#તથાસ્ત્તુ
ગયા અઠવાડિયે હું પોતાની પત્ની પ્રિયા સાથે અમદાવાદ થી રાજકોટ જઈ રહ્યો હતો, ગાડી આવવામાં સમય બાકી હતો.અમે સ્ટેશન પર બાંકડા પર બેસી ને રાહ જોઈ રહ્યા હતા , ત્યાંથી ધણા લોકો પસાર થઇ રહ્યા હતા. અમે જે બાંકડા પર બેઠા હતા , ત્યાંથી લગભગ ચાર પગલાં દૂર હેડફોન સાથે એક મશીન મૂકેલું હતું જેમાં પાંચ રૂપિયા નો સિકકો નાખી , અમુક ચિંતામાં પડેલા ચેહરા પર સ્મિત રેલાઈ જતું હતું . મેં મનોમન વિચાર્યું કે બધા લોકો ને ગાંડા બનાવાની રીત છે. પણ ચાલો પાંચ રૂપિયામાં સ્મિત મળતું હોય તો સાંભળવામાં કશો વાંધો નથી એવું વિચારતા- વિચારતા મેં વિચાર્યું,ચાલો ટ્રાય કરીએ આખરે છે શું ? પેલી વાર ટ્રાય કર્યું ત્યારે પેહલો રોબોટ મશીન કેહતો હતો ," હવે તમારું ભવિષ્ય પ્રગતિમય રહશે ." મેં વિચાર્યું ચાલ ને બીજી વખત ટ્રાય કરી ને જોઉં તો ખરા દર વખતે એક જ વસ્તુ બોલે છે કે,જુદી- જુદી . બીજી વખતે કહયું ," તથાસ્ત્તુ " અર્થાત તમારા ધાર્યા મુજબ થાય. વળી આપણે પણ જિજ્ઞાસુ માણસ , ત્રીજી વખત ટ્રાય મારી એમ કરતા પાંચ વાર ટ્રાય મારી.આ રીતે ત્રણ મેસેજ રીપીટ કરીને લોકો ને ગાંડા બનાવવામાં આવતું હતું. પણ જો કોઈ ને પળ ની ખુશી મળતી હોય તો ગુપ્તતા જાળવવામાં વાંધો નથી.
આમ, આખી વાત હું મારી પત્ની પ્રિયા ને કરી રહ્યો હતો, એટલામાં ટ્રેન આવી હું સામાન લઇને ઉપર ચડ્યો,સામાન અને પ્રિયા ને સેટ કરી.વિસલ વાગી અને ફરી મારુ મન "તથાસ્તુ" અંગે મંથન કરવા તરફ સરી વળ્યું. સામે સીટ પર તેમના પરિવાર સાથે બેઠેલા દિપકભાઈ સાથે સારી એવી મિત્રતા બંધાઈ. પરિવાર એટલે તેમનો દસેક વર્ષ નો પુત્ર સૌમ્ય અને તેમના પત્ની. સૌમ્ય ખૂબ જિજ્ઞાસુ છોકરો.
તેના પપ્પા ને દરેક વાત માં પ્રશ્ન કરે.અને આમ પ્રશ્ન-જવાબ કરતાં કરતાં વિરમગામ ના સ્ટેશન પર થી એક ફકીર બાબા ચડયા.
જે ઢોલ વગાડતાં-વગાડતાં ગાવા મંડ્યા," ભર દે ઝોલી મેરી યા મહોમદ" આ સાંભળતા સૌમ્ય ને મજા પડી ગયી.એ તો તેમની પાસેથી ઢોલ શીખવા બેસે,એમને પચાસેક રૂપિયા આપ્યા અને કહે તમને વાર્તા આવડે છે,મને કહેશો?
તે પોતાની વાર્તા શરૂ કરે છે કે,એક દિવસ બે મિત્રો ચાલવા નીકળે છે એક નું નામ કરણ,બીજા નું નામ અર્જુન. કરણ ખૂબ જ દિલદાર , નેકદિલ માણસ.પોતાના થી બનતી દરેક મદદ કરતો.જ્યારે અર્જુન સ્વાર્થ નું પૂતળું અજીબ વિરોધાભાસ છતાં બંને વચ્ચે સારી એવી મિત્રતા. ચાલતાં-ચાલતાં કરણ અર્જુન ને કહે છે કે "મને કદાચ ઈશ્વર મળે તો હું એક જ વસ્તુ માંગુ, કે મારે ત્યાંથી કોઈ ખાલી ના જાય".ત્યારે જ અર્જુન કહે છે ના દોસ્ત આપણાં માટે આપણી જાત પહેલાં. હું તો એ જ માંગુ કે મને તો ખાલી મળતું જ રહે કોઈને આપવું ના પડે. આ વાર્તાલાપ સાંભળતાં સાંભળતા ઈશ્વરે કહ્યું "તથાસ્તુ " અને વીજળી ચમકી. આ સાંભળતા બંને ખુશ થઈ ગયા અને આવતા જન્મ માં કરણ ગામ નો સૌથી ધનિક વ્યક્તિ બન્યો.જેના દ્રાર પર થી કોઈ ખાલી ન જાય અને અર્જુન બન્યો ભિખારી લોકો તેને કોઈ અપેક્ષા વિના આપતા જ રહેતા, પણ શું આ રીતે મેળવીને તે ખુશ હતો? આ કરતાં તો થોડું આપતો હતો ત્યારે વધુ સુખી હતો.અહીં પેલા ફકીર બાવાની વાર્તા તો પુરી થઈ ગઈ.પરંતુ સૌમ્ય ના પ્રશ્નો ની હારમાળા અને મારા જવાબો નું લાઈવ કાર્યક્રમ શરૂ થયું.
સૌમ્ય પૂછવા માંડ્યો કે આપણને ઈશ્વર પાસે થી માંગવું જોઈએ કે નહીં. તથાસ્તુ એટલે આપણી ઈચ્છા મુજબ થાય તેમા અર્જુન ખુશ ન હતો અને વરદાન મળ્યા પછી પણ કેમ, તે સંતુષ્ટ ન હતો તો શું વરદાન મળ્યા પછી પણ આપણી આ અતૃપ્ત આત્મા ને તૃપ્તિ મળતી નથી. તો તૃપ્તિ નો માર્ગ શું છે?
આ બધા નો એક જ જવાબ છે, જો જીવનમાં ક્યારેય વરદાન ની તક મળે તો માત્ર,"યોગ્ય મતિ ની માગણી કરવી." જેથી યોગ્ય જીવનપંથ પર સફર કરી શકાય.
" તથાસ્તુ"
લેખિકા: મહેક પરવાની