વિદેશમાં મળેલું દેશી દિલ ભાગ - ૨ Akshay Dihora દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વિદેશમાં મળેલું દેશી દિલ ભાગ - ૨

આગળના ભાગમાં તમે જોયુ કે ભાવનગર જિલ્લાના નાનકડા ગામના ખેડુતનો દિકરો ધો. ૧૨ મા ભાવનગર જિલ્લાંમા પ્રથમ ક્રમાંકે પાસ થાય છે. બીજી બાજુ ભાવનગરનાજ એક ઉધોગપતિની દિકરી પણ ધો. ૧૨ મા ભાવનગર જિલ્લામાં દ્રિતિય ક્રમાંકે આવે છે. બન્નેના સપના એક જ હોય છે. અમેરીકા જઇને આગળનો અભ્યાસ કરવો અને તેના માટે માતા-પીતા પાસેથી પર્મિશન લેવી તો જોઇએ આગળ કે પ્રિયાંશ અને પ્રિયાંશીને તેમના માતા-પીતા પર્મિશન આપે છે કે નહી.

---------------------------------------------------------------------------------------

પ્રિયાંશ અને તેના બા-બાપુજી અને આખુ ગામ આજે બધા જ બોવ જ ખુશ છે. ભગવાનભાઇએ સાંજ માટે ખાસ તેનાજ ખેતરની ઓર્ગનિક કેસર કેરી લાવીને તેનો રસ બનાવે છે. આ બાજુ ભાવનાબેન પણ જુદી જુદી વાનગીઓ બનાવવામાં વ્યસ્ત હોઈ છે. અને ગામમાં લોકો ને જાણ થતા જ ગામના ઘણા બધા સ્ત્રી અને પુરુષો કહ્યા વગર જ ભગવાનભાઇ અને ભાવનાબેન ની મદદ કરવા માટે આવી જાય છે.


(અને આજ તો છે ગામડાની ખાસિયત એક બિજા પ્રત્યે નો લગાવ અને પ્રેમ, એક પણ શબ્દ બોલ્યા વિનાજ આ લોકો એક બિજાના મનની અને દિલની વાત જાણી જાય છે અને એકમેકની હુંફ બનીને રહે છે. ગામમા કોઇના પણ ઘરે સારા કે ખરાબ દિવસો હોઇ ત્યારે આખુ ગામ તેમની સાથે હોઇ છે. ત્યાં સબંધોનુ મહત્વ છે પૈસા નું નહિ.અને બિજી બાજુ બધાજ શહેરોમા લોકો પૈસાને મહત્વ આપતા જાય છે અને સંબધોને ભુલતા જાય છે.)


સાંજના ૭ વાગવાની સાથે જ લોકો પોત પોતાના ફેમીલી લઇને ભગવાનભાઇના ઘર તરફ આવવા લાગે છે. અને આ બાજુ ભગવાનભાઇ, ભાવનાબેન અને પ્રિયાંશ અને બિજા ગામના લોકોએ પેલાથી જ જમવાની બધીજ તૈયારી કરી લિધી હોય છે.


લોકો જેમ જેમ આવે છે તેમ સૌપ્રથમ પહેલા પ્રિયાંશને અભિનંદન અને આગળ ના ભવિષ્ય માટે સુભેચ્છા આપે છે અને ત્યારબાદ ભગવાનભાઇ અને ભાવનાબેનને પણ અભિનંદન આપે છે.


જમવામાં કાઠીયાવાડી વાનગીઓ બનાવવામાં આવી હોય છે. કેરીનો રસ, બટેટાનિ સુકી ભાજી, પુરી, આખા રિંગણાનુ શાક, ભરેલો ભિંડો, આખી ડુંગળી તથા ઢોકળીનુ શાક સાથે બાજરીના ગરમા ગરમ રોટલા જેની ઉપર ઘી ચારે તરફ ફેલાયેલુ, સાથે દેશી ગોળ અને માખણ, દુધ, છાશ, સંભારામા ભરેલા મરચા અને ભરેલા ટમેટા.


આખુ ગામ ૮ વાગ્યા સુધીમા ભગવાનભાઇના ઘરે ભેગુ થઇ ગયુ હોઇ છે. અને જમવાની શરુઆત કરતા પહેલા આખુ ગામ ભગવાનને પ્રાર્થના કરે છે. પેલા પુરુષો અને બાળકો જમવા બેસે છે. અને મહીલા મંડળ ત્યા સુધીમા ભજન અને કિર્તન ચાલુ કરે છે. પુરુષો જમી રહ્યા પછી મહીલા મંડળ જમવા બેસે છે. અને બધાજ પુરુષો ખેતરમા તાપણું કરીને બિડીઓ જગાવીને અલક-મલકની વાતોએ વળગે છે.


૧૦ વાગ્યા સુધીમા બધાએ જમી લિધુ હોય છે અને બધુ કામ પુરુ કરી બધા પોતપોતાના ઘર તરફ જવા લાગે છે. અને પછી ઘરમાં ભગવાનભાઇ, ભાવનાબેન અને પ્રિયાંશ ત્રણજ હોય છે. પતિ-પત્ની બને ખુશ દેખાતા હતા એટલે જ પ્રિયાંશે વિચારર્યુ કે આ જ સમય છે બા-બાપુજીને પોતાના સપના વિશે જણાવવાનો અને તે વાત ચાલુ કરે છે.


બા-બાપુજી મારે તમને એક વાત કહેવી છે. જો તમારી આજ્ઞા હોઇ તો કરી શકુ ?


ભગવાનભાઇ: અમારી સાથે વાત કરવા માટે તારે પુછવાની જરૂર ક્યાર્થી પડવા લાગી?


પ્રિયાંશ: બાપુજી વાતજ એવી છે કે તમારિ સંમતિની જરૂર છે.


ભગવાનભાઇ અને ભાવનાબેન બને એકબીજાની સામે જોઇ ને વિચારવા લાગ્યા કે એવી કઇ વાત છે. જેને લઇ ને પ્રિયાંશ આટલો વ્યાકુળ દેખાય છે.


ભાવનાબેન: બટા તારે જે કહેવુ હોઇ તે બોલને એમા આટલુ શુ વિચારે છો?


પ્રિયાંશ: બા-બાપુજી તમે મારા પેલા દોસ્તાર પેલા પડવા ગામમા રહેતા કરણને ઓળખતા જ હશો ને.


ભગવાનભાઇ:- હા પેલા રમેશભાઇ નો દિકરોને જે ગયા વરહે જ વિદેશમા ગયો છે ભણવા માટે.


પ્રિયાંશ: હા બાપુજી ઇ જ..


ભગવાનભાઇ:- હા તો બોલ ઇ નુ સુ..


ભગવાનભાઇ:- બાપુજી મારે પણ તેની જેમ આગળનુ ભણવા માટે બહાર જાવુ છે.


ભાવનાબેન:- ક્યા ગયોસે ઇ ભણવામાટે?


પ્રિયાંશ:- અમેરીકા..


ભાવનાબેન:- તો તારે ત્યા પરદેશમા જાવુ છે ભણવામાટે???


પ્રિયાંશ:- હા...


ભાવનાબેન રડવા જેવા થઇ ગયા અને બુમ પાડીને બોલ્યા કે તારે નથી જાવાનુ પરદેશ અહિયા જ રહીને જે કરવુ હોઇ ઇ કર, ભાવનગર જાવુ તો જા ભણવા પણ પરદેશ તો હુ નઇ જ જવા દવ.


પ્રિયાંશ:- પણ બા મારે જાવુ છે. ત્યા જાઇને મારે કોમ્યુટર વિષયમાં આગળ ભણવુ સે અને મોટો માણહ થઇ ને તમારુ અને બાપુજીનુ નામ મોટુ કરવુ છે.


ભાવનાબેન:- ઇ હુ કઇ ના જાણુ તારે નથી જવાનુ આઇ જ રઇ ને જે કરવુ હોઇ એ કર..


ભાવનાબેન રડતા રડતા ત્યાથી જતા રહે છે. પ્રિયાંશ પણ રડતો રડતો તેના રૂમમા જતો રહ્યો અને રૂમનુ બારણુ બંધ કરી દિધુ.


મા-બેટા વચ્ચે જે પણ થઇ રહ્યુ હતુ તે ભગવાનભાઇ બસ ચુપચાપ સાંભળ્યે જતા હતા.


-----------------------------------------------------------------------------


પ્રિયાંશી, દેવાંશી અને માયાબેન તૈયાર થઇને મેહુલભાઇની રાહ જોઇ રહ્યા હતા.


માયાબહેને પેલીથી જ મુવિની ટીકિટ બુક કરી રાખી હતી.


૩:૩૦ થતાજ મેહુલભાઇ ઘરે આવી ગયા હતા. અને જલ્દી જલ્દી તૈયાર થઇને ચારેય જણા મુવિ માટે હિમાલયા મોલ તરફ નિકળી ગયા.


