહુલભાઈ:- પણ હા જો ફ્યુચરમાં તેની લાઈફમાં કોઈ નહીં હોય અને અમારે તેનો લાઈફ પાર્ટનર પસંદ કરવાનો ટાઈમ આવશે તો અમે જરૂર પેલા તારું નામ તેને કહીશું..


રિહાન:- ના અંકલ એની જરૂર નથી. હું પણ સમજી ગયો છું કે પ્રિયાંશીના સપનાઓ અને તેની દુનિયા અલગ છે તો હવે હું તેના સપનાઓ વચ્ચે નથી આવવા માંગતો..


આનંદભાઈ અને શિવાનીબેનના ચહેરા પર સ્માઇલ હતી..


બધા લોકો બેઠા બેઠા ચા અને નાસ્તો કરતાં કરતાં બીજી વાતો કરવા લાગે છે..


---------------------------------------------------------------------------


આ બાજુ પ્રિયાંશી અને પ્રિયાંશ કોલેજ ગાર્ડનમાં બેઠા હોય છે. શીતલને થોડું કામ હતું એટલે તે આજે વહેલા ઘરે જવા નીકળી ગઈ હતી..


પ્રિયાંશી પ્રિયાંશનો હાથ પકડીને બેઠી હોય છે અને પ્રિયાંશ કઈક વિચારોમાં ખોવાયેલો હોય છે..


પ્રિયાંશી:- ઓય ચાંપલા ક્યાં ખોવાઈ ગયો..


પ્રિયાંશ:- અરે કઈ નહીં..


પ્રિયાંશી:- ચાંપલા બોલને સીધી રીતે..


પ્રિયાંશ:- અરે કિધુને કઈ નહીં ચાંપલી...


પ્રિયાંશી:- જા વાત જ નથી કરવી તારી સાથે ચાંપલા. એમ કહીને હાથ છોડીને દૂર જઈને બેસી જાઈ છે.


થોડી વાર રહીને પ્રિયાંશ તેની જગ્યા પર બેઠા બેઠા કવિતા બોલે છે..


તને જોઇને વળે ફૂલોને પસીનો
તેને ઝાકળનું નામ આપું તો કેવું?

તારી સાથે મીઠડી વાત કરી હું ભીજાવું આ હૈયાને,
તેને હું શ્રાવણનું નામ આપું તો કેવું?

તારા જ સપનાઓમાં વીતે છે આ રાત
તેને જાગરણનું નામ આપું તો કેવું?

તારરી નજરથી નજર મળતાં શરમાય મારી નજર
તેને પ્રણયનું નામ આપું તો કેવું?


પ્રિયાંશી ઊભી થઈ ને પાછી પ્રિયાંશની બાજુમાં આવીને તેનો હાથ પકડીને બેસી જાઈ છે..


પ્રિયાંશ:- કેમ શું થયું તારે તો વાત નહોતી કરવીને ?


પ્રિયાંશી:- ચાંપલા તું આવું બોલે તો કેમ દૂર થાવ તારાથી..


પ્રિયાંશ:- એવું ?


પ્રિયાંશી:- હા ચાંપલા..


બંને ક્યાં સુધી વાતો કરી અને પછી બંને ઘરે આવ્યા...


સાંજના સમયે પ્રિયાંશી મેસેજ કરે છે પ્રિયાંશને


પ્રિયાંશી:- Hey


પ્રિયાંશ:- Hey, Wassup?


પ્રિયાંશી:- Nothing just thinking about you..


પ્રિયાંશી:- about me what?


પ્રિયાંશી:- why should I tell you ?


પ્રિયાંશ:- fine don’t tell.. champli


પ્રિયાંશી:- huh, Champla, કઈ ક લખને સારું આ શું ચાંપલી ચાંપલી કરે..


પ્રિયાંશ:-


તારા હ્રદયની વિશાળતા વિશે લખું ?

કે તારી ને મારી મિત્રતા વિશે લખું ?

કોરીધાકોર તારી લાગણીઓ વિશે લખું ?

કે તને કોરી ખાતી આ એકલતા વિશે લખું ?

સમયે મારેલાં તમાચાઓ વિશે લખું ?

કે સંબંધમાં મળેલા વિશ્વાસઘાત વિશે લખું ?

સ્વપ્‍ન વીહોણી તારી રાતો વિશે લખું ?

કે નિસાસા થી ભરેલા તારા શ્વાસ વિશે લખું ?

લખવા માટે તો ઘણું બધુ છે પ્રિયે,

હવે તુજ કહે કે હું શેના વિશે લખું ?


પ્રિયાંશી:- અરે તને વાત કરવા માટે કીધું કવિતા કરવા માટે નહીં, અને સંભાળ હું બહાર જાવ છું ફેમિલી સાથે. પછી વાત કરું. MISS YOU, TAKE CARE AND LOVE YOU…


પ્રિયાંશ:- ENJOY YOUR EVENING & YOU TO TAKE CARE, LOVE YOU TOOO..


------------------------------------------------------------------------

૨ વર્ષ પસાર થઈ જાય છે. પ્રિયાંશી અને પ્રિયાંશ એકબીજા સાથે ખુબજ ખુશ હોય છે. અને ૨ કોલેજમાં પણ બધાને ખબર પડી ગઈ હોય છે આ કપલની પણ બધાની જેમ બંને ક્યારે પણ કોલેજ બઁક કરીને, કે પછી ગાર્ડનમાં બીજા પ્રેમી પંખીડાઓની જેમ એકાંત માણતા નહીં. બંને રોજ કોલેજ આવે બધાજ ફ્રેંડ્સ સાથે જ લેકચર કે બ્રેક ટાઈમમાં સમય પસાર કરે અને બધાજ લોકોની હેલ્પ કરે. અને બીજી પ્રવુતિઓમાં પણ બંને આગળ હોય..


પ્રથમ વર્ષમાં બંને સારા માર્કસ સાથે પાસ થયા હતા અને તેનાથી બનેને પાર્ટ ટાઈમ જોબ પણ મળી ગઈ હતી બને એક જ કંપનીમાં કામ માટે જોડાયા હતા અને બનેએ વાત કરીને શીતલને પણ ત્યાં જોબ ઉપર ગોઠવી આપી હતી. બીજું વર્ષ પણ આવી રીતે જ પસાર થઈ ગયું હતું.


પ્રિયાંશી, શીતલ અને પ્રિયાંશ ૨ વર્ષ ઘરથી દૂર હતા એટલે રિઝલ્ટ આવ્યા બાદ બધા જ આ વેકેશનમાં ૨ મહિના માટે ઈન્ડિયા આવવાના હતા.


રિઝલ્ટ આવી ગયું હતું બીજા વર્ષનું બને એ એકી સાથે ટોપ કર્યું હતું અને બને ખુશ પણ હતા.


રિઝલ્ટ આવ્યા બાદ બધા પેકિંગ માં લાગી ગયા હતા. અને મયંક પણ આ લોકો સાથે જવાનો હતો ઈન્ડિયા..


બધાની ટિકિટ આવી ગઈ હતી અને બધા ઈન્ડિયા જવા માટે નીકળી ગયા હતા. આ લોકોને એરપોર્ટ ડ્રોપ કરવા રાધિકા અને કિશોર કાકા આવ્યા હતા....


ચેકિંગ કરી લીધું હતું. અને બધા ફ્લાઇટમાં બેસી પણ ગયા હતા. વિન્ડો સીટ પાસે પ્રિયાંશી, તેની બાજુમાં શીતલ, ત્યારબાદ પ્રિયાંશ અને મયંક.


થોડીજ વારમાં ફ્લાઈટ ટેક ઓફ થઈ અને વાદળો સાથે વાતો કરવા લાગી.........

---------------------------------------

(12)

ઇન્દિરાગાંધી ઈન્ટર્નેશલ એરપોર્ટ, દિલ્લી

સવારના ૪ વાગ્યાં હતા અને શિકાગોથી આવેલી ફ્લાઇટ હમણાજ લેન્ડ થઈ હતી.


પ્રિયાંશી, પ્રિયાંશ, શીતલ અને મયંક ફ્લાઇટમાથી બહાર આવી ને એરપોર્ટની લોંજમાં બેઠા હતા.


તેમની અમદાવાદ માટેની ફ્લાઇટ ૯ વાગ્યાંની હતી. ત્યાં સુધી બધા કેવી રીતે ટાઈમ પસાર કરવો તે વિચારી રહ્યા હતા.


મયંક તેના મામાના ઘરે દિલ્લીમાંજ રોકાવાનો હતો. તે ૧ વીક રહીને પછી સુરત જવાનો હતો. તેના મોમ ડેડ પણ દિલ્લી આવ્યા હતા. મયંકે તેના મોમ ડેડ ને ૮ વાગે એરપોર્ટ પર લેવા આવવા માટે કહ્યું હતું ત્યાં સુધી તે પ્રિયાંશી, પ્રિયાંશ અને શીતલને એકલો મૂકવા નહોતો માંગતો અને થોડો ટાઈમ પણ વિતાવી શકે કેમ કે હવે ૨ મહિના સુધી બધા જ એક બીજા થી દૂર રહેવાના હતા, પ્રિયાંશી અને પ્રિયાંશતો એક બીજાને મળી પણ શકે એમ હતા કેમ કે પ્રિયાંશનું ગામ ભાવનગરથી ૨૫ કિમી જ દૂર હતું પણ શીતલ વડોદરા અને મયંક સુરત રહેતો હતો એટલે તે બને માટે મુશ્કિલ હતું મળવાનું.


૫ વાગ્યા હતા મયંકે આંખના ઇશારાથી પ્રિયાંશને કઈ કીધું અને બને ઊભા થઈને હમણાં આવ્યે એમ કહીને નીકળી ગયા..


પ્રિયાંશ:- ક્યાં જવું છે મયંકભાઇ ?


મયંક:- અરે જેટલેગના લીધે બને છોકરીઓની હાલત થોડી ખરાબ થઈ હોય એવું લાગે છે એટલે આપણે આપણી બધા માટે કોફી લઈને જઈએ..


મયંક અને પ્રિયાંશ કોફી અને થોડો નાસ્તો લઈને પ્રિયાંશી અને શીતલ પાસે આવે છે અને પછી બધા બેસીને નાસ્તો કરે છે.


મયંક:- પ્રિયાંશ મારી એક ઈચ્છા છે પૂરી કરીશ?


પ્રિયાંશ:- અરે તમારી ઈચ્છા અને હું ના પૂરી કરું એવું કેવી રીતે બને. તમે બસ કહો શું ઈચ્છા છે?


મયંક:- આપડે બધા જ ૨ મહિના સુધી કદાચ નથી મળવાના. અને આ ૨ મહિના હું તમને બધાને મિસ કરવાનો છું, ખાસ કરીને રજાના દિવસોમાં હું બધાને વધારે મિસ કરીશ, તો આપડે અહિયાથી અલગ પડીએ તે પહેલા મારે તારી પાસે થી એક કવિતા સાંભળવી છે પ્રિયાંશી માટે, તો શું મારી ઇચ્છા પૂરી કરીશ ?


પ્રિયાંશે થોડો ટાઈમ વિચાર કર્યા બાદ કવિતા બોલે છે.


સુંદર સુશીલ સર્વ ગુણ સમ્પન્ન મારી નજરમાં બસ તુજ છે.

શ્રુષ્ટિ ના સુંદર સર્જનના સપનાંઓની સુંદર પરી બસ તુ જ છે.

મારા જીવનના બાગમાં ટહુકા કરી ગીતો સંભળાવતી કોયલ બસ તુ જ છે.

મારા જીવનના બાગ ને મહેકાવતા ખીલતા ફુલડા ની માળી તુ જ છે.

સુખ દુખ ના સમયની સાથી અને મારી જીવન સંગીની બસ તુ જ છે.

દુખો ના ઢગલામાંથી મારા માટે સુખને વીણીને આપનારી બસ તુ જ છે.

મારી ખુશીમાં ખુશ અને દુખમાં મારા કરતાં વધારે દુખી થવા વાળી બસ તું જ છે.

હું મંજિલ ભૂલી જાવ અને GPS બનીને મને રાહ બતાવે એ બસ તું જ છે.

વરસતા વરસાદમાં પણ મારા આસુઓને જોઈને લૂછનાર વ્યક્તિ બસ તું જ છે.

લાખોની ભીડમાં પણ મને શોધી લેનાર આ દુનિયામાં જો કોઈ હોય તો બસ તું જ છે

શુ કહુ વધુ મારુ સર્વસ્વ બસ તુ જ છે, દિલ મારુ ને ધડકન બસ તુ જ છે

જન્મો જન્મ ની મારી જીવન સાથી, પ્રભુ એ આપેલ અણમોલ વરદાન બસ તુ જ છે …


કવિતા પૂરી થઈ ત્યાં સુધીમાં બધાની આંખોમાં આંસુ હતા. પ્રિયાંશીએ ઊભા થઈ ને પ્રિયાંશને HUG કર્યું અને આ બંનેને જોઈને શીતલ અને મયંક પણ બંનેને HUG કરે છે.


પછી બધાએ વાતો અને મઝાક મસ્તી કરી અને ટાઈમ કેમ જતો રહ્યો કોઈને ખબર ના પડી ૮ વાગવામાં બસ થોડીજ મિનિટો બાકી હતી. મયંકે બધાને HUG કર્યું અને ઊભો થઈને બહારની તરફ ચાલવા લાગ્યો. અને તેને પાછળ ફરીને ના જોયું કેમ કે તેની હિમ્મત નહોતી ચાલતી કેમ કે તેની આંખોમાં આંસુ હતા અને આ બાજુ પ્રિયાંશી, પ્રિયાંશ અને શીતલની આંખોમાં પણ આંસુ હતા. થોડીજ વારમાં તેમની ફ્લાઇટનું પણ અનાઉન્સમેન્ટ થઈ ગયું ત્રનેય ફ્લાઈમાં જઈને પોત પોતાની સીટ ઉપર ગોઠવાઈ ગયા અને બસ રાહ જોઈ રહ્યા હતા ફેમિલીને મળવા માટેની..


-------------------------------------------------------------------


સરદાર વલ્લભભાઈ ઈન્ટર્નેશનલ એરપોર્ટ, અમદાવાદ...

દિલ્લી થી અમદાવાદની ફ્લાઇટ લેન્ડ થઈ ગઈ હતી બસ હવે થોડી જ વારમાં બધા પેસેન્જર બહાર આવવાના હતા..


ભગવાનભાઈ અને ભાવનાબેન એરપોર્ટની બહાર પ્રિયાંશની રાહ જોતાં હોય છે. ત્યાંજ પાછળથી મેહુલભાઈ અને માયાબેન આવે છે અને મેહુલભાઈની નજર ભગવાનભાઈ પર જાઈ છે..


મેહુલભાઈ:- કેમ છો ભગવાનભાઈ ?


ભગવાનભાઇ:- અરે મેહુલભાઈ તમે? બસ મજામાં હો તમે કેમ છો ? અને ભાભી તમને કેમ છે? માયાબેનની સામે જોઈને પૂછે છે..


મેહુલભાઈ:- હું પણ મજામાં,


માયાબેન:- ભાઈ હું પણ માજા માં હો..


મેહુલભાઈ:- બસ મારી દીકરી અમેરિકાથી આવે છે તો તેને લેવા આવ્યો છું..


ભગવાનભાઇ:- અરે વાહ, મારો દીકરો પણ અમેરિકાથી પાછો આવે છે આજે અમે લોકો પણ તેને લેવા માટે આવ્યા છીયે. અને મેહુલભાઈ અને ભાભી આ છે મારા પત્ની ભાવનાબેન. ભાવનાબેનની ઓળખાણ કરાવે છે..


માયાબેન:- અરે તો તમે જ છો ભગવાનભાઈના સપનાઓના રાણી એમને, તમારા વિષે બોવ જ સાંભળ્યુ છે હો ભાગવાનભાઇ પાસે થી..


ભાવનાબેન:- અને મે પણ તમારા લોકો વિષે બોવ જ સંભાળ્યું છે..


મેહુલભાઈ:- નમસ્તે ભાભી.. અને ભગવાનભાઈ પ્રિયાંશને લેવા માટે આવ્યા છો એમ ને..


ભગવાનભાઇ:- હા. તમને કેવી રીતે ખબર?


મેહુલભાઈ:- અરે ભગવાનભાઇ તમારો દીકરો અને મારી દીકરી એક જ કોલેજ માં સાથે ભણે છે અને બને સારા ફ્રેન્ડ્સ પણ છે અને તમારા દીકરાને હું મળ્યો પણ છું અમેરિકામાં


ભગવાનભાઈ:- અરે હા પ્રિયાંશે મને વાત કરેલી પણ હું ભૂલી ગયો...


એટલી વાર માજ પ્રિયાંશી, પ્રિયાંશ અને શીતલ એરપોર્ટની બહાર આવે છે.


ત્રણેય પેલા તેમના ફેમિલી પાસે જાઈ છે, પ્રિયાંશી અને પ્રિયાંશનું ફેમિલી તો ભેગા મળીને વાતો કરી રહ્યું હતું અને તેમનાથી થોડે જ દૂર શીતલનું ફેમિલી હતું.


પ્રિયાંશી જઈને તેના મોમ-ડેડને HUG કરે છે. જ્યારે પ્રિયાંશ સૌથી પહેલા ભગવાનભાઈ ને પગે લાગે છે પછી ભાવનાબેનને અને ત્યારબાદ પ્રિયાંશીના મોમ-ડેડને પગે લાગે છે.


પ્રિયાંશ:- જયશ્રી કૃષ્ણ બધાને, બધા તરફ હાથ જોડીને કહે છે અને પછી પ્રિયાંશી તરફ ફરીને પ્રિયાંશી આ મારા બા-બાપુજી છે


પ્રિયાંશી:- HELLO, પછી તેને યાદ આવે છે અને તે પણ પ્રિયાંશની જેમ તેના અને પ્રિયાંશના મોમ-ડેડને પગે લાગે છે..


ભાવનાબેન:- અરે બેટા આ શું કરે છે તું ? લક્ષ્મી ક્યારે પણ પગે નથી લાગતી..


પ્રિયાંશી:- આંટી સમજાયું નહીં..


ભાવનાબેન:- બેટા તું લક્ષ્મી છે... અને લક્ષ્મીને પગે ના લાગવાનુ હોય.. આટલું બોલીને ભાવનાબેન પ્રિયાંશીના માથા ઉપર એક KISS કરે છે અને પછી HUG કરી લે છે..


પ્રિયાંશીને પણ સારૂ લાગ્યું..


ભાવનાબેન:- બેટા તારા વિષે બોવ જ સાંભળ્યુ છે પ્રિયાંશ પાસેથી અને તેના પેલા પ્રિયાંશના બાપુજી પાસેથી. કે તારા જન્મ પછી મેહુલભાઈએ આટલી પ્રગતિ કરી તને જોવાની બોવ જ ઈચ્છા હતી અને આજે તને જોઈ પણ લીધી એટલે મે તને કહ્યું કે તું તો લક્ષ્મી છે એમ


પ્રિયાંશી:- થેન્ક્સ આંટી..


અને આ બાજુ પ્રિયાંશ શીતલ અને તેના મોમ-ડેડને જોવે છે અને તેની પાસે જાઈ છે..


શીતલ તેના ડેડ પરેશભાઈ જે એક વેપારી હતા અને તેના મોમ પાર્વતીબેન ગવર્મેન્ટ ઓફિસર હતા. શીતલ અને તેનો નાનો ભાઈ જય જે ૧૧ સાયન્સમાં હતો.. બધાજ વાતો કરી રહ્યા હતા ત્યાં જ..


પ્રિયાંશ:- નમસ્તે અંકલ & આંટી,


શીતલના મોમ-ડેડ પણ નમસ્તે કહે છે.. પ્રિયાંશ પછી બંનેને પગે લાગે છે અને જય શ્રી કૃષ્ણ વિશ કરે છે.


પરેશભાઈ:- તું પ્રિયાંશ છે બરાબર?


પ્રિયાંશ:- હા અંકલ પણ તમે તો મને મળ્યા નથી તો કેવી રીતે..


પરેશભાઈ:- તમારા બધા વિષે બોવ બધુ સાંભળ્યુ છે. મયંક, પ્રિયાંશ અને પ્રિયાંશી બરાબર


પ્રિયાંશ:- હા બરાબર અંકલ.. પણ ખબર કેમ પડી હું જ પ્રિયાંશ એમ..


પરેશભાઈ:- બેટા તારા વિષે જે પણ સાંભળ્યુ છે તે ઉપરથી જ, તારા સંસ્કાર, તારા વિચારો અને બોવ બધુ અને અહિયાં આવીને અમને પગે લાગ્યો એટ્લે ખબર પડી ગઈ કે આ પ્રિયાંશ જ હોવો જોઈએ..


પ્રિયાંશ:- ઓહહ..


શીતલ:- બસ કરો પપ્પા.. પ્રિયાંશ આપડા બધાના ફોટોસ હું ઘરે મોકલતી એટલે પપ્પાએ તને જોયો છે ફોટોમાં..


પરેશભાઈ:- એ વાત તો છે જ પણ મે કીધું ઇ પણ ખોટું નથી..


શીતલ અને પ્રિયાંશ બંને એક સાથે………. કઈ વાત ?


પરેશભાઈ:- તારા સંસ્કાર અને વિચારો વિષે..


પ્રિયાંશ:- અંકલ તમે લોકો મારી સાથે આવો. મારુ અને પ્રિયાંશીનું ફેમિલી ત્યાજ છે...


શીતલનું ફેમિલી પ્રિયાંશ સાથે આ બાજુ બધા ઊભા હોય છે ત્યાં આવે છે..


પ્રિયાંશ:- બા, બાપુજી, પ્રિયાંશી, અંકલ અને આંટી આ છે શીતલ. અને આ તેનું ફેમિલી, શીતલ પણ અમારી સાથે સ્ટડી કરે છે. શીતલ પણ બધાને પગે લાગે છે.. અને પ્રિયાંશ પછી બધાની ઓળખાણ પરેશભાઈ અને પાર્વતીબેન સાથે કરાવે છે..


અને પછી બધા વાતો કરે છે અને થોડી વાર રહીને બધા છૂટા પડે છે.


શીતલ અને તેનું ફેમિલી વડોદરા જવા નીકળી ગયું હતું જ્યારે પ્રિયાંશી અને પ્રિયાંશ તેમના ફેમિલી સાથે ભાવનગર આવવા માટે નીકળી પડે છે.


પ્રિયાંશી બોવ જ ખુશ હોય છે ૨ વર્ષ પછી તે ભાવનગર જઇ રહી હતી અને તેના બધા જ જૂના ફ્રેન્ડ ને મળવા માટે ઉતાવળી હતી અને સાથે સાથે થોડી દુખી પણ કેમ કે હવે પ્રિયાંશનું ફેસ રોજ સવારે જોવા નહીં મળે અને તેની સાથે ૨ મહિના સુધી ટાઈમ સ્પેન્ડ કરવા નહીં મળે..


પ્રિયાંશ બોવ જ ખુશ હતો કે ૨ વર્ષ પછી આજે બા અને બાપુજી સાથે સમય વિતાવી શકસે અને આજે બા ના હાથનું જમવા મળશે અને તેને ગામ, વાડી, અને ગામના લોકોને જોવા અને મળવા માટે ઉતાવળ હતી..

મેહુલભાઈ નું ઘર, ભાવનગર...


સાંજે ૪ વાગ્યાં હતા પ્રિયાંશી બસ થોડી જ વારમાં ઘરે પહોચવાની હતી. પણ પ્રિયાંશી ને ક્યાં ખબર હતી કે ઘરે તેના માટે સરપ્રાઇઝ રાખેલી છે..


મેહુલભાઈએ આખું ઘર ફૂલોથી સજાવ્યું હતું, પ્રિયાંશીના બધાજ ફ્રેન્ડને બોલાવ્યા હતા અને સાથે ડાંસ, ડી.જે. સાથે ડિનરનું પણ આયોજન કર્યું હતું પણ આ વાત પ્રિયાંશી માટે સરપ્રાઈઝ હતી...


૪:૩૦ કાર ઘરમાં એન્ટર થઈ ત્યાજ પ્રિયાંશી શોક થઈ ગઈ..


આખું ઘર તેના મનપસંદ ફૂલોથી સજાવવામાં આવ્યું હતું અને આખો બગીચો રોશનીથી જગમગતો હતો. પ્રિયાંશી જેવી કારમાથી નીચે ઉતારી ત્યાજ તેના બધા જ ફ્રેન્ડ બહાર આવ્યા અને એકજ સાથે પ્રિયાંશીને સરપ્રાઈઝ આપી આ બધુ જોઈને પ્રિયાંશીની આંખોમાં આંસુ આવી ગયા હતા. તે એક પછી એક બધા જ ફ્રેન્ડ ને મળી અને પછી બધાએ ભેગા મળીને ડાંસ કર્યો અને ત્યારબાદ બધા ડિનર કરીને પોત પોતાના ઘરે ગયા અને પ્રિયાંશી પણ ઘરમાં ગઈ. તેના રૂમનો દરવાજો ખોલતા જ તે થોડી વાર માટે ત્યાજ ઊભી રહી ગઈ. ૨ વર્ષ પહેલા જેવો રૂમ છોડીને ગઈ હતી તેના કરતાં તેનો રૂમ સાવ બદલાઈ થઈ ગયો હતો. પણ એક વાત હજી એમજ હતી દીવાલ પર લખેલી વિશ લિસ્ટ..........


-------------


પ્રિયાંશ ઘરે પહોચ્યો ત્યારે આખું ગામ તેના ઘરે ભેગું થયેલું હતું.. પ્રિયાંશે ઘરે પહોચીને પેલા તેના ઇષ્ટદેવ હનુમાનજીને પગે લાગે છે અને ત્યાર બાદ કુળદેવી ચામુંડામાં અને ખોડિયારમાં ને પગે લાગે છે. ૨ વર્ષ પછી ગામમાં આવ્યો હતો. ગામમાં ઘણું બધુ બદલાઈ ગયું હતું. મોટા મોટા મકાનો દેખાતા હતા, ચોખા રસ્તાઓ અને આખા ગામમાં સ્વચ્છતા અને આ બધુ જોઈ પ્રિયાંશને બોવ જ સારૂ લાગી રહ્યું હતું. પ્રિયાંશ બધાને મળે છે અને ત્યારબાદ જમીને તેના રૂમમાં જાઈ છે. બોવ જ થાકી ગયો હતો પણ તેને વિચાર આવ્યો કે સૂતા પહેલા પ્રિયાંશી સાથે ૨ મિનિટ વાત કરી લે અને તે વોટસએપ ઓપન કરે છે અને એક મેસેજ મોકલે છે પ્રિયાંશીને.


જ્યાં સુધી મારી નજર પહોચે છે ત્યાં બસ
છબી તારી દેખાય છે


અમુલ્ય સમય વિતાવ્યો છે તારી સાથે
આંખ બંધ કરતા બસ મને તું દેખાય છે


થોડી જ સેકન્ડમાં પ્રિયાંશી મેસેજ જોવે છે અને સ્માઇલી વાળી ઇમોજી મોકલે છે..


પ્રિયાંશ:- શું કરે છો? આઈ મિસ યુ ચાંપલી..


પ્રિયાંશ:- આઈ મિસ યુ ટુ ચાંપલા.. બસ જો બેડ માં પડી આડી. આજે થાકી ગઈ છું..


પ્રિયાંશ:- હું પણ.. સારૂ તો સૂઈ જઈએ. કાલે વાત કર્યે હોને ચાંપલી..


પ્રિયાંશી:- હા ચાંપલા...


પ્રિયાંશ:- આઈ લવ યુ ચાંપલી..


પ્રિયાંશી:- આઈ લવ યુ ટૂ...


બંને સૂઈ જાઈ છે..


બીજા દિવસે સવારે પ્રિયાંશ જાગીને ફોન ચેક કરે છે ત્યારે પ્રિયાંશીનો મેસેજ આવેલો હોય છે..


પ્રિયાંશી:- ગૂડ મોર્નિંગ મારા ચાંપલા ને..


પ્રિયાંશના ફેસ પર સ્માઇલ આવી જાય છે અને તે રિપ્લાય કરે છે.. ગૂડ મોર્નિંગ ચાંપલી..


થોડી જ વારમાં પ્રિયાંશી ઓન થાઈ છે..


પ્રિયાંશ:- ઓય તને એક વાત કેવી છે..


પ્રિયાંશ:- હા બોલને


પ્રિયાંશી:-

તને મનમાં સમાવું તો ચાલશે?

રાતની નીંદર અને નીંદરમાં સપનાં,

ને સપનામાં હું આવું તો ચાલશે?

પ્રિયાંશ:- અરે વાહ તું તો શાયર બની ગઈ હો..


પ્રિયાંશી:- બસ હવે તારા જેવી નહીં.. ચાલ બહાર જાવ છું પછી વાત કરું..


પ્રિયાંશ:- સારૂ...


પ્રિયાંશ બીજા મેસેજ જોવે છે ત્યાં તેની નજર એક ટેક્સ મેસેજ પર પડે છે...


હેલ્લો પ્રિયાંશ તો તું ઈન્ડિયા આવી ગયો એમ ને. બસ હવે તારી લાઈફના ખરાબ દિવસો ચાલુ....


પ્રિયાંશે મેસેજ વાંચ્યો અને તે નંબર ઉપર કોલ કર્યો પણ નંબર લાગતો ન હતો.. અને પ્રિયાંશને થયું કે કોઈ ફ્રેન્ડ હોવો જોઈએ જે ને આવી મજાક કરી હશે અને તે આ વાત ભૂલી પણ ગયો હતો અને બસ તેના બા- બાપુજી સાથે વાડીએ જતો રહ્યો...


-------------------------------------------------------

આમને આમજ ૧ મહિનો જતો રહ્યો બધા જ બીઝી હતા તેની લાઈફમાં પ્રિયાંશી અને પ્રિયાંશતો વાતો પણ કરી લેતા જ્યારે શીતલ અને મયંક પાસે બોવ જ ઓછો ટાઈમ રહેતો વાતો કરવા માટે..


અચાનક એક સવારે મયંક નો ફોન આવે છે પ્રિયાંશ ઉપર..


પ્રિયાંશ:- બોલો બોલો મયંકભાઈ આટલા દિવસ પછી યાદ આવી એમને..


મયંક:- અરે ભાઈ સોરી યાર.. આ ઈન્ડિયા આવ્યો અને હું લેવાઈ ગયો છું..


પ્રિયાંશ:- કેમ શું થયું મયંકભાઈ ?


મયંક:- તું વાત જ ના પૂછ ભાઇ. અહિયાં આવ્યો ત્યારથી મોમ-ડેડે છોકરીઑ બતાવીને હેરાન કરી મૂક્યો છે મેરેજ માટે


પ્રિયાંશ:- હા હા હા..


મયંક:- તું હસે છે એમ ને.. તારો પણ વારો આવસે ભૂરા ત્યારે હું પણ તને જવાબ આપીશ.


પ્રિયાંશ:- અરે સોરી સોરી બસ..


મયંક:- અરે તું એ બધુ છોડ તારે, પ્રિયાંશીએ અને શીતલે ૧૫ દિવસ પછી મારા મેરેજમાં આવવાનું છે..


પ્રિયાંશ:- હે........... શું કીધું તમારા મેરેજ અને ૧૫ દિવસ પછી? શું મજાક કરો છો તમે ??


મયંક:- અરે ભાઈ મજાક નથી કરતો યાર, સાચું કવ છું..


પ્રિયાંશ:- પણ આમ અચાનક..


મયંક:- તે બધુ આપડે યુ.એસ જઈને વાત કરીશું અત્યારે ટાઈમ ઓછો છે. તારે પેલી બંનેને ઇન્ફોર્મ કરવાનું છે. મેરેજની તારીખ જોઈને આવ્યા જ છીએ અને સૌથી પહેલા તને ઇન્ફોર્મ કરું છું. અને તમારે બધાએ ૩દિવસ અહિયાં રેવાનું છે અને સાથે ફેમિલીને પણ લઈને આવવાની છે...


પ્રિયાંશ:- સારું મયંકભાઈ આવી જઈશું, અને કઈ કામ હોય તો બોલો હું થોડો વેલા આવી જાવ તમારી હેલ્પ કરવા માટે..


મયંક:- અરે ના ના. બસ કીધું તેમાં આવી ગયું, સારું તો ટાઈમ પર પહોચી જાજો બધા બરાબર..


પ્રિયાંશ:- સારૂ....


મયંક:- ચાલ હું ફોન મૂકું છું બોવ બધી તૈયારી કરવાની છે..


પ્રિયાંશ:- હા બાય મયંકભાઈ..


ફોન મૂક્યા પછી પ્રિયાંશ સૌથી પહેલા પ્રિયાંશી અને શીતલને ફોન કરીને આ વાતની જાણ કરે છે...


--------------------------------------------------------------------


૧૫ દિવસ પછી..........


મયંકના મેરેજની તૈયારી થઈ ગઈ હતી. સુરતના સીમાડા નાકા પાસે આવેલા મહારાજા ફાર્મને એવી રીતે તૈયાર કરવામાં આવ્યું હતું જાણે પાર્ટી પ્લોટ મટીને ફૂલોની વાડીમાં મેરેજના રાખ્યા હોય..


રાસ ગરબાનો કાર્યક્રમ ૮ વાગ્યે ચાલુ થવાનો હતો અને પ્રિયાંશી, પ્રિયાંશ અને શીતલ બધા જ સવારના સુરત આવી ગયા હતા અને અત્યારે બધા જ વ્યસ્ત હતા મયંકના લગ્નના કામોમાં..


રાત્રે ૮ વાગ્યે બધા જ લોકો ફાર્મમાં ભેગા થઈ ગયા હતા.. પ્રિયાંશની નજર બસ પ્રિયાંશી ને શોધી રહી હતી ત્યાજ તેની નજર સામેથી આવી રહેલી પ્રિયાંશી પર પડી.. પિન્ક અને ગ્રીન કલરના બેંગલોરી સિલ્ક ચણિયા ચોલી પેરીને પ્રિયાંશી આવતી દેખાઈ, ખુલ્લા વાળ અને બને હાથો વડે ચોલી પકડીને આવી રહેલી પ્રિયાંશી આજે અસલ દુલ્હન કરતાં વધારે સુંદર લાગી રહી હતી. અને પ્રિયાંશ પણ આજે પિન્ક અને ગ્રીન કલરના કુર્તિમાં હતો. પ્રિયાંશીએ પ્રિયાંશને જોઈ તેની સામે આંખ મારી અને હસીને લેડીસના ગ્રુપમાં જઇ બેસી ગઈ. શીતલ થોડી વારમાંજ આવવાની હતી..


મયંક પણ તૈયાર થઈને આવી ગયો હતો.. ગરબા ચાલુ જ થવાના હતા ત્યાજ મયંકે માઇક લઈને સ્ટેજ પર ગયો..


મયંક:- હેલો હેલો... મને ખબર છે કે તમે બધા જ અહિયાં ગરબા રમવા આવ્યા છો અને તેના માટે ઉતાવળા પણ હશો પણ આજના ફંકશનની શરૂઆત એક કવિતાથી થઈ જાઈ તો?? કેમ કે અહિયાં આપણી વચ્ચે એક એવો માણસ છે જેની કવિતાઑ મને બોવજ ગમે છે. અને યુ.એસ. માં મારો રૂમ પાર્ટનર અને મારા નાના ભાઈ કરતાં પણ વધારે એવો પ્રિયાંશ........


પ્રિયાંશને સમજ નહોતી પડતી કે શું કરવું. બધા જ લોકો તેના નામની બૂમો પાડી રહ્યા હતા.. તેને પ્રિયાંશી સામે જોયું તો તે પણ તેને કહી રહી હતી કે જઈને બોલ કવિતા. અને મયંક પણ તેની પાસે આવીને તેને સ્ટેજ ઉપર લઈ ને ગયો..


પ્રિયાંશ:- મયંકભાઈતો ખોટું બોલે છે હું આટલી સારી પણ કવિતા નથી કરતો પણ મયંકભાઈ માટે થોડું કહેવું છે મારે..


મિત્ર એટલે મળવા જેવો માણસ,
મિત્ર એટલે હળવા જેવો માણસ,
મિત્ર એટલે ભળવા જેવો માણસ,
મિત્ર એટલે કળવા જેવો માણસ,
મિત્ર એટલે રળવા જેવો માણસ,
મિત્ર સહુને ફળવા જેવો માણસ…!


મિત્ર એટલે પ્રથમ પહેલો શ્વાસ,
મિત્ર એટલે હોવાનો અહેસાસ,
મિત્ર એટલે જળહળતો અજવાસ,
મિત્ર એટલે છેવટ લગી સાથ,
મિત્ર એટલે મળવા જેવો માણસ !


મિત્ર એટલે ઊઘડતું આકાશ,
મિત્ર એટલે સૂરજનો પરકાશ,
મિત્ર એટલે આંખોની ભીનાશ,
મિત્ર એટલે હૈયાની હળવાશ,
મિત્ર એટલે હળવા જેવો માણસ…!


મિત્ર એટલે મૂળપણાને શોધે
મિત્ર એટલે પોતાને સંશોધે,
મિત્ર એટલે અંતરને ઉરોધે,
મિત્ર એટલે વહે વિના અવરોધે,
મિત્ર એટલે ભળવા જેવો માણસ…!


મિત્ર એટલે શાણપણે જે ઠરિયો,
મિત્ર એટલે વ્હાલપ સમોં દરિયો
મિત્ર એટલે દરિયો જેને વરિયો
મિત્ર એટલે સમદર જેણે હરિયો
મિત્ર એટલે કળવા જેવો માણસ…!


મિત્ર એટલે નીલી નીલી ઝાંય,
મિત્ર એટલે શીળી શીતળ છાંય,
મિત્ર એટલે પકડી લે જે બાંહ્ય,
મિત્ર એટલે ઉભો રહે જે વાંહ્ય,
મિત્ર એટલે રળવા જેવો માણસ…!


મિત્ર એટલે વરસે અનરાધાર
મિત્ર એટલે અણદીઠો આધાર
મિત્ર એટલે સહેજ કરે ના વાર,
મિત્ર એટલે અજવાળું ઝોકાર,
મિત્ર સહુને ફળવા જેવો માણસ


અને હું નસીબ વાળો છું કે મને આવો મિત્ર મળ્યો

મિત્રતો ના કહી શકું કેમ કે મારા માટે મારા મોટા ભાઈ કરતાં પણ વધારે છે અને તે છે મયંકભાઈ... થેન્ક યુ


પ્રિયાંશે જોયું તો બધા જ લોકો તાળીઓ પાડી રહ્યા હતા અને મયંકની આંખોમાં આસું હતા. પ્રિયાંશ સ્ટેજની નીચે ઉતરે છે અને મયંકની બાજુમાં જઈને બેસે છે..


થોડી વારમાજ છોકરીઓ વાળા આવ્યા.. મયંકના થવા વાળા પત્ની થોડી વાર માટે ગરબા રમવા આવ્યા હતા અને મયંકના સિસ્ટર તેને લેવા માટે ગયા બહાર..


પ્રિયાંશે પણ મયંકની બાજુની ચેરમાથી ઊભો થયો અને ત્યાં તેના થવા વાળા ભાભી માટે જગ્યા કરી આપી. અને તે પ્રિયાંશીની બાજુમાં જઈને ઊભો રહી ગયો. પ્રિયાંશ અને પ્રિયાંશી બંનેને ઉતાવળ હતી મયંકના વાઈફને જોવા માટેની..


દૂરથી મયંકના સિસ્ટર મયંકની થવા વાળી વાઈફને લઈને આવે છે અને તે છોકરીને જોઈને પ્રિયાંશ અને પ્રિયાંશી બંનેનું મોઢું ખૂલું રહી જાઈ છે. અને બને એક સાથે બોલી પડ્યા અક્ષિતા ?????

-------------------------------------------------------------

(13)

૧૨ વર્ષ પહેલા...

પ્રિયાંશના દાદાજી કરશનભાઈ.. ઉમર ૬૫ વર્ષની હતી પણ એક ૨૫ વર્ષના જુવાનિયાને પણ કામ કરવામાં પાછળ રાખી દેતા. હજી મોટા ભાગે ખેતીનું કામ તે અને ભગવાનભાઈ સાથે મળીને કરતાં. ૩૦ વર્ષો સુધી ગામના સરપંચ રહ્યા હતા અને ત્યારબાદ આ પદ તેના દીકરા ભગવાનભાઈ સંભાળી રહ્યા હતા અને કરશનભાઈની એવી ઈચ્છા હતી કે હવે તેમનો પૂરે પૂરો ટાઈમ તેમણે ખેતીમાં અને આજુ બાજુના ગામડાઓની સેવામાં આપવો છે..


બધાની જિંદગી શાંતિથી ચાલી રહી હતી ત્યાજ કરેડાથી ૧૦ કિમી દૂર ગામમાં ખોદકામ દરમ્યાન કોલસો મળી આવ્યો. અને સરકારને આ વિષે જાણ કરવામાં આવી થોડા દિવસની તપાસ બાદ જાણવા મળ્યું કે તે ગામની આજુ બાજુના ૪ ગામોમાં બોવ મોટા પ્રમાણમાં કોલસો છે અને સરકારે ત્યાં ખોદકામ ચાલુ કરાવીને કોલસાને બહાર કાઢવા માંડ્યુ અને થોડા જ ટાઈમમાં સરકારે કરેડા ગામની બાજુમાં આવેલા પડવા ગામે ૨૫૦ મેગાવોટનો થર્મલ પાવર પ્લાન્ટ નાખવા માટેની જાહેરાત કરી તેનો ઉપયોગ મળેલા કોલસામાથી વીજળી ઉત્પન્ન કરવાનો હતો અને આ પ્લાન્ટમાં ઘણા બધા ખેડૂતોની જમીન જતી રહેવાની હતી. ખેડૂતો આ વાતને લઈને કરશનભાઈ પાસે પહોચ્યા કેમ કે આજુ બાજુ બધા ગામ વાળાને ખબર હતી કે જો કોઈ સરકાર સામે લડી શકશે તો તે કરશનભાઇ જ હતા. એક તો ૩૦ વર્ષ ગામના સરપંચ રહેલા હતા અને સરકારમાં ઘણા લોકો સુધી તેમની ઓળખાણ હતી એટળે બાજુના પાડવા ગામના બધા જ ખેડૂતો ભેગા થઈને આ વાત લઈને કરશનભાઇ પાસે આવ્યા હતા. અને જ્યાં પ્લાન્ટ બનવાનો હતો ત્યાં ૧૦૦ વીઘા જમીન કરશનભાઇની પણ હતી અને તેમાથી ૫૦ વીઘા જમીન તેમની પણ કટમાં જવાની હતી..


ખેડૂતો તરફથી તેમના આગેવાને બધી જ વાત કરી કરશનભાઈને અને તેમને ખેડૂતોની બધી વાતો સાંભળી અને તે લોકોને કહ્યું કે ૧ અઠવાડિયામાં તે બધુ જાણીને તેમને મળવા માટે પડવા આવશે અને એમ કહીને બધાને પાછા વાળ્યા અને તેઓ ખુદ વિચારોમાં પડી ગયા કેમ કે કરશનભાઇ જાણતા હતા કે જો સરકાર આ માટે બધા ખેડૂતોની જમીન માંગસે તો ખેડૂતો પાસે જમીન દેવા સિવાય બીજો કોઈ રસ્તો નહીં હોય અને ખેડૂતો દેશના વિકાશ માટે જમણીન આપી પણ દેશે સરકાર વળતરમાં જે પૈસાની ચુકવણી કરે છે તે જંત્રીના ભાવ જોયા પછી કરે છે અને જંત્રીના ભાવ પ્રમાણે સરકાર વળતરમાં આપશે તો તેમાં ખેડૂતોના ભાગે રોવાનુજ આવસે..


બીજા દિવસે કરશભાઈ જંત્રીના ભાવ જાણવા માટે તાલુકા ઓફિસે જાઈ છે ત્યાં ભાવ જાણીને કરશનભાઈની આંખોમાં આંસુ આવી ગયા હતા કેમ કે અત્યારે આજુ બાજુના ગામોના જમીનોના ભાગ વિધાના ૧.૫ લાખ બોલાઈ છે (૧૨ વર્ષ પહેલનો ભાવ) અને સરકારને જો ચૂકવવાના થસે તો તે જંત્રી મુજબ વિઘાના ૨૫,૦૦૦ જ મળશે. અને આ વાત જાણ્યા પછી ત્યાથી કરશનભાઇ સિધાજ પડવા ગામે પહોચી જાઈ છે અને કરશનભાઈને આવી રીતે ૧ દિવસમાં આવતા જોઈને ઘણા લોકોને આશ્ચર્ય થાઈ છે. કરશનભાઈ બધા જ ખેડૂતોને ભેગા કરવા માટે કહે છે અને ૧ કલાકમાં બધા લોકો આવી પણ જાઈ છે.. અને પછી કરશનભાઇ બધી જ વાત ખેડૂતોને કરે છે.. અને કરશનભાઈની વાત સાંભળી ઘણા બધા ખેડૂતોનું આંખોમાં આંસુ આવી જાઈ છે. કેમ કે કોઈ પણ ખેડૂત તેની જમીન વેચવા માટે વિચારી પણ ના શકે પણ સરકાર સામે કોઈનું ચાલવાનુંતો હતું નહીં તે બધા જાણતા હતા અને બધા દુખી પણ હતા કે જે જમીન તેમની અન્નદાત્તા છે, જે જમીન ઉપર તે લોકોએ પરશેવો પાડીને અન્ન ઉગાડ્યું છે, જે જમીન તેમના દાદા- પરદાદાઓની મહેનતની છે તે હવે તેમની પાસે થી છિન્નવાઈ જવાની છે. બધા લોકો દુખી હતા અને આ જોઈને કરશનભાઈને પણ દુખ થયું અને તેને બધા ખેડૂતોને ભેગા મળી આંદોલન ચાલુ કર્યું સરકાર વિરુદ્ધ, થોડા દિવસોમાજ સરકાર જુકી ગઈ અને કરશનભાઇ અને બીજા થોડા લોકોને મળવા માટે ગાંધીનગર બોલાવ્યા..


સી.એમ. ઓફિસ., ગાંધીનગર..


કરશનભાઇ અને ખેડૂતોની બધી વાતો અને તેમની માંગણીઓ સાંભળ્યા પછી સરકારે તેમણે સમજાવ્યા કે આ પ્રોજેકટથી તેમના ગામને જ ફાયદો થવાનો છે તેમના ગામનું નામ વિશ્વ આખામાં જાણીતું બનશે અને ગામમાં રોજગારીનું નિર્માણ થશે અને કરશનભાઇ અને બીજા ખેડૂતો પણ રજી હતા કે દેશનો વિકાશ થાઈ પણ મૂળ વાત એ હતી કે જમીનનો ભાવ શું આપવો?


કરશનભાઈએ ખેડૂતોની બધી જ વાત સરકારને કરી અને સરકારે પણ થોડો સમય વિચાર કરવા ટાઈમ માંગ્યો અને સરકારે પણ ચર્ચા કરી જે કંપની આ પ્રોજેકટ સંભાળવાની હતી અને કંપની તરફથી બધીજ માંગણીઓનો સ્વીકાર થયો જેવી કે ગામના દરેક ઘરમાથી એક સભ્યને ત્યાં કામે રાખવો, જમીનનો ભાવ હાલ ભજારમાં જે ભાવ અપાઈ છે તે ભાવે જ આપવો અને બહારના કોઈ પણ લોકો આવીને ત્યાં કોઈ પણ પ્રકારનું બાંધકામ નઇ કરી શકે જેમ કે હોટેલ, રેસ્ટુરંટ, કે બીજું કઈ પણ નહીં આ બધુ જો જરૂર હોય તો ગામવાળા જ કરશે..


થોડા જ સમયમાં ખેડૂતોને તેના જમીનની જે કિંમત હતી તેની ૫૦ % રકમ આપી દેવાઈ હતી અને બાકીની ૫૦% રકમ ખેડૂતો જમીન સરકારને આપે ત્યારે આપશે તેમ નક્કી થયું હતું.. અને આ બધુ સંભાળી રહ્યો હતો કંપની તરફથી આવેલો માણસ જયેશ. સરકાર, ગામના લોકો અને કંપની આ બધા વચ્ચે કડી સમાન હતો આ માણસ જયેશ...


જયેશનો સ્વભાવ ખુબ જ સારો હતો મૂળ અમદાવાદી હતો અને તેનું ફેમિલી પણ ત્યાં જ રહેતું હતું એટલે તે અહી એકલો આવ્યો હતો અને તેની મિઠ્ઠી બોલીના લીધે બધા તેના ઉપર વિશ્વાસ કરતાં હતા અને કરશનભાઇને પણ તેના ઉપર પૂરો વિશ્વાસ આવી ગયો હતો. જયેશ કરશનભાઈની સાથે જ રહેતો હતો, ભગવાનભાઈ અને ભાવનાબેન સાથે પણ તેને સારું બનતું અને પ્રિયાંશ સાથે પણ જ્યારે સમય મળે ત્યારે રમતો ત્યારે પ્રિયાંશ ૭ વર્ષનો હતો, કોઈ અજાણ્યું માણસ આવે અને જોવે જયેશને આ ઘરમાં રહેતા તો એમજ સમજી બેસતા કે તે આ ઘરનો નાનો દીકરો છે બધા લોકોના દિલ જીતી લીધા હતા તેને અને ત્યાં રહીને જયેશ કામકાજ ઉપર નજર રાખતો હતો અને બધાના પૈસાની જવાબદારી પણ તેના ઉપર હતી બધા જ લોકોને જયેશ ઉપર વિશ્વાસ હતો પણ તે લોકોને ક્યાં ખબર હતી કે લોકો જે ને સારો માણસ ગણે છે તે જ તે લોકો સાથે વિશ્વાસઘાત કરવાનો હતો.


ઉનાળો ચાલુ થઈ ગયો હતો બધા જ ખેતરો ખાલી વિરાન થઈ ગયા હતા. બધા જ ખેડૂતોએ તેંમનો પાક લઈ લીધો હતો ખેતરોમાંથી અને એક દિવસ જયેશે બધા લોકોને બોલાવીને સૂચના આપીકે સરકારે આદેશ આપ્યો છે કે બધા તેમની જમીન હવે સરકારને આપી દે એટલે સરકાર તમને તમારી જમીનના પૈસા મોકલાવી આપે તો તમારે બધાએ કાલે સવારે આવીને મને તમારી જમીનના કાગળો આપી જવાના છે અને સહી સિક્કા કરવા આવવાનું છે.. તો બધા સમય પર આવી જાજો આટલું કહીને જયેશ કરશનભાઈની સાથે કરેડા આવી જાઈ છે.. રાત્રે જમીને બધા સૂઈ જાઈ છે પણ કરશનભાઇની આંખોમાં ઊંઘ નથી હોતી બસ તે વિચાર કરતાં હોય છે.. કે આજે પહેલી વાર તે તેમની જમીન કોઈને આપી રહ્યા છે જે જમીન તેમના માટે તેમની માતા છે, જે જમીન ઉપર તેમણે અને તેમના બાપુજીએ સાથે મળીને હળ ચલાવ્યું હતું, તે જમીન ઉપર તેમણે અને તેમના દીકરા ભગવાનભાઈએ પરસેવો પાડ્યો હતો, તે જમીન ઉપર હવે સરકારનો પ્રોજેકટ ઊભો થવા જય રહ્યો હતો બસ વિચારો કર્યે જતાં હતા..........


બીજા દિવસે સવારે કરશનભાઇ અને જયેશ સાથે મળીને પડવા ગામે જાઈ છે, બીજા બધા ખેડૂતો પણ ત્યાં પહોચી ગયા હોય છે.. સરકારી ઓફિસરો પણ આવી ગયા હોય છે ત્યાં અને સૌથી પહેલા કરશનભાઇ તેમની ૫૦ વીઘા જમીનના કાગળ આપે છે અને સરકારી ઓફીસરો સહી સિક્કા કરાવે છે કરશનભાઇ પાસે અને ધીમે ધીમે બધા જ ખેડૂતો તેમની જમીન આપી દે છે.. અને પેલા ઓફિસરો કહીને જાઈ છે કે ૧ અઠવાડિયામાં જયેશભાઇ સાથે પૈસા મોકલી આપશે...


૧ અઠવાડીયા પછી જયેશ અને કરશનભાઇ સાથે બીજા ૩ લોકો જાઈ છે સરકારી કચેરીએથી પૈસા લેવા માટે અને ત્યાંથી પૈસા લઈ લીધા પછી રસ્તામાં આવતા હોય છે ત્યાં જ કોઈ લુટારાઓ આવીને તેમણે લૂટી અને ખૂબ માર મારી ત્યાથી જતાં રે છે. કોઈને ખબર નથી હોતી કે આ લોકો કોણ હતા અને પોલીસ પણ તપાસમાં લાગી જાય છે..


૧ મહિનો થઈ ગયો હોય છે અને જયેશ કોઈ સાથે વાતો કરતો હોય છે ફોનમાં ઘરમાં કોઈ નહોતું પ્રિયાંશ સ્કૂલે ગયો હતો, ભાવનાબેન અને ભગવાનભાઈ ભાવનગર ગયા હતા અને કરશનભાઇ ગામમાં ગયા હતા. અને આ વાતનો લાભ લઈ જયેશ આજે ડર્યા વગર કોઈ સાથે વાતો કરી રહ્યો હતો ઘરમાં થી જ...


જયેશ:- બધા પૈસા મળી ગયાને? હવે તું થોડા સમય માટે છુપાઈને રહેજે હું જ્યાં સુધી ત્યાં ના આવું..


કરશનભાઇ:- કોનો ફોન હતો અને કયા પૈસાની વાત કરે છે ?


જયેશ શોક થઈ જાઈ છે કે આ કાકા પાછળ જ ઊભા હતા અને મને ખબર ના રહી


જયેશ:- મારી ઘર વાળીનો અને ઘર ખર્ચના પૈસાની વાત કરું છું... જયેશના ચહેરા ઉપર પરસેવો વળી જાઈ છે જે કરશનભાઇની જાણ બહાર નથી હોતો..


કરશનભાઇ:- સાચું બોલે છો?


જયેશ:- હા કાકા કેમ ?


કરશનભાઇ:- તો આટલો પરસેવો કેમ વળી ગયો ?


જયેશ:- એ તો એમજ


કરશનભાઇ:- સાચું બોલ તે જ પૈસા ચોરાવ્યા છે ને ?


જયેશ:- હા...... ના.............. કેવી વાત કરો છો કાકા..


કરશનભાઇ:- હું હમણાજ પોલીસને ફોન કરું છું. પછી તું સાચું બોલીશ.


જયેશ ડરી જાઈ છે અને તેની પાસે રહેલી દોરી લઈને કરશનભાઇના ગળામાં નાખે છે અને કરશનભાઈને જાનથી મારી નાખે છે. અને પછી દોરી ઉપર પંખા સાથે બાંધી કરશનભાઈની લાશને તેની સાથે લટકાવી દે છે અને આ મડરને તે સુસાઈડ બનાવીને ત્યાથી ભાગી જાઈ છે..

કરશનભાઇની બધી અંતિમક્રિયા પત્યા પછી ભગવાનભાઈ પોલીસ સ્ટેશન જઈને જયેશ સામે ફરિયાદ નોંધાવે છે...


--------------------------------------------------------


અક્ષિતા શર્મા એક અમિર ફેમિલીમાથી બિલોંગ કરે છે. અક્ષિતાની ફેમિલીમાં ૫ મેમ્બર હતા, અક્ષિતા તેના બે ભાઈઓ અને અને તેના મોમ-ડેડ. તેના ડેડ કેશવ શર્મા એક બિઝનેસ્મેન હતા. તેની આખા ભારતમાં ૪૯ જેટળી હોટેલ્સ હતી અને બીજા ૧૭ જેટલા દેશોમાં બીજી ૨૪ જેટલી હોટેલ્સ હતી. બિઝનેસ્મેનતો ખાલી નામ પુરતાજ હતા પણ તેનું મૂળ કામ હતું જમીનો ઉપર કબ્જો જમાવવાનું પ્રેમથી કે પછી કોઈ પણ રીતે.. તેની નજર એક વાર કોઈ પણ જમીન ઉપર પડી ગઈ હોય અને પછી કેશવ શર્મા કોઈ પણ કીમતે તે જમીન પચાવી પાડીને જ રહે.. કેશવ શર્માનું નામ ખુબજ મોટું હતું એટલે તેની સામે જવાની હિમ્મત કોઈ કરતું નહીં અને જે સામે થાય તે આ દુનિયામાં થોડા સમય બાદ ના રહે અને તેનો ડર પણ લોકોમાં હતો.


કેશવની નજર જે જમીન ઉપર પડી હોય પછી તે જમીન ઉપર ખુદ સરકાર પણ કબ્જો કરવાનું ના વિચારી શકે તેવો ખોફ હતો. અક્ષિતા ગુજરાતમાજ મોટી થઈ હતી જ્યારે કેશવભાઈ વધારે મોટા શહેરોમાં રહેતા અને તેના બંને છોકરાઓ પણ વિદેશમાં રહીને તેની હોટેલ્સની જવાબદારી સંભાળતા જ્યારે અક્ષિતા ગુજરાતમાં રહેલી ૪ હોટેલ્સની જવાબદારી સંભાળતી. નાની હતી ત્યારથી જ કેશવભાઈ સાથે રહી હતી એટલે તેનામાં પણ તેના ડેડ ની જેમ જ જિદ્દ અને કોઈ પણ પ્રોપર્ટી માટે કઈ પણ ગેમ રમવાની આવડત આવી ગઈ હતી તેની ઉમર હજી ૨૦ વર્ષની હતી પણ સ્વભાવ અને તેની જિદ્દના કરાણે તેને બધા કેશવ શર્માની વારીશ ગણતા..


----------------------------------------------------------------

૨ વર્ષ પહેલા.

પ્રિયાંશ ફેસબુક ચેક કરે છે અને ત્યાં એક રીક્વેસ્ટ આવી હોય છે અને તે ચેક કરે છે તો રીકવેસ્ટ અક્ષિતા શર્માની હોય છે અને પ્રિયાંશ જ્યારે તેની પ્રોફાઇલ ચેક કરે છે અને એક ફોટો જોઈને પ્રિયાંશને ૧૦ વર્ષ પહેલાણી ઘટના યાદ આવે છે અને યાદ આવે છે તેની સાથે રમતા જયેશકાકા અને તેની સાથે અક્ષિતાનો ફોટો. આ જોઈ તે વાંચે છે કે અક્ષિતાએ ફોટો સાથે લખ્યું હોય છે.. Happy Birthday To world Best dad, Stay blessed and loving me like you does always અને આ ફોટોમાં ટેગ કરેલા વ્યક્તિનું નામ હોય છે. કેશવ શર્મા અને પછી પ્રિયાંશ તેમની પ્રોફાઈ ચેક કરે છે આ જોઈને પ્રિયાંશને બધુ સમજાઈ જાઈ છે કે અક્ષિતા જયેશકાકા ઉર્ફે કેશવ શર્માની છોકરી છે અને તે આ જોઈ ને રીકવેસ્ટ ડિલીટ કરી નાખે છે...

