Matrubhumi bolave che books and stories free download online pdf in Gujarati

માતૃભૂમિ બોલાવે છે

જવેરચંદ મેઘાણી એ કહેલું એમ કે એક વાર તમને તમારું વતન પોકારસે

જ્યારે કોરોના (વાઇરસ) એ સમગ્ર દુનિયામાં પોતાનો પગ પેસારો કરી રહ્યો હતો એને આખી દુનિયા ત્રાહિમામ – ત્રાહિમામ પોકારી રહી હતી ત્યારે ભારત સુરક્ષિત હતું પણ લોકો ભારત માં પાછા ફરવા લાગ્યા લોકોનું એરપોર્ટ પર સ્ક્રિનિંગ કરીને પછી ભારત માં પ્રવેશવા દેવામાં આવ્યા અને જો કોઈ ને તાવ કે સરદિના લક્ષણો દેખાય તો તરતજ આરોગ્ય અધિકારીને જાણ કરવાનું કહેવામા આવ્યું અને

ભારત માં પ્રવેશ કરવા દેવામાં આવ્યો જે લોકો પોતાના વતન પોતાના માબાપ ને ભૂલીજ ગયા હતા એ લોકોને પણ પોતાના માબાપ સાંભડવા લાગ્યા બધા પોતાના ગામડે આવી ગયા ધીમે ધીમે કોરોનાએ ભારતમાં પણ પ્રવેશ કર્યો એક કેસથી શરૂવાત થય ધીમે ધીમે હજારોની સંખ્યામાં આવવા લાગ્યા સરકાર ને પણ ધ્યાન પડતું બંધ થય ગયું કે હવે આમાં કરવું સુ ત્યારે લોકડાઉન કરી નાખવામાં આવ્યું

લોકડાઉન એટલે એક જગ્યાએથી લોકો બીજી જગ્યા એ ન જઈ શકતા , લોકો ઘરની બહાર પણ નહતા નીકળી શકતા જો ઘરની બહાર નીકળે તો પોલીસ વાડા મારે આખા દેશમાં ચારે બાજુ નાકા બાંધી કરવાના આદેશ આપી દેવામાં આવ્યા જ્યારે રાતે વડાપ્રધાન સાહેબે વાત કરીકે લોકડાઉન થવાનું છે

લોકો રાતેજ નીકળવા લાગ્યા પોતાના ઘરે જવા સુરત,વડોદરા,અહમદાવાદ રાજકોટ લોકો જે પોતાના વતનથી દૂર રહી નોકરી ધંધા માટે ગયા હતા ધંધા બધા બંધ કરીદેવામાં આવ્યા લોકો ગામડા તરફ ભગવા લાગ્યા , કારખાના , મિલો બંધ થતાં માલિકોએ તેની ત્યાં કામ કરતાં મજૂરોને કાઢી મૂક્યા કારણ કે કોઈને ખબર ન હતી કે લોકડાઉન કેટલું લાંબુ ચાલસે

તે લોકો એની ત્યાં કામ કરતાં મજૂરોનું ભરણ પોષણ ન કરી શકવાના કારણે તેને કારખાના માથી કાઢી મૂક્યા રસ્તા બધા બંધ હોવાના કારણે બધી બસો બંધ કરી દેવામાં આવી પર પ્રાંતીય મજૂરો ની પાસે કોઈ બીજો રસ્તોજ ન હોવાના કારણે તે પોતાના વતન જવા માટે ચાલી ને જવા નીકળી ગયા

એમની પાસે નાના નાના છોકરા હતા અમુક સ્ત્રીઓ ગર્ભવતી હતી એ લોકો ને પણ આવા કપરા સમય માં ચાલીને પોતાના વતન જવા નીકળવું પડ્યું એ સમય જોતાં એવું દ્રસ્ય સર્જાણું હતું જ્યારે ભારત પાકિસ્તાન ના ભાગ્લા પાડવામાં આવ્યા ત્યારે ત્યાના લોકો અહી અને અહી વસતા લોકો ત્યાં જવા માટે પોતે કેટલા કસ્ટ સહીને જતાં હતા કોઈક કોઈક સ્ત્રી તો રસ્તામાજ પોતાના બાડકને જન્મ આપી રહી હતી એવી કપરી પરિસ્થિતી સર્જાણી હતી વૃદ્ધ મજૂરો રસ્તામાં ચાલી ચાલીને પોતાના છેલા સ્વાસ લઈ રહ્યા હતા

ત્યારે બીજી બાજુ ગામડાઓમાં ખેતીમાં રોકાયેલા મજૂરો પણ પોતાના વતન કેમ જવું એ વિચારી રહ્યા હતા ચેક પોસ્ટ પર પોલીસ લોકોને જવા નહતી દેતી કરફ્યુ જેવો માહોલ થય ગયો હતો જો કોઈ ઘરની બહાર કામ સિવાય નીકળે તો તેને પોલીસ લાકડી વડે મારતા ઘણા લોકોને આ વસ્તુ માં મજા આવતી પોલીસ આવે નય ત્યાં સુધી બેસવાનું અને પોલીસ પછાડ દોડે એટલે ભગવાનુ પણ ઘણા લોકો પોતાના ઘરે પોતાના વતન માં જવા માટે તડપતા હતા

એવુજ એક ગામડે ખેતીમાં રોકાયેલ મજૂર જે ને ઘણા ના ઘરે પોતાની જુવાન દીકરી ની તબિયત સારી નથી એવા ફોન પર સમાચારા માડતા પોતે પોતાના વતન જવા નીકળી ગયો પણ ગામની બહાર નિકલતાજ ચેક પોસ્ટ પરથી તેને પાછો મોકલી દેવામાં આવ્યો પોતે કાયમ તે જે ગામમાં ખેતીમાં રોકાયેલો હતો તે

ગામની ગ્રામપંચાયતે જતો અને મંત્રી અને સરપંચને અરજી કરતો કે તમે એવો દાખલો લખી આપો કે પોલીસ વારા મને મારે નહીં અને મને પોતાના વતન જવા ડે ઘરે મારી દીકરી બીમાર છે અને ઘરે ખાલી મારી ગરઢિ માં છે જે પોતે હાલી સકે એવી સ્થિતિ માં નથી પોતે રડવા લાગતો મંત્રી સાહેબ એને સમજાવતા કે એવો દાખલો નહીં ચાલે એના માટે તમારે મામલતદાર સાહેબ નો દાખલો જોશે તો એ કાયમ આવીજ રીતે પોતે કાયમ આવતો અને પંચાયતે રડવા લાગતો એ

પંચાયત માં એક કોમ્પુટર ઓપરેટર પણ બેસતો જે બધી ઓનલાઈન અરજી કરતો આ આદમીને કાયમ જોતો એને એકવાર મંત્રી સાહેબ ને પૂછ્યું શું હું આને માટે ઓનલાઈન અરજી કરીદવ મંત્રી સાહેબે કહ્યું કે ખુલા વાહન ની પરમીશન નથી આપતા અને બસનું ભાડું આ લોકેને નહીં પોસાઈ એણે કહ્યું કે સાહેબ હું પોતે જઈને રજુવાત કરીસ મંત્રી સાહેબે કહ્યું કે જો તારાથી કઈ મદદ થતી હોય તો તું કોશિશ કર અને જરૂર હોય તો મને ફોન કરજે.

એ કોમ્પુટર ઓપરેટરે એ મજૂર ની અરજી ઓનલાઈન કરી એને માટે વાહન પણ બંધાંવી દિધું અને પોતે એ લોકોને સાથે લઈને મામલતદાર ઓફિસે જઈને રાજુવાત કરી કે આ લોકોને કેવા પ્રસ્નો છે મામલતદાર સાહેબ પણ ખૂબ સારા સ્વભાવના હતા . એણે કહ્યું તમે ઓનલાઈન અરજી કરી નાખો અહીથી હું મંજૂરી આપી દઇશ . અરજી કરી નાખવામાં આવી છે . હવે ખાલી અહીથી એપ્રુવ આપવાની બાકી છે એવું ઓપરેટરે કહ્યું મામલતદાર સાહેબ એ પોતાના ઓપરેટર ણે કહીને તે મજૂર ની અરજી મજૂર કરાવી અરજી મંજૂર થતાજ એ મજૂર મામલતદાર સાહેબ ના પગે પડી ગયો અને આભાર વ્યક્ત કરવા લાગ્યો એ લોકો પછી ઘરે આવી ગયા અને તેજ દિવસે રાતે નીકળી ગયા

એ લોકો એ પંચાયતના ઓપરેટર નો પણ આભાર વ્યક્ત કર્યો અને પોતે નીકળી ગયા એ ઓપરેટર ના મનમાં ખૂબજ ખુશી થવા લાગી કે એણે એક પરિવારને તેના પરિવાર સાથે મડવામાં મદદ કરી હતી હવે એના મનમાં સેવાનો ભાવ ઉમટાવા લાગ્યો હતો એ પેલા મજૂરની પોતાના દેહમાં મોકલીયા એ વાત ગામમાં પાણીની જેમ વીસરતી થય બધા મજૂર ના મનમાં પોતાના વતન હવે જવા મડસે એવું વિચારતા હતા અને પોતે બધા ગ્રામપંચાયતે આવતા થય ગયા ગ્રામ પંચાયત ના ઓપરેટરે પોતે મનમાં નિશ્ચય કરી લીધો હતો કે

આ લોકોને પોતેના વતન મોકલીનેજ સુખનો સ્વાસ લેસે એણે બધા મજૂર ના નામ લખવાનું શરૂ કર્યું જે લોકોને પોતાના વતનમાં જવું હોય એ લોકો ત્યાં નામ લખવાવા આવવા માંડ્યા એ ઓપરેટરે વિચાર્યું પણ ન હતું એટલા બધા નામ થય ગયા હવે એ વિચારવા લાગ્યો કે આ બધાને એના વતન મોકલવા છે તો આ અરજીમાં કલેક્ટર ની સહી જોશે અને કલેક્ટર સાહેબ માંલવાહક ગાડીમાં પરમીશન નહીં આપે ! પોતે એ મજૂર લોકો માટે બસ ની વ્યવસ્થા કરવા લાગ્યો એણે તે મજૂરો માટે લગજરી બસ ની વ્યવસ્થા પણ કરી અને પરમીશન પણ મેડવિલીધી પરમીશન માડતાજ એણે બધા મજૂરોને કહયુકે બસ ની વ્યવસ્થા થય ગય છે

તમે બધા તયાર થય જજો બસ આજે સાંજે સાત વાગે નિકલસે . એ લોકો એટલા બધા ખુશ હતા કે એ લોકો સાંજે પાંચ વાગ્યામાં પોતાના સામાન સાથે પહોચી ગયા હતા એ ઓપરેટર એની આંખોને જોતો હતો કે કેટલી ખુશી છે પોતાના વતન જવાની એ લોકોની ખુશીમાં તેની આંખો માથી આંસુ વહી રહ્યા હતા આ જોય એ ઓપરેટર પણ રડવા લાગ્યો કે કેટલું સારું છે આપડે કે પોતાના વતન માં છીયે માતૃભૂમિ ની ખબર ત્યારે પડે કે જ્યારે આપડે કોઈ પારકા વતન માં હોય એ.

લોકોને સુરક્ષિત રીતે બસમાં ચડાવીને એના ગામ સુધી મૂકવા જવાનું એ ડ્રાઈવર અને તેના સેઠ ને કહી દેવામાં આવ્યું એ લોકો પછી ત્યથી નીકી ગયા સાંજે અને સાંજે દસ વાગે એ મજૂર નો ફોન એ ઓપરેટર ને આવિયો અને કહ્યું કે અમે સાંતી પૂર્ણ રીતે અહી પહોચી ગયા છી અને તમારો ધન્યવાદ એ વાત સાંભડીને પોતે સુખનો સ્વાસ લીધો કે પોતે કેટલા બધા લોકોને તેના પરિવાર સાથે મડવામાં મદદ કરી છે એ

ઓપરેટર સરકાર માથી આવતા અનાજ નો લાભ પણ બધા મજૂરોને અપાવતો હતો પોતે ઘણી સંસ્થાઓ દ્વારા એ લોકોને જરૂરી કીટ પણ પૂરી પડાવતો હતો લોકો માં એ ઓપરેટર પ્રતિ પ્રેમ ખૂબ વધી ગયો

આ એક સત્ય હકીકત છે અને આ ઓપરેટર વિષે વધુ જાણવા માટે આપ ખુબજ અમને પ્રેમ આપો એવી લાગણી અનુભવીએ છીયે અને આપણે ખુબજ વેલા માડીશું બીજા અંક માં ત્યાં સુધી બધાને મારા

જય ભારત

બીજા રસપ્રદ વિકલ્પો