UBUNTU કુટુમ્બુ - 2 રોનક જોષી. રાહગીર દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

UBUNTU કુટુમ્બુ - 2

ઉબુન્ટુ નો મતલબ આપણે સમજી ગયા કે
"હું છું, કારણ કે, અમે છીએ"…. !!!

હવે કુટુમ્બુનો મતલબ સમજીએ
"અમે છીએ એટલે પરિવાર છે "...!!!

આપણે ઘરના કેલેન્ડર માં રોજ જોઈએ છીએ કે આજે રવિવાર થયો કે સોમવાર થયો પણ તમે જાણો છો કે એક બીજો વાર પણ આવે છે જેનું નામ છે "પરિવાર" આ એક એવો "વાર" છે જે વાર-તહેવાર ના રૂપમાં આવે છે.પરિવાર ને એક ફોટામાં રાખવો જેટલો સહેલો છે એટલો જ વાસ્તવિકતા માં એક રાખવો કઠિન છે અને એ પણ આજના યુગમાં કેમકે આજે દરેક ને સ્વતંત્ર જીવન જીવવું છે. કોઈ કોઈને કોઈપણ વાતે ટકોર કરે એ નથી ગમતું. અને આજે એજ સ્વતંત્ર જીવન જીવવાના કારણે જ છૂટાછેડા, ઝગડા-બખારા, માનસિક તણાવ, આત્મહત્યા જેવા કિસ્સા વધી રહ્યા છે. પરિવાર માં મનદુઃખ ઝગડા બખારા ભેગા રહેતા હોય એટલે થાય એ સ્વાભાવિક છે પણ એક બીજાને સમજી કોઈપણ વાત બને તો તરત એકબીજાને કહી ચોખવટ કરી લેવી નઈ તો આજીવન માટે એ શંકા મનમાં ઘર કરી જશે અને પછી તમે "મન ભરી ને નઈ પણ મનમાં ભરી" જીવતા થઈ જશો અને જયારે ત્યારે ચોખવટ થશે ત્યારે તમારી પાસે રહશે ફક્ત "પસ્તાવો" કે જેને તમે ના સહી(સહન) શકશો કે ના કહી શકશો.
ચાલો આપણે આને વાર્તા ના રૂપમાં સમજીએ...


આ વાર્તા ત્રણ ભાઈઓની છે.સૌથી મોટાભાઈ જેમનું નામ છે મહેન્દ્ર બીજા નંબર ના ભાઈનું નામ છે ચંદુ અને ત્રીજા ભાઈ નું નામ છે સુરેશ. મહેન્દ્ર અને ચંદુ ના લગ્ન થઈ ગયા હોય છે સુરેશ ના લગ્ન બાકી હોવાથી એ બંને ભાઈને ત્યાં વારા ફરતી રહેતો હોય છે અને બન્ને ભાઈ સાચવતા પણ હોય છે. મહેન્દ્ર છે એ નાનો પાન નો ગલ્લો ચલાવે છે અને ચંદુ છે એ ફેક્ટરી માં નોકરી કરતો હોય છે અને સુરેશ નોકરી કરે પણ ખરો અને છોડી પણ દે કેમકે એના માથે હજુ જવાબદારી નહોતી પણ એને ધગશ હતી કે કંઈક ધંધો કરુ જેથી આજીવન શાંતિ થાય. પણ ધંધો કરવા પહેલા મૂડી રોકાણ કરવું પડે તો જરૂર પડે પૈસાની, બંને મોટાભાઈ પણ પરાણે ગુજરાન ચલાવતા એટલે એમની પાસે થી તો કાંઈ મળી શકે એમ હતું નઈ.

એક દિવસ ચંદુ ના એક મિત્ર જેમનું નામ છે અજયભાઇ જે એક ગવર્મેન્ટ બેન્ક માં નોકરી કરતા હોય છે જે ચંદુ ના ખાસ મિત્ર તો છે પણ સાથે એમના દુરના સબંધી પણ છે જે એક દિવસ એમના ઘરે આવે છે. ચંદુ અને અજયભાઇ એકબીજા સાથે હસી મજાક કરતા કરતા ચા ની મજા માણતા હોય છે ને એવામાં સુરેશ ઘરે આવે છે. ચંદુ સુરેશ ને અજયભાઇ ની ઓળખાણ કરાવે છે. થોડીવાર પછી અજયભાઇ ઘરે જવા નીકળે છે અને ચંદુ અને સુરેશ ને કેતા જાય છે કે કાંઈ કામ પડે તો મૂંઝાયા વગર કહેજો અને હવે તમે પણ અમારા ઘરે મહેમાન ગતિ કરવા આવો. ચંદુ અને અજયભાઇ એકબીજા ને ગળે મળે છે અને છુટા પડે છે.

થોડા દિવસો પછી બજારમાં સુરેશ ને અજયભાઇ નો ભેટો થાય છે બંને એકબીજા ના ખુશી સમાચાર પુછે છે અને પછી સુરેશ ઘભરાતા અવાજ સાથે થોડી હિંમત કરી અજયભાઇ ને કહે છે કે અજયભાઇ મારે ધંધો કરવાની ઈચ્છા છે પણ થોડાક પૈસા ખૂટે છે જો તમે મદદ કરી શકો તો... આટલું બોલતા જ અજયભાઇ બોલે છે અરે ગાંડા તું મારા ખાસ દોસ્ત ચંદુ નો ભાઈ છે અને પાછા આપણે સબંધી પણ છીએ જો સમયે એકબીજા ને મદદ માં ના આવીએ તો શુ કામ નું? ચાલ મારી સાથે બેંક માં હું મારા બેન્ક ખાતામાંથી ઉપાડી આપી દઉં. બંને બેંક માં જાય છે અજયભાઇ સુરેશ ને જોઈતી મદદ કરે છે અને સામે સુરેશ પણ વાયદો કરે છે કે એ પૈસા છ-સાત મહિના માં પાછા આપી દેશે.આજે પૈસાની લેવડ દેવડ થઈ એ વાત સુરેશ ઘરે મહેન્દ્ર ને કે ચંદુ ને જાણ નથી કરતો.

છ-સાત મહિના નો સમય પૂરો થતા પણ સુરેશ અજયભાઇ ને પૈસા તો નથી આપી શક્યો હોતો પણ એમને મળવા પણ નથી ગયો હોતો. આથી એક દિવસ અજયભાઇ સવાર સવારમાં ચંદુ ના ઘરે પહોંચે છે.

આગળની વાત ત્રીજા ભાગમાં...