Tame j tamara bhagya vidhata books and stories free download online pdf in Gujarati

તમેજ તમારા ભાગ્યવિધાતા - એન.એલ.પી. પરિચય

મિત્રો,
આપણે ઘણી વાર સાંભળીએ છીએ કે આપણું મગજ/મન કોમ્પ્યુટર જેવું છે. આપણું મગજ પણ એવી રીતે કામ કરે છે જેમ કોમ્પ્યુટર કામ કરે છે. હકીકતમાં, કોમ્પ્યુટર આપણા મગજ જેવું છે. આપણું મગજ જે રીતે કામ કરે છે એજ રીતે કોમ્પ્યુટર કામ કરે છે. વૈજ્ઞાનિકોએ કોમ્પ્યુટરની શોધ કરી અને એમાં જે વિશેષતાઓ નાખી એ આપણા મગજની જેમ કામ કરે છે. આપણું મગજ માપ એક નવા વ્યવહાર/વર્તણૂક/વર્તન/આચરણ ને ડાઉનલોડ કરી લે છે. ઘણીવાર આપણું મન વાયરસને પણ ઈન્સ્ટોલ કરી લે છે. કોમ્પ્યુટર પણ વાયરસને ડાઉનલોડ કરીને ઈન્સ્ટોલ કરી લે છે. એને કામ કરવા એક સોફ્ટવેરની જરૂર પડે છે એજ પ્રમાણે આપણા મનને પણ કામ કરવા એક સોફટવેરની જરૂર પડે છે. એ સોફ્ટવેરને આપણે સ્કીલ, આવડત કે નિપુણતાના નામથી ઓળખીએ છે.

એ આપણે અલગ અલગ જગ્યાએથી મેળવીએ છીએ જેમકે, વાર્તાઓ સાંભળીને, બૂકો વાંચીને, સ્કૂલમાંથી, કોલેજમાંથી, ક્યારેક લોકો પાસેથી ટ્રેનિંગ લઈને. ઘણી વાર આપણે અનુભવ્યું છે કે આપણે જે સ્કીલ્સ કે ટેકનીકનો ઉપયોગ કરીએ છીએ તે પૂરતું નથી હોતું. કોઈ વિશેષ આવડતની જરૂર પડે છે. ક્યારેક આપણી અંદર ડર, ફોબિયા, ઉન્માદ, ડીપ્રેશન, હતાશા જેવા પ્રોગ્રામ ડાઉનલોડ થઈને ઈન્સ્ટોલ થઈ જાય છે કે એનાથી પીછો છોડાવવો અઘરો થઈ જાય છે. આ એવા પ્રોગ્રામ છે કે જે આપણે ક્યારેય ઈચ્છતા નથી અને આના કારણે આપણા શરીરની અને જીવનની અંદર અવરોધ આવે છે.આપણા જીવનમાં ઉત્સાહની ઓટ આવે છે.

આપણને એ સફળતા નથી મળતી જેની આપણને તલાશ છે ત્યારે આપણને જરૂર પડે છે એક નવા સોફટવેરની. ઘણી વાર આપણા કોમ્પ્યુટરમાં વાયરસ આવી જાય તો આપને તાત્કાલિક એન્ટી વાયરસ પ્રોગ્રામનો ઉપયોગ કરીને વાયરસ દૂર કરી દઈએ છીએ જેથી કરીને સોફ્ટવેરને કોઈ નુકસાન ના થાય. આપણે સોફ્ટવેરને અપગ્રેડ પણ કરીએ છીએ પરંતુ આપને ક્યારે પણ નથી વિચાર્યું કે આપણને ચલાવવા માટે આપણી પાસે જે બાયો કોમ્પ્યુટર (મન/મગજ) છે એને કેવી રીતે વાયરસ પ્રૂફ કરી શકાય, એને કેવી રીતે વાયરસથી બચાવી શકાય, એને કેવી રીતે અપગ્રેડ કરી શકાય. એવું એક હ્યુમન સોફ્ટવેર કે જે આપણા મન/મગજ અને શરીરને ચલાવવા સક્ષમ છે તેનું નામ છે એન.એલ.પી. એટલે કે, ન્યુરો લેંગ્વેસ્ટિક પ્રોગ્રામ.

