Hostel Boyz - 7 Kamal Patadiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

  • સોલમેટસ - 3

    આરવ રુશીના હાથમાં અદિતિની ડાયરી જુએ છે અને એને એની અદિતિ સાથ...

  • તલાશ 3 - ભાગ 21

     ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તે...

શ્રેણી
શેયર કરો

Hostel Boyz - 7

પ્રસંગ 5 : ને મારી ટ્રેન ચૂકાઈ ગઈ...!!

અમારા જેવા હોસ્ટેલના વિદ્યાર્થીઓ માટે ટ્રેનએ ખૂબ જ અગત્ય અને આરામદાયક હતી જ્યારે પણ મારે રજાઓમાં હોસ્ટેલથી ઘરે જવાનું હોય ત્યારે હું મોટે ભાગે ટ્રેનમા જ જતો કારણ કે ટ્રેનની ટિકિટ ખૂબ જ વ્યાજબી ભાવમાં હતી અને જેટલા સમયમાં બસ પહોંચાડતી હતી તેટલા સમયમાં ટ્રેન પણ પહોંચાડી દેતી પરંતુ મારી સમસ્યા એ હતી કે રાજકોટથી ધોરાજીની તે સમયે એક જ ટ્રેન જતી હતી અને તે પણ સવારે 6:00 વાગ્યાની. મને શરૂઆતથી જ સવારે મોડા ઉઠવાની ટેવ હતી. તેમાં પણ જો સવારે 6:00 વાગ્યે ટ્રેનમાં જવાનું હોય તો સવારે 5:00 વાગ્યે ઊઠીને, સ્નાન કરીને, ચાલીને રેલવે સ્ટેશનને જવું પડતું. અમારી હોસ્ટેલથી રેલ્વે સ્ટેશન 2-3 કિલોમીટર દૂર પડતું હતું અને રીક્ષામાં જવું મને પોસાય તેમ નહોતું. એક વખત જ્યારે ટ્રેનમાં ધોરાજી જવાનુ હતુ ત્યારે અમારા ગ્રુપએ નક્કી કર્યું કે અમે બધા આખી રાત જાગીશું અને વાતોના ગપાટા મારીશું પછી વહેલી સવારે 5 વાગ્યે બધા મને રેલવે સ્ટેશને મૂકવા આવે. મારી સાથે ચીકો, પ્રિતલો, પ્રિયવદન, વિનયો, ભાવલો તથા હારીજનો એક છોકરો હતો. રાત્રે અમે બધા વાતો કરતાં-કરતાં એક પછી એક એમ ઢળવા માંડ્યા. રાતના બે ત્રણ વાગ્યા સુધીમાં અમે બધા લોકો સૂઈ ગયા. અમે વહેલી સવારે 5 વાગ્યાનો અલાર્મ મૂક્યો હતો છતાં અમે બધા નિંદર કરતા રહ્યા. હારીજની સાથે તેના પપ્પા પણ રહેતા હતા તેણે અમને બધાને વહેલી સવારે 5:30 વાગ્યે ઉઠાડયા. અમે બધા સામાન લઈને રેલવે સ્ટેશન તરફ દોડ્યા. વહેલી સવારે 6 વાગ્યે રેલવે સ્ટેશને પહોંચી તો ગયા પરંતુ હું જ્યારે ટિકિટ કાઉન્ટર ઉપર ટિકિટ લેવા ગયો ત્યારે ટિકિટ કાઉન્ટરના ભાઈએ મને કહ્યું કે “ટ્રેન ઉપડવાની તૈયારીમાં છે, તમે ટ્રેનને પકડી નહીં શકો” છતાં મેં એક ચાન્સ લેવાનું વિચાર્યું અને તેને ટિકિટ આપવા જણાવ્યું. હું ટિકિટ લઈને પ્લેટફોર્મ તરફ દોડ્યો પરંતુ ત્યાં સુધીમાં ટ્રેન ઉપડી ચૂકી હતી અને તેના છેલ્લા ડબ્બાની X નિશાની જ મને દેખાતી હતી.

તે સમયે, ટિકિટનો rate 15 રૂપિયા હતો. અમે ટિકિટ cancel કરાવવા ટિકિટ કાઉન્ટર પર પાછા આવ્યા. તેણે મારી ટિકિટ cancel કરીને 5 રૂપિયા પાછા આપ્યા. પછી અમે બધા ધોયેલ મુળાની જેમ રેલવે સ્ટેશનની બહાર નીકળ્યા અને પાછા હોસ્ટેલ તરફ ચાલવા માંડ્યા.

પ્રસંગ 6 : હારીજને ગીરવે મૂક્યો....!!

અમે જ્યારે હોસ્ટેલ તરફ પાછા જતા હતા ત્યારે બધાને ચા પીવાની ઈચ્છા થઈ. હોટેલ ગેલેક્સી પાસે મોમાઈ ચાવાળાને ત્યાં અમે બધા ચા પીવા બેઠા. અમે બે ચા મંગાવી અને બધાએ બેમાંથી ભાગ કરીને ચા પીધી. ચા પીને જ્યારે હું પૈસા આપવા માટે જતો હતો ત્યારે યાદ આવ્યું કે મારી પાસે તો 5 રૂપિયા જ છે અને બે ચાના 10 રૂપિયા થતા હતા. બીજા બધા લોકો સવારે ઊઠીને મારી સાથે આવ્યા હતા એટલે બધાએ નાઈટ ડ્રેસ પહેર્યા હતા અને કોઈની પાસે રૂપિયા નહોતા. હવે સમસ્યા થઇ.... શું કરવું? અમને સમજાતું નહોતું. અમે મોમાઈ ચાવાળાને પરિસ્થિતિ સમજાવવાની કોશિશ કરી કે અમે બધા અહીં નજીકની હોસ્ટેલમાં રહીએ છીએ, દિવસ દરમિયાન અમે તમારા પૈસા આપી જશું પરંતુ ચાવાળો અમારી વાત માનવા તૈયાર નહોતો. તેણે અમને કહ્યું કે તમારામાંથી કોઈ એક અહીં રહો અને બીજા લોકો હોસ્ટેલમાં જઇને પૈસા લઈને આવો. અંતે નાછૂટકે, અમે હારીજને મોમાઈ ચાવાળાને ત્યાં 5 રૂપિયા માટે ગીરવે મૂક્યો. આજે પણ આ પ્રસંગે યાદ આવતા તમારા બધાના ચહેરા પર smile આવી જાય છે.

પછી તો અમે મોમાઈ ચાવાળા પાસે દરરોજ ચા પીવા જતા હતા અને તેના માલિક સાથે વાતો કરીને તેની સાથે દોસ્તી કરી લીધી હતી જેથી કરીને બીજી વખત અમારે કોઈને ગીરવે મુકવો પડે નહીં. અમે દરરોજ રાત્રે મોમાઈ ચાવાળા પાસે ચા-પાણી પીવા જતા અને હોસ્ટેલના સિક્યુરીટી ગાર્ડ નટુ બાપા માટે ચા લઈને હોસ્ટેલમાં જતા તેથી તે કોઈ દિવસ અમારી ફરિયાદ કન્વીનરને કરતા નહીં. અમારા રાત્રે ચા-પાણી પીવા જવાનો કોઈ ટાઈમ ફિક્સ ન હતો. ક્યારેક એક વાગ્યે, ક્યારેક બે વાગ્યે તો ક્યારેક ત્રણ વાગ્યે પણ ચા પીવા જતા અને ત્યાં અડધી કલાક બેસીને વાતોના ગપાટા મારતા. ચીકાએ મોમાઈ ચાવાળાના માલિક સાથે એવી રીતે દોસ્તી બાંધી લીધી હતી કે જાણે તેઓ જન્મોજનમના એ મિત્ર હોય અને પછી તો તેના બધા માણસો પણ અમારા ગ્રુપને ઓળખવા માંડયા હતા. ખરેખર, તે સમયે ચા પીવાની સાથે વાતો કરવાનો જે આનંદ હતો તે ખૂબ જ અદભુત હતો. "ચાય પે ચર્ચા" એ કહેવત તો ખરા અર્થમાં અમોએ તે સમયમાં અમલમાં મૂકી હતી.

ક્રમશ: