Dharyu Dhani Nu Thai - 2 books and stories free download online pdf in Gujarati

ધાર્યું ધણીનું થાય ભાગ ૨

આગળ ન ભાગમાં આપણે જોયું કે ભગતબાપા ને એનો પરિવાર ભોળેશ્વર જઈ રહ્યા હતા ને રૂષભ ને મનમાં સવાલો ઘણાં હતા. શું રૂષભને તેના સવાલો મળશે? તો ચાલો આપણે જાણીએ આગળ હવે.....

****************

આખરે મનસુખ મેર ની ગાડી ભોળેશ્વર આવી પહોંચી. ભોળેશ્વર માં આવતા બધાવે સૌ પ્રથમ હાથ-મોઢું ધોઈ ને ભગવાન ભોળાનાથ ના મંદિરમાં પ્રવેશ કર્યો, ઘરે થી લાવેલ શ્રીફળ ને પ્રસાદ ભગવાન ભોળાનાથ ને અર્પણ કરીને સૌ પરીવારે દર્શન કર્યા ને ભોળાનાથ નો આભાર વ્યક્ત કર્યો.

બપોરના જમવાનો સમય પણ થઈ ગયો હતો એટલે જેરામ-ભગતે છોકરાવ ને ગાડીમાંથી સામાન કાઢવાનું કહીને પુજારીને દક્ષિણા આપી ને તેમના પરીવાર સાથે જમવાનો આગ્રહ કર્યો. ઘરેથી બનાવેલ ચુરમાના લાડુ,બટાકાનું શાક,ગોટા ને દાળભાત લાવેલ તેને બધાવે ન્યાય આપી ને છાશ પીને બધા ઊભા થયા, ને બહાર હવામાં બેસવાનો નીર્ણય કર્યો.

બધા બેસીને અવનવી વાતો કરતા હતા ને આબાજુ રૂષભ અહીં શાંતિ ભર્યા વાતવરણ માં ભોળેશ્વર ના મંદીરને જોતાજ તેના મનમાં આવેલ વીચારોમાં ખોવાયેલ હતો. અહીંનુ આ વાતાવરણ રૂષભને ખુબજ ગમ્યું, તેને મંદીર વીષે જાણવાની ઈચ્છા થઈ એટલે એણે પુજારીને સવાલ કર્યો. દાદા આ ભોળેશ્વર મહાદેવનું મંદિર કેટલા વર્ષ જુનું છે? અહીં આજુબાજુ ની શું વીસેસ્તાઓ છે આપને ખબર છે?
પુજારીએ બંડીમાંથી એક શીવાજીની બીડી જગાવી નખ ઊંડી કસ લઈને બોલ્યા આ મંદીરની સાચી તો મનેપણ નથી ખબર પરંતુ લોકવાયકા જે સાંભળી છે તે હું તને કવ...
રૂષભ: હા હા બોલો હું પણ જાણવા માંગુ છુ.

તો સાંભળ બેટા
આ મંદિર આશરે ૪૫૦ વર્ષનો ઈતિહાસ ધરાવે છે. ભોળેશ્વર મહાદેવ નો રસ્તો તો ખબરજ છે, છતાંકવ આ લાલપુર તાલુકાના મુરીલા ગામેથી જવાના રસ્તે ભોળેશ્વર મહાદેવ આવેલ છે.
એક લોકવાયકા પ્રમાણે અહીં એક મંદિર ની સ્થાપના થયા પહેલા ની વાત છે, એક નારણભાઈ કરીને સજ્જન માણસ રહેતા હતા. તેમને ગાયો પ્રત્યે અપાર પ્રેમ, તેમની એક ગાય છેલ્લા ઘણા સમયથી રોજ સવારે દુધ આપતી પરંતુ સાંજે ગૌશાળા થી આવતા દુધ ન આપતી. આવુ ઘણા સમય સુધી ચાલ્યા કર્યું પોતે વીચારતા કદાચ બીમાર હશે પરંતુ એવું કાંઈ ન જણાતા તેમણે એક દીવસ ગામમાં પંચ હોય એને વાતકરી કે મારી ગાય રોશ સવારે દુધ આપે છે પરંતુ સાંજે નથી આપતી મને લાગે છે કદાચ ગોવાળો દુધ દોયલેતો હશે. પંચે નારણભાઈ ની વાત સાંભળી ને ગોવાળ સાથે વાતચીત કરી તો જાણવા મળ્યું કે ગોવાળ નથી કરતો ચોરી છતાં પણ પંચે ગોવાળને કહ્યું કે આજ પછી જ્યારે પણ ગાયોને ચરવા લઈ જાય ત્યારે હવેથી એક જગ્યાએ બેસતો નહીં પરંતુ આ ગાયપર ધ્યાન રાખજે કદાચ બીજું કોય ચોરી કરતું હોય.

