બે પેઢીઓને જોડતો સમજ સેતુ - 1 Shaimee oza Lafj દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

બે પેઢીઓને જોડતો સમજ સેતુ - 1

1. બે પેઢીઓને જોડતો સમજસેતુ

મસ્તી અને રમત ગમતથી વીતી જતી અવસ્થા એટલે બાળપણ.અસંખ્ય સપનાંઓ આંખે હોય,વડીલોની ઠપકા અથવા મારનો ડર હોય તે બાળપણ.માસૂમિયત ચહેરા પર છલકાતી હોય છે.તારું અને મારું,નાની નાની વાતમાં ઝગડા,મારામારી,રમતમાં અંચાય કરવી,
વાતવાતમાં રીસાઈ જવું,કીટ્ટા બુચ્ચામાં જ આ સમય વીતી જાય છે.ખબર જ નથી પડતી.વડીલો એજ તેમને સારા નરસાનો ખ્યાલ આપવાનો હોય છે. છોડ જ્યારે કુમણો હોય ત્યારે વાળીએ તેમ વળે છે,તેમ નાના બાળકો પણ કુમણા છોડ જેવાં જ હોય છે.જેમ વાળો તેમ વળે,પણ સમય જ્યારે હાથમાંથી નિકળે છે,ત્યારે બહુ મોડુ થઈ જાય છે,ત્યારે પસ્તાવવાનો વારો આવે છે.

વડીલો કડકાઈ પુર્વક અને બાળક યુવાનીમાં પ્રવેશે ત્યારે મિત્ર બનીને શીખવવાનું હોય છે.પછી થાય એવુ કે પાકા માટલે કાઠા ન ચડે!

નાનું બાળક કોરી સ્લેટ હોય છે,તેમાં સંસ્કારો મુલ્યો,સારા નરસાની સમજ તેનું ઘડતર તેનાં માતા પિતા અને વડીલો દ્વારા થતું હોય છે.જે વડીલ બાળકોની ગંભીર ભુલો જેવી કે ચોરી કરવી, કોઈને ઘાતક ઈજા પહોંચે એવું મારવું,બાળકની દરેક ભુલ પર જુઠ્ઠાંણાનો પડદો પાડી બાળકનો અપરાધ પર પડદો પાડે છે તે માતા પિતાને જીવનભર પછતાવવાનાં દિવસ આવે છે.ત્યારે સમય હાથેથી નિકળી જાય છે.બાળકને પ્રેમ કરવો એની ના નથી પણ બાળકની કુટેવો ભુલાવવા સોટી લેવી પડે તો પણ પાછી પાની કરશો નહીં.તમારી લીધેલી સોટી બાળકને જીવનમાં ઘણું બધું શીખવી જશે.

નાના હોઈએ ત્યાં સુધી નાની વાતમાં ઝગડા,
મારામારી ચાલી જાય છે.પણ આ આદત જો સુધારવામાં ન આવે તો તે ગંભીર સ્વરુપ ધારણ કરે છે,આ વાતની સાક્ષી આપણો પ્રાચીનત્તમ ગ્રંથ મહાભારત પૂરે છે.

દુર્યોધનએ જીવતુ જાગતુ દ્રષ્ટાંત છે,ધૃતરાષ્ટ્ર ચાહતા તો દુર્યોધનને અનીતિનાં માર્ગ પરથી પાછો વાળી શકતા હતાં,પણ ઉંચી મહત્વકાંક્ષા અને તેમની સાથે થયેલો અન્યાયનાં પ્રતિશોધનો કીડો તેમના મગજમાં સડવડતો હતો.શકુનીએ ભડકાવેલી આગએ બળતા માં ઘી હોમવાનુ કામ કરી રહી હતી.રાજયહીતની રાજનીતી છોડીને પૂત્ર મોહની જંજીરે બંધાયેલી કુટીલનીતી અને અંગત સ્વાર્થને વધુ મહત્વ આપવામાં આવ્યું,ને પરિણામએ આવ્યું કે કૌરવકૂળનો વિનાશ ધૃતરાષ્ટ્રે પોતાનાં ઘડપણની લાઠીને કાયમ માટે ગુમાવી,અને તેની દિકરીને વિધવાનું લિબાઝ આપ્યું એક પિતાની ઉચ્ચ મહત્વ કાંક્ષા અને મામાની શકુનીની કૂટિલનીતિએ.મહાકાવ્ય અને ભારતનો ઇતિહાસએ ભુલોમાંથી શીખવાની અને બાળકોનો ઉછેર કેવી રીતે કરવો તેની પ્રેરણા આપે છે.

બાળકોને સારા સંસ્કારનું સિંચન કરો.બાળકોની દરેક વાતને હામાં હા મિલાવી કેટલા અંશે તે યોગ્ય છે? વડીલો દ્વારા બાળકની જીંદગીમાં થતો વધુ પડતો ચંચુપાત બાળકોને ગેરકાર્યો માટે પ્રેરે છે.

બાળકોને અપાતી વધુ પડતી સગવડ પણ બાળક માટે મીઠા ઝેર સમાન બની જાય છે.જ્યારે કપરી પરિસ્થિતિમાં આવે છે ત્યારે બાળક હિંમત હારી જાય છે.બાળક ખરાબ પરિસ્થિતિ સામે ઝઝુમી શકે તે માટે તેની હિંમત બનો.

સ્કુલમાં પ્રવેશે છે ત્યારે બાકીની ભુમિકા શિક્ષકો ભજવે છે,અને બાકીનું તે તેના મિત્રો પાસે શીખે છે.બાળકનો ઉછેરએ એક કળા છે,બાળકની માવજત પણ ફૂલની જેમ કરવાની હોય છે.એટલે જ તો કહેવાય છે કે બાળકએ ખીલતું ફૂલ છે.

