ચાય પે ચસ્કા piyush દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ચાય પે ચસ્કા

ચાય પે ચસ્કા

☘️ એય રાજુ..... બે કટિંગ લાવ.... સ્પેશિયલ... હો....

મેહુલે રાજુ ને મોઢેથી માસ્ક હટાવતા બે અડધી ચા નો ઓર્ડર આપ્યો...

લે બે કેમ?? અડધી-અડધી એ નહીં થાય હો.... બે પોણીયા (અડધા થી વધુ) નો ઓર્ડર આપ.. કેમકે આ માથું બવ જ ચડ્યું છે... અને ક્યાંય સારી ચા ય મળી નથી.. અને આ કોરોના માં ક્યાંય અજાણ્યા સ્થળે પી એ નથી શકાતી... મનાલી એ કતરાતા કહ્યું..

(હા, મેહુલ અને મનાલી બંને સોશિયલ મીડિયા થકી મિત્રો બન્યા હતા. મેહુલ બેન્કિંગ ક્ષેત્ર તો મનાલી શિક્ષિકા તરીકે સ્કૂલમાં જોબ કરતી હતી, {આમ તો અહીંયા શિક્ષિકા તરીકે સ્કુલ માં જોબ કરતી હતી એવું લખવાની જરૂર ન હતી.. કારણ કે શિક્ષિકા સ્કુલ માં જ હોય ને... કાઈ બેન્ક માં થોડી હોય.. હે!😂}પરંતુ મિત્રતા એવી કે અઠવાડિયા માં એકાદ-બે વખત તો આમ જ ચા પીવા ભેગા થયા વિના ન રહે, અને કેટલીય મજાક મસ્તી ચાલુ જ હોય.)

બને એ પોતપોતાના માસ્ક ઉતારીને વાતો શરૂ કરી. મનાલી એ મેહુલ પાસે બાજુમાં પડેલી સેનીટાઇઝર ની બોટલ માંગી.

મનાલી કહે- મેહુલ! આ બોટલ તો જાણે પાણી ની બોટલ કરતાંય અગત્યની થઈ પડી છે હો.. પાણીની બોટલ ભુલાઈ જાય પણ આ બોટલ તો ભુલાય જ નહીં....

હા.. મનુ... એમાંય તારા જેવા વાતો માં ને વાતો માં મારા જેવા ની સેનીટાઇઝર ની કેટલીય બોટલો ખાલી કરી નાખતી હશે... બસ બસ... થોડું થોડું લે... મને એમ કે તું તો હમણાં કયાંક આ બોટલ ગટગટાવી જઈશ... ખરી છો હો તું... તારી જેવા ને આ મોંઘવારી નડે નહિ હો... પરબારું જોયું નથી કે વાપરવાનું શરૂ કર્યું નથી... મારે ક્યારેક ઝેર ની શીશી જોડે રાખવી છે.... જોઈએ તું શું કરે છો...😜 મેહુલે હસતા હસતા મનાલી ને કહ્યું...

હા હો...
આ તો મારે આવી બોટલ લેવી હતી એટલે જોતી હતી કે કેવું ક આવે છે... સાલા તું તો કંજૂસનો ય બાપ નીકળ્યો.... મને લાગે છે કે, બેન્ક માં ય જે કોઈ પૈસા ઉપાડવા આવ્યા હોય, એનેય એકાદી નોટ તો ઓછી આપવાનું તારું મન કરતું જ હશે... પણ તું ફાવતો નહિ હોય હે ને... હસતા હસતા મનાલી એ કહ્યું....

એટલામાં રાજુ ચા લઈને આવી ચડ્યો.... લ્યો સાહેબ... આ તમારી અને આ મેડમ ની કડક અને મીઠી....

ઓય રાજયા... મેડમ મેડમ ન કહેતો હો... હું કઈ આવા કંજૂસની પત્ની નથી.. રાજુ ને ખબર જ હતી કે મનાલી આવો જ કંઈક જવાબ આપશે એટલે એણે ય સળી કરી....

ok ok મેડમ... સોરી સોરી....

ત્રણેય જણ હસવા મંડ્યા.....

☘️ શુ છે કે મનું... જોબ પર...? મેહુલે પૂછ્યું....

બસ જોબ પર કેવું હોય.... મારે કાઈ તારા જેવી જોબ નથી હો... તારે તો ચારેય બાજુ પૈસા પડ્યા હોય અને વચ્ચે તું એર કન્ડિશનરમાં આરામ કરતો હોય. અહીંયા તો, મારા છોકરાઓ ના ય ઠેકાણા ન હોય અને નિશાળે ગામના છોકરાઓને સાચવવાના હોય છે બોલ..... ચા ની ચૂસકી લગાવતા લગાવતા મનાલી એ કહ્યું...

લે તો મારે શું છે... તું છોકરાઓ ને સાચવે છો... અને હું એમના મમી-પપા ને સાચવું છું.... પૈસા તો મારી ચારેય બાજુ પડ્યા હોય પણ એ બીજાના.... મારા નહીં.... બજાર માં સારું બૈરું જોવો તો કઈ એ આપણું થોડું થઈ જાય કે તો જોઈ....😂 અને હા... બધે કાગડા કાળા જ છે.. મારી જોબ માં ય કાઈ કાંદો કાઢી લેવા જેવો નથી હો... ઈ તો હઉ ને બીજા ના ભાણા માં પડેલો લાડવો જ હારો લાગે.... મેહુલે વળતો જવાબ આપ્યો...

હાસ્તો... બીજાના બૈરાં ને જોવો તો સેન્ડલ ખાવા મળે...😜 અને હા... અમને તો કોકના ભાણા માં પડેલો લાડવા નો સ્વાદ ભલે કારેલા જેવો હોય પણ જોઈએ એટલે મોઢામાં પાણી આવી જાય હો.. હસતા-હસતા મનાલી એ જવાબ આપ્યો...

તમારે શિક્ષકોને તો નિરાંત જ છે ને.... આ કોરોના કાળ માં વેકેશન મળ્યું છે... એક બાજુ વેકેશન બીજી બાજુ પગાર ચાલુ... અને અહીં જોવો અમારી બેન્ક ની હાલત.. માણસો પોતાના જન ધન ના પાંચસો રૂપિયા ઉપાડવા માટેય મોટી મોટી લાઇનો કરે છે એ પણ સોશિયલ ડિસ્ટન્સ વગર... જાણે બધા ઘરેથી એન્ટી કોરોનાની જડીબુટ્ટી ખાઈને ન નીકળ્યા હોય એમ જ... અને પાછા અમને એમ જ કહે કે પૈસા અમારા છે, અમે ધારીયે ત્યારે લેવા આવીએ... જાણે એના સસરા નું ઘર હોય.... હે....

એ ય વાંદરા... અમારે શિક્ષકો ને આરામ નથી હો કાઈ... અમને તો ક્યારેક રેશન શોપ પર તો ક્યારેક આધાર કાર્ડ જેવા ડોક્યુમેન્ટ ભેગા કરવા તો ક્યારેક વસ્તી ગણતરી માં તો ક્યારેક BLO તરીકે, ક્યારેક ચૂંટણી માં તો ક્યારેક સરકારી કામકાજ માં.... આ સરકાર ગમે એમ અમને વાપરે જ છે.. જાણે શિક્ષક નહિ, વાંદરીપાનું ન હોઈએ.. ગમેં ત્યાં લાગી જઇયે, એમ જ.. ગમે ત્યાં શિક્ષકો જ... વળી અમને તો ખાલી સાહેબ કહીને બોલાવે એટલું જ.... ચા પાણી નું તો હરામ કોઈ પૂછે તો.. મનાલી એ મેહુલ ને કહ્યું..

અમારી બેન્ક વાળા ની હાલત કાઈ કમ નથી હો.. આવડી મોટી લાઈનો અને આટલા માણસો ને ટેકલ કરવામાં ક્યાંક કોરોના અડી જાય તો સરકાર કાઈ બંધાવી નહિ દે... અને તારી જેવાના વળી લોન માટે ફોન આવે એ અલગ.... લોન લોન ની માળા તારી જેવા કેટલાય જપે અને જેમ નવો માણસ ટચ માં આવે કે તરત જ એ લોન નું પૂછે... જાણે ફુવારો દીકરાનો બાપ એના દીકરા હાટુ દીકરી ન ગોતતો હોય એમ જ... મેહુલે વળતો જવાબ આપ્યો...

હા ચાલ ચાલ... તમે બેન્ક વાળા બવ કામઢા હો... તે જેટલું કામ નું વર્ણન કર્યું છે એટલું કામ કર તો આ દેશ કેટલો આગળ વધી જાય... અને હા... આ જેને તેને લોન આપવા માંડો તો માણસો લઈ લઈને હાલતા જ થઈ જાય ને... તમારે બે પૈસા કમાવવા માં આ બેંકો ડૂબતી જાય છે.... અને તમારી ડૂબતી બેંકો ને ઉગારવા સરકાર અમારી પાસેથી ચાર-ચાર ગણો ટેક્સ વસુલ કરે છે... છેલ્લે આ બધું આવે છે તો અમારી કળ ઉપર જ હો... કટાક્ષ અવાજે મનાલી એ કહ્યું....

હા.. તારી કળ બવ સુંવાળી હો.. તું તો એમ કહે છો જાણે આ ઉઠેલા બધા લોકોને લોન ની મંજૂરી મેં એકે જ આપી છે નહીં... કાલે સવારે તો ગામમાં કોઈની છોકરી ભાગી જાહે અથવા ક્યાંક બાળક નો જન્મ થાય તો એ બધા માં ય તું મારો હાથ છે એમ જ કહીશ ને હે.....😜 મેહુલે રમૂજ કરી....

એય ચશ્મિશ.. તને આ રાજુ ની ચા ચડી તો નથી ગઈ ને?.... હું તો ખાલી ઉદાહરણ આપું છું... માથે શુ કામ ઓઢી લે છો તું હે....😂 તમે બેંકો વાળા આ નોટબંધી માં કરોડપતિ થઈ જ ગયા છો હો... એ તો અમને બધા ને ખબર છે.. મનાલી એ કહ્યું....

હા... અમારા બેંકો વાળાના તો વાળ ય સોનાના થઈ ગયા છે કા.. જોઈતા હોય તો તું ય લેતી જા.. તને ય એ કરોડમાંથી કૈક તો મળવું જ જોઈએ ને. હે.. હસતા હસતા મેહુલે જવાબ આપ્યો....

રાખ રાખ... તારી આવી કમાણી અમને ન ખપે... ગરીબોના પૈસા લઈને ક્યાં ભવે સુખી થશો... અમને જુવો... પગાર કરતા એક રૂપિયો ય વધુ ન ખપે.. પગાર જ કાફી છે... મહેનત નો પગાર.... સહેજ હસીને મનાલી એ કહું....

હા હો મહેનત ની કમાણી કા... કેવો ક તમે પરસેવો પાડો છો એ તો આખું ગામ જાણે છે... સરખું ભણાવો છો ખરા?... અને અહીંયા પાછી વકીલાત કરવાની... અમારી જેટલું કામ કરો તો મગજ નું દહીં થઈ જાય તમારું.. અમારા કામમાં એટલી એક્યુરસી જોઈએ... તમારી જેમ હાજરી પુરીને કાઈ હાલતા ન થઈ જઈએ હો....😂 હસતા હસતા મેહુલે ફીરકી લીધી...

જા જા... હવે તારી જોડે વાત જ નથી કરવી.. આંખો ના ડોળા ફાડીને, ખિજાઈને મનાલી એ મોઢું ફેરવી લીધું.....

અરે સોરી સોરી યાર... હું તો બસ તારી મજાક મસ્તી કરતો હતો... ગુસ્સે ન થા... ત્યમતારે ચા ના પૈસા તું આપી દેજે અને ચોકલેટ હું ખવડાવી દઈશ.. બસ રાજી ને...😁 મજાક કરતા મેહુલે કહ્યું....

બને હસી હસી ને મિત્રતાનો લહાવો લેતા હતા અને છેલ્લે જુદા પડતા બને એ ભેગી ભેગી ચોકલેટ ખાઈને, એકબીજાને આવજો કહ્યું...

(આ રચના બસ સંવાદો થકી રમૂજ ઉત્પન્ન થાય એ માટે જ લખેલી છે... કોઈ શિક્ષક મિત્રો કે બેંકર મિત્રોની લાગણીને ઠેસ પહોંચાડવાનો સહેજ પણ ઈરાદો નથી... ફક્ત રમૂજ ભર્યા વાક્યો લખીને એક રચના લખી છે... કોઈ મિત્ર ની લાગનીને ઠેસ પહોંચે તો મિત્ર સમજીને માફ કરશો જી...)


પીયૂષકુમાર "પીયૂ"
તા.13.7.2020