પંચનો આદેશ માની ગોવાળ આજ તો બરોબર ધ્યાન રાખતો હતો. બપોરના ભાત ખાઈ ને ગોવાળ બેઠો થયો ત્યાં જોયું કે ગાય એકલી ચાલતા ચાલતા એક રાફળા પાસે ઊભી રહી ને થોડી વારમાં તેનુ દુધ આપોઆપ તે રાફળાપર નીકળવા લાગ્યું. આમ ને આમ રોજ ગોવાળ આ દ્રશ્ય જોતો ને ચાર-પાંચ દીવસ નીકળી ગયા, એક દીવસ એણે પંચને આ બાબતે જાણ કરી ને સાચું ન લાગેતો રૂબરૂમાં આવીને જોવાની વિનંતી કરી.
પંચે આ બાબતે નારણભાઈ ને વાત કરી ને આજ થી બીજા દીવસે એટલે ગરુવાર ના રોજ આપણે જાસુ એમ નક્કી કર્યું.

આજ બધા બપોરના ગોવાળિયા પાસે આવી ગયા હતા ને રાહ જોતાહતા. થોડી વાર આડી અવળી વાતો કરતાં હતાં ત્યાંજ જોયું કે ગાયમાતા ચાલવા લાગ્યા ને બરોબર એ રાફળા પર ઊભા રહ્યા ને થોડીવારમાં તેનું દુધ એ રાફળા પર પડવા લાગ્યું, બધા જોય ને અચરજ કરવા લાગ્યા કે આવું કેમ પરંતુ આનો જવાબ કે ઉપાય ક્યાં શોધવો. આમ ને આમ ચાલવા લાગ્યું, એક દીવસ રાત્રે ભગવાન ભોળોનાથ નારણભાઈ ને સપનામાં આવ્યા ને કીધું કે આ જગ્યા પર જાને ત્યાં ખોદકામ કર ત્યાં તને શીવલીંગ મળશે. નારણભાઈ તો બીજા દીવસે ઊઠીને પંચ પાસે ગયા ને વાત કરી એટલે નક્કી કર્યુ કે આપણે આજે જ ત્યાં જાયે ને ખોદીએ. થોડી વારમાં તો પંચ ના બધા સભ્યો, નારણભાઈ ને ગામના અમુક લોકો પહોંચી ગયા એ જગ્યા પર, પરંતુ આતો એજ રાફળા વારી જગ્યા ત્યાં સાફકરી ને નારણભાઈ એ ભોળાને યાદ કરીને ખોદવાનું ચાલુ કર્યું થોડીવાર ખોદકામ કરતાં કરતાં અચાનક લોહીની શેર ફુટી એટલે બધા ગભરાઈ ગયા આ શું પણ હવે તો કોઈ રસ્તો નતો જાણવા સીવાય. એમ નારણભાઈ ખોદતા ગયા તેના ત્રીકમ થી ને થોડીવારમાં માટી સાફ કરતા પથ્થર જેવું લાગતા બરોબર ધ્યાનથી નીકાળતા એક શીવલીંગ બહાર નીકળ્યું ને એના પર લોહીના તાજા નીસાન હતા. નારણભાઈ જ્યારે ખોદતા હતા ત્યારે ત્રીકમ નો ધા આડો જાતા એ ત્રીકમ આ શીવલીંગ મા લાગેલ ને લોહી નીકળેલ ને શીવલીંગ ખંડિત થય ગયેલ. અત્યારે પણ શીવલીંગ હજી તેજ હાલતમાં છેને હજીપણ એ ખંડિત ની નીશાની છે.