ઘણીવાર એવું બનતુ હોય વડીલોની સતત ટકોર કરવાની આદત બાળક માટે કંટાળાજનક બની જાય,નવી પેઢી અને જુની પેઢી વચ્ચે તો આ શાબ્દિક યુદ્ધ થકી તો કલીયુગ નો પ્રારંભ થયો હતો.નવી પેઢીના બાળકોમાં સતત ભૂલો શોધવાને બદલે સારા ગુણો પણ શોધવા પ્રયત્ન કરો નવી પેઢી પર નકામીનું લેબલ લગાડીને ટાર્ગેટ લગાડવાને બદલે એકવાર અનુભવ અને ટેકનોલોજીનો ઉપયોગ એકસાથે કરીને જીવી તો જુઓ જીંદગી કેવી મજાની લાગે છે.તેમને ગમતી વસ્તુ અપાવવી પણ તેનો ઉપયોગ શામાં કરવો ,કેટલો કરવો અને ક્યાં કરવો તે પણ બાળકોને સમજાવવુ જ રહ્યું.જીવનમાં સુખ જ સર્ચસ્વ નથી હોતું,કોઇવાર દુ:ખનો પણ સામનો કરવો પડે છે, આ પરિસ્થિતિ માટે પણ બાળકોને સજાગ કરવા જોઇએ.

સ્કુલો કોલેજોમાંથી બાળક ઔપચારિક શિક્ષણ મેળવે છે અને બાકીનું શિક્ષણ જીંદગીમાં થતાં સારા નરસાં અનુભવોમાંથી શીખે છે.બાળકોને સાચવવા તેમને એટલો પ્રેમ આપવો જેથી બીજા કોઇ પ્રેમની જરુર ન પડે.અમુક માતા પિતાની એવી આદત હોય કે બાળક સાથે રમત રમતાં જાણી જોઇને હારીને બાળકને જીતાડે,કેમ બાળકને હારનો પણ અનુભવ કરાવો જીવનમાં દરેક વખત જીત જ મળે તે પણ જરુરી નથી હોતું,તમારી આ પહેલ બાળકોને અહંકારી અને વધુ પડતા અહમવાળા બનાવશે.બાળકોને એટલી સ્વતંત્રતા આપવી તેમને પોતાની જીંદગીનાં નિર્ણયો તે જાતે લઈ શકે.ક્યારેય બાળકો પર પોતાનો મત ઠોકી ન બેસાડવો તેનાં કુમળા માનસ પર ગહેરી અસર પડે છે બાળક વિદ્રોહી આચરણ વાળા થઇ જાય છે.જે મોટેથી બોલે અને ધાક ધમકી આપી પોતાનું ધાર્યું કરાવે તે વડીલ.કોઇ આપણી વાત ન માને તો બળથી મનાવવુ અથવા તો મારથી આ વાત તેના મગજમાંથી નિકાળવી બહુ મુશ્કેલ થઈ જાય છે.

હોશિયાર અને બુદ્ધિમાન જ બને તેવું હોતું નથી.દરેક બાળકમાં અલગ અલગ ખુબી હોય છે.જેવાં છે એવાં આપણા બાળકો છે,તેમ સમજી બાળકો સાથે વર્તવુ જોઇએ. અમુક માતા પિતાની આદત હોય કે બાળકો પર પોલીસની માફક જાસુસી કરવાની પણ સાવધાન વડીલ વર્ગ તમારી આ વૃતિ બાળકોને ખોટુ બોલવા માટે પ્રેરે છે.

જીવનમાં બાળક દરેક પરિસ્થિતિમાં અડગ રહે તેવી રીતે તેને ટ્રેનીંગ આપો,એક જવાબદારી કે બોજરુપે નહીં.બાળકોને મહાપુરુષોનાં જીવનચરિત્ર અને પુસ્તકોનાં વાંચન માટે પ્રેરો જેનાથી બાળકમાં સારા સંસ્કારનું ઘડતર થાય છે.બાળકોને સખ્ત પરિશ્રમ કરતાં શીખવો,બાળકને ઉદ્યમવાદી બનાવો નસીબવાદી નહીં,જે માણસ નસીબનાં ભરોસે બેસી રહે છે,તે જીવનમાં સઘળુ હારી જાય છે. આ વાત બાળકોને શીખવવાની જરૂર છે.બાળકને સાહસિક અને મજબૂત બનાવવું. જે સાહસ કરે છે તેજ આ દુનિયામાં ટકે છે,પછી જે પરિણામ આવે તે કુદરત પર છોડી દેવું.જે સાહસ કરતાં ડરે તેનું જીવન દયનીય બની જાય છે. વડીલ તરીકે આ હકિકત બાળકને સમજાવવી રહી.

ખલીલ જિબ્રાઇલે "બહુ સુંદર વાક્ય કહ્યું કે માતા પિતા બાળકોનાં ટ્રષ્ટિ છે માલિક નથી,સંસ્થામાં જયારે ટ્રષ્ટિ માલીક બની જાય ત્યારે સંસ્થાની વ્યવસ્થા ખોરવાય છે,જયારે માં બાપ બાળકોના માલિક બની જાય છે,કુટુંબનું વ્યવસ્થાતંત્ર ખોરવાય છે.સંતાનો અને માતા પિતા વચ્ચે અહમની દિવાલ ચણાઇ જાય છે.જેને તુટતા વર્ષોના વર્ષ બાળકોનાં ઉછેરમાં આ ઉક્તિ એટલો જ અગત્ય ભાગ ભજવે છે ."

શૈમી ઓઝા લફજ