પ્રિયાંશ વિચારે છે કે આમનું નામતો જયેશભાઈ છે તો અહિયાં કેશવ શર્મા કેમ? પછી વિચારે છે કે તે ઈન્ડિયા જાઈ ત્યારે આ વિષે તપાસ કરસે અને આ વાત અત્યારે કોઈ સાથે શેર નહીં કરે...


-------------------------------------------------


આજનો દિવસ..

પ્રિયાંશી અને પ્રિયાંશ તો બસ સામેથી આવી રહેલી અક્ષિતાને જોઈ રહે છે બંનેમાથી કોઈને કઈ સમજાતું નથી હોતું.. અક્ષિતા પાસે આવી જાઈ છે ત્યારે મયંક તે બંનેની ઓળખાણ અક્ષિતા સાથે કરાવે છે અને અક્ષિતા પણ એવી રીતે બંને સાથે મળે છે જાણે પહેલી બાર બંનેને મળી રહી હોય અને આ જોઈ પ્રિયાંશી અને પ્રિયાંશ થોડાક શોકમાં હતા.. પ્રિયાંશી વિચારી રહી હતી કે આ શું એ જ અક્ષિતા છે કે પછી બીજું કોઈ? અને પ્રિયાંશ વિચારી રહ્યો હતો કે આ અહિયાં છે તો જયેશ કાકા ઉર્ફે કેશવ શર્મા પણ અહી જ હોવા જોઈએ હું આના વિષે અને તેના બાપ વિષે બધી સચ્ચાઈની તપાસ કરીશ પણ મયંકભાઈને કેવી રીતે રોકું આની સાથે લગ્ન કરવા માટે તે નથી સમજાતું.............

પ્રિયાંશ વિચાર કરી રહ્યો હતો કે મયંકભાઈના મેરેજ કેવી રીતે રોકવા પણ તેને સમજાતું નહતું કે આટલા ઓછા ટાઈમમાં શું કરવું?

તેને આ વાત પ્રિયાંશીને કરવાનું વિચાર્યું અને તેને લઈને સાઈડમાં જતો રહ્યો જ્યાં તે બંનેને કોઈ જોઈ અને સાંભળી ના શકે..


પ્રિયાંશી:- અરે આ શું કરે છે તું ? આ બધુ મેરેજ પછી હો......


પ્રિયાંશ:- એ ચાંપલી ચૂપ બેસને હું તને અહિયાં મયંકભાઈની વાત કેવા આવ્યો છું..


પ્રિયાંશી:- શું વાત ?


પ્રિયાંશ:- મયંકભાઇ બોવ મોટા પ્રોબ્લેમમાં છે..


પ્રિયાંશી:- તું ગોળ ગોળ ના ફેરવ જે વાત છે તે સીધે સીધી કહી દે મને હવે...


પ્રિયાંશે બધી જ વાત કરી પ્રિયાંશીને (પ્રિયાંશને ખબર નહોતી કે તેના દાદાનો ખૂની અક્ષિતાના ડેડ કેશવ શર્મા જ છે પણ તે સિવાય બધી જ વાત કરી અક્ષિતાના ડેડ કેવી રીતે તેના ગામમાં આવેલા અને બાજુના ગામના લોકો સાથે ચિટ કરીને તેમના પૈસા ચોરી ગયા) તે બંને એક સાઈડમાં વાતો કરતાં હતા ત્યાજ મયંકના સિસ્ટર મુગ્ધાદીદી તે બંનેને જોઈ ગયા..


મુગ્ધા:- તમને બંનેને અહિયાં મેરેજમાં બોલાવ્યા છે હો. (મુગ્ધાએ બંનેને મજાકમાં કીધું)

પણ જ્યારે તેને પ્રિયાંશી અને પ્રિયાંશની આંખોમાં આસું જોયા ત્યારે તેને સમજાયું કે કઈક પ્રોબ્લેમ છે..

કઈ થયું છે તમારા બંને વચ્ચે?


પ્રિયાંશી:- ના દીદી....


મુગ્ધા:- તો બને કેમ રડો છો ?


પ્રિયાંશી અને પ્રિયાંશને કઈ સમજાતું નથી હોતું કે દીદીને અક્ષિતા અને તેના ફેમિલી વિષે વાત કરવી કે નહીં?


મુગ્ધા:- બોલો તમે બંને કેમ ચૂપ છો?


પ્રિયાંશ:- કઈ નહીં દીદી એમજ...


મુગ્ધા:- હા હવે હું ભૂલી ગઈ તમે બંને તો ખાલી મયંકને જ તમારો ભાઈ માનો છો ને એટલે તેની સાથે બધી વાતો શેર કરો અમે તો બોવ દૂર રહયાને તમારાથી કેમ? ભુલાઈ ગયું હો કે હું તમારા બને માટે ખાલી મયંકની મોટી બેન જ છું તમારી નહીં. હું તો એમ સમજાતી હતી કે તમે બંને મયંકને મોટો ભાઈ સમજો છો એટ્લે મને પણ મોટા દીદી માનતા હશો પણ હું તો ખોટી સાબિત થઈ અહિયાં.. મુગ્ધાએ ઈમોશનલ બ્લેકમેલ કરતાં કહ્યું...


પ્રિયાંશ:- દીદી એવી વાત નથી પણ વાત તમને કેવી રીતે કવ સમજ નથી પડતી..


મુગ્ધા:- કેવી રીતે શું મોઢેથી જ કરવાની હોય ને... બંને ખૂબ ગંભીર દેખાતા હતા એટલે મુગ્ધાએ જોક્સ મારતા મારતા કહ્યું પણ બંનેના ચહેરા પર કોઈ પણ પ્રકારના હાવભાવ બદલાયા નહીં અને આ જોઈને મુગ્ધાને પણ સમજાઈ ગયું કે વાત થોડી વધારે જ સીરિયસ છે..


પ્રિયાંશ:- દીદી વાત મયંકભાઈની છે પણ તમને અમારા ઉપર વિશ્વાસ નહીં આવે કેમ કે તે વાતને લઈને અમારા પાસે કોઈ પ્રૂફ નથી...


મુગ્ધા:- અરે હું જેટલો મયંકને પ્રેમ કરું છું તેના કરતાં તમે બંને તેને વધારે પ્રેમ કરો છો. હું જેટલો મયંકને ઓળખું છું તેના કરતાં તમે બંને તેને વધારે ઓળખો છો ખાસ કરીને તું પ્રિયાંશ. મયંકને જો કોઈ ઉપર સૌથી વધારે ટ્રસ્ટ કરતો હોય તો તે તું છે. તેના મોઢે તારા વિષે બોવ બધુ સાંભળ્યુ છે અને તારી લાઈફ વિશેના વિચારો, અજાણ્યા લોકોને પણ મદદ કરવાની ભાવના, અને તારો અને પ્રિયાંશીનો પ્રેમ. મને બધુ જ ખબર છે તમારા બંને વિષે..


પ્રિયાંશી અને પ્રિયાંશની આંખોમાં આસું વધી જાઈ છે બંનેને નથી સમજાતું કે તે મુગ્ધાદીદીને કેવી રીતે બધુ જણાવે..


મુગ્ધા:- તમે મયંકને ભાઈ માનતા હોવને તો કહો મને બધુ જ સાચું..


પ્રિયાંશ પછી બધી જ વાત મુગ્ધાને કહે છે અને ધીમે ધીમે મુગ્ધાના ચહેરા ઉપરનું તેજ પણ ગાયબ થવા લાગે છે..

મુગ્ધા ને વીશ્વાસ નથી આવતો કે જે અક્ષિતાનું ફેમિલી જેનું આટલું મોટું નામ છે તે આટલા ખરાબ લોકો છે..


પ્રિયાંશ:- દીદી એક વાત કહો.. આ માંગુ કોણ લઈને આવેલું ?


મુગ્ધા:- તમે લોકો જ્યારે આવ્યા શિકાગોથી ત્યારે મયંક દિલ્લી જ રોકાયો હતો મામાને ત્યાં..


પ્રિયાંશી:- હા મયંકભાઈ એક વીક ત્યાં રહેલાને..


મુગ્ધા:- ત્યારે મારા મોમ-ડેડ પણ ગયેલા દિલ્લી. તો મામા નું આખું ફેમિલી અને અમારું ફેમિલી અક્ષિતાની રેસ્ટુરંટમાં જમવા ગયા હતા કેમ કે ત્યાના મેનેજર મારા મામાના ખાસ ફ્રેન્ડ છે અને ત્યાં નું ફૂડ પણ સારું આવે છે. અને તે દિવસે અક્ષિતા અને તેના ડેડ બંને ત્યાં જ હતા અને ત્યાં તે બંનેની નજર મયંક ઉપર પડી અને ૧ વીક પછી મેનેજર પાસે બધી માહિતી લઈને તે લોકો મામાને મળવા આવ્યા હતા ત્યારે મયંક અને મોમ-ડેડ સુરત આવી ગયા હતા અને અમે બધા મયંક માટે છોકરી ગોતી જ રહ્યા હતા ત્યાજ મામાનો ફોન ડેડ પર આવ્યો અને આ વાત કરી અને પછી અક્ષિતાનું ફેમિલી સુરત આવ્યું મળવા માટે અને મયંકને જોવા માટે અને તે બંને એક બીજાને ગમી ગયા..


પ્રિયાંશ:- હમમ. દીદી તમે લોકોએ હમણાં કોઈ જમીન લીધી છે ?


મુગ્ધા:- હા.. ગયા વર્ષે જ સુરતમાં લીધી છે જમીન..


પ્રિયાંશ:- ઓકે હું બધી વાત સમજી ગયો....


મુગ્ધા અને પ્રિયાંશી બંને એક સાથે:- શું વાત સમજ્યો અમને પણ સમજાવ...


પ્રિયાંશ:- દીદી એ બધુ પછી પેલા આપડે મયંકભાઈને કેવી રીતે બચાવીશું તે વિચારો...


મુગ્ધા મને ખબર છે કે મયંકને આપડે કેવી રીતે બચાવવાનો છે. અને પછી મુગ્ધા તેનો આઇડિયા પ્રિયાંશી અને પ્રિયાંશને કહે છે. અને બંનેના ફેસ પર સ્માઇલ આવી જાઈ છે અને પછી ત્રણેય પ્લાન મુજબ તેમનું કામ કરવા માટે લાગી જાઈ છે..


--------------------------------------------------------------------------


થોડી જ વારમાં સંગીત ચાલુ થાઈ છે અને શીતલ પણ આવી ગઈ હોય છે. બધા જ લોકો ગરબા રમવા લાગે છે.. અને આ જોઈ પ્રિયાંશી અને શીતલ પણ ગ્રુપ માં જોડાઈ ને ગરબા રમવા લાગે છે અને પ્રિયાંશીને ગરબા રમતા જોઈને પ્રિયાંશ બસ જ્યાં ઊભો હોય ત્યાં સ્થિર થઈ જાઈ છે. જેમ નરસીહ મેહતા ખોવાઈ ગયા હતા કૃષ્ણની રાસ-લીલા જોવામાં તેમ આજે પ્રિયાંશ પણ ખોવાઈ ગયો હતો પ્રિયાંશી ને ગરબે રમતા જોઈને અને ત્યાજ થોડા થોડા વરસાદના ટિપાઓ ચાલુ થાઈ છે જાણે પ્રિયાંશીને નાચતા જોઈને ઉપરથી ઇન્દ્રદેવ પણ પ્રિયાંશીને આશીર્વાદ આપી રહ્યા હોય.


પડ્યા ટીપાં ધરા પર તુરંતજ જ્યારે નાચે છે તું,
તને ગમે સુંદર મોરનો ટહુકો અને મને તું.


ચાંદો લુચ્ચો છુપાઈને જુએ આપણું મિલન,
તને ગમે ખુબ વાદળની રેખ અને મને તું.



ત્યાજ મુગ્ધાદીદી આવ્યા અને કહ્યું તમારી પ્રેમલીલા પૂરી થઈ હોય તો ચાલ મારી સાથે..


પ્રિયાંશ સ્વપ્નમાથી બહાર આવે છે અને મુગ્ધા તે ને ગરબા રમવા માટે લઈને જાઈ છે. પ્રિયાંશને પ્રિયાંશીની બાજુમાં ગોઠવે છે અને તે પ્રિયાંશની આગળ આવીને ગરબે રમવા લાગે છે.


મયંક પણ પ્રિયાંશી અને પ્રિયાંશ અને શીતલને જોઈને ખુશ હતો થોડી વારમાજ પ્રિયાંશી અને શીતલ આવીને અક્ષિતાને ગરબા રમવા માટે લઈ જાઈ છે અને પ્રિયાંશ આવીને મયંકને ગરબે રમવા લઈ જાઈ છે અને બધા ગરબા રમવા લાગે છે. અક્ષિતા થોડી વારમાં બહાર નીકળી જાય છે અને સાઈડમાં ઊભી રહે છે અને આ જોઈ પ્રિયાંશ પણ બહાર નીકળી જાઈ છે અને અક્ષિતાની બાજુમાં જઈને ઊભો રહે છે...


અક્ષિતા:- થાકી ગયો એમ ને...


પ્રિયાંશ:- હા..


અક્ષિતા:- દુનિયા કેટલી નાની છે નહીં..


પ્રિયાંશ:- કેમ?


અક્ષિતા:- તને શિકાગોમાં છોડીને આવી પછી મને એમ થયું કે તને ક્યારે પણ નહીં મળું પણ કિસ્મત જો ને..


પ્રિયાંશ:- સાચી વાત છે. મને એક વાતનો જવાબ આપ..


અક્ષિતા:- હા પૂછને..


પ્રિયાંશ:- તું પહેલા મને ફસાવવા માંગતી હતીને ? મારી સાથે લગ્ન કરવા હતાને તારે?


અક્ષિતા:- હા.. પણ તું વધારે સ્માર્ટ નીકળ્યો..


પ્રિયાંશ:- સમજ્યો નહી હું..


અક્ષિતા:- તારા બાપુજી ભગવાનભાઈએ મારા ડેડ ઉપર ખોટો ચોરીનો કેસ કરેલો છે અને જે હજી ચાલુ છે. તે કેસના લીધે મારા ડેડને વારંવાર ભાવનગર આવવું પડે છે અને મારે તારી સાથે લગ્ન એટલા માટે કરવા હતા કે લગ્ન કરી મારે તારી જિંદગી બરબાદ કરી નાખવી હતી અને સાથે સાથે પેલો કેસ પણ પૂરો થઈ જાત મારા ડેડ ઉપરનો


પ્રિયાંશ:-હમમ..


અક્ષિતા:- પણ મારાથી એક ભૂલ થઈ ગઈ મારો અને મારા ડેડનો ફોટો તે ફેસબુક ઉપર જોઈ લીધો અને તે ઓળખી ગયો મારા ડેડને અને તને બધુ જ સમજાઈ ગયું એટલે તે મારી રીકવેસ્ટ એકસેપ્ટ ના કરી અને જ્યારે તે રીકવેસ્ટ ડીલીટ કરી ત્યારે મને સમજાયું કે હું મારો અને ડેડનો ફોટો ડીલીટ કરતાં ભૂલી ગઈ છું. અને પછી તારી પાછળ મારો ટાઈમ વેસ્ટ કરવા કરતાં હું ઈન્ડિયા પાછી આવી ગઈ.


પ્રિયાંશ:- હમમ અને અત્યારે મયંકભાઈની લાઈફમાં કેમ આવી ?


અક્ષિતા:- એ તો મને ગમી ગયો પેલી નજરમાં જ..


પ્રિયાંશ:- સાચું બોલને...


અક્ષિતા:- સાચું જ કવ છું તે મને પેલી નજરમાં જ ગમી ગયો એટલા માટે..


પ્રિયાંશ:- હમમ... પણ તું આટલા આમિર ફેમિલીમાથી આવે અને તારા ડેડ મયંક સાથે તારા મેરેજ કરાવે છે વાત કઈ સમજાતી નથી...


અક્ષિતા:- મને મયંક ગમે છે અને આ વાત મે મારા ડેડને કહી અને મારા ડેડ મારી વાત ક્યારે પણ ના માને એવું બનેજ નહીં. હું કેમ કવ તેમજ ડેડ કરે..


પ્રિયાંશ:- સારૂ ચાલો. હેપ્પી મેરેજ લાઈફ..


અક્ષિતા:- થેન્ક્સ પણ હું તારી લાઈફ તો હું બરબાદ કરીને જ રહીશ..


પ્રિયાંશ:- જોઈ એ કોણ કોની લાઈફ બરબાદ કરે છે. આટલું કહીને પ્રિયાંશ ત્યાથી જતો રહે છે અને અક્ષિતા તેને જતો જોઈ રહે છે..


૧૧ વાગે ગરબા પૂરા થયા પ્રિયાંશી શીતલ અને પ્રિયાંશ બધા જ તેમના રીલેટિવ્સને ત્યાં જતાં રહે છે અને મયંક તેમના વોટસએપ ગ્રુપમાં મેસેજ કરીને બધાને કાલે સવારે જલ્દી આવવા માટે કહે છે..


----------------------------------------------------------------------


સવારે ૬ વાગ્યા હોઈ છે મયંકના મોમ આવીને મયંકના રૂમનું બારણું ખોલે છે અને જોવે છે કે મયંક અંદર નથી અને તે બહાર જઈને ઘરનો મેઇન દરવાજો જોવે છે અને તે પણ અંદરથી બંધ હોય છે એટલે ઘરની બહારતો કોઈ ગયું નથી. તો મયંક ક્યાં ગયો?


મયંકના મોમ તેના ડેડને જગાડે છે અને બંને જઈને તેના રૂમમાં ચેક કરે છે અને એક લેટર મળે છે. બંને જણા લેટર વાંચવા જતાં હોય ત્યાં જ ડોરબેલ વાંગે છે અને મયંકના મોમ જઈને ડોર ઓપન કરે છે અને જોવે છે તો પ્રિયાંશ આવ્યો હોય છે અને પ્રિયાંશને જોઈને મયંકના મોમ રડવા લાગે છે અને પ્રિયાંશ જલ્દી જલ્દી અંદર જઈને જોવે છે તો ત્યાં મયંક નથી હોતો અને તેના મોમ-ડેડ તેને એક લેટર આપે છે જે મયંકના રૂમમાંથી મળ્યો હતો પ્રિયાંશ તે લેટર વાંચે છે..


સોરી મોમ-ડેડ અને મુગ્ધા, હું આ મેરેજ કરી શકું તેમ નથી, અક્ષિતા છોકરી બોવ જ સારી છે પણ મારી લાઈફમાં કોઈ બીજું છે અને હું તેને પ્રોમિસ આપીને આવ્યો છું કે હું મેરેજ તો તારી સાથે જ કરીશ. અને હું તે છોકરીનું દિલ તોડવા નથી માંગતો એટલા માટે આ મેરેજ છોડીને ચાલ્યો જાવ છું. તમને લોકોને કેટલા દિવસથી વાત કરવી હતી પણ મારી હિમ્મત નહોતી ચાલતી અને અત્યારે હું બીજું કઈ કરી શકું તેમ નથી એટલા માટે ઘર છોડીને ચાલ્યો જાવ છું. તમને બધાને સોરી અને અક્ષિતા અને તેના ફેમિલીને મારા લીધે જે પણ પ્રોબ્લેમ થયા તેના માટે સોરી, મને ગોઠવણી કોશિશ ના કરતાં સમય આવશે એટ્લે હું તમારી સામે આવી જઈશ.. લી. તમારો મયંક.....


થોડીજ વારમાં બધાને આ વાતની ખબર પડી જાઈ છે અને મયંકના ડેડ અક્ષિતાના ઘરે જઈને તે લોકોની માફી માંગે છે અને મેરેજ કેન્સલ કરે છે. આ વાત જાણી અક્ષિતા ખૂબ દુખી થઈ ગઈ હોય છે અને તેના કરતાં વધારે દુખી કેશવ શર્મા હોય છે. કેમ કે તેના હાથમાથી કરોડો રૂપિયાની જમીન જતી રહી હતી. પણ અત્યારે તે વધારે કઈ કરી શકે તેમ નહોતા એટલે તે પણ ચૂપ જ રહ્યા..


જ્યારે મયંકના મોમ-ડેડ પ્રિયાંશને પૂછે છે તે છોકરી વિષે ત્યારે પ્રિયાંશને પણ નથી ખબર હોતી આ છોકરી વિષે પ્રિયાંશને પણ કઈ સમજાતું નથી હોતું કે મયંકભાઈએ આ વાત કેમ છુપાવી?


પ્રિયાંશી અને શીતલ આવે છે અને આખો દિવસ મયંકના ઘરે રહે છે મુગ્ધાદીદી અને મયંકના મોમ પાસે પ્રિયાંશીની રાતની બસ હોય છે ભાવનગર જવા માટે ની અને પ્રિયાંશ તેને ડ્રોપ કરવા માટે જાઈ છે.


પ્રિયાંશી:- તું ક્યારે આવવાનો?


પ્રિયાંશ:- હું કાલે નિકળીશ.. અત્યારે અંકલ આંટી ને એકલા મુકાઇ તેમ નથી..


પ્રિયાંશી:- સારું ધ્યાન રાખજે તારું..


પ્રિયાંશ:- હા.. અને તું પણ તારું ધ્યાન રાખજે.


પ્રિયાંશી બસમાં જતી હોય છે ત્યાં પ્રિયાંશ તેનો હાથ પકડે છે અને એક લેટર મૂકે છે અને કહે છે કે આ લેટર તું સુરતની બહાર નીકળ પછી જ રીડ કર જે..


પ્રિયાંશી:- ઓકે.. આઈ લવ યુ..


પ્રિયાંશ:- આઈ લવ યુ ટૂ..


પ્રિયાંશી બસમાં જઈને તેની સ્લીપીંગ સીટ માં જઈને બેઠે છે અને બસને સુરત બહાર નીકળવાની રાહ જોવે છે અને ૧ કલાક પછી જેવી બસ કામરેજ ક્રોસ કરે છે તેવું જ પ્રિયાંશી તે લેટર કાઢીને વાંચે છે....


તારો પ્રેમ તો મને હમેંશા મળવાનો જ છે,

છતા આજે હું એક પ્રેમ-પત્ર લખું છું.


પ્રેમી તો તારો હું કાયમનો છું,

આજે આશીક બનવા ઇચ્છું છું.


રોજ જ તારી સાથે પ્રેમ કરું છું,

પણ આજે અલગ પ્રેમ વ્યક્ત કરવા માગું છું.


રાતનાં તો બહું નીંદર આવી જાય છે,

એટલે દિવસમાં સપનાં જોઉં છું.


સપના તો ખેર તારા જ હોય ને,

ભૂલથી કોઈ બીજી આવી જાય તો...

તને એની સાથે લડતાં જોઉં છું.


તું મારા માટે સૌંદર્યની મૂરત છે,

તને જોવાની હું રોજ મજા લૂટું છું.


શરીરથી તો અત્યારે તારાથી દૂર છું,

પણ મનથી તારી આસ-પાસ જ ફરું છું.


તને ખૂશ કરવાનાં અવસર હું વારંવાર ચૂકું છું,

પણ આજે આ બધું લખી સાટું વળવા માગું છું.


તુ કમળ બની ને ખિલજે કાલે,

હું ભમર બની ને આવું છું.


શબ્દોની આવી જાળ બિછાવી..

તને જ તો ફાંસવા મથું છું,


ખુશ થઈને આ કાગળ ને ના ચુમતી..

થોડીક ક્ષણ રાહ જો..

હું હમણા જ આવું છું..


લેટર વાંચી લીધા પછી તે લેટરને કિસ્સ કરે છે અને તેને લેટરને છાતી પાસે રાખીને સૂઈ જાઈ છે...


આ બાજુ પ્રિયાંશ અને મયંકના ઘરના બધા જ લોકો ચિંતિત હોય છે કે મયંક આવી રીતે કહ્યા વગર ક્યાં જતો રહ્યો....


--------------------------------------------------------

(14)

પ્રિયાંશીને ડ્રોપ કરીને પ્રિયાંશ મયંકના ઘરે આવે છે અને મુગ્ધાદીદી પાસે જઈને થોડી વાર બેસે છે. કેમ કે ઘરમાં એક નીરવ શાંતિ હોય છે કોઈ કઈ બોલી રહ્યું નથી હોતું બસ બધા એમજ ચૂપ બેસેલા હોય છે..


પ્રિયાંશ:- દીદી હું હવે અંકલના ઘરે જાવ છું કઈ કામ હોય તો મને બોલાવી લે જો..


મુગ્ધા ઉદાસ ચહેરા સાથે ખાલી માથું હલાવીને જ હા પાડે છે અને પછી પ્રિયાંશ મયંકના મોમ અને ડેડની રજા લઈને તેના અંકલના ઘરે જતો રહે છે...


બીજા દિવસે સવારે પ્રિયાંશ મયંકના ઘરે પહોચે છે અને ડોરબેલ વગાડતા મુગ્ધાદીદી ડોર ઓપન કરે છે અને પ્રિયાંશ જોવે છે તો મયંકના મોમ-ડેડ કાલે રાત્રે તે ગયો ત્યારે જ્યાં બેઠા હતા ત્યાજ બેઠા બેઠા ઊંઘી ગયા હોય છે. પ્રિયાંશ આખો દિવસ મયંકના ઘરે રહે છે તેના મોમ-ડેડ પાસે અને સાંજે તેમની રજા લઈને ઘરે જવા નીકળી જાઈ છે. બસમાં બેસીને તે સૌથી પહેલા ઘરે ફોન કરે છે..


પ્રિયાંશ:- જય શ્રી કૃષ્ણ બાપુજી..


ભગવાનભાઈ:- જય શ્રી કૃષ્ણ બેટા..


પ્રિયાંશ:- શું કરો છો તમે બાપુજી અને બા કેમ છે ?


ભગવાનભાઈ:- બસ તે જેને અહિયાં મોકલ્યા છે ને તેનું ધ્યાન રાખું છું અને તારા બા અમારા માટે જમવાનું બનાવે છે..


પ્રિયાંશ:- કેમ છે મયંકભાઈ ને ? હોશમાં આવ્યા તે ?


ભગવાનભાઈ:- હા જો અત્યારે જ આવ્યો લાગે.. તને કરું પછી ફોન.


પ્રિયાંશ:- બાપુજી તે વધારે કઈ બોલે અને ગુસ્સો કરે તો મારી સાથે વાત કરવાજો હો..


ભગવાનભાઈ:- હા...


મયંક હોશમાં આવે છે અને જોવે છે કે તે એક રૂમમાં બંધ હોય છે અને તેને યાદ આવે છે કે આજે તો તેના લગ્ન હતા તો પછી તે આ રૂમમાં ક્યાથી અને આ રૂમતો તેના બેડરૂમ જેવો નથી લાગતો.. કાલે રાત્રે સૂતો ત્યારે તો તે તેના બેડરૂમમાં હતો તો અત્યારે તે ક્યાં છે?


મયંક માથું પકડીને ઊભો થાઈ છે તેનું માથું ખૂબ જ દુખી રહ્યું હોય છે અને ઊભો થાઈ છે ત્યાજ સામે પ્રિયાંશના ડેડ ભગવાનભાઈને જોવે છે. મયંક ભગવાનભાઈને ક્યારેય મળ્યો નથી પણ પ્રિયાંશ તેના પર્સમાં બા-બાપુજીનો ફોટો છે અને ત્યાં તેને જોયા હોય છે. અને સાથે ફોનમાં પણ વિડીયો કોલમાં કેટલી વાર મયંકે ભગવાનભાઈ સાથે વાત કરેલી એટલે તેને ભગવાનભાઇને ઓળખતા વારના લાગી..


મયંક:- અરે અંકલ તમે આવી ગયા મારા મેરેજમાં..(મયંક માથું પકડીને બેઠા બેઠા બોલે છે)


ભગવાનભાઈ:- બેટા તારા લગ્નતો પૂરા થઈ ગયા..


મયંક:- હે.......... પણ કેવી રીતે હું અહિયાં છું તો લગ્ન કેમ પૂરા? અને આ મારો બેડરૂમ નથી હું કાલે રાત્રે મારા બેડરૂમમાં સૂતો હતો તો પછી અત્યારે આ કોના રૂમમાં છું હું ?


ભગવાનભાઈ:- તું મારા ઘરે છે. એટલે કે પ્રિયાંશના ઘરે, કરેડા ગામમાં...


મયંક:- કાકાશું મજાક કરો છો તમે ?


ભગવાનભાઈ:- અરે મજાક નથી..


મયંક જોવે છે કે ભગવાનભાઈના ચહેરા પર ગંભીરતા હતી અને આ જોઈ મયંક બેડમાથી ઊભો થાઈ છે અને તે રૂમની બહાર નીકળીને જોવે છે તો બધી બાજુ અંધારું અંધારું હતું થોડે દૂર થોડી થોડી દૂર લાઇટો થતી હતી અને આ જોઈને મયંકને ખ્યાલ આવી ગયો કે તે કોઈ ગામમાં છે. અને તેની આજુ બાજુ ખુલ્લી જમીન હતી અને દૂર દૂર સુધી બીજું કોઈ મકાન ન હતું અને આ જોઈ મયંકને યાદ આવે છે કે પ્રિયાંશ તેને ઘણી વાર કહેતો કે તમે બધા આવો મારા ગામ આપડે વાડી વાળા મકાન પર જલ્સા કરીશું ત્યાં આજુ બાજુ કોઈ મકાન જ નથી એટલે રાત્રે ગમે તેટલા બૂમ બરાડા પાડી મસ્તી મજાક કરો કોઈ ફરિયાદ નહીં કરે. અને અત્યારે બધુ એવું જ લાગી રહ્યું હોય છે અને ઉપરથી પ્રિયાંશના બાપુજી અહિયાં હતા અને આ બધુ જોઈ મયંક ત્યાં જમીન ઉપર જ બેસી જાઈ છે..


ભગવાનભાઈ આ જોઈને તેની બાજુમાં જઈને નીચે બેસી જાઈ છે અને મયંકના ખંભા ઉપર હાથ મૂકે છે. મયંક તેની સામે જોવે છે અને ભગવાનભાઈ જોવે છે કે મયંકની આંખોમાં આંસુ હતા..


ભગવાનભાઈ:- બેટા શું થયું?


મયંક:- કઈ નહીં કાકા. બસ વિચારું છું કે પ્રિયાંશે મને અહિયાં કેવી રીતે મોકલ્યો?


ભગવાનભાઈ:- કેવી રીતે મોકલ્યો ઇ વાત પછી પણ શું કામ મોકલ્યો ઇ નહીં પૂછે?


મયંક:- ના કાકા


ભગવાનભાઈ:- કેમ ?


મયંક:- કાકા મને પ્રિયાંશ ઉપર પૂરો વિશ્વાસ છે.. તેને મને અહિયાં મોકલ્યો છે મારી જાણ વગર તો જરૂર એવી કોઈ વાત હોવી જોઈએ બાકી પ્રિયાંશ મને અહિયાં આવી રીતે ના મોકલે અને આજે તો મારા લગ્ન હતા અને આજના દિવસે તો નહીં જ...


ભગવાનભાઈ:- હા ઇ વાત હાચી હો....


મયંકને અચાનક કઈ યાદ આવે છે..


મયંક:- આજે તો મારા લગ્ન હતા અને આજના દિવસે મને અહિયાં મોકલ્યો એટલે પ્રિયાંશ નહોતો ઈચ્છતો કે મારા લગ્ન થાઈ બરાબર...


ભગવાનભાઈ:- હા...


મયંક:- કાકા ભૂખ લાગી છે.. ખાવા નું મળશે ?


ભગવાનભાઈ:- તું પૂછીશ નહી કે શું કામ પ્રિયાંશે આવું કર્યું?


મયંક:- અરે કાકા મને પ્રિયાંશ ઉપર પૂરો વિશ્વાસ છે એમ કહું કે મારા કરતાં પણ વધારે મને તેના ઉપર વિશ્વાસ છે તો પણ ખોટું નથી, જે છોકરો પરાયા લોકોને પણ દુખીના જોઈ કરી શકે અને પ્રિયાંશતો મને તેનો મોટોભાઈ માને છે તે મારુ ખરાબ કરવાનુંતો દૂર આવું તે વિચારી પણ ના શકે, મને વિશ્વાસ છે કોઈ કારણ તો હશે જ એટલા માટે તેને મને અહિયાં મોકલ્યો છે.. તે ક્યાં છે અને ક્યારે આવે છે ?


ભગવાનભાઈ:- સુરત છે, ત્યાથી નીકળી ગયો કાલે સવારે તો પ્રિયાંશ અહિયાં આવી જસે..


મયંક:- સારું કાકા ચાલો મને ભૂખ લાગી છે..


ભગવાનભાઈ:- હા ચાલ.. પ્રિયાંશની બા એ તારા માટે મસ્ત મસ્ત જમવાનું બનાવ્યું છે..


મયંક:- સારું હું આવું ૨ મિનિટમાં મોઢું ધોહીને..


ભગવાનભાઈ:- સારું નીચે આવ જે હું જમવાનું કઢાવું છું..


મયંક ૫ મિનિટ પછી નીચે આવે છે અને ભગવાનભાઈ તેની રાહ જોતાં હોય છે. અને ભાવનાબેન બધુ જમવાનું કાઢતા હોય છે.


મયંક ભાવનાબેનને જોઈને સૌથી પહેલા જઈને તેમણે પગે લાગે છે...


ભાવનાબેન ચૌકી જાઈ છે. અને બોલે છે, અરે બેટા પગે ના લાગવાનુ હોય...


મયંક:- લાગવું પડે તમે પ્રિયાંશના બા છો તમારા અને કાકા વિષે બોવ બધુ સાંભળ્યુ છે આપડે વાત પણ કરી ફોન ઉપર પણ ક્યારેય મળ્યા નહોતા અને આજે તમને મળવાનો મૌકો મળ્યો છે તો આ મૌકો હું કેમ જવા દવ..


ભાવનાબેન:- એમ. સારું ચાલ હવે જમવા બેસી જાવ..


મયંક ભગવાનભાઈની બાજુમાં જઈને બેસે છે અને ભાવનાબેન તે બંનેને એક પછી એક વાનગી પીરસતા જાઈ છે..


બાજરીના ગરમા ગરમ રોટલા, ઉપર માખણ મૂકેલું અને અંદરની સાઈડ ઘી લગાવેલું, આ જોઈને જ મયંકના મોઢામાં પાણી આવી જાઈ છે, સાથે ઢોકળીનું, ભરેલા રીંગણાંનું, આખી ડુંગળીનું અને ભરેલો ભીંડાનું શાક, અને કઢી ખિચડી, અને તાજું દૂધ, દૂધ તો એવું કે લાગે તમે રબડી જ પી રહ્યા છો, મયંકતો પાગલ થઈ જાઈ છે કેમ કે આ બધી જ વસ્તુ તેની પસંદની હતી અને તે મનોમન પ્રિયાંશનો આભાર માને છે. અને પછી જમવાનું ચાલુ કરે છે..


મયંક પહેલું બટકું મોઢામાં મૂકતાં જ પાગલ થઈ જાઈ છે. તેને તેની લાઈફમાં આવી સ્વાદિસ્ટ રસોઈ કોઈ પણ જગ્યાએ નહોતી ખાધી, તે બસ જમવા પર તૂટી પડ્યો અને જમ્યા બાદ.


મયંક:- કાકી એક વાત કવ...


ભાવનાબેન:- હા બોલને બેટા,,


મયંક:- આટલી સ્વાદિસ્ટ રસોઈ મે મારી લાઈફમાં ક્યારે પણ નથી ખાધી, મે વિશ્વની મોટી મોટી હોટેલોમાં જમ્યો છું પણ આવી રસોઈ મે ક્યાંય પણ નથી ખાધી.. આજે પ્રિયાંશની વાત સાથે હું પણ સંમત છું..


ભગવાનભાઈ:- કઈ વાત ?


મયંક:- એ જ કે કાકીના સ્વરૂપમાં તમારા ઘરમાં માતા અન્નપૂર્ણા છે..


ભગવાનભાઈ:- હા ઇ વાત સાચી તારી..


થોડીવારમાં ભાવનાબેન પણ જમી લે છે અને પછી ત્રણેય વાડીમાં ચારપાઇ ગોઠવીને વાતો કરે છે..


ભગવાનભાઈ:- બેટા પ્રિયાંશનું ભણવાનું કેમ ચાલે ત્યાં?


મયંક:- કાકા ચિંતા નહીં કરો તે ખૂબ હોશિયાર છે...


ભગવાનભાઈ:- હા મને ખબર પણ તો પણ બાપ છું ને ચિંતા તો થવાની જ ને...


મયંક:- હા કાકા એ વાત તમારી પણ બરાબર છે.


ભગવાનભાઇ, ભાવનાબેન, મયંક મોડે સુધી વાતો કરે છે. અને પછી બધા રૂમમાં સુવા માટે જતાં રહે છે..


મયંકને તો ઊંઘ નથી આવતી એટલે તે રૂમમાં આમાં તેમ આટા મારે છે. આ રૂમ પ્રિયાંશનો હોય છે અને ત્યાં તેના કેટલા ફોટોસ હોય છે નાનપણના આ બધુ મયંક જોઈ રહ્યો હોય છે ત્યાં તેની નજર દીવાલ ઉપર પડે છે અને દીવાલ ઉપર એક કવિતા લખી હોય છે..

જીવન જીવતાં જઇએ સાથે,
પ્રેમ અને લાગણી વહેંચતા જઇએ.


બધાંને સાથે લેતાં જઇએ,
પાછળ છૂટી ગયા તેને સલામ કરતાં જઇએ.

દુઃખનાં વાદળા હટાવતાં જઇએ,
સુખનો દરીયો છલકાવતાં જઇએ.

જરમ-જરમ ખોટું લગડતાં જઇએ,
ધોધમાર પ્રેમ વરસાવતાં જઇએ.

અત્યારે મન ભરીને જીવી લઇએ,
મરણ તો આવે ત્યારે વાત.

મયંક આટલું વાંચીને ખુશ થઈ જાય છે અને ત્યાં તેની નજર બિજી સાઈડના એક ફોટો ઉપર પડે છે..


મયંક જઈને જોવે છે તો ત્યાં તેનો અને પ્રિયાંશનો બંનેનો સાથે ફોટો હતો, અને ફોટો જોતાં મયંક ભૂતકાળને યાદ કરે છે, પ્રિયાંશનો સૌથી પહેલો દિવસ હતો આ શિકાગો સીટીમાં, તે પ્રિયાંશી અને પ્રિયાંશને શિકાગો સીટી ફરવા માટે બહાર લાવ્યો હતો અને બધા સૌથી પહેલા મિલેનિયમ પાર્ક ગયા હતા અને આ તેનો અને પ્રિયાંશનો સૌથી પહેલો ફોટો સાથે હતો અને ફોટાની નીચે મસ્ત કવિતા લખી હતી..

જીવનમાં મિત્ર ના હોત તો !
આ જીવનને જીવન કેમ કહેવું?


મિત્રતા એક એવો દિપ છે કે જેમાં,
બંને એ એકસાથે બળવું જ પડે.


મિત્રતા એક એવો ધોધ કે જેમાં,
પડ્યાં પછી પણ વહેતાં રહેવું પડે.


મિત્રતા એક ખુલ્લું રણ કે જેમાં,
આસ પાસ બધું જ દ્રશ્યમાન છે.


મિત્રતા એક મોટું ઝરણું કે જેમાં,
વહેતાં વહેતાં જીવન જીવી જવાય.


મિત્રતા એક એવો સંબંધ કે જે,
જીવનનો ધબકાર અને શ્વાસ છે.


તમારા જેવા મિત્રોથી જ જીવું છું હું કે જે,
મારા માટે જીવવાનો આધાર અને પ્રાણ છે.

આ વાંચીને મયંકની આંખોમાં આંસુ આવી જાઈ છે અને બસ તે બેડમાં જઈને એમજ પડે છે અને તેના અને પ્રિયાંશના વિચારો કરતાં કરતાં ઊંઘી જાઈ છે..


અને આ બાજુ થોડી વાર રહી ભગવાનભાઈ મયંકના રૂમ પાસે આવે છે અને જોવે છે કે તે ઊંઘી ગયો હોય છે અને આ જોઈને પ્રિયાંશને કોલ કરે છે. પ્રિયાંશ જોવે છે કે રાતના ૧ વાગ્યો હોય છે અને અત્યારે બાપુજી કોલ આવે એટલે તેને થોડી ચિંતા થવા લાગે છે અને ફોન ઉઠાવીને..


પ્રિયાંશ:- બાપુજી બધુ બરોબાર તો છે ને ?


ભગવાનભાઈ:- હા કેમ ?


પ્રિયાંશ:- અત્યારે ૧ વાગે રાત્રે કોલ કર્યો એટલે.. અને મયંકભાઈ કેમ છે ?


ભગવાનભાઈ:- તેની વાત કહેવા માટે જ ફોન કર્યો છે..


પ્રિયાંશ:- હા કહો..


ભગવાનભાઈ:- તું ચિંતા નહીં કર તેની, તે કોઈ ગુસ્સામાં નથી બસ તેને વિશ્વાસ છે કે પ્રિયાંશ તેના લગ્ન થવા દેવા નહોતો માંગતો એટલે તેને આમ કર્યું. અને કાલે તું આવિશ ત્યારે તું જ મયંકને સાચી વાત કરી દે જે..


પ્રિયાંશને થોડો ખુશ થાઈ છે કે મયંકભાઈ ગુસ્સામાં નથી અને તેને મારા ઉપર વિશ્વાસ છે.


ભગવાનભાઈ:- સારું તું પણ હવે સૂઈ જા હું પણ સૂઈ જાવ, ચાલ જય શ્રી કૃષ્ણ


પ્રિયાંશ:- જય શ્રી કૃષ્ણ બાપુજી..


પ્રિયાંશ પણ ફોન મૂકીને શાંતિથી સૂઈ જાઈ છે..

--------------

ભાવનગર

૬ વાગ્યા હોય છે પ્રિયાંશ હજી ઊંઘતો હોય છે ત્યાંજ બસના કન્ડક્ટરનો અવાજ આવે છે..નારી ચોકડી જેને ઉતરવાનું હોય તે આગળ આવી જાઈ અને આ સાંભળીને પ્રિયાંશ જાગી જાઈ છે અને સૌથી પહેલા તે ફોન ચેક કરે છે અને વોટસએપ ઓપન કરીને પ્રિયાંશીને મેસેજ કરે છે..


પ્રિયાંશ:- એક મેસેજ મોકલે છે

ઝાંકળોની બૂંદોથી ભીજાંતું એ પર્ણ ,

સૂરજની પેહલી કિરણથી રચાતુ મેઘધનુષ સુવર્ણ, મને બહુ ગમે!!!!


સોનેરી ફૂલોની હારમાળા ને પાનખરના પાનથી સજતો પથ તારો,

અને એ પથ ઉપર તું ભાવથી ચાલે તે મને બહુ ગમે!!!!!


પર્વત પરથી ખળખળ વેહતાં ઝરણાંનો સાદ,

પનિહારીઓની ઝાંઝાર નો રમણીય નાદ, મને બહુ ગમે!!!!!


મેઘરાજા ની સવારીમાં મિત્રો સાથેની ધીંગામસ્તી,

હાલકડોલક જાતી કાગળની એ મારી કસ્તી, મને બહુ ગમે!!!!!


ફૂલોની ફરતે ભમરાઓનું મધુર ગીત-ગુંજન,

મધમાખીઓ નું સર્જેલુ સંસાર ગુંથણ, મને બહુ ગમે!!!!!


ગામની અગાશીમાં, ઘાઢ અંધારીયાની નીંદર,

પૂનમની ચાંદની કેરી ઝગમગતું રૂપ તારું, મને બહુ ગમે!!!!!


કોયલનો ટહુકો, ને મોરનાં પીંછાની અદા,

તારું પંખીઓની જેમ સપના પૂરા કરવા આકાશમાં ઉડવું, મને બહુ ગમે!!!!!


વિશ્વની હરેક સંવેદનાઓ ની માયાજાળ,

મારી ‘તારી’ સાથેની સાત પગલાં ની ચાલ, મને બહુ ગમે!!!!!


ભલેના હોય મારે મોટો મહેલ કે ગાડીનું ભૌતિકવાદી જીવન,

રચવું છે કુદરત ના સાનિધ્યમાં તારી સાથેનું ઘર જ્યાં મને બહુ ગમે!!!!!

પ્રિયાંશી આજે ૬ વાગ્યાની જાગીને તૈયાર થઈ ગઈ હોય છે. અંદરથી થોડી ગભરાયેલી હોય છે કે મયંકભાઈ ને જ્યારે ખબર પડસે કે અમે લોકોએ જ તેના લગ્ન થવા નથી દીધા તો તે કેટલો ગુસ્સો કરશે અને થોડી ખુશી પણ હોય છે કે પ્રિયાંશ છે એટલે તે બધુ સંભાળી લેશે. અને બસ નીચે ગાર્ડનમાં બેઠા બેઠા વિચાર કરી રહી હોય છે અને ત્યાજ પ્રિયાંશનો મેસેજ આવે છે અને મેસેજ વાંચીને સીધો ફોન કરે છે..


પ્રિયાંશી:- ગુડ મોર્નિંગ મારા હીરો ને..


પ્રિયાંશ:- અત્યાર અત્યાર માં રોંગ નંબર લાગી ગયો લાગે..


પ્રિયાંશી:- કેમ એમ બોલે છે? તને જ ફોન કર્યો છે ચાંપલા...


પ્રિયાંશ:- હા હવે બરાબર.. આતો હીરો હીરો કરે એટલે મને એમ થયું કે તારા થી રોંગ નંબર લાગી ગયો..


પ્રિયાંશી:- બોવ સારું જા, વાત જ નથી કરવી જા તારી સાથે ચાંપલા..


પ્રિયાંશ:- અરે બાબા સોરી બસ, માફ કરો..


પ્રિયાંશી:- હા બસ એમ સીધું જ રેવાનું સમજ્યો..


પ્રિયાંશ:- હા મેડમ…


પ્રિયાંશી:- ક્યાં પહોચ્યો ?


પ્રિયાંશ:- દેસાઇનગર..


પ્રિયાંશી:- ભાવનગરમાં આવી ગયો અને મને કીધૂ પણ નહીંને જા વાત જ નથી કરવી તારી સાથે...


પ્રિયાંશ:- અરે મને થોડી ખબર હોય કે તું જાગી ગઈ હઈશ..


પ્રિયાંશી:- તને તો ક્યાં કઈ ખબર જ હોય છે ચાંપલા..


પ્રિયાંશ:- હા ભલે હો. અને તું શું કરે છો ?


પ્રિયાંશી:- હું જાગીને તૈયાર થઈને તારો વેઇટ કરું છું..


પ્રિયાંશ:- તબિયત બરાબર છે ને તારી?


પ્રિયાંશી:- હા કેમ ?


પ્રિયાંશ:- આજે તું વહેલા જાગી ગઈ એટલે...


પ્રિયાંશી:- ચાંપલા અહિયાં હું ટેંસનમાં છું અને તને મજાક કરવી છે..


પ્રિયાંશ:- કેમ ટેંસન ?


પ્રિયાંશ:- મયંકભાઇનું જ્યારે તેને ખબર પડશે કે આપડે બધાએ જ તેના લગ્ન થવા નથી દીધા ત્યારે તેને કેટલું દુખ થસે..


પ્રિયાંશ:- અરે કાલે રાત્રે બધુ બરાબર થઈ ગયું બધા પ્રોબ્લેમ સોલ્વ..


પ્રિયાંશી:- એટલે?


પ્રિયાંશ:- હમણાં મળીશ એટલે બધુ કવ.


પ્રિયાંશી:- સારું સંસ્કાર મંડળ ઉતરી જજે હું લેવા આવું છું..


પ્રિયાંશ:- પણ અત્યારે નહીં હું ફોન કરું ત્યારે, હું મારા ફ્રેન્ડના ઘરે જવાનો છું એટલે હું ફોન કરું પછી જ આવજે.


પ્રિયાંશી:- સારું, ચાલ બાય મળ્યે જલ્દી જ..


પ્રિયાંશ:- હા..


પ્રિયાંશ ફોન મૂકે છે થોડી વારમાં પ્રિયાંશ સંસ્કાર મંડળ ઉતારીને તેને ફ્રેન્ડના ઘરે જાય છે ત્યાં ફ્રેશ થઈને પછી પ્રિયાંશીને ફોન લગાવે છે અને તેને લેવા આવવા માટે સરદારનગર બોલાવે છે..


પ્રિયાંશ સરદારનગર ગુરુકુળ સ્કૂલ પાસે ઊભો હોય છે ત્યાજ સફેદ કલરની ફોર્ચ્યુનર આવીને ઊભી રહી અને પ્રિયાંશે જોયું તો અંદર પ્રિયાંશી હતી અને આ જોઈ તે પણ કારમાં બેસી ગયો..


પ્રિયાંશી તેને સૌથી પહેલા ચા અને નાસ્તો કરવા લઈ જાય છે. પ્રિયાંશીને ખબર હોય છે કે પ્રિયાંશને ફાફડા અને જલેબી બોવજ ભાવે છે એટલે બને ગાઠીયા અને જલેબીનો નાસ્તો કરે છે. પછી બને તખતેશ્વર મંદિર જાય છે. પ્રિયાંશ અહિયાં કેટલા સમય પછી આવ્યો હતો. પેલા જ્યારે આવ્યો હતો ત્યારે તખતેશ્વરની ટેકરી ઉપરથી આખું ભાવનગર દેખાતું પણ અત્યારે મોટા મોટા બિલ્ડિંગ્સ બનવા લાગ્યા હતા જેના લીધે તે નજારો ધીમે ધીમે ગાયબ થઈ રહ્યો હતો. બને મહાદેવના આશીર્વાદ લઈને થોડી વાર ત્યાં બેસે છે અને પછી પ્રિયાંશના ગામ તરફ જવા નીકળી જાય છે..


પ્રિયાંશી:- લે ગાડી તું ચલાવ..


પ્રિયાંશ:- કેમ તને ડર લાગે છે ચલાવતા?


પ્રિયાંશી:- ના, આ તો ડ્રાઈવર સાથે છે પછી હું કેમ ગાડી ચલાવું..


પ્રિયાંશ:- અચ્છા ડ્રાઈવર એમને, સારું તો આ ડ્રાઈવર તેની જોબમાથી રાજીનામું આપે છે, ચાલો બાય ત્યારે મેડમ..


પ્રિયાંશી:- એ ના ના, હું મજાક કરતી હતી, સોરી સોરી સોરી હીરો..


પ્રિયાંશ:- હા, બસ એમ સીધું જ રેવાનું સમજી..


પ્રિયાંશી:- ઓહ મારી જ લાઇન મને..


પ્રિયાંશ:- હા આપડે કોઈનું ઉધાર રાખતા જ નથી..


બંને હસતાં હસતાં કારમાં બેસે છે અને પ્રિયાંશ ગાડી ચલાવે છે. થોડી જ વારમાં બને શહેરની બહાર નીકળી જાય છે, ત્યાં પ્રિયાંશને કઈ યાદ આવ્યું..


પ્રિયાંશ:- અરે મુગ્ધાદીદીને ફોન લગાવને..


પ્રિયાંશી:- કેમ ?


પ્રિયાંશ:- અરે કાલ રાત વાળી વાત કરવાની છે..


પ્રિયાંશી:- હા તારે મને પણ કહેવાની છે તે વાત અને એક જ મિનિટ લગાવું છું..


પ્રિયાંશી મુગ્ધાને ફોન લગાવે છે...


મુગ્ધા:- ગુડ મોર્નિંગ પ્રિયાંશી..


પ્રિયાંશી:- ગુડ મોર્નિંગ દીદી.. દીદી પ્રિયાંશને તમારી સાથે કઈક વાત કરવી છે હું ફોન સ્પીકર ઉપર કરું છું..


મુગ્ધા:- હા..


પ્રિયાંશ:- હેલ્લો દીદી કેમ છો?


મુગ્ધા:- હું નથી મજામાં, તું ઇ વાત મૂક અત્યારે, તું ક્યાં છે?, મયંક કેમ છે?, તું ક્યાં પહોચ્યો?, ગામડે ક્યારે જવાનો છો?..


પ્રિયાંશ:- અરે દીદી એક મિનિટ સાંભળો પેલા મારી વાત...


પ્રિયાંશે કાલે રાત્રે જે બન્યું તે બધુજ મુગ્ધાને કહ્યું અને પ્રિયાંશી પણ સાંભળતી હતી અને મયંક ગુસ્સે નહોતો આ સાંભળીને પ્રિયાંશી અને મુગ્ધા બંનેના ચહેરા ઉપર સ્માઇલ આવી ગઈ હતી..


મુગ્ધા:- થેન્ક ગોડ બધુ બરાબર છે..


પ્રિયાંશી:- હા દીદી હવે શાંતિ થઈ...


પ્રિયાંશ:- દીદી તમે એક કામ કરો મયંકભાઈને લેવા તમે, અંકલ અને આંટી બધાય આવો.. તે બહાને તમારે લોકોએ મારુ ગામ પણ જોવાઈ જશે અને મીની વેકેશન પણ થઈ જશે..


મુગ્ધા:- હા ઇ વાત સાચી, અમે કાલે સવારે જ ત્યાં આવી જઈએ એવું હોય તો..


પ્રિયાંશ:- વાહ દીદી ખૂબ જ સારું તો તો..


મુગ્ધા:- હા હું મોમ અને ડેડને આ વાત કરું પેલા, તે લોકો શું કહે છે તે પછી તને કોલબેક કરું, તે લોકોને પણ સમજાવું પડશે આપડે જે કર્યું તે બધુ જ...


પ્રિયાંશ:- હા દીદી, સારું હું વેઈટ કરું છું તમારા ફોનનો..


મુગ્ધા:- હા, અને તમે બને પ્રેમી પંખી ક્યાં ફરો છો હે?


પ્રિયાંશી:- દીદી પ્રિયાંશના ગામ જઈએ..


મુગ્ધા:- અરે વાહ.. કરો જલ્સા, ચાલો બાય બંનેને..


પ્રિયાંશી અને પ્રિયાંશ:- બાય દીદી..


પ્રિયાંશી:- પ્રિયાંશમે ક્યારેય ગામડું જોયું નથી અને ક્યારે પણ ગામડે ગઈ નથી તો તું મને કઈ ક કહે ગામડા વિષે...


પ્રિયાંશ થોડો સમય ચૂપ રહે છે અને આ જોઈ પ્રિયાંશી બોલે છે..


પ્રિયાંશી:- ઓ હીરો ક્યાં ખોવાઈ ગયો?


પ્રિયાંશ:-


ઉષા-સંધ્યાની ભાત જોઈ ખોવાઈ જવાય છે

આરતીનો ઘંટારવ સાંભળી ખોવાઈ જવાય છે

પંખીઓનો કલરવ સાંભળી ખોવાઈ જવાય છે

સાગર નીરમાં આથમતો સુરજ જોઈ ખોવાઈ જવાય છે

વિશાળ ફેલાયેલ ચાંદની જોઈ ખોવાઈ જવાય છે

નીરવ રાત્રીમાં તમરાં સાંભળી ખોવાઈ જવાય છે

વાદળ વચ્ચે તારા જોઈ ખોવાઈ જવાય છે

હેમંત સવારે કુણો તડકો લઇ ખોવાઈ જવાય છે

બળતા ગ્રીષ્મે મીઠી લહેરખીથી ખોવાઈ જવાય છે

વર્ષાની મીઠી સોડમ લઇ ખોવાઈ જવાય છે

પાનખરે વૃક્ષોની ખુમારી જોઈ ખોવાઈ જવાય છે

વસંતમાં ફૂલોનો વિલાસ જોઈ ખોવાઈ જવાય છે

બાળકનો ખિલખિલાટ જોઈ ખોવાઈ જવાય છે

સ્વને શોધવા જતાં ખબર નહીં ક્યાં પણ ખોવાઈ જવાય છે

ગામનું નામ સાંભળતાજ નાનપણની યાદોમાં ખોવાઈ જવાય છે.

પ્રિયાંશી:- હવે જલ્દી ગાડી ચલાવ મારે તારું ગામ જોવાની ઉતાવળ છે..


પ્રિયાંશ:- હા..


થોડીવાર પછી કરેડા લખેલૂ બોર્ડ રસ્તા ઉપર દેખાઈ છે..


પ્રિયાંશ:- અહિયાથી મારા ગામની હદ ચાલુ થઈ જાય છે..


કરેડા(ભાવનગર જિલ્લો)

૧૧ વાગ્યા હોય છે. પ્રિયાંશી જોઈ રહી હોય છે બધી બાજુ.. હરિયાળા ખેતરો, જેમાં અત્યારે પાક લહેરાઈ રહ્યો હતો, અમુક અમુક ખેતરોમાં ખેડૂતો પાણી વાળી રહ્યા હતા. અને તેના લીધે કૂવામાં ચાલતી મોટરોનો અવાજ અને સાથે પંખીઓનો કલરવ સંભળાઈ રહ્યો હતો.. ખેતરોમાં કામ કરતાં લોકો અને ખેતરોની વચ્ચે ઊભા કરેલા ચાડિયા. આ બધૂ પ્રિયાંશી પહેલી વાર જોઈ રહી હતી..


થોડીજ વારમાં ગામનો મેઇન ગેટ આવ્યો અને આ જોઈને પ્રિયાંશીને સમાજ આવી ગયું કે અહિયાથી ગામ ચાલુ થઈ રહ્યું છે.. સુંદર અને પહોળા રસ્તાઓ, શહેર કરતાં વધારે સ્વચ્છતા ગામમાં હતી, શહેર કરતાં વધારે સુંદર રસ્તાઓ હતા, રસ્તાઓની બંને બાજુ વૃક્ષોની હારમાળા અને તેની પાછળ ઊંચી મેડીબંધ મકાનો, ૨ માળ જેટલા ઊંચા મેઇન ગેટના દરવાજાઓ, અને ક્યાક ક્યાક દેખાતી નાની નાની દુકાનો, અને ગામની બધીજ ગલ્લીઓમાં નખાયેલા બ્લોક, અને થોડા થોડા અંતરે સોલર ઉર્જાથી ચાલુ થતી સ્ટ્રીટ લાઇટો અને બધાજ ઘરમાં ઉભેલા ઊંચા ઊંચા વૃક્ષો, આ બધુ ગામની સુંદરતામાં વધારો કરી રહ્યું હતું. થોડીજ વારમા ગામનો ચોરો આવ્યો, એક સુંદર મજાનો બગીચો બનાવેલો હતો અને આખા બગીચાને વૃક્ષોનો છાયડો મળતો હતો અને તેમાં બાકડા ઉપર બેસીને ચારભાઈ બીડી પી રહેલા ગામના વડીલો (ડોસાઓ).. પ્રિયાંશીએ આ બધુ બસ વાંચ્યું હતું અને સાંભળ્યુ હતું પણ આજે પહેલીવાર તે આ બધુ નજર સામે જોઈ રહી હતી.


