સમાચાર પત્રો માં અવાર નવાર હત્યાઓ ના સમાચાર આવ્યા કરતાં હોઇ છે. એક હત્યાનો કોયડો ઉકેલવામાં દિવસ-રાત એક થયા જતાં હોય છે. એવી જ હાલત અત્યારે crime branch ના ઓફિસરોની છેં. શહેરમાં એક નહીં પણ ચાર હત્યાઓ થઈ છેં; જેના ઉકેલ માટે બધાં, મીડિયા અને પોલીટીકલ પાર્ટીઓના દબાણ સાથે, ભરપુર પ્રયાસો કરી રહ્યા છે. જેનાં કારણે આજે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મીટીંગ રાખવામાં આવી છે.
"It's your turn".
"આ મેસેજ એ દરેક વ્યક્તિનાં મોબાઈલ પર આવ્યો છેં; જેઓની હત્યા આ છેલ્લા એક માસમાં થઈ છેં.": Chief officer 'રામાસ્વામી', માહિતી આપતાં મીટીંગ ની શરુઆત કરી.
"શહેરમાં છેલ્લા એક માસમાં ચાર વ્વક્તિઓની હત્યા થઈ, તે બધાં ના મોબાઈલ પર એક અજાણ્યા નંબર પરથી સરખો મેસેજ આવ્યો; ને મેસેજ મળ્યાના બે દિવસ બાદ તેઓની હત્યા થઈ !!
આ જ રીતથી હત્યાઓ એક વર્ષ પહેલા, 'નટવર' દ્વારા, કરવામાં આવી હતી, જે અત્યારે મેન્ટલ હોસ્પિટલમાં છેં; જેથી તેને જ આ હત્યાઓ કરી હોવાની શક્યતાઓ છે."
"એ તો માસ્ટર માઇન્ડ છેં; જેને પકડવા આપણે ઘણાં પાપડ વણ્યાતા!! " એક ઓફિસર વચ્ચે બોલ્યો.
રામાસ્વામી : " આ ઘટનાઓ પાછળ પણ તેનો જ માસ્ટર માઇન્ડ હોવાની શક્યતા છે!"
ઓફિસર : " જો એ હોસ્પિટલમાં હોય તો આ હત્યાઓ કરવી શક્ય નથી. "
રામાસ્વામી : " એ જાણવા માટે આપણે આજે તેના મનોચિકિત્સક 'ડો. અશ્વિની' અને તેને પકડનાર ઑફિસર 'સારા' ને બોલાવ્યા છે. "
આ સાંભળી મીટીંગમાં બેઠેલા દરેક વ્યક્તિનાં મનમાં અનેક સવાલો આવવા લાગ્યા.
" ઓફિસર 'સારા' ? એ તો વોલન્ટરી રીટાયર્ડ થયા છે ને ?"
" ફરી પાછા એ ક્રાઇમ બ્રાન્ચમાં જોડાશે ?"
" એની મદદ આમાં ઉપયોગી થશે ?"
આવા અનેક સવાલો ના જવાબો માટે બધાં એક બીજાં તરફ નજર કરે છેં; એટલાંમા મીટીંગ રુમ તરફ આવતાં બુટના અવાજનો નાદ સંભાળતા બધાંની નજર દરવાજા પર સ્થિર થઈ. થોડી વારમાં દરવાજો ખુલ્યો ને 'ડો.અશ્વિની' અને 'સારા' એ ત્યાં પ્રવેશ કર્યો.
સારા, એક વોલન્ટરી રીટાયર્ડ ઓફિસર છેં, જેને નાની ઉંમર મા અનેક કેસોના ઉકેલ કાઢ્યા છે, આજ ફરી મદદ માટે હાજર થઈ છેં.
"Welcome, સારા, ડો.અશ્વિની." : રામાસ્વામી
"Thank you, sir." : સારા, અશ્વિની
રામાસ્વામી : "મિત્રો આપ આ બંનેની ઓળખ જાણો જ છો; તો વધારે સમય ન બગાડતાં આ મીટીંગની ડોર હું એમને સોપુ છું."
'રામાસ્વામી' કેસની વિગતો 'સારા' ને સોંપી પોતાની ખુરશી તરફ રવાના થયાં. સારા એ બધાંને સંબોધીને ફરી મીટીંગની શરુઆત કરી.
સારા : " અહિ બધાં પાસે આ કેસ ની વિગતો છેં; એટલે સીધા મુખ્ય મુદા પર આવીએ."
" હત્યારાને શોધવા માટે આપડી પાસે વધું સમય નથી; કારણ એ દર અઠવાડિયે એક હત્યા કરે છેં ને આ અઠવાડિયાના માત્ર ત્રણ દિવસ બાકી છે."
"સારા, આ હત્યાઓ 'નટવર' એ કરી હોય શકે છે ?" : સિનિયર ઓફિસર
સારા નો પ્રત્યુતર સાંભળવા બધાં તેની તરફ જોવા લાગ્યા!!!.
સારા : " હત્યાની ટેકનિક પાછળ 'નટવર' હોય શકે છે; પણ આ હત્યાઓ તેને નથી કરી."
જવાબ સાંભળી આશ્ચર્ય સાથે સવાલ થયાં!
"આટલા વિશ્વાસ સાથે કેમ કહી શકે છે ?"
" નટવર માસ્ટર માઇન્ડ છેં; જો ટેકનિક એની હોય શકે તો એ હત્યારો કેમ ન હોય શકે!! ? "
બધા સવાલો પુર્ણ થતા સારા એ કારણ સમજાવતાં કહ્યું,
" તમારા સવાલો ના જવાબો માટે સૌપ્રથમ આપણે 'નટવર'
ના કેસ ને રજુ કરી; જેના માટે 'ડો.અશ્વિની' અહીં હાજર છે."
'સારા' એ 'ડો.અશ્વિની' ને માહિતી આપવા માટે કહ્યું ને તેની મદદ માટે સ્ક્રીન પર કેસ ની વિગતો રજુ કરવા લાગી.
ડો.અશ્વિની : " જેવું કે સ્ક્રીન પર જોઈ રહ્યા છો;
માનસિક અસંતુલિત હત્યારાઓના બે પ્રકારન દર્શાવ્યા છે.
1. આઘાત ને લીધે :- એ એવાં લોકો હોય છેં જેમના જીવન કોઈ એવો બનાવ બન્યો હોય જે તેઓ સ્વીકારી ન શક્તા ન હોવાથી તે માનસિક સંતોષ માટે પોતાની રીતે ઘટનાઓની રચના કરી લે છે
2. માનસિક સંતોષ માટે :- એ એવાં લોકો હોય છેં જેમને હત્યા કરવા માટે કોઈ ખાસ કારણની જરૂર નથી તે આત્મસંતોષ માટે કોઈ પણ ની હત્યા કરી શકે છે.
નટવર ના કેસ માં એ પહેલું કારણ આઘાત ને લીધે છેં. "
નટવર એક સામાન્ય નાગરિક હતો, જે અસામાન્ય બુધ્ધિ ધરાવતો હતો, જેનાં કારણે એ માનસિક રીતે અસ્થિર હોવાની વાતમાં ઘણા લોકો સહમત ન હતા! કોઈ એ સપને પણ વિચાર્યું નહોતું કે નટવર હત્યાઓ કરી શકે છે.
આવો જ સવાલ મીટીંગમાં બેઠેલ 'દિવ્યા' ને થતા તેને પુછ્યું,
" નટવર, અસામાન્ય બુધ્ધિ ધરાવતો વ્યક્તિ છેં!! , એ માનસિક રીતે અસ્થિર કઇ રીતે હોય શકે ?"
" ઘણીવાર અસામાન્ય બુધ્ધિ ધરાવતો વ્યક્તિ પણ આઘાત ને લીધે માનસિક સંતુલન ગુમાવી દે છે."
સારા એ પ્રત્યુતર આપ્યો જે સાંભળી બીજા કોઈ સવાલ પુછે તે પહેલા ડો.અશ્વિની એ સમજાવતાં તેની વાત આગળ વધારી.
" જેવું કે મેં કહ્યું આઘાત ને લીધે માનસિક સંતુલન ગુમાવી બેસનાર વ્યક્તિ તેની રીતે ઘટનાઓ ની રચના કરી લે છે એ જ નટવર પણ કર્યું. તેની બુધ્ધિ હજું પણ ઉચ્ચતમ
ક્ષમતા ધરાવે છે પણ તે કોઈ પણ ઘટના એ જ રીતે જોશે તે જોવા માંગે છે.
તેને કરેલ હત્યાઓ પાછળનું કારણ એ આઘાત જ છે!"
આ ચાર હત્યાઓ પાછળ પણ એ જ હોય શકે ? : રામાસ્વામી
ડો.અશ્વિની : "સર, નટવર જેવાં હત્યારાઓ તેનાં માનસિક માળખામાં આવતાં વ્યક્તિની જ હત્યા કરે છેં."
રામાસ્વામી : " અને એ માળખામાં શેનો સમાવેશ થાય છે ?"
ડો.અશ્વિની : " નટવરને તેની દિકરી ની આત્મહત્યા ને લીધે આઘાત લાગ્યો, જેની ચીઠ્ઠીમાં લખ્યું હતું કે તેના કરતાં છોકરીઓ જેવાં દેખાતા છોકરાંઓ પણ વધારે સારા લાગે છે; આવા કદરૂપ દેખાવ ને લીધે તે આત્મહત્યા કરે છે. એટલાં માટે એ જ વ્યક્તિની હત્યા કરે છે જે તેની દિકરીની આત્મહત્યા નું કારણ બની શકે."
******
નટવરને માત્ર એક જ લાડકવાયી દિકરી હતી, જે હંમેશા તેના દેખાવને લીધે માનસિક તણાવમાં રહેતી. તેના મિત્રોએ માત્ર તેને ચિડવવા માટે તેને કહ્યું કે તારા કરતાં તો છોકરીઓ જેવાં દેખાતા છોકરાં વધારે સારા લાગે છે!!
આ મજાક તેને આકરી લાગી ને માનસિક તણાવ વધ્યો જે સહન ન થતાં તેને આત્મહત્યા કરી.
નટવર આ ઘટના નો આઘાત સહન ન કરી શક્યો ને માનસિક સંતુલન ગુમાવી બેઠો. તેને ચીઠ્ઠીમાં લખેલા એ જ વાંચ્યા જે તેનુ મગજ ને ઘટનાઓની રચના કરવા માટે સ્વીકારી શક્યા.
******
સારા : "ઉદાહરણ તરીકે,
• એવા વ્યક્તિ જેની ઉંમર 21 થી 24 વર્ષ હોય.
• જેની હાઇટ 5 ફૂટ ની આસપાસ હોય.
• અને , ખાસ, જેનો દેખાવ છોકરીઓ જેવો હોય."
"એટલે...એ!!!" : દિવ્યા
સારા : "yes, એ માત્ર છોકરીઓ જેવો દેખાવ વાળા છોકરાંઓ ની જ હત્યા કરે છેં."
રામાસ્વામી : "હમમ.., એ મુજબ આ હત્યા ઓ એને નથી કરી!!"
રામાસ્વામી એ તેના મોઢા પર હાથ ફેરવતાં કહ્યું.
"તો હવે, સવાલ એ છે કે જો 'નટવરે' આ હત્યાઓ નથી કરી તો હત્યારો છેં કોણ?"
