માયા એ એક એવી છોકરી છે, જેમા સાહસ અને સહનશીલતા કુટીકુટી ને ભરેલા છે.એક વખત ની વાત છે, માયા પોતાની સ્કૂલે જવા માટે ઘરેથી નિકળતી હોય છે .
ઘરેથી નિકળતી વખતે તેની મમ્મી ને કે છે, કે મમ્મી હું આજે વહેલી આવી જઈશ. મમ્મી કહે છે કે કેમ તુ આજે વહેલી આવી જઈશ ? માયા કહે છે કે મમ્મી તુ ભૂલી ગઇ કે આજથી મારી exam શરૂ થઈ છે. મમ્મી કહે છે કે ok બેટા.
માયા school જવા માટે ઘરેથી બસમાં બેસી જાય છે, આગળ ના બસ સ્ટેન્ડ થી તેની friend મૈત્રી પણ બસમાં બેસી જાય છે.hii માયા exam ની તૈયારી થઈ ગઈ, મૈત્રી માયાને પુછે છે. માયા જવાબ આપ્યો કે હા થઈ ગઈ છે.
School પહોંચી ને બંને best friends એકબીજાના હાથ પકડીને ક્લાસરૂમમાં પ્રવેશ કરે છે,માયા પોતાના બીજા friends સાથે થોડી વાર વાતચીત કરે છે, ત્યારે જ તેના મેડમ પેપર લઈને કલાસરૂમમાં પ્રવેશ કરે છે.
મેડમ કહે છે કે,બધાં પોતાની જગ્યાએ બેસી જાવ એટલે હું પેપર આપવાનું શરૂ કરીદવ. મેડમ નો અવાજ સંભળાયો કે તરતજ બધાં વિદ્યાર્થીઓ પોતાનીજગ્યાએ બેસી જાય છે,મેડમ વિદ્યાર્થીઓને પેપર આપવાનું શરૂ કરી દે છે.
આ માયા ની ફાઈનલ exam હતી એટલે, અઢી કલાક મા પેપર લખીને તે છુટી જવાની હોય છે. માયા પોતાનું અઢી કલાક નું પેપર બે કલાકમાં પુરું કરી,મેડમ ને પોતાનું પેપર આપીને કલાસરૂમમાં થી બહાર આવી જાય છે. બહાર આવી ને માયા પોતાની friend મૈત્રી ની રાહ જોઈતી હોય છે.,એટલામાં જ મૈત્રી પણ પોતાનું પેપર પૂરું કરી મેડમ ને આપી બહાર આવી જાય છે.
મૈત્રી ને બહાર આવતી જોય ને માયા તેને પુછે છે કે, કેવુ રહયું તારું પેપર? મૈત્રી જવાબ આપતા કહે છે કે, પેપર ટફ હતુ .તારું પેપર કેવુ રહયું ? બને તો બધુ જ આવડતું હતું એટલે મારા માટે ઈઝી હતું. બંને મિત્રો આમ વાતચીત કરતા કરતા પોતાના ઘરે જવા માટે શાળા એથી બહાર નીકળી ઘર તરફ ચાલવા માંડ્યા.
થોડેક દૂર જતા જ મૈત્રી નું ઘર આવી જાય છે, માયા મૈત્રીને બાય બાય કરી ને પોતાનાં ઘર તરફ ચાલવા માંડે છે. આગળ જતાં રસ્તામાં એક વૃદ્ધ સ્ત્રી ને જોવે છે, નજીક જઇને જોવે છે તો તેને એવુ લાગે છે ,જાણે વૃદ્ધ સ્ત્રીની નજર તેની ઉંમર ને કારણે કમજોર થઈ ગઈ છે.
માયાને વૃદ્ધ સ્ત્રી સાથે વાત કરતા જણાય છે કે ,રસ્તો ઓળંગતા પ્રયત્ન કરે છે, પરંતુ નજર કમજોર હોવાને કારણે તે નિષ્ફળ જાય છે. માયાએ દયાળુ અને બહાદુર હોવાને કારણે તે પેલી સ્ત્રી ની મદદ કરે છે, તેને રસ્તો ઓળંગી પેલી પાર સુધી પહોંચાડી દે છે. વૃદ્ધ સ્ત્રી માયા ને આશીર્વાદ આપતા કહે છે, સદા સુખી રહો બેટી.
માયા વૃદ્ધ સ્ત્રી ની મદદ કરીને આગળ વધે છે,થોડેક દૂર પહોંચી ને માયા ને તે રોડ પર એક્સીડન્ટ થયા નો અનુભવ થાય છે. માયા પાછળ વળી ને જોવે છે ,તો પેલી વૃદ્ધ સ્ત્રી ને એક ટ્રક ટક્કર મારી ને ભાગતો જોવે છે. માયા દોડી ને ટ્રક ને રોકવા ની કોશિશ કરે છે, પણ ટ્રક વાડો ડ્રાઈવર ભાગી જાય છે.
માયા જોવે છે કે, એકસીડન્ટ થયા પછી ઘણા વાહનો ત્યાં થી પસાર થઈ રહ્યા છે ,પણ કોઈ વાહન વૃદ્ધ સ્ત્રી ની મદદ કરવા રોકાયુ નહીં .માયા દોડી ને વૃદ્ધ સ્ત્રી ની મદદ કરવા પહોંચી જાય છે, ત્યાં પહોંચી જોવે છે તો પેલી વૃદ્ધ સ્ત્રી બેભાન અવસ્થામાં લોહી મા લથપથ પડેલ છે. માયા ત્યાં થી પસાર થતા લોકો ને મદદ કરવા કહે છે, પરંતુ સમય નથી,પોલીસ ની જનજટમા નથી પડવુ ના બહાને બધાં જતા રહે છે. માયા રીક્ષા પણ રોકવા ની કોશિશ કરે છે, પરંતુ કોઈ માયા ની મદદ નથી કરતુ.
માયા આજુબાજુમાં નજર કરે છેતો તેને એક રેકડી દેખાય છે , માયા દોડી ને રેકડી લઈ આવે છે. માયા વૃદ્ધ સ્ત્રી ને માંડમાંડ કરીને સુવડાવી, તે રોડ પર ના નજીક ના દવાખાનામાં લઈ જાય છે. દવાખાનામાં પહોંચી ને માયા બૂમ પાડે છે, "Doctor doctor it's emergency ".ડૉક્ટર વૃદ્ધ સ્ત્રી ને ઓપરેશન થિયેટરમાં લઈ જાય છે ,ને માયા ને પોલીસ ફરિયાદ નોંધાવા કહે છે .
માયા તરતજ પોલીસ ને દવાખાનામાં રહેલા ફોન પરથી ફોન કરી બોલાવે છે, થોડી વારમાં પોલીસ ત્યા આવી જાય છે. માયા પોલીસ ને માંડીને બધી વાત કરે છે,પોલીસ મેન માયા ને તેની બહાદુરી માટે સરકાર તરફથી ઈનામ આપવાની વાત કરે છે. માયા પેલા ટ્રકના નંબર પોલીસ મેન ને કહીને તેનુ કામ આસાન કરીદે છે.
થોડી જ વાર મા ડૉક્ટર બહાર આવી ને વૃદ્ધ સ્ત્રી હોંશ મા આવી ગયાનાં સમાચાર આપે છે. માયા પેલી વૃદ્ધ સ્ત્રી ને મળવા માટે જાય છે, તેને મળી ને તેની રજા લઈ ને પોતાનાં ઘર તરફ ચાલવા માંડે છે. ઘરે પહોંચીને પોતાની માતાને ચિંતા મા આમતેમ ફરતા જોવે છે.
માયા ના મમ્મી માયા ને જોઈને તરતજ ગળે લગાડી દે છે, તે ને ગુસ્સે થી પુછે છે કે, કયા હતી અત્યાર સુધી? માયા પોતાની મમ્મી ને શાંત કરી માંડી ને બધી વાત કરે છે. માયાના મમ્મી પોતાની દિકરી ની બહાદુરી અને સાહસિકતા થી ખુબ જ ખુશ થઈ જાય છે. માયા ને હંમેશા આવીજ રીતે બહાદુરી થી બીજા ની મદદ કરવા કહે છે.
માયા તેના મમ્મી ને વચન આપતા કહે છે કે, મમ્મી હું હંમેશા જરૂરત ધરાવતા લોકો ની મદદ કરતી લઈશ .
પ્રણામ છે,માયાના આવા સાહસ ભરેલા કામને .
Thank you.............