પ્રિયાંશે એક ઘરની આગળ ગાડી ઊભી રાખી અને પ્રિયાંશીને કહ્યું ચાલ મારી સાથે.. પ્રિયાંશી નીચે ઉતારીને જોવે છે તો એક ઊંચો દરવાજો હતો, અને તેમાં એક નાનો દરવાજો બનાવેલો જ્યાથી અંદર બહાર આવી જાવી શકાય. પ્રિયાંશ એ ઘરમાં દાખલ થાઈ છે પ્રિયાંશી તેની પાછળ હોય છે, ઘરની બહાર નેમ પ્લેટ ઉપર નામ વાંચે છે “ બજરંગ કૃપા “ અને આ વાંચીને અંદર દાખલ થાય છે.. અંદર પહોચીને પ્રિયાંશી જોવે છે કે ફૂટબોલના ગ્રાઉંડ જેટલું વિશાળ ફળિયું હતું અને એક સાઈડ બનાવેલું ૨ માળનું વિશાળ મકાન અને દરવાજાની સામેની બાજુ ગમાણ બનાવેલી હતી જ્યાં એક સાથે ૧૫ ભેસો અને ૧૦ ગાયો બાંધેલી હતી, એક અને તેની બાજુમાં ૩ ટ્રેકટર પડેલા અને ફળિયાની બીજી બાજુ એક ઊંચી ટેકરી હતી અને તેની ઉપર બનાવેલું સુંદર મકાન અને ફળિયામાં લીમડો, આંબો, આસોપાલવ, પીપળાના અને નાળિયેરીના વૃક્ષો વાવેલા, પ્રિયાંશ પેલા ટેકરી ઉપરના ઘર તરફ ચાલવા લાગે છે અને પ્રિયાંશી તેની પાછળ પાછળ જાય છે. પ્રિયાંશે તે ઘરની ઓસરીમાં પહોચીને પ્રિયાંશીને ત્યથી નજારો જોવાનું કહે છે પ્રિયાંશીએ પાછળ ફરીને જોયું તો ત્યાથી આખું ગામ દેખાતું હતું અને ઘરની બરાબર બાજુની સાઈડ ૨ ઘર પછી તળાવ હતું, આખું પાણીથી ભરાયેલું તળાવ અને તળાવની વચ્ચે એક મંદિર દેખાઈ રહ્યું હતું અને ત્યાં જવા માટેનો તળાવની ઉપર બાંધેલો રસ્તો દેખાઈ રહ્યો હતો આ બધુ જોઈને પ્રિયાંશી એકદમ ખુશ થઈ ગઈ હતી.


પ્રિયાંશી આ બધુ જોઈ રહી હતી ત્યાજ નીચેના ઘરમાંથી મયંક બહાર આવે છે અને તેની નજર પ્રિયાંશી ઉપર પડે છે.


મયંક:- અરે પ્રિયાંશી તું અહિયાં ?


પ્રિયાંશી મયંકનો અવાજ સાંભળી ચોકી જાઈ છે અને મયંકનો અવાજ સાંભળીને પ્રિયાંશપણ પેલા ઘરમાંથી બહાર આવે છે અને નીચે મયંક પાસે દોડીને પહોચી જાય છે. અને તેની પાછળ પાછળ પ્રિયાંશી પણ નીચે આવે છે..


પ્રિયાંશ સીધોજ જઈને મયંકને HUG કરે છે પ્રિયાંશી પણ આવીને તે બંનેને HUG કરે છે અને બધાની આંખોમાથી આસું વહેવા લાગે છે.


પ્રિયાંશ:- મયંકભાઈ તમે કઈ પૂછો તે પહેલા તમને એક વાત કહી દવ કે અમે જે કર્યું તે તમારા માટે જ કર્યું છે અને તમારા બધા જ સવાલોના જવાબ કાલે તમને મળી જશે જ્યારે મુગ્ધાદીદી અને તમારા મોમ-ડેડ અહિયાં આવે ત્યારે.


મયંક:- હે મારા મોમ-ડેડ અને મુગ્ધા? એ લોકો પણ તારી સાથે સામેલ હતા ?


પ્રિયાંશ:- ના ખાલી મુગ્ધાદીદી જ અને વધારે સવાલ નહીં બધુ કાલે તમને ખબર પડી જસે..


મયંક:- ઓકે.. અને મયંક પાછો પ્રિયાંશને HUG કરે છે..


પ્રિયાંશી આ બંનેને જોઈ રહી હતી અને પ્રિયાંશીને આટલું સમજાઈ ગયું હતું કે આ પ્રિયાંશનું ઘર છે. અને જોઈ રહી હતી કે આજે પણ દોસ્તીને દિલથી નિભાવવા વાળા છે અને તેમાથી ૨ તો અત્યારે તેની સામે જ ઊભા છે..


------------------------------------------------------

(15)

પ્રિયાંશ જોવે છે આજુ બાજુ તો તેના બા અને બાપૂજી દેખાતા નથી હોતા એટલે તે મયંક ને પૂછે છે..


પ્રિયાંશ:- મયંકભાઈ બા અને બાપુજી ક્યાં છે?


મયંક:- તે વાડીએ ગયા છે અને મને કહીને ગયા કે હમણાં પ્રિયાંશ આવશે પછી વાડીએ આવી જાજો તમે બને..


પ્રિયાંશ:- સારું તો ચાલો વાડીએ...


મયંક:- પણ આપડે ચાલીને જઈએ તો કેવું રહેશે?


પ્રિયાંશ:- હા જરૂર પણ આ મેડમને ચાલસે? પ્રિયાંશી તરફ ઈશારો કરતાં પ્રિયાંશ બોલે છે..


પ્રિયાંશી:- એ ચાંપલા મારે પણ ચાલસે..


પ્રિયાંશ:- જો જે હો.. દૂર છે વાડી..


પ્રિયાંશી:- હા ભલેને હોય.. અને પ્રિયાંશી મનમાં વિચારી રહી હતી કે જ્યારે તું મારી સાથે હોય છે ત્યારે મને કશું દૂર નથી લાગતું, આખી દુનિયા નાની લાગે છે મને જ્યારે તું મારી સાથે હોય છે. આ પ્રિયાંશ જ બોલ્યો હતો અને અત્યારે એ જ મને પૂછે છે કે દૂર છે ચાલસે એમ. HUH..


મયંક અને પ્રિયાંશ ચાલવા લાગે છે, પ્રિયાંશ પાછળ ફરીને જોવે છે તો પ્રિયાંશી હજી ત્યાં જ ઊભી હોય છે..


પ્રિયાંશ:- તારે આવવાનું નથી કે દૂર છે એમ સાંભળીને ચાલીને જવાનો વિચાર જતો રહ્યો?


પ્રિયાંશી:- ના હવે..


પ્રિયાંશ:- તો ઊભી છે કેમ ચાલ...


પ્રિયાંશ:- હા ચાલો

પ્રિયાંશી પણ પ્રિયાંશ અને મયંક સાથે ચાલવા લાગે છે, મયંક અને પ્રિયાંશ તો વાતો કરવામાં મશગુલ હોય છે જ્યારે પ્રિયાંશીતો આજે પહેલી વાર ગામમાં આવેલી અને તે બસ આજુ બાજુ કુદરતી સૌંદર્ય જોવામાંજ વ્યસ્ત હોય છે..


થોડે સુધી ચાલ્યા ત્યાજ મકાનો પૂરા થઈ ગયા અને પછી દેખાતા હતા એકલા લીલાછમ ખેતરો, અને થોડે આગળ ચાલતા જ રસ્તો બે ફાંટામાં વેચાતો હતો ત્યાં ઊભા રહીને પ્રિયાંશે કહ્યું..


પ્રિયાંશ:- આ રસ્તો ભાવનગર જાઈ છે,


મયંકને તો ખબર ના હતી કે તેને કયા રસ્તેથી લાવ્યા હતા પણ પ્રિયાંશી બોલી..


પ્રિયાંશી:- ઓહ તો આ બીજો રસ્તો છે, આપડે જે રસ્તે થી આવ્યા તે પણ બીજો છે..


પ્રિયાંશ:- હા, આ રસ્તો નાગધણિબા ગામમાં થઈને ભાવનગર-તળાજા વાળા હાઈવેને મળે છે. જ્યારે આપડે આવ્યા તે પડવા વાળો રસ્તો હતો..


પ્રિયાંશી:- ઓકે.. તો આ બીજો રસ્તો છે તે ક્યાં જાઈ છે?


પ્રિયાંશી બીજા પડેલા રસ્તાની તરફ આંગળી બતાવતા કહ્યું..


પ્રિયાંશ અને મયંક એક સાથે જ ઇ આપડી વાડીએ.. અને આ સાંભળીને બધા એકજ સાથે હસી પડે છે..


અને બધાજ વાડીએ જવા વાળા રસ્તા ઉપર ચાલવા લાગે છે..


પ્રિયાંશી જોવે છે કે આખા રસ્તા ઉપર ક્યાય પણ તડકો નહોતો લાગી રહ્યો કેમ કે આખા રસ્તો વૃક્ષોથી ઢંકાયેલો હતો અને આ છાયડામાં ઠંડક મળતી હતી, પ્રિયાંશી બસ આજુ બાજુ નજર કરીને ચાલતી હતી, ત્યાં તેને ખેતરોમાં ઉભેલા મકાનો દેખાયા, ત્યાં બાંધેલા બળદો, કૂવામાથી પાણી સિંચતી મહિલાઓ અને આખા ખેતરોમાં આમથી તેમ દોડતા નાના નાના છોકરાઓ, પ્રિયાંશીએ જોયું તો કોઈ પણ છોકરાના પગમાં બુટ કે ચંપલ નહોતા કે શરીર ઉપર સારા કપડાં નહોતા કે કોઈની પાસે મોબાઈલ પણ નહોતા છતા પણ આ છોકરાઓ તેનું નાનપણ જીવી રહ્યા હતા, કોઈ પણ જાતની સુખ સગવડતા વગર, ત્યારે પ્રિયાંશીને સમજાયું કે ખુશ રહેવા માટે કોઈ પણ વસ્તુની જરૂર નથી પડતી..


પ્રિયાંશીએ જોયું કે પ્રિયાંશ કોઈ ઝાડ ઉપરથી કઈક તોડી રહ્યો હતો અને થોડીવારમાં પ્રિયાંશે આવીને તેના હાથમાં થોડી વસ્તુ મૂકી અને કહ્યું આ ખાઈ ને મને કહે અને હા તેમાં જે ઠળિયા છે તે બહાર કાઢજે.. પ્રિયાંશીએ જોયું તો કેસરી કેસરી કલરની નાના ના મોતીના દાણા જેવડી કઈક વસ્તુ હતી, અને દ્રાક્ષની જેમ એક સાથે લૂમખામાં હતી પ્રિયાંશીએ એક તોડીને મોઢામાં નાખી અને ત્યાજ મોઢામાં ગળ્યું ગળ્યું લાગ્યું અને તે ૧ જ મિનિટમાં બધી ખાઈ ગઈ અને તેને પ્રિયાંશ પાસે જઈને તેનું નામ પૂછવાનું વિચાર્યું..


પ્રિયાંશી:- ઓ હીરો આનું નામ શું છે યાર, બોવજ મસ્ત છે મને બોવજ ભાવ્યૂ..


પ્રિયાંશ:- આને ગૂંદી કહેવાય..


પ્રિયાંશી:- ઓકે.. ત્યાજ પ્રિયાંશીનો ફોન વાગે છે અને પ્રિયાંશી જોવે છે તો મુગ્ધાદીદી નો ફોન હોય છે..


પ્રિયાંશી:- હેલ્લો દીદી..


મુગ્ધા:- હાય.. પહોચી ગયા તમે લોકો પ્રિયાંશના ગામ?


પ્રિયાંશી:- હા દીદી થોડી વાર પેલા જ પહોચ્યા..


મુગ્ધા:- મયંક ને મળ્યા? ગુસ્સામાંતો નથીને તે ? અને તમે બધા શું કરો છો ?


પ્રિયાંશી:- હા દીદી મયંકભાઇ અમારી સાથે જ છે અને તે જરા પણ ગુસ્સામાં નથી અને અમે બધા જ પ્રિયાંશની વાડીએ જઈએ છીએ... લો તમે જ વાત કરી લો મયંકભાઈ સાથે..


પ્રિયાંશી મયંકને બોલાવીને કહે છે કે મુગ્ધાદીદીનો ફોન છે તમારી સાથે વાત કરવી છે તે ને. અને ફોન મયંકને આપે છે.. મયંક ફોન લઈને મુગ્ધા સાથે વાત કરવા લાગે છે અને તે ચાલતો ચાલતો થોડો આગળ જતો રહે છે અને આ બાજુ પ્રિયાંશ અને પ્રિયાંશી એકબીજાની આંખોમાં જોવા લાગે છે..


પ્રિયાંશી:- કેમ આમ જોવે છે ? કઈ દેખાઈ છે મારી આંખમાં હે ?


પ્રિયાંશ થોડીવાર વિચાર કર્યા પછી...

આંખ જ સ્નેહનો દરિયો છે તારી, તારી આંખ જ મારુ દર્પણ.
આંખ જ નશીલો ડંખ છે સાજન, તારી આંખ જ સૂરોનું સગપણ.
તારી આંખમાં મારી જવાની ડોલે, તન અને મનમાં સરગમ બોલે,
તારા આંખમાં રમતી કિકિઓમાં જ, મારા વિચારોનું થતું સર્જન.
તારી આંખને આવી તેં કેવી ભાષા, બુઠ્ઠી કરે મારી કલમની અણીઓ,
તારી આંખનાં બસ એક જ પલકારે, નાસી છુટે મારા દિલનું ગાંડપણ.
તારી આંખમાં વસતી આ ચાંદનીમાં, ભીનું થઈ જાય આ સૂકું રણ.
તારી આંખ મારા હૃદયનું સરનામું, તારી આંખ આ અતૂટ સંબંધની સમજણ.
આંખ જ સ્નેહનો દરિયો છે તારી, તારી આંખ જ મારુ દર્પણ..

પ્રિયાંશી:- કેટલી કવિતા હોય પણ, હું તારી થઈ ગઈ છું હવે મને કેટલી ઇમ્પ્રેસ કરવી છે તારે..


પ્રિયાંશ:- HUH, હવે ક્યારે પણ કવિતા નહીં સંભાળવું જો તને.. આટલું કહીને પ્રિયાંશ આગળ ચાલવા લાગે છે..


પ્રિયાંશી તેની પાછળ પાછળ:- અરે મજાક કરું છું પણ કેમ ગુસ્સે થઈ જાય છે...


પણ પ્રિયાંશ કઈ સાંભળવાના મૂડમાં નથી હો તો. અને આગળ ચાલવા લાગે છે. ત્યાંજ પ્રિયાંશી પાછળથી તેનો હાથ પકડીને ઊભો રાખે છે.


પ્રિયાંશ પાછળ ફરીને:- શું છે તા..... પ્રિયાંશ આગળ બોલી નથી શકતો તે જોવે છે કે પ્રિયાંશીની આંખોમાં આસું હોય છે અને તે પ્રિયાંશ સામે બે હાથ જોડીને ઊભી હોય છે અને બોલતી હોય છે.


પ્રિયાંશી:- દિકા સોરી હું મજાક કરતી હતી, તું આમ ગુસ્સે નહીં થા..


પ્રિયાંશ:- હું તારી આંખોમાં આસું જોવા તૈયાર નહોતો..


પ્રિયાંશી:- તો શેના માટે તૈયાર હતો તું દિકા?


પ્રિયાંશ:-

તૈયાર છું હું,

જો તું ગીત બને, તો હું શબ્દ થવા તૈયાર છું,

જો તું પારસ બને, તો હું પથ્થર બનવા તૈયાર છું,

જો તું દરિયો બને, તો હું નદી બનવા તૈયાર છું,

જો તું આકાશ બને, તો હું પવન બનવા તૈયાર છું,

જો તું બને જીવન, તો હું શ્વાસ બનવા તૈયાર છું,

જો તું બને ફૂલ, તો હું મધમાખી બનવા તૈયાર છું,

જો તું બને પતંગ, તો હું દોરી બનવા તૈયાર છું,

જો તું બને ભવિષ્ય, તો હું ઘટના બનવા તૈયાર છું,

જો તું માની જાઈ, તો હું તારી સાથે જીવવા તૈયાર છું...

પ્રિયાંશી જઈને સીધીજ પ્રિયાંશને HUG કરી લે છે અને ત્યાજ પાછળથી અવાજ આવે છે. “આ ગામડું છે હો કઈ શિકાગો નથી....” પ્રિયાંશ અને પ્રિયાંશી જલ્દી એકબીજાથી અલગ થઈ જાય છે અને પછી બને ડરતા ડરતા પાછળ ફરીને જુવે છે તો મયંક હોય છે અને તે હસતો હોય છે.


પ્રિયાંશ:- શું મયંકભાઈ તમે પણ, ડરાવી દીધા અમને તો..


મયંક:- લ્યો પ્રેમ કરો છો અને ડરી રહ્યા છો તો આ વાત HUG કરતાં પહેલા ના વિચારી...


પ્રિયાંશ:- સારું ભાઈ સોરી ભૂલ થઈ ગઈ હો..


મયંકઆ સાંભળી હસી પડે છે. અને પછી ત્રણેય ચાલવા લાગે છે. અને થોડી વારમાજ એક ગેટની પાસે પ્રિયાંશ ઊભો રહે છે અને તે ગેટને ખોલે છે. પ્રિયાંશીએ જોયું કે ગેટની ઉપર “ બજરંગ કૃપા “ લખેલું હતું એટલે તેને સમજતા વારના લાગી કે આ પ્રિયાંશની જ વાડી હોવી જોઈએ.. અને પછી બધા અંદર જાઈ છે.


પ્રિયાંશી તો એકદમ શોક થઈ ગઈ, ૨ માળનું મકાન, આમ તો માકન કેવું ખોટું લાગસે બંગલો જ કહેવો રહ્યો, અને તેની બાજુમાં સુંદર મજાનો સ્વિમિંગ પૂલ બનાવેલો હતો, ઘરની આગળ સુંદર મજાનો બગીચો બાનાવેલો હતો, જ્યાં રંગબેરંગી ફૂલો અને નાના નાના છોડવાઓ હતા, અને તેની બધી બાજુ ઘાસ ઊગેલું હતું, ઘરની એક સાઈડ બનાવેલું પાર્કિંગ દેખાતું હતું અને ઘરની બીજી બાજુ ૪ હીચકા સામાસામી ગોઠવ્યા હતા પ્રિયાંશીએ આવું હજી સીટીમાં પણ બોવ ઓછું જોયું હતું અને આ ગામમાં જોઈને તે શોક હતી..


બધા ઘરમાં જાઈ છે ત્યાજ ભગવાનભાઈ બેઠા બેઠા ટીવી જોઈ રહ્યા હોય છે અને ભાવનાબેન અંદર રસોડામાં હોય છે. દરવાજાનો અવાજ આવતા જ બંને બહાર આવે છે અને પ્રિયાંશને જોઈને બંનેના ચહેરા ઉપર સ્માઇલ આવી જાઈ છે. અને પ્રિયાંશને પણ તેના બા-બાપુજીને જોઈને સ્માઇલ આવી જાઈ છે અને તેની ટેવ મુજબ સૌથી પહેલા પ્રિયાંશ તેના બા અને બાપુજીને પગે લાગે છે અને આશીર્વાદ લે છે. અને ત્યાં ભાવનાબેનનું ધ્યાન પ્રિયાંશી ઉપર પડે છે.


ભાવનાબેન:- અરે વાહ આજે તો મારા આંગણે સાક્ષાત લક્ષ્મીજી આવ્યા છે. પ્રિયાંશ તે કીધું કેમ નહીં કે તું પ્રિયાંશીને પણ સાથે લઈને આવે છે.


પ્રિયાંશ:- બા ભુલાઈ ગયું..


ભાવનાબેન:- સારું તમે બધા હાથ મોઢું ધોઈ ને આવો એટલે હું તમને જમવાનું આપૂ..


પ્રિયાંશ:- હા બા બોવ જ ભૂખ લાગી તું જલ્દી જલ્દી જમવાની તૈયારી કર.


પ્રિયાંશી પણ ભાવનાબેન સાથે રસોડામાં જાઈ છે અને તેમની મદદ કરાવવા લાગે છે.


પ્રિયાંશ, મયંક અને ભગવાનભાઈ જમવા બેસે છે અને ભાવનાબેન પ્રિયાંશીને પણ કહે છે કે તું પણ આ લોકોની સાથે બેસીજા જમવા માટે. પણ પ્રિયાંશીના પાડે છે અને તે ભાવનાબેનની સાથે જ જમવા બેસવાનો આગ્રહ રાખે છે.


ભાવનાબેન પણ પ્રિયાંશીની વાત માનીને ત્રણેયને જમવાનું પીરસે છે.. અડધની દાળનું રસા વાળું શાક સાથે ગરમા ગરમ બાજરાના રોટલા અને તેની ઉપર લગાવેલું માખણ, કઢી અને ખીચડી, સાથે લસ્સી જેવી છાશ, લીલા મરચાં અને ડુંગળી, પ્રિયાંશીએ જોયું કે ડુંગળી આખી જ મૂકેલી હતી તો તેને થયું કે ડુંગળી કાપવા માટે છરીની જરૂર પડસે એટલે રસોડામાં જઈને છરી લઈને આવે છે..


ભાવનાબેન:- કેમ છરી લઈને આવી ?


પ્રિયાંશી:- આ લોકોને ડુંગળી કાપવા નહીં જોવે?


ભાવનાબેન:- અરે બેટા તે લોકોને છરીની જરૂર નથી..


પ્રિયાંશી:- તો...?


ત્યાજ ભગવાનભાઇ અને પ્રિયાંશ હાથ વડે ડુંગળીને જમીન ઉપર પકડીને પછી ઉપર બીજા હાથથી મારે છે અને ડુંગળીને બે ભાગમાં અલગ કરીને ખાવા લાગે છે..


ભાવનાબેન:- હવે સમજી ને ?


પ્રિયાંશી:- હા.. અને બંને હસી પડે છે..


બધા લોકોએ જમી લીધું હોઇ છે. અને પછી પ્રિયાંશ, પ્રિયાંશીને ઘરના ધાબા ઉપર લઈને જાઈ છે..


પ્રિયાંશી એ જોયું તો ઘરની પાછળની ભાગમાં ૧૫૦ વિઘાની વાડી હતી, વાડીમાં ૨ પવનચક્કીઓ હતી, અને વાડી બોવજ મોટી હતી એટલે ચારેય ખૂણાઓ ઉપર સામાન રાખવા બનાવેલા મકાન, પાણીના ૩ કૂવાઓ અને તેમાથી મોટર વડે હવેડામાં પાણી ભરાઈ રહ્યું હતું અને હવેડામાથી પાણી ખળ ખળ કરીને વૃક્ષોના ક્યારામાં જઇ રહ્યું હતું, ખેતરોમાં થોડા થોડા અંતરે બનાવેલા માચડા દેખાઈ રહ્યા હતા અને તેની ઉપર ચડવા માટે લાકડાની બનાવેલી નિરસરણીઓ ગોઠવેલી હતી. વાડીની એક સાઇડથી વાવેલા જુદા જુદા ફળોના ઝાડ અને છોડવાઓ હતા, ઝાડવાઓ જ્યાં પૂરા થતાં હતા ત્યાં તેની બાજુમાથી જ ઉગાવેલા ગુલાબના છોડ જેની ઉપર અત્યારે કલરે કલરના ગુલાબ લટકી રહ્યા હતા, અને ગુલાબના છોડ પછી વાવેલા બીજા શાકભાજીઓ અને તે પછી વાવેલા રોકડિયા પાક, આ બધુ પ્રિયાંશ, પ્રિયાંશીને બતાવી રહ્યો હતો અને સમજાવી રહ્યો હતો. પ્રિયાંશીએ આવું પહેલી વાર જોયું હતું અને તેના ચહેરા ઉપર સ્માઇલ આવી ગઈ હતી અને આ જોઈને પ્રિયાંશ પણ ખુશ હતો..


થોડી વાર ધાબા ઉપર બેસ્યા પછી બંને નીચે જાઈ છે અને સાંજ થવા આવી હોય છે..


પ્રિયાંશ:- બા- બાપુજી હું ભાવનગર જાવ છું, કાલે સવારે મયંકભાઈના મોમ-ડેડ અને દીદી આવવાના છે તો તેમણે લઈને જ પાછો આવીશ, અને તે લોકો થોડા દિવસ અહિયાં રહેવાના છે..


ભગવાનભાઈ અને ભાવનાબેન બને:- ભલે અને ધ્યાન રાખજે તારું..


પ્રિયાંશ, પ્રિયાંશી અને મયંક ત્રણેય લોકો ભાવનગર જવા નીકળી જાઈ છે, અને આ વખતે પ્રિયાંશે ગાડી નાગધણિબા વાળા રસ્તે ચલાવી હતી......


--------------------------------------------------------

પ્રિયાંશી, મયંક અને પ્રિયાંશ ત્રણેય ભાવનગર તરફ જઇ રહ્યા હોય છે. પ્રિયાંશ ગાડી ચલાવી રહ્યો હોય છે અને ત્યાજ પ્રિયાંશી કોઈને ફોન લગાવે છે..


પ્રિયાંશી:- હેલ્લો ડાર્લીંગ કેમ છો?


પ્રિયાંશ અને મયંક બને પ્રિયાંશી સામે જોવા લાગે છે...


પ્રિયાંશી:- અરે એક જ મિનિટ ડાર્લીંગ હું વિડીયો કોલ કરું છું.. અને પછી પ્રિયાંશી વિડીયો કોલ કરે છે. અને મયંક અને પ્રિયાંશ જોવે તો સામે શીતલ હોય છે..


શીતલ:- ઓહ હો તમે બધા એક સાથે ? અને એક મિનિટ મયંકભાઇ તમારી સાથે કેમ ? એ બધો તમારો પ્લાન હતો કે શુ?


મયંક:- તમારો મા હુ નહિ આવુ, આ પ્લાન પ્રિયાંશી, પ્રિયાંશ અને મુગ્ધાનો હતો મને પણ નથી ખબર આ પ્લાન વિષે..


શીતલ:- અચ્છા પણ તમે બધા છો ક્યા?


પ્રિયાંશી:- ભાવનગર જઇએ છીએ અત્યાર સુધી પ્રિયાંશના ગામ હતા..


શીતલ:- તમે લોકોએ મને કિધુ પણ નહી ને?


પ્રિયાંશી:- એ કહેવા જ ફોન કર્યો છે તને કે અમે ત્રણ તો અહિયા જ છીએ હવે ખાલી તારી જ કમી છે અહિયા તો તુ પણ આવી જા..


પ્રિયાંશ:- એક કામ કર તુ એકલી ના આવતી અંકલ અને આંટી સાથે ફુલ ફેમિલી આવો કાલે મયંકભાઇનુ ફેમિલી પણ આવે છે અને હુ પ્રિયાંશીના મોમ-ડેડને પણ બોલાવાનુ વિચારુ છુ તુ પણ તારા મોમ-ડેડને લઇને આવીજા વેકેશન મનાવવા માટે મારા ગામ...


શીતલ:- મોમ-ડેડનુ હુ ફિક્ષના કહી શકુ પણ હા હુ જરૂર આવીશ, હુ વાત કરુ છુ મમ્મી-પપ્પાને જો તે આવે તો ઠીક છે બાકી હુ તો આવવાની જ છુ..


પ્રિયાંશ:- સારૂ મને રાત સુધીમાં ફાઇનલ કહી દે જે કે તુ એકલી આવવાની છે કે અંકલ અને આંટી પણ..


શીતલ:- હા ઓકે..


પ્રિયાંશી:- પતી ગઇ તમારા બન્નેની વાત ?


શીતલ:- હા કેમ?


પ્રિયાંશી:- ક્યારના પણ બન્ને લાગી પડ્યા હતા વાતો કરવામા એટલે..


શીતલ:- કેમ તારા બોયફ્રેંડ સાથે વાત કરી એટલે જલન થહી હે ? હાહાહાહા


પ્રિયાંશી:- હા એમજ સમજ તુ, અને સાંભળ તુ આવે છે તો ૩ કે ૪ દિવસના કપડા લઇને આવજે હો...


શીતલ:- હા ઓકે..


પ્રિયાંશી:- સારૂ ચાલ બાય...


શીતલ:- બાય તમને બધાને...


પ્રિયાંશી ફોન મુકે છે અને પછી તે સોંગ્સ ચાલુ કરે છે. એક પછી એક સોંગ્સ વાગતા રહે છે અને પ્રિયાંશને ખુબજ મજા આવી રહી હોય છે કેમ કે બધા જ સોંગ્સ તેના ફેવરીટ હતા અને પ્રિયાંશના ફેવરીટ સોંગ્સ કયા કયા છે તે ખાલી બે જ વ્યક્તિને ખબર હતી એક હતો મયંક અને બીજી પ્રિયાંશી.. મયંક અને પ્રિયાંશ બન્ને એક સાથે રહેતા હતા એટલે મયંક અને પ્રિયાંશ બન્નેને એકબીજાની પસંદ અને નાપસંદ વિશે જાણતા હતા અને પ્રિયાંશી તો પ્રિયાંશની જીંદગી હતી એટલે પ્રિયાંશ અને પ્રિયાંશી પણ બન્નેની પસંદ અને નાપસંદ વિશે જાણતા હતા એટલે અત્યારે આ પ્રિયાંશના ફેવરીટ સોંગ્સ વાગી રહ્યા હતા પણ આ કાર પ્રિયાંશીની હતી એટલે મયંકને સમજતા વાર ના લાગી કે પ્રિયાંશી પ્રિયાંશના ફેવરીટ સોંગ્સ વગાડી રહી છે..


મયંક બેઠો બેઠો વિચારી રહ્યો હતો કે અત્યારે તે લોકો ભાવનગર જઇ રહ્યા છે અને પ્રિયાંશી અને પ્રિયાંશને કેટલા સમયથી એક-બીજા સાથે સરખી રીતે ટાઇમ સ્પેન્ડ કરવા સમય જ નથી મળ્યો અને આજે બોવ જ સારો મૌકો છે બન્ને પાસે કે તે એકબીજા સાથે થોડો ટાઇમ સ્પેન્ડ કરી શકે પણ જ્યા સુધી હુ તેમની સાથે છુ બન્ને મારુ વિચારશે પહેલા અને મને મુક્યા વગર બન્ને જવાના નથી તો હુ જ કઇક બહાનુ કાઢીને બન્ને માટે રસ્તો કરી આપુ તો સારૂ રહેશે પણ રસ્તો કરવો કઇ રીતે, ત્યાજ મયંકને યાદ આવે છે કે તેના સ્કૂલનો મિત્ર ભાર્ગવ ભાવનગરમાં જોબ કરે છે તો તરત જ તેને ફોન કર્યો પણ ફોન સ્વીચ ઓફ આવતો હતો પછી તેને વિચાર આવ્યો કે તેની એક ફેસબુક ફ્રેન્ડ રિચા પારેખ ભાવનગર રહે છે પણ તેનો નબર તેની પાસે નહોતો. રિચાએ કિધુ પણ હતુ કે ગમે ત્યારે ભાવનગર આવે ત્યારે એક મેસેજ કરજે હુ મળવા આવીશ. મયંકે તરત જ ફેસબુક ઓપન કર્યુ અને રિચાને Hi…. લખીને મેસેજ કર્યો અને મયંક ફોન લોક કરીને સોંગ્સ સાભળવા લાગ્યો અને ૧૦ મિનીટ પછી તેના ફોનની નોટીફીકેશન ટ્યુન વાગી અને મયંકે ફોન ચેક કર્યો તો રિચાનો જ મેસેજ આવેલો હતો...


રિચા:- Hey..


મયંક:- કેમ છો?


રિચા:- હુ તો એક દમ જક્કાસ અને તુ?


મયંક:- હુ પણ ફાઇન... ક્યા છે અત્યારે..


રિચા:- બસ એક ફ્રેંડ સાથે મોલમા આવી છુ..


મયંક:- સોરી... તને ડીસ્ટર્બ કરવા માટે..


રિચા:- અરે એમ સોરી શુ કામ હે ? અને તુ બોલ ક્યા છો આજ કાલ? ઇન્ડિયા આવ્યો છે તો અમને મળવા તો આવો..


મયંક:- એટલે જ તો તને મેસેજ કર્યો હુ આવુ છુ ભાવનગર..


રિચા:- WOW... ક્યારે આવે છે બોલ જલ્દી એટલે તે દિવસના બધા જ શેડ્યુલ હુ ચેંજ કરી દવ..


મયંક:- એક જ મિનીટ, કવ તને કે કેટલી વારમા ભાવનગર પહોચુ છુ તે..


મયંક પ્રિયાંશને પુછે છે કે કેટલી વારમા ભાવનગર આવશે પ્રિયાંશે કહ્યુ કે બસ 20 જ મિનિટ માં


મયંકે ફેસબુક મેસેંજર ઓપન કર્યુ તો ત્યા રિચાના મેસેજ આવેલા હતા..


રિચા:- શુ કિધુ તુ પહોચે છે મીંસ તુ અત્યારે ભાવનગર આવે છે?

હેલ્લો ?

બોલ ને?


મયંક:- હા, બસ ૨૦ મિનીટમા જ પહોચુ છુ...


રિચા:- OMG


મયંક:- કેમ ? ટાઇમ ના હોઇ તો આપડે પછી ક્યારેક મળીશુ..


રિચા:- અરે ના ના હુ ફ્રી જ છુ, સાંજે ડીનર પણ સાથે લઇશુ જો તને પ્રોબલેમ ના હોય તો..


મયંક:- ઓકે ડન... બોલ ક્યા મળવુ છે. હુ અત્યારે મારા ફ્રેંડ સાથે છુ તુ જ્યા કઇશ ત્યા તે લોકો મને ડ્રોપ કરી જશે..


રિચા:- તુ કઇ સાઇડથી ભાવનગર આવે છે?


મયંક પ્રિયાંશને પાછો પુછે છે કે આ રોડ કયો કહેવાઇ અને ક્યાં પહોચ્યા? પ્રિયાંશ જવાબ આપે છે કે તળાજા-ભાવનગર રોડ કહેવાય અને અત્યારે આપડે બુધેલ ગામ પાસે પહોચ્યા..


પ્રિયાંશી અને પ્રિયાંશ બન્ને હેરાન હતા કે આ થઇ શુ રહ્યુ છે મયંકભાઇ ને જોઇ રહ્યા હતા કે પ્રિયાંશને પુછી ને તે પાછા ફોનમા લાગી ગયા હતા...


મયંક:- બુધેલ ગામ પાસે પહોચ્યા અને ભાવનગર-તળાજા રોડ..


રિચા:- ઓકે તો કાળિયાબીડ પાણીની ટાંકી પાસે ઉતરી જાજે હું આવું છું તને લેવા માટે અને આ રહ્યો મારો નંબર. 846******7


મયંક:- હા.


મયંક:- પ્રિયાંશ મને તું કાળિયાબીડ પાણીની ટાંકી પાસે ઉતારીશ?


પ્રિયાંશ:- કેમ મયંકભાઈ?


મયંક:- ભાવનગર મારી એક ફ્રેન્ડ છે કેટલા વર્ષોથી અમે મળ્યા નથી આજે ભાવનગર આવ્યો જ છું તો તેને મળી લવ ને..


પ્રિયાંશ:- ઓહ એવું છે, સારૂ..


પ્રિયાંશી અને પ્રિયાંશ બંને એક બીજા સામે જોવે છે અને બંનેને હવે સમજાઈ છે કે મયંકભાઈ શું કામ પૂછી રહ્યા હતા બધુ. અને બંને એક હળવી સ્માઇલ એક-બીજાની આપે છે...


અને મયંક પણ ખુશ હોય છે કે હાશ હવે પ્રિયાંશી અને પ્રિયાંશ થોડો સમય એકલો સ્પેન્ડ કરી શકસે..


----------------------------------------


રિચા પારેખ, ઉમર:- ૨૩વર્ષ, વતન:- અમદાવાદ, ભાવનગરમાં ૨ વર્ષ પહેલા જ આવી હતી અને તે અહિયાં એકલી રહેતી હતી તેનું ફેમિલી હજી અમદાવાદ જ રહેતું, રજાના દિવસોમાં રિચા અમદાવાદ ફેમિલી પાસે જતી રહેતી યા ક્યારેક તેનું ફેમિલી ભાવનગર આવી જતું રજાના દિવસોમાં, રિચાનું ભાવનગર આવવાનું કારણ હતું કે તેને ઉચ્ચા હોદ્દાની સરકારી નોકરીનું પોસ્ટીંગ ભાવનગરમાં મળ્યું હતું.. ૨૧ વર્ષની ઉમરમાં હજી યુવાનોને ખબર નથી હોતી કે તેમણે શું કરવું છે લાઈફમાં ત્યારે આ છોકરીએ સખત મહેનત કરીને ૨૧ વર્ષમાં જ ઉચ્ચ હોદ્દા પર આવી ગઈ હતી તેના સપનાઓ અને તેની લાઇફની મંજીલ બધુ બોવજ અલગ હતું આજના યુવાનો કરતાં, તેનો લાઇફનો બસ એક જ ધ્યેય હતો કે ગમે તેમ કરીને દેશની સેવા કરવી છે અને બસ તેના માટે તેને મહેનત કરીને સરકારી હોદ્દો મેળવી લીધો. અમદાવાદમાં બાપ-દાદાનો જામેલો ધંધો હતો, ઘરમાં કોઈ વાતની કમી ન હતી પણ તેનું મન આ બધામાં નહોતું બસ તેનું મનતો હતું લોકોની સેવા કરવામાં..


થોડીવારમાંજ પ્રિયાંશને એ લોકો કાળિયાબીડ પાણીની ટાંકીએ પહોચી જાઈ છે પ્રિયાંશ કારને વિકટોરિયા પાર્કના ગેટની આગળ ઊભી રાખે છે..


પ્રિયાંશ:- મયંકભાઈ આવી ગઈ ટાંકી..


મયંક કારમાથી બહાર આવે છે અને રિચાને ફોન કરે છે.


મયંક:- હેલ્લો ક્યાં છે તું ? હું પહોચી ગયો..


રિચા:- સફેદ કલરની ફોરચ્યુંનર પાસે ઊભો એ જ ને?


મયંક:- હા, પણ તું ક્યાં છે?


રિચા:- તારી રાઇટ સાઈડ જો..


મયંક રાઇટ સાઈડ ફરીને જોવે છે તો એક છોકરી સ્માઇલ કરતી કરતી તેની તરફ આવી રહી હોય છે. ૫ ફૂટ ૫ ઇંચની હાઇટ, બ્લેક કલરનું કેટ ગર્લ નું ટી-શર્ટ, નીચે સ્કાય બ્લૂ જીંસ, અને જીંસ અને ટી-શર્ટમાં તેના શરીરના બધા જ ઊભારો દેખાઈ આવે તેમ હતા, એક દમ ગૌરી ગૌરી ત્વચા, બ્લેક અને બ્રાઉન વાળ, બધાજ વાળ એક જ બાજુ કરેલા હતા અને બીજી બાજુ બસ ગાલ ઉપર આવતી એક વાળની લટ, સ્માઇલ કરે ત્યારે ગાલ ઉપર પડતું નાનું એવું કાબોચિયું (ડિમ્પલ) રિચા સ્માઇલ કરી રહી હતી તો તે વાળની લટ રિચાના ડિમ્પલ પાસે આવીને તેના ડિમ્પલને કિસ્સ કરી હતી અને મયંકે જ્યારે તેની સામે જોઈ સ્માઇલ આપી ત્યારે રિચાએ હસીને એક હાથ પડે પેલી લટને પકડીને કાન પાછળ મૂકી અને તેની આંખો મયંકનું સ્માઇલ જોઈ નીચું જોઈ ગઈ હતી, રિચા સામેથી ચાલીની આવી રહી હતી ત્યારે એમ લાગતું હતુ કે જાણે વિશ્વની સૌથી સારી મોડેલ કેટવોક કરી રહી હતી. અને આ બધુ જોઈ મયંક બસ ત્યાજ પાણી પાણી થઈ ગયો હતો પ્રિયાંશી અને પ્રિયાંશ આ બધુ જોઈ રહ્યા હતા મયંકનું આ રીતે રિચાની સામે જોવું ઇ બધુ જ અને બંને સમજી ગયા, આમ પણ મયંકને સૌથી વધારે ઓળખવા વાળો પ્રિયાંશ હતો. પ્રિયાંશ બહાર આવે છે અને મયંકના કાનમાં કઈ ક કહે છે..


પ્રિયાંશ:- તમને ગમી ગઈ ને?


મયંક સપનાઓની દુનિયામાથી બહાર આવે છે.


મયંક:- હા....... શું નાનાના.......


પ્રિયાંશ હસી પડે છે... ત્યારે મયંકને યાદ આવે છે કે ૨ વર્ષ પહેલા રોડ ઉપર જ પ્રિયાંશ, પ્રિયાંશીને જોઈને જ્યારે આવી રીતે ખોવાઈ ગયો હતો ત્યારે આવું જ મે તેને કહ્યું હતું..


૨ વર્ષ પછી બધી જ વસ્તુ સરખી છે ખાલી પાત્ર બદલાયા છે અને દેશ. ત્યારે પ્રિયાંશ ખોવાયો હતો પ્રિયાંશીને જોઈને અને આજે મયંક ખોવાયો છે રિચાને જોઈને, ત્યારે પણ રોડ ઉપર જ પ્રિયાંશ ભાન ભૂલ્યો હતો અને આજે રોડ ઉપર જ મયંક ભાન ભૂલ્યો છે, તે શિકાગો શહેર હતું અને આ ભાવનગર છે.. કુદરત ક્યારેક ગજબનો ખેલ રમે છે, લોકો કહે છે કે વીતેલો સમય પાછો નથી આવતો પણ લોકો ને ક્યાં ખબર છે કે વીતેલો સમય પાછો આવે છે ભલે આપડા માટે નહીં પણ બીજા માટે બસ આંખો અને કાન ખુલ્લા રાખવાની જરૂર છે..


રિચા પાસે આવી જાઈ છે..


રિચા:- હેલ્લો મયંક...


મયંક:- Hello, Meet my Friend Priyansh & Priyanshi..


રિચા:- I know them..


મયંક:- How?


રિચા:- તે જ ફોટોસ મૂક્યા છે ફેસબુકમાં તમારા બધાના સાથે, અને હજી એક ગર્લ પણ છે શું નામ તેનું.. હા શીતલ..


મયંક, પ્રિયાંશી અને પ્રિયાંશ ત્રણેય બાઘાની જેમ ફાટી આંખે રિચાને જોઈ રહે છે..


રિચા:- આમ શું જોવોછો મને..


મયંક:- કઈ નહીં


પછી પ્રિયાંશી અને પ્રિયાંશ પણ રિચા સાથે થોડી વાતો કરે છે અને પછી મયંક પ્રિયાંશ ને કહે છે..


મયંક:- રાત્રે ડિનર હું રિચા સાથે કરવાનો છું..


પ્રિયાંશ:- ઓકે ભાઈ, અને રાત રોકવાવાનું ક્યાં છે ? તે માટે તો આવશો કે તે પણ રિચા સાથે?


મયંક:- હા હવે તું પણ મજાક કર.. રાત્રે ફોન કરીશ તને...


પ્રિયાંશ:- ઓકે ભાઈ.. અને થેંક્સ..


મયંક:- કેમ થેંક્સ?


પ્રિયાંશ:- મયંકભાઈ રિચાને મળવાનો પ્લાન કેવી રીતે બન્યો એ હું જાણું છું. આટલું કહીને પ્રિયાંશ મયંક સામે જોઈને આંખ મારે છે અને પછી કારમાં બેસી જાઈ છે. અને પ્રિયાંશ અને પ્રિયાંશી ત્યાથી રિચા અને મયંકને બાય કહીને નીકળી જાય છે..


મયંક બાય બોલતા બોલતા વિચારી રહ્યો હતો કે મારા મનની વાત આને કેવી રીતે ખબર પડી?


રિચા:- હજી અહિયાં જ ઊભું રહેવું છે કે જાવું છે?


મયંક:- હા ચાલો


રિચા આગળ આગળ ચાલતી હતી અને મયંક તેની પાછળ પાછળ.. રિચા એક બ્લેક કલરની હોન્ડા સીટી કાર પાસે આવીને ઊભી રહી..


રિચા:- ડ્રાઈવ કરીશ?


મયંક:- પણ મે ભાવનગર ક્યાં જોયું છે..


રિચા:- હું તો છું સાથે તને રસ્તો બતાવવા માટે..


મયંક:- કાશ તું હમેશા માટે મને આવી રીતે જ મારી જિંદગીમાં રસ્તો બતાવતી રહે..


રિચા:- શું?


મયંક:- કઈ નહીં.. (મયંક પણ વિચારી રહ્યો હતો કે આ તે ને શું થઈ રહ્યું છે કેમ જ્યારથી તેને રિચાને જોઈ છે ત્યારથી જ તેને કઈ સમજાઈ રહ્યું નહોતું અને મનમાં તે ભગવાનનો આભાર માની રહ્યો હતો કે તેને આજે આ વિચાર કરાવ્યો રિચાને મળવા માટેનો)


મયંક અને રિચા બને ગાડીમાં બેસે છે. અને મયંક ગાડી ચલાવવા લાગે છે થોડા થોડા અંતરે રિચા મયંકને ગાઈડ કરી રહી હોય છે. જ્યારે મયંક ગાડી ચલાવતા ચલાવતા વિચારી રહ્યો હોય છે કે આ ગાડીનું સ્ટેરિંગ ભલે તેના હાથમાં રહ્યું પણ લાઈફના ગાડીનું સ્ટેરિંગ ઉપર વાળાના હાથમાં જ હોય છે ક્યારે કઈ દિશામાં સ્ટેરીંગ ફેરવીને જિંદગીના કયા રસ્તા ઉપર ચડાવી દે તેનું નક્કી જ નથી હોતું. ક્યાં મયંક, પ્રિયાંશી અને પ્રિયાંશને થોડો ટાઈમ મળી રહે તે માટે બંનેથી થોડો સમય દૂર રહેવાનુ નક્કી કરે છે, ભાર્ગવને ફોન લાગતો નથી અને રિચાને મેસેજ કરે છે અને તે પણ રાજી થઈ જાય છે મળવા માટે શું આ બસ એક સયોગ છે કે ભગવાન મારી જીંદગીની ગાડીમાં એક પેસેંજરને લેવા માંગે છે જે મને હમેશા માટે સાથ આપે..

-----------------------------------------------------------

(16)

પ્રિયાંશી અને પ્રિયાંશ બને કાર લઈને પ્રિયાંશીના ઘર તરફ જય રહ્યા હોય છે અને પ્રિયાંશનો એક હાથ સ્ટેરિંગ ઉપર હોય છે અને બીજો ગીયર બોક્સ ઉપર અને ત્યાજ પ્રિયાંશી તેનો હાથ પ્રિયાંશના હાથ પર મૂકે છે. અને પ્રિયાંશને પણ પ્રિયાંશીની આ હરકત જોઈને મજા આવે છે. સાંજનો સમય છે, તેમની ગાડી વાઘાવાડી રોડ ઉપર આગળ વધી રહી હોય છે, કારમાં રોમાંટીક સોંગ્સ વાગી રહ્યા હોય છે. અને પ્રિયાંશી નો હાથ પ્રિયાંશના હાથ માં હોય છે.. થોડીજ વારમાં પ્રિયાંશને તેના ફ્રેન્ડના ઘરે મૂકીને પ્રિયાંશી તેના ઘરે જાઈ છે અને કહે છે કે તે થોડી વારમાં જ આવે છે પાછી...


આ બાજુ રિચા અને મયંક બંને હિમાલયા મોલ વાળા રોડ ઉપર ધીમે ધીમે આગળ વધી રહ્યા હોય છે..


રિચાતો બસ મયંકને જ જોઈ રહી હોય છે...


-----------------------------------------------------------


૧ વર્ષ પહેલા...


સવાર સવારમાં મયંક ફેસબુકમાં બધાની પ્રોફાઇલ ચેક કરતો હતો ત્યાજ તેની નજર રિચા પારેખ નામના એક એકાઉન્ટ ઉપર પડી મયંકે જોયું તો પ્રોફાઇલ ફોટોમાં એક છોકરી બોવ નાના બાળકોની વચ્ચે જઈને બેઠી હતી. જોવામાં એવું લાગતું હતું કે આ બાળકો કોઈ પછાત ગામના છે, કોઈના શરીર ઉપર સારા કપડાં પણ નહોતા, અને ફોટોમાં પાછળ એક બ્લેક બોર્ડ દેખાતું હતું અને મયંકને સમજાઈ ગયું કે આ છોકરી ફ્રી ટાઈમમાં ગરીબ બાળકોને ભણાવતી હસે.. મયંકને આ ગમ્યું અને તેને છોકરીની વધારે જાણકારી માટે તેનું પ્રોફાઇલ ઓપન કર્યું. અને ત્યાં રિચા પારેખની ડીટેઇલ હતી. વર્કસ એટ:- ....................... ઓફિસ, ભાવનગર, સ્ટડી એટ:- ...................... કોલેજ, અમદાવાદ, જન્મ તારીખ, હોમટાઉન:- અમદાવાદ, પણ અત્યારે ભાવનગર માં રહેતી હતી, અને ઇંટ્રોમાં લખેલું હતું.. “ જીવનમાં એકલા ચાલસો તો થોડે દૂર જઈને હિમ્મત હારી જશો, થાકી જશો અને તમે બોવ દૂર જઇ નથી શકવા ના, પણ તમારે ચાલવું જ છે તો બધાને સાથે લઈને ચાલો જેથી આગળ વધવા માટે જુસ્સો પણ મળી રહે અને થાકી જાવ તો એક બીજાનો સાથ પણ મળી રહે” આ બધુ જોઈને મયંકને રિચાનું નેચર ગમી ગયું અને તેને રિચા પારેખને ફ્રેન્ડ રીક્વેસ્ટ મોકલી..


આ બાજુ રિચા રાત્રે બેડમાં પડી હતી અને તેને જોયું કે કોઈ મયંક પટેલની રીકવેસ્ટ આવી છે તેને ચેક કર્યું કે કોણ છે મયંક પટેલ. પ્રોફાઇલમા એક હેન્ડસમહલ્ક જેવો છોકરો ઊભો હતો અને પાછળ મોટી મોટી ઇમારતો હતી. રિચાએ તેનું પ્રોફાઇલ ફોટો ઓપન કર્યો તો લોકેશન હતું, ડાઉન ટાઉન શિકાગો, અને સ્ટેટસ હતું.. a city that was to live by night after the wilderness had passed. A city that was to forge out of steel and blood-red neon its own peculiar wilderness. #chicagoskyline. અને પછી બીજી ડીટેઇલ વાંચી. વર્કિંગ એટ આર્ક ટેક્નોલૉજી, શિકાગો, ઇલિનોસ, હોમટાઉન:- સુરત, ગુજરાત, કરંટ સીટી:- શિકાગો, ઇલિનોસ, સ્ટડી એટ:- શિકાગો યુનિવર્સીટી, શિકાગો.. પછી ધીમે ધીમે રિચાએ બધા જ ફોટોસ જોયા મયંકના અને રિચાને લાગ્યું કે મયંક સારો છોકરો લાગે છે અને થોડી વાર વિચાર કર્યા પછી તેને રીકવેસ્ટ એક્સૈપ્ટ કરી..


મયંકે જોયુંતો રિચા પારેખે તેની રીકવેસ્ટ એક્સૈપ્ટ કરી હતી...


મયંક:- Hello.


રિચા:- Hi


મયંક:- How are You?


રિચા:- M Fine, What About You?


મયંક:- M also fine.. Gujarati right


રિચા:- Yes, and You too barabar?


મયંક:- હા બરાબર..


ધીમે ધીમે વાતોનો સીલસિલો આગળ વધતો ગયો.. બંનેની પસંદ નાપસંદ, બંનેના ડ્રીમ્સ, બંનેનું ફેમિલી બેકગ્રાઉંડ બધૂ જ ધીમે ધીમે એક બીજા જાણતા હતા. હવેતો એવું થતું કે રિચાતો રોજ રાત પડે એટલે બસ મયંકના મેસેજનો વેઇટ કરતી હોય, આખો દિવસ બસ તેનો એ જ વિચારવામાં ચાલ્યો જતો કે ક્યારે રાત પડે અને તે ક્યારે મયંક સાથે વાત કરશે. રિચાનો દિવસ મયંક સાથે વાત કર્યા વગર પૂરો થતો જ નહીં અને આ બાજુ મયંકનું પણ એવું જ હતું રોજ સવારે તેને રિચા સાથે વાત કર્યા વગર ચાલતું નહીં, રિચા સાથે વાત કર્યા વગર મયંકના દિવસની શરૂઆત થતી જ નહીં એમ કહેવું પણ ખોટું નહોતું...


૨ મહિના સુધી આવી રીતે ચાલતું રહ્યું રિચા મયંકને લાઈક કરવા લાગી હતી અને આ બાજુ મયંક પણ રિચાને લાઈક કરવા લાગ્યો હતો પણ, મયંક તેની દરેક વાત પ્રિયાંશને કહેતો પણ આ દિલની વાત તેને પ્રિયાંશને ના કરી, દિલની વાત તો બોવ દૂર રહી એક બીજાને કહેવાની પણ બંનેમાથી કોઈ પણ એકબીજાના નંબરના માંગી શક્યું કેમ કે જ્યારે બંનેને નંબર માંગવાનો વિચાર આવતો તેની સાથે સાથે બીજો વિચાર પણ આવતો કે જો હું નંબર માંગીશતો તે મારા વિષે કેવું વિચારસે, તે જ્યાં સુધી સામેથી નંબર નહીં માંગે ત્યાં સુધી હું પણ નંબર નહીં જ માંગુ.. અને આ જ રીતે ૨ મહિના સુધી બંને એકબીજા પાસે નંબર ના માંગી શક્યા.


મોટાભાગે લવસ્ટોરી આગળ આટલા માટે જ નથી વધતી અથવા ચાલુ થતાં પહેલા જ પૂરી થઈ જાઈ છે તેનું મુખ્ય કારણ આ જ છે.. કે આપડે સામે વાળા પાસે જઈને પ્રેમનો ઈજહાર પણ નથી કરી શકતા


ધીમે ધીમે મયંક પણ ઓફિસના કામમાં વ્યસ્ત રહેવા લાગ્યો અને આ બાજુ રિચા પણ તેના કામમાં વ્યસ્ત રહેવા લાગે બંને વચ્ચે ધીમે ધીમે વાત ઓછી થવા લાગે પહેલા અઠવાડીયામાં એક વાર વાત કરી લેતા, પછી આ સીલસિલો લાંબો થતો ગયો અને હવેતો બંને મહિનામાં એકવાર ક્યારેક વાત કરતાં હસે પણ આજે તે બંને સાથે હતા..


--------------------------------------------------------


પ્રેસન્ટ ટાઈમ..


રિચા, મયંકને બોરતળાવ લઈને જાઈ છે.. ભાવનગરમાં પ્રેમી પંખિડા માટે બોરતળાવ એક ખુબજ સુંદર જગ્યા છે, સુંદર સરોવર, તેની પાળે તમારા પાર્ટનરના હાથોમાં હાથ નાખી બેસીને ઢળતો સુરજ જોવાની મજા વિશ્વમાં ક્યાયના મળે.. મયંકે કાર પાર્ક કરી અને બંને ચાલતા ચાલતા બોરતળાવની પાળ ઉપર ચડે છે.. મયંકે જોયું તો ત્યાં બોવ બધા પ્રેમી યુગલો એકબીજાને આલિંગન આપીને બેઠા હતા આ જોઈ તેને થોડી શરમ આવી પણ આ વાતની ખબર રિચાને ના પડે તેનું મયંકે ધ્યાન રાખ્યું..


બને થોડે આગળ ચાલ્યા પાળ ઉપર અને પછી એક ખાલી બાકડો જોઈને ત્યાં બેસી ગયા.. સાંજનો સમય હતો.. આખું બોરતળાવ પાણીથી ભરેલું હતું. શિયાળો શરૂ થવાને બસ થોડા સમયની જ વાર હતી પણ તળાવ આખું પાણીથી ભરેલું હતું એટલે તળાવના પાણી ઉપર થઈને આવતો ઠંડો પવન મયંક અને રિચાના શરીરને ધ્રુજાવી દેવા માટે પૂરતો હતો.. તળાવની વચ્ચે એક મોટી ટેકરી હતી અને તે ટેકરી ઉપર સુંદર મજાનો ઓરડો બનાવેલો હતો ત્યાં જવા માટે બોટનો સહારો જ લેવો પડે.. અને તળાવની બાજુમાજ સુંદર મજાની બાલ વાટીકા, તેની અંદર કેટલી પ્રકારની રમતો, હીચકાઓ અને બાળકોને રમવા માટેના સાધનો બાલ વાટીકાની બહાર ઊચી કૂત્રીમ હોડી બનાવેલી, અને બાલવાટીકાની બાજુમાં તળાવ કિનારે સુંદર મજાનો મહેલ જે ભાવનગરના રાજવી પરીવાર માટે ગરમીઓની રજા ગાળવા માટે બનાવેલો. અને બોરતળાવની પાળની પાછળની સાઈડ આખું વિકટોરીયા પાર્ક દેખાતું, ભાવનગર સીટીને અડીને આવેલું જંગલ (પાર્ક) જે બોરતળાવની પાળ ઉપરથી આખું દેખાઈ રહ્યું હતું.. મયંક આ બધુ જોઈ રહ્યો હતો. ત્યાજ રિચાએ મયંકને કહ્યું..


રિચા:- સામે સુરજ ને જો.. તેને આથમતા સુરજ તરફ ઈશારો કરતાં મયંકને કહ્યું..


સુરજ તેનો પીળાશ કલરનો રંગ છોડીને લાલ થઈ ગયો હતો જાણે તે પણ આ બધા પ્રેમી યુગલોને જોઈને શરમથી લાલ લાલ થઈ ગયો હોય એવો આભાસ થતો હતો અને સુરજ શરમાતો શરમાતો નીચે જમીનમાં જઈને છુપાઈ રહ્યો હોય એવું લાગી રહ્યું હતું.. મયંક અને રિચા બસ આ આથમતા સુરજને થોડી વાર માટે જોઈ રહ્યા...


રિચા:- કેમ અચાનક ભાવનગર આવવાનું થયું?


મયંકે વિચાર્યું કે રિચાને બધુ સાચું કહી દેવું જોઈએ ખોટું બોલીને કઈ કામનું નથી.. પછી મયંકે રિચાને બધી જ વાત કહી.. દિલ્લી એરપોર્ટ થી લઈને અત્યાર સુધીની બધી જ વાત કહી.. મયંક બસ બોલયે જતો હતો અને રિચા બસ સાંભળ્યા કરતી હતી..


રિચા:- તો મને મળવાનું તો બસ બહાનું છે બાકી તમારે તો પ્રિયાંશ અને પ્રિયાંશી થોડો સમય એકલા વિતાવી શકે તે માટે ટાઈમ કાઢવો હતો...


મયંક:- સોરી.. પણ સારું થયું મે એવું વિચાર્યું..


રિચા થોડો ગુસ્સો કરતાં:- કેમ ? અમે શું નવરા છીએ હે ?


મયંક:- ના એવું નથી. મે એવું વિચાર્યું એટલે જ તને મળી શક્યો બાકીતો એમજ જતો રહેત મળ્યા વગર..