1970માં એન.એલ.પી. ટેકનોલોજીની શોધ બે અમેરિકન જીનિયસ એકસપર્ટ માનસશાસ્ત્રીઓ રીચાર્ડ બેન્ડલર અને જોન ગ્રીન્ડરે ત્રણ થેરાપીસ્ટને વિશેષ પ્રકારનાં રીઝલ્ટ મેળવતાં જોયા. એ ત્રણ થેરાપીસ્ટનાં નામ હતાં ફેમીલી કાઉન્સેલર વર્જીનીયા સેટર, બીજા એ સમયના જાણીતા હિપ્નોથેરાપીસ્ટ મિલ્ટન એરીકસન અને ત્રીજા ગેસ્ટાલ્ટ થેરાપીસ્ટ ફ્રીત્ઝ પર્લ્સ.

રીચાર્ડ બેન્ડલર અને જોન ગ્રીન્ડરે આ ત્રણે થેરાપીસ્ટના કાર્યનું ખૂબ જીણવટથી અભ્યાસ કર્યો અને આ ટેકનીક વિકસાવી.

લોકો ચાહે કોઈ પણ ઉંમરનાં અને પણ ક્ષેત્રમાંથી હોય ચાહે બાળકો હોય, વિદ્યાર્થીઓ હોય, વ્યવસાયી હોય, કોર્પોરેટ ફિલ્ડમાંથી હોય, સ્પોર્ટ્સ ફિલ્ડમાંથી હોય, વૃદ્ધ હોય એ દરેક આ ટેકનીકનો પ્રયોગ કરી રહ્યાં છે. આ ટેકનીકથી એ લોકો એમના કામની રૂકાવટોમાંથી બહાર નીકળીને એમની સર્વોચ્ચ સફળતાનો આનંદ લઈ રહ્યાં છે.

એન.એલ.પી. નો પહેલો અક્ષર છે

એન. - ન્યુરો સાથે સંબંધિત છે.

ન્યુરો એટલે નર્વસ સિસ્ટમ. આપણી ન્યુરોલોજીમાં આપણે વસ્તુઓ કે ઘટનાઓને કેવી રીતે ગ્રહણ કરીએ છીએ? કેવી રીતે આપણી ઈન્દ્રિયો વસ્તુઓ કે ઘટનાઓને ગ્રહણ કરવામાં મદદ કરે છે? જેમકે, જોઈને, સ્પર્શ કરીને, સાંભળીને, અનુભવીને. કેવી રીતે આપને આપણી ઈન્દ્રિયોનો ઉપયોગ કરીએ છીએ. કેવી રીતે આ સંવેદનાઓ આપણા મગજમાં મેમરી સ્વરૂપે રહે છે? આ મેમરી આપણા માટે કેવી રીતે કામ કરે છે?

એલ. - લેંગ્વેસ્ટિક એટલે કે લેંગવેજ (ભાષા) સાથે સંબંધિત છે.

તમે જે પણ ગ્રહણ કરો છે તે તમારી લેંગવેજ /ભાષાને કેવી રીતે પ્રભવિત કરે છે.

ભાષામાં પણ બે પ્રકારની ભાષા છે. વર્બલ લેન્ગવેજ (મૌખિક ભાષા) અને બોડી લેંગવેજ (શારીરિક મુદ્રા/હાવભાવ)

વર્બલ લેંગવેજ (મૌખિક ભાષા) કે જેમાં શબ્દો આવે, ક્રિયા આવે જેમકે આપણે કોઈની સાથે વાત કરી રહ્યા છીએ તો આ વર્બલ લેંગવેજ છે પરંતુ વાતચીતની સાથે સાથે મારા હાથ હાલે છે અને ચહેરાના હાવભાવ બદલાઈ રહ્યા છે ખભાની સ્ટાઈલ બદલાઈ રહી છે, શ્વાસોશ્વાસની પેટર્ન બદલાઈ રહી છે તો આ બોડી લેંગવેજ છે. જેને ફીઝીયોલોજી તરીકે પણ ઓળખાય છે. એટલુજ નહીં આ બોડી લેંગવેજ કેવી રીતે આપણા મનની પેટર્નને બદલી નાખે છે એ પણ લેંગ્વેસ્ટિકમાં આવે છે.

જયારે લોકો એક ચોક્કસ મનોદશા/મૂડ/ફોર્મમાં હોય ત્યારે કેવી રીતે બોલે છે? એમના હાવભાવ પાછળ શું રહસ્ય છુપાયેલું છે? લોકોનું વર્બલ કે નોન વર્બલ કોમ્યુનિકેશન કેવું છે? આ કોમ્યુનિકેશનના આધારે એ લોકો જીવનમાં કેવી રીતે આગળ વધી રહ્યાં છે કે નથી વધી રહ્યાં એ લેંગ્વેસ્ટિકમાં શીખવા મળે છે.

પી. – પ્રોગ્રામિંગ શબ્દ કોમ્પ્યુટર સાયન્સમાંથી લીધો છે. પ્રોગ્રામિંગનો અર્થ છે કે જીવનમાં આપણે જે પણ પરિણામ મેળવીએ છીએ તે એક પ્રોગ્રામિંગ દ્વારા મેળવીએ છીએ. એક રોજીંદી આદત કેળવાયેલી હોય છે. દાખલા તરીકે, આપણે કેવી રીતે સ્નાન કરીએ છીએ, રોજ સ્નાન કરતી વખતે સાબુ શરીર પર લગાવવાની રીત એક ચોક્કસ રીત હોય છે. ઘણું બધું વર્તન એક સમાન હોય છે. ચોક્કસ રીતે આપણે કપડાં પહેરીએ છીએ કે બદલીએ છીએ. લોકોને મળવાની પેટર્ન પણ સરખી હોય છે. નિશ્ચિત જગ્યાએ બેસીને લખવાની કે વાંચવાની મજા આવે છે. ટીવી પણ રોજની નિશ્ચિત જગ્યાએ બેસીને જોવાની મજા આવે છે. આ એક નિશ્ચિત વર્તણૂક છે જે આપણે કેળવેલી છે. જોકે, આ વર્તણૂક જયારે આપણે જન્મ લીધો ત્યારે ન હતી. આપણું અવચેતન મન (સબકોન્સિયસ માઈન્ડ) એને વારંવાર જોઈને, સાંભળીને, અનુભવીને ગ્રહણ કરી લે છે.

જો આપણી પાસે પ્રોગ્રામ સકારાત્મક (પોઝિટીવ) છે તો ઘણી સારી બાબત છે. આપણે એન.એલ.પી. શીખવાની જરૂર કેમ છે? જો આપણી પાસે પ્રોગ્રામ નકારાત્મક (નેગેટીવ) છે.
દાખલા તરીકે, આપણે જવું છે અમદાવાદ પણ પહોંચી જઈએ છીએ રાજકોટ. તો અમદાવાદ અને રાજકોટ વચ્ચેનો જે તફાવત છે એજ આપણી તકલીફ છે. આપણે એવું ઈચ્છીએ છીએ કે આપણે હમેશાં સ્ફૂર્તિમાં રહીએ, તંદુરસ્તી સારી રહે, મધુર સંબંધો હોય, સારા એવા પૈસા હોય પણ જો એવું નથી થઈ રહ્યું એટલે કે આપણે જે ઈચ્છીએ તે થઈ રહ્યું નથી અને જે નથી ઈચ્છતા તે થઈ રહ્યું છે તો આ આપણી સાથેનો એક પ્રોગ્રામ છે તો આ પ્રોગ્રામથી છૂટકારો કેવી રીતે મેળવવો? એ એન.એલ.પી. દ્વારા શીખી શકાય છે.
એન.એલ.પી. એ આપણા માટે શું કરે છે? એન.એલ.પી. આપણા જીવનમાં બદલાવ લાવે છે. આપણા જીવનમાં આપણે જે પણ કંઈ પણ પરિણામ, લક્ષ્ય કે આદતો બદલવા માંગીએ છીએ એ બદલવા અને લક્ષ્ય સુધી પહોંચવા માટે શું ફેર બદલ કરવા એ એન.એલ.પી. શીખવે છે. એન.એલ.પી જીવનમાં પરિવર્તન લાવે છે માટે સામાન્ય રીતે એન.એલ.પી એ જીવનમાં પરિવર્તન લાવવાની ટેકનોલોજી છે.

સામાન્ય રીતે આપણને પ્રશ્ન થાય કે એન.એલ.પી.ની વ્યાખ્યા શું?

જે પરિબળ આપણા જીવનમાં આપણને આપણી મંજિલ સુધી પહોંચાડવા જે કામ કામ કરી રહ્યું છે તે એન.એલ.પી. છે.

મિત્રો,
એન.એલ.પી વિષે વધુ જાણવા અને શીખવા માટે મારા મોબાઈલ નંબર:
9586310689 ઉપર નિ:સંકોચ સંપર્ક કરશો.
શીખવા માટે કોઈ ફી નથી.
બીજા રસપ્રદ વિકલ્પો