sarjan pahelani srushti books and stories free download online pdf in Gujarati

સર્જન પહેલા ની સૃષ્ટિ

સર્જન પહેલા ની સૃષ્ટિ.
પ્રિય તમે,
આપ કુશળ હશો. હું મઝામાં છું. આપણી વચ્ચે ની તિરાડ ને કારણે એક શહેર માં હોવા છત્તા ટપાલ થી વાત કરવી પડે છે. તમને યાદ આવે છે, આપણું મિલન? કદાચ તમે પણ નહી ભૂલી શક્યા હોય, છત્તા યાદો તાજી કરાવવા તમને તે પ્રસંગ ફરી ને યાદ કરાવું છું.
મારા માશી નો દિકરો ચંદન ના લગ્ન માં પ્રથમ મુલાકાત થઈ હતી. તમે ચંદન ના ખાસ મિત્ર અને ચંદન મારો ભાઈ! તે સમયે તો બાપરે તમારી સ્ફૂર્તિ ગજબ ની હતી, લગ્ન ના તમારા ઉછળ કુંદ યાદ કરૂ, તમે આજ ના ઓળખી શકાય નહી. લગ્ન ની દરેક પ્રસંગ ને તેની ધમાલ તમારા નામે રહેતી. લગ્ન ગીતો હોય, કન્યા પક્ષ ને હેરાન કરવા માં તમે કોઈ કસર નહોતી છોડી.
આપણી તે પ્રથમ મુલાકાત!! માંડવા ની મીઠી નોક ઝોક અને વ્યવહારીકતા માં તમે અવ્વલ જણાતા. તમે મને તે સમયે પરિચય મા નહોતા પણ રાત્રિ ના અંદરો અંદર છોકરા છોકરી ની અંતાક્ષરી રમ્યા તેમાં તમને મારો પરિચય થયો.
મજાક મસ્તી અને મીઠા ઝગડા માં મારી મુકતતા તમને સ્પર્શી ગઈ. એમાંય રાત્રે બોયસ રૂમ માં આવી તમને બધા ને પેસ્ટ લગાવી ગઈ ત્યારે તમને મારા ધમાલીયા,ઉછરકુદ સ્વભાવ નો ખ્યાલ આવ્યો ત્યારે પ્રથમ તમે મારાથી આકર્ષાયા.
બીજા દિવસે ત્યાંથી આપણે પીકનીક ગયા, મે નદી માં ડૂબકી મારી ખોટી ખોટી બચાવો બચાવો બુમો પાડતા આપ કૂદી પડયા, આપને તો તળતા આવડતું નહોતું માંડ માંડ તમને બહાર લાવી.
આપણે ત્યાં ક્રિકેટ રમ્યા હતાં હું બૅટિંગ લઈ રફુચકર થઈ ગઈ હતી.તમે મને શોધવાં આવ્યાં,તમે ખુદ ખોવાઈ ગયા, મને આજે પણ યાદ છે, તમે મને ઝપટ મારી બાહો મા જકડી લીધી હતી. મે જોર કર્યું છુટી ને શરમાઈ ગઈ. એ આપણું પહેલું આલિંગન અને ત્યાં આપણા પ્રેમ ના અંકુર ફુટ્યા.
મને લાગતું કે તમે થોડા ધીરગંભીર છો, હું તો ખુબ મિજાજ વાળી, કઈ ને કઈ ઊંધું ચત્તું કર્યા કરતી. આમ આપણે નજીક આવ્યા અને સર્વે સંમતિ થી જીવન સાથે નિભાવવા ના કોલ આપ્યા, એકમેક ના સાંનિધ્ય આપણને ગમવા લાગ્યું, વોહી રફતાર મારા તોફાન તો ચાલું હતા.
આપણા વેવિશાળ પછી તમને યાદ છે એક ફેરી તમે મુવી ની ટીકીટ લઈ આવ્યાં હતાં તમે મને રીલીફ સિનેમા આવવાં નું કિધું અને હું હાથે કરી રૂપમ ઉભી રહી ત્યાર પછી તો હું તમારી જોડે બે દિવસ નહોતી બોલી તમે અને ઘર ના બધા મુંજાઈ ગયાં હતા. પણ મારા મગજ માં મજાક સિવાય કંઈ નહોતું.
તમે મને કહેતા તારી આવી અદા ને કારણે તું મને બહું ગમે છે, લગ્ન પછી પણ તું આવી જ રહે જે, હું હસી કાઢતી, મને ખ્યાલ નહોતો કે હું વર્ષો થી મોટી હતી, માનસીકતા થી મોટી હતી કે સંબંધો થી મોટી હતી. મારા રમત વેડા ચાલુ જ હતા.તમારા જન્મ દિવસે તમારા ઘરે સવાર થી દર કલાકે એક ગુલદસ્તા મોકલતી રહી અંતે સાંજે થાકી ને મારા ઘરે આવી ગયા હવે બસ કર, ત્યારે મારી જોડે બીજા પાંચ ગુલદસ્તા બાકી હતા. તે મારુ રમુજ હતું.
તમને યાદ છે એક વખત આપણે રેસ્ટોરન્ટ માં જમવા ગયા હતા આપે ટીપ ના રૂપિયા મુક્યાં હતા તમે ઊભા થઈ સહેજ આગળ ગયા મે ટીપ ના રૂપિયા લઈ લીધાં, બહાર નીકળી ને તમારાં ખીસ્સા માં મૂકવા જતા તમે ચીડાઈ ગયા, જો તો ખરી બેઠેલાં બધા તને જોયા કરે છે. તમે મને તે ફેરી પ્રથમ વખત ઠપકો આપ્યો હતો પણ હું તે સમયે સમજી નહોતી શકી. મારા મગજ માં તોફાન સિવાય કઈ આવતું નહી, મને જાણે શાંતિ ભર્યું જીવન ગમતું નહી. મારી મમ્મી ના શબ્દો યાદ છે તે કહેતી આટલા તોફાન કરે છે સાસરે જઈ શું કરીશ! ત્યારે તેમને કહેતી તેમને ગમે છે, પછી મને દુનિયા ની પરવા નથી. આપણા મૅરેજ થઈ ગયા, જ્યારે સૃષ્ટિ નો ઉદય થયો ત્યારે તેને સર્જન થયું કહેવાય, મને ખબર પડતી નથી પણ આ સૃષ્ટિ નું સર્જન તમારા આવ્યા ને મારું થયું. મારા જીવન માં સર્જન નું નવસર્જન થયુ તેમ કહી શકું છું.
આપ મોટા સર્જન બન્યા,પણ મારૂ સ્વરૂપ બદલાયું નહી, નોકરી કરવી ના કરવી તમારા પર હતું તમે ના પાડી એટલે શોધવા ની કોશિષ ના કરી. આપણો સંસાર ચાલવા લાગ્યો, મારે સાસરા ની પળોજણ જેવું કાઈ નહોતું. તમારા માતા પિતા એ અલગ ફલેટ ની વ્યવસ્થા કરેલ હતી. સમય જતા જાણે વાતાવરણમાં બદલાવ આવ્યો હોય તેમ જણાતું. મને લાગ્યું કે મારા તોફાની સ્વભાવથી આપ પરેશાન થાવ છો.
હું તેને રોકી શકું તેમ હતી નહી મારે તો જીવન ને રંગત ની જેમ માણવું હતું. ખુશખુશાલ જીવન વિતે તેવી નેમ રાખી સંસાર ખેડવાનો હતો. સુખ ઉભુ કરતા દુ: ખ ઉભુ થાય છે તેનો ખ્યાલ પાર્ટી મા જવાનું હતું અને નહીં જવાનું મે નાટક આદર્યું તમે ચીડાઈ ગયા, તારા નાટકો બંધ કર વેવલા વેડા છોડ હવે તું પરણિતા છે, જરા સમજ લોકો શું કહેશે? તારા એકી શ્વાસ ના શબ્દો થી ડઘાઈ ગઈ! મને પણ માંરો અહમ ગવાયા અનુભવ થયો, અને હું ત્યારે પ્રથમ વખત રીસાઇ ગઈ. ત્યાર પછી હળવા ઝગડા ચાલું થયા. હવે તમે મારી મજાક થી છંછેડાઈ જતા, ઘણી વાર પહેલા ટપલી મારતી પણ હવે તે મારવા ની હિંમત મારા માં નહોતી.
હું જરાક તમારા થી દુર જતી ગઈ. ધીમે-ધીમે મારા ખુશ મિજાજ માં રાઈ ભરાતી ગઈ, મને હવે તમારું ટોકવા નું ગમતું નહીં. જ્યાં કંકાસ નો કાળ આવે ત્યાંથી ખુશી ની વિદાય થઈ જાય છે. સૃષ્ટિ ની પણ ખુશી છિનવાઈ જવા લાગી, હવે હું મન ને મારી ને પણ હસી શક્તિ નહોતી.
મારા મનમાં ઝગડા રોપાણા, તમે તુ તારી કરતા હું પણ હવે સામું બોલવા માંડી હતી. બંને ના દિલમાં એક સ્મશાન વશ શાંતિ પ્રસરતી જતી હતી.
તમે તમારા ડોક્ટર સર્જન ની ફરજો માં વ્યસ્ત થતા ગયા, મારા માટે હવે સર્જન પાસે સમય નહોતો.
મેં ફરી મારી ખુશી શોધવા ની કોશિષ કરી, મેં આપની પાસ ટીચર તરીકે જોબ કરવાની પરવાનગી માગી આપે તે ઠુકરાવી દીધી. મારા અંતર મા દુ: ખો ની અનરાધાર ધારા વહેવા માડી, પણ કંઈક કરવું તો છે તેમ માની નોકરી માટે એપ્લાઇ કર્યું,
મને નોકરી મળી ગઈ. હવે તમને વાત કરવા ની હતી , પહેલા હું કઈ પણ વિના સંકોચ કહી શકતી હવે એક ડર પેઠો તો. કેવી રીતે વાત કરૂ તેની અવઢવ રહેતી. એક સાંજ આપને જમવા નુ પિરસતા મે નોકરી મળી ગયા ની વાત કરી તમે ઉછળી પડયા. મને તમે પ્રથમ મિલને ઉછળતા તમે યાદ આવી ગયા તે સમય ના તમારા ઉછળવા નું રૂપ સ્વરૂપ જુદા અને આજે!! જરા ડઘાઈ ગઈ.જમવાનુ પડતું મુકી તમેય જતા રહ્યા અને હું ય જતી રહી.
મે તમને સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધુ હતું કે હું આ જોબ કરીશજ. તમારી પછી કોઈ પ્રતિક્રિયા ના આવી મને લાગે છે તમે મને નહીં રોકી શકશો તેમ માની લીધું હતું, તે સમયે મને રોકી હોત તો આજ આ સમય ના આવત.
જે ખુશી આપણા ઘર સંસારમાં હોય તે હું બહાર શોધવા જઈ રહી હતી. મને હજી સર્જન પહેલા ની સૃષ્ટિ જોઈતી હતી. મને આજે સવાલ થાય કે કુંવારી હતી ત્યાર ની મારી ઉછરકુદ, હાસ્ય, મજાક મસ્તી હવે પરણિતા પછી વ્યાજબી હતું? આ પ્રશ્ન નો જવાબ આજ ની તારીખે પણ મારી પાસે નથી.
ઈચ્છા હોય તે સર્વે થઈ જતું નથી. નોકરી તમને ગમતી નહી, અને સ્વાભાવિક છે ત્યાર પછી તમારે મારો સમય અને મારે તમારો સમય સાચવવો પડે. કારણ એ બન્યુ કે પહેલા કરતા અંતર વધી ગયું ખટરાગ વધતો ગયો. જે મને મારા મન ખુશી જણાતી તે જાણે છિનવાઈ જતી હોય તેમ જણાતું. આપણી વચ્ચે ની ખાઈ પુરાવા ને બદલે વધતી ચાલી, ભૌતિક કે શારીરિક સુખ થી અલિપ્ત થતા ગયા.
તમને મારા માં હવે જાણે રસ ના હોય તેમ તમારા કામ માં વધુ વ્યસ્ત રહેતા. હું નોકરી ઉપરથી આવતા કામ કરી થાકી જતી. આવી ને કરવું પડતું કામ અને કર્યા પછી તેમાંથી તમારા ફોરાં નિકાળવા ની આદત બાપરે હું શારીરિક અને માનસિક થાકી જતી.
થાકેલો માણસ વધારે ચીડાય તેમ હું તમારા ઉપર ચીડાઈ જતી. ધણી વાર વિચારતી તમને શાંતિ થી બેસાડી ને પૂછી જોવું તમને તકલીફ શું છે દરેક માં ખોડ કેમ કાઢો છો?
મને તમારા સ્વભાવ મા ફરક જણાતો, એક તો તમે દરેક વાત ને વાચા આપતા, માથુ મારતાં, હું વિચારતી તેનાથી અલગ વિચારતાં, તમે પહેલા કરતા વધુ ગંભીર બની ગયા હતા. મારા હાસ્ય અને મારી ખુશી જેમા હતી તે હવે તમે ના સ્વીકારી શક્યા!
અંતે આપણે બંને થાકી ગયા એક વર્ષ ને ત્રણ મહીના ના સંસાર ના ટુંકા સમય માં આપણે છુટા પડવા નું નક્કી કરી લીધું.
આપણા મન તો કયારના છુટા પડ્યા હતા હવે આ ઔપચારિકતા હતી.
હું મારા પિતા ને ઘરે આવી ગઈ. તમારા તરફ થી કોઈ સંદેશાઓ કે હલચલ ના જણાતી. મારૂ દુ:ખ મા વધારો હતો મે જોબ ચાલુ રાખી. પપ્પા એ ઘણી સમજાવી પણ હું સમજી શકી નહીં પપ્પા પણ બોલતાં હવે બંધ થઈ ગયા. પપ્પા ને પણ હું સમજાવી શકી નહી.
આજ મને ફરી સર્જન પહેલા ની સૃષ્ટિ યાદ આવે છે. પણ મને આ પત્ર આપને લખતા વિચાર આવે છે કે સર્જન પછી ની સૃષ્ટિ નું શું થયું? સૃષ્ટિ વિખરાઈ ગઈ?
આટલી ઉંમરે હસી ખુશી છિનવાઈ જશે તેમ ધાર્યું નહોતું, સાચું કહું તો આ પત્ર લખતા મને મારી ભુલોય સમજાય છે. દરેક નો એક સમય કુદરતે નક્કી કરેલ છે તે પ્રમાણે જીવન ધપાવવું પડે છે. એક ના બે થઈ એ પછી પોતાને ગમતું વાતાવરણ મળશે તે વિચારવું અયોગ્ય હતું,
ખેર હવે એ સમય રહ્યો નથી કે આપણે સંવાદ કરી શકીએ. આજ સર્જન વિના સૃષ્ટિ અડીખમ ઉભી છે. પણ અંદરથી ખોખલી બનતી જાય છે.
બીજું તો શું લખું મારે તો તમને ઠપકો આપવો હતો પણ મને નથી લાગતું કે હું આપી શકી હોવું. હવે હું ગંભીર બની ગઈ છું.
સૃષ્ટિ નુ સૌંદર્ય જતું રહ્યું અને હોય તોય સર્જન વગર તેનું શું કામ !!
એજ લિ. સર્જન વિહીન સૃષ્ટિ


બીજા રસપ્રદ વિકલ્પો