રિચા:- હા તમે મોટા માણસોને અમને કેમના યાદ કરવાના હવે તો..


મયંક:- ના એવું નથી..


રિચા:- મને એક વાત કે પેલા..


મયંક:- હા પૂછને..


રિચા:- તું એમ કહે છે કે તું અક્ષિતાને લાઈક કરતો હતો અને પ્રિયાંશ, પ્રિયાંશી અને તમારા સિસ્ટરે તમારા મેરેજ તોડ્યા તને કીડનેપ કરીને અહિયાં મોકલ્યો તો પણ તને ગુસ્સો ના આવ્યો તે લોકો ઉપર?


મયંક:- ના.. ગુસ્સો નહી પણ પ્રેમ આવ્યો ..


રિચા:- કેમ ?


મયંક:- કેમ કે તે લોકો તેના ફ્રેન્ડ માટે કઈ પણ કરી શકે છે.. ખાસ કરીને પ્રિયાંશ. મને તે લોકો ઉપર પૂરો વિશ્વાસ છે કે તે લોકોએ મારા મેરેજ થવા નથી દીધા તેના પાછળ કઈ ક કારણ છે. બાકી પ્રિયાંશ અને પ્રિયાંશી આવું વિચારી પણ ના શકે મારા વિષે અને જો પ્રિયાંશ અને પ્રિયાંશી સાચા ના હોત તો મુગ્ધા પણ તે લોકોના સાથે ના હોત ને.. મુગ્ધાએ પણ તે લોકો નો સાથ દીધો એટલે પ્રિયાંશ અને પ્રિયાંશી સાચા છે. અને તે બંને મને ફ્રેન્ડ કરતાં મોટો ભાઈ માને છે., મયંક બોલ્યે જતો હતો અને રિચા બસ સાભાળી રહી હતી..


----------------------------------------------------------------


પ્રિયાંશી ઘરે જઈને તેના મોમને વાત કરે છે કે પ્રિયાંશ અને મયંકભાઈ ભાવનગર આવ્યા છે તો તેને રાત્રે આવતા લેટ થઈ જસે. અને તમારે કાલે પ્રિયાંશના ગામ આવવું હોય તો કેમ કે મયંકભાઈના મોમ-ડેડ આવે છે પ્રિયાંશના ગામ તો તમારે પણ આવવું હોય તો.. પણ માયાબેન કહે છે કે તેને કાલે એક ઓપરેશન કરવાનું છે અને સાંજે અમદાવાદ જવાનું છે જ્યારે તારા ડેડ મુદ્રા પોર્ટ ગયા છે માલ-સામાનના ૫ કન્ટેનર આવ્યા છે તો. અને પછી પ્રિયાંશી જઈને કપડાં ચેન્જ કરે છે..


પ્રિયાંશીએ અત્યારે સફેદ ક્રોપ ટોપ અને નીચે બ્લેક જીંસ પહેર્યું હોય છે અને તે ચેંજ કરીને તે પ્રિયાંશને કોલ કરીને કહી દે કે તે લેવા માટે આવે છે એટલે ૫ મિનિટમાં સરદાનગર સર્કલ આવી જાઈ.


પ્રિયાંશે પણ ચેંજ કરીને અત્યારે બ્લેક શર્ટ અને સ્કાય બ્લૂ જીંસ પહેરી લીધું હોય છે અને તે ચાલતો ચાલતો સરદાનગર સર્કલ પાસે આવીને ઊભો રહે છે અને ત્યાજ તેની નજર પ્રિયાંશીની કાર ઉપર પડે છે. કાર આવીને તેની પાસે ઊભી રહે છે અને પ્રિયાંશ અંદર બેસી જાય છે..


પ્રિયાંશ:- ક્યાં જઇશું અત્યારે?


પ્રિયાંશી:- બોરતળાવ જઈને બેસીએ..


પ્રિયાંશ:- સારૂ ચાલો..


બંને બોરતળાવ જઇ રહ્યા હોય છે અને રસ્તામાં શીતલનો ફોન પ્રિયાંશ ઉપર આવે છે..


પ્રિયાંશ:- હા શીતલ બોલ..


શીતલ:- કાલે હું એક જ આવું છું, મોમ-ડેડને થોડું કામ છે અહિયાં એટલે નહીં આવી શકે..


પ્રિયાંશ:- સારૂ, કેટલા વાગે નીકળવાની છો?


શીતલ:- સવારે ૪ વાગ્યાની બસ છે..


પ્રિયાંશ:- તો તો ૯ વાગ્યા આસપાસ પહોચી જઈશ..


શીતલ:- હા..


પ્રિયાંશ:- ભાવનગર પહોચે એટલે મને કે પ્રિયાંશીને કોલ કરજે તને ગમે તે એક આવીને લઈ જઈશું


શીતલ:- હા સારૂ.. ચાલ તો કાલે સવારે મળ્યે


પ્રિયાંશ:- ઓકે..


પ્રિયાંશ ફોન કટ કરે છે અને ત્યાજ પ્રિયાંશીના ફોનમાં મુગ્ધાનો ફોન આવે છે.. પ્રિયાંશી કાર ચલાવતી હોવાથી પ્રિયાંશ જ ફોન ઉપાડે છે..


પ્રિયાંશ:- હા દીદી


મુગ્ધા:- કોણ પ્રિયાંશ?


પ્રિયાંશ:- હા..


મુગ્ધા:- તારું જ કામ હતું, સાંભળ મોમ-ડેડ નથી આવવાના કાલે હું એક જ આવું છું..


પ્રિયાંશ:- કેમ શું થયું?


મુગ્ધા:- મોમ-ડેડને મે બધી જ વાત કરી અક્ષિતા અને તેના ફેમિલીની જે તે મને કહી હતી અને તે બને સમજી પણ ગયા કે આપણે જે પણ કર્યું તે મયંકના સારા માટે જ કર્યું..


પ્રિયાંશ:- તો અંકલ-આંટી આવતા કેમ નથી?


મુગ્ધા:- અરે તે લોકો કહે છે કે લગ્ન કેન્સલ થયાના ૨ દિવસમાં જ બધા ઘર છોડીને બહાર જઈશું તો બધા વાતો કરસે અને ખોટો ડાઉટ કરશે એટલા માટે તે બંને ના પાડે છે..


પ્રિયાંશ:- હા એ વાત પણ છે.. સારૂ તમે ક્યારે નીકળો છો?


મુગ્ધા:- રાત્રે ૯ વાગ્યાની બસ છે, ભાવનગર પહોચીને ફોન કરીશ સવારે..


પ્રિયાંશ:- ઓકે દીદી...


ફોન મૂક્યા પછી પ્રિયાંશ, પ્રિયાંશીને જે પણ વાત થઈ મુગ્ધાદીદી અને શીતલ સાથે તે વાત કરે છે. અને પ્રિયાંશી પણ કહે છે કે તેના મોમ-ડેડ પણ નથી આવી શકે તેમ. પણ એક વાત સારી હતી કે તે લોકો બધા જ બોવ ટાઈમ પછી મળવાના હતા, મયંકના મેરેજમાં લોકો ભેગા થયા હતા પણ ત્યારે મયંક બીઝી હતો અને અત્યારે બધાજ ભેગા થઈ રહ્યા છે.. પાછું અમેરીકા જેવા જલ્સા કરવા બધા તૈયાર હોય છે.. આ વાતો કરતાં કરતાં પ્રિયાંશી અને પ્રિયાંશ બોરતળાવ પહોચી જાય છે..


પ્રિયાંશી કાર પાર્ક કરે છે અને પછી બંને ચાલતા ચાલતા બોરતળાવ ઉપર જાઈ છે. પ્રિયાંશી અને પ્રિયાંશ મયંક ને રિચા બેઠા હોય છે તેની વિરુધ્ધ દિશામાં ચાલતા ચાલતા જાઈ છે અને આગળ જતાં ખાલી બેન્ચ ઉપર બેસી જાય છે.. પ્રિયાંશી તેનું માથું પ્રિયાંશના શોલ્ડર ઉપર રાખે છે અને પ્રિયાંશ પણ પ્રિયાંશીનો હાથ તેના હાથો માં લઈને બેસી જાઈછે.. બસ સુરજ આથમી રહ્યો હોય છે ધીમે ધીમે.


પ્રિયાંશ:-


સુરજ સમાય ધરતીમાં એમજ મારે તારામાં સમાવવુ છે
તારી એ આંખનું કાજલ બની અંજાવુ છે,
તારા આંખનુ અશ્રુ બની બસ તારી આંખોમાં સમાવવુ છે,
તારા હાથથી મહેલનું ચિત્ર બની ચિત્રાવવુ છે,
તારા પ્રત્યેક ધબકારા માં મારે ધડકવુ છે,
તારા હોઠની લાલી બની મારે મલકવુ છે
તારી કેડનો કંદોરો બનીને મારે લટકવુ છે,
તારા પગનું ઝાંઝર બનીને મારે વીંટળાવવુ છે,
હંમેશ માટે તારો પડછાયો બનીને મારે તારી સાથે રહેવું છે,
એક વાર તો હાથ લંબાવીને પૂછ તું પગલી…
મારે તો બસ તારામાં જ સમાવવુ છે…
તારા માં જ સમાવવુ છે…
ને ફક્ત તારા માં જ સમાવવુ છે…


પ્રિયાંશી આ સાભાળીને પ્રિયાંશના ગાલ ઉપર કિસ્સ કરે છે અને પ્રિયાંશ રીટર્નમાં પ્રિયાંશીના માથા ઉપર એક કિસ્સ કરે છે.. અને પછી બને વાતોએ લાગી જાઈ છે. બસ વાતો કરવામાં સાંજના 7:૩૦ વાગી જાઈ છે અને પછી પ્રિયાંશ બોલે છે ચાલો હવે જઈએ અંધારું બોવ જ થઈ ગયું છે..


બને હાથ પકડીને ધીમે ધીમે ચાલતા ચાલતા નીચે ઉતરે છે ત્યાં પાછળથી પ્રિયાંશના ખંભા ઉપર કોઈ હાથ મૂકે છે અને પ્રિયાંશ પાછળ ફરીને જોવે તો મયંક અને રિચા હોય છે..


મયંક:- તમે બને પણ અહિયાં હતા?


પ્રિયાંશ:- હા મયંકભાઈ...


પ્રિયાંશી:- મયંકભાઈ આ જગ્યાતો પ્રેમી પંખીડા માટે છે અને તમે તો એમ કહેતા હતા કે તમે અને રિચાદીદી ખાલી ફ્રેન્ડ છો? એવું તો નથી ને કે તમે બને કઈક છુપાવો છો..


રિચા અને મયંક બંનેની આંખો શરમથી નીચે થઈ જાઈ છે અને આ પ્રિયાંશ અને પ્રિયાંશી તરત જ જોઈ લે છે..


રિચા:- ના ના પ્રિયાંશી, અમે તો ખાલી ફ્રેન્ડ છીએ.. (મનમાં વિચારી રહી હોય છે કે કાશ આ વાત સાચી હોત. તે મયંકને પ્રેમ કરે છે પણ આજદિન સુધી કહેવાની હિમ્મત નથી થઈ કાશ આ વાત મે મયંકને હિમ્મત કરીને કહી દીધી હોત તો કદાચ તારી વાત સાચી હોત પ્રિયાંશી)


મયંક:- હા અમે ખાલી ફ્રેન્ડ જ છીએ જેમ આપડે બધા છીએ તેમ જ (મયંક વિચારી રહ્યો હતો કે મારે આ દોસ્તીને પ્રેમમાં પરિવર્તીત કરવી છે, જે પહેલા ભૂલ કરી હતી મારા દિલની વાત તને ના કહીને તે આ વખતે હું રીપીટ નહીં કરું જ્યારે મે અક્ષિતાને મેરેજ માટે હા પાડી હતી તેનું કારણ પણ એ જ હતું કે તે રિચા જેવી દેખાતી હતી અને હું અક્ષિતામાં રિચાને જોતો હતો.. પણ આ વખતે ગમે તેમ થાઈ મારે રિચાને મારા દિલની વાત કહેવી છે)


પ્રિયાંશ:- માની લીધું બસ તમારી વાતને.. અને પ્રિયાંશી મજાક કરતી હતી તમારા બંને સાથે.. અને પછી પ્રિયાંશી અને પ્રિયાંશ બંને હસી પડે છે અને એક બીજાને હાઇ ફાઇવ આપે છે.


ચાલો મયંકભાઈ મળ્યા સાંજે, પ્રિયાંશ આટલું બોલીને પ્રિયાંશીને લઈને જતો જ હોય છે ત્યાજ..


રિચા:- તમે બંને ક્યાં જાવ છો?


પ્રિયાંશ:- ડીનર કરવા માટે..


રિચા:- તો અમારી સાથે જ આવોને પણ..


પ્રિયાંશ:- અરે નાના તમે બંને સાથે ટાઈમ સ્પેન્ડ કરો...


મયંક:- ચાલને પ્રિયાંશ, સમજાવને આને પ્રિયાંશી...


પ્રિયાંશ:- સારૂ ચાલો જઈએ..


મયંક પણ જમવા ક્યાં જઈશું?


પ્રિયાંશી, રિચા અને પ્રિયાંશ ત્રણેય એક સાથે રંગોલી હોટેલ.. બધા એક બીજાની સામે જોવે છે અને બધા હસવા લાગે છે..


રિચાની કાર મયંક ડ્રાઈવ કરે છે જ્યારે રિચા, પ્રિયાંશી અને પ્રિયાંશ સાથે તેની ગાડીમાં આવીને બેસી જાય છે અને આગળ જ્વેલ્સ સર્કલ પાસે પ્રિયાંશ તેને ગાડી પાર્ક કરવી દેય છે અને પછી મયંક પણ ત્રણેય સાથે કારમાં આવીને બેસી જાય છે...


પ્રિયાંશ:- રિચાદીદી તમે ફ્રી છો ૪ દિવસ..


રિચા:- હા મારે ૩ દિવસતો રજા છે જ..


પ્રિયાંશ:- વાહ તો તમે પણ આવોને અમારી સાથે મારા ગામ. અમે બધા જ ભેગા થવાના..


રિચા:- બધા જ એટલે..


પ્રિયાંશી:- હું, પ્રિયાંશ, મયંકભાઈ, મયંકભાઈના દીદી મુગ્ધાદીદી અને પેલી અમારી ચોથી પાર્ટનર શીતલ..


રિચા:- WOW.. પણ મારે થોડું કામ છે..


પ્રિયાંશી:- દીદી પ્લીઝ..


પ્રિયાંશ:- પ્લીઝ પ્લીઝ..


રિચા મયંકની સામે જુવે છે અને મયંક પણ એક વાર ઇશારમાં કહે છે પ્લીઝ.


રિચા:- ઓકે હું આવીશ બસ..ક્યારે જવાનું છે?


પ્રિયાંશ:- કાલે સવારે ૧૦ વાગ્યા આસપાસ, મુગ્ધાદીદી સવારે વહેલા ભાવનગર આવી જસે શીતલ ૯ ની આસપાસ આવી જસે, તો કાલે ૧૦ વાગ્યે નીકળશુ..


રિચા:- સારૂ..


મયંક ડ્રાઈવરની ઉપરની બાજુના કાંચમાં જોવે છે જ્યાથી પ્રિયાંશ તેની સામે કાંચમાથી જોતો હોય છે..


મયંક:- થેન્ક્સ.. ખાલી હોઠ હલાવીને પ્રિયાંશને કહે છે..


પ્રિયાંશ:- એન્જોય.... આટલૂ બોલીને આંખ મારે છે.. અને પછી બંનેના ચહેરા ઉપર સ્માઇલ આવી જાઈ છે..


ગાડી ભાવનગર સીટીની બહાર નીકળી ગઈ હોય છે અને આ બાજુ મયંકની લવ લાઈફની ગાડી પણ ધીમે ધીમે રફતાર પકડવા લાગી છે. મયંક મનોમન પ્રિયાંશનો આભાર માની રહ્યો હોય છે તે વિચારતો હતો કે રિચાને સાથે આવવા માટે કેવી રીતે કવ, અને તેની આ પ્રોબ્લેમ પ્રિયાંશે સોલ્વ કરી દીધી..


એક પણ શબ્દ બોલ્યા વગર તમારા મનમાં શું ચાલી રહ્યું છે તે જાણી જાય તે છે સાચો મિત્ર..


રંગોલી હોટેલ પહોચીને બધા ડીનર કરે છે અને સાથે સાથે બોવ બધા ફોટોસ પાડે છે અને.. મયંક, પ્રિયાંશી અને પ્રિયાંશતો પહેલાથી નજીક હતા પણ રિચા આજે જ મળી હતી આ લોકોને તો પણ એવી રીતે આ લોકો સાથે મળી ગઈ હતી કે વર્ષોથી બધાને ઓળખતી હોય. ડીનર કર્યા પછી બધા લોકો ભાવનગર આવવા માટે નીકળી પડે છે. રસ્તામાં બધા લોકો એક બીજા ની મસ્તી મજાક કરતાં હોય છે, રિચાને

શિકાગોના કિસ્સા સંભળાવે છે. અને તે કિસ્સાઓ સાંભળીને રિચા હસી હસીને પાગલ થઈ જાઈ છે.


૧૧ વાગ્યા હોય છે અને પ્રિયાંશ જ્વેલ્સ સર્કલ પહોચીને મયંકે કાર પાર્ક કરી હોય ત્યાં કાર ઊભી રાખે છે. રિચા બાય કહીને બહાર નીકળે છે સાથે સાથે મયંક પણ બહાર નીકળે છે..


મયંક:- થેન્ક્સ..


રિચા કારનો દરવાજો ખોલતા ખોલતા.. કેમ ?


મયંક:- મારી સુંદર સાંજને વધારે સુંદર બનાવવા માટે..


રિચા શરમાંતા શરમાંતા મયંકની નજીક આવે છે.. અછા એવું.


મયંક પણ રિચાની એકદમ નજીક પહોચી જાય છે…. હા....


ત્યાજ પાછળથી પ્રિયાંશ બોલે છે..


પ્રિયાંશ:- મયંકભાઈ આ શિકાગો નથી હો ભાવનગર છે..


રિચા શરમાઈને કારનો દરવાજો ખોલીને અંદર બેસી જાઈ છે, અને મયંક પાછળ ફરીને પ્રિયાંશ પાસે આવીને આજે જ સવારે મે તને આ લાઇન કીધી હતી અને અત્યારે મારી લાઇન જ મને જ રીટર્ન


પ્રિયાંશ:- આપડે કોઈનું ઉધાર રાખતા જ નથી હો મોટાભાઇ


મયંક આ સાંભળીને પ્રિયાંશની નજીક આવી તેના કાનમાં પ્રિયાંશીને ના સંભળાઈ એમ ગાળો આપે છે.. અને પછી તે પણ કારમાં આવીને બેસે છે અને પ્રિયાંશ, પ્રિયાંશી સામે વારા ફરતી જોવે છે અને પછી ત્રણેય એક સાથે હસી પડે છે........


રિચા કાર ચલાવતા ચલાવતા વિચારી રહી હોય છે કે શું મયંક પણ તેના માટે એ જ વિચારતો હસે જે હું તેના માટે વિચારું છું. અને આ બાજુ મયંક પાછળની સીટ માં બેઠો બેઠો રિચા અને તેને સાથે વિતાવેલી સુંદર સાજને યાદ કરવામાં ખોવાયેલો હોય છે...


આગળ બેઠેલા પ્રિયાંશ અને પ્રિયાંશી કઈ ક વિચારી રહ્યા હોય છે. થોડા સમય પછી પ્રિયાંશ, પ્રિયાંશીની સામે જોવે છે અને બને ઈશારો ઇશારોમાં વાતો કરી લે છે કે મયંકભાઈ નું આપડે રિચાદીદી સાથે ફિક્સ કરાવવાનું છે અને આ પ્લાનમાં કાલે સાવરે મુગ્ધાદીદી અને શીતલને પણ સામેલ કરવાના છે..

------------------------------------------

સવારે ૭ વાગ્યા હતા અને ત્યાજ પ્રિયાંશીના ફોનની રીંગ વાગી.. પ્રિયાંશીએ આંખો ચોળતા ચોળતા ફોન ઉપાડ્યો..


પ્રિયાંશી:- હેલ્લો.. કોન?


સામેથી અવાજ આવ્યો ભૂલી પણ ગઈ એમને એક જ દિવસમાં


પ્રિયાંશી:- ઓહ મુગ્ધાદીદી તમે.. સોરી હો હું સૂતી હતી એટલે નામ ના વાંચ્યું..


મુગ્ધા:- કઈ વાંધો નહીં.. હું ભાવનગર પહોચી ગઈ છું..


પ્રિયાંશી:- ક્યાં પહોચ્યા દીદી ?


મુગ્ધા:- આર.ટી.ઓ સર્કલ આવ્યું..


પ્રિયાંશી:- દીદી સારું તમે વેલેન્ટાઈન સર્કલ પાસે ઉતરી જાવ હું ત્યાં પહોચુ છું..


મુગ્ધા:- ઓકે..


પ્રિયાંશી જલ્દી જલ્દી બેડમાથી ઊભી થાઈ છે અને મોઢું ધોઈને સીધીજ નાઈટ ડ્રેસમાંજ તેના રૂમની બહાર નીકળી જાય છે. અને સીડી ઉતરતા ઉતરતા તેના હેરને સિમ્પલ રીતે બાંધે છે. માયાબેન તૈયાર થઈને નીચે બેઠા બેઠા અખબાર વાંચી રહ્યા હોય છે અને પ્રિયાંશીને આવી રીતે ઉતાવળમાં નીચે ઉતરતા જોઈને..


માયાબેન:- આટલી ઉતાવળમાં અત્યારમાં ક્યાં જાઈ છે?


પ્રિયાંશી:- મોમ મયંકભાઈના સિસ્ટર મુગ્ધાદીદી ભાવનગર આવ્યા છે મે કાલે વાત કરેલીને તમને..


માયાબેન:- હા..


પ્રિયાંશી:- તમે હજી ઘરે છો ને કે જાવ છો હોસ્પિટલ?


માયાબેન:- હજી હું છું તું લઈને આવી જા મુગ્ધાને તે આવે પછી મળીને નીકળી જઈશ...


પ્રિયાંશી:- હા..


પ્રિયાંશી કાર લઈને વેલેન્ટાઇન સર્કલ આવે છે અને મુગ્ધાનો વેઇટ કરે છે. અને થોડીજ વારમાં એક બસ આવીને ત્યાં ઊભી રહે છે અને તેમાથી મુગ્ધા નીચે ઉતરે છે.. અને મુગ્ધા જઈને સૌથી પહેલા પ્રિયાંશીને HUG કરે છે અને પછી બંને કારમાં બેસીને પ્રિયાંશીના ઘરે જાઈ છે...


માયાબેને પ્રિયાંશી અને મુગ્ધા માટે ગરમા ગરમ ચા અને ગરમા ગરમ ગાઠિયા, જલેબી નાસ્તો કાઢીને ટેબલ ઉપર રાખ્યો હોય છે અને પ્રિયાંશી અને મુગ્ધા બને આવી જાય છે..


પ્રિયાંશી:- મુગ્ધાદીદી આ મારા મોમ છે અને મોમ આ મુગ્ધાદીદી મયંકભાઈના સીસ્ટર..


પ્રિયાંશી, મુગ્ધા અને માયાબેન બંનેનો પરિચય એકબીજા સાથે કરાવે છે. મુગ્ધા માયાબેનને પગે લાગે છે અને ત્રણેય પછી થોડી વાતો કરે છે. માયાબેનને હોસ્પિટલ જવાનું હોય છે એટલે બંનેને ચા અને નાસ્તો કરી લેવાનું કહીને હોસ્પિટલ જવા માટે નીકળી જાય છે..


મુગ્ધા અને પ્રિયાંશી બંને ગરમા ગરમ ચા સાથે જલેબી અને ફાફડાનો નાસ્તો કરે છે અને બંને વાતોએ વળગે છે અને ત્યાજ મુગ્ધા પ્રિયાંશી ને કહે છે..


મુગ્ધા:- મયંક અને પ્રિયાંશ ક્યાં ?


પ્રિયાંશી:- એ બંને પણ ભાવનગરમાં જ છે પ્રિયાંશના ફ્રેંડના ઘરે છે..


મુગ્ધા:- ઓકે, કાલે તમે બધાએ જલ્સા કર્યા હશે નહી?


પ્રિયાંશી:- અરે હા તમે સારું કર્યું કાલનું યાદ કરાવ્યુ. મારે તમને એક વાત કેવાની છે કાલની..


મુગ્ધા:- કઈ વાત ?


પછી પ્રિયાંશીએ મુગ્ધાને કાલની બધી વાત કહી મયંક અને રિચાની અને આ સાભળી મુગ્ધાને વિશ્વાસ નહોતો થતો અને મુગ્ધાને સારું પણ લાગ્યું કે હાશ ચાલો અક્ષિતાનું ચેપ્ટર અહિયાં પૂરું થયુ અને મયંકને વધારે દુખ પણ નહીં થાય આ બધી વાત સાંભળીને કેમ કે તેને સંભાળવા વાળું કોઈ આવી ગયું છે હવે. બંનેએ નાસ્તો પતાવ્યો અંને પછી પ્રિયાંશી મુગ્ધાને તેના રૂમમાં લઈ ગઈ ફ્રેશ થવા માટે. પ્રિયાંશીના રૂમમાં જઇને મુગ્ધા ફ્રેશ થવા માટે જાઈ છે ત્યાં સુધી પ્રિયાંશી વોટસએપ ઓપન કરીને પ્રિયાંશને મેસેજ કરે છે..


પ્રિયાંશી:- ગુડ મોર્નિંગ ડાર્લીંગ..


પ્રિયાંશ ઓનલાઈન જ હોય છે..


પ્રિયાંશ:- ગુડ મોર્નિંગ.. ૧૦૦ વર્ષની થવાની છે હું તને જ મેસેજ કરવા માટે ઓન થયો હતો અને ત્યાજ તારો મેસેજ આવ્યો.. શું કરે છે મારી ઢીંગલી ?


પ્રિયાંશી:- બસ તારી સાથે વાત ડાર્લીંગ.. તું શું કરે છો?


પ્રિયાંશ:- બસ જાગ્યો હજી હમણા જ.. મુગ્ધાદીદી આવી ગયા ?


પ્રિયાંશી:- હા આવી ગયા અને અમે બંનેએ તો નાસ્તો પણ કરી લીધો અને તું હજી સૂતો છે કુંભકરણ


પ્રિયાંશ:- હા..


પ્રિયાંશી:- બેશરમ છે સાવ, પાછો હા પાડે છે..


પ્રિયાંશ:- તો શું ના થોડી ને પાડું.


પ્રિયાંશી:- એમ...


પ્રિયાંશ:- હા..


પ્રિયાંશી:- આઈ લવ યુ ડાર્લીંગ..


પ્રિયાંશ:- લવ યુ ટૂ મારી ઢીંગલી..


પ્રિયાંશી:- ૮:૩૦ થવા આવ્યા જલ્દી ઊભો થા અને તૈયાર થઈ જા.. અને મયંકભાઈ શું કરે ?


પ્રિયાંશ:- એ નાહવા ગયા..


પ્રિયાંશી:- ઓકે.. સારું ચાલ કરું પછી મેસેજ ડાર્લીંગ..


પ્રિયાંશ:- સારૂ..


પ્રિયાંશી હજી બાય કહી રહી હોય છે ત્યા જ શીતલનો ફોન આવે છે..


શીતલ:- હેલ્લો પ્રિયાંશી હું ભાવનગર પહોચી ગઈ છું..


પ્રિયાંશી:- ક્યાં છો અત્યારે ?


શીતલ:- બસ સ્ટેશન છું..


પ્રિયાંશી:- ત્યાં ઊભી રહે હું આવું ૧૦ મિનિટમાં


શીતલ:- હા.


પ્રિયાંશી મુગ્ધાને કહીને શીતલને લેવા માટે નીકળી જાય છે મુગ્ધા તૈયાર થઈને આવે છે અને પ્રિયાંશીના રૂમની લાઇટ ઓન કરે છે અને ત્યાજ તેની નજર રૂમની દીવાલો ઉપર પડે છે જ્યાં પ્રિયાંશીના ફોટોસ લગાવેલા હોય છે, નાનપણ થી લઈને અત્યાર સુધીના ફોટોસ અલગ અલગ ફ્રેમમાં દીવાલો ઉપર લગાડ્યા હોય છે, બીજી સાઈડની દીવાલ ઉપર પ્રિયાંશી, શીતલ, મયંક અને પ્રિયાંશનો ખૂબ જ મોટો ફોટો હોય છે જ્યાં ઉપરની સાઈડ લખ્યું હોય છે..


Friendship is
No fragile human bond.
Friendship is
A strong oneness-bridge..

અને નીચેની સાઈડ લખ્યું હોય છે..

Best friends stand with you in the testing time,
They are like the sweet rhyme,
They are always there when you want them to,
Best friends are really rare and few,
I am grateful that I have three of you with me.

મુગ્ધાઆ બધુ જોઈ રહી હોય છે ત્યાજ પ્રિયાંશી અને શીતલ આવે છે.. શીતલ અને મુગ્ધા વાતો કરતાં હોય છે અને પ્રિયાંશી ફ્રેશ થવા જતી રહે છે..


૯:૩૦ પ્રિયાંશ, પ્રિયાંશીને ફોન કરે છે..


પ્રિયાંશ:- શીતલ આવી ગઈ ?


પ્રિયાંશી:- હા...


પ્રિયાંશ:- તૈયાર થઈ ગયા તમે લોકો ?


પ્રિયાંશી:- હા અમે બધાતો તૈયાર અને તું અને મયંકભાઈ?


પ્રિયાંશ:- અમે પણ તૈયાર..


પ્રિયાંશી:- તો ચાલો સરદાનગર પહોચો અમે આવીએ છીએ..


પ્રિયાંશ:- હા સારૂ..


પ્રિયાંશી, મુગ્ધા અને શીતલને તેમનો બધો સામાન લઈને નીચે આવવાનું કહે છે અને તે પણ તેનું બેગ લઈને નીચે આવે છે અને બેગ કારમાં મૂકે છે. અને તે કારમાં બેસે છે ત્યાજ મુગ્ધા અને શીતલ પણ આવીને કારમાં ગોઠવાઈ જાઈ છે.. પ્રિયાંશી કાર સરદાનગર સર્કલ તરફ લે છે અને રસ્તામાં શીતલને કાલે જે પણ થયું તે બધુ કહે છે. અને શીતલ પણ તૈયાર થઈ જાઈ છે મયંકની મદદ કરવા માટે..


સરદાનગર ગુરુકુળ સ્કૂલ પાસે મયંક અને પ્રિયાંશ બંને ઊભા હોય છે. આજે બંને સફેદ કલરના શર્ટ અને બ્લેક જીંસમાં હતા જ્યારે પ્રિયાંશી, મુગ્ધા અને શીતલ ત્રણેયએ નક્કી કરીને બ્લેક આઉટફીટ પહેરવાનું નક્કી કર્યું હતું તો તે ત્રણેય બ્લેકમા હતા. કાર આવીને ગુરુકુળ પાસે ઊભી રહે છે અને પ્રિયાંશી બહાર આવે છે અને પ્રિયાંશ પાસે આવીને કહે છે લે ચાવી તું ડ્રાઈવ કર.. એમ કહીને પ્રિયાંશને ચાવી આપીને તે આગળની સીટમાં જઈને બેસી જાઈ છે.. પ્રિયાંશ ડ્રાઇવરની સીટમાં જઈને ગોઠવાઈ છે જ્યારે મયંક પાછળ મુગ્ધા અને શીતલ સાથે ગોઠવાઈ છે..


પ્રિયાંશ:- હેલ્લો દીદી, હેલ્લો શીતલ કેમ છો બંને ? કોઈ પ્રોબ્લેમતો નથી થયો ને અહી પહોચવામાં?


મુગ્ધા:- ના રે..


શીતલ:- અને થયો હોય તો પણ તને શું કામ કહીએ અમે હે ?


પ્રિયાંશ:- સારૂ હો ચીબાવલી નથી સંભાળવું મારે..


શીતલ:- મારે કેવું જ નથી તને તો સાંભળીશ કેવી રીતે?


પ્રિયાંશ:- તું બોલીશ તો પણ હું કાન બંધ કરી દઇશ હો..


મુગ્ધા:- અરે તમે બંને લડવાનું બંધ કરો..


મયંક:- હા એ શું પણ શિકાગોની જેમ અહિયાં પણ ચાલુ થઈ ગયા ટોમ એન્ડ જેરીની જેમ..


મયંક આટલું બોલે છે અને પછી બધા એકી સાથે હસી પડે છે..


મુગ્ધા:- અહિયાં જ ઊભા રહેવાનુ છે કે અહિયાથી જવાનું પણ છે આગળ?


પ્રિયાંશી:- મયંકભાઈ રિચાદીદી ક્યાં ?


મયંક:- તેને લેવા જવાના છે તેને મને તેના ઘરનું એડ્રેસ મેસેજ કર્યું છે. મયંક તેનો ફોન પ્રિયાંશને આપે છે અને કહે છે કે આ એડ્રેસ છે.. પ્રિયાંશ એડ્રેસ વાંચીને રિચાના ઘર તરફ કાર લે છે.. અને રસ્તામાં પ્રિયાંશ અને પ્રિયાંશી બધાને એક પછી એક રસ્તાના નામ અને ભાવનગર બતાવતા જાઇ છે..


રૂપાણી સર્કલ, ઘોઘા સર્કલ, સરદાનગર, મહિલા કોલેજ આટલા સર્કલ બતાવ્યા પછી..


મુગ્ધા:- યાર તમારા ભાવનગરમાં કેટલા સર્કલ છે ?


પ્રિયાંશી:- કેમ દીદી શું થયું ?


મુગ્ધા:- યાર આટલા બધા સર્કલ, અને બધા એક સરખા જ લાગે છે મને તો, અહિયાં મને કોઈ એકલા મૂકીને જતું રહે તો હું તો ખોવાઈ જ જાવ ?


પ્રિયાંશી હસતાં હસતાં કેમ દીદી ?


મુગ્ધા:- આટલા બધા સર્કલ, તેમાથી જતાં જુદા જુદા રસ્તાઓ, કયો રસ્તો ક્યાં જાય છે તે પણ નથી ખબર પડતી અને આટલા બધા સર્કલ અને રસ્તાઓ કેમ યાદ રાખવા ?


પ્રિયાંશ અને પ્રિયાંશી એક સાથે હસી પડે છે.. અને ત્યાજ રિચાનું ઘર આવી જાઈ છે. મયંક રિચાને કોલ કરે છે અને કહે છે કે તે લોકો બહાર ઊભા છે એટલે બહાર આવી જાઈ..


૨ મિનિટ પછી ઘરનું દરવાજો ખુલ્લે છે અને દરવાજાના અવાજના લીધે બધાની નજર ઘરના દરવાજા ઉપર જાઈ છે.. અને ઘરમાથી એક ગુલાબની કળી જેવી છોકરી બહાર આવે છે મુગ્ધા અને શીતલ આ જોઈને સમજી જાઈ છે કે આ જ રિચા હોવી જોઈએ, પ્રિયાંશીએ જેવુ કહ્યું હતું તેવી જ રિચા છે. બ્લેક કલરના કપડાંમાં કોઈ આસમાની પરી બહાર આવી રહી હોય એવું લાગી રહ્યું હતું. અને તેને જોઈ મયંક, શીતલ અને મુગ્ધા ત્રણેય ખોવાઈ ગયા હતા રિચાની સુંદરતામાં.. થોડીવારમાં જ શીતલ અને મુગ્ધાતો પાછા આવી ગયા પણ હજી મયંકતો ખોવાયેલો હતો વિચારોની અથવા તો તેની અને રિચાની સપનાઓની દુનિયામાં મયંક ભૂલી ગયો હતો કે અત્યારે તેની આજુ બાજુ. પ્રિયાંશી, પ્રિયાંશ, મુગ્ધા અને શીતલ છે અને તે ચારેયની નજર અત્યારે મયંક ઉપર છે..


પ્રિયાંશ:- ભાઈ રિચાદીદી આવ્યા, દરવાજો તો ખોલો ?


પ્રિયાંશ બોલી રહ્યો હતો પણ મયંકતો હજી સપનાઓની દુનિયામાં જ હતો.. તેની બાજુમાં મુગ્ધા હતી તેને મયંકને જોરથી હલાવ્યો ત્યારે તે ભાનમાં આવ્યો..


મુગ્ધા:- અરે તારી ફ્રેન્ડ બહાર ઊભી છે અને તું આવી રીતે ઊંઘે છો ?


મયંક:- ના ના હું ઊંઘતો નથી ?


મુગ્ધા:- તો શું થયું હતું તને હે ?


મયંક:- રિચાને જોઈને ખોવાઈ.............. મયંકને ભાન થાઈ છે કે બધા સાંભળી રહ્યા છે અને તે ચૂપ થઈ જાઈ છે..


શીતલ:- શું ખોવાઈ ? આગળ તો બોલો મયંકભાઈ...


મયંક:- કઈ નહી.. (મયંકની નજર શરમથી નીચે જુકી જાઈ છે અને તે નીચે ઉતરે છે.. મયંક રિચાની સામે જોઈ નથી શકતો અત્યારે) રિચા સૌથી પાછળની સીટમાં ગોઠવાઈ છે.


મુગ્ધા:- મયંક તું પણ પાછળ જઈને બેસ અને રિચાને કંપની આપ...


મયંક ખાલી માથું હલાવીને મુગ્ધાએ જેમ કહ્યું તેમ પાછળની સીટમાં જઈને બેસી જાઈ છે.. અને પ્રિયાંશ કાર ચલાવે છે..


પ્રિયાંશ સૌથી પહેલા પરિમલ ચોક પાસે ગાડી ઊભી રાખે છે અને બધા નાસ્તો કરવા માટે નીચે ઉતરે છે અને પરીમલ ચોક પાસે આવેલા ઇડલી-વડા ખાઈ છે અને પાછા આવીને કારમાં ગોઠવાઈ છે..


મુગ્ધા:- પ્રિયાંશ હવે આપડે ક્યાં જઈશું ?


પ્રિયાંશ:- તમે, મયંકભાઈ અને શીતલ પહેલી વાર ભાવનગર આવ્યા છો તો આપડે ફરવાની શરૂઆત રાજપરા, ખોડિયારમાતાના દર્શન કરીને કર્યે તો ?


મુગ્ધા:- વાહ શું વાત છે, મે પણ બોવ જ નામ સાંભળ્યુ છે ખોડિયાર મંદિરનું, અમારે સુરતથી પણ લોકો પુનમના દિવસે દર્શન કરવા આવે છે અને લોકોની શ્રધ્ધા બોવ જ છે માતાજી માં..


પ્રિયાંશી:- હા દીદી સુરતથી જ નહીં પણ આખા ગુજરાતમાથી લોકો આવે છે દર્શન કરવા માટે..


શીતલ:- તો પ્રિયાંશ ત્યાજ લઈ લે પેલા..


પ્રિયાંશ કારને વાઘાવાડી રોડ ઉપર ચડાવે છે અને ખોડિયાર મંદિર તરફ આગળ વધે છે..


મયંક:- હવે તમે બધા જ અહિયાં છો, પ્રિયાંશી, મુગ્ધા અને પ્રિયાંશ તું પણ તો બોલો ચાલો મને કીડનેપ કરવાનો પ્લાન કોનો હતો અને મારા મેરેજ તોડાવ્યા તો મને કીધું પણ નહી ?


મુગ્ધા:- પ્રિયાંશે આવીને બધી વાત કરી કે અક્ષિતાના ડેડ કેવી રીતે પ્રિયાંશના દાદાના અને તેની બાજુના ગામવાળાના પૈસા લઈને ભાગી ગયા..


પ્રિયાંશ:- મયંકભાઈ તમે લોકોએ જમીન ખરીદી છે થોડા સમય પહેલા બરાબર ?


મયંક:- હા...


પ્રિયાંશ:- તમને ફોન આવ્યા ક્યારેય કે આ જમીન વહેંચી દો તમને સારી કિમત મળશે એવા અથવા જમીન વેંચવા માટેના ?


મયંક:- હા મારા ડેડ કહેતા કે તેમને વચ્ચે રોજ ફોન આવતા કે આ જમીન અપશુકનિયાળ છે તમે વહેચી દો જેમ બને તેમ જલ્દીથી.. પણ ડેડે તે જમીન ના વહેંચી કેમ કે ત્યાં ડેડ ફેક્ટરી બનાવવા માંગે છે..


પ્રિયાંશ:- તમારી જ્યારથી અક્ષિતા સાથે મેરેજ ફિક્સ થયા પછી કોઈ કોલ આવ્યા તમારા ડેડ ઉપર ?


મયંક થોડોવાર વિચાર કર્યા પછી:- મને ખ્યાલ છે ત્યાં સુધ્ધિ તો એક પણ ફોન નથી આવ્યો તે પછી..


પ્રિયાંશ:- આ બધા ફોન અક્ષિતાના ડેડજ કરાવતા હતા તેમણે જ્યારે ખબર પડી કે આ જમીન અંકલ નથી વેંચે તેમ તો તે બીજો કોઈ પ્લાન બનાવતા હશે પણ ત્યાજ તમે લોકો દિલ્લી અક્ષિતાના હોટેલમાં જમવા પહોંચી ગયા અને ત્યાં અક્ષિતાની નજર તમારા ઉપર પડી અને તમે તેને ગમી ગયા અને આ વાત તેને તેના ડેડને કરી.. તેના ડેડે જ્યારે તમારા ફેમિલી વિષે જાણ્યું હસે ત્યારે તેમણે ખબર પડી હશે કે તમેતો તેના માટે બોવ જ નસીબદાર છો.. કેમ કે મે જાણ્યું છે તમારી જે જમીન છે સુરતમાં ત્યાં જ ઇન્ટરનેશન એરપોર્ટ બનવાનું છે અને તેની આજુ બાજુના જમીનની કિંમત અત્યારે વધી ગઈ છે અને અક્ષિતાના ડેડ તમારી જમીન ઓછા ભાવમાં લેવા માંગતા હતા અને ત્યાં હોટેલ બનાવવા માંગતા હતા. તમારા અને અક્ષિતાના મેરેજ પછી તમારા ઉપર પ્રેસર કરીને તે જમીન લઈ લેવાનો તેમનો પ્લાન હતો..

મયંક અને કારમાં બેસેલા બધા જ લોકો પ્રિયાંશને સાંભળી રહ્યા હતા અને પ્રિયાંશ બોલતો જતો હતો


પ્રિયાંશ:- મયંકભાઈ અક્ષિતા પેલા મારી પાછળ પણ પડી હતી, તે પણ શિકાગો આવી હતી, અમારી જ કોલેજમાં ભણવા માટે, અને તેને મારી સાથે મેરેજ કરવા હતા પણ મને ખબર પડી ગઈ કે તે કોની છોકરી છે એટલે મે કોઈ ધ્યાનના આપ્યું અને ૩ દિવસ પછી તે કોલેજ આવતી બંધ થઈ ગઈ અને ૨ વર્ષ સુધી દેખાણી પણ નહી પણ જ્યારે તમારા મેરેજમાં તમારી દુલ્હનના રૂપમાં એને જોઈ ત્યારે મારાથી ના રહેવાયું અને મે બધી તપાસ ચાલુ કરી. જ્યારે ગરબા ચાલુ હતા ત્યારે તમને અને અક્ષિતાને ગરબા રમવા લાવ્યા હતા અને હું બહાર નીકળી ગયો હતો અને પછી અમારા વચે થોડી વાત-ચીત થઈ તે તમને સંભળાવું..


પ્રિયાંશ તેનો ફોન કારમાં રહેલી મ્યુજીક સીસ્ટમ સાથે કનેક્ટ કરે છે અને એક રેકોર્ડીંગ પ્લે કરે છે. જેમાં પ્રિયાંશ અને અક્ષિતા સાથે થયેલી બધી વાતો હતી જે પ્રિયાંશે છૂપી રીતે રેકોર્ડ કરી લીધી હતી.. અને રેકોર્ડીંગ પૂરું થયા પછી પ્રિયાંશ એક વિડીયો બતાવે છે.. જેમાં કેશવ શર્મા અને બીજા બે લોકો ચેર ઉપર બેઠા બેઠા વાતો કરી રહ્યા હોય છે બધાના હાથમાં દારૂથી ભરેલા ગ્લાસ હોય છે હાથમાં સિગાર અને ટેબલ ઉપર પડેલી બ્લેક લેબલની બોટલ દેખાતી હતી.. અને હમણાં જે પ્રિયાંશે કીધું કે અક્ષિતાના ડેડે તેના મેરેજ શું કામ મયંક સાથે નક્કિ કર્યા તે બધુ જ અત્યારે નશામાં ચૂર થઈને કેશવ શર્મા બોલી રહ્યા હતા...


વિડીયો પૂરો થયો કારમાં કોઈ બોલતું નહતું બધાની આંખોમાં આસું હતા, પ્રિયાંશી અને મુગ્ધા પણ શોકમાં હતા કે આ વિડીયો અને ઓડિયો પ્રિયાંશ ક્યાથી લઈ આવ્યો..


મુગ્ધા:- આ વિડીયો ક્યારે ઉતાર્યો?


પ્રિયાંશ:- ગરબા પૂરા થયા પછી અક્ષિતાને મૂકવા જતાં હતાને તમે ત્યારે હું પાછળ પાછળ આવતો હતો. તમે લોકોએ અક્ષિટાણે તેના ઘરની બહાર ડ્રોપ કરી અને તમે લોકો જતાં રહ્યા પછી હું સંતાઈને ઘરમાં ઘૂસયો અને પછી અક્ષિતાંના ઘરની નીચે ગાર્ડનમાં કેશવ શર્મા અને તેના ૨ ફ્રેન્ડ બેઠા હતા અને વાતો કરી રહ્યા હતા મને લાગ્યું જ કે અહિયાંથી કઈ ક તો મળવાનું જ છે એટ્લે હું ત્યાં છુપાઈને તેમની વાતો સાંભળવા લાગ્યો અને જ્યારે આ વાત આવી ત્યારે તેનો મે વિડીયો બનાવી લીધો


મુગ્ધા:- વાહ શું વાત છે..


મયંક:- જો આ વાત હતી તો તારે મને પહેલા ના કહેવાઈ ?


પ્રિયાંશ:- મયંકભાઈ જો તમને ત્યારે આ વાત કહેત અને તમે મેરેજ માટે ના પાડેત તો તમને લોકો કેટલા સવાલ પૂછેત અને પછી તમારે બધાને સાચું કહેવું પડેત અને જો કેશવ શર્મા અને તેના ફેમિલીની સચ્ચાઈ બહાર પડી ગઈ હોત તો તમારી જિંદગીનું જોખમ હતું એટલા માટે મુગ્ધાદીદીએ જ આ પ્લાન બનાવ્યો.


મયંક:- શું પ્લાન ?


મુગ્ધા:- એ જ કે મયંક સૂઈ જાઈ પછી તેને બેભાન કરીને ઘરની બહાર લઈ આવશુ અને ગાડીમાં બેસાડીને અહિયાથી બહાર મોકલી દઇશું એમ.. અને એક લેટર મૂકી દેવાનો કે હું કોઈ છોકરીના પ્રેમમાં છું અને તેની સાથે ચીટ નથી કરવા માંગતો એટલે મેરેજ છોડીને ભાગી જાવ છું..


મયંક:- અને આ લેટર લખવાનો આઇડિયા કોનો હતો અને લેટર કોને લખેલો ? કેમ કે મને ખબર આ આઇડિયા તારો તો ના જ હોય શકે..


મુગ્ધા:- સાચી વાત આ આઇડિયા પ્રિયાંશનો હતો અને તેને જ લેટર લખ્યો હતો..


મયંક હસી પડે છે અને વિચારે છે કે કેવો ફ્રેન્ડ મળ્યો છે એમ..


મયંક:- આ વાત તમે મને બેભાન કર્યા વગર પણ કરી હોત તો પણ હું ભાગી જાત ને. બેભાન કરવાની શું જરૂર હતી..


મુગ્ધા:- ત્યારે એવો વિચાર ના આવ્યો એટલે. અને ભગાડીને તને મોકલવો ક્યાં તે અમે વિચારતા હતા ત્યાજ પ્રિયાંશે કહ્યું કે તેના ગામ મોકલી દઈએ એટ્લે પ્રોબ્લેમ જ ના થાઈ હું અને પ્રિયાંશી આ વાતમાં પ્રિયાંશ સાથે રાજી થઈ ગયા અને પછી પ્રિયાંશે તેના ડેડને ફોન કર્યો જે સવારે ભાવનગર આવી ગયા અને ત્યાથી કારમાં તને લઈને ગામડે આવી ગયા એટ્લે કાર ડ્રાઈવર જો પકડાઈ જાઈ તો પણ ખાલી એટલું જ ખબર હોય કે તેને તને ભાવનગર ઉતાર્યો હતો ત્યાથી ક્યાં ગયો ખબર નહી એમ..


મયંક માથું ખંજવાળતો રહી ગયો.. વાહ શું પ્લાન બનાવ્યો છે હો બાકી.. તમારે બધાએ તો જાસૂસ થઈ જાવું પડે..


અને પછી બધા હસી પડે છે..


પ્રિયાંશ:- પણ મુગ્ધાદીદીએ એક ભૂલ કરી નાખી હતી એ તો સારું તમારા મોમને ના ખબર પડી નહીં તો બધા પકડાઈ જાત..


મુગ્ધા પણ વિચારમાં પડી કે મે વળી કઈ ભૂલ કરી અને તે પૂછે છે:- કઈ ભૂલ કરી?


પ્રિયાંશ:- તમે ઘરનો મેઇન દરવાજો અંદરથી બંધ કરી દીધો હતો.. તમારા ઘરમાં બારીમાથી ભાગી શકાઈ એવું છે જ નહી ભાગવું હોય તો ઘરનો દરવાજો જ છે. અને તે તમે અંદરથી બંધ કરી દીધો હતો.. જો કોઈ માણસ ઘરમાથી બહાર જતું હોય અથવા ઘરની બહાર ભાગીને ગયું હોય તો તે માણસ બહારથી અંદરનો લોક કેવી રીતે મારે શકે ? દરવાજો બહારથી લોક હોવો જોઈએ જ્યારે દરવાજો અંદરથી લોક હતો. જ્યારે હું તમારા ઘરે આવ્યો ત્યારે આંટીએ દરવાજો ખોલ્યો અને તે હજી જાગ્યા જ હતા.. તેને પણ મને કીધું કે દરવાજો લોક હતો એ પણ મે જોયું.. આતો સારું થયું તેમણે ખબર ના પડી નહીતો આપડે પકડાઈ જાત.


મુગ્ધા પણ તેને જે કર્યું તે સાંભળીને બધાની માફી માંગે છે.. અને મયંક પાછળની સીટ ઉપરથી બેઠો બેઠો બધાને થેન્ક્સ કહે છે..


થોડી વારમાં જ બધા ખોડિયાર મંદિર પહોચી જાઈ છે.. માં ખોડિયારના દર્શન કર્યા પછી ત્યાં થોડીવાર બધા બેસે છે અને ફોટોસ પાડે છે.. પ્રિયાંશી અને પ્રિયાંશતો એક બીજાનો હાથ પકડીને ફરી રહ્યા હોય છે અને આ જોઈને મયંકને પણ રિચાનો હાથ પકડીને ફરવાનું મન થાઈ છે અને તે રિચાનો હાથ પકડવા પણ જાઈ છે અને રિચાના હાથને ટચ કરીને હાથ પાછો ખેચી લે છે જ્યારે રિચા તેની સામે જોવે છે તો મયંક સોરી કહીને નીચે જોઈ જાય છે.. રિચા પણ સમજી ગઈ હોય છે મયંકના દીલની વાત પણ તે વધારે કઈ નથી કરતી બસ જોયા કરે છે બધુ..


૧ કલાક ઉપર થઈ ગઈ હોય છે લોકો ખોડિયાર મંદિર આવ્યા તેને અને બધા લોકો ચાલતા ચાલતા બહાર નીકળતા હોય છે. અને કાર પાસે આવી તેમાં બધા તેમની સીટ ઉપર ગોઠવાઈને ત્યાથી નીકળી જાઈ છે..


ડુંગર ઉપર ઊભો ઊભો એક માણસ આ બધુ જોઈ રહ્યો હોય છે જેવી પ્રિયાંશની કાર ત્યાથી હાઇ-વે તરફ જાઈ છે ત્યાં તે કોલ લગાડે છે..


અક્ષિતા મેડમ ઇ લોકો અહિયાંથી નીકળી ગયા છે અને એક જ ગાડીમાં છે અને હાઇવે ઉપર ચડી ગયા છે અને ભાવનગર તરફ જાઈ છે


અક્ષિતા:- આવાદો તે લોકો ને ભાવનગર..................... આટલું કહીને ફોન મૂકી દે છે..


-----------------------------------------------------------

(17)

પ્રિયાંશે ગાડી ભાવનગર-રાજકોટ હાઇવે ઉપર લીધી અને ભાવનગર તરફ જવા લાગ્યા. થોડા આગળ જઈને પ્રિયાંશે ગાડી રોડની સાઇડમાં ઊભી રાખી અને પ્રિયાંશી, મુગ્ધા અને શીતલ પાસેથી તેમના ફોન માંગ્યા અને પ્રિયાંશ એક પછી એક બધાના ફોનમાં ફોટો જોવા લાગ્યો....


મયંક:- અરે ભાઈ ઘરે જઈને ફોટો જોઈ લે જે ને અત્યારે અહિયાં રોડ ઉપર કેમ ગાડી ઊભી રાખી..


પ્રિયાંશ:- મયંકભાઈ બસ ૧૦ જ મીનીટ આપો મને..


મયંક:- પણ એવું શું છે ફોટોમાં કે તે રોડ ઉપર ગાડી ઊભી રાખીને ફોટો જોવે છે..


પ્રિયાંશી:- તારા ફોટો સારા જ આવ્યા છે મયંકભાઈની વાત સાંભળ અને ગાડી ચલાવને બાબુ..


પ્રિયાંશ:- ઓકે જેમ તમે કહો તેમ ચાલો. હું એક ફોન કરીને આવું ઈમરજન્સી છે રિચાદીદી તમે બહાર આવશો તમારી એક હેલ્પ જોઈએ છે...


રિચા:- હા ચાલ આવું..


મયંક:- ભાઈ આ બધુ શું ચાલી રહ્યું છે મને સમજાવીશ ?


પ્રિયાંશ:- ૫ મિનિટ આપોને


મયંક:- જલ્દી પૂરું કરજે ભાઈ..


પ્રિયાંશ:- બસ ૫ મિનિટમાં જ આવ્યો..


પ્રિયાંશ અને રિચા બહાર જાઈ છે અને બને એક બીજા સાથે થોડી વાત કરે છે અને પછી રિચા કોઈને ફોન કરે છે અને વાત કરવા લાગે છે અને આ બાજુ પ્રિયાંશ પણ કોઈ સાથે ફોનમાં વાતો કરે છે અને પ્રિયાંશી, મુગ્ધા અને શીતલ તેના ફોન લઈને ફોટો જોવા લાગે છે અને વિચારે છે કે એવું તો શું હતું ફોટોમાં કે પ્રિયાંશે રોડ વચ્ચે કાર ઊભી રાખી. અને મયંક વિન્ડોમાથી પ્રિયાંશ અને રિચાને જોઈ રહ્યો હોય છે. ૫ મિનિટ પછી પ્રિયાંશ અને રિચા આવે છે..


મયંક:- થઈ ગયું તમારું કામ ?


પ્રિયાંશ:- કામ થઈ ગયું હોય તો જ કારમાં આવીને બેઠા હોઈએ ને મયંકભાઈ..


મયંક:- ઓકે..


પ્રિયાંશ:- પ્રિયાંશી થોડી વાર તું કાર ચલાવને ભાવનગર જઈને હું કાર ડ્રાઈવ કરીશ, મારા બાપુજીને થોડો સામાન ચિત્ર માર્કેટ યાર્ડમાં મોકલવાનો છે એટલે મારે થોડું ભાવને એ બધુ જાણવું પડસે..


પ્રિયાંશી:- સારૂ.


પ્રિયાંશી કાર ચલાવા લાગે છે અને કાર ભાવનગર તરફ આગળ વધી રહી હોય છે, પ્રિયાંશી અને પ્રિયાંશ આગળની સીટમાં બેઠા હોય છે વચ્ચે વાળી સીટમાં મુગ્ધા અને શીતલ તેમનો સામાન લઈને બેઠા હોય છે અને પાછળની સીટમાં મયંક અને રિચા બેઠા હોય છે. ગાડીમાં મસ્ત સોંગ્સ વાગી રહ્યા હોય છે ઠંડીની શરૂઆતના દિવસો હતા એટલે બપોર થઈ હોવા છતાં પણ તડકો લાગી નહોતો રહ્યો અને વાતાવરણમાં એકદમ ઠંડક હતી, બધાએ પ્લાન બનાવેલો હતો કે ખોડિયાર મંદિરથી આવીને હિમાલીયા મોલમાં આવેલા સીટી પોઇટ રેસ્ટોરન્ટમાં લંચ કરવા જવાનો.


રિચા કોઈક સાથે મેસેજમાં વાતો માં લાગી હતી અને મયંકને કીધું કે એક ઓફિસનું ઈમરજન્સી કામ છે અને હું ૩ યા ૪ દિવસ હવે તમારા સાથે જ છું તો ઓફિસનું પેન્ડિંગ કામ પૂરું કરવા માટે ઓફિસ સ્ટાફને મેસેજ કરીને કહી રહી છું. અને આ બાજુ પ્રિયાંશ પણ સતત કોઈ સાથે વાતો કરી રહ્યો હોય છે.


નારી ચોકડી પહોચતા જ પ્રિયાંશે કહ્યું કે હવે તે ગાડી ડ્રાઈવ કરશે અને પ્રિયાંશ ડ્રાઈવીંગ સીટ ઉપર ગોઠવાઈ જાઈ છે અને પ્રિયાંશી પાછી તેની પેલાની જગ્યા ઉપર આવી જાઇ છે. અને ગાડી ભાવનગરના રસ્તાઓ ઉપર દોડવા લાગે છે થોડીવારમાજ આર.ટી.ઓ. સર્કલ આવી ગયું હતું અને ત્યાથી ગાડી જ્વેલસ સર્કલ તરફ લેવાની જગ્યાએ પ્રિયાંશે ગાડી નિર્મળ નગર તરફ જવા દીધી...


પ્રિયાંશી:- આપડે લંચ લેવા સીટી પોઇટ જવાનું છે તો તે ગાડી આ બાજુથી કેમ લીધી ?


પ્રિયાંશ:- હમણાં બધી ખબર પડી જસે તું જોયા રાખ જે થાય તે...


મયંક, શીતલ અને મુગ્ધા માટે તો ભાવનગર નવું હતું એટલે તેમને રસ્તાઓની કઈ ખબર ના હતી જ્યારે રિચાને ખબર હોવા છતાં તે કઈ બોલી નહોતી રહી.. જ્યાએ પ્રિયાંશની કાર નીલમબાગ સર્કલ પાસે પહોચી ત્યાજ તેની સામે રોંગ સાઇડમાં ફૂલ સ્પીડમાં એક ટ્રક ઘસી આવ્યો અને તે કારને ટક્કર મારે તે પહેલા જ પ્રિયાંસે તેની કારને રોંગ સાઇડમાં લઈને ટ્રકની ટક્કરથી બચાવી લીધી અને ટ્રક ડ્રાઇવરે સ્ટેરીંગ પરનો કાબૂ ગુમાવ્યો અને ટ્રક સીધો જ દીવાલ સાથે અથડાયો અને પ્રિયાંશની કારની પાછળ એક બ્લેક કલરની ઇનોવા હતી જે તેમનો પીછો કરી રહી હતી આ બધુ થયું અને તે ઇનોવા કાર ભાગવા જતી હતી ત્યાજ પોલીસની ગાડીઓએ આવીને બધી સાઇડના રસ્તા બ્લોક કરી દીધા જેથી ઇનોવા કાર છટકીને ભાગી ના શકે, પોલીસે ઇનોવા કારમાથી ૨ માણસને પકડ્યા અને પછી ટ્રકમાથી ટ્રક ડ્રાઇવરને બહાર કાઢ્યો અને જોયું તો ડ્રાઇવરને માથામાં થોડું વાગ્યું હતું અને ત્રણેયને પોલીસે પકડી લીધા હતા. આ બાજુ પ્રિયાંશ અને રિચા સિવાય બધાના જીવ તાળવે ચોટી ગયા હતા, બધાએ જાણે સાક્ષાત યમરાજના દર્શનના કરી લીધા હોય એવું લાગી રહ્યું હતું ગાડીમાં એ.સી. ચાલુ હતું છતા પણ બધાને પરસેવો વળી ગયો હતો અને બધાના દિલની ધડકન 3 ગણી વધી ગઈ હતી. પ્રિયાંશ અને રિચા સ્વસ્થ હતા જાણે કશું બન્યું જ ના હોય એવું લાગી રહ્યું હતું અને બને કારમાથી બહાર નીકળીને સીધા પોલીસ ઓફિસર પાસે ગયા અને વાતો કરવા લાગ્યા અને આ બાજુ આ પ્રિયાંશી, મયંક, મુગ્ધા અને શીતલ પરસેવો લૂછતા લૂછતા રિચા અને પ્રિયાંશને જોઈ રહ્યા હતા. ચારેય ને કઈ સમજાઈ નહોતું રહ્યું કે આ શું થઈ રહ્યું છે અને તે બસ જોઈ રહ્યા હતા તેમના દિલની ધડકન ધીમે ધીમે કરીને કંટ્રોલમાં આવી રહી હતી અને બધા થોડી વારમાં સ્વસ્થ થઈ ગયા


પોલીસે ટ્રક ડ્રાઇવરને પકડીને તેની જીપમાં બેસાડયો અને ત્યાથી રવાના થઈ ગયા અને રિચા અને પ્રિયાંશ બંને કારમાં આવીને બેસી ગયા..


મયંક:- ભાઈ આ થઈ શું રહ્યું છે અમને સમજાવીશ ?


પ્રિયાંશી:- હા પ્રિયાંશ બોલને આ બધુ શું ચાલી રહ્યું છે ?


પ્રિયાંશ:- અરે પહેલા આપડે લંચ કરી લઈએ પછી વાત કરીએ


મયંક, મુગ્ધા, શીતલ અને પ્રિયાંશી બધા એક સાથે ના પાડે છે લંચ માટે અને અત્યારે આ બધૂ જે બની રહ્યું છે તે જણાવવા માટે પ્રિયાંશ અને રિચાને કહે છે..


મયંક:- રિચા આ પ્રિયાંશ તો કઈ નથી બોલતો એટલે તું તો કહે કે આ બધુ થઈ શું રહ્યું છે ?


રિચા:- કઈ નહીં.. પ્રિયાંશ હવે આ લોકોને કહી જ દે.. રિચા પ્રિયાંશ તરફ જોઈને બોલે છે..


પ્રિયાંશ:- સારું કહી જ દવ..


મયંક:- હા જલ્દી બોલ..


પ્રિયાંશ:- મુગ્ધાદીદી, પ્રિયાંશી અને શીતલ તમે તમારા ત્રણેયના ફોન મને આપો..


પ્રિયાંશી:- પાછો ફોન શું કરવો છે ?


પ્રિયાંશ:- આપને તું ચાપલી


મુગ્ધા, પ્રિયાંશી અને શીતલ ત્રણેય તેનો ફોન પ્રિયાંશને આપે છે અને પ્રિયાંશ ત્રણેયના ફોનમાં ગેલેરી ઓપન કરે છે..


પ્રિયાંશી:- અત્યારે પાછા ફોટા જોવા બેઠો તું ?


પ્રિયાંશ:- અરે એક મિનિટ પણ...


પ્રિયાંશ ત્રણેયના ફોનમાં ફોટો ઓપન કરે છે અને પછી બધાને એક પછી એકના ફોનમાથી ફોટો બતાવતો જાઈ છે અને કહે છે કે આ બધા જ ફોટોમાથી ૬૦%ફોટોમાં તેમની પાછળ એક વ્યક્તિ દેખાઈ છે.. પ્રિયાંશી, મયંક, મુગ્ધા અને શીતલ ધ્યાનથી ફોટોસ જોવે છે અને તેમાં એક વ્યક્તિ વારંવાર ફોટોમાં દેખાઈ રહ્યો હોય છે. સેલ્ફિ લેતા હોય તો તેમની પાછળ ઊભો હોય, ગ્રૂપ ફોટોસમાં પણ દેખાઈ આવે છે, તે લોકો ખોડિયાર મંદિર એટર થયા ત્યારથી લઈ, તે લોકો મંદિરમાં પગે લાગ્યા, મંદિરના આંગણામાં, ઉપર તળાવ પાસે આટો મારવા ગયા ત્યાં પણ, બધી જગ્યાના ફોટોસમાં તે માણસ દેખાતો હતો..


પ્રિયાંશ:- આ માણસને મે જ્યારે ગેટમાં એન્ટર થયા ત્યારે જોયો, ત્યારે તો કઈ ડાઉટના ગયો પણ ધીમે ધીમે આપડે જ્યાં પણ જઈએ ત્યાં આપણી પાછળ પાછળ આવ્યા કરતો હતો. અને વારંવાર કોઈ સાથે ફોનમાં વાતો કરતો હતો એટલે મને ડાઉટ ગયો અને આપડે જ્યારે ખોડિયાર મંદિરથી કાર લઈને નીકળ્યા ત્યારે તેને ડુંગર ઉપર બેસેલા તેના કોઈ માણસને ઈશારો કર્યો અને તે હું જોઈ ગયો અને પછી મે ગાડી ધીમે ચલાવી અને સાઈડ કાચમાં જોતો હતો પેલાએ જેવો ઈશારો કર્યો એટ્લે ડુંગર ઉપર બેઠેલા પેલા માણસે સીધો કોઈને ફોન કર્યો એટલે મારો ડાઉટ ક્લીયર થઈ ગયો અને મને વિશ્વાસ આવી ગયો કે કોઈ આપડો પીછો કરે છે અને ત્યારે મારો સીધો ડાઉટ અક્ષિતા ઉપર હતો પણ તેનો ફોન નંબર મારી પાસે નહોતો એટલે મે પ્રિયાંશી, મુગ્ધાદીદી અને શીતલના ફોન માંગ્યો ફોટો જોવા માટે અને મુગ્ધાદીદીના ફોનમાથી અક્ષિતાનો નંબર લઈ લીધો... અને પછી મે રિચાદીદીને બહાર બોલાવીને આ બધી વાત કરી..


રિચા:- જ્યારે મને પ્રિયાંશે આ વાત કહી એટલે મે તરતજ પોલીસ સ્ટેશન ફોન કર્યો અને પ્રિયાંશે મને અક્ષિતાનો નંબર આપ્યો હતો તે મે પોલીસ સ્ટેશનમાં આપ્યો અને ત્યાં કીધું કે આ નંબર અત્યારે ક્યાં એકટીવ બતાવે છે અને આ નંબર ઉપરથી કોની કોની સાથે વાત થઈ એ જણાવવાનું કીધું અને પોલીસને મે એમ પણ કીધું કે મને ફોનના કરે મારી સાથે મેસેજથી કોન્ટેક્ટમાં રહે અને મે પ્રિયાંશનો નંબર લઈને મારુ, પ્રિયાંશ અને પોલીસ ઈન્સ્પેકટર એક ગ્રુપ બનાવી નાખ્યું હતું વોટસેપમાં..


પ્રિયાંશ:- સૌથી પહેલા ઇનપેકટરે કીધુંકે આ નંબર અત્યારે અમદાવાદ-ભાવનગર હાઇવે ઉપર એકટીવ છે અને આ નંબર ઉપરથી છેલ્લા ૪ કલાકમાં કોઈ વાત નહોતી થઈ અને છેલ્લે જે નંબર ઉપર વાત થઈ હતી તે નંબર યુકેનો હતો..


મયંક:- પછી.......


રિચા:- પછી પ્રિયાંશે એવું કીધું કે કદાચ અક્ષિતાએ કોઈ બીજા નંબરમાથી ફોન કર્યો હોય તો? એટલે પ્રિયાંશે કીધું તેમ અક્ષિતાના મોબાઇલના IMEI નંબરથી તેના ફોનમાં કેટલા સિમકાર્ડ છે તે જોવાનું અમે ઇનપેકટરને કહ્યું અને તેને જોઈને તરત જ કહ્યું કે આ મોબાઈલ સિંગલ સિમ વાળો છે.. અને લાસ્ટ ૧ મહિનાથી આજ સીમકાર્ડ તેમાં છે..


પ્રિયાંશી, મુગ્ધા, શીતલ, મયંક બધા એકી શ્વાસે આ બધુ સાંભળી રહ્યા હતા..


પ્રિયાંશ:- પછી તરતજ મે ઇનપેકટરને કહ્યું કે ખોડિયાર મંદિરના આજુ બાજુના વિસ્તારમાથી જેટલા ફોન થયા હોય તે ચેક કરીને તેમાથી કોઈએ ભાવનગર-અમદાવાદ હાઇવે ઉપર ફોન કર્યો છે તે જોવા કહ્યું? અને તપાસ કરી ઇન્સ્પેક્ટરે કહ્યું કે હા ૪ લોકોએ ફોન કર્યા છે. અને ત્યાં રિચાદીદીએ કહ્યું કે ૧ મહિનાથી અક્ષિતાનું આ સીમ નવા ફોનમાં છે તો એ પહેલા તેનું સિમ કયા મોબાઇલમાં હતું તે ચેક કરવા કહ્યું. અને ઇન્સ્પેક્ટરે તપાસ કરીને ૧ મહિના પહેલા અક્ષિતાનું સિમ એપલના ફોનનું બતાવતા હતા. એટલે મે તરતજ ઈન્સ્પેકટરને કહ્યું કે ખોડિયાર મંદિરથી જે ફોન થયા છે તેમાં કોઈ ફોન એપલના ફોનમાં થયો છે અને તરતજ ઇન્સ્પેક્ટરે કહ્યું કે હા ૪ ફોનમાથી એક ફોન એપલમાં થયો અને પછી ઇન્સ્પેક્ટરે તે ફોનનું લોકેશન અને અક્ષિતાના ફોનનું લોકેશન મેળવ્યું અને મારો ડાઉટ સાચો પડ્યો બને ફોનના લોકેશન સેમ આવતા હતા.. અને પછી અક્ષિતાના બીજા નંબરની કોલ હીસ્ટરી કઢાવી અને તેમાથી અક્ષિતાએ આજે જેટલા પણ ફોન કર્યા હોય તે બધા જ નંબર કોના નામના છે અને તેમનું લોકેશન અત્યારે ક્યાં છે તે ચેક કર્યું અને તેમાથી એક ફોનનું લોકેશન ભાવનગર બતાવતા હતા..


મુગ્ધા:- ઓહહ...


રિચા:- અને પછી ઇન્સ્પેક્ટરે તેના ખબરીને તે લોકેશન ઉપર જઈને જોવા કહ્યું અને તેના ખબરીએ જોયું કે લોકેશન ઉપર એક ટ્રક પડ્યો છે અને તેની અંદર એક ગુંડા જેવો માણસ દેખાઈ છે. કન્ફર્મ કરવા માટે ઇન્સ્પેક્ટરે અક્ષિતાના ફોનથી જેને ફોન થયો હતો તે નંબર ઉપર એક બ્લેન્ક કોલ કર્યો અને ટ્રકની અંદર બેઠેલા માણસે તે ફોન ઉઠાવ્યો અને કન્ફર્મ થઈ ગયું કે આ ટ્રકમાં બેઠેલો માણસજ છે જેને અક્ષિતાએ ફોન કર્યો હતો અને તે ટ્રકની અંદર હતો એટલે આપડી ગાડીને ટ્રકથી ઉડાવી દેવાનો પ્લાન હતો. અને આપડી પાછળ પેલી ઇનોવા કાર છે તે ખોડિયાર મંદિરથી આપડી પાછળ પાછળ આવી રહી હતી અને પોલીસને પણ કહ્યું કે અમારી ગાડીનો પીછો કોઈ કરી રહ્યું છે. આપડો પીછો કોઈ કરી રહ્યું છે તે કન્ફર્મ કરવા માટે પેલા જેમ અક્ષિતાએ આજે જેને કોલ કર્યા તે બધા નંબરના લોકેશન ચેક કર્યા અને આપડુ લોકેશનતો પોલીસ પાસે પેલાથી હતું જ અને અક્ષિતાએ આજે ફોન કરેલા એક નંબરનું લોકેશન બરાબર આપડી પાછળ જ બતાવતું હતું. એટલે એ વાત પણ કન્ફર્મ થઈ ગઈ હતી કે આપડું કોઈ પીછો કરી રહ્યું છે..


મયંક:- તને ખબર હતી તો અમને વાત કરી કેમ નહી અને ટ્રક વાળાને પેલા જ કેમ પકડી લીધો ? પ્રિયાંશની સામે જોઈને બોલે છે જ્યારે પ્રિયાંશી, મુગ્ધા અને શીતલની આંખોમાં પણ આ જ સવાલ હોય છે કે ખબર હતી છતાં પણ આટલા સુધી કેમ રાહ જોઈ પેલા જ કેમ ના પકડી લીધો હમણાં ટ્રક ગાડીને ટક્કર મારી દેતતો આપડું બધાનું શું થાત..


રિચા:- કેમ કે પ્રૂફ જોઈતું હતું અક્ષિતા વિરુદ્ધ, જો ટ્રક ડ્રાઇવરને ખાલી એક ફોન નંબર ઉપર એમજ પકડી લીધો હોત તો તે કોઈ પણ બહાનું કરીને છૂટી જાત અને તે એમ પણ કઈ શકેતને કે મને શું ખબર રોંગ નંબર આવ્યો હસે અને સામે અક્ષિતા પણ એવું કહી દેત અને બંને છૂટી જાત એટલા માટે..


પ્રિયાંશ:- અક્ષિતાનો પ્લાન હતો કે આપડી કારણો એકસીડ્ન્ટ કરીને આપણને મારવાનો અને અક્ષિતાનો પ્લાન આપણે જાણી ચૂક્યા છીએ તે અક્ષિતાને ખબર ના પડાવી જોઈએ બાકી તે હાથમાથી નીકળી જાઈ તેમ હતી એટલા માટે તમને લોકોને ના કીધું અને તમે આ રસ્તો જોવો છો? તમે લોકો તો બહારના છો પણ પ્રિયાંશી તેના વિચાર્યું કે ૨૪ કલાક રસ્તો ચાલુ હોય છે અને અત્યારે આખો રસ્તો ખાલી છે કેમ ? અને એક્સિડન્ટ થયું તેની ૧ જ મિનિટમાં પોલીસ અહિયાં પહોચી ગઈ કેમ ? આ બધુ અમારો પ્લાન હતો અક્ષિતાને પકડવા માટેનો હવે બસ થોડી જ વારમાં અક્ષિતા પણ ભાવનગર આવતી જ હસે અને તેનું સ્વાગત કરવા પોલીસ ઊભી જ છે..


પ્રિયાંશી, મુગ્ધા, શીતલ અને મયંક ચારેય લોકો રિચા અને પ્રિયાંશનો આભાર માને છે અને બધાની આંખોમાં ખુશીના આંસુ હોય છે..


રિચા:- ચાલો ટેન્શન ફિનિશ હવે લંચ કરવા જઈએ ? બોવ જ ભૂખ લાગી છે હવે તો..


અને બધા હસી પડે છે અને પ્રિયાંશ ગાડીને સીટી પોઇટ રેસ્ટોરન્ટ તરફ લે છે..


લંચ ફિનિશ કર્યા પછી બધા મોલમાં થોડી વાર આમતેમ ફરે છે અને થોડી શોપિંગ પણ કરે છે અને મોલમાથી બહાર આવે ત્યાં જ સાંજના ૪:૩૦ થઈ ગયા હોય છે એટલે પ્રિયાંશ બધાને વિકટોરિયા પાર્ક ફરવા માટે લઈ જાઈ છે..


બોરતળાવના કિનારે અને ભાવનગર શહેરની વચ્ચેજ (હવે વચ્ચે જ કહેવું પડે કેમ કે વસ્તી વધતાં ભાવનગર શહેરનો વિકાસ પણ બધી બાજુએ થવા લાગ્યો છે) ૫૦૦ એકર વિસ્તારમાં પથરાયેલું વિકટોરિયા પાર્ક (જંગલ જ ગણવું), એક ગેટ જ્વેલ્સ સર્કલ પાસે અને બીજો કાળિયાબીડની ટાંકી પાસે, અને કેટલાય શાકાહારી પ્રાણીઓનું રહેણાક, અને પક્ષીઓને વિહરતા જોવા માટેનું સૌથી સુંદર સ્થળ ભાવનગરમાં કોઈ હોય તો તે વિકટોરિયા પાર્ક, પ્રિયાંશ બધા લોકોને જ્વેલ્સ સર્કલ વાળા ગેટથી અંદર લાવે છે. બધા લોકો તેમનું નામ અને આવવાનો ટાઈમ લખ્યા પછી અંદર ચાલવા લાગે છે. અંદર જતાંજ આખા વિકટોરિયા પાર્કનો એક નક્શો બનાવીને મૂકેલો હતો. કઈ જગ્યાએ શું છે અને ત્યાં જવા માટેના રસ્તાઓ બધુ જ આ મેપમાં દેખાડેલું હતું પણ પ્રિયાંશી, પ્રિયાંશ અને રિચા માટે આ નવું ના હતું, બધા લોકો ચાલવા લાગે છે એક કાચા રસ્તા ઉપર, આજુ બાજુ જાડવાઓ અને વચ્ચે થી જતો રસ્તો બધા એ રસ્તા ઉપર ચાલવા લાગે છે, ૧ કિમી ચાલ્યા પછી મુગ્ધા, મયંક અને શીતલને વિશ્વાસ નથી કરી શકતા, પાર્કની બારોબાર વચ્ચે એક બોવ મોટું તળાવ હતું અને તેની ઉપર પક્ષીઓ વિહરતા હતા, તેના કિનારે બનાવેલા લાકડાના બાકડાઓ, નાના નાના જુપડાઓ જેમાં બેસવાની વ્યવસ્થા હતી અને પાણી પેવા માટેનું સ્થળ, દૂર દૂર થી અલગ અલગ પક્ષીઓના આવતા અવાજો, અમુક અમુક જગ્યાએ ઊભા કરાયેલા ૫ કે ૬ માળ સુધીના વોચિંગ પોઇટ જ્યાથી આખું વિકટોરિયા પાર્ક અને બાજુમાં રહેલું બોરતળાવ દેખાઈ. અને તળાવથી થોડે દૂર બનાવેલો બગીચો જેમાં, નાના છોકરાઓ માટેના રમતના સાધનો, બહારથી ચાલીને આવતા લોકો આરામ કરી શકે તે માટે બનાવેલા વાસના બાકડાઓ. બધાએ વિકટોરિયા પાર્કમાં ખૂબ એન્જોય કર્યો અને પછી ધીમે ધીમે ચાલતા બહાર નીકળે છે, બહાર નીકળે ત્યાજ સાંજના ૬:૩૦ વાગી ગયા હોય છે અને વિકટોરિયા પાર્ક બંધ થવાનો ટાઈમ પણ થઈ ગયો હોય છે એટલે ગાર્ડસ આખા પાર્કમાં ફરીને લોકોને બહાર કાઢી રહ્યા હોય છે, પાર્કમાં પ્રાણીઓ રહેતા હોવાથી રાતના ત્યાં જવા ઉપર પ્રતિબંધ છે. પાર્ક ખાલી સૂર્યોદય થી સૂર્યાસ્ત સુધી જ ખુલ્લો હોય છે..


બહાર નીકળીને બધા કારમાં ગોઠવાઈ છે અને પ્રિયાંશ તેના બાપુજી ભગવાનભાઈને ફોન કરીને કહી દે છે કે તે લોકો ૧ કલાકમાં ગામડે પહોચી જસે અને ફોન મૂક્યા પછી પ્રિયાંશ ગાડીને તેના ગામ તરફ દોડાવવા લાગે છે..


સાંજના ૭:૩૦, કરેડા..


પ્રિયાંશએ એ લોકો ગામમાં આવી ગયા હોય છે અને પ્રિયાંશ ગાડીને સીધી વાડીએ જ લઈ લે છે.


ચારેય કોર અંધારું હોય છે અને દૂર દૂર ખેતરોમાં જ્યાં એકાદ ઘર હોય ત્યાં નાની નાની લાઇટો દેખાઈ રહી હોય છે તે સિવાય ચારે બાજુ બસ અંધારું, રસ્તામાં પણ કોઈ દેખાઈ રહ્યું ના હોય બસ રાત્રે આવતા ટીડડાના અવાજો અને ક્યાક ક્યાક પાણી પાવા માટે ચાલુ કરાયેલા કૂવાની મોટરોનો અવાજ આવી રહ્યો હોય છે. વાડીએ પહોચીને બધા નીચે ઉતરે છે..


પ્રિયાંશ મુગ્ધા, રિચા અને શીતલની ઓળખાણ તેના બા અને બાપુજી સાથે કરાવે છે. થોડી વારમાં બધા ફ્રેશ થઈ જાઈ છે અને ત્યાજ ભાવનાબેન બધાને જમવા માટે બોલાવે છે.. જમવામાં રીંગણાનો ઓળો, સાથે દહીની તીખારી, બાજરાના રોટલા રોજની જેમ જ ઘી અને માખણ લગાવેલા, ભરેલા મરચાં, દેશી ગોળ, સલાડમાં કાકડી, લીલી ડુંગળી, ભરેલા ટમેટા સાથે ચોખૂ દૂધ, છાશ અને દહી અને પાપડ હોય છે અને આ જોઈને બધાના મોઢામાં પાણી આવી ગયું હોય છે અને આજે પ્રિયાંશી પણ આગ્રહ કરીને ભાવનાબેનને બધાની સાથે જમવા માટે કહે છે અને ભાવનાબેન પ્રિયાંશીની વાત માની જાઈ છે અને બધા એક સાથે જમીન ઉપર ગોળ રાઉન્ડમાં જમવા બેસે છે અને એક પછી એક વસ્તુ પોતાની ડીશમાં લઈને ગોળ રાઉન્ડમાં ફેરવવા લાગે છે. આજે બધાએ ભરપેટ જામ્યું હોય છે અને આખા દિવસની દોડધામ પછી બધા થાકી ગયા હોય છે અને ભગવાનભાઈ આ સમજી જાઈ છે..


ભગવાનભાઈ:- પ્રિયાંશ બેટા અહી આવજે..


પ્રિયાંશ:- હા બાપુજી..


ભગવાનભાઈ:- તમે બધા ખૂબ થાકી ગયા લાગો છો એટલે આજે જલ્દી સૂઈ જાવ અને તમે બધા ક્યાં સુવાના?


પ્રિયાંશ:- બાપુજી આ લોકો સીમેટ ક્રોઙ્કીટના રૂમમાં તો રોજ સુવે છે આજે તેમણે આસમાનની છત અને ખુલ્લા આકાશ નીચે સુવડાવવા છે..


ભગવાનભાઈ:- સારૂ બધા માટે ની વ્યવસ્થા ઉપર જ થઈ ગઈ છે મને ખબર જ હતી એટલે તમારા બધાની પથરી મે ધાબે કરી દીધી છે જઇ ને આરામ કરો..


પ્રિયાંશ:- બાપુજી તમે ખોટી તકલીફ લીધી


ભગવાનભાઈ:- એમાં તકલીફ ક્યાં આવી?


પ્રિયાંશ:- તો પણ બાપુજી....


ભગવાનભાઈ:- બસ હવે આરામ કર, હું અને તારી બા ગામમાં જઈએ સવારે બધાને લઈને ત્યાં આવી જાજે...


પ્રિયાંશ:- ભલે બાપુજી જય શ્રી કૃષ્ણ..


ભગવાનભાઈ:- જય શ્રી કૃષ્ણ


ભગવાનભાઇ અને ભાવનાબેન જાઈ છે અને પ્રિયાંશ બધાને ધાબા ઉપર લઈને જાઈ છે...


પૂનમની રાત હતી, ધાબા ઉપર બધા જાઈ છે ત્યાજ ફ્રેશ હવા મળવાથી બધાના મનમાં તાજગી આવી જાઈ છે જાણે આખા દિવસનો થાક અત્યારે ઉતારી ગયો હોય એવું બધાને લાગી રહ્યું હતું, ચારેય બાજુ ખુલ્લુ ખેતર અને તેમાં લહેરાતો પાક અને તેની ઉપરથી અત્યારે આવતો ઠંડો પવન.. પ્રિયાંશ માટે આ નવું ના હતું કેમ કે તે ગામમાં જ મોટો થયો છે જ્યારે પ્રિયાંશી, મુગ્ધા, શીતલ, રિચા અને મયંક માટે આ અનુભવ અદભૂત હતો આટલો ઠંડો પવન તો તેમણે એ.સી. માં પણ નહોતો મળતો પણ આતો કુદરત નું એ.સી. છે તેની સામે માનવે બનાવેલા એ.સી. શું કામના, બધા જ નીચે પથારી પાથરી હતી તેની ઉપર બેઠા અને ઊંચે આકાશમાં જોઈ રહ્યા હતા..


રિચા:- આટલા બધા તારાઓ મે ક્યારે પણ નથી જોયા. અને આટલો સુંદર ચાંદો મે પહેલા કયારે પણ નથી જોયો..


મુગ્ધા, પ્રિયાંશી અને શીતલ પણ રિચાની વાત સાથે સમત થાઈ છે કેમકે શહેરોમાં વાયુ પ્રદૂષણના લીધે આકાશમાં તારાઓ દેખાતા નથી હોતા..


મુગ્ધા મયંકની મસ્તી કરતાં:- ભાઈ તે આટલા તારા જોયા છે ?


મયંક:- હા


મુગ્ધા:- તે ક્યારે જોયા ?


મયંક:- ૨ દિવસ પહેલા રાત્રે


અને બધા હસી પડે છે..


આકાશમાં અત્યારે લાખોની સંખ્યામાં તારાઓ દેખાઈ રહ્યા હતા અને તેમાં થોડી થોડી વારે નીકળતા પ્લેનો આ બધુ પાંચેય પેલી વાર જીંદગીમાં જોઈ રહ્યા હતા. શહેરની ભાગદોડ વાળી જિંદગીમાં તે લોકો કુદરતના ખોળે જીવન જીવવાનું ભૂલી ગયા હતા અને આજે પ્રિયાંશના લીધે થઈને તે આ બધુ જીવી રહ્યા હતા. બધા માટે આ સુખદ સપના કરતાં ઓછું ના હતું..


મયંક:- પ્રિયાંશ આટલી સુંદર રાત છે તારી કવિતા થઈ જાઈ એક


પ્રિયાંશ:- ના ભાઈ ના...


મુગ્ધા:- કેમ ના પાડે છે બોલને...


શીતલ:- ખોટો ભાવ ખાય છે


પ્રિયાંશ:- કઈ ભાવ નથી ખાતો હો..


શીતલ:- હા ખબર છે તને સારી સારી કવિતા આવડે છે એટ્લે તું ભાવ ખાઈ છે..


પ્રિયાંશ:- અમે કઈ તારી જેમ નથી હો..


શીતલ:- મારી જેમ એટ્લે હું ક્યાં ભાવ ખાવ છું હે વાંદરા..


પ્રિયાંશ:- તું વાંદરી જા..


મયંક:- અરે તમે બંને ટોમ & જેરી બન થાવ તો...


શીતલ:- આ વાંદરાને સમજાવો..


પ્રિયાંશ:- તું વાંદરી..


મુગ્ધા:- અરે બસ પણ હવે પ્રિયાંશ તું કવિતા બોલ.


પ્રિયાંશ:-

ચાંદો ઉગ્યો આભમાં, જમીન પર શીતળ પ્રકાશ પથરાયો,
રાતની રોશનીની ચાદરમાં તારાઓનો ચમકારો ઝગમગાયો


ચંદ્રની ચાંદની અને રાતની મધુરતાને જોઈ,
માનવી તેના દિવસભરનો થાક ભૂલ્યો.


ચંદ્રની નિખાલસ શીતળતાને
જોઈ મનનો મોરલો ટહુક્યો


ચાંદની રોશનીની સુંદરતા ને જોઈ,
આજે રાત્રીનો ખરો અર્થ સમજાયો

પ્રિયાંશી, મુગ્ધા, શીતલ, રિચા અને મયંક એકી સાથે:- વાહ વાહ વાહ...


રિચા:- પ્રિયાંશ તું તો ખૂબ સુંદર કવિતા બોલે છે. કેટલું ટેલેન્ટ છે હજી તારામાં? પોલીસ ઈન્સ્પેકટર પણ કહેતા હતા..


પ્રિયાંશી:- શું કહેતા હતા ?


પ્રિયાંશીને તેના પ્રિયાંશ વિષે જાણવાની ઈચ્છા વધી ગઈ અને બધા આ જોઈને હસવા લાગ્યા..


રિચા:- એ જ કે આટલો ટેલેન્ટેડ છોકરો મે હજી સુધી ક્યાંય નથી જોયો મારા સ્ટાફના લોકો પણ વખાણ કરતાં હતા પ્રિયાંશના, તેને જે રીતે અપરાધીને પકડવામાં દિમાગ લગાવ્યું છે તે બોવ જ પ્રશસાંને પાત્ર છે એમ..


પ્રિયાંશી તરફ બધા જોઇને.. વાહ પ્રિયાંશ શું વાત છે..


પ્રિયાંશી શરમાઈ ને નીચું જોઈ જાઈ છે


બધાએ થોડી વાર વાતો કરી અને પછી પથારીમાં સુંદર આકાશ અને તારાઓ જોતાં જોતાં સપનાઓની દુનિયામાં જતાં રહ્યા..


------------------------------------------------------------------

સવારના ૬ વાગ્યા હતા અને પ્રિયાંશીની આંખ ખુલી ગઈ એક તો શિયાળાની શરૂઆત હતી અને એમાં પણ વહેલી સવાર, ઉનાળાની વહેલી સવારે ગામડામાં ધાબે સૂતા હોય તો બે ગોદડા ઓઢીને સૂવું પડે એવી ઠંડક હોય છે જ્યારે આતો શિયાળનો સમય હતો એટલે પ્રિયાંશીને ઠંડી લાગી રહી હતી તે વધારાનું ગોદડું ઓઢવા ઊભી થઈ જ હતી ત્યાજ તેની નજર પ્રિયાંશની પથારી ઉપર પડી. પ્રિયાંશીએ જોયું તો પ્રિયાંશ તેની પથારીમાં ન હતો પ્રિયાંશીને ચિંતા થવા લાગી કે આટલી સવારમાં આ છોકરો ક્યાં જતો રહ્યો અને તેને ઊભા થઈને જોયું તો આજુ બાજુ ઘોર અંધારું હતું કઈ દેખાઈ નહોતું રહ્યું એટલે પ્રિયાંશીએ પ્રિયાંશને ફોન કર્યો..


પ્રિયાંશી:- ક્યાં છે તું ?


પ્રિયાંશ:- અહિયાં જ છું કેમ ?


પ્રિયાંશી:- અહિયાં પણ ક્યાં ?


પ્રિયાંશ:- વાડીમાં.


પ્રિયાંશી:- શું કરે છે ત્યાં ?


પ્રિયાંશ:- પાણી વાળવા આવ્યો છું ?


પ્રિયાંશી:- પાણી વાળવા એટલે ?


પ્રિયાંશ:- એ તને નઇ સમજાઈ સવારે મળીશ એટલે તને સમજાવીશ


પ્રિયાંશી:- ના તું અત્યારે જ અહિયાં આવ..


પ્રિયાંશ:- પાણી વાળવાનું છે પણ..


પ્રિયાંશી:- મારે કઈ નથી સંભાળવું અત્યારે અહિયાં આવ બસ..


પ્રિયાંશ:- આવ્યો ૧૫ મિનિટમાં


પ્રિયાંશી:- ૧૫ મિનિટમાં નહીં અત્યારે જ આવ..


પ્રિયાંશ:- અરે હું ખેતરના બીજા છેડે છું ત્યાં પહોચવામાં ૧૫ મિનિટ લાગશે..


પ્રિયાંશી:- આટલી સવાર સવારમાં તારે આટલા દૂર જવાની શી જરૂર હતી..


પ્રિયાંશ:- હું આવું છું દિકા..


૧૫ મિનિટ પછી પ્રિયાંશ આવે છે અને પ્રિયાંશી દૂરથી તેને જોઈ જાઈ છે અને ધાબેથી નીચે ઉતરીને સીધીજ દોડીને પ્રિયાંશને HUG કરી લે છે અને પ્રિયાંશ પણ તેના બને હાથ પ્રિયાંશીની ફરતા ગોઠવીને તેની બાહોમાં પ્રિયાંશીને લઈ લે છે. પ્રિયાંશી પ્રિયાંશના દિલ ઉપર માથું મૂકીને રડવા લાગે છે અને તેના રડવાનો અવાજ પ્રિયાંશ સાંભળી જાઈ છે..


પ્રિયાંશ:- શું થયું મારા દીકાને ?


પ્રિયાંશી:- કઈ નહી.


પ્રિયાંશ:- તો રડે છો શું કામ ?


પ્રિયાંશી:- બસ એમ જ..


પ્રિયાંશ:- સાચું બોલને દિકા..


પ્રિયાંશી:- હું જાગી અને જોયું કે તું તારી પથારીમાં નહોતો એટલે હું ડરી ગઈ કે આટલી વહેલી સવારે તું મને મૂકીને ક્યાં જતો રહ્યો.


પ્રિયાંશ


ઠંડી ઠંડી હ​વા છે અને મન મારૂં ઠંડકમાં નાચે છે,
ત્યાંજ તારો સ્પર્શ કહે છે, મને મુકીને કેમ જાય છે?


પર્વતો અને ગુફાઓમાં મન મારૂં શાંત થઇ જાય છે,
ત્યાંજ તારી યાદો કહે છે, મને મુકીને કેમ જાય છે?


આ નદી અને એનું શાંત પાણી મારા મનને ભીનું કરે છે,
ત્યાંજ તારી ભીની આંખો પુછે છે મને મુકીને કેમ જાય છે?


લાગે છે જ્યાં જઈને અટક​વું હતું ત્યાંજ આવીને ઊભો છું ત્યાજ,
તારી સાથે ચાલેલા કદમોની યાદ આવે છે અને તારું પૂછવું કે મને મુકીને કેમ જાય છે?


પંખીઓનો આ કલર​વ, પહાડોમાંથી વહેતાં પાણી,
વહેતી આ ઠંડી હ​વાઓ રોકે છે મને, બસ તારો સાથ કહે છે નહીં જ​વા દઉં તને.


પ્રિયાંશી વધારે જોરથી પ્રિયાંશને HUG કરે છે અને બોલે છે..


પ્રિયાંશી:- આખી જિંદગી હું તને આમજ પકડી રાખવાની છું તને કઈ જવા દેવાની નથી..


પ્રિયાંશ:- એટલે તને આખી જિંદગી મારે સહન કરવાની છે એમ ને


પ્રિયાંશી પ્રિયાંશને મારતા મારતા:- હા..


પ્રિયાંશ:- બીજો કોઈ ઓપશન નથી ?


પ્રિયાંશી:- ના કોઈ ઓપશન નથી ? અને કેમ તારે ઓપશન શું કરવો હે ? પ્રિયાંશી ગુસ્સો કરતાં બોલે છે..


પ્રિયાંશ:- કઈ નહી આતો એક કરતાં વધારે ઓપશન હોય તો થોડી મજા આવે એટલે..


પ્રિયાંશી:- મારે કોઈ વાત જ નથી કરવી તારી સાથે જા તું મને પ્રેમ જ નથી કરતો ને એટલે આવું બોલે છે..


અને પ્રિયાંશી ત્યાથી ગુસ્સો કરીને ત્યાથી દોડીને ધાબા ઉપર આવીને તેની પથારીમાં આવીને સૂઈ જાઈ છે અને રડવા લાગે છે તેને એમ કે પ્રિયાંશ હમણાં આવસે પણ ૧૫ મિનિટ થઈ તો પણ પ્રિયાંશના આવ્યો એટલે પ્રિયાંશી વિચારી રહી હતી કે તે સામેથી જઈને પ્રિયાંશ સાથે વાત કરે પણ પછી પ્રિયાંશીને થયું કે ના મારે સામેથી જઈને વાત જ નથી કરવી તેને મને ગુસ્સો અપાવ્યો છે તો હું શું કામ સામેથી જાવ.. અને ત્યાજ પ્રિયાંશીના ફોનમાં મેસેજ આવે છે અને પ્રિયાંશીએ નામ જોયું તો પ્રિયાંશનો મેસેજ હતો એટલે પ્રિયાંશીએ જલ્દી જલ્દી ફોનનો લોક ખોલ્યો અને મેસેજ વાંચવા માંડી..


તને જોતા જ મુખ પર સ્માઇલ આવે તેનું નામ ‘પ્રેમ’

તારા સ્મરણથી મળતી મારા મનને એક હૂંફ તે ‘પ્રેમ’


અદ્રશ્ય છે છતાં તને સ્પર્શું,
અનદેખા આ સ્પર્શનો અનુભવ એટલે ‘પ્રેમ’


તારા મુખ પર રેલાતું સ્મિત મારા માટે ‘પ્રેમ’
તારી ખુશી મારી ખુશી એ જ તો છે ‘પ્રેમ’


અઢળક વાતો છે મનમાં પણ,
મળ્યાં ત્યારે પાંપણ બોલી જાય એ જ ‘પ્રેમ’


નજરથી નજર મળે ત્યાં જ,
મનમાં થતી સંવેદના એટલે જ ‘પ્રેમ’


તારા સ્પર્શથી થતી મારા ધબકારોની ભાગદોડ
એ જ તો છે ‘પ્રેમ’


કોઈ માંગણી વગર હું સમર્પિત થઈ જાઉં
એ જ તો છે ‘પ્રેમ’


ક્યારેક તારી વહેતી આંખો જોઈને,
હૃદય મારું રડી જાય એ જ તો છે ‘પ્રેમ’


તારી વેદના એ જ મારી વેદના એ મારો ‘પ્રેમ’
તને જોતા જ મુખ પર સ્માઇલ આવે તેનું નામ ‘પ્રેમ’.


મેસેજ વાંચતાં વાંચતાં પ્રિયાંશીના મુખ પર સ્માઇલ આવતી હતી અને તેને મેસેજ વાંચ્યા પછી ધાબા ઉપર ઊભા થઈને દીવાલની નજીક જઈને નીચે પ્રિયાંશને ગોતવાની કોશિશ કરતી હતી ત્યાજ તેને જોયું કે ઘરથી થોડે દૂર ખેતરમાં બરોબર વચ્ચે કઈ સળગી રહ્યું હતું અને તેની વચ્ચે અક્ષરો પણ લખેલા હતા. પ્રિયાંશીએ ધ્યાનથી જોયું તો દિલનો આકાર હતો અને તેની વચ્ચે લખેલું હતું “ I L U “ અને તેની બારોબાર બાજુમાં પ્રિયાંશ ઊભો હતો... પ્રિયાંશી ધાબા ઉપરથી આ બધુ જોઈ રહી હતી અને આ જોઈને તે રડવા લાગી અને પ્રિયાંશીના રડવાનો અવાજ સાંભળીને રિચા જાગી ગઈ અને તેને જોયું કે પ્રિયાંશી દીવાલ પાસે ઊભી ઊભી રડી રહી છે. રિચા કઈ પૂછવા જાઈ તે પહેલા જ પ્રિયાંશી દોડીને ધાબા ઉપરથી ઉતરીને સીધી જ પ્રિયાંશને જઇ HUG કરી ગઈ.


પ્રિયાંશીને આવી રીતે ભાગીને નીચે જતાં જોઈ રિચા તરત જ ઊભી થઈ અને તેને નીચે જોયું અને તે પણ ખુશ થઈ ગઈ આ દ્રશ્ય જોઈ અને તેને પછી મુગ્ધા, શીતલ અને મયંક બધાને જગાડીને નીચે નું દ્રશ્ય જોવા કહ્યું એક તરફ લાકડાઓ ગોઠવીને પ્રિયાંશે બનાવેલું દિલ અને તેની અંદરના અક્ષરો “ I L U “ આ બધુ અત્યારે સળગી રહ્યું હતું અને તેની બાજુમાં એકબીજાને HUG કરીને વાસ્તવિક દુનિયાથી પ્રેમની દુનિયામાં જતાં રહ્યા હતા અને મુગ્ધા, શીતલ, મયંક અને રિચા ધાબે ઊભા ઊભા આ બધુ જોઈ રહ્યા હતા..


---------------------------------------------------


૯ વાગ્યા હતા બધાએ ચા અને નાસ્તો કરી લીધો હતો અને તૈયાર થઈને બધા પ્રિયાંશને પૂછી રહ્યા હતા કે આજે ક્યાં જવાનું છે એટલે તરતજ પ્રિયાંશે કીધું કે આજે નિષ્કલંક મહાદેવ, કોળીયાક જઈએ આપડે અને બધા તરતજ ગાડીમાં બેસીને નીકળી ગયા..


નિષ્કલંક મહાદેવ, ભાવનગર શહેરથી ૨૫ કિમી દૂર આવેલું રમણીય પર્યટન સ્થળ, સુંદર મજાનો દરિયા કિનારો, અને સવાર સવારમાં કોળીયાકના દરીયામાંથી સૂર્યોદય થતા જોવાની મજા માઉન્ટ આબુ ના સનસેટ પોઇટ કરતાં પણ વધારે સુંદર છે.. એવું કહેવાય છે કે નિષ્કલંક મહાદેવની સ્થાપના પાંડવોએ કરેલી તેમના હાથે થયેલા પાપને ધોવા માટે, નિષ્કલંક મહાદેવના મંદિરે ખાલી દરિયામાં ઓટ હોય ત્યારે જ જઇ શકાય છે કેમ કે ભરતીના સમયે આખું સ્થળ દરિયામાં ડૂબી જાય છે..


બધા નિષ્કલંક મહાદેવના મંદિર પહોચે છે અને તે બરોબર ઓટના સમયે જ આવ્યા હોય છે એટેલ નિષ્કલંક મહાદેવના દર્શન કરવા લોકો જાઈ છે. દરિયા કીનારેથી લગભગ પોણા કિલોમીટર અંદર જવાનું ચાલીને અને જેવી દરિયામાં ભરતી આવવાની ચાલુ થાઈ એટ્લે તમારે મંદિર છોડીને કિનારે આવી જવું પડે.. પ્રિયાંશી અને પ્રિયાંશ બને હાથ પકડીને ચાલી રહ્યા હોઇ છે જ્યારે મુગ્ધા અને શીતલ એક બીજાનો હાથ પકડીને ચાલી રહ્યા હોય છે. દરિયામાં થોડે આગળ જતાં ચીકણી માટી આવતી હતી એટલે પ્રિયાંશે પેલા જ કીધું હતું કે જેમ બને એમ ધ્યાન રાખીને ચાલજો, જેવી ચીકણી માટી ચાલુ થઈ તેવા જ મયંકનો પગ લપસ્યો અને તેની પાછળ રિચા આવતી હતી તેને તરતજ મયંકને ટેકો આપ્યો અને મયંકને કીચડમાં પડતો રોક્યો..


મયંક:- થેંક્સ


રિચા:- કેમ ?


મયંક:- મને પડતો બચાવા માટે, જો તે ના બચાવ્યો હોત તો હું કીચડ વાળો બગડેત એટલે થેંક્સ...


રિચા:- એ જ તો મારુ કામ છે.


મયંક:- શું ?


રિચા:- તને નીચે પડતો બચાવવાનું..


મયંક બસ રિચાની આંખોમાં જોઈ રહે છે અને સામે રિચા પણ મયંકની આંખોમાં જોઈ રહે છે...


પ્રિયાંશ:- ઓ લૈલા મજનું. દર્શન કરવાના છે કે નહીં ? કે દરિયામાં ભરતી આવે તેની રાહ જોવો છો હે ?


મયંક અને રિચા બંને શરમાઈને નીચે જોઈને ચાલવા લાગે છે..


પ્રિયાંશ:- બોલો બોલો શું થયું ?


મયંક:- કઈ નહીં......


પ્રિયાંશ મયંકના કાન પાસે જઈને કોઈ વાત તેને કહી આવે છે અને વાત સાંભળ્યા બાદ મયંકના ચહેરાના ભાવ એકદમ બદલાઈ જાઈ છે અને તે પ્રિયાંશને આંખોના ઇશારાથી ના પાડે છે. અને સામે પ્રિયાંશ પણ આંખોના ઇશારા દ્વારા મયંકને કહે છે કે આ જ ટાઈમ છે એ વાત માટેનો પણ મયંકને દર લાગી રહ્યો હોય છે અને આ વાત પ્રિયાંશ સમજી જાઈ છે અને પાછો પ્રિયાંશ મયંક પાસે જઈને બોલે છે..


પ્રિયાંશ:- ભાઈ તમે પ્રેમ કરો છો ને તેને ?


મયંક:- હા..


પ્રિયાંશ:- તો મે જે કીધું એ કરો ને..


મયંક:- પણ તેને ખરાબ લાગી જસે તો...


પ્રિયાંશ:- નહી લાગે...


મયંક:- તને કેવી રીતે ખબર ?


પ્રિયાંશ:- ભાઈ સાચું કવ છું આ જ ચાંસ છે એટલે મારી દો સિક્સ..


મયંક:- પણ સિક્સ મારવાના ચક્કરમાં કેચ આઉટ થઈ ગયો તો ?


પ્રિયાંશ:- થોડી મહેનત કરીને કેચ આઉટ થવું સારું છે. દીલને તસલી તો મળે કે બેટીંગ કરવા ગયા હતા મૌકો હતો પણ ત્યાં નશીબે સાથ ના આપ્યો... પણ તમે આઉટ થવાના ડરમાં બેટીંગ કરવા જ નહીં જાવ તો કોઈ બીજો બેટ્સમેન આવીને સિક્સ મારી દેસે. મયંક વિચાર કરવા લાગ્યો કે પ્રિયાંશ વાત તો સાચી કરી રહ્યો છે એટલે પ્રિયાંશની વાતને માન આપી મયંકે પ્રિયાંશે જે કીધું તે કરવા તૈયાર થઈ ગયો...


પ્રિયાંશ બેસ્ટ ઓફ લક વિશ કરીને સ્માઇલ આપીને પાછળ જતો રહ્યો જ્યારે મયંક અને રિચા ફરી એક સાથે હતા.. મયંક રિચાની સાથે ચાલી રહ્યો હતો અને તે ફરી પાછો પડતો હોય તેવું નાટક કર્યું અને પાછો તેને રિચાએ હાથથી પકડીને બચાવ્યો અને પછી રિચાએ મયંકનો હાથ છોડી દીધો બને ધીમે ધીમે ચાલી રહ્યા હતા અને મયંક ધીમેથી રિચાનો હાથ તેના હાથ વડે પકડી લીધો અને રિચાએ પણ કોઈ આનાકાની કર્યા વગર મયંકને તેનો હાથ પકડવા દીધો પાછળ ચાલીને આવતો પ્રિયાંશ આ બધુ જોઈ રહ્યો હતો અને તેને આ બધુ તેના ફોનમાં રેકોર્ડ કરી લીધું જેની જાણ મયંક અને રિચાને પણ નહોતી તે બન્નેતો બસ અત્યારે એક બીજાનો હાથ પકડીને ચાલી રહ્યા હતા જાણે રિચા પણ આજ સમયની રાહ જોઈ રહી હતી.. બધાએ નિષ્કલંક મહાદેવના દર્શન કર્યા અને જોયુંતો ધીમે ધીમે દરિયામાં ભરતી આવી રહી હતી અને બધા જ લોકો ધીમે ધીમે કિનારા તરફ આગળ વધી રહ્યા હતા જાણે મહાદેવ પણ આ લોકો આવે તેની રાહ જોઈને જ ઊભા હોય એવું લાગી રાહયું હતું જેવુ આ લોકોએ મંદિરના દર્શન કર્યા એવી તરતજ દરિયામાં ભરતી આવાવાની ચાલુ થઈ જાણે મહાદેવ આશીર્વાદ આપી રહ્યા હોય. બધાએ કિનારે પહોચીને બાફેલી મકાઇ ખાધી અને નારિયળ પાણી પીધું અને આટલી વારમાં જોયું તો તે લોકો જ્યાં દર્શન કરવા ગયા હતા તે મંદિર અત્યારે સંપૂર્ણ દરિયાની નીચે જતું રહ્યું છે ખાલી ધજા ફરકી રહી હતી. અને આ જોઈને મયંક, મુગ્ધા અને શીતલ બોવ જ ખુશ થયા અને પછી બધા ત્યાથી નીકળ્યા..


મયંક:- પ્રિયાંશ હવે કઈ નથી જવું તારી વાડીએ લઈ લે ને..


પ્રિયાંશી:- મયંકભાઈ હમણાં હું એ જ કહેવાની હતી કે હવે તારા ઘરે જઇએ અને તું અમને તારી વાડી દેખાડ...


પ્રિયાંશ:- સારું ચાલો ભેરૂ ગામડે..... પ્રિયાંશ જેવુ આ વાક્ય બોલે એટલે બધા એક સાથે હસી પડે છે અને બોલે છે એ હા ભેરૂ હાલો ગામડે....


પ્રિયાંશની વાડીએ બધા પહોચે છે બપોરના ૩ વાગ્યા હોઇ છે કોઈને ભૂખ નહોતી લાગી એટલે પ્રિયાંશ બધાને વાડી દેખાડવા લઈ ગયો અને ત્યાંજ વાડીમાં કામ કરતાં ભગવાનભાઈ અને ભાવનાબેન દેખાણા..


પ્રિયાંશ:- જય શ્રી કૃષ્ણ બા બાપુજી


ભગવાનભાઈ:- જય શ્રી કૃષ્ણ, તમારે જમવું નથી છોકરાઓ ?


મયંક:- નાના અંકલ દરિયે ગયા હતા તો ત્યાં નારિયેળ પાણી અને બાફેલી માકાઈ ખાધી એટ્લે ભૂખ નથી..


ભગવાનભાઈ:- હારૂ....


પ્રિયાંશ:- બાપુજી ચીકુડીમાં પાણી વાળ્યું ?


ભગવાનભાઈ:- ના બેટા બાકી છે...


પ્રિયાંશ:- સારૂ બાપુજી હું એ કામ કરી નાખું છું અને આ લોકો ને વાડી પણ દેખાડી દવ..


ભગવાનભાઈ:- હા પણ દીપડાનું ધ્યાન રાખજે..


પ્રિયાંશ:- હા બાપુજી..


પ્રિયાંશી, મુગ્ધા, શીતલ અને રિચા એક સાથે:- દીપડો? બધા શોકમાં હતા હજી...


મયંક:- અંકલ કયા દીપડાની વાત કરી ?


પ્રિયાંશ:- તમે બધા કેમ આટલા શોકમાં છો ?


મયંક:- અંકલ અત્યારે દીપડાની શું વાત કઈને ગયા?


પ્રિયાંશ:- અરે કઈ નહી..


મયંક:- બોલને ભાઈ હવે


પ્રિયાંશ:- અરે દીપડાથી ધ્યાન રાખવાનું કહ્યું..


પ્રિયાંશી:- એટલે તારી વાડીમાં દીપડો છે ?


પ્રિયાંશ:- કઈ કહેવાઈ નહી, હોય પણ અને ના પણ હોય..


રિચા:- પ્રિયાંશ તું ડરાવે છે ને?


પ્રિયાંશ:- નાના દીદી હું તો સાચું કવ છું..


મયંક:- ભાઈ મજાક ના કરને...


પ્રિયાંશ:- ભાઈ સાચું કવ છું કોઈ મજાક નથી અહિયાં દીપડાઓ આવે છે એટલે મને બાપુજી કહ્યું..


પ્રિયાંશી:- મારે નથી આવવું..


રિચા:- મારે પણ..


મુગ્ધા:- હું પણ નહી આવું..


શીતલ:- ચાલ હું આવું છું...


પ્રિયાંશી:- તને ડર નથી લાગતો દીપડાથી ?


શીતલ:- લાગે છે ને પણ..


પ્રિયાંશી:- પણ શું ?


શીતલ :- આપડી સાથે પ્રિયાંશ છે પછી ડરવાનું થોડી હોય.. આટલું બોલી પ્રિયાંશ સામે જોઈની આંખ મારે છે.. બરાબરને પ્રિયાંશ..


પ્રિયાંશ:- હા બરાબર..


મુગ્ધા:- કઈ સમજાતું નથી રોજ ટોમ એન્ડ જેરીની જેમ તમે બને લડતા હોવ છો તો આજે તમે બને સાથે.. લાગે હું કોઈ સપાનું જોઈ રહી છું કે શું ?


શીતલ:- ના ના આ હકીકત જ છે..


મયંક:- દીદી આ બંનેનું એવું જ છે આખો દિવસ લડ્યા કરે જગડ્યા કરે પણ જ્યારે કોઈ મુશ્કેલ સમય હોય ત્યારે સૌથી પહેલા એકબીજાનો સાથ આપવામાં આ બંને પહેલા હોય...


પ્રિયાંશી:- હા દીદી આ બને આખો દિવસ ભલે લડતા જગાડતા રહે પણ એકબીજા વગર ચાલતું નથી બને બેસ્ટ ફ્રેન્ડ છે.. લડતા જગાડતા રહેતા ટોમ અને જેરી પણ કોઈ મુશ્કેલ આવે એટલે બને સાથે હોય તે મુશ્કેલનો સામનો કરવા માટે..


રિચા વિચારી રહી હતી કે સારું થયું તે આ ટ્રીપ ઉપર આવી, તેને આવી મિત્રતા ક્યારેય નથી જોઈ તે પછી.. અને તેને બોવ બધુ સિખવા મળી રહ્યું છે.. પ્રેમ, દોસ્તી, વિશ્વાસ, સબંધ આ બધૂ તેને હિન્દી મૂવીમાં જોયું હતું કે પછી આ બધાના નામ સાંભળ્યા હતા પણ આ બધા શબ્દોના સાચા અર્થ રિચાને આજે સમજાઈ રહ્યા હતા...


પછી બધા પ્રિયાંશની વાત માનીને પ્રિયાંશ સાથે જાઈ છે. આગળ પ્રિયાંશ અને પાછળ બીજા બધા...


મયંક:- તને ડર નથી લાગતો દીપડાથી..


પ્રિયાંશ:- હવે આદત પડી ગઈ છે..


મયંક:- શેની ?


પ્રિયાંશ:- હું મોટો જ અહિયાં થયો છું મને દીપડા કે બીજા પ્રાણીઓ કે પશુઑ થી હવે ડર નથી લાગતો. કારણ કે અમારે તો રોજે પશુઓ જોડે જ કામ કરવાનું હોય, ખેતર ખેડવા બળદો, દૂધ દોહવા માટે ગાય અને ભેરો, ક્યારેક ઘોડે સવારી પણ કરી લઈએ..


રિચા:- ઘોડે સવારી અહિયાં ?


પ્રિયાંશ:- હા..


રિચા:- ઘોડાઓ છે તમારી પાસે ?


પ્રિયાંશ:- હા છે ને ઘોડાઓ


રિચા:- ક્યાં ?


પ્રિયાંશ:- ગામમાં ઘર છે ને ત્યાં ?


રિચા:- મને ઘોડે સવારી કરવી બોવ જ ગમે છે એટલે હું તને આટલું બધુ પૂછું છું...


પ્રિયાંશ:- એમ તો મયંકભાઈને પણ ઘોડે સવારી કરવાનો બોવ જ ગમે છે નઇ મયંકભાઈ..


મયંકને ખબર નહોતી પડતી કે આ પ્રિયાંશે શું કરી નાખ્યું તેને ઘોડાઓથી ડર લાગતો હતો અને અત્યારે પ્રિયાંશે તેને ફસાવી દીધો હતો અને રિચા સામે તેને પરાણે હસતાં ચહેરા સાથે હા પાડી...


રિચા:- પ્રિયાંશ જો થઈ શકે તો ઘોડે સવારી કરવાનો મોકો અમને મળશે ?


પ્રિયાંશ:- હા કેમ નહી સાંજે આપડે કરીશું ને ઘોડે સવારી...


રિચા:- વાહ મયંક તું પણ કરીશ ને?


મયંક પાસે હા પાડ્યા સિવાય કોઈ રસ્તો જ ક્યાં હતો...


પ્રિયાંશ બધાને ખેતરના બીજા છેડે લાવે છે જ્યાં અત્યારે ચીકુડી, દાડમ, આંબો, નાળિયેરી અને બીજા બધા ફાળોના છોડ અને વૃક્ષો હતા.. અને પછી તે કૂવા પાસે જઈને કૂવાની મોટર ચાલુ કરે છે અને કૂવામાથી પાણી બહાર આવી ખળખળ કરતું હવેડામાં આવે છે અને હવેદમાથી નીચે બનાવેલી ક્યારીમાં વહેવા લાગે છે અને પ્રિયાંશ પાવડો ઉચકાવી એક પછી એક ક્યારામાં પાણી પાવા લાગે છે. જેવુ એક ક્યારામા પાણી ભરાઈ જાઈ એટ્લે તે ક્યારાને માટી વડે બંધ કરી દે છે અને પાણીના વહેણને બીજા ક્યારા તરફ આગળ વધારે છે પ્રિયાંશતો તેની ટેવ મુજબ કામ કરતો ગયો અને બીજા બધા પ્રિયાંશને જોઈ રહ્યા..


પ્રિયાંશ:- શું જોઈ રહ્યા છો તમે બધા ?


પ્રિયાંશી:- તું સવારમાં ૬ વાગ્યામાં આ કરતો હતો ?


પ્રિયાંશ:- હા..


પ્રિયાંશી:- આટલી સવાર સવારમાં શું જરૂર છે?


પ્રિયાંશ:- દિકા આ ગામડું છે દિવસમાં લાઇટ ક્યારે જતી રહે કઈ નક્કી ના કહેવાય એટલે ગામડામાં મોટા ભાગે લોકો ખેતરોમાં રાતે જ પાણી વાળતા હોય..


