કંકુ Rupa Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કંકુ

"કંકુ ,જરા વાર રાહ જોજે થોડા વાસણ છે હું કાઢી આપું " કહેતાં વજુ બા ચોકડી પાસે આવી ઉભા.

"હરુ બા" કેતી કંકુ વાસણ માં થી એંઠવાડ કાઢવા લાગી.

આશરે ચાલીસેક વર્ષ ની કંકુ 6 ઘર ના કચરપોતા અને વાસણ કરતી હતી. એકવડીઓ બાંધો ,શ્યામ કહી શકાય એવું શરીર, તેલ નાખી ને ચપ્પટ ઓળેલા વાળ એમાંય નંગ વાળી પીનો તો લાગેલી જ હોય. બોલકી એવી ને કે ક્યારેય એનું મો બંધ ના રહે કંકુ સવારે પોણા સાતે તો હજાર જ હોય .

કંકુ ફટાફટ વાસણ ઘસવા લાગી એટલામાં તો વજુબાએ વધારાના વાસણ આપ્યા.

"બા, મુ કાલ ગોમડે જુ 'સુ ગુરુવાર હુધી મુ ની એવું."
કે'તી કંકુ વાસણ ધોવા લાગી.

"હમણાં તો જઇ આવી ફરી થી કેમ ? કાઈ થયુ કે શું?" કહેતા વજુ બા ચોકડી પાસે પડેલા ખાટલા માં બેસી ગયા

"હોવ, ઘર નું કોમ સાલે હે , ને સોડી ને ય ઓય લેતી આવુ એ ય બારમી સોંપડી ભણી રઇ સ . રજાઓ મો કોક કોમ કરતા શીખ " કરતી વાસણ કોરા કરવા લાગી .


વાસણો ના થપ્પા મારી છાબડામાં ગોઠવતી બોલી , "રપત ની પડ એ'ક મુ કોક ન કે તી જાઉં સુ બા"
પછી છાબડું ઉપાડી રસોડા માં પ્લેટફોર્મ પર મૂકી આવી .


"હેંડો તાર મુ જુ " કરતી જવા લાગી

"કંકુ, ઉભી રે "કહેતા વજુ બા પર્સ લાવ્યા એ માંં થી 500 ની નોટ કંકુ ને આપી બોલ્યા ," છોકરી માટે કંઈક સારી વસ્તુ લઇ જજે"

"હરુ બા" કે તી એણે 500 ની નોટ બ્લાઉઝ માં મૂકી પછી ઝાંપા માં થી બહાર નીકળી.

આ એ જ કંકુ છે જે બે વરસ પહેલાં કામે લાગી તી. કામ તો એવું ચોખ્ખું કે વાસણ માં મો જોઈ ને વજુ બા ચાંલ્લો કરી શકે.

ધીમે ધીમે બા સાથે એવો તો ઘરેબો થઈ ગયો કે કંકુ એના સુખ દુઃખ વજુ બા સાથે વહેંચતી થઈ ગઈ . આમેય વજુ બા એકલા જ હતા . દીકરી શ્રુતિ જમાઇ હેમલ કુમાર અને ઈશ્વર દાદા અમેરિકા માં રહેતા.

ક્યારેય વજુબા સાથે દાદા ને જોયા નહતા. એટલે કંકુ પૂછતી , " બા, દાદા ન કોઈ દાડો મી ભળ્યા ની તે ચ્યમ એ અંબેરીકામો (અમેરિકા) રોય સ ?"

વજુ બા હંમેશા કહેતા "અહીં નું વાતાવરણ એમને માફક નથી આવતું એટલે શ્રુતિ અને હેમલ કુમાર સાથે ત્યાં રહે છે."

વજુ બા વરસ માં એક વાર અમેરિકા જઇ ને દીકરી જમાઇ અને દાદા ને મળી આવતા એ એક મહિનો ઘર બંધ રહેતું.

આઠએક મહિના પહેલા સવારે કંકુ આવી. આમ તો વાસણ ઘસતા વાસણ નો ઓછો અને કંકુ નો આવાજ વધારે આવતો , પણ એ દિવસે કાઈ બોલ્યા વગર વાસણ ઘસવા લાગી. વજુ બા ને કાઈ અજુગતું લાગ્યું , પણ સવાર સવાર માં કાઈ બોલ્યા નહીં. બપોરે કચરા પોતા કરવા આવી ત્યારે વજુ બા એ એને શાંતિ થઈ બેસાડી પૂછ્યું , "કંકુ , શુ થયું ? કાઈ તકલીફ છે?"

બસ કંકુ ના તો બારે મેઘ ખાંગા થયા. રડતા રડતા બોલી, "બા , મુ પૈણી ને અયી તાણ હાવ તેર વરહ ની તી. મુ પેટે રઇ તાણ મુ વીહ ની તી. મુ ખોળો ભરઈ ન માર મોમા ન ઘેર જી તણ મારો ધણી કે ક સોકરો અવ તણ જ આવજે. જીવી ના જલમ પસી મુ હહરે જી તાણ માર ધણી એ મન કાઢી મુચી ".

મારી બા તો ઓગડીયાત લાઇ તી . મારો બાપ છોકો બાપ હતો. મુ ચો જુ. એ'ક મુ માર મોમાં ન ત્યો આઈ જી . સોડી જ્યમ ત્યમ મોટી કરી . મારા મોમાં ન ત્યો મેલી ન મુ ઑય કણ આઈ જી.

માર ઘણી એ બીજા લગન કર્યા. ઇન કોઈ વાસ્તર ન'તો હવ પીટયો મારી સોડી માગ સ. મુ હું કરુ બા
કહેતી પોક મૂકી.

" ચિંતા ન કરતી " કહી વજુ બા પાણી લાવ્યા. "બોલ , તારી શુ ઈચ્છા છે ? જીવી તારી જોડે રાખવી છે કે આપી દેવી છે ? કે પછી તારે પાછા તારા ઘરવાળા પાસે જવું છે? બોલ તારે જે કરવું હોય તેમ જ કરીશું. "

"અવ જીવી વન્યા નુ જીવતર શે કોમ નું બા, મુ તો ઇના વગર મરી જઈશ મુ મરી જયે પણ ઇના ઘેર પાસી ની જુ બા."

ઠીક છે . કહી વજુ બા એ મોબાઈલ હાથ માં લીધો . અને કંકુ અધુરો કચરો કઢવા લાગી. કંકુ પોતું મારે એ પહેલાં તો બા એ ત્રણ ચાર ફોન કરી એનો રસ્તો પણ કઢી લીધો.

કંકુ , તારી પાસે તારા ઘરવાળા નો નંબર છે?

હોવ કે તી ઉભી થઇ બ્લાઉઝ માં થી મોબાઈલ કાઢયો . એમાં થી નંબર શોધી ને આપ્યો.

વજુ બા એ એમના મોબાઈલ માં થી નંબર ડાયલ કર્યો. રિંગ વાગતી હતી.

ફોન કોઈ બાઈ એ ઉપાડ્યો . વજુ બા એ હેલો કહતા અનુમાન લગાવ્યું કે ધનજી ની બીજી બૈરી એ જ ફોન ઉપાડ્યો છે. ધનજી છે? કહેતા વજુ બા જવાબ ની રાહ જોવા લાગ્યા

કુણ સે કહેતા વજુ બા એ પોલીસ સ્ટેશનમાં થી કહી પાસો ફેંક્યો.

બાઈ એ તરતજ ધનજી ને ફોન આપ્યો. વજુ બા એ વાત નો દોર હાથ માં લેતા કહ્યું , "ધનજી , તારી બૈરી નું નામ કંકુ છે? "

"ઓવ"

"કંકુ ને અકસ્માત થયો છે તું તાબડતોબ અમદાવાદ આવી જા તારી દીકરી નો હવાલો એ તને સોંપવા માંગે છે. "

"હરુ. અતાર એ ચો સ ?"

"એની રૂમ પર તું આવી જા. ત્યાં થી આઅપણે દવાખાને જઈશું .તું જેમ બને તેમ જલ્દી આવી જા."

"હરુ " સાંભળતાજ વજુ બા એ ફોન મૂકી દીધો.

બીજા દિવસે ધનજી કંકુ ની રૂમ પાર ગયો.

વજુ બા પણ નકલી પોલીસ સાથે ત્યાં જ હતા.

ધનજી તારું નામ ?

"હોવ" જવાબ આપવા માં ધનજી ને પરસેવો છૂટી ગયો.

"બોલ , કેમ કંકુ ને હેરાન કરે છે? જો ભાઈ કંકુ પોલીસ કેસ કરશે તો તું સાત વરસ જેલ માં જઈશ. તને કાયદાઓ વિશે ખબર નથી ? એક પત્ની હયાત હોય તો બીજા લગ્ન ન કરી શકાય એવી તો ખબરજ હશે ને તને ?"

"ભાઈ અત્યારે તો કાયદાઓ પણ આકરા થઈ ગયા છે. કંકુ ખાલી એમ કહે કે ધનજી એ મને મારી ને કાઢી મૂકી મારી દીકરી ને પણ કાઢી મૂકી તો તું જેલ ના સળિયા ગણતો થઈ જઈશ."

"બોલ હવે શુ કરવું છે?"

"સાયેબ , તમે કો ઇમ . ઓ મો મન કોય હમઝ નો પડ. તમ કો તો કોક સા પોણી કરાઈ દુ. સાયેબ ભૂલ થઈ જી ."

એમ કરી ઇન્સ્પેક્ટર બનેલા વજુ બા ના ડ્રાઈવર જગગુ ને સાઈડ માં લઇ ગયો.

"કો ક હમઝી લો ન સાયેબ. "

વજુ બા એ સમજાવ્યા મુજબ જગગુ એ પૈસા માંગ્યા જેથી કંકુ ની ઝીંદગી સારી રીતે પસાર થાય.

"ઠીક છે પચાસ હજાર થશે. બોલ છે મંજૂર ?"

"સાયેબ કોક હમજો , સાયેબ આટલા પિસા સો થી કાઢું ."

"સારું તું કેટલા આપીશ? "

"પસ્સી હજાર હુધી પોહહે સાયેબ."

સારું અત્યારે કેટલા લાયો છે?

"સાયેબ દહ બાર અશે."

"સારું અત્યારે આટલા આપ બીજા પછી આપી જજે."

"હારુ " કહી દસ હજાર જગગુ ને આપ્યા.

એ પાછો જાવા જતો હતો ત્યાંજ કંકુ અંદર ના ઓરડા માં થી બહાર આવી અને જગગુ ના હાથ માં થી દસ હજાર રૂપિયા લઇ ને ધનજી ના મો પર ફેંક્યા.

ને બોલી "જા, થારો પિસો તને ગંધાય .અવ મારી ક જીવી હોમુ ના જોતો. નકર પોલીસ મો પકરાઈ દયે.
હેડ તો થા."

વજુબા ની આંખ માં પાણી આવી ગયા . કાશ કોઈએ 25 વરસ પહેલાં મને મદદ કરી હોત તો શ્રુતિ ને મારી પાસે થી છીનવી લેવાની હિમ્મત ઈશ્વરે ના કરી હોત ને મારી શ્રુતિ ને પારકી જનેતા ના બદલે મારો પ્રેમ મળ્યો હોત.