Pustakni Aatmkatha - 1 books and stories free download online pdf in Gujarati

પુસ્તકની આત્મકથા - 1

હું પુસ્તક બોલું છું.આજ સુધી તમે મોટા સંત, મહાત્મા, નેતા,કલાકાર અને મોટા મોટા સફળ માણસોની આત્મકથા સાંભળી હશે.એ બધા માણસો થકી મોટા ભાગના લોકો જેના જ્ઞાન, શબ્દ, અને લખાણ થી સફળ થયા એ હું પુસ્તક.

હું પુસ્તક, હું કાલે પણ હતી આજે પણ છું અને કાલે પણ રહીશ. કોઈ પણ કાળ આવશે મારું અસ્તિત્વ રહેશે જ, બસ મારા સ્વરૂપ અને પ્રકાર બદલાતા રહેશે.

પ્રાચીન કાળ માં હું ગ્રંથ કહેવાણી અને આજે પુસ્તક. પ્રાચીન કાળ માં વૃક્ષનાં પાન અને છાલ પર અલગ અલગ લિપીઓ મા લખાણ થતું ત્યારબાદ તે છૂટા છૂટા પાન અને છાલનાં કટકાને એક ગ્રંથિ થી ગ્રંથિત કરવામાં આવતા એટલે હું એક ગ્રંથિ થી ગ્રંથાયેલી હોવાથી ગ્રંથ ના નામે પ્રસીધ્ધ થઈ.

આમ જોવા જઈએ તો ગ્રંથિ વડે ગૂંથીને મને ગ્રંથિત કરવામાં આવી પણ માણસો મને વાંચીને પોતાની સમસ્યાં દૂર કરે છે. તેથી આમ ભલે હું મુંગી કહેવાઉ પણ મારા વાંચકો જ્યારે મને વાંચે ત્યારે હું જીવંત બની જાઉ છું, અને તે મારા પર ભરોસો કરી પોતાની સમસ્યાંનો હલ મારા શબ્દભંડાર માંથી ગોતતા હોય છે.

હું આજે કેટલા કાળ જોઈ ચૂકી, કેટલા સ્વરુપે આવી ગઈ પણ આજ સુધી મને મારા વાંચકો માંથી કોઈ વધારે ગમ્યું હોઈ તો તે છે નાના નાના ભુલકાઓ. એમના સ્પર્શ માત્રથી હું ખીલી ઊઠું છું, તેમની તોતળી વાણી થી બોલાઈ ને હું મારા અર્થ ને ભૂલી તેમના પર મોહી જાવ છું. બાળકો મને બહું સારા અનુભવ કરાવે.

હું બધા માટે અલગ અલગ સ્વરૂપ ધારણ કરુ છું. હું બાળકો માટે પાઠ્યપુસ્તક, શિક્ષક માટે નિર્દેશિકા, પરીક્ષાર્થી માટે માર્ગદર્શિકા અને સાહિત્ય પ્રેમી માટે તેમનું સાહિત્ય બની જાવ છું.

મને પાઠ્યપુસ્તકરૂપે બાળકો સાથે બહુજ સારું લાગ્યું.તેમનું ભોળપણ, તેમની વાણી અને તેમની સહજતા મને બહુજ ગમ્યા.

નવું સત્ર શરૂ થાય એટલે બાળકો મને દુકાનેથી ખરીદીને ઘરે લઈ આવે અને મને નવા કપડા રૂપે પૂંઠા પહેરાવે, મારામા પોતાનું નામાંકન કરે અને મને સજાવી ધજાવીને પોતાના થેલા માં અંદર ગોઠવી દયે. સવારે મને મારા મંદીરે એટલે કે નિશાળે લઈ જવામાં આવે જેના દર્શન અને બાળકો નાં કોમળ હાથ નાં સ્પર્શમાત્ર થી હું પવિત્ર બની જાવ છું.

શાળા માં પણ મને ઘણા અલગ અલગ અનુભવ થાય.
કારણ કે બધા બાળકો નાં સ્વભાવ અને વિચાર એક સરખા નથી હોતા. ઘણા બાળકો પાસે હું હોવ પણ એેને મારી કદર નાં હોય અને ઘણા બાળકો ને મારી કદર હોય પણ તેની પાસે હું હોવ નઈ. જો કોઈ બાળક પાસે હું નાં હોવ અને તે બીજા કોઈ પાસે મારી માંગણી કરે ત્યારે કોઈક દાનવીર કર્ણની જેમ મને બીજા બાળક ને આપી દયે, પણ ઘણા કંજૂસાઈ કરીને મને છુપાવી દયે. ઘણા ડાહ્યા બાળકો મને શાળાએ લઈ જઈ જાય પણ ખાલી થેલાની શોભા વધારવા અને ઘણા તો મને ઘરે જ મૂકી રાખે. અમુક બાળકો જ મારી અંદર રહેલા જ્ઞાન ને સમજે અને મારા જ્ઞાનનો પોતાના જીવન માં યોગ્ય સમયે ઉપયોગ કરે. પણ હું આ ખાટી મીઠા અનુભવ થી ખૂબ ખુશ થાવ.

હું પુસ્તક છું દોસ્તો મને તમારું ભૂતકાળ પણ ખબર છે અને ભવિષ્ય પણ ખબર છે, જ્યારે તમે મને ઓડખી જશો ત્યારે તમે મને સમજી જશો. પણ, હા મને સમજવી એમ સહેલી પણ નથી. કારણ કે મને સમજવા ઘણા એ પ્રયાસ કર્યા પણ એ બધા મારા માં જ ખોવાઈ ગયા.......



















બીજા રસપ્રદ વિકલ્પો