મયંક:- ડરના લાગે આટલી અંધારી રાત્રે ? હું તો અહિયાં ચાલીને પણ ના આવી શકું એકલો..


પ્રિયાંશ:- હા હા હા હા... મયંકભાઈ આજ અમારું જીવન છે. કોઈ પણ ડર વગર કાર્ય કરવાનું અને ડર કઈ વસ્તુનો ? મોત નો ? અરે મયંકભાઈ મરવાનું તો એક દિવસ બધાને છે જ ને તો પછી જીવન મળ્યું છે તો જીવી લેવાનું ડરી ડરીને જીવન જીવવાની મજા ક્યાં છે ? જીવવાની મજાતો આકાશમાં ઉડતા પંખીઓની જેમ છે, મન થઈ એટલું ઉપર ઊડવાનું અને સમય થાય ત્યારે જમીન ઉપર આવી જવાનું બસ જીવનનું પણ એવું જ છે, જીવી લ્યો જ્યાં સુધી જીવાય એટલું બાકી એક દિવસ ઉપરવાળો આપણે ઉપર બોલાવાનો જ છે ને..


પ્રિયાંશ બોલ્યે જતો હતો અને બધા સાંભળતા હતા.. રિચા વિચારી રહી હતી કે તેને મયંક પાસે જેટલું પ્રિયાંશ વિષે સાંભળ્યુ છે તેના કરતાં વધારે બાબતો પ્રિયાંશમાં છે અને એક વાત મને તેની પાસેથી સિખવા મળે છે કે હમેશા હસતાં રહેવાનુ અને કોઈ પણ મુશ્કેલીમાં બધાનો સાથ આપવાનો અને હમેશા હકારાત્મક અભિગમ રાખવાનો પછી તે આપડા દુશ્મન પણ કેમ ના હોય...


પ્રિયાંશ પછી બધાને તેની વાડી બતાવે છે એક પછી એક વૃક્ષો છોડો બધા વિષે સમજાવે છે અને પછી ધીમે ધીમે ચાલતા બધા ત્યાથી બીજી સાઈડ જતાં હોય છે ત્યાં શીતલની નજર ત્યાં પડેલા પાઇપ અને નાની નાની ભૂંગળીઑ ઉપર જાઈ છે


શીતલ:- આ શેના માટે છે ?


પ્રિયાંશ:- અરે આ.. આ અમારે પાણી વાળવા ના આવું પડે તે માટે..


શીતલ:- સમજાયું નહી..


પ્રિયાંશ:- અરે ટપક સિચાઈ પધ્ધતિ માટે તે બધુ છે. આ બધા વૃક્ષોમાં આ નાની નાની પાઇપો જમીનમાં ફીટ કરી દેવાની છે અને પછી વૃક્ષને ટીપે ટીપે પાણી મળતું રહે. પાણી પણ ઓછું જોઈએ અને મહેનત પણ.. થોડા દિવસોમાં બાપુજી નખાવી દેશે બધે જ..


શીતલ:- સારું..


મયંક અને રિચા એક બીજાનો હાથ પકડીને ચાલી રહ્યા હતા અને મુગ્ધા, પ્રિયાંશી, શીતલ અને પ્રિયાંશ આ ચારેયને તો બસ આની જ રાહ હતી.. પ્રિયાંશે આખા ખેતરમાં બધાને ફેરવ્યા અને મુગ્ધા, શીતલ અને પ્રિયાંશીએ ખાસ ધ્યાન રાખ્યું હતું કે રિચા અને મયંક એકબીજા સાથે જ ફર્યા હતા એ પણ હાથ પકડીને અને આ જોઈને ચારેએ પ્લાન પણ બનાવી દીધો કે મયંક કેવી રીતે તેના પ્રેમનું પ્રપોઝલ મુકાશે રિચા સામે અને હવે બસ રાહ હતી આ પ્લાન વિષે મયંકને જણાવવાની..


સાંજે બધા ફરીને ઘરે આવે છે. ખેતરમાં ફરી ફરીને બધા થાકી ગયા હતા એટલે આજે ઘોડે સવારીનો પ્લાન કેન્સલ રાખ્યો હતો અને ઘરે આવીને જોવે તો ભાવનાબેને બધા માટે જમવાનું તૈયાર રાખ્યું હોય છે બધા ફ્રેશ થઈને જમવા બેસી જાય છે અને જમ્યા પછી પ્રિયાંશ મયંકને ગામમાં કામ છે એમ કરીને સાથે લઈ જાઈ છે..


પ્રિયાંશ:- મયંકભાઈ તમે તમારા દિલની વાત કહી જ કાઢો હવે રિચાદીદી ને..


મયંક:- હું પણ એ જ વિચારું છું.. પણ કઈ રીતે કહેવી તે સમજ નથી પડતી..


પ્રિયાંશ:- મારી પાસે એક સારો પ્લાન છે તમારા દિલની વાત રિચાદીદી ને કહેવા માટે નો, જો તમે હા પાડો તો હું તમને કવ..


મયંક:- એમાં પૂછનું શું હોય તું બોલ પ્લાન શું છે ?


પ્રિયાંશ પછી બધો પ્લાન મયંકને જણાવે છે અને પ્લાન સાંભળ્યા પછી મયંક રાજી થઈ જાઈ છે અને પ્રિયાંશને HUG કરી લે છે. અને બંને મિત્રો વળી પાછા ખેતરે આવીને ધાબા ઉપર જઈને તેમની પથારીમાં પડે છે.. થોડો સમય બધાએ મસ્તી, મજાક કરી અને ૧૦ વાગતાની સાથે જ બધા સુવા લાગ્યા..


શહેરોમાં મોડી રાત સુધી જાગવા વાળા લોકો ગામડાઓમાં જઈને ૧૦ વાગે ત્યાજ ઊંઘવા લાગે એટલે સમજી લેવું કે તેમનો દિવસ આજે શાંતિપૂર્ણ રીતે પસાર થયો છે અને એમાં પણ ગામડાનું તાજગી ભર્યું વાતાવરણ તમને વહેલા સુવા અને વહેલા જાગતા કરી દે છે અને આજ તો છે આપડા ભારતના ગામડાઓની વિશેષતા...


---------------------------------------------------------

(18)

પ્રિયાંશે બધી તૈયારી કરી લીધી હતી મયંક તેના દિલની વાત રિચા સામે કહી શેકે તે માટે અને હવે બસ સમય હતો કે બધુ જે જગ્યા ઉપર પ્લાન થયું છે ત્યાં કેવી રીતે અને ક્યારે પહોચવું..


સવાર થઈ ગઈ હતી પ્રિયાંશ વહેલો જાગીને ગામમાં ગયો હતો જ્યારે બીજા બધા હજી સૂતા હતા પણ મયંકને આંખી રાત ઊંઘ નહોતી આવી અને આવી હશે તો પણ તે તેની સપનાઓની દુનિયામાં ખોવાઈ ને તેના અને રિચાના સપનાઓ જોયા હશે..


સવારે ૮ વાગ્યા હતા બધા જાગી ગયા હતા અને તૈયાર પણ થઈ ગયા હતા. પ્રિયાંશતો ગામમાં ગયો હતો એટેલે બીજા બધાએ ભાવનાબેન સાથે ચા અને નાસ્તો કર્યો અને પછી પ્રિયાંશી, રિચા, મુગ્ધા, મયંક અને શીતલ પાંચેય ગામમાં જવા નીકળ્યા આજે બધા એ વાડી થી ગામ સુધી ચાલીને જવાનો પ્લાન બનાવ્યો હતો.


બધા વાડીથી ગામ જવાના ટુકા રસ્તા પર નીકળી પડ્યા અને જોયું તો, મંદ મંદ પવન ચાલતો હતો, ગામના લોકો સવાર સવાર માં ખેતરે જઇ રહ્યા હતા અને તે આ પાંચેય ને સામે મળી રહ્યા હતા અને જેટલા પણ લોકો સામે મળતા તે બધા જ સ્માઇલ કરીને સીતારામ બોલીને જ આગળ જતાં. અમુક અમુક વાડીઓમાં તો લોકો કામે પણ લાગી ગયા હતા ક્યાક ક્યાક ટ્રેકટરો સાથે ખેડૂત તેનું ખેતર ખેડતા હતા અને તેનો અવાજ આવતો હતો અને ક્યાક ક્યાક બળદો સાથે ખેડૂતો ખેતર ખેડતા હતા આ બધુ શીતલ, મુગ્ધા અને રિચા માટે નવું હતું, નવું તો પ્રિયાંશી અને મયંક માટે પણ નવું જ હતું પરતું તે લોકો અહિયાં ૨ દિવસ થી હતા એટલે તે બંનેએ આ બધુ ૨ દિવસમાં જોઈ લીધું હતું... રસ્તામાં પ્રિયાંશીને પેલી કેસરી કલરની ગૂંદી દેખાની તેને તરત જ તોડી ને બધા ને આપી અને બધાને એ ખાઈને મજા આવી બધા ચાલ્યે જતા હતા ગામ તરફ. થોડા આગળ ચાલ્યા એટલે સામેથી ઘેટાં અને બકરાનું મોટું ટોળું આવતું દેખાયું અને તેની પાછળ ચાલીને આવતા તેમના ૨ ગોવાળિયા, માથે ટુવાલની પાઘડી બાંધેલી, ખાંભા ઉપર એક લાલ કલરની ઓઢવાની સાલ અને એક હાથમાં લાકડા નો મોટો ડંડો હતો અને તેના એક છેડે લોખંડ નું દાતરડા જેવુ ઓજાર લગાવેલું હતું દૂર થી આ ઘેટાં બકરાની ટોળી જોઈને બધા ખુશ થઈ ગયા હતા કેમ કે તે લોકો એ અત્યાર સુધી ફિલ્મોમાં જોયેલું કે રસ્તા ઉપર પસાર થતાં હોવ અને ત્યાં રસ્તાની વચ્ચે ઘેટાં બકારનું ટોળું આવી જાય અને હિરોઈન નીચે ઉતરીને એકદા ઘેટાં કે બકરાના બચ્ચાંને ઉપાડીને વહાલ કરતી હોય અને અત્યારે તેમની પાસે પણ આજ મોકો હતો.. જેવા ઘેટાં બકરા તેમની પાસે આવ્યા તેવા જ રિચા, પ્રિયાંશી, મુગ્ધા, શીતલે એક એક નાના નાના બચ્ચાઓને ઉપાડી લીધા અને મયંક બધાના ફોટો પાડી રહ્યો હતો. થોડી વાર સુધી બધાએ ગમ્મત કરી અને પછી બચ્ચાઓને મૂકીને તેઓ પાછા ચાલતા થયા.. આગળ ચાલ્યા ત્યાજ તેમની નજર એક સ્ત્રીઓના ટોળાં ઉપર પડી, સાડીના છેડાથી ચહેરા ઢાકેલા અને માથા ઉપર પાણીની માટલીઓ અને એક લાઇનમાં બધી સ્ત્રીઓ ચાલી રહી હતી અને આ જોઈને બધાને એકી સાથે એક ગીત યાદ આવ્યું.

હે તને જતાં જોઈ પનઘટ ની વાટે, મારુ મન મોહી ગયું,

હે તારા રૂપાડા ગોરા ગોરા ઘાટે, મારુ મન મોહી ગયું,

થોડીવારમાં બધા પ્રિયાંશના ઘરે પહોચી ગયા હતા અને જોયું તો પ્રિયાંશ જ્યાં ભેસો બાંધેલી હતી ત્યાં નીચે બેઠો બેઠો કશું કરી રહ્યો હતો અને બધા એ ત્યાં જઈને જોયું તો પ્રિયાંશ દૂધ દોઈ રહ્યો હતો અને પ્રિયાંશે આ બધાને આવતા જોયા..


પ્રિયાંશ:- ઓ હો આવી ગયા બધા તૈયાર થઈ ને ? પ્રિયાંશ દૂધ દોતા દોતા બોલ્યો...


મયંક:- હા ભાઈ..


પ્રિયાંશ:- સોરી હો સવારે તમને કીધા વગર જ અહિયાં આવી ગયો..


મુગ્ધા:- અરે કઈ વાંધો નહી અમને ભાવનાઆંટીએ કહ્યું..


પ્રિયાંશ:- સારૂ.. મને બસ ૧ કલાક આપશો ?


પ્રિયાંશી: કેમ ?


પ્રિયાંશ:- થોડું કામ છે એટલે


મયંક:- ઓકે ભાઈ તું કામ કરી લે ત્યાં સુધી અમે બેઠા ઘરમાં..


રિચાની નજર ઘોડાઓ બાંધેલા હતા ત્યાં ગઈ અને તે જોતાં જ પાગલ થઈ ગઈ, મોટો તબેલો બનાવેલો હતો અને તેની અંદર ૪ ઘોડાઓ બાંધેલા હતા, જોતાં જ કોઈ અરબી રેસના ઘોડા હોય તેવું લાગી રહ્યું હતું રિચાએ મયંક પાસે જઈને કહ્યું..


રિચા:- કેટલા મસ્ત છે નહી ?


મયંક:- શું ?


રિચા:- પેલા ઘોડાઓ અને રિચા બસ બોલ્યા કરતી હતી, પવનના લીધે તેના વાળ વારંવાર તેના ચહેરા ઉપર આવી જતાં હતા અને રિચા બોલતા બોલતા તે વાળને હાથો વડે પાછા સરખા કરતી હતી અને મયંક બસ આ બધુ જોઈ રહ્યો હતો તેને ખુદને ખબર ના હતી કે રિચા શું બોલી રહી છે. રિચાએ જોયું તો મયંક કોઈ જવાબ આપી નહોતો રહ્યો એટલે રિચાએ અટકીને મયંક સામે જોયુ અને રિચાએ જોયું કે મયંક બસ તેને જોઈ રહ્યો છે રિચાએ બોવ પ્રયત્ન કર્યા પણ મયંકની આંખ તેના ચહેરા સામેથી હટવા તૈયાર નહતી અને છેલે રિચાએ મયંકના હાથ પકડીને તેને હલાવ્યો અને મયંક હોશમાં આવ્યો..


મયંક:- હા રિચા બોલને..


રિચા:- કયારની બોલું જ છું પણ ખબર નહી તારું ધ્યાન ક્યાક બીજે જ છે..


મયંક:- અરે મારુ ધ્યાન તારા માં જ છે..


રિચા:- શું ? રિચાએ એકદમ શોક થતાં હોય તેવા પ્રતીભાવ સાથે બોલી..


મયંક:- એટલે એમ કે મારુ ધ્યાન તારી વાતો માં જ છે..


રિચા:- અચ્છા.. તો મને જવાબ આપ કે હું શું બોલી રહી હતી?


મયંક હવે પકડાઈ જાઈ છે તેને ક્યાં રિચાની કોઈ પણ વાત સાંભળી હતી તેને તો બસ રિચાની આંખો, તેના ચહેરા ઉપર પવનના લીધે આવી જતાં વાળ અને ઘોડાઓ જોઈને તેના હોઠ ઉપર આવી ગયેલું સ્માઇલ જોઈ રહ્યો હતો એટલે તેને ખબર જ ના હતી કે રિચા શું બોલી રહી છે અને અત્યારે તેની પાસે કોઈ જવાબ ના હતો..


રિચા:- બોલને શું થયું ?


મયંક:- ના કઈ નહી..


રિચા:- જોયું કીધું ને તને ખબર જ નથી કે મે શું વાત કરી, તારી સાથે વાત જ નથી કરવી જા..


મયંક:- અરે પણ વાત તો સાંભળ..


રિચા:- ના... અને રિચા ત્યાથી જતી રહે છે. અને આ બાજુ પ્રિયાંશી પ્રિયાંશ પાસે જઈને બેઠી હોય છે..


પ્રિયાંશી:- મને શીખવું છે તું કેવી રીતે દૂધ કાઢે છે તે..


પ્રિયાંશ જોર જોરથી હસવા લાગે છે..


પ્રિયાંશી:- શું થયું ?


પ્રિયાંશ:- કઈ નહી..


પ્રિયાંશી:- બોલ ને


પ્રિયાંશ:- અરે હું દૂધ કાઢતો નથી હું દૂધ દોઈ રહ્યો છું..


પ્રિયાંશી:- હા એ જે પણ હોય તે મને ના ખબર પડે એટલે મે એમ કહ્યું..


પ્રિયાંશ:- સારૂ..


પ્રિયાંશી:- ચાલ મને શિખવાડ..


પ્રિયાંશ પછી પ્રિયાંશીને દૂધ કેવી રીતે દોવું તે શિખવાડે છે અને પ્રિયાંશીને માજા આવી રહી હોય છે કેમ કે તેનો હાથ પકડીને પ્રિયાંશ તેને દૂધ દોતા સિખવાડી રહ્યો હતો અને પ્રિયાંશનો સ્પર્શ જ્યારે જ્યારે પ્રિયાંશીને થાય છે ત્યારે પ્રિયાંશીના શરીરમાં કોઈ કરંટ પસાર થતો હોય એવું લાગે છે અને અત્યારે પણ પ્રિયાંશીના શરીરમાં તે કરંટ દોડી રહ્યો હતો....


૧ કલાક પછી પ્રિયાંશ તેનું કામ કરીને ફ્રી થઈ જાઈ છે અને તૈયાર થઈને નીચે આવી જાઈ છે અને તે નીચે આવીને જોવે છે તો મયંકનું મોઢું લટકેલું હતું..


પ્રિયાંશ:- શું થયું મોટાભાઇ ?


મયંક:- કઈ નહી. કેમ આમ પૂછે છે ?


પ્રિયાંશ:- તમારું મોઢું ઉતરેલું દેખાઈ છે એટલે..


મયંક:- ના ના એવું કઈ નથી..


પ્રિયાંશ:- સારૂ.. થોડું ધ્યાન પણ રાખતા હોવ તો..


મયંક:- શેનું ?


પ્રિયાંશ:- હજી રીલેશન ચાલુ નથી થયું એ પહેલા જ લડવા માંડ્યા એમ..


મયંક:- તને કેમ ખબર ?


પ્રિયાંશ:- અહિયાં તમારું મોઢું લટકેલું છે અને ત્યાં રિચાદીદીનું.. સિમ્પલ વાત છે કે બંનેના મોઢા ઉતરેલા છે એટલે બને લડ્યા છે એમ..


મયંક:- હમમમમ...


પ્રિયાંશ:- કઈ વાંધો નહી સાંજ સુધીમાં બધુ ઓકે થઈ જસે મોટાભાઇ..


મયંક:- સાચું ને ?


પ્રિયાંશ:- હા ભાઈ પ્રોમિસ..


મયંક:- થેંક્સ.. અને પછી મયંક પ્રિયાંશને HUG કરી લે છે...


પ્રિયાંશ:- બધા તૈયાર ને ?


પ્રિયાંશી, શીતલ, મુગ્ધા, રિચા અને મયંક બધાએ હા પાડી અને પછી પ્રિયાંશે કહ્યું કે આજે આપડે ગોપાનાથ અને ઝાંઝમેર જવાના છીએ. અને આ સાંભળતા જ પ્રિયાંશી અને રિચાના મોઢા ઉપર એક સ્માઇલ આવી ગઈ હોય છે અને પછી બધા કારમાં બેસીને નીકળી પડે છે.


કાર હજી ગામના ચોરા પાસે પહોચી હોય છે ત્યાજ મુગ્ધા અને શીતલ પ્રિયાંશને ગાડી રોકવા માટે કહે છે અને પ્રિયાંશ ગાડી સાઇડમાં લઈ ઊભી રાખે છે.


પ્રિયાંશ:- શું થયું દીદી ?


મુગ્ધા:- અરે મે મારી બધી ફ્રેન્ડ્સ જે ગામડાની છે તે પાસે બોવ બધુ સાંભળ્યુ હતું ગામડાના ચોરા વિષે અને ત્યાં બધા બેઠા હોય દાદાઓ તે વિષે અને અત્યારે બોર્ડ વાંચ્યું કે ગામનો ચોરો આગળની સાઈડ તો મારે તારા ગામનો ચોરો જોવો છે એટલે..


પ્રિયાંશ:- સારું ચાલો બધા જોવા જઈએ..


બધા કારમાથી ચાલતા ચાલતા ચોરા તરફ જાઈ છે. મુગ્ધા, રિચા, પ્રિયાંશી, મયંક અને શીતલ જોવે છે કે હજી સવારના ૯:૩૦ જ થયા હોય છે. પણ ગામના ચોરા પાસેનો બગીચો અને તેની અંદરના બાકડા ગામના વૃધ્ધ દાદાઓથી ભરાઈ ગયા હતા બધા ગામના ભાભાઓ બેસીને વાતોએ વળગ્યાં હતા અને કોઈ બેઠા બેઠા ચારભાઈની બીડી ફુકિ રહ્યા હતા તો કોઈ ચા ની ચૂસકી લગાવી રહ્યું હતું..


રિચા:- પ્રિયાંશ આ લોકો આખો દિવસ અહિયાં જ હોય અને ગામમાં મે યુવાનોને ઓછા જોયા છે આવું કેમ તમારા ગામમાં યુવાનો નથી ?


પ્રિયાંશ:- દિવસ દરમિયાન બસ ગામનો ચોરો જ આ ભાભાઓનું ઘર છે, ટાઢ, તાપ કે વરસાદ આ લોકો અચૂક ચોરે આવીને બેસે અને અલક મલકની વાતો કર્યા કરે. કાઠિયાવાડના કોઈ પણ ગામમાં જાઓ તમને આ દ્રશ્ય જોવા તો મળશે જ જ્યારે શહેરોમાં આવું દ્રશ્ય કે આવો ચોરો જોવા મળવાનો નથી, ગામડાઓમાં લાગણી છે જ્યારે શહેરોમાં અદેખાઈ છે, ગામડાઓમાં એકબીજા માટે સમય છે જ્યારે શહેરોમાં એકબીજા સાથે વાત કરવા પણ સમય નથી, આપડે આધુનિક તો બની રહ્યા છીએ પણ એ આધુનિકતા પાછળ આપડે આપડી મૂળભૂત ઓળખાણ ગુમાવી રહ્યા છીએ, ભારત ગામડાઓનો બનેલો દેશ છે પણ આજની પેઢીને ગામડાઓમાં રહેવું નથી અને તમે તેને ગામ છોડીને જવા માટે નું કારણ પૂછો તો જવાબ આપશે કે અહિયાં પૈસા કમાવવા માટે કઈ નથી પણ તે યુવાનો એ ભૂલી જાઈ છે કે અહિયાં જે કમાવવા જેવુ છે તે મોટા શહેરોમાં પણ નથી અને તે વસ્તુ છે અહીના સંસ્કાર, આપડી સંસ્કૃતિ અને પ્રેમ જે તમને શહેરોમાં બોવ ઓછો જોવા મળશે અને રહી મારા ગામની વાત અહિયાં યુવાનો નથી કેમ કે મોટા ભાગના યુવાનો ભાવનગર નૌકરી કરવા જાઈ છે અથવા અભ્યાસ કરવા માટે સવારે જાઈ અને રાત્રે પાછા આવે. અને હું અને મારા જેવા બીજા થોડા યુવાનો જે બીજા શહેરોમાં ગયા છે તે બધા જ થોડા વર્ષો પછી પાછા ફરશે અને ગામના વિકાસ કરવામાં સાથ આપશે.. બીજા બધા ગામડાઓના યુવાનો મોટા ભાગે શહેરોમાં સ્થાળાંતર કરી રહ્યા છે જ્યારે મારા ગામનો એક પણ યુવાન શહેરોમાં રહેવા તૈયાર નથી કેમ કે અમારું બધાનું એક સપનું છે કે આપડા ગામને વિદેશી વિચારધારા અને આપડા રીતિ રિવાજો બને ભેગા કરીને આગળ વધારવું જેથી ગામનો વિકાસ થઈ શકે.. શહેરના લોકો ગામડાના લોકોને ભોળા સમજે છે પણ ગામના લોકો લાગણીશીલ હોય છે ગામડાના માણસને છલ કપટમાં સમજ નથી પડતી બસ સમજ પડે છે લાગણીઓમા.. બધા બસ સાંભળી રહ્યા હતા અને વિચારી રહ્યા હતા કે શું અમારે પણ અમારા ગામડે જઇ ને ત્યાનો વિકાસ કરવો જોઈએ ?


બધા ગામનો ચોરો જોઈને ગાડીમાં આવીને ગોઠવાઈ છે અને પ્રિયાંશી ગાડીને ગોપાનાથ તરફ લે છે..


ગોપાનાથ દરિયા કિનારે વસેલું સુંદર મજાનું ગામ અને અરબ સાગરના કિનારે ગોપાનાથ મહાદેવનું મંદિર અને મંદિરના પાછળના ભાગમાં આવેલો ગોપાનાથનો દરિયો પુનમ અને અમાસમાં અહિયાં મેળો ભરાયો હોય એવું લાગે, આ દરિયા કિનારો વલસાડના ફેમસ એવા તિથલ બીચની યાદ આપાવે છે.

૧:૩૦ કલાક પછી બધા ગોપાનાથ પહોચી જાય છે. ત્યાં મહાદેવના દર્શન કરીને પાછળ રહેલા બીચ ઉપર ફરવા જાઈ છે.. ઓટનો સમય હતો એટલે પાણી કિનારાથી દૂર જતું રહ્યું હતું એટ્લે બધા ત્યાં કિનારા ઉપર ફર્યા રવિવારનો દિવસ હતો એટલે થોડી ભીડ પણ હતી પણ બધા તો પોતાની મસ્તીમાં જ મગ્ન હતા.. મયંકે રિચાને મનાવવાની કોશિશ કરી પણ રિચાએ થોડું ધ્યાનના આપ્યું રિચા આજે મયંકને હેરાન કરવાના મૂડમાં હોય એવું લાગી રહ્યું હતું. બધાએ નાળિયેર પાણી પીધું પ્રિયાંશી અને પ્રિયાંશે એક નાળિયર જ લીધું અને બંને એ એક નાળિયારમાથી પાણી પીધું અને મયંક હજી રિચાને મનાવવાની કોશિશ કરી રહ્યો હતો. નાળિયાર પાણી પીધા પછી બધા કિનારે ગયા પ્રિયાંશીએ ત્યાં રેતીમાં એક દિલ દોર્યું અને દિલની અંદર તેનું અને પ્રિયાંશનું નામ લખ્યું જ્યારે શીતલે અને મુગ્ધાએ રેતીમાં તેનું નામ લખ્યું પછી બધાએ તેના દોરેલા નામ સાથે બેસીને ફોટો પાડ્યા જ્યારે મયંક થોડે દૂર હતો બધાથી ત્યાં જઈને મયંકે રેતી ઉપર લખ્યું I LOVE YOU RICHA અને પછી ભૂસી નાખ્યું પણ મયંકને ક્યાં ખબર હતી કે પાછળ પ્રિયાંશ ઊભો ઊભો આ બધુ જોઈ રહ્યો છે અને બીજી બાજુ રિચા પણ રેતી ઉપર કઈક લખી રહી હતી પણ જ્યારે મુગ્ધા તેની પાસે ગઈ ત્યારે તેને રેતી ઉપર લખેલું બધુ ભૂસી નાખ્યું. બધાને મજા આવી રહી હતી બધાએ ફોટો પાડ્યા અને બોવ બધી મસ્તી કરી અને જોતજોતામાં ૧:૩૦ વાગી ગયો હતો એટલે બધાને ભૂખ પણ લાગી હતી એટલે પ્રિયાંશ બધાને ત્યાજ એક દેશી હોટેલમાં લઈ ગયો અને ત્યાં બધાએ ભરપેટ કાઠિયાવાડી વાનગીનો લૂફ્ત ઉઠાવ્યો. પ્રિયાંશ અને મયંકે જામી લીધું હતું એટલે બંને પૈસા ચૂકવીને બહાર પ્રિયાંશી, રિચા, શીતલ અને મુગ્ધાની રાહ જોઈ રહ્યા હતા..


પ્રિયાંશ:- મયંકભાઈ રિચાદીદી માની ગયા ?


મયંક:- નાના...


પ્રિયાંશ:- તો ટ્રાય તો કરો..


મયંક:- ક્યાર નો એ જ કરું છું પણ એ વધારે ગુસ્સે છે એવું લાગે છે.


પ્રિયાંશ:- લાગે છે નહી રિચાદીદી ગુસ્સે જ છે..


મયંક:- હમમમ..


પ્રિયાંશ:- કઈ વાંધો નહી અત્યારે ભલે ગુસ્સે રહ્યા સાંજે તો માનવું જ પડસે ક્યાં જશે.


મયંક:- હા.. I HOPE SO.


પ્રિયાંશ:- અરે આમ હિમ્મતના હારો માની જ જશે હું છું ને મયંકભાઇ..


મયંક પ્રિયાંશ સામે જોઈને સ્માઇલ કરે છે અને ત્યાં જ પ્રિયાંશી આવી જાઈ છે..


પ્રિયાંશી:- પ્રિયાંશ સાંજની બધી તૈયારી થઈ ગઈ ?


પ્રિયાંશ:- હા..


મયંક:- પણ મને ડર લાગે છે યાર..


પ્રિયાંશી:- શું મયંકભાઈ તમે પણ એમાં ડરવા જેવુ શું છે ?


મયંક:- રિચાએ મારી પ્રપોઝલ ના સ્વીકારી અને મને ના પાડી દીધી તો ?


પ્રિયાંશી:- મયંકભાઈ એવું થવાનું જ નથી રિચાદીદી તમને હા જ કહેવાના છે..


મયંક:- તું આટલી વિશ્વાસથી કેમ કહી શકે છે ?


પ્રિયાંશી:- હું એક છોકરી છું અને એક છોકરી જ બીજી છોકરીના મનની વાત અને તેના મગજ અને દિલમાં શું ચાલી રહ્યું છે તે જાણી શકે છે..


મયંક:- તું બોલે તે સાચું થાઈ બસ એવી પ્રાથનાં છે મહાદેવને..


પ્રિયાંશ:- મોટાભાઈ તમે બિલકુલ ચિંતાના કરો બધુ થઈ જશે..


મયંક:- હા..


રિચા, મુગ્ધા અને શીતલ પણ આવી જાઈ છે અને પછી બધા ગોપાનાથ થી નીકળી ને ઝાંઝમેર તરફ આગળ વધે છે..

ભાવનગર શહેરથી ૭૦ કિ.મી. દૂર અને ગોપાનાથથી ૧૦ કી.મી અંતરે આવેલું ઝાઝમેર ગામ તેના લોકેશન અને દરિયા કિનારા માટે જાણીતું છે. ઝાંઝમેરનો દરિયા કિનારો આખા ભાવનગરમાં પ્રખ્યાત છે ત્યાના કુદરતી વાતાવારણ અને ત્યાના ખડકો અને નાના ડુંગરના કિનારે આવેલો દરિયા કિનારો જાણે તમને એવો આભાસ કરાવે છે કે તમે Vestrahorn Beach Iceland ના દરિયા કિનારે ઊભા હોવ, ત્રણેય સાઈડ નાની નાની ટેકરીઓ અને તેની સામે ઘૂઘવતો અરબી સમુદ્ર, બહારથી ભાવનગર ફરવા આવતા બોવ જ ઓછા લોકોને આ જગ્યા વિષે ખબર હોય છે એટલે ત્યાં વધારે પ્રમાણમાં ભીડ હોતી નથી અને ત્યાં બેઠા બેઠા પર્વતોની વચ્ચે અને અરબી સમુદ્રમાંથી થતો સૂર્યોદય જોવાનો લ્હાવો અવિશ્મર્નીય હોય છે. અને સ્થાનિક લોકો આને માસ્તરામધારા કહે છે.


૨૦ મિનિટ પછી બધા ઝાંઝમેર પહોચી જાઈ છે ત્યાં પ્રિયાંશ ગાડી મસ્તરામધારા તરફ લેય છે અને બરાબર દરિયાના કિનારે જ પ્રિયાંશના મિત્ર કિશનની વાડી હોય છે અને પ્રિયાંશે તેને પહેલા જ કહી દીધું હતું કે તે આવવાનો છે એટલે કિશને બધી તૈયારી કરી રાખી હતી. ગાડીને પાર્ક કરીને બધા નીચે ઉતરે છે જ્યાં કિશન તે લોકોનું સ્વાગત કરવા ઊભો જ હોય છે પ્રિયાંશ જઈને કિશનને HUG કરે છે બંને મિત્રો બોવ વર્ષો પછી મળી રહ્યા હતા કેમ કે કિશન તેના પરિવાર સાથે મુંબઈ શિફ્ટ થયો હતો અને ત્યાથી તે અભ્યાસ માટે ન્યુઝિલેન્ડ જતો રહેલો તે પણ વેકેશનમાં ઘરે આવેલો અને ફેમિલી સાથે તેના ગામ આવેલો. અને પ્રિયાંશને આ વાતની ખબર હતી એટ્લે બધાને ફરવા અહી લાવેલો બધાને આ સ્થળ ફરી પણ શકાઈ અને તે કિશનને મળી પણ લેય.. પ્રિયાંશે કિશનની ઓળખાણ બધા સાથે કરાવી અને બધા કિશનને મળીને ખુશ હતા, એકદમ સરળ સ્વભાવ, ચહેરા ઉપર હમેશા સ્માઇલ જ હોય અને બધાએ થોડી વાર કિશનની વાડીમાં આરામ કર્યો ત્યાજ સાંજ થવા આવી હતી અને ધીમે ધીમે દરિયામાં પણ ભરતી આવી રહી હતી એટલે બધા દરિયા કિનારે જાઈ છે..


મયંક, મુગ્ધા અને શીતલતો અહિયાંનું લોકેશન જોઈને પાગલ થઈ ગયા હતા, ત્રણેય બાજુ ઊંચી ઊંચી ટેકરીઓ અને ટેકરી ઉપરથી નીચે ઉતરો એટલે સમુદ્ર કિનારો આવા દ્રશ્યતો તેમણે કોઈ ટ્રાવેલ શો અથવા ફિલ્મોમાં જોયેલા અને અત્યારે તેની સામે આ બધુ જોઈ રહ્યા હતા બધા દોડીને ટેકરી ઉપરથી નીચે ઉતારીને દરિયા કિનારે પહોચી જાઈ છે.. પ્રિયાંશી અને પ્રિયાંશ એક બીજાના હાથમાં હાથ નાખીને દરિયા કિનારે ચાલી રહ્યા હાતા જ્યાં દરિયાના ઘૂઘવતા મોજા પણ જ્યારે આ બંનેની નજીક આવતા ત્યારે શાંત થઈને તેના પગને ચૂમીને પાછા જઇ રહ્યા હતા અને કિશન આ બંને ના ફોટો પાડી રહ્યા હતા જ્યારે મુગ્ધા અને શીતલ પણ સેલ્ફિ લઈ રહી હતી જ્યારે મયંક અને રિચા હજી દૂર હતા. થોડી વારમાજ સૂર્યાસ્ત થવાનો હતો એટલે પ્રિયાંશે કિશનને ઈશારો કર્યો એટલે કિશન કોઈને ખબર ના પડે એવી રીતે ત્યાથી જતો રહ્યો.. અને તે ગયા પછી પ્રિયાંશે મુગ્ધા અને શીતલને પણ ઈશારો કર્યો તે પણ ચુપકીથી રિચાનું ધ્યાનના જાઈ તેમ નીકળી ગયા. રિચા હજી દરિયા કિનારે ચાલી રહી હતી અને પ્રિયાંશે મયંકને બેસ્ટ ઓફ લક વિશ કરીને ત્યાથી તે અને પ્રિયાંશી નીકળી ગયા. થોડીવાર પછી રિચાએ જોયું કે તે અને મયંક બંને એકલા જ હતા બીજું કોઈ દેખાઈ રહ્યું નહોતું એટલે રિચાને થોડો ડર લાગ્યો પણ તેને મયંકને જોયો એટલે ડર જતો રહ્યો અને તે ચાલતી ચાલતી મયંક પાસે આવી..


રિચા:- બધા ક્યાં જતાં રહ્યા ?


મયંક:- ખબર નહી મને પણ, લગભગ બધા ઉપર ગયા છે..


રિચા:- સારું હું પણ ઉપર જાવ છું, આમ બોલીને રિચા ઉપર જવા લાગે છે ત્યાજ મયંક તેનો હાથ પકડીને તેને રોકે છે. અને મયંક સીધો જ રિચાની આંખોમાં જોવે છે અને પછી..


Dear, મને તને આમ સંબોધવું બહુ ગમે છે, કારણ તું મને બહુ પ્રિય છે.

મારી સમજ પ્રમાણે પ્રેમની કોઈ ચોક્કસ વ્યાખ્યા ન બેસાડી શકાય, કારણ એ તો અંતરની અનુભૂતિ છે, એક એવો એહસાસ છે જે કદાચ વર્ણવી ન શકાય, પણ જ્યાં પ્રેમ છે ત્યાં બીજી કોઈ વસ્તુનો અવકાશ નથી. તારા મળ્યા પછી મને એ અહેસાસ થયો છે કે હું તને અનહદ પ્રેમ કરું છું, તને પ્રેમ કરું છું કોઈ પણ કારણ વગર, હકીકતમાં ગમાડવા અને ગમી જવાનો ફરક મને તારા મળ્યા પછી જ થયો છે.


પ્રેમ કોને કહેવાય- પ્રેમમાં શબ્દોનો પણ અવકાશ નથી, આંખ માં આંખ પરોવી બસ જોતા રહેવું, તને એ સમજાય જાય જે મારે કહેવું હોય જો એ પ્રેમ હોય તો હા મને પ્રેમ છે. તારો હાથ પકડી કલાકો બેસી રહેવું ને હાથમાં થતી ઉષ્માનો અહેસાસ જો એ પ્રેમ હોય તો હા મને પ્રેમ છે. કલાકો સુધી ચૂપ રહેવું ને તે છતાં આંખોથી સંવાદ સધાતો હોય જો એ પ્રેમ હોય તો હા મને પ્રેમ છે. તું ખંભા ઉપર માથું રાખી હવાની લહેરખી ખાતી હોય ને મને જરાય હલવું ન ગમે જો એ પ્રેમ હોય તો હા મને પ્રેમ છે. જો તારા દૂર જવાથી ખાલીપો સર્જાય, મન બેચેન થાય જો એ પ્રેમ હોય તો હા મને પ્રેમ છે. તારા આલિંગનમાંથી છૂટવાનું મન ન થાય, તને ફરી પાછી જકડી લેવાનું મન થાય જો એ પ્રેમ હોય તો હા મને પ્રેમ છે. તારા એક ચુંબનથી જો આખા શરીરમાં કંપન થઇ જાય જો એ પ્રેમ હોય તો હા મને પ્રેમ છે. ક્યારેક થતી દલીલોના અંતે જયારે સમાધાન કરી, ફરી સોરી કહેવાનું મન થાય જો એ પ્રેમ હોય તો હા મને પ્રેમ છે. તારી એક ખુશી માટે કઈ પણ કરી છૂટવાનું મન થાય જો એ પ્રેમ હોય તો હા મને પ્રેમ છે. તારા વાળના સ્પર્શથી થતી મીઠી ખંજવાળ ગમતી હોય જો એ પ્રેમ હોય તો હા મને પ્રેમ છે. જો એક બીજાનો સાથ હર-હંમેશ ગમતો રહે તો એ પ્રેમ નથી તો બીજું શું છે. Dear, ઘણી એવી વાતો હશે જે મને ગમે છે, અને ઘણી એવી વાતો પણ હશે જે મને નહીં પણ ગમતી હોય, પણ તે છતાંયે તું મને જેવી છો એવી ગમે છે, મારી દ્રષ્ટિએ તો આજ પ્રેમ છે.


જેને તમે ચાહતા હોવ એ તમારી સાથે હોય એવું એવું સદભાગ્ય બહુ ઓછાને પ્રાપ્ત થાય છે, અને હું પોતાને બહુ નસીબદાર સમજુ છું કે મેં જેને ચાહી એ મારી સાથે છે. મારી દ્રષ્ટિએ પ્રેમ એ રોજ ઉજવવાનો તહેવાર છે, ફરક બસ આપણા દ્રષ્ટીકોણનો છે. તારી સાથે વિતાવેલી હરેક ક્ષણ valentine’s day થી ઓછી નથી. એક મીઠી વાત,એવી મધુરી યાદનો એહસાસ બહુ લાંબો રહે છે, ઘણી વખત’તો દિવસો, અઠવાડિયા સુધી.


તો ચાલ આપણે પણ પ્રેમ-દિવસ ઉજવીયે, ફરી એક વાર હાથ પકડીએ, દરિયાની આ ભીની રેતીમાં ચાલતા ચાલતા થાકી જઈએ, તું થાકી ને મારા ખભા પર માથું રાખે ને મને બસ જરાય હલવાનું મન ન થાય અને ફરી એક વાર એકબીજા ને આલિંગનમાં લઈએ ને એકબીજામાં સંપૂર્ણ સમાઈ જઈએ.


મયંકે આટલું રિચાની આંખોમાં જોઈને બોલ્યું ત્યાજ મયંકના હાથ ઉપર રિચાની આંખોમાથી નીકળેલૂ એક આસું પડ્યું રિચા રડી રહી હતી. તેને સીધું જ મયંકને HUG કરી લીધું થોડી ક્ષણો બંને એમજ રહ્યા અને ત્યાજ આકાશમાં ફટાકડાઓ ફૂટવા લાગ્યા રિચા એ અને મયંકે બનેએ આકાશમાં જોયું.. ફટાકડાઓ આકાશમાં જઈને ફૂટી રહ્યા હતા તે બધા જ દિલના આકારમાં ફૂટી રહ્યા હતા. રિચાને સમજાતું નહોતું આ શું થઈ રહ્યું છે તે બસ જોયા કરતી હતી ત્યાજ મયંકે તેને બીજી તરફ જોવાનું કહ્યું. અને રિચાએ જોયું એક હવાથી ભરેલો મોટુ બલૂન (ફુગ્ગો) આકાશમાં હતો અને તેની અંદર લાઇટ થઈ રહી હતી અને તે લાઇટના લીધે તે બલૂન ઉપર એક અક્ષર લખ્યો હતો અને તે અક્ષર હતો WILL. થોડીવાર પછી એક બીજું બલૂન નીચે થી ઉપરની તરફ હતું અને તેમાં અક્ષર હતો YOU.. થોડીવાર પછી ત્રીજું બલૂન ઉપર આવ્યું અને તેમાં અક્ષર હતો MARRY. અને ત્યાં એક સાથે બે બલૂન ઉપર આવ્યા એક માં લખેલું હતું ME અને બીજામાં RICHA. પાંચેય બલૂન એક સાથે આકાશમાં હતા રિચાએ એક સાથે વાચ્યુ.. WILL YOU MARRY ME RICHA. રિચાની આંખોમાં આંસુ હતા અને ત્યાજ મયંક પાસે એક નાનો દિલની આકારનો ફુગ્ગો હતો અને તેને તે ફુગ્ગો રિચાને આપવા આગળ હાથ કર્યા રિચા બને હાથો વડે તે ફુગ્ગો પકડવા ગઈ. જેવા રિચના બને હાથ ફુગ્ગા પાસે આવ્યા ત્યાંજ મયંકે તે ફુગ્ગો ફોડી નાખ્યો અને રિચાએ ફુગ્ગાની જગ્યાએ તેની અંદર રહેલા ગુલાબના ફૂલ પકડી લીધું અને પછી રિચાએ શરમાઈને તે ફૂલ લઈ લીધું અને પાછળ ફરીને સીધી ટેકરી ચડીને કિશનની વાડીમાં જવા ગઈ પણ ત્યાજ તેના માટે સરપ્રાઈઝ હતું. એક મોટી LED SCREEN ગોઠવેલી હતી અને તેમાં તે અને મયંક કોળીયાકના દરિયા કિનારે એક બીજાનો હાથ પકડીને ચાલી રહ્યા હોય તે દેખાઈ રહ્યું હતું આ વિડીયો ચાલી રહ્યો હતો ત્યાં મયંક પણ આવી ગયો અને રિચાની બાજુમાં ઊભો રહ્યો વિડીયો જોતાં જોતાં તેને રિચાનો હાથ પકડી લીધો અને રિચાએ પણ મયંકનો હાથ પકડી લીધો જેવો કોળીયાકનો વિડીયો પૂરો થયો ત્યા જ આજે ગોપાનાથના દરિયા કિનારે મયંક રિચા માટે રેતીમાં I LOVE YOU RICHA લખી રહ્યો હતો તે બતાવી રહ્યું હતું અને આ વિડીયો પછી રિચા પણ રેતી ઉપર કઈક લખી રહી હતી અને તે હતું “MAYANK I LOVE YOU” આ વિડીયો પૂરો થયો પછી બંને એકબીજાને HUG કરી રહ્યા હતા અને થોડી વાર પછી પ્રિયાંશી, પ્રિયાંશ, કિશન, મુગ્ધા અને શીતલ આવ્યા અને બધાએ મયંક અને રિચાને HUG કર્યું....


---------------------------------------------------

રિચા ને હજી બધુ સ્વપ્ન જેવુ લાગી રહ્યું હતું કે આ બધુ તેની સાથે શું થઈ રહ્યું છે. તેને વિચાર્યું પણ નહોતું કે કોઈ તેને આટલૂ સ્પેશિયલ ફીલ કરાવશે તેની આંખોમાં આંસુ હતા અને તે હજી મયંકને HUG કરીને એમજ ઊભી હતી અને તેની આજુ બાજુ પ્રિયાંશી, મુગ્ધા, શીતલ, પ્રિયાંશ અને કિશન હતા જે મયંક અને રિચાને ચીઅરપ કરી રહ્યા હતા. મયંક અને રિચા થોડી વાર પછી અલગ થયા અને મયંકે જોયું તો તેની સામે ઉભેલા બધાની આંખોમાં ખુશીના આંસુ હતા રિચાએ પણ જોયું કે તેની આજુબાજુ બધા હતા અને બધા જ લોકો તેને અને મયંકને જોઈ રહ્યા હતા એટલે રિચા શરમાઈને ત્યાથી દોડીને જતી રહી અને આ જોઈ બધા હસી પડ્યા અને પછી મયંક જઈને સીધો પ્રિયાંશને HUG કરે છે.


મયંક:- THANKS


પ્રિયાંશ:- શેના માટે ?


મયંક:- મારા માટે આટલું બધુ કર્યું તેના માટે..


પ્રિયાંશ:- મોટાભાઈ THANKS ની જરૂર નથી.


મયંક:- છે પ્રિયાંશ. તે મારા માટે આટલું કર્યું હું આ ક્યારે પણ નહી ભૂલી શકું હું ભગવાનનો આભાર માનું છું કે મને તારા જેવો મિત્ર મળ્યો જે મને મોટાભાઇ કરતાં પણ વધારે માન સન્માન આપે છે..


પ્રિયાંશ:- મયંકભાઈ માન સન્માન તમને આપું છું કેમ કે તમે તેના હક્કદાર છો, જ્યારે હું પહેલી વાર શિકાગો આવેલો મને સમજ નહોતી પડતી કે હું પહેલી વાર મારુ ગામ મારુ વતન અને મારો દેશ છોડીને બહાર વિદેશ જઇ રહ્યો છું, હજી ૧૮ વર્ષ પૂરા થયા હતા મને બહારની દુનિયા શું છે તેની પણ ખબર નહોતી પડતી ત્યારે તમે મને શિકાગોમાં તમારા નાના ભાઈની જેમ સાચવ્યો, મારી પસંદ નાપસંદ બધુ જ તમે જાણી લીધું હતું અને શિકાગોમાં મને મારા બા-બાપુજીની કમી મહેસુસ થવા નથી દીધી. પેલું કહેવાય છે ને માન સન્માન વહેચાતા નથી મળતા તેને તમારે કમાવવા પડે છે તમારા સ્વભાવથી અને મયંકભાઈ તમે એ કમાઈ લીધા છે...


મયંક ને કઈ સમજમાં નહોતું આવી રહયું કે શું બોલવું ત્યારે મયંકને યાદ આવે છે કે તેને એક કવિતા લખી હતી કાલ રાત્રે પ્રિયાંશ માટે અને મયંક તેનો ફોન કાઢે છે અને તે કવિતા બોલે છે..

મિત્ર તારી મિત્રતા મને વહાલી લાગે,
તારી સાથેની દરેક યાદ મને રળિયામણી લાગે.


શિકાગોમાં હરતા ફરતા દિવસો મજાનાં લાગે,
મિત્ર તારી મિત્રતા મને વહાલી લાગે.


શિકાગોનાં ઝઘડાં સાચે મીઠાં લાગે,
કોક અને બર્ગર તારી સાથે સ્વાદિષ્ટ લાગે,
મિત્ર તારી મિત્રતા મને વહાલી લાગે.


અડધી રાતે ચા અને ટોસ્ટર મોજીલા લાગે,
આપણા તોફાનોને ના કોઈ પુણઁવિરામ લાગે,
મિત્ર તારી મિત્રતા મને વહાલી લાગે,

નાની નાની વાતો આપણી આજે મોટી લાગે,

તારી સાથેની દરેક યાદ મને રળિયામણી લાગે.

મિત્ર તારી મિત્રતા મને વહાલી લાગે.


આપણી વાતોની સામે ભરેલું નાસ્તાનું ટેબલ ખાલી લાગે,
સવારે તારી સાથે પીધેલી સાકર વિનાની ચા મીઢી લાગે,
તારી સાથેની દરેક યાદ મને રળિયામણી લાગે.


લખતાં લખતાં આજે મન આનંદમાં લાગે,
તારી યાદ ના આવે એ દિવસ આજે પણ ખાલી લાગે,
મિત્ર તારી મિત્રતા મને વહાલી લાગે,


તારી સાથેની દરેક યાદ મને રળિયામણી લાગે.

તારી મારી વાત ભલેને લોકોને નકામી લાગે,
પણ હસ્તાં હસ્તાં આપણા પેટ દુ:ખી જાય એવી મસ્તીની લાગે,

મિત્ર તારી મિત્રતા મને વહાલી લાગે,


તારી સાથેની દરેક ધમાલ મનને ગમતી લાગે,

તારી સાથેની દરેક યાદ મને રળિયામણી લાગે.

મારા મિત્ર તું મને લાખોમાં એક લાગે.

મિત્ર તારી મિત્રતા મને વહાલી લાગે,
મિત્ર તારી મિત્રતા મને વહાલી લાગે...

મયંક બોલી રહ્યો હતો અને પ્રિયાંશની આંખોમાં આંસુ હતા.. અને સાથે પ્રિયાંશી, મુગ્ધા, શીતલ બધાજ હજી સ્તબ્ધ હતા કે મયંક કવિતા બોલે છે ? કોઈને વિશ્વાસ નથી આવતો કે આટલી સારી કવિતા મયંકે લખી છે અને આ બાજુ પ્રિયાંશ મયંકને HUG કરે છે. આ બંને ૨ વર્ષની અંદર જ આટલા ખાસ મિત્રો બની ગયા હતા પેલી કહેવત છે ને કે ભગવાન જેની સાથે આપડો લોહીનો સંબંધ નથી બાંધી આપતો તેને ભગવાન આપડા જીવનમાં મિત્ર બનાવીને મોકલે છે.. જેમ કે કૃષ્ણ અને સુદામા. સુદામાના મનની વાત જાણીને કૃષ્ણએ સુદામાના માંગ્યા વિનાજ બધી સુખ સુવિધાની સગવડ કરી દીધી હતી તેવી રીતે જ પ્રિયાંશે અહિયાં મયંકના મનની વાત જાણીને મયંક રિચાને તેના દિલની વાત કહી શકે તે માટે બધી સગવડતા કરી દીધી હતી અને તેમાં તેને કિશન, મુગ્ધા, શીતલ અને પ્રિયાંશીએ પ્રિયાંશનો સાથ આપ્યો હતો..


કિશન બધા માટે જમવાની વ્યવસ્થા કરે છે સાંજના ૮ વાગ્યા હોય છે મસ્ત દરિયા કિનારે જ વાડી હોવાથી દરિયાના ઘૂઘવતાં મોઝાઓનો અવાજ વાડી સુધી સંભળાઈ રહ્યો હતો. અને આ બાજુ બધા ચાર ચારપાઇ ગોઠવીને (દેશી ભાષામાં કહો તો ખાટલો) તેના ઉપર ગોઠવાઈ ગયા અને વચ્ચે થોડા લાકડાઓ મૂકીને તેમાં આગ લાગાડી (BONFIRE) અને બધા બેઠા બેઠા વાતોએ વળગ્યાં..


રિચા:- મારે એક વાત તમને બધાને પૂછવી છે તો શું હું પૂછું?


પ્રિયાંશ, પ્રિયાંશી, મયંક, શીતલ અને મુગ્ધા બધાએ વાતો મૂકીને રિચા શું પૂછી રહી છે તેમાં ધ્યાન આપ્યું..


મુગ્ધા:- હા બોલો ને રિચા એમાં શું..


રિચા:- આ બધુ પ્લાનિંગ કોનું હતું ?


મુગ્ધા:- કયું પ્લાનિંગ ?


રિચા:- અરે મયંકે મને જે રીતે પ્રપોઝ કરી એ બધુ પ્લાનિંગ કોનું હતું એમ ?


મુગ્ધા:- મયંક નું જ હતું કેમ આમ પૂછે છે ?


રિચા:- ના આ મયંકનું પ્લાનિંગ ના હોય શકે મને તો ડાઉટ છે કે આ પ્લાનિંગ પ્રિયાંશી અથવા પ્રિયાંશનું છે..


શીતલ:- તમને કેમ એવું લાગે છે દીદી....


રિચા:- કેમ કે મયંક પહેલી વાર ભાવનગર આવ્યો છે તેને અહિયાના સ્થળો વિષે ખબર નથી અને તેમાં પણ ઝાંઝમેર વિષે ના જ ખબર હોય અને તેને મને અહિયાં પ્રપોઝ કયું એટલે એ વાત કન્ફર્મ થઈ ગઈ કે આ પ્લાનિંગ પ્રિયાંશ અથવા પ્રિયાંશીનું હોય શકે. પ્રિયાંશનો ફ્રેન્ડ અહિયાં છે એટલે મને ડાઉટ છે કે આ પ્લાનિંગ પ્રિયાંશનું જ છે..


મયંક:- હા સાચી વાત છે. આ બધુ પ્લાનિંગ પ્રિયાંશનું જ હતું..


રિચા:- hmm…. રિચા પ્રિયાંશની સામે જોઈને એક સ્માઇલ સાથે THANKS કહે છે..


પ્રિયાંશ:- THANKS કેમ ?


રિચા:- આટલું બધુ કરવા માટે..


પ્રિયાંશ:- અરે મારા મોટાભાઇ અને તમારા માટે આટલું તો કરી જ શકું ને..


ત્યાજ કિશન આવે છે અને બધાને જમવા માટે બોલાવે છે અને બધા ચારપાઈ ઉપરથી ઊભા થઈને હાથ ધોઈને જમવા બેસે છે. જમવામાં નાયલૉન ખમણ, રસાવાળા ઢોકળા, બાજરાનો રોટલો, ભાખરી, વાઘરેલો રોટલો, આખા અડધનું શાક, સેવ ટમેટાનું શાક, દાળ ઢોકળી, ઢોકળીનું શાક, વઘારેલી ખીચડી અને કઢી હતું મિષ્ટાનમાં મોહનથાળ, મગણી દાળનો શીરો, મગસના લાડુ હતા અને આ મેનૂ જોઈને બધાના મોઢામાં પાણી આવી ગયું એમાં પણ ઠંડીનો સમય હતો એટલે બધાને ભૂખ પણ વધારે લાગી હતી અને આટલું સારૂ જમવાનું સામે હતું બસ પછી શું બધા બેસીને જમવા ઉપર તૂટી પડ્યા અને બધાએ ભરપેટ જમીને ખાધું.


જમ્યા પછી બધા પાછા આવીને ચારપાઇ ઉપર ગોઠવાઈ ગયા ઠંડી વધી રહી હતી, રાત જામી રહી હતી બાજુમાં જ દરિયો હતો એટલે ઠંડો પવન બધાના શરીરને ધુજાવી રહ્યો હતો અને વચ્ચે થઈ રહેલું તાપણું બધાના શરીરને થોડી થોડી હુફ આપી રહ્યું હતું. પ્રિયાંશ અને પ્રિયાંશી એક જ ચારપાઇ ઉપર બેઠા હતા અને બંનેએ ઠંડીથી બચવા માટે બંને વચ્ચે એક જ બ્લેંકેટ ઓઢી હતી અને બનેના શરીરની ગરમી અને બ્લેંકેટની ગરમી તેમણે ઠંડીથી રક્ષણ આપી રહી હતી જ્યારે નવા નવા જ રીલેશનમાં આવેલા રિચા અને મયંક પણ એકજ ચારપાઈ ઉપર બેઠા હતા પણ બંનેએ અલગ અલગ બ્લેંકેટ ઓઢી હતી અને બધા વાતો કરી રહ્યા હતા અને પ્રિયાંશ બસ બેઠો બેઠો કઈ વિચારી રહ્યો હતો..


શીતલ:- એ વાંદરા શું વિચારે કરે છે હે ક્યારનો ?


પ્રિયાંશ:- કઈ જ નહી વાંદરી..


શીતલ:- બોલને હવે વાંદરા..


પ્રિયાંશી:- બોલને દિકા શું વિચારી રહ્યો હતો ?


પ્રિયાંશ:- કઈ નહી બસ આ સુંદર મજાની રાત વિષે કે.....


સમય સમયની વાત છે,
સુંદર મજાની રાત છે.

ડૂબ્યો સૂરજ અને ઊગ્યો ચંદ્ર,
અને ગમતીલાનો સંગાથ છે.

તારાઓ છે માદક આકાશમાં,
મિત્રો સાથે વિતી રહી રાત છે.

તોફાન તૈયાર બેઠું હૈયે,
ફક્ત મૌનનો અવાજ છે.

કાલ ન થશે હવે ‘દોસ્ત’
જે પણ છે તે આજ છે.


શીતલ:- વાહ ખૂબ સરસ બોલ્યો હો..


પ્રિયાંશ:- thanks..


રિચા:- પ્રિયાંશ આપડે કાલે ક્યાં જવાનું છે ?


પ્રિયાંશ:- કાલે સવારે આપડે પહેલા ઊંચા કોટડા જઈશું ચામુંડા માતાના દર્શન કરવા ત્યાથી બગદાણા અને પછી ભગુડા અને ત્યાતી સીધા મારા ગામ..


પ્રિયાંશી:- વાહ મસ્ત પ્લાન છે..


મયંક:- અરે કિશન તું તો બોલ કેમ આટલો ચૂપ બેઠો છે ?


પ્રિયાંશ:- મયંકભાઈ કિશન બોવ ઓછું બોલવા વાળો વ્યક્તિ છે તેને બધાની વાતો સાંભળવામાં રસ છે બોલવામાં નહી..


મયંક:- કેમ એવું ?


પ્રિયાંશ:- એ તો કિશન જ તમને જવાબ આપસે, બોલ કિશન આપ જવાબ..


કિશન:- અરે મયંકભાઈ એવું કઈ નથી પણ મને બધાને સાંભળવાની મજા આવે છે એટલે હું કઈ બોલતો નથી. કેમ કે મારે બોવ જ ઓછા મિત્રો છે. મારી લાઈફમાં મને મિત્રો બનાવવા ઓછા પસંદ છે, અને જે પણ થોડા છે તે મારા લાઈફ ટાઈમ મિત્રો છે જેમ કે પ્રિયાંશ. હું તો એમાં વિશ્વાશ કરું છું કે વર્ષમાં ૨૫ નવા મિત્રો બનાવવા કરતાં ૧ જ મિત્ર ૨૫ વર્ષ સુધી બનાવવો...


મુગ્ધા:- તો તું વીકએન્ડ અને રાજાના દિવસોમાં શું કરે ?


કિશન:- બુક્સ વાચતો હોવ..


પ્રિયાંશ:- દીદી કિશનને બુક્સ વાંચવાનો બોવ જ શોખ છે, તમે ગમે ત્યારે તેનું બેગ ચેક કરો તેના બેગમાઠી તમને ૨ કે ૩ બુક્સતો મળેજ.


રિચા:- વાહ ખૂબ સારી વાત છે આ તો..


કિશન:- હા. મા તો આપણને જન્મ આપે છે પણ પુસ્તકો આપણને પુનર્જન્મ આપે છે..


મયંક:- વાહ દોસ્ત શું વાત કહી છે..


શીતલ:- આમ પણ જે લોકો શાંત હોય છે ને તેની અંદર અજીબ પ્રકારનું ઊંડાણ હોય છે લાઈફને જોવાની રીતો જુદી હોય છે તેની અંદર શબ્દોનો અફાટ સમુદ્ર સમેટીને બેઠયા હોય છે..


પ્રિયાંશ:- સાચી વાત કીધી તે. દરિયો જેટલો શાંત હોયને તેટલા જ તોફાનો તેની અંદર સમાયેલા હોય.


અને બસ બધા વાતો કરતાં કરતાં ત્યાજ ચારપાઇ ઉપર સૂઈ જાઈ છે..


બીજા દિવસે પ્રિયાંશ બધાને વહેલા જગાડે છે સૂર્યોદય જોવા માટે, અને બધા જાગીને સૂર્યોદય જોવા માટે ટેકરી ઉપર જાઈ છે. અરબ સાગરમાથી લાલ કલરનો ગોળો ધીમે ધીમે ઉપર આવી રહ્યો હતો અને તેના લાલ કલરનો પડછાયો અરબ સાગરના પાણી ઉપર પડતાં અરબ સાગર જાણે તેનો કલર છોડીને સૂર્યના લાલ રંગમાં રંગાઈ ગયો હોય એવું લાગી રહ્યું હતું સુરજ ધીમે ધીમે ઉપર આવી રહ્યો હતો અને તેનો રંગ પણ હવે લાલમાંથી બદલાઈને હવે કેસરી થઈ રહ્યો હતો અને કેસરી કલર જેવો દરિયાના પાણી ઉપર પડ્યો તેવો જ દરિયાનું પાણે સોના જેવુ સોનેરી કલરનું થઈ ગયું દૂરથી જોતાં એવું લાગતું હતું કે આ અરબ સાગર નથી કોઈ સોનાનો સાગર છે.. પ્રિયાંશ, પ્રિયાંશી અને રિચા ને મયંક એકબીજાને HUG કરીને બેઠા હતા જ્યારે શીતલ, મુગ્ધા અને કિશન દૂર ઊંચી ટેકરી ઉપર જઈને બેઠા હતા અને આ સૂર્યોદયનો આનંદ માણી રહ્યા હતા.


સૂર્યોદય જોઈ લીધા પછી બધા પાછા કિશનની વાડીએ ગયા અને બધા તૈયાર થવા ગયા થોડીવાર પછી બધા તૈયાર થઈને આવ્યા અને સાથે સવારનો નાસ્તો કર્યો અને ત્યાર બાદ બધા કારમાં ગોઠવાઈ ગયા. આજે ડ્રાઇવિંગ સીટ ઉપર કિશન હતો અને તેની બાજુની સીટમાં પ્રિયાંશ, વચ્ચેની સીટમાં પ્રિયાંશી, મુગ્ધા અને શીતલ હતા જ્યારે છેલ્લી સીટ ઉપર મયંક અને રિચા જ હતા રોજની જેમ પણ આજે બંને એકબીજાનો હાથ પકડીને બેઠા હતા. કિશને ગાડી ઊંચા કોટડા તરફ લીધી


મયંક:- પ્રિયાંશ એક વાત પૂછું ?


પ્રિયાંશ:- હા પુછોને મોટાભાઇ..


મયંક:- તે જ્યારે મને રિચાને પ્રપોઝ કરવાનો પ્લાન કીધો ત્યારે તેમાં ખાલી ગુબારા ઉપર I LOVE YOU RICHA બસ ત્યાં સુધી જ કીધું હતું તો આ છેલ્લે LED SCREEN અને તેમાં અમારા બંનેના કોળીયાકનો વિડીયો અને ગોપાનાથના રેતીના કિનારે અમે જે લખ્યું તે વિડીયો એ બધુ ક્યાથી આવ્યું? અને જ્યાં સુધી મને ખબર છે ત્યાં સુધી મે જ્યારે રેતી ઉપર રિચા માટે લખ્યું ત્યારે મારી આજુબાજુ તમે કોઈ નહોતા તો વિડીયો કોને ઉતાર્યો ?


રિચા:- એટલે LED વિષે તને પણ નહોતી ખબર એમ?


મયંક:- હા..


રિચા:- તો મને પણ જાણવું છે કે પ્રિયાંશ આ બધુ કેવી રીતે કેમ કે હું તો તમારા બધાથી બોવ જ દૂર હતી જ્યારે મે રેતી ઉપર તમારું નામ લખ્યું ત્યારે..


પ્રિયાંશ:- અરે તમે કોળીયાકના દરિયે એકબીજાનો હાથ પકડીને ચાલતા હતાને ત્યારે હું તમારી પાછળ હતો અને આ બધુ મારા મોબાઇલમાં રેકોર્ડ કરતો હતો..


મયંક:- કોળીયાકનું તો સમજ્યા પણ ગોપનાથનું ?


પ્રિયાંશ:- ભાઈ કિશન પાસે ૨ ડ્રોન કેમેરા છે. આપડે જ્યારે ગોપાનાથ પહોચ્યા તે પેલા જ મે કિશનને ત્યાં આવવા માટે કહી દીધું હતું બંને ડ્રોન લઈને. એટલે એક ડ્રોન મયંકભાઈનું રેકોર્ડ કરતું હતું અને બીજું રિચાદીદીનું..


મયંક:- વાહ ભાઈ શું વાત છે..


શીતલ:- હા ભાઈ અમને પણ કહે શું વાત છે ?


બધા હસી પડે છે અને આમજ ગાડીમાં મસ્તી મઝાક કરતાં કરતાં બધા કોટડા પહોચે છે.. ઊંચા કોટડા તળાજા તાલુકાના કોટડા ગામે આવેલું પ્રવિત્ર યાત્રા ધામ, ડુંગર ઉપર માં ચામુંડામાતાનું મંદિર અને ડુંગરની બીજી બાજુ અરબી સાગર, અને પાર્કિંગ એરિયાની બાજુમાં જ દરિયા કિનારો જ્યાં તમને ઘોડા, ઊંટની સવારી કરતાં છોકરાઓ અને યાત્રાળુઓ નજરે પડે, એમાં પણ રવિવારના દિવસે માતાના દર્શન કરવા દૂર દૂરથી લોકો આવે અને દરિયા કિનારો હોવાથી આખો દિવસ પસાર પણ થઈ શકે. બધા કાર પાર્ક કરીને માતાના દર્શન કરવા માટે જાઈ છે અને દર્શન કર્યા પછી થોડીવાર માટે દરિયા કિનારે જઈને ફોટો અને સેલ્ફી પાડે છે અને પાછા ગાડીમાં ગોઠાવી જાઈ છે અને કિશન ગાડીને બગદાણા તરફ લે છે..


ભાવનગર જિલ્લાનું પ્રવિત્ર યાત્રાધામ આમ તો આખા ગુજરાતનું પણ કહી શકાય, બાપા બજરંગદાસની કર્મ ભૂમી એટલે બગદાણા, આખા ગુજરાતમાથી ભાવિકો દર્શન કરવા માટે બગદાણા આવે છે, અને આખો દિવસ ભોજન (પ્રસાદ) ચાલુ જ હોય, ગમે તેટલા ભક્તો ભોજન કરે કોઈ દિવસ ભોજન ખાલી થતું નથી એટલી બાપાસીતારામની મહિમા છે આ જગ્યા ઉપર. બધા બગદાણા પહોચે છે અને આશ્રમના દર્શન કરીને ચાની પ્રસાદી લે છે બપોર થઈ ગઈ હતી એટલે બધા પ્રસાદ લેવા માટે જાય છે, ત્યાં પહોચતા જ મયંક, મુગ્ધા અને શીતલ હેરાન રહી જાઈ છે એક સાથે ૭ થી ૮ હજાર જેટલા ભક્તો લાઇનમાં બેઠા બેઠા પ્રસાદ લઈ રહ્યા હતા અને બધાને ટાઈમ ટુ ટાઈમ પ્રસાદ તેમની જગ્યા ઉપર મળી રહ્યો હતો આવું ત્રણમાંથી પહેલા કોઈએ જોયું નહોતું બધા પ્રસાદ લેવા માટે બેસે છે અને તરત જ તેમની સામે થાળી અને વાટકો આવી જાઈ છે અને પાછળ પાછળ પ્રસાદ લઈને આવતા સેવકો. ૨ જ મિનિટમાં બધુ કામ થઈ જાઈ છે અને આ જોઈને પેલા ત્રણેયને સમજમાં નહોતું આવી રહ્યું કે આટલા બધા લોકોને એક સાથે જમવા માટેની આટલી સારી વ્યવસ્થા તેમણે પહેલા ક્યારેય જોઈ નહોતી અને બધા પ્રસાદ લે છે. બગદાણા ધામમાં સેવા કરવા માટે ગામે ગામના લોકો આવે છે અને આ લોકોના સાથ અને સહયોગથી જ આજે બગદાણાનું નામ આખા ગુજરાતના જાણીતું બન્યું છે, પૂનમના દિવસે ભક્તો અમદાવાદ, રાજકોટ, સુરત, ભાવનગર સહિત આખા ગુજરાતમાંથી બાપાના દર્શન કરવા આવી પહોચે છે અને તે ભક્તો બધી પુનમના દિવસે અહિયાં આવવાનું ચુકતા નથી.. જમ્યા પછી બધા કારમાં આવીને ગોઠવાઈ છે અને કિશન ગાડીને ભગુડા તરફ લે છે.


મયંક:- બગદાણા અને કોટડા વિષે તો મને જાણકારી છે પણ આ ભગુડા વિષે નથી.


પ્રિયાંશ:- ભાગુડા એટલે માં મોંગલનું ધામ પહેલા આના વિષે કોઈને વધારે જાણાકારી નહોતી પણ કીર્તીદાન ગઢવી, માયાભાઇ આહીર જેવા પ્રસિધ્ધ કલાકારોના મોઢે તમે મુછાળી માં કે મોગલ ધામ વિષે સાંભળ્યુ છે ?


મયંક:- હા..


પ્રિયાંશ:- બસ આ કલાકારોના મોઢે નામ સાંભળ્યા પછી યાત્રાળુઓને આ ધામ વિષે ખબર પડી અને છેલ્લા કેટલાક વર્ષોમાં ભાગુડાનું મહત્વ બોવ જ વધી ગયું છે, વર્ષમાં એક વાર અહિયાં ગુજરાતનાં બધાજ લોકડાયરાના કલાકારો અહિયાં આવીને મોગલમાં ના દરબારમાં પ્રોગ્રામ કરે અને તેને જોવા માટે આખા ગુજરાતનાં લોકો આવી પહોચે છે.


પ્રિયાંશ ભગુડા વિષે કઈ રહ્યો હતો અને થોડીવારમાજ બધા ભગુડા આવી પહોચે અને મોંગલ માતાના દર્શન કરીને લોકો નીકળી જાઈ છે. તળાજા આવતા જ કિશન ઉતરી જાઈ છે કેમ કે તેને તેના ગામ ઝાંઝમેર જવાનું હતું એટલે અને પાછો ગાડી પ્રિયાંશ ચલાવે છે અને તેની બાજુમાં પ્રિયાંશી આવીને ગોઠવાઈ જાઈ છે અને પ્રિયાંશ ગાડીને અલંગ તરફ લે છે.


અલંગ થોડું જ દૂર હતું અને ત્યાજ રોડની બંને સાઈડ ખાડાઓ ચાલુ થયા (ખાડાઓ એટલે પ્લોટ, જ્યાં જહાજોને તોડતી વખતે તેમાથી નીકળતો સામાન આ પ્લોટના માલિકો (વેપારીઓ) જાતથાબંધ ભાવે ખરીદી કરી લે છે અને પછી તે સામાનને તેના પ્લોટમાં લાવીને વેચવા માટે મૂકે છે. બહારથી જે લોકો ને પણ ખરીદી કરવી હોય તે બધા જ આવા પ્લોટોમાં ફરે છે અને તેમણે ગમતી વસ્તુની ખરીદી કરે છે કેમ કે બહારના કોઈ પણ વ્યક્તિને જહાજો તૂટતાં હોય ત્યાં જવાની પરવાનગી નથી હોતી. અને આ જ પ્લોટને દેશી ભાષામાં ખાડા કહે છે) મયંક, મુગ્ધા અને શીતલ જોવે છે તો બધાજ ખાડાઓમાં અલગ અલગ પ્રકારની વસ્તુઓ હોય છે, ઘરની તમામે તમામ પ્રકારની વસ્તુઓથી લઈને ઈલેક્ટ્રોનિકની બધી જ વસ્તુઓ અહિયાં મળી રહે અને મયંક, મુગ્ધા અને શીતલ આ બધુ જોઈ રહ્યા હતા. થોડીવારમાજ ખાડાઓ પૂરા થયા અને ઊંચા ઊંચા જહાજો દેખાવાના ચાલુ થયા મોટા મોટા પ્લોટ બનાવેલા હતા અને બધા પ્લોટમાં અલગ અલગ જહાજો બાંધેલા હતા કોઈ જહાજ સાવ તૂટી ચૂક્યું હતું તો કોઈ હજી ભંગાવાનું ચાલુ થયું હતું તો કોઈ અડધું ભાંગી ચૂક્યું હતું. પ્રિયાંશ ગાડી ચાલાવ્યે જતો હતો અને બીજા બધા ભંગાયેલા જહાજોને જોઈ રહ્યા હતા અને થોડા જહાજો હજી દરિયામાં ઊભા હતા તેમના ભંગાવા માટેના નંબરની રાહ જોઈને..


મુગ્ધા:- પ્રિયાંશ તમારા ભાવનગરમાં આટલું બધુ સારું સારું છે, પ્રવાસન સ્થળો છે, યાત્રાધામો છે આટલો મોટો દરિયા કિનારો છે. શહેર પણ ખુબજ સરસ છે બધી વાતે એકદમ શાંતી વાળું જીવન છે અહીના લોકોનું તો પણ વિકાસની વાત આવે ત્યારે ભાવનગર બીજા બધા મોટા સિટીઓની સરખામણીમાં છેલ્લે કેમ હોય છે ?


પ્રિયાંશી:- રાજકારણ અહીના નેતાઓ જવાબદાર છે તેના માટે..


પ્રિયાંશ:- એકલા નેતાઓનો પણ વાંક નથી વાંક આપડો પણ છે કેમ કે તે લોકોને સત્તા સુધી પહોચાડનાર આપડે લોકો જ છીએ. આજે કોઈ પણ માણસ પાસે પોતાનું શહેર કે પોતાનો દેશ કેમ આગળ આવે તે વિચાર કરવા માટે સમય જ નથી બસ સમય છે તો ચર્ચા કરવામાં કે આ નેતાઓના લીધે આપડે પાછળ છીએ પણ જો આપડે લોકો થોડા સમજી વિચારીને નિર્ણયો લેતા થઈ જઈએને તો ખાલી ભાવનગર જ નહી પણ ભારતનો વિકાસ જલ્દી થઈ શકીએ છીએ પણ આપડાં લોકો હજી એટલા બધા જાગૃત નથી. અને ભાવનગરનું જ નહીં પણ અત્યારે આખાય દેશના યુવાનોને ભારતની જગ્યાએ વિદેશમાં સેટ થવું છે. તમે બહાર અભ્યાસ કરવા માટે જાવ કોઈ પ્રોબ્લેમ નથી પણ અભ્યાસ પૂરો કર્યા પછી કેટલા લોકો એવા છે જેને ભારતમાં આવીને સેટ થવું છે? ૧૦૦ માં માંડ એવા ૧૦ થી ૧૫ લોકો જ છે બાકીના બધાને ભારત પાછું જ નથી આવવું તો આપડો દેશ અને ભાવનગર જેવા નાના શહેરોનો વિકાસ કેમ થવાનો અને ભાવનગરના યુવાનોમાં અત્યારે એ ટ્રેન્ડ થઈ ગયો છે કે વિદેશ ના જઇ શકીએ તો કઈ નહી પણ મેગાસીટીમાં તો સેટ થઈ શકીએને. એટલે અમારા સીટીના ટેલેન્ટેડ યુવાનો મેગાસીટીની રાહ પકડે છે એટલા માટે મેગાસીટીનો વધારે વિકાસ થાઈ છે જ્યારે ભાવનગર જેવા નાના શહેરોનો જોઈએ તેટલો વિકાસ નથી થતો અને અમારે ભાવનગરમાં એક શાંતિ છે સીટી સાવ શાંત છે રહેવા માટે બેસ્ટ શહેર છે મોટા સીટીની જેમ ફાસ્ટ લાઈફ નથી અહીની.. અત્યારે એ બધુ મૂકો તમે અમારા ભાવનગરની આન બાન અને સાન સમાન એવા અલગના દર્શન કરો.. આખી દુનિયામાં જાહાજો ભાંગવાંમાં અલંગ પ્રથમ ક્રમે છે અને દુનિયાભરના જહાજો ભંગાવા માટે અહિયાં આવે છે. અને તેમાથી નીકળતા માલ સામાનની ખરીદી કરવા પણ ઘણા લોકો આવે છે. પ્રિયાંશ બોલ્યે જતો હતો અને બીજા બધા લોકો અલંગમાં પથરાયેલા જહાજોના ભંગાર, તૂટેલા જહાજો અને દરિયામાં ઉભેલા ઊંચા ઊંચા જહાજોને જોઈ રહ્યા હતા અને સાથે સાથે પ્રિયાંશને સાંભળી રહ્યા હતા...


સાંજ થઈ ગઈ હતી બધા થાકીને પ્રિયાંશના ગામ આવે છે અને ફ્રેશ થઈને પહેલા બધા જમવા બેસે છે અને જમ્યા પછી મયંક તેના મોમ-ડેડ સાથે ફોનમાં વાતો કરી રહ્યો હતો તેના અને રિચા વિષે કેમ કે મુગ્ધાએ તેમણે મયંક અને રિચા વિષે કહી દીધું હતું બીજી બાજુ મુગ્ધા, રિચા અને શીતલ નીચે ગાર્ડનમાં હીચકા ઉપર બેઠા બેઠા વાતોએ વળગ્યાં હતા જ્યારે ધાબા ઉપર પ્રિયાંશી અને પ્રિયાંશ હતા. પ્રિયાંશી બેઠી હતી અને પ્રિયાંશ તેના ખોળામાં માથું રાખીને સૂતો હતો પ્રિયાંશી તેના માથા ઉપર હાથ ફેરવી રહી હતી અને બને ચાંદા અને તારાઓને જોઈને વાતો કરી રહ્યા હતા અને દૂરથી ચંદ્ર પણ આ બંનેની જોડીને જોઈને બળી રહ્યો હોય એવું લાગી રહ્યું કેમ કે ચંદ્ર આજે પૂરો ગોળ નહોતો જાણે તેને થોડો ભાગ આ બંનેને આવી રીતે ધાબા ઉપર વાત કરતાં કરતાં જોઈને બળી ગયો હોય તેમ લાગી રહ્યું હતું..


-------------------------------------------------------------------

(19)

સવારે જાગીને બધા તૈયાર થઈને ગામમાં જાઈ છે. ત્યાં ભાવનાબેને બધા માટે ચા અને નાસ્તો બનાવી રાખ્યો હોય છે એટલે ગામમાં જઈને બધા નાસ્તો કરવા બેસે છે તેમની સાથે ભાવનાબેન અને ભગવાનભાઈ પણ નાસ્તો કરવા બેસે છે. બધા ચૂપચાપ નાસ્તો કરી રહ્યા હતા કોઈ કઈ બોલી રહ્યું નહોતું એટલે ભગવાનભાઈ બોલ્યા..


ભગવાનભાઇ:- આજે કેમ તમે બધા આટલા ચૂપ છો ?


પ્રિયાંશ:- હું પણ ક્યારનો એ જ વિચારું છું કે બધા આજે આટલા શાંત કેમ છે ?


મયંક:- અંકલ આજે છેલ્લો દિવસ છે અમારો અહિયાં અને અમને અહિયાં એટલી મજા આવીને કે ગામ છોડીને જમાનું મન નથી થતું..


ભગવાનભાઈ:- તો થોડા દિવસ વધારે રોકાઈ જાવ એમાં શું ?


મુગ્ધા:- ના અંકલ વધારે રહેવાઈ એમ નથી કેમ કે આ બધાની શિકાગો માટેની ફ્લાઇટ છે ૧૫ દિવસ રહીને તો ઘરે જઈને તેના માટે થોડી તૈયારીઓ કરવી પડશે ને..


ભગવાનભાઇ:- હા હાચું કીધું એ તો., કઈ નહી બીજીવાર આવો ત્યારે વધારે સમય લઈને આવજો રહેવા માટે એમાં શું.


શીતલ:- હા અંકલ પાકકું..


પ્રિયાંશી:- અંકલ તમારો અને આંટીનો આભાર...


ભાવનાબેન:- આભાર કેમ ?


પ્રિયાંશી:- આંટી તમે અમને આટલી સારી સારી ડીશ બનાવીને જમાડી અને અંકલ તમે અમારું બધાનું ધ્યાન રાખ્યું એટલા માટે...


ભગવાનભાઈ:- એમાં શું બેટા, તમે બધા પણ અમારા જ દીકરા છો. જેમ પ્રિયાંશ અમારા માટે છે તેમ જ તમે બધા પણ અમારા દીકરા અને દીકરી જ છો. એમાં આભાર માણવાની જરૂર નથી..


ભાવનાબેન:- અને બીજીવાર આવો ત્યારે વધારે સમય લઈને આવજો અને તમારા બા બાપુજીને પણ સાથે લઈને આવજો તેમને પણ મજા આવશે..


મયંક:- હા અંકલ પાકકું..


બધા નાસ્તો કર્યા પછી વારાફરતી બધા ભગવાનભાઈ અને ભાવનાબેનના આર્શિવાદ લઈને કારમાં બેઠે છે અને પ્રિયાંશ કારને ભાવનગર તરફ લે છે આજે પૂરા રસ્તામાં કોઈ કઈ બોલી રહ્યું નહોતું કેમ કે બધાને ખબર હતી કે આજે તેમનો છેલ્લો દિવસ છે સાથે પણ બધા દુખી ૨ કારણોને લીધે હતા એક તો રિચા અને મયંક માટે કેમ કે, પ્રિયાંશી, શીતલ, મયંક અને પ્રિયાંશતો ૧૫ દિવસ પછી સાથે જ રહેવાના હતા પણ મયંક અને રિચા જુદા થઈ જવાના હતા. હજી ૧ દિવસ પહેલા જ તેમના સંબંધને પ્રેમનું નામ મળ્યું હતું અને બસ ૧ દિવસ સાથે વિતાવ્યા બાદ બંનેને અલગ થવાનું હતું. અને બીજું કારણ હતું કે ગામના શાંત વાતાવરણ અને કુદરતી સાનિધ્યમાં રહ્યા બાદ કોઈને શહેરમાં જવાનું નહોતું ગમી રહ્યું. બધા બસ આ વિચાર કરીને જ દુખી હતા કે પાછા તેઓ ભાગદોડ વાળી જિંદગીમાં જઇ રહ્યા છે. પહેલા જ્યારે કોઈ પ્રિયાંશી, મયંક, રિચા, શીતલ કે મુગ્ધાને પૂછતું કે ગ્રામ્ય જીવન ઉપર તમારે શું કહેવું છે અથવા ગામડા ઉપર તમારે શું કહેવું છે ત્યારે તે કોઈ પાસે જવાબ હોતો નહી કેમ કે કોઈએ ગામડાઓમાં જઈને ૧ દિવસ પણ પસાર નહોતો કરેલો પણ હવે જો કોઈ તેમને પૂછે તો બધા આસાનીથી જવાબ આપી શકે તેમ હતા કે..

ગામડા ની મજા

ગામડામાં વસ્તી નાની હોય..

ઘરે-ઘરે જ્ઞાની હોય...,

આંગણિયે આવકારો હોય...

મહેમાનોનો મારો હોય...!

ગામમાં ચા પાવાનો વારો હોય,

વહેવાર એનો સારો હોય,

રામ-રામનો રણકારો હોય,

જમાડવાનો પડકારો હોય...!

સત્સંગ મંડળી જામી હોય...

બેસો તો !
સવાર સામી હોય..,

જ્ઞાનની વાતો બહુ નામી હોય,

જાણે સ્વર્ગની ખામી હોય...!

વહુને સાસુ ગમતાં હોય...

ભેગા બેસી.. જમતાં... હોય..,

બોલવામાં સભાનતા હોય...

ભૂલ થાય તો નમતાં હોય...!

છોકરાં ખોળામાં રમતાં હોય...

આવી માની મમતા હોય..,

‘ઘરડાવ’ છોકરાવને સાંભળતા હોય..

ચોરે બેસી રમાડતાં હોય !

સાચી દિશાએ વાળતાં હોય..

બાપાના બોલ સૌ પાળતા હોય..,

ભલે ! આંખે ઓછું ભાળતાં હોય...

આવા ‘ઘરડા’ ગાડા વાળતાં હોય !

નીતિ નિયમનાં શુઘ્ધ હોય..,

આવાં ઘરડાં ઘરમાં વૃઘ્ધ હોય..,

માંગે પાણી ત્યાં હાજર દૂધ હોય...

માનો તો ભગવાન બુદ્ધ હોય..!

ભજન-કીર્તન થાતાં હોય..

પરબે પાણી પાતાં હોય...,

મહેનત કરીને ખાતાં હોય...

પાંચમાં પૂછાતાં હોય..!

દેવ જેવા દાતા હોય...

ભકિત રંગમાં રંગાતા હોય...

પ્રભુનાં ગુણ ગાતા હોય...!

ઘી-દૂધ બારે માસ હોય...

મીઠી-મધુર છાસ હોય...,

વાણીમાં મીઠાશ હોય...

રમઝટ બોલતા રાસ હોય...!

પુન્ય તણો પ્રકાશ હોય... ત્યાં નકકી...

ભગવાનનો.. વાસ હોય..,

કાચાં-પાકાં મકાન હોય..

એમાંય એક દુકાન હોય...,

ગ્રાહકોનાં એવાં માન હોય...

જાણે મળ્યા ભગવાન હોય...!

સંસ્કૃતિની શાન હોય...

ત્યાં સુખી તેના સંતાન હોય...,

એક ઓશરીએ રૂમ ચાર હોય,

સૌનું ભેગુ જમવાનું હોય...,

અતિથીને આવકાર હોય...

ખુલ્લાં ઘરનાં દ્વાર હોય...!

કુવા કાંઠે આરો હોય...,

નદી કાને કિનારો હોય...,

વહુ-દીકરીનો વર્તારો હોય...

ધણી પ્રાણથી પ્યારો હોય !

કાનો ભલે ! કાળો હોય..

એની રાધાને મન રૂપાળો હોય..,

વાણી સાથે વર્તન હોય...

મોટા સૌનાં મન હોય...,

હરિયાળાં વન હોય...

સુગંધી પવન હોય...!

ગામડું નાનું વતન હોય,

ત્યાં જોગમાયાનાં જતન હોય...,

માનવી મોતીનાં રતન હોય...

પાપનું ત્યાં પતન હોય...!

શીતળવાયુ વાતો હોય,

ઝાડવે જઇ... અથડાતો હોય.., .

મોર તે દી’ મલકાતો હોય,

ગામડાનો મહિમા ગાતો હોય,

આવું ગામડાનું જીવન હોય...

૪૫ મિનિટ પછી ભાવનગર આવી જાઈ છે સૌથી પહેલા બધા રિચાના ઘરે જાઈ છે, શહેરના સૌથી સારો વિસ્તાર એવા વાઘાવાડી રોડ ઉપર રિચા એક મકાન ભાડેથી રાખીને એકલી રહેતી હતી. બધા સૌથી પહેલા રિચાના ઘરે જાઈ છે અને થોડી વાર બધા બેસે છે...


પ્રિયાંશ:- રિચાદીદી તમે તો ઘરમાં બધી વસ્તુઓને બોવજ સુંદર રીતે ગોઠવી છે..


રિચા:- Thanks પ્રિયાંશ..


પ્રિયાંશ:- દીદી તમારા મોમ-ડેડ આવે ?


રિચા:- હા વીકએન્ડમાં તે લોકો અહિયાં આવે અથવા હું અમદાવાદ જાવ પણ વીકએન્ડતો ફેમિલી સાથે જ પસાર કરવાનો આ મારો નિયમ છે હો..


મુગ્ધા:- આ વીકએન્ડ ફેમિલી સાથે ના વિતાવી શકયાને ભાભી..


મુગ્ધા અચાનક રિચાને ભાભી કહે છે એટલે રિચા પણ થોડી શરમાઈ જાઈ છે અને બાકીના બધા મુગ્ધા સામે શોકની નજરથી જુવે છે..


મુગ્ધા:- બધા આમ મારી સામે શું જોવો છો મે રિચાને ભાભી જ કીધી છે બીજું કઈ નહી હો.


રિચા:- દીદી આ વીકએન્ડ પણ ફેમિલી સાથે જ હતીને.. પણ મારી બીજી ફેમિલી સાથે જ્યાં મને મારા લાઈફ પાર્ટનરમાં મયંક મળ્યો, તમારા જેવા દીદી મળ્યા, પ્રિયાંશી અને શીતલ જેવી બે નાની બહેનો મળી, મારા મોમ-ડેડ જેમ મને સાચવે તેમ આ વીકએન્ડમાં ભાવનાઆંટી અને ભગવાનઅંકલે મને સાચવી તો આપડો નિયમ સચવાઈ ગયો કે વીકએન્ડ તો ફેમિલી સાથે જ હો.. રિચા જોવે છે કે પ્રિયાંશનું ફેસ થોડું લટકી ગયું હતું. રિચા સાથે બધાએ આ જોયું..


મયંક:- એલા પ્રિયાંશ તારું મોઢું કેમ ઉતરી ગયું ?


શીતલ:- એ વાંદરાનું નામ ના આવ્યું ને એટલે..


પ્રિયાંશ:- એવું કઈ નથી હો વાંદરી..


શીતલ:- જા જા હવે વાંદરા તને હું ઓળખું હો..


પ્રિયાંશ:- બોવ સારું જા વાંદરી..


મુગ્ધા:- પ્રિયાંશ કેમ ફેસ લટકી ગયું છે તારું બોલ તો જરાક ?


પ્રિયાંશ:- કઈ નહી દીદી..


રિચા પ્રિયાંશ પાસે જઈને તેના હાથ પકડે છે.. પ્રિયાંશ મારી સામે જો તો એકવાર રિચા બોલે છે અને પ્રિયાંશ માંડ માંડ તેની આંખોમાં જોઈ શકે છે..


રિચા:- પ્રિયાંશ તારો તો હું જેટલો આભાર માનું તેટલો ઓછો છો કદાચ મારો સગોભાઈ હોતને તો એ પણ મારા માટે એટલું કરી શક્યો નાહોત જેટલું તે કર્યું છે..


પ્રિયાંશ:- તમારે સગોભાઈ નથી ?


રિચાની આંખમાં આંસુ આવી જાઈ છે અને તે માથું હલાવીને ના પાડે છે. અને પછી બોલે છે અત્યાર સુધી મારે એક પણ ભાઈ નહોતો પણ જ્યારથી તું મળ્યો છે ને ત્યારથી મને સમજાઈ છે ભાઈ-બહેનના સબંધની મહત્વતા.


પ્રિયાંશ:- દીદી મારે પણ એવું જ છે મારે પણ બહેન નથી એ તમને પણ ખબર છે..


રિચા:- એટલે જ મે તારું નામ ના લીધું બધા સાથે


પ્રિયાંશ:- હું સમજ્યો નહી દીદી..


રિચા:- કોહિનૂરની જગ્યા મુગટ ઉપર હોય છે ને તેમજ મારી લાઈફમાં કે મારા દિલમાં તારી જગ્યા છે, પ્રિયાંશ મારે તારા પાસેથી એક પ્રોમિશ જોઈએ છે તું આપીશ મને પ્રોમિશ..


પ્રિયાંશ:- હા દીદી બોલોને..


રિચા:- જ્યારે મારા અને મયંકના મેરેજ થસે ત્યારે તારે મારા તરફથી આવવાનું છે, તારે મયંકનો મિત્ર બનીને નહી પણ મારો ભાઈ બનીને રહેવું પડસે અને જ્યારે અમારા મેરેજમાં જવતર હોમવાનો સમય થાઈ જે વિધિ બહેનના ભાઈએ કરવાની હોય છે તે વિધિ મારા લગ્નમાં તારે કરવાની છે બોલ કરીશને આ? ચાલ આપ મને પ્રોમિશ તું પ્રિયાંશ......


પ્રિયાંશની આંખમાંથી આસુંઓની ધાર વહેવા લાગે છે અને તેને સમજાતું નથી હોતું કે તે ભગવાનનો આભાર કેવી રીતે માને અત્યાર સુધી તેને બોવ જ ખરાબ લાગતું કે તેના ઘરમાં કોઈ બહેન નથી રક્ષાબંધનના દિવસે જ્યારે બધા ભાઈઓના કાંડા ઉપર રાખડી જોતો ત્યારે તેની આંખોમાં આસું આવી જતાં કે કાશ તેની પણ એક બહેન હોત તો કેટલું સારું અને ભગવાને તેનું આ સપનું આજે પૂરું કરી દીધું હતું અને તે રડતાં રડતાં ખાલી હા બોલી શકે છે.. અને રિચા તરતજ તેને HUG કરીને સંભાળી લેય છે અને સાથે સાથે ત્યાં હાજર મયંક, પ્રિયાંશી, મુગ્ધા અને શીતલની આંખોમાં પણ આસું હતા..


થોડીવાર બધા બેસે છે અને વાતો કરે છે બપોર થવા આવી હોઈ છે અને જમવાનો સમય પણ થઈ ગયો હોઈ છે એટલે રિચા બધા માટે પીઝાનો ઓર્ડર આપે છે, જ્યાં સુધી પીઝાના આવે ત્યાં સુધી બધા ટી.વી. ચાલુ કરીને મૂવી જોવા લાગે છે અને સોંગ્સ આવે તો બધા જોર જોરથી પાગલોની જેમ બૂમ બરાડા નાખીને સોંગ્સ ગાય છે. હવે બધા છેલ્લા દિવસનું દુખ ભૂલીને આજનો દિવસ સાથે એન્જોય કરવા માંગતા હતા. થોડીવાર રહીને પીઝાની ડીલીવરી થઈ જાઈ છે અને બધા ભૂખ્યા થયા હોઈ છે એટલે પીઝા ઉપર આક્રમણ કરે છે. ૨૦ જ મિનિટમાં બધા ભેગામળીને પીઝા સાફ કરી નાખે છે. અને પછી થોડીવાર બધા આરામ કરે છે..


બપોરના ૨ વાગ્યા હતા બધા પીઝા ખાઈને બેડ ઉપર કે સોફા ઉપર આમથી તેમ આરામ કરતાં હતા અને પ્રિયાંશ ઊભો થાઈ છે અને બધાને તૈયાર થવાનું કહે છે..


મયંક:- હવે તારે ક્યાં લઈ જવા છે અમને બધા ને ?


પ્રિયાંશ:- પેલા બધા તૈયાર થાવ પછી જ કહીશ..


શીતલ:- આ વાંદરાને શાંતી જ નથી થતી. આરામ નહી કરવા દેઇ થોડીવાર..


પ્રિયાંશ:- આરામ ઘરે જઈને કરજે વાંદરી, ચાલ ઊભી થઇ ને તૈયાર થા..


પ્રિયાંશી:- દિકા ક્યાં લઈ જાઈ છે હવે ?


પ્રિયાંશ:- આ લોકોને ભાવનગરની બજાર દેખાડીએ..


રિચા:- હા સારો વિચાર છે..


પ્રિયાંશ:- એટલે જ કવ છું બધાને તૈયાર થવાનું.


બધા તૈયાર થઈ જાઈ છે એટલે પ્રિયાંશ બધાને ભાવનગરની બજાર જોવા લઈ જાઈ છે. બપોરનો સમય હતો છતાં પણ બજારમાં ખૂબ ભીડ હતી, આખા ભાવનગર જિલ્લાના લોકો ખરીદી કરવા માટે બજારવા આવે, મેઇન બજાર, સોની બજાર, આંબા ચોક, જમાદાર શેરી, પીરછલા શેરી, ખારગેટ, લાપી બજાર, ભાદેવાની શેરી, હાઇકોર્ટ રોડ, હેવમોર ચોક, ઘોઘા ગેટ, ગોળ બજાર, સેલાસા ચોક આ બધી જગ્યાએ પ્રિયાંશ બધાને ચાલીને લઈ જાઈ છે. અને આ બધી જગ્યાએ વર્ષના ૩૬૫ દિવસ લોકોની ભીડ જ હોઈ છે, મુગ્ધા, પ્રિયાંશી, રિચા અને શીતલ થોડી ખરીદી કરે છે જ્યારે મયંક અને પ્રિયાંશ બજારમાં ફરી રહ્યા હોઈ છે, આંબાચોક જઈને મયુરનો પર્ફ્મ્યુમ મયંકને અપાવે છે અને પછી બધા પીરછલા શેરીમાં આવેલા વર્ષો જૂના સુપર આઈસ્ક્રીમની દુકાને ભેગા થાઈ છે બધા આઈસ્ક્રીમ ખાવા અંદર જાઈછે અને ત્યાં મેનૂ ઉપર નામ વાંચીને મયંક, મુગ્ધા અને શીતલને વિશ્વાસ નહોતો આવતો, ધોની, સચિન, સહેવાગ, દેરાણી-જેઠાણી, મામા-મામી આવા બધા આઇસ્ક્રીમના નામો હતા, અને બધા તેમણે પસંદગીના આઈસ્ક્રીમ મંગાવીને ખાઈ છે અને પછી બધા નીકળી પડે છે રિચાના ઘર તરફ..


પ્રિયાંશ ગાડીને ગેલેક્સી સીનેમાં પાસે ઊભી રાખે છે અને ત્યાં બધાને આખા ભાવનગરમાં ફેમર એવા પપ્પુભાઈની પાણીપૂરી, રગડાપૂરી, મિક્સપ્લેટ, સમોસા રગડો, આ બધી વાનગીઓ ખવડાવે છે અને ત્યાં નાસ્તો કર્યા પછી બધા રિચાના ઘરે આવે છે અને થોડો સમય બધા આરામ કરે છે.


સાંજના ૭ વાગી ગયા હતા અને પ્રિયાંશ હમણાં આવું એમ કહીને બહાર જાય છે અને આ બાજુ પ્રિયાંશી, શીતલ અને મુગ્ધા વાતોએ વળગ્યાં હતા જ્યારે મયંક અને રિચા બને અલગ રૂમમાં બેઠા હતા. રિચાનું માથું મયંકના ખંભા ઉપર હતું અને રિચાએ મયંકનો હાથ પકડીને રાખેલો હતો..


રિચા:- મયંક ફરી આપડે ક્યારે મળીશું ?


મયંક:- બસ જલ્દી જ..


રિચા:- તું ૨ કે ૩ દિવસ વધારે રહી જાને ભાવનગર.


મયંક:- મારૂ પણ મન નથી કરતું અહિયાથી જવા માટેનું..


રિચા:- તો શું કામ જાઈ છે ?મયંક:- તને પણ ખબરને મને આ લોકો કિડનેપ કરીને અહિયાં લાવ્યા હતા એટલે મોમ-ડેડને મળવાતો જવું જ પડશે ને.. અને તે લોકોને આપડી વાત પણ કરવાની છે ને..


રિચા:- હે ?


મયંક:- હા તે લોકોને ખબરતો પડી જ ગઈ છે બસ ત્યાં જઈને મારે એકવાર મોમ-ડેડની સામે બેસીને વાત કરવાની છે..


રિચા:- તે લોકોને કેવી રીતે ખબર પડી..


મયંક:- મુગ્ધાદીદીએ કહ્યું..


રિચા:- તારા મોમ-ડેડ માની ગયા ?


મયંક:- હા રીચુ. મોમ-ડેડતો પેલા પણ કહેતા જ કે તને કોઈ પણ ગમે તો અમને કહેજે એમ..


રિચા:- તો પેલા કેમ કીધું નહી..


મયંક:- પેલા તું મળી નહોતીને એટલે..


રિચા:- વાહ.... ખોટાડો સાવ..


મયંક:- અરે સાચું બોલું છું રિચું..


રિચા:- બોવ સારું લ્યો..


બંને વાતો કરી રહ્યા હતા અને થોડીવારમાં પ્રિયાંશ આવે છે. તેના બંને હાથમાં કઈક બેગ હતી અને તે જલ્દી કિચનમાં જઈને જ થોડી ડીશ અને વાટકા લઈને ડાઈનિંગ ટેબલ ઉપર મૂકે છે અને બધાને બૂમ પાડીને બોલાવે છે.. બધા આવીને જોવે છો તો પ્રિયાંશ બધા માટે ભાવનગરના પ્રખ્યાત સુરેન્દ્રનગરના ગરમા ગરમ સમોસાં, સાથે બ્રેડપકોડા લઈને આવ્યો હોય છે. અને આ જોઈને બધાના મોઢામાં પાણી આવી ગયું હોય છે અને બધા સમોસા અને બ્રેડ પકોડા ઉપર તૂટી પડ્યા..


શીતલ:- વાંદરા મસ્ત સમોસા હતા અને સાથે આ ખજૂરની ચટની, મજા આવી ગઈ હો..


પ્રિયાંશે સ્માઇલ કરીને બીજી નાસ્તાની બેગ ખોલી અને અંદરથી પાઉં-પકોડા, ભૂંગળા બટેટા સાથે પાપડ, અને પાઉં ગાઠિયા લઈને આવ્યો હોય છે અને બધાને આ બધુ જોઈને મોઢામાં પાણી આવી જાઈ છે બપોરે પીઝા અને બજારમાં આઇસ્કીમ ખાધો હોવા છતાં પણ બધા નાસ્તો કરવા લાગે છે અને ભરપેટ નાસ્તો કરે છે.


મુગ્ધા:- પ્રિયાંશ આટલા સારા બટેટા ભૂગળા, પાઉં-પકોડા અને પાઉં ગાઠિયા મે મારી લાઈફમાં ક્યારે પણ નથી ખાધા..


મયંક:- હા પ્રિયાંશ મે પણ..


પ્રિયાંશ:- અમારા ભાવનગરમાં નાસ્તાની બોવ બધી વેરાયટી છે.


મયંક:- હા એ તો જોઈ લીધું ભાઈ...


બધા ભરપેટ નાસ્તો કરે છે અને પછી મયંક, અને મુગ્ધાની ૯:૩૦ની બસ હતી અને શીતલની ૯:૧૫ની એટલે ૮:૧૫ બધા રિચાના ઘરેથી નીકળે છે. પ્રિયાંશ ગાડીને સરદારનગર તરફ લેઇ છે અને ત્યાં જઈને આખા ભાવનગરમાં પ્રખ્યાત એવા સોલંકી પ્યાલીવાળા પાસે જઈને ઊભી રાખે છે. ઉનાળામાંતો અહિયાં આઇસ્ક્રીમ પ્યાલી ખાવા માટે ૧ કલાક જેટલું વેટીંગ હોય છે, આખા ભાવનગરના લોકો અહિયાં આવે છે પ્યાલી ખાવા માટે..


રિચા:- વાહ પ્રિયાંશ આ લોકોને ગળ્યું મોઢું કરાવીને મોકલવાની બેસ્ટ જગ્યા છે.


પ્રિયાંશી:- વાહ યાર મારી મનપસંદ જગ્યાએ લઈને આવ્યો છો..


પ્રિયાંશ:- એમ ને..


બધા કારમાથી ઉતરીને ટેબલ ઉપર ગોઠવાઈ છે અને બધા મેનૂ પકડીને ઊભા હોય છે અને બધા આઇસ્ક્રીમ પ્યાલીનો ઓર્ડર આપે છે. ૧૦ મિનિટ પછી બધાની પ્યાલી આવી જાઈ છે. કાચના ગ્લાસમાં નીચે બરફનો સોલ, ઉપર આઇસ્ક્રીમ, તેની ઉપર, રોસ્ટેડ કાજુ, બદામ, પિસ્તા, ગુલકંદ, તૂટીફૂટી, જેલી, ચેરી જેવા ડ્રાયફ્રુટ, તેની ઉપર મલાઈ અને તેની ઉપર ફ્લેવરની ચાસણી, આ બધુ જોઈને મયંક, શીતલ અને મુગ્ધાતો વિચાર કરી રહ્યા હતા આપણાં સુરત અને બરોડા જેવા શહેરોમાં આ નાના શહેરો જેવી ખાવાની આઇટમો કેમ નહીં મળતી હોય અને પછી પ્રિયાંશી, રિચા અને પ્રિયાંશ જે રીતે પ્યાલી ખાતા હતા તેને જોઈને મયંક, શીતલ અને મુગ્ધા ખાતા હતા..


મયંક:- ભાઈ આની જેવી વેરાયટી મે પેલા ક્યાય નથી ખાધી..


પ્રિયાંશી:- મયંકભાઈ મારી પણ ફેવરીટ પ્લેસ છે આ..


મયંક:- પણ ખરેખર તમારા ભાવનગરમાં ખાવાની, ફરવાની, રહેવાની બોવ જ મજા આવી..


બધાએ પ્યાલી પૂરી કરી અને ત્યાજ સોલંકી પ્યાલીના માલિક કિશોરભાઇ આવીને પ્રિયાંશને મળે છે અને વાતો કરે છે થોડી વાર.. પ્રિયાંશ પૈસા ચૂકવવા જાઈ છે પણ કિશોરભાઇ પૈસા લેતા નથી અને આ બધુ દૂર ઊભા ઊભા આ બધા જોઈ રહ્યા હોય છે થોડી વાર વાત કર્યા પ્રિયાંશ આવે છે.


શીતલ:- એ વાંદરા કોણ હતું તે ?


પ્રિયાંશી:- તે તો આ શોપના માલિક છે ને ? તે તને ઓળખે છે ?


પ્રિયાંશ:- હા કિશોરભાઇ, અમારા ગામના જ છે, કરેડાના જ...


મયંક:- ઓહ એટલા માટે પૈસાના લીધા..


પ્રિયાંશ:- હા..


પ્રિયાંશી:- તો તો હવે તને લઈને જ પ્યાલી ખાવા આવવું પડસે એટ્લે પૈસાતો ના દેવા પડે..


અને બધા હસવા લાગે છે અને પછી બધા કારમાં ગોઠવાઇ છે અને પેલા શીતલને બસ સ્ટોપ પર ઉતારે છે અને ૮:૧૫ થતાં જ તેની બસ આવી જાઈ છે અને શીતલ બધાને ગળે મળીને બરોડા જવા નીકળી જાઈ છે અને પછી મુગ્ધા અને મયંકને સુરત માટેની બસના સ્ટેન્ડ ઉપર ઉતારે છે ત્યાં રિચા અને મયંકની આંખોમાં આંસુ હતા, બને એકબીજાને HUG આપે છે અને મયંક રિચાનો હાથ પકડીને બસનો વેઇટ કરી રહ્યો હોય છે. બસ આવી જાઈ છે મયંક પ્રિયાંશી અને પ્રિયાંશને HUG આપે છે અને મુગ્ધા પણ રિચા, પ્રિયાંશી અને પ્રિયાંશને HUG આપે છે મયંક હજી રિચાનો હાથ મૂકતો નથી અને રિચા પણ મયંકનો હાથ મૂકતી નથી પણ અંતમાં પ્રિયાંશી રિચાને સંભાળે છે અને મયંક અને મુગ્ધા બસમાં ચડે છે અને બસ નીકળી પડે છે તેની મંજીલ તરફ અને બસને જતાં જોઈને રિચાની આંખોમાં આંસુ હતા જ્યાં સુધી બસની પાછળની લાઇટ દેખાવાની બંધ ના થઈ ત્યાં સુધી રિચા બસને જોઈ રહી હતી. અને પછી પ્રિયાંશ સૌથી પહેલા રિચાને ડ્રોપ કરે છે અને પછી પ્રિયાંશી, પ્રિયાંશને તેના ફ્રેન્ડના ઘરે ડ્રોપ કરીને તેના ઘરે ચાલી જાઈ છે..


અને આ બાજુ કેશવ શર્મા ભાવનગર આવે છે અક્ષિતાને છોડાવવા માટે અને તેને અક્ષિતાને છોડાવી પણ લીધી હોય છે અને અક્ષિતા તેના ડેડને બધુ કહી રહી હતી અને જેમ જેમ અક્ષિતા બોલી રહી હતી તેમ તેમ કેશવ શર્મા અતીતમાં પાછા જઇ રહ્યા હતા કેવી રીતે તેને પ્રિયાંશના દાદાને મારેલા અને કેવી રીતે તેઓ આગળ આવ્યા, જે શહેરમાથી ભાગીને આટલા ઉપર આવ્યા છે આજે પાછા કેશવ શર્મા તે જ શહેરમાં આવીને અટવાઈ પડ્યા હતા પેલું કહે છે ને કે તમે જ્યાથી શરૂવાત કરી હોય છે છેલ્લે ત્યાજ ફરી ફરીને આવવાનું હોય છે અને અત્યારે કેશવ શર્મા પાછા ત્યાજ આવીને ઊભા હતા. તેનું મગજ તપી રહ્યું હતું, તે અક્ષિતાને બચાવવા માટે કઈ પણ કરી શકે તેમ હતા અને વિચારો કર્યે જતાં હતા અને અચાનક કઈ યાદ આવ્યું હોય તેમ તેના ચહેરા ઉપરની ગભીરતા ગાયબ થઈ ગઈ અને એક સ્માઇલ આવી ગઈ, કાતીલ સ્માઇલ.......................


------------------------------------------------

બીજા દિવસે બપોરે પ્રિયાંશ તેના ગામ પરત ફરે છે અને જઈને સૌથી પહેલા ગામમાં આવેલા તેના ઘરે જાઈ છે અને ત્યાં એક રૂમની અંદર જઇ ને બેસે છે.. રૂમની અંદર ૩ મોટા ૩૨ ઈંચના LED ટીવી હતા અને તેની અંદર પ્રિયાંશના આખા ઘરનું લાઈવ રેકોર્ડિંગ બતાવી રહ્યા હતા. પ્રિયાંશે તેના ઘરના ફળિયા સહિત આખા ઘરમાં કેમેરા ફીટ કરવેલા હતા ઓડિયો સાથે એટલે કોઈ માણસ શું વાત કરે છે તે પણ સંભળાઈ અને આ કેમેરાને એવી રીતે ફિટ કર્યા હતા કે કોઈ જોઈના શકે.. અને પ્રિયાંશે રૂમમાં જઈને છેલ્લા ૪ દિવસનું રેકોર્ડિંગ કાઢે છે કેમ કે પ્રિયાંશ છેલ્લા ૪ દિવસમાં બધા ફ્રેન્ડ સાથે વિતાવેલી પળોને યાદગીરી રૂપે રાખવા માટે આ બધી મેમોરીને હાર્ડડિસ્કમાં સ્ટોર કરવી હતી અને ખુશ પણ હતો કે તે બધાએ વિચાર્યું પણ નહી હોય કે આ બધી પળોને તે ફરીવાર ટીવી ઉપર જોશે. અને તે બધુ સ્ટોર કરી રહ્યો હતો ત્યાજ તેની નજર આજ સવારના રેકોર્ડિંગ ઉપર પડે છે.


પ્રિયાંશે જોયું તો ઘરની બહાર એક વાઇટ કલરની મોંઘીદાટ ગાડીને આવીને ઊભી રહી અને તેમાથી એક ૫૦ વર્ષનો માણસ બહાર આવે છે અને પ્રિયાંશ તે માણસને જોઈને જ ઓળખી જાઈ છે તે હતો કેશવ શર્મા, અક્ષિતાના ડેડ અને પ્રિયાંશ વિચારી રહ્યો હતો કે તે અહિયાં કેમ આવ્યો હશે. કેશવ શર્મા ઘરની અંદર આવે છે અને ત્યારે ભગવાનભાઈ અને ભાવનાબેન બંને ઘરે જ હોય છે અને કેશવ શર્માને જોઈને બંને ઓળખી જાઈ છે પણ બંને નોર્મલ રહીને તેનું સ્વાગત કરે છે.


કેશવભાઈ:- આ ગામતો ઘણું બદલાઈ ગયું છે નહી ભગવાન ?


ભગવાનભાઈ:- હા... જો માણસો પોતાનો સ્વભાવ બદલી શકતા હોય તો પછી આ તો ગામ છે...


કેશવભાઈ:- હા સાચી વાત કીધી, કેમ છે તું ભગવાન અને ભાભીને કેમ છે?


ભગવાનભાઈ:- અમે બંને મજામાં અને તું કેમ છે ?


કેશવભાઈ:- હું પણ મજામાં હો


ભગવાનભાઈ:- અહિયાં આવવાનું કોઈ ખાસ કારણ ?


કેશવભાઈ:- કેમ ખાસ કારણ સિવાય હું આ ગામમાં ના આવી શકું?


ભગવાનભાઈ:- એવું હોત તો આટલા વર્ષો ના લાગ્યા હોત તને પાછા ફરવામાં..


કેશવભાઈ:- હા.. એક કારણ છે એટ્લે જ હું અહિયાં આવ્યો છું..


ભગવાનભાઈ:- બોલ શું કારણ છે ?


કેશવભાઈ:- તારો દીકરોતો હવે મોટો થઈ ગયો હશે નહી ?


ભગવાનભાઈ:- હા..


કેશવભાઈ:- તો તારા એ દીકરાને સમજાવ કે વધારે ઉપર ના ઊડે, મારા સામે મોટો થવાની જરૂર નથી..


ભગવાનભાઈ:- કેમ શું કર્યું તે ને?


કેશવભાઈ:- તને બધુ ખબર જ હશે ને સમજાવી દે જે તારા દીકરાને નહીતર....


ભગવાનભાઈ:- નહીતર શું ?


કેશવભાઈ:- જેમ તારા બાપને માર્યો તેમ તારા દીકરાને પણ ઉપર પહોચાડતા વાર નહી લાગે..


ભગવાનભાઈ:- મારા બાપને તે ક્યાં માર્યો? તેના ઉપરતો ચોરોએ હુમલો કર્યો હતો....


કેશવભાઈ:- તમે ગામડા વાળા સાવ ભોળા જ રહેવાના નહી ?


ભગવાનભાઈ:- કેમ ?


કેશવભાઈ:- તને હજી નથી સમજાતું કે તે બધુ જ મારુ પ્લાનિંગ હતું ?


ભગવાનભાઈ:- શું ?

કેશવ શર્મા ભગવાનભાઈને બધુ કહ્યું કે કેવી રેતી તેને તેના બાપુજી કરશનભાઈને માર્યા હતા કેવી રીતે તેને ખેડૂતોના પૈસા લૂટયા હતા અને પછી કેવી રીતે તે આટલો મોટો માણસ થયો...


ભગવાનભાઈ બસ ચૂપચાપ સાંભળી રહ્યા હતા....


કેશવભાઈ:- તો સમજાવી દેજે તારા દીકરાને નહિતો તેના દાદા પાસે પહોચાડતા મને વાર નહી લાગે, કહી દેજે કે મારી દિકરી અને અમારી કોઇની લાઈફમાં હવે વચ્ચેના આવે નહી તો.......... અને પછી ઊભો થઈને કેશવ શર્મા જતો રહ્યો.


ભગવાનભાઈ બસ સાંભળતા રહ્યા અને કેશવ શર્માને બહાર જતો જોઈ રહ્યા....


અને આ બધુ પ્રિયાંશ જોઈ રહ્યો હતો અને આ જોઈને તેની આંખોમાંથી આંસુઓની ધારા વહી રહી હતી અને તેના ચહેરા ઉપર ક્રોધ આવી ગયો હતો અને તેને આ રેકોર્ડિંગ પણ સ્ટોર કરી લીધું અને પછી ઊભો થઈને સીધો જ ખેતર આવ્યો જ્યાં ભગવાનભાઈ કામ કરતાં હતા, પ્રિયાંશે તેને જોયા અને સીધો જ ભગવાનભાઈ પાસે ગયો..


પ્રિયાંશ:- બાપુજી.....


ભગવાનભાઈ:- હા બેટા, જેવા ભગવાનભાઈએ પ્રિયાંશની સામે જોયું તો તે રડી રહ્યો હતો તેનો ચહેરો ગુસ્સેથી લાલ થઈ રહ્યો હતો..


પ્રિયાંશ:- દાદાજીની મોત કેવી રીતે થઈ ?


ભગવાનભાઈ સમજી ગયા કે પ્રિયાંશે કેમેરાનું રેકોર્ડિંગ જોઈ લીધું છે એટ્લે હવે કોઈ વાત તેનાથી છુપાવવાનો ફાયદો ના હતો...


ભગવાનભાઈ:- તને બધુ ખબર જ છે ને, તું રેકોર્ડિંગ જોઈને જ આવ્યો છે ને ?


પ્રિયાંશ રડતાં રડતાં ખાલી માથું હલાવીની હા પાડી શક્યો...


ભગવાનભાઈ:- તો મને કેમ પૂછે છે ?


પ્રિયાંશ:- બાપુજી પેલો માણસ તમારા સામે સ્વીકારીને ગયો છે કે તેને જ દાદાજીને માર્યા છે છતાં તમે ચૂપ રહ્યા કેમ ?


ભગવાનભાઇ:- પ્રિયાંશ બેટા જ્યારે તમારે ઊંચે ડાળી ઉપર લટકતી કેરી તોડવી હોય ત્યારે તમે શું કરો છો?


પ્રિયાંશ:- બે ડગલાં પાછળ જઈને દોડીને આવીને કૂદકો લગાવીને તોડયે..


ભગવાનભાઈ:- તો બસ એમ સમજ અત્યારે તારા બાપુજી બે કદમ પાછળ હટયા છે..


પ્રિયાંશ:- સમજાણુ નહી..


ભગવાનભાઈ:- જો બેટા તારા દાદાજીને કેશવ શર્માએ જ માર્યા તે અમને બધાને ખબર હતી પણ તેના કોઈ પુરાવા અમારા પાસે નહોતા, પડવા ગામના ખેડૂતોના પૈસા પણ કેશવ શર્માએ જ ચોર્યા છે તે અમને બધાને ખબર હતી પણ અમારા પાસે પુરાવા નહોતા એટ્લે અમે કઈ કરી શકયે તેમ નહોતા પણ આજે તે જ્યારે આપડા ઘરે આવ્યો ત્યારે મે એવું નાટક કર્યું કે મારા બાપુજીનું ખૂનતો ચોરોએ કર્યું છે તે નહી અને આ સાંભળીને કેશવ શર્મા બધુ જ બોલવા લાગ્યો કે કેવી રીતે તેને ખેડૂતો પૈસા લૂટયા કેવી રીતે તેને બાપુજીને માર્યા અને તે આટલો મોટો માણસ બન્યો, અને મને તો ખબર જ હતી કે આપાડા ઘરમાં CCTV કૅમેરા લાગેલા છે તે પણ અવાજ પણ રેકોર્ડ થઈ શકે તેવા તો બસ મારે વધારે કઈ કરવાની જરૂર જ ના પડી તે આ બધુ જાતે જ બોલ્યો અને કેમેરામાં રેકોર્ડ થઈ ગયું અને તેને જે કર્યું છે તેના પુરાવા પણ આપણને મળી ગયા..


પ્રિયાંશ પણ સાભળતો રહ્યો અને તેને સીધું જ ભગવાનભાઈને HUG કરી લીધું અને HUG કરતાં કરતાં રડવા લાગ્યો..


ભગવાનભાઈ:- રડે છે કેમ ?


પ્રિયાંશ:- એમજ બાપુજી..


ભગવાનભાઈ:- રડવાનું બંધ કર અને આ કેશવ શર્માને હવે સજા મળવી જ જોઈએ...


પ્રિયાંશ:- હા બાપુજી હું હમણાજ ઘોઘા પોલીસ સ્ટેશન જાવ છું અને ત્યાં આ બધુ દેખાડું છું..


ભગવાનભાઈ:- હું પણ તારા સાથે આવું છું ઘોઘાના PI મારા સારા મિત્ર છે તે આપણી મદદ કરશે


પ્રિયાંશ:- હા ચાલો તમે પણ......


ભગવાનભાઈ અને પ્રિયાંશ ઘોઘા પોલીસ સ્ટેશન પહોચે છે અને ત્યાં જઈને PI ચાવડાને મળે છે અને ૧૨ વર્ષ પહેલાથી લઈને અત્યાર સુધીની બધી વાત ભગવાનભાઈ PI ચાવડાને કરે છે અને પછી પ્રિયાંશ કેશવ શર્માનો વિડીયો પણ બતાવે છે અને PI ચાવડા કેશવ શર્મા સામે FIR નોધે છે અને પ્રિયાંશને કહે છે કે કેશવ શર્મા પકડાઈ જાઈ એટલે આ વિડીયો સોસિયલ સાઇટ ઉપર મૂકે એટ્લે લોકોને પણ ખબર પડે આવા લોકો વિષે, અને જો વિડીયો અત્યારે મૂકે અને આ વિડીયો કેશવ શર્મા જોઈ જાઈ તો તે પોલીસથી બચીને ભાગી પણ શકે એટલે PI ચાવડાએ પછી મૂકવા માટે પ્રિયાંશને કહ્યું. પોલીસ કેશવ શર્માને પકડવા માટે ભાવનગર જાઈ છે અને પ્રિયાંશ અને ભગવાનભાઈ તેના ગામ તરફ...


---------------------------------------------------


આ બાજુ કેશવ શર્મા પ્રિયાંશના બાપુજીને મળ્યા પછી સીધોજ પ્રિયાંશીના ઘરે પહોચી જાઈ છે મેહુલભાઈને મળવા માટે.. મેહુલભાઈ ઘરે જ હોય છે અને તે કેશવભાઈને મળવા માટે હા પાડે છે. એટલે મુકેશભાઈના સિક્યુરીટી ગાર્ડ કેશવભાઈને મૂકવા ગાર્ડન સુધી આવે છે જ્યાં મુકેશભાઇ બેઠા બેઠા કોફી પી રહ્યા હતા. અને પ્રિયાંશી ઉપર બાલ્કનીમાં બેઠી બેઠી બૂક વાંચી રહી હતી.. પ્રિયાંશીએ જોયું કે કોઈ માણસ તેના ડેડને મળવા આવ્યો છે પણ પ્રિયાંશી ઓળખી ના શકી કેશવ શર્માને... થોડીવાર સુધી કેશવ શર્મા અને મેહુલભાઈ વચ્ચે વાત થઈ અને પછી કેશવ શર્મા ઊઠીને ત્યાથી જતાં રહ્યા અને તેના ગયા પછી મેહુલભાઈ ગાર્ડનમાં બેઠા બેઠા પ્રિયાંશી સામે જોઈ રહ્યા અને તે ઊઠીને ઘરની અંદર આવ્યા. પ્રિયાંશી થોડી ડરી ગઈ હતી કે ડેડે આવી રીતે મારી સામે કેમ જોયું અને આવી રીતે અડધી કોફી મૂકીને ઘરમાં કેમ આવી ગયા તે વિચારી રહી હતી ત્યાજ પ્રિયાંશીને તેની મોમનો અવાજ સંભળાયો..


માયાબેન:- પ્રિયાંશી બેટા નીચે આવતો...


પ્રિયાંશી:- હા મોમ આવું છું.. પછી પ્રિયાંશી ઊભી થઈને નીચે જાઈ છે અને તેને દાદરા ઉતરતા ઉતરતા જોયું તો નીચે મેહુલભાઈ સોફા ઉપર બેઠા હતા અને માયાબેન તેની બાજુમાં ઊભા હતા, પ્રિયાંશી નીચે આવી અને માયાબેનની સામે ઊભી રહી..


પ્રિયાંશી:- હા મોમ બોલો


માયાબેન:- આ તારા ડેડને તારું કઈક કામ છે.....


પ્રિયાંશી મેહુલભાઈની સામે જુવે છે..


મેહુલભાઈ:- તું કોઈને પ્રેમ કરે છે ?


પ્રિયાંશી:- શું ??? કકકકકકેમ આવું પૂછ્યું?


મેહુલભાઈ:- હા યા ના ?


પ્રિયાંશી:- હા ડેડ. હું કરું છું કોઈને પ્રેમ..


મેહુલભાઈ:- હું તેનું નામ જાણી શકું ?


પ્રિયાંશી:- તમે ઓળખો જ છો તે ને, તમે મળ્યા પણ છો તેને USA માં...


મેહુલભાઈ:- કોણ પ્રિયાંશ?


પ્રિયાંશી:- હા...........


મેહુલભાઈ:- તું શિકાગો ગઈ ત્યારે મે તને કઈ ક કહેલું યાદ છે ?


પ્રિયાંશી:- હા ડેડ..


મેહુલભાઈ:- શું ?


પ્રિયાંશી:- કે કોઈ છોકરાના ચક્કરમાં નહી પડવાનું.. તમે આપેલી આટલી બધી ફ્રીડમનો ખરાબ રીતે ઉપયોગ નહી કરવાનો..


મેહુલભાઇ:- સારું યાદ તો છે અને તે મને પ્રોમિશ પણ કરેલું ને કે તું કોઈ છોકરાના ચક્કરમાં નહી પડે..


પ્રિયાંશી:- હા ડેડ..


મેહુલભાઈ:- તો આ બધુ શું છે ? પ્રેમ અને આ બધુ ? તે મને આપેલું પ્રોમિશ તોડી નાખ્યું એમ ને?


પ્રિયાંશી મેહુલભાઈના પગ પાસે બેસીને રડવા લાગે છે અને કહે છે કે તેનાથી ભૂલ થઈ ગઈ..... અને પ્રિયાંશીને આવી રીતે રડતી જોઈને મેહુલભાઈ અને માયાબેન બંને હસવા લાગે છે અને પ્રિયાંશીને કઈ સમજાતું નથી હોતું કે અહિયાં થઈ શું રહ્યું છે? અને પ્રિયાંશીને અકળાયેલી જોઈને મેહુલભાઇ પહેલાતો તેને ઊભી કરે છે અને તેની પાસે સોફા ઉપર બેસાડે છે..


મેહુલભાઈ:- રડવાનું બંધકર પાગલ.. અમને ખબર જ છે કે તું પ્રિયાંશને પ્રેમ કરે છે તે...


પ્રિયાંશી:- કકકકકકકેવી રીતે ? રડતાં રડતાં પૂછે છે...


મેહુલભાઈ:- હું તારો બાપ છું આટલી તો ખબર પડે જ ને બેટા...


પ્રિયાંશી:- હમમ...


મેહુલભાઈ:- તું ખુશ છે ને પ્રિયાંશ સાથે ?


પ્રિયાંશી:- હમમમ..


માયાબેન:- સરખો જવાબ આપને...


પ્રિયાંશી:- હા મોમ ખુશ છું હું..


મેહુલભાઈ:- સાંભળ હવે, ૨ દિવસ પછી તારી અને પ્રિયાંશની સગાઈ છે...


પ્રિયાંશી:- હે................ પ્રિયાંશી એકદમ શોકમાં હતી...


માયાબેન:- ૨ દિવસ પછી તારો બર્થ ડે છે અને ત્યારે તારી અને પ્રિયાંશની સગાઈ છે...


પ્રિયાંશી:- પણ ૨ દિવસમાં બધુ કેવી રીતે ?


મેહુલભાઈ:- ગાંડી આ વાત છેલ્લા ૨ વર્ષથી અમને અને પ્રિયાંશના બા-બાપુજીને ખબર છે કે તું અને પ્રિયાંશ એકબીજાને પ્રેમ કરો છો. અમે બસ તમારા બંનેનો ઈન્ડિયા આવવાનો પ્લાન બનાવતા હતા અને અમે લોકોએ મળીને નક્કી પણ કરી રાખ્યું હતું કે તમે લોકો ઈન્ડિયા છો અને સાથે પ્રિયાંશીનો બર્થડે આવે ત્યારે તેની બર્થડે પાર્ટીના બહાને બધાને આમંત્રણ આપીશું અને પછી પાર્ટીમાં જ પ્રિયાંશી અને પ્રિયાંશની સગાઈની વાત કરીશું એટલે તમને બંનેને પણ સરપ્રાઇજ આપી શકાઈ. તમે બને પછી પાછા શિકાગો જતાં રહેવાના હતા અને ત્યાથી ૨ કે ૩ વર્ષ પછી પાછા પાછા આવેત એટલે અમે બંને અને પ્રિયાંશના બા-બાપૂજીએ વિચારેલું કે તમારા બંનેની સગાઈ કરાવી દઈએ અને મેરેજ તમે તમારું સ્ટડી પૂરું કરીને ઈન્ડિયા આવો ત્યારે એમ, અને બીજું એ હતું કે તને બર્થડે ગિફ્ટમાં તારો પ્રિયાંશ મળી જાઈ. આ અમારું પ્લાનિંગ હતું પણ પેલા માણસે આવીને બગાડી નાખ્યું...


પ્રિયાંશી:- કોણ હતું એ ?


મેહુલભાઈ:- તું નથી ઓળખતી ?


પ્રિયાંશી:- ના...


મેહુલભાઈ:- ઓહ મને એમ હતું કે તું તે માણસને ઓળખે છે એટલા માટે અંદર આવીને તને આ અમારો પ્લાન કીધો તને...


પ્રિયાંશી:- ના હું નથી ઓળખતી..


મેહુલભાઈ:- તે કેશવ શર્મા હતો અક્ષિતાના ડેડ..


પ્રિયાંશી:- ઓહ.. પણ તે અહિયાં શું કામ ?


મેહુલભાઈ:- તે મને કહેવા આવ્યો હતો કે તમારી દીકરી એક ખેડૂતના દીકરા સાથે પ્રેમ કરે છે અને બ્લા બ્લા બ્લા..........


પ્રિયાંશી:- પછી તમે શું કીધું ?


મેહુલભાઈ:- કઈ નહી મે કીધું હું જોઈ લઇશ એમ.. કેમ કે મને આવા માણસો સાથે બહેસ કરીને મારો ટાઈમ ખરાબ કરવો નથી ગમતો...


પ્રિયાંશી:- હા ખબર છે મને..


મેહુલભાઈ:- ચાલ હવે તને ખબર પડી જ ગઈ છે તારી સગાઈની તો તારા બધા ફ્રેન્ડને કહી દે આ વાત અને પ્રિયાંશને ના કહેતી, તેના માટે સરપ્રાઈઝ રહેવા દે..


પ્રિયાંશી:- સારું ડેડ, અને તમે બેસ્ટ ડેડ છો વલ્ડના. એમ કહીને પ્રિયાંશી મેહુલભાઈને HUG કરે છે...


અને પછી બધા તૈયારીઓમાં લાગી જાઈ છે પ્રિયાંશીના બર્થડેની...

---------------------------------------------------


આ બાજુ પોલીસ કેશવ શર્માને તેના ફોનના લોકેશનના આધારે પકડી લે છે અને PI ચાવડા પ્રિયાંશને આ વાત કરે છે એટલે પ્રિયાંશ કેશવ શર્માનો CCTV વાળો વિડીયો સોસિયલ સાઇટ ઉપર વાઇરલ કરી મૂકે છે. અને પછી પ્રિયાંશને શાંતિ મળે છે. તે બેઠો હોય છે ત્યાં જ પ્રિયાંશીનો ફોન આવે છે..


પ્રિયાંશી:- શું કરે છે દિકા ?


પ્રિયાંશ:- બસ બેઠો છું અને તું ?


પ્રિયાંશી:- હું પણ, સાંભળ મારા બર્થડેની પાર્ટી રાખી છે તારે આવવાનું છે...


પ્રિયાંશ:- હા હું તો આવીશ જ ને..


પ્રિયાંશી:- અને મે ભાવનાઆંટી અને ભગવાનઅંકલને પણ ફોન કરીને કઈ દીધું છે તેને પણ તારે સાથે લઈને આવવાના છે. બાકી હું કેક નહી કટ કરૂ..


પ્રિયાંશ:- સારું ચાંપલી...


પ્રિયાંશી:- તું ચાંપલો.. ચાલ હવે બીજા લોકોને પણ ઇનવાઇટ કરવાના છે રાતે વાત કરું દિકા.. લવ યુ..


પ્રિયાંશ:- હા સારૂ.. લવ યુ ટૂ... સી યુ..


પ્રિયાંશી:- સી યુ..


અને પછી ફોન કટ કરે છે પ્રિયાંશ વિચારી રહ્યો હોય છે કે પ્રિયાંશી માટે શું ગિફ્ટ લેવું જ્યારે આ બાજુ પ્રિયાંશી ખુબજ ઉત્સાહમાં હોય છે તેના બર્થડે પાર્ટી માટે, ઉત્સાહતો હવે ઓફિસિયલી તે પ્રિયાંશની થવા જઇ રહી હતી તેનો હતો...


બીજી બાજુ કેશવ શર્માનો વિડીયો ખુબજ વાઇરલ થઈ ગયો હતો ખૂણે ખૂણેથી લોગો આક્રોસ વ્યક્ત કરી રહ્યા હતા અને આ બાજુ પડવા ગામના ખેડૂતોએ કેશવ શર્માને સજા મળે તે માટે આંદોલન કરવાની તૈયારીમાં હતા...


-----------------------------------------------------------------------

(20)

પ્રિયાંશીના બર્થડે નો દિવસ


રાતના ૧૨ વાગવામાં ૫ મિનિટની વાર હતી પ્રિયાંશી ખુબજ ખુશ હતી કાલનો દિવસ તેની જિંદગીનો અત્યાર સુધીનો સૌથી સારો દિવસ થવાનો હતો એકતો પ્રિયાંશીનો બર્થડે હતો અને બીજું કારણ તેની સગાઈ પ્રિયાંશ સાથે થવાની હતી અને આ વાત પ્રિયાંશ માટે સરપ્રાઈઝ હતી.....


બરાબર ૧૨:૦૦ વાગે તેના ફોનમાં એક મેસેજ આવ્યો..


To: Priyanshi


My love:


I write this Message to wish you a happy birthday. In a day like this you came to this world to bring happiness to a lot people. I want you to know this is a very special day for me too because I like when you are happy, I love to see you smiling and to look at your eyes full of happiness.


Since I’m with you my life seems a beautiful dream, your love changed everything inside me. Today is your birthday and I want to give you my life, it’s the only thing I have because my heart is yours since the day we met.


Happy birthday princess, all the love I feel for you is in this letter, this words had been written while I was thinking in you, the most important person in my world.


The man who loves you


Priyansh..


The Things We've Seen

The things we've seen, the stuff we've been though,

the smiles and the tears and the sad times we argue,

all of our jokes and our laughs and our embraces,

all of the paths we've gone down that can't be erased,

the things that we've said, the things we haven't,

all of these things are all mixed up together,

making what we have what it is and I can't think of anything better.

You are the one that I love with my life.

Please do me the honor and one day be my wife.


અને આ બધુ વાંચી રહી હતી ત્યાજ પ્રિયાંશનો ફોન આવ્યો અને પ્રિયાંશીના ચહેરા ઉપર એક સ્માઇલ આવી ગઈ અને પ્રિયાંશીએ ફોન ઉપાડયો..


પ્રિયાંશી:- હેલ્લો..


પ્રિયાંશ:- HAPPY BIRTHDAY SWEETHEART…


પ્રિયાંશી:- THANKS..


પ્રિયાંશ:- શું કરે છો ? મેસેજ ગમ્યો ?


પ્રિયાંશી:- હા તારો મેસેજ મને ના ગમે એવું ક્યારેય બને દિકા ?


પ્રિયાંશ:- હા એ વાત પણ છે...


બંને વાતો કરી રહ્યા હતા ત્યાજ મેહુલભાઈ, દેવાંશી અને માયાબેન પ્રિયાંશીના રૂમમાં કેક લઈને આવે છે..


પ્રિયાંશી:- મોમ ડેડ આવ્યા સવારે વાત કરું...


પ્રિયાંશ:- હા... GN…


પ્રિયાંશી ફોન મૂકે છે..


માયાબેન:- પ્રિયાંશનો ફોન હતો ને ?


પ્રિયાંશી:- હા..


દેવાંશી:- ડેડ જીજુએ આપડી પહેલા વિશ કરી દીધું લાગે...


મેહુલભાઈ:- હવે તો આખી જિંદગી એમજ થવાનું છે બેટા.. દેવાંશીના માથા ઉપર હાથ મૂકીને મેહુલભાઈ બોલે છે.. અને પ્રિયાંશી શરમાઈને નીચું જોઈ જાઈ છે...


દેવાંશી:- દીદી તને શરમાતા પણ આવડે છે ?


માયાબેન:- હું પણ પહેલી વાર જોવ છું પ્રિયાંશીને શરમાતા..


પ્રિયાંશી:- એવું કઈ નથી મોમ..


માયાબેન:- ચાલ હવે ઉઠ અને કેક કાપ...


પ્રિયાંશી ઊઠે છે અને કેક કાપે છે પહેલા કેકનો ટુકડો મેહુલભાઈ ને ખવડાવે છે ત્યારબાદ માયાબેનને અને છેલ્લે દેવાંશીને અને પછી દેવાંશી તેના ફોનમાં બધાના ફોટો ક્લીક કરી લે છે. અને ત્યારબાદ બધા પોતાના રૂમમાં સુવા માટે ચાલ્યા જાઈ છે...


-----------------------------------------------------------


બીજી બાજુ મયંક ભાવનગર આવી રહ્યો હતો અને બસમાં સૂતો સૂતો વિચારો કરી રહ્યો હતો. મયંકને જ્યારથી પ્રિયાંશીનો ફોન આવ્યો હતો કે તેનો બર્થડે છે અને તેની પાર્ટીમાં આવવાનું છે ત્યારથી મયંક એકદમ ખુશ થઈ ગયો હતો કેમકે તે ભાવનગર જઈને રિચા સાથે સમય પસાર કરી શકશે અને મયંકે ઘરે પણ બધી વાત કરી દીધી હતી તેના અને રિચાના રીલેશનને લઈને. મયંકના મોમ ડેડ બંને મયંક અને રિચાના લગ્ન માટે માની પણ ગયા હતા. મયંક આ લગ્ન વાળી વાત રિચાને ફોન કરીને કહેવા જતો હતો ત્યાંજ પ્રિયાંશીનો ફોન આવ્યો અને પ્રિયાંશીએ મયંક, મુગ્ધા ને તેના બર્થડે પાર્ટીમાં આવવા માટેનું આમંત્રણ આપ્યું. આમંત્રણ મળ્યા પછી મયંકે રિચાને ફોન કરવાનો વિચાર માંડી વાળ્યો અને વિચાર્યું કે આ ખુશખબર રિચાને ફેસ ટુ ફેસ અને રીંગ આપીનેજ કહેશે. મયંક સાંજે બજારમાં જઈને ડાઈમંડ અને ગોલ્ડની રીંગ પણ રિચા માટે લઈ આવ્યો હતો, મુગ્ધાને ઓફિસમાં કામ હોવાથી તે સાથે નહોતી આવી જ્યારે શીતલના ડેડે નવું ઘર લીધું હતું એટલે ત્યાં વાસ્તુ અને હવન હતું એટલે શીતલ પણ નહોતી આવી શકે તેમ. મયંકે પ્રિયાંશ અને રિચાને પણ આ વાત નહોતી કીધી કે તે ભાવનગર આવી રહ્યો છે, મયંક પ્રિયાંશ અને રિચાને પ્રિયાંશીની બર્થડે પાર્ટીમાં મળી સરપ્રાઈઝ આપવા માંગતો હતો...


-----------------------------------------------------------


પ્રિયાંશીના બર્થડેની પાર્ટી ઇસ્કોન ક્લબમાં રાખવામા આવી હતી અને ત્યાં ભાવનગરના બધા જ ઉધોગપતીઓ, પ્રિયાંશીના સ્કૂલના ફ્રેન્ડ્સ, સબંધીઓ બધાજ આવવા લાગ્યા હતા અને મેહુલભાઈ અને માયાબેન બધાનું હસીને સ્વાગત કરી રહ્યા હતા. ૭ વાગ્યા હતા અને ત્યાજ એક બ્લેક કલરની કાર ક્લબના ગેટ પાસે આવીને ઊભી રહી અને તેમાથી Autumn Green Long Sleeve Dress, પગમાં હાઇ હિલ્સમાં એક પરી કારમાંથી બહાર આવી અને તે પરી હતી પ્રિયાંશી.. ત્યાં હાજર બધા મહેમાનોની નજર પ્રિયાંશી ઉપર હતી અને બધાના મોઢામાંથી બસ પ્રિયાંશી માટે એકજ શબ્દ નીકળી રહ્યો હતો કે ભગવાને આ છોકરીને બનાવવા માટે કેટલો સમય લીધો હશે. પૃથ્વીલોકની પરીને જોઈને ત્યાં હાજર હતા તે બધાજ છોકરાઓના મોઢા ખુલ્લા રહી ગયા હતા અને તેમાથી કેટલાકે તો મનોમન વિચાર પણ કરી લીધો હતો કે તેનું બાકીનું જીવન તે આ પરી સાથે વિતાવશે. પણ તે લોકોને ક્યાં ખબર હતી કે આ પરી હમણાં કોઇની થઈ જવાની હતી.. પ્રિયાંશી આવીને બધાને મળી રહી હતી, સબંધીઓને, તેના મોમ અને ડેડના ફ્રેન્ડને, બધા પ્રિયાંશીના વખાણ કરી રહ્યા હતા અને બધા બર્થડે વિશ કરી તેને ગિફ્ટ આપી રહ્યા હતા અને પ્રિયાંશી સ્માઇલ સાથે બધા સાથે વાતો કરી રહી હતી અને ગિફ્ટ લઈ રહી હતી અને પછી તે જઈને તેના ફ્રેન્ડને મળે છે અને બધા સાથે વાતો કરવા લાગે છે પણ તેનું મન હજી પ્રિયાંશના વિચારોમાં જ હોય છે કે પ્રિયાંશ ક્યારે આવશે અને ક્યારે આ સરપ્રાઈઝ પ્રિયાંશને કહી શકશે. પ્રિયાંશી બધા સાથે વાતો કરવા કરતાં ગેટ સામે વધારે જોતી હતી તે બસ પ્રિયાંશની રાહ જોઈ રહી હતી..


થોડીવારમાં રિચા આવે છે મોટું ગિફ્ટનું બોક્ષ લઈને અને રિચાને જોઈને પ્રિયાંશી એકદમ ખુશ થઈ જાઈ છે અને જઈને સૌથી પહેલા રિચાને HUG કરે છે અને રિચા પણ સ્માઇલ સાથે પ્રિયાંશીને HUG આપે છે..


રિચા:- HAPPY BIRTHDAY ANGEL..


પ્રિયાંશી:- THANK YOU DIDI


રિચા:- આજે તું ખુબજ સુંદર લાગી રહી છો..

પ્રિયાંશી:- THANKS, અને દીદી તમે પણ..


પ્રિયાંશીની વાત સાચી હતી.. Red Corrine Dress માં રિચા ખુબજ સુંદર લાગી રહી હતી.. અત્યારે જો કોઈને પૂછ્યું હોય કે રિચા અને પ્રિયાંશીમાં વધારે સુંદર કોણ લાગી રહ્યું હતું, તો આનો જવાબ પાર્ટીમાં હાજર રહેલા કોઈ પણ વ્યક્તિ આપી શકે તેમ નહોતો, બંને પરીઓ જેવી લાગી રહી હતી અને બને ઊભા ઊભા વાતો કરી રહી હતી અને પ્રિયાંશીને થયું કે તેના અને પ્રિયાંશની સગાઈની વાત રિચાદીદીને કરી દેવી જોઈએ...


પ્રિયાંશી:- દીદી એક વાત કહેવી છે તમને પણ તમે પ્રોમિસ આપો કે તમે આ વાત પ્રિયાંશને નહી કહો..


રિચા:- હા પ્રોમિસ હું પ્રિયાંશને નહી કવ બસ..


પછી પ્રિયાંશી બધી વાત કરે છે કે કેવી રીતે તેના મોમ ડેડ અને પ્રિયાંશના બા બાપુજી બધાએ મળીને તે બંને માટે સરપ્રાઈઝ રાખ્યું હતું અને કેવી રીતે અક્ષિતાના ડેડ આવ્યા પછી આ બધી વાત મોમ અને ડેડે તેને કરી પ્રિયાંશી બોલી રહી હતી અને રિચાના ચહેરા ઉપરની સ્માઇલ ધીમે ધીમે મોટી થઈ રહી હતી. પ્રિયાંશીએ બધી વાત રિચાને કહી દીધી અને આ વાત સાંભળીને રિચાના ચહેરા ઉપર સ્માઇલની સાથે સાથે આંખોમાં આંસુ પણ હતા. પ્રિયાંશીને ખબર હતી કે રિચાની આંખોમાં ખુશીના આંસુ છે એટલે તેને રિચાને પૂછ્યું નહી.. અને ત્યાજ પ્રિયાંશીની નજર ગેટ ઉપર પડે છે, ગેટમાં પ્રિયાંશ આવતો દેખાઈ છે.


BLACK DENIM JEANS WITH WHITE SHIRT And Hypernation Blue Color Side Button Cotton Waistcoat, WITH BLACK LOFFER and BLACK WRIST WATCH માં પ્રિયાંશ આજે ખુબજ સારો લાગી રહ્યો હતો અને પ્રિયાંશી તો બસ પ્રિયાંશને જોઈ રહી હતી, પ્રિયાંશ ચાલીને તેની પાસે આવીને ઊભો રહી ગયો અને સાથે ભગવાનભાઈ અને ભાવનાબેન પણ તેની બાજુમાં આવીને ઊભા રહી ગયા તો પણ પ્રિયાંશીને ખબર ના રહી..


પ્રિયાંશ:- HAPPY BIRTHDAY..


ભાવનાબેન:- જન્મ દિવસની ખૂબ ખૂબ શુભેછાઓ તને બેટા..


પ્રિયાંશીને હવે ખબર પડે છે કે પ્રિયાંશી અને અંકલ આંટી તેની બાજુમાં આવીને ઊભા છે અને તેને બર્થડે વિશ કરી રહ્યા છે તરતજ પ્રિયાંશી thanks કહીને ભાવનાબેન અને ત્યારબાદ ભગવાનભાઈના આશીર્વાદ લેય છે અને ત્યારબાદ પ્રિયાંશને THANKS કહે છે અને પછી પ્રિયાંશ પ્રિયાંશી માટે લાવેલી ગિફટ તેને આપે છે.... અને ત્યારબાદ પ્રિયાંશની નજર રિચા ઉપર જાઈ છે અને રિચા પણ આવીને પ્રિયાંશ, ભાવનાબેન અને ભગવાનભાઈને મળે છે અને બધા વાતોએ વળગે છે અને ત્યાજ એન્ટ્રી થાઈ છે મયંકની..


Digital Printed Velvet Jodhpuri Suit in Light Fawn with Black Party wear shoes માં મયંક આજે કોઈ હોલીવુડ હીરો જેવો લાગી રહ્યો હતો અને મયંકને ભાવનગરમાં જોઈને રિચાની ખુશીના ઠેકાણા નહોતા અને સાથે સાથે પ્રિયાંશ અને પ્રિયાંશી પણ મયંકને જોઈને એકદમ ખુશ થઈ ગયા હતા ખાસ કરીને પ્રિયાંશી કેમ કે પ્રિયાંશીને ખબર હતી કે મયંકભાઈ અને પ્રિયાંશ એકબીજા માટે શું છે. આજે પ્રિયાંશ અને તેની સગાઈ થવાની હતી અને મયંકભાઈ પણ આવી ગયા હતા એટલે પ્રિયાંશીને વધારે ખુશી હતી..


મયંક આવીને પ્રિયાંશીને મળે છે અને બર્થડે વિશ કરે છે અને ત્યાર બાદ પ્રિયાંશ અને તેના બા બાપુજીને મળે છે, અને ત્યારબાદ રિચાની પાસે આવીને ઊભો રહી જાઈ છે અને ધીમે રહીને મયંક રિચાનો હાથ પકડી લે છે.. અને પછી રિચા મયંકને થોડી સાઈડમાં લઈને જાઈ છે..


મયંક:- અરે ક્યાં લઈ જાઈ છે મને આવી રીતે ? બધા જોવે છે હો..


રિચા:- ભલે ને જોવે એમાં શું..


મયંક:- એમાં શું એમ ને


રિચા:- હા.. મને કીધું કેમ નહીં કે તું આવવાનો છે એમ ?


મયંક:- સરપ્રાઈઝ આપવું હતું તમને બધાને


રિચા:- ઓહ, પણ આ પાર્ટી પ્રિયાંશીની છે પણ અહિયાં સરપ્રાઈઝ તો પ્રિયાંશને મળવાનું છે..


મયંક:- હું કઈ સમજ્યો નહી...


રિચા પછી મયંકને બધી વાત કરે છે જે હમણાં પ્રિયાંશીએ તેને કરી હતી અને રિચાની વાત સાંભળીને મયંક ખુબજ ખુશ થઈ જાઈ છે અને અચાનક રિચાને હમણાં આવું એમ કહીને પાર્ટી પ્લોટની બહાર જતો રહે છે અને આ બાજુ રિચા પણ અચાનક કઈક યાદ આવતા ભાગીને બહારની તરફ જાઈ છે.


---------------------------------------------------------------


૮:૧૫ થયા હોય છે મયંક આવીને પ્રિયાંશની બાજુમાં ઊભો રહે છે..


પ્રિયાંશ:- મોટાભાઇ તમેતો બોવ મોટી સરપ્રાઇઝ આપી..


મયંક:- આપવી જ પડેને...


પ્રિયાંશ:- મુગ્ધાદીદી કેમ ના આવ્યા ?


મયંક:- તેને ઓફિસમાં કામ હતું એટલે..


પ્રિયાંશ:- ઘરે વાત કરી તમારા અને રિચાદીદીના રીલેશનની ?


મયંક:- હા કરીને..


પ્રિયાંશ:- માની ગયા લાગે અંકલ અને આંટી તમારા અને રિચાદીદીના રીલેશન માટે..


મયંક:- હા માની ગયા હો, પણ તને કેવી રીતે ખબર પડી ?


પ્રિયાંશ:- તમારા ચહેરા ઉપરની આ સ્માઇલ જ કહી દેય છે બધુ..


મયંક:- હા એ વાત બરાબર.. સાંભળને રિચા દેખાતી નથી ક્યાં છે તે ?


પ્રિયાંશ:- ખબર નઇ હો, હમણાતો અહિયાં જ હતા,,


ત્યાજ રિચા સામેથી આવતી દેખાઈ છે,


પ્રિયાંશ:- આ રહ્યા રિચાદીદી..


રિચા મયંક અને પ્રિયાંશની બાજુમાં આવીને ઊભી રહે છે ત્યાજ મેહુલભાઈ નો અવાજ આવે છે. મેહુલભાઈ માઇકમાં બોલી રહ્યા હતા..


મેહુલભાઈ:- તમારો બધાનો ખૂબ ખૂબ આભાર કે તમે લોકોએ આજની રાતને સુંદર બનાવી અહિયાં આવીને.. આજે મારી દીકરીનો ૨૧ મો બર્થડે છે. જોતજોતામાં મારી નાની પરી આજે ખૂબ મોટી થઈ ગઈ હોય એવું મને લાગે છે, નાની હતી ત્યારે મારો હાથ પકડીને રમતી, રમકડાં માટે જીદ કરતી, બહાર ફરવા લઈ જવા માટે જીદ કરતી. પણ જેમ જેમ તે સમજવા લાગી તેમ તેમ તેની જીદ ઓછી થવા લાગી, મે અને મારા પત્નીએ આપેલી ફ્રીડમનો ક્યારે પણ ખરાબ રીતે ઉપયોગ નથી કર્યો.. મને ગર્વ છે તારા ઉપર બેટા.. મેહુલભાઈ પ્રિયાંશી સામે જોઈને બોલી રહ્યા હતા.. મેહુલભાઈની આંખોમાં આંસુ હતા અને સાથે સાથે પ્રિયાંશી, દેવાંશી અને માયાબેનની આંખોમાં પણ હતા..


અત્યાર સુધી મે પ્રિયાંશીને તેના બર્થડેમાં બોવ મોટી મોટી ગિફ્ટ આપી છે અને આજે પણ હું તેને એક ગિફ્ટ આપવાનો છું, દર વર્ષે તને ગિફ્ટ કેક કાપ્યા પછી મળે છે જ્યારે આજે તને ગિફ્ટ કેક કાપ્યા પહેલા જ આપવાનું વિચાર્યું છે. આ ગિફ્ટ તને અત્યાર સુધી મળેલી બધી ગિફ્ટ કરતાં વધારે પસંદ આવશે. એટલે પ્રિયાંશી બેટા અહિયાં આવ મારી પાસે.. (પ્રિયાંશી મેહુલભાઈ પાસે જાઈ છે) અને હવે હું એક એવા વ્યક્તિને અહિયાં મારી પાસે બોલાવીશ જે કદાચ પ્રિયાંશીને અમારા બધા કરતાં વધારે સમજે છે, પ્રિયાંશી ચૂપ હોય તો તે તેની અંદર રહેલું મૌન સમજી જાઈ છે, પ્રિયાંશી દુખી હોય તો તેને હસાવે છે, પ્રિયાંશી પ્રોબ્લેમમાં હોય તો તેના પ્રોબ્લેમ સોલ્વ કરે છે, અને બધી રીતે પ્રિયાંશીની સાથે હોય છે.. અને તે વ્યક્તિ છે પ્રિયાંશ.. આવ બેટા તું પણ અહિયાં આવ.. (પ્રિયાંશ પણ મેહુલભાઈની બાજુમાં જઈને ઊભો રહી જાઈ છે) મેહુલભાઈ એક હાથમાં પ્રિયાંશીનો હાથ પકડે છે અને બીજા હાથમાં પ્રિયાંશનો, પ્રિયાંશને કઈ સમાજમાં નહોતું આવી રહ્યું કે આ બધુ થઈ શું રહ્યું છે એમ..


મેહુલભાઈ પ્રિયાંશીનો હાથ પ્રિયાંશના હાથમાં મૂકે છે અને પ્રિયાંશી સામે જોઈને બોલે છે આ રહ્યું તારું ગિફ્ટ અને પછી પ્રિયાંશ સામે જોઈને બોલે છે કે મારી દીકરીને તું મારા કરતાં પણ વધારે પ્રેમ કરે છે તે હું જાણું છું. તું તેની આંખોમાં ક્યારે પણ આંસુ નહી આવવા દે તે પણ મને ખબર છે. બસ તમે બંને જિંદગીભર ખુશ રહો તેવી મારી શુભકામનાઓ... અને આ નિર્ણય મે, પ્રિયાંશીના મોમે અને તારા બા બાપુજી ચારેયે ભેગા મળીને લીધો છે.. પ્રિયાંશને સમજમાં નહોતું આવી રહ્યું કે અત્યારે તે કોઈ સપનું જોઈ રહ્યો છે કે આ બધુ સાચેજ થઈ રહ્યું છે....


દેવાંશી આવે છે અને પ્રિયાંશીને એક રિંગ આપે છે અને કહે છે જીજુને પહેરાવ અને પ્રિયાંશી તે રિંગ લઈને ગોઠણ ઉપર બેસે છે અને પછી પ્રિયાંશનો હાથ પકડે છે અને તેની આંગળીઓમાં પહેરાવી દેઇ છે. પણ આ બાજુ પ્રિયાંશ માટે આ બધુ સ્વપ્ન સમાન હતું.. અને બીજી વાત તે હતી કે પ્રિયાંશીએ તો તેને રિંગ પહેરાવી દીધી પણ તેની પાસે પ્રિયાંશીને પહેરાવા માટે રિંગ નહોતી.


મયંક એક ગિફ્ટ બોક્સ લઈને આવે છે અને પ્રિયાંશના કાનમાં કહે છે. (ભાઈ આમાં રિંગ છે અને આ બોક્સ તું પ્રિયાંશી પાસે ખોલાવ જે ) પ્રિયાંશ આંખોના ઇશારાથી મયંકનો આભાર માને છે અને મયંક પણ આંખોના ઇશારાથી તેને જિંદગીના આ સુંદર પળને એન્જોય કરવાનું કહે છે...


પ્રિયાંશ ગિફ્ટનું બોક્સ પ્રિયાંશીને આપે છે.. લગભગ ૩ ફૂટ જેટલું એક ગિફ્ટનું બોક્સ હતું.. પ્રિયાંશીએ ધીમે રહીને તે બોક્સ ખોલ્યું અને જેવુ તે બોક્સ ખોલ્યું તેમાથી દિલ આકારના ગેસથી ભરેલા ફુગ્ગાઓ બહાર નીકળ્યા અને તે ફુગ્ગાઓ એક દોરી વડે બાંધેલા હતા અને તે દોરીના છેડે એક બોક્સ બાંધેલું હતું જેમ જેમ ફુગ્ગાઓ ઉપર આવી રહ્યા હતા તેમ તેમ દોરી વડે લટકેલું બોક્સ પણ ઉપર આવી રહ્યું હતું અને થોડી ઊંચાઈ ઉપર જઈને ફુગ્ગાઑ અટકી ગયા અને પેલું બોક્સ બરાબર પ્રિયાંશીના ફેસની સામે આવીને સ્ટોપ થયું.. પ્રિયાંશીએ ધીમેથી તે બોક્ક્ષને દોરીથી અલગ કર્યું. બોક્સ અલગ થયું એટ્લે પેલા ફુગ્ગાઓ હવામાં ઉડી ગયા, જેવા પેલા ફુગ્ગાઓ ઊડ્યાં તેની સાથે જ બીજા હજારો દિલ આકારના ફુગ્ગાઓ આકાશમાં ઉડવા લાગ્યા હતા અને પ્રિયાંશી આ બધુ જોઈ રહી હતી અને એકદમ ખુશ થઈ ગઈ હતી અને પાટીમાં હાજર રહેલા તમામ વ્યક્તિઓ અત્યારે બસ આકાશ સામે જોઈ રહ્યા હતા.. પ્રિયાંશી પછી પેલું બોક્ક્ષ ખોલે છે અને તે ખોલતાજ તેની આંખો ચાર થઈ જાઈ છે તેમાં ગોલ્ડ અને ડાયમંડની રિંગ હતી.. પ્રિયાંશ પણ આ બધુ જોયા પછી આભારભરી આંખોથી મયંકને જોઈ રહ્યો હતો અને બને મનોમન વાતો કરીએ રહ્યા હતા..


પ્રિયાંશ:- મોટાભાઈ તમારો ખૂબ ખૂબ આભાર...


મયંક:- આભાર કેમ ?


પ્રિયાંશ:- આટલું બધુ કરવા માટે..


મયંક:- માર ખાવાનો થયો છે તું..


પ્રિયાંશ:- એમાં શું માર ખાવાનો થયો ? હું તો પ્રિયાંશી માટે રિંગ પણ નહોતો લાવ્યો અને તમે ગિફ્ટ બોક્સ, રિંગ, ફુગ્ગાઓ. બાકી જમાવટ કરી દીધી હો.. અને તમે આ રિંગ લાવ્યા ક્યાથી ?


મયંક:- તારી પાસેથી જ બધુ સિખ્યો છું ભાઈ.. મારી સાથે પછી વાત કરજે પેલા પ્રિયાંશીને રિંગ પહેરાવ..


પ્રિયાંશ:- સારૂ..


પ્રિયાંશી પેલી રિંગનું બોક્સ પ્રિયાંશના હાથમાં મૂકે છે અને કહે છે.. હું પણ રિંગ લાવી હતી.


પ્રિયાંશ:- મતલબ ?


પ્રિયાંશી:- મને એમ હતું કે તને સરપ્રાઈઝ મળવાનું છે તો તારા પાસે રિંગતો હશે નહીં મને પહેરવા માટે એટલે હું લઈ આવેલી રિંગ તારા સાઈડથી.. પણ અહિયાં તો સાહેબ મારા કરતાં ૨ પગલાં આગળ છે..


પ્રિયાંશ:- આ રિંગ હું નથી લાવ્યો..


પ્રિયાંશી:- તો ?


પ્રિયાંશ:- આ બધુ મયંકભાઈએ કર્યું છે....


બને વાતો કરી રહ્યા હતા ત્યાજ ભગવાનભાઈ અને ભાવનાબેન પ્રિયાંશ પાસે આવે છે અને ભગવાનભાઈ પ્રિયાંશના હાથમાં એક રિંગ મૂકે છે..


પ્રિયાંશ:- તમે પણ લાવ્યા છો રિંગ?


ભગવાનભાઈ અને ભાવનાબેન:- હા અમને એમ કે...


પ્રિયાંશ:- હા હું સમજી ગયો...


અને ત્યાજ મેહુલભાઈ અને માયાબેન આવે છે અને તે પણ પ્રિયાંશને એક રિંગ આપે છે..


પ્રિયાંશ:- તમે પણ..


છેલ્લે આવે છે રિચા...


રિચા:- પ્રિયાંશ લે આ રિંગ તું પહેરાવ પ્રિયાંશીને.. રિચા આગળ બોલે તે પહેલા જોવે છે કે પ્રિયાંશના હાથમાં ૪ રિંગ હતી.. એક પ્રિયાંશી લાવી હતી, બીજી મેહુલભાઈ, ત્રીજી મયંક, ચોથી તેના બા બાપુજી અને હવે પાચમી રિંગ લઈને રિચા આવી હતી.. અને આ નજારો જોઈને ત્યાં હાજર રહેલા બધા હસવા લાગે છે.. અને પ્રિયાંશ મનોમન ખુશ થઈ જાઈ છે કે તેને બધા આટલો પ્રેમ કરે છે જ્યારે ભગવાનભાઈ અને ભાવનાબેન પણ આ જોઈને ખુશ થઈ જાઈ છે કે આજે તેમણે જે સંસ્કારો પ્રિયાંશને આપ્યા હતા તે રંગ લાવી રહ્યા છે. પ્રિયાંશે સબંધો કમાવ્યા છે, જ્યારે મેહુલભાઈ અને માયાબેન વિચારી રહ્યા હતા કે તેમણે તેમની દીકરીનો હાથ સાચા વ્યક્તિના હાથમાં આપ્યો છે..


પ્રિયાંશી:- રિંગ પહેરાવ..


પ્રિયાંશ:- બોવ ઉતાવળ લાગે છે તને..


પ્રિયાંશી:- હા છે ચાંપલા..


પ્રિયાંશ પછી તેના બા અને બાપુજી પાસેથી રિંગ લઈને પ્રિયાંશીને પહેરાવે છે અને બાકી બધી રિંગ તેમના મૂળ માલિકને પાછી આપી દેઇ છે.. રિંગ પહેરાવ્યા પછી પ્રિયાંશી કેક કાપે છે, ત્યારબાદ ફોટો સેશન થાઈ છે, ત્યારબાદ કપલ ડાંસનો પ્રોગ્રામ હોય છે જેમાં બધા કપલ ડાંસ કરી રહ્યા હતા અને તેમાં મયંક અને રિચા પણ હતા.. અને તેની બાજુમાં પ્રિયાંશી અને પ્રિયાંશ પણ હતા...


મયંકે પ્રિયાંશની સામે જોયું અને ઈશારો કર્યો એટલે પ્રિયાંશ સમજી ગયો અને પ્રિયાંશે ધીમે રહીને પ્રિયાંશીના કાનમાં કઈક કીધું અને પછી ધીમે ધીમે કરીને જેટલા પણ કપલ ડાંસ કરતાં હતા તે બહાર આવી ગયા હતા અને હવે માત્ર એક કપલ બચ્યું હતું તે હતા રિચા અને મયંક. રિચા અને મયંક બસ એક બીજાની આંખોમાં આંખ નાખીને ડાંસ કરી રહ્યા હતા. બંનેમાથી કોઈનું પણ ધ્યાન ના હતું કે તેમની સિવાય હવે ડાંસ કોટ પર કોઈ નથી બસ તે બંને તેમની ધૂનમાં નાચી રહ્યા હતા... થોડીવાર પછી પ્રિયાંશ DJ વાળા પાસે જઈને મ્યુજીક બંધ કરાવે છે અને તે સાથે જ આંકથી મયંકને ઈશારો કરે છે.. જેવુ મ્યુજીક બંધ થયું તેવું જ મયંકે પેલી ડાઈમંડ અને ગોલ્ડની રિંગ કાઢી અને રિચા સામે આગળ કરી.. રિચાએ પણ રિંગ જોઈને તેનો હાથ આગળ કર્યો અને પછી મયંકે તે રિંગ રિચાને પહેરાવી દીધી અને પછી રિચા પણ રિંગ લઈને આવી હતી તે રિંગ મયંકને પહેરાવી અને જેવી રિંગ પહેરાવી તેવી જ બધાએ તાળીઓ અને બૂમો પાડીને બંનેને ચીરઅપ કર્યા.. અને પછી રિચા અને મયંક પણ પ્રિયાંશી અને પ્રિયાંશ પાસે જઈને ઊભા રહી ગયા...


પ્રિયાંશ:- આ રિંગ તમે રિચાદીદી માટે લાવ્યા હતા ને ?


મયંક:- હા...


પ્રિયાંશ:- તો મને શું કામ આપી હતી પ્રિયાંશી ને પહેરાવા ?


મયંક:- કેમ ના અપાઈ મારા ભાઈને ?


પ્રિયાંશ:- અગર મે પહેરાવી દીધી હોત આ રિંગ પ્રિયાંશીને તો ?


મયંક:- તો હું કાલે નવી લઈ આવેત.... અત્યારે તારે વધારે જરૂર હતી રિંગની...


પ્રિયાંશ મયંકને HUG કરે છે. અને પછી બધા પાર્ટી એન્જોય કરે છે.....


(પાર્ટી પછીના દિવસે મયંક રિચા સાથે તેના ફેમિલીને મળવા જાઈ છે અને ત્યાં મળ્યા પછી રિચા મયંક સાથે તેના ફેમિલીને મળવા જાઈ છે, બંનેનું ફેમિલી રાજી હોય છે મેરેજ માટે અને એવું નક્કી થયું હોય છે કે બંનેના મેરેજ ૩ વર્ષ પછી કરશું.. અને ૧ વીક રહીને મયંક, શીતલ, પ્રિયાંશી અને પ્રિયાંશ પાછા શિકાગો આવી જાઈ છે)


----------------------------------------------------------------


૩ વર્ષ પછી.........


મયંક, શીતલ, પ્રિયાંશી અને પ્રિયાંશ બધા ભારત પાછા આવે છે, શીતલ, પ્રિયાંશી અને પ્રિયાંશનું સ્ટડી પૂરું થઈ ગયું હતું અને ૧ વર્ષ ત્યાં નોકરી કરીને ત્યાનો અનુભવ પણ લઈને આવ્યા હતા અને ત્રણેય હવે અહિયાં જ રહેવા માંગતા હતા અને સાથે મયંક પણ ભારત પાછો આવ્યો હતો અને તે પણ હવે ભારતમાં જ રહેવાનો હતો. મયંકના લગ્નની તારીખ પણ આવી ગઈ હતી અને હવે બસ થોડા દિવસો બાકી હતા તેના લગ્નમાં.. લગ્ન રિચાના હોમટાઉન અમદાવાદમાં હતા અને બને મેરેજ પછી ભાવનગરમાં રહેવાના હતા જ્યારે પ્રિયાંશી પણ ભાવનગરમાં રહીને તેના ડેડની સાથે કામ કરવાની હતી જ્યારે પ્રિયાંશતો તેના સપના પ્રમાણે અંતરિયાળ ગામડાઓના બાળકોને શિક્ષિત કરવાનો હતો અને તેના આ કામમાં તેનો સાથ શીતલ આપવાની હતી..


(મયંક અને રિચાના લગ્નો દિવસ), અમદાવાદ


મયંક અને રિચાના લગ્ન ધામધૂમથી થયા હતા અને પ્રિયાંશે રિચાને પ્રોમિસ કર્યું હતું તે પૂરું પણ કર્યું, રિચાના લગ્નમાં એક ભાઈની બધી જ ફરજ પ્રિયાંશે નિભાવી હતી અને રિચાના ઘરવાળા પણ પ્રિયાંશને તેમના છોકરાની જેમજ હવે રાખતા હતા..


----------------------------------------------------------------

૧૫ વર્ષ પછી (કરેડા ગામ )


પ્રિયાન:- અંકલ સ્ટોપ કેમ થઈ ગયા ? આ સ્ટોરી અહિયાં સુધી જ છે ?


મયંક:- હા બેટા અહિયાં સુધી જ છે..


પ્રિયાન:- અંકલ બોવ મજા આવી સ્ટોરી સાંભળવાની...


મયંક:- હા.......


બને વાતો કરતાં હતા ત્યાજ પ્રિયાંશ આવે છે.. અને તેને આવતા જોઈને પ્રિયાન દોડીને તેની પાસે જાઈ છે...


પ્રિયાન:- બાપુજી મયંક અંકલ આવ્યા છે..


પ્રિયાંશ:- અરે મોટાભાઇ તમે ક્યારે આવ્યા ?


મયંક:- હું તો સવારે વેલ્લો આવ્યો છું...


પ્રિયાંશ:- મને ફોન કરવો હતો ને.... હું બાજુના ગામમાં જ ગયો હતો છોકરાઓને ભણાવવા માટે..


મયંક:- તો MLA સાહેબ હજી સુધી ભણાવે છે...


પ્રિયાંશ:- મોટાભાઇ MLA તો હું ખાલી લોકોની સેવા કરવા માટે બન્યો છું જ્યારે જ્યારે અહિયાં હોવ ત્યારે ત્યારે બસ આજુ બાજુના ગામોમાં ફરતો હોવ, લોકોની જેટલી સેવા થઈ એટલી કરું અને બાકી છોકરાઓને ભણાવવાનું..... તમે બોલો એકલા આવ્યા છો કે મારા દીદી અને મારી ઢીંગલી બંનેને પણ લઈને આવ્યા છો..


મયંક:- તારી દીદી અને ઢીંગલી બંનેને લઈને આવ્યો છું બંને વાડીએ ગયા છે...


પ્રિયાંશ:- તો બોલો મોટાભાઇ સવારનું શું કર્યું તમે ?


મયંક:- બસ આ નાના પ્રિયાંશ સાથે સમય પસાર કર્યો...


પ્રિયાંશ:- પ્રિયાન અંકલને હેરાનતો નથી કર્યા ને ?


પ્રિયાન:- ના બાપુજી અંકલેતો મને વાર્તા પણ કીધી.


પ્રિયાંશ:- અચ્છા કઈ વાર્તા...


પ્રિયાન:- એ હું નહી કવ....


પ્રિયાંશ:-કઈ વાર્તા કીધી તમે તેને ?


મયંક:- હતી એક, મારી ફેવરીટ વાર્તા....


પ્રિયાંશ:- હું સમજી ગયો કઈ વાર્તા કીધી હસે તમે...


મયંક:- હા હા હા હા...


પ્રિયાંશ:- ચાલો હવે વાડીએ..


પ્રિયાંશ, પ્રિયાન અને મયંક ત્રણેય વાડીએ જાઈ છે, પ્રિયાંશ અત્યારે MLA હતો ગુજરાતનો છતાં પણ તે હજી લોકોની સેવામાં વધારે ધ્યાન આપતો, તેનું સપનું હતું બધાને સાથે લઈને ચાલો તો દેશનો વિકાશ થસે અને તે ધીમે ધીમે સાર્થક થઈ રહ્યું હતું આજે તેના ગામની આજુ બાજુના બધાજ ગામો ખુબજ સુખી હતા, ત્યાના બાળકોને કોલેજ સુધીનો અભ્યાસ ફ્રી માં મળી રહ્યો હતો, બધા ગામોમાં હોસ્પિટલો બની ગઈ હતી, પ્રત્યેક ઘરોમાં આજે ઇન્ટર્નેટ અને કોમ્પુટર હતા… જ્યારે મયંકનું નામ આજે ભાવનગરના બધા લોકો સુધી પહોચી ગયું હતું, ભાવનગરમાં આવીને તેને એક નાની એવી કંપની ખોલી હતી જે અત્યારે ૩૦૦૦ જેટલા કામદારો સાથે ભાવનગરની મોટામાં મોટી કંપની હતી, અને રિચા અત્યારે ભાવનગર સીટીમાં ક્લાસ ૧ ઓફિસર બની ગયા હતા, શીતલ પણ મેરેજ કરીને ભાવનગર આવી ગઈ હતી અને શીતલ મયંકને ઓફિસમાં પણ મદદ કરતી અને જ્યારે પ્રિયાંશ ગાંધીનગર હોય ત્યારે તેનું બધુ કામકાજ તે અને પ્રિયાંશી બને સાંભળતા હતા... પ્રિયાંશ અને પ્રિયાંશીને એક દીકરો થયેલો તેનું નામ હતું પ્રિયાન અને મયંક અને રિચાને એક દીકરી હતી તેનું નામ હતું આક્રતી.. હજી પણ મહિનામાં એક દિવસ બધા ભેગા મળીને પસાર કરતાં હતા...


જેવા પ્રિયાંશ, મયંક અને પ્રિયાન વાડીએ પહોચે છે ત્યાજ આક્રતી પ્રિયાંશને જોઈને દોડીને તેની પાસે આવી જાઈ છે અને પ્રિયાંશ પણ આક્રતીને તેડી લે છે..


આક્રતી:- મામૂ ચોકલેટ ખાવી મારે..


પ્રિયાંશ તેના ખીચામાથી ચોકલેટ કાઢે છે એક આક્રતીને આપે છે અને બીજી પ્રિયાનને..


અને પછી બધા અંદર જાઈ છે સાથે જમે છે. રિચા, પ્રિયાંશી, શીતલ, મયંક, પ્રિયાન, આક્રતી અને પ્રિયાંશ અને ત્યારબાદ બધા બહાર બેઠા હોય છે. ત્યાજ પ્રિયાન એક ફોટોફ્રેમ બહાર લઈને આવે છે.. જેમાં પ્રિયાંશ અને પ્રિયાંશી શિકાગોના ફેમસ એવા The Bean in Millenium Park પાસે ઊભા હોય છે.. અને આ જોઈને મયંકને યાદ આવે છે વર્ષો પહેલાની વાત..


મયંક:- આ ફોટોતો મે પાડેલો છે.. પહેલો દિવસ હતો તમારો શિકાગોમાં અને આપડે ફરવા ગયેલા..


પ્રિયાંશી:- હા મયંકભાઈ.. મારો અને પ્રિયાંશનો એક સાથે પાડેલો પહેલો ફોટો છે તે....


મયંક:- ઓહહ..


પ્રિયાંશી:- સગાઈ થઈ તે બર્થડેની ગિફ્ટ છે પ્રિયાંશે આપેલી..


પ્રિયાન:- મોમ આ ફોટોમાં નીચે કોને લખ્યું છે કે વિદેશમાં મળેલું દેશી દિલ... આ ફોટોમાં દિલ ક્યાં છે?


અને આ સાંભળી બધા હસી પડે છે..


અંતમાં એટલું કઇશ કે જ્યાં દોસ્તી છે ત્યાં પ્રેમ છે જ અને જ્યાં પ્રેમ છે ત્યાં દોસ્તી છે, પ્રેમની શરૂવાતજ દોસ્તીથી થાઈ છે. દોસ્તી વગરનો પ્રેમ જાણે પાણી વગરના સમુદ્ર જેવો છે..


દોસ્તી શું છે?
બસ મારા માટે તો તું જ છે.

દિલમાંથી આવતી પુકાર છે,
એના પર બસ તારો જ રાજ છે.
ભટકીશ કે ક્યાંક અટવાઈશ,
તું શોધી લેશે વિશ્વાસ છે.


દોસ્તી?
મારા માટે તો તું જ છે.

હું શરીર તો તું આત્મા છે,
મારામાં જીવતો જાગતો અહેસાસ છે.
રોજ ના પણ મળું અને ના પણ બોલું,
છતાં તારા સ્મરણ દરેક પળમાં છે.


દોસ્તી?
મારા માટે તો તું જ છે.

મુસીબતો આવતી જતી હોય છે,
દરેકનો ઉપાય જ તું છે.
અરે!! ઠોકર ક્યાંક મને વાગે છે,
તો તકલીફ તને થઈ જાય છે.


દોસ્તી?
મારા માટે તો તું જ છે.

હું આસમાન તો તું જમીન છે,
પણ એકબીજામાં વસતી જાન છે.
મિત્રો ઘણા મળ્યા ,સ્વાર્થે ઘણા છૂટ્યા,
પણ તારો સાથ જ અતૂટ લાગે છે.


દોસ્તી?
મારા માટે તો તું જ છે.

તારા અને મારા વચ્ચે કંઈ સમાન નથી,
પણ પ્રેમ છે જે ભેળસેળ વગરનો છે.

દોસ્ત, બસ મારા માટે તો તું જ મારી દોસ્તી છે.

********* સમાપ્ત *********


-----------------------------------------------------------------------------------

આશા કરું છું કે પ્રિયાંશ અને પ્રિયાંશીની આ સફરમાં તમને મજા આવી હશે, અને જો કોઈને કઈ સુજાવ આપવા હોઇ તો મને ઇનસ્ટાગ્રામ અથવા ફેસબુક ઉપર મેસેજ કરીને આપી શકો છો..

તો ફરી મળીશું એક નવી સ્ટોરી સાથે, ધન્યવાદ....