એક આશ - 4 Bhatt Aanal દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શેયર કરો

એક આશ - 4

આગળ ના પ્રકરણ માં.. સોહમ ચિત્રા મેમ પાસે ગયો અને ચિત્રા મેમ એ સોહમ ના પપ્પા વિશે જણાવવા થોડો વધારે સમય લાગશે એવુ જણાવ્યું એટલે મેં મારી ટિકિટ કેન્સલ કરાવી અને સાંભળવા બેસી ગઇ સ્ટોરી..

હવે આગળ,

"ચાલો મેં તો મારો બરોડા જવાનો પ્લાન બદલાવી નાખ્યો હવે તો કાલે જવાની સવારે, હવે તમે કહો તમારી વાત. "

****
" હું બાર માં ધોરણ માં હતી. " ચિત્રા મેમ એ ખુબ જ સરળતાથી અને એકદમ પ્રેમાળ લાગે એવા સ્મિત સાથે શરૂઆત કરી.

આમ તો દરેક વ્યક્તિ ને ક્લાસ માં હું ઓળખતી જ હતી અને લગભગ દરેક સાથે વાતચીત થતી પણ તે વર્ષે એક નવો વિદ્યાર્થી ક્લાસ માં આવેલો એટલે તેની સાથે વાતચીત ના થતી.

વિચાર્યું હતું કે થોડો ટાઈમ જાય પછી એ થોડો જૂનો થાય એટલે વાત કરીશ.અથવા એ સામેથી બોલાવશે તો વાત કરીશ. પણ એ તો અમારા ક્લાસ ના અમુક શૈતાન બાળકો સાથે ભળી ગયો. એ લોકો સાથે દોસ્તી કરી લીધી.

હજુ તો નવો નવો આવેલો હતો છતાં શૈતાનો સાથે મળી ને શરારત કરવાનું ચાલુ પણ કરી દીધું.

પહેલી શરારત એણે અમારા સર ની ખુરશી પર ચવીંગમ લગાવીને કરેલી પણ કદાચ એના નશીબ ખરાબ હતા કે સર ને ખબર પડી ગઇ કે આ કારસ્તાન કોણે કરેલા છે.

મેં લગભગ ક્યારેય એના પર ઓછું જ ધ્યાન આપેલું કારણ કે એ શરારતી વિદ્યાર્થીઓની ટુકડી માં મળી ગયો હતો. અને મેં તો એટલું ઇગ્નોર મારેલું કે મને તો હજુ સુધી એનું નામ પણ નહોતી ખબર એ તો સર એને ખિજાયા એટલે ખબર પડી કે એનું નામ "અર્પિત" છે.

સર ને ગુસ્સો આવ્યો એટલે સર એ અર્પિત ને ક્લાસ ની બહાર ત્રણ દિવસ સુધી બેસી રહેવાની ફરજ પાળી.અર્પિત પણ ખુબ રોષે ભરાયો હતો અને એ એની આંખો માં સ્પષ્ટપણે દેખાય રહ્યું હતું અને હથેળી ની મુઠી તો એવી રીતે વાળી હતી જાણે હમણાં જ મુક્કો મારી દેશે પણ આખરે એક વિદ્યાર્થી હતો એ એટલે એવુ તો કઈ રીતે કરી શકે?. એ ચુપચાપ લુંચ બ્રેક સુધી બહાર બેસી રહ્યો.

લુંચ બ્રેક માં બધા લોકો નીચે ગ્રાઉંન્ડમાં નાસ્તો કરવા ગયા. હું અને અર્પિત પણ પોતપોતાના મિત્રો સાથે નીચે ગયા. પણ અર્પિત કદાચ હજુ થોડો ગુસ્સા માં હતો એ અચાનક દોડી ને ક્લાસ તરફ ગયો અને ઉપર થી ક્લાસ માંથી આવ્યો ત્યારે પણ દોડી ને આવ્યો અમે લોકો બધા જોઈ રહ્યા હતા પણ કોઈએ કાંઈ પૂછ્યું નહિ પણ મને થોડું નવીન લાગ્યું એટલે મેં અર્પિત ની પાછળ જવાનુ વિચાર્યું. મારાં સાથે મારી ફ્રેન્ડ પણ આવી.

અર્પિત પાર્કિંગ તરફ જતો હતો હું અને મારી ફ્રેન્ડ પણ ધીરે ધીરે એની પાછળ જવા લાગ્યા. અર્પિત પાર્કિંગ માં આમ તેમ જોતો હતો પછી પેલા સર ની ગાડી પાસે જઈ ને નીચે નમ્યો અને પછી હાથ માં રહેલું પરિકર આંખે આખુ એક જ ઘા માં ગાડી ના પૈડાં માં ફસાવી દીધું.

એ મને ના ગમ્યું એટલે મેં અર્પિત પાસે જઈ ને ચેતવણી આપી.

" તું મારી સાથે ચાલ અને તારા આ કામ બાબતે સર પાસે માફી માંગ નહીંતર હું એકલી સર પાસે જઈ ને વાત કરીશ તો સર વધારે ખીજાશે અને તને suspend કરી દેશે. "

"એ તું મને ના શીખવાડ કે મારે શું કરવું અને શું નહિ. તું તારું કામ કર મને મારું કરવા દે અને હા.., તને જેમની પાસે જવું હોઈ ત્યાં જા મને કોઈ ફર્ક નથી પડતો." અર્પિત એ ચીડાતા કહ્યું.

હું પણ થોડી હઠીલી હતી, વાંક અર્પિત નો હતો જ અને આવી રીતની વાત તો મારાં સાથે આ પહેલા કોઈએ કરેલી જ નહોતી, હું પણ થોડી ખીજ માં સર પાસે ગઇ અને અર્પિત ની ફરિયાદ કરી દીધી.

હું અને સર બન્ને પાર્કિંગ માં ગયા અને ત્યાં ખરેખર એમની ગાડી માં પંચર જોઈને એમને મારી વાત પર વિશ્વાસ આવ્યો અને અર્પિત ને બે દિવસ સુધી બેન્ચ પર ઉભા રહી ને ભણવાની સજા આપી દીધી.

હવે અર્પિત મારાં પર પણ બરાબર ચિડાયો હતો. સર ના ગયા પછી એ મારાં પાસે આવ્યો અને કેહવા લાગ્યો કે,
" એ ચીત્રાડી હવે તું જો તું તો ગઇ સાલી ગધેડી,ગાડી કાંઈ તારી નહોતી કે તું આટલી ઉછળે, સર ની ચમચી. "

મેં એને કશો જવાબ આપ્યો નહિ. એ થોડો ખિજાયો અને "હવે તું જો " એટલું બોલી ને ચાલ્યો ગયો.

હવે આગળ અર્પિત ચિત્રા ને પરેશાન કરવા માટે શું કરશે અને ચિત્રા અને અર્પિત ની આગળ ની કહાની માટે જોડાયેલ રહો..