સાહિલ કિનારાની સંધ્યા - 1 Harshnaba દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સાહિલ કિનારાની સંધ્યા - 1

સુર્યાસ્ત સમય પહેલાની એ વેળા કઇક અલગ જ હતી

સાહિલના કિનારાની

એ સંધ્યા કઇક અલગ જ હતી.......

સંધ્યા , નામ જેવા ગુણ . આશરે ૮-૯ વર્ષની ઉમર. આવડી ઉમરમાં છોકરા ખુબ તોફાનો કરતા હોય. પરંતુ સંધ્યા શાંત સ્વભાવની છોકરી. મમ્મી પપ્પાની લાડલી . ભણવામાં પણ હોશિયાર છોકરી .પ્રાથમિક શાળામાં ભણતી હતી. સ્કૂલમાં પણ શિક્ષકોની માનીતી વિદ્યાર્થી હતી. સૌરાષ્ટ્રના એક ગામડામાં એનો પરિવાર રહેતો હતો. ગામડામાં રહેતો હોવા છતાં તેનો પરિવાર ખુબ જ એજ્યુકેટેડ હતો. આથી ગામડામાં રહેતી હોવા છતાં પરિવાર તરફથી ખુબ સારી પરવરિશ થઈ હતી. સંધ્યાને વાંચવાનો પણ સારો શોખ હતો. તે સ્ટોરી બૂક બહુ વાંચતી. પોતાના પપ્પા સાથે અલક-મલકની વાતો કર્યા કરતી. બહાર જાય તો બીજા લોકો સાથે કઈ નાં બોલે. બસ મન ભળી જાય તેમની જોડે બોલ્યા કરે. અને કઈ નાં સમજાતું હોય તો પ્રશ્નો જ પૂછ્યા કરે.સંધ્યા નાની હતી એટલે રમવાનું ખુબ ગમતું એને સ્કુલે થી છૂટયા બાદ તેની બહેનપણીઓ જોડે રમવા જતી રહેતી. ઘરમાં સૌથી નાની હતી એટલે ઘર-કામમાં કઈ મદદ કરવાની રહેતી નય. બસ વાંચ્યા કરે , રમ્યા કરે અને સાંજે જમીને પપ્પા સાથે વાતો કરીને સુઈ જાય આજ તેનો નિત્ય ક્રમ રહેતો.

સંધ્યાના ઘરની બાજુમાં જ એક એક દંપતી રહેતું હતું. તેને કોઈ સંતાન ન હતું. તેના મોટાભાઈને ત્યાં ત્રણ દીકરીઓ તથા એક દીકરો હતો. આથી તે ભાઈ બહેનો પોતાના કાકાને ત્યાં આવતા જતા રહેતા. તેનો ભાઈ બધી બહેનો કરતા નાનો હતો.આથી તે પણ ખુબ લાડકો હતો તથા કાકા કાકી ને સંતાન ન હોવાથી તેમનો પણ લાડકવાયો હતો. તે પણ તેની બહેનો જોડે કાકાના ઘરે આવતો પણ ક્યારેક જ. આથી સંધ્યાએ તેને જોયો ન હતો. એક વાર સંધ્યા તેની ઘરે કઈ કામ માટે ગઈ તેને મમ્મી એ તેના ઘરે કઈ કામ માટે મોકલી

મમ્મી: સંધ્યા જા તો બાજુમાં કાકી નાં ઘરે તેમને કઈ કામ છે. તે તને બોલાવતા હતા. તું ઘરે ન હતી ત્યારે એ આવ્યા હતા .

સંધ્યા : પણ , મમ્મી સુ કામ હતું કાકી ને . તે પુછ્યું નહિ...?

મમ્મી : નાં એ મે પૂછ્યું નથી .તું જઈ તો આવ . જા પછી મે તારાં મનપસંદ બટાકાપૌઆ બનાવ્યા છે. આવીને નાસ્તો કરવાનો છે.

સંધ્યા : હા મમ્મી , હમણાં જ જઈ ને આવું.

એમ કહી સંધ્યા તેના ઘરે જાય છે. સંધ્યા જઈ ને કાકીને પૂછે છે.

સંધ્યા : હે કાકી , શું કામ હતું. મમ્મી કે'તા હતા કે તમારે કઇક કામ છે.

કાકી : હા સંધ્યા કામ તો હતું , બજારમાંથી સેવ લેવા જવાની હતી. પણ આ છોકરાવ લઈ આવ્યા . એટલે હવે કઈ કામ નથી. બેસ હવે કા રમ અહિયાં .

સંધ્યા : નાં કાકી . હું જાવ છુ .

એમ કહી દોડતી દોડતી સંધ્યા જતી રહે છે.

તેમની ઘરે પેલી બહેનો આવે ત્યારે સંધ્યા તેમની ઘરે પોતાની બહેન સાથે રમવા જતી. તેની બહેનો તેના ભાઈ ની ઘણી વાતો કરતી. અમારો ભાઈ તો ભણવામાં ખુબ જ હોશિયાર છે. તેણે તો અત્યારથી જ અંગ્રેજી શીખવાનું ચાલુ કરી દીધું છે ને એવું બીજું ઘણું . ત્યારે સંધ્યાને આશ્ચર્ય થતું. અને ઈર્ષા પણ. કારણ કે તેને થતું કે તેનો ભાઈ મારા કરતા પણ ભણવામાં હોશિયાર હશે. એ ઘરે જઈ ને મમ્મીને પૂછે હે મમ્મી આ બાજુવાળાને ત્યાં પેલી દીદી આવે છે એનો ભાઈ મારા કરતા પણ હોશિયાર હશે.... ? આવા સવાલો પુછતી.

સંધ્યા જેની વાત કરતી હતી . આ એ જ છે આપડી વાર્તાનો .............. સાહિલ .

વધુ આવતા અંકે ..........