UBUNTU FAMILY - 1 books and stories free download online pdf in Gujarati

UBUNTU કુટુમ્બુ - 1

ઉબુન્ટુ આ એક આફ્રિકન શબ્દ છે જે તમે ગૂગલ પર સર્ચ કરી જોઈ શકો છો અને સાથે જે વાર્તા હું અહીં રજુ કરી રહ્યો છુ એ પણ તમને ત્યાં જોવા મળશે.


ઉબુન્ટુ - એક સુંદર વાર્તા:

એક વખત એક મનોવૈજ્ઞાનિક આફ્રિકાની મુલાકાતે હોય છે તો તે ત્યાં વસતા કેટલાક આફ્રિકન આદિવાસી બાળકોને રમત રમવા માટે કહે છે. બધા બાળકો હા પાડે છે ને રમત રમવા ઉત્સાહિત થઈ જાય છે.

મનોવૈજ્ઞાનિક એક ઝાડ પાસે ટોપલીમાં મીઠાઈ અને ચોકલેટ મુકી આવે છે.

પછી બાળકોને ઝાડથી 100 મીટર દૂર ઉભા રાખે છે.

પછી તેણે કહ્યું કે જે બાળક પહેલા પહોંચશે તેને બાસ્કેટમાં રહેલી બધી મીઠાઇ અને ચોકલેટ મળશે.

તેણે કહ્યું, _રેડી, સ્ટેડી, ગો_… બોલું એટલે તમારે દોડવાનું બરાબર.

તેણે કહ્યું, _ તૈયાર રેડી, સ્ટેડી, ગો_…

તો શું તમે જાણો છો કે તે નાના બાળકોએ શું કર્યું?

બધાએ એક બીજાનો હાથ પકડ્યો અને સાથે ઝાડ તરફ દોડી ગયા. ઝાડ પાસે પહોંચી તેઓએ બધી મીઠાઈઓ અને ચોકલેટો સમાનરૂપે વહેંચી કાઢી અને મજા માણવાની શરૂઆત કરી.

આ જોતા આશ્ચર્ય સાથે મનોવૈજ્ઞાનિકે પૂછ્યું, તમે આવુ કેમ કર્યું ?

તો તેઓએ કહ્યું - "ઉબુન્ટુ" મતલબ કે,
"જ્યારે બીજા બધા નાખુશ હોય ત્યારે એક વ્યક્તિ કેવી રીતે ખુશ થઈ શકે છે?"

" ઉબુન્ટુ એટલે તેમની ભાષામાં, "હું છું કારણ કે અમે છીએ!".

દોસ્તો આપણે જાણીએ છીએ કે આપણા મોહલ્લામાં કે સોસાયટીમાં આપણા બાળકો રમતા હોય છે ત્યારે ઘણીવાર નાની નાની વાતે બાળકો ઝગડતા હોય છે અને એ બાળકોની વાતને લઈ મોટા લોકો એટલે કે માં-બાપ કે મોટા ભાઈ-બહેન ઝગડી પડતા હોય છે. આવી નાની નાની વાતે ઝગડી આપણે બાળકોમાં વેર ઝેરની ભાવના ઉત્પન્ન કરીએ છીએ .
જે કોઈકવાર ઘાતક પણ સાબિત થઈ શકે છે.બાળક એક કુમળા છોડ સમાન હોય છે જેનો ઉછેર આપણે સારી રીતે કરવો જોઈએ.અઠવાડિયા અથવા પંદર દિવસે એકવાર કોઈ સ્પર્ધાનું આયોજન કરવું જોઈએ અને એમાં સમજાવવું જોઈએ કે હાર-જીત જીવનનો એક ભાગ છે એને સ્વીકારતા શીખવું પડે. એમને જુદા જુદા ઉદાહરણ કે વાર્તા કઈ સંભળાવી જોઈએ જેમ કે એક કીડી ખોરાક ને કે જીવાત ને એકલી ખેંચી એના દર સુધી લઈ જઈ શકતી નથી પણ જયારે વધુ કીડી ભેગી થાય ત્યારે તે આસાનીથી ખેંચી લઈ જઈ શકે છે.માટે પરસ્પર પ્રેમભાવ રાખી બાળકોને ભેગા રાખવા સમજાવવા. સાચી મિત્રતા શીખવવી. શ્રી કૃષ્ણ ની મિત્રતા ની વાર્તા કેવી.

મિત્રો આજના આધુનિક યુગમાં બાળકો પાસેથી શારીરિક રમતો છીનવાઈ ગઈ છે. મોબાઇલની દુનિયા આપણે એમને આપી દીધી છે. મોબાઈલ ની દુનિયામાં ના મિત્રતાના પાઠ શીખવા મળશે કે ના પરસ્પર પ્રેમભાવ કેળવતા શીખવા મળશે. મોબાઈલ ની દુનિયા થી ચીડિયાપણું અને ક્રોધી સ્વભાવ થશે. માટે બને એટલો સમય એમને મેદાન માં રમવા દો અને ક્યારેક જો એમના વચ્ચે નાની મોટી વાતે ઝગડો થાય તો સમજાવી સમાધાન કરવો અને ફરી ક્યારેય આવી રીતે ના ઝગડે અને સંપી ને રહે એવા પ્રયાસ કરો.

દોસ્તો આ વાર્તા પરથી આપણે શીખીએ કે આપણે આપણા બાળકોમાં પરસ્પર પ્રેમભાવ, સંપની ભાવના કેળવવીએ.


ચાલો આપણે પણ જ્યાં જઇએ ત્યાં ખુશી ફેલાવીએ, આવો ઉબન્ટુ ની જીંદગી જીવીએ …
"હું છું, કારણ કે, અમે છીએ"…. !!!

કાયમ સાથે રહો , ખુશ રહો, મજામાં રહો...


એજ રીતે છે "કુટુમ્બુ" જે મારો બનાવેલ શબ્દ છે. જેનો મતલબ એટલે "કુટુંબ", "પરિવાર" એના વિશે આપણે બીજા ભાગમાં વાત કરીશુ...

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED