કોરોના મહામારીના કપરા સમય દરમિયાન થયેલી એક ઘટના જેમાં કોરોના ની વેકસીન શોધવા માટે થતા કાવતરા અને કપટની વાતો ને એક નવલકથા સ્વરૂપે રજુ કરું છું.
(કોરોના વાઈરસ ના કારણે સમગ્ર દુનિયામાં માં હજારો લોકો ના મોત થયા છે એ સમયે દુનિયા ના ડોક્ટરો અને વૈજ્ઞાનિકો કોરોના ની દવા શોધવા માટે દિવસ રાત મહેનત કરે છે એ સમય ની કહાણી)
"""લોહિયાળ કોરોના- 2020 એક રહસ્યકથા"""
સૂમસામ રસ્તા પર પુરપાટ વેગે જતી એક રિક્ષાનું અચાનક કાર સાથે અથડાવા થી જાનલેવા અકસ્માત થાય છે...કાર માં રહેલા ડો.મેહરા નું ઘટનાસ્થળે જ મોત થાય છે અને રિક્ષા ડ્રાયવર ઘાયલ થઇ ને ત્યાં બેભાન પડી જાય છે.
ઘટનાસ્થળે થી એક ઇન્જેક્શન મળે છે કે જેમાં કોરોના વાઈરસ યુકત લોહી ભરેલ હોય છે.
રિક્ષા ડ્રાયવર એ કોઈ કંપની ના મૅનેજર કે કોઈ અન્ય ઊંચી પોસ્ટ ના વ્યક્તિ હોય એ રીતે શર્ટ પેન્ટ અને ટાઇ માં સજજ હોય છે. ડ્રાયવરને બેભાન હાલત માં હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે અને એ મરણપથારીએ પડ્યો હોય ત્યારે ઉચ્ચ પોલીસ અધિકારી એમનું નિવેદન લેવા આવેલા હોય છે...
અને શરૂ થાઇ છે એક અનાથ રીક્ષા ડ્રાયવર ની સસ્પેન્સ ભરેલી કહાની....
રાત ના સમયે સૂમસામ રસ્તા પર એક દંપતી અને તેનો પુત્ર વિજય ત્રણેય લોકો બીજા શહેરમાં જવા પોતાની કાર લઈ ને નીકળે છે...સફર હોય છે ઉન્નત મસ્તકે જીવન જીવવાની...રસ્તા માં ખૂબ વરસાદ અને વીજળીના હાડ કંપાવી નાખે એવા અવાજો વચ્ચે પુરપાટ વેગે આવેલી એક મોટર કાર માંથી 3 બુકાનીધારી લોકો બહાર આવે છે અને કાર ને આંતરી લઈ ને ધડાધડ ગોળીબાર કરી ને એ દંપતીને મોત ના ઘાટ ઉતારી દે છે...અને એ એ ત્રણે લોકો ફરાર થઈ જાય છે.
સવાર થાય છે અને પોલીસ ખાતા ના અધિકારીઓ ત્યાં તપાસ માટે આવે છે અને ત્યારબાદ વિજય ને ખભામાં ગોળી લાગી હોય છે અને ઘાયલ અવસ્થા માં હોવાથી તેને હોસ્પિટલમાં માં મૂકવા માં આવે છે અને એની સારવાર થાય છે.
એ 28 વર્ષ નો અનાથ યુવાન વિજય એક સફળ ડોક્ટર અને શિક્ષક છે અને પોતાના વિદ્યાર્થીઓ ને સફળતાના રસ્તાઓ શીખવે છે. પરંતું એના કાનમાં ઘણા વર્ષો પછીયે એ ગોળીઓ ના અવાજો સંભળાતા રહે છે. અને એ પોતાના માતપિતા ની હત્યા નો બદલો લેવાનું નક્કી કરે છે...
બદલો લેવા માટે પોતાના માતપિતા ની હત્યા નું કારણ જાણવું જરૂરી હતું.
તે કંપની એટલે કે જ્યાં તેના પિતા જે દવા બનાવવાની કંપની માં કામ કરતા હતાં ત્યાં વીજય જાય છે.
ત્યાં એ લોકો અલગ અલગ પ્રકાર ના રસાયણો અને દવાઓ ની માહીતી મેળવે છે અને ઘણું શીખે છે. પણ ડોક્ટર વિજયની નજર આમતેમ ફરે છે અને અચાનક જ એની નજર સ્થિર થઈ જાય છે એક રૂમ તરફ કે જ્યાં ઘણાં બધાં જાનવરોને પૂરી ને રાખવામાં આવેલ હોય છે.(સસ્પેન્સ)
ડો.વિજય ને ખબર હોય છે કે મેડિકલ ફિલ્ડ માં દવાઓના પ્રયોગો જનાવરો પર થતા રહે છે અને ત્યારબાદ જ એ દવાઓ ને માણસ માટે ઉપયોગ માં લેવા માં આવે છે.
ત્યાં કંપની માં વિજયની મુલાકાત ડો.શુક્લા સાહેબ કે જે તેના પપ્પા ના ખાસ મિત્ર હતા તેની સાથે થાય છે અને એ બંને એકબીજાને ઓળખી જાય છે.
વિજય ડો.શુક્લાને એમના પપ્પા વીશે પૂછે છે ત્યારે એને જાણવા મળે છે કે....
(હવેની વાર્તા આગળના અંક માં)
-કૌશલ એન જાદવ
રાજકોટ
99094 70483
kaushalnjadav@gmail.com
આગળનો ભાગ વાંચવા માટે ફોલો કરો અને સપોર્ટ કરો અને માણતા રહો ડો.કૌશલ એન જાદવ દ્વારા લિખિત આ રહસ્યકથા.....