Hatas mann - 2 books and stories free download online pdf in Gujarati

હતાસ મન - 2

નવીન કાઈ બોલ્યો નહી અને ઊભો થઈ ચાલવા લાગ્યો.
કવિતા બોલી કે જો તું જતો રહીશ તો હું સમજિસ કે હું તારા લાયક નથી. નવીન તોય જતો રહ્યો. કવિતા નવીનને જોતી રડતી રહી!

કઈ માટીનો બન્યો છે નવીન ? આવુ સાવ નિર્દય થઈ ગયો.
કવિતા મન મક્કમ કરી ઘરે જતી રહી. થોડા સમયમા કોલેજથી માસ્ટર પણ થઈ ગયુ અને બધા પોતપોતાની કારકિર્દીમાં ધ્યાન આપવા લાગ્યા.

કવિતા તો આગળ હજુ ભણવા કેનેડા જતી રહી. નવીન પણ ખુદને વ્યસ્ત કરવા લાગી ગયો હતો. ભણવામાં હોશિયાર હતો સાથે એપ્રેન્ટિસશીપ પણ કરતો. માસ્ટર પૂરું કર્યું તરત જ સારી નોકરી મળી ગઈ.

સમય સૂચકતા પણ સારી હતી એટલે આગળ જલ્દી વધી ગયો પણ ભૂતકાળ ક્યાં સાથ છોડે છે. કવિતા તો જાણે ગાયબ જ થઈ ગઈ હતી.એક દિવસ ની વાત છે કંપની ના કામ માંટે નવીનને બહાર જવાનું થયું. અને એ પણ ત્યાં જ્યાં એ જવા ન'તો માંગતો, કેનેડા.

મહિના પહેલા બધું બૂક હતું. રાતની ફલાઈટ થી ટોરોન્ટો માટે બેસી ગયો. બીજા દિવસે સાંજે ટોરોન્ટો પહોંચી ગયો. એરપોર્ટ નજીક હોટલ બૂક કરાવી હતી. સવારે 11:00 વાગે કંપની પર હાજર થવાનું હતું. હોટલ રૂમમાં આરામ કરી નવીન જમવા માટે નીચે હોટલ કેન્ટીન તરફ ગયો અને એક ટેબલ પર બેઠો ઓર્ડર કર્યું. ત્યાં મસ્ત સંગીત ચાલતું હતું. સંગીત ના સૂર નવીનને કોલેજ ના દિવસો યાદ અપાવી ગયા.

વેઇટર આવ્યો જમવાનું લઈને ને સર બોલ્યો તો નવીન જાગ્યો. થેન્ક યૂ કહી જમવાનું ચાલુ કર્યું. થોડી વાર પછી દૂર એક ટેબલ પર એક છોકરી બેઠી હતી જાણે કવિતા જ છે.
નવીન થોડી વાર જોતો જ રહ્યો ને પછી ઊભો થઈ ત્યાં ગયો ને સામે ઊભો થયા.

કવિતા તો જાણે સ્તબ્ધ થઈ ગઈ, ભૂતકાળ નો પ્રેમ આજે સામે ઊભો હતો. નવીન એ જ વ્યક્તિ હતો જેને કવિતા ના પ્રેમ ને સ્વીકાર કર્યો નહીં. છતાં આટલું દૂર એકબીજાને અચાનક મળવું પ્લાનિંગ વગર નસીબ જ કહી શકાય.

બે મિનિટ બંને એકબીજાને જોતા રહ્યા પછી નવીન બોલ્યો ધીમેથી કવિતા મને માફ કરી દે મેં તારું કોમળ દિલ દુખાડી તને હેરાન કરી પણ તારા સારા માટે કર્યું બધું.

કવિતા વિચારોમાં ખોવાઈ ગઈ ને બોલી મને બધું યાદ છે તે શું કર્યું એમાં મારું સારું તો કઈ નથી થયું. મમ્મી પપ્પા થી દૂર હું અહીં આવી ગઈ તારી નજર સામે ના આવવા ને રડી પડી.

નવીન પણ ઉદાસ થઈને બોલ્યો જો સાંભળ કવિતા પપ્પા ના ગયા પછી મારી જવાબદારી વધી ને સાથે કોલેજ ના શરૂઆત ના દિવસો હતા ને મારા લગ્ન થઈ ગયા આરતી સાથે. એ ઘણી સારી છે મમ્મી સાથે પણ સારું બને છે હું એને દગો ના આપી શકું. મારી જવાબદારી મને રોકી રહી હતી તારી તરફ આવતાં. મારી હા તારું ભવિષ્ય બગાડે જે હું ના ઈચ્છું. તારા માટે મને પણ પ્રેમ છે પણ હવે આવતા જનમે મળવાનું લખ્યું હશે.

કવિતા આ સાંભળીને ચોંકી ઉઠી. નવીન માટે તો ધિક્કાર ભાવ જાણે જતો રહ્યો ને ઉભી થઈ નવીન ને ભેટી પડી. કશું બોલવા માટે હવે હતું નહીં. હકીકત જાણ્યા વગર કોઈને ખોટું સમજાય નહીં.

કવિતા ને હવે મન હળવું લાગ્યું ને ચૂપ થઈ ગઈ. નવીન પણ ખુશ થાય એને હસ્તી જોઈને. હવે બંને સારા મિત્ર બની રહેશે એવો મૌખિક કરાર કર્યો. કવિતા એ પણ હવે સારો છોકરો જોઈ લગ્ન કરવા નિર્ણય લીધો. નવીન ના માથા પરથી બોજ ઓછો થાય ગયો.

બીજા દિવસે ઓફિસ નું કામ પતાવી નવીન ઘરે આવી ગયો. બધા માટે ગિફ્ટ લાવ્યો હતો. પહેલા કરતા વધાર ખુશ હતો. ઘરમાં પણ બધા ખુશ થઈ ગયા ને શાંતિ થી રહેવા લાગ્યા. કવિતા પણ થોડા સમય માં લગ્ન કરી સેટ થઈ ગઈ કેનેડા.

વાર્તા વાંચવા માટે ખુશ આભાર.
આપનો પ્રતિભાવ આપશો એવી આશા.
Bharat Parmar_bk

બીજા રસપ્રદ વિકલ્પો