એક આશ - 1 Bhatt Aanal દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એક આશ - 1

આજ નો દિવસ ઘણો વ્યસ્ત રહેવાનો હતો. મારે રાત્રે પોણા દસ વાગ્યા ની બસમાં જૂનાગઢ થી વડોદરા પરત ફરવાનું હતું. મારી કોલેજ ના ચોથા સેમેસ્ટર ની પરિક્ષા ત્રણ દિવસ માં શરૂ થવાની હતી એટલે થોડુ વાંચવાનું પણ હતું અને મારી સ્કૂલ ના ફંક્શનમાં જવાનું હતું જેથી જૂના મિત્રો અને શિક્ષકો ને મળી શકાય.
****
મારી બેેેગ પેેેક કરી બસ હું વાંચવા બેસવાનું જ વિચારતી હતી પણ એ જ સમયે અચાનક મારા મમ્મી સાથે મારે બજારમાં થોડી ખરીદી કરવા જવાનું થયું અને ત્યાં થી આવતા લગભગ બપોરના એક વાગી ગયા હતા.ઘરે આવ્યા ત્યારે થોડા મહેમાનો નો અણધાર્યો મારો થયો અને આજ નો મારો બધો જ પ્લાન લગભગ રોળાઈ ગયો. ત્રણ વાગ્યે મહેમાન ગતિ માંથી પરવારી હું વાંચવા બેઠી. પાંચ વાગ્યે જે સ્કૂલ ના ફંક્શનમાં જવાનું હતું તે મેં માંડી વાળવાનું વિચાર્યું. તેના બદલે મમ્મી ને કબાટ સાફ કરવાના કામમાં મદદ કરવાનું નક્કી કર્યું.

જયારે હું મમ્મી ને મદદ કરતી હતી ત્યારે મારા હાથમાં એક આલ્બમ આવ્યો જેમાં થોડા મારા નાનપણ ના ફોટોસ હતા. છેલ્લા થોડા પેજ પર મારી સ્કૂલ ટાઇમ ના ફોટોસ હતા. મારા પાંચ માં ધોરણ થી દસ માં ધોરણ સુધીના ક્લાસ ફોટો, નવરાત્રિ માં સ્કૂલ ફ્રેન્ડ સાથે પાડેલા ફોટો અને થોડા દિવાળી ના ફોટો અને શિક્ષકો સાથે પડાવેલ ફેરવેલ ના ફોટો હતા.

આ ફોટોસ જોઇને કોન્વેન્ટ માં મે પાંચમા ધોરણ માં પહેલો પગ મૂક્યો ત્યારથી દસમા ધોરણમાં શાળા છોડી ત્યાર સુધી ના દરેક પ્રસંગ મારી આંખો સામે તરવા લાગ્યા. ઘણા સ્કૂલ ના ફ્રેન્ડ હજુ આજે પણ સંપર્ક માં હતા. ઘણા જાણે વાદળ પાછળ ચંદ્ર છુપાઈ અને સામે હોવા છતા ના જોઈ શકાય એ રીતે ગાયબ થયા હતા.

સ્કૂલ ની લાઇબ્રેરી માં જોયેલા મૂવીઝ, વાંચેલી બુક, ક્લાસ રૂમમાં રમેલ રમતો, બેન્ચ પર લખેલા નામ, મેડમ ની ખુરશી પર લગાવેલ ગ્લુ, સિસ્ટર ની ઓફીસ માં જઈને ખાધેલો માર બધુ જ યાદ આવી ગયું. આ બધા સારા કે શેતાન કામમાં હંમેશા સાથે રહેલા દોસ્ત લોકો ને મળવાનું મન થઈ જ ગયું. એટલે મેં સ્કૂલ ના ફંક્શનમાં હાજરી આપવા નું જ યોગ્ય સમજ્યું. હું ફટાફટ સ્કૂલ ના ફંક્શન ની થિમ પ્રમાણે એક સ્કૂલ ગર્લ જેવો લુક બનાવવા લાગી,બે ચોટલીઓ ઓળી અને સફેદ કલર નું ફ્રોક પહેર્યું,અને એક્ટિવા લઇ ને સ્કૂલ જવા નીકળી ગઈ.
****
ગેટ એકદમ જ સરસ રીતે શણગારેલો હતો. કાર્મેલ કોન્વેન્ટ નામ એટલું તો આજે ચમકતું હતુ કે અડધો કિલોમીટર દૂર થી પણ આરામ થી વાંચી શકાય. થિમ પ્રમાણે બધુ જ ડેકોરેશન બાળકો ને પસંદ આવે એવી વસ્તુઓ થી કરવામાં આવ્યું હતું. બૂક, અતરંગી પેન, વિડિયો ગેમ્સ, ડોલ હાઉસ, વિદ્યાર્થીઓ એ બનાવેલા મોડેલ, રમકડાં, ખોટા મોબાઈલ, ટેડી બીઅર, અને બીજી ઘણી બધી વસ્તુઓ નો ઉપયોગ શણગાર માટે કરવામાં આવ્યો હતો.

હું શાળા ના ગ્રાઉન્ડ તરફ આગળ વધી જ્યાં કાર્યક્રમ યોજવામાં આવેલ હતો. ત્યાં ઘણા ફ્રેન્ડ ને મળી ચાંદની, કૃષાલી,સાગર,શ્યામલ અને બીજા ઘણા જેમાંના અમુક ને તો આજે દસમા ધોરણ પછી પહેલી જ વાર મળવાનું થયું હતું. બધાને મળી ને ખૂબ આનંદ થયો બધાએ સ્કૂલ ની જુનીયાદો ને તાજી કરી પછી પોતપોતાની પસંદગી ના શિક્ષકો ને મળવા ચાલ્યા ગયા. હું પણ મળવા ચાલી ગઈ બધા શિક્ષકો ને મળી પરંતુ હજુ કોઈ ને મળવાનું બાકી હતું. મેં આસપાસ નજર ફેરવી મને કયાંય દેખાયા નહીં એટલે મેં કાર્યક્રમ પતે પછી શોધવાનું વિચાર્યું અને મહેમાનો માટે મૂકેલી ખુરશી માં બેસી ગઈ.

આગળ શું થશે? આગળ કહાની મા કેવો ટર્ન આવે છે એ જાણવા માટે જોડાયેલા રહો.