૭ વાગે મુવિ પુરી થઇ અને મેહુલભાઇ એ માયબેન ને પુછ્યુ, ૭ વાગ્યા છે તો ડીનર કરવા માટે ક્યા જઇશુ ?


માયબેન:- જ્યા પણ છોકરીઓની ઇચ્છા હોય ત્યા જઇએ.


મેહુલભાઇ પ્રિયાંશી અને દેવાંશી ને પુછ્યુ..


પ્રિયાંશી અને દેવાંશી બન્ને એક સાથે બોલી. ડેડી આજે સાઉથ ઇન્ડિયન ખાવાની ઇચ્છા છે. તો સંકલ્પ હોટેલ જઇએ

મેહુલભાઇ બોલ્યા ઓકે ત્યા જઇશુ તે પેલા આપણે થોડી શોપીંગ કરી લઇએ અને ચારેય લોકો વાઘાવાડી પરના બ્લુ બુઢ્ઢાના શોરૂમ પર પહોચી ગયા.


ત્યાથી પ્રિયાંશી એ ૩ જીન્સ, ૨ ટોપ, ૨ ટી-શર્ટ અને ૩ શર્ટ લિધા જ્યારે દેવાંશીએ પણ ૨ જીંસ અને ટોપ અને ૨ શર્ટ લિધા. મેહુલભાઇએ પણ તેમના માટે ૨ શર્ટ અને ૧ જીંસ લિધુ અને માયબેને ૨ ટી-શર્ટ લીધા. શોરૂપ પરથી નિકળ્યા ત્યાજ ૮:૩૦ થઇ ગયા હતા અને બધાને ભુખ પણ લાગી હતી, બધાજ ત્યાથી સંકલ્પ હોટેલ ગયા.


વીઇટરે તેમને ૪ લોકોના ટેબલ તરફ બેસવા કહ્યુ. પ્રિયાંશીએ માટે ચિઝ સ્પ્રિંગ ઢોસા, દેવાંશી માટે પનીર ઢોસા, માયાબેને કિરાઇ ઉપમા અને મેહુલભાઇએ ઇડલી અને મેંદુવડા ને બધા માટે ફ્રેશ જ્યુશનો ઓર્ડર આપ્યો. અને છેલ્લે બધામાટે ચોકો બ્રાઉની મંગાવી. જમી લીધા પછી. મેહુલભાઇ બિલ પે કરી રહ્યા હતા અને બીજા લોકો કાર પાસે મેહુલભાઇની રાહ જોતા હતા


માયાબેને જોયુ કે પ્રિયાંશી થોડી ચિંતીત લાગતી હતી પણ મેહુલભાઇની હાજરીમા તે પ્રિયાંશીને કઇ પુછી ન શક્યા. અને અત્યારે મેહુલભાઇ તેમની આજુબાજુ ન હતા તેથી તેણે પ્રિયાંશીને પુછ્યુ.

"બેટા કઇ તકલીફ છે?"


પ્રિયાંશી પણ મમ્મી તરફથી આ સમયે પુછાયેલા સવાલ માટે તૈયાર ન હતી.


તેણે ડરતા ડરતા જવાબ આપ્યો. કઇ નહી મમ્મી બસ આગળ શુ કરવુ તે જ વિચાર આવીને થોડી ચિંતા થાય છે.


માયાબેન:- શુ કરવુ શુ? USA જઇને કોમ્યુટર સાઇન્સનો અભ્યાસ અને આ માટે તારા ડેડ તને પર્મિશન આપશે કે નહી તે જ વિચરે છે ને?


પ્રિયાંશી આ વાત સાંભળીને એક દમ શોક થઇ ગઇ હતી કે તે જે મનમાં વિચારી રહી હતી તે તેના મોમ ને કેમ ખબર પડી


પ્રિયાંશી ડરતા અવાજે ખાલી “હા” એટલુ જ બોલી.


હવે મેહુલભાઇ પણ આવી ગયા હતા એટલે માયબેને કિધુ કે ઘરે જઇને વાત કર્યે.


પ્રિયાંશી ઘર સુધી પહોચવાના સમય સુધી વિચારમગ્ન હતી અને થોડે ડરેલી પણ હતી કે મમ્મીને આ વાત કેવી રીતે ખબર અને હવે ઘરે જઇને તે જ્યારે ડેડ સાથે વાત કરશે ત્યારે શુ થશે.


ઘરે પહોચીને જ બધા મુખ્ય હોલમાં બેઠા અને મેહુલભાઇએ વાત ચાલુ કરી.


મેહુલભાઇ:- પ્રિયાંશી હવે આગળનુ તે શુ વિચાર્યુ છે. કઇ વિચાર્યુ હોય તો અમને પણ જણાવ.


પ્રિયાંશી મેહુલભાઇના ઓચિંતા પુછાયેલા સવાલથી ગભારાઇ ગઇ હતી અને વિચારી રહી હતી. આજે મારી સાથે આ થઇ શુ રહ્યુ છે. પેલા મમ્મી અને હવે ડેડ. પ્રિયાંશીને વિચારતી જોઇને મેહુલભાઇએ પાછુ પુછ્યુ.


મેહુલભાઇ:- પ્રિયાંશી શુ થયુ બેટા? મે તને કઈક પુછયુ છે.


પ્રિયાંશી:- કઇ નહિ ડેડ બસ હુ તો એમજ વિચારતી હતી.


મેહુલભાઇ:- તો બોલ આગળ હવે શુ કરવાનુ વિચાર્યુ છે?


પ્રિયાંશી:- ડરતા ડરતા. કઇ નહી ડેડ.


મેહુલભાઇ:- તો મે અને તારા મમ્મીએ તારા ભવિષ્ય માટે કઇ ક વિચાર્યુ છે. કે તુ કઇ કોલેજમા જઇશ અને શુ અભ્યાસ કરિશ તે માટે અમે એક કોલેજ સિલેક્ટ કરી છે. તને જો ઠીક લાગે તો જ આપણે તે કોલેજમાં તારા માટે અપ્લાઇ કરીશુ.


પ્રિયાંશી પાછી વિચારોમા ખોવાઇ ગઇ અને વિચારવા લાગી કે શુ કરે છે તુ? તારા મોમ અને ડેડ સામેથી જ તારા ભવિષ્ય માટે તને પુછે છે તો તે લોકો ને કઇ દેને તારા સપના વિષે..


મેહુલભાઇ:- પ્રિયાંશી….. શુ થયુ? કઇ પ્રોબ્લેમ છે?


પ્રિયાંશી:- ના ડેડ..


મેહુલભાઇ:- તો આ લે કોલેજનુ બ્રોસર અને જોઇલે પેપર ઉપર તારી ભવિષ્યની કોલેજને.


પ્રિયાંશી:- ધ્રુજતા હાથે મોમ-ડેડ લાવેલા એ કોલેજોનુ બ્રોસર લે છે.


લિસ્ટમાં જોતા જ તેની આંખમાંથી આસુઓની ધાર વહેવા લાગે છે. અને તે ઉભિ થઇને સિધ્ધિ જ મેહુલભાઇ ને HUG કરી લે છે.


મેહુલભાઇ:- શુ થયુ મારા દિકાને?

પ્રિયાંશી:- રડતા રડતા મેહુલભાઈની સામે જોવે છે અને પાછી HUG કરીને રડવા લાગે છે. મેહુલભાઇ પણ થોડીવાર પ્રિયાંશીને રડવા દે છે.


થોડીવાર પછી પ્રિયાંશી સ્વ્સ્થ થઇ ને મોમ અને ડેડ ને પુછે છે કે તમને કેવી રીતે ખબર કે મારે આજ કોલેજમાજ સ્ટડી કરવા જવુ છે અને મારે કોમ્યુટર ફિલ્ડમાંજ આગળ વધવુ છે.?


મેહુલભાઇ:- પ્રેમથી પ્રિયાંશીના માથા પર હાથા ફેરવતા બોલે છે કે, પોતાની દિકરીને શુ જોઇએ છે તે અમારા કર્તા વધારે કોને ખબર હોવાની.


પ્રિયાંશી ઉભી થઇને માયબેન અને દેવાંશીને HUG આપે છે. અને સુભરાત્રિ કહીને મંદિરમાં જઇને સૌપ્રથમ ભગવાનનો આભાર માને છે. અને સુવા માટે તેના બેડરૂમમાં જાય છે.

--------------------------------------------------------------------------------------------


પ્રિયાંશીને તો તેમના માતા-પિતા પર્મિશન આપી દે છે. પણ પ્રિયાંશને પર્મિશન મળતી નથી.

આગળ હવે શુ થાય છે તે વાચવા માટે આગળ ના એપિસોડની રાહ જોવો...


------------------------------------------------------------------------------------------------

મિત્રો આજનો એપિસોડ કેવો લાગ્યો તમારા મંતવ્યો મને જરૂરથી જણાવજો.

તમે કોમેન્ટ અથવા instagram પર મેસેજ કરીને મને જાણ કરી શકો છો.