એજ શીવલીંગ ની સ્થાપના થઈ ને ધીમે ધીમે લોકો દર્શન કરવા આવવા લાગ્યા. ભોળેશ્વર મહાદેવ એક નદીના બાજુ પર છે, અહીં પહેલા ત્રીવેણી સંગમ હતું પણ સમય જાતા હવે આ એક વહેણ ચાલુ હોય છે વરસાદ માં નદીઓ વહે છે. બીજું શ્રાવણ માસમાં અહીં ગામે ગામ થી આને શહેરના લોકો ચાલીને પોતાની માનતા, શ્રદ્ધા પુરી કરવા શ્રધ્ધાળુઓ આવતા હોય છે. અહીં શ્રાવણમાં દરરોજ રાત્રે ભજનના પ્રોગ્રામ થતા હોઇ છે ને દીવસ ના મેળામાં પણ માનવ મહેરામણ ઉમટી પડતું હોય છે, રોનક આખી અલગ હોય છે. આ આનો ઈતિહાસ ને વર્તમાન છે.

રૂષભ: ખુબજ આભાર આપનો જાણીને બહુજ આનંદ થયો. અહીં સાચ્ચે જ કુદરતી વાતાવરણ ને આ પ્રકૃતિની હરીયાળી ને જોતા ખરેખર દીલમાં અનેરો આનંદ થાય છે.

પુજારી: સાચી વાત છે બેટા અહીંના ધરામાં શું છે એતો ખબર નથી, પરંતુ અહીં આવ્યા પછી જાવાનું મન નથી થાતું એજ ખુબી છે આ ધરાની.

રૂષભ: દાદા અમારે અહીં ફોટા પાડવા હોય તો પાળી શકાય કે નહીં?

પુજારી: હા બેટા જરૂર પાળી શકાય. તું તારે મન ભરીને પાળ ને બીજું આજકાલ તમારા જેવા જુવાનીઆઓ ને પ્રવાસીઓ વધતા મંદિરના પ્રશાસને નદીપાસે સેલ્ફી પોઇન્ટ પણ બનાવ્યો છે, તો ત્યાં પણ જરૂર પાડજો ફોટા આનંદ આવસે.

સેલ્ફી નું નામ પડતાંજ ચાંદની તો ઊભી થય ગય, એતો ઉત્સાહ માં બધાને, દાદા-દાદી ને મમ્મી-પપ્પાને લય ને ફોટા પાડવા ચાલી ગય.

આજે જેરામ-ભગત ના પરીવારે ખુબજ ભોળેશ્વર માં મજા કરી. બપોરના ૪ વાગી ગયા, પુજારીએ ખુબ આગ્રહ કર્યો એટલે બધાએ ચા-પાણી કરીને જામનગર તેમના ઘર પર જવા પ્રસ્થાન કર્યુ.

*******************

ભગતનું ઘર જામનગરમાં હીરજી મીસ્ત્રી રોડપર આવેલ છે, ઘર પર જતાં પહેલા બધાવે જામનગર ની પ્રખ્યાત દાબેલી ખાધી ને ઘરે ગયા.
રૂષભ ને તાલાવેલી બહુ હતી જાણવાની કે શું હશે માનતા? પરંતુ આજે બધા થાકી ગયા હતા એટલે પુછવું બરોબર નથી એમ સમજી એ પણ તેના રૂમમાં ચાલ્યો ગયો સુવા.

કાલની સવાર શું લઈને આવશે ?
શું રૂષભને તેના જવાબ મળશે? એતો આવનાર સમય કહશે.

વાચક મીત્રો ક્યાંય પણ વ્યાકરણ માં ભુલચુક થઈ હોય તો માફ કરશો , 🙏🙏 આ મારી પહેલી ધારાવાહિક વાર્તા છે તો આપ જરૂર આપણા અભિપ્રાય આપશો. આપની કોમેન્ટ મને ઉતસાહ ને સુધારા કરવાની પ્રેરણા આપશે. મને શોખ છે એટલે હું લખું છું બાકી હું કોઈ લેખક નથી.

ધન્યવાદ.. આપ સ્વસ્થ રહો સુરક્ષિત રહો. કોરાના થી ડરશો નહીં પરંતુ સાવચેતી જરૂર રાખજો આપનું અમુલ્ય જીવન ની આશા આપના પરીવાર ને હશે.

ભાવીક બીદ ના પ્રણામ 🙏🙏🙏🙏


બીજા રસપ્રદ વિકલ્પો