સારા : "હત્યાઓ 'નટવરે' નથી કરી, પણ એ હત્યા બીજા પાસે કરાવી શકે છે. 'નટવર' દ્વારા થયેલ હત્યાઓ અને આ હત્યાઓની રીત એક જ છે;
• મોબાઈલ પર મેસેજ 'it's your turn'.
• બે દિવસ બાદ હત્યા.
• હત્યા ને આત્મહત્યાઓ બતાવવાની કોશિશ."
રામાસ્વામી : "હમમ.., સારા, આ કોયડા ના ઉકેલ માટે માટે શું યોજના છે?"
સારા : "સર, હું હવે રીટાયર્ડ છું એટલે તમારી સાથે કામ નહીં કરી શકું."
મીટીંગમાં બેઠેલા વ્યક્તિઓને આ સાંભળી હતાશા થઈ; પણ તરત જ રામાસ્વામીનો જવાબ સાંભળી હતાશા આશ્ચર્ય અને આશાઓ માં પરિવર્તિત થઈ.
રામાસ્વામી : " સારા, એ જ તારો પ્લસ પોઈન્ટ છે. તું રીટાયર્ડ છે; તને કોઈ જાતનું દબાણ નથી, પુરી છુટ સાથે અડચણ વગર તું કામ કરી શકે છે. જયાં તને જરૂર પડે ત્યાં અમે હાજર રહેશુ. ટુંકમાં, તું અમારી સાથે નહીં પણ અમે તારી સાથે કામ કરીશું. શું કહેવુ છે તારું? "
સારા ના પ્રત્યુતર ની રાહ જોતાં બધાં એકીટશે તેની તરફ જોવા લાગ્યા!! સારાએ પરીસ્થિતી જોતા હકારાત્મક જવાબમાં માથું હલાવી જવાબ આપ્યો. એ જોતાં જ મીટીંગ રુમનું વાતાવરણ હળવું થયું.
સારા : "Thank you, sir, આ કેસમાં તમાર બધાંના સહકારની અપેક્ષા રાખું છું."
ઓફિસરો : "definitely..."
સારા : "thank you all. હવે શરૂ કરી એ આપડી યોજના; સૌપ્રથમ,
• ઓફિસર 'જય', છેલ્લા છ માસમાં 'નટવર' ના રોજીંદા કાર્યની માહિતી CCTV દ્વારા મેળવી; એમાં જે પણ અલગ કાર્ય હોય તેની માહિતી કાલ સાંજ સુધીમાં એકઠી કરી પહોંચાડશે, જેમાં 'ડો.અશ્વિની' મદદ કરશે.
• ઑફિસર 'દિવ્યા', હત્યા થયેલ ચારેય વ્યક્તિના મોબાઈલ અને લેન્ડલાઇન પર ના ડેટા કોલ્સની માહિતી આજ રાત સુધી માં પહોંચાડશે.
• ઓફિસર 'નયન', છેલ્લા સપ્તાહમાં કયા મોબાઈલ નેટવર્ક થી it's your turn મેસેજ મોકલવામાં આવ્યો છે; અને આ સપ્તાહમાં કોઇ પણ મોબાઈલ નેટવર્કથી આ મેસેજ ડિલીવરી થયો છે એ માહિતી કાલ સાંજ સુધીમાં એકઠી કરી પહોંચાડશે.
• સર, તમે ટીમ પર આવતી અડચણ દુર કરશો.
આ બધીજ માહિતી સાથે ફરી મળી એ; કોઇપણ જરૂરી માહિતી મળતાં જ ફોન દ્વારા મીટીંગ થાશે."
ઓફિસરો : "ok."
મીટીંગ પુરી કરી માહિતી એકઠી કરવા બધાં કામ પર લાગ્યા. સારા કેસ ની વિગતો ફરી જોવા માટે એક કોફી સોપ માં બેઠી હતીં ત્યાં એનું ધ્યાન રેડિયો પર આવતાં શો પર કેન્દ્રિત થયું.
" good evening, મિત્રો, હું 'RJ મયંક' આપણા માટે લાવી રહ્યો છું હત્યાના ડરાવના કિસ્સા, શુક્રવાર રાત્રે નવ વાગ્યે. મારી સાથે તમે શેર કરી શકો છો તમારા અનુભવો અને ઇચ્છાઓ; તો ભૂલતા નહીં, શુક્રવાર રાત્રે નવ વાગ્યે 'RJ મયંક' સાથે હત્યાના ડરાવના કિસ્સા. Let's see whose next turn ?"
રેડિયો પરનું છેલ્લું વાક્ય સારાના મગજમાં ભમતુ રહ્યું પણ ફરી તે કેસની વિગતો જોવા લાગી. માહિતીની વિગતો જોવામાં કોફી સોપમાં જ સાંજ પડી, સારા ઘરે જવા માટે તૈયારી કરતી હતી ત્યાં ફોનની ઘંટડી વાગી...
ઘર તરફ જવા ને બદલે સારા સીધી ઓફિસે પહોંચી.
સારા : "દિવ્યા શી માહિતી મળી તને ?"
દિવ્યા : "મેડમ, આ ચારેય વ્યક્તિનાં મોબાઈલ કે લેન્ડલાઇન પર કોઈ સરખાં કોલ્સ નથીં. કોઈ પણ અજાણ્યા નંબર પરથી કોલ્સ આવ્યા નથીં. પણ,.."
સારા : "પણ!!! ?"
દિવ્યા : " આ બધા વ્યક્તિ એ અલગ અલગ લેન્ડલાઇન નંબર પર કોલ કર્યો તો, અને તે બધાં નો કોલ એ લેન્ડલાઇન નંબર પર એક સરખા સમય માટે ચાલ્યો હતો.
ફોન પર વાત કરવાનો સમય પણ એક જ હતો; રાત્રે નવ વાગ્યે.."
રાત્રે નવ વાગ્યે.. આ શબ્દો સાંભળી સારા ના મનમાં ફરી રેડિયો પરની 'RJ મયંક' વાણી ફરીવળી.
'તો ભૂલતા નહીં, શુક્રવાર રાત્રે નવ વાગ્યે 'RJ મયંક' સાથે હત્યાના ડરાવના કિસ્સા. Let's see whose next turn ?'
સારા ના મગજમાં ભમતા આ વાક્યોને લીધે એને આ કોયડાનો એક અણધારી ચાવી મળી. સમય બગાડ્યા વગર એ કામ પર લાગી ગય.
સારા : " દિવ્યા આ બધાં એ કયારે-કયારે ફોન કર્યો હતો?"
દિવ્યા : " બધાંએ અલગ અલગ લેન્ડલાઇન નંબર પર અઠવાડિયાના એક જ દિવસે ફોન કર્યો હતો અને એ શ..."
સારા : " શુક્રવાર..!"
દિવ્યા : "હા..!!!, શુક્રવાર, રાત્રે નવ વાગ્યે !"
સારા : "ખુબ સરસ !!, દિવ્યા, હવે રેડિયો પર આવતાં એક શૌ, તેના હોસ્ટની વિગતો અને રેકોર્ડીંગ રાત્રે બાર વાગ્યા પહેલાં મને પહોંચાડવાનું કામ તારું; શૌ નું નામ છે, 'હત્યાનાં ડરાવના કિસ્સા'."
દિવ્યા : "ok..!!!"
દિવ્યા જવાબ આપી આશ્ચર્ય સાથે સારા તરફ જોઈ રહી!! દિવ્યાને કામ સોંપી સારા એ સીધો ઓફિસર જય ને ફોન કર્યો.
સારા : "જય, કોઈ ખાસ વિગત !!?"
જય : "ના, હજી કાંઈ મળ્યું નથી."
સારા : "હમમ.., જય ડો.અશ્વિની પાસે થી, છેલ્લા એક વર્ષમાં હોસ્પીટલની મુલાકાતે આવેલા તમામ વ્યક્તિઓમાં મયંક નામનાં કોઈ પણ વ્યક્તિની વિગત કાલ સવારે મને પહોંચાડવાનું કામ તારું."
જય : "ok.! "
જય, ડો.અશ્વિની, દિવ્યા, કામ પર લાગ્યા ને સારા સફેદ બોર્ડ પર ચાર્ટ બનાવી બધી કડીઓ જોડવા લાગી. એનાં અનુમાન પ્રમાણે જો તે વ્યક્તિ હત્યારો હોય તો તેને સાબિતિ સાથે પકડવાની તે યોજના ઘડવા લાગી.
દિવ્યા એ રેડિયો શૌ ની બધી વિગતો સારા ને પહોંચાડી. સારા એ વિગતો ચકાસી અને શૌ ના રેકોર્ડીંગ સાંભળવા લાગી. બધાં એપિસોડ સાંભળ્યા બાદ તેને ખુબ આશ્ચર્ય થયો!!
બીજા દિવસે સવારે જય એ બધી વિગતો સારા ને પહોંચાડી; તે ચકાસણી કર્યા બાદ તેને સાંજે છ વાગ્યે મીટીંગ માટે બધાને સુચના આપી.
છ વાગે બધાં મીટીંગ માટે આવ્યા ત્યારે સારાએ બધી વિગતોની રજૂઆત કરી.
સારા : "મિત્રો તમારા સપોર્ટ લીધે એક મોટી કડી મળી છેં. માહિતી પ્રમાણે હત્યારો 'RJ મયંક' હોય શકે છે!"
રામાસ્વામી : "કઇ રીતે!?"
સારા : " 'RJ મયંક' રેડિયો પર શૌ ચલાવે છે; 'હત્યાના ડરાવના કિસ્સા', એમાં તે જે અનુભવો કહે છે એ જાતે અનુભવ કરનાર વ્યક્તિ જ કહી શકે છે.
બીજી કડી, તે છ મહિના પહેલાં મેન્ટલ હોસ્પિટલ ની મુલાકાતે ગયો હતો જયાં 'નટવર 'છેં.
ત્રીજી કડી, હત્યા થયેલ ચારેય વ્યક્તિએ 'RJ મયંક' સાથે મેસેજ મળ્યા ના એક દિવસ પહેલાં વાત કરી હતી."
રામાસ્વામી : હમમ.., તારી શું યોજના છે!?
સારા : "પુરાવા વગર એને પકડશુ તો એ સાવચેત થઈ જશે ને બચવા માટે ફાફા મારશે ; માટે એને પુરાવા સાથે ગુન્હો કર્તા પકડશુ."
દિવ્યા : એનો next target કોણ હશે એ કઇ રીતે ખબર પડશે!!?
સારા : રેડિયો સાંભળીને!; તેનાં શૌ પર વાત કરતાં દર્શકો માંથી જ એ હત્યા કરે છેં. આજ શુક્રવાર છે; દર શુક્રવારે તેનો શૌ રાત્રે નવ વાગ્યે પ્રસારિત થાય છે. હવે આપણે બસ રાહ જોવાની છેં!!!
સારાની યોજના પ્રમાણે બધાં એ રેડિયો સાંભળીને તર્ક લગાવી એક હત્યારાને પકડવા એક જાળ બનાવ્યું.
શૌ પુરો થયા બાદ જેટલાં પણ કોલ્સ આવ્યા હતા એનાં નેટવર્ક નયને ટ્રેક કર્યા; ધારણા પ્રમાણે એક મોબાઈલ પર મેસેજ આવ્યો;
'it's your turn'.
હત્યા થનાર વ્યક્તિ વર્કિંગ વુમન હતીં; મેસેજ મળતાં એ ખુબ ડરી ગઈ હતી. કઇ ભુલ ન થાય એનાં બધાં બંદોબસ્ત થઈ ગયા. બે દિવસ વર્કિંગ વુમન ના બદલે દિવ્યા તેનાં સ્થાને રહી.
મેસેજ મળ્યા ના બીજા દિવસે પણ કશું થયું નહીં યોજના નિષ્ફળ ગઇ માનીને દિવ્યા ને પરત બોલાવાની તૈયારી હતીં, ત્યાં રાત્રે બાર વાગે ઘરમાં હત્યારાએ પ્રવેશ કર્યો; દિવ્યા ને મારવાની કોશિશમાં તે દિવ્યાના હાથે પિટાઇ ગયો. હાથા-પાઇમાં દિવ્યા ને હાથ પર ઘા લાગ્યૉ; એ જોતાં હત્યારો તેને મારવા જાતો હતો; ત્યાં સારા એ તેને પકડી પાડયો.
ધારણા પ્રમાણે હત્યારો 'RJ મયંક' જ હતો; તેને પકડી જેલમાં ખસેડાયો.દિવ્યા ને હાથના ઇલાજ માટે હોસ્પિટલ રવાના કરી.
મયંક ની પુછતાછ શરૂ કરવામાં આવી જેમાં તેને હત્યા કરવા પાછળના કારણો અને નટવર સાથે ની તેની મુલાકાત વિશે માહિતી આપી.
******
મયંક રેડિયો જોકી તરીકે કામ કરતો, પણ તેનો શૌ સ ચાલતો ન હતો. તેની નિષ્ફળતાથી નિરાશ થઈ એ તેનાં ઘર તરફ જતો હતો ત્યાં તેને ચીસો સંભળાય, તે દિશા તરફ મયંક દોટ મુકી. એક ઘરમાં એક છોકરાંની હત્યા કરતાં નટવર ને મયંક એ જોયો. બીક ના માર્યો એ ત્યાં સંતાઈ ને બધું નિરીક્ષણ કરવાં લાગ્યો.
તેનાં ડર ને લીધે એને નવો શૌ બનાવવાની યુક્તિ સૂઝી.
નરી આંખે જોયેલા અનુભવો એ એમાં કહેતો; એનો શૌ ખુબ પ્રસિદ્ધ થયો અને એ સફળ બન્યો.
ધીમે ધીમે કિસ્સા પુરાં થયાં શૌ માં પ્રસ્તુત કરવા તેની પાસે કાંઈ વધ્યું નહીં. સફળતાની ટોચ પર પહોંચી એ પાછો પળવા નહોતો માગતો.
મયંક એક નિર્ણય કર્યો, નટવર ને મળી તેનાં અનુભવો શેર કરવાનો! પણ, એને સપને નહોતું વિચાર્યું કે તે એક હત્યારો બનવાની વિચાર ધારા સાથે પાછો આવશે!!
નટવર સાથે ની મુલાકાત દરમિયાન, નટવરે, તેને જાત અનુભવ નું એવું ભૂસું ભર્યું કે તે ડરના અનુભવો માટે કોઇ ની હત્યા કર્યા વગર ન રહી શક્યો.
હત્યાની ટેકનિક એને નટવર ની જ અપનાવી પણ અધુરી જાણકારી ને લીધે ઝડપાઈ ગયો.
******
મયંક ને ઉંમર કેદની સજા થઇ અને નટવર ને વ્યક્તિગત મુલાકાત પર પાબંધી લગાડવામાં આવી.
નટવર અને મયંક ને જેલમાં ખસેડાયા. કેસ નો ઉકેલ થય ગયાં બાદ સારા બધાં ની વિદાય લય નીકળે છે; ત્યા તેનાં ફોનમાં મેસેજ આવે છે. એ મેસેજ છે..
